રાજવંશનું સન્માન કરતું અમદાવાદ

અમદાવાદ, 1 નવેમ્બર 2023
31મી ઓકટોબર એટલે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી. સૌરાષ્ટ્રનાં 222 રજવાડાઓને ભેગા કરી સૌરાષ્ટ્ર રાજયની સ્થાપના કરવામાં ભૂમિકા ચાવીરૂપ રહી છે. 15 ઓગષ્ટ 1947નાં આઝાદી મળ્યા બાદ તા. 22-1-1949 માં રાજકોટમાં સૌરાષ્ટ્રનું સંયુક્ત રાજય રચવા માટે કરારપત્ર ઉપર સહી કરવામાં આવી હતી. રાજયનાં સૌ પ્રથમ રાજપ્રમુખ જામનગરનાં મહારાજ દિગ્વિજયસિંહજી હતાં. પ્રથમ મુખ્યપ્રધાન ઉછરંગરાય ઢેબરની નિમણુંક કરવામાં આવી હતી. નવા રાજયની શપથવિધિના સમારોહમાં રાજપ્રમુખ તરીકે જામનગરનાં મહારાજા દિગ્વિજયસિંહજીને શપથ સરદાર વલ્લભભાઈ પટેલે લેવડાવ્યા હતાં.

સૌરાષ્ટ્ર સ્ટેટની રચના થયા બાદ તેનું પ્રથમ સચિવાલય જૂનાગઢ હાઉસ (સરકીટ હાઉસ)માં શરૂ કરાયું હતું. સૌરાષ્ટ્ર રાજયની સ્વતંત્ર હાઈકોર્ટ રાજકોટમાં શરૂ થઈ હતી. સૌરાષ્ટ્રની બંધારણસભા કોનોટ હોલમાં શરૂ થઈ હતી.

રાજાશાહી સમયકાળ દરમિયાન સ્વતંત્રતાની લડતમાં સરદાર સાહેબની જે ભૂમિકા રહી છે તેમાં જૂનાગઢમાં આરઝી હકૂમત, લીંબડી સત્યાગ્રહ, રાજકોટ સત્યાગ્રહ, સોમનાથ મંદિર પુનઃનિર્માણ કાર્ય સહિતની અનેક બાબતોનો સમાવેશ થાય છે.

સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના સંમેલનનું આયોજન 31 નવેમેબર 2023માં અમદાવાદમાં કરવામાં આવ્યું . શહેરના ગોતા વિસ્તારમાં મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવા મહારાજના વંશજો સહિત દેશના 50થી વધુ મોટા રાજવી વંશજોનું સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમમાં મહારાણા પ્રતાપના વંશજ, ઉદેપુર, ગોંડલ સ્ટેટ, વાંકાનેર સ્ટેટના પૂર્વ રાજવીઓનું ઢોલ-નગારાં સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી આવી પહોંચેલા પૂર્વ રાજવી અને તેમના વંશજોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. તમામ પૂર્વ રાજવી કે વંશજોએ શસ્ત્રપૂજન પણ કર્યું હતું. શાલ ઓઢાડી, સરદાર પટેલની પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું હતું. 56 પૂર્વ રાજવી કે તેમના વંશજોને આમંત્રણ આપવામા આવ્યા હતા. જેમાં 20 હાજર હતા.

20 પૂર્વ રાજા કે પૂર્વ રાજવી વંશ હાજર રહ્યાં હતા.
લક્ષ્યરાજસિંહ-મેવાડ, કેસરીસિંહ- ઉદેયપુર, તુષારસિંહ-વાંકાનેર, વિજયરાજસિંહ-દેવગઢ બારીયા, પરંજાદિત્યસિંહ-ભાવનગર, પુષ્પરાજસિંહ રિવા-સંતરામપુર, યુવરાજ ઇન્દ્રેશ્વરસિંહ-સિરોહી રાજસ્થાન, જયદીપસિંહ-લીંબડી, યાદવેન્દ્રસિંહ-ગોંડલ, યશપાલસિંહ દેસાઈ-પાટડી, સિદ્ધાર્થસિંહ-લુણાવાડા, જયપ્રતાપસિંહ-છોટાઉદેપુર, રણવિજયસિંહ-જસપુર છત્તીસગઢ, સિધ્ધરાજસિંહ-દાંતા, પદમરાજસિંહ-ધ્રોલ જામનગર, અર્જુનસિંહ-મહુવા ભાવનગર સહિતના અનેક રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સન્માન ખુશીની વાત -પાટડી

