રસાયણ બોંબ પર બેઠું ગુજરાત, બ્લાસ્ટમાં વર્ષે 200ના મોત

Gujarat is sitting on chemical bomb, 200 deaths due to explosion every year! रासायनिक बम पर बैठा गुजरात, हर साल विस्फोट से 200 मौतें!

અમદાવાદ, જાન્યુઆરી 2024

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જુદી જુદી જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા પ્લોટ પરત લઈને ઉદ્યોગોની સ્થાપના દ્વારા તેનો પુનઃ વપરાશ થઈ શકે તે માટે નીતિ જાન્યુઆરી 2024માં જાહેર કરી છે. જીઆઈડીસીમાં લીઝ પરની ભરપાઈ કરેલી ફાળવણી કિંમત અને જીઆઈડીસીની હાલની ફાળવણી કિંમતના તફાવતના 75 ટકા સુધીની મહત્તમ મર્યાદામાં પ્લોટધારકને રકમ પરત કરવામાં આવશે. 500 જીઆઈડીસીમાં 1800 હેક્ટર જમીન ખાલી પડી છે. જ્યાં ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા નથી. હવે ત્યાં ઉદ્યોગો સ્થાપવા જમીન જપ્ત કરાશે. પણ મુખ્ય પ્રધાને આવી જમીન પર બોંબ જેવા કેમિકલના કારખાના ન નાંખવા એવું ક્યાંય કહ્યું નથી. કારણ કે ગુજરાતના અમદાવાદથી વાપી સુધીના ગોલ્ડન કોરીડોરમાં કેમિકલ બોંબ જેની ફેક્ટરીઓ છે. મુખ્ય પ્રધાને જીઆઈડીસીની ખાલી જમીન જપ્ત કરવા કહ્યું પણ કેમિકલ બોંબ જેવી 600 ફેક્ટરીઓ ખાલી કરવા ન કહ્યું .

શરૂઆત

31 માર્ચ 1979 સુધીમાં ભારતમાં 1,098 ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવી હતી જેમાંથી 926 વસાહતો કાર્યરત હતી, જ્યારે 72 વસાહતો નિષ્ક્રિય હતી. જી. આઈ. ડી. સી.એ 1986-87માં તેની કારકિર્દીનાં 25 વર્ષ પૂરાં કર્યાં. આ 25 વર્ષ દરમિયાન તેણે 171 વસાહતો સ્થાપી અને 10,557 શેડનું બાંધકામ પૂરું કર્યું હતું. આમાંથી ઔદ્યોગિક સાહસોને 9,351 શેડ ફાળવી આપ્યા હતા. 1986-87 દરમિયાન જી.આઈ.ડી.સી. વસાહતોમાં 3,500 ઔદ્યોગિક સાહસો કાર્યરત હતાં. 1979 સુધી સ્થપાયેલી 1,098 વસાહતોમાંથી 633 વસાહતો શહેરી વિસ્તારોમાં, 296 વસાહતો અર્ધ-શહેરી વિસ્તારોમાં તથા 169 વસાહતો ગ્રામીણ વિસ્તારોમાં સ્થાપવામાં આવી હતી.

બંજર જમીન

કચ્છમાં મુન્દ્રા, ગાંધીધામ અને સામખીયાળીમાં અનુક્રમે 13 ઔદ્યોગિક વસાહતો અને 3 ઔદ્યોગિક ઉદ્યાનો છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે. SEZ એ ગ્રોથ એન્જીન છે.  જિલ્લામાં 12 સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કાર્યરત છે. ઉદ્યોગોના કારણ 46 હજાર હેક્ટર જમીન બિનખેતી કરવામાં આવી છે. 5.34 લાખ હેક્ટર જમીન બંજર છે છતાં ત્યાં ઉદ્યોગો નાખવામાં આવતા નથી.

રસાણો

ગુજરાત રસાયણઉદ્યોગનું હબ ગણાય છે. જોકે, ગુજરાતની રસાયણ-ફેકટરીઓમાં છાશવારે દુર્ઘટનાના સમાચાર આવતા જ રહે છે.

