1લી એપ્રિલ, 2020થી સરળ જીએસટી રીટર્ન અમલમાં આવશે

જીએસટીમાં મુખ્ય સુધારાનો પ્રસ્તાવ

બનાવટી અથવા અસ્તિત્વમાં નહીં રહેલા એકમોને દૂર કરવા કરદાતાઓના આધારે ચકાસણીની શરૂઆત
ગ્રાહક ઇન્વોઇસ માટે ડાયનામિક ક્યૂઆર-કોડનો પ્રસ્તાવ

નવી દિલ્હી, 01-02-2020
01 એપ્રિલ, 2020થી જીએસટી રીટર્ન ભરવાની એક સરળ પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. નાણાં અને વાણિજ્યિક બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણે આજે સંસદમાં વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરતાં કહ્યું કે તેના પર હજુ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. જે શૂન્ય રિટર્ન માટે એસએમએસ-આધારિત ફાઇલિંગ, પ્રિ-રીટર્ન ફાઇલિંગ, સુધારેલ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ફ્લો એકંદરે રીટર્ન ફાઇલિંગને સરળ બનાવશે. નાણાંમંત્રીએ કહ્યું કે રિફંડની પ્રક્રિયા માનવ હસ્તક્ષેપ વિના સરળ અને સંપૂર્ણ સ્વચાલિત કરવામાં આવી છે.

શ્રીમતી સીતારામણે કહ્યું કે કરદાતાઓના આધારે, ચકાસણી અને પાલન સુધારવા માટે ઘણા પગલા લેવામાં આવ્યા છે. આ બનાવટી અથવા અસ્તિત્વમાં નહીં રહેલા એકમોને દૂર કરવામાં મદદ કરશે. ગ્રાહક ઇન્વોઇસ માટે ડાયનામિક ક્યૂઆર-કોડનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જ્યારે ક્યૂઆર કોડ દ્વારા ખરીદી માટે ચૂકવણી કરવામાં આવશે ત્યારે જીએસટીના ધોરણો દર્શાવવામાં આવશે. નાણાંમંત્રીએ ગ્રાહકોને ઇન્વોઇસ માગવા માટે પ્રોત્સાહિત કરવા રોકડ પુરસ્કાર પ્રણાલીની કલ્પના કરી છે. ઇન્વોઇસ અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ સરખાવવામાં આવી રહ્યા છે જેમાં 10 ટકાથી વધુ અથવા થ્રેશોલ્ડથી ઉપરના મેળ ખાતા ન હોય તેવા રિટર્નની ઓળખ કરી અને તેને અનુસરવામાં આવે છે.
નાણાંમંત્રીએ કહ્યું કે ઇલેક્ટ્રોનિક ઇન્વોઇસ એ બીજી નવીનતા છે જ્યાં મહત્વપૂર્ણ માહિતીને કેન્દ્રીય પદ્ધતિમાં ઇલેક્ટ્રોનિક રૂપે સંગ્રહિત કરી શકાય છે. વૈકલ્પિક ધોરણે આ મહિનાથી શરૂ થતા વિવિધ તબક્કામાં તેનો અમલ કરવામાં આવશે. નાણાંમંત્રીએ કહ્યું કે આનાથી પાલન અને રીટર્ન ફાઇલિંગ વધુ સરળ બનશે.