ગુજરાતમાં ઈકો ફ્રેન્ડલી સેનેટરી નેપકિન બનાવ્યું

Eco-Friendly Sanitary Napkins Made in Gujarat गुजरात में निर्मित पर्यावरण-अनुकूल सैनिटरी नैपकिन

વડોદરા 2025
એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ટેકસ્ટાઈલ એન્જિનિયરિંગ વિભાગના સંશોધકોએ મહિલાઓ માટે સ્વદેશી ઈકો ફ્રેન્ડલી સેનેટરી નેપકિન બનાવ્યું છં.
પીએચડી કરનાર અર્પણ ખારવાએ પોતાના પીએચડી ગાઈડ પી સી પટેલ અને સત્યજીત ચૌધરીના માર્ગદર્શન હેઠળ સેનેટરી નેપકિન બનાવ્યો છે.

નેપકિન બનાવ્યો છે તેમાં તમામ મટિરિયલ બાયોડિગ્રેડેબલ છે. ઉપરનુ મટિરિયલ ઓર્ગેનિક કોટન અને સિલ્કનું છે. પાછળનું લેયર પીબીએટી (પોલી બ્યુટીલેન એડિપેટ કોટેરફેથાલેટ)પીએલએ (પોલીલેકટાઈડ) નામના મટિરિયલનું છે. બે લેયરની વચ્ચે બામ્બૂ પલ્પ અને કોટન સ્ટાર્ચનો ઉપયોગ કર્યો છે. સિલ્ક વપરાય છે.

ઈકો ફ્રેન્ડલી નેપકિન માટે કિંમતનું પરિબળ પણ મહત્વનું છે. બનાવેલા ઈકો ફ્રેન્ડલી સેનેટરી નેપકિનની કિંમત 4થી 7 રુપિયા રાખી શકાય તેમ છે. જે બજાર મળતા નોન બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપિકન જેટલી જ છે. ઉપરાંત આ નેપકિન 150 દિવસમાં તે આપોઆપ ડિગ્રેડ થઈ જાય છે. જેનાથી પ્રદૂષણની સમસ્યા સર્જાતી નથી. પ્રોડકટની પેટન્ટ લેવાની કાર્યવાહી શરુ કરી છે.

બજારમાં મોટાભાગના સેનેટરી નેપકિનમાં ત્રણ લેયર હોય છે. પહેલું લેયર ટોપ શીટ તરીકે ઓળખાય છે.જેમાં પોલીપ્રોપલિન નામનું પ્લાસ્ટિક મટિરિયલ અને પાછળની તરફ એટલે કે નીચેના લેયરમાં પોલીઈથેલિનનો ઉપયોગ થાય છે. બંને મટિરિયલ નોન બાયોડિગ્રેડેબલ છે. તેનો જમીનમા 500થી 600 વર્ષે નિકાલ થઈ શકે છે. તેના વચ્ચેના લેયરમાં પાઈનવૂડ પલ્પ વપરાય છે. આ મટિરિયલ બાયોડિગ્રેડેબલ છે તેને અમેરિકાથી મંગાવવુ પડે છે.

નોન બાયોડિગ્રેડેબલ નેપકિન અને ડાયપરમાં પ્લાસ્ટિકનું પ્રમાણ 70 ટકા છે. દુનિયામાં દર વર્ષે પ્લાસ્ટિક પેકેજિંગ પ્રોડકટસના કારણે 78 મિલિયન ટન કચરો ઉત્પન્ન થાય છે. જેમાંથી 32 ટકા જેટલો પ્લાસ્ટિક વેસ્ટ દરિયામાં વહી જાય છે. આ આંકડો 2023 સુધીમાં બમણો અને 2060 સુધીમાં ત્રણ ગણો થવાની શક્યતાઓ છે.

અત્યારે માર્કેટમાં જે બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકિનનું ઉત્પાદન ભારત બહાર થાય છે. એટલે તેની કિંમત પણ વધારે છે.

ભારતમાં સેનેટરી નેપકિનનો ઉપયોગ
ભારતમાં એક દાયકા પહેલા સેનેટરી નેપકિન વાપરનાર મહિલાઓનુ પ્રમાણ 11 ટકા હતું. 2025માં 32 ટકા મહિલાઓ તેનો ઉપયોગ કરે છે. એક મહિલા એક માસિક સાયકલ દરમિયાન 7 નેપકિન વાપરે તો પણ એક વર્ષમાં તે 70 જેટલા નેપકિનનો ઉપયોગ કરે છે.

મોટાભાગે સેનેટરી નેપકિનને કચરામાં ફેંકી દેવામાં આવે છે. પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યામાં તેના કારણે ઉમેરોથાય છે.