પાટડી સ્ટેટના પૂર્વ રાજવી કુમાર હરપાલસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, આજે રાજવી પરિવારનું સન્માન થઈ રહ્યું છે જે ખુશીની વાત છે. દેશનાં તમામ રજવાડાંને એકત્રિત કરીને જે સ્થાપના કરવામાં આવી એ સરદાર સિવાય કોઈ ન કરી શકે. રાજવીઓનું મ્યુઝિયમ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ચોક્કસ બની જશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જે લોકોએ પોતાનું રાજ સોંપી દીધું છે. તે ઉપરાંત મેવાડના મહારાણા પ્રતાપના વંશજ ડો.લક્ષ્યરાજસિંહે જણાવ્યું કે, રાષ્ટ્ર ચેતના મહાસંમેલન સામેલ થવાનો અવસર મળ્યો તે ગૌરવની વાત છે.

વિશ્વમાં પાટીદારનું આ એક માત્ર સ્ટેટ છે પાટડી. આ સ્ટેટ અમદાવાદથી 90 કિલોમીટર દૂર આવેલું છે. મારા વડવાઓએ દીકરીઓના ભણતર માટે ખુવ મહત્વના કામો કર્યા છે અને એ વખતમાં પણ અમારે ત્યાં રાત્રે લાઈટોની વ્યવસ્થા હતી. અમારા સ્ટેટમાં ગુજરાતી અને ઈંગ્લીશ એમ બે સ્કૂલો પણ હતી. અમારા વડવાઓએ લગ્નો અને રિવાજોમાં પણ અનેક ફેફ્રારો કર્યા છે જેવા કે, લગ્નમાં ખોટા ખર્ચા ન થાય અને દેખાડો બંધ થાય અને સાદગીથી લોકો લગ્ન કરવા પ્રેરાય તેવા અનેક કર્યો કર્યા હતા. ત્યાર બાદ તેમણે વધુમાં કહ્યું કે, અખંડ ભારતના નિર્માણ માટે અમારા વડવાઓ સરદાર પટેલ સાથે ઉભા રહ્યા હતા અને એમણે અમારો સાથ આપ્યો એટલે અમે આ સમારોહમાં હાજરી આપી છે. પાટીદાર સમજે આ ખૂબ સુંદર કામ કર્યું છે.

