10 thousand crores were given to the farmers of Gujarat in natural calamities in 9 years, 9 वर्षों में प्राकृतिक आपदाओं में गुजरात के किसानों को 10 हजार करोड़ दिये गये
9 ઓગસ્ય 2023
ગુજરાત સરકારે વર્ષ 2015-16થી 2023-24 સુધીમાં કુદરતી આફતમાં કૃષિ પાક નુકશાનીમાં રાહત પેટે 88.76 લાખ ખેડૂતોને રૂ. 10,532 કરોડ આપ્યા હતા.
2015-16માં ભારે વરસાદ અને કમોસમી વરસાદના પગલે 1,82,041 ખેડૂતોને સ્ટેટ ડિઝાસ્ટર રિલિઝ ફંડ હેઠળ ખેડૂતોને રૂ. 279.22 કરોડની સહાય આપી હતી.
વર્ષ 2017-18માં ભારે વરસાદ, પૂર અને જમીન ધોવાણના કિસ્સામાં 7,69,570 ખેડૂતોને નુકશાની પેટે રૂ. 1,706. 60 કરોડ આપ્યા હતા.
2018-19 માં ભારે વરસાદ,પૂર અને દુષ્કાળ જેવી આફતોમાં 17,59,614 ખેડૂતોને રૂ.1,678.09 કરોડની રકમ સહાય આપી હતી.
2019-20માં કમોસમી વરસાદમાં 33,18,097 ખેડૂતોને રૂ. 2,489.58 કરોડની સહાય આપી હતી.
2020-21માં ભારે વરસાદ, પૂરના કારણે 19,03,575 ખેડૂતોને રૂ.2,905.97 કરોડની ચૂકવણી કરી હતી.
2021-22માં વાવાઝોડાથી 7,67,330 ખેડૂતોને રૂ. 1,240.58 કરોડ આપ્યા હતા.
2022-23માં અતિવૃષ્ટીના કારણે 1,38,691 ખેડૂતોને રૂ. 147 કરોડની સહાય ચૂકવી.
2023-24માં કમોસમી વરસાદની સ્થિતિમાં 37,045 ખેડૂતોને રૂ.85.49 કરોડની સહાય ચૂકવી.
આમ છેલ્લા 9 વર્ષના સમય-ગાળામાં ગુજરાતમાં આવેલી કુદરતી આફતોમાં ગુજરાત સરકારે ખેડૂતોને 10,000 કરોડથી વધુ રકમની સહાય ચૂકવી છે.
ગુજરાતી
English





