DSTએ કોવિડ-19 પર આરોગ્ય અને જોખમ અંગે જાણકારી આપવા પ્રોગ્રામ શરૂ કરશે

વાયરસના પ્રસારને ઘટાડવા અદ્યતન, અધિકૃત પદ્ધતિઓ વિશે જાણકારી આપવી તથા એનું મેનેજમેન્ટ કરવું સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છેઃ પ્રોફેસર આશુતોષ શર્મા, સચિવ, ડીએસટી

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી)ની રાષ્ટ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી સંચાર પરિષદ (એનસીએસટીસી)એ કોવિડ-19 પર કેન્દ્રીત સ્વાસ્થ્ય અને જોખમ વિશે જાણકારી આપતો કાર્યક્રમ ‘યર ઓફ અવેરનેસ ઓન સાયન્સ એન્ડ હેલ્થ’ (YASH-યશ) શરૂ કર્યો છે.

આ વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્યલક્ષી સંચારનો વિસ્તૃત અને અસરકારક પ્રયાસ છે, જેનો ઉદ્દેશ પાયાના સ્તરે સ્વાસ્થ્ય પર જાણકારીનું સ્તર અને પ્રતિભાવ આપવાનો છે, જે મોટા પાયે લોકોના જીવન બચાવશે અને એમના જીવનની ગુણવત્તા વધારશે તેમજ લોકોનો આત્મવિશ્વાસ વધારશે, એમના જીવનમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવશે અને સ્વાસ્થ્ય સંબંધિત સભાનતામાં વધારો કરશે.

હાલ રોગચાળાની સ્થિતિને કારણે તમામ સ્તરે ચિંતાઓમાં વધારો થયો છે અને પડકારો વધ્યાં છે, જેને સફળતાપૂર્વક ઝીલવા માટે વૈજ્ઞાનિક સમજણ અને સ્વાસ્થ્યલક્ષી તૈયારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ માટે સ્થિતિનો સામનો કરવા સમુદાયોમાં સંલગ્ન જોખમો અને સુવિધાઓની સમજણ આપવા અધિકૃત વૈજ્ઞાનિક માહિતીનો ઉપયોગ કરવો પડશે. પ્રોગ્રામ વિજ્ઞાન, સ્વાસ્થ્ય અને જોખમની જાણકારી આપતું સોફ્ટવેર, પ્રકાશનો, ઓડિયો-વિઝ્યુઅલ, ડિજિટલ પ્લેટફોર્મ, સામુદાયિક કામગીરીઓ, તાલીમબદ્ધ સંચારકર્તાઓ, ખાસ કરીને પ્રાદેશિક ભાષાઓમાં દેશમાં સમાજનાં વિવિધ વર્ગોને જાણકારી આપવાની બાબત ધરાવશે.

આ પ્રોગ્રામ અંતર્ગત પડકારોનું સમાધાન કરવા સમાજમાં જરૂરી કામગીરી કરવા અને સમાજને તાત્કાલિક ધોરણે સજ્જ કરવાની સુવિધા આપવા શૈક્ષણિક, સંશોધનાત્મક, મીડિયા અને સ્વૈચ્છિક સંગઠનોને સાંકળવા વિવિધ પદ્ધતિઓ અજમાવવામાં આવી છે. સમુદાય સ્તરના પ્રતિભાવને પ્રોત્સાહન આપવા અસરકારક વૈજ્ઞાનિક સંચાર જરૂરિયાત તરીકે જોખમોની જાણકારી આપવા અને જોખમનું વ્યવસ્થાપન કરવાની માહિતી આપવા અધિકૃત વૈજ્ઞાનિક અને આરોગ્યલક્ષી માહિતીનો ઉપયોગ કરવાનું આયોજન થયું છે, જેનો અમલ થશે. આ પહેલ જાહેર ધારણાઓનાં મૂલ્યાંકન પર લક્ષિત છે, જે લોકોને જોખમ સાથે સંબંધિત પારસ્પરિક સંચાર પ્રક્રિયાઓમાં સહભાગી બનવા પ્રોત્સાહન આપશે. એનાથી વધારે ક્ષમતા ઊભી થવાનો માર્ગ ખુલશે કે મોકળો થશે, જેથી સમુદાયો જાગૃત થવા, મનની વિશ્લેષણ કરવાની ક્ષમતા, અભિગમ બદલવાની ભાવના વિકસશે તેમજ હેલ્થકેર અને સંલગ્ન જોખમો સાથે સંબંધિત સુમાહિતગાર નિર્ણયો લઈ શકશે.

