ચલાલા ન.પા.માં તમામ ૨૪ માંથી ૨૦ સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત કરવામાં આવી છે. પ્રમુખ દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં નથી આવ્યું.
છેલ્લા સાત મહિનામાં માત્ર એક માત્ર બજેટ બેઠક બોલાવ્યા બાદ આજ દિન સુધી એક પણ સામાન્ય સભા બેઠક મળી નથી. આનાથી સદસ્યો વિકાસના કાર્યો અને વહીવટી નિર્ણયોમાં ભાગ લેવાથી વંચિત રહ્યા છે.
લુણાવાડા નગરપાલિકામાં સ્વિમિંગ પુલના રૂ. ૪૦.૬૯ લાખના ચુકવણાને લઈને ભાજપના જ ૧૧ સભ્યોએ પ્રમુખ કીર્તિ પટેલ વિરુદ્ધ ચીફ ઓફિસરને ભ્રષ્ટાચારની રજૂઆત કરી છે. સ્ટ્રીટ લાઈટની ખરીદીમાં પણ મોટાપાયે ભ્રષ્ટાચારની વિગતો સામે આવી છે. જેમાં ૩૦૦ રૂપિયાની લાઈટની રૂ.૨૯૭૮માં ખરીદી કરવામાં આવી છે.
આવી જ રીતે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા દ્વારા ટ્યુબલાઈટ તેમજ કેબલ વાયર ખરીદીમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ઉપલેટા નગરપાલિકામાં ૨૦ લાખની ટ્યુબલાઈટ ખરીદી કરવા આવી જેમાં ૮૦૦ રૂપિયાની ટ્યુબલાઈટ ૧૯૦૦માં ખરીદી કરી હતી.
સૌરાષ્ટ્રની મોટાભાગની નગરપાલિકાની કંગાળ હાલત છે નગરપાલિકાઓનાં વીજબિલ ભરવાના ફાંફા છે.
સૌરાષ્ટ્ર કચ્છની કુલ ૬૭ નગરપાલિકા અધધધ રૂ. ૩૯૫ કરોડની રકમ બાકી હતી અને તેમનું વીજ કનેકશન સંપૂર્ણ કાપી શકતા નથી તેમ વીજ કંપનીનાં અધિકારી જણાવી રહ્યા છે. નગરપાલિકાની તિજોરી ખાલી ખમ થઇ ગઈ છે. વીજ બીલ ભરવા માટે પણ નગરપાલિકાઓએ વ્યાજે રૂપિયા લેવા પડે તેવી સ્થિતિ આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરે જણાવ્યું હતું કે “સબકા સાથ સબકા વિકાસ”સૂત્ર માત્ર કાગળ પર, ‘ભ્રષ્ટાચારનો સાથ ભાજપનો વિકાસ’નાં સુત્ર સાથે રાજ્યમાં ભ્રષ્ટાચાર છે. અમરેલીમાં ભાજપમાં ભ્રષ્ટાચારને પગલે જૂથબંધી છે.
ગુજરાતની વિવિધ નગરપાલિકાઓમાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યાની ફરિયાદ હવે ભાજપના જ ભાજપના કહેવાતા દેવદૂત કાર્યકર-આગેવાનો જ ભાજપના નગરપાલિકાઓમાં ચાલતા ભ્રષ્ટાચારને ખુલ્લા પડી રહ્યા છે ત્યારે ભાજપ કેમ મોંન ? આ ભ્રષ્ટાચાર સામે ક્યારે કાર્યવાહી થશે?
ગુજરાતની વિવિધ નગરપાલિકાઓની સ્થિતિ દયનીય છે. નગરજનોને સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. ભ્રષ્ટાચારમાં ભાજપ નહિ પરંતુ ભ્રષ્ટાચારમાં ભાજપ ગળાડૂબ છે. ભાજપના સતાધીશો માત્ર પોતાના ખિસ્સા ભરવામાં વ્યસ્ત હોય તેમ વર્તી રહ્યા છે.
શું ભાજપના સત્તાધીશો નગરજનોને લુંટવા જ બેઠા છે?નગરપાલિકામાં બેઠેલા ભ્રષ્ટાચારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે અને નગરપાલિકાની તિજોરીને થતા નુકસાનને સ્તવરે અટકાવવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

ગુજરાતી
English




