આગામી નવા વર્ષના શૈક્ષણિક સત્રથી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્ષ નો વિશેષ અભ્યાસક્રમ ધોરણ11 અને12માં કૉમર્સ વિષયો માં દાખલ કરવામાં આવશે તેમ પાઠય પુસ્તક મંડળના પ્રમુખ નીતિન ભાઈ પેથાણીએ જણાવ્યું હતું
ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓ ને GST અંગેનું વિસ્તૃત જ્ઞાન/માહિતી આપવા માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવનારા દિવસોમાં એટલે કે 2019ના નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ 11 અને 12 ના કોમર્સ વિષયના અભ્યાસક્રમમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નો પાઠ દાખલ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુડ્ઝ સર્વિસ ટેક્ષ વિષયને અભ્યાસમાં દાખલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બનશે .આ ઉપરાંત ધારી સફળતા બાદ આગામી સમયમાં કોમર્સ વિષયની કોલેજોમાં પણ જીએસટી ને અલગ વિષય તરીકે દાખલ કરવા માટે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વિચારણા શરૂ કરવામાં આવી હોવાના અહેવાલ છે.
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્ષ (GST ) વિષય તરીકે શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે. અને વર્ષ 2019થી ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થીઓને ફરજીયાત GST નો અભ્યાસ ભણવો પડશે. આ વિષયનો અર્થશાસ્ત્રમાં સમાવેશ કરવામાં આવશે. તો બીજી તરફ GST ના અભ્યાસ ને દાખલ કરતા પહેલાં સરકાર ના શિક્ષણ વિભાગે 9 જેટલા ચાર્ટડ એકાઉન્ટ્ન્ટનો અભિપ્રાય પણ લેવાયો હતો.અને છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ વિભાગ અને પાઠ્ય પુસ્તક મંડળ અભ્યાસક્રમ અંગે પ્રયત્નશીલ હતું. એટલુંજ નહીં નાણાં વિભાગમાં જીએસટીનો હવાલો સંભાળતાં અધિકારીનું પણ માર્ગદર્શન લેવાયું હતું. તેમ નિતીન ભાઈ પેથાણી ( કાર્યવાહક પ્રમુખ પાઠય પુસ્તક મંડળ) એ જણાવ્યું હતું.
ગુજરાતી
English



