સુરેન્દ્રનગર કલેક્ટર સામે ઈડીની તપાસ

ED investigates Surendranagar Collector ED ने सुरेंद्रनगर कलेक्टर की जांच की

પૂર્વ રાજવીની જમીનનો વિવાદ એક કારણ

અમદાવાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન વ્યવહાર અને બિનખેતી મંજૂરી આપવામાં કરોડોના કૌભાંડની તપાસ પરોઢિયે પાંચ વાગે 23 ડિસેમ્બર 2025ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા થઈ. કલેક્ટર રાજેન્દ્રકુમાર એમ.પટેલ,‎ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેકટરના પીએ‎ રવિરાજસિંહ ઝાલા, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને ‎‎હાઇકોર્ટના ડી. ચેતન કણઝરીયા વકીલ સહિત પાંચ વ્યક્તિ હતા. રાત્રે 10 વાગ્યા સુધી આ પાંચેયના નિવાસસ્થાને તપાસ ચાલી ‎‎હતી. ઈડી દ્વારા મની લોન્ડરિંગ અંગે તપાસ હતી. EDની મહારાષ્ટ્ર, દિલ્હી અને બેંગ્લોરના અધિકારીઓ હતા.
વઢવાણ અને સુરેન્દ્રનગર એમ બે અલગ-અલગ સ્થળોએ ચાલી હતી. આઠ વાહનો અને પોલીસ બંદોબસ્ત સાથે સવારથી જ કાર્યવાહી શરૂ કરાઈ હતી.
1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અધિકારીઓ અને એક સોનીને પણ બોલાવ્યા હતા.

દિલ્હીમાં ફરિયાદ
દિલ્હી પોલીસમાં નોંધાયેલી એક ખંડણીની ફરિયાદની તપાસ દરમિયાન આ કૌભાંડના તાર ગુજરાતના અધિકારીઓ સાથે જોડાયા હોવાની કડીઓ મળી હતી, જેના આધારે આ મોટી કાર્યવાહી કરવામાં આવી.
એક શીટ મળી હતી. કમિશન-દલાલો નામ લખેલા કાગળો મળ્યા હતા.

સોલાર કંપનીઓ
સોલર કંપનીને જમીન આપવામાં કૌભાંડની શંકા છે.

100 ફાઈલ
17 કલાક સુધી કલેક્ટરના નિવાસ્થાને સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. ઈડીએ કલેક્ટર રાજેન્દ્ર કુમારના બંગલામાંથી 100 ફાઈલ જપ્ત કરી હતી. કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સામે જમીનમાં ભ્રષ્ટ્રાચારની તપાસ શરૂ થઈ. રૂ. 1500 કરોડના જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે લાંચ રૂશ્વત બ્યુરોમાં ફરિયાદ થઈ હતી.

જમીન
કલેક્ટરે સત્તા‎‎ સંભાળ્યા બાદ નળ સરોવર, ‎‎ધ્રાંગધ્રાના માલવાણ, લખતરના ‎‎તલસાણા અને પાટડીમાં સોલાર ‎પ્લાન્ટમાં મોટાપાયે થયેલી જમીન સંપાદન કારણ છે. કલેક્ટર ફાઇલનો વહિવટ‎ કરવાનો હોય તે ઘરે લઇ જતા હતા.

બેનામી સંપત્તિના કેસમાં ઈડીએ તપાસ કરી ત્યારે ‎કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર એમ. પટેલના મોસાળ‎ વિરમગામના ડુમાણા અને વતન માંડલના ટેન્ટમાં‎ અંદાજે 70થી 75 વીઘા જેટલી જમીન ઓનલાઇન ‎સરકારી એપ્લીકેશનમાં તેમના ‎નામે જોવા મળી હતી. દિવસે વતન ટેન્ટમાં પણ‎ તપાસ કરી હતી. કલેકટરના નામે અમદાવાદમાં ફ્લેટ,‎ અન્ય સ્થળે પાંચ કરોડની જમીન છે.‎‎ ‎વર્ષ 2015ની આઇએએસ બેચમાં પાસ ‎થયેલા ડો.રાજેન્દ્રકુમાર એમ. પટેલે ‎હિંમતનગર, સુરત બાદ ‎ફેબ્રુઆરીમાં સુરેન્દ્રનગર કલેકટર ‎પદે આવ્યા હતા.