ગુજરાત સરકારના શ્રમ અને રોજગારમંત્રાલયના ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી ઍન્ડ હૅલ્થ ડિપાર્ટમેન્ટ પ્રમાણે, સમગ્ર દેશમાં મોટી હોનારતનું જોખમ ધરાવતી કુલ ફેકટરીઓ પૈકી અડધાથી વધુ ગુજરાત એકલામાં છે. દેશમાં મોટી હોનારતનું જોખમ ધરાવતી કુલ ફેકટરીઓ 1,435 છે જ્યારે ગુજરાતમાં આવી ફેકટરીઓની સંખ્યા 570 છે.

ગુજરાત

મોટી હોનારતનું જોખમ ધરાવતી આવી ફેકટરીઓ ગુજરાત અને મહારાષ્ટ્રમાં મળીને 900 જેટલી છે. બાકીનાં તમામ રાજ્યોની આ શ્રેણીની ફેકટરીઓનો સરવાળો કરવામાં આવે તો પણ તે આ બે રાજ્યોની ફેકટરીઓ કરતાં અડધો પણ થતો નથી.

વર્ષ 2020માં ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા દહેજ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં બ્લાસ્ટ થયો હતો

ગુજરાતમાં મોટી હોનારતનું જોખમ ધરાવતી મેજર ઍક્સિડન્ટ હેઝાર્ડ (એમએએચ) ફેકટરીઓ ધરાવતા ટોચના ત્રણ જિલ્લાઓ ભરૂચ, વડોદરા અને મોરબી છે. આવી ફેકટરીઓ ભરુચમાં 98, વડોદરામાં 82 અને મોરબીમાં 61, કચ્છમાં 56, અમદાવાદમાં 53, વલસાડમાં 43, સુરતમાં 34, ગાંધીનગરમાં 31, રાજકોટમાં 24, ખેડામાં 15 અને મહેસાણામાં 13 ફેક્ટરી છે. બનાસકાંઠા, ગીર સોમનાથ, પાટણ, પોરબંદર, તાપી, સુરેન્દ્રનગર અને જૂનાગઢ જિલ્લામાં આવી એક-એક ફેકટરી છે.

ગુજરાત સરકારના ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી ઍન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ પ્રમાણે, ભરૂચમાં કુલ 2,571 અને વડોદરામાં 4,115 ઔધોગિક એકમોની નોંધણી થયેલી છે. સૌથી વધુ અમદાવાદમાં 9,829 ફેકટરીઓની નોંધણી થયેલી છે.

ગુજરાતમાં દર વર્ષે ઔદ્યોગિક એકમોમાં આગ દુર્ઘટના સર્જાતાં અંદાજે 200 નિર્દોષ લોકો જાન ગુમાવે છે. વર્ષ 2014થી માંડીને વર્ષ 2018 સુધીમાં રાજ્યમાં ઔદ્યોગિક એકમોમાં આગ સહિત પ્રાણઘાતક અકસ્માત થતાં કુલ 1150 લોકોએ જાન ગુમાવ્યાં છે.

ગુજરાત આગળ

ગુજરાતના 35,887 ઉદ્યોગ પૈકી 2401 ઉદ્યોગ આપમેળે બંધ થઈ ગયા છે. જ્યારે 4605 ઉદ્યોગ પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરે છે. દેશમાં હાનિકારક કચરો ઉત્પન્ન કરવામાં ગુજરાત આખા દેશમાં આગળ છે. રાજ્યસભામાં દેશનાં કુલ 389 પ્રદૂષિત શહેરોમાં ગુજરાતનાં 10 શહેરનો સમાવેશ થાય છે. દેશનાં 100 પ્રદૂષિત શહેરમાં ગુજરાતનાં ચાર શહેરનો સમાવેશ થાય છે.

કારખાના

40 હજાર કારખાનામાંથી 5000 ફેક્ટરી કેમિકલની છે. તે પૈકીની 402 કેમિકલની ફેક્ટરી ભોપાલ જેવી દુર્ઘટના સર્જી શકે તેવી જોખમી પ્રકારની છે.  ગુજરાતમાં ભોપાલમાં જે પ્રકારની કેમિકલ ફેક્ટરી હતી તેવી 402થી 504 અતિ જોખમી છે.

મોતની ફેક્ટરી

ગુજરાત સરકારના આંકડા અનુસાર વર્ષ 2020માં ગુજરાતમાં ફેકટરીઓમાં અકસ્માતમાં કુલ 212 કામદારોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં સૌથી વધુ 79 કામદારો રસાયણો અને રાસાયણિક ઉત્પાદનોની ફેકટરીઓના હતા. જ્યારે કાપડઉદ્યોગમાં અકસ્માતોમાં 43 કામદારોએ જીવ ગુમાવ્યા હતા. ધાતુ અને ખનીજની ફેકટરીઓમાં અકસ્માતમાં 40 કામદારોનાં, જ્યારે પેપર મિલોમાં થયેલા અકસ્માતમાં 14 કામદારોનાં મોત થયાં હતાં. સૌથી વધુ ઔદ્યોગિક અકસ્માતો સુરતમાં થયા હતા. ગુજરાત સરકારના શ્રમ અને રોજગારમંત્રાલયના આંકડા પ્રમાણે 2020ના વર્ષમાં ફેક્ટરીઓમાં અકસ્માતની કુલ 167 ઘટનાઓ નોંધાઈ હતી. 2020ના વર્ષમાં સુરતમાં સૌથી વધુ 28 હોનારત થઈ હતી અને તે પછીના ક્રમે ભરૂચ અને મોરબીમાં 22-22 અકસ્માતો નોંધાયા હતા. અમદાવાદમાં 21 તેમજ કચ્છ અને રાજકોટમાં અકસ્માતની 10 ઘટનાનો નોંધાઈ હતી.

ઔદ્યોગિક અકસ્માતો 2018ના વર્ષમાં 236 અકસ્માતો નોંધાયા હતા, જ્યારે 2019ના વર્ષમાં 188 અકસ્માતો નોંધાયા હતા.

રાસાયણિક અને ઔદ્યોગિક સંકટની ચાર કક્ષામાં સૌથી ગંભીર એવી અતિભારે જોખમી ‘એએ’ શ્રેણીમાં ભરૂચ અને વડોદરા આવે છે.

દેશમાં 10 વર્ષમાં 130 ધડાકા

છેલ્લા એક દાયકામાં જ, ભારતમાં 130 રાસાયણિક દુર્ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં કુલ 259નાં મૃત્યુ અને 563ને ગંભીર ઈજાઓ થઈ હતી. 1984માં ભોપાલ ગૅસ દુર્ઘટનામાં ઝેરી ગૅસ મિથાઇલ આઇસોસાઇનેટના ગળતરથી હજારો માણસો મૃત્યુ પામ્યાં હતાં. એ દુર્ઘટના રસાયણઉદ્યોગમાં વિશ્વની સૌથી ખરાબ દુર્ઘટના ગણાય છે. ગુજરાત રસાયણઉદ્યોગનું હબ ગણાય છે. રાજ્યમાં અવારનવાર રાસાયણિક ફેકટરીઓમાં બ્લાસ્ટ કે આગની દુર્ઘટનાઓ ઘટી છે.

જોખમી

જોખમી ‘એ’ શ્રેણીમાં અમદાવાદ, જામનગર, કચ્છ, રાજકોટ, સુરત અને વલસાડનો સમાવેશ કરાયો છે.

ઓછી જોખમી ‘બી’ શ્રેણીમાં આણંદ, ભાવનગર, ગાંધીનગર, ખેડા, મહેસાણા, પંચમહાલ અને પોરબંદરનો સમાવેશ થાય છે.

બહુ ઓછી જોખમી છેલ્લી શ્રેણી ‘સી’માં અમરેલી, બનાસકાંઠા, દાહોદ, ડાંગ, જૂનાગઢ, નર્મદા, નવસારી, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરનો સમાવેશ કરાયો છે.

મોતનું તાંડવ

ઔદ્યોગિક હબ ગણાતા ગુજરાતના પંચમહાલના ઘોઘંબામાં ગુજરાત ‘ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ’ની ફેકટરીમાં બ્લાસ્ટને કારણે છ લોકોનાં મૃત્યુ થયાં હતાં. રણજિતનગર ગામમાં ફ્લોરોસ્પેશિયાલિટી અને રેફ્રિજરેન્ટ બનાવતી જીએફએલ કંપનીની ફેકટરીમાં થયો હતો.

નવેમ્બર 2021માં સુરતની પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી ‘રાણી સતી’ મિલમાં ભીષણ આગ લાગી હતી.

ઑક્ટોબર 2021માં સુરતની કડોદરા જીઆઈડીસીમાં ‘વીવા પૅકેજિંગ મિલ’માં ભીષણ આગ લાગી હતી. એ આગમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. એ આગમાંથી 100થી વધુ લોકોને બચાવવામાં આવ્યા હતા. જીવ બચાવવા ફસાયેલા લોકોને ત્રીજા-ચોથા માળેથી કૂદકા મારવા પડ્યા હતા.

421 મોત

ડિસેમ્બર 2020 સુધીમાં છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં 421 કામદારોનાં મોત થયાં હોવાનું વિધાનસભાના રેકર્ડ પર જણાવ્યું હતું. મોટી સંખ્યામાં રાસાયણિક ઉદ્યોગના એકમો ધરાવતો ભરૂચ જિલ્લો 68 મૃત્યુ સાથે યાદીમાં મોખરે છે, ત્યારબાદ સુરતમાં 67, અમદાવાદમાં 61, મોરબીમાં 55, વલસાડમાં 38, કચ્છમાં 29 અને વડોદરા અને રાજકોટમાં ફેકટરીઓમાં 18-18 મૃત્યુ થયાં હતાં. 288 ફોજદારી કેસ દાખલ કર્યા હતા.

2019 અને 2020નાં બે વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ફેકટરીની અંદર આગની 26 ઘટનાઓમાં 15 કામદારોનાં મોત થયાં હતાં અને 12 ઘાયલ થયા હતા.

ભરૂચ બ્લાસ્ટ : આઠ લોકોનાં મૃત્યુ, 52ને ઈજા, 4800 લોકોનું સ્થળાંતર કરાયું હતું.

અમદાવાદમાં પ્રદૂષણ

વટવા દેશમાં 44મા ક્રમે, અમદાવાદ 84મા, અંકલેશ્વર 87મા, રાજકોટ 94મા, જામનગર 100મા, વાપી 107મા, વડોદરા 115મા, સુરત 144મા, ગાંધીનગર 211મા અને નંદેસરી દેશમાં 235મા ક્રમે છે. હરિયાણાનું સોનીપત દેશનું સૌથી પ્રદૂષિત શહેર છે.

વર્લ્ડ હેરિટેજ સિટી ફાયર સિટી બની ગયું છે. ઇન્ડસ્ટ્રિયલ એકમોમાં જે રીતે ભયાનક આગ લાગી રહી છે.

વટવાની ફેક્ટરીમાં આગ લાગી ત્યારે તે ફેક્ટરીમાં ઈથિલિન ઓક્સાઈડ હતું. તેમાં આગ લાગે તો સમગ્ર વિસ્તારમાં ભારે ખૂવારી થશે. ચોક્કસ ઇન્ડસ્ટ્રીમાં રાખવામાં આવેલા ઈથિલીન ઓક્સાઈડ, હાઇડ્રોજન, હાઇડ્રોજન સલ્ફાઇડ, એમોનિયા, સલ્ફ્યુરિક એસિડ તથા તમામ પ્રકારના સોલ્વન્ટ અને જ્વલનશીલ કેમિકલ હોય છે. દહેજ કે અન્ય એવા સ્થળો કે જ્યાંથી રહેણાક વિસ્તાર દૂર હોવા જોઈએ. વટવા, નરોડા, સાણંદ, ઓઢવ, કઠલાલમાં આવી ફેક્ટરીઓ છે.

અમદાવાદ શહેરમાં વટવા,નારોલ,પીપળજ સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં ઝેરી-જોખમી કેમિકલ પ્રોસેસ કરતી ફેક્ટરી-કંપનીઓ ધમધમી રહી છે. આ કંપનીઓમાં ઇથીનીલ ઓક્સાઇડ-મીથાઇલ આઇસોસાઇનાઇટનું ગેરકાયદેસર સંગ્રહ થઇ રહ્યો છે જે આગ દુર્ઘટના થાય તો સમગ્ર વિસ્તાર માટે જોખમ ઉભુ કરી શકે છે પણ ગુજરાત પ્રષણ નિયંત્રણ બોર્ડના ભ્રષ્ટ અિધકારીઓના મેળાપિપણાંને કારણે કેમિકેલ માફિયાઓ બેફામ બન્યાં છે.

વટવા

527 હેક્ટરમાં ફેલાયેલી અમદાવાદની વટવા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ગુજરાતની સૌ પ્રથમ બંધાયેલી ઔધોગિક વસાહત છે. આ એસ્ટેટમાં 2500 જેટલા ઔધોગિક એકમો આવેલા છે. વટવા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ રાસાયણિક ઉદ્યોગોના એકમોમાં પણ દેશભરમાં મોખરે છે. આ એસ્ટેટ 1968માં બંધાઈ ત્યારથી આજ સુધીમાં અહીં બહુ મોટી દુર્ઘટના ઘટી નથી.

ઉદ્યોગોના માલિકને જેલ સુધીની સજા થાય છે.

પૂર્વના ઇન્ડસ્ટીયલ  વિસ્તારમાં પોલીસ અને જીપીસીબી તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ તથા  એસ્ટેટ વિભાગની મીલી ભગતથી  બેરકોટ ગેર કાયદેસર કેમિકલ ફેકટરીઓ ધમધમી રહી છે. વટવા જીઆઈડી અને નારોલ સહિતની વિસ્તારમાં ગેસ ગળતરના અનેક બનાવો બની ચૂક્યા છે. આવી ગેરકાયદે ફેકટરીઓ દ્વારા નહેરમાં ઝેરી કેમિકલ ઠાવવાની પ્રવૃત્તિ પણ ફાલી ફૂલી હતી. જેથી વટવા, વટવા જીઆઇડીસી વિસ્તારમાં રહેતા નાગરિકોને ચામડી, આંખમાં બળતરા સહિતની બિમારીઓ બેઠવી પડે  છે.

12 મોત

અમદાવાદના પિરાણા-પીપળજ રોડ ઉપર રેવાકાકા એસ્ટેટમાં આવેલી ગેરકાયદે શાહિલ કેમિકલ ફેકટરીમાં કેમિકલ પ્રોસેસ દરમિયાન પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. કાપડની ફેકટરીની દિવાલો અને છત પત્તાના મહેલની જેમ તૂડી પડ્યા હતા. 5 મહિલા અને સાત પુરુષ સહિત 12 કામદારો ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા. 10 લોકો ગંભીર રીતે ઘાયલ હતા.

પંચમહાલ બ્લાસ્ટ

16 ડિસેમ્બર 2021માં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં રણજિતનગરમાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં અને પંદરેક લોકોને ઈજા થઈ હતી. કંપનીમાં 300થી વધુ લોકો હતા. ધડાકાનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.

GFL કંપનીના ગુજરાત ફ્લોરો કેમિકલ્સની વેબસાઇટ પરની વિગતો મુજબ કંપનીના ત્રણ સ્થળે પ્લાન્ટ આવેલા છે. ઘોઘંબાના રણજિતનગરના પ્લાન્ટમાં ફ્લોરોસ્પેશિયાલિટી અને રેફ્રિજરન્ટ્સનું ઉત્પાદન થાય છે. ફ્લોરોસ્પેશિયાલિટીની પ્રોડક્ટ ફાર્મા અને કૃષિરસાયણોના ઉદ્યોગમાં વપરાય છે.

કંપની ફ્લોરોસ્પેશિયાલિટી રસાયણોમાં ઇથાઇલ ડાય ફ્લોરો એસિટેટ, ઇથાઇલ 1,1,2,2-ટેટ્રાફ્લોરોઇથાઇલ ઇથર અને 2,6-ડાયક્લોરો-4-ટ્રાયફ્લોરોમિથાઇલ એનિલિન (જંતુનાશકોમાં વપરાય છે), ડાયફ્લોરો મિથેન સલ્ફોનિલ ક્લોરાઇડ, બ્રોમો ટ્રાયફ્લોરોમિથેન, 2-4 ડાયફ્લોરોબેન્ઝાઇલેમાઇન, 1,3 ડાયફ્લોરો બેન્ઝીન અને ટ્રાયઇથાઇલ ઓર્થોફૉર્મેટ બનાવે છે.

આમાંથી મોટાભાગનાં રસાયણો ફાર્માસ્યુટિકલ અને જંતુનાશકના ઇન્ટરમીડિયેટ્સમાં વપરાય છે. રેફ્રિજરન્ટ્સમાં આર22, આર32, આર125, આર134એ, આર407સી અને આર410એ બનાવે છે. રેફ્રિજરન્ટ્સ ફાર્માસ્યુટિકલ, ઍરકન્ડિશનિંગ અને કોલ્ડ વેરહાઉસમાં વપરાય છે.

ગુપ્તતા

કયો ઉદ્યોગ શું બનાવે છે અને કઈ પદ્ધતિથી બનાવે છે તે જણાવતો નથી કેમકે તે તેનું ‘ટ્રેડ સિક્રેટ’ હોય છે. પરંતુ કલેક્ટર-કાર્યાલય અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ બે વિભાગ પાસે તેની બધી વિગતો હોય છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-જીપીસીબીને ફેકટરીએ પ્રૉસેસ ચાર્ટ આપવો પડે છે. જેમાં ક્યારે અને કઈ પ્રક્રિયામાં કયું રસાયણ વપરાશે તેની વિગતો હોય છે. ગુપ્ત રીતે તેઓ કોઈ રસાયણ આયાત કરે કે છાના ખૂણે વાપરે તો તેના પર પસ્તાળ પડે. આમ જીપીસીબી પાસે જોખમી રસાયણોની બધી માહિતી હોય છે. ફેકટરી કેટલી માત્રામાં કયું રસાયણ બનાવે છે અને તેમાં હોનારત સર્જાય તો કયાં સાધનો ઉપલબ્ધ હોવા જોઈએ તેની બધી વિગતો કલેક્ટર કાર્યાલય પાસે હોય છે. ફેકટરી ઇન્સ્પેક્ટર આના માટે સીધા જવાબદાર ગણાય છે. ચોક્કસ સમયના અંતરે ફેકટરી ઇન્સ્પેક્ટરે ફેકટરીની મુલાકાત લેવાની હોય છે.

ભોપાલ ગેસ

ભોપાલમાં જે રીતે 35 હજાર લોકો ઝેરી ગેસના કારણે મોતને ભેટ્યા હતા એવું ગુજરાતમાં થાય તો શું થઈ શકે? છતાં ગાંધીનગરની પ્રદુષણ નિયંત્રણ કચેરી આ અંગે ભેદી છે.

1984માં ભોપાલ ગૅસ દુર્ઘટનામાં ઝેરી ગૅસ મિથાઇલ આઇસોસાઇનેટના ગળતરથી હજારો માણસો મૃત્યુ પામ્યાં હતાં. નેશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટી પ્રમાણે, ભારતમાં ભારે જોખમી શ્રેણીમાં આવતા મેજર ઍક્સિડન્ટ હેઝાર્ડ (એમએએચ)માં નોંધાયેલાં કુલ 1861 જેટલા મોટા એકમો આવેલા છે.

ઓલપાડમાં 14 નવેમ્બર 2014માં પર્યાવરણલક્ષી લોકસુનાવણીમાં સાઇનાઇડ કંપની સામે હજારો લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.

રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રે દેશમાં પ્રવર્તમાન કાયદાઓમાં ઍક્સપ્લોઝિવ ઍક્ટ 1884, પેટ્રોલિયમ ઍક્ટ 1934, ફેકટરી ઍક્ટ 1948, જંતુનાશક અધિનિયમ 1968, પર્યાવરણસુરક્ષા અધિનિયમ 1986, મોટર વ્હીકલ ઍક્ટ 1988, જાહેર જવાબદેહી વીમા અધિનિયમ 1991 અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટ 2005નો સમાવેશ થાય છે.

માનવ વસાહત

હાઈકોર્ટે 1995માં સ્પષ્ટ કહ્યું હતું કે જીઆઈડીસીથી 500 મીટરનું અંતર છોડીને રહેણાકને મંજૂરી આપવી જોઈએ. અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ના ધ્યાને અમે વારંવાર આ બાબત લાવ્યા છીએ પરંતુ તેઓ ઉલ્લંઘન કરે છે અને ઉદ્યોગોની એકદમ બાજુમાં રહેણાક ઇમારતો ઊભી કરી દેવાઈ છે. મહાનગરપાલિકાએ ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી અને કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કર્યું છે. સૌપ્રથમ તો જોખમી પ્રકારના રસાયણઉદ્યોગોને રહેણાક વિસ્તારમાંથી દૂર કરવા જોઈએ. જેથી બ્લાસ્ટ જેવો અકસ્માત સર્જાય તો આસપાસની વસ્તી પ્રભાવિત ન થાય.

પહેલાં જીઆઈડીસી અમદાવાદથી 20-22 કિલોમિટર દૂર હતું. પછી શહેરમાં જેમજેમ વસ્તી વધતી ગઈ તેમ કૉર્પોરેશને ઉદ્યોગોની બાજુમાં રહેણાક ઇમારતોના પ્લાન મંજૂર કરીને ત્યાં વસ્તી વસાવી.

રણજિતનગરમાં આવેલી રાસાયણિક ઉદ્યોગની ફેકટરી રહેણાકથી ઘણી દૂર છે, એટલે વાંધો નથી આવ્યો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણબોર્ડે જોખમી રસાયણોની ફેકટરીઓને વસ્તીથી દૂર ખસેડવી જોઈએ.

મોરબી નજીકના મોડપર ગામે રોગચાળો ફેલાતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું અને પ્રદુષણને કારણે રોગચાળો ફેલાયો હતો.

બીલીમોરાના રહેણાંક વિસ્તારમાં એમોનિયા ગેસ લિકેજની 40થી વધુને અસર, ફેક્ટરીની આસપાસનો વિસ્તાર ખાલી કરાયો હતો.

જ્યારે ઔદ્યોગિક સલામતી અને આરોગ્યનિયામકની કચેરી હેઠળ, કાયદાના પાલન કરાવવાની જવાબદારી નથી.

‘રસાયણઉદ્યોગના હબ’ ગણાતા ગુજરાતને ઔદ્યોગિક અકસ્માતોથી કેટલું મોટું જોખમ છે તે અંગે હિંમત કાતરિયાનો બીબીસી ગુજરાતીમાં અહેવાલ 18 ડિસેમ્બર 2021માં પ્રસિદ્ધ થયો હતો.

સોડિયમ સાયનાઇડ

સોડિયમ સાયનાઇડ અત્યંત ઝેરી રાસાયાણ છે. શરીરની ઓક્સિજનના ઉપયોગ કરવાની ક્ષમતામાં હસ્તક્ષેપ કરે છે. સોડિયમ સાયનાઇડ ઝડપથી જીવલેણ બની શકે છે. તે ઓર્ગન સિસ્ટમોને અસર કરે છે, જે ઓક્સિજન સ્તરની સૌથી વધુ સંવેદનશીલ હોય છે: ચેતાતંત્ર (મગજ), કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ (હૃદય અને રક્ત વાહિનીઓ), અને પલ્મોનરી સિસ્ટમ (ફેફસાં). સોડિયમ સાયનાઇડનો ધૂમ્રપાન, ઇલેક્ટ્રોપ્લેટિંગ, ઓરેસમાંથી સોના અને ચાંદી કાઢવા માટે વ્યાપારી રીતે ઉપયોગ થાય છે. હાઈડ્રોજન સાઇનાઇડ ગેસ કડવો ગંધ ધરાવે છે. લોકો તેને શોધી શકતા નથી. સોડિયમ સાયનાઇડ ગંધહીન હોય છે. તેથી તે વધું ખતરનાક માનવામાં આવે છે.

પોટેશિયમ સાયનાઇડ

પોટેશિયમ સાયનાઇડ લઈને ઘણાં પ્રખ્યાત લોકોએ આત્મહત્યા કરવા ઉપયોગ કર્યો હતો. શ્વાસોશ્વાસને રોકી દે છે. શરીરને ઉપયોગી ઊર્જા ઉત્પન્ન કરવા માટે ખોરાક ઓક્સિડાઇઝ કરવાથી અટકાવે છે. ઍટેરોબિક મેટાબોલિઝમના પરિણામે લેક્ટિક એસિડોસિસ થાય છે. શરૂઆતમાં, તીવ્ર સાયનાઇડ ઝેરનું કારણ પીડિતમાં લાલ અથવા કઠોર રંગનું કારણ બને છે. પેશીઓ લોહીમાં ઓક્સિજનનો ઉપયોગ કરી શકતી નથી. વ્યક્તિ ચેતના ગુમાવે છે, મગજ કામ કરતું બંધ કરી દે છે. પોટેશિયમ સાયનાઇડની જીવલેણ માત્રા 200-300 મિલિગ્રામ છે. રાજીવ ગાંધીની હત્યા કરનારી એલટીટી પણ આનો ઉપયોગ કરતી હતી. તેનો હત્યા કરવામાં ઉપયોગ સરળ છે.

લીડ એસિડ

વપરાયેલી લીડ એસિડ બેટરી અને લીડ વેસ્ટના રિસાઇકલમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે છે. દેશમાં વપરાયેલી લીડ એસિડ બેટરી અને લીડ વેસ્ટના રિસાઇકલ માટે 672 યુનિટ છે. જે વાર્ષિક 35,30,842 મિલિયન મેટ્રિક ટનનું રિસાઇક્લિંગ કરે છે. ગુજરાત 41 યુનિટ સાથે 3,81,210 મિલિયન મેટ્રિક ટનના રિસાઇક્લિંગ સાથે દેશમાં ત્રીજા ક્રમે છે. તામિલનાડુ 27 યુનિટ સાથે 452023 મિલિયન મેટ્રિક ટનના રિસાઇક્લિંગ સાથે દેશમાં પ્રથમ નંબરે આવે છે.

મોરબી

મોરબીના વાંકડા ગામની નદીમાં કારખાનાનું કેમિકલયુક્ત પાણી ઠલવાતા 15 ગામના આરોગ્ય ઉપર જોખમ ઉભું થયું છે.

માંગરોળમાં કેમિકલની ઝેરી અસરથી 4 લોકોના મૃત્યુ થયા. પોલીસે કાર્યવાહી હાથ ધરી. ઝેરી કેમિકલના 700થી વધુ બેરલ જપ્ત કર્યા. માંગરોળમાં કેમિકલ માફિયા વકરી ગયા છે.

 

જોખણી ફેક્ટરીઓ કયા જિલ્લામાં કેટલી છે

જોખમ ક્યાં કેટલું

જીલ્લા  કુલ

ભરૂચ   107

અમદાવાદ     49

ગાંધીનગર      34

મેહસાણા        13

વડોદરા 82

વલસાડ 50

રાજકોટ 26

મોરબી 278

ખેડા    17

કચ્છ   62

અમરેલી        4

આણંદ  15

અરવલ્લી       5

બનાસકાંઠા     1

ભાવનગર      8

દેવભૂમિ દ્વારકા  5

ગીર સોમનાથ  2

જામનગર      9

જુનાગઢ 2

નવસારી        3

પંચમહાલ      7

પાટણ  1

પોરબંદર       2

સાબરકાંઠા      9

સુરત   34

સુરેન્દ્રનગર     2

તાપી   2

બોટાદ  0

છોટા ઉદેપુર    0

દાહોદ  0

ડાંગ    0

મહિસાગર      0

નર્મદા  0

કુલ     828