ગંભીરા પુલ દુર્ઘટના, બ્રિજની તપાસ, જોખમી પુલ,

ગંભીરા પુલ દુર્ઘટના

ગંભીરા બ્રિજ 2022માં જ તૂટી ગયો હતો, પણ કોઈએ ધ્યાન ન આપ્યું, વડોદરા જિલ્લા પંચાયતના કૉંગ્રેસના સભ્ય હર્ષદસિંહ પરમાર.

10 જુલાઈ 2025
પાછલાં અમુક વર્ષોમાં ગુજરાત કેટલીક દુ:ખદ ઘટનાઓનું સાક્ષી બન્યું છે, આ યાદીમાં 9 જુલાઈએ વહેલી સવારે વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડતાં વધુ એક દુર્ઘટના ઉમેરાઈ છે.

વડોદરાના પાદરા અને આણંદ જિલ્લાને જોડતા આ મહત્ત્વપૂર્ણ બ્રિજનો વચ્ચેનો એક મોટો સ્લેબ તૂટી પડતાં બે પિક-અપ વાન, બે ટ્રક અને રિક્ષા સહિતનાં વાહનો ઘણી ઊંચાઈએથી નદીમાં પડ્યાં હતાં.

અત્યાર સુધી આ વાહનોમાં બેઠેલા અને દુર્ઘટનાનો ભોગ બનેલા 20 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે. જ્યારે ચાર લોકો હજુ ગુમ છે. ઉપરાંત પાંચ ઈજાગ્રસ્ત છે.

સમગ્ર મામલે હવે સરકારી તંત્ર સામે ‘પુલની જાળવણી અને સમારકામમાં ગંભીર બેદરકારી’ના આરોપ લાગી રહ્યા છે.

સરકાર સામે આ મામલે વડોદરા જિલ્લા પંચાયતના કૉંગ્રેસના સભ્ય હર્ષદસિંહ પરમારે દાવો કર્યો છે કે તેઓ ગંભીરા પુલ ‘જર્જરિત’ હોવાની દુર્ઘટનાનાં લગભગ ત્રણ વર્ષ પૂર્વે સરકારમાં રજૂઆત કરી ચૂક્યા છે.
હું જ્યારે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યો તેની તુરંત બાદ મેં આ બ્રિજ અંગે રજૂઆત કરી હતી. ચાર ઑગસ્ટ 2022ના રોજ વડોદરાના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ અને રસ્તા તથા બાંધકામ ડિવિઝનને મુજપુરસ્થિત ગંભીરા બ્રિજ અત્યંત ગંભીર અને ખૂબ જર્જરિત હાલતમાં હોવાની રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં મેં તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ અને યોગ્ય પગલાં ભરી ટેસ્ટ રિપોર્ટ જાહેર કરવા સૂચન કર્યું હતું.
આ રજૂઆત બાદ કલેક્ટરે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને યોગ્ય પગલાં ભરવા માટે ખાસ સૂચન કર્યું હતું.

હર્ષદસિંહ પરમારનો આરોપ છે કે કલેક્ટરના સૂચન બાદ આ મામલે કોઈ પગલાં લેવાયાં નહોતાં.
આ બ્રિજ આજે નથી તૂટ્યો, પરંતુ 2022માં જ્યારે અમે સૌ આગેવાનોએ ભેગા મળીને રજૂઆત કરી હતી એ સમયે જ તૂટી ગયો હતો.

આજ દિન સુધી સરકારના કોઈ અધિકારી દ્વારા આ બ્રિજની કોઈ સ્થળતપાસ કરવામાં આવી નથી. આ એક માનવસર્જિત ઘટના કહી શકાય. સરકારી કર્મચારીઓની સામેલગીરીને કારણે જ આ ઘટના બની છે.

દુર્ઘટનાગ્રસ્ત બ્રિજની નજીકના એકલબારા ગામના સરપંચ ધનજીભાઈ પઢિયારે ઘટના બન્યા બાદ તરત ઘટનાસ્થળે પહોંચેલા લોકો પૈકી એક હતા.

તેમણે ઘટના બની ત્યારે શું થયું હતું એ અંગે વાત કરતાં કહ્યું હતું કે, “બ્રિજ તૂટ્યાની પાંચ મિનિટમાં જ આ બનાવની મને ખબર પડી ગઈ હતી, કારણ કે હું અહીં પાસે જ રહું છું.”
“ઘટના બાદ હું જ્યારે અહીં તાત્કાલિક પહોંચ્યો ત્યારે મેં જોયું કે બ્રિજ તૂટીને નદીમાં પડી ગયો છે, બ્રિજ પરનો વાહનવ્યવહાર બિલકુલ બંધ થઈ ચૂક્યો હતો. બાદમાં મેં આ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને હાલના ધારાસભ્યને જાણ કરી. અને તેમને તંત્રને આગળ આ મામલાની જાણ કરવા કહ્યું.”

ધનજીભાઈ પઢિયારે કહ્યું કે, “બ્રિજ તૂટી પડતાં ચારથી પાંચ વાહનો પણ પડ્યાં હતાં.”

તેમણે પણ બ્રિજની ‘જર્જરિત હાલત’ અંગે પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે, “બ્રિજ જર્જરિત અવસ્થામાં હતો એ તંત્ર અને બધા જાણતા હતા. જો તંત્રે પહેલાંથી આ બાબતે થોડું ધ્યાન આપ્યું હોત તો લોકોનાં મૃત્યુ થયાં ન હોત.”

પુલ તૂટી પડતાં નદીમાં જ્યાં વાહનો પડ્યાં હતાં ત્યાં પણ ધનજીભાઈ પહોંચ્યા હતા.

તેમણે નદીની વચ્ચોવચ જોવા મળેલા વિનાશના દૃશ્ય અંગે વાત કરતાં કહ્યું કે, “ત્યાં વાહન એકબીજા પર પડ્યાં હતાં. આ વાહનોમાં રહેલા ઘણા લોકો બૂમો પાડી રહ્યા હતા. એકલબારા અને મુજપુરના સ્થાનિકોએ લોકોને બચાવવાના સૌથી વધુ પ્રયત્નો કર્યા.”

સરકારની પ્રેસનોટમાં જણાવાયું છે એ પ્રમાણે, “આ દુર્ઘટના માટે ચીફ એન્જિનિયર- ડિઝાઇન તથા દક્ષિણ ગુજરાતના ચીફ એન્જિનિયર ઉપરાંત પુલ નિર્માણના બે નિષ્ણાતો અને બે ખાનગી એન્જિનિયરોની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બ્રિજ તૂટી પડવાનાં કારણો તથા અન્ય ટેકનિકલ બાબતોની તપાસ હાથ ધરીને અહેવાલ આપવાની સૂચના આપવામાં આવી છે.”

બ્રિજ અગાઉથી જ જર્જરિત હતો અને તેનું ઇન્સ્પેક્શન યોગ્ય રીતે ન થયાના આરોપોનો જવાબ આપતાં પાદરાના ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, “આ તો વિરોધીઓનું કામ છે આરોપો કરવાનું.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “આ બ્રિજની નિયમિતપણે તપાસ થતી હતી અને છેલ્લા ઇન્સ્પેક્શનમાં આ બ્રિજ પર કોઈ જોખમ હોય તેવું જણાયું નહોતું. છતાં આ જે દુર્ઘટના ઘટી છે, એ દુ:ખદ છે અને તેનાં કારણોની તપાસના આદેશ સરકારે પહેલાંથી જ આપી દીધા છે. તપાસ બાદ વધુ ખબર પડશે.”

વડોદરાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર નૈનેશ નાઇકાવાલાએ ઇન્ડિયન ઍક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “ઇન્સ્પેક્શન બાદ જે યોગ્ય મરામતનું કામ કરવું જોઈતું હતું એ અમે કર્યું જ હતું. એ વખતે બ્રિજ પર કોઈ જોખમ હોવાનું અમને જણાયું નહોતું.”

ગંભીરા બ્રિજના બે ટુકડા થયાં બાદ કલેકટર સહિતના અધિકારીઓ પુલોની તપાસમાં નીકળ્યાં‎
ગંભીરાની ઘટના બાદ ફરી એક વખત રાજયમાં જર્જરિત અને જોખમી પુલના નિરિક્ષણની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચ અને નર્મદામાં કલેકટર, એસડીએમ તથા ગાંધીનગરથી આવેલાં નિષ્ણાંતોની ટીમોએ વિવિધ બ્રિજની મુલાકાત લીધી હતી.

મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કમિટી દ્વારા તપાસ આરંભાઇ

વડોદરા જિલ્લાના પાદરા (VADODARA – PADRA) તાલુકામાં મહીસાગર નદી પર આવેલો મુજપુર ગંભીરા બ્રિજ તૂટી (GAMBHIRA BRIDGE COLLAPSE) પડ્યો હતો. આ બ્રિજ આણંદ અને વડોદરાને જોડે છે, જે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધીના ટ્રાફિક માટે મહત્વનો હતો.આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 સુધી પહોંચ્યો છે, જ્યારે બ્રિજ પરથી બે ટ્રક, બે કાર, એક રિક્ષા, અને એક પિકઅપ વાન મહીસાગર નદીમાં ખાબક્યાં હતાં. એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ.ની ટીમ દ્વારા રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે તેમજ નદીમાં ગરકાવ વાહનોને બહાર કાઢવાની કામગીરી આજ સવારથી કરવામાં આવી રહી છે. વાહનો બહાર નીકળવા માટે નદીના કાંઠે રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

પોલીસ, ફાયર બ્રિગેડ, અને બચાવ ટીમો ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ
જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા સ્થળ પરથી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી રાહત અને બચાવની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. દુર્ઘટનાની તપાસ માટે છ સભ્યોની કમિટી રચવામાં આવી છે જે સ્થળ પર ઉપસ્થિત રહી જરૂરી તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ, અને બચાવ ટીમો ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે. એક ટ્રક બ્રિજની ધાર પર અટકી ગઈ હતી, જેને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ, ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા સહિતના અધિકારીઓ/પદાધિકારીઓ સ્થળ પર ઉપસ્થિત છે.

ફરજમોકૂફ કરવામાં આવ્યાં

નિષ્ણાંતોની એક ટીમને આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર-ગંભીરા પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી.

નિષ્ણાંતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલાં અધિકારીઓ શ્રી એન. એમ. નાયકાવાલા, કાર્યપાલક ઇજનેર, શ્રી યુ.સી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર અને શ્રી આર.ટી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર તથા શ્રી જે.વી.શાહ, મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ
કર્યો છે.

આ ઉપરાંત, રાજ્યના અન્ય પુલોની સલામતી ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ મુખ્યમંત્રીશ્રીએ આપી છે.

બ્રિજ તૂટી પડવા મામલે સરકારે 6 સભ્યોની તપાસ કમિટી બનાવી
આ મામલે હવે તપાસ માટે સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી બ્રિજ તૂટી પડવાનાં કારણો, ક્ષતિ અને બેદરકારી અંગે તપાસ કરશે.

તપાસ કમિટી બનાવી

વડોદરા ગંભીરા બ્રિજ અકસ્માતને લઈ સરકારે કમિટીની રચના કરી બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવાઈ
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુરા ગામ નજીક મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડતા 20 થી વધુ લોકોનાં મોત નીપજ્યા છે જ્યારે 5 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ મામલે હવે તપાસ માટે સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી બ્રિજ તૂટી પડવાનાં કારણો, ક્ષતિ અને બેદરકારી અંગે તપાસ કરશે.

વિપક્ષ અને નાગરિકો દ્વારા જવાબદાર સરકારી વિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે અને અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનાં ગંભીર આરોપ પણ કરાયા છે. વિપક્ષી નેતાઓએ બ્રિજ તૂટી પડવા અંગે વેધક સવાલો કરી રાજ્યની ભાજપ (BJP) સરકારને ઘેરવાનો પ્રયાસ પણ કર્યો છે. ત્યારે હવે આ મામલે તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે.

દુર્ઘટના અંગેનો 30 દિવસમાં સંપૂર્ણ અહેવાલ કમિટી સરકારને સોંપશે. અન્ય કોઈ બ્રિજ પડવાની દુર્ઘટના ભવિષ્યમાં ફરી ન બને તે માટે પણ કમિટી સૂચનો આપશે. માર્ગ મકાન વિભાગનાં (Road Construction Department) અધિક સચિવ, મુખ્ય ઇજનેર સહિતનાં અધિકારીઓનો આ તપાસ કમિટીમાં સમાવેશ કરાયો છે.

ગંભીરા બ્રિજ : ટેસ્ટ કરવા જરૂરી

પુલ પડ્યો એ પહેલાં કેવા ટેસ્ટ કરવા જરૂરી હતા અને દુર્ઘટનાનાં કારણો શું હોઈ શકે?
ગંભીરા બ્રિજ, આણંદ, વડોદરા, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પુલ, બ્રિજ, તૂટી ગયો, મોત, રસ્તા,ખાડા, ગાબડા, ભુવા, ગુજરાત સરકાર, ભુપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, અમિત શાહઇમેજ

વડોદરામાં મહી નદી પર આવેલો ગંભીરા બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો અને આ દુર્ઘટનામાં 15 લોકોનાં મૃત્યુ થયાં છે.

આ ઘટનામાં વધુ પાંચ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે ચાર લોકો હજુ ગુમ છે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય તરફથી અપાયેલી પ્રેસનોટ પ્રમાણે આ દુર્ઘટના અંગે તપાસના આદેશ આપી દેવાયા છે.

હવે સવાલ એ થાય છે કે બ્રિજ કેમ તૂટે છે? બ્રિજમાં ગાબડાં કેમ પડે છે? ગુજરાતમાં ગંભીરાની માફક અન્ય ઘણા બ્રિજ છે જૂના થઈ ગયા છે અને તેની ફિટનેસ અંગે પ્રશ્નો છે.

આ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે શું થવું જોઈએ? આ પ્રકારના પુલો તૂટી પડવા પાછળનાં કારણો અને પરિબળો કયાં છે?

નિષ્ણાતો પ્રમાણે માનવનિર્મિત દરેક બાંધકામને નિયમિતપણે સમારકારની જરૂર પડતી જ હોય છે. પરંતુ જે પ્રકારે આ બ્રિજ તૂટી પડ્યો છે તે જોતાં લાગે છે કે બ્રિજ દેખરેખ અને તેની જાળવણીમાં ‘બેદરકારી’ રાખવામાં આવી હશે.

ગુજરાત સરકારમાંથી નિવૃત્ત એન્જિનિયર બાબુભાઈ વી. હરસોડા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે ગંભીરા બ્રિજનાં જે પ્રકારનાં દૃશ્યો જોવાં મળે છે, તે જોઈને લાગે છે કે આ બ્રિજનું સમયાંતરે ઇન્સ્પેક્શન અને યોગ્ય મેન્ટનન્સ નહીં થયું હોય.

તેમણે જણાવ્યું, “ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ તો પુલોનું સ્ટ્રક્ચરલ ઇન્સ્પેક્શન થવું જોઈએ. વર્ષમાં બે વખત તો ઓછામાં ઓછું ઇન્સ્પેક્શન થવું જ જોઈએ. તે માટેની જવાબદારી સરકારના માર્ગ અને બાંધકામ વિભાગના અધિકારીની છે.”

“ઇન્સ્પેક્શનમાં જો તેમને આ બ્રિજ ભયજનક માલૂમ પડે તો તેનો વપરાશ બંધ કરવો જોઈએ, અથવા તો મોટાં વાહનો માટે આ બ્રિજ બંધ કરવો પડે.”

સ્ટ્રક્ચરલ એન્જિનિયર બીરેન કંસારા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “આ બ્રિજ આટલાં વર્ષો સુધી અડીખમ ઊભો હતો એટલે તેની ડિઝાઇનિંગ કે કન્સ્ટ્રક્શન પર સવાલ નથી, પરંતુ યોગ્ય મેન્ટનન્સના અભાવે આવું થયું હોવાની શક્યતા છે.”

સ્ટ્રક્ચરલ એન્જિનિયર મુકેશ મજિઠિયાના મત પ્રમાણે, “ઇન્ડિયન રોડ કૉંગ્રેસના મૅન્યુઅલમાં SP 40 કોડમાં તેની વિસ્તૃત જાણકારી છે. આ માપદંડોને ધ્યાને લેવા જોઈએ.”

જોકે, તેમણે આ વિશે એટલું જ કહ્યું કે આ ટેકનિકલ વિષય છે અને તેમાં શું થયું છે તેની પૂરતી જાણકારી વગર કોઈ પ્રતિક્રિયા ન આપી શકાય.

ગંભીરા બ્રિજ : 10 તસવીરમાં જુઓ વડોદરામાં મહી નદીનો પુલ તૂટ્યા બાદ કેવી સ્થિતિ થઈ?
બી. વી. હરસોડા જણાવે છે, “પ્રાપ્ત થઈ રહેલી માહિતી પ્રમાણે આ ‘બ્રિજની નબળાઈ’ વિશે કેટલાક લોકોએ સરકારના યોગ્ય અધિકારીઓને જાણ કરી હતી, પરંતુ તેમણે કોઈ જ તકેદારી રાખી નહીં, ન કોઈ પગલાં લીધાં.”

તેઓ કહે છે કે “સૌથી નીચે વર્ક આસિસ્ટન્ટ હોય છે. તેઓની ફરજ છે કે તેમને સોંપેલા વિસ્તારમાં તેમણે આ પ્રકારનાં બાંધકામોનું સતત નિરીક્ષણ કરવું. તેમના ઉપર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર હોય છે. તેમનું કામ પણ વર્ક આસિસ્ટન્ટ તેમને જે રિપોર્ટ આપે તેના પર ધ્યાન આપવાનું હોય છે અને તેમના ઉપરી અધિકારીને તેની જાણકારી આપવાની હોય છે. તેમના ઉપર આવે છે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર. તેમની જવાબદારી રિપોર્ટ થયેલી બાબતોના નિરાકરણની છે.”

નવસારીના સ્ટ્રક્ચરલ એન્જિનિયર બીરેન કંસારા કહે છે, “બ્રિજના સળિયા ખવાઈ ગયા છે. કૉંક્રિટ ધોવાઈ ગયું છે. હેવી લોડ લઈ શકે તેવી સ્થિતિમાં આ બ્રિજ નહોતો એવું લાગે છે. તેથી વારંવારના જર્કને લીધે બ્રિજથી લોડ સહન ન થયો એવું બની શકે.”

સમગ્ર બાબતે માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર એ. એચ. ગઢવીએ બીબીસી ગુજરાતીના સંવાદદાતા શ્યામ બક્ષી સાથેની વાતમાં જણાવ્યું હતું કે “સમાંયતરે બ્રિજનું રૂટિન ઇન્સ્પેક્શન કરાતું જ હોય છે. વરસાદ પહેલાં પણ બ્રિજનું પ્રિમોનસૂન ઇન્સ્પેક્શન કરાય છે. જે મોટા ભાગે એપ્રિલ-મે મહિનામાં પૂર્ણ કરાય છે. કોઈ પણ બ્રિજનું ઇન્સ્પેક્શન તેની ડિઝાઇન સહિતની બાબતોને ધ્યાને રાખીને થતું હોય છે તેનું એક ફૉર્મેટ હોય છે. અને તપાસ બાદ અહેવાલ તૈયાર થાય છે. અને તેમાં કોઈ ફૉલ્ટ નીકળે તો તેનું સમારકામ કરાય છે. ફૉલ્ટનું સમારકામ કેટલા સમયમાં પૂર્ણ થાય તે ફૉલ્ટ કેવો છે તેના પર નિર્ભર કરે છે.”

બ્રિજની જાળવણી વખતે શું કાળજી રાખવી પડે?
ગંભીરા બ્રિજ, આણંદ, વડોદરા, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પુલ, બ્રિજ, તૂટી ગયો, મોત, રસ્તા,ખાડા, ગાબડા, ભુવા, ગુજરાત સરકાર, ભુપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, અમિત શાહ
ઇમેજ કૅપ્શન,જાણકારો કહે છે કે ખાસ કરીને એવા સ્ટ્રક્ચર કે જ્યાં વધુ લોકો ભેગા થવાના હોય કે સતત અવરજવર કરતા હોય અને મોટી જાનહાનિ થવાનો ભય હોય ત્યાં વિશેષ કાળજી રાખવી જોઈએ
જાણકારો કહે છે કે ખાસ કરીને એવાં સ્ટ્રક્ચર કે જ્યાં વધુ લોકો ભેગા થવાના હોય કે સતત અવરજવર કરતા હોય અને મોટી જાનહાનિ થવાનો ભય હોય ત્યાં વિશેષ કાળજી રાખવી જોઈએ.

બાંધકામ પૂર્વે તેની સ્ટ્રક્ચરલ ડિઝાઇન તૈયાર કર્યા બાદ માન્યતાપ્રાપ્ત સ્ટ્રક્ચરલ ઇજનેર દ્વારા તે ડિઝાઇનની ચકાસણી (વેરિફિકેશન) થાય છે. વેરિફિકેશન થયા બાદ તેને સરકારી સત્તામંડળ મંજૂરી આપે છે.

ત્યાર બાદ પણ તેનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થાય છે કે તેની ડિઝાઇન અને સ્ટ્રક્ચર બરાબર છે કે નહીં? ત્યાર બાદ તેમાં વાપરવામાં આવતી સામગ્રી (મટિરિયલ) યોગ્ય ગુણવત્તાયુક્ત અને બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે છે કે નહીં તેની ચકાસણી થાય છે. ત્યાર બાદ તેના ઉપયોગની મંજૂરી આપવામાં આવે છે.

બિનસરકારી સંસ્થા દ્વારા બનાવાતું કોઈ પણ સ્ટ્રક્ચર લોકો માટે ખુલ્લું મૂકતાં પહેલાં તેનાં તમામ પાસાંની ચકાસણી કરવાની જવાબદારી સરકારી એજન્સીની રહે છે. અને તે સરકારી માપદંડો અનુસાર જ હોવું જોઈએ.

બ્રિજ તૂટી પડવાનાં કારણો કયાં હોઈ શકે?
ગંભીરા બ્રિજ, આણંદ, વડોદરા, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પુલ, બ્રિજ, તૂટી ગયો, મોત, રસ્તા,ખાડા, ગાબડા, ભુવા, ગુજરાત સરકાર, ભુપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, અમિત શાહઇમેજ સ્રોત,UGC
મોદી કન્સલ્ટન્ટ્સના સ્ટ્રક્ચરલ એન્જિનિયર સ્નેહલ મોદી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આરોપ મૂકે છે કે સરકારે આ બ્રિજના જરૂરી ટેસ્ટ કરાવ્યા નથી.

સ્નેહલ મોદી કહે છે, “આ તૂટેલા બ્રિજનાં દૃશ્યો દર્શાવે છે કે આ દુર્ઘટના સંભવત: શિયર ફોર્સ સામે અપૂરતા પ્રતિકાર તથા માળખાકીય ઘટકોમાં પડેલી તિરાડોને કારણે સર્જાઈ હોવી જોઈએ.”

તેઓ કહે છે, “તેની પાછળ ઘણાં બધાં કારણો હોઈ શકે. વરસાદ અથવા નદીનાં પાણી ભરાવાને કારણે સળિયા ખવાઈ ગયા હોય. તેને કારણે કૉંક્રિટને નુકસાન પહોંચ્યું હોય.”

સ્ટ્રક્ચરને રિપૅર કરતી વખતે જે સ્ટાન્ડર્ડ પ્રક્રિયા થવી જોઈએ, તેને અવગણી શકાય નહીં.

બી. વી. હરસોડા કહે છે, “તમે સામાન્ય રીતે બ્રિજની વચ્ચોવચ ઊભા રહો અને ત્યારે ભારે વાહનો પસાર થાય ત્યારે તમે જે વાઇબ્રેશન અનુભવો તેના પરથી એન્જિનિયરને ખ્યાલ તો આવી જ જાય છે કે આ બ્રિજની મજબૂતી કેટલી છે.”

“લોડ ટેસ્ટિંગ જરૂરી છે. તેના પરથી ખબર પડે કે બ્રિજ કેટલો લોડ લઈ શકે. જો તમને ખબર પડે કે બ્રિજ લોડ લઈ શકે તેવી હાલતમાં નથી તો તાત્કાલિક અવરજવર બંધ કરાવવી પડે. અથવા તો ભારે વાહનોની અવરજવર બંધ કરવી પડે અને ત્યાં ચેતવણીનું બોર્ડ મૂકવુ પડે.”

સ્નેહલ મોદી કહે છે, “ભારે વરસાદને કારણે થાંભલા અને સ્લેબ નબળા પડી ગયા હશે. તેના પર ભાર વધી ગયો હશે, જેના કારણે બ્રિજની વિવિધ સામગ્રી નબળી પડવાને કારણે ભાર વહન ન થઈ શકવાને કારણે બ્રિજ તૂટી પડ્યો હોય તેવું લાગે છે.”

સરકારની પ્રેસનોટમાં જણાવાયું છે એ પ્રમાણે, “આ દુર્ઘટના માટે ચીફ એન્જિનિયર- ડિઝાઇન તથા દક્ષિણ ગુજરાતના ચીફ એન્જિનિયર ઉપરાંત પુલ નિર્માણના બે નિષ્ણાતો અને બે ખાનગી એન્જિનિયરોની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બ્રિજ તૂટી પડવાનાં કારણો તથા અન્ય ટેકનિકલ બાબતોની તપાસ હાથ ધરીને અહેવાલ આપવાની સૂચના આપવામાં આવી છે.”

બ્રિજ અગાઉથી જ જર્જરિત હતો અને તેનું ઇન્સ્પેક્શન યોગ્ય રીતે ન થયાના આરોપોનો જવાબ આપતાં પાદરાના ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, “આ તો વિરોધીઓનું કામ છે આરોપો કરવાનું.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “આ બ્રિજની નિયમિતપણે તપાસ થતી હતી અને છેલ્લા ઇન્સ્પેક્શનમાં આ બ્રિજ પર કોઈ જોખમ હોય તેવું જણાયું નહોતું. છતાં આ જે દુર્ઘટના ઘટી છે, એ દુ:ખદ છે અને તેનાં કારણોની તપાસના આદેશ સરકારે પહેલાંથી જ આપી દીધા છે. તપાસ બાદ વધુ ખબર પડશે.”

વડોદરાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર નૈનેશ નાઇકાવાલાએ ઇન્ડિયન ઍક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “ઇન્સ્પેક્શન બાદ જે યોગ્ય મરામતનું કામ કરવું જોઈતું હતું એ અમે કર્યું જ હતું. એ વખતે બ્રિજ પર કોઈ જોખમ હોવાનું અમને જણાયું નહોતું.”

આ પ્રકારની દુર્ઘટનાને નિવારવા શું કરવું જોઈએ?
ગંભીરા બ્રિજ, આણંદ, વડોદરા, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પુલ, બ્રિજ, તૂટી ગયો, મોત, રસ્તા,ખાડા, ગાબડા, ભુવા, ગુજરાત સરકાર, ભુપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, અમિત શાહ
ઇમેજ કૅપ્શન,જાણકારો કહે છે કે આ પ્રકારનાં બાંધકામોનું લોડ ટેસ્ટિંગ અને રેટ્રોફિટિંગ સતત કરવું જોઈએ. જેમાં કાર્બન ફાઇબર રેપ્સ કે પછી સ્ટીલ રિએન્ફોર્સમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ.
સ્નેહલ મોદી કહે છે ” પુલોનું નિયમિત સ્ટ્રક્ચરલ ઑડિટ થવું જોઈએ. તેની સાથે તેની NDT એટલે કે નૉન- ડિસ્ટ્રક્ચર ટેસ્ટિંગ થવું જોઈએ જેથી તેની નબળી ગુણવત્તા કે પછી બહાર ન દેખાતી હોય તેવી નબળાઈ વિશે ધ્યાન પડે.”

જાણકારો કહે છે કે આ પ્રકારનાં બાંધકામોનું લોડ ટેસ્ટિંગ અને રેટ્રોફિટિંગ સતત કરવું જોઈએ. જેમાં કાર્બન ફાઇબર રેપ્સ કે પછી સ્ટીલ રિએન્ફોર્સમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ.

ડ્રેનેજ સિસ્ટમ મજબૂત કરવી જોઈએ. તેથી સ્ટ્રક્ચરને પાણીના ભરાવાને કારણે નુકસાન થતું બચાવી શકાય.

બ્રિજની ગુણવત્તાની ચકાસણી માટે સ્પષ્ટ માપદંડોને અપનાવવા પડે. જેમાં સેન્સર્સનો ઉપયોગ કરીને તેના પર રિયલ ટાઇમ સ્ટ્રેસ કે પછી તાણ કે પછી તેના પર કેટલું દબાણ સહન કરી શકાય તેમ છે તેની ચકાસણી કરી શકાય.

માત્ર નિરીક્ષણ કરવું એ જ પૂરતું નથી, પરંતુ તેનાં નિરીક્ષણોને આધારે બાંધકામોનું રિપૅરિંગ પણ થવું જોઈએ.

બી. વી. હરસોડા કહે છે, “નૉન-સ્ટ્રક્ચરલ રિપેરિંગ કે જેને જનરલ રિપેરિંગ કહે છે. આ સામાન્ય ખાડા કે નાના નુકસાન માટે આ રિપેરિંગ કરવામાં આવે છે. તેને કૉસ્મેટિક રિપેરિંગ પણ કહે છે. તેને જો વધારે તાકતની જરૂર હોય તો તેને સ્ટ્રેન્થનિંગ કરવા માટેનું રિપેરિંગ કરવામાં આવે છે. જો કોઈ હોનારત થઈ હોય અને તેમાં સ્ટ્રક્ચર ડૅમેજ થયું હોય તો તેના રિપેરિંગને રિહેબિલિટેશન રિપેરિંગ કહે છે. જો પહેલાં જેવું સ્ટ્રક્ચર ઊભું કરવાની જરૂર પડે તો તેને રેટ્રોફિટિંગ કહે છે.”

“એટલે જે પ્રમાણે જરૂર લાગે તે પ્રમાણે સ્ટ્રક્ચરનું રિપેરિંગ કરવું પડે.”

ગંભીરા બ્રિજ, આણંદ, વડોદરા, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પુલ, બ્રિજ, તૂટી ગયો, મોત, રસ્તા,ખાડા, ગાબડા, ભુવા, ગુજરાત સરકાર, ભુપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, અમિત શાહ
ઇમેજ કૅપ્શન,થોડા દિવસો પહેલાં જ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પ્રેસનોટમાં જણાવ્યું હતું કે 243 જેટલા પુલો પર જ્યાં વરસાદને કારણે અસર થઈ છે ત્યાં સ્ટ્રક્ચરનું કામ પ્રગતિમાં છે.
ઇન્ડિયન રોડ કૉંગ્રેસના SP-40 કોડ ગાઇડલાઇન્સ Clause 9.2.1 પ્રમાણે આ પ્રકારનાં બાંધકામોનું રૂટિન ઇન્સ્પેક્શન ઉપરાંત સતત અને જરૂર પડે તો તાત્કાલિક ઇન્સ્પેક્શન થવું જોઈએ. તેને રિપૅર કરવાની જરૂર પડે તો તેને રિપૅર કર્યા બાદ પણ તેનું ઇન્સ્પેક્શન થવું જોઈએ.

આ પ્રકારનાં બાંધકામોનું રિપૅરિંગ કરાવ્યા બાદ છ-12 મહિનામાં ત્રણથી પાંચ વર્ષ સુધી સતત ઇન્પેક્શન થવું જોઈએ.

અનુચ્છેદ 9.4 પ્રમાણે પિરિયૉડિક ઇન્સ્પેક્શનનું પણ એટલું જ મહત્ત્વ છે. રિપેરિંગ કામ કર્યા બાદ તેની ચકાસણી કરવા માટે અને કોઈ નવી ખામી નથી ઊભી થઈ છે કે કેમ તેની ચકાસણી કરવા માટે આ પ્રકારે પિરિયૉડિક ઇન્સ્પેક્શન પણ થવું જોઈએ.

આ પ્રકારે ચકાસણી કરવી એ બાંધકામોને લાંબા ગાળા સુધી ટકાવી રાખવા માટે અને જનતાની સુરક્ષા માટે જરૂરી છે.

જાણકારો એમ પણ કહે છે કે જે એજન્સી કે કૉન્ટ્રેક્ટરોએ મટિરિયલ વાપરવામાં કચાશ રાખી હોય તેને બ્લૅક-લિસ્ટ કરવા જોઈએ અને તેમને કોઈ પણ રસ્તા, બ્રિજ કે કોઝ-વે કે અન્ય બાંધકામો વગેરે ન સોંપાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

જોકે, થોડા દિવસો પહેલાં જ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પ્રેસનોટમાં જણાવ્યું હતું કે 243 જેટલા પુલો પર જ્યાં વરસાદને કારણે અસર થઈ છે ત્યાં સ્ટ્રક્ચરનું કામ પ્રગતિમાં છે.

જે કામોમાં ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ દરમિયાન નુકસાન થયું છે કે પછી મરામતની જરૂર પડી છે તેવા કિસ્સામાં ઇજારદારની જવાબદારી ફિક્સ કરીને પગલાં લેવાં જોઈએ એવી પણ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે તાકીદ કરી હતી.

તેમણે આ પ્રકારનાં કામો ગુણવત્તાનું ધ્યાન રખાય તે પણ સુનિશ્ચિત કરવાની વાત કરી હતી.

જોકે, બી. વી. હરસોડા કહે છે, “આ પ્રકારનાં બ્રિજોના ઇન્સ્પેક્શન અને મૉનિટરિંગ માટે એક ઇન્ડિયન રોડ કૉંગ્રેસના માપદંડો અનુસાર એક રજિસ્ટર જાળવવું પડે પરંતુ તે થાય છે કે કેમ તે સવાલ છે.”

મુજપુર બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યુ વડોદરા જિલ્લામાં નદી અને રેલવેના તમામ બ્રિજોની તપાસ કરવા આદેશ
હાઇવે ઓથોરિટિ, રેલવે અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગે તપાસ કરી બે દિવસમાં રિપોર્ટ તૈયાર કરવો પડશે

પાદરા તાલુકાના મુજપુર ગામમાં આવેલ ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટના બાદ વડોદરા જિલ્લાના તમામ બ્રિજોની ગુણવત્તા ચકાસવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરી બે દિવસમાં જ રિપોર્ટ સબમિટ કરવા જણાવાયું છે.

આ આદેશમાં વડોદરા જિલ્લામાં સમાવિષ્ટ તમામ રોડ-રસ્તા, રેલવે સંબંધિત રોડ-રસ્તા, અને નદી-નહેર સંબંધિત રોડ-રસ્તા તથા તેમને સંલગ્ન બ્રિજ/પુલની જાળવણી અને મરામતની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે. જિલ્લામાં આવેલા તમામ બ્રિજ/પુલ જર્જરિત કે ભયજનક સ્થિતિમાં છે કે કેમ તેની ટેકનિકલ સર્વે અને ચકાસણી કરવા માટે અધિકારીઓની ટીમો બનાવવામાં આવી છે.

તાલુકાવાર ચાર સર્વે ટીમોમાં પાદરા અને વડોદરા (ગ્રામ્ય), ડભોઈ અને વાઘોડિયા, કરજણ અને શિનોર તથા સાવલી અને ડેસરમાં પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ કાર્યપાલક ઇજનેર (માર્ગ અને મકાન – સ્ટેટ અને પંચાયત), તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સાથે નેશનલ હાઈવે માટે પ્રોજેક્ટ મેનેજર, એનએચએઆઇ, ગોધરા અને જનરલ મેનેજર, એનએચએઆઇ,ૈંેં, ભરૃચની ટીમ બનાવવામાં આવી છે. જ્યારે રેલવે બ્રિજ/પુલ ડેપ્યુટી ચીફ એન્જિનિયર (બાંધકામ-૧) અને ડેપ્યુટી ચીફ એન્જિનિયર (બાંધકામ-૩), પશ્ચિમ રેલવે, પ્રતાપનગર, વડોદરાની એક ટીમ સર્વે કરશે.

અધિકારીઓએ તેમને સોંપેલ તાલુકામાં આવેલા બ્રિજ-પુલોની ચકાસણી કરીને તેનો રિપોર્ટ બે દિવસમાં કચેરીએ રૃબરૃ જમા કરાવવાનો રહેશે. સર્વે રિપોર્ટ માટે એક ચોક્કસ ફોર્મેટ પણ પ્રદાન કરવામાં આવ્યું છે, જેમાં બ્રિજનો પ્રકાર, સ્થાન, કનેક્ટિંગ રોડની વિગતો, નિર્માણ વર્ષ, છેલ્લી તપાસ અને મરામતની તારીખ, વર્તમાન સ્થિતિ અને ટિપ્પણીઓ શામેલ હશે.

ગીર સોમનાથમાં 131 પુલોની સ્થિતિની તપાસ: વેરાવળ બંદર, હિરણ અને મચ્છુન્દ્રી પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ,

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું શું કહ્યું કે તેમની ટીકા થઈ રહી છે?

9 જુલાઈ 2025
ગુજરાતમાં આજે આણંદ અને પાદરાને જોડતા મહી નદી પરના ગંભીરા બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો.

બે ટ્રક અને બે પિક-અપ વાન તથા રિક્ષા નદીમાં પડ્યાં હતાં, જેમાં ઓછામાં ઓછા નવ લોકોનાં મૃત્યુ થયાં છે.

આ ઘટના બાદ રાજ્ય સરકારે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

જોકે, દુર્ઘટના બાદ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આપેલા એક નિવેદનની ખૂબ ટીકા થઈ રહી છે. રાજકીય નેતાઓથી લઈને સામાન્ય લોકો તેમના આ નિવેદનની ટીકા કરી રહ્યા છે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે શું લખ્યું હતું?
ગંભીરા બ્રિજ દુર્ઘટના, ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત, ભાજપ, ગુજરાતમાં દુર્ઘટનાઓ, મુખ્ય મંત્રી, Bhupendra Patel/X
ઇમેજ કૅપ્શન,મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની પોસ્ટ
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યું હતું કે, “આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના 23 ગાળા પૈકીનો એક ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું. ઈજાગ્રસ્ત થયેલા લોકોની તત્કાલ સારવાર વ્યવસ્થા માટે વડોદરા કલેક્ટર સાથે વાતચીત કરીને અગ્રતાક્રમે પ્રબંધ કરવાની સૂચનાઓ આપી છે. દુર્ઘટનાસ્થળે બચાવ રાહત કામગીરી માટે સ્થાનિક નગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ ટીમ બૉટ્સ અને તરવૈયાઓ સાથે કાર્યરત છે, તેમજ NDRF ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં જોડાઈ છે.”

 

અમદાવાદ ઍરપૉર્ટ, લૉરેન્સ, માતા રવિનાબહેન, બીબીસી, ગુજરાતી
‘એ કહેતો કે મમ્મી 40 લાખનું દેવું ભરી દઈશ’, 15 જ દિવસમાં પિતા અને પુત્રને ગુમાવનાર પરિવારની કહાણી

તેમણે લખ્યું હતું કે, “આ દુર્ઘટના અંગે માર્ગ મકાન વિભાગને તાત્કાલિક તપાસના મેં આદેશો આપ્યા છે. આ માટે ચીફ ઍન્જિનિયર – ડિઝાઇન તથા ચીફ ઍન્જિનિયર- સાઉથ ગુજરાત અને પુલ નિર્માણમાં નિષ્ણાત અન્ય બે ખાનગી ઍન્જિનિયરોની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બ્રિજ તૂટી પડવાનાં કારણો તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરી અહેવાલ આપવા સૂચના આપી છે.”

જોકે, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના 23 ગાળામાંથી એક ગાળો તૂટી પડ્યો એ નિવેદનની ટીકા થઈ રહી છે.

ભાજપના નેતાઓ હર્ષ સંઘવી, પુરુષોત્તમ રૂપાલા સહિતના નેતાઓએ પણ તેમના ટ્વીટમાં ‘બ્રિજનો એક ભાગ તૂટી પડવાનો’ ઉલ્લેખ કર્યો છે.

ગુજરાતની એ પાંચ ઘટના, જેણે સૌ કોઈને હચમચાવી દીધા
મુખ્ય મંત્રીના નિવેદનની સોશિયલ મીડિયા પર ટીકા

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક યુઝર ધવલ પટેલે લખ્યું હતું કે, “23 ગાળા પૈકીનો એક ગાળો કહીને તમે શું કહેવા ઇચ્છો છો? ભૂલ સરકારની છે એમ સ્વીકારી લેવામાં શું વાંધો છે? નહીંતર 182 પૈકી કેટલી બેઠકો ભાજપને આપવી એ પણ જનતાને આવડે છે.”

ચિરાગ કાતરિયા નામના એક યુઝરે કહ્યું છે કે, “શું પુલના 22 ગાળા ઉપયોગમાં લઈ શકાય એવા હશે? આવું સોશિયલ મીડિયામાં તમારા વતી લખનારા લોકોને નહીં સમજાતું હોય સાહેબ?”

અમરત ચૌહાણ નામના એક યુઝરે મુખ્ય મંત્રીની પોસ્ટના જવાબમાં લખ્યું હતું કે, “23 ગાળા તૂટે કે એક ગાળો તૂટે, એને પુલ તૂટી પડ્યો એમ જ કહેવાય…”

અન્ય એક યુઝર ઉમંગ સાંગાણીએ ગુસ્સામાં લખ્યું હતું કે, “આપને આવું લખતા શરમ આવવી જોઈએ કે એક ગાળો તૂટી પડ્યો. આપની સરકારમાં 30 વર્ષથી લોકો કમોતે મરે છે.”

કિરણ નામના એક યુઝરે લખ્યું હતું કે, “આપનો ખૂબ ખૂબ આભાર કે 23માંથી એક જ ગાળો પડ્યો. બાકીના હજુ 22 ભાગ પડી જાય તેની કેટલી રાહ જોવાની છે? તો એ મુજબ લોકોના જીવ ગણીને ગુજરાતીઓ સાઇડમાં મૂકી દે.”

પ્રાંજલી રાવલ નામનાં એક યુઝરે લખ્યું હતું કે, “ના…તમે ભૂલો છો…બ્રિજ નહીં લોકોનો તમારા પરનો ભરોસો તૂટ્યો છે.”

સંજય ધારસંદિય નામના એક યુઝરે લખ્યું હતું કે, “ગુજરાતના લોકોએ આત્મ નિર્ભર બની ઘરની બહાર નીકળવું જોઈએ. કારણ કે જ્યારે પુલ ખાબકે કે અન્ય મુસીબત આવે ત્યારે ભાજપને કે સરકારી અધિકારીઓને કશો ફરક પડતો નથી.. જેના જેનાં સ્વજનો ગયાં હોય એમને જ ખબર હોય કે તકલીફ શું પડે છે… કેમ કે ગુજરાતનો આત્મા ક્યારે જાગશે એ તો રામ જાણે….”

યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની તારીખ નક્કી થઈ, શું તેમને બચાવી શકાશે?
ગંભીરા બ્રિજ : 10 તસવીરમાં જુઓ વડોદરામાં મહી નદીનો પુલ તૂટ્યા બાદ કેવી સ્થિતિ થઈ?
વિપક્ષે રાજીનામાની માગ કરી
UGC
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી ભૂપેન્દ્ર પટેલના જ આ લખાણને રિટ્વીટ કરીને લખ્યું હતું કે, “ગજબનો આત્મા છે આપનો સાહેબ. 23 ગાળામાંથી એક ગાળો તૂટી પડવાનું કહીને તમે હજુ તમારી લાપરવાહી અને ભ્રષ્ટાચારને આટલા લોકોનાં મોત બાદ પણ છુપાવો છો? ”

તેમણે લખ્યું હતું કે, “સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરી એવા વીડિયો છે છતાં તપાસનું નાટક કરીશું? મૃતક પરિવારો આપણા રાજ્યના છે અને આપણા પરિવારો છે. તમારે આવી દુર્ઘટનાઓની જવાબદારી લેવી જોઈએ.”

કૉંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ લખ્યું હતું કે, “ગંભીરા બ્રિજ ભાજપના ભ્રષ્ટાચારને કારણે તૂટ્યો છે. મોરબી કાંડ, તક્ષશિલા કાંડ, હરણી કાંડ, રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટનાઓ પછી પણ મૃદુ મુખ્ય મંત્રીને કોઈ ફર્ક પડતો નથી. ખૂબ શરમજનક…”

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું, “ગુજરાતનો આત્મા ક્યારે જાગશે? ભ્રષ્ટાચારના કારણે આટઆટલી દુર્ઘટનાઓ બની ચુકી છે, હવે તો ગુજરાતનો આત્મા જાગશે ખરો?”

કૉંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, “લોકો ફરિયાદ કરી રહ્યા હતા કે પુલ હલી રહ્યો છે, પડી જશે. દુર્ઘટના પહેલાં બ્રિજના સમારકામ માટે પૈસા પણ ખર્ચ કરવામાં આવ્યા. તો પણ પુલ પડ્યો. ગુજરાતમાં જે છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘટનાઓ બની છે તેના માટે ભાજપનો ભ્રષ્ટાચાર જવાબદાર છે.”

કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, “દાદા…જો ખરેખર તમારું હૃદય મૃદુતાથી ભરેલું હોય તો મક્કમતા દાખવીને સમગ્ર બિનકાર્યક્ષમ મંત્રીમંડળ સાથે રાજીનામું ધરી દો.”

ગંભીરા બ્રિજ દુર્ઘટના: બ્રિજ તૂટ્યો અને ‘અમે ગાડીમાંથી કૂદી પડ્યા’, બચી ગયેલા લોકોએ શું કહ્યું?
આણંદ, પાદરા, ગંભીરા બ્રિજ, બીબીસી, ગુજરાતીNACHIKET MEHTA
ઇમેજ કૅપ્શન,આણંદ પાદરાને જોડતા બ્રિજનો એક આખો સ્પાન તૂટીને નદીમાં પડ્યો હતો
9 જુલાઈ 2025
અપડેટેડ 10 જુલાઈ 2025
વડોદરા અને આણંદને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ બુધવારે વહેલી સવારે અચાનક ધરાશાયી થયો હતો.

આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત થયાં છે.

બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની વાતચીતમાં વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ કહ્યું કે આ દુર્ઘટનામાં 15 લોકોનાં મોત થયાં છે. ચાર લોકો હજુ પણ ગુમ છે અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે પુલ તૂટવાની ઘટના સમયે જાણે ધરતીકંપ આવ્યો હોય એવો ભાસ થયો હતો, જેમાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં હતાં, જોકે કેટલાક લોકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે બચાવ કામગીરીમાં જોડાયેલા સ્થાનિકોની તત્પરતાને કારણે કેટલાકના જીવ બચી શક્યા હતા.

આ ભયાવહ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવેલી ક્ષણો કોઈને પણ હચમચાવી નાખે એવી છે.

અમદાવાદ ઍરપૉર્ટ, લૉરેન્સ, માતા રવિનાબહેન, બીબીસી, ગુજરાતી
‘એ કહેતો કે મમ્મી 40 લાખનું દેવું ભરી દઈશ’, 15 જ દિવસમાં પિતા અને પુત્રને ગુમાવનાર પરિવારની કહાણી
ભૂંડ
ગુજરાતમાં ભૂંડનો આતંક: ખેતરના શેઢે શું વાવવું કે પાકને બગાડતા ભૂંડ આવતાં બંધ થઈ જાય?
ઍર ઇન્ડિયા, પ્લેન ક્રૅશ, અમદાવાદ વિમાન દુર્ઘટના, ગુજરાત,
ઍર ઇન્ડિયાના પ્લેન ક્રૅશ પહેલાં બંને પાઇલટ વચ્ચે કૉકપિટમાં શું વાતચીત થઈ હતી, રિપોર્ટમાં કયો ચોંકાવનારો ખુલાસો થયો?
ગીર, સિંહ, એશિયાઈ સિંહ, ગીરનું જંગલ, સિંહની ત્રાડ, સિંહની ગર્જના, સિંહનું પ્રજનન, સિંહનું સંવનન, સિંહોની વાતચીત બીબીસી ન્યુઝ, ગુજરાત
ગીરના સિંહો એકબીજા સાથે વાત કેવી રીતે કરે છે, પેશાબ કરીને અન્ય પ્રાણીઓને શું સંકેત આપે?
End of
“હું બચાવો બચાવોની બૂમ પાડતી રહી પણ કોઈ ન આવ્યું”
સોનલ બહેન, , વડોદરા, ગંભીર બ્રિજANI
ગંભીર બ્રિજ તૂટી પડ્યા બાદ પોતાના દીકરાને બચાવવા માટેની બૂમો પાડતાં સોનલબહેનનો વીડિયો ખૂબ વાઇરલ થયો હતો.

સોનલબહેન પઢિયાર આ દુર્ઘટનામાં બચી ગયાં હતાં. તેમણે એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમારી ગાડી એક ટ્રકની સાથે પડી હતી. હું ગાડીની પાછળની બાજુમાં બેઠી હતી. કિનારે લોકો ઊભા હતા. હું બચાવો-બચાવોની બૂમ પાડતી હતી. એક કલાક સુધી બૂમો પાડવા છતાં પણ કોઈ આવ્યું ન હતું. ત્યાર પછી બધા આવ્યા હતા.”

સોનલબહેનના પરિવારના ઘણા સભ્યો બ્રિજ તૂટી જવાના કારણે નદીમાં પડી ગયા હતા. સોનલબહેનના કહેવા પ્રમાણે તેઓ બગદાણા પૂનમ ભરવા જતાં હતાં. એમની સાથે છ લોકો હતા, જેમાં એમનો નાનકડો પુત્ર, પતિ, જમાઈ, બનેવી સહિતના લોકો હતા જેઓ ગોડીની અંદર જ હતા.

બચાવ કામગીરી, બીબીસી, ગુજરાતી@Info_Vadodara
ઇમેજ કૅપ્શન,બચાવ કામગીરીમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા
મોહમ્મદપરાના નિવાસી ધર્મેશ પરમાર એએનઆઈ સાથેની વાતચીતમાં કહે છે, “મેં સવારે વીડિયો જોયો હતો. મારા પરિવારજનો સામેલ હોવાની જાણ થઈ હતી. મેં સ્થળ પર જઈને જોયું કે ગાડીમાં સવાર તમામ લોકો પાણીમાં ડૂબેલા હતા. મારા ફઇબા માત્ર બચી ગયાં હતાં. તેઓ ઈજાગ્રસ્ત થયાં હતાં. ગામલોકોની મદદથી એમને બહાર કાઢ્યાં હતાં.”

સોનલબહેન પઢિયારની જેમ નદીમાં પડેલ પિકઅપ વાનના ડ્રાઇવર તેમજ તેમની સાથે બાજુમાં બેઠેલા બે લોકોનો આબાદ બચાવ થયો છે. બોરસદથી જંબુસર જતા સમયે બ્રિજ પર અચાનક મોટેથી અવાજ આવતા ગાડીમાંથી જયેશભાઈ, અનવરભાઈ(ડ્રાઇવર) અને રઝાકભાઈ નામના ત્રણ શખ્સો કૂદી પડ્યા હતા.

અનવરભાઈ કહે છે, “અમે બોરસદથી જંબુસર જતા હતા ત્યારે પાછળથી પુલ તૂટી પડ્યો હતો. અને એકદમ ધડાકો થયો હતો. બ્રિજ તૂટતા જ બોલેરો વાન પાછળ જવા લાગી એટલે અમે બોલેરોમાંથી કૂદી પડ્યા હતા. અમે પાછળ જોયું તો અનેક વાહનો નીચે નદીમાં પડ્યાં હતાં.”

બ્રિજ, ટ્ર્ક, બીબીસી, ગુજરાતીNACHIKET MEHTA
ઇમેજ કૅપ્શન,બ્રિજ તૂટી જવાથી બે ટ્રક અને પિક-અપ વાહનો સહિતનાં વાહનો પાણીમાં પડ્યાં હતાં

 

બચાવ કામગીરીમાં સ્થાનિકોનો સહકાર નોંધપાત્ર રહ્યો હતો. રેસ્ક્યુ ટીમની સાથે સ્થાનિકો પણ બચાવમાં જોડાયા હતા અને વાહનોને બહાર કાઢવામાં મદદ કરી હતી.

મુજપુરના સ્થાનિક જયરાજસિંહ ને જણાવે છે કે, “મારા એક પરિચિતે મને કૉલ કરીને ઘટનાની જાણ કરી હતી. અમે ઘટનાની અડધો કલાકની અંદર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકો દોરડાની મદદથી વાહનોને ખેંચી રહ્યાં હતાં અને બચાવ કામગીરી કરી રહ્યા હતા. ત્યાં સુધી કોઈ ટીમ આવી નહોતી. એક માજી બચાવો બચાવોની બૂમો પાડી રહ્યાં હતાં. રેસ્ક્યુ ટીમ કલાક-બે કલાક પછી આવી હતી.”

સ્થાનિક રવિભાઈ કહે છે, “ઘટનાની જાણ થતાં અડધી કલાકમાં અમે પહોંચી ગયા હતા. મદદમાં સ્થાનિક લોકો આવી ગયા હતા. આ દુર્ઘટનામાં ભોગ બનેલી દરિયાપુરા ગામની જ ગાડી છે જેમાં નવ લોકો હતા. ભારવાહી વાહનો ચાલે ત્યારે આ બ્રિજ ધ્રૂજે છે. આ પહેલાં અમે ઘણી રજૂઆતો કરી હતી.”

એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ કામગીરી કરી રહી છે. મશીનની મદદથી લોખંડના દોરડાથી વાહનોને બહાર કાઢવાની કવાયત ચાલી રહી છે. એનડીઆરએફના અધિકારી રામેશ્વર યાદવે બીબીસીને રેસ્કયુ કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

પુલ તૂટવાની ખબર પડતા નદીને કાંઠે ગામના લોકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી કરી હતી.

સ્થાનિક રાજુભાઈના જણાવ્યા પ્રમાણે સવારે સાતને ચાલીસે આ ઘટના બની હતી અને તેઓ સવા આઠ વાગ્યે પહોંચી ગયા હતા. એમણે જોયું કે ‘વાહનો પાણીમાં ડૂબેલાં હતાં.’

ઉલ્લેખનીય છે કે આ પુલની સ્થિતિ અંગે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી. એકલબારા ગામના સરપંચ ધનજીભાઈ પઢિયારે જણાવ્યું કે, “બ્રિજ તૂટવાનો મૅસેજ મળતા જ હું અડધા કલાકમાં અહીં આવી ગયો. અહીં આવીને જોયું કે લગભગ ચાર ગાડી નીચે પડી ગઈ હતી. બીજી બાઇક પણ છે.”

તેમણે દાવો કર્યો કે “આ પુલ જર્જરિત હતો, તેની આવરદા પૂરી થઈ ગઈ હતી.”

ઘટનાસ્થળની નજીકના મુજપુર ગામના સરપંચ અભેસિંહ પરમારે જણાવ્યું કે, આ પુલ જર્જરિત હાલતમાં હતો અને બધે ખાડા પડી ગયા હતા. સળિયા પણ દેખાતા હતા. આ વિશે ઘણી રજૂઆત કરી છતાં કાળજી લેવામાં આવી ન હતી.

રાહત બચાવકાર્યમાં જોતરાયેલી એક વ્યક્તિ જગમારસિંહ પઢિયારે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, “મને સાડા સાત વાગ્યે આ બનાવ બન્યાની ખબર પડી, તે બાદ હું દોડીને અહીં આવ્યો. નદીમાં એક રિક્ષા, એક ટ્રક, એક ઇકો કાર, એક લોડિંગ મૅક્સ ગાડી અંદર પડી હતી.”

“લોકો અહીં અન્યોને ફોન કરીને બોલાવી રહ્યા હતા. અહીં પોલીસતંત્ર પણ આવ્યું. એ બધાએ મળીને કેટલાક મૃતદેહ કાઢ્યા છે. થોડા હજુ કાઢવાના છે. નદીમાં હાલ ચાર-પાંચ વાહન છે, પરંતુ તેમાં બાઇક નથી દેખાઈ. ”

તેઓ આગળ કહે છે કે, “આ ઘટનામાં મારા ગામના પાંચ લોકો હતા, જેમાંથી એક મહિલા બચ્યાં છે. તેમને દવાખાને મોકલ્યાં છે.”

રાહત બચાવમાં લાગેલી વધુ એક વ્યક્તિ રાજદીપ પઢિયારે કહ્યું કે, “અમે અહીં આઠ વાગ્યાથી છીએ. અમે અહીં ગાડીને દોરડાથી બાંધીને ખેંચીને બહાર કાઢી છે. બે લોકો જીવિત હતા, તેમને દવાખાને મોકલી આપ્યા છે.”

લોકોને બચાવનાર વ્યક્તિએ શું કહ્યું?
એકલબારા ગામના સરપંચ ધનજીભાઈ પઢીયારે જણાવ્યું કે, “બ્રિજ તૂટવાનો મૅસેજ મળતા જ હું અડધા કલાકમાં અહીં આવી ગયો. અહીં આવીને જોયું કે લગભગ ચાર ગાડી નીચે પડી ગઈ હતી. બીજી બાઇક પણ છે.”

તેમણે દાવો કર્યો કે “આ પુલ જર્જરિત હતો, તેની આવરદા પૂરી થઈ ગઈ હતી.”

ઘટનાસ્થળની નજીકના મુજપુર ગામના સરપંચ અભેસિંહ પરમારે જણાવ્યું કે, આ પુલ જર્જરિત હાલતમાં હતો અને બધે ખાડા પડી ગયા હતા. સળિયા પણ દેખાતા હતા. આ વિશે ઘણી રજૂઆત કરી છતાં કાળજી લેવામાં આવી ન હતી.

એક મહિલાના પરિવારના ઘણા સભ્યો બ્રિજ તૂટી જવાના કારણે નદીમાં પડી ગયા છે. મહિલાએ વિલાપ કરતા કહ્યું કે “અમે બગદાણા પૂનમ ભરવા જતાં હતાં. અમારી સાથે છ જણ હતા, જેમાં મારો નાનકડો પુત્ર, પતિ, જમાઈ, બનેવી સહિતના લોકો છે જેઓ અંદર જ છે.”

રાહત બચાવકાર્યમાં જોતરાયેલી એક વ્યક્તિ જગમારસિંહ પઢિયાએ સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, “મને સાડા સાત વાગ્યે આ બનાવ બન્યાની ખબર પડી, તે બાદ હું દોડીને અહીં આવ્યો. નદીમાં એક રિક્ષા, એક ટ્રક, એક ઇકો કાર, એક લૉડિંગ મૅક્સ ગાડી અંદર પડી હતી.”

“લોકો અહીં અન્યોને ફોન કરીને બોલાવી રહ્યા હતા. અહીં પોલીસતંત્ર પણ આવ્યું. એ બધાએ મળીને કેટલાક મૃતદેહ કાઢ્યા છે. થોડા હજુ કાઢવાના છે. નદીમાં હાલ ચાર-પાંચ વાહન છે, પરંતુ તેમાં બાઇક નથી દેખાઈ. ”

તેઓ આગળ કહે છે કે, “આ ઘટનામાં મારા ગામના પાંચ લોકો હતા, જેમાંથી એક મહિલા બચ્યાં છે. તેમને દવાખાને મોકલ્યાં છે.”

રાહત બચાવમાં લાગેલી વધુ એક વ્યક્તિ રાજદીપ પઢિયારે કહ્યું કે, “અમે અહીં આઠ વાગ્યાથી છીએ. અમે અહીં ગાડીને દોરડાથી બાંધીને ખેંચીને બહાર કાઢી છે. બે લોકો જીવિત હતા, તેમને દવાખાને મોકલી આપ્યા છે.”

“અહીં પહેલાં ગામના લોકો જ હતા, પાછળથી બીજા લોકો પણ આવ્યા.”

, વડોદરા, આણંદ, ગંભીરા બ્રિજugc
ઘટનાસ્થળની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં બ્રિજની તૂટેલી રેલિંગ પાસે એક ટ્રક બ્રિજ પર માંડ ટકેલી જોવા મળી રહી છે. તેમજ બીજી તરફ નદીમાં અમુક વાહન પડેલાં નજરે પડી રહ્યાં છે.

આ ઉપરાંત ઘટના બાદ બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો અને રાહદારીઓ નદી તરફ નમીને જોતા દેખાઈ રહ્યા છે.

આ સિવાય બ્રિજ પર કેટલાક પોલીસકર્મી અને વાહનો જોવા મળી રહ્યાં છે.

ઘટનાસ્થળના એક વીડિયોમાં નદીમાંથી આરોગ્યકર્મીઓ પીડિતોને બચાવીને ઍમ્બુલન્સમાં લઈ જતા જોવા મળી રહ્યા છે.

પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આ બ્રિજ આણંદ જિલ્લાના ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાના રસ્તે હતો. આ બ્રિજ આણંદ અને આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કૉંગ્રેસ અને આપનો સરકાર પર આરોપ
, વડોદરા, આણંદ, ગંભીરા બ્રિજNachiket mehta
ગુજરાત કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે, “આ બ્રિજ પરથી મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે. વારંવાર આવા બનાવો કેમ બને છે? બ્રિજ ભયજનક હોય તો તેને બંધ કરવો જોઈએ અથવા મરામત કરવી જોઈએ. સરકારની ગંભીર બેદરકારીના કારણે આ ઘટના બની છે.”

આપના નેતા ઇસુદાન ગઢવીએ કહ્યું કે “આ પુલ દુર્ઘટના માનવસર્જિત છે. ટ્રક અને પીક-અપ વાહનો સહિત ચાર વાહન નદીમાં પડ્યાં છે. સરકાર અને ભાજપને સવાલ છે કે જનતા ટૅક્સ ભરે ત્યારે સુદૃઢ વ્યવસ્થાની અપેક્ષા રાખે છે.”

તેમણે ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકતા કહ્યું કે “આજે કોઈ બ્રિજ ઉપરથી પસાર થતા કે નીચેથી પસાર થતા ડર લાગે છે. બ્રિજ જર્જરિત હતો તો વાહન વ્યવહાર બંધ કરવામાં કેમ ન આવ્યો?”

ગંભીરા બ્રિજ : ‘મારો છોકરો પાણી પીને મરી ગયો’, છ સભ્યો ગુમાવનાર મહિલાની વેદના
11 જુલાઈ 2025
વડોદરામાં ગંભીરા બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત થયાં છે.

મહી નદી પરનો પુલ તૂટવાની દુર્ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા છે.

ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ પોતાના દીકરાને બચાવવા માટેની બૂમો પાડતાં સોનલબહેનનો વીડિયો ખૂબ વાઇરલ થયો હતો.

સોનલબહેન પઢિયાર આ દુર્ઘટનામાં બચી ગયાં હતાં. એ સોનલબહેન પઢિયાર અને તેમના પરિવાર સાથે વાતચીત કરી હતી.

આ ઘટનામાં પોતાના પતિ અને બે બાળકો સહિત પરિવારના છ સભ્યો ગુમાવનારાં સોનલબહેનનું જાણે કે બધું જ છીનવાઈ ગયું છે. સોનલબહેન અને તેમનો પરિવાર પુત્રજન્મની માનતા પૂરી કરવા માટે બગદાણા જઈ રહ્યો હતો ત્યારે પુલ તૂટવાની ઘટના બની હતી.

ગંભીરા પુલ : ‘જેની માનતા પૂરી કરવા જતાં હતાં તે જ બે વર્ષનો પુત્ર ન બચ્યો’, પતિ અને સંતાનો સહિત પરિવારજનોને ગુમાવનારાં મહિલાની વ્યથા
સોનલબહેન ગંભીરા પુલ દુર્ઘટનામાં બચી ગયાં છે પરંતુ તેમનો પરિવાર વિખેરાઈ ગયો છે.
ઇમેજ કૅપ્શન,સોનલબહેન ગંભીરા પુલ દુર્ઘટનામાં બચી ગયાં છે પરંતુ તેમનો પરિવાર વિખેરાઈ ગયો છે.
10 જુલાઈ 2025
11 જુલાઈ 2025
બુધવારે આણંદ અને પાદરાને જોડતા ગંભીરા બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો, આ દુર્ઘટનામાં 18 લોકોનાં મોત થયાં છે.

વડોદરાના પાદરા અને આણંદ જિલ્લાને જોડતા આ મહત્ત્વપૂર્ણ બ્રિજનો વચ્ચેનો એક મોટો સ્લેબ તૂટી પડતાં બે પિક-અપ વાન, બે ટ્રક અને રિક્ષા સહિતનાં વાહનો ઘણી ઊંચાઈએથી નદીમાં પડ્યાં હતાં.

આ દુર્ઘટનામાં એક આખો પરિવાર વિખેરાઈ ગયો છે.

“મદદ માટે બૂમો પાડતી રહી પણ કોઈ ન આવ્યું”
સોનલબેન, બીબીસી, ગુજરાતીANI
ઇમેજ કૅપ્શન,સોનલબહેનના કહેવા પ્રમાણે એમણે મદદ માટે બૂમો પાડી હોવા છતાં લાંબા સમય સુધી કોઈ મદદ માટે આવ્યું ન હતું
મહી નદી પરનો પુલ તૂટવાની દુર્ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા છે. જ્યાં આ દુર્ઘટનામાં વાહનો નદીમાં પડતાં કેટલાક લોકોનાં મૃત્યુ થયાં છે તો કેટલાક લોકો બચી ગયા છે જેમાં સોનલબહેન પઢિયારનો પણ સમાવેશ થાય છે.

પરંતુ આ દુર્ઘટનામાં તેમણે પોતાના બે વર્ષના પુત્ર સહિત પરિવારજનોને ગુમાવ્યા છે.

 

અમદાવાદ ઍરપૉર્ટ, લૉરેન્સ, માતા રવિનાબહેન, બીબીસી, ગુજરાતી
‘એ કહેતો કે મમ્મી 40 લાખનું દેવું ભરી દઈશ’, 15 જ દિવસમાં પિતા અને પુત્રને ગુમાવનાર પરિવારની કહાણી

એ સોનલબહેન પઢીયાર અને તેમના પરિવાર સાથે વાતચીત કરી હતી.

સોનલબહેનના ગામ દરિયાપરમાં માહોલ ગમગીન છે. પઢિયાર પરિવારના દુ:ખમાં આખું ગામ સામેલ થયું છે.

દરિયાપરમાં એક મહિલાના આક્રંદથી સમગ્ર ગામમાં શોક છવાઈ ગયો છે.

સોનલબહેનના હાથમાં બાંધેલો સફેદ પાટો અને આ પાટા પર સુકાઈ ગયેલા લોહીના ડાઘ એમને થયેલી ઈજાની સાક્ષી પૂરી રહ્યા છે.

અલબત આ પીડા અંગતજનને ગુમાવવાની પીડા સામે કંઈ નથી. સોનલબહેનના પરિવારના છ સભ્યો બ્રિજ તૂટી જવાના કારણે નદીમાં પડી ગયા હતા અને જીવ ગુમાવ્યો હતો.

સોનલબહેનને આસપાસની મહિલાઓ આશ્વાસન આપી રહી છે. તેમની બાજુમાં દુનિયાદારીથી અજાણ ત્રણ દીકરીઓ બેઠી છે. આ ત્રણ દીકરીઓનો બે વર્ષનો ભાઈ અને પિતા હવે ક્યારેય પાછા આવવાના નથી.

આણંદ, પાદરા, ગંભીરા, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન,આણંદ અને પાદરાને જોડતા ગંભીરા બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો અને 15 લોકોનાં મોત થયાં
વિલાપ કરતાં સોનલબહેન પઢિયાર સાથેની વાતચીતમાં જણાવે છે, “અમે બગદાણા પૂનમ ભરવા માટે જતાં હતાં. અમે કુલ સાત જણ હતાં. હું, મારા પતિ, મારો પુત્ર, મારી પુત્રી અને ત્રણ સંબંધી હતાં. મારી સાથેના કોઈ પણ બચી શક્યા નથી.”

પોતાના બચી જવા અંગે સોનલબહેન ને જણાવે છે, “ગાડી પાછળનો કાચ ભાંગી ગયો હતો જેમાંથી હું બહાર નીકળી ગઈ હતી.”

“બહાર આવીને બધાને મદદ માટે વિનંતી કરતી હતી. જોકે કોઈ મદદ માટે આવ્યું ન હતું. સાત વાગ્યે આ ઘટના બની હતી. છેક અગિયાર કલાકે બધાને બહાર કાઢવામાં આવ્યા હતા.”

વડોદરા : મહી નદી પરનો પુલ તૂટતાં 15 લોકોનાં મોત, બચાવવા ગયેલા લોકોએ શું જોયું?
“દીકારાની માનતા પૂરી કરવા માટે પરિવાર બગદાણા જઈ રહ્યો હતો પણ…”

સોનલબહેનની આંખ સામે તેમનો પરિવાર પાણીમાં ડૂબી ગયો. જ્યારે તેમના બે વર્ષના પુત્ર, પુત્રી અને પતિ સહિત અન્ય સંબંધીઓને નદીમાં ડૂબી રહ્યા હતા ત્યારે સોનલબહેન લાચાર થઈને મદદ માટે બૂમો પાડી રહ્યાં હતાં.

ગંભીરા બ્રિજ તૂટવાની કમનસીબ ઘટનાએ સોનલબહેનના પતિ(રમેશભાઈ)ની સાથે એમનાં બે સંતાનો- બે વર્ષના દીકરા(નૈતિક) અને ચાર વર્ષની દીકરી (વેદિકા)નો પણ ભોગ લીધો છે.

સોનલબહેનના કાકાજી સસરા એટલે કે સોનલબહેનના સસરા રાવજી પઢિયારના ભાઈ બુધાભાઈના જણાવ્યા પ્રમાણે ચાર દીકરીઓ પછી અગિયાર વર્ષે સોનલબહેનના આ પુત્રનો જન્મ થયો હતો. એના જન્મની ખુશીમાં ગામમાં હજુ એક મહિના પહેલાં જમણવાર પણ ગોઠવ્યો હતો.

તેમણે જણાવ્યું કે, “પુત્ર જન્મની માનતા પૂરી કરવા માટે પરિવાર બગદાણા જઈ રહ્યો હતો પણ આ પરિવારના સુખને જાણે કુદરતની નજર લાગી ગઈ અને સવારે પરિવાર ગંભીરા બ્રિજ પાસેથી પસાર થતો હતો ત્યાં જ….એક પળમાં બધું વિખેરાઈ ગયું….પુલના તૂટવાની સાથે સોનલબહેનનો પરિવાર પણ જાણે તૂટી ગયો.”

સોનલબહેન કહે છે કે, “મારો બે વર્ષનો છોકરો પાણી પીને મરી ગયો, મારો ઘરવાળો મરી ગયો, મારી છોકરી પણ મરી ગઈ, મારી છોકરીઓનું શું કરીશ…હું શું કરું સાહેબ, મારી છોકરીઓ પપ્પા અને ભાઈ માગે છે, હું ક્યાંથી લાવું.. હવે કેમ કરીને દહાડા કાઢીશું…મારી પર આભ તૂટી પડ્યું છે.”

“મારી જોડે જ આવું થવાનું આવ્યું. હવે, આ બધું સરકારને જ જોવું પડશે, મારી છોકરીઓનું શું થશે…મારો ભગવાન જેવો માણસ પાણી પીને ડૂબી ગયો, હું કોના આશરે જીવીશ? મારા જોડે આવું શું કામ કર્યું?”

ઇમેજ કૅપ્શન,સોનલબહેનનાં સાસુ સૂરજબેન
સોનલબહેન જેવી જ સ્થિતિ એમનાં સાસુ સૂરજબહેનની છે. તેઓ કહે છે, “મારો દીકરો જાતરા જતો હતો. મારું કુટુંબ આખું જતું રહ્યું. અમારા દીકરા ડૂબી જાહે એવું નહોતું ધાર્યું.”

ગંભીરા પુલ દુર્ઘટના : ‘આ બ્રિજ 2022માં જ તૂટી ગયો હતો, પણ કોઈએ ધ્યાન ન આપ્યું,’ આવા આરોપ કેમ લાગી રહ્યા છે?
..તો અમારા એક-બે જણ બચી ગયા હોત
સોનલબહેનના પરિવારમાં અત્યારે કોણ કોને શાંત કરે એવી ગમગીન સ્થિતિ છે. પરિવારના સુખી જીવનના તમામ અરમાનો અત્યારે મહી નદીના એ પાણીમાં ડૂબી ગયા છે.

પઢિયાર પરિવારના મોભી અને સોનલબહેનના સસરા રાવજી પઢિયાર જણાવે છે કે, “ગાડીમાં કુલ સાત જણ હતા. જેમાં મારા બે જમાઈ, મારો દીકરો, દીકરાનાં વહુ, એક દીકરાના સાઢુ અને બે સંતાનો સામેલ હતાં. જેમાં માત્ર મારા દીકરાની વહુ (સોનલબહેન) બચ્યાં છે.”

“પુલ તૂટવાના સમચાર મળ્યા એટલે અમે સ્થળ પર ગયા. મારો દીકરો અને પરિવાર હજુ થોડા સમય પહેલાં જ નીકળ્યો હતો. સમાચાર મળ્યા એટલે અમે બે ભાઈઓ સ્કૂટર પર પહોંચ્યા પણ અમને પોલીસે આગળ જવાની ના પાડી. મેં મારો છોકરો અને તેનો પરિવાર હોવાની વાત કરી પણ તેઓ માન્યા નહીં. મારી વહુ મારી પાસે આવીને ‘મારા છોકરાને તમે કાઢો’નું રટણ કરી રહી હતી.”

રાવજીભાઈનું માનવું છે કે જો પોલીસવાળાએ તેમને અંદર જવા દીધા હોત તો અમારા એક- બે જણ બચી ગયા હોત.

‘સરકારી પાપે લોકો માર્યા ગયા છે’
રાવજીભાઈ, બુધાભાઈ, ગુજરાતી
ઇમેજ કૅપ્શન,સોનલબહેનના સસરા (જમણે) રાવજીભાઈ અને કાકાજી સસરા બુધાભાઈ
સરકારી તંત્ર પુલની જાળવણીમાં નિષ્ફળ પુરવાર થયું હોવાનો આરોપ હાલ લાગી રહ્યો છે. સરકાર સામે આ મામલે વડોદરા જિલ્લા પંચાયતના કૉંગ્રેસના સભ્ય હર્ષદસિંહ પરમારે દાવો કર્યો છે કે તેઓ ગંભીરા પુલ ‘જર્જરિત’ હોવાની દુર્ઘટનાનાં લગભગ ત્રણ વર્ષ પૂર્વે સરકારમાં રજૂઆત કરી ચૂક્યા છે.

હર્ષદસિંહ પરમારનો આરોપ છે કે કલેક્ટરના સૂચન બાદ આ મામલે કોઈ પગલાં લેવાયાં નહોતાં.

તેઓ કહે છે કે, “આ બ્રિજ આજે નથી તૂટ્યો, પરંતુ 2022માં જ્યારે અમે સૌ આગેવાનોએ ભેગા મળીને રજૂઆત કરી હતી એ સમયે જ તૂટી ગયો હતો.”

“આજ દિન સુધી સરકારના કોઈ અધિકારી દ્વારા આ બ્રિજની કોઈ સ્થળતપાસ કરવામાં આવી નથી. આ એક માનવસર્જિત ઘટના કહી શકાય. સરકારી કર્મચારીઓની સામેલગીરીને કારણે જ આ ઘટના બની છે.”

રાવજીભાઈ પણ આ મામલે કહે છે કે, “બે-ત્રણ વર્ષ પહેલાં અમારી જિલ્લા પંચાયતના એક સભ્યએ પુલ જર્જરિત હોવાની રજૂઆત કરી હતી. મોટાં વાહનો બંધ કર્યાં હોત તો આ દુર્ઘટના ન ઘટી હોત. આ અકસ્માત ન કહેવાય પણ સરકારની બેદરકારી કહેવાય. આ અધિકારીઓની બેદરકારીને લીધે પુલ તૂટ્યો છે.”

આટલું બોલતા રાવજીભાઈ ભાંગી પડે છે.

રાવજીભાઈના ભાઈ બુધાભાઈ બીબીસીને કહે છે, “મૃતક મારો ભત્રીજો છે. મારો પરિવાર બેહાલ થઈ ગયો છે. સરકારે અમારા માટે શું કર્યું? વિમાન દુર્ઘટનામાં કરોડો રૂપિયા આપી દીધા પણ હવે અમે બિન આધારિત થઈ ગયા છીએ.”

બુધાભાઈના જણાવ્યા પ્રમાણે “અગાઉ રજૂઆત કરી હોવા છતાં પણ વાહનવ્યવ્હાર ચાલુ હતો. અમે જ્યારે પસાર થતા ત્યારે ધ્રુજારી અનુભવાતી હતી. પુલ હલતો હોવાનું અનુભવાતો હતો.”

વહીવટીતંત્રે આ મામલે આરોપોને ફગાવ્યા છે.

વડોદરાના ઍક્ઝિક્યુટિવ એન્જિનિયર નૈનેશ નાઇકાવાલાએ ઇન્ડિયન ઍક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “ઇન્સ્પેક્શન બાદ જે યોગ્ય મરામતનું કામ કરવું જોઈતું હતું એ અમે કર્યું જ હતું. એ વખતે બ્રિજ પર કોઈ જોખમ હોવાનું અમને જણાયું નહોતું.”

બ્રિજ અગાઉથી જ જર્જરિત હતો અને તેનું ઇન્સ્પેક્શન યોગ્ય રીતે ન થયાના આરોપોનો જવાબ આપતાં પાદરાના ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ને જણાવ્યું હતું કે, “આ તો વિરોધીઓનું કામ છે આરોપો કરવાનું.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “આ બ્રિજની નિયમિતપણે તપાસ થતી હતી અને છેલ્લા ઇન્સ્પેક્શનમાં આ બ્રિજ પર કોઈ જોખમ હોય તેવું જણાયું નહોતું. છતાં આ જે દુર્ઘટના ઘટી છે, એ દુ:ખદ છે અને તેનાં કારણોની તપાસના આદેશ સરકારે પહેલાંથી જ આપી દીધા છે. તપાસ બાદ વધુ ખબર પડશે.”

ગંભીરા બ્રિજ દુર્ઘટના: બ્રિજ તૂટ્યો અને ‘અમે ગાડીમાંથી કૂદી પડ્યા’, બચી ગયેલા લોકોએ શું કહ્યું?

10 જુલાઈ 2025
વડોદરા અને આણંદને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ બુધવારે વહેલી સવારે અચાનક ધરાશાયી થયો હતો.

આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત થયાં છે.

બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની વાતચીતમાં વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ કહ્યું કે આ દુર્ઘટનામાં 15 લોકોનાં મોત થયાં છે. ચાર લોકો હજુ પણ ગુમ છે અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે પુલ તૂટવાની ઘટના સમયે જાણે ધરતીકંપ આવ્યો હોય એવો ભાસ થયો હતો, જેમાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં હતાં, જોકે કેટલાક લોકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે બચાવ કામગીરીમાં જોડાયેલા સ્થાનિકોની તત્પરતાને કારણે કેટલાકના જીવ બચી શક્યા હતા.

આ ભયાવહ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવેલી ક્ષણો કોઈને પણ હચમચાવી નાખે એવી છે.

“હું બચાવો બચાવોની બૂમ પાડતી રહી પણ કોઈ ન આવ્યું”
સોનલ બહેન, , વડોદરા, ગંભીર બ્રિજANI
ગંભીર બ્રિજ તૂટી પડ્યા બાદ પોતાના દીકરાને બચાવવા માટેની બૂમો પાડતાં સોનલબહેનનો વીડિયો ખૂબ વાઇરલ થયો હતો.

સોનલબહેન પઢિયાર આ દુર્ઘટનામાં બચી ગયાં હતાં. તેમણે એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમારી ગાડી એક ટ્રકની સાથે પડી હતી. હું ગાડીની પાછળની બાજુમાં બેઠી હતી. કિનારે લોકો ઊભા હતા. હું બચાવો-બચાવોની બૂમ પાડતી હતી. એક કલાક સુધી બૂમો પાડવા છતાં પણ કોઈ આવ્યું ન હતું. ત્યાર પછી બધા આવ્યા હતા.”

સોનલબહેનના પરિવારના ઘણા સભ્યો બ્રિજ તૂટી જવાના કારણે નદીમાં પડી ગયા હતા. સોનલબહેનના કહેવા પ્રમાણે તેઓ બગદાણા પૂનમ ભરવા જતાં હતાં. એમની સાથે છ લોકો હતા, જેમાં એમનો નાનકડો પુત્ર, પતિ, જમાઈ, બનેવી સહિતના લોકો હતા જેઓ ગોડીની અંદર જ હતા.

ઇમેજ કૅપ્શન,બચાવ કામગીરીમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા
મોહમ્મદપરાના નિવાસી ધર્મેશ પરમાર એએનઆઈ સાથેની વાતચીતમાં કહે છે, “મેં સવારે વીડિયો જોયો હતો. મારા પરિવારજનો સામેલ હોવાની જાણ થઈ હતી. મેં સ્થળ પર જઈને જોયું કે ગાડીમાં સવાર તમામ લોકો પાણીમાં ડૂબેલા હતા. મારા ફઇબા માત્ર બચી ગયાં હતાં. તેઓ ઈજાગ્રસ્ત થયાં હતાં. ગામલોકોની મદદથી એમને બહાર કાઢ્યાં હતાં.”

સોનલબહેન પઢિયારની જેમ નદીમાં પડેલ પિકઅપ વાનના ડ્રાઇવર તેમજ તેમની સાથે બાજુમાં બેઠેલા બે લોકોનો આબાદ બચાવ થયો છે. બોરસદથી જંબુસર જતા સમયે બ્રિજ પર અચાનક મોટેથી અવાજ આવતા ગાડીમાંથી જયેશભાઈ, અનવરભાઈ(ડ્રાઇવર) અને રઝાકભાઈ નામના ત્રણ શખ્સો કૂદી પડ્યા હતા.

અનવરભાઈ કહે છે, “અમે બોરસદથી જંબુસર જતા હતા ત્યારે પાછળથી પુલ તૂટી પડ્યો હતો. અને એકદમ ધડાકો થયો હતો. બ્રિજ તૂટતા જ બોલેરો વાન પાછળ જવા લાગી એટલે અમે બોલેરોમાંથી કૂદી પડ્યા હતા. અમે પાછળ જોયું તો અનેક વાહનો નીચે નદીમાં પડ્યાં હતાં.”

,બ્રિજ તૂટી જવાથી બે ટ્રક અને પિક-અપ વાહનો સહિતનાં વાહનો પાણીમાં પડ્યાં હતાં

બચાવ કામગીરીમાં સ્થાનિકોનો સહકાર નોંધપાત્ર રહ્યો હતો. રેસ્ક્યુ ટીમની સાથે સ્થાનિકો પણ બચાવમાં જોડાયા હતા અને વાહનોને બહાર કાઢવામાં મદદ કરી હતી.

મુજપુરના સ્થાનિક જયરાજસિંહ ને જણાવે છે કે, “મારા એક પરિચિતે મને કૉલ કરીને ઘટનાની જાણ કરી હતી. અમે ઘટનાની અડધો કલાકની અંદર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકો દોરડાની મદદથી વાહનોને ખેંચી રહ્યાં હતાં અને બચાવ કામગીરી કરી રહ્યા હતા. ત્યાં સુધી કોઈ ટીમ આવી નહોતી. એક માજી બચાવો બચાવોની બૂમો પાડી રહ્યાં હતાં. રેસ્ક્યુ ટીમ કલાક-બે કલાક પછી આવી હતી.”

સ્થાનિક રવિભાઈ કહે છે, “ઘટનાની જાણ થતાં અડધી કલાકમાં અમે પહોંચી ગયા હતા. મદદમાં સ્થાનિક લોકો આવી ગયા હતા. આ દુર્ઘટનામાં ભોગ બનેલી દરિયાપુરા ગામની જ ગાડી છે જેમાં નવ લોકો હતા. ભારવાહી વાહનો ચાલે ત્યારે આ બ્રિજ ધ્રૂજે છે. આ પહેલાં અમે ઘણી રજૂઆતો કરી હતી.”

એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ કામગીરી કરી રહી છે. મશીનની મદદથી લોખંડના દોરડાથી વાહનોને બહાર કાઢવાની કવાયત ચાલી રહી છે. એનડીઆરએફના અધિકારી રામેશ્વર યાદવે બીબીસીને રેસ્કયુ કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

પુલ તૂટવાની ખબર પડતા નદીને કાંઠે ગામના લોકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી કરી હતી.

સ્થાનિક રાજુભાઈના જણાવ્યા પ્રમાણે સવારે સાતને ચાલીસે આ ઘટના બની હતી અને તેઓ સવા આઠ વાગ્યે પહોંચી ગયા હતા. એમણે જોયું કે ‘વાહનો પાણીમાં ડૂબેલાં હતાં.’

ઉલ્લેખનીય છે કે આ પુલની સ્થિતિ અંગે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી. એકલબારા ગામના સરપંચ ધનજીભાઈ પઢિયારે જણાવ્યું કે, “બ્રિજ તૂટવાનો મૅસેજ મળતા જ હું અડધા કલાકમાં અહીં આવી ગયો. અહીં આવીને જોયું કે લગભગ ચાર ગાડી નીચે પડી ગઈ હતી. બીજી બાઇક પણ છે.”

તેમણે દાવો કર્યો કે “આ પુલ જર્જરિત હતો, તેની આવરદા પૂરી થઈ ગઈ હતી.”

ઘટનાસ્થળની નજીકના મુજપુર ગામના સરપંચ અભેસિંહ પરમારે જણાવ્યું કે, આ પુલ જર્જરિત હાલતમાં હતો અને બધે ખાડા પડી ગયા હતા. સળિયા પણ દેખાતા હતા. આ વિશે ઘણી રજૂઆત કરી છતાં કાળજી લેવામાં આવી ન હતી.

રાહત બચાવકાર્યમાં જોતરાયેલી એક વ્યક્તિ જગમારસિંહ પઢિયારે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, “મને સાડા સાત વાગ્યે આ બનાવ બન્યાની ખબર પડી, તે બાદ હું દોડીને અહીં આવ્યો. નદીમાં એક રિક્ષા, એક ટ્રક, એક ઇકો કાર, એક લોડિંગ મૅક્સ ગાડી અંદર પડી હતી.”

“લોકો અહીં અન્યોને ફોન કરીને બોલાવી રહ્યા હતા. અહીં પોલીસતંત્ર પણ આવ્યું. એ બધાએ મળીને કેટલાક મૃતદેહ કાઢ્યા છે. થોડા હજુ કાઢવાના છે. નદીમાં હાલ ચાર-પાંચ વાહન છે, પરંતુ તેમાં બાઇક નથી દેખાઈ. ”

તેઓ આગળ કહે છે કે, “આ ઘટનામાં મારા ગામના પાંચ લોકો હતા, જેમાંથી એક મહિલા બચ્યાં છે. તેમને દવાખાને મોકલ્યાં છે.”

રાહત બચાવમાં લાગેલી વધુ એક વ્યક્તિ રાજદીપ પઢિયારે કહ્યું કે, “અમે અહીં આઠ વાગ્યાથી છીએ. અમે અહીં ગાડીને દોરડાથી બાંધીને ખેંચીને બહાર કાઢી છે. બે લોકો જીવિત હતા, તેમને દવાખાને મોકલી આપ્યા છે.”

“અહીં પહેલાં ગામના લોકો જ હતા, પાછળથી બીજા લોકો પણ આવ્યા.”

ગંભીરા પુલ તૂટી પડ્યા પછી મોરબી પુલ દુર્ઘટનામાં પરિવારજનો ગુમાવનારા લોકો શું બોલ્યા?
13 જુલાઈ 2025
બુધવારે વડોદરામાં ગંભીરા ગામ નજીક મહી નદી પરનો પુલ તૂટી પડતાં કેટલાંય વાહનો અને તેમાં સવાર લોકો નદીમાં ખાબક્યાં હતાં અને ગુરુવાર બપોર સુધીમાં ઓછામાં ઓછા 18 લોકોનાં મોત થયાં હોવાની સત્તાવાર માહિતી હતી.

આ દુર્ઘટના બાદ મોરબીમાં થયેલી દુર્ઘટનાની વરવી યાદો પણ તાજી થઈ છે. 30 ઑક્ટોબર 2022ના રોજ મોરબી શહેરમાંથી પસાર થતી મચ્છુ નદી પરનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતાં માર્યા ગયેલા 135 લોકોના પરિવાર તે દુર્ઘટનાનાં અઢી વર્ષ બાદ પણ ન્યાય માંગી રહ્યો છે.

મૂળપણે 1887માં બનેલો આ પુલ ઑક્ટોબર 2022માં સમારકામ બાદ ખુલ્લા મુકાયાના પાંચમા દિવસે તૂટી પડ્યો હતો.

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો તેના 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં સરકારે એક એફઆઈઆર નોંધી કથિત રીતે જવાબદાર લોકો સામે ફોજદારી પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું. પીડિત પરિવારોના કહેવા પ્રમાણે તેમને યોગ્ય આર્થિક વળતર અને ન્યાય હજુ મળ્યા નથી.

મહી નદી પરનો પુલ બંધ કરાતા લોકો 13 કિ.મી. અંતર વધુ કાપવા મજબૂર

મહી નદી પરનો પુલ બંધ કરાતા લોકો 13 કિ.મી. અંતર વધુ કાપવા મજબૂર 1 – image

– ગળતેશ્વરના સેવાલિયા પાસે 70 વર્ષ જૂનો

– સેવાલિયાથી ટીંબા, ગોધરા તરફ જતા નોકરિયાતોને ખર્ચ વધવા સાથે સમયનો વેડફાટ

સેવાલિયા : ગળતેશ્વર તાલુકાના સેવાલિયા પાસે આવેલા મહીસાગર નદી ઉપરના ૭૦ વર્ષ જૂના જર્જરિત પુલને સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે સેવાલિયાથી ટીંબા અને ગોધરા તરફ જતા લોકો બે કિ.મી.ના બદલે ૧૫ કિ.મી.નું અંતર કાપવા મજબૂર બન્યા છે.
ગંભીરા પુલની દુર્ઘટના બન્યા બાદ સફાળા જાગેલા તંત્રએ મહીસાગર નદીના પુલ ઉપરના ખાડાનું તાકીદે સમારકામ ચાલુ કરી દીધું પરંતુ, એક સામાન્ય વરસાદે પુરેલા ખાડાની પોલ ખોલી નાખી અને યથાવત પરિસ્થિતિ થઈ ગઈ હતી.

મહીસાગર નદીનો બ્રિજ આશરે ૭૦ વર્ષ જૂનો તેમજ એક કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતો પુલ છે. આ પુલ સેવાલિયા તરફથી ગોધરા તરફ જવા માટે લોકો ઉપયોગ કરતા હતા. સેવાલિયાથી ટીંબા તરફ તેમજ ટીંબાથી સેવાલી તરફ નોકરી તથા ધંધા અર્થે જતા લોકો આ બ્રિજનો ઉપયોગ કરતા હતા. ગંભીરાની ઘટના બાદ મહીસાગર નદીના જર્જરિત પુલને સમારકામ કરવા માટે કલેકટરના જાહેરનામાના કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો. પુલ પરનો ટ્રાફિક ઇન્દોર-અમદાવાદ એક્સપ્રેસ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ રસ્તો બંધ કરવાના કારણે સેવાલિયા તરફથી ટીંબા તેમજ ટીંબાથી સેવાલીયા તરફ આવતા લોકો બે કિલોમીટરના બદલે ૧૫ કિ.મી. જેટલું વધુ અંતર કાપવા મજબૂર બન્યા છે. પુલ લગભગ બે મહિના માટે બંધ કરવામાં આવ્યો હોવાથી લોકો વધુ ખર્ચ અને સમયના વેડફાટ સાથે ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.

સાડા છ દસક જૂનો ભોગાવો પુલ ટેસ્ટીંગ માટે બંધ કરાયો

સાડા છ દસક જૂનો ભોગાવો પુલ ટેસ્ટીંગ માટે બંધ કરાયો

– ફેદરા-બગોદરા હાઈ વે પર ગુંદી ફાટક નજીક આવેલો

– ભોગાવો પુલ જેવા હજુ પણ અનેક બ્રિજ પણ જોખમી હાલતમાં, તંત્ર ક્યારે જાગશે ?

ધંધુકા : ફેદરા-બગોદરા હાઈ વે પર આવેલો ૬૭ વર્ષ જૂનો ભોગાવો પુલને ગુંદી ફાટક નજીક તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે.
આ પગલું ગંભીરા પુલ ધરાશાયી થયાની ઘટના બાદ બ્રિજોના સ્ટ્રક્ચરલ સર્વેના ભાગરૂપે લેવામાં આવ્યું છે. બ્રિજની જર્જરિત સ્થિતિને ધ્યાનમાં લઈને તેને ટેસ્ટિંગ માટે હાલના હાલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જાહેર સુરક્ષા માટે યોગ્ય પગલું છે, પરંતુ ગંભીર પ્રશ્ન એ છે કે આવા કેટલાય પુલ ગુજરાતમાં છે, જેમની સ્થિતિ જોખમી બની ગઈ છ, છતાં હાલ ચલાવવામાં આવી રહ્યા છે. દુર્ભાગ્યવશ, કોઈ મોટી દુર્ઘટના બને પછી જ તંત્ર જાગે છે, જે લોકોના જીવ સાથે ચેડાં સમાન છે.

હવે લોકમાંગ છે કે, તમામ ૩૦ વર્ષથી જૂના બ્રિજોની તાત્કાલિક તટસ્થ તપાસ કરવામાં આવે. સાથે સાથે જોખમી બ્રિજોને તાત્કાલિક બંધ કરીને વૈકલ્પિક વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવે. નિયમિત મેન્ટેનન્સ અને ઓડિટ માટે બ્રિજ મોનીટરિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવે તેમજ આના માટે જવાબદારી નક્કી થવી જોઈએ.

ધંધુકા : નર્મદા કેનાલ પરનો બ્રિજ પણ જર્જરિત

ધંધુકા વિસ્તારમાં નર્મદા કેનાલ પર આવેલ બ્રિજ પણ જર્જરિત હાલતમાં છે. આવી જગ્યાએ દરરોજ હજારો વાહનોની અવરજવર થાય છે. કોઈ પણ સમયે અકસ્માતની શક્યતા નકારી શકાતી નથી. મળતી માહિતી મુજબ આવા પુલોના મેન્ટેનન્સની કામગીરી વર્ષોથી યોગ્ય રીતે નથી થતી.

આણંદમાં 32 લાખનો રોડ મહિનામાં તૂટી જતા કોન્ટ્રાક્ટરને સ્વખર્ચે બનાવવા હુકમ

આણંદમાં 32 લાખનો રોડ મહિનામાં તૂટી જતા કોન્ટ્રાક્ટરને સ્વખર્ચે બનાવવા હુકમ 1 – image

– વેરાઈ માતાથી ચોપાટાના આરસીસી રોડમાં ખાડાંથી વેપારીઓને નુકસાન

– અમરેલીની કર્મા એજન્સી દ્વારા બનાવેલા રોડમાં બેદરકારી સામે આવતા મનપાની નોટિસ : રસ્તાનું કામ ફરી શરૂ કરતા રોડ બંધ કરવાથી વેપારીઓને ફરી હાલાકી

આણંદ : આણંદ મહાનગરપાલિકા દ્વારા વહેરાઈ માતા દરવાજાથી ચોપાટા સુધીના આરસીસી રોડની કામગીરીમાં ઇજારાદાર દ્વારા ગુણવત્તાયુક્ત તથા ટેન્ડર સ્પેસિફિકેશન મુજબ કામગીરી થયેલી ન હોવાનું જણાતા આણંદ મહાનગરપાલિકા દ્વારા ઇજારાદાર કર્મા એજન્સી- અમરેલીને ક્ષતિયુક્ત ભાગને સ્વખર્ચે અને જોખમે તુટેલા ભાગને નવેસરથી બનાવવા નોટિસ આપી હતી.
આણંદના હાર્દ ગણાતા ચોપાટા અને વેરાઈ માતા વિસ્તારમાં આરસીસી રોડનું રૂા. ૩૨ લાખના ખર્ચે એક મહિના અગાઉ ઈજારાદાર કર્મા એજન્સી- અમરેલી દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રોડ બંધ કરી દેવાતા શાકમાર્કેટ પણ બીજે લઈ જવામાં આવ્યું હતું. જેથી આ વિસ્તારના હોલસેલ અને છૂટક દુકાનદારોને મહિનાથી ધંધો બંધ થઈ જતા આથક નુકસાન થવા પામ્યું હતું. આ અંગે મહાપાલિકામાં પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.

આરસીસી રોડનું કામ પૂરું થયા બાદ ફરીથી રોડ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે વરસાદના કારણે આખો રોડ ધોવાઈ જતા મોટા ખાડા પડી ગયા હતા. એક જ મહિનામાં રોડ બિસ્માર બનતા આરસીસી રોડમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. આ અંગે ઈજારાદાર કર્મા એજન્સી- અમરેલીને વહેરાઈ માતા દરવાજાથી ચોપાટા સુધીના ક્ષતિગ્રસ્ત આરસીસી રોડને સ્વખર્ચે નવેસરથી બનાવવા મનપાએ નોટિસ ફટકારી છે. ત્યારે ઈજારાદાર દ્વારા તૂટેલા ભાગને નવેસરથી બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે.

તકલાદી રોડના કામથી મહાપાલિકા દ્વારા ફરી રોડ બંધ કરી દઈને રિપેરિંગ કામ શરૂ કરવામાં આવતા વિસ્તારના વેપારીઓમાં વિરોધ ફેલાયો છે. વેપારીઓએ જણાવ્યું છે કે, ચોપાટા વેરાઈ માતા વિસ્તારમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે હોલસેલ વેપારીઓ દ્વારા રૂપિયા ૫થી ૨૦ લાખ સુધીનું રોકાણ કરવામાં આવ્યું છે અને હવે રસ્તો બંધ કરી દેવામાં આવતા તમામ વેપારીઓને ગ્રાહકોના અભાવે મોટું નુકસાન થવાની સંભાવનાઓ છે. વિસ્તારમાં અનાજ- કરિયાણા સહિત અનેક વેપારીઓને રસ્તો બંધ થતા રોજ આથક નુકસાન થઈ રહ્યું છે. મહાપાલિકા દ્વારા આરસીસીના રોડમાં બેદરકારી અને હલકી ગુણવત્તાવાળું મટિરિયલ વાપરવામાં આવતા આખરે વેપારીઓને સહન કરવાનો વારો આવ્યો છે.

આણંદ પાલિકા હતી ત્યારે મોટાભાગના પાલિકાના ભાજપના પ્રમુખો ચોપાટા અને વેરાઈ માતાના વિસ્તારમાંથી જ પસંદગી પામ્યા છે. આ વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે. છતાં આરસીસીના રોડમાં આટલી મોટી બેદરકારી થવા પામી છે.

નવેસરથી શરૂ કરેલા કામની કોઈ રકમ હજી ચૂકવાઈ નથી : નાયબ મ્યુનિ. કમિશનર

આણંદ મનપાના નાયબ મ્યુનિ. કમિશનર એસ.કે. ગરવાલે જણાવ્યું છે કે, વહેરાઈ માતા દરવાજાથી ચોપાટા સુધીના આરસીસી રોડનું કામ જે નવેસરથી ઇજારાદાર દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે, એ કામ માટે આણંદ મહાનગરપાલિકા દ્વારા ઇજારાદારને કોઈ પણ રકમની ચુકવણી હજી સુધી કરવામાં આવેલી નથી.

કપડવંજના વાઘાવત નજીક વાત્રક નદીનો પુલ ક્ષતિગ્રસ્ત
Jul 13th, 2025

કપડવંજના વાઘાવત નજીક વાત્રક નદીનો પુલ ક્ષતિગ્રસ્ત 1 – image

– પુલ પર બેફામ ભારે વાહનોની અવરજવર

– પુલ પર લોખંડના સળિયા બહાર આવી જતા સમારકામ કરાયું હતું, વનસ્પતિ ઉગી નિકળી

કપડવંજ : કપજવંજના વાઘાવત નજીક વાત્રક નદીના પુલ ક્ષતિગ્રસ્ત હોવા છતાં બેફામ ઓવરલોડ વાહનોની અવરજવર થઇ રહી છે.ગંભીર પુલ દુર્ઘટના જેવી ઘટના ન સર્જાય તે માટે તાકિદે પગલાં લેવામાં આવે તેવી માગણી ઉઠી છે.
તાલુકાના વાઘાવત પાસે વાત્રક નદીના પુલ પરથી સળિયા બહાર આવી જતા તંત્ર દોડ્તુ થયું હતું અને સળિયાનું સમારકામ કરવામાં આવ્યું હતું. પુલ પરથી વનસ્પતિ પણ ઉગી નિકળી હતી. સાઇડમાં માટીના જામેલા થર દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પુલની કારણે સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. આ પુલ પર વાત્રક નદીની રેતીની લીઝ ધારકો દ્વારા રાત દિવસ ભારે વાહનોની આવરજવર રહે છે અને ઓવરલોડ વાહનોની અવરજવર છતાં કડક કાર્યવાહી તંત્ર દ્વારા કરાતી ન હોવાના પણ આક્ષેપો થયા છે. પુલ જર્જરિત થતાં ભારે વાહનો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પગલાં લેવામાં આવે તેવો માગણી ઉઠી છે. તંત્ર દ્વારા તાત્કાલિક પુલની મજબૂતાઇની ચકાસણી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માગણી છે.

પુલની ચકાસણી માટે ગાંધીનગરથી ટીમ આવશે : ના. કાર્યપાલક ઇજનેર

આ બાબતે બાંધકામ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર મિલન પંડયાએ જણાવ્યુ છે કે, આ બ્રિજ અંદાજે ૨૦૦૬ કે ૨૦૦૭ માં બન્યો હશે. આ પુલના સુરક્ષાની ચકાસણી માટે ભાગરૂપે ગાંધીનગરથી ટીમ આપવાની છે.

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે નવો બ્રિજ બનાવાશે, રાજ્ય સરકારે 212 કરોડ રૂપિયા કર્યા મંજૂર
Jul 13th, 2025

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે નવો બ્રિજ બનાવાશે, રાજ્ય સરકારે 212 કરોડ રૂપિયા કર્યા મંજૂર 1 વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુરમાં 9 જુલાઈ 2025ના રોજ ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં 20 લોકોના મોત નીપજ્યા હતા. બ્રિજ દુર્ઘટનાને લઈને પોલીસ અને સરકાર દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ત્યારે હવે બ્રિજ દુર્ઘટના બાદ મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે કે, મુજપુર પાસે મહી નદી પર નવો બ્રિજ બનશે. નવા ટુ લેન હાઈલેવલ બ્રિજ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 212 કરોડ મંજૂર કરાયા છે. દુર્ઘટનાગ્રસ્ત બ્રિજની સમાંતર નવો બ્રિજ તૈયાર કરાશે. 18 મહિનામાં પૂલ નિર્માણ માટે ટેન્ડરિંગ પ્રક્રિયાનો તાબડતોડ આરંભ કરાયો છે.

212 કરોડના ખર્ચે મુજપૂર પાસે નવો ટુ લેન હાઇલેવલ પુલ બનાવાશે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપૂર પાસે મહી નદી ઉપર નવો ટુ લેન પૂલ બનાવવા માટેની માર્ગ અને મકાનને વહીવટી મંજૂરી આપી છે. આ પૂર પાદરા અને આંકલાવને જોડશે.

દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર બનનારા આ નવા પૂલ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાજેતરમાં સર્વે કરી ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યાં નવો પૂલ બનાવવાની કાર્યવાહી આદરવામાં આવી હતી.

એ દરમિયાન અહીં પૂલ તૂટી પડવાની દુર્ઘટના બનતા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને પરિવહનથી જોડવા ઉપરાંત સ્થાનિકને રોજગારીના પ્રશ્નો, છાત્રોને આવાગમનના પ્રશ્નો સર્જાયા હતા. તેને ધ્યાને રાખી મુખ્યમંત્રીએ તત્કાલ આ પૂલ બનાવવાની મંજૂરી આપી છે.

માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર એન. વી. રાઠવાએ જણાવ્યું કે, મુજપૂર એપ્રોચ રોડ હાલમાં જે ટુ લેન છે, એને ફોર લેન કરી 7 મિટરનો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાઇવેથી પૂલ સુધી પહોંચવાના 4.2 કિલોમીટર માર્ગને ફોર લેન કરવામાં આવશે.

દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર નવો ટુ લેન હાઇલેવલ પૂલ બનાવવામાં આવશે. આ બન્ને કામ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા રૂ.212 કરોડની વહીવટી મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. પૂલ બનાવવાની કામગીરી 18 માસમાં પૂર્ણ કરવામાં આવશે. એના ટેન્ડરિંગ પ્રક્રીયા પણ આરંભી દેવામાં આવી છે.

કલેક્ટર કેતન ઠક્કરે ધ્રોલ તાલુકાના મેજર પુલોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું
Jul 13th, 2025

કલેક્ટર કેતન ઠક્કરે ધ્રોલ તાલુકાના મેજર પુલોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું

જામનગર જિલ્લામાં રોડ અકસ્માતો કે કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી એક સપ્તાહ દરમિયાન ખાસ ઝુંબેશના ભાગરૂપે જિલ્લાના વિવિધ પુલો તથા બાંધકામની ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે ધ્રોલ તાલુકાના સોયલ પાસે આવેલા 2 મેજર બ્રિજનું રૂબરૂમાં જઈ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. અને પુલોનું સ્ટ્રક્ચર તથા સલામતી જળવાઈ રહે તથા કોઈ અણબનાવ ન બને તે મુજબ યોગ્ય કામગીરી અને તપાસ કરવા લગત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પુલોના નિરીક્ષણ કરવા માટે ટીમો બનાવવામાં આવી છે. અને વિવિધ જગ્યાઓ પર તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

કલેક્ટર સાથે આ ચકાસણી દરમિયાન ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે તથા લગત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ચાર દિવસ બાદ ફરિયાદ થઈ દાખલ, હવે સરકારની ટીમ સાથે પોલીસ પણ કરશે તપાસ
Jul 12th, 2025

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ચાર દિવસ બાદ ફરિયાદ થઈ દાખલ, હવે સરકારની ટીમ સાથે પોલીસ પણ કરશે તપાસ

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં 20 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ઘટનાના 3 દિવસે આખરે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બ્રિજ દુર્ઘટનાને લઈને પોલીસ અને સરકાર દ્વારા તપાસ કરાશે.

વડોદરા જિલ્લામાં પાદરા તાલુકામાં મુજપુર અને આણંદ જિલ્લામાં આંકલાવ તાલુકાના ગંભીરાને જોડતા મહી નદી પરના બ્રિજનો 9 જુલાઈએ સવારે ત્રીજાથી ચોથા પીલર વચ્ચેનો સ્પામ અચાનક તૂટી પડવાની ઘટનામાં કુલ મૃત્યુઆંક 20 થયો છે, ત્યારે ગંભીર બ્રિજ દુર્ઘટના મામલે સરકારે કેટલાક અધિકારીને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે દોષિત છટકી ન જાય તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજ્ય સરકાર મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરતાં મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુઘર્ટના મનને અત્યંત વ્યથિત કરનારી છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.

આ પણ વાંચો: 3 સેકન્ડમાં એન્જિન બંધ, 32 સેકન્ડ હવામાં… જાણો અમદાવાદ પ્લેન ક્રેશ વખતે ક્યારે શું થયું

આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. તેમજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા પ્રત્યેક વ્યક્તિને 50,000 રૂપિયાની સહાય, ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.’

મેલ કરો ચેકિંગ કરાવી દઈશું! સુરત મેયર દ્વારા ONGC બ્રિજની તપાસની માગ સામે NHIના અધિકારીનો નફ્ફટાઈ ભર્યો જવાબ
Jul 12th, 2025

ગુજરાતના વડોદરા ખાતે બ્રિજ દુર્ઘટનામા હજી મૃતદેહ શોધવાની કામગીરી ચાલે છે તેમ છતાં સરકારી અધિકારીઓની નફ્ફટાઈ ઓછી થઈ નથી. સુરતમાં સૌથી જોખમી ગણાતા ઓ.એન.જી.સી. બ્રિજ પર ત્રણ જહાજ ટકરાઈ ચુક્યા છે અને બ્રિજ પરથી પસાર થતા લોકો ડરી રહ્યાં છે. આ બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માટે સુરતના સાંસદે પણ પ્રશ્ન ઉઠાવ્યા છે. આ બ્રિજ સુરત પાલિકાની હદમાં આવતા હોય સુરતના મેયરે એન.એચ.આઈ.ના અધિકારી ને બ્રિજની સ્થિતિ અંગે વાકેફ કરવા તથા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માટે જાણ કરી તો અધિકારીએ નફ્ફટાઈ પુર્વક કહ્યું તમારે જે પ્રશ્ન હોય કે જે જાણકારી જોઈતી હોય તો મને મેલ કરી દેજો તપાસ કરાવી દઈશું.

વડોદરા-પાદરાના બ્રિજ તૂટી પડવા પહેલાં આ બ્રિજનું રીપેરીંગ થયું હતું અને અધિકારીઓએ 100 વર્ષ બ્રિજ ચાલે તેવી બડાઈ હાંક હતી તેમ છતાં દુર્ઘટના થઈ અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટના બાદ પણ અધિકારીઓની તુમાખી હજી ઓછી થઈ ન હોય તેવો બનાવ સુરતમાં બન્યો છે. સુરતમાં તાપી નદી અને દરિયાનું મિલન થાય છે ત્યાં ઓ.એન.જી.સી. બ્રિજ આવ્યો છે. આ બ્રિજ સાથે ભુતકાળમાં ત્રણ વખત મોટા જહાજો અથડાયા છે. આ ઉપરાંત આ બ્રિજ પરથી હજારાના ઉદ્યોગના હજારો ભારેખમ વાહનો પસાર થાય છે અને તે સમયે બ્રિજ ધ્રુજે છે અને તેના કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ છે.

પાદરા બ્રિજ દુર્ઘટના બાદ સુરતના સાંસદ મુકેશ દલાલે પણ આ બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સામે પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું. ઓ.એન.જી.સી. બ્રિજ બાબતે રજૂઆત કરી છે. ભૂતકાળમાં ત્રણેક જહાજ અથડાયા હતા સ્પાનને નુકસાન થયું હોવાની સંભાવના છે. તેથી સ્ટ્રકચર સ્ટેબિલીટી રિપોર્ટ કોઈ નિષ્ણાત એજન્સીને સોંપી કઢાવી લેવો જોઈએ જેથી કરીને ભવિષ્યની કોઈ જાનહાની ટાળી શકાય તેમ છે. આ બ્રિજ પરથી હજીરાની ઈન્ડ્સ્ટ્રીઝમાંથી ભારે વાહનો મોટી સંખ્યામાં પસાર થાય છે. ભવિષ્યની દુર્ઘટનાને ટાળવા માટે સ્ટ્રકચર સ્ટેબિલીટી રિપોર્ટ કાઢવો જોઈએ.

આ ઉપરાંત આ બ્રિજ જોખમી વાહનોની અનેક રજૂઆત સુરતના મેયરને પણ મળી હતી. તેથી ભવિષ્યમાં પાદરા બ્રિજ જેવી દુર્ઘટના ન થાય તે માટે તેઓએ એન.એચ.આઈ.ના અધિકારીને ફોન કર્યો હતો અને આ બ્રિજની સ્ટેલીબીટી અને કામગીરીની માહિતી માંગી હતી. જોકે, આ અધિકારીએ મેયર દક્ષેશ માવાણીને પણ એવું કહી દીધું હતું કે, આ બ્રિજની ચકાસણી વર્ષમાં બે વાર થાય છે અને જાન્યુઆરીમાં પણ ચકાસણી થઈ ગઈ છે બ્રિજ સલામત છે. જો તમારે કોઈ ફરિયાદ હોય કે અન્ય કોઈ તપાસ કરાવવી હોય તો મેલ કરી દો તે પ્રમાણે કામગીરી કરીશું.

વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ બ્રિજની ચકાસણીની વાત કરી છે ત્યારે એન.એચ.આઈ.ના અધિકારીએ મેયરને આપેલો જવાબ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ખાડાને લીધે કોઈ મૃત્યુ પામે તો કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો કેસ થશે, વલસાડ કલેક્ટરનો નિર્ણય
Jul 12th, 2025

ખાડાને લીધે કોઈ મૃત્યુ પામે તો કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો કેસ થશે, વલસાડ કલેક્ટરનો નિર્ણય

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 20 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારબાદ તંત્ર હરકતમાં આવી ગયું છે. ત્યારે વલસાડ કલેક્ટરે મોટો નિર્ણય લેતાં કહ્યું છે કે ખાડાને કારણે કોઈ મુસાફર જીવ ગુમાવે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો કેસ નોંધાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ કલેક્ટરે આદેશ કરતાં જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદના કારણે વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં. 48 પર રસ્તાઓને ભયંકર નુકશાન થયું છે, રસ્તાઓમાં મોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે ટ્રાફીકની સમસ્યા, અકસ્માતો, ગંભીર ઈજા તથા મૃત્યુના બનાવો બન્યા છે. આ બાબતે નેશનલ હાઈવે ઓથોરીટીના સબંધિત કચેરીને ટેલિફોનિક, મેસેજથી અવારનવાર જાણ કરી છે.

વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં. 48 ઉપર પડેલા ખાડાને કારણે થતા અકસ્માતો તથા મુસાફરોને પડતી હાલાકી માટે રોડ મરામત કરવા માટે જવાબદાર કોન્ટ્રાકટર જો રોડ યોગ્ય રીતે સમયમર્યાદામાં રીપેર નહિ કરે તો અને તેને કારણે અકસ્માતથી માનવ મૃત્યુ થશે તો ભારતીય ન્યાય સંહિતાની કલમ-106 મુજબ ગુનાહિત બેદરકારીના કારણે માનવ મૃત્યુની ફરીયાદ અને જાહેર જનતાને મુસાફરીમાં અડચણ બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબ ફરીયાદ દાખલ કરવા હુકમ કર્યો છે.

પુલ તૂટયાના ત્રણ દિવસ બાદ આરોગ્ય મંત્રીની મુલાકાત, પેડેસ્ટ્રલ અને આર્ટિક્યુલેશન ક્રશ થવાથી ગંભીરા બ્રિજ તૂટી પડ્યો
Jul 12th, 2025

પુલ તૂટયાના ત્રણ દિવસ બાદ આરોગ્ય મંત્રીની મુલાકાત, પેડેસ્ટ્રલ અને આર્ટિક્યુલેશન ક્રશ થવાથી ગંભીરા બ્રિજ તૂટી પડ્યો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટનાના 3 દિવસ બાદ શુક્રવારે રાજ્યના આરોગ્ય મંત્રીએ સ્થળની મુલાકાત લીધી હતી અને તેમણે કહ્યું હતું કે, આ બ્રિજનો પેડેસ્ટ્રલ અને આર્ટિક્યુલેશન ક્રશ થવાના કારણે બ્રિજનો એક હિસ્સો તૂટી પડ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

30 દિવસમાં તપાસ સમિતિ મુખ્યમંત્રીને અહેવાલ સુપરત કરશે

આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે કહ્યું હતું કે, 30 દિવસમાં કમિટિ બ્રિજ તૂટી પડવા પાછળના કારણો સાથેનો અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરશે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે ઘ્યાનમાં આવેલી બેદરકારીના આધારે માર્ગ અને મકાન વિભાગના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. હજી પણ જે કાર્યવાહી કરવી પડે તે કરવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, બ્રિજ દુર્ઘટના બાદ શોધખોળની કામગીરી અંતિમ તબક્કામાં છે. અંદર પડેલા વાહનો બહાર કાઢવામાં આવ્યા છે અને હતભાગીઓના મૃતદેહો તેમના પરિવારજનોને સુપરત કરાયા છે.

આ પણ વાંચો: વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃતકાંક વધીને 20ને સ્પર્શ્યો, આરોગ્ય મંત્રીએ બ્રિજ તૂટવાનું કારણ જણાવ્યું

પેડેસ્ટ્રલ અને આર્ટિક્યુલેશન એટલે શું?

બ્રિજના પિલરો પર એક પછી એક ગડર બેસાડીને પુલ બનાવાતો હોય છે.દરેક ગર્ડરને પિલરની ઉપર તરફના હિસ્સા પર એક બેરિંગ બેસાડીને તેના પર ફિટ કરાતો હોય છે. આ હિસ્સાને પેડેસ્ટ્રલ કહેવામાં આવે છે.જ્યારે બે ગર્ડર વચ્ચેનો સાંધો આર્ટિક્યુલેશન તરીકે પણ ઓળખાય છે.

વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃતકાંક વધીને 20ને સ્પર્શ્યો, આરોગ્ય મંત્રીએ બ્રિજ તૂટવાનું કારણ જણાવ્યું
Jul 12th, 2025

વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃતકાંક વધીને 20ને સ્પર્શ્યો, આરોગ્ય મંત્રીએ બ્રિજ તૂટવાનું કારણ જણાવ્યું

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરાને જોડતા મહિ નદી પરનો બ્રિજ તૂટી પડતા લોકો નદીમાં ખાબક્યા હતા. તંત્રને આજે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે આ દુર્ઘટનામાં બચી ગયેલા અને સયાજી હોસ્પિટલમાં સારવાર લેતા ઇજાગ્રસ્તનું આજે સવારે મોત થયું છે. બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ આંક 20 ઉપર પહોંચી ગયો છે.

બ્રિજના પિલર નીચેથી મૃતદેહ મળી આવ્યો હજી એક લાપતા, ત્રણ દર્દીઓ સારવાર હેઠળ

ગંભીરા બ્રિજનો ત્રીજા અને ચોથા પિલર વચ્ચેનો ભાગ તૂટી જતા સર્જાયેલી દુર્ઘટનાના દિવસે તંત્રે હાથ ધરેલા ઓપરેશનમાં બે માસૂમ બાળકો સહિત 13 લોકોના મૃતદેહ મળ્યા હતા. જ્યારે શુક્રવારે કાર્યવાહી દરમિયાન પાંચ લોકોના મૃતદેહ મળ્યા હતા. દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત પાંચ લોકોને સયાજી હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી સમગ્ર પરિવાર ગુમાવનાર દરિયાપુરની મહિલા સોનલબેન પઢિયારને રજા આપી દેવામાં આવી હતી. જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્તો સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

આ પણ વાંચો: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ગ્રામજને કરી સસ્પેન્ડેડ ઇજનેરની જાહેરમાં ઝાટકણી, વીડિયો વાયરલ

તે પૈકી બોરસદ તાલુકાના દહેવણ ગામના ઇજાગ્રસ્ત નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ઉં.વ.45 નું સારવાર દરમિયાન આજે સવારે મોત થયું છે. બનાવના દિવસે નરેન્દ્રસિંહ પરમાર અને તેમની સાથે ભૂપેન્દ્રભાઇ નાઇટ શિફ્ટની નોકરી પૂરી કરીને ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન બ્રિજ તૂટી પડતા તેઓ પાણીમાં પડ્યા હતા. પાણીમાં તરતી બોરીઓ પૈકીની એક બોરી પકડી લેતા તેઓ ડૂબ્યા નહતા. તેઓને એક શખ્સે બચાવી લીધા હતા. ત્યારબાદ નાવડીમાં બહાર આવ્યા પછી તેઓને સયાજીમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેના પગલે પરિવારમાં રોક્કળ મચી ગઇ હતી. પરિવારે સારવારમાં બેદરકારીનો આક્ષેપ કર્યો હતો.

મોતનું ચોક્કસ કારણ પી.એમ. રિપોર્ટ પછી જાણી શકાશે. જ્યારે શુક્રવારે બપોર પછી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. દુર્ઘટનામાં પાણીમાં ગરકાવ થયેલા ટ્રક ડ્રાઇવર સુખાભાઇ ભગવાનભાઇ વાગડિયા, ઉં.વ.32 (રહે. સરસવા ગામ, પંચમહાલ)નો મૃતદેહ પિલરની નીચેથી મળી આવ્યો છે.

ગંભીરા પુલ તૂટી પડતા ફરીને જવું પડતું હોવાથી કંપનીના 500 કર્મીની હડતાળ
Jul 12th, 2025

ગંભીરા પુલ તૂટી પડતા ફરીને જવું પડતું હોવાથી કંપનીના 500 કર્મીની હડતાળ

– પાદરા પાસેની ઋષિ એફઆઈબીસી કંપનીના કર્મચારીનો વિરોધ

– 4 કલાકનો વધુ સમય, લક્ઝરી બસ ભાડું વધતા આર્થિક ભારણ : અઠવાડિયામાં નિર્ણય લેવા સંચાલકોની બાહેધરી

આણંદ : ગંભીરા પુલ દુર્ઘટના બાદ પાદરા તરફ નોકરીએ જતા આંકલાવ અને બોરસદ તાલુકાના ૫૦૦થી વધુ કર્મચારીઓએ આસોદર ચોકડીએ હડતાળ પર ઉતર્યા હતા. નોકરી જતા વધુ ખર્ચ અને સમય બગડતો હોવાથી કંપની ભાડામાં રાહત આપે અને સમય ઓછો કરે તેવી માંગણી સંદર્ભે ખાનગી કંપનીના સંચાલકોએ અઠવાડિયામાં નિર્ણય લેવાની બાહેધરી આપી હતી.
આંકલાવ તાલુકાની આસોદર ચોકડીએ હડતાળમાં કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ગંભીરા બ્રિજ તૂટી જતા હવે આ વિસ્તારના યુવકોને નોકરી માટે વાસદ, વડોદરા થઈને ફરીને જવાનું ફરજિયાત થઈ પડયું છે. જેથી પાદરા પાસે આવેલી ઋષિ એફઆઈબીસી કંપનીમાં બોરસદ, આકલાવ તાલુકામાંથી રોજના ૧૦ લક્ઝરી બસમાં ૫૦૦થી વધુ કર્મચારીઓ નોકરી જતા હતા. હવે રોજિંદા આવવા જવામાં ચાર કલાક જેટલો સમય વધુ જઈ રહ્યો છે તથા ૯ કલાકની નોકરી સહિત હવે કુલ ૧૪ કલાકનો સમય ફાળવવામાં આવી રહ્યો છે. જેની સામે પગાર માત્ર દૈનિક ૫૦૦થી ૫૫૦ જેટલો મળે છે. બસમાં ગામ પ્રમાણે અંદાજિત માસિક ભાડું ૮૦૦થી ૧૪૦૦ રૂપિયા થાય છે. જે પગારમાંથી કપાત કરીને ચૂકવી દેવાય છે. હવે રૂટ લાંબો થતા બસવાળા કે કર્મચારીઓને વધુ ભાડું ખર્ચવું પડે તે પોસાય તેમ નથી. ઉપરાંત રોજના ચાર કલાકની નોકરીનો સમય પણ અવર-જવરમાં વધી જતા હવે તમામ કર્મચારીઓએ આસોદર ચોકડીએ આવેલા બ્રિજ પાસે હડતાળ પર બેઠા હતા.

કર્મચારીઓની માંગણી છે કે, સમય સવારે ૯થી ૫ વાગ્યાના બદલે ૯થી ૪ કરાય અથવા રોજિંદા એક કલાકનો પગાર વધુ આપવામાં આવે, લક્ઝરી બસના ભાડામાં પણ રાહત અપાય તેવી માંગ કરી હતી. જે સંદર્ભે મોડી સાંજે કંપનીના સંચાલકોએ કર્મચારીઓ સાથે વાટાઘાટો કરી અઠવાડિયા બાદ કર્મચારીઓની માંગણી પ્રત્યે યોગ્ય નિર્ણયની બાહેધરી આપતા કર્મચારીઓ હડતાળ સમેટી લીધી હતી.

મહી નદી બ્રીજ દુર્ધટનાના સંદર્ભમાં નવતર પ્રકારે વિરોધ પ્રદર્શનઃ કાર્યકરોની અટકાયત
Jul 12th, 2025

મહી નદી બ્રીજ દુર્ધટનાના સંદર્ભમાં નવતર પ્રકારે વિરોધ પ્રદર્શનઃ કાર્યકરોની અટકાયત

જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે

સરકારમાં ચાલતા ભ્રષ્ટચારને લીધે લોકોએ ટેક્સ અને જીવ બન્ને દેવા પડે છે તેવા પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી શરીરે પાટાપીંડી કરી કોંગ્રેસ દ્વારા વિરોધ

જામનગર: વડોદરાની મહીસાગર નદી પરના બ્રીજ ની દુર્ઘટનાના મામલે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે લાલ બંગલા સર્કલમાં નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કરાયું હતું. કોંગી કાર્યકરો પાટા પિંડી સાથે રોડ રસ્તા પર ઉતર્યા હતા. અને પોલીસ દ્વારા ૧૫ કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે.
વડોદરા નજીક મહીસાગર નદી પરના બ્રીજ તૂટી પડતા અનેક નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો છે.તે મામલે જામનગરમાં નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કરાયું હતું. ગુજરાતમાં ભાજપની સરકારમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. જેના કારણે ગુજરાતની નિર્દોષ પ્રજાએ ટેક્સ તેમજ જીવ બંને દેવો પડે છે, તેમ દર્શાવીને પોસ્ટર સાથે કોંગી કાર્યકર્તાઓ દ્વારા જાહેરમાં લાલ બંગલા સર્કલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ મનપાના વિરોધ પક્ષના નેતાની રાહબરીમાં કોંગી કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા. જેમાં કેટલાક કાર્યકર્તાઓએ પોતાના શરીરમાં પાટા પીંડી કરીને ે નવતર પ્રકારે વિરોધ દર્શાવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ વેળાએ સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે દોડી આવી શહેર કોંગી પ્રમુખ સહિત ૧૫ કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી.

ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તંત્ર દોડતું થયું વડોદરા જિલ્લાના 20 બ્રિજોનું ઇન્સ્પેક્શન
Jul 12th, 2025

ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તંત્ર દોડતું થયું વડોદરા જિલ્લાના 20 બ્રિજોનું ઇન્સ્પેક્શન
symbolic
વડોદરાઃ રાજ્યમાં કોઇ પણ દુર્ઘટના બને ત્યારબાદ તંત્ર એકાએક જાગીને કામે લાગતું હોવાના વારંવાર કિસ્સા જોવા મળી રહ્યા છે ત્યારે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ પણ તંત્ર દોડતું થયું છે.
વડોદરા જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા જુદીજુદી ટીમો બનાવીને જિલ્લા પંચાયત હસ્તકના વાઘોડિયા,સાવલી નજીકના ડેસર અને ડભોઇ તાલુકાના ૭ મેજર (૩૦ મીટરથી વધુ લંબાઇ ધરાવતા),૧૨ માઇનોર બ્રિજ અને ૧ કોઝવે મળી કુલ ૨૦ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.

ટીમો દ્વારા બ્રિજની હાલની સ્થિતિનું નિરીક્ષણ કરાયા બાદ ટૂંક સમયમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપવામાં આવનાર છે.આ બ્રિજોનું હવે ડિઝાઇન સેલ દ્વારા પણ ઇન્સ્પેક્શન કરવામાં આવનાર છે.

DDO અને કલેક્ટરને તમામ બ્રિજો તપાસવા આદેશ

ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ કલેક્ટર અને ડીડીઓને તેમના વિસ્તારના મેજર અને માઇનોર બ્રિજ ઉપરાંત કોઝવે સહિતના નાળાની તાત્કાલિક તપાસ કરાવવા આદેશ આપ્યો છે.જેના ભાગરૃપે વડોદરા જિલ્લામાં તપાસમાં જોડાઇ છે.

વડોદરા જિ.પં.ના ક્યા મેજર બ્રિજ તપાસ્યા

તાલુકો બ્રિજ

વાઘોડિયા કરમલીયાપુરા- તામસીપુરા

વાઘોડિયા સાંગાડોલ- વસવેલ

ડેસર શિહોરા-લટવા

ડેસર પાન્ડુ-ગોપારી

ડેસર રાણીયા-શિહોરા

ડભોઇ ડભોઇ-કરનેટ

ડભોઇ માંડવા-કરનાળી

ગંભીરા બ્રિજ પ્રકરણમાં ચાર એન્જિનિયરોને સસ્પેન્ડ કરાયા બાદ બે નવી નિમણૂક
Jul 12th, 2025

ગંભીરા બ્રિજ પ્રકરણમાં ચાર એન્જિનિયરોને સસ્પેન્ડ કરાયા બાદ બે નવી નિમણૂક
વડોદરા,ગંભીરા બ્રિજ તૂટી પડયા બાદ ગઇકાલે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર સહિત ચારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેરની જગ્યા પર નવી નિમણૂક કરવામાં આવી છે.

કાર્યપાલક ઇજનેર તરીકે કૌશલ બ્રહ્મભટ્ટ અને નાયબ કાર્યપાલક ઇજનેર અક્ષય જોશી મૂકાયા

માર્ગ અને મકાન વિભાગ અમદાવાદના કાર્યપાલક ઇજનેરની કચેરીમાં ફરજ બજાવતા કૌશલ એમ. બ્રહ્મભટ્ટની વડોદરા જિલ્લા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર(સિવિલ) તરીકે તાત્કાલિક અસરથી બદલી સાથે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે માર્ગ મકાન પેટા વિભાગ ડભોઇના નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા અક્ષય ધુ્રવભાઇ જોશીને વડોદરા જિલ્લા માર્ગ મકાન પેટા વિભાગ-એકના નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) તરીકે બદલી સાથે નિયુક્તિ કરવામાં આવી છે. ગઇકાલે કાર્યપાલક ઇજનેર એન.એમ. નાયકવાલાને સસ્પેન્ડ કરાતા તેમના સ્થાને અક્ષય જોશીને વચગાળાની વ્યવસ્થા તરીકે હાલની ફરજો ઉપરાંત આ જગ્યા સંભાળવા આદેશ કરવામાં આવ્યોહતો, એ જ પ્રમાણે નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી. પટેલ સસ્પેન્ડ કરાતા તેમના સ્થાને કે.બી. પ્રજાપતિને હાલની ફરજો ઉપરાંત વચગાળાની વ્યવસ્થા તરીકે જગ્યા સંભાળવા આદેશ કરાયો હતો.

પાલડી ગામ પાસેનો બ્રિજ જર્જરીત હોય 7 મહિના માટે ભારદારી વાહનો ઉપર પ્રતિબંધ મુકાયો
જમીન સંપાદન પ્રગતિ હેઠળ હોવાથી નવો બ્રિજ બનતા હજુ સમય લાગશે
Jul 12th, 2025

પાલડી ગામ પાસેનો બ્રિજ જર્જરીત હોય 7 મહિના માટે ભારદારી વાહનો ઉપર પ્રતિબંધ મુકાયો

હાલોલ- વડોદરા હાઇવે નજીક આવેલ પાલડી પાસેના વિશ્વામિત્રી નદી ઉપરનો બ્રિજ જોખમી હોય આગામી 7 મહિના માટે ભારદારી વાહનો ઉપર પ્રતિબંધ મૂકી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવ્યું છે.

વાઘોડિયા તાલુકાના લીલોરા, પાલડી ,ખાખરીયા માર્ગ પરના વિશ્વામિત્રી નદી પરનો જુનો મેશનરી બ્રીજ જોખમી જણાતા વડોદરા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એસ.પટેલ દ્વારા જાહેરનામું જારી કરી જણાવ્યું છે કે, મેશનરી બ્રિજ જોખમી હાલતમાં હોય, હાલ તેની બાજુમાં નવા બ્રિજનું બાંધકામ પ્રગતિ હેઠળ છે. સંપાદનની કામગીરી અધુરી હોવાથી બ્રિજનું કામ પૂર્ણ થતા હજુ અંદાજે 8 મહિનાનો સમય લાગી શકે તેમ છે. જુના બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર ઉપર 15 ફેબ્રુઆરી 2026 સુધી પ્રતિબંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે પાલડી – ધનોરા – હરીપુરા- જરોદ – લીલોરા રોડ તથા પાલડી – શંકરપુરા – બોડીદ્રા- હાંસાપુરા – આસોજ – લીલોરા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.

ગંભીરા બ્રિજ દુર્ઘટના: ‘માત્ર ચાર ટાંકા આવ્યા હતા, જ્યુસ આપ્યા બાદ મોત થયું’, પરિવારનો હોસ્પિટલ પર આરોપ
Jul 11th, 2025

ગંભીરા બ્રિજ દુર્ઘટના: ‘માત્ર ચાર ટાંકા આવ્યા હતા, જ્યુસ આપ્યા બાદ મોત થયું’, પરિવારનો હોસ્પિટલ પર આરોપ

Vadodara News : વડોદરા અને પાદરાને જોડતા ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગંભીર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 નિર્દોષ નાગરિકોના મોત નીપજ્યા છે. આ કરુણ ઘટના બાદ રાજ્ય સરકારે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. આ દુર્ઘટનામાં ખાનગી કંપનીમાં સિક્યોરિટી તરીકે નોકરી કરતાં બોરસદના દહેવણ ગામના 45 વર્ષીય નરેન્દ્રસિંહ પરમારનું નિધન થયું છે. દુર્ઘટનામાં નરેન્દ્રસિંહને આંખની ઉપરના ભાગે ઈજા થતાં એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. નરેન્દ્રસિંહના મોતને લઈને પરિવારે હોસ્પિટલ પર આરોપ લગાવ્યા હતા કે, ‘નરેન્દ્રસિંહને જ્યુસ આપ્યા બાદ મોત થયું છે.’

પતિના મોતથી પત્નીનું હૈયાફાટ રુદન

ગંભીર બ્રિજ દુર્ઘટનામાં 19 મૃતકોના પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, ત્યારે આણંદના બોરસદ તાલુકાના દહેવણ ગામના નરેન્દ્રસિંહ રતનસિંહ પરમારનું આજે (11 જુલાઈ) સારવાર દરમિયાન નિધન થયું છે. પતિના મોતના સમાચાર સાંભળતા જ પત્નીના હૈયાફાટ રુદનથી હોસ્પિટલમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ પણ વાંચો: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ગ્રામજને કરી સસ્પેન્ડેડ ઇજનેરની જાહેરમાં ઝાટકણી, વીડિયો વાયરલ

હોસ્પિટલની બેદરકારીથી થયું મોત: પરિવાર

દુર્ઘટના બાદ નરેન્દ્રસિંહની બે દિવસથી સારવાર ચાલી રહી હતી. જ્યારે નરેન્દ્રસિંહનું મૃત્યુ થતાં તેમના ભાઈ સિદ્ધાર્થ પરમારે એસએસજી હોસ્પિટલ ડૉક્ટર પર બેદરકારીના આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘નરેન્દ્રને આંખની ઉંપરના ભાગે ઈજા થતાં માત્ર ચાર ટાકા આવ્યા હતા અને હોસ્પિટલના મેનેજમેન્ટના કહેવાથી અમે તેને દાડમનું જ્યુસ આપ્યું હતું. ત્યારબાદ તેનું મોત નીપજ્યું છે. કાલે તે સારી રીતે વાતો કરતા હતા અને આજે આવું થયું છે. બીજું કે, અહીં ગરીબ દર્દીનું કોઈ ધ્યાન આપતું નથી.’

નર્મદા નદી પર પોઇચા નજીક રંગ સેતુ પુલ ભારે વાહનોની અવરજવર માટે બંધ
Jul 11th, 2025

નર્મદા નદી પર પોઇચા નજીક રંગ સેતુ પુલ ભારે વાહનોની અવરજવર માટે બંધ

Rang Setu Bridge : નર્મદા નદી પર પોઇચા ગામ પાસે ડભોઇ-સેગવા-રાજપીપળા રોડ પર આવેલા રંગ સેતુ પૂલને ભારે વાહનોના ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો છે. આ માટેનું જાહેરનામું કલેકટરે પ્રસિદ્ધ કર્યું છે. રંગસેતુ પૂલની નબળી હાલત હોવાથી આ નિર્ણય લેવામાં આવેલો છે. જ્યાં સુધી બ્રિજની ક્ષમતાની ચકાસણી ન થાય અને લોડટેસ્ટ કરવામાં ન આવે ત્યાં સુધી આ બ્રિજ ભારે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ બંધ થતાં વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જણાવ્યું છે.

જેમાં વડોદરાથી રાજપીપળા જતા ભારદારી વાહનોએ અવરજવર કરવા માટે વડોદરા-ડભોઇ-તિલકવાડા-દેવલીયા ચોકડી-ગરુડેશ્વર-રાજપીપળા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. સેગવા ચોકડીથી રાજપીપળા જતા ભારે વાહનોએ અવરજવર કરવા સેગવા-ડભોઇ-તિલકવાડા-દેવલિયા ચોકડી-ગરુડેશ્વર-રાજપીપળા રસ્તાનો ઉપયોગ કરવા જણાવ્યું છે. વડોદરા જિલ્લામાં સિનોર અને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાને જોડતો પોઇચા બ્રિજ કે જે રંગ સેતુ બ્રિજ તરીકે પણ ઓળખાય છે. જેનું લોકાર્પણ વર્ષ 2005માં કરવામાં આવ્યું હતું. અગાઉ આ બ્રિજ વર્ષ 2015-16 માં ક્ષતિ સર્જાતા વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો. બાદમાં બ્રિજનું સમારકામ 10 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું, રીપેરીંગ કામ છ મહિના ચાલ્યું હતું. બ્રિજનું નિર્માણ કરનાર કંપની ગેમન ઇન્ડિયા અને સરકારના જે તે સમયના અધિકારીઓ સામે પણ આક્ષેપો ઉઠ્યા હતા. વર્ષ 2021 માં ભૂકંપની અસરથી પૂલને નુકસાન થતાં ફરી ભારદારી વાહનો માટે બંધ કરી 1.25 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અત્યારે પણ બ્રિજની હાલત ખખડધજ છે. માત્ર 20 વર્ષમાં જ બ્રિજ જર્જરીત બની ગયો છે. આ બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર વધુ હોવાથી સરકારે 252 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી છે, અને આવતા માર્ચ મહિના સુધીમાં કામ શરૂ થઈ તેવી સંભાવના છે.

ગંભીરા બ્રિજ દુર્ઘટના: હજુ પણ ગુમ બે લોકોને શોધવા રેસ્ક્યૂ ઓપરેશન, મૃત્યુઆંક 19
Jul 11th, 2025

ગંભીરા બ્રિજ દુર્ઘટના: હજુ પણ ગુમ બે લોકોને શોધવા રેસ્ક્યૂ ઓપરેશન, મૃત્યુઆંક 19

Gambhira Bridge Collapse: વડોદરા જિલ્લામાં પાદરા તાલુકામાં મુજપુર અને આણંદ જિલ્લામાં આંકલાવ તાલુકાના ગંભીરાને જોડતા મહી નદી પરના બ્રિજનો બુધવારે સવારે ત્રીજાથી ચોથા પીલર વચ્ચેનો સ્પામ અચાનક તૂટી પડવાની ઘટનામાં કુલ મૃત્યુઆંક 19 થયો છે. આજે દહીવણ ગામના નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દુર્ઘટનાના દિવસે 13ના મૃતદેહો મળ્યા બાદ ગુરૂવારે વધુ પાંચના મૃતદેહો બચાવ એજન્સી દ્વારા તપાસ દરમિયાન મળ્યા હતાં. હજુ પણ બે મૃતદેહો ગુમ છે જેની શોધખોળ ચાલી રહી છે.

ત્રણ મૃતદેહો બ્રિજ નજીકથી અને એક ડબકા ગામે તણાયેલી હાલતમાં મળ્યો

મહી નદી પરના બ્રિજની દુર્ઘટના બાદ ગુરૂવારે આખો દિવસ બચાવ કામગીરી ચાલી હતી અને રાત્રે પણ ફ્લડ લાઇટના અજવાળે નદીમાંથી વાહનો બહાર ખેંચવા તેમજ ડૂબેલી વ્યક્તિઓની શોધખોળ માટેની કામગીરી હાથ ધરાઇ હતી.

આ પણ વાંચો: ગંભીરા બ્રિજ દુર્ઘટના: દુ:ખ વ્યક્ત કરવામાં સંવેદના નહીં માત્ર ફોર્માલિટી, નેતાઓએ મેસેજ કોપી-પેસ્ટ કર્યા

રાહત અને બચાવ કામગીરી વચ્ચે મૃત્યુઆંક વધીને હવે 18 થયો છે. એનડીઆરએફની ટીમ દ્વારા આજે વહેલી સવારે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન વધુ ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. જેમાંથી બે મૃતદેહ બ્રિજ નજીકથી જ્યારે એક ડબકા ગામે નદીના વહેણમાંથી મળ્યો હતો.

મહી નદીમાં એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ સહિત 10થી વધુ એજન્સીઓની ટીમો બચાવ અને રાહત કાર્યમાં જોડાયેલી છે. આ દુર્ઘટનામાં આણંદ, પંચમહાલ અને ભરૂચ જિલ્લાના કુલ બે વ્યક્તિઓનો હજી કોઇ પત્તો મળ્યો નથી.

બીજી તરફ ગુરૂવારે (10 જુલાઈ, 2025) ગંભીરા બ્રિજ મામલે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગના 1 એક્ઝીક્યુટીવ એન્જિનિયર, 2 ડેપ્યુટી એન્જિનિયર અને 1 આસિસ્ટન્ટ એન્જિનિયરને તત્કાલ અસરથી ફરજમુક્ત કરાયા છે.

રાજ્ય સરકાર મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરતાં મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુઘર્ટના મનને અત્યંત વ્યથિત કરનારી છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. તેમજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા પ્રત્યેક વ્યક્તિને 50,000 રૂપિયાની સહાય, ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.’

કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને રૂ. 2 લાખની સહાય જાહેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે ‘વડોદરા જિલ્લામાં બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટનામાં થયેલી જાનહાનિ અત્યંત દુઃખદ છે. આ ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. પ્રધાનમંત્રી રાહત ફંડ(PMNRF)માંથી મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના નજીકના સંબંધીઓને રૂપિયા 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને રૂપિયા 50,000ની સહાય પૂરી પાડવામાં આવશે.’

અમદાવાદના રિંગ રોડ પરના બ્રિજમાં ગાબડાં પડ્યાં, ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના બાદ તંત્ર જાગશે?
Jul 11th, 2025

અમદાવાદના રિંગ રોડ પરના બ્રિજમાં ગાબડાં પડ્યાં, ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના બાદ તંત્ર જાગશે?
Representative image

Ahmedabad Bridge: અમદાવાદની ભાગોળે કમોડ સર્કલ નજીક એસપી રિંગ રોડના સાબરમતી નદી પરના બ્રિજમાં માર્ગ પર મોટા મોટા ગાબડાં પડી ગયા છે. આ બ્રિજ પરથી દરરોજ નાના-મોટા હજારો વાહન ચાલકો પસાર થાય છે. ત્યારે અહીં પણ ગમે ત્યારે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ઘટી શકે તેવી ભીતિ જાગૃત નાગરિકોએ વ્યક્ત કરી છે. આ પુલના રસ્તા તેમજ તેના જોઈન્ટ સહિતના ભાગોનું સમારકામ તાત્કાલિક અસરથી હાથ ધરવું જરૂરી છે.

પૂર્વ અમદાવાદમાં નારોલ પાસે આવેલા સાબરમતી નદીપરના જર્જરિત બની ગયેલા શાસ્ત્રી બ્રિજનું સમારકામ થોડા સમય પહેલાં હાથ ધરાયું હતું. લાંબા સમય સુધી આ કામગીરી ચાલી હતી. જોકે આ બ્રિજ પણ હજી જોખમી જ છે. આ સ્થિતિ વચ્ચે જાગૃત નાગરિકોએ રજૂઆત કરતા જણાવ્યું છે કે, એસપી રિંગે રોડ પર કમોડ સર્કલથી ટોલનાકા વચ્ચે સાબરમતી પર બનેલા બ્રિજની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. બ્રિજના રસ્તા પર મોટા મોટા ગાબડાં પડી ગયા છે. પરિણામે તેના પરથી પસાર થતા ભારે વાહનો પછડાતા હોવાથી બ્રિજને વધુ નુકસાન થઈ રહ્યું છે. બ્રિજના જોઈન્ટ આસપાસ ખાડા પડી ગયા છે. આ બ્રિજ પરથી આખો દિવસ અને રાત સતત ભારે વાહનોની અવર-જવર રહે છે.

વડોદરા નજીકના ગંભીરા બ્રિજ મામલે પણ બે-ત્રણ વર્ષથી રજૂઆતો થઈ રહી હતી. જેને તંત્રએ ધ્યાને નહીં લેતા આખરે દુર્ઘટના ઘટી હતી. કમોડ પાસેનો બ્રિજ સાંકડો હોવાથી તેના પર ભારે વાહનોનો ટ્રાફિક પણ ખુબ જ થાય છે. ગંભીરા બ્રિજ જેવો બનાવ અહીં બને તો મોટા પ્રમાણમાં જાન-માલની ખુવારી થાય તેવી પૂરી શક્યતા છે. ત્યારે આ બાબતને ગંભીર બનીને જવાબદાર વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી બ્રિજની ચકાસણી અને જરૂરી સમારકામ હાથ ધરાય તેવી માંગ જાગૃત નાગરિકોએ કરી છે.

૪૦ કરોડના ખર્ચે બનાવાયેલો હાટકેશ્વરબ્રિજ ત્રણ કરોડના ખર્ચે છ મહીનામાં જમીનદોસ્ત કરી નંખાશે
હયાતબ્રિજ તોડયા પછી આ સ્થળે નવો કોઈ બ્રિજ બનાવવાનુ આયોજન નથી
Jul 11th, 2025

૪૦ કરોડના ખર્ચે બનાવાયેલો હાટકેશ્વરબ્રિજ ત્રણ કરોડના ખર્ચે છ મહીનામાં જમીનદોસ્ત કરી નંખાશે

અમદાવાદ,ગુરુવાર,10 જુલાઈ,2025

રુપિયા ૪૦ કરોડના ખર્ચે અજય ઈન્ફ્રાકોન દ્વારા હાટકેશ્વરબ્રિજ બનાવાયો હતો. ૧૫૦૦થી પણ વધુ દિવસથી બંધ એવા આ બ્રિજને રુપિયા ૩.૯૦ કરોડના ખર્ચથી છ મહીનામાં જમીનદોસ્ત કરી નંખાશે.મુંબઈ સ્થિત શ્રી ગણેશ કન્સ્ટ્રકશનને હયાતબ્રિજ તોડવા કામગીરી અપાઈ છે.બ્રિજ તોડયા પછી સ્ટીલ સહીતની અન્ય ચીજના વેચાણથી થનારી આવક કોન્ટ્રાકટર લઈ જશે.હયાતબ્રિજ તોડયા પછી આ સ્થળે નવો બ્રિજ બનાવવા કોઈ આયોજન કરાશે નહીં.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હયાત હાટકેશ્વરબ્રિજને તોડી પાડવા રુપિયા ૯.૩૧ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ.આ કામગીરી કરવા ત્રણ કંપની કવાલીફાય થઈ હતી. કોર્પોરેશન તરફથી ટેકનીકલ ઈવેલ્યુએશન પછી બ્રિજ તોડવા મુકેલા અંદાજ કરતા પણ ઓછા ભાવ શ્રી ગણેશ કન્સ્ટ્રકશન દ્વારા ભરવામા આવ્યા હોઈ કયા કારણથી આ કંપનીએ ઓછા ભાવ ભર્યા એ અંગે અધિકારીઓ દ્વારા પુછપરછ કરાઈ હતી.કંપની તરફથી એવો જવાબ અપાયો હતો કે,બ્રિજ તોડવા રુપિયા ૩.૯૦ કરોડનો ખર્ચ થાય એમ હોવાનુ તેમના ઈન્સપેકશન દરમિયાન ધ્યાનમાં આવેલુ છે. ઉપરાંત બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન નીકળનાર મટીરીયલમાંથી અંદાજે રૃપિયા ચાર કરોડ જેટલી આવક થવાની સંભાવના છે. ચોમાસાના સમય સાથે કુલ છ મહીનામાં હયાત હાટકેશ્વરબ્રિજ આ કંપની દ્વારા તોડી પાડવામાં આવશે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગદાણીએ કહયુ, હયાત હાટકેશ્વરબ્રિજને તોડયા પછી આ સ્થળે નવો બ્રિજ બનાવાશે નહીં.

બે બ્રિજ ઉપર સમારકામની કામગીરી ચાલુ, અમદાવાદમાં નદી ઉપરના તમામ બ્રિજનો તબકકાવાર લોડ ટેસ્ટ કરાશે
પંદર વર્ષ જુના બ્રિજને અગ્રીમતા અપાશે, જરુરી સમારકામ કરાશે,ગત વર્ષે ૬૯ બ્રિજનું ઈન્સપેકશન કરી રીપેરીંગ કરાયુ હતુ
Jul 11th, 2025

બે બ્રિજ ઉપર સમારકામની કામગીરી ચાલુ, અમદાવાદમાં નદી ઉપરના તમામ બ્રિજનો તબકકાવાર લોડ ટેસ્ટ કરાશે

અમદાવાદ,ગુરુવાર,10 જુલાઈ,2025

ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી અમદાવાદમાં સાબરમતી નદી ઉપર આવેલા તમામ બ્રિજનો તબકકાવાર લોડ ટેસ્ટ કરવા નિર્ણય કરાયો છે. પહેલા તબકકામાં ત્રણ બ્રિજ ઉપર લોડ ટેસ્ટ કરાશે. એક બ્રિજ ઉપર પાંચથી છ વખત લોડ ટેસ્ટ કરવાની સાથે જે તે બ્રિજની કન્સલ્ટન્સીને સાથે રાખીને બ્રિજની સ્ટ્રકચરલ સ્ટેબિલીટી અંગે પણ ચકાસણી કરાશે. પંદર વર્ષ જુના બ્રિજને અગ્રીમતા અપાશે. ચીમનભાઈ પટેલ બ્રિજ ઉપર માઈનોર રીપેરીંગ પુરુ કરાયુ છે. હાલમાં ગાંધીબ્રિજ અને જીવરાજ બ્રિજ ઉપર સમારકામ ચાલી રહયુ છે.ગત વર્ષે ૬૯ બ્રિજનું ઈન્સપેકશન કરાયુ હતુ. માર્ચ-૨૫માં સોળ બ્રિજ અને બે ફુટ ઓવરબ્રિજનુ ઈન્સપેકશન કરાયુ હતુ. જેનો રીપોર્ટ આવ્યા પછી જરુરી સમારકામ કરાશે.ચોમાસા પછી કોર્પોરેશનના ૪૨ બ્રિજનુ ઈન્સપેકશન કરાશે.

અમદાવાદમાં સાબરમતી નદી ઉપરના દસ બ્રિજ ઉપરાંત રેલવે ઓવરબ્રિજ, રેલવે અંડરબ્રિજ, ફલાયઓવરબ્રિજ, ચંદ્રભાગા ઉપરના બે રીવરબ્રિજ તેમજ ખારીનદી ઉપરના બે રીવરબ્રિજ, ખારીકટ કેનાલ ઉપરના સાત બોકસ કલ્વર્ટ મળી ૯૨ બ્રિજ આવેલા છે.આ પૈકી ૭૬ મ્યુનિસિપલ કોર્પોરેશન, ૧૪ રેલવે, એક નેશનલ હાઈવે ઓથોરીટી તથા એક વટવા જી.આઈ.ડી.સી.હસ્તકના છે.ગંભીરાબ્રિજની દુર્ઘટના પછી સાબરમતી નદી ઉપરના તમામ બ્રિજની સ્ટ્રકટરલ સ્ટેબીલીટી અને લોડ ટેસ્ટ ફરી વખત કરાશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાંત પરીખે કહયુ, નદી ઉપરના ત્રણ બ્રિજના લોડ ટેસ્ટ કરતા અગાઉ તમામ બ્રિજની વિજયુઅલી તપાસ કરાશે. નદી ઉપરના બ્રિજના લોડ ટેસ્ટ કરતા પહેલા શહેરીજનોને આ અંગે જાણ કરાશે.ટ્રાફિકની સમસ્યા ના થાય તે માટે જરુરી ડાઈવર્ઝન પણ અપાશે.ગત વર્ષે નદી ઉપર આવેલા નવ બ્રિજ ઉપરાંત રેલવે ઓવરબ્રિજ અને રેલવે અંડરપાસના પોર્શન,ફલાય ઓવરબ્રિજ અને ખારીકટ કેનાલ ઉપર આવેલા બોકસ કલ્વર્ટનુ ઈન્સપેકશન કરાયુ હતુ.માર્ચ-૨૫ પછી ૧૬ બ્રિજ તથા બે ફુટ ઓવરબ્રિજ માટે ટેસ્ટ સાથે ઈન્સપેકશનની કામગીરી પુરી કરવામાં આવી છે.

પંદર વર્ષ જુના બ્રિજ કયા-કયા?

નામ વર્ષ

સરદારબ્રિજ,નવો ૨૦૦૦

એલિસબ્રિજ,નવો ૨૦૦૧

આંબેડકરબ્રિજ ૨૦૦૬

દધિચીબ્રિજ ૨૦૧૧

સુભાષબ્રિજ ૧૯૭૩

સરદારબ્રિજ,જુનો ૧૯૪૦

ગાંધીબ્રિજ,જુનો ૧૯૪૨

ગાંધીબ્રીજ,નવો ૨૦૦૧

નહેરુબ્રિજ ૧૯૬૨

ઝઘડાફલાયઓવર ૧૯૯૮

શ્રેયસ ફલાયઓવર ૨૦૦૬

ગંભીરા પુલ દુર્ઘટનામાં આંકલાવના બામણના બે યુવકોના મૃતદેહ મળ્યા
Jul 11th, 2025

ગંભીરા પુલ દુર્ઘટનામાં આંકલાવના બામણના બે યુવકોના મૃતદેહ મળ્યા

એક સાથે બે અંતિમયાત્રા નીકળતા ગામમાં ગમગીનિ

નોકરીએ જતી વખતે બ્રિજ તૂટી પડતા ત્રણ મિત્રો બાઈક સાથે નદીમાં ખાબક્યા હતાં

આણંદ: ગંભીરા પુલ દુર્ઘટનામાં આંકલાવના બામણ ગામના બે યુવકોના મૃતદેહ મળ્યા હતા. બંનેની એક સાથે અંતિમયાત્રા નિકળતા ગામમાં ગમગીનિ છવાઈ ગઈ હતી. નોકરીએ જતી વખતે પૂલ તૂટતા ત્રણ મિત્રો બાઈક સાથે નદીમાં ખાબક્યા હતા.
ગંભીરા પુલ દુર્ઘટનાને ૨૪ કલાકથી વધુ સમય વીતિ ગયો છે. ત્યારે હજુ પણ મૃતદેહ દબાયા હોય એવી સંભાવનાઓ વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોમાં જોવા મળી રહી છે. દુર્ઘટનામાં અત્યાર સુધી ૧૫ મૃતદેહ મળી આવ્યા છે. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના બામણ ગામના બે યુવકોના દુર્ઘટનામાં મોત થયા છે. જેમાં મોહનભાઈ ચાવડા અને અતુલ રાઠોડના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. બંને મૃતકોની અંતિમયાત્રા આજે એક સાથે નીકળી હતી. એક જ ગામના બંને યુવકોની એક સાથે નનામી ઉઠતા ગામ હિબકે ચઢ્યું હતું. ગામમાં ગમગીનિનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારે હજૂ બે યુવકો લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતક અતુલ રાઠોડે બીએસસી સુધીનો અભ્યાસ કરેલો હતો. તે બ્રિજને સામે છેડે નજીકમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ગઈકાલે સવારે તે પોતાના અન્ય બે મિત્રો સાથે બાઈક ઉપર નોકરીએ જતો હતો. દરમિયાન બ્રિજ તૂટી પડયો હતો અને ત્રણેય મિત્રો બાઇક સાથે નીચે નદીમાં ખાબક્યાં હતા.

એનડીઆરએફના સર્ચમાં વધુ એક મૃતદેહ મળી આવ્યો
Jul 11th, 2025

એનડીઆરએફના સર્ચમાં વધુ એક મૃતદેહ મળી આવ્યો

આણંદ જિલ્લા વહીવટી તંત્રની ટીમ પણ કામે લાગી

રસાયણ ભરેલા ટેન્કરથી નુકસાન ના થાય માટે જીપીસીબીના અધિકારીઓ બોલાવાયા

આણંદ: પાદરા તાલુકાના મૂજપૂર ગામ ખાતે ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાના બીજા દિવસે વહેલી સવારથી માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ ઉચ્ચ સ્તરીય તપાસ કરવા માટે આવી પહોંચી હતી.
બીજી તરફ વહેલી સવારથી જ એનડીઆરએફ સહિતની બચાવ ટુકડીઓ દ્વારા શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આણંદ જિલ્લા કલેકટર અને જિલ્લા વહીવટી તંત્રની ટીમ વહેલી સવારે જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મહેસૂલી તંત્ર અને પોલીસની ટીમોએ રાતભર પડાવ નાખ્યો હતો. વહેલી સવારે એનડીઆરએફ દ્વારા થયેલા સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો હતો. રસાયણ ભરેલા ટેન્કરથી કોઈ નુકસાન ના થાય એ બાબતને અગ્રતા આપવા સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા આજે સવારે સ્થળ મુલાકાત કરવામાં આવી છે. તૂટી પડેલા ભાગને જરૂર પડે તો તોડવાની કાર્યવાહી કરવા માટે વડોદરા કલેકટરે પણ સૂચના આપી દીધી છે.

બગોદરા પાસે 60 વર્ષ જૂનો ભોગાવો બ્રિજ જર્જરિત થતાં સળિયા દેખાયા
Jul 11th, 2025

બગોદરા પાસે 60 વર્ષ જૂનો ભોગાવો બ્રિજ જર્જરિત થતાં સળિયા દેખાયા

– બ્રિજ ઉપર મસમોટા ખાડા પડતાં વાહન ચાલકોને હાલાકી

– સૌરાષ્ટ્રને મધ્ય ગુજરાત સાથે જોડાતા બ્રિજ પર દૈનિક હજારો વાહનની અવરજવર : દુર્ઘટના સર્જાય તો જવાબાદાર કોણ?

બગોદરા: વડોદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડવાના બનાવમાં મૃત્યુ આંક ૧૬ ઉપર પહોંચ્યો છે. ત્યારે બગોદરા હાઈવે પર ભોગાવો નદી પરના નાના પુલની પણ સ્થિતિ અતિ જર્જરિત છે. તાજેતરમાં જ કોંગ્રેસના એક મહિલા નેતાએ પુલ ઉપરના ખાડાઓ અને ટ્રાફિક સમસ્યાનો એક વિડીયો વાયરલ કર્યોે હતો. તેમ છતાં કોઇ નક્કર કામગીરી કરવામાં આવી નથી. બીજી તરફ બગોદરા હાઈવે પર નવીનીકરણ થઈ રહેલા પુલનો કામ ખોરંભે ચડયું છે.
પાંચ વર્ષથી વધુ સમયથી હાઈવે પર નવીનીકરણ થઈ રહેલા પુલનું કામ ચાલુ છતાં પુરૂ થતું નથી ઃ સમારાકામ માટે વારંવાર રજૂઆત

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે નંબર ૪૭ પર ૨૪ કલાક વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે, તેના પર બગોદરા ગામ નજીક આવેલો ભોગાવો નદીનો બ્રિજ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. ૬૦ વર્ષથી પણ વધુ જૂનો બ્રિજ હાલમાં અત્યંત જર્જરિત સ્થિતિમાં છે. બ્રિજના સળિયા ખુલ્લા દેખાય છે અને તેના પોપડા પડી રહ્યા છેે.

આશરે ત્રણ કિલોમીટર લાંબો આ બ્રિજ પર ઠેર ઠેર નાના-મોટા ખાડાઓ પડયા છે, જેના કારણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે. આ ખાડાઓથી વાહનચાલકોને મુશ્કેેલીનો સામનો કરવો પડે છે અને અકસ્માતનું જોખમ પણ વધે છે.

બીજી તરફ હાઇવે પર પાંચ વર્ષથી નવા બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. આમ છતાં, તંત્ર દ્વારા આ બ્રિજના સમારકામ અથવા નવીનીકરણ માટે કોઈ નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા નથી. જો આવી જર્જરિત સ્થિતિને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય, તો તેની જવાબદારી કોની હશે? જનતા અને વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને, તંત્રને તાત્કાલિક આ બ્રિજનું નિરીક્ષણ કરી, જરૂરી સમારકામ અથવા ફેરબાંધણી કરવા માટે પગલાં લેવાની માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ટળી શકે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કોંગ્રેસના એક મહિલા નેતાએ પુલ ઉપરના ખાડાઓ અને ટ્રાફિક સમસ્યાનો એક વિડીયો વાયરલ કર્યોે હતો. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

રાજકોટ જિલ્લામાં હાઈવેના 3 સહિત 5 પૂલો જર્જરિત,ચકાસણીનો આદેશ
Jul 11th, 2025

રાજકોટ જિલ્લામાં હાઈવેના 3 સહિત 5 પૂલો જર્જરિત,ચકાસણીનો આદેશ

વીરપુર પાસે, જેતપુર-દેરડી વચ્ચે અને ભાદર નદી ઉપર નવાગામ-આણંદપર પાસેના જર્જરિત પૂલને વાહન વ્યવહાર માટે બંધ કરવા તજવીજ : કાલાવડ રોડના પુલની મરમ્મત થશે

રાજકોટ,: ગંભીર બેદરકારીથી ગંભીરા બ્રિજ ધસી પડતા અનેક નિર્દોષોએ જીવ ગુમાવ્યાની ઘટનાથી આવી ઘટના પછી દરેક વખતે અલ્પકાલીન જાગતા સરકારી તંત્રએ રાજ્યભરમાં પૂલોની તપાસ કરવા સૂચના આપી છે.આ અન્વયે રાજકોટ શહેર,િજિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટી હસ્તકના ત્રણ પૂલો અને માર્ગ-મકાન વિભાગ હસ્તકના બે સહિત પાંચ પૂલો નબળા પડયાની લોક ફરિયાદો અન્વયે કલેક્ટરે તમામ પૂલોની સેફ્ટી ચકાસીને બે દિવસમાં રિપોર્ટ કરવા આદેશ આપ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઈવે ઓથોરિટી હસ્તકના (1) વીરપુર (જલારામ) પાસે (2) જેતપુર અને દેરડી વચ્ચેના રસ્તા પર અને (3) ભાદર નદી ઉપરના એમ ત્રણ પૂલની હાલત નબળી હોવાની ફરિયાદો છે. જ્યારે રાજકોટ શહેરમાં રૂડા પાસેથી હવે માર્ગ મકાન વિભાગ હસ્તક આવેલા (1) નવાગામ આણંદપર પાસેના રાજાશાહી વખતના પૂલની હાલત અત્યંત જર્જરિત છે અને ત્યાં ગોડાઉન,ટ્રાન્સપોર્ટ ઓફિસો આવેલી હોય ભારે વજનદાર વાહનોની તેના પરથી સતત અવરજવર રહે છે. આ અંગે પીડબલ્યુડીના સૂત્રોએ જણાવ્યું કે આ પૂલ ટ્રાફિક માટે બંધ કરવા પ્રક્રિયા શરૂ કરી છે. (2) રાજકોટના કાલાવડ રોડ પર નદી ઉપરનો એક પૂલ નબળો પડયાનું બહાર આવ્યું છે પરંતુ, તેની સેફ્ટી મુદ્દે ખાસ વાંધાજનક નહીં હોવાનો રિપોર્ટ છે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 18 મૃતદેહો મળ્યા, સર્ચ ઓપરેશન યથાવત્, એન્જિનિયરો વિરૂદ્ધ કાર્યવાહી
Jul 10th, 2025

ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 18 મૃતદેહો મળ્યા, સર્ચ ઓપરેશન યથાવત્, એન્જિનિયરો વિરૂદ્ધ કાર્યવાહી
Images Sourse: IANS

Gambhira Bridge Collapse: વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ બુધવારે (નવમી જુલાઈ) તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત નીપજ્યાં છે. ત્યારે આ ઘટનામાં તપાસ માટે માર્ગ અને મકાન વિભાગના 6 સભ્યોની કમિટી બનાવાઈ છે. આ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે. ત્યારે કમિટી આજે સાંજ સુધીમાં પ્રાથમિક રિપોર્ટ સોંપે તેવી શક્યતા છે. બીજી તરફ આજે(10 જુલાઈ, 2025) ગંભીરા બ્રિજ મામલે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગના 1 એક્ઝીક્યુટીવ એન્જિનિયર, 2 ડેપ્યુટી એન્જિનિયર અને 1 આસિસ્ટન્ટ એન્જિનિયરને તત્કાલ અસરથી ફરજમુક્ત કરાયા છે.

ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 18 મૃતદેહો મળ્યા, સર્ચ ઓપરેશન યથાવત્, એન્જિનિયરો વિરૂદ્ધ કાર્યવાહી
ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્ત્વની બેઠક યોજી

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં આવી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં દુર્ઘટનાની જવાબદારી નક્કી કરવા સીએમએ અધિકારીઓને સૂચના આપી છે.

ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 18 મૃતદેહો મળ્યા, સર્ચ ઓપરેશન યથાવત્, એન્જિનિયરો વિરૂદ્ધ કાર્યવાહી

આજે વહેલી સવારથી જ એનડીઆરએફ સહિતની ટીમોની શોધખોળ

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના બીજા દિવસે (10મી જુલાઈ) વહેલી સવારથી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની ટીમ ઉચ્ચ સ્તરીય તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી હતી. માર્ગ અને મકાન વિભાગની આ તપાસ સમિતિમાં મુખ્ય ઇજનેર સી. પટેલ અને એન. કે. પટેલ ઉપરાંત અધિક્ષક ઇજનેર કે. એમ. પટેલ, એમ. બી. દેસાઈ ઉપરાંત એન. વી. રાઠવા પણ જોડાયા છે.

ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 18 મૃતદેહો મળ્યા, સર્ચ ઓપરેશન યથાવત્, એન્જિનિયરો વિરૂદ્ધ કાર્યવાહી

બીજી તરફ વહેલી વહેલી સવારથી જ NDRF સહિતની બચાવ ટુકડીઓ દ્વારા શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી છે. કલેકટર અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓ સવારે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મહેસૂલી તંત્ર અને પોલીસની ટીમોએ અહી રાતભર પડાવ નાખ્યો હતો.એનડીઆરએફ દ્વારા થયેલા સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા આજે સવારે સ્થળ મુલાકાત કરવામાં આવી છે. આ ઉપરાંત તૂટી પડેલા ભાગને જરૂર પડે તો તોડવાની કાર્યવાહી કરવા માટે કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે.

ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 18 મૃતદેહો મળ્યા, સર્ચ ઓપરેશન યથાવત્, એન્જિનિયરો વિરૂદ્ધ કાર્યવાહી

વર્ષ 2024માં બ્રિજનું સમારકામ રૂ.1.18 કરોડમાં થયું હતું

વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મહી નદી પરનો ગંભીરા બ્રિજ તરીકે ઓળખાતો આ બ્રિજ 40 વર્ષ જૂનો છે અને ખખડધજ થઈ ગયો હતો. તેના સ્ટ્રક્ચરનું રિપેરિંગ કામ સમયાંતરે થતું હતું. ગંભીરા બ્રિજનું સમારકામ ગયા વર્ષે 1.18 કરોડ રૂપિયાના ખર્ચે જૂનમાં જ કરવામાં આવ્યું હતું. દર વર્ષે સમારકામ માટે પણ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવતો હતો તેમ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે મહી નદી પરના આ બ્રિજનું નિર્માણ વર્ષ 1985માં થયું હતું. આ બ્રિજ ભરુચ જિલ્લામાંથી તેમજ મધ્ય ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર તરફ જવાના માર્ગો માટે મહત્ત્વનો હતો. વાહનોની અવરજવરથી આ બ્રિજ સતત ધમધમતો રહેતો હતો. છેલ્લા 10 વર્ષથી બ્રિજની હાલત ખખડધજ થવા આવી હતી અને વારંવાર તેને રિપેર કરવાની ફરજ પડતી હતી.

ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 18 મૃતદેહો મળ્યા, સર્ચ ઓપરેશન યથાવત્, એન્જિનિયરો વિરૂદ્ધ કાર્યવાહી 6 –

આ પણ વાંચો: બ્રિજની સ્થિતિ અંગે ગુજરાત સરકારે હાઈકોર્ટને ગુમરાહ કરી, ચીફ જસ્ટિસે કહ્યું હતું- ચોમાસામાં સાવધાની રાખજો

રાજ્ય સરકાર મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરતાં મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુઘર્ટના મનને અત્યંત વ્યથિત કરનારી છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. તેમજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા પ્રત્યેક વ્યક્તિને 50,000 રૂપિયાની સહાય, ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.’

કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને રૂ. 2 લાખની સહાય જાહેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે ‘વડોદરા જિલ્લામાં બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટનામાં થયેલી જાનહાનિ અત્યંત દુઃખદ છે. આ ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. પ્રધાનમંત્રી રાહત ફંડ(PMNRF)માંથી મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના નજીકના સંબંધીઓને રૂપિયા 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને રૂપિયા 50,000ની સહાય પૂરી પાડવામાં આવશે.’

અંતે અમદાવાદનો 42 કરોડના ખર્ચે બનેલો ‘જોખમી’ હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે, 4 કરોડનો કરાશે ખર્ચ
Jul 10th, 2025

અંતે અમદાવાદનો 42 કરોડના ખર્ચે બનેલો ‘જોખમી’ હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે, 4 કરોડનો કરાશે ખર્ચ

અમદાવાદમાં હાટકેશ્વર સ્થિત બ્રિજ જર્જરિત હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે, ત્યારે અંતે 42 કરોડના ખર્ચે બનાવેલો ‘જોખમી’ હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાને લઈને સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે. બ્રિજને તોડી પાડવા માટે 3.90 કરોડનો ખર્ચ થશે. જેના માટે મુંબઈની પેઢીને કામ સોંપવામાં આવ્યું છે. બ્રિજને 3 મહિનાની અંદરમાં તોડી પાડવામાં આવશે.

આશરે 4 કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજને તોડી પડાશે

અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ બનાવવાની કામગીરી વર્ષ 2015માં શરૂ કરાઈ હતી અને વર્ષ 2017માં જાહેર જનતા માટે બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે, બ્રિજની ગુણવત્તાને લઈને ઉઠેલા સવાલો બાલ તેને બંધ કરાયો હતો. AMCએ અલગ-અલગ સંસ્થાઓ પાસે બ્રિજની ગુણવત્તાનો રિપોર્ટ કરાવ્યા બાદ હલકી કક્ષાનો પુરવાર થયો હતો. અંતે તેને તોડી પાડવાનો નિર્ણય કરાયો છે, ત્યાર આગામી દિવસોમાં બ્રિજને તોડી પાડવાની કામગીરી હાથ ધરાશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ‘હાટકેશ્વરનો બ્રિજ તોડીને નવો બનાવવા માટે ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કોઈ બીડર આવ્યા ન હતા. જ્યારે હવે બ્રિજને તોડી પાડવાને લઈને બહાર પાડેલા ટેન્ડરમાં ચાર એજન્સીએ ટેન્ડર ભર્યું છે. ‘

આ પણ વાંચો: ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે પહેલી મોટી કાર્યવાહી, પ્રાથમિક તપાસના આધારે 4 અધિકારીઓ સસ્પેન્ડ

અમદાવાદ શહેરના 5 બ્રિજ જોખમી હાલતમાં, રિપોર્ટમાં ખુલાસો

બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં 5 બ્રિજ જોખમી હાલતમાં છે. અમરસિંહ ચૌધરી અસારવા બ્રિજ ખરાબ અને ગંભીર હાલત હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. જ્યારે સુભાષ બ્રિજ આરસીસી સ્લેબ ખરાબ હાલતમાં હોવાનું જણાવ્યું છે. આ સિવાય મહાત્મા ગાંધી જૂનો બ્રિજ ઓવરઓલ બ્રિજની હાલત પણ ખરાબ છે. મહાત્મા ગાંધી નવો બ્રીજ સુપર સ્ટ્રક્ચર અને સબ સ્ટ્રાક્ચરની હાલત ખરાબ છે. કેડીલા જૂનો બ્રિજ ક્રિટિકલ અને ખૂબ જ ખરાબ સ્થિતિમાં હોવાનું જણાવ્યું છે.

બ્રિજની સ્થિતિ અંગે ગુજરાત સરકારે હાઇકોર્ટને ગુમરાહ કરી, ચીફ જસ્ટિસે કહ્યું હતું- ચોમાસામાં સાવધાની રાખજો
Jul 10th, 2025

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજીમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસેથી રાજ્યના તમામ બ્રિજના ઇન્સ્પેકશન, તેની સ્થિતિ સહિતનો વિગતવાર રિપોર્ટ અગાઉ માંગ્યો હતો, જેમાં રાજ્ય સરકારે રાજ્યના તમામ બ્રિજના નિરીક્ષણ સહિતની વાત જણાવી લગભગ તમામ બ્રિજ યોગ્ય સ્થિતિમાં એટલે કે, સબ સલામત હોવાનો દાવો કર્યો હતો પરંતુ સરકારના આ દાવા અને ખુદ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આપેલી ખાતરી ખોટી, અદાલતને ગેરમાર્ગે દોરનારી અને પોકળ સાબિત થઈ છે.

હાઇકોર્ટે સરકારને રાજ્યના તમામ બ્રિજનું ઇન્સ્પેકશન કરીને રિપોર્ટ તૈયાર કરવા કહ્યું હતું

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસની સુનાવણી દરમિયાન ગયા વર્ષે જ ખુદ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે રાજ્યના અન્ય બ્રિજની સ્થિતિને લઈ બહુ ગંભીર ચિંતા વ્યકત કરી હતી અને આવી દુર્ઘટના ફરી ના બને અને નિર્દોષ નાગરિકોના જીવ ના જાય તે માટેની સરકારને કડક તાકીદ કરી હતી. હાઇકોર્ટે સરકારને રાજ્યના તમામ બ્રિજનું ચોમાસા પહેલા અને પછી ઇન્સ્પેકશન કરવા અને તેનો સ્ટેટસ રિપોર્ટ તૈયાર કરવા પણ નિર્દેશ કર્યો હતો.

ચોમાસા દરમિયાન પુલ ધોવાઈ જાય છે, આથી સાવધાની રાખવાની ટકોર

રાજ્ય સરકાર તરફથી પણ હાઇકોર્ટને હૈયાધારણા અપાઈ હતી કે, રાજ્યના તમામ બ્રિજનું ચોમાસા પહેલા અને પછી ઇન્સ્પેકશન કરવામાં આવશે અને તૈયાર કરવામાં આવશે. જોકે સરકારના આ આશ્વાસન દરમ્યાન ચીફ જસ્ટિસે માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન પુલ ધોવાઈ જાય છે તેથી આ બાબતે પહેલેથી જ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. ચીફ જસ્ટિસે ઉત્તરાખંડનું ઉદાહરણ પણ આપ્યું હતું અને સરકારને આ મુદ્દે ગંભીરતા રાખવા ટકોર કરી હતી.

સરકારની રજૂઆત અને દાવાઓ હાઇકોર્ટને ગુમરાહ કરનારા

આ કેસમાં રાજ્ય સરકાર દ્વારા સમયયાંતરે તબક્કાવાર રાજ્યના તમામ બ્રિજની સ્થિતિ સહિતનો સ્ટેટસ રિપોર્ટ અને જવાબી સોગંદનામું હાઇકોર્ટમાં રજૂ કર્યું હતું અને ભારપૂર્વકની રજૂઆત કરીને બ્રિજની સ્થિતિ સબ સલામત હોવાના દાવા કર્યા હતા. સરકાર તરફથી સંબંધિત સત્તાવાળાઓ, ઇજનેર અને સંબંધિત અધિકારીઓ દ્વારા રાજ્યના તમામ બ્રિજની ચકાસણી-નિરીક્ષણ કરીને યોગ્ય પગલાં લેવાઈ રહ્યા હોવાની વાત પણ કરી હતી અને તેને લઈને સ્ટેટ્સ રિપોર્ટ પણ રજૂ કર્યો હતો. જોકે સરકારના આ દાવાઓ અને રજૂઆતની પોલ આજે સર્જાયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ખુલ્લી પડી ગઈ છે.

હાઇકોર્ટે હવે કોઈ વ્યકિતને જીવન ના ગુમાવવું પડે તેવી સરકારને ટકોર કરી હતી

હાઇકોર્ટે ઐતિહાસિક બ્રિજની જાળવણીને લઈ માર્ગ અને મકાન વિભાગની ક્ષમતા અંગે સવાલ ઉઠાવતાં એ વખતે સરકારને અગત્યનું સૂચન કર્યું હતું કે, ખાનગી વ્યકિતઓને બ્રિજના રિપેરીંગ કે મરામતનો કરાર આપતી વખતે તેમની ક્ષમતા, નિપુણતા સહિતની બાબતોની ચકાસણીની જવાબદારી રાજ્ય સરકારની છે.

આ પણ વાંચો: ગુજરાતભરના મેડિકલ સ્ટોર્સ પર પોલીસનું મેગા ઓપરેશન, અમદાવાદમાં જ 160 કેસ

ઐતિહાસિક અને પ્રાચીન બ્રિજની ધરોહર જાળવવા માટે આર્કિયોલૉજીકલ સર્વે ઑફ ઇન્ડિયાનો પણ પરામર્શ આવશ્યક હોવાનો મત ચીફ જસ્ટિસે વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે, નિપુણ આર્કિટેક્ટસને જ આ પ્રકારનું કામ સોંપાવું જોઈએ. હાઇકોર્ટે બહુ માર્મિક ટકોર કરી હતી કે, વ્યકિતનું જીવન અથવા ઐતિહાસિક ધરોહર બેમાંથી એક પણ ખોવું યોગ્ય નહીં લેખાય.

એ વખતે રાજ્યના કુલ 1441 બ્રિજ યોગ્ય સ્થિતિમાં હોવાનું સરકારપક્ષ તરફથી અદાલત સમક્ષ જણાવાયું હતું અને જે બ્રિજ વધુ જૂના થઈ ગયા છે અને ઉપયોગમાં લઈ શકાય તેમ નથી તેવા બ્રિજને બંધ કરી દેવાની ખાતરી પણ સરકાર તરફથી અપાઈ હતી પરંતુ સરકારની ખાતરીઓ, હૈયાધારણા કે હાઇકોર્ટ સમક્ષના વારંવારના આશ્વાસનો આજની દુર્ઘટનાને પગલે બિલકુલ ઠાલા અને સરકારની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલ ઉઠાવનારા બની રહ્યા છે.

હાઇકોર્ટે બ્રિજની તમામ જવાબદારી રાજ્ય સરકારને જ ઉઠાવવા નિર્દેશ કર્યો હતો

સરકારે પોતાના રિપોર્ટમાં રાજ્યના તમામ બ્રિજના નિરીક્ષણ સહિતની વાત જણાવી લગભગ તમામ બ્રિજ યોગ્ય સ્થિતિમાં હોવાનો દાવો કરાયો ત્યારે હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, શું ગોંડલના બંને ઐતિહાસિક બ્રિજની સ્થિતિથી તમે વાકેફ છો..? જેથી સરકારે જણાવ્યું હતું કે, જે બ્રિજ જર્જરિત અને ઉપયોગમાં લઈ ન શકાય તેવા છે તે બ્રિજને બંધ કરી દેવાશે. તેથી હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી કે, કોઈપણ બ્રિજ તોડવાના નથી. આઇકોનીક બ્રિજની જાળવણીની જવાબદારી રાજ્ય સરકારની છે. રાજ્યમાં તમામ બ્રિજની મરામત કે રીપેરીંગની જવાબદારી નગરપાલિકા કે મ્યુનિસિપલ કોર્પોરેશનોના બદલે સરકાર પોતે જ ઉઠાવે.

ગુજરાતની પ્રજા ભગવાન ભરોસે: કચ્છ, વડોદરા, સુરતમાં અનેક પુલ જર્જરિત
Jul 10th, 2025

ગુજરાતની પ્રજા ભગવાન ભરોસે: કચ્છ, વડોદરા, સુરતમાં અનેક પુલ જર્જરિત

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના ગંભીરા ગામને જોડતો તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથે સંપર્ક ધરાવતા મહી નદી પરના બ્રિજના બે પિલર વચ્ચેનો સ્પાન ધડાકાભેર તૂટી પડતાં વાહનો નદીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 13 લોકોના કરુણ મોત થયા છે. આ બ્રિજ 40 વર્ષ જૂનો હતો અને ખખડધજ થઈ ગયો હતો.

ગુજરાતની પ્રજા ભગવાન ભરોસે

ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ હવે સમગ્ર ગુજરાતમાં અનેક જૂના, જર્જરિત અને જોખમી પુલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે રાજ્યસભામાં આપેલી વિગતો અનુસાર ગુજરાતમાં 28 જૂના પુલનું સમારકામ અથવા નવનિર્માણ ચાલી રહ્યું છે. જોકે ગુજરાતમાં આખરે કેટલા બ્રિજ જોખમી છે તે અંગે સરકારે મૌન ધારણ કર્યું છે.

કચ્છમાં 7 જ મહિનામાં બ્રિજ પર ગાબડાં

કચ્છ સરહદને જોડતો રુદ્રમાતા બ્રિજ સાત મહિના પહેલા જ બનાવવામાં આવ્યો છે છતાં વારંવાર ભંગાણના કારણે તેનું રિપેરિંગ કરવું પડે છે.

સુરતમાં બ્રિજમાં ગાબડું પડતાં લોખંડની પ્લેટ મૂકી સંતોષ માની લેવાયો

સુરતના કામરેજ ખાતે નેશનલ હાઇવે 48 પર તાપી નદીનો પુલ બે વર્ષથી ક્ષતિગ્રસ્ત છે. લોખંડની પ્લેટના સહારે ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. આ પુલ પર 24 કલાક સતત વાહનોની અવરજવર ચાલુ જ રહે છે. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

50 વર્ષ જૂનો પુલ ભારે વાહનો માટે બંધ

વલસાડ જિલ્લાના ધરમપુરથી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઇવેનો કરંજવેરી ગામનો બ્રિજ 10 દિવસથી ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. 50 વર્ષ જૂનો આ બ્રિજ અત્યંત જર્જરિત થઈ ચૂક્યો છે. છેલ્લા છ વર્ષથી સરકારને આ બ્રિજ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવે છે.

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આણંદ જિલ્લાના 4 ના મોત
Jul 10th, 2025

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આણંદ જિલ્લાના 4 ના મોત

– બગદાણા દર્શને જતા પરિવારના નિકટના 5 સભ્યોની કાર નદીમાં ખાબકતા ખંભાતના ઉંદેલના યુવકનું મોત

– બાઈક પડતા આંકલાવના દેવા પુરાના 22 વર્ષના યુવાનનું મૃત્યુ

આણંદ : આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આણંદ જિલ્લાના આંકલાવ અને ખંભાતના ચાર વ્યક્તિના મોત થયા હતા. પુલ તૂટવાની ઘટના બનતા ગંભીરા સહિતના આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઉપરાંત આણંદ જિલ્લાના ફાયરબ્રિગેડ, વહિવટી તંત્રની ટીમો દોડી આવી બચાવ કામગીરીમાં જોડાઈ હતી. ચાર વ્યક્તિના મોતથી પરિવારમાં ગમગીનિ છવાઈ હતી. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એક જ પરિવારના નિકટના પાંચ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. ખંભાત તાલુકાના ઉંદેલ ગામના ૩૩ વર્ષીય પ્રવીણભાઈ રાવજીભાઈ જાદવની સાસરી મુજપુરના નરસિંહપુરા થાય છે. તેઓ ઈકો કારમાં પત્નીને નરસિંહપુરા મૂક્યા બાદ સાળુ ભાઈ તેમજ બે બાળકો સહિતના છ પરિવારજનો ગુરુપૂણમા નિમિત્તે બગદાણા સ્થિત બાપા સીતારામના દર્શને જવા નીકળ્યા હતા. વહેલી સવારના સુમારે તેઓની ઇકો કાર ગંભીરા બ્રિજ ઉપરથી પસાર થઈ રહેતી ત્યારે બ્રિજનો એક ભાગ અચાનક ધરાશય થતા આખે આખી ઈકો કાર નદીમાં ખાબકી હતી અને ઇકો કારમાં સવાર છ પૈકીના પાંચ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા. જેમાં ચાર વર્ષીય વૈદિકા રમેશભાઈ પઢિયાર અને બે વર્ષીય નૈતિક રમેશભાઈ પઢીયાર નામના બે માસુમ બાળકોના પણ કરુણ મોત થતા પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી. સાથે ઇકો કારમાં સવાર બંને બાળકોના પિતા રમેશભાઈ રાવજીભાઈ પઢીયારનું પણ અવસાન થયું હતું. તથા કહાનવાના ૫૫ વર્ષીય વખતસિંહ મનુસિંહ જાદવનું પણ મૃત્યુ થયું હતું.
આંકલાવ તાલુકાના દેવાપુરા ગામે રહેતા ૨૨ વર્ષીય અપરણિત રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા ડભાસા નજીક મહલી ખાતે આવેલી કંપનીમાં નોકરી કરતા હતા. રાબેતા મુજબ આજે સવારના સુમારે તેઓ દેવાપુરા ખાતેથી નોકરીએ જવા બાઈક લઈને નીકળ્યા હતા અને લગભગ સવારના ૭ઃ૩૦ કલાકની આસપાસના સુમારે તેઓ ગંભીરા બ્રિજ ઉપર થઈ પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક બ્રિજનો એક ભાગ તૂટીને નદીમાં ખાબકતા રાજેશભાઈ ચાવડા પણ બાઈક સાથે નદીમાં ખાબક્યા હતા અને તેમનું કરુણ મોત નીપજતા સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. ખેત મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવતા ઈશ્વરભાઈ ચાવડાના પરિવારના ૨૨ વર્ષીય પુત્રનું આ દુર્ઘટનામાં મૃત્યુ થતાં પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું. પરિવારજનોને ક્યાં ખબર હતી કે રાજેશ ચાવડા કંપનીમાં નોકરી માટે જાય છે તે સફર તેની જિંદગીની પણ આખરી સફર હશે !

આણંદ જિલ્લાના મૃતકોની યાદી

મૃતકનું નામ

ઉંમર

સરનામુ

રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા

૨૨

દેવાપુરા ગામ, આંકલાવ

પ્રવિણભાઈ રાવજીભાઈ જાદવ

૩૩

ઉંદેલ ગામ, ખંભાત

કાનજીભાઈ મેલાભાઈ માછી

૪૦

ગંભીરા, આંકલાવ

જશુભાઈ શંકરભાઈ

૬૫

ગંભીરા, આંકલાવ

ગંભીરા પુલ દુર્ઘટના : આંકલાવ, બોરસદના લોકોને 40 કિ.મી. ફરીને પાદરા જવું પડશે
Jul 10th, 2025

ગંભીરા પુલ દુર્ઘટના : આંકલાવ, બોરસદના લોકોને 40 કિ.મી. ફરીને પાદરા જવું પડશે

– લોકોનો સમય અને ખર્ચ વધશે

– બંને તાલુકાના નોકરિયાતો અને કામ માટે જતા લોકોને હવે ઉમેટા અથવા વાસદ થઈને પાદરા જવાની નોબત

આણંદ : મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો પાદરા તાલુકાનો ગંભીરા પુલના બે કટકા થતા આસપાસના લોકો અને આણંદ જિલ્લાના લોકોને અવર-જવરમાં મુશ્કેલી ઉભી થઈ છે. આંકલાવ અને બોરસદ તાલુકાના લોકોને હવે ઉમેટા અથવા વાસદ થઈને ૪૦ કિ.મી.નો વધુ ફેરો ફરીને પાદરા અથવા જીઆઈડીસીમાં જવાની નોબત આવી છે. જેના કારણે લોકોનો સમય અને ખર્ચ વધશે.
ગંભીરા પુલથી પાદરા જંબુસર શોર્ટકટ હોવાથી આંકલાવ અને બોરસદ તાલુકાના ૩૦૦૦થી વધુ યુવાનો બાઇક, બસ રિક્ષા અને ટ્રકોમાં મુસાફરી કરી રોજબરોજ નોકરી કરવા જતા હતા. હવે પૂલ તૂટી પડતા તમામ નોકરિયાતોને વાયા ઉમેટા અથવા વાસદ થઈને અંદાજિત ૪૦ કિ.મી.થી વધુ ફરીને પાદરા અથવા જીઆઇડીસીમાં જવું પડે તેમ છે.

જેથી આવવા જવાનું ભાડું પણ અડધા પગારથી વધુ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેને કારણે કેટલા યુવકોને નોકરી ગુમાવવાનો વારો આવી શકે તેમ છે.

તદ ઉપરાંત આ વિસ્તારમાં બેરોજગારીની સમસ્યા પણ સર્જાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. પાદરા જંબુસર જીઆઇડીસીમાં જતા આણંદ જિલ્લાના નોકરિયાતોએ આણંદ જિલ્લા કલેકટરના પીએએને ફોન કરીને રોજગારી સંદર્ભે જણાવ્યું હતું કે, હવે પુલ તૂટી જતાં અમારે ઉમેટા અથવા વાસદ થઈને જવું પડે તેમ છે. હાલ અમને ૫૦૭ રૂપિયા દૈનિક રોજ આપવામાં આવે છે. ત્યારે નવા વૈકલ્પિક માર્ગ ઉપર જવાથી ૪૦ કિલોમીટર થી વધુ અંતર કાપવું પડે તેમ છે. જેથી અડધો પગાર ભાડામાં વપરાઈ જાય તો અમારા પરિવારનું જીવન નિર્વાહ કેવી રીતે ચલાવો એ પ્રશ્ન સર્જાઈ રહ્યો છે. કાંઠાગાળાના યુવકોને જો રોજગારી નહીં મળે તો મોટી બેરોજગારી સર્જાય તેવી સ્થિતિ છે. ઘરનો ચુલો પણ સળગે નહીં તેવી સ્થિતિ પેદા થાય તેમ છે. જેથી વહીવટી તંત્ર દ્વારા જીઆઇડીસીના ઉદ્યોગિક એકમોના માલિકોને આ વિસ્તારમાંથી આવતા નોકરિયાતોને ભાડાની રકમમાં વધારો કરી આપવામાં આવે તેવી માંગણી કરાઈ હતી.

નોકરિયાતોની રજૂઆત શ્રમ વિભાગને કરાશે : કલેક્ટરના પીએ

આણંદ જિલ્લા કલેકટરના પીએએ જણાવ્યું હતું કે, હાલ બચાવ કામગીરી મુખ્ય સ્થાને છે. જેથી આવનાર દિવસોમાં તમારી રજૂઆત શ્રમ વિભાગ કે અન્ય સંબંધિત વિભાગમાં કરવામાં આવશે. પુલને બનવામાં ઘણો સમય લાગે તેમ છે જેથી આ બાબતે કલેકટર ગંભીરા રેસ્ક્યુ ટીમમાં ગયા હોવાથી આવ્યા પછી તેમની સાથે ચર્ચા કરીને તમને યોગ્ય જવાબ આપીશું.

પૂનમે દરિયામાં ભરતીના લીધે રેસ્ક્યૂમાં મુશ્કેલીઓની સંભાવના

ખંભાતના દરિયામાં પૂનમની રાતે ભરતી આવતી હોય છે એટલે કે આજે રાત્રે પૂનમની ભરતીની શરૂઆત થઈ જતી હોવાથી દરિયામાં ભરતી આવતા ખંભાતના દરિયાનું પાણી છેક ઉમેટા સુધી આવી જતું હોય છે. જેથી મોડી રાત બાદ રેસ્ક્યુના કામમાં પાણીનો ભરાવો થતા વિલંબ અને મુશ્કેલીઓ સર્જાય તેવું ગ્રામજનો જણાવી રહ્યા હતા.

સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કર્યું, વહિવટી તંત્રની પોલ ખૂલતા વીડિયો વાયરલ

આણંદઃ ગંભીરા મુજપુરની દુર્ઘંટનામાં વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિક ગામનાલોકોના જણાવ્યા મુજબ, રેસ્ક્યુ માટે વહીવટી તંત્ર પાસે માત્ર બે બોટ જ હતી. જેમાં સાધનોનો પણ અભાવ હતો તે સિવાય પોલીસ તંત્ર દ્વારા કોઈને પણ જવા દેવામાં આવતા ન હતા. જેથી સ્થાનિક ગ્રામજનોએ રેસ્ક્યુની કામગીરી પોતાના હાથમાં લઈને જીવના જોખમે નદીમાં પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જેનો જશ વહીવટી તંત્રએ લેતા ગ્રામજનોએ વહીવટી તંત્રની પોલ ખુલતા વીડિયો વાયર કર્યા હતા.

ખેડા- માતર રોડ પર શેઢી નદી અને સેવાલિયામાં મહી નદીના બ્રિજ જોખમી
Jul 10th, 2025

ખેડા- માતર રોડ પર શેઢી નદી અને સેવાલિયામાં મહી નદીના બ્રિજ જોખમી

– ખેડા જિલ્લામાં જોખમી પુલ જાનહાનિ સર્જી શકે

– સાંકડા પુલ એક તરફ આડશ જ નથી, બ્રિજના જોઈન્ટના સળિયા દેખાવા સાથે સંખ્યાબંધ ખાડા

નડિયાદ : આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહત્વનો ગણાતો ગંભીરા બ્રિજના આજે બે કટકા થતાં કરૂણાંતિકાએ ૧૦થી વધુ વ્યક્તિઓનો ભોગ લીધો છે. પાંચ-છ જેટલા વાહનો ખાબકતા આ દુર્ઘટનાએ નિર્દોષોનો ભોગ લીધો છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ આવા અંત્યત જોખમી પુલ જોવા મળી રહ્યા છે. જેમાં ખેડા-માતર રોડ પર આવેલ શેઢી નદી પરનો બ્રિજ અને સેવાલીયામાં પણ મહિસાગર નદી પરનો બ્રિજ જોખમી છે.
ખેડા જિલ્લામાં પણ જોખમી અને જર્જરિત બ્રીજ જોવા મળી રહ્યા છે. આ જોખમી બ્રીજ ગમે ત્યારે મોટી જાનહાનિ સર્જી શકે તેવી શક્યતા વાહનચાલકોને અને બ્રીજનો ઉપયોગ કરનાર લોકોને સતાવી રહ્યા છે. ખેડા-માતર રોડ પર આવેલ શેઢી નદી પર આવેલ જોખમી બ્રીજ છે. આ? બાબતે ખેડાના અરજદારે જાહેરહિતની અરજી કલેક્ટરમા ગત જાન્યુઆરી ૨૦૨૫માં જ કરી હતી. જે અરજીમાં જણાવાયું છે કે, ખેડા- માતર રોડ ઉપર શેઢીનો પુલ સાંકડો છે. તેના ઉપર આખા દિવસમાં અસંખ્ય વાહનો અવર-જવર કરે છે.

જેથી વાહનો સામે સામે થાય છે. આગળ-પાછળ નિકળવાનો રસ્તો નિકળતો નથી. જેથી પુલ પર ટ્રાફીકજામ થાય છે. રાહદારીની પણ અવર-જવર હોવાથી જાનહાની થવાની શકયતા છે. હાલ પુલ પર ટેમ્પરરી લોખંડના પટ્ટાનો બંદોબસ્ત કરેલો છે. રાહદારીઓએ આવતા જતા વાહન અથડાતા અથવા નદીમાં પડી જાય તો રાહદારીને જોખમ ઉભુ થાય તેવું છે.

આ પુલ મે જાતે નિરીક્ષણ કરેલું છે. નગરજનોની માંગણી છે કે, આ પુલ બે સાઈડવાડો થાય તેવી માંગ છે. આ સંદર્ભે અરજદારે વધુમાં જણાવ્યું છે કે, આ રજૂઆત કર્યા બાદ પણ સ્થિતિમાં કોઈ ફેર નથી. આ બ્રીજ એક માર્ગીય હોવાથી સાંકડો છે ગમે ત્યારે મોટી હોનારત સર્જાઇ તેવી શક્યતા છે. અગાઉ ધારાસભ્ય અને કલેક્ટર અને સાંસદને પણ રજૂઆત કરવામાં આવી હતી.

જેમાં કલેકટરે ઈજનેરને પત્ર લખી ઘટતુ કરી કાર્યવાહી કરવા જણાવાયું હતું.

આ ઉપરાંત ગળતેશ્વર તાલુકાના સેવાલીયામાંથી પસાર થતો મહિસાગર નદી પરનો બ્રીજ પણ જોખમી હાલતમાં છે. બ્રીજ વચ્ચેના જોઈન્ટના સળીયા દેખાઈ આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા મોટી હોનારત સર્જાય તે પહેલા જાગે તેવી માંગ ઉઠી છે.

ઝડપથી સમારકામ માટે પ્રયાસ કરાશે : ના.કા. ઈજનેર, ડાકોર

આ અંગે માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગના ડાકોર વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર મહેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ બ્રિજ અંગે આપણે બે વખત સમારકામ કરવા ટેન્ડરિંગ કર્યા છે. પરંતુ કોઈ ઈજારદારે રસ દાખવ્યો નથી. જેથી ખૂબ ઝડપથી આ બ્રિજનું સમારકામ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે.

ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે અમદાવાદના તમામ બ્રિજની સ્થિતિ તપાસવા મ્યુનિ.કમિશનરનો આદેશ
મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના બિલ્ડિંગમાં પણ ચકાસણી કરવા સુચનાઆપવામાં આવી
Jul 10th, 2025

ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે અમદાવાદના તમામ બ્રિજની સ્થિતિ તપાસવા મ્યુનિ.કમિશનરનો આદેશ

અમદાવાદ,બુધવાર,9 જુલાઈ,2025

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા મહીસાગર નદી ઉપરનો ૪૫ વર્ષ જુનો ગંભીરાબ્રિજ બુધવારે સવારે તુટી પડયો હતો. આ દુર્ઘટનાના પગલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ અમદાવાદમાં આવેલા નદી ઉપરના બ્રિજ, રેલવે બ્રિજ ઉપરાંત ફલાય ઓવરબ્રિજની સ્થિતિ તપાસવા બ્રિજ પ્રોજેકટ વિભાગના અધિકારીઓને આદેશ આપ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના શહેરમાં આવેલા વિવિધ બિલ્ડિંગોમાં પણ ચકાસણી કરવા સુચના અપાઈ હતી.

અમદાવાદમાં સાબરમતી નદી ઉપર ૧૧ બ્રિજ આવેલા છે. આ ઉપરાંત ૨૫ રેલવે બ્રિજ, ૨૩ રેલવે અંડરપાસ ઉપરાંત ૨૦ ફલાય ઓવરબ્રિજ, ત્રણ માઈનોરબ્રિજ તથા સાત કેનાલ બોકસ કલ્વર્ટ મળી કુલ ૮૯ બ્રિજ આવેલા છે. મ્યુનિસિપલ કમિશનરે બ્રિજ પ્રોજેકટ વિભાગ અને ઈજનેર વિભાગના અધિકારીઓને આ તમામ બ્રિજની સ્ટ્રકચરલ સ્ટેબીલીટી તપાસવાની સાથે જે બ્રિજ ઉપર સમારકામ જરુરી હોય ત્યાં ઝડપથી સમારકામ કરાવી બ્રિજના સ્ટ્રેન્થનિંગમાં વધારો કરવા સુચના આપી હતી.ઉપરાંત એક સપ્તાહમાં બ્રિજ અંગે રીપોર્ટ આપવા પણ કહયુ હતુ.

અમદાવાદમાં વર્ષો જુના બ્રિજ કયા-કયા?

૧.કાલુપુર રેલવે ઓવરબ્રિજ- ૧૮૭૫

૨.લકકડીયા બ્રિજ-૧૮૯૨

૩.સરદાર બ્રિજ,જુનો-૧૯૪૦

૪.સારંગપુર રેલવે બ્રિજ-૧૯૪૦

૫.અસારવા રેલવે બ્રિજ-૧૯૪૦

૬.ગાંધીબ્રિજ,જુનો-૧૯૪૨

૭.શાહીબાગ રેલવે અંડરબ્રિજ-૧૯૫૦

૮.ખોખરા રેલવે બ્રિજ-૧૯૬૦

૯.નહેરુબ્રિજ-૧૯૬૦

૧૦.પરીક્ષીત મજમુદાર બ્રિજ-૧૯૬૮

૧૧.સુભાષબ્રિજ-૧૯૭૩

૧૨.ગીરધરનગર રેલવે ઓવરબ્રિજ-૧૯૯૦

તારાપુરથી પાદરા જવા હવે 60 કિ.મી.ના બદલે 110 કિ.મી.નું અંતર કાપવું પડશે
Jul 10th, 2025

તારાપુરથી પાદરા જવા હવે 60 કિ.મી.ના બદલે 110 કિ.મી.નું અંતર કાપવું પડશે

આણંદ એક્સપ્રેસ હાઈવે અને ને.હા.-48 ઉપર ટ્રાફિકનું ભારણ વધ્યું

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તારાપુરથી બાંધણી ચોકડી, વલાસણ અને આણંદના રસ્તા ઉપર હવે ટ્રાફિકજામની સ્થિતિ : વાસદ બ્રિજ ઉપર ભારે વાહનોનો ધમધમાટ વધ્યો

આણંદ: પાદરાનો ગંભીરા મુજપુર પુલ તૂટી જતા હવે પ્રશાસન દ્વારા ઉમેટા અને ગંભીરા પુલને ભારે વાહનો માટે બંધ કરી દેવાયો છે. ત્યારે સૌરાષ્ટ્ર તરફનો તમામ ભારે વાહનોનો ટ્રાફિક તારાપુરથી બાંધણી ચોકડી થઈને આણંદ એક્સપ્રેસ હાઈવે અને ને.હા.નં.-૪૮ પર ડાયવર્ટ થતા આ બંને રસ્તા ઉપર સતત ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર તરફથી વાહન ચાલકોને તારાપુરથી પાદરા જવા હવે ૬૦ કિ.મી.ના બદલે ૧૧૦ કિ.મી.નું અંતર કાપવું પડશે.
સૌરાષ્ટ્ર તરફથી આવતા વાહનોને બોરસદ થઈને વાસદ મહી નદીનો પુલ ઓળંગીને નેશનલ હાઈવેથી ગોલ્ડન ચોકડી થઈને મકરપુરા જીઆઇડીસી પછી અટલાદરાના રૂટ ઉપર થઈને પાદરા જંબુસર અને ભરૂચ તરફ જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. આ રૂટ પર વાહન ચાલકોને વડોદરા સિટી પણ પસાર કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેને કારણે વાહન ચાલકોને બોરસદથી પાદરાનું ૨૫થી ૩૦ કિલોમીટર જેટલા અંતરને બદલે અંદાજિત ૮૦ કિલોમીટરથી વધુ અંતર કાપવાનું ફરજિયાત થઈ ગયું છે. જ્યારે તારાપુરથી પાદરા જવા હવે ૬૦ કિ.મી.ના બદલે ૧૧૦ કિ.મી.નું અંતર કાપવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. જેથી ડીઝલ અથવા પેટ્રોલનો ખર્ચ પણ વધી જશે સાથે સાથે સમય પણ વધી જશે કારણ કે, નવો પુલ ન બને ત્યાં સુધી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા વાહન વ્યવહાર ખાસ કરીને માલવાહક વાહનો ખૂબ જ ખર્ચાળ બને તેવી સંભાવનાઓ છે.

ગંભીરા પુલ દુર્ઘટના બાદ ભારે અને વ્યવસાયિક વાહનો માટે મુશ્કેલીઓ સર્જાવા મોડી છે. ઉમેટા અને ગંભીરા બ્રિજ બંધ થઈ જતા હવે સૌરાષ્ટ્ર તરફથી મધ્ય ગુજરાત સુરત અને મુંબઈ જતા બે માર્ગ ઉપર હજારો વાહનોની સંખ્યા વધી રહી છે. હવે તમામ ટ્રાફિક તારાપુર ચોકડી વલાસણ થઈને આણંદ એક્સપ્રેસ હાઈવે અથવા નેશનલ હાઇવે નં.-૪૮નો રસ્તો પસંદ કરી રહ્યા છે. જેને કારણે આવા સિંગલ પટ્ટી રોડ ઉપર ભારે વાહનો જતા હોવાથી રોડ પર વારંવાર ટ્રાફિકજામ થઈ રહ્યા છે.

આનંદ શહેરથી એક્સપ્રેસ હાઈવે ઉપર પ્રવેશવાના સામરખા રોડ ઉપર સતત ટ્રાફિકજામ સર્જાય છે. કારણ કે, હવે ટ્રાન્સપોર્ટના ટ્રકો તથા ટેન્કરો સહિતના ભારે વાહનોને મધ્ય ગુજરાત જવા માટે એક્સપ્રેસવે સરળ પડી રહ્યો છે. તેમજ નેશનલ હાઇવે નં.-૪૮ પણ ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે પરંતુ, વાસદ પાસે આવેલા ટોલ બુથ પાસે લાંબી લાઈનોના લીધે મોટાભાગના વાહન ચાલકો એક્સપ્રેસ વેનો ઉપયોગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના બગોદરા તરફથી મુંબઈ અને સુરત જતા વાહન ચાલકો હવે તારાપુરથી બાંધણી ચોકડી વલાસણ કરમસદ રોડનો ઉપયોગ કરતા ભારે વાહનોનો ટ્રાફિક વધી ગયો છે અને જ્યાં સુધી નવા પુલનું નિર્માણ ન થાય ત્યાં સુધી હવે ટ્રાફિકની સમસ્યા આણંદ જિલ્લામાં સતત સર્જાતી રહેશે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

– બે ટોલ બૂથ ન આવે માટે બાંધણી, વલાસણ, આણંદના રસ્તે ભારે વાહનોની અવર-જવર વધી

ભારે વાહનોને તારાપુર ચોકડીથી આણંદ અને વાસદ સુધી માત્ર એક જ ટોલ બુથ આવે છે. જ્યારે તારાપુરથી વાયા બોરસદથી વાસદ જવામાં ડભાસીનું વધુ એક ટોલ બુથ પણ આવતું હોવાથી વાહન ચાલકોને બે ટોલટેક્સ ભરવા પડે તેમ છે. જે બચાવવા માટે બાંધણી ચોકડી વલાસણ આણંદનો શોર્ટકટ પસંદ કરી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.

અમદાવાદ-મુંબઇ હાઇવે પર વડોદરા પાસે ટ્રાફિકની સમસ્યાનું કારણ બનેલા જામ્બુવા અને બામણગામ બ્રિજ પણ જોખમી
Jul 10th, 2025

અમદાવાદ-મુંબઇ હાઇવે પર વડોદરા પાસે ટ્રાફિકની સમસ્યાનું કારણ બનેલા જામ્બુવા અને બામણગામ બ્રિજ પણ જોખમી
વડોદરાઃ અમદાવાદ-મુંબઇ હાઇવે પર વડોદરા પાસે વારંવાર ૧૦ થી ૧૫ કિમી સુધી ટ્રાફિક જામ માટે કારણરૃપ બનેલા બે બ્રિજ પણ જોખમી અવસ્થામાં હોવાથી તંત્રએ ગંભીર નોંધ લેવી પડે તેવી નોબત આવી છે.

વડોદરા થી કરજણ જતાં જામ્બુવા બ્રિજ સાંકડો અને જર્જરિત અવસ્થામાં છે.જ્યારે, પોર પછી બામણગામનો સાંકડો બ્રિજ પણ આવી જ સ્થિતિમાં છે.પરિણામે આ બંને બ્રિજ ગમે ત્યારે દુર્ઘટના સર્જે તેવી લોકોમાં દહેશત છે.

થોડા સમય પહેલાં બામણગામ બ્રિજ પર ભૂવો પડતાં નીચે નદી જોઇ શકાતી હતી. જેથી ટુવ્હીલરના ચાલકો માટે વધુ જોખમ સર્જાયું હતું.જ્યારે,ટ્રાફિકની સમસ્યા પણ વધુ જટિલ થઇ હતી.

નોંધનીય છે કે,ઉપરોક્ત સાંકડા બ્રિજને કારણે આસપાસના ગ્રામજનો પણ પરેશાન થઇ ગયા છે અને તેમણે બહારના વાહનો ગામમાંથી પસાર ના થાય તે માટે આડાશો પણ મૂકી દીધી છે.

મુજપુર – ગંભીરા બ્રિજ દુર્ઘટના: માત્ર બ્રિજ નહીં પરંતુ, અનેક વિદ્યાર્થીઓના સપનાનો માર્ગ તૂટ્યો
બ્રિજ તૂટી પડતા સમગ્ર વિસ્તારના રોજિંદા જીવનને ગંભીર અસર
Jul 10th, 2025

મુજપુર – ગંભીરા બ્રિજ દુર્ઘટના: માત્ર બ્રિજ નહીં પરંતુ, અનેક વિદ્યાર્થીઓના સપનાનો માર્ગ તૂટ્યો

મુજપુર – ગંભીરા બ્રિજ તૂટી પડતા સમગ્ર વિસ્તારના રોજિંદા જીવન તથા વિદ્યાર્થીઓના ભણતર ઉપર સીધી અસર વર્તાઈ હોય સમય વેડફ્યા વિના વિદ્યાર્થીઓ માટે ખાસ વાહનોની વ્યવસ્થા તથા બ્રિજના સમારકામની લોકમાંગ ઉઠી છે

પાદરા તાલુકાને આણંદ જિલ્લાના ભાદરણ અને બોરસદ સહિતના વિસ્તારોથી જોડતો મહત્વપૂર્ણ મુજપુર – ગંભીરા બ્રિજ તૂટી પડતા સમગ્ર વિસ્તારના રોજિંદા જીવન ઉપર ગંભીર અસર વર્તાઇ છે. ખાસ કરીને, પાદરા ,જંબુસર તરફથી ભણવા માટે ભાદરણ અને બોરસદની કોલેજો અને શાળાઓમાં જતા વિદ્યાર્થીઓના ભણતર ઉપર આ ઘટનાની સીધી અસર થશે. કારણ કે, આ બ્રિજ તૂટી પડતા અન્ય રસ્તાનો વિકલ્પ અથવા જાહેર ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા નથી, આ માર્ગ ફરી શરૂ થવામાં ઘણો વિલંબ થઈ શકે તેમ છે. તાત્કાલિક ધોરણે પાદરા, મિયાગામ, જંબુસર તરફથી ભાદરણ, બોરસદ જતા વિદ્યાર્થીઓ માટે એસટી બસ અથવા ખાનગી વાહનોની વ્યવસ્થા નહી થાય તો, હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાશે.

31વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતા ટ્રાફિક 36 વર્ષ જૂના ઉમેટા બ્રિજ તરફ ડાયવર્ટ કરાયો
ખખડધજ ઉમેટા બ્રિજના સ્ટ્રક્ચરના સળિયા દેખાઈ રહ્યા છે
લોકોના જીવ જોખમાય તેવી પરિસ્થિતિ જન્મી
Jul 10th, 2025

31વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતા ટ્રાફિક 36 વર્ષ જૂના ઉમેટા બ્રિજ તરફ ડાયવર્ટ કરાયો

31વર્ષ જૂનો મુજપુર- ગંભીરા બ્રિજ તૂટી પડતા વાહન વ્યવહારને 36 વર્ષ જૂના ઉમેટા બ્રિજ તરફ ડાયવર્ટ કરવાના તંત્રના નિર્ણયથી અનેક લોકોના જીવ જોખમાય તેવી પરિસ્થિતિ જન્મી છે.

વર્ષ 1994 માં નિર્માણ પામેલ મુજપુર- ગંભીરા બ્રિજ તૂટી પડતા ભાદરણ ,આંકલાવ બોરસદ , ડભાસા ,પાદરા, મુવાલ સહિતના ગામો વચ્ચે સીધો સંપર્ક તૂટી ગયો છે. આ બ્રિજ કાર્યરત ન થાય ત્યાં સુધી લોકોને ઉમેટા અને વાસદ બ્રિજનો ખુબ લાંબો ચકરાવો થશે. સાથે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ અસર વર્તાઈ શકે છે. તો બીજી તરફ અગાઉથી જ ઉમેટા બ્રિજ ઉપર વાહનોની અવરજવર ઉપર રોક લગાવવા સાથે રિ ડેવલોપમેન્ટ અથવા નવા બ્રિજનો પ્રશ્ન પેન્ડિંગ હોય તંત્ર બ્રિજને થીંગડા મારી કામ ચલાવી રહ્યું છે. ઉમેટા બ્રિજનું વર્ષ 1989માં પીડબ્લ્યુડી વિભાગે નિર્માણ કર્યું હતું. આજે બ્રિજની સ્થિતિ એટલી ખખડધજ છે કે, બ્રિજના તમામ સ્ટ્રક્ચરના સળિયા દેખાઈ રહ્યા છે. આ અંગે અનેક વખત રજૂઆતો થઈ ચૂકી છે. પરંતુ, તંત્ર આળસ ખંખેરી રહ્યું નથી. અને બ્રિજ ઉપર હલકી કક્ષાની કામગીરીના કારણે દર છ મહિને ખાડાના પેચવર્કની કામગીરી ચાલતી રહે છે. ઉમેટા બ્રિજના ખખડધજ સ્ટ્રક્ચરને નજર અંદાજ કરવું એટલે વધુ એક દુર્ઘટનાને આમંત્રણ સમાન છે. ઉમેટા બ્રિજને કોઈ અસર થાય તો શેરખી , ભાયલી, પાદરા , બોરસદ આંકલાવ સહિતના ગામોનો સીધો સંપર્ક તૂટી જાય તેમ છે. અને રોજિંદા જીવન ઉપર ગંભીર અસર થાય. ખાસ કરીને, આણંદ વિદ્યાનગર તરફ શાળા કોલેજોમાં જતા વિદ્યાર્થીઓના ભણતર ઉપર પણ સીધી અસર થઈ શકે છે. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, ગંભીરા પુલ પુન: કાર્યરત ન થાય ત્યાં સુધી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નાના વાહનોને ઉમેટા બ્રિજનો ઉપયોગ કરવા તેમજ ભારે વાહનોને વાસદ રૂટનો ઉપયોગ કરવા જણાવી ઉમેટા બ્રિજ ઉપર ભારે વાહનો માટે પ્રતિબંધિત મુકાયો છે.

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીએ કહ્યું- ‘પુલ તૂટ્યો તો અમે કૂદી ગયા અને પીકઅપ નદીમાં ખાબકી, અને પછી…’
Jul 9th, 2025

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીએ કહ્યું- ‘પુલ તૂટ્યો તો અમે કૂદી ગયા અને પીકઅપ નદીમાં ખાબકી, અને પછી…’

Gambhira Bridge Tragedy : વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ આજે 9 જુલાઈએ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 14 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 10 લોકોના પાર્થીવ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. જ્યારે દુર્ઘટનાને લઈને જવાબદાર સામે સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો નોંધવા પાદરા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. દુર્ઘટનાને નજરે જોનારા પિક-અપ ચાલકે સમગ્ર મામલે આપવીતી જણાવી હતી.

આ પણ વાંચો: ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે પોલીસ સ્ટેશનમાં અરજી, 10 મૃતદેહો પરિવારજનોને સોંપાયા

પીકઅપ ચાલકે વર્ણવી આપવીતી

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં નદીમાં પડેલા પીકઅપ વાહનના ડ્રાઈવર અનવર શાહે જણાવ્યું હતું કે, ‘બ્રિજ તૂટેલો હતો અને ટ્રાફિકજામની સ્થિતિ હતી. એટલાંમાં અચાનક બ્રિજ હલવા લાગ્યો અને પાછળથી જોરદાર અવાજ આવ્યો. આ દરમિયાન કાંઈ સમજીએ એ પહેલા પુલ એકદમ તૂટ્યો. તેવામાં હું અને મારી સાથેના બે લોકો પીકઅપમાંથી કૂદી ગયા અને સદનસીબે અમારો જીવ બચી ગયો.’

 

તેમણે કહ્યું કે, ‘ઘટના સમયે આસપાસ અન્ય ત્રણ પીકઅપ વાહનો પણ હાજર હતા. અમે બે બાઈક ચાલકોને પણ ચેતવ્યા અને તેમને રોકવાની કોશિશ કરી હતી. જેમાં એક બાઈક વાળા રોકાઈ ગયા અને બીજાને બ્રેક નહીં લાગતા સીધા બ્રિજ નીચેથી નદીમાં પડ્યા હતા.’

આ પણ વાંચો: VIDEO: વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 7 વાહનો નદીમાં ખાબક્યા, 14ના મોત

અનવર શાહે કહ્યું કે, ‘ઘટનાસ્થળે એક મહિલા જોર-જોર ચીસો પાડી રહી હતી. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી.’ બ્રિજની સ્થિતિ પહેલાથી જ ખરાબ હતી. આ મામલે સ્થાનિકો અને સામાજિક કાર્યકરોએ અનેક રજૂઆત કરી હોવા છતાં ધ્યાને લેવામાં આવ્યું ન હતું. અંતે આજે દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાને લઈને સરકારે તપાસના આદેશ કર્યા છે.

ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે પોલીસ સ્ટેશનમાં અરજી, 10 મૃતદેહો પરિવારજનોને સોંપાયા
Jul 9th, 2025

ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે પોલીસ સ્ટેશનમાં અરજી, 10 મૃતદેહો પરિવારજનોને સોંપાયા

Gambhira Bridge Tragedy : વડોદરામાં 9 જુલાઈ, 2025ના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પાદરા-જંબુસર વચ્ચે મહિસાગર નદી પર આવેલો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 જેટલા વાહનો નદીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 14 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને જવાબદારો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવા અંગે સામાજિક કાર્યકર દ્વારા પાદરા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. જ્યારે 10 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: VIDEO: ‘મારો છોકરો ડૂબી ગયો…’, પુત્રની માનતા પૂરી કરવા જતાં સોનલબેને ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પરિવાર ગુમાવ્યો

વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને સામાજિક કાર્યકર લખન દરબારે પાદરા પોલીસમાં અરજી કરીને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવાની માંગણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘ગત ઑગસ્ટ 2022ના રોજ અધિકારીને બ્રિજ અંગે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ પણ કોઈ પગલાં લેવાયા ન હતા. જેમાં અધિકારીઓની બેદરકારીને કારણે આજે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.’

 

આ પણ વાંચો: VIDEO: વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 7 વાહનો નદીમાં ખાબક્યા, 14ના મોત

10 પાર્થીવ મૃતદેહ પરિવારજનોને સોંપાયા

પાદરા ગંભીરા મુજપુર બ્રિજ પર બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 14 વ્યક્તિઓમાંથી અત્યાર સુધી 10 લોકોના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. પાર્થીવ મૃતદેહોને સરકારી વાહન દ્વારા તેમના પરિવાર-સ્વજનના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા છે. જ્યારે ઘટનાસ્થળે હજુ પણ રેસ્ક્યુની કામગીરી શરૂ છે. જેમાં બ્રિજ પરથી નદીમાં પડેલા તમામ વાહનો હજુ પણ નદીમાં જ ગરકાવ છે.

ગંભીરા બ્રિજ દુર્ઘટના: દુ:ખ વ્યક્ત કરવામાં સંવેદના નહીં માત્ર ફોર્માલિટી, નેતાઓએ મેસેજ કોપી-પેસ્ટ કર્યા
Jul 9th, 2025

ગંભીરા બ્રિજ દુર્ઘટના: દુ:ખ વ્યક્ત કરવામાં સંવેદના નહીં માત્ર ફોર્માલિટી, નેતાઓએ મેસેજ કોપી-પેસ્ટ કર્યા

Vadodara Bridge Collapsed News : પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 13 લોકોના કરુણ મોત થયા છે. આ ઘટનાએ ફરી એકવાર તંત્રની ઘોર બેદરકારી અને લાપરવાહીને ઉજાગર કરી છે. આ ઘટના અંગે મુખ્યમંત્રી સહિત ભાજપના અનેક નેતાઓ, મંત્રીઓ, કાર્યકરોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દુ:ખ વ્યક્ત કર્યું પરંતુ તે પોસ્ટ કરવામાં પણ એક ઔપચારિકતા પૂરી કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું. કારણે કે તમામ મેસેજ બીબાઢાળ એક સરખા જ છે. કોઈએ પોતાની મૌલિકતાથી લખવાનો પ્રયાસ સુદ્ધાં કર્યો નહીં હોવાનું તેવું સ્પષ્ટ જોવા મળે છે.

મુખ્યમંત્રીનો ‘લૂલો બચાવ’

આ દુર્ઘટના બાદ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતાં લખ્યું કે, ‘આણંદ અને વડોદરાને જોડતાં ગંભીરા બ્રિજના 23 ગાળા પૈકીનો 1 ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું.’ આ નિવેદનને વિપક્ષે ‘લૂલો બચાવ’ ગણાવ્યો છે, કારણ કે તેમાં જવાબદારી સ્વીકારવાને બદલે માત્ર શોક વ્યક્ત કરાયો છે.

 

ભાજપ નેતાઓની ઔપચારિકતા

મુખ્યમંત્રીના પગલે ભાજપના અન્ય નેતાઓ જેવા કે પુરુષોત્તમ રૂપાલા, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપૂત, ધવલ પટેલ, વિનોદ ચાવડા, વિશાલ ઠાકર, ભૂષણ અશોક ભટ્ટ, કલ્પેશ પટેલ સહિતના અનેક નેતાઓએ એકસરખો, શબ્દસહ બીબાઢાળ મેસેજ કોપી-પેસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું. જે માત્ર એક ઔપચારિકતા પૂરી કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું.

આ પ્રકારની બીબાઢાળ પ્રતિક્રિયાને લઈને સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ ભારે મજાક અને ટીકાને પાત્ર બન્યા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે સામાન્ય નાગરિકો જીવ ગુમાવી રહ્યા હોય ત્યારે શાસક પક્ષના નેતાઓ આટલી ગંભીર ઘટનાને માત્ર કોપી-પેસ્ટ મેસેજથી શા માટે પતાવી રહ્યા છે? આ ઘટનાએ ફરી એકવાર ગુજરાતમાં માળખાકીય સુવિધાઓની જાળવણી અને સુરક્ષા અંગે તંત્રની બેદરકારી પર મોટો પ્રશ્નાર્થ મૂક્યો છે.

ગંભીરા બ્રિજ દુર્ઘટના: દુ:ખ વ્યક્ત કરવામાં સંવેદના નહીં માત્ર ફોર્માલિટી, નેતાઓએ મેસેજ કોપી-પેસ્ટ કર્યા
ગંભીરા બ્રિજ દુર્ઘટના: દુ:ખ વ્યક્ત કરવામાં સંવેદના નહીં માત્ર ફોર્માલિટી, નેતાઓએ મેસેજ કોપી-પેસ્ટ કર્યા

સોશિયલ મીડિયા પર પણ અપાઈ હતી ચેતવણી

આશ્ચર્યજનક રીતે, એક જાગૃત નાગરિકે 27 જૂન, 2023ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો પોસ્ટ કરીને આ જ બ્રિજ અંગે ચેતવણી આપી હતી. તેમણે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત મીડિયાને ટેગ કરીને લખ્યું હતું કે, ‘તમારા માટે બ્રેકિંગ ન્યૂઝ આવશે, જેવા મોરબીના આવ્યા હતા. કવરેજ માટે તૈયાર રહેજો.’ આ સ્પષ્ટ અને ભયાવહ ચેતવણી છતાં, તંત્ર દ્વારા તેની ગંભીરતાને ધ્યાને લેવામાં આવી ન હતી.

પૂર્વ ચેતવણી છતાં તંત્ર નિષ્ક્રિય

મુજપુર જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ ચંદુભાઈ પરમારે 4 ઑગસ્ટ, 2022ના રોજ જિલ્લા કલેક્ટર અને માર્ગ અને મકાન (R&B) વિભાગને પત્ર લખીને બ્રિજની જોખમી સ્થિતિ અંગે ધ્યાન દોર્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, બ્રિજના પિલરોમાં ખામી સર્જાઈ છે, બ્રિજ પરથી પસાર થતી વખતે ધ્રુજારી અનુભવાય છે અને તેની સપાટી સતત બગડી રહી છે. પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે જો ભવિષ્યમાં કોઈ જાનહાનિ થાય, તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.

હર્ષદસિંહ પરમારની આ ગંભીર રજૂઆત છતાં, તંત્ર દ્વારા બ્રિજને જોખમી જાહેર કરીને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો ન હતો. એટલું જ નહીં, બ્રિજની સુરક્ષા સંબંધિત કોઈ તપાસ કે ટેસ્ટ રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો ન હતો, જેના પરિણામે આજે આ ભયાવહ દુર્ઘટના સર્જાઈ છે અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.

આજના અકસ્માતને સ્પષ્ટપણે માનવસર્જિત દુર્ઘટના કહી શકાય, કારણ કે તંત્ર પાસે બ્રિજની જર્જરિત સ્થિતિના પૂરતા પુરાવા હોવા છતાં, સમયસર અને યોગ્ય પગલાં લેવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ ઘટનાએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની અને રાજ્યભરના આવા જર્જરિત પુલોની તાત્કાલિક તપાસ કરવાની જરૂરિયાત ઊભી કરી છે.

ગુજરાતના મુખ્યમંત્રી પાસે સરકાર ચલાવવાની ત્રેવડ ના હોય તો રાજીનામું આપી દે: વિપક્ષની માગ
Jul 9th, 2025

ગુજરાતના મુખ્યમંત્રી પાસે સરકાર ચલાવવાની ત્રેવડ ના હોય તો રાજીનામું આપી દે: વિપક્ષની માગ

વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી હતી. આ દુર્ઘટના બાદ કોંગ્રેસ, આપ અને શંકરસિંહ સહિતે ભાજપ સરકારની ઝાટકણી કાઢતાં મુખ્યમંત્રીના રાજીનામાની માગ કરી હતી. કોંગ્રેસે ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને દુર્ઘટના નહીં પણ સરકારની બેદરકારીનું પરિણામ ગણાવી છે.

આ પણ વાંચો: VIDEO: વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 7 વાહનો નદીમાં ખાબક્યા, 9 મોત

ભાજપ પ્રજાને પોતાની ગુલામ ગણી રહી હોય તેમ પોતાની મનમાની કરી રહી છે: શંકરસિંહ વાઘેલા

30 વર્ષના શાસનમાં ભાજપનો ભ્રષ્ટાચાર અજગર બની આખા ગુજરાતને ધીમે ધીમે ગળી રહ્યો છે. આજે ભાજપ પ્રજાને પોતાની ગુલામ ગણી રહી હોય તેમ પોતાની મનમાની કરી રહી છે. અને જ્યારે જનતા સવાલ પૂછવાનું ભૂલી જાય ત્યારે આવા બેદરકાર શાસકોની હિમ્મત આકાશ તળે પહોંચે છે. પરિણામે સામાન્ય લોકો મોતને ભેટે છે.

 

ભ્રષ્ટ ભાજપના રાજમાં ગુજરાતના રસ્તાઓ અને બ્રિજો પર મોત ભમી રહ્યું છે: આપ

ગુજરાત આપના પ્રમુખ ઇશુદાન ગઢવીએ ભાજપ સરકારને ભ્રષ્ટ ગણાવતાં મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. સોશિયલ મીડિયા પર પોતાનો સંદેશ આપતાં કહ્યું હતું કે પાદરાના મુજપુર પાસે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે. આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે સરકાર અને ભાજપના નેતાઓને મારો એક સવાલ છે. ટેક્સ જનતા એટલા માટે ભરે કે તમે સારી વ્યવસ્થા આપો, અને વ્યવસ્થા આપવાના બહાને તે તમને નાણા આપે. એ નાણા ભ્રષ્ટાચાર કરીને તમે ખાઈ જાવ અને મરે પણ જનતા.

ભાજપના રાજમાં નિર્દોષ જનતાના જીવની કોઈ કિંમત નથી. આ જનતા ક્યાં સુધી ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે. આ સાથે સાથે અમે મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે ભોળપણથી રાજનીતિ ચાલતી નથી, ભોળપણથી ઘર પણ નથી ચાલતું. જો તમે આ રાજ્ય ચલાવવા માટે સક્ષમ ન હોવ તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ. લોકો તમારા રાજમાં મરી રહ્યા છે. ભ્રષ્ટ ભાજપના રાજમાં ગુજરાતના રસ્તાઓ અને બ્રિજો પર મોત ભમી રહ્યું છે.

ગંભીરા બ્રિજનું તૂટવું દુર્ઘટના નહીં, સરકારની બેદરકારીનું પરિણામ: અમિત ચાવડા

વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ માત્ર એક દુર્ઘટના નહીં, પરંતુ ગુજરાત સરકારની ગંભીર બેદરકારીનું પરિણામ ગણાવી છે. બ્રિજ જોખમી હોય તો તેને બંધ કરવો જોઈએ. સરકાર આ પ્રકારની ઘટનાઓ બાદ કેમ જાગે છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x’ પર પોતાની પ્રતિક્રિયા આપતાં આ મામલે સરકાર સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી છે.

અમિત ચાવડાએ પોતાના સંદેશમાં જણાવ્યું છે કે ‘વડોદરા-આણંદને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડવો એ એક દુર્ઘટના નથી, ગુજરાત સરકારની બેદરકારીનું પરિણામ છે.’ તેમણે સરકાર સમક્ષ માંગણી કરી છે કે, ‘સરકાર તાત્કાલિક ધોરણે સમગ્ર ગુજરાતના તમામ પુલનું નિરીક્ષણ કરે અને તેના સેફ્ટી સર્ટિફિકેટ જાહેર જનતા માટે પબ્લિક ડોમેન પર ઉપલબ્ધ કરાવે.’

કોંગ્રેસ નેતા આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી. આ ઘટના બાદ રાજ્યભરમાં પુલોની સુરક્ષા અને જાળવણી પર સવાલો ઊભા થયા છે.

આ ઉપરાંત કોંગ્રેસ નેતાએ રાજ્યમાં વરસાદ બાદ ખાડા અને ભૂવાને લઈને સવાલ કર્યા હતા અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. આખા રાજ્યમાં રસ્તામાં ભ્રષ્ટાચારના ખાડા અને ભૂવાથી જનતા ત્રસ્ત છે અને જનતાની રજૂઆતો અને ફરિયાદો પછી પણ સરકાર કોઈ પગલાં લેતી નથી. એટલે દુર્ઘટનાઓ સર્જાય છે અને લોકોના જીવ જાય છે. દાદા.. જો ખરેખર તમારું હૃદય ‘મૃદુતા’થી ભરેલું હોય તો ‘મક્કમતા’ દાખવી સમગ્ર (બિનકાર્યક્ષમ) મંત્રીમંડળ સાથે રાજીનામું આપી દો.

ભારતમાં જ્યારે અંગ્રેજો બ્રિજ બનાવતા ત્યારે બ્રિજ બનાવવાની તારીખ અને બ્રિજની અવધિ પૂરી થવાની તારીખ પણ મોટા બોર્ડમાં લગાવતા હતા. પરંતુ આ ભ્રષ્ટાચારી સરકારના પાપે બ્રિજ ક્યારે બન્યો કયાં સુધી ચાલશે અને એની હાલત કેવી છે તેની કોઈ તપાસ કરવામાં આવતી નથી. તેના કારણે આજે આણંદ-વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા-મુજપુર બ્રિજ તૂટ્યો જેમાં અમુક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા.

ગુજરાતની 8 મોટી દુર્ઘટના, જેમાં સરકારના ‘કડક પગલાં’ માત્ર કાગળ પર જ રહ્યા
Jul 9th, 2025

ગુજરાતની 8 મોટી દુર્ઘટના, જેમાં સરકારના ‘કડક પગલાં’ માત્ર કાગળ પર જ રહ્યા

ગુજરાતમાં અવારનવાર મોટી દુર્ઘટનાઓ બનતી રહે છે અને કમનસીબે દર વખતે તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે આવે છે. જે અકસ્માતોને સહેલાઈથી ટાળી શકાયા હોત તેવી ઘટનાઓમાં પણ “કડક કાર્યવાહી” અને “કડક પગલાં” લેવાની ખાતરી સિવાય કશું મળતું નથી. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેવા વચનો આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા જુદી જ હોય છે.

ભૂતકાળની મોટી દુર્ઘટનાઓ અને તંત્રના ‘કડક પગલાં’

ચાલો, ગંભીરા બ્રિજ દુર્ઘટના પહેલાં બનેલી કેટલીક મોટી ઘટનાઓ પર નજર કરીએ, જ્યાં તંત્રએ કડક પગલાં લેવાના આદેશ આપ્યા હતા:

કાંકરિયા રાઈડ દુર્ઘટના (2019):

અમદાવાદના કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં જોયરાઈડ તૂટી પડતાં કેટલાક લોકોના મોત થયા હતા અને ઘણા ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં રાઈડની જાળવણી અને સુરક્ષા ધોરણો પર ગંભીર સવાલો ઉઠ્યા હતા. તે સમયે પણ જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ વડોદરા ગંભીરા બ્રિજ અકસ્માત: સાત કલાક પછી પણ અનેક લોકોની ભાળ મળી નથી

સુરત તક્ષશિલા આગકાંડ (2019):

સુરતની તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 વિદ્યાર્થીઓના કરૂણ મોત થયા હતા. આ ઘટનામાં ઇમારતમાં ફાયર સેફ્ટીના નિયમોનો સરેઆમ ભંગ થયો હતો. આ આગકાંડ બાદ પણ ફાયર સેફ્ટીના નિયમોના કડક અમલની વાતો થઈ હતી.

ભરૂચ હોસ્પિટલ આગકાંડ (2021)

ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ, જે કોવિડ-19ના દર્દીઓ માટે સમર્પિત હોસ્પિટલ હતી. આ આગમાં ઓછામાં ઓછા 16 કોવિડ-19 દર્દીઓ અને 2 નર્સો સહિત કુલ 18 લોકોના કરૂણ મોત થયા હતા. આગ હોસ્પિટલના COVID-19 વોર્ડમાં લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટપણે જાહેર કરવામાં આવ્યું ન હતું, પરંતુ ફાયર સેફ્ટીના નિયમો અને ઇલેક્ટ્રિકલ ખામીઓ પર સવાલો ઉઠ્યા હતા. આ ઘટના બાદ રાજ્યભરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ઓડિટ અને કડક નિયમોના પાલન માટે આદેશો આપવામાં આવ્યા હતા.

 

અમદાવાદ શ્રેય હોસ્પિટલ આગકાંડ (2020):

કોવિડ મહામારી દરમિયાન ભરૂચ અને અમદાવાદની હોસ્પિટલોમાં આગ લાગવાથી દર્દીઓના મોત થયા હતા. આ ઘટનાઓએ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની ખામીઓને ઉજાગર કરી હતી, અને બંને કિસ્સામાં તપાસ અને કાર્યવાહીના આદેશ અપાયા હતા.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના (2022):

મોરબીમાં મચ્છુ નદી પરનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતાં 130થી વધુ લોકોના મોત થયા હતા, જે એક ભયાવહ દુર્ઘટના હતી. પુલના સમારકામ અને જાળવણીમાં વ્યાપક બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી હતી. આ દુર્ઘટના બાદ પણ મોટા પાયે તપાસ અને કડક કાર્યવાહીના આદેશ અપાયા હતા.

વડોદરા હરણી બોટ કાંડ (2024):

વડોદરાના હરણી તળાવમાં શાળાના બાળકોને લઈ જતી બોટ પલટી જતાં ઘણા માસૂમ બાળકો અને શિક્ષકોના મોત થયા હતા. બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો બેસાડવા, લાઈફ જેકેટનો અભાવ અને સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હતું. આ મામલે પણ સરકારે કડક પગલાં લેવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં સમિતિની સ્કુલની બહાર કચરાના ઢગલા, પાલિકાની ગંભીર બેદરકારીના કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ખતરો

રાજકોટ ગેમઝોન દુર્ઘટના (2024):

રાજકોટના એક ટીઆરપી ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં 30થી વધુ લોકોના જીવ ગયા હતા. આ ગેમઝોન ગેરકાયદેસર રીતે ચાલતો હોવાનું અને ફાયર સેફ્ટીના કોઈ જ નિયમોનું પાલન ન કરતો હોવાનું બહાર આવ્યું હતું. આ દુર્ઘટના બાદ પણ રાજ્યભરના ગેમઝોન અને આવા સ્થળો પર કડક કાર્યવાહીના આદેશ અપાયા છે.

મહીસાગર નદી પર ગંભીરા બ્રિજ દુર્ઘટના (જુલાઈ 2025):

વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 10થી વધુ લોકોના મોત થયા અને અનેક વાહનો નદીમાં ખાબક્યા. આ બ્રિજની જાળવણી અને ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે, અને ફરી એકવાર ‘કડક પગલાં’ લેવાની વાત થઈ રહી છે.

શું ‘કડક પગલાં’ માત્ર કાગળ પર જ રહે છે?

આ તમામ દુર્ઘટનાઓમાં એક પેટર્ન જોવા મળે છે. ઘટના બને છે, તંત્ર ઊંઘતું ઝડપાય છે, લાશો ઢગલાબંધ પડે છે, વિપક્ષ પ્રહારો કરે છે, અને છેવટે સરકાર દ્વારા “કડક કાર્યવાહી” અને “ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી” જેવા આશ્વાસનો આપવામાં આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે શું ખરેખર આ કડક પગલાં લેવાય છે? શું જવાબદારોને કાયમી ધોરણે સજા મળે છે? અને સૌથી અગત્યનું, શું આ ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ લઈને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે નક્કર પગલાં લેવાય છે? આશા રાખીએ કે ગંભીરા બ્રિજ દુર્ઘટના ઓછામાં ઓછું તંત્રને જગાડે અને ગુજરાત ફરી ક્યારેય આવી ભયાવહ ઘટનાઓનો સાક્ષી ન બને.

 

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને સુરત શહેરમાં મેટ્રોને સમાંતર માર્ગોનું ઝડપી સમારકામ હાથ ધર્યું

સમારકામ માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા બાદ રાજ્યભરમાં રોડ-રસ્તા સમારકામની કામગીરી
યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ગ્રામીણ અને શહેરી રોડ તેમજ સ્ટેટ હાઇવે તથા
નેશનલ હાઇવેનું સમારકામ પણ ઝડપભેર થઈ રહ્યું છે.
રાજ્યના અન્ય શહેરોની જેમ સુરત શહેરમાં પણ વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાના
રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
સુરતમાં મેટ્રો ટ્રેન રૂટને સમાંતર આવેલા રોડ રસ્તાઓમાં જ્યાં વરસાદી પાણીથી નુકસાન થયું
છે તે દરેક જગ્યાએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા રોડ મેન્ટેનન્સ અને રિપેરિંગ
કામ હાથ ધરવામાં આવ્યું છે.

પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી એ. એસ. બિસ્તના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં સુરતમાં મેટ્રો ટ્રેન
રૂટને સમાંતર આવેલા રોડ- રસ્તાઓ પરના ૪૭૭ ખાડાઓ પૂરી દેવામાં આવ્યા છે. લગભગ
૭,૬૧૫ સ્ક્વેર મીટર વિસ્તારમાં પુરાણ અને સમારકામ કરીને આ ખાડાઓ દૂર કરવામાં આવ્યા
છે. મેટ્રો રૂટ અંતર્ગત આવતા જમીની માર્ગો પરથી ખાડા દૂર કરવાનું ૯૪% જેટલું કામ પૂરું
કરી દેવામાં આવ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેટ્રો રૂટને સમાંતર અઢી કિલોમીટર જેટલા રસ્તા પર રોડને
રિસર્ફેસ કરવામાં આવ્યા છે. હોટ મિક્સ અને પેવર ફિનિશરના ઉપયોગથી આ રસ્તાનું
રિસર્ફેસિંગ કરાયું છે.
તેમણે ઉમેર્યું કે મેટ્રો રૂટને સમાંતર માર્ગો પર દિવસે વાહનોનો ટ્રાફિક હોવાને કારણે રસ્તાનું
સમારકામ માત્ર રાતે કરવામાં આવે છે. બાકીનું કામ આગામી ચાર દિવસમાં પૂરું થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા માર્ગોનું ઝડપી સમારકામ અને
રિસર્ફેસિંગની કામગીરીથી સુરત શહેરના માર્ગો વધુ સલામત અને સુગમ બન્યા છે. વરસાદ
દરમિયાન વાહન વ્યવહાર પણ સરળ બની રહેશે.
મેટ્રો પ્રોજેક્ટના નિર્માણકાર્ય દરમિયાન માર્ગો પર થયેલા ઘસારા કે નુકસાનને પહોંચી વળવા
માટે GMRC રોડ રિપેરિંગની પ્રક્રિયા સતત કરે છે, આ ઉપરાંત વરસાદી પાણીને કારણે થયેલા
ખાડા દૂર કરવાનું અને ધોવાઈ ગયેલા રોડ રસ્તાને રિપેર કરવાનું કામ પણ GMRC યુદ્ધના
ધોરણે કરી રહ્યું છે.
GMRCની આ પ્રતિબદ્ધતા સુરતને વધુ આધુનિક અને લીવેબલ શહેર બનાવવામાં મહત્ત્વપૂર્ણ
યોગદાન આપી રહી છે.

…..