Four unseasonal rains have caused significant damage to crops. 4 बार बेमौसम बारिश से खेतों में भारी नुकसान
દિલીપ પટેલ
આમદાવાદ, 29 ઓક્ટોબર 2025
નવરાત્રી પહેલા, નવરાત્રી દરમિયાન, દિવાળી સમયે અને દિવાળી પછી એમ 4 વખત કમોસમી વરસાદ ગુજરાતમાં થયો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદ પડ્યો હતો. માવઠાના કારણે ખેડૂતોની પાંચ મહિનાની મહેનત ઉપર પાણી ફરી ગયું છે. કપાસ, મગફળી, ડાંગર, સોયાબીન, ફળ અને ફૂલના બગીચા અને શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયું છે.
તેમાં અનાજ, કઠોળ, કપાસ, તેલીબિયાંના સાથે 1 કરોડ 20 લાખ 57 હજાર ટન ઉત્પાદન થવાની ધારણા કૃષિ વિભાગે દર્શાવી હતી. પણ તેમાં 4 વસરાદથી જો 30 ટકા નુકસાન થાય તો પણ 3 લાખ 50 હજાર ટનથી 4 લાખ ટન નુકસાન ખેડૂતોને થયું હોવાનું અનુમાન મૂકી શકાય છે.
10 ટકા પ્રમાણે નુકસાન – 12 લાખ 05 હજાર 700 ટન ગણી શકાય.
30 ટકા પ્રમાણે નુકસાન – 36 લાખ ટન નુકસાન ગણી શકાય છે.
ભાવમાં નુકસાન
તમામ પાકનો સરેરાશ ભાવ એક કિલોના માત્ર રૂ. 25 ગણવામાં આવે તો નુકસાન 3000 કરોડથી રૂ. 9 હજાર કરોડનું નુકસાન ગણી શકાય તેમ છે.
એક કિલોના સરેરાશ 50 રૂપિયા ભાવ ગણવામાં આવે તો તે 3 ગણું ગણી શાકાય છે. મતલબ કે રૂ. 27 હજાર કરોડ સુધી નુકસાન હોઈ શકે છે.
શાક, ફળ, ફૂલ, મરી મસાલા પાકોને નુકસાન –
શાક, ફળ, ફૂલ, મરી મસાલાના પાકોનું કુલ વાવેતર 21 લાખ 60 હજાર હેક્ટરમાં 2 કરોડ 86 લાખ ટન આખા વર્ષનું ઉત્પાદન થાય છે. જે હેકટરે સરેરાશ 13 ટન પેદા થાય છે. જેના ભાવનો અને નુકસાનીનો અંદાજ માત્ર 10 ટકા ગણવામાં આવે તો 28 લાખ ટન ઉત્પાદન ઓછું થવાની શક્યતા મૂકી શકાય છે.
કમોસમી વરસાદને કારણે સીતાફળના સારા ઉત્પાદન પર વિપરીત અસર થઈ હતી.
ક્યાં વરસાદ
ગીર સોમનાથમાં કમોસમી વરસાદનું જોર: કોડીનાર
મગફળી અને સોયાબીન
25 ઓક્ટોબર 2025
6 દિવસ માવઠું થતાં મોટાભાગનો વિસ્તાર આવરી લીધો છે. ગુજરાતના દરિયાકાંઠા અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ
ભાવનગરમાં સીતાફળ ફાટી ગયા હતા, અને બાકીના ખરી ગયા હતા. જેથી 10 થી 20 ટકા જેવું નુકસાન થયું હતું.
27 ઓક્ટોબર 2025
નવસારી જિલ્લામાં ડાંગરના પાક 55 હજાર હેક્ટર વિસ્તારમાં કાપણી કરવાની હતી. ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. ભીંજાયેલ ડાંગર પૌવા મિલ કે રાઈસ મિલ (પ્રોસેસર) દ્વારા ઓછા ભાવે ખરીદવામાં આવશે.
કૃષિ વિભાગે 2025-25ના વાવેતર અને ઉત્પાદનના અંદાજો મૂક્યા હતા. પણ ચોમાસા પછીના કમોસમી વરસાદ, કરા, પવનને કારણે ભારે મોટું નુકસાન થાય એવા 3 વરસાદ આવી ગયા છે.
તેથી સરેરાશ 30 ટકા ઉત્પાદન મહત્વના પાકમાં થવાની શક્યતા ખેડૂતો જણાવી રહ્યા છે.
