27 ડિસેમ્બર 2024ના દિવસે ગાંધીનગરમાં ભાજપના મુખ્યાલયે બેઠક બોલાવી હતી. ભાજપમાં આંતરિક વિખવાદ વકર્યો હોવાથી તેના નિરાકરણ લાવવા ચંદ્રકાંત પાટીલે બેઠક કરી છતાં વિવાદો શાંત થતાં નથી. શહેરોમાં મોટા વિવાદો છે.
ગુજરાત ભાજપમાં નવા સંગઠન માળખાની ઘોષણા બાદ અનેક વિસ્તારોમાં આંતરિક વિખવાદ ઊભો થયો છે. 400 મંડળ અને વોર્ડ પ્રમુખોની જાહેરાતના પ્રથમ તબક્કામાં જ જ્ઞાતિવાદના આક્ષેપો થયા છે. વિવાદિત લોકોને હોદ્દા અપાયા છે.
જ્ઞાતિ આધારિત પસંદગીઓ થવાનો આરોપ છે.
ભાજપ પાર્ટીના નેતાઓ વચ્ચે જ એટલા આંતરિક વિખવાદો છે કે એમને કોંગ્રેસ કે દુશ્મનોની જરૂર નથી. 3 દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. જેને પગલે નેતાઓ પણ છાકટા બની ગયા છે. પાર્ટીમાં અંદરો અંદરની ગરબડો એટલી છે કે જ્યારે દુશ્મની વધે ત્યારે એકબીજાની પોલ ખોલતા હોય છે પત્રકાંડ એમાં સામાન્ય થઈ ગયા છે. આ પહેલાં પણ ભાજપના નેતાઓની પોલ ખોલતા પત્રો વાયરલ થયા છે.
વડોદરા
ડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અંગે વિડિયો મામલે સતીશ નિશાળીયાએ વળતો પ્રહાર કર્યો છે. ભારતી ભાણવડીયા અંગે પ્રમુખ સતીશ નિશાળીયા સામ સામે છે. ભારતીબેનને અતુલ પટેલના કહેવાથી વાઘોડિયાના પ્રભારી બનાવ્યા હતા. પરંતુ તેઓ પ્રાથમિક સભ્ય પણ ન હોવાનું ધ્યાને આવતાં અમે રાજીનામું લઇ લીધું.
ગુજરાત ભાજપમાં આંતરિક વિખવાદો ચરમસીમાએ પહોંચી ગયા છે. ભાજપના નેતાઓ વિરુદ્ધ હવે કાર્યકર્તાઓ પોલ ખોલી રહ્યા છે.
વડોદરામાં નવી કચેરી બનાવી તે અંગે નામના વિવાદો થતાં તકતી ઉતારી લેવી પડી હતી. શહેર ભાજપ પ્રમુક વિજય શાહ સામે વિરોધ હતો.
શહેર પ્રમુખ બનવા માટે ફોર્મ ભરાવતા સમયે પૂર્વ ડેપ્યુટી મેયર સુનીતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે માથાકૂટ થઈ હતી.
નવી નિમણૂકમાં અમદાવાદમાં ઠાકોર અને ચૌધરી સમાજે તેમની ઉપેક્ષા અંગે વિરોધ નોંધાવ્યો છે.
અમદાવાદ જમીન વિવાદમાં સંકળાયેલા કાર્યકર્તાને પ્રમુખ પદ મળતા વિવાદ ઊભો થયો છે.
સાબરકાંઠા અને અરવલ્લીમાં અગાઉ વિવાદમાં ફસાયેલા ઉમેદવારોને પ્રમુખ પદ પર પસંદ કરવામાં આવતા બળવો થયો છે.
રાજકોટ અને વડોદરા જેવા વિસ્તારોમાં મંડળ પ્રમુખો તરીકે જૂના પદાધિકારીઓની પુનઃનિમણૂકને કારણે કાર્યકર્તાઓમાં નારાજગી છે.
વિસ્તારોના વિશેષ અહેવાલ મંગાવાયા પણ કોઈ નિરાકરણ લવાયું નથી.