હીરાસર હવાઈ મથકનું રૂ. 800 કરોડની જમીન કૌભાંડ. બંદૂકનાં લાઇસન્સ સુધીનાં કૌભાંડ, સહી માટે ભ્રષ્ટ અધિકારીઓના કરોડોના સોદા, ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં એપી સેન્ટર બન્યું સુરેન્દ્રનગર બની ગયું છે.

કલેક્ટરની બદલી
ગુજરાત સરકારે કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલની બદલી કરી હતી. તેમની નોકરી આગામી આદેશ સુધી સામાન્ય વહીવટ વિભાગને સોંપી હતી. સુરેન્દ્રનગરના જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિકને કલેક્ટર તરીકેનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. 24 ડિસેમ્બર 2025થી અમલમાં આવ્યો હતો.

ડો. રાજેન્દ્ર પટેલ
કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ 2015 ની બેંચના આઈએએસ અધિકારી છે. 1 ફેબ્રુઆરી 2025થી રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલને સુરતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરથી બદલીને સુરેન્દ્રનગર કલેક્ટર ભૂપેન્દ્ર પટેલે બનાવ્યા હતા. સુરતના નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર વધારાનો હવાલો સોંપાયો હતો.

ઈડી
ઈડીએ કોર્ટને જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસમાં નોંધાયેલી ખંડણીની ફરિયાદની તપાસમાં આરોપી સામે વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. PMLAની કલમ 17 હેઠળ નોંધાયેલા નિવેદનમાં વિગતો બહાર આવી હતી.

કોની સામે ફરિયાદ નોંધાઇ
ડો.રાજેન્દ્રકુમાર પટેલ – જિલ્લા કલેક્ટર, સુરેન્દ્રનગર
ચંદ્રસિંહ મોરી – નાયબ મામલતદાર, સુરેન્દ્રનગર
જયરાજસિંહ ઝાલા – પી.એ., જિલ્લા કલેક્ટર
મયુરસિંહ ગોહિલ – ક્લાર્ક, ક્લેક્ટર કચેરી

કૌભાંડની પદ્ધતિ
વચેટિયાઓ અને એજન્ટ મારફતે ગેરકાયદેસર રીતે જમીન NA કરાવવાનું મોટું નેટવર્ક ચાલતું હતું.જમીન NA કરાવવામાં સુરેન્દ્રનગર કલેકટર ઓફિસના કર્મચારીઓની મોટાપાયે સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું. કૌભાંડ CLU(ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન NA બાબતે પાવર હતા અને તેનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આયોજનબદ્ધ રીતે જમીન NA કરી આપવા બાબતમાં રૂપિયા લેવામાં આવતા હતા. આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. અરજીના આધારે પર ચોરસ મીટર મુજબ રકમ નક્કી કરવામાં આવતી હતી. વચેટિયાઓના માધ્યમથી આ રકમ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી.
વોટસએપમાં નાણાંકીય વ્યવહારોની ચિઠ્ઠીઓ અને જમીનો એન.એ. કરવા માટેના દસ્તાવેજો મળ્યા હતા. વોટસએપમાં નાણાંકીય વ્યવહારોની ચિઠ્ઠીઓ અને જમીનો એન.એ. કરવા માટેના દસ્તાવેજો મળ્યા હતા.
લાંચ લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાના દસ્તાવેજો પણ મળ્યા છે. તેમજ મોબાઈલમાંથી પણ પૈસાની લેતી દેતીના હિસાબો સહિતની વગેરે વિગતો પ્રાપ્ત થઈ છે. અરજી વિલંબિત ન થાવ તે માટે સ્પીડમનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસ ઓપરેન્ડીથી કરતા હતા.

અદાલત
અમદાવાદ ગ્રામ્ય કોર્ટની સ્પેશિયલ અદાલતમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ્યા. મોરીને ઘરેથી 67.50 લાખની રોકડ રકમ મળી આવી હતી. ઈડીએ તેની ધરપકડ કરી હતી. પૂછપરછ અને પુરાવાઓ એકત્ર કરવા માટે ઈડીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટની વિશેષ કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ડિસ્ટ્રિક્ટ જજ કે.એમ.સોજીત્રાએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીને પહેલી જાન્યુઆરી, ૨૦૨૬ સુધી રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.
ઈડીના ખાસ એડવોકેટ રાજેશ કાનાણી અને અનિરુદ્ધ ખંભોજ હતા.

એનએ શાખા
ત્રણ દિવસ પહેલા જ કલેક્ટર રાજેન્દ્ર પટેલે અચાનક NA (બિનખેતી) શાખાને વિખેરી નાખી હતી. હતી. NA શાખાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને એક પટ્ટાવાળાની તાત્કાલિક બદલી કરવામાં આવી હતી. ઉપરથી ઠપકો મળ્યા બાદ બદલીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ જાણકારી કલેક્ટર પાસે આવી ગઈ હતી, જેને કારણે શંકા વધુ ઘેરી બની હતી.

જમીન કોની
દસાડા, લખતર અને ચોટીલા તાલુકાના કોઈ ગ્રામ્ય વિસ્તારમાં જમીન સંપાદન સહિત જમીનને લગતા કૌભાંડ અંગે અરજદાર દ્વારા સ્થાનિક કક્ષાએ ઉકેલ નહીં આવતા પીએમઓ કાર્યાલય સહિત ઉચ્ચ કક્ષા તેમજ તકેદારી સમિતિ સમક્ષ રજૂઆત કરી હતી.

ચંદ્ર મોરી
ચંદ્રસિંહ મોરીની ક્લાર્ક તરીકે નિમણૂંક ‎થઈ હતી. અંદાજે અઢી-ત્રણ વર્ષથી તેઓ મહેસૂલ વિભાગમાં નાયબ ‎મામલતદાર તરીકે ફરજ બજાવતો હતો. વઢવાણના રાવળવાસમાં આવેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને તપાસ કરી હતી.
EDએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી.
ચંદ્રસિંહ મોરી પાસે જમીન NAની ઓથોરિટી હતી અને મોરીના ઘરેથી 50થી વધુ જમીનોની સીટો મળી આવી હતી.
ED એ PMLAની કલમ 17 હેઠળ ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરી, નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના રહેણાંક પરિસરમાં રુ.67.50 લાખની રોકડ રકમ બેડરૂમમાં છુપાવેલી મળી આવી હતી. નિવેદનમાં સ્પષ્ટપણે સ્વીકાર્યું છે, કે જપ્ત કરાયેલી રોકડ એ વૈધાનિક જમીન-ઉપયોગની (statutory land-use) અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માંગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે.

ઇડીએ રિમાન્ડ અરજીમાં ચંદ્રસિંહ મોરીને મુખ્ય વ્યક્તિ અને નિર્ણય લેવા પાછળના મુખ્ય સૂત્રધાર ગણાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે તેમણે પોતાના પદનો દુરુપયોગ કરી અયોગ્ય રીતે અનુચિત લાભ મેળવીને 1 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટની કલમ 7, 12, 13 (1) (b) અને 13 મુજબ, એટલે કે ચંદ્રસિંહ મોરીના ઘરેથી જે પણ રોકડ મળેલી છે તે સંદર્ભમાં અમે ગુનો દાખલ કર્યો છે.

એસીબી
નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ ૧ કરોડની લાંચ લીધી છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે.
મળેલા દસ્તાવેજોમાં કેટલા પાસેથી નાણાં મળ્યા અને કેટલાના બાકી છે તે બાબતે પણ એસીબીને જાણ કરી હોવાનું જાણવા મળે છે. એસીબીના અધિકારીઓ દ્વારા નોંધેલ ફરિયાદના આધારે સરકાર પાસે તપાસ માટે મંજૂરી મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જયારે ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલની તપાસ પણ કરાશે.
એસીબીના જૉઇન્ટ ડાયરેક્ટર મકરંદ ચૌહાણે કહ્યું, “ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર), ડૉ. રાજેન્દ્ર પટેલ (કલેક્ટર), મયૂર ગોહિલ (ક્લાર્ક જિલ્લા કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા (કલેક્ટરના પીએ) વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઇડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટની કલમ 7, 12, 13(1)(b), અને 13 મુજબ ગુનો દાખલ કરેલો છે. તેને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે તે અમે હાલ કરી રહ્યા છીએ.”
રાજ્યસેવક કોઈ પણ વ્યક્તિ માટે, કંઈ પણ જાહેરહિત સિવાય કોઈ કિંમતી વસ્તુ અથવા નાણાકીય લાભ મેળવે અથવા તેની આવકના જાણીતા સ્રોતોની સાપેક્ષ અપ્રમાણસર મિલકતના સંતોષકારક હિસાબ આપી ન શકે તો કલમ 13 (1)(b) મુજબ ગુનાહિત વર્તન ગણાય અને કલમ 13(2) હેઠળ એક વર્ષથી લઈને સાત વર્ષ સુધીની કેદ અને નાણાકીય દંડ પણ થઈ શકે છે. કથિત રીતે લાંચ લેવા બદલ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દસ્તાવેજો

ઈડીને સર્ચ દરમિયાન એક પ્રિન્ટેડ શીટ મળી આવી હતી જેમાં ઓનલાઇન અરજીનો નંબર,જમીનની વિગત, સર્વે નંબર,ક્યા પ્રકારની અરજી છે સહિતની વિગતો હતી. આ ઉપરાંત ક્યા અરજદાર પાસે કેટલી લાંચ લેવામાં આવી તેની પણ વિગતો હતી. આ શીટમાં વચેટિયાઓ, કમિશન એજન્ટના પણ નામ હતા. કૌભાંડ હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું.
સરકારી જમીનોને ખાનગી નામે કરવા અથવા એન.એ. (NA) પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાના પુરાવા EDના હાથે લાગ્યા છે.

લાંચનો ગુનો
કલેક્ટર ઉપરાંત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા સામે એસીબીમાં ફરિયાદ દાખલ કરી હતી.

જયરાજ ઝાલા
આ જમીન કૌભાંડમાં કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલાની સંડોવાયેલો હતો. જયરાજ ઝાલા લખતર ગામમાંના વતની છે. બલભદ્રસિંહની જમીન મુદ્દે પીએ જયરાજસિંહની સાઠગાંઠ સાથે કૌભાંડની આશંકા છે. ખોટા નામ ઉમેરવામાં આવ્યા હોવાની શંકા હતી. કડીમાં લખતરના રહેવાસી અને કલેક્ટરના પી.એ તરીકે રહેલા જયરાજસિંહ ઝાલાના ઘરે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

ટ્રેન્ટ ગામ
કલેક્ટરના પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ પનારા હતા. 1થી 7 ધોરણ તેઓ ટ્રેન્ટમાં ભણેલા છે. હોંશિયાર હતા. સીન્સીયર હતા. જમીન પર રહેનારા વ્યક્તિ છે. સાબરકાંઠામાં હતા ત્યારે સારૂં કામ કરીને નિકળ્યા છે. પ્રમાણિક સત્સંગી હતા. તેમના પિતા સ્વામિનારાયના સત્સંગા હતા.

વિજ્ઞાન પ્રવાહ ભણવા માટે અમદાવાદ ગયા અને દાંતના ડોક્ટર બન્યા હતા. માતા છે, પિતાનું અવસાન થયું છે. તેમના પિતાના મોટાભાઈ શિક્ષક હતા.

