Golmaal at the fork of Alang, annual weight is 30 lakh tonnes, अलंग के कांटे पर गोलमाल , सालाना वजन 30 लाख टन है
ગાંધીનગર, 14 ઓક્ટોબર 2023
અલંગથી રોજનું 10 હજાર ટન લોખંડ નિકળતું રહ્યું છે. જેને માપવા માટે 127 ટ્રકના વજન કાંટા છે. જેમાં એક ટ્રકે રૂ.1 હજારથી 4 હજાર રૂપિયાની ગોલમાલ ઓછા વજનમાં કરવામાં આવે છે. વર્ષે અહીં 30 લાખ ટન ભંગાર ટ્રકોમાં ભરીને બહાર લઈ જવામાં આવે છે. અહીં વર્ષે કરોડો રૂપિયાની છેતરપીંડી જહાજ ભાંગનારા ઠેકેદારો દ્વારા કરવામાં આવતી રહી છે. આવું 20 વર્ષથી ચાલી રહ્યું છે.
ટ્રક ચાલકોએ વારંવાર ફરિયાદ કરી હોવા છતાં તેનો કાયમી ઉકેલ આવતો નથી. હવે આમેય અલંગમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ ભાંગી પકવામાં છે. જેમાં ચીન, પાકિસ્તાન અને બાંગલાદેશની જેમ ભારતની ઠગ ટોળી કરોડો રૂપિયાની વજનની છેતરપીંડી પણ જવાબદાર છે.
તપાસ કરી
ભાવનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા અલંગ-સોસિયાના 127 વે-બ્રિજની તપાસ કરવામાં આવી હતી. જેમાં શિપબ્રેકરોના 101 વે-બ્રિજ છે. 26 વજન કાંટાં પબ્લિક વે-બ્રિજ છે. જેમાંથી ઘણાંમાં આવી ફરિયાદો વારંવાર થતી આવી છે. વજન કાંટા ચેકિંગમાં અમુક જગ્યાએ ગેરરીતિ થતી હોવાનું સાબિત થતા તમામ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. અલંગ ટ્રક ટ્રાન્સપોર્ટેશને જણાવ્યું કે, ડ્રાઇવર અને ટ્રક માલિકના 40થી60 કિલો વધારે વજનની ચીઠ્ઠી હોય તો 2 હજારથી 3 હજાર કપાય છે.
ફરિયાદ
ભાવનગરના તળાજાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં અલંગ સોસીયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને વેબ્રિજમાં તોલમાપમાં ગેરરિતી થતી હોવાની ફરીયાદ કરી હતી. જેને લઇને તોલ માપના અધિકારીઓએ અલંગ સોસીયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનને સાથે રાખીને કાનૂની કાર્યવાહી કરી હતી. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. જેથી અલંગ સોસીયો ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટે તોલ અધિકારીને રજૂઆત કરતા અધિકારીએ અચાનક કાર્યવાહી કરી હતી.
અલંગ અને સોસિયા શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટમાંથી માલના કરવામાં આવતા ટ્રક લોડિંગના વજન તફાવતની બાબતે અલંગ સોસિયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને ટ્રક લોડિંગ બંધ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
બે વખત વજન
શિપબ્રેકરો દ્વારા ટ્રકમાં ભરવામાં આવતા માલ માટે બે વખત વજન કાંટા કરાવવાનું ફરજીયાત બનાવવામાં આવેલું છે. બે કાંટામાંથી જેનું વજન વધુ હોય તેને માન્ય રાખવા અંગે નિર્ણય લીધો હતો. વજન તફાવતને કારણે અનેક પ્રશ્નો સર્જાય છે. શિપબ્રેકરોને જાણ કરેલી છતાં નિર્ણય કરવામાં નહીં આવતા લોડિંગ બંધ કરવાનું નક્કી કરાયું હતું.
20 વર્ષથી ગોલમાલ
છેલ્લાં 20 વર્ષથી વજનમાં લોગલમાલ કરવામાં આવે છે. ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા તોલમાપ ખાતાના સચિવને ગાંધીનગર સુધી ફરિયાદ કરવી પડી હતી.
10 વર્ષ પહેલાં શિપબ્રેકરો દ્વારા 40થી 80 કિલોની ગોલમાલ કરાતી આવી છે. જિલ્લા પુરવઠા અધિકારીને અલંગના તમામ વે-બ્રિજનું ચેકિંગ કરવા આદેશ અપાયો હતો. ઇલેકટ્રોનિક કાંટામાં અગાઉથી વજન વધારાતું હોવાના આક્ષેપ કરાતા હતા. વજન તફાવતના કે ઓછા વજનના કારણે ટ્રકના ભાડામાંથી રૂપિયા 1 હજારથી 4 હજાર સુધી ડીલીવરી વખતે કાપી લેવામાં આવે છે.
20થી 80 કિલોની છેતરપીંડી
શિપબ્રેકિંગ પ્લોટમાંથી માલ લોડ કરવામાં આવે છે ત્યાં કાંટો કરવામાં આવ્યા બાદ બહાર પણ અન્ય કાંટામાં વજન કરવામાં આવે છે. બંને કાંટામાં 20થી 80 કિલોના વજનનો તફાવત આવતો રહ્યો છે. શિપબ્રેકરો દ્વારા વધુ વજન જેનું હોય તેના પ્રમાણે બિલ બનાવવામાં આવે છે.
જાણવા મળ્યા પ્રમાણે છેલ્લા 20 વર્ષથી આવી સમસ્યાનો સામનો ટ્રક-ટ્રાન્સપોર્ટરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અવાર નવાર ટ્રક માલીકો અને શિપબ્રેકરો વચ્ચે તકરારો પણ થાય છે. પરંતુ તેનો કાયમી ઉકેલ આજદિન સુધી લાવવામાં આવી રહ્યો નથી.
રોજગારી
અલંગમાં 60,000થી કામદારો કામ કરે છે. 11 કિલોમીટર જેટલો દરિયાકિનારો ધરાવતો શીપ બ્રેકિંગ ઉદ્યોગ છે.
યાર્ડ ઘટી ગયા
2014માં અલંગમાં 100 યાર્ડ ધમધમતા હતા તેની જગ્યાએ હાલ 50 જેટલા શીપ યાર્ડ થઈ ગયા હતા. જહાજ માટેનાં બીચ 9 વર્ષમાં પડી ભાંગ્યા છે. ટન સ્ટીલની ખરીદીમાં રૂ. 25 હજાર નફો મળતો હતો. હવે આ ગાળો ઓછો થઈ ગયો છે.
ચીનના કારણે મંદી
ચીન સસ્તા ભાવે ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્ટીલ વેચી રહ્યું છે. તેના કારણે અલંગના રીસાઈકલ થયેલા સ્ટીલનો કોઈ લેવાલ નથી.તેના કારણે છેલ્લાં બે વર્ષમાં અલંગમાં શરુ કરાયેલા ભંગારવાડામાંથી અડધાથી વધુ તો બંધ થઈ ગયા છે. અરબી સમુદ્ર વિસ્તારમાં અલંગ શીપયાર્ડનો જહાજો ભાંગવાનો ધંધો સીધો 70 ટકા હતો, જે હવે નહિંવત થઈ ગયો છે. ચીન દ્વારા છેલ્લાં એક વર્ષમાં 937 કરોડ ટન સ્ટીલ વેચવામાં આવ્યું. અલંગમાં 275 જહાજ તૂટવા માટે આવ્યા હતા. હવે ઓછા આવે છે.
જહાજ ઘટ્યા
2010-’11 માં અલંગમાં 357 વહાણો તૂટ્યાં હતાં જ્યારે 2009-’10 માં 348 વહાણો તોડવામાં આવ્યાં હતાં. 2011-12માં 415 જહાજો તોડવામાં આવ્યા હતા. ગુજરાતના ભાવનગર જિલ્લાના અલંગ ખાતે એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ એક દાયકા કરતાં પણ વધુ સમયગાળામાં તેના સૌથી નીચા ટર્નઓવર પર છે, છેલ્લા છ વર્ષમાં 2021-22માં 152, 2020-21માં 139, 2019-20માં 141, 2018-19માં 170, 2017-18માં 166 જહાજો, 2016-17માં 195 આવ્યા હતા.
2020માં, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડે 196 જહાજોનું રિસાયકલ કર્યું. 2023માં તેમાં પણ મોટો ઘટાડો થયો છે.
ટનેજ
જોકે , અલંગના 173 સ્લોટમાં ટનેજ ઘટીને 28 લાખ ટન થયું હતું જે 2009-’10 માં 29.6 લાખ ટન હતું . વધુ વહાણોના ભંગાણ છતાં ટનેજમાં ઘટાડો વહાણોના નાના કદને કારણે હતો. શિપ રિસાયકલર્સ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (રશ્રયા)ના અંદાજ મુજબ કુલ સ્ક્રેપ ટનેજ વધીને 30 લાખ ટન સુધી થયું હતું.
દર વર્ષે અલંગ ખાતે 25થી 30 લાખ ટન જેટલું સ્ટિલ રિસાઇકલિંગ માટે મળતું હતું. જે ભાવનગર ઉપરાંત મહારાષ્ટ્ર અને પંજાબ સુધી મોકલવામાં આવતું હતું.
800 દુકાનો
ટીવી, ફ્રીઝ, ક્રૉકરી, કાર્પેટ અને ફર્નિચર જેવી વૈભવી સામગ્રી મોટા પાયે નીકળે છે. યાર્ડની બહાર લગભગ 800થી વધુ દુકાનો આ પ્રકારના વેપાર સાથે સંકળાયેલી છે.
અલંગ પહેલા
1912થી કલકત્તા અને મુંબઈમાં આ ઉદ્યોગ હતો. બીજા વિશ્વ યુદ્ધ પછી મધ્ય પૂર્વના દેશોમાં ખનીજતેલની ઉત્પાદકતામાં થયેલો વધારો અને અને તેને સ્થળાંતરિત કરવા માટે વપરાતી મોટી ટેંકરોના કારણે આ ઉદ્યોગને વેગ મળ્યો. 1970 ના દશકામાં પશ્ચિમી દેશોમાં શીપ બ્રેકિંગના ઉદ્યોગમાં ખૂબ જ તેજી આવી. 1980ના દશકામાં આવેલી પહેલી વૈશ્વિક આર્થિક મંદીને કારણે પણ આ ઉદ્યોગમાં ખૂબ જ તેજી આવી. પશ્વિમી દેશોના વિકાસમાં આવેલી તેજીને પરિણામે આ ઉદ્યોગ એશિયાના દેશો તરફ વળ્યો. ભારતમાં શીપ બ્રૈકિંગ ઉદ્યોગમાં આવેલ વૃદ્ધિને કારણે એવુ સ્થળ પસંદ કરવાની ફરજ પડી કે જ્યાં શીપ બ્રેકિંગ માટે બધી જ અનૂકુળતા હોય અને ત્યાર બાદ અલંગ પર પસંદગી ઉતારવામાં આવી. પછીથી શીપ બ્રેકિંગ ઉદ્યોગ એ ગુજરાતનાં અલંગમાં એક નવા જ અવતાર સાથે વિકસિત થયો. અલંગમાં પ્રથમ જહાજ, MV કોટા તેનજોંગ, 13 ફેબ્રુઆરી 1983ના રોજ દરિયાકિનારે પહોંચ્યું હતું.
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ હોવાનો દાવો કરવામાં આવે છે, જે વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં નિવૃત્ત નૂર અને માલવાહક જહાજોને તોડી પાડવામાં આવે છે.
1983માં તેની શરૂઆત થઈ ત્યારથી, શિપયાર્ડ કુલ મિલકતોનું મૂલ્ય US$110.6 બિલિયન હોવાનું માનવામાં આવે છે. અલંગ સુવિધા 4.5 મિલિયન લાઇટ ડિસ્પ્લેસમેન્ટ ટનેજ (એલડીટી) ની કુલ ક્ષમતા સાથે 14 કિલોમીટર (8.7 માઇલ) કિનારે 183 શિપ બ્રેકિંગ યાર્ડ હતા.
જાપાનીઝ ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સીએ $76 મિલિયનની સોફ્ટ લોન અને ગુજરાત મેરીટાઇમ બોર્ડે સુધારા માટે $35 મિલિયન લોન લીધી છે.
https://allgujaratnews.in/work-starts-in-alang-less-ships-will-be-breaked-due-to-recession-and-labor-problem/
https://allgujaratnews.in/50-percent-vibrant-gujarats-mous-was-successful/
https://allgujaratnews.in/wreckage-of-government-vehicle-policy-of-1200-crores-question-to-authority/