9 એપ્રિલ 2021
કોફી ડે એન્ટરપ્રાઇઝિસ (સીડીઇએલ) દ્વારા માર્ચ ક્વાર્ટરમાં દેવાની ચુકવણીમાં ડિફોલ્ટની જાહેરાત કર્યા પછી ભારતીય ધિરાણદાતાઓ દેવાની પતાવટ માટે કંપનીને એનસીએલટીમાં લઈ જવાનું વિચારી રહ્યા છે. જો પ્રક્રિયા થશે તો કંપની નાદાર જાહેર થઇ શકે છે.
માર્ચ 2021ના ક્વાર્ટરમાં સ્ટોક એક્સચેંજને અપાયેલી માહિતી મુજબ સીડીઇએલ પર કુલ રૂ. 280 કરોડનું બાકી દેવું છે. કંપનીએ લોનની ચુકવણીમાં વિલંબ પાછળ રોકડની તંગીનું ઉદાહરણ આપ્યું છે. કંપની પર કુલ 518 કરોડ રૂપિયાનું દેવું છે. લૅનડર્સે તેમની બાકી રકમ વસૂલવા માટે કંપનીની પેટાકંપનીઓના મોર્ટગેજ શેરને રિડીમ કર્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીના તેના ફ્રન્ટ એન્ડ વેન્ડીંગ મશીન તથા સ્ટોર એસેટ ટાટાને વેચવા માટે યોજના બનાવી રહી હતી પરંતુ તે અટવાઈ પડી છે. વર્તમાન મેનેજમેન્ટ દ્વારા વધુ કિંમત માંગવામાં આવતા હાલ મંત્રણા સ્થગિત કરાઈ છે.
સોદા સાથે જોડાયેલ સૂત્રોએ જણાવ્યું હતું કે વેલ્યુએશનમાં 1000 કરોડ રૂપિયાનું અંતર છે. જો કંપની NCLTમાં જશે તો તેનો અર્થ એમ થશે કે ઇકિવિટી શેરધારકો માટે વેલ્યુએશન શૂન્ય થઇ જશે અને લેન્ડર્સને ભારે નુકશાન થઇ શકે છે. કંપનીના શેરના કારોબાર પર અગાઉથી જ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.