પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB)ના ફેક્ટ ચેક એકમે આજે ટ્વીટમાં સ્પષ્ટતા કરી છે કે, ભારત સરકાર કોરોના સહાયતા યોજના નામની કોઇપણ યોજના હેઠળ કોઇપણ વ્યક્તિને રૂપિયા 1000ની આર્થિક સહાય કરતી નથી. સરકારે WCHO નામથી એક યોજના શરૂ કરી છે અને તે અંતર્ગત દરેક વ્યક્તિને રૂ. 1000ની સહાય કરવામાં આવે છે તેવા વોટ્સએપ પર ફરતા થયેલા દાવાના કારણે આ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ સંદેશામાં લોકોને એક લિંક પર ક્લિક કરીને તેમની માહિતી પૂછવામાં આવે છે.
આ ટ્વીટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ દાવો અને લિંક બંને છેતરપિંડીના આશયથી છે અને લોકોને આ લિંક પર ક્લિક ન કરવા માટે ચેતવવામાં આવ્યા છે.
दावा: कोरोना सहायता योजना WCHO की तरफ से 1000 ₹ सहायता राशि सभी को दिया जा रहा हैें। फॉर्म भरें और 1000 ₹ प्राप्त करें। #PIBFactCheck: केंद्र सरकार द्वारा ऐसी कोई भी योजना नहीं चलाई जा रही। मैसेज में किया गया दावा व दिया गया लिंक फ़र्ज़ी है।
कृपया जालसाज़ों से सावधान रहे। pic.twitter.com/i8z3K5dEid— PIB Fact Check (@PIBFactCheck) April 25, 2020
સોશિયલ મીડિયા પર ખોટા સમાચારોના પ્રસારને રોકવા માટે અને સર્વોચ્ચ અદાલતના અવલોકનના અનુપાલનમાં PIBએ સોશિયલ મીડિયા પર વાયરલ થતી અફવાઓનું સત્ય બહાર લાવવા માટે એક વિશેષ યુનિટની સ્થાપના કરી છે. “PIB
Fact check” ટ્વીટર પર એક માન્યતા પ્રાપ્ત હેન્ડલ છે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ટ્રેન્ડિંગ મેસેજ પર સતત નજર રાખે છે અને ખોટા સમાચારોનો પર્દાફાશ કરવા માટે તેની સામગ્રીઓની વ્યાપક સમીક્ષા કરે છે. આ ઉપરાંત ટ્વીટર પર PIB ઇન્ડિયા હેન્ડલ અને સંખ્યાબંધ પ્રાદેશિક એકમો દ્વારા ટ્વીટર સમુદાયના હિતમાં #PIBFactcheck સાથે કોઇપણ માહિતી અથવા સત્તાવાર અને પ્રમાણભૂત સંસ્કરણ પોસ્ટ કરવામાં આવે છે.
કોઇપણ વ્યક્તિ ટેક્સ્ટ મેસેજ, ઓડિયો અને વીડિયો સહિત કોઇપણ સોશિયલ મીડિયા સંદેશની પ્રમાણભૂતતા તપાસવા માટે PIBFactCheckને મોકલી શકે છે. આવા સંદેશા https://factcheck.pib.gov.in/ લિંક પર અથવા +918799711259 વોટ્સએપ નંબર પર pibfactcheck@gmail.com ઇમેલ પર મોકલી શકાય છે. આની વિગતો PIBની વેબસાઇટ https://pib.gov.in પર પણ ઉપલબ્ધ છે.
ગુજરાતી
English




