ગુજરાત સરકારની કંપની GSFC કંપનીમાં ડીએપી ખાતરમાં કૌભાંડ બહાર આવ્યા બાદ ખેડૂતો છેતરાયા હોવાનું માને છે. તેઓ હવે એવું માનતા થયા છે કે, સરકાર પર આધાર રાખવાથી તેઓ લાચાર બને છે. તેથી સ્વનિર્ભર બનીને પોતે જ પોતાના ખેતરનું જાતે ખાતર બનાવતાં હોય એવા અનેક ખેડૂતો છે. ડીએપી રાસાયણીક ખાતરનો સૌથી સારો અને ડીએપીથી પણ વધું ફાયદો કરાવીને વધું ઉત્પાદન આપતું હોય એવું સ્વ ખાતર પંચગવ્ય છે.
તેઓ પંચદ્રવ્ય ખાતર બનાવી તેનો 21 દિવસ બાદ બે થી ત્રણ વાર પાક ઉપર છંટકાવ કરવાથી પાકની રોગપ્રતિકારક શક્તિ વધે છે. વિકાસ સારો થાય છે. ફળ-ફુલ સારા બેસે છે. યુરીયા-ડીએપી ખાતર કરતાં પણ સારું ઉત્પાદન મળે છે. ઓર્ગેનિક ખેતીમાં કોઇ નુકસાન નથી. તેઓ સજીવ ખેતીના દોઢા ભાવ લેતા નથી.
બનાસકાંઠાના દિયોદરના સોનાજી માવજીભાઇ ચૌહાણ ગુજરાત સરકારમાં પશુધન નિરીક્ષક હતા. વારસામાં 16 વિઘા જમીન હતી. મોટાભાઇ ગુજરી જતાં નોકરી અને ખેતીમાં પહોંચી ન વળતાં પશુધન નિરીક્ષક તરીકેની 25 વર્ષની પોતાની સરકારી નોકરી ઈ.સ.2000માં છોડી દઈને 18 વર્ષથી સજીવ ખેતી શરૂં કરી છે. તેની સાથે પશુપાલન કરે છે.
સજીવ – ઓર્ગેનિક ખેતીમાં બટાટા, જીરૂ, વરીયાળી, ઘઉં, બાજરી, ગવાર, મગ, તલ, રાઇ, એરંડા વગેરે છે. તેમને બધું ખર્ચ કાઢતાં વર્ષે રૂ.6.50 લાખ નફો મળે છે. પંચદ્રવ્યનો છંટકાવ કરવાથી યુરીયા-ડીએપી ખાતર કરતાં પણ સારું ઉત્પાદન મળે છે. એવો તેમનો અનુભવ છે.
સજીવ ખેતી (Organic Farming) એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરીયા કે બીજા કોઈ પણ પ્રકારના રસાયણિક ખતરો તેમજ રસાયણિક ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાક ના પોષણ માટે છાણીયું ખાતર, અળસિયાનું ખાતર વપરાય છે.
GSFCને પડકાર
પંચગવ્ય ખાતરમાં કેમીકલ મુક્ત અનાજ મળે છે. GSFC જેની છેતરપીંડીનો ભોગ બનવું પડતું નથી. ડીએવીપી કરતાં પંચગવ્યમાં જમીનની ફળદ્રુપતા ટકી રહે છે. પરિવારનું અને લોકોનું આરોગ્ય સારું અને તંદુરસ્ત રહે છે. સાત્વિક ખોરાક લેવાથી વિચારો પણ સાત્વિક, સારા આવે છે. ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળે છે. GSFC જે રીતે ખેડૂતોને છેતરે છે તેમ છેતરાવાતું નથી. દરેક ખેડૂત તે ખાતર 21 દિવસમાં તૈયાર કરી શકે છે.
પંચદ્રવ્ય તૈયાર કરવાની પદ્ધતિ
-ગાયનું મૂત્ર : પાંચ લીટર
-ગાયનું દૂધ : બે લીટર
-ગાયનું ઘી : 500 ગ્રામ
-ગાયનું ગોબર : 3 કિલો
-ગાયનું દહીં : 2 કિલો
-પાકા કેળા : 1 ડઝન
-નારીયેળ પાણી : 2 લીટર
– શેરડીનો રસ : 2 લીટર
બધાને મિક્સ કરીને 21 દિવસ રાખો પથી તેનો છંટકાવ કરો એટલે તે છોડના ગ્રોથ વધારે, રોગ દૂર કરે અને સાથે ઉત્પાદન વધારે છે. ઉપરાંત સિતાફળનો ઉપયોગ જંતુનાશક દવા તરીકે ખેડૂતો કરે છે. આમ આ બે વસ્તુઓ ખેડૂતો જાતે હવે બનાવવા લાગ્યા છે. તેની સંખ્યા ઓછી છે પણ GSFCની છેતરપીંડીનો ભોગ ખેડૂતો બનતા નથી.
બનાસકાંઠાના ખેડૂતો રસાયણો વાળી ખર્ચાળ ખેતી છોડી સજીવ ખેતી તરફ વળ્યા છે. આવા હાલ 50 ખેડૂતો છે. જે સંખ્યા ઓછી છે પણ તેમાં દર વર્ષે સંખ્યા વધી રહી છે. આ ખેતીમા ખેડુતો માત્ર ગૌ મુત્ર અને જાડનાં પાનના છંટકાવ કરવામાં આવે છે. જોકે સજીવન ખેતીમા ખેડૂતને વીઘે માત્ર 2 હજારના ખર્ચ થાય છે. ઉપજમાં કોઈજ ફરક રહેતો નથી અને માર્કેટમા દવા અને ખાતર વાળી ટેટી તરબૂચ કરતા ડબલ ભાવે વેચાય છે. ખેડુતોને સજીવનમા ખુબજ મોટો લાભ છે. લોકોનાં આરોગ્યને પણ નુકશાન ન થાય તેનુ ધ્યાન રાખી સજીવન ખેતી તરફ વળ્યા છે.