કલેક્ટર રાજેન્દ્ર પટેલ અમદાવાદ જિલ્લાના માંડલ નજીકના ટ્રેન્ટ ગામ છે. પૈતૃક મકાન અને જમીનો સહિત અન્ય મિલકતો છે. ટ્રેન્ટ ગામમાં આવેલા લક્ષ્મીનગર વિસ્તારમાં રાજેન્દ્ર પટેલના મકાન, જમીનની તપાસ હાથ ધરી હતી.
તેમના બે ભાઈઓ છે. ત્રણ ભાઈઓની મળીને કુલ 70 વીઘા સંયુક્ત જમીન છે.
તેમના માતા સુરેન્દ્રનગરમાં રહેતાં હતાં. તેમના પરિવારમાં કાકા-કાકી રહે છે.
અમદાવાદ ખાતે એક ફ્લેટ અને અન્ય જગ્યાઓએ 5 કરોડની જમીન છે.
રાજેન્દ્ર પટેલનું મોસાળ વિરમગામ તાલુકાના ડુમાણામાં છે. ગામમાં બે દિવસથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

બીજુ એક કૌભાંડ
સાયલા વિસ્તારની વીડીની જમીનને ખેતીમાં ફેરવવા અને તેના વેચાણ બાબતે 2018માં હાઇકોર્ટે હુકમ કર્યો હતો. વીડીની જમીનને ખેતીમાં ફેરવવાની પૂર્વ મંજૂરી વિના થયેલું વેચાણ રદબાતલ ગણી શકાય નહીં. સરકારે ભવિષ્યમાં આ હુકમને ચેલેન્જ કરવાની ધારણાએ નોંધ રદ કરી ન શકાય.
કલેક્ટરે મનસ્વી હુકમ કર્યો હતો. કલેક્ટરે પોતાના હુકમમાં એવો ઉલ્લેખ કર્યો કે, ભવિષ્યમાં હાઈકોર્ટના આ હુકમને સરકારે જોવું જોઈએ.
સામા વાળા પક્ષકારને વેચાણ બાબતે વાંધો ન હોવા છતાં સુરેન્દ્રનગર કલેકટરે અરજદારના વિરુદ્ધમાં હુકમ કરેલો. હાઈકોર્ટે 2013ના વેચાણને માન્ય ગણીને સાયલા મામલતદારને સીધો હુકમ કર્યો કે નોંધને પુનજીર્વિત કરવામાં આવે. સુરેન્દ્રનગરના કલેક્ટરને ગંભીરતાથી ટકોર કરીને હુકમના ઉલ્લંઘન બાબતે ખુલાસો માંગ્યો હતો. કલેક્ટરે આજદિન સુધી કોઈ વિગતો આપી નથી.
અરજદારે ફરીથી હાઈકોર્ટમાં દાદ માંગી હતી.

એક કોર્પોરેટ કંપની સામે ફરિયાદ થઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામના ખેડૂત અશ્વિનભાઈ પટેલે આક્ષેપ કર્યો છે કે, એન. એસ. સોલાર પ્લાન્ટના સંચાલકો અને જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીઓની મિલીભગતથી સરકારની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ પ્લાન્ટ અંદાજે 850 કરોડના ખર્ચે તૈયાર થયો હોવા છતાં, કાગળ પર પ્રોજેક્ટ કોસ્ટ ઓછી બતાવીને સરકારી ફીમાં 7.90 કરોડ રૂપિયાની ચોરી કરવામાં આવી હોવાની રજૂઆત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં ફરિયાદી મીડિયા સામે આવ્યા હતા. જમીનના NA વગર જ સોલાર કંપનીએ કામ શરૂ કર્યું હતું. ઘુડખર અભયારણ્ય નજીક હોવા છતાં કલેક્ટરે સોલાર પ્લાન્ટની મંજૂરી આપી હતી. પર્યાવરણ અને વન્યજીવો માટે સંવેદનશીલ ગણાતા આ વિસ્તારમાં કયા આધારે સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટરે મંજૂરી આપી, તે પણ તપાસનો વિષય બન્યો છે. આવામાં ખેડૂત દ્વારા આ મામલે સઘન તપાસ કરીને જવાબદાર તમામ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.

ખેડૂત અશ્વિન પટેલે માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ સીધી PMO (પ્રધાનમંત્રી કાર્યાલય) અને ACB (લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો)માં લેખિત ફરિયાદ કરી છે.

મોટી માલવણ ગામમાં સોલાર પ્લાન્ટમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરવામાં આવી હતી. 60 કરોડના પ્રોજેક્ટની મંજૂરી સામે 850 કરોડનો પ્રોજેક્ટ બનાવ્યો છે. સંકલન બેઠકથી લઈને પીએમઓ સુધી ખેડૂતે ફરિયાદ કરી હતી. જિલ્લા કલેક્ટરે ભ્રષ્ટાચાર કર્યો હોવાની ફરિયાદ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે સ્થાપિત થયેલા 850 કરોડના સોલાર પ્લાન્ટમાં મોટાપાયે નાણાકીય ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ ઉઠી હતી.

વડાપ્રધાન અને મુખ્ય પ્રધાનની સૂચના છતાં કલેક્ટરે પૈસા ઉઘરાવ્યાં હતા. એક વ્યક્તિનો કેન્દ્રમાં ફોન જતાં જ સુરેન્દ્રનગરમાં ઈડીની રેડ પડી હોવાનો આરોપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ લગાવ્યો હતો.
આ પહેલાં 2018થી 2021 દરમિયાન સુરેન્દ્રનગર કલેક્ટર તરીકે સેવા આપનાર આઇએએસ અધિકારી કે. રાજેશ સામે સીબીઆઇએ મે 2022માં ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો હતો.

સુરેન્દ્રનગરના તત્કાલીન જિલ્લા કલેક્ટર કે. રાજેશ સામે 2022માં ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો અને સીબીઆઇ દ્વારા તેમની ધરપકડ થયાને અઢી વર્ષ બાદ સુરેન્દ્રનગરના વર્તમાન કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ સામે પણ ‘ભ્રષ્ટાચારનો ગુનો’ નોંધાયો છે.

40 વર્ષના આ અધિકારીની સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ગુજરાત સરકારની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર તેઓ ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડૉક્ટરની ડિગ્રી ધરાવે છે.

સરકારની વાત
સુરેન્દ્રનગર કલેક્ટર કેસ અંગે પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, જ્યારે સરકારની ઈચ્છાશક્તિ મજબૂત હોય ત્યારે જ સરકારી એજન્સીઓ અસરકારક રીતે કામગીરી કરી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સ્વતંત્ર રીતે કામ કરે છે અને તેની સ્વતંત્રતાના કારણે જ અધિકારીઓ સામે દરોડા અને કાર્યવાહી શક્ય બની છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર પારદર્શક રીતે કામ કરી રહી છે અને નિયમ મુજબ યોગ્ય સમયે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

ભાજપની ફરિયાદ
દરોડાના એક દિવસ પહેલાં સુરેન્દ્રનગર જિલ્લામાં સુજલામ સુફલામ યોજનામાં તળાવ ઉંડા કરવા કે નદી નાળા સાફ સફાઇ કરવાના કામો થયા વગર જ પુર્ણ થયા હોવાનુ બતાવી દીધાના લોકોએ આક્ષેપ કર્યા બાદ પુરાવા સાથે ભાજપના જ જિલ્લા પંચાયત સદસ્યએ પુરાવા ફોટા રજૂ કર્યા હતા.
16 નવેમ્બરે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં વાવડી ગામે ડેપ્યુટી કલેક્ટર અને ખેડૂત વચ્ચે રકઝક થઈ હતી. પાવરગ્રીડની કામગીરી બંધ રાખવા કોર્ટે સ્ટે આપ્યો હોવા છતાં કામગીરી માટે ડેપ્યુટી કલેક્ટર પહોંચ્યા હતા. વીજપોલ અને વાયર નાખવાની કામગીરી કરતા આક્રોશ ફેલાયો હતો. ખેડૂતો પૂરતું વળતર આપવા માટે માંગણી કરી રહ્યા છે.
સુરેન્દ્રનગરમાં 12 બ્રિજ બંધ કરવા કલેક્ટરે આદેશ કર્યો છે, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ કલેક્ટર દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરાયું હતુ અને કલેક્ટર રાજેન્દ્ર પટેલે તમામ બ્રિજનું નિરીક્ષણ કરીને આદેશ કર્યો છે, જર્જરીત બ્રિજ ધ્યાને આવતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.