મહાનગરો જેવા કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા વગેરેમાં શહેર પ્રમુખોની નિમણૂક ઉતરાયણ બાદ થશે. ત્યારે ભડકો થવાનો છે.
2022માં પક્ષ વિરોધી કામ કર્યું હોવાનો જવાહર ચાવડાનો વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો છે. જે ભાજપને તબાહ કરી રહ્યો છે. માણાવદરના આગેવાન અને જૂનાગઢ બેંકના ડારેક્ટર દિનેશ ટીલવાનો પત્ર જાહેર કરાયો હતો. જેઠા પાનેરા, નારાયણ સોલંકી, વંથલી દિનેશ ખટારીયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ, મનોજ ઠુંમર, વંથલીના અરજણ દેવરાણીયા, ભાવેશ મેંદપરા, ચિરાગ રાજાણી, ચંદ્રેશ ખુટ, વિનુ રાજાણી સામે આક્ષેપ થયા છે. જિલ્લા સંગઠન મહામંત્રી વી.ડી.કરડાણીનું કામ શંકાસ્પદ છે.
પક્ષવિરોધી નેતાઓના નામ જાહેર થતાં ગીરનાર વિસ્તાર રાજકારણથી ધ્રુજી ઉઠ્યું છે.
વિકાસ રૂંધાતા જૂનાગઢ તાલુકાના 35ગામના સરપંચોના સામુહિક રાજીનામા આપી દીધા હતા.
કટકી બટકી
અમદાવાદના કટકી કિંગ અમૂલ ભટ્ટ ધર્મેન્દ્ર શાહ છે. જે રોકડીની સાઠગાંઠ કરે છે. ભાજપના કાર્યકરે ચંડાળ ચોકડીને કારણે કોઈ બોલતા નથી.
મણિનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, અમદાવાદના પ્રભારી અને પ્રદેશ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહને ભ્રષ્ટાચારના મુદ્દે હઠાવવામાં આવ્યા હતા.
ધર્મેન્દ્ર શાહની ટોળકી સામે પત્ર પોલ ખોલી નાંખ્યો હતો.
ભાજપના કાર્યકરે નેતાઓને રોકડી કિંગ અને કટકી કિંગ પણ કહ્યાં હતા.
મણિનગરના ધારાસભ્ય અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કર્યા કરોડોના ભ્રષ્ટાચાર
પત્રમાં મણિનગરની મહિલા કાર્યકર્તાઓને લંપટ સ્વામીથી બચવા પણ કહેવાયું હતું.
અમદાવાદના આનંદ ડાગા, અમુલ ભટ્ટ, વિપુલ સેવક, ધવલ રાવલ આ બધા એક જ હારના મણકા છે. ટોળી રોકડીમાં જ પડી છે. ડાગાએ બધાને પૈસો બતાવી લટ્ટુ બનાવી દીધા છે. ધર્મેન્દ્ર શાહ તો પહેલાંથી એએમટીએસની બસો અને કચરાની ગાડીઓમાં ભાગીદાર છે.
શીતલબેન ડાગાને દંડક બનાવામાં તેમનો મોટો રોલ હતો.
મણીનગરના લફરાં પણ પક્ષના નેતાઓ અને આખું ગામ જાણે છે. મણીનગરની બહેનોએ આ લંપટસ્વામીથી સાચવવું જોઈએ.
9 મહિના પહેલાં લોકસભાની ચૂંટણી વખતે મોદી અને શાહના વતન ઉત્તર ગુજરાતમાં ભાજપનો આતંરિક વિખવાદ
આંકલાવ
આંકલાવ ભાજપ સંગઠનમાં જૂથવાદ સામે આવ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કાર્યકરોએ આંકલાવ શહેર ભાજપ મહામંત્રી વિશાલ પટેલ સામે પરિવાર સબંધિત આક્ષેપો કરતા પક્ષમાંથી રાજીનામું આપી દીધુ હતું.
મહામંત્રીના સમર્થનમાં કિસાન અને યુવા મોરચાઓ સહિત વિવિધ સેલના 22 જેટલા હોદ્દેદારોએ પણ રાજીનામા આપી દીધા હતા.
લોકસભાની ચૂંટણીમાં આંકલાવ મત વિસ્તારમાં ભાજપની સ્થિતિ ખૂબ જ ખરાબ રહી હતી. ભાજપ સંગઠનમાં જૂથવાદ અને જાતિવાદના સમીકરણ સર્જાયા હતા. જે વિવાદ શાંત થવાનું નામ લેતો નથી.
મહામંત્રી વિશાલ પટેલે રાજીનામામાં જણાવેલું કે, આંકલાવ શહેરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પાંચ વ્યક્તિઓએ તેમના પરિવારને બદનામ કર્યા હતા. ધંધામાં પણ આડચણ કરી હતી. આણંદ જિલ્લા પ્રમુખ રાજેશ પટેલને પણ જાણ કરી હતી.
અમરેલી
અમરેલીના સાંસદ અને વરિષ્ઠ નેતા નારણ કાછડિયાએ સીધો આરોપ પક્ષની ટોચની નેતાગીરી સામે મુક્યો હતો. ભરત સુતરિયાની પસંદગી સામે સવાલ ઉઠાવ્યા હતા. અમરેલીમાં નિરસ મતદાન પાછળ ઉમેદવારની પસંદગી અને કાર્યકરોની નારાજગી જ સીધી રીતે જવાબદાર હતા. અરવિંદ લાડાણીએ શરૂઆત કરી હતી. જવાહર ચાવડા મને હરાવવા સક્રિય હતા. તેમના દીકરાએ 4મેના રોજ ગુપ્ત બેઠક બોલાવીને મને હરાવવાનો કારસો ઘડ્યો હતો.
નારણભાઈ કાછડિયા પહેલાથી નારાજ હતા. ઉમેદવાર ભરતભાઈ સુતરિયા સામે પણ નિવેદનો કર્યા. કોઈ ઇન્ટરવ્યૂ પણ આપી શકતા નથી તેવી વ્યક્તિને ટિકિટ આપીને તમે અમરેલીના મતદારોનો દ્રોહ કર્યો હોવાનો આરોપ મૂક્યો હતો.
ભરતભાઈ સુતરિયાએ પણ નારણભાઈ કાછડિયાને જવાબ આપતો પત્ર લખ્યો. કાછડીયા પાર્લામેન્ટરી બૉર્ડનું અપમાન કરી રહ્યા હોવાનો આરોપ મૂકાયો હતો.
ડૉ. ભરત કાનાબારે નિવેદન આપ્યું હતું, ભાજપે ઉમેદવારની પસંદગીને લઈને થાપ ખાધી હોય એવું બની શકે અને તેને કારણે જ ગુજરાતમાં પાર્ટીમાં આટલો વિરોધ અને અસંતોષ પહેલીવાર જોવા મળ્યો.
પાટીલ અને નારણભાઈ વચ્ચેનો મામલો હતો.
વડોદરા
પક્ષના ઉમેદવારો રંજન ભટ્ટ અને ભીખાજી ઠાકોરે વડોદરા અને સાબરકાંઠામાં 7 મેની લોકસભાની ચૂંટણી માટે તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ આ ટિપ્પણીઓ આવી છે અને બાદમાં તેમના સ્થાને અન્ય ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી.
વિરોધ ચાલુ
વડોદરા ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશીનો વિરોધ ચાલુ રહ્યો હતો.
જિતુ સુખડિયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય જિતુ સુખડિયાએ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી હતી કે, શહેર ભાજપની સ્થિતી ખરાબ બની. કોઇ કોઇને પુછનારું નથી. બેનર લગાવનારા જ પાર્ટીનું સંચાલન કરતાં હોય એ ગંભીર બાબત હતું. વડોદરા શહેર ભાજપનું સંગઠન નિષ્ફળ નીવડ્યું હતું. વ્યક્તિ મહત્વાકાંક્ષા સંતોષવા રાજકીય ચાલ હતી. ઉમેદવારના કાર્યક્રમની જાણ અમને કરવામાં આવતી નથી. ભાજપમાં સંકલનનો અભાવ હતો. કાર્યકરોને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવતાં રહ્યાં હતા. સંગઠનની કામગીરી યોગ્ય નથી, અમે પ્રભારી અને પ્રદેશ મોવડી મંડળને જાણ કરી હતી.
પાટીલ કહે જૂથવાદ છે
લોકસભા ચૂંટણી 2024માં સ્થાનિક અસંતોષ સામે ચેતવણી આપી હતી કે, ગુજરાત ભાજપમાં કોઈપણ પ્રકારના જૂથવાદને સહન કરવામાં આવશે નહીં.
કેટલાક નેતાઓ અંદરોઅંદર લડે તો તેમને લડવા દો. પરંતુ કાર્યકરોએ નેતાઓના હાથા ન બનવું જોઈએ.
ઘણા દિવસોથી હું જોઈ રહ્યો છું કે, એકબીજા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખવામાં આવે છે. પછી તેને વાયરલ કરવામાં આવે છે. આ ગુનો છે. જો કોઈ આવી પોસ્ટ લખે છે અને તમને મોકલે છે, તો તેનાથી દૂર રહો.
સહન કરવામાં આવશે નહીં. કેટલીકવાર ટિકિટ મળી શકે છે અથવા નહીં. શક્ય છે કે મને પણ ક્યારેય ટિકિટ ન મળે. આવા નિર્ણયો સામેની કોઈપણ વિરોધી ઝુંબેશ સહન કરી શકાતી નથી.
ભાજપના રાજ્ય એકમમાં કોઈ જૂથવાદને મંજૂરી આપવામાં આવશે નહીં. ગુજરાતમાં કોઈપણ જૂથવાદને સહન કરતા નથી. કમળનું ચિહ્ન લઈને આવે તેના માટે કામ કરો. પાંચ લાખથી વધુ મતોથી જીતીશું.
હાર એ ભાજપના કાર્યકરો માટે વિકલ્પ નથી. જીત અને હાર ચૂંટણીની રાજનીતિનો અભિન્ન ભાગ છે. હાર અમને સ્વીકાર્ય નથી. ચોક્કસપણે નાની ભૂલને કારણે તો નહી જ.
પોરબંદર
પોરબંદરના ભાજપના ઉમેદવાર એવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વિરુદ્ધના પોસ્ટરો ધોરાજી શહેર અને રાજકોટના કેટલાક ગામોમાં પણ લાગ્યા હતા. પોસ્ટરો બાદ રાજકીય શબ્દોની લડાઈ શરૂ કરી હતી. કોંગ્રેસે બેનરો માટે ભાજપની અંદરના આંતરિક મતભેદોને જવાબદાર ઠેરવ્યા હતા.
દાહોદ
દાહોદ નગરપાલિકામાં ભાજપમાં આંતરિક જૂથવાદ હતો. ભાજપના પાલિકા પ્રમુખ સામે ભાજપના જ સભ્યોનો બળવો કર્યો હતો. અંદરોઅંદર વિરોધનો વંટોળ હતો. ભાજપના 34માંથી 24 સભ્યો ગાયબ થયા હતા. બળવાખોર સભ્યોને રાજસ્થાનમાં ઉઠાવી જવાયા હતા. તેમની નારાજગી પ્રમુખ સામે હતી.
વાંસદા
વાંસદામાં ભાજપમાં 2014માં વિવાદો ચાલુ હતા. દિવળી સ્નેહમિલનમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે જાહેરમંચ પરથી બળાપો કાઢ્યો કે, આપણને ગુજરાતમાં કોંગ્રેસનો ડર જ નથી. આપણને આપણા લોકોનો જ ડર હતો. ભાજપમાં નેતાઓને પક્ષના વિભિષણો નડી રહ્યા હતા. ભાજપમાં અનહદ ટાંટિયા ખેંચ રહી હતી.
સાવલી ધારાસભ્ય
વડોદરાની સાવલી બેઠકના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાનું રાજીનામું ઈમેલ દ્વારા વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યું હતુ. બાદમાં રાજીનામું પરત ખેંચી લીધું હતુ. લોકોના પ્રશ્નો અધિકારીઓ ઉકેલતા નથી, તેવા આક્ષેપો કરીને રાજીનામું ધરી દીધું હતું.
કોંગ્રેસના કુલદીપ રાહુલને ભાજપમાં પક્ષાંતર કરાવીને લાવેલાં હોવાથી કેતન ઇનામદારે વિરોધ કર્યો હતો. તે સમયે પણ રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારબાદ કુલદીપ સિંહની નિમણૂંક ડભોઇ વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે કરવામાં આવી હતી. હું આગામી વિધાનસભા ચૂંટણી નહીં લડું એવી જાહેરાત કરી દીધી હતી.
જવાહર – મનસુખ સામ સામે
ભાજપે કોંગ્રેસમાંથી પક્ષાંતર કરાલીને લાવ્યા હતા તે જવાહર ચાવડા વિરોધ કર્યો હતો. તેમના કાર્યાલયમાંથી કમળ કાઢી નાંખ્યા હતા. ફેસબુકમાં વીડિયો મૂકી મનસુખ માંડવિયાને પડકાર ફેંક્યો હતો.
જીતેલા નેતાઓ પોતાને નડેલા નેતાઓ સામે જાહેરમાં પોતાનો રોષ વ્યકત કરતા હતા.
આંતરિક તિરાડો વધવા લાગી હતી.
પશુ તબિબ અને સાંસદ મનસુખ માંડવિયાએ વંથલીમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાનું નામ લીધા વગર વિખવાદ ઊભો કર્યો હતો. કમળનું નામ વટાવવું હોય તો કમળનું કામ કરવું જ પડે. તુરંત જવાહર ચાવડા પેાતાના કાર્યાલયમાંથી કમળ હટાવી દીધું હતું. મશાલ વાળા ચિત્ર તરફ આંગળી બતાવી જણાવે છે કે, મનસુખભાઈ આપને નહીં ધ્યાનમાં હોય મારી ઓળખ આ હતી. એટલી હિંમત કે તાકાત તમારા હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી.
માણાવદર જંગ
વિજય રૂપાણીની આખી સરકારને ઘર ભેગી કરવામાં આવતાં જવાહર ચાવડા પણ ઘર ભેગા થયા હતાં. મંત્રી બન્યા પછી જવાહર ચાવડા વિરોધમાં આવી ગયા હતા. કોંગ્રેસનાં અરવિંદ લાડાણી સામે ચૂંટણી હારી ગયા હતાં. લાડાણી પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા. તેથી વિખવાદો વધ્યા હતા. ચાવડાને કાપી લાડાણીને માણાવદર ધારાસભાની પેટા ચૂંટણીમાં ટિકિટ આપી દીધી હતી. જેના કારણે જવાહર ચાવડા ભારે નારાજ જણાતા હતાં. ચૂંટણી દરમિયાન જવાહર ચાવડાના પુત્રએ ભાજપ વિરોધી ખુલ્લે આમ પ્રચાર કર્યો હતો.
બાવળિયા અને બોઘરા
જસદણ તાલુકા ભાજપ પ્રમુખ પ્રમુખ વલ્લભ રામાણીએ રાજીનામું આપી દીધું હતું. તેના બે વર્ષ પછી પણ 2024માં વિવાદો સમતા ન હતા. બાવળિયા અને બોઘરાનો વિવાદ વારંવાર બળતામાં ઘી હોમી રહ્યા હતા.
જસદણમાં બાવળિયા અને બોઘરાનો વિવાદ લાંબા સમયથી ચાલતો હતો.
જસદણ તાલુકા ભાજપમાં જૂથવાદ સપાટી ઉપર આવતો રહ્યો હતો.
મોરબી દિલ્હી પહોંચ્યું
મોરબીમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરઝા અને ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે કોલ્ડવોર સતત ચાલતા રહ્યા હતા. જુથવાદ બાદ અમૃત્તિયા વડા પ્રધાન માદી સુધી પહોંચીને મુલાકાત લઈને વિરોધ કરી આવ્યા હતા.
જયેશને અપજશ
જેતપુરમાં જયેશ રાદડીયા સામે ભાજપના નેતાઓએ મોરચો માંડ્યો હતો. જિલ્લા બેન્ક ભરતીમાં કરવામાં આવેલા ભ્રષ્ટાચારને લઈ હાઈકમાન્ડને રજૂઆતો કરવામાં આવી હતી. ગમે તે ચૂંટણી હોય પણ ભાજપના જૂથો એકબીજાની ટિકીટ કાપી નાખવા માટે દોડતા થયા હતા. દિલ્હી સુધી તાર જોડી આવ્યા હતા.
ઇફ્કોની ડિરેક્ટરપદની ચૂંટણી માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે બિપિન પટેલને મૅન્ડેટ આપતા સૌરાષ્ટ્રના નેતાઓમાં અસંતોષ ખુલીને સામે આવ્યો હતો.
જયેશ રાદડિયાએ મૅન્ડેટની અવગણના કરીને ઇફ્કોના ડિરેક્ટરપદ માટેની ચૂંટણીનું ફૉર્મ ભર્યું હતું. તેમણે બિપિન ગોતાને હરાવ્યા અને તે પણ ભાજપ નેતા દિલીપ સંઘાણીની મદદથી.
જયેશ રાદડિયાની જીત પાટીલ માટે મોટો ફટકો હતો.
જયેશ રાદડિયા પહેલાથી જ નારાજ હતા. તેમને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેમને પ્રધાન બનાવાયા નથી. પોરબંદરથી લોકસભાની ચૂંટણીમાં ઉણેદવાર બનાવાયા ન હતા.
પાટીલે નિવેદન આપીને કહ્યું કે કેટલાક લોકો વિરોધી પાર્ટીના લોકો સાથે ‘ઇલુ-ઇલુ’ કરતા હતા. મતલબ કે તેઓ દિલીપ સંઘાણી અને રાદડિયા અંગે કહી રહ્યાં હતા.
દિલીપ સંઘાણીએ પાટીલની ધૂળ ખંખેરતા કહ્યું હતું કે, સવારે કોઈ નેતા કૉંગ્રેસમાં હોય અને સાંજે ભાજપનો ખેસ ઘારણ કરે પછી તેને મંત્રીપદ કે કોઈ અન્ય પદ આપી દેવામાં આવે તેને ‘ઇલુ-ઇલુ’ કહેવા.
સુરત લોબી સામે સૌરાષ્ટ્ર જૂથ
સૌરાષ્ટ્રમાં ભાજપમાં પારાવાર અસંતોષ 2024માં રહ્યો હતો. સુરતની પાટીલ લોબી વિરુદ્ધ સૌરાષ્ટ્ર લોબી એમ પક્ષમાં બે જૂથ પડી ગયાં હતા. સૌરાષ્ટ્રની ભાજપની એક લોબી પાટીલનો વિરોધ કરી રહી હતી. સૌરાષ્ટ્રનું રાજકારણ સુરત કેન્દ્રીત છે. પાટીલ સુરતના છે અને તેથી સૌરાષ્ટ્ર લોબી હવે તેમના વિરુદ્ધ રહી હતી.
પાટીલે પટેલ નેતાઓને કોરાણે મૂકી દીધા હતા. તેથી ભાજપના નેતાઓમાં વિરોધ હતો.
સૌરાષ્ટ્ર લોકબીના અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાને ભાજપમાં લીધા ત્યારે ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ નારાજગી વ્યક્ત કરી હતી.
પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારે તેમણે નિવેદન આપ્યું હતું કે હું કૉંગ્રેસના કોઈ નેતાને ભાજપમાં નહીં લઉં. ખરેખર તો તેઓ કોંગ્રેસના 25 હજાર ક્રાયકરો અને સેંકડો નેતાઓને પક્ષમાં લાવ્યા હતા. તેનો વિરોધ થઈ રહ્યો હતો. જુથવાદનું આ સૌથી મોટું કારણ હતું.
પાટીલ મહારાષ્ટ્રમાં જન્મીને બાળપણ ત્યાં વિતાવ્યા બાદ જૂવાનીમાં રોજગારી શોધવા સુરત આવ્યા હતા. તેઓ ભલે ગુજરાતમાં ઉછર્યા પરંતુ તેઓ મરાઠી હોવાને કારણે ગુજરાત ભાજપમાં સર્વસ્વીકૃત નહોતા.
તેમની લોખંડી શિસ્ત બધાને ખૂંચે છે. તેમના ઉપર પીએમ મોદીના આશીર્વાદ હોવાને કારણે કોઈ બોલતું નહોતું. વળી તેમણે વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો પણ અપાવડાવી.
સહકારી ક્ષેત્રમાં જ્યારે જયેશ રાદડિયાની બાદબાકી કરીને મૅન્ડેટ આપવાની કોશિશ થઈ એટલે અસંતોષ ભભૂકી ઉઠ્યો હતો.
દિલીપ સંઘાણીએ પાટીલના સાંધા તોડ્યા
જયેશ રાદડિયાને સહકારી ક્ષેત્રમાંથી હાંકી કાઢવા માટે પાટીલે દાવ રમ્યો ત્યારે ઇફ્કોના અધ્યક્ષ દિલીપ સંઘાણી પાટીલ સામે આવી ગયા હતા.
જાણકારો એમ પણ કહે છે કે દિલીપ સંઘાણીએ જે પ્રકારે પાટીલના ‘ઇલુ-ઇલુ’વાળા નિવેદનનો જવાબ આપ્યો તે જોતા લાગે છે કે પાટીલ અને સંઘાણી વચ્ચે આગામી સમયમાં વિવાદ વધી શકે છે.
હાલમાં જ જ્યારે સંઘાણીનો 71મો જન્મદિવસ ઉજવાયો. તે પ્રસંગે જે પ્રકારે સહકારી ક્ષેત્રના અને પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તે જોતા જાણકારો તેને એક શક્તિપ્રદર્શન હોવાનું ગણાવે છે.
ભાજપમાં અસંતોષ, જયેશ રાદડિયા, દિલીપ સંઘાણી, અમરેલીઇમેજ સ્રોત,@ijayeshradadiya
કોસંબા ભાગેડુ
ધી કોસંબા મર્કન્ટાઇલ કો.ઓ.બેંકના પ્રમુખની ચૂંટણીમાં ભાજપનો જૂથવાદ ચરમસીમા પર હતો. બેન્કના ડીરેક્ટર અને પોલીસમાં વોન્ટેડ રહેલા પરેશ શાહ પોલીસના રક્ષણ સાથે મતદાન કરવા આવતા ભાજપના જ એક જૂથે વિરોધ કરી મતદાન કરતા અટકાવ્યા હતા. પોલીસને ભાગેડુની ધરપકડ કરવા કહ્યું હતું. મતદાન બાદ ધરપકડ કરવાનું પોલીસે કહેતા ડિરેક્ટરો બેન્કના દાદર પર બેસી ગયા હતા. બે કલાક સુધી બેન્કના ડિરેક્ટર પરેશ શાહને મતદાન કરવા દીધું ન હતું. હાજર ભાજપના મહિલાઓએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. પરેશ શાહએ વોટિંગ કરતા જ સામેના જૂથે વોક આઉટ કરી મતદાન કર્યું ન હતું. હરીફ જૂથ ના 6 ડિરેક્ટરોએ બહાર નીકળતા જ પોલીસે પરેશ શાહ ની ધરપકડ કરી લીધી હતી.