ભારે વિલંબ બાદ ભાજપના હોદ્દેદારો નિયુક્ત, સત્તા-સંપત્તિમાં ભાગ પણ પક્ષપલટુઓને બહાર રખાયા

આંતરિક ખટપટ નિવારવાનો પ્રયાસ પણ વિખવાદો વધી શકે

પક્ષાંતર કરાવીને સત્તા અને સંપત્તિ મેળવો પણ પક્ષના હોદ્દા નહીં મળેની મોદી નીતિ અમલી

BJP office-bearers appointed very late

Attempts to resolve internal conflicts may further escalate the disputes

Modi’s policy is that defectors will get power and money, but not positions in the party

અમદાવાદ, 28 ડિસેમ્બર 2015
ગુજરાત ભાજપ દ્વારા 27 ડિસેમ્બર, 2025 પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ 3 મહિનાના વિલંબ બાદ હોદ્દેદારો નિયુક્ત કરાયા હતા. ભાજપમાં આંતરિક વિખવાદ વાળવામાં અને ખાળવામાં લાંબો સમય પસાર થયો છે. નવા માળખા બાદ પક્ષમાં આંતરિક ખટપટ વધવાની પૂરી શક્યતા જોવામાં આવી રહી છે.

હોદ્દેદારોમાં પક્ષપલટો કરાવીને લાવવામાં આવેલા એક પણ નેતાને સ્થાન આપ્યું નથી. બીજા પક્ષના નેતાઓને લાવીને ભાજપ ચૂંટણી જીતે છે, સરકારની સત્તામાં ભાગીદાર બનાવે છે, કોન્ટ્રાક્ટ અને નાણાકીય ફાયદો કરાવે એવા કામો આપે છે પણ ભાજપના હોદ્દેદારો તરીકે તેમને ક્યારેય લેવામાં આવતા નથી. આ મોદી નીતિ રહી છે તેનો પડઘો અહીં જોવા મળે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના આદેશ બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા નિમણુંક કરીને જાહેરાત થઈ હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનએ નિર્ણય લીધો હતો. આ નેતાઓને મળવા માટે મુખ્ય પ્રધાન, ઉપમુખ્ય પ્રધાન અને પ્રદેશ પ્રમુખને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. બાદ જાહેરાત હિંદુઓની રીત મુજબ કમૂરતામાં જાહેરાત કરાઈ હતી.

10 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. 4 પ્રદેશ મહામંત્રી, 10 પ્રદેશ મંત્રીની નિમણૂક કરાઈ છે. આ સિવાય પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ અને પ્રદેશ મોરચાના પ્રમુખની પણ નવી નવી નિમણૂકો કરવામાં આવી છે.

10 ઉપપ્રમુખ
નામ જીલ્લો
જયદ્રથસિંહ પરમાર પંચમહાલ
રમેશ ધડુક પોરબંદર
ભરત પંડ્યા અમદાવાદ જીલ્લો
રાજેશ ચુડાસમા જૂનાગઢ જીલ્લો
નટુજી ઠાકોર મહેસાણા
ગીતાબેન રાઠવા છોટાઉદેપુર
ગૌતમ ગેડીયા સુરેન્દ્રનગર
અરવિંદ પટેલ વલસાડ
રસિક પ્રજાપતિ વડોદરા જીલ્લો
ઝંખનાબેન પટેલ સુરત શહેર

મહામંત્રી
અનિરુદ્ધ દવે કચ્છ
ડો. પ્રશાંત કોરાટ રાજકોટ જીલ્લો
અજય બ્રહ્મભટ્ટ ખેડા
હિતેન્દ્રસિંહ ચૌહાણ સુરેન્દ્રનગર

10 મંત્રી
શંકર આંબલિયાર દાહોદ
ડો. સંજય દેસાઈ બનાસકાંઠા
નીરવ અમીન આણંદ
કૈલાશબેન ગામીત તાપી
મુક્તિબેન મયંકકુમાર જોષી મહીસાગર
સોનલબેન સોલંકી વલસાડ
પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ સાબરકાંઠા
સીતાબેન પટેલ મહેસાણા
આશાબેન નકુમ જામનગર
હરજીવન પટેલ બનાસકાંઠા

કોષાધ્યક્ષ
ડો. પરિન્દુ ભગત (કોષાધ્યક્ષ)
મોહન કુંડારીયા (સહ કોષાધ્યક્ષ) મોરબી

કાર્યાલય મંત્રી
શ્રીનાથ શાહ અમદાવાદ

પ્રવક્તા
ડો. અનિલ પટેલ (મુખ્ય પ્રવક્તા)
પ્રશાંત વાળા  રાજકોટ શહેર

વિવિધ મોરચાના પ્રમુખ
મોરચો પ્રમુખનું નામ જીલ્લો/શહેર
યુવા મોરચા ડો. હેમાંગ જોશી વડોદરા શહેર
મહિલા મોરચા અંજુબેન વેકરીયા સુરત શહેર
કિસાન મોરચા હિરેન હિરપરા અમરેલી
ઓ.બી.સી. મોરચા માનસિંહ પરમાર ગીર સોમનાથ
એસ.સી. મોરચો. કિરીટ સોલંકી
એસ.ટી. મોરચા ગણપત વસાવા સુરત જીલ્લો
લઘુમતી મોરચા નાહિન કાઝી ભાવનગર શહેર