ડાંગર
ડાંગર 9 લાખ હેક્ટરમાં 22 લાખ ટન પાકવાનો અંદાજો કૃષિ વિભાગે મૂક્યા હતા. હેક્ટર દીઠ 2500 કિલો સરેરાશ ડાંગર પાકવાનો અંદાજ હતો.
બીજા ધાનનું વાવેતર
બીજા અનાજ 4 લાખ 78 હજાર હેક્ટર વાવેતર ચોમાસામાં થવાનો અંદાજ હતો.
8 લાખ 72 હજાર ટન અન્ય અનાજ પાકવાનો અંદાજ હતો. હેક્ટર દીઠ 2200 કિલો પાસે એવો અંદાજ હતો. જેમાં જુવાર, બાજરી, મકાઈ, રાગી, નાના અનાજ હતા.
કઠોળ
તુવેર, અડદ, મગ, મેથી સાથે કુલ 4 લાખ 60 હજાર હેક્ટમાં વાવેતર અને 4 લાખ 85 હજાર ટન ઉત્પાદનનો અંદાજ હતો. હેક્ટરે સરેરાશ 1950 કિલો કઠોળ પાકવાના હતા.
તેલીબિયાં
31 લાખ 77 હજાર હેક્ટરમાં તેલિબિયાના વાવેતર અને ઉત્પાદન 85 લાખ ટન અને હેકટરે સરેરાશ 2688 કિલો પાકવાના હતા.
મગફળી
22 લાખ હેક્ટરમાં 66 લાખ ટન પાકવાની હતી. હેકટરે સરેરાશ 2990 કિલો પાકવાની શક્યતા કૃષિ વિભાગે બતાવી હતી.
સોયાબિન
2 લાખ 87 હજાર હેક્ટરમાં વાવેતર અને 4 લાખ 71 હજાર ટન પાકવાની ધારણા હતા. હેકટરે ઉત્પાદન 1642 કિલો પાકે એવો અંદાજ હતો.
એરંડી
એરંડી પણ ખેતરમાં ઉભી છે. જે 6 લાખ 34 હજાર હેક્ટરમાં 14 લાખ 35 હજાર ટન થવાની ધારણા હતી. હેક્ટરે 2265 કિલો થાય તેમ હતી.
કપાસ
કપાસનું વાવેતર 21 લાખ 40 હજાર હેક્ટરમાં થવાની ધારણા છે અને 73 લાખ 38 હજાર ગાંસડી થઈ શકે તેમ હતો. હેક્ટરે 582.49 કિલો થવાની ધારણા હતી.
કપાસ પલળી જતા પીળો પડી ગયો છે. ઝીંડવા કાળા પડી ગયા છે. ગુણવત્તાના નામે કપાસના નમુનાઓ રિજેક્ટ કરવામાં આવે છે. તેમાં છૂટછાટો આપીને તમામ પ્રકારના કપાસની ખરીદી એક સરખા ભાવે કરે.
નુકસાન
મગફળીનો તૈયાર પાક પલળી જતા દાણો ચીમળાઈ જવા લાગ્યો છે જેના કારણે મગફળીની ગુણવત્તા ખરાબ થઈ ગઈ છે. કમોસમી વરસાદને કારણે કપાસની ચમક ફીકી પડશે અને તેના ભાવ પણ તળિયે જવાની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી હતી. માવઠાને કારણે ખેતરોમાં ભેજનું પ્રમાણ વધતા ફૂગજન્ય રોગો અને જીવાતોનો ઉપદ્રવ વધવાની પણ ભીતિ સેવાઈ રહી છે.
ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનો સર્વે હાથ ધરવાની અને ઝડપથી યોગ્ય સહાય ચૂકવવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે, આટલી મોટી આર્થિક નુકસાની સહન કરવી તેમના માટે અશક્ય છે અને જો સરકાર તરફથી સમયસર સહાય નહીં મળે તો તેઓ દેવાના ડુંગર નીચે દબાઈ જશે.
ખેડૂતોમાં ડીપ્રેસન લાવી દેતું ‘ડીપ્રેસન’. ખેડૂતોમાં ડીપ્રેસન લાવી દેતું ‘ડીપ્રેસન’.
અગાઉ ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદના મારથી બેહાલ થયેલા ખેડૂતોને માંડ રાહત મળી હતી, ત્યાં ફરી આર્થિક ફટકો પડ્યો.
પાકને ખેતરમાંથી લણણી કરવાનો જ સમય છે, ત્યારે જ કુદરત રૂઠી છે અને ખેડૂતોના ખેતરમાં કાપેલા પાક પર માવઠારૂપી પાણી ફરી વળ્યું છે તેનાથી માઠી હાલત થઈ છે.
વધારે વરસાદ
રાજ્યમાં સરેરાશ કરતાં 25 ટકા વધુ વરસાદ થયો હતો. સૌરાષ્ટ્રમાં 17 ટકા, દક્ષિણ ગુજરાતમાં 30 ટકા વધુ વરસાદ નોંધાયો હતો.
ેળાના ભાવ
કેળાના પાકને નુકસાન થતાં 7 રૂપિયામાં વેચાતા એક ડઝન કેળાનો ભાવ 50-60 રૂપિયા થયો. ખેડૂતો પાસેથી 20 કિલો કેળા માત્ર 100-140 રૂપિયાના ભાવે ખરીદવામાં આવ્યા.
ખેડૂત સંગઠનોની માંગણી
•સેટેલાઈટના માધ્યમથી નુકસાનીનો ઝડપી સર્વે કરવામાં આવે.
•સર્વેના આધારે ખેડૂતોને તાત્કાલિક આર્થિક વળતર ચૂકવવામાં આવે.
• ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા
• ગુજરાતમાં જે પાક વીમા યોજના બંધ કરી દેવામાં આવી છે, તેને ફરીથી શરૂ કરવામાં આવે.
• પ્રતિ હેક્ટર જમીન ધોવાણ માટે ઓછામાં ઓછા રૂા.1 લાખ આપવા
• ટેકાના ભાવ કરતાં વધારે ભાવ આપીને કપાસની તાત્કાલિક ખરીદી કરવા ખેડૂતોએ કરી માંગ કરી હતી.
દિવેલા અરંડી
દિવેલા જેવા પાકને ખાસ કંઇ અસર થશે નહીં.
પશુનો ચારો
પશુઓના ઘાસચારા માટે પરાળ ખેતરોમાં પલળી ગયા હતા. પશુ માટેનો ઘાસચારો કોહવાઈ જવા લાગ્યો.
ડાંગરનું પરાળ ભીનું થઈ જતા પશુના ઘાસચારાની અછત સર્જાશે.
બિયારણો ખાતર
મોંઘા બિયારણ, ખાતર, પાણી અને મજૂરીથી મહામુલી મોલાતનો નાશ થતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બન્યા છે.
એપીએમસી
નુકસાનથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક, તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા, ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહી તે મુજબ સુરક્ષિત રાખવા, એપીએમસીમાં અનાજ અને ખેતપેદાશો ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ તાકીદ કરી છે.
તારાપુર માર્કેટયાર્ડમાં હરાજીનું તમામ કામકાજ બંધ રાખવામાં આવ્યું.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે 10 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. સૌથી વધુ વઢવાણ, ચુડા અને સાયલામાં એક ઇંચ ખાબક્યો છે. ધ્રાંગધ્રા, પાટડી, લખતર, ચોટીલા, થાન અને લીમડી પંથકમાં પણ ઝરમર વરસાદ નોંધાયો.
કપાસના ઝીંડવાનો ફાલ ખરી પડ્યો હતો. શાકભાજીના વાવેતરમાં અગ્રેસર વઢવાણ તાલુકામાં ખેડૂતોએ લીલા મરચા, રીંગણ, તુરીયા જેવા શાકભાજીના ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાક નિષ્ફળ ગયો.
કૃષિ પાકો વેચવાના સમયે હાલત કફોડી બનાવી દીધી છે.
28 તારીખ
28 તારાખે સાંજે 6 સુધીમાં રાજ્યના 119 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.
ગુજરાતમાં સરેરાશ ૩ ઈંચ અને 29 તારીખે અર્ધાથી પોણો ઈંચ સાથે રાજ્યમાં આજ સુધીમાં કૂલ 44 ઈંચથી વધુ નોંધાયો છે. 251 તાલુકામાંથી
માર્ગો
રાજ્યના 41 માર્ગો વરસાદથી શિયાળે બંધ કરાયા હતા.
વડોદરાની આસપાસના હાઇવે પર ફરી એક વાર ખાડાઓ પડી જતાં પોરથી બામણગામ વચ્ચે 4 કિલો મીટર ટ્રાફિક જામ થઇ રહ્યો છે અને વાહનચાલકો ખૂબ જ પરેશાની વેઠી રહ્યા છે.
અગાઉ નેશનલ હાઇવે ઓથોરિટીની જવાબદારી બનતી હોવા છતાં વડોદરા શહેર પોલીસે કાર્પેટિંગ કરાવી તેમજ ટીમો મૂકીને ટ્રાફિકની સમસ્યા હળવી કરી હતી.
વીજળી
26 હજાર વીજળીના થાંભલાને નુક્શાન. 18 હજાર ગામોના વીજળી જતી રહી હતી.
વડોદરા શહેરમાં 16 જગ્યાએ કેબલ ફોલ્ટ. 20 હજાર ઘરોમાં અંધારપટ. વડોદરા શહેરમાં વીજ કંપનીની હેલ્પ લાઈન પર આખી રાત ફોન કોલ્સ હતા. 1200 ફરિયાદ વીજ કંપનીને મળી હતી. ગોરવા અને સરદાર એસ્ટેટ સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં બે ટ્રાન્સફોર્મર બગડી ગયા.
દરિયો – માછીમારો
ગુજરાતનો દરિયો તોફાની બનતા અને ડિપ્રેસન ઉભું થયું હતું. રાજ્યના તમામ બંદરોએ ભયસૂચક સિગ્નલ એલ.સી. 3 લગાવાયા હતા. દરિયો નહીં ખેડવા ચેતવણી છે.
ખરાબ હવામાને સમુદ્ર ખેડૂતો મધદરિયેથી અનેક બોટો લઈ પરત ફર્યા.
પોરબંદર, ઓખા, વેરાવળ, માંગરોળ, જાફરાબાદ સહિત દરિયાઇ પટ્ટી પર આવેલા બંદરો પર 40 હજાર બોટ પરત આવી હતી. માછીમારો પર આર્થિક સંકટ છે.
ચોમાસાના 4 મહિના ધંધા બંધ રહ્યા બાદ, 15 ઓગસ્ટ 2025થી ગુજરાતમાં માછીમારી શરૂ થઈ હતી. તેના અઢી મહિના દરમિયાન માછીમારોને ખરાબ હવામાન અને ચક્રવાતની ચેતવણીના કારણે ખૂબ મોટું નુકશાન થયું. મજૂરોને પગાર ડીઝલ સહિતના ખર્ચ માથે પડ્યા
તંત્ર
કર્મચારીઓએ તેની કચેરીનું મખ્ય મથક નહીં છોડવા આદેશ કરાયા. એસડીઆરએફની 5 ટીમ તૈનાત છે, એનડીઆરએફની 15 ટૂકડીઓ તૈયાર રખાઈ હતી.
બચાવ કામગીરી
વેરાવળ પાસે હિરણ નદીના પૂલ પાસે ભારે વરસાદ દરમિયાન ઝૂંપડાઓમાં પાણી ઘૂસી જતાં 30નું રેસ્ક્યૂ કરી શાળામાં સ્થળાંતરિત કરાયા.
અમરેલીના રાજુલામાં કુંભનાથ સુખનાથ મહાદેવની આજુબાજુના તમામ રહેણાક મકાનોમાં પાણી ઘુસી ગયા.
મહુવાના જનતા પ્લોટ વિસ્તાર, નૂતન નગર મિલની ચાલી, ખારના જાપા વિસ્તાર સહિતના નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં પણ ઘુસી ગયા હતા.
રાજુલા-અમરેલીથી અહેવાલ મૂજબ તાલુકાના ઉચૈયા ગામેથી બાળકો-ખેતમજૂરો સહિત 50, ભયાદરથી 50 અને ધારાનાનેસ ગામેથી 70 લોકોને પૂરમાં તણાતા બચાવાયા છે. લોકોનું સ્થળાંતર કરીને પ્રાથમિક શાળામાં આશ્રય અપાયો.
રાજુલાના સમઢીયાળા વિસ્તારમાં પૂર ફરી વળતા એક સગર્ભા મહિલા ફસાઈ હતી જેને જે.સી.બી.ની મદદથી પૂરની બહાર કાઢી હોસ્પિટલે ખસેડાયેલ છે.
રામપરા કોઝવે પર દૂધની ગાડી અને પીપાવાવ પોર્ટમાં પૂરથી રામપરા ગામે દૂધ ભરેલો ટેમ્પો વોકળામાં તણાયો હતો. જે બન્નેના ડ્રાઈવરને દોરડાં વગેરેની મદદથી ગ્રામજનોએ બચાવ્યા હતા.
લાઠીના ઠાંસા ગામે સામતભાઈ વજાભાઈનું મકાન ધરાશાયી થયું હતું. કુંભનાથ સુખનાથ મહાદેવ મંદિર આસપાસ મકાનોમાં પાણી ઘુસી ગયા હતા.
ભાવનગરના શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલા કેસરીયા હનુમાન મંદિર નજીક કંસારાના નાળા પાસેના કેટલાક મકાનોમાં પણ પાણી ઘુસી ગયા.
રણમાં ફસાયા
વછરાજ દાદાના દર્શને ગયેલા 70 લોકો 29 ઓક્ટોબરે પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામ નજીક આવેલા રણમાં ફસાયા હતા. એક ખાનગી લકઝરી બસ અને પાંચથી છ કારમાં સવાર હતા. કાદવમાં ફસાયેલા લોકો અને વાહનોને ગ્રામજનો તથા મંદિરના સ્વયંસેવકોએ ટ્રેક્ટરની મદદથી બહાર કાઢ્યા હતા. જમવાની વ્યવસ્થા પણ પુરી પાડી હતી.
પુલ – માર્ગો
ભાવનગરના વલ્લભીપુરમાં પાણીના ભારે તાણ વચ્ચે પચ્છેગામ-હળીયાદ વચ્ચેના નાળા તુટી જતા ખેડૂતો પોતાના ખેતરે પણ જઈ શક્યા ન હતા અને અવર-જવર બંધ કરી હતી. ઘેલો નદીમાં વ્યાપક પાણીની આવક થતા ડાયવર્ઝનને પણ નુકસાન થવા પામ્યું હતું.
નદીઓ
કમોસમી વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.
ગીર-સોમનાથમાં સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ હતી.
બંધ બન્યો જોખમી
સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે ક્ષાર નિયંત્રણ માટે બનાવેલા ડેમનો દરવાજો વરસાદ સમયે જ ન ખુલતાં આસપાસની 2 હજાર વીઘા જમીનમાં પાણી ધસી જતાં ખેતરો તળાવોમાં તબદિલ થઇ ગયા હતા. ખેડૂતોના ઉભા મોલનો નાશ થઇ ગયો હતો.
ધાતરવડી નદી ઉપર ડેમ નંબર 2ના 35માંથી 19 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેથી ધાતરવડીમાં બે કાંઠે પાણી આવ્યું હતું. ડેમના સત્તાવાળાઓને સસ્પેન્ડ કરવા માંગણી ઉઠી છે.
મોરબી
મોરબીનો મચ્છુ ડેમ ઓવરફ્લો
ડાંગર
ખેતરોમાં ઊભા ડાંગરના પાકને વરસાદ અને પવનને કારણે નુકસાન થયું છે. જ્યારે લણણી કરીને વેચાણ માટે ખેતરમાં અથવા ખળામાં રાખેલા ડાંગરના ઢગલા પણ વરસાદના પાણીમાં પલળી ગયા છે, જેના કારણે ગુણવત્તા બગડી છે.
યોગ્ય ભાવ નહીં મળે. લાભ પાંચમથી માર્કેટ યાર્ડ ખુલતા જે ખેડૂતો ડાંગર વેચવા ગયા છે, તેમને પણ ઓછા ભાવ મળવાની સંભાવના છે.
ખેડા
ખેડા જિલ્લામાં 3 દિવસ સૌથી વધુ ગળતેશ્વર તાલુકામાં વરસાદથી 20 ગામમાં 2000થી વધુ વીઘામાં ડાંગરનો સોથ વળ્યો. કાપણી કરેલી ડાંગર પર પાણી ફરી વળતા ખેતરમાં તરતી થઈ.
આણંદ
ચરોતર પંથકમાં હાલ ખેતરોમાં ડાંગરની કાપણી કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં દોઢ ઈંચ કમોસમી વરસાદ 50 હજાર હેક્ટરમાં ડાંગરના પાકને નુકસાન. ડાંગરની કાપણી કરી બજારમાં વેચાણ માટે મુકવાની હતી.
અમદાવાદ
અમદાવાદ જિલ્લામાં ગુજરાતમાં સૌથી વધારે ડાંગર પાકે છે. ખેતરોમાં ઊભા ડાંગર અને લણણી કરીને રાખેલા ડાંગરના ઢગલા પલળી જતા મોટું નુકસાન થયું. બાવળા, ધોળકા, સાણંદ, ધંધુકા અને દસક્રોઇ સહિતના અમદાવાદ ગ્રામ્યના વિસ્તારોમાં વરસાદથી ખેતીને મોટો ફટકો પડયો છે.
બાલાસિનોર
મહિસાગર જિલ્લામાં ખેતરમાં ઉભેલા ડાંગર, કપાસ અને તમાકુંના પાકને સૌથી વધારે નુકસાની થઇ છે.
મોત
જામનગરના કાલાવડના ડુંગરાળી દેવળીયા ગામે વીજ કરંટથી ખેડૂત દંપતી સહિત 3ના મોત થયા. વાડીના તબેલામાં કામ કરતા હતા ત્યારે બનાવ.
મૂર્તિ પાણીમાં
ગીર-સોમનાથમાં સરસ્વતી નદીમાં પૂર આવતાં માધવરાય ભગવાનના મંદિરના ગર્ભગૃહમાં પૂરના પાણી ઘૂસી જતાં પ્રતિમા ઉપર પણ 8થી 10 ફૂટ જેટલું પાણી ફરી વળ્યું. દર્શન અને પૂજા-અર્ચના બંધ કરાઈ.
ચેતવણી
યલો ઍલર્ટ
30 ઑક્ટોબર દરિયાકાંઠાના વિસ્તાર ભાવનગર, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, વડોદરા, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલો ઍલર્ટ છે.
ઓરેન્જ એલર્ટ
5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું જેમાં ગીર-સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, સુરત અને નવસારી
વરસાદ એલર્ટ
પોરબંદર, જૂનાગઢ, બોટાદ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું હતું.
અતિવૃષ્ટિ સહાય
અતિવૃષ્ટિ સહાયના ભંડોળ ચુકવાયા નથી
2024ના જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ માટે સરકારે અનુક્રમે 319 કરોડ અને 1450 કરોડ એમ કુલ મળીને 1769 કરોડની જાહેરાત તો કરી દીધી, પણ વાસ્તવમાં સરકારે 1769 કરોડમાંથી 500 કરોડ પણ ચૂકવ્યા નથી.
2024ની સહાય
ઓક્ટોબર 2024માં આવેલ માવઠા માટે સરકારે આ માવઠાના 10 મહિના સુધી પેકેજ પાઈપ લાઈનમાં છે એવું જ કહ્યા રાખ્યા બાદ જ્યારે ઓગષ્ટ 2025માં આ પેકેજ જાહેર કર્યું ત્યારે માત્ર 6 જિલ્લાઓ માટે જ જાહેર કર્યું અને એ પણ માત્ર કપાસના પાક માટે જ પેકેજ જાહેર કર્યું.
શાકભાજી
શાકભાજી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
શાકભાજીમાં છોડ ઉપરના ફૂલો ખરી પડવાથી પાક નુકસાની થવાનો ભય છે.
અગાના વરસાદ
4 મે 2025
અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ઉનાળાની ઋતુમાં માવઠું થતાં ખેતી અને બાગાયતી પાકને ભારે નુકસાન
5 મે 2025
ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો. હવામાન વિભાગે એ આગામી પાંચ દિવસમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થયો
6 મે 2025
ઉત્તર ગુજરાતમાં માવઠું, 168 તાલુકામાં વરસાદ ખાબક્યો
10 મે 2025
કમોસમી કહેર વરસતા તલ, બાજરી, મગ સહિતના પાકને નુકસાન થયું
17 મે 2025
15 માર્ચ 2015માં વરસાદ
સોમનાથના તાલાલામાં માવઠા અને પવનથી કેરીના પાકને ગંભીર અસર કરી છે. કેરી ખરી પડી તેથી
પાકમાં 50% નુકસાન, પપૈયામાં 20%, કેળામાં 15%, તલમાં 40% અને ડાંગરમાં 15% નુકસાન નુકસાનનો અંદાજ હતો.
29 સપ્ટેમ્બર 2025
સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં પાછોતરો વરસાદથી વેરેલા વિનાશથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું
ધારાસભ્યનો પત્ર
ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી ધ્રાંગધ્રા-હળવદ કમોસમી વરસાદને કારણે વિસ્તારના જુવાર, મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે. સરકાર તાત્કાલિક રાહતની જાહેરાત કરે.
ગુજરાતી
English