જેમાં સન્માન થવાનું હતું એમાં 56 પૂર્વ રાજાઓના વંશજો અને પૂર્વ રાજાઓની યાદી
મહારાણા પ્રતાપના વંશજ કુમાર સાહબે ડૉ. લક્ષ્યરાજસિંહ, મેવાડ – ઉદયપુર, રાજસ્થાન
કૃષ્ણકુમાર સિંહના વંશજ રાઓલ વિજયરાજસિંહ – ભાવનગર, ગુજરાત
છત્રપતિ શિવાના વંશજ – યુવરાજ મંત સંભા રાજે છત્રપતિ , કોલ્હાપુર, મહારાષ્ટ્ર
ગજસિંઘ જોધપુર, રાજસ્થાન
પદ્મ ધીરાજ મહારાવ રઘુવીરસિંઘ બહાદુર, સિરોહી, રાજસ્થાન
પુષ્પરાજસિંઘ, રીવા, મધ્યપ્રદેશ
મહારાવલ જગમાલસિંઘ બાંસવાડા, રાજસ્થાન
જામ શત્રુશૈલ્યસિંહ, નવાનગર, જામનગર
હિમાંશુકુમારસિંહ જ્યોતેન્દ્રસિંહ , ગોંડલ, ગુજરાત
મહારાણા રાજ કેશરીસિંહ, વાંકાનેર, ગુજરાત
ભગીરથસિંહ, ઈડર, ગુજરાત
અનંત પ્રતાપદેવ, કાલાહાંડી, ઓરિસ્સા
તુષારસિંહ (બાબા) બારીયા, ગુજરાત
મહારાણા રિદ્ધિરાજસિંહ, દાંતા, ગુજરાત
રાજા રણવિજયસિંઘ જુદેવ, જાસપુર, છત્તીસગઢ
ઠાકોર જયદીપસિંહ, લીંબડી, ગુજરાત
પારંજાદિત્યસિંહ, સંતરામપુર, ગુજરાત
મહારાવલ જયપ્રતાપસિંહ ચૌહાણ, છોટા ઉદેપુર, ગુજરાત
ઠાકોર પદ્મરાજસિંહ, ધ્રોલ, ગુજરાત
ઠાકોર ચૈતન્યદેવસિંહ ઝાલા, વઢવાણ, સુરેન્દ્રનગર
મહારાણા સિદ્ઘરાજસિંહ, લુણાવાડા, મહિસાગર
ક્રિષ્ણચંદ્રપાલ દેવ બહાદુર યાદકુલચંદ્ર, ભાલ – કારોલી, રાજસ્થાન
ગજપતિ દિવ્યસિંઘા દેવ જગન્નાથપુરી, ઓરિસ્સા
કમલચંદ્ર ભંજદેવ, બસ્તર, છત્તીસગઢ
પાટડી દરબાર કર્ણીસિંહ દેસાઈ, પાટડી પાટીદાર
ઠાકોર સોમરાજસિંહ ઝાલા, સાયલા, ગુજરાત
ઠાકોર તેન્દ્રસિંહ, મૂળી, સુરેન્દ્રનગર, ગુજરાત
ઠાકોર રાજવીરસિંહ, માળીયા, ગુજરાત
જયસિંહ સોલંકી, બાંસદા, ગુજરાત
નામદાર રાઓલ વનરાજસિંહ, માણસા, ગાંધીનગર
કામાખ્યાસિંહ સોનીગરા, સંજેલી, ગુજરાત
મહારાજ અજયરાજસિંહ, બેગુ, રાજસ્થાન
ઠાકોર દેવેન્દ્રસિંહ, વિરપુર, ગુજરાત
ઠાકોર વિરભદ્રસિંહ વિ. ચુડાસમા,ગાંફ, ગુજરાત
મહારાજ વિક્રમસિંહ, નાચના, જેસલમેર, રાજસ્થાન
સરકાર રાઘવેન્દ્ર પ્રતાપસિંહ, જાલામંડ, રાજસ્થાન
ઠાકુર સિદ્ધાર્થસિંહ, રોહેતગઢ, રાજસ્થાન
ઠાકોર રઘુવીરસિંહ વાઘેલા, ગાંગડ, ગુજરાત
ઠાકોર તખતસિંહ વાઘેલા, ઉતેલિયા, ગુજરાત
રાવ હરેન્દ્રપાલસિંહ, પોશીના, ગુજરાત
ઠાકોર ધ્રુવરાજસિંહ વાઘેલા, સાણંદ, ગુજરાત
ઠાકોર હર્ષવર્ધનસિંહ ચૌહાણ, એરાલ, ગુજરાત
ઠાકોર પરીક્ષિતસિંહ, પિસાંગન, અજમેર, રાજસ્થાન
રાવરાજેશ્વર રાણા ગજેન્દ્રસિંહ, વાવ, ગુજરાત
ઠાકોર રાઘવેન્દ્રસિંહ ગોહિલ, દરેડ, ગુજરાત
ઠાકોર મનપ્રીતસિંહ રાઠોડ, લીમડી, પંચમહાલ
ડી.એસ. જયવીરસિંહ, ચોટીલા, ગુજરાત
ડી.એસ. અજયવાળા, અમરનગર, ગુજરાત
ટી.એસ. કિષ્ણકુમારસિંહ ચુડા, ગુજરાત
કે. એસ. કલાદિત્યરાજસિંહ જાડેજા, ખરેડી, ગુજરાત
ડી.એસ. પુંજાબાપુ વાળા,ન માંડાવડ, ગુજરાત
કે.એસ. યાદવેન્દ્રસિંહ જાડેજા, ગોંડલ, ગુજરાત
કે.એસ. અર્જુનસિંહ ગઢુલા, ગઢુલા, ગુજરાત

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા રાજવી વંશજોનું સન્માન કરવામાં આવ્યું હતું.

20 થી વધુ પૂર્વ રાજવી પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. જાહેરમાં નિવેદન આપ્યું હતું કે, અમે દેશ માટે તમામ સંપત્તિ અને સત્તા આપી અને આજે દેશ આઝાદ છે. અમે જે ત્યાગ કર્યો તે માટે ખુશ છીએ.

રાજવીઓનો સન્માન સમારોહ : ભાવનગરના વિજયરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, 75 વર્ષ બાદ દેશને એક કરવામાં મહત્વનો ફાળો આપનાર રાજવીઓને યાદ કરવામાં આવ્યા છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા તમામ રાજવીઓનું સન્માન કરવામાં આવ્યું છે, તે બદલ હું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો આભાર માનું છું. સાથે જ આવું ભૂતકાળમાં ક્યારેય થયું ન હતું પરંતુ જ્યારે પણ સરકારને રાજવીઓની જરૂર હોય ત્યારે ભાવનગર હંમેશા મદદ માટે તૈયાર જ રહેશે.

પૃથ્વીરાજસિંહ, થરા, બનાસકાંઠા
પૃથ્વીરાજસિંહના દાદા વજેરાજસિંહે અંખડ ભારત માટે અમારું સ્ટેટ સરદાર પટેલને સોંપ્યું હતું. પાટીદાર સમાજનો આભાર વ્યક્ત કરીએ છીએ અને વર્ષો પછી કોઈ અમને આ રીતે યાદ કર્યા અને સન્માન કર્યું. અત્યારે હું નગરપાલિકાનો પ્રમુખ છું. મારા પિતા અને કાકા બિનહરીફ સરપંચ ચૂંટાતા હતા અને મારા મોટા ભાઈ પણ નગરપાલિકાના ત્રણ ટર્મથી પ્રમુખ હતા. લોકોની ચાહનાથી આજે પણ અમે લોકોના સુખાકારીનું કામ કરી રહ્યા છીએ.

કૃષ્ણકુમારસિંહ, ગાબટ, સાબરકાંઠા
કૃષ્ણકુમારસિંહનું કહેવું છે કે, આજે પણ વું લાગે છે કે સરદાર પટેલ જીવંત છે. સરદારે અમારા વડવાઓને સમજાવીને અખંડ ભારત બનાવ્યું હતું. જો સરદાર ના હોત તો દેશની અખંડિતતા ખંડિત થઇ ગઈ હોત. અખંડ ભારતનો શ્રેય સરદાર ને જાય છે. મારા દાદા ઇગ્લેન્ડ અભય કરીને ભારત પરત આવ્યા ત્યારે તેમને એમ થયું કે મારા સંતાનો પણ વિદેશમાં નહીં પરંતુ ભારતમાં જ ભણવા જોઈએ તો આપનું કલ્ચર સચવાશે. ભારતને સાચવવા માટે વડવાઓએ બલિદાન આપ્યા છે. તેમનું ઋણ ચૂકવી ન શકાય. વડવાઓએ ભારતને અખંડ રાખવા એમના સ્ટેટનો ત્યાગ કર્યો તે અમારા માટે ગૌરવની વાત છે.

ઉર્વશીદેવી, દેવગઢ બારિયા
મને બહુ સારું લાગ્યું કે ઘણા સમય પછી જેમણે પોતાની સંપતિ દેશને આપી દીધી તેમને આજે યાદ કરવામાં આવ્યા છે. હું આયોજકોને અભિનંદન આપું છું. આજની યુવા પેઢીને કદાચ એ ઈતિહાસ ખબર નહીં હોય. આજે અહીં જે હજારો યુવાનો આવ્યા છે તેમને ઈતિહાસની જાણ થશે. આજે કોઈ પોતાની બે એકર જમીન પણ આપતું નથી. તો આજે અમારા પૂર્વજોએ જે કર્યું તેમનું સન્માન થયું છે. મને હંમેશા મારા પરિવારમાંથી સલાહ મળી હતી કે તારો જન્મ આ કુટુંબમાં થયો છે તો હંમેશા લોકોની સેવા કરવી. અને તેથી જ હું રાજકારણમાં આવી હતી અને પંદર વર્ષ મંત્રી રહી અને મને મારા વિસ્તારમાં ઘણા કામો કરવાની તક મળી તેનો મને સંતોષ છે. અમે યુવા પેઢીને હેરીટેજ ઈતિહાસમાં રસ જાગે તેવા પ્રયાસ કરી રહ્યા છીએ. હું મંત્રી હતી ત્યારે દર દશેરાએ ગ્રામ્ય રમતોનું આયોજન કરવમાં આવતું હતું ત્યારથી તે હજુ પણ ચાલુ છે.

રિદ્ધિરાજસિંહ, દાંતા સ્ટેટ, અંબા
મને આનંદ છે કે, આટલા વર્ષો પછી અમને મન સન્માન પ્રાપ્ત થયું છે. સરદાર પટેલે જે કર્યું હતું તે આજે ફરીથી થઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મારા સ્ટેટમાં અંબા મંદિર આવેલું છે. મારા પૂર્વજો 850 વર્ષથી મા અંબાની પૂજા કરી રહ્યા છે. હું 142મી પેઢી છું. મા ઉમા સાથે અમે જોડાયેલા છીએ. દાંતામાં હમણાં જ પ્રાઈમરી સ્કૂલની 100 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. દાંતાનો રાણા માતાનો પૂજારી ગણાય છે. પાટીદાર સમાજે અંબામાં વર્ષોથી દાન આપેલું છે અને અમે બધા સમાજને સાથે રાખીને ચાલીએ છીએ.

યુવરાજ યશપ્રતાપ જુદેવ, જશપુર સ્ટેટ, છત્તીસગઢ
મને સારું લાગ્યું કે ધાર્મિક મંચ પર 50 વર્ષ પછી બધા એકત્ર થયા છીએ. મારા પિતા મિશન ઘર વાપસી ચલાવી રહ્યા છે. અને અન્ય ધર્મોમાં ગયેલા લોકોના પગ ધોઈને તેમને હિન્દુ ધર્મમાં પરત લાવીએ છીએ. જશપુર ઝારખંડ બોર્ડર પર છે જ્યાં નક્સલવાદ, સ્થાનિક રાજકારણ અને ધાર્મિક રીતે ખૂબ સક્રિય છે. પૌરાણિક પ્રથાઓ પણ હજુ પણ અમારે ચાલે છે. દેશમાં ક્યાંય ઇન્દ્ર પૂજા થતી નથી પણ અમારે ત્યાં થાય છે.

પદ્મરાજસિંહ જાડેજા, ધ્રોળ, જામનગર
આજનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. ખૂબ મોટું કાર્ય થયું છે. 75 વર્ષમાં પહેલીવાર અમારું સન્માન કરવામાં આવ્યું છે. અમારા પૂર્વજોના બલિદાનનું સન્માન કરાયું છે. મારા દાદાના દાદા હરિસિંહ ખૂબ સારા વહિવટકર્ત્તા હતા. છ્પનીયા દુકાળમાં તેમણે ખજાનો ખૂલ્લો મુકીદીધો હતો અને ચાર વર્ષ સુધી સ્ટેટના તમામ લોકોને ભોજન પૂરું પાડ્યું હતું. તે પોતે પાયમાલ થઇ ગયા પણ પ્રજાને સુખી કરી હતી. આજે નબળા પરિવારના બાળકોન ભણાવી રહ્યો છું.

મહારાજ પુષ્પરાજસિંહ રિવા, મધ્ય પ્રદેશ
ગુજરાત મારું મૌશાલ છે. મારી માતા કચ્છના હતા. આજનો કાર્યક્રમ જોતા એવું લાગ્યું કે ‘દૂર આએ દુરસ્ત આએ’. દેશના વિકાસમાં રાજા રજવાડાઓનો પણ સહયોગ હતો. આવો કાર્યક્રમ ન ભૂતો ન ભવિષ્યતિ છે. રિવા ક્યારેય મુઘલો અને અંગ્રેજોની અન્ડર આવ્યું નહતું. અને મારા પરદાદાઓએ તો અમારું સ્ટેટ સ્વતંત્ર જાહેર કર્યું હતું. અમે એક પણ લડાઈ કર્યા વગર રાજ કર્યું હતું. અમારા રાજવી કાળ દરમિયાન અમારી પર એક પણ વખત હુમલો થયો નહતો. મારા પૂર્વજો લેખન, કાવ્ય, સાહિત્ય અને સારા વહીવટકર્તા હતા. મહિલાઓનું શિક્ષણ સૌથી પહેલા અમે શરુ કર્યું હતું. 1મારા પિતાએ અમારી તમામ મિલકતો દેશને દાન કરી દીધી હતી. ગ્વાલિયર પછી અમારું સ્ટેટ સૌથી મોટું સ્ટેટ હતું.

વિજયરાજસિંહ, ભાવનગર
મારા દાદા કૃષ્ણકુમારસિંહ સૌથી પહેલા રાજવી હતા જેમણે પોતાનું સ્ટેટ દેશને સમર્પિત કર્યું હતું. અમારા રાજ્યમાં દોઢશો વર્ષ પહેલા વીજળી હતી. વિકાસના કામો થતા હતા. સરદાર પટેલ PM બન્યા હોત તો મારા દાદાનું સ્વપ્ન તે વખતે જ સાકાર થયું હોત. 75 વર્ષ પછી પહેલીવાર આજે રાજવીઓને યાદ કરાયા છે તે અનુભવથી જ ગદગદ થઇ ગયો છું. અત્યારે અમે સામાજિક કર્યો કરીને પ્રજાને મદદ કરી રહ્યા છીએ.

ગોંડલના રાજવંશ જ્યોતેન્દ્રસિંહજી, કુમુદકુમારીજી તેમજ યુવરાજ હિમાંશુસિંહજીનું ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોડેલીયન લાઇબ્રેરીમાં તેઓનું દબદબાભેર સ્વાગત કરી સન્માનિત કરાયા હતા.