ગુજરાત કોંગ્રેસની કાગળ પર કથા, તમામ નિવેદનો અને પ્રેસનોટ

congress
congress

75 હજાર શબ્દોની કોંગ્રેસની તમામ પ્રેસનોટ

અખબારી યાદી

તા. ૨૮-૪-૨૦૨૩

 

· ભાજપ સરકારના શાસનમાં ગુજરાત રાજ્ય સરપ્લસ પાવર સ્ટેટ નહીં પણ દેશમાં ‘પાવર પરચેઝ સ્ટેટ નં.૧’ બની ગયું છે.

· રાજ્યમાં વીજ વપરાશ કરતાં રહેણાંક કક્ષાના ગ્રાહકો પાસેથી ગ્રામ્ય વિસ્તારમાં ૭.૫% અને શહેરી વિસ્તારમાં ૧૫%ના દરે વીજ ડ્યુટી અન્વયે બે વર્ષમાં ૨૭૮૭.૬૨ કરોડ વીજ ગ્રાહકો પાસેથી વસુલવામાં આવ્યા.

· ભાજપ સરકારે પાવર પરચેઝ એગ્રીમેન્ટના ભાવોનો ઉલાળિયો કરીને ઊંચા ભાવે વીજળી ખરીદી કરી કરોડો રૂપિયા ખાનગી વીજ કંપનીઓને ચૂકવી મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે ત્યારે વીજ ઉત્પાદન, ખરીદી સહિતની વિગતો સાથે શ્વેતપત્ર બહાર પાડવા કોંગ્રેસ પક્ષની માંગ.

 

ભાજપ સરકારના શાસનમાં ગુજરાત રાજ્ય સરપ્લસ પાવર સ્ટેટ નહીં પણ દેશમાં ‘પાવર પરચેઝ સ્ટેટ નં. ૧’ બની ગયું છે. ભાજપ સરકારે પાવર પરચેઝ એગ્રીમેન્ટના ભાવોનો ઉલાળિયો કરીને ઊંચા ભાવે વીજળી ખરીદી કરી કરોડો રૂપિયા ખાનગી વીજ કંપનીઓને ચૂકવી મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યાનો ગંભીર આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કોસ્ટલ ગુજરાત પાવર લિ. (ટાટા પાવર) સાથે તા.૨૨-૭-૨૦૦૭ના રોજ ૨૫ વર્ષ માટે રૂ.૨.૨૬ પ્રતિ યુનિટના દરે વીજ ખરીદીની કરાર કરવામાં આવેલ તેમછતાં રૂ.૫.૯૦ પ્રતિ યુનિટ સુધીના ઉંચા ભાવો ચુકવી વીજ ખરીદી કરવામાં આવે છે. સને ૨૦૨૧ અને ૨૦૨૨માં ટાટા પાવર પાસેથી ૧૭,૭૬૧ મીલીયન યુનિટ વીજળી ખરીદવામાં આવેલ છે, રૂ.૨.૨૬ પ્રતિ યુનિટના બદલે વર્ષ ૨૦૨૧માં સરેરાશ રૂ.૨.૮૧ પ્રતિ યુનિટ અને વર્ષ ૨૦૨૨માં રૂ.૪.૯૨ પ્રતિ યુનિટ લેખે ચૂકવવામાં આવેલ છે. આમ, રાજ્ય સરકારે ૧૪૯૭ કરોડ ફીકસ પેટે મળીને કુલ રકમ રૂ.૬,૭૮૮ કરોડની માતબર રકમ ટાટા પાવરને ચૂકવી છે. મુળ કરાર મુજબ વીજળી ખરીદી કરવામાં આવી હોત તો આ રકમમાં જેટલી ઓછી ચૂકવવી પડી હોત. રાજ્યમાં આવેલ રાજ્ય સરકાર હસ્તકના વીજ પાવર પ્લાન્ટ જેવા કે સિક્કા થર્મલ પાવર પ્લાન્ટ, ઉત્તરાણ ગેસ પાવર પ્લાન્ટ, ધુવારણ ગેસ પાવર પ્લાન્ટ, ગુજરાત સ્ટેટ એનર્જિજનરેશન કંપની લિ.હજીરા(સ્ટેજ-૨) અને ગુજરાત ઈન્ડસ્ટ્રીજ પાવર કપંની લિ.(એસ.એલ.પી.પી.)માં ઉત્પાદન શૂન્ય છે, જ્યારે રાજ્ય સરકાર હસ્કતના અન્યો પાવર પ્લાન્ટો માંડ ૩૦%ની ક્ષમતાએ ચલાવવામાં આવે છે તેની સામે ખાનગી કંપનીઓ ૮૬%ની ક્ષમતાએ ચલાવવામાં આવે છે. આમ, સરકારી પ્લાન્ટ પુર્ણ ક્ષમતાએ ચાલી શકે તેવા સક્ષમ પ્લાન્ટ હોવા છતાં રાજ્ય સરકાર ખાનગી વીજ ઉત્પાદકોને ફાયદો કરાવવા, ખાનગી ઉત્પાદકોની વીજળી ખરીદવા માટે સરકારી પાવર પ્લાન્ટ ચલાવતી નથી. રાજ્યમાં વીજ વપરાશ કરતાં રહેણાંક કક્ષાના ગ્રાહકો પાસેથી ગ્રામ્ય વિસ્તારમાં ૭.૫% અને શહેરી વિસ્તારમાં ૧૫%ના દરે વીજ ડ્યુટી અન્વયે વર્ષ ૨૦૨૧માં રૂ.૧૨૯૪.૯૩ કરોડ અને વર્ષ ૨૦૨૨માં રૂ.૧૪૯૨.૬૯ કરોડ મળી બે વર્ષમાં ૨૭૮૭.૬૨ કરોડ વીજ ગ્રાહકો પાસેથી વસુલવામાં આવ્યા છે. રાજ્ય સરકારે વિવિધ ખાનગી વીજ મથકોને વર્ષ ૨૦૨૧માં રૂ.૧૦૪૫૪.૬૭ કરોડ અને વર્ષ ૨૦૨૨માં રૂ.૧૪૦૫૮.૦૮ કરોડ મળી કુલ રૂ.૨૪,૫૧૨.૭૫ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી છે.

રાજ્ય સરકાર સંચાલિત વીજ મથકોમાં બે વર્ષમાં ૪,૨૯,૧૫,૫૦૬ મેટ્રીક ટન કોલસાની અને ૮.૦૮ MMSCMD ગેસના જથ્થાની જરૂરીયાત હતી તે માંગણી રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવેલ હતી. તે અન્વયે કેન્દ્ર સરકારે ગેસના જથ્થાની ફાળવણી કરેલ. જરૂરીયાત કરતાં ૧,૫૦,૩૦,૬૩૭ મેટ્રીક ટન કોલસો અને ૧.૦૩ MMSCMD ગેસના જથ્થાની ઓછી ફાળવણી કરવામાં આવેલ છે. વર્ષ 2001-02થી વર્ષ 2017-18 સુધીમાં સરકારી વીજમથકો કરતાં ખાનગી વીજ મથકોની વીજ ઉત્‍પાદન ક્ષમતામાં 611%નો જ્‍યારે વીજ ઉત્‍પાદનમાં 11279%નો વધારો થયો. રાજ્‍ય સરકાર દ્વારા કોલસાનું કારણ આગળ કરીને, વીજ મથકના રીપેરીંગનું કારણ આગળ ધરીને ખાનગી વીજ ઉત્‍પાદકો પાસેથી કરોડો રૂપિયાની વીજળી ખરીદવામાં આવે છે. વર્ષ 2008-09થી 2017-18માં રાજ્‍ય સરકાર દ્વારા ખાનગી વીજ ઉત્‍પાદકો પાસેથી 2,88,598 મિલિયન યુનિટ કરતાં વધારે વીજળી ખરીદવામાં આવી છે અને તે પેટે ખાનગી કંપનીઓને રૂ. 80,728 કરોડથી વધારેની રકમ ચૂકવાઈ છે. સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે, બે વર્ષમાં તમામ ખેડૂતોને વીજજોડાણ આપી દેવામાં આવશે. આજે રાજ્‍યમાં 1,96,860 કરતાં વધારે ખેતીવિષયક વીજજોડાણો મેળવવાની અરજીઓ પડતર છે. એક લાખ કરોડની વીજળી ખરીદાઇ પણ ભાજપ સરકાર ખેડૂતોને ૬ કલાક પણ વીજળી આપી શકી નથી. સરકારે ખેડૂતો માટે વીજળી નથી ખરીદી પણ ઉદ્યોગો માટે ખરીદી છે. જર્ક દ્વારા મેરીટ ઓર્ડર મુજબ એટલે કે સસ્તી વીજળી ખરીદવાના નિયમનો પણ ભાજપ સરકાર દ્વારા ભંગ કરવામાં આવે છે.

ગુજરાત સરકારે અદાની, એસ્સાર, ટાટા સાથે વીજ ખરીદી માટે ૨૫ વર્ષના કરાર કરેલ છે ઉર્જામંત્રીએ યુનિટદીઠ વીજ ખરીદીના ભાવો દર્શાવ્યા છે જેના કરતા ઊંચા ભાવે વીજ ખરીદી કરવામાં આવી છે. ભાજપ સરકારના શાસનમાં ગુજરાત રાજ્ય સરપ્લસ પાવર સ્ટેટ નહીં પણ દેશમાં ‘પાવર પરચેઝ સ્ટેટ નં. ૧’ બની ગયું છે. ભાજપ સરકારે પાવર પરચેઝ એગ્રીમેન્ટના ભાવોનો ઉલાળિયો કરીને ઊંચા ભાવે વીજળી ખરીદી કરી કરોડો રૂપિયા ખાનગી વીજ કંપનીઓને ચૂકવી મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે. ત્યારે છેલ્લા પંદર વર્ષમાં સરકારી વિજમથકોની ક્ષમતા, ઉત્પાદન યુનિટો, ખાનગી વિજ કંપનીઓની ક્ષમતા, ઉત્પાદન, વસુલ કરવામાં આવતા નાણાં, સરકારે ખરીદેલા વિજ યુનિટનો દર સહિતની વિગતો સાથે શ્વેતપત્ર બહાર પાડવા કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

૧૧-૪-૨૦૨૩

 

એલ.ડી એન્જીનિયરીંગ કોલેજના પ્રોફેસરની આત્મહત્યાની ઘટના ઘણી દુ:ખદ છે આશાસ્પદ પ્રાધ્યાપકને જીવન ટુકાવવું પડે તે હદે કામનું ભારણ છે તેવા ગંભીર આરોપ મૃતક અધ્યાપકનાં પરિવારે લગાવ્યા છે જે માધ્યમમાં પ્રકાશિત થયા છે. ત્યારે ટેક્નિકલ શિક્ષણ પ્રત્યે ભાજપ સરકારનાં ઓરમાયા વર્તન પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડીપાર્ટમેન્ટના કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે સ્વૈચ્છિક નિવૃત્તિ, વયનિવૃત્તિ, રાજીનામું, અન્ય નોકરીમાં જવું, બઢતી મળવી અને અવસાન થવું જેવી વિવિધ કારણોસર ડીગ્રી થતા ડીપ્લોમાં ઈજનેરી કોલેજોમાં અધ્યાપકોની લાંબા સમયથી મોટા પાયે ખાલી જગ્યા છે. સરકારી ઈજનેરી કોલેજમાં વર્ગ-૧ની ૨૭૬ જગ્યા ખાલી, જેના કારણે પ્રોજેક્ટ, રીસર્ચ, ઇનોવેશનમાં પુરતું કામ થતું નથી. ગુજરાતમાં સરકારી ઈજનેરી કોલેજમાં વર્ગ-૧૮૯, વર્ગ-૩ની ૪૭૮માંથી ૩૧૦ અને વર્ગ -૪ની ૨૬૫માંથી ૧૯૭ બેઠકો ખાલી છે. જે ઇજનેરી શિક્ષણ માટે ગંભીર ચિંતાનો વિષય છે.

ઇજનેરી કોલેજમાં ૨૭૪૪ મંજુર અધ્યાપકની જગ્યાઓમાંથી એક હજારથી વધુ ખાલી છે. મોટાપાયે અધ્યાપકોની ખાલી જગ્યાને કારણે અન્ય કામોનું અતિ ભારણમાં હોય છે. વિધાર્થીઓની ફી ઉઘરાવવી, બીલ બનવવા, વિધાર્થીઓ પાસે નોકરી શોધવી સહીતની કામગીરીઓ પ્રોફેસરો પાસે કરાવવામાં આવી રહી છે. પ્રોફેસરો પાસે વર્ગ ૩-૪ની કામગીરી કરાવવામાં આવી રહી છે. કઈ રીતે વર્કશોપ-લેબરોટરીવર્ક ભાવિ ઈજનેરો કરતા હશે ? તે તપાસનો વિષય છે.

ગુજરાતમાં ઈજનેરી ડીગ્રી-ડીપ્લોમાં કોલેજના અધ્યાપકો પાસેથી શિક્ષણ સિવાય વહીવટી કામનું અતિ ભારણ, શિક્ષણ પર પણ અસર જેના લીધે પ્રાધ્યાપકો માનસિક તાણ અનુભવી રહ્યા છે. વારંવારની રજૂઆત છતાં ટેકનીકલ શિક્ષણ પ્રત્યે ભાજપ સરકાર ઓરમાયું વર્તન કરી રહી છે. ભાજપ સરકારની અનિર્ણિયકતાને કારણે સરકારી ઈજનેરી કોલેજના આધ્યાપકોને ૧૨ વર્ષે પણ ઉચ્ચ પગાર ધોરણ મળ્યું નથી. ડીગ્રી-ડિપ્લોમા ઇજનેરી કોલેજમાં ખાલી પડેલી પ્રાધ્યાપકની ભરતી સત્વરે ભરવામાં આવે, શિક્ષણ સિવાયના અન્ય કોઈ કામગીરી ન આપવામાં આવે અને એલડી એન્જીનીયરીંગનાં પ્રાધ્યાપકની આત્મહત્યાની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

૧૭-૪-૨૦૨૩

 

· ભાજપ સરકાર “મિત્રકાળ”માં પોતાના મળતીયા ઉદ્યોગપતિ-ઉદ્યોગગૃહો દ્વારા જે રીતે જનતાનું ધન-દેશના ધનની લૂંટ ચલાવી રહી છે તેની સામે જનતાનો અવાજ ઉઠાવવા માટે જિલ્લા કક્ષાએ કોંગ્રેસ પક્ષ દ્વારા “જયભારત સત્યાગ્રહ” ના કાર્યક્રમો

· કૂદકે – ભૂસકે વધી રહેલી મોંઘવારી-બેરોજગારી મુદ્દે કેન્દ્રની ભાજપ સરકાર કેમ મૌન છે?:શ્રી જગદીશ ઠાકોર

· ગૃહમંત્રાલય, ઇડી, સીબીઆઇ, ઇન્કમટેક્સ, ચૂંટણી પંચ સહિત તમામ એજન્સીઓનો દૂરપયોગ કરી ભાજપે લોકતંત્ર ખતમ કરી નાંખ્યું છે.

 

અરવલ્લીના મોડાસા ખાતે જિલ્લા કક્ષાના “જય ભારત સત્યાગ્રહ”નાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈ-બહેનોને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ૩૫ વર્ષમાં સૌથી ઉંચો મોંઘવારી દર અને ૪૫ વર્ષનો સૌથી ઉંચો બેરોજગારી દર ભાજપ સરકારમાં જોવા મળી રહ્યો છે. દેશના ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના પરિવારોને જીવન જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. મોદી સરકારની નિતિઓને લીધે અસમાનતામાં સતત વધારો થતો જાય છે. ૪૫ વર્ષમાં સૌથી ઉંચો બેરોજગારી દર માંથી ભારત દેશ પસાર થઈ રહ્યું છે. મોંઘવારી-બેરોજગારી કુદકે-ભૂસકે વધી રહી છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ બેકાબૂ બની રહ્યાં છે. કોંગ્રેસ પક્ષના શાસનમાં રૂ. ૪૧૦નો ગેસ સીલીન્ડર આજે કેન્દ્રની ભાજપ સરકારમાં રૂ. ૧૧૦૦ ને પાર કરી ગયો છે. દેશના યુવાનોને દર વર્ષે બે કરોડ રોજગારીનો વાયદો કરનાર મોદી સરકારે ૯ વર્ષમાં ૧૮ કરોડ રોજગાર આપવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. બીજીબાજુ દેશના યુવાનોના હાથમાંથી ૧૦ કરોડ થી વધુ રોજગાર છીનવી લીધા છે. રૂપિયાનું સતત અવમૂલ્યન થઈ રહ્યું છે, જનતાની આવક સતત ઘટતી જાય છે. બીજીબાજુ બેકાબૂ મોંઘવારીને લીધે ખર્ચમાં સતત વધારો થવાથી આર્થિક હાડમારીમાં લાખો પરિવારો માટે જીવન જીવવુ મુશ્કેલ બની રહ્યું છે.

ગૃહમંત્રાલય, ઇડી, સીબીઆઇ, ઇન્કમટેક્સ, ચૂંટણી પંચ સહિત તમામ એજન્સીઓનો દૂરપયોગ કરી ભાજપે લોકતંત્ર ખતમ કરી નાંખ્યું છે. અદાણી અને મોદી સરકાર વિરૃધ્ધના ગંભીર આક્ષેપો અને વિપક્ષની ઉગ્ર માંગ છતાં સરકાર કેમ આ મામલે જેપીસી ગઠન કરતી નથી ? તપાસ સોંપતી નથી ? કોંગ્રેસ પ્રજાના પ્રશ્નો ઉઠાવી રહી છે તો પણ ઉલ્ટાનું ચોર કોટવાળને દંડે એ રીતે ભાજપ અને મોદી સરકાર ખોટા નિવેદનો અને ભ્રામક જાહેરાતો કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

મિત્રકાળમાં અદાણી સ્કેમ અંગે સતત સત્યની લડાઈ લડતા રાહુલજી પ્રત્યે કિન્નાખોરી રાખી કાર્યવાહી કરવામાં આવી રહી છે. બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચારમાં ગુજરાત અને દેશનાં નાગરિકો વ્યાપક પણે પરેશાન છે. ત્યારે ભાજપ મુળ મુદ્દાથી ધ્યાન ભટકાવવા નાટકો કરી રહી છે. બેરોજગારી, મોંઘવારી અને અદાણી કૌભાંડ મુદ્દે ભાજપ સરકાર કેમ મૌન? લોકશાહી બચાવો, દેશ બચાવોનાં નારા સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા ‘જય ભારત સત્યાગ્રહ’ અન્વયે ગુજરાતના ૧૭૫ તાલુકામાં કાર્યક્રમ યોજાયા હતા. તા. ૧૫મી એપ્રિલથી જિલ્લા સ્તરીય શરૂ કરવામાં આવેલ ‘જય ભારત સત્યાગ્રહ’ આગામી ૩૦ એપ્રિલ સુધીમાં ૨૬ જિલ્લામાં યોજાશે. જેમાં પ્રદેશના વરિષ્ઠ આગેવાનો – ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

અરવલ્લીના મોડાસા ખાતે જોડાયેલ ‘જય ભારત સત્યાગ્રહ’ માં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આદરણીય શ્રી રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની બાબત લોકશાહીનાં હનનનાં મજબૂત સંકેત છે. વિવિધ પ્લેટફોર્મ પર શ્રી મોદી અને અદાણી વચ્ચેના સંબંધો પર શ્રી રાહુલ ગાંધી સતત સવાલો કરી રહ્યા છે. તેમના પ્રિય મિત્ર અદાણીને મદદ કરવા માટે શ્રી મોદી દ્વારા સત્તાના દુરુપયોગ સામે રાહુલજીની નિર્ભયતા અને અણનમ લડતથી અને તેઓ સંસદમાં તેમની સાંઠગાંઠનો પર્દાફાશ કરશે તેવા ડરથી, સમગ્ર મોદી શાસન તેમનો અવાજ બંધ કરવા સતત પ્રયત્ન કરી રહ્યું છે. ભાજપ સરકારના શાસનમાં વિપક્ષને પ્રશ્નો પૂછવાનો પણ અધિકાર નથી. લોકતંત્ર અને કાયદો અને વ્યવસ્થાની ભાજપે ધજ્જિયાં ઉડાવી દીધી છે. લોકતંત્રની હત્યા કરી નાંખી છે. બેરોજગારી, મોંઘવારી સહિતના અનેક મુદ્દાઓ પર વિપક્ષ બોલે કે કોઇ અવાજ ઉઠાવે તો તેને જેલમાં બંધ કરાય છે પરંતુ કોંગ્રેસ જનતાના હક્ક અને અધિકાર માટે સતત લડાઈ લડતો રહેશે.

જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમો અંતર્ગત અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા સ્તરીય મિટિંગ વિશ્વકર્મા મંદિર હજીરા વિસ્તાર, મોડાસા- શામળાજી રોડ મોડાસા ખાતે યોજાઇ જેમાં પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ વાઘેલા, શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમૂખશ્રી કમલેન્દ્રસિંહ પુવાર તથા વિધાનસભાના ઉમેદવારશ્રીઓ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, તથા જિલ્લા કોંગ્રેસના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા લડેલા જીતેલા / હારેલા તમામ આગેવાનો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના વિવિધ સેલ ફ્રન્ટરના ચેરમેન શ્રીઓ, નગરપાલિકાના જીતેલા હારેલા કોર્પોરેટર ઉમેદવાર શ્રીઓ જિલ્લા અને તાલુકા કોંગ્રેસ સમિતિના સંગઠનના હોદ્દેદારો અને કોંગ્રેસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તા ૮/૫/૨૦૨૩

 

· રાજીવગાંધી ભવન અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મિડિયા ડિપાર્ટમેન્ટની બેઠક યોજાઇ

· “જનમંચ” કાર્યક્રમ દ્વારા આવેલા લોકોની ફરિયાદ અને સમસ્યાઓને વાચા આપી મીડિયાના માધ્યમથી પ્રવક્તાઓ ઉજાગર કરે : શ્રી જગદીશ ઠાકોર

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોરની અધ્યક્ષતામાં મીડિયા ડિપાર્ટમેન્ટની એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરોક્ત બેઠકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા અને કર્ણાટક વિધાનસભા ચૂંટણી ૨૦૨૩ના મીડિયા પ્રભારી શ્રી રોહન ગુપ્તા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર પ્રવક્તા શ્રી મનીષ દોશી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર કો કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે વિવિધ વિષયોને અનુરૂપ સંબોધિત કરી હતી

મીડિયા ડિપાર્ટમેન્ટની આ બેઠકમાં ગુજરાતની પ્રજાના પ્રાણ પ્રશ્નો અને તે બાબત મીડિયા થકી ઉજાગર કરવાની કટિબદ્ધતા, કર્ણાટકા ચૂંટણી 2023 તથા ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત લોકોના પ્રશ્નોને વાચા આપવાનો વર્ષભર તાલુકે તાલુકે ચાલવાનો સફળ કાર્યક્રમ “જનમંચ” ના પ્રચાર પ્રસાર બાબતે અગત્યની ચર્ચા અને પ્રવક્તાશ્રીઓ અને મીડિયા પેનલિસ્ટોના સૂચનો લઈને આગામી રણનીતિ ઘડવામાં આવી હતી.

આ બેટકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી અશોક પંજાબી, મહામંત્રી શ્રી નઇમ મિર્ઝા, ઓબીસી ડિપાર્ટમેન્ટના, ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ ગઢવી, એસ.સી ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી હિતેન્દ્ર પીઠડીયા અને પ્રવક્તા શ્રી હિરેન બેંકર, શ્રી પાર્થિવરાજ કઠવાડિયા, શ્રીમતિ રત્નાબેન વોરા, શ્રી નાગજી દેસાઈ સહિત મીડિયા પેંલિસ્ટશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.૧૨-૦૫-૨૦૨૩

 

· ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના અણઘડ વહીવટને કારણે વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે થઈ રહ્યાં છે ચેડાં.

· ઈજનેરી સહિતના અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ ભોગવી રહ્યાં છે પારાવાર હાલાકીઃ ભાવિક સોલંકી

 

મે મહિનાનો સુર્ય આગ ઓકી રહ્યો છે ત્યારે હાલમાં સમગ્ર રાજ્યમાં શાળા તેમજ કોલેજોમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ કોમન એકેડેમીક કેલેન્ડર મુજબ રાજ્યની તમામ શાળા અને કોલેજોમાં ૧લી મે ૨૦૨૩ થી ઉનાળુ વેકેશન શરૂ થયેલ છે. ઉનાળાના આ ધોમધખતા તાપને કારણે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અધ્યાપકોના વ્યાપક હિતોને ધ્યાનમાં લઈ વેકેશન આપવામાં આવે છે. પરંતુ તેનાથી વિપરીત રાજ્યની ડિગ્રી અને ડિપ્લોમા ઇજનેરી કોલેજો કે જે જીટીયુ સાથે સંલગ્ન છે તેમાં તમામ સેમેસ્ટરનું શૈક્ષણિક કાર્ય ચાલુ છે, જેના લીધે હજારો વિદ્યાર્થીઓની હાલાકી અંગે રાજ્ય સરકારનું ધ્યાન દોરતા એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રિય સંયોજકશ્રી ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, જીટીયુ દ્વારા સેમેસ્ટર-૨, સેમેસ્ટર-૪ અને સેમેસ્ટર-૬ માટે બેકી સત્ર શરૂ તેમજ પૂર્ણ થવાની તારીખ અલગ અલગ રાખવામાં આવી છે. આ સંજોગોમાં શૈક્ષણિક સત્ર ચાલુ હોઇ, વિદ્યાર્થીઓ અને અધ્યાપકો આવા ધોમધખતા તાપમાં જ્યારે ઓરેન્જ એલર્ટ જાહેર થયું હોય ત્યારે પણ શૈક્ષણિક કાર્ય અર્થે સંસ્થાઓમાં જવા માટે મજબૂર થઈ ગયા છે. જીટીયુના સત્તાધીશોના અણઘડ વહીવટના પરિણામે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. કોમન એકેડેમીક કેલેન્ડર મુજબ જો તમામ સત્ર એક સાથે શરૂ તેમજ પૂર્ણ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને વેકેશન મળી રહે. આમ થવાથી ઘણી વહીવટી સમસ્યાઓથી પણ નિવારી શકાય. પરંતુ જીટીયુના સત્તાધીશોના અવ્યવહારુ અભિગમના કારણે દરેક સેમેસ્ટર અલગ અલગ સમયે શરૂ થાય અને તે મુજબ અલગ અલગ સમયે પૂરુ થાય છે જેના પરિણામે હાલમાં ચાલી રહેલ ઉનાળુ વેકેશનમાં પણ ડિગ્રી અને ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ના છૂટકે સંસ્થા ખાતે જવું પડે છે. શૈક્ષણિક સત્ર એક સાથે શરૂ તેમજ પૂરું કરવા બાબતે ગુજરાત રાજ્ય સરકારી ઈજનેરી કોલેજ અધ્યાપક મંડળ દ્વારા જીટીયુના સત્તાધીશોને રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં જીટીયુના સત્તાધીશો આ બાબતને ધ્યાનમાં લીધા વગર જ એકેડમી કેલેન્ડર જાહેર કરતા હોય છે અને જેનો ભોગ વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને બનવું પડતું હોય છે.

ઈજનેરી કોલેજોમાં સેમેસ્ટર-૮ માટે પરીક્ષાની તારીખ હજી સુધી જાહેર થઈ નથી. સેમેસ્ટર-૮ની પરીક્ષા મોડી થાય એવા સંજોગોમાં વિદ્યાર્થીઓનું પરિણામ પણ મોડું જાહેર થાય અને તેથી રાજ્યના હજારો વિદ્યાર્થીઓને નોકરીમાં જોડાવામાં વિલંબ થાય. આવા વિલંબને કારણે જેઓને કેમ્પસ પ્લેસમેંટ દ્વારા નોકરી મળી ગઈ છે તેવા વિદ્યાર્થીઓને થતા આર્થિક નુકસાન માટે જવાબદાર પણ જીટીયુના અણઘડ વહીવટને જ ગણાવી શકાય. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને હજુ પણ જોબ લેવાની બાકી હોય તેઓને અન્ય યુનિવર્સિટી ના વિધાર્થીઓની સાપેક્ષમાં રોજગારીની ઓછી તક સાંપડવા સંભવ છે. ઉચ્ચ અભ્યાસ અર્થે જનાર વિધાર્થીઓએને પણ સારી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા બાબતે મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે. ૧૬-૦૫-૨૦૨3

 

· દર વર્ષે બે કરોડ રોજગારનું વચન આપનાર કેન્દ્રની મોદી સરકાર- ભાજપ સરકારએ દેશના અને ગુજરાતમાં કરોડો યુવાનો સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કર્યો : કેન્દ્રના વિવિધ વિભાગોમાં ૩૦ લાખ જેટલી જગ્યાઓ ખાલી

· ભાજપા સરકારમાં મળતિયાઓ – ગોઠવણ વાળાઓને મોટા પાયે રોજગાર મળે છેઃ સામાન્ય-મધ્યમવર્ગના લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છેઃ ડૉ. મનિષ દોશી

 

ભાજપાના સાંસદો પોતાનો પ્રગતિપથ ખુલે, પોતાની રોજગારી ટકી રહે તે માટે વારંવાર મહિમામંડન કરી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડિપાર્ટમેન્ટનાં કન્વીનર અને પ્રવક્તા ડો.મનીષ દોશીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ભરતી, ભાજપ અને ભ્રષ્ટાચાર સાથે ચાલે છે. મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડની જેમજ ગુજરાતમાં વ્યાપક ભરતી કૌભાંડો ચાલી રહ્યાં છે. મોંઘા શિક્ષણ બાદ યુવાનો ને રોજગારી મળતી નથી. શિક્ષણમાં ૩૨ હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે બીજીબાજુ ટેટ-ટાટ પાસ થયેલા ૫૦ હજારથી વધુ યુવાનો શિક્ષક બનવા માટે રાહ જોઈ રહ્યાં છે. ઉચ્ચ શિક્ષણમાં પણ સરકારી અને ગ્રાન્ટેડમાં ૫૫ ટકા પ્રાધ્યાપકોની જગ્યા ખાલી, યુનિવર્સિટીમાં ૪૫ ટકાથી વધુ પ્રાધ્યાપકોની જગ્યા ખાલી છે. ટેક્નિકલ શિક્ષણમાં પણ ડીગ્રી ઇજનેરી – ૪૫ ટકા જેટલા અધ્યાપકો, ડિપ્લોમા ઇજનેરી- ૫૦ ટકા જેટલા અધ્યાપકોની જગ્યાઓ ખાલી છે, ડીગ્રી-ડિપ્લોમા સહિતની કોલેજમાં લેબોરેટરી / વર્કશોપમાં પણ ૬૫ ટકા જગ્યાઓ ખાલી છે જેના કારણે વિધાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે ગુજરાતમાં શિક્ષણ ખાડે ગયું છે જે ચિંતાનો વિષય છે. ગુજરાતમાં મોટાભાગના સરકારી વિભાગોમાં જગ્યાઓ ખાલી હોવા છતાં ભાજપ સરકાર ભરતી કરતી નથી. ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી વર્ગ-૩ અને વર્ગ-૪ ની ભરતી કરવાને બદલે આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટપ્રથાથી ગુજરાતના યુવાનોનું સુનિયોજિત રીતે આર્થિક શોષણ થઈ રહ્યું છે. ત્યારે રાજ્યસભા સાંસદ પોતે હકીકત જાણે અને મહિમા મંડન કરવાની જગ્યાએ ગુજરાતના યુવાનોને કેમ કરીને રોજગાર મળે તેની ચિંતા કરે.

ઉચ્ચ શિક્ષિત યુવાનો લાંબા સમયથી સરકારી નોકરીમાં ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે બીજી બાજુ ભાજપ સરકાર લાંબા સમયથી વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા કરાતી નથી દર વર્ષે બે કરોડ રોજગારનું વચન આપનાર કેન્દ્રની મોદી સરકાર- ભાજપ સરકારએ દેશના અને ગુજરાતમાં કરોડો યુવાનો સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કર્યો છે, ભાજપ સરકારે દર વર્ષે ૨ કરોડ રોજગાર એટલે કે ૯ વર્ષમાં ૧૮ કરોડ રોજગાર આપવાને બદલે ૨ કરોડ થી વધુ રોજગાર છીનવી લીધા. હકીકતમાં તો રેલવે, ગૃહ, રક્ષા, ઓડિટ, પોસ્ટ, રેવન્યુ સહિતનાં વિભાગોમાં પણ ૧૦ લાખ જેટલી જગ્યાઓ ખાલી છે રેલ્વેમાં ૨.૯૩ લાખ, રક્ષા વિભાગમાં ૨.૬૪ લાખ, ગૃહ વિભાગમાં ૧.૪૩ લાખ, પોસ્ટ્સમાં ૯૦૦૫૦, રેવન્યુમાં ૮૦૨૪૩, ઓડિટમાં ૨૫૯૪૩ સહીત ૩૦ લાખ જેટલી જગ્યાઓ ખાલી છે. ભાજપા સરકારમાં મળતિયાઓ – ગોઠવણ વાળાઓને મોટા પાયે રોજગાર મળે છે સામાન્ય-મધ્યમવર્ગના લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે.

રાજ્યમાં આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં ૮ લાખ કરતાં વધુ યુવાન-યુવતીઓનું સુનિયોજિત રીતે આર્થિક શોષણ થઇ રહ્યું છે. ભાજપ સરકારના શાસનમાં આઉટસોર્સિંગ-કોન્ટ્રાક્ટ-રોજમદાર સહિતના સરકારી શોષણ પદ્ધતિમાં ૫૦૦૦ કરોડ રૂપિયાનો જેટલો ભ્રષ્ટાચાર કરી આઉટસોર્સિંગ એજન્સીઓ કોન્ટ્રાક્ટરો ૪૦ થી ૫૫ ટકા ની નાણાં ચૂકવી રહ્યા છે. કેન્દ્ર સરકારે વિવિધ ભરતી પ્રક્રિયાના નામે કરોડ રૂપિયા ફોર્મ ફી પેટે- પરીક્ષા માટે બેરોજગાર યુવાનો પાસેથી છેલ્લા આઠ વર્ષમાં વસૂલી લીધા પણ મોટાભાગની ભરતીઓની પરીક્ષા યોજાઈ નથી, જે પરીક્ષા યોજાઈ તેમાં પણ પરિણામ બાકી છે. ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં સતત પેપર ફૂટવા સહિતની ભરતી પરીક્ષાઓમાં અનેક પ્રકારની ગેરરીતોઓ સામે આવી છે

૮૦૦૦ ગામડાઓમાં તલાટીઓની જગ્યા લાંબા સમયથી ખાલી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, જીલ્લાની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર, નર્સ સહીત મેડીકલ સ્ટાફની મોટાપાયે ઘટ છે. આરોગ્ય વિભાગમાં ૯૯ ટકા સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટની જગ્યાઓ ખાલી, માર્ગ અને મકાન વિભાગ, જળસિંચાઈ, વોટર રિસોર્સ, નર્મદા સહિતનાં વિભાગોમાં મોટા પાયે જગ્યાઓ ખાલી છે બીજી બાજુ મોટાભાગના એન્જીનીયર વર્ક ડ્રોઈંગ, પ્રોજેકટ ડોક્યુમેન્ટ, સુપરવિઝન, ઇન્સ્પેકશન, સહિતના મોટા ભાગનું કામ આઉટસોર્સ કરવામાં આવ્યું છે. છેલ્લા ૧૫-૧૫ વર્ષથી આર્ટ શિક્ષક, સંગીત શિક્ષક, ફિઝિકલ એજ્યુકેશન શિક્ષક, કોમ્પ્યુટર શિક્ષક, લાયબ્રેરીયનની ભરતી કરવામાં આવી નથી. ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ સહિતના વિભાગો અને કેન્દ્રના રેલ્વે, રક્ષા, રેવન્યુ સહિતના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી લાખો સરકારી જગ્યાઓને સત્વેરે ભરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

૧૮.૦૫.૨૦૨૩

 

 

 

• મોંઘવારી, બેરોજગારી, આર્થિક ડામાડોળ સ્થિતિ સહિત જનતાના મૂળ મુદ્દાઓ ઉકેલવામાં સદંતર નિષ્ફળ નીવડેલ ભાજપા ચૂંટણી જીતવા માટેની રણનિતીના ભાગરૂપે વધુ એક વખત “”બાબા” ને આગળ કરીને જનતાનું ધ્યાન ભટકાવવાના કાર્યક્રમો શરૂ

· લોકસભા ૨૦૧૪ અને ૨૦૧૯ પછી વિજય પ્રાપ્ત કરી સત્તામાં આવનાર ભાજપાએ જનતાને જે જે વચનો આપ્યા હતા તે આજે જવાબ ન હોવાથી ફરી એકવારની એજ રણનિતીના ભાગરૂપે શું “બાબા”ઓના “દિવ્યદરબાર” આયોજન થઈ રહ્યા છે?

 

લોકસભા ૨૦૧૪ અને ૨૦૧૯ પછી વિજય પ્રાપ્ત કરી સત્તામાં આવનાર ભાજપાએ જનતાને જે જે વચનો આપ્યા હતા તે આજે જવાબ ન હોવાથી ફરી એકવારની એજ રણનિતીના ભાગરૂપે શું “બાબા”ઓના “દિવ્યદરબાર” આયોજન થઈ રહ્યા છે? “બાબા”ની સભાના આયોજકમાં સુરત ખાતે ભાજપાના ધારાસભ્ય છે. રાજકોટ અને અમદાવાદમાં આયોજકના કોની સાથે સંબંધ છે. તે સમગ્ર દેશમાં જ્યાં જ્યાં “બાબા” ના દરબારો યોજાઈ રહ્યા છે તે માટે કોણ કોણ સંત્રી-મંત્રી મદદ કરી રહ્યા છે તે તપાસનો વિષય છે. ત્યારે બાબા દિવ્ય દરબારમાં ગુજરાતના નાગરિકો ઉપર કૃપા કરે તેવી માંગ સાથે પ્રશ્ન પુછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૪ પહેલાના ચુંટણી પ્રચાર સમયે રામદેવબાબા એ કાળાધન પરત આવશે, દેશમાં નાગરિકોને લાભ મળશે તેવી જોરશોરથી વાત કહી હતી. કાળુંધન તો પરત ન આવ્યું પરતું કરોડો-અબજો રૂપિયાનું સફેદ ધન સાથે કેટલાય રફ્ફું ચક્કર થઇ ગયા. કાળાધન પર બોલનાર બાબા અત્યારે ક્યાં છે? પેટ્રોલ-ડીઝલ ૪૦ રૂપિયે જનતાને મળશે તેવા ઈન્ટરવ્યું આપી દેશની જનતાને વિશ્વાસ અપાવનાર ૯૦ રૂ.-૧૦૦ રૂ.ના ભાવે દેશની જનતા લુટાઈ રહી છે ત્યારે બાબા રામદેવ કેમ મૌન છે ?. ૨૦૧૪માં ૪૧૪નો ગેસનો બાટલો ૧૨૦૦ રૂપિયાનો થઇ ગયો તો બાબાઓ કેમ મૌન છે? ૨૦૧૪-૨૦૧૯ના લોકસભા ચૂંટણી પહેલા અન્ના હજારે, બાબા રામદેવ સહિતના આંદોલનો ૨૦૧૯માં બાબા રામદેવ, શ્રી શ્રી રવિશંકર સહિતના બાબાઓના માધ્યમથી ભાજપા એ સત્તા મેળવી. ગુજરાતના ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના બાળકોને પરવડે તેવી ફીમાં ગુણવત્તા સાથે શિક્ષણ ક્યારે મળશે ? સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ૩૨૦૦૦ શિક્ષકોની જગ્યા ક્યારે ભરાશે ? ગુજરાતમાં સરકારી ભરતીમાં વારંવાર પેપર ફોડના ગેરરીતિ કરનાર, ચમરબંધી કૌભાંડીઓ, મોટા માથાઓ કોણ છે?. ગુજરાતમાં ફીક્ષ પગાર નામે લાખો યુવાનોને ક્યારે આર્થિક શોષણ પ્રથામાંથી મુક્ત થશે? સુપ્રિમ કોર્ટમાં ક્યારે કેસ ગુજરાત સરકાર પરત ખેંચશે?. ગુજરાતમાં આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટના નામે ગુજરાતના ૧૦ લાખ કરતા વધુ યુવાનોને અડધો પગાર ચુકવી એજન્સીઓ કરોડો રૂપિયા બારોબાર લઈ જાય છે તે માટે ગુજરાતના યુવાનોને પુરો પગાર મળે, ભ્રષ્ટાચાર અટકે તે અંગે આપ દિવ્ય સભામાં જણાવીને ગુજરાતના યુવાનો પર કૃપા કરશો. ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ રોજ ઠલવાય, અબજો રૂપિયાની ડ્રગ્સ આવે છે તે ક્યાંથી આવે છે? કોણ મોકલે છે? કોના સુધી પહોંચે છે? તે આપ દિવ્ય વાણીથી ગુજરાતની જનતાને જણાવવા કૃપા કરશો.

બેફામ મોંઘવારીમાંથી જનતાને ક્યારે મુક્તિ મળશે?. ગુજરાતની જનતા ખાસ કરીને ગૃહિણીઓ પર કૃપા કરવા વિનંતી છે. “નલ સે જલ”, સૌની યોજના, મનરેગા, રેતી, માટી, સહિતની ખનીજોની મોટાપાયે ચોરીઓ અને ભ્રષ્ટાચાર ક્યારે ઘટાડો થશે? દુર થશે? ગુજરાતની મા સમાન નદીઓ સાબરમતિ, તાપી, વિશ્વામિત્રી સહિતની નદીઓ ક્યારે શુદ્ધ થશે? ગુજરાતના નાગરિકો શુદ્ધ પીવાનું પાણી મળેશે ? ગુજરાતમાં વારંવાર તુટતા બ્રીજો જેમ કે, હાટકેશ્વર બ્રીજ, મુમતપુરા બ્રીજ, સુરત, મોરબી, રાજકોટ, સહિતના પુલોના ભ્રષ્ટાચાર માટે કોણ કોણ સંડોવાયેલા છે ? ક્યાં માથાઓએ ભ્રષ્ટાચાર કર્યો છે ? ગુજરાતના લાખો ખેડૂતોના કરોડો રૂપિયા, વિમાના પ્રિમીયમ ગાયબ થઈ ગયા અને ખેડૂતોનો પાક વિમો કોણ કોણ ચાઉં કરી ગયું ? ગુજરાતમાં લાખો હેક્ટર ગૌચરની જમીન ક્યાં ક્યાં લોકો ગાયબ કરી ગયા ? ગાયમાતા સહિત અબોલ જીવો માટે આપ દિવ્ય દરબારમાં જણાવીને ગુજરાતની જનતા પર કૃપા કરશો.

તા. ૪/૫/૨૦૨૩

પ્રતિ શ્રી

તંત્રી

* શું ગુજરાત યુનિવર્સિટી એ રિયલ એસ્ટેટ કંપની ચાલુ કરી છે?

* કોની મંજુરી થી વિદ્યાર્થીઓ ના પૈસે બનેલ બિલ્ડિંગ ખાનગી કંપની ને ભાડે આપવા માં આવ્યું?

* ગુજરાત યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય અને બિલ્ડિંગ ખાનગી કંપની ને ભાડે આપવા શું આ સત્તાધીશો ની મંશા છે? ઠેર ઠેર યુનિવર્સિટી માં લાગ્યા છે સ્ટડી એબ્રોડ ના બોર્ડ.

* સેકશન આઠ કંપની બનાવી કુલપતિ બન્યા ચેરમેન અને પ્રોફેસર ઓ ને બનાવ્યા ડિરેક્ટર

* રજિસ્ટ્રાર ની મંજુરી વગર આ ફ્લોર ભાડે આપવા માં આવ્યા છે તો શું કાયદેસર કાર્યવાહી કરવા માં આવશે?

* રજિસ્ટ્રાર ને ૭૨ કલાક નું અલટીમેટમ, નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે એ આંદોલન

* રજિસ્ટ્રાર – ફિઝિક્સ એચઓડી ગજ્જર સાહેબ નો ઘેરાવ કરવા માં આવ્યો

 

આજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે યુનિવર્સીટી ના ભ્રષ્ટાચાર મુદ્દે રજિસ્ટ્રાર ને આવેદનપત્ર આપી ઘેરાવ કરવા માં આવ્યો. ગુજરાત યુનિવર્સિટી માં આવેલ અટલ કલામ બિલ્ડિંગ, બોટની વિભાગ ની બાજુ માં આવેલ તેના બે ફ્લોર ખાનગી કંપની ને ભાડે આપી દેવા માં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી ના રજિસ્ટ્રાર ની મંજુરી વગર ભાડે આપી દેવા માં આવ્યા છે. યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ ના પૈસે બનેલ બિલ્ડિંગ બે ખાનગી કંપની ને કોને પૂછી ને ભાડે આપવા માં આવ્યું છે. શું ગુજરાત યુનિવર્સિટી એ કોઈ ટેન્ડર પ્રક્રિયા કરી હતી? કેમ અધ્યાપકો ની સહી થી ખાનગી કંપની ને ભાડે આપવા માં આવ્યું? શું સેનેટ સિન્ડિકેટની મંજુરી લીધી હતી? ૩૧ થી ૩૮ રૂપિયા ના સ્ક. ફૂટ ના ભાવે આપવા પાછળ કોઈ ટેન્ડર હતું? જો આમાં ભ્રષ્ટાચાર થયો હશે તો કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવશે? શું રજિસ્ટ્રાર ફોજદારી ગુનો દાખલ કરશે ? ફિઝિક્સ ના એચ ઓ ડી ગજ્જર સાહેબ નો પણ આ મુદ્દે ઘેરાવ કરવા માં આવ્યો અને પૂછવા માં આવ્યું કે કયા આધારે તેમણે ખાનગી કંપની ને આપવા માટે મંજુરી આપી ત્યારે તેમને કુલપતિ એ મને આદેશ કર્યો હતો તેવો બચાવ કર્યો હતો. યુનિવર્સિટી માં ઠેર ઠેર સ્ટડી અબ્રોડ ના બોર્ડ માર્યા છે તે દર્શાવે છે સત્તાધીશો ની મંશા કે ગુજરાત યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ બહાર જાય અને પ્રોપર્ટી ભાડે અપાય. શું યુનિવર્સિટી એ રિયલ એસ્ટેટ કંપની ચાલુ કરી છે.

રજિસ્ટ્રાર ને ૭૨ કલાક નું અલટીમેટમ આપીએ છીએ કે જો આ વિષય માં કાયદેસર ના પગલાં નહિ લેવાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું.
14 મે 2023, રવીવાર
ચીખલી અને નવસારી ખાતે યોજાયેલ

અખબારી યાદી

· ગુજરાત ની મહેનતુ અને સ્વાભિમાની જનતા ના તમામ પ્રશ્નોના સમાધાન માટે, ૧લી મે ગુજરાતના સ્થાપના દિનથી, કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં તાલુકે–તાલુકે, “જનમંચ” કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.

· આ કાર્યક્રમના ભાગ હેઠળ તા. 14 મે ૨૦૨૩, રવીવાર ના રોજ ચીખલી અને નવસારી ખાતે જનમંચ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો પોતાની સમસ્યાઓ ની રજુઆત કરી.

· “જનમંચ” દ્વારા મળેલ સામાન્ય પ્રજાના પ્રશ્નો-સમસ્યાઓ-ફરીયાદો ના પરીણામલક્ષી નિવારણ માટે જનસભા થી વિધાનસભા સુધીની લડત લડીશુઃ શ્રી અમિત ચાવડા

જનતાની અવાજને બુલંદ કરવા, “જનમંચ” થકી કોંગ્રેસ દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી છે. એક વર્ષમાં ગુજરાતના દરેક તાલુકાને જનમંચ દ્વારા આવરી લેવામાં આવશે અને આવેલી ફરિયાદોના નિવારણ માટે લોક-આંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા જનસભા થી લઈને વિધાનસભા સુધી મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય શ્રી અમિત ચાવડા એ જણાવ્યું હતું કે, જંગી બહુમતિના ગુમાનમાં રાચતી ડબલ એન્જીન સરકાર ઉત્સવો-મહોત્સવો-રાજકીય એજન્ડામાં વ્યસ્ત અને ભ્રષ્ટાચારમાં મસ્ત છે. ત્યારે એક રચનાત્મક વિપક્ષ તરીકે વિધાનસભા કોંગ્રેસ પક્ષ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ સામાન્ય ગુજરાતીના પ્રશ્નો-સમસ્યાઓ, રજુઆતો, ફરીયાદો-સુચનો-અવાજને બુલંદ કરવા, મંચ આપવા ૧મી મે ગુજરાત સ્થાપના દિવસથી સામાન્ય ગુજરાતી માટે શરૂ કરી રહ્યા છે “ જનમંચ ”

કોંગ્રેસ પક્ષે સામાન્ય પણ સ્વાભિમાની ગુજરાતી ને જનમંચ પ્લેટફોર્મ આપ્યું, જેમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો એ પોતાની સમસ્યાઓની રજુઆત કરી.

ચીખલી અને નવસારી ખાતે “જનમંચ” કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા ના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે
* ભ્રષ્ટાચાર, મોંઘવારી, જૂની પેંશન યોજના, જમીનો પર થયેલા દબાણો,
* મનરેગા માં કામોને મંજૂરી નથી મળતી, ગ્રાન્ટ નથી ફળવાતી,
* ગેરકાયદેસર ખનન, ઓવરલોડ પરિવહન, રસ્તાઓ, લોકોના આરોગ્યને નુકશાન,
* સરપંચો તેમજ ગ્રામ પંચાયતોની સત્તાઓ છીનવી, ભાજપના તાનાશાહી શાસકોને આપવામાં આવી
* ભાજપના માથાભારે લોકો દ્વારા હત્યા, હેરાનગતિ સામે પોલીસ મુકપ્રેક્ષક બની છે,
* નળ સે જલ યોજના માત્ર કાગળ પર, ખેડૂતોને વીજળી, સિંચાઈની સમસ્યાઓ તેમજ જંગલી પ્રાણીઓથી ત્રાસ, સહિત અનેકવિધ મુદ્દાઓ પર ચીખલી અને નવસારી ના સ્થાનિક લોકોએ પોતપોતાની રજૂઆતો કરી હતી.

આ પ્રશ્નો ની સાથે,
૧. સરકારી તંત્ર માં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર બાબત
૨. ખેડૂતો ને થઇ રહેલા અન્યાય (જમીન માપણી, વીમા યોજના ગેરરીતિ, ગૌચર ની જમીન પચાવી પાડવી, જમીન પર થયેલા દબાણ, વીજ મીટર અને વીજળી, પોષણક્ષમ ભાવ બાબત)
૩. યુવાન ભાઈ-બહેનો ને થઇ રહેલા અન્યાય (ધીમી સરકારી ભરતી, પેપરલીક, ડમી કાંડ બાબત)
૪. કથળતી કાયદો વ્યવસ્થા ની સ્થિતિ બાબત
(મહિલાઓની છેડતી અત્યાચાર વધતા બનાવો)
(ગેરકાયદેસર દબાણો, ટ્રાફિકની સમસ્યાઓ)
(વિસ્તાર માં ચાલતી દેશી વિદેશી દારૂ ની હાટડીઓ, જુગાર, અનૈતિક પ્રવૃત્તિઓ)
(માથાભારે તત્વો દ્વારા જમીન મિલકતો પચાવી પાડવા અને વ્યાજખોરો ના ત્રાસથી પરેશાની)
(પોલીસતંત્રને જાણ કરવા છતાં કાર્યવાહી થતી નથી બાબત)
૫. નિયમિત રૂપે ટેક્ષ અને જી.એસ.ટી. ભર્યા પછી પણ રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી સામાન્ય સુવિધાઓ થી વંચિત છો એ બાબત
૬. મોંઘુ શિક્ષણ લીધા પછી પણ સતત નડતી રોજગારી ની સમસ્યા અને જિલ્લા માં માત્ર પ્રાઇવેટ કોલેજો ને બેફામ પરવાનગી આપવામાં આવી છે એ બાબત
૭. ભૂગર્ભ જળ ના સ્તર દિવસે ને દિવસે નીચે જઈ રહ્યા છે. ખેત તલાવડી યોજના હોય કે ગામ ના તળાવ ઊંડા કરવાની બાબત હોય તમામ યોજનાઓ માત્ર કાગળ પર જ છે એ બાબત
૮. સરકારી દવાખાના અને હોસ્પિટલ માં માળખાકીય સુવિધાઓ મળતી નથી, ગામેગામ અદ્યતન લેબોરેટરી ઉપલબ્ધ નથી, મોંઘા આરોગ્ય બાબત પોતાની રજૂઆતો કરી હતી.

ખુબ મોટી સંખ્યા માં ચીખલી અને નવસારી ની જાહેર જનતા એ જનમંચ કાર્યક્રમ માં હાજરી આપી અને શ્રી અમિતભાઇ ચાવડા સાહેબ ના આ જનલક્ષી અભિગમ ને હૃદય થી વધાવી લીધો. ગુજરાત ના ઇતિહાસ માં આજ સુધી જનતા ને પોતાની વાત કરવાનો મોકો અને મંચ ફક્ત જનમંચ એ આપ્યો.

ચીખલી અને નવસારી જિલ્લા-તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જનમંચ કાર્યક્રમમાં
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા,
વાંસદા ના ધારાસભ્ય શ્રી અનંત પટેલ ,
માંડવી ના પૂર્વ ધારાસભ્ય શ્રી આનંદ ચૌધરી ની સાથે સાથે જિલ્લા કૉંગ્રેસ સમિતિના હોદેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ, સેલ/ફ્રન્ટલના હોદેદારશ્રીઓ, તાલુકા/શહેરના તમામ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા/નગરપાલિકા ના સદસ્યશ્રીઓ અને કોંગ્રેસના તમામ કાર્યકરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જનમંચ કાર્યક્રમ
તારીખ: ૧૮/૦૫/૨૦૨૩, ગુરૂવાર
ભરૂચ તથા વાગરા ખાતે યોજાયેલ

અખબારી યાદી

· ગુજરાત ની મહેનતુ અને સ્વાભિમાની જનતા ના તમામ પ્રશ્નોના સમાધાન માટે, ૧લી મે ગુજરાતના સ્થાપના દિન થી, કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં તાલુકે–તાલુકે, “ જનમંચ ” કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.

· આ કાર્યક્રમના ભાગ હેઠળ તા. ૧૮/૦૫/૨૦૨૩, ગુરૂવાર ના રોજ
ભરૂચ તથા વાગરા ખાતે જનમંચ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો પોતાની સમસ્યાઓ ની રજુઆત કરી.

· “જનમંચ” દ્વારા મળેલ સામાન્ય પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ, ફરીયાદો ના પરીણામલક્ષી નિવારણ માટે જનસભા થી વિધાનસભા સુધીની લડત લડીશુઃ શ્રી અમિત ચાવડા

જનતાની અવાજને બુલંદ કરવા, “જનમંચ” થકી કોંગ્રેસ દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી છે. એક વર્ષમાં ગુજરાતના દરેક તાલુકાને જનમંચ દ્વારા આવરી લેવામાં આવશે અને આવેલી ફરિયાદોના નિવારણ માટે લોક-આંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા જનસભા થી લઈને વિધાનસભા સુધી મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય શ્રી અમિત ચાવડા એ જણાવ્યું હતું કે, જંગી બહુમતિના ગુમાનમાં રાચતી ડબલ એન્જીન સરકાર ઉત્સવો-મહોત્સવો-રાજકીય એજન્ડામાં વ્યસ્ત અને ભ્રષ્ટાચારમાં મસ્ત છે. ત્યારે એક રચનાત્મક વિપક્ષ તરીકે વિધાનસભા કોંગ્રેસ પક્ષ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ સામાન્ય ગુજરાતીના પ્રશ્નો-સમસ્યાઓ, રજુઆતો, ફરીયાદો-સુચનો-અવાજને બુલંદ કરવા, મંચ આપવા ૧મી મે ગુજરાત સ્થાપના દિવસથી સામાન્ય ગુજરાતી માટે શરૂ કરી રહ્યા છે “ જનમંચ ”

કોંગ્રેસ પક્ષે સામાન્ય પણ સ્વાભિમાની ગુજરાતી ને જનમંચ પ્લેટફોર્મ આપ્યું, જેમાં ભરૂચ તથા વાગરા ખાતે “જનમંચ” કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા ના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે
૧. શેરપુરા થી એબીસી ચોકડી વિસ્તારમાં ટ્રાફિકની મોટી સમસ્યા.
૨. રેશનિંગના અનાજમાં વ્યાપક પ્રમાણે ગેરરીતિ.
3. રતન તળાવ માં કરોડોનો ભ્રષ્ટાચાર.
૪. બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદનના વળતરમાં બહુ મોટો ભ્રષ્ટાચાર અને ભેદભાવ .
૫. રી-સર્વેમાં મોટા પ્રમાણમાં ગેરરીતીઓ, ફરિયાદોના 2500 થી વધારે કેસ પેન્ડિંગ છે.
૬. ખેતી ઉપજના પોષણશ્રમ ભાવ નથી મળતા.
૭. નગરપાલિકામાં રસ્તા, ટ્રાફિક, સફાઈની ખૂબ મોટી સમસ્યા છે.
૮. સ્થાનીક રોજગારી નથી મળતી, કોન્ટ્રાક્ટ પ્રથામાં મોટા પાયે શોષણ થઇ રહ્યું છે, સહિત અનેકવિધ મુદ્દાઓ પર સ્થાનિક લોકોએ પોતપોતાની રજૂઆતો કરી હતી.

આ પ્રશ્નો ની સાથે,
૧. સરકારી તંત્ર માં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર બાબત
૨. ખેડૂતો ને થઇ રહેલા અન્યાય (જમીન માપણી, વીમા યોજના ગેરરીતિ, ગૌચર ની જમીન પચાવી પાડવી, જમીન પર થયેલા દબાણ, વીજ મીટર અને વીજળી, પોષણક્ષમ ભાવ બાબત)
૩. યુવાન ભાઈ-બહેનો ને થઇ રહેલા અન્યાય (ધીમી સરકારી ભરતી, પેપરલીક, ડમી કાંડ બાબત)
૪. કથળતી કાયદો વ્યવસ્થા ની સ્થિતિ બાબત
(મહિલાઓની છેડતી અત્યાચાર વધતા બનાવો)
(ગેરકાયદેસર દબાણો, ટ્રાફિકની સમસ્યાઓ)
(વિસ્તાર માં ચાલતી દેશી વિદેશી દારૂ ની હાટડીઓ, જુગાર, અનૈતિક પ્રવૃત્તિઓ)
(માથાભારે તત્વો દ્વારા જમીન મિલકતો પચાવી પાડવા અને વ્યાજખોરો ના ત્રાસથી પરેશાની)
(પોલીસતંત્રને જાણ કરવા છતાં કાર્યવાહી થતી નથી બાબત)
૫. નિયમિત રૂપે ટેક્ષ અને જી.એસ.ટી. ભર્યા પછી પણ રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી સામાન્ય સુવિધાઓ થી વંચિત છો એ બાબત
૬. મોંઘુ શિક્ષણ લીધા પછી પણ સતત નડતી રોજગારી ની સમસ્યા અને જિલ્લા માં માત્ર પ્રાઇવેટ કોલેજો ને બેફામ પરવાનગી આપવામાં આવી છે એ બાબત
૭. ભૂગર્ભ જળ ના સ્તર દિવસે ને દિવસે નીચે જઈ રહ્યા છે. ખેત તલાવડી યોજના હોય કે ગામ ના તળાવ ઊંડા કરવાની બાબત હોય તમામ યોજનાઓ માત્ર કાગળ પર જ છે એ બાબત
૮. સરકારી દવાખાના અને હોસ્પિટલ માં માળખાકીય સુવિધાઓ મળતી નથી, ગામેગામ અદ્યતન લેબોરેટરી ઉપલબ્ધ નથી, મોંઘા આરોગ્ય બાબત પોતાની રજૂઆતો કરી હતી.

ખુબ મોટી સંખ્યા માં ભરૂચ તથા વાગરા ની જાહેર જનતા એ જનમંચ કાર્યક્રમ માં હાજરી આપી અને શ્રી અમિતભાઇ ચાવડા સાહેબ ના આ જનલક્ષી અભિગમ ને હૃદય થી વધાવી લીધો. ગુજરાત ના ઇતિહાસ માં આજ સુધી જનતા ને પોતાની વાત કરવાનો મોકો અને મંચ ફક્ત જનમંચ એ આપ્યો.

ભરૂચ તથા વાગરા જિલ્લા-તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જનમંચ કાર્યક્રમમાં
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા,
માનનિય મુમતાઝબેન પટેલ ની સાથે સાથે જિલ્લા કૉંગ્રેસ સમિતિના હોદેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ, સેલ/ફ્રન્ટલના હોદેદારશ્રીઓ, તાલુકા/શહેરના તમામ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા/નગરપાલિકા ના સદસ્યશ્રીઓ અને કોંગ્રેસના તમામ કાર્યકરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જનમંચ કાર્યક્રમ
તા. 13 મે 2023, શનિવાર
ઓલપાડ અને મહુવા ખાતે યોજાયેલ
અખબારી યાદી

· ગુજરાત ની મહેનતુ અને સ્વાભિમાની જનતા ના તમામ પ્રશ્નોના સમાધાન માટે, ૧લી મે ગુજરાતના સ્થાપના દિનથી, કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં તાલુકે–તાલુકે, “જનમંચ” કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.
· આ કાર્યક્રમના ભાગ હેઠળ તા. 13 મે ૨૦૨૩, શનિવાર ના રોજ ઓલપાડ અને મહુવા ખાતે જનમંચ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો પોતાની સમસ્યાઓ ની રજુઆત કરી.
· “જનમંચ” દ્વારા મળેલ સામાન્ય પ્રજાના પ્રશ્નો-સમસ્યાઓ-ફરીયાદો ના પરીણામલક્ષી નિવારણ માટે જનસભા થી વિધાનસભા સુધીની લડત લડીશુઃ શ્રી અમિત ચાવડા

જનતાની અવાજને બુલંદ કરવા, “જનમંચ” થકી કોંગ્રેસ દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી છે. એક વર્ષમાં ગુજરાતના દરેક તાલુકાને જનમંચ દ્વારા આવરી લેવામાં આવશે અને આવેલી ફરિયાદોના નિવારણ માટે લોક-આંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા જનસભા થી લઈને વિધાનસભા સુધી મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય શ્રી અમિત ચાવડા એ જણાવ્યું હતું કે, જંગી બહુમતિના ગુમાનમાં રાચતી ડબલ એન્જીન સરકાર ઉત્સવો-મહોત્સવો-રાજકીય એજન્ડામાં વ્યસ્ત અને ભ્રષ્ટાચારમાં મસ્ત છે. ત્યારે એક રચનાત્મક વિપક્ષ તરીકે વિધાનસભા કોંગ્રેસ પક્ષ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ સામાન્ય ગુજરાતીના પ્રશ્નો-સમસ્યાઓ-રજુઆતો-ફરીયાદો-સુચનો-અવાજને બુલંદ કરવા, મંચ આપવા ૧મી મે ગુજરાત સ્થાપના દિવસથી સામાન્ય ગુજરાતી માટે શરૂ કરી રહ્યા છે “ જનમંચ ”.

કોંગ્રેસ પક્ષે સામાન્ય પણ સ્વાભિમાની ગુજરાતી ને જનમંચ પ્લેટફોર્મ આપ્યું, જેમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો એ પોતાની સમસ્યાઓની રજુઆત કરી.

૧. સરકારી તંત્ર માં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર બાબત
૨. ખેડૂતો ને થઇ રહેલા અન્યાય (જમીન માપણી, વીમા યોજના ગેરરીતિ, ગૌચર ની જમીન પચાવી પાડવી, જમીન પર થયેલા દબાણ, વીજ મીટર અને વીજળી, પોષણક્ષમ ભાવ બાબત)
૩. યુવાન ભાઈ-બહેનો ને થઇ રહેલા અન્યાય (ધીમી સરકારી ભરતી, પેપરલીક, ડમી કાંડ બાબત)
૪. કથળતી કાયદો વ્યવસ્થા ની સ્થિતિ બાબત
(મહિલાઓની છેડતી અત્યાચાર વધતા બનાવો)
(ગેરકાયદેસર દબાણો, ટ્રાફિકની સમસ્યાઓ)
(વિસ્તાર માં ચાલતી દેશી વિદેશી દારૂ ની હાટડીઓ, જુગાર, અનૈતિક પ્રવૃત્તિઓ)
(માથાભારે તત્વો દ્વારા જમીન મિલકતો પચાવી પાડવા અને વ્યાજખોરો ના ત્રાસથી પરેશાની)
(પોલીસતંત્રને જાણ કરવા છતાં કાર્યવાહી થતી નથી બાબત)
૫. નિયમિત રૂપે ટેક્ષ અને જી.એસ.ટી. ભર્યા પછી પણ રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી સામાન્ય સુવિધાઓ થી વંચિત છો એ બાબત
૬. મોંઘુ શિક્ષણ લીધા પછી પણ સતત નડતી રોજગારી ની સમસ્યા અને જિલ્લા માં માત્ર પ્રાઇવેટ કોલેજો ને બેફામ પરવાનગી આપવામાં આવી છે એ બાબત
૭. ભૂગર્ભ જળ ના સ્તર દિવસે ને દિવસે નીચે જઈ રહ્યા છે. ખેત તલાવડી યોજના હોય કે ગામ ના તળાવ ઊંડા કરવાની બાબત હોય તમામ યોજનાઓ માત્ર કાગળ પર જ છે એ બાબત
૮. સરકારી દવાખાના અને હોસ્પિટલ માં માળખાકીય સુવિધાઓ મળતી નથી, ગામેગામ અદ્યતન લેબોરેટરી ઉપલબ્ધ નથી, મોંઘા આરોગ્ય બાબત પોતાની રજૂઆતો કરી શકશે.

ખુબ મોટી સંખ્યા માં ઓલપાડ અને મહુવા ની જાહેર જનતા એ જનમંચ કાર્યક્રમ માં હાજરી આપી અને શ્રી અમિતભાઇ ચાવડા સાહેબ ના આ જનલક્ષી અભિગમ ને હૃદય થી વધાવી લીધો. ગુજરાત ના ઇતિહાસ માં આજ સુધી જનતા ને પોતાની વાત કરવાનો મોકો અને મંચ ફક્ત જનમંચ એ આપ્યો.

ઓલપાડ અને મહુવા ખાતે “જનમંચ” કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા ના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે ભ્રષ્ટાચાર, મોંઘવારી, જૂની પેંશન યોજના, જમીનો પર થયેલા દબાણો સહિત અનેકવિધ મુદ્દાઓ પર ઓલપાડ અને મહુવા ના સ્થાનિક લોકોએ પોતપોતાની રજૂઆતો કરી હતી.

ઓલપાડ અને મહુવા જિલ્લા-તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જનમંચ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા, માંડવી ના પૂર્વ ધારાસભ્ય શ્રી આનંદ ચૌધરી ની સાથે સાથે જિલ્લા કૉંગ્રેસ સમિતિના હોદેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ, સેલ/ફ્રન્ટલના હોદેદારશ્રીઓ, તાલુકા/શહેરના તમામ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા/નગરપાલિકા ના સદસ્યશ્રીઓ અને કોંગ્રેસના તમામ કાર્યકરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૯/૫/2023

કર્ણાટક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. ભાજપા વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી ગઈ છે ત્યારે સમગ્ર ચૂંટણીમાં ભયનો માહોલ પેદા કરવા દેશના સર્વોચ્ચ નેતાઓ પૈકીના એક એવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પ્રમુખ આદરણીય શ્રી મલ્લિકાર્જુન ખડગે તથા તેમની પત્ની અને પરીવારને મારી નાખવાની ધમકી કર્ણાટક રાજ્યના ચિત્તપુર વિધાનસભા બેઠકના બીજેપીના ઉમેદવાર મણીકાંત રાઠોડ દ્વારા આપવામાં આવી છે. જેમણે પોતાની ખોળખ ભાજપાના બ્લ્યુ આઈ બોય તરીકે આપી છે.

આ ઘટનાના ધેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશ અને દલિત સમાજમાં પડ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આ ઘટનાની ગંભીર નોંધ લઈ. સમગ્ર ગુજરાતના જિલ્લા મથકે પોલીસ અધિક્ષકશ્રીને આવેદન આપી મણીકાંત રાઠોડ સાથે એફ આઇ આર નોંધવા માગણી કરવામાં આવી છે.

સદર ઘટનાને લઇને ગાંધીનગર ખાતે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડાની આગેવાનીમાં ગાંધીનગર પોલીસ અધિક્ષકશ્રી ને આવેદનપત્ર સૂપ્રત કરી મણીકાંત રાઠોડ સામે પોલીસ ફરીયાદ દાખલ કરી આ ષડયંત્રની તપાસ કરવાની માંગ કરી હતી.

સદર કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી અરવિંદસિંહ સોલંકી, નિશિતભાઈ વ્યાસ, શહેર પ્રમુખ શૈલેન્દ્રસિંહ બિહોલા, અંકીત બારોટ, પૂર્વ ધારાસભ્ય બાબુસિંહ ઠાકોર, મહિપાલસિંહ વાઘેલા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમ જિલ્લા કોંગેસની અખબારી યાદીમાં ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું છે.

વિષ્ણુભાઈ પટેલ
ઉપપ્રમુખ
ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ \

કોંગ્રેસના આ નિવેદનોમાં માત્ર 9 વખત અમિત શાહનું નામ માત્ર લેવામાં આવ્યું છે. તેમના પર એક પણ વખત પ્રહાર કર્યો નથી. મોદીનું 83 વખત નામ લઈને પ્રહાર કર્યા છે.

તા. ૨૯-૩-૨૦૨૩

દેશમાં લોકતંત્ર ખતરામાં છે. દેશ કઈ દિશામાં જાય છે કોઈને ખબર નથી : સરકારની આલોચના કરતા લોકોને દેશદ્રોહી ચીતરવામાં આવી રહ્યા છે

· હું ઓબીસી સમાજમાંથી આવું છું, મારી કોમ્યુનિટીમાંથી હું એક જ ધારાસભ્ય છું, હું ત્રણ વાર મુખ્યમંત્રી બન્યો છું આ જ દર્શાવે છે કે ઓબીસી સમાજનું માન-સન્માન કોંગ્રેસ પક્ષ જાળવ્યુ છે: ભાજપ ઓબીસીનું અપમાન કરે છે: શ્રી અશોક ગેહલોત

· ભાજપ ગૃહ વિભાગની સિસ્ટમનો ખોટો ઉપયોગ કરી રહી છે : શ્રી અશોક ગેહલોત

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે દેશમાં લોકતંત્ર ખતરામાં છે. દેશ કઈ દિશામાં જાય છે કોઈને ખબર નથી. જે દેશવાસીઓ માટે ચિંતાનો વિષય છે. સરકારની આલોચના કરતા લોકોને દેશદ્રોહી ચીતરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા સંકલ્પ સત્યાગ્રહ યોજવામાં આવ્યો જેના ભાગ રૂપે સમગ્ર દેશમાં એક સાથે 35 શહેરોમાં પત્રકાર પરિષદનું આયોજન કરવાં આવ્યું છે. આદરણીયશ્રી રાહુલ ગાંધીએ લંડનમાં જ બોલ્યા જે અહીં ઘણી વખત બોલ્યા છે. આજે દેશમાં સરકારની ટીકા કરનારા જેલમાં જઈ રહ્યા છે. મોદી સરકાર અને ભાજપે લોકતંત્ર અને કાયદો અને વ્યવસ્થાની ધજ્જિયાં ઉડાવી દીધી છે. ભાજપે લોકતંત્રની હત્યા કરી નાંખી છે અને તેથી હવે પ્રજાને જનઆંદોલનમાં જોડવાનો સમય આવી ગયો છે. શ્રી રાહુલ ગાંધીને કેમ નિશાન બનાવાયા કારણ કે, તેમણે સંસદમાં અદાણી વિશે પ્રશ્નો પૂછયા અને જવાબ માંગ્યો કે, મોદી અને અદાણી વચ્ચે શું સંબધો છે..? અદાણીમાં રોકાણ થયેલા રૃ.૨૦ હજાર કરોડ કોના છે…? જો વડાપ્રધાન મોદી અને ભાજપ સરકાર સાચા હોય તો તેમણે સંસદમાં જવાબ આપવો જોઇને ને..કેમ જવાબ આપ્યો નથી હજુ સુધી. દેશની આઝાદી બાદના ઇતિહાસની પરંપરા ખુદ શાસક પક્ષ દ્વારા જ તોડવામાં આવી રહી છે અને સત્તાધારી પક્ષ પોતે જ સંસદની કાર્યવાહી ચાલવા નથી દેતો અને આરોપ વિપક્ષ પર મૂકે છે. સંસદમાં મોદી સરકારે રાહુલ ગાંધીને બોલવા પણ નથી દીધા, તેમનું માઇક મ્યુટ કરી દેવાતુ હતુ. તેમનું સંસદસભ્ય પદ છીનવી મોદી સરકાર કે ભાજપ રાહુલ ગાંધીને ડરાવી શકવાના નથી. રાહુલ ગાંધી ડરે એમાંના નથી. મોદી સરકારના શાસનમાં વિપક્ષને પ્રશ્નો પૂછવાનો પણ અધિકાર નથી. બેરોજગારી, મોંઘવારી સહિતના અનેક મુદ્દાઓ પર વિપક્ષ બોલે કે કોઇ અવાજ ઉઠાવે તો તેને જેલમાં બંધ કરાય છે. દેશના ઇતિહાસમાં આ પહેલી એવી સરકાર આવી છે કે, જેણે ગૃહમંત્રાલય, ઇડી, સીબીઆઇ, ઇન્કમટેક્સ, ચૂંટણી પંચ સહિત તમામ એજન્સીઓનો દૂરપયોગ કરી લોકતંત્ર ખતમ કરી નાંખ્યું છે. અદાણી અને મોદી સરકાર વિરૃધ્ધના ગંભીર આક્ષેપો અને વિપક્ષની ઉગ્ર માંગ છતાં સરકાર કેમ આ મામલે જેપીસી ગઠન કરતી નથી અને તપાસ સોંપતી નથી..? કોંગ્રેસ પ્રજાના પ્રશ્નો ઉઠાવી રહી છે તો પણ ઉલ્ટાનું ચોર કોટવાળને દંડે એ રીતે ભાજપ અને મોદી સરકાર ખોટા નિવેદનો અને ભ્રામક જાહેરાતો કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે પરંતુ દેશની જનતા બહુ સમજું છે. તે બધુ સારી રીતે જાણે છે. દેશમાં લોકતંત્રને બચાવવા અને દેશવાસીઓને જગાડવા કોંગ્રેસ આગામી દિવસોમાં સંભવતઃ એપ્રિલમાં સમગ્ર મહિના દરમ્યાન જય ભારત સહિતના આશ્ચર્યકારક ઉગ્ર આંદોલનના કાર્યક્રમો ગુજરાત સહિત દેશભરમાં યોજનાર છે. રાષ્ટ્ર અને લોકતંત્રની સુરક્ષા મટે હવે વિશાળ જનસમુદાયને આંદોલનના પ્રવાહમાં હવે જોડવાનો સમય આવી ગયો છે, તેથી દેશની જનતા પણ આ અંગે જાગૃત થઇ જોડાય. સંસદમાં અદાણી સ્કેમ અંગે સવાલ ઉઠાવ્યા બાદ સુરતનો મુદ્દો ઊભો થયો, સુરત કેસના અરજદાર એ હાઇકોર્ટમાં જઇ સ્ટે મેળવ્યો હતો જેને અદાણી સ્કેમ અંગેના ભાષણ બાદ ઉઠાવી લેવામાં આવ્યો. આ શું દર્શાવે છે ?

 

CONGRESS BJP
CONGRESS BJP

SURAT congress
SURAT congress
congress
congress

ભાજપ ગૃહ વિભાગની સિસ્ટમનો ખોટો ઉપયોગ કરી રહી છે. ભાજપ સરકારનાં મંત્રીઓ દ્વારા સંસદમાં શ્રી રાહુલ ગાંધી પર આરોપ લગાવવામાં આવ્યા પરંતુ સંસદમાં તેમના આરોપ અંગે જવાબ આપવા ન દીધો, બે-બે વખત સંસદમાં શ્રી રાહુલ ગાંધીએ લેખિતમાં સમય માંગ્યો હતો. પરંતુ લોકતંત્રને દબાવવા માંગતી ભાજપે સમય ન આપ્યો આજ સુધી ઈતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી. ભારત જોડો યાત્રાની સફળતાએ આદરણીયશ્રી રાહુલ ગાંધીજીની ઇમેજ ખરાબ કરવા માટે ખર્ચેલા કરોડો રૂપિયાને બરબાદ કરી દીધા, તેથી જ આ રમત રમવામાં આવી. ભાજપ સરકાર વિપક્ષી પક્ષો વિરુદ્ધના ઇડી, સીબીઆઈ સહિતની કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કેસોની દેખરેખ રાખવામાં આવી રહી છે.

ભાજપ દેશને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. ભાજપ ઓબીસીનું અપમાન કરે છે, હું ઓબીસી સમાજમાંથી આવું છું, મારી કોમ્યુનિટીમાંથી હું એક જ ધારાસભ્ય છું, હું ત્રણ વાર મુખ્યમંત્રી બન્યો છું આ જ દર્શાવે છે કે કોંગ્રેસ પક્ષે ઓબીસી સમાજનું માન-સન્માન જાળવ્યુ છે.પ્રધાનમંત્રીશ્રી પોતે ઓબીસીનું અપમાન કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ સાથે દેશની ૧૯ પાર્ટીઓએ મળીને કહ્યું કે ભાજપ જે રીતે સંવૈધાનિક સંસ્થાઓને ખતમ કરી રહી છે તે દેશ માટે સંકટ છે. આ દેશ સામે મોટો પડકાર છે. તમામ ધર્મ, કોમ, પ્રાંતના લોકો પ્રેમ-ભાઈચારાથી આ દેશનું સિંચન કર્યું છે. ભારતને સાચા અર્થમાં આગળ વધારવા માટે બધાએ સાથે મળીને કામ કરવું પડશે. કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી એક મહિના સુધી ‘સંકલ્પ સત્યાગ્રહ’ થકી દેશના તમામ જિલ્લા, તાલુકા, બ્લોક સુધી લોકતંત્રને બચાવવા, ભાજપના તાનાશાહી- ભ્રષ્ટાચારી નીતિ અને અદાણી સ્કેમને લોકો વચ્ચે ઉજાગર કરવા માટે જનસંપર્ક-જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કર્યું છે

રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં રાજસ્થાનના પ્રદેશ પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા, રાજસ્થનના પ્રભારીશ્રી સુખજીન્દર રંધાવા, ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી ડો. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરમ પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિદ્ધાર્થ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, ઉપનેતાશ્રી શૈલષ પરમાર, ગુજરાત કોંગ્રેસના સહપ્રભારીશ્રી રામકિશન ઓઝા, શ્રી ઉષા નાયડુ, શ્રી વીરેન્દ્રસિંહ રાઠોડ, શ્રી બી એમ સંદીપ, કાર્યકારી પ્રમુખશ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ધારાસભ્યશ્રી ઇમરાન ખેડાવાલા, ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, પ્રદેશ મીડિયા ડિપાર્ટમેન્ટના કન્વીનર અને પ્રવક્તાશ્રી ડો. મનીષ દોશી, કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રદેશ પ્રવકતાશ્રી હિરેન બેન્કર, શ્રી અમિત નાયક, શ્રી રત્નાબેન વોરા, ઓબોસી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષશ્રી ઘનશ્યામ ગઢવી, એસ.સી. ડિપાર્ટમેન્ટના અધ્યક્ષશ્રી હિતેન્દ્ર પીઠડીયા હાજર રહ્યા હતા.તા. ૨૮-૩-૨૦૨૩

· મિત્રકાળમાં અદાણી સ્કેમ અંગે સતત સત્યની લડાઈ લડતા રાહુલજી પ્રત્યે કિન્નાખોરી – વૈમનષ્ય હોય શકે : પણ ગુજરાતના પાંચ લાખ કરતા વધુ યુવાનોને ૧૧ વર્ષથી તેમના હક્ક-અધિકાર ભાજપ સરકાર કેમ અટકાવી-ભટકાવી-લટકાવી રહી છે ?

· ગુજરાતનાં લાખો યુવાનોને અન્યાયકર્તા અને મૂળભૂત અધિકારનું હનન કરતી ‘ફિક્સ પગાર’ની નીતિ અંગે સુપ્રિમ કોર્ટમાં પડકારેલ અરજી સત્વરે ભાજપ સરકાર પરત ખેંચેઃ કોંગ્રેસ

 

શ્રી રાહુલ ગાંધીજીના કોર્ટ કેસમાં જે ઝડપે “રોકેટ્સ સાયન્સ” ચુકાદો-નિર્ણય થયો તે રીતે ગુજરાતનાં ફીક્સ પે ના પાંચ લાખ કરતા વધુ કર્મચારીઓ ૧૧ વર્ષથી કેમ ન્યાયથી વંચીત ? સુપ્રિમ કોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા વારંવાર મુદતથી વ્યાપક તકલીફો ભોગવતા લાખો કર્મચારીઓના પરિવારો માટે ગુજરાતની ભાજપ સરકાર તાત્કાલીક અરજી પરત ખેંચે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવકતાશ્રી ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પાંચ લાખ કરતાં વધુ સહાયક પ્રથાના સરકારી કર્મચારીઓ ફીક્સ પગારમાં આર્થિક શોષણ સહન કરી રહ્યાં છે ત્યારે ગુજરાત નામદાર હાઇકોર્ટેની ડીવીઝન બેંચ ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે “ફિક્સ પગાર નાબુદ થાય જે મુળભુત અધિકારોનું હનન છે” આર્થિક શોષણની નીતિની રદ કરવા આદેશ આપ્યા હતા. તેમ છતાં રાજ્યની ભાજપ સરકાર નામદાર હાઇકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં ગઇ. પાંચ લાખ યુવાનો અને તેના પરિવારજનો છેલ્લા ૧૧ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે પરંતુ મુદત પર મુદત પડી રહી છે. લાંબા સમયથી કાનૂની ખર્ચનો સામનો કરી રહેલા લાખો ફિક્સ પે ના શિક્ષણ, આરોગ્ય, મહેસૂલ સહિતના વિવિધ વિભાગોમાં કાર્યરત ફીક્સ પે ના કર્મચારીઓ આર્થિક અને માનસિક તાણ અનુભવી રહ્યાં છે.

ગુજરાતનાં ફિક્સ પગારમાં કામ કરતા પાંચ લાખ કરતાં યુવાનો અને તેમના પરિવાર માટે “રોક્ટ સાયન્સ” પ્રમાણે કેસ ચલાવવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે જેથી ગુજરાતનાં યુવાનોનાં પરિવારોને ઝડપી રાહત મળે, ન્યાય મળે.

ગુજરાતમાં અમરેલીનાં સાંસદ નારાયણ કાછડીયા, પુર્વ શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શ્રી બાબુ બોખીરીયાની સજાના આદેશ બાદ કાનૂની કાર્યવાહી માટે જે વિશેષ સમય અપાયો કે મળ્યો તે સંપૂર્ણ પણે પ્રશ્ન ઉભો કરે છે. કોંગ્રેસ પક્ષનાં રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી સામેના કેસમાં વિશેષ રસ દાખવી જે રીતે વધુમાં વધુ સજા જાહેર થઈ છે તે પણ ચર્ચામાં વિષય છે. ત્યારે ગુજરાતનાં પાંચ લાખ પરિવારો જેમણે ૧૫૬ બેઠકની બહુમતી સાથે સત્તા સ્થાન ભાજપને સોંપવામાં યોગદાન આપ્યું છે તેમને કેસમાં રોકેટ સાયન્સ કેમ પાછું પડે છે? ઝડપે કેસ ચલાવી સજા થઇ શકતી હોય તો ૧૧ વર્ષ કરતા વધુ સમયથી ન્યાયની રાહ જોતા લાખો યુવાનો માટે કેસ પાછો કેમ ન ખેંચાઈ શકે? ગુજરાતનાં લાખો યુવાનોને અન્યાયકર્તા અને મૂળભૂત અધિકારનું હનન કરતી ‘ફિક્સ પગાર’ની નીતિ અંગે સુપ્રિમ કોર્ટમાં પડકારેલ અરજી સત્વરે ભાજપ સરકાર પરત ખેંચે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

મિત્રકાળમાં અદાણી સ્કેમ અંગે સતત સત્યની લડત લડતા રાહુલ ગાંધી પ્રત્યે કિન્નાખોરી રાખતી ભાજપ સરકાર ગુજરાતના પાંચ લાખ કરતા વધુ યુવાનોને સીધી અસર કરતા કેસ પરત ખેંચવા ભાજપ સરકાર કેમ વિચારતી નથી ? રાહુલજી પ્રત્યે કિન્નાખોરી – વૈમનષ્ય હોય કારણ કે ભ્રષ્ટાચારને ખુલ્લા પાડે છે. સતત મોદી સરકાર સામે મોંઘવારી – બેરોજગારી મુદ્દે દેશ હિતમાં લડાઈ સાંસદ થી સડક સુધી લડી રહ્યાં છે ત્યારે રાહુલ ગાંધીને વિવિધ રીતે પરેશાન કરી શકે તે સમજી શકાય, પણ ગુજરાતના પાંચ લાખ કરતા વધુ યુવાનોના ૧૧ વર્ષથી તેમના હક્ક-અધિકાર ભાજપ સરકાર કેમ અટકાવી-ભટકાવી-લટકાવી રહી છે ? ભાજપ સરકાર જવાબ આપે ? તા. ૧૫-૦૩-૨૦૨૩

 

· કસ્ટોડીયલ ડેથમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે: છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં ૮૦ આરોપીનાં મોત

· ૨૦૧૯-૨૦ની તુલનાએ વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૪ મોત સાથે કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓમાં બમણો વધારો

· ગુજરાતમાં ‘માનવ અધિકારોનું’ મોટાપાયે ઉલ્લંઘન અને સત્તાના દુરઉપયોગમાં રાચતી ભાજપ સરકારના શાસનમાં સતત વધી રહેલા કસ્ટોડીયલ ડેથ

 

ગુજરાતમાં ‘માનવ અધિકારોનું’ મોટાપાયે ઉલ્લંઘન અને સત્તાના દુરઉપયોગમાં રાચતી ભાજપ સરકારના શાસનમાં સતત વધી રહેલા કસ્ટોડીયલ ડેથ અંગે ગૃહ વિભાગ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે ગાંધી- સરદારના ગુજરાતમાં સતત વધી રહેલા કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓ એ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. સભ્ય સમાજ- (સિવિલ સોસાયટી) એ કાયદાના શાસન (RULE OF LAW)થી ચાલે છે. પરતું ભાજપ સરકારમાં થતા કસ્ટોડીયલ ડેથ એ ‘AN ABUSE OF POWER’ની ચાડી ખાય છે. છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં ૮૦ આરોપીનાં કસ્ટોડીયલ ડેથ સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. પોલીસ ટોર્ચર, સમયસર મેડીકલ ટ્રીટમેન્ટ ન મળે સહિતના કારણોને કારણે આરોપીઓનાં મોત થયા છે. ગુજરાતમાં સતત ‘માનવ અધિકારોનું’ મોટાપાયે ઉલ્લંઘન થઇ રહ્યું છે જે ચિંતાનો વિષય છે. વર્ષ ૨૦૨૨માં જ ગુજરાતમાં સૌથી વધુ ૨૪ મોત પોલીસ કસ્ટડીમાં થયા છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (એનએચઆરસી)ના રિપોર્ટમાં કસ્ટોડીયલ ડેથના આંકડાઓએ ભાજપ સરકારના ગૃહ વિભાગેની સબ સલામતની પોલ ખોલી નાખી છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૪, વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૩, વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૨ અને વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૪ કસ્ટોડીયલ ડેથની ઘટના બની છે, કોરોનાકાળના વર્ષ ૨૦૧૯-૨૦માં કસ્ટોડીયલ ડેથની ઘટનાઓની તુલનામાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૪ ઘટનો સાથે કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓમાં બમણો વધારો થયો છે.

ભાજપ સરકાર ‘MAY I HELP You?’ની જાહેરાતોના બોર્ડ લગાવે છે પરતું વાંચવામાં સારા લાગતા સુત્રોને હકીકતમાં પોલીસ સ્ટેશનમાં ‘MAY I HELP You ?’સુત્રનો અહેસાસ થાય એ જરૂરી છે. કસ્ટોડીયલ ડેથના નોંધાયેલા કેસોમાં કેટલાક કિસ્સામાં પોલીસ દ્વારા મારવા- ટોર્ચર, જ્યારે કેટલાક કિસ્સામાં બીમારી સહિત વિવિધ કારણસર મોત કારણે આરોપીનો જીવ ગયો છે.

 

ક્રમ

રાજ્ય

પાંચ વર્ષમાં વિવિધ રાજ્યોમાં થયેલ કસ્ટોડીયલ ડેથમાં આંકડા

ગુજરાત

૮૦

મહારાષ્ટ્ર

૭૬

ઉત્તરપ્રદેશ

૪૧

તમિલનાડુ

૪૦

બિહાર

૩૮

ક્રમ

વર્ષ

ગુજરાતમાં થયેલા

કસ્ટોડીયલ ડેથમાં

૨૦૧૭-૧૮

૧૪

૨૦૧૮-૧૯

૧૩

૨૦૧૯-૨૦

૧૨

૨૦૨૦-૨૧

૧૭

૨૦૨૧-૨૨

૨૪

હિરેન બેન્કર,

પ્રવકતા, ગુજરાત કોંગ્રેસ.

૯૭૨૩૫૫૦૩૫૫

તા. ૧૫-૦૩-૨૦૨૩

· લોકસભાના આંકડા પ્રમાણે ગુજરાત રાજ્યમાં જેલની ક્ષમતા કરતા વધુ કેદીઓ.

· ગુજરાતની જેલની કુલ કેદીઓની ક્ષમતા ૧૩,૯૯૯ની સામે ૧૬,૫૯૭ કેદીઓ જેલમાં બંધ.

· ચમરબંધીને નહિ છોડવાની વાતો કરનારી સરકારમાં ગૃહવિભાગના ચોપડે ૨૨,૬૯૬ આરોપીઓ ફરાર છે.

· પોલીસ આધુનિકરણની વાત કરતી સરકારમાં ૧૨૩ પોલીસ સ્ટેશન સીસીટીવ થી વંચિત.

· પોલીસ આધુનિકરણની કેન્દ્ર સરકારની ફળવાયેલી ૨૫.૫૮ કરોડની ગ્રાન્ટ વર્ષ ૨૦૨૦-૨૦૨૧, ૨૦૨૧-૨૦૨૨ માટેની રીલીઝ કરવામાં આવી નથી.

· કેન્દ્ર સરકાર દ્વારા સારી કામગીરી માટે અપાતી પ્રોત્સાહન ફંડથી ગુજરાત છેલ્લા બે વર્ષથી વંચિત.

આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતાશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે ગુનાખોરી વધી રહી છે. ગુજરાત રાજ્યમાં જેલમાં બંધ કેદીઓના આંકડા દર્શાવે છે કે ગુજરાત ગુનાખોરીના મોડેલ તરફ વધી રહ્યું છે. ગુજરાત રાજ્યની જેલોમાં કેદીઓની ક્ષમતા કરતા વધુ કેદીઓને પૂરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યની જેલો હાઉસફૂલ જઈ રહી છે. ગુજરાત રાજ્યમાં જેટલી જેલમાં કેદીઓ પૂરવાની ક્ષમતા કરતા દોઢા આરોપીઓ – ગુનેગારો ફરાર છે. ગુજરાત રાજ્યની જેલની ક્ષમતા ૧૩,૯૯૯ કેદીઓની છે તેની સામે જેલમાં ૧૬,૫૯૭ કેદીઓ બંધ છે. ક્ષમતા કરતા જેલમાં ૨૫૯૮ કેદીઓ વધુ છે. કોઈ પણ ચમરબંધીને નહિ છોડવા વાત કરતા ભાજપા સરકારમાં ૨૨,૬૯૬ આરોપીઓ પોલીસ પકડથી દુર છે. શું આ બધા આરોપીઓ પકડાઈ જશે તો ક્યાં રાખવા માં આવશે? નવી જેલ બનાવશે? ક્યારે બનાવશે?

પોલીસ તંત્ર ખુબ આધુનિક છે તેવા બણગા ફૂકનારી સરકાર અને આધુનિકરણ દિશા માં ભાજપ સરકાર ની મંશા લોકસભા ના પટલ પર ના આંકડા છતી કરે છે. હાલ માં ગુજરાત માં ૧૨૩ જેટલા પોલીસ સ્ટેશન સીસીટીવી થી વંચિત છે. આ આંકડા દર્શાવે છે પોલીસ ના આધુનિકરણ માં સરકાર કેટલી ગંભીર છે? કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત પોલીસ આધુનિકરણ માટે ફળવાયેલા ૨૫.૫૮ કરોડ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે વર્ષ (૨૦૨૦-૨૦૨૧,૨૦૨૧-૨૦૨૨) થી રિલીઝ કરવા માં નથી આવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે વર્ષ થી સારી કામગીરી માટે ની પ્રોત્સાહન ફંડ પણ નથી આપવા માં આવી. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં ગુજરાત રાજ્યને પ્રોત્સાહન ફંડ ૧૫.૬૧ કરોડ આપવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષ થી ગુજરાત રાજ્ય ના પોલીસ વિભાગ ને કેન્દ્ર સરકાર દ્વારા સારી કામગીરી માટે ની પ્રોત્સાહન ફંડ આપવા માં નથી આવ્યો. પ્રોત્સાહન ફંડ ની ગુજરાત રાજ્ય ને બે વર્ષ થી ફાળવણી ન થવી તે કેન્દ્ર સરકાર નું ગૃહ વિભાગ ની કામગીરી નું સર્ટિફિકેટ હોય તેવું લાગે છે ? ગુજરાત રાજ્યના ગૃહ વિભાગની નબળી કામગીરીની જવાબદારી લઈ ગુજરાતના ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ.

ગુજરાત રાજ્યના જેલોમાં કેદીઓ રાખવાની ક્ષમતા

ગુજરાત રાજ્યમાં બંધ કેદીઓ

ગુજરાત રાજ્યના ભાગેડુ આરોપીઓ

૧૩૯૯૯

૧૬૫૯૭

૨૨૬૯૬

 

વર્ષ ૨૦૧૯-૨૦

વર્ષ ૨૦૨૦-૨૧

વર્ષ ૨૦૨૧-૨૨

ગ્રાન્ટ એલોકેશન

ગ્રાન્ટ રીલીઝ

સારી કામગીરીનું પ્રોત્સાહન ફંડ

ગ્રાન્ટ એલોકેશન

ગ્રાન્ટ રીલીઝ

સારી કામગીરીનું પ્રોત્સાહન ફંડ

ગ્રાન્ટ એલોકેશન

ગ્રાન્ટ રીલીઝ

સારી કામગીરીનું પ્રોત્સાહન ફંડ

૨૫.૫૮ કરોડ

૪૧. ૧૯ કરોડ

૧૫.૬૧ કરોડ

૨૫.૫૮ કરોડ

૨૫.૫૮ કરોડ

લોકસભાના આંકડા પ્રમાણે ગુજરાત રાજ્યમાં જેલની ક્ષમતા કરતા વધુ કેદીઓ.

· ગુજરાતની જેલની કુલ કેદીઓની ક્ષમતા ૧૩,૯૯૯ની સામે ૧૬,૫૯૭ કેદીઓ જેલમાં બંધ.

· ચમરબંધીને નહિ છોડવાની વાતો કરનારી સરકારમાં ગૃહવિભાગના ચોપડે ૨૨,૬૯૬ આરોપીઓ ફરાર છે.

· પોલીસ આધુનિકરણની વાત કરતી સરકારમાં ૧૨૩ પોલીસ સ્ટેશન સીસીટીવ થી વંચિત.

· પોલીસ આધુનિકરણની કેન્દ્ર સરકારની ફળવાયેલી ૨૫.૫૮ કરોડની ગ્રાન્ટ વર્ષ ૨૦૨૦-૨૦૨૧, ૨૦૨૧-૨૦૨૨ માટેની રીલીઝ કરવામાં આવી નથી.

· કેન્દ્ર સરકાર દ્વારા સારી કામગીરી માટે અપાતી પ્રોત્સાહન ફંડથી ગુજરાત છેલ્લા બે વર્ષથી વંચિત.

આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતાશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે ગુનાખોરી વધી રહી છે. ગુજરાત રાજ્યમાં જેલમાં બંધ કેદીઓના આંકડા દર્શાવે છે કે ગુજરાત ગુનાખોરીના મોડેલ તરફ વધી રહ્યું છે. ગુજરાત રાજ્યની જેલોમાં કેદીઓની ક્ષમતા કરતા વધુ કેદીઓને પૂરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યની જેલો હાઉસફૂલ જઈ રહી છે. ગુજરાત રાજ્યમાં જેટલી જેલમાં કેદીઓ પૂરવાની ક્ષમતા કરતા દોઢા આરોપીઓ – ગુનેગારો ફરાર છે. ગુજરાત રાજ્યની જેલની ક્ષમતા ૧૩,૯૯૯ કેદીઓની છે તેની સામે જેલમાં ૧૬,૫૯૭ કેદીઓ બંધ છે. ક્ષમતા કરતા જેલમાં ૨૫૯૮ કેદીઓ વધુ છે. કોઈ પણ ચમરબંધીને નહિ છોડવા વાત કરતા ભાજપા સરકારમાં ૨૨,૬૯૬ આરોપીઓ પોલીસ પકડથી દુર છે. શું આ બધા આરોપીઓ પકડાઈ જશે તો ક્યાં રાખવા માં આવશે? નવી જેલ બનાવશે? ક્યારે બનાવશે?

પોલીસ તંત્ર ખુબ આધુનિક છે તેવા બણગા ફૂકનારી સરકાર અને આધુનિકરણ દિશા માં ભાજપ સરકાર ની મંશા લોકસભા ના પટલ પર ના આંકડા છતી કરે છે. હાલ માં ગુજરાત માં ૧૨૩ જેટલા પોલીસ સ્ટેશન સીસીટીવી થી વંચિત છે. આ આંકડા દર્શાવે છે પોલીસ ના આધુનિકરણ માં સરકાર કેટલી ગંભીર છે? કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત પોલીસ આધુનિકરણ માટે ફળવાયેલા ૨૫.૫૮ કરોડ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે વર્ષ (૨૦૨૦-૨૦૨૧,૨૦૨૧-૨૦૨૨) થી રિલીઝ કરવા માં નથી આવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે વર્ષ થી સારી કામગીરી માટે ની પ્રોત્સાહન ફંડ પણ નથી આપવા માં આવી. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં ગુજરાત રાજ્યને પ્રોત્સાહન ફંડ ૧૫.૬૧ કરોડ આપવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષ થી ગુજરાત રાજ્ય ના પોલીસ વિભાગ ને કેન્દ્ર સરકાર દ્વારા સારી કામગીરી માટે ની પ્રોત્સાહન ફંડ આપવા માં નથી આવ્યો. પ્રોત્સાહન ફંડ ની ગુજરાત રાજ્ય ને બે વર્ષ થી ફાળવણી ન થવી તે કેન્દ્ર સરકાર નું ગૃહ વિભાગ ની કામગીરી નું સર્ટિફિકેટ હોય તેવું લાગે છે ? ગુજરાત રાજ્યના ગૃહ વિભાગની નબળી કામગીરીની જવાબદારી લઈ ગુજરાતના ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ.

ગુજરાત રાજ્યના જેલોમાં કેદીઓ રાખવાની ક્ષમતા

ગુજરાત રાજ્યમાં બંધ કેદીઓ

ગુજરાત રાજ્યના ભાગેડુ આરોપીઓ

૧૩૯૯૯

૧૬૫૯૭

૨૨૬૯૬

 

વર્ષ ૨૦૧૯-૨૦

વર્ષ ૨૦૨૦-૨૧

વર્ષ ૨૦૨૧-૨૨

ગ્રાન્ટ એલોકેશન

ગ્રાન્ટ રીલીઝ

સારી કામગીરીનું પ્રોત્સાહન ફંડ

ગ્રાન્ટ એલોકેશન

ગ્રાન્ટ રીલીઝ

સારી કામગીરીનું પ્રોત્સાહન ફંડ

ગ્રાન્ટ એલોકેશન

ગ્રાન્ટ રીલીઝ

સારી કામગીરીનું પ્રોત્સાહન ફંડ

૨૫.૫૮ કરોડ

૪૧. ૧૯ કરોડ

૧૫.૬૧ કરોડ

૨૫.૫૮ કરોડ

૨૫.૫૮ કરોડ

લોકસભાના આંકડા પ્રમાણે ગુજરાત રાજ્યમાં જેલની ક્ષમતા કરતા વધુ કેદીઓ.

· ગુજરાતની જેલની કુલ કેદીઓની ક્ષમતા ૧૩,૯૯૯ની સામે ૧૬,૫૯૭ કેદીઓ જેલમાં બંધ.

· ચમરબંધીને નહિ છોડવાની વાતો કરનારી સરકારમાં ગૃહવિભાગના ચોપડે ૨૨,૬૯૬ આરોપીઓ ફરાર છે.

· પોલીસ આધુનિકરણની વાત કરતી સરકારમાં ૧૨૩ પોલીસ સ્ટેશન સીસીટીવ થી વંચિત.

· પોલીસ આધુનિકરણની કેન્દ્ર સરકારની ફળવાયેલી ૨૫.૫૮ કરોડની ગ્રાન્ટ વર્ષ ૨૦૨૦-૨૦૨૧, ૨૦૨૧-૨૦૨૨ માટેની રીલીઝ કરવામાં આવી નથી.

· કેન્દ્ર સરકાર દ્વારા સારી કામગીરી માટે અપાતી પ્રોત્સાહન ફંડથી ગુજરાત છેલ્લા બે વર્ષથી વંચિત.

આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતાશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે ગુનાખોરી વધી રહી છે. ગુજરાત રાજ્યમાં જેલમાં બંધ કેદીઓના આંકડા દર્શાવે છે કે ગુજરાત ગુનાખોરીના મોડેલ તરફ વધી રહ્યું છે. ગુજરાત રાજ્યની જેલોમાં કેદીઓની ક્ષમતા કરતા વધુ કેદીઓને પૂરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યની જેલો હાઉસફૂલ જઈ રહી છે. ગુજરાત રાજ્યમાં જેટલી જેલમાં કેદીઓ પૂરવાની ક્ષમતા કરતા દોઢા આરોપીઓ – ગુનેગારો ફરાર છે. ગુજરાત રાજ્યની જેલની ક્ષમતા ૧૩,૯૯૯ કેદીઓની છે તેની સામે જેલમાં ૧૬,૫૯૭ કેદીઓ બંધ છે. ક્ષમતા કરતા જેલમાં ૨૫૯૮ કેદીઓ વધુ છે. કોઈ પણ ચમરબંધીને નહિ છોડવા વાત કરતા ભાજપા સરકારમાં ૨૨,૬૯૬ આરોપીઓ પોલીસ પકડથી દુર છે. શું આ બધા આરોપીઓ પકડાઈ જશે તો ક્યાં રાખવા માં આવશે? નવી જેલ બનાવશે? ક્યારે બનાવશે?

પોલીસ તંત્ર ખુબ આધુનિક છે તેવા બણગા ફૂકનારી સરકાર અને આધુનિકરણ દિશા માં ભાજપ સરકાર ની મંશા લોકસભા ના પટલ પર ના આંકડા છતી કરે છે. હાલ માં ગુજરાત માં ૧૨૩ જેટલા પોલીસ સ્ટેશન સીસીટીવી થી વંચિત છે. આ આંકડા દર્શાવે છે પોલીસ ના આધુનિકરણ માં સરકાર કેટલી ગંભીર છે? કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત પોલીસ આધુનિકરણ માટે ફળવાયેલા ૨૫.૫૮ કરોડ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે વર્ષ (૨૦૨૦-૨૦૨૧,૨૦૨૧-૨૦૨૨) થી રિલીઝ કરવા માં નથી આવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે વર્ષ થી સારી કામગીરી માટે ની પ્રોત્સાહન ફંડ પણ નથી આપવા માં આવી. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં ગુજરાત રાજ્યને પ્રોત્સાહન ફંડ ૧૫.૬૧ કરોડ આપવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષ થી ગુજરાત રાજ્ય ના પોલીસ વિભાગ ને કેન્દ્ર સરકાર દ્વારા સારી કામગીરી માટે ની પ્રોત્સાહન ફંડ આપવા માં નથી આવ્યો. પ્રોત્સાહન ફંડ ની ગુજરાત રાજ્ય ને બે વર્ષ થી ફાળવણી ન થવી તે કેન્દ્ર સરકાર નું ગૃહ વિભાગ ની કામગીરી નું સર્ટિફિકેટ હોય તેવું લાગે છે ? ગુજરાત રાજ્યના ગૃહ વિભાગની નબળી કામગીરીની જવાબદારી લઈ ગુજરાતના ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ.

ગુજરાત રાજ્યના જેલોમાં કેદીઓ રાખવાની ક્ષમતા

ગુજરાત રાજ્યમાં બંધ કેદીઓ

ગુજરાત રાજ્યના ભાગેડુ આરોપીઓ

૧૩૯૯૯

૧૬૫૯૭

૨૨૬૯૬

 

વર્ષ ૨૦૧૯-૨૦

વર્ષ ૨૦૨૦-૨૧

વર્ષ ૨૦૨૧-૨૨

ગ્રાન્ટ એલોકેશન

ગ્રાન્ટ રીલીઝ

સારી કામગીરીનું પ્રોત્સાહન ફંડ

ગ્રાન્ટ એલોકેશન

ગ્રાન્ટ રીલીઝ

સારી કામગીરીનું પ્રોત્સાહન ફંડ

ગ્રાન્ટ એલોકેશન

ગ્રાન્ટ રીલીઝ

સારી કામગીરીનું પ્રોત્સાહન ફંડ

૨૫.૫૮ કરોડ

૪૧. ૧૯ કરોડ

૧૫.૬૧ કરોડ

૨૫.૫૮ કરોડ

૨૫.૫૮ કરોડ


૧૦.૦૩.૨૦૨૩.

ગુજરાતમાં વાયરલ ઇન્ફેકશનમાં સૌથી વધુ બાળકો અને વૃદ્ધો ભોગ બની રહ્યા છે.ભાજપ સરકાર ઉત્સવો-ઉદ્ઘાટન-ઉજવણીમાં વ્યસ્ત, દર્દીઓ ત્રસ્ત છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડીપાર્ટમેન્ટના કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીના નઘરોળ સરકારી તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેર સહીત રાજ્યમાં H3N2 વાયરલ ઇન્ફેકશનના દર્દીમાં મોટા પાયે વધારો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દસ દિવસમાં ૩૮૦૦૦ જેટલા દર્દીઓ ઓપીડીમાં નોધાયા છે. છેલ્લા પંદર દિવસમાં એન્ટી બાયોટીક, એન્ટી વાયરલ અને કફ સીરપના વેચાણમાં ૨૫ થી ૩૦ ટકાનો વધારો જે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. બીજી બાજુ રાજ્યનો આરોગ્ય વિભાગ ઊંઘી રહ્યું છે. રાજ્યમાં મોટાભાગના દર્દીઓમાં કફ, ખાંસી, કોલ્ડ ફીવરની ફરિયાદ છે. આ ઈન્ફલ્યુએન્ઝાનાં ચેપ લાગવાથી તાવ, ઉધરસ (સામાન્ય રીતે સૂકી), માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધાનો દુખાવો, થાક, ગળામાં દુખાવો અને નાક વહેવા જેવા લક્ષણો જોવા મળે છે. મોટાભાગના લોકોને એક અઠવાડિયામાં તાવ સારો થઈ જાય છે, પરંતુ ખાંસીને ઠીક થવામાં બે કે તેથી વધુ અઠવાડિયા લાગે છે.

ઇન્ડિયન મેડીકલ એસોશિયેશન (IMA) દ્વારા એન્ટી બાયોટીકનો મર્યાદિત ઉપયોગ કરવા માર્ગદર્શિકા જાહેર કરી છે. પરંતુ ગુજરાતની ભાજપ સરકાર સાધનો ખરીદી, મોટા ટેન્ડરો, મોટા બિલ્ડીંગોના બાંધકામમાં વિશેષ રસ ધરાવે છે અને આરોગ્ય વિભાગને ગુજરાતનાં આરોગ્યની ચિંતા નથી. અંબાજીથી ઉમરગામ સહિતના રાજ્યના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ન ડોક્ટર, ન દવા, દર્દીઓ રામ ભરોસે થઈ ગયા છે. ગુજરાતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને જીલ્લા સ્તરની હોસ્પિટલોમાં દવાના અપૂરતા જથ્થાના કારણે દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે ભાજપ શાસનમાં આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું છે. ત્યારે સરકાર તાત્કાલિક નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા વાયરલ ઇન્ફેકશન અંગે માર્ગદર્શિકા, ગ્રામ વિસ્તારમાં મેડીકલ, પેરા મેડીકલ સહીતના કર્મચારીઓ, આશાવર્કર બહેનોને જવાબદારીઓ સોપી તાત્કાલિક સર્વે કરાવે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને જીલ્લા સ્તરની હોસ્પિટલોમાં દવાની સત્વરે પુરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

તા. ૭-૩-૨૦૨૩

· માવઠાથી થયેલા ખૂબ મોટા નુકસાન સામે સરકાર દ્વારા અપાયેલું કિલો દીઠ ૧ રૂપિયા, ૨ રૂપિયાનું અપૂરતું રાહત પેકેજ એ ખેડૂતોની મજાક સમાન : શ્રી અમિત ચાવડા

· એક તરફ ખેડૂત ચોધાર આંસુએ રડી રહ્યો હોય, તેના ભવિષ્યની ચિંતા કરતો હોય, આર્થિક બોજ નીચે દબાયો હોય તો સરકાર બીજી તરફ ઉત્સવો કરવા જાય છે : શ્રી અમિત ચાવડા

· હોળી ઉત્સવ કરીને પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાની બરબાદી થાય તેમાં કોંગ્રેસ પક્ષ ક્યારેય સહમત હોઈ ન શકે : શ્રી અમિત ચાવડા

· સરકાર આયોજિત હોળી ઉત્સવમાં કોંગ્રેસ સહભાગી નહિ થાય. : શ્રી અમિત ચાવડા

 

 

ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું છે કે ગુજરાતમાં કમોસમી વરસાદ – માવઠું થવાના કારણે ખેડૂતો ખૂબ મોટા આર્થિક નુકશાનનો ભોગ બન્યા છે. આજે ખેડૂતો ચોધાર આંસુએ રડી રહ્યાં છે. એક બાજુ પહેલેથી જ આર્થિક બોજો ખૂબ હતો, ખેડૂતોને ઉત્પાદનના ભાવ નહોતા મળતા, ડુંગળી ૫૦ પૈસે કિલો વેચવી પડે, બટાકા ૨ રૂપિયે કિલો વેચવા પડે, લસણ ૧ રૂપિયે કિલો વેચવું પડે એવી હાલત જ્યારે ખેડૂતોની હોય અને ઉપરથી કુદરતનો માર – માવઠું થયું હોય ત્યારે સરકારે મદદ કરવા આગળ આવવાનું હોય, તેમના દુઃખમાં સહભાગી થવાનું હોય એની બદલે આજે પેકેજ જાહેર કર્યું પણ કિલો એ ૧ રૂપિયાનો મદદ, કિલોએ ૨ રૂપિયાની મદદ એનાથી શું મદદ થાય?

આવા સંજોગોમાં પ્રજાની – ખેડૂતોની અપેક્ષા છે કે સરકાર અમારી વહારે આવે અને પ્રજાના ટેક્સના પરસેવાના જે પૈસા છે તે લોકો માટે વપરાય, નહિ કે ઉત્સવો અને તાયફાઓ પાછળ. આજે એક તરફ ખેડૂત ચોધાર આંસુએ રડી રહ્યો હોય, તેના ભવિષ્યની ચિંતા કરતો હોય, આર્થિક બોજ નીચે દબાયો હોય તો સરકાર બીજી તરફ ઉત્સવો કરવા જાય છે. આજે હોળી ઉત્સવ કરીને પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાની બરબાદી થાય તેમાં કોંગ્રેસ પક્ષ ક્યારેય સહમત હોઈ ન શકે અને એટલાં જ માટે સરકાર દ્વારા આજે ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં કોંગ્રેસ પક્ષ સહભાગી નહિ બને.

સાથે સાથે અમે સરકારને પણ કહેવા માંગીએ છે કે એક તરફ પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી હોય, યુવાનો રોજગાર માટે સંઘર્ષ કરી રહ્યા હોય, ખેડૂતો ચોધાર આંસુએ રડી રહ્યા હોય ત્યારે સરકારે પ્રજાના પૈસાનો સદુપયોગ થાય, પૂરેપૂરા પૈસા લોકો માટે, ગુજરાત માટે, ગુજરાતીઓ માટે ખર્ચ થાય, ઉત્સવો પાછળ ન ખર્ચાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એટલે જ કોંગેસ સરકાર આયોજિત હોળી ઉત્સવમાં સહભાગી નહિ થાય.
——-
તા. ૦૪-૦૩-૨૦૨૩

 

· ભાજપ સરકારના હસ્તકના મંદિરોમાં ભક્તોના દાનના નાણાંનો બેરોકટોક વ્યય અને અધિકારીઓની ધાર્મિક પરંપરા તોડતી મનમાનીઃ હેમાંગ રાવલ

· અંબાજી મંદિરમાં છ દાયકાથી આસ્થા સ્વરૂપે અપાતો મોહનથાળ પ્રસાદ અવિચારી નોટબંધીની જેમ અચાનક બંધ તે શ્રધ્ધાંળુઓ માટે વજ્રઘાત સમાનઃ હેમાંગ રાવલ

· અંબાજી દેવસ્થાન ટ્રસ્ટમાં ૧૧ વર્ષમાં મંત્રી – અધિકારી અને તેમના સંબંધિઓની સરભરા માટે ૨૧ લાખ રૂપિયા વાપરવામાં આવ્યાઃ હેમાંગ રાવલ

· બહુચરાજી મંદિરમાં ૫૬ ફુટ ઉંચા મંદિર બનાવવાના ૧૫ કરોડ ખર્ચયા પછી ખબર પડી કે મંદિર ૪૯ ફુટ ઉંચુ જ બન્યુઃ હેમાંગ રાવલ

· સોમનાથ ટ્રસ્ટમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોની ખરીદીના સાધનોમાં કૌભાંડઃ હેમાંગ રાવલ

 

રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલે પત્રકાર વાર્તાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં અંબાજી મંદિર એ લાખો – કરોડો ભક્તોની આસ્થાનું એક અવિત્ર સ્થાન છે. આ મંદિરનો વહિવટ ગુજરાત સરકાર હસ્તક કલેક્ટર બનાસકાંઠા કરી રહ્યાં છે. એજ પ્રમાણે ગુજરાતના પ્રતિષ્ઠિત જુદા જુદા મંદિરોનો વહિવટ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. ઉપરોક્ત દેવસ્થાન ટ્રસ્ટોમાં વારંવાર ગેરરીતિ, અણવહિવટ અને ધાર્મિક પરંપરા તોડતા અધિકારીઓ પોતાની રીતે મનસ્વિ નિર્ણયો લઈ રહ્યાં છે.

અંબાજી મંદિરમાં દોઢ વર્ષ પહેલાં જે મોહનથાળ પ્રસાદનું પેકેટ ૧૦ રૂપિયામાં મળતું હતું તેના પર ક્રમશઃ ભાવવધારો કરી અત્યારે ૧૮ રૂપિયા અને ૨૫ રૂપિયા સુધી કરી નાંખવામાં આવ્યો. એટલે કે ૧૫૦% નો તોતીંગ ભાવ વધારો મોંઘવારીનું બહાનું કરીને વસૂલવામાં આવી રહ્યો હતો. આ સાથે છ-આઠ મહિના પહેલા ચીકીનો પ્રસાદ પણ વેચવાનું ચાલુ કરવામાં આવ્યું. એકતરફ વીસ કરોડનો મોહનથાળ પ્રસાદ વેચાય અને બીજી તરફ એક-દોઠ કરોડનો ચીકી પ્રસાદ વેચાતો હતો. ભારતમાં જેમ અવિચારી નોટબંધી અચાનક લાગુ કરવામાં આવી તેમ અવિચારી રીતે છેલ્લા છ દાયકાથી પરંપરાગત અને કરોડો ભક્તોની આસ્થા સમાન મોહનથાળનો પ્રસાદ વેચવાનો બંધ કરી દેવામાં આવ્યો. સ્વાભાવિક છે કે, ચીકી પ્રસાદમાં કમાણી ખુબ જ હોવાથી આ પ્રકારનો અવિચારી નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં ૨૫ રૂપિયામાં વેચાતો ચીકી પ્રસાદ એક બોક્ષમાં આપવામાં આવે છે કે જેમાં ચાર નંગ ચીકી હોય છે. આવા જ પ્રકારની એક નંગ ચીકી બજારમાં બે રૂપિયામાં અનબ્રાન્ડેડ અને પાંચ રૂપિયામાં બ્રાન્ડેડ કંપનીની વેચવામાં આવે છે કે જેમાં સમગ્ર ભારતમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને જી.એસ.ટી. પણ સામેલ હોય છે આનાથી એ સમજી શકાય છે કે, મોહનથાળ પ્રસાદ કરતા ચીકી પ્રસાદમાં વધારે કમાણી હોય છે. ચીકી પ્રસાદના ચસકા એ ધન કમાવવાના નુસખા સાબિત થઈ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોએ આપેલા દાનના નાણાં છેલ્લા ૧૧ વર્ષમાં ૨૧ લાખ થી વધુ રૂપિયા વી.આઈ.પી. મહેમાનો, મંત્રીઓ, અધિકારીઓ, મંત્રીઓના સગાઓ, અધિકારીઓના સગાઓ, સંબંધિઓની ખાવા-પીવાની સરભરા માટે વાપરી નાખવામાં આવ્યાં. જેની માહિતી આર.ટી.આઈ. દ્વારા મેળવવામાં આવેલી છે.

અંબાજી ખાતે મુખ્યમંદિર સિવાય બીજા ૬૧ મંદિરો દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેની મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. ૫૧ શક્તિપીઠ મંદિરનું ઉદઘાટન ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કરેલ હતું. આ એકપણ મંદિરોમાં માતાજીને થાળ કે ભોગ ધરાવવામાં આવતો નથી. શાસ્ત્રોક્ત વિધીવિધાન મુજબ પ્રાણપ્રતિષ્ઠા કરેલી મુર્તિઓને જીવંત ગણી તેમને થાળ ધરાવવો ફરજીયાત હોય છે. થાળ તો ઠીક પરંતુ માતાજીની સાડીઓ પણ રોજ શણગારીને બદલવામાં નથી આવતી. ઉપરોક્ત ૬૧ મંદિરોમાં માત્ર ૩૫ પુજારી સેવા આપી રહ્યાં છે. મુખ્યમંદિરમાં રોજ સરેરાશ ૧૦૦ થી વધારે સાડીઓ ભેટમાં શ્રધ્ધાંળુઓ આપી રહ્યાં છે. માત્ર વહિવટી કુશળતા હોય તો આજ સાડીઓ એ બાકીના મંદિરમાં માતાજીને ચઢાવી શકાય. એજ પ્રમાણે ગબ્બરમાં લાઈટ અને સાઉન્ડ શો દરમ્યાન માતાજીની દિપ આરતી માટે ૧૦ રૂપિયા કોઈપણ જાતના ઠરાવ કે આદેશ વિના ‘શક્તિ સેવા કેન્દ્ર ટ્રસ્ટ’ દ્વારા વસુલવામાં આવી રહ્યાં છે. આ ટ્રસ્ટને અંબાજીની ઘણીખરી મોકાની જમીનો પણ આપી ફાળવી દેવામાં આવ્યાં છે અને તેમાં પણ એક મોટુ કૌભાંડ હોય તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. થોડા સમય પહેલા અંબાજી મંદિરના પટાંગણમાં આવેલી યજ્ઞશાળામાં માઈક પર બોલાતા શ્લોક ધ્વનિ પ્રદુષણ ફેલાવી રહ્યાં છે એમ કહીને માઈક અને સ્પીકર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો તેનો પણ ઉગ્ર વિરોધ થયો હતો અને અધિકારીઓએ પાછીપાની કરવી પડી હતી.

ભૂતકાળમાં સોમનાથ ટ્રસ્ટની અંદર પણ લાઈટ એન્ડ સાઉન્ડ શો ની ખરીદીનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેની તપાસના આદેશ શ્રી પી.કે. લહેરીએ આપ્યા હતા. સોમનાથ જીલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુ પાડીને પવિત્ર ત્રિવેણી સંગમ પર પીંડદાન અને અસ્થીવિસર્જન પર પ્રતિબંધ મુકી દીધો હતો. જેનો સ્થાનિકો અને શ્રધ્ધાંળુઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને અધિકારીઓની મનમાની બરઆવી ન હતી. બહુચરાજી મંદિર ટ્રસ્ટમાં બહુચરાજી મંદિરમાં ૫૬ ફુટ ઉંચા મંદિર બનાવવાના ૧૫ કરોડ ખર્ચયા પછી ખબર પડી કે મંદિર ૪૯ ફુટ ઉંચુ જ બન્યુ અને અધિકારીઓની તથા સત્તાધિશોની અણઆવડત અને અણસમજ છતી થઈ જેના કારણે મંદિર ઉપર વધુ ત્રણ કરોડનું બોજો આવ્યો. ઉપરોક્ત દેવસ્થાન ટ્રસ્ટોમાં અધિકારીઓ સિવાય સામાન્ય જનતાના પ્રતિનિધિઓને ટ્રસ્ટી તરીકે મુકવાની જોગવાઈ છે. ભૂતકાળમાં કોંગ્રેસ શાસનમાં તાલુકા પ્રમુખ અને જે તે વિસ્તારના ધારાસભ્યને પણ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે મુકવામાં આવતા હતા જેથી સ્થાનિક પ્રશ્નોનું શાંતિથી નિવારણ થાય. પરંતુ અત્યારે ટ્રસ્ટોમાં આ પ્રમાણેના નિયમોની અનદેખી કરવામાં કરવામાં આવે છે. બહુચરાજી ટ્રસ્ટમાં છ મહિના પહેલા નવા ટ્રસ્ટીઓની સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવી અને ચાર જ મહિનામાં તેઓના રાજીનામાં લઈ લેવામાં આવ્યાં.

 

લાખો – કરોડો ભક્તોની આસ્થા સમાન અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો અવિચારી નિર્ણય જો પાછો ખેંચવામાં નહીં આવે તો સ્થાનિકો, વિવિધ પગપાળા મંડળો અને શ્રધ્ધાંળુઓને સાથે રાખીને ઉગ્ર આંદોલન – ધરણાં – પ્રદર્શન અને આશ્ચર્યજનક દેખાવો કરવામાં આવશે.
——–
અખબારી યાદી તા. ૦૩/૦૩/૨૦૨૩

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI)ના ૪૫ કરોડ ખાતા ધારકો અને જીવન વીમા નિગમ(LIC) ૩૦ કરોડ પોલીસી ધારકોના થયેલા નુકસાન માટે કેન્દ્રની મોદી સરકારના મિત્રકાળ- મળતિયા ઉદ્યોગપતિઓને વિશેષ તરફેણને ખુલ્લી પાડવા તારીખ ૬ માર્ચ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ ધરણા-પ્રદર્શન કાર્યકમની જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી જગદીશ ઠાકોરએ જણાવ્યું હતું કે તારીખ ૦૬ માર્ચ ૨૦૨૩ને સોમવારના રોજ સવારે ૧૧ કલાકે ૩૩ જીલ્લા- ૮ મહાનગરોમાં આવતા તમામ નગરપાલિકા તથા તાલુકા મથકે આવેલી એલઆઈસી અને રાષ્ટ્રીયકૃત બેંકની ઓફીસની સામે જંગી ધરણાંનો કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું છે. મોદી સરકારની ઉદ્યોગપતિઓને ઉદ્યોગગૃહોને અપાયેલા લુંટના પરવાનાના લીધે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને જીવન વીમા નિગમ (LIC) કઈ રીતે લુંટાઈ છે તે બાબત જનતા સમક્ષ ખુલ્લી મુકાશે.

સમગ્ર દેશ ખાસ કરીને સામાજિક મધ્યમ વર્ગ મોદી સરકારની રીતિ અને નીતિઓથી ચિંતિત છે. સામાન્ય-મધ્યમ વર્ગના માણસની મહેનતની બચતના ખર્ચે તેમના નજીકના મિત્રો અને પસંદગીના અબજોપતિઓને ફાયદો થાય તેવી નીતિ અપનાવી રહી છે. તાજેતરના હિંડનબર્ગ રિપોર્ટે અદાણીની તરફેણમાં ભાજપ સરકારની ક્રોની કેપિટલીઝમની નીતિને છતી કરી છે. આર્થિક સંકટના સમયે, રાષ્ટ્રની જાહેર સંસ્થાઓ – મિલકતોને અદાણી જૂથને વેચી રહ્યા છે, એસબીઆઈ અને એલઆઈસી જેવી જાહેર સંસ્થાઓને રોકાણ કરવા દબાણ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી ક્યારેય કોઈ ખાસ ભારતીય કોર્પોરેટ હાઉસની વિરુદ્ધ નથી રહી, અમે ક્રોની કેપિટાલાસિમની વિરુદ્ધ છીએ અને પસંદ કરેલા અબજોપતિઓને લાભ આપવા માટેના નિયમો બદલવાના વિચારની વિરુદ્ધ છીએ. કોંગ્રેસ પક્ષ હંમેશા ગરીબ અને સામાન્ય માણસની પડખે ઊભો રહ્યો છે અને રહેશે. કોંગ્રેસ પક્ષ કરોડો ભારતીયોના મહેનતની કમાણી કરેલી બચતને જોખમમાં મૂકીને બજાર મૂલ્ય ગુમાવતી કંપનીઓમાં રોકાણના મુદ્દા પર ચર્ચા શરૂ કરવા માટે સંસદથી સડક સુધી લડી રહ્યો છે.
———-
તા. 17-02-2023

 

દેશમાં વધતી જતી મોંઘવારી, વધતી બેરોજગારી અને કુશાસનની નિષ્ફળતાઓથી લોકોનું ધ્યાન હટાવવા માટે સરકાર દ્વારા પ્રાયોજિત વિભાજનકારી એજન્ડાનો ભોગ બનેલા દેશવાસીઓ સાથે કોંગ્રેસ પક્ષ ખભે ખભા મિલાવીને ઉભો છે. એક જવાબદાર વિપક્ષી પક્ષ તરીકે અમે પણ મૂડીવાદીઓના ફ્રી હેન્ડ, ભાજપ સરકારના મિત્રો, સરકારી તિજોરીને લૂંટવા માટે અને વડાપ્રધાનને લગતા આ સમગ્ર અદાણી કૌભાંડોથી ચિંતિત છીએ.તેથી જ અમે સરકારને તેની જવાબદારીથી ભાગવા દેતા નથી અને આજે ‘હમ અદાની કે હૈ કૌન’ શ્રેણીમાં અમે દેશના 23 મોટા શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છીએ. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સીનીયર પ્રવકતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રીશ્રી અજય માકનજીએ અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે સરકારે ભલે શ્રી રાહુલ ગાંધીના પ્રશ્નો અને કોંગ્રેસ અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેના ભાષણના ભાગોને સંસદની કાર્યવાહીમાંથી હટાવી દીધા હોય, પરંતુ સંસદમાં શું થઈ રહ્યું છે તે ભારતની જનતા જોઈ રહી છે. લોકો જાણવા માંગે છે કે સરકાર શા માટે સંસદીય ભાષણોના ધોરણને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે અને વડાપ્રધાન સંસદમાં સંબંધિત પ્રશ્નોના જવાબ કેમ નથી આપી રહ્યા? દેશવાસીઓ એ જાણવા માંગે છે કે કેવી રીતે શંકાસ્પદ જૂથનું ટેક્સ હેવન દેશોમાંથી કાર્યરત વિદેશી શેલ કંપનીઓ સાથે કથિત જોડાણોનો આરોપ છે, ભારતની મિલકતો પર એકાધિકાર જમાવી રહ્યું છે અને તેમ છતાં સરકારી એજન્સીઓ દ્વારા કોઈ કાર્યવાહી થઇ રહી નથી અથવા આ બધી શંકાસ્પદ પ્રવૃત્તિઓને સરળ બનાવવામાં વ્યસ્ત છે. ભારતના લોકો ખૂબ જ બુદ્ધિશાળી છે અને તેઓ મોદીજી અને તેમના મૂડીવાદીઓ વચ્ચેની સંપૂર્ણ સાંઠગાંઠ સમજી શકે છે. તેઓ જાણવા માગે છે કે વડા પ્રધાને શા માટે એક મૂડીવાદીને વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બનવામાં મદદ કરી અને ગંભીર આંતરરાષ્ટ્રીય ઘટસ્ફોટ પર તેઓ કેમ મૌન છે?

 

કોંગ્રેસ પક્ષ વિશ્વના અમીરોની યાદીમાં 609માં સ્થાનેથી બીજા સ્થાને પહોંચનાર વ્યક્તિના વિરોધમાં નથી. પરંતુ અમે નિઃશંકપણે સરકાર દ્વારા પ્રાયોજિત ખાનગી ઈજારાશાહીની વિરુદ્ધ છીએ કારણ કે તે જાહેર જનતાના હિતની વિરુદ્ધ છે. ખાસ કરીને, અમે ટેક્સ હેવન દેશો સાથે શંકાસ્પદ સંબંધો, છેતરપિંડી અને ભ્રષ્ટાચારના આરોપો ધરાવતી ખાનગી વ્યક્તિ દ્વારા અમારી આંતરરાષ્ટ્રીય સદ્ભાવના અને રાષ્ટ્રીય સંસાધનોનો લાભ લેતી ઈજારાશાહીની વિરુદ્ધ છીએ.

 

કોંગ્રેસ પક્ષ જાણવા માંગીએ છીએ કે મોદી સરકાર સંસદના બંને ગૃહોમાં આરામદાયક બહુમતી ધરાવતા હોવા છતાં આ મુદ્દાએ સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં કેમ ડરે છે. સત્તામાં આવતા પહેલા વડાપ્રધાનશ્રી મોદીએ કાળું નાણું ભારતમાં પાછું લાવવા અને દરેક નાગરિકના બેંક ખાતામાં ૧૫-૨૦ લાખ રૂપિયા નાખવાનું વચન આપ્યું હતું, પરંતુ આજની કડવી વાસ્તવિકતા તેનાથી બિલકુલ વિપરીત છે. સ્વિટ્ઝર્લેન્ડની સેન્ટ્રલ બેંકના છેલ્લા વાર્ષિક ડેટા અનુસાર, સ્વિસ બેંકોમાં જમા ભારતીય વ્યક્તિઓ અને કંપનીઓના નાણા ૨૦૨૧માં ૩.૮૩ અબજ સ્વિસ ફ્રેંક (રૂ.૩૦,૫૦૦ કરોડથી વધુ) સાથે ૧૪ વર્ષના ઊંચા સ્તરે પહોંચી ગયા છે. કોંગ્રેસ પક્ષ જાણવા માંગે છે કે ટેક્સ હેવન દેશોમાંથી કાર્યરત વિદેશી શેલ કંપનીઓમાંથી ભારતમાં આવતા કાળા નાણાનો અસલી માલિક કોણ છે? તમારા વચન, એ સોગંદ, એ ઈરાદાનું શું થયું? કાળા નાણા પર વડાપ્રધાનશ્રીના વચનનું શું થયું? વડાપ્રધાનશ્રીએ વારંવાર ભ્રષ્ટાચાર સામે લડવાની તેમની પ્રતિબદ્ધતા અને નિશ્ચયની વાત કરી છે, પરંતુ તેમના નજીકના મિત્રો દેખીતી રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે જે સામાન્ય રીતે માફિયાઓ, આતંકવાદીઓ અને દુશ્મન દેશ હોય છે.

વર્ષોથી, PM મોદીએ તેમના રાજકીય અથવા વૈચારિક હરીફોને ડરાવવા તેમજ તેમના મૂડીવાદી મિત્રોની નાણાકીય હિતો સાથે સુસંગત-તરફેણ ન કરતા બિઝનેસ હાઉસને સજા કરવા માટે ED, CBI અને DRI (ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) જેવી એજન્સીઓનો દુરુપયોગ કર્યો છે.

 

વર્ષ ૧૯૯૨માં હર્ષદ મહેતા કેસની તપાસ માટે જેપીસીની રચના કરવામાં આવી હતી જ્યારે વર્ષ ૨૦૦૧માં જેપીસીએ કેતન પારેખ કેસની તપાસ કરી હતી. તત્કાલિન વડાપ્રધાનશ્રી નરસિમ્હા રાવ અને વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયી બંનેને કરોડો ભારતીય રોકાણકારોને અસર કરતા કૌભાંડોની તપાસ કરવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં વિશ્વાસ હતો. વડાપ્રધાનશ્રી મોદી શેનાથી ડરે છે? શું તેના હેઠળ ન્યાયપૂર્ણ અને નિષ્પક્ષ સુનાવણીની કોઈ આશા છે?

 

જ્યારે આ છેતરપિંડી થઈ રહી હતી ત્યારે સેબી શું કરી રહી હતી?

 

૧ ) અદાણી ગ્રૂપના શેરમાં હેરાફેરીના આક્ષેપો જાહેર થયા બાદ શેરના ભાવમાં થયેલા ઘટાડાને લાખો રોકાણકારોને નુકસાન થયું, કૃત્રિમ રીતે ફુગાવાના ભાવે વધેલા અદાણી ગ્રૂપ શેરમાં રોકાણ કર્યું હતું. ૨૪ જાન્યુઆરી અને ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૩ વચ્ચે અદાણી ગ્રુપના શેરનું મૂલ્ય રૂ.૧૦,૫૦,૦૦૦ કરોડની ઘટાડો આવ્યો હતો. ૧૯ જુલાઈ ૨૦૨૧ના રોજ, નાણા મંત્રાલયે સંસદમાં સ્વીકાર્યું કે અદાણી જૂથ સેબીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તપાસ હેઠળ છે.છતાં અદાણી ગ્રૂપના શેરના ભાવમાં વધારો થવા દેવામાં આવ્યો હતો.

 

૨) ૩૦ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ LIC દ્વારા ૮૩,૦૦૦ કરોડ રૂપિયાથી ખરીદવામાં આવેલા અદાણી જૂથના શેરનું મૂલ્ય ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ ઘટીને ૩૯,૦૦૦ કરોડ રૂપિયા થઈ ગયું છે, એટલે કે ૩૦ કરોડ LIC પોલિસી ધારકોની બચતના મૂલ્યમાં રૂ ૪૪,૦૦૦ કરોડ.નો ઘટાડો થયો છે. શેરના ભાવમાં ઘટાડો અને જૂથ દ્વારા છેતરપિંડીના ગંભીર આરોપો પછી પણ ભાજપ સરકારે LICને અદાણી એન્ટરપ્રાઇઝિસના ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO)માં વધારાના રૂ. 300 કરોડનું રોકાણ કરવા દબાણ કર્યું,

3) ૨૦૦૧ના કેતન પારેખ કૌભાંડમાં, સેબીને જાણવા મળ્યું હતું કે અદાણી જૂથના પ્રમોટરો શેરબજારમાં હેરાફેરીમાં સામેલ હતા. આ જૂથ સામેના વર્તમાન આરોપો જેવું જ ચિંતાજનક છે.

 

તપાસ કરવાને બદલે, પીએમ મોદીએ આ વર્ષના ‘મિત્ર કાલ’ બજેટમાં અદાણી જૂથને વધુ તકો આપી:

 

૧૪ જૂન ૨૦૨૨ના રોજ, અદાણી જૂથે જાહેરાત કરી કે તે ફ્રાન્સની ટોટલ એનર્જી સાથે ભાગીદારીમાં ગ્રીન હાઇડ્રોજનમાં $50 બિલિયનનું રોકાણ કરશે. ૪ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ જ કેન્દ્રીય કેબિનેટે રૂ.૧૯,૭૪૪ કરોડના ખર્ચ સાથે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી આપવામાં આવી છે. ટોટલ એનર્જીએ આ સાહસમાં તેની ભાગીદારી બંધ કરