ગુજરાતના લોકો આંધળા થઈ રહ્યા છે

ગુજરાતમાં ડાયાબિટીશના કારણે અંધત્વ વધ્યું, ગામડાં કરતાં શહેરમાં અંધત્વ વધું, World Eye Donation Day – Blindness due to diabetes on the rise in Gujarat, more urban, विश्व नेत्रदान दिवस – गुजरात में मधुमेह के कारण दृष्टिहीनता बढ़ रहा, ग्रामीण दृष्टिहीनता से अधिक शहरी

ગાંધીનગર, 9 જૂન 2023
10 જૂન વિશ્વ નેત્રદાન દિન છે. ભારતમાં 68 લાખ લોકો કોર્નિયલ રોગોને કારણે ગંભીર દ્રષ્ટિની ક્ષતિ ધરાવે છે. નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઈન્ડનેસના ડેટા અનુસાર, 2021-22માં 60 હજાર સામે 45,294 ડોનેટેડ આંખો એકત્ર કરવામાં આવી હતી. 24,783 કેરાટોપ્લાસ્ટી પ્રક્રિયાઓ કરવામાં આવી હતી. જે 2020-21 કરતાં અઢી ગણી છે. ડાયાબિટાશના કારણે ગુજરાતમાં અંધત્વ વધી રહ્યું છે. 2021માં ગુજરાતમાં 30 લાખ ડાયાબિટીશના દર્દીઓ હતા, જેમાં વધારો થઈ રહ્યો છે. 1990થી 2016 વચ્ચે 89 ટકા દર્દીઓ વધ્યા હતા.

આંખ, કિડની, હ્રદય સહિતના અન્ય અંગોને નુકશાન કરી શકે છે. તેથી તે શરીરનો છૂપો દુશ્મન છે. રેમડેસિવિરનો ડોઝ લીધા પછી દર્દીઓ બીજી માંદગી અથવા ડાયાબિટીશ વધી રહ્યાં છે. રેમડેસિવિર કે સ્ટિરોઇડથી સ્યુગર વધે છે. 40 વર્ષથી ઉપરના 36 ટકા લોકોને આ રાજ રોગ છે, દેશની રાજધાની ગુજરાત છે. ડાયાબિટીશની સારવાર પાછળ અહીં વર્ષે રૂપિયા 3600 કરોડ ખર્ચ થતું હતું જે હવે કોરોના પછી 4 હજાર કરોડ સુધી ખર્ચ પહોંચી ગયું હોવાનું માનવામાં આવે છે. ગુજરાતમાં ડાયાબિટીશના કારણે 4 લાખ લોકોના પગને અસર થાય છે તેથી તેના ઓપરેશન કરાવવા પડે છે. જે બચી શકે છે.

ગુજરાતના ગીરના જંગલમાં થતી કટુપીલા કે ઠુમરી કે શીણવી નામની વનસ્પતિ આ રોગ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

વિશ્વભરના કુલ 3.6 કરોડ પ્રજ્ઞાચક્ષુઓ પૈકી 68થી 73 લાખ પ્રજ્ઞાચક્ષુઓ ભારતમાં છે. સમગ્ર વિશ્વના 20.5 ટકા પ્રજ્ઞાચક્ષુઓ ભારતમાં છે. પ્રજ્ઞાચક્ષુઓની સંખ્યાની બાબતમાં ભારત ચીન બાદ બીજા ક્રમે છે. અંધાપો આવવાના વિવિધ કારણો પૈકી 50 ટકા કારણ મોતિયો છે. આંખના નિષ્ણાત ડૉક્ટર્સની સંખ્યા 18,100 છે. દર દસ લાખની વસતિએ માત્ર 14 ઑપ્થેલ્મોલૉજીસ્ટ છે.

2020-21માં 55,000ના લક્ષ્યાંક સામે, દાન કરાયેલી આંખોની સંખ્યા 17,402 હતી. કુલ 11,859 કેરાટોપ્લાસ્ટી – કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. 2019-20માં, 65,417 દાન કરેલી આંખો એકત્રિત કરવામાં આવી હતી અને 31,019 કેરાટોપ્લાસ્ટી પ્રક્રિયાઓ કરવામાં આવી હતી. તેના 6 ટકા ગુજરાતમાં હોવાનું વસતીના આધારે અનુમાન છે. ગુજરાતમાં 3 લાખ 50 હજાર લોકો કોર્નિયલ રોગોને કારણે ગંભીર દ્રષ્ટિની ક્ષતિ ધરાવતા હોવાનું અનુમાન છે.

ચક્ષુદાનમાં મળેલ ચક્ષુઓની ગુણવત્તા જળવાઇ રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા HMIS વેબ પોર્ટલ ઊભું કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજ્યના તમામ આઇ ડોનેશન સેન્ટર, આઇ બેંક અને કીકી પ્રત્યારોપણ હશે. ચક્ષુદાન પ્રાપ્ત થયાથી કીકી પ્રત્યારોપણ સુધીનું “Real Time Tracking” કરવામાં આવશે

આધુનિક ટેકનોલોજીની મદદથી એક વ્યક્તિના ચક્ષુઓની દાનથી 3 થી 4 વ્યક્તિઓને દ્રષ્ટિ આપી શકાય છે

દેશમાં વાર્ષિક 2,00,000 જેટલા ચક્ષુઓની જરૂરિયાત સામે દેશમાં સરેરાશ 70,000 જેટલા ચક્ષુદાન પ્રાપ્ત થાય છે. જે પૈકી 35 થી 40 ટકા જેટલા ચક્ષુઓ જ કીકી પ્રત્યારોપણ માટે ઉપયોગમાં આવી શકે છે. ગુજરાતમા ચક્ષુદાનનુ આ પ્રમાણ 50 થી 55 % જેટલું છે.

ગુજરાત રાજ્યનો અંધત્વનો દર 0.9%થી ઘટીને 0.3% થયો છે. વર્ષ 2025 સુધીમાં રાજ્યમાં અંધત્વ દર 0.25% સુધી લઇ જવાનો રાજ્યસરકાર અને આરોગ્ય વિભાગનો લક્ષ્યાંક છે.

વર્ષ 2022-23માં 6,26,638 ઓપરેશન થયા હતા. 504% સાથે દેશમાં ગુજરાત પ્રથમ હતું.

2019ના અહેવાલ પ્રમાણે અંધત્વના 7.4% કીકીના રોગોને કારણે જોવા મળે છે. કીકીના રોગોને કારણે થતા અંધત્વના કારણોમાં ઇજા, ચેપ, કુપોષણ, વિટામીન એની ખામી તથા જન્મજાત ખોડ છે. કીકીના રોગોને કારણે થતા અંધત્વમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં કીકીના રોગોને કારણે હાલમાં 2,00,000 જેટલા વ્યક્તિઓ અંધ છે. દર વર્ષે 20,000 નવા કેસો આવે છે.

ગુજરાત રાજય દ્વારા વર્ષ 2022-23માં 5441 ચક્ષુદાન મેળવવામાં સફળતા મળેલ છે.

33 આઇ બેંક, 66 આઇ ડોનેશન સેન્ટર અને 06 કીકી પ્રત્યારોપણ કેન્દ્રો છે.

ચક્ષુદાન માટે ફરજ બજાવતા 174 ઓપ્ટોમેટ્રીસ્ટને ચક્ષુદાન સ્વીકારવા માટેની ખાસ તાલીમ ત્રણ વર્ષમાં આપવામાં આવી છે.

આઇ બેંક પ્રસ્થાપિત કરવા માટે ₹40 લાખની જોગવાઇ કરવામાં આવી છે.

બે ઈન્ટરનેશનલ એજન્સીઓના રિપોર્ટ મુજબ ડાયાબિટીઝ વધતો જતો હોવાથી ભારતીયોની દૃષ્ટિ ગુમાવી રહ્યાં છે. વિશ્વભરમાં 50.7 કરોડ લોકોની નજીકની દૃષ્ટિ ખરાબ થઈ ગઈ છે. જેમાં 13.76 કરોડ લોકો માત્ર ભારતમાંથી જ છે. ભારતમાં બીજા રાજ્યો કરતાં ગુજરાતમાં ડાયાબિટીશ વધારે છે. ડાયાબિટીઝનો રોગ વધી રહ્યો છે અને તેના કારણે ભારતીયોની નજર નબળી પડી રહી છે અને અંધત્વની પરેશાની વધી રહી છે. ભારતમં 1990માં 2.6 કરોડ ડાયાબિટીક લોકો હતા, જે 2016માં વધીને 6.5 કરોડ થઈ ગયા છે.

1990માં 5.77 કરોડ લોકોની નજીકનું નથી દેખાતું. 2020માં નજીકથી ન દેખાતું હોય એવા લોકોની સંખ્યા વધીને બમણી એટલે કે 13.76 કરોડ થઈ ગઈ હતી. હવે તે 15 કરોડની આસપાસ હોવાનું અનુમાન છે. ગુજરાતમાં નજીકથી દેખાતું ન હોય એવા લોકોની સંખ્યા 80થી 70 લાખ લોકો હોઈ શકે છે.

નિયર વિઝન લોસનો અર્થ છે કે નજીકની વસ્તુઓ પર ફોકસ ન કરી શકાય. જેને પ્રેસબાયોપિયા પણ કહેવામાં આવે છે. ડેટા કહે છે કે 40 વર્ષની ઉંમર પછી તેનું જોખમ વધી જાય છે.

નજરને મૉડરેટ અને સીવિયર નુકસાન થવાના મામલા પણ 1990ના 4.06 કરોડથી વધીને 2020માં 7.9 કરોડ થઈ ગયા છે. સામાન્ય વ્યક્તિ જે 60 ફુટથી જોઈ શકે છે, તે હવે માત્ર 3 ફુટની નજીકનું જોઈ શકે છે.

હાઈ કેલેરી ડાયટ, સુસ્ત જીવનશાલીના કારણે ટાઈપ-2 ડાયાબિટીઝ અને તેના કારણે અંધત્વનો ખતરો વધી રહ્યો છે. 2017 મુજબ 15 રાજ્યોમાં 7.3% લોકો ડાયાબિટીક હતા. ગામડાંઓમાં 5.2%ની તુલનાએ શહેરોમાં 11.2% લોકો ડાયબિટીક હતા.

વિશ્વભરમાં 78% દૃષ્ટિહીન લોકો 50 વર્ષથી વધુની ઉંમરના છે. વધતી ઉંમરની સાથે માંસપેશી નબળા થવાથી આંખ નબળી પડવાનો ખતરો વધી જાય છે. ભારતમાં હાલ 92 લાખ લોકો દૃષ્ટિહીન છે. 1990માં આ આંકડો 70 લાખ હતો. આ રીતે, ચીનમાં 89 લાખ દ્વૃષ્ટિહીન લોકો છે. આ આંકડાઓને જોતા વિશ્વની 49% દૃષ્ટિ​​​​​​​હીન વસ્તી આ બંને દેશોમાં રહે છે.

ભારતમાં 300 લોકોમાંથી એક એટલે કે 0.36% વસ્તી દૃષ્ટિહીન છે. 50 વર્ષથી ઉપરના 2 ટકા લોકોને દેખાતું નથી.

https://allgujaratnews.in/gj/3-million-diabetic-patients-rise-after-corona-in-gujarat-because-of-remdesivir-or-steroid/