23 વર્ષના વિલંબ બાદ અમદાવાદમાં પહેલી ચામડી બેંક બની

First skin bank set up in Ahmedabad after 23 years of delay 23 साल की देरी के बाद पहला त्वचा बैंक अहमदाबाद में बना
અમદાવાદ, 8 માર્ચ 2024
સિવિલ હોસ્પિટલ અમદાવાદની ચામડી બેંક રાજ્ય સરકાર અને રોટરી ક્લબ કાંકરીયાએ ઊભી કરી છે.
અમદાવાદ શહેરની પ્રથમ અને રાજ્યની સૌથી મોટી ચામડી બેંક છે. રોટરી ક્લબે રૂ. 48 લાખ રૂપિયાના સાધનો આપ્યા છે.

2023થી આખા ભારતમાં ચામડી બેંક શરૂ કરવાનું સામાજિક સંસ્થાઓએ ઝૂંબેશ શરૂ કરી છે. દેશના મોટા તમામ શહેરોમાં ચામડી બેંક કામ કરી રહી છે. હવે તેમાં અમદાવાદ મોડેથી જોડાયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં વર્ષમાં દાઝેલા 400 દર્દી દાખલ થાય છે. એકસીડન્ટના દર્દીઓને ક્યારેક ચામડીની જરૂર પડે છે. ચામડી લગાવવાના 200 ઓપરેશન કરવામાં આવે છે. ચામડી બેંક બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ ધ્વારા ચલાવવામાં આવશે. ગુજરાતમાં 23 વર્ષના વિલંબ બાદ ચામડી બેંક શરૂ કરાઈ છે.

જે વ્યક્તિએ મૃત્યુબાદ ચામડીનું દાન કરવાનો સંકલ્પ કર્યો હોય અથવા મૃત્યુ પછી નજીકના સગા તરફથી ચામડી ડોનેશન કરવાની સહમતિ સાથે ચામડી ડોનેશન કરી શકે છે. લીવર, કિડની, હૃદય અને અન્ય અવયવોની જેમ ત્વચાનું દાન કરી શકાશે. સ્કિન બેંક શરૂ થવાથી દર્દીઓને ત્વચા પર દાઝી ગયેલી અને ગંભીર ઇજાઓ માટે સમયસર સારવાર મળશે. ઘા પણ ઝડપથી રૂઝાશે. દાજી જતાં મોટાભાગના લોકો 40% થી વધુ બળે છે. લોકો હવે મૃત્યુ પછી પણ સ્ક્રીન એટલે કે ત્વચાનું દાન કરી શકશે.

મૃત્યુના 6 કલાકની અંદર ચામડીનું દાન લેવામાં આવે છે. ચામડી બેંકમાં રહેલી( ખાસ પ્રક્રિયા કરેલી) ચામડીનો ૫ વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે.

વ્યક્તિની ચામડી (ચામડીનું પડ) લઇ જરૂરી ટેસ્ટ કરીને સાચવવામાં આવે છે. ચામડીનો નાશ થઈ હોય, દાઝી ગયેલી, એકસીડન્ટમાં ચામડી કામ આવે છે.

મેડીકલી ફીટના હોય અથવા તો બહુ મોટો ઘા હોય કે જ્યાં દર્દીની પોતાની ચામડીથી સંપૂર્ણ ઘા ઢાંકવો શક્ય ના હોય તેવા સંજોગોમાં આ ચામડી બેંકમાં રહેલી ચામડીનો ઉપયોગ કરી શકાય છે.

5 વર્ષ ટકે છે
મૃત્યુના 6 કલાકની અંદર ચામડી લેવામાં આવે છે. ચામડી બેંકમાં રહેલી(ખાસ પ્રોસેસ કરેલી) ચામડીનો 5 વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે. 50% આલ્કોહોલમાં 40 થી 80 °C તાપમાને 85% ગ્લિસરોલ ધરાવતી શીશીઓમાં રાખવામાં આવે છે.

