ગાંધીનગર, 14 ફેબ્રુઆરી 2024
બે વર્ષમાં 21 જિલ્લાઓમાંથી 3955 કરોડ 51 લાખ 70 હજાર 262ની કિંમતનું હેરોઈન, કોકેઈન, ગાંજો, અફીણ, પોષડોડા, મેફેડ્રોન વગેરે પ્રકારનું ડ્રગ્સ પકડાયું છે. આ ગુનાઓમાં સંડોવાયેલા 3400 આરોપીઓની ધરપકડ પણ કરવાની બાકી છે. રાજ્યમાં પકડાય છે તેના કરતાં અનેકગણું ડ્રગ્સ પીવાય છે, રાજ્યનું શિક્ષિત બેરોજગાર યુવાધન ડ્રગ્સના નશામાં ધકેલાઈ રહ્યું છે. ભાજપના રાજ્યમાં ગુજરાત ઉડતાં ગુજરાત બની ગયુ છે. લગભગ 4,050 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે.
અદાણીનું મુંદરા બંદર
ડ્રગ્સ કચ્છના દરિયાકાંઠે અદાણી પોર્ટ ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયું હોવાના આંકડા વિધાનસભામાં બહાર આવ્યા છે. શું કામ અદાણી પોર્ટ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય તો પોર્ટના સંચાલકો સામે કાર્યવાહી કરીને એમને જેલના સળિયા પાછળ નાખવામાં નથી આવતા ? સરકારી હપ્તાખોરીની નીતિ છે, હપ્તા પોલીસ સ્ટેશનથી છેક મુખ્યમંત્રી કાર્યાલય સુધી જતાં હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉડતા ગુજરાત બની ગયું છે.
ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પૂછેલા પ્રશ્નોમાં સરકારી જવાબ મળ્યા કે તેમાં ગુજરાત નશાખોરીમાં આગળ વધી રહ્યું હોવાનું સ્પષ્ટ થયું છે. ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, દેશી દારૂ, વિદેશી દારૂ, બીયર- નશા કારકદ્રવ્યો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે ત્યારે સરકાર લાજવાને બદલે ગાજે છે.
વિદેશી દારૂ
વર્ષ 2021/22 માં એમ બે વર્ષની અંદર ગુજરાતમાં 1.66 કરોડ વિદેશી દારૂની બોટલો પકડાઈ છે. વિદેશી પ્રકારનો દારૂ ગુજરાત રાજ્યની બહારથી સરહદોથી ગુજરાતમાં આવે છે. રાજ્યના 21 જિલ્લાઓમાંથી બે વર્ષ 2022 અને 2023માં રૂ. 191 કરોડ 12 લાખ 62 હજાર 134ની કિંમતનો વિદેશી દારૂ પકડાયો છે. જેની 1 કરોડ 87 લાખ 46 હજાર 53 બોટલ વિદેશી પ્રકારનો દારૂં પકડાયો છે. રૂ. 11 કરોડ 7 લાખ 40 હજાર 950ની કિંમતના 14 લાખ 29 હજાર 906 બોટલ પકડવામાં આવી છે.
દેશી દારૂ
ગુજરાતમાં 23 લાખ લિટર દેશી દારૂ પકડાયો છે 12 લાખ બોટલ બીયરની પકડાઈ છે. દેશી દારૂની જે ભઠ્ઠીઓ ઠેરઠેર ગામેગામ ચાલી રહી છે. રૂ. 2 કરોડ 87 લાખ 84 હજાર 143ની કિંમતનો દેશી દારૂ 18 લાખ 19 હજાર 912 લીટર પકડાયો છે.
ક્રમ જિલ્લાનું નામ વિદેશી દારૂ दारुं દેશી દારૂ मदहलीब लिकर બિયર बियर અન્ય નશીલા પદાર્થો/ડ્રગ્સ आरोपी पकडना बाकी બાકી આરોપીઓ जिले का नाम
કિંમત જથ્થો કિંમત જથ્થો કિંમત જથ્થો કિંમત
૧ કચ્છ 134136625 508438 1814858 94643 12828750 128284 18580895317 187 कच्छ
૨ ભાવનગર 33763962 159742 1345480 67285 1269385 12027 12059370 32 भावनगर
૩ સાબરકાંઠા 52005664 168669 1160780 58039 3219431 27510 4489910 117 साबरकांठा
૪ આણંદ 89970157 421385 945292 73042 4000550 38880 3434845 90 आणंद
૫ ગીર સોમનાથ 14719168 1397681 597722 126570 87872 61266 52835299 29 गिर सोमनाथ
૬ દેવભૂમિ દ્વારકા 8556265 23419 710240 35512 113370 1200 4327109394 53 देवभूमि द्वारका
૭ નવસારી 72908738 513545 1030560 51528 4452250 43560 2226680 299 नवसारी
૮ વલસાડ 202092335 1539323 1983460 99173 3995588 53008 15307821 279 वलसाड
૯ વડોદરા 223272840 1111415 1984420 99249 11663267 109078 16049239105 197 वडोदरा
૧૦ મહીસાગર 12758826 85233 416930 20847 773625 6351 7753910 77 महीसागर
૧૧ સુરત 264123535 9156705 5220442 501053 18849111 508019 300966456 716 सूरत
૧૨ અરવલ્લી 103055748 467296 496386 38664 8638572 61331 25742332 80 अरावली
૧૩ અમરેલી 15489314 55461 280860 14043 72242 560 1201354 14 अमरेली
૧૪ જૂનાગઢ 60310729 230465 1489350 74572 1514120 14834 22670663 112 जूनागढ़
૧૫ જામનગર 29560393 75879 2012760 100852 69386 14252 2713030 55 जामनगर
૧૬ પાટણ 31968925 165079 572873 28553 4327098 36767 4374874 120 पाटन
૧૭ મોરબી 78173930 204878 1696340 85047 2219475 19780 5000863 39 मोरबी
૧૮ છોટાઉદેપુર 37966273 176232 794820 39711 3975798 36081 19805350 179 छोटाउदेपुर
૧૯ દાહોદ 125080684 692575 622340 31117 20565180 183168 24434470 348 दाहोद
૨૦ બનાસકાંઠા 209095845 1016632 2475740 123787 5461500 54615 78094359 306 बनासकांठा
૨૧ ખેડા 112252178 576001 1132490 56625 2644380 19335 14814860 71 खेडा
કુલ 1911262134 18746053 28784143 1819912 110740950 1429906 39555170262 3400