આ પ્રોગ્રામનો ઉદ્દેશ જાહેર સંચાર અને લોકો સુધી પહોંચવા માટેની અન્ય પ્રવૃત્તિઓની મદદથી તમામ સ્તરે જોખમને લઘુતમ કરવાનું, સામુદાયિક સ્વસ્થતા અને સ્વાસ્થ્યની સુરક્ષા માટે જરૂરી પગલાંની સમજણને વધારવાનો છે, જેમાં અંગત સ્વચ્છતા અને સાફસફાઈ, શારીરિક અંતર, ઇચ્છિત સહિયારી વર્તણૂંક વગેરે સામેલ છે. એમાં જોખમોનો ડર ઘટાડવા તથા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તથા લોકો અને સમાજમાં વૈજ્ઞાનિક કાર્યશૈલીને પ્રોત્સાહન આપવાની જરૂરી સમજણ સાથે આત્મવિશ્વાસ વધારવા વ્યવસ્થાઓ વિશે માહિતી પહોંચાડવાની વાત પણ સામેલ છે.

ડીએસટીના સચિવ પ્રોફેસર આશુતોષ શર્માએ કહ્યું હતું કે, “કોવિડ-19 માટે રસીઓ અને સારવાર ન હોવાથી વાયરસ અને એના મેનેજમેન્ટના પ્રસાર પર અધિકૃત અને અત્યાધુનિક શ્રેષ્ઠ પદ્ધતિઓની જાણકારી આપવી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. પાયાના સ્તરે બહોળી અસર ઊભી કરવા અમારા સંચારની પદ્ધતિઓ બહુપરિમાણીય, જોડાણ કરતી, માહિતીપ્રદ છે તથા ઝડપથી, મહત્તમ લોકો સુધી પહોંચે છે.”

યશ વિશિષ્ટ પરિણામોની કલ્પના કરશે, જેમ કે સ્થાનિક સંવેદનશીલતા, માન્યતા, પરંપરાઓ અને સ્વદેશી જાણકારી ધરાવતા કામદારો સહિત લક્ષિત જૂથો વચ્ચે જોખમની સમજણમાં વધારો; લક્ષિત જૂથોમાં વિવિધ પ્રકારનાં જોખમો,સંલગ્ન પડકારો, સોલ્યુશન્સ તથા ઉત્સાહ ઘટાડવા અભિગમ બદલવો, તથા ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે સ્થિતિનો સામનો કરવો; ડૉક્ટર, ધાર્મિક આગેવાનો વગેરે જેવા પ્રભાવશાળી સામુદાયિક આગેવાનો સાથે વધારે સારી રીતે કામ કરવું સામેલ છે. એમાં ખોટી ધારણાઓ, ખોટી સમજણો પર સ્પષ્ટતા કરવાની ક્ષમતા વધારવી તેમજ વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ દ્વારા ઉચિત રીતે ખરાઈ કરેલા ઉચિત જ્ઞાન પર આધારિત પદ્ધતિઓ પ્રસ્તુત કરવી; સોલ્યુશનો અને સેવા પ્રદાતાઓની વૈજ્ઞાનિક સક્ષમતામાં વિશ્વાસ કરવો પણ સામેલ છે.