ક્યારે દાન
કોઈપણ વ્યક્તિની ત્વચા કોઈપણ વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. સ્કિન ટ્રાન્સપ્લાન્ટ માટે એક જ બ્લડ ગ્રુપ હોવું જરૂરી નથી.
બ્રેઈન ડેડ દર્દી અથવા ઘરે મૃત્યુના 6 કલાકની અંદર ત્વચાનું દાન કરી શકાય છે. પ્રથમ તબક્કામાં બ્રેઈન ડેડ દર્દીઓ પાસેથી ત્વચાનું દાન લેવાય છે. એટલા માટે ભારત સરકારે થોઆ રૂલ્સ ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્યુમન એન્ડ એન્ડ ટિશ્યુ એક્ટના નિયમો જારી કર્યા છે, ત્વચા દાન માટે ક્રોસ મેચની જરૂર રહેશે નહીં.

પ્રક્રિયા
એચઆઈવી, હેપેટાઈટીસ બી અને સી અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઈન્ફેક્શન માટે દાતાનું પરીક્ષણ કરવા માટે લોહીના નમૂના લેવામાં આવે છે. જ્યારે તમામ ટેસ્ટ નેગેટિવ આવે છે ત્યારે જ દાતાની ત્વચાના દાનની પ્રક્રિયા શરૂ થાય છે.

આ દર્દીનું દાન નહીં
મૃત્યુ પહેલા કોઈને કમળો અથવા કોઈપણ પ્રકારનું કેન્સર, એચઆઈવી એઈડ્સ અથવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ હોય તો તેની ત્વચા દાન કરી શકાતી નથી.

દર્દ અને ખર્ચ ઘટશે
તબીબોના મતે, ત્વચા દાનથી જીવિત રહેવાનો દર વધી શકે છે અને ચેપ અટકાવી શકાય છે. આ ઉપરાંત, તે પીડાને પણ ઘટાડે છે. હોસ્પિટલમાં રહેવાનો સમયગાળો અને સારવારનો ખર્ચ ઘટે છે. દાન કરાયેલ ત્વચા સામાન્ય રીતે 80% માટે આરક્ષિત હોય છે. તેને 4 થી 6 ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવે છે.

જીંદગી બચી જશે
સામાન્ય રીતે, 50 ટકાથી વધુ બળી જવાના કિસ્સામાં, પીડિતને ચેપ લાગવાનું જોખમ ખૂબ ઊંચું હોય છે. આવી સ્થિતિમાં, વ્યક્તિની પોતાની ત્વચા સારવાર માટે પૂરતી નથી, તેથી દાન કરાયેલ ત્વચા ઇજાગ્રસ્તની દાઝેલી ત્વચાની સારવારમાં મદદ કરશે. 80 ટકાથી વધુ દાઝી જવાના કેસમાં પીડિતોનો જીવ પણ બચાવી શકાય છે.

સુંદર ચહેરો
40 થી 50 ટકા દાઝી ગયેલા કેસને ત્વચા દાન દ્વારા મટાડી શકાય છે. એસિડ એટેક, આંખો, મોં અને નાક ઊંડા દાઝી જવાને કારણે વિકૃત થઈ ગયેલા લોકોના ચહેરાને જટિલ ઓપરેશન દ્વારા સુધારી શકાય છે. 80 ટકાથી વધુ દાઝી ગયેલા કેસોમાં પીડિતોનો જીવ પણ બચાવી શકાય છે.

જરૂર
ભારતમાં દર વર્ષે 70 લાખ જેટલાં લોકોને ત્વચાની જરૂર પડે છે. ગુજરાતમાં 3 લાખ લોકોને ચામડીની જરૂર વર્ષે પડે છે. આગ, વીજળી, રસાયણો અથવા રેડિયેશનને કારણે દાઝી જવાના કિસ્સાઓ છે, જેમાં 80 ટકા મહિલાઓ અને બાળકો હોય છે. એપ્રિલ 2014માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક અહેવાલ મુજબ, વિશ્વભરમાં દર વર્ષે 2 લાખ 65 હજાર લોકો દાઝી જવાથી મૃત્યુ પામે છે અને ભારતમાં દર વર્ષે એક લાખથી વધુ લોકો દાઝી જવાને કારણે મધ્યમ કે ગંભીર ઈજાઓ ભોગવે છે. વિશ્વમાં દાજી જવામાં ભારતીય લોકો આગળ છે. ભારતમાં 2024માં 1થી દોઢ લાખ લોકો દાજી જતાં હોવાનું અનુમાન છે.

આ કારણોસર, વર્ષ 2000 માં મુંબઈની સાયન હોસ્પિટલમાં ભારતની પ્રથમ ત્વચા બેંક ખોલવામાં આવી હતી.

ચામડી ક્યાંથી કાઢવામાં આવે છે
માનવ ત્વચામાં આઠ સ્તરો હોય છે, જેમાંથી માત્ર સૌથી ઉપરનો એટલે કે આઠમો સ્તર દૂર કરવામાં આવે છે. ત્વચા દાન માટે જાંઘ, પગ અને શરીરનો પાછળનો ભાગથી 1/8મી જાડાઈની ચામડી કાઢવામાં આવે છે. 30-45 મિનિટ લે છે. ત્વચાને ડર્મેટોમ નામના વિશિષ્ટ સાધન વડે દૂર કરવામાં આવે છે. તે પેરિંગ છરી જેવું લાગે છે. તે પહેલાં શરીરના આ ભાગોને પહેલા બીટાડીનથી સાફ કરવામાં આવે છે. પછી વાળ દૂર કરવામાં આવે છે. પીડિતની ઇજા પર ત્વચા મૂકવાથી મહત્વપૂર્ણ પ્રોટીન પ્રવાહીનું પ્રકાશન અટકે છે, તેથી ચેપ અટકાવે છે. આ ઉપરાંત, દરરોજ ડ્રેસિંગની જરૂર નથી અને પીડા પણ નથી.

પહેલી બેંક
ભારતમાં સૌપ્રથમ સ્કિન બેંક – નેશનલ બર્ન સેન્ટરની શરૂઆત 5 ઓક્ટોબર, 2001ના રોજ મુંબઈમાં કરવામાં આવી હતી અને ત્વચા દાનને પ્રોત્સાહન આપવા માટે 2015માં ગંગા હોસ્પિટલ સ્કિન બેંક શરૂ થઈ ત્યાં સુધી તે દેશની એકમાત્ર સ્કિન બેંક હતી.

દેશમાં બેંક
જૂન 2023 સુધીમાં ભારતમાં 16 સ્કિન બેંકો હતી. તેમાંથી મહારાષ્ટ્રમાં 7 સ્કિન બેંક, ચેન્નાઈમાં 4, કર્ણાટકમાં 3 અને મધ્યપ્રદેશ અને ઓડિશામાં એક-એક બેંક હતી. માર્ચ 2024 સુધીમાં ભારતમાં 50 જેવી ચામડી બેંક હોવાના અહેવાલો છે. ઈન્દોર, નાસિક, ભુવનેશ્વર, નાગપુર, કોઈમ્બતુર અને મણિપાલમાં સ્કિન બેંકો છે.

મદદ માટે ફોન કરો
આમાંના કેટલાક કેન્દ્રો પર 24-કલાક ત્વચા દાન હેલ્પલાઇન છે. ત્વચા દાન વિશે વધુ માહિતી માટે, તમે NOTTO ની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. હેલ્પલાઈન નંબર 1800114770 છે. આ નંબર પર ફોન કરીને ત્વચા દાન અને ટ્રાન્સપ્લાન્ટ વિશે પૂછપરછ કરી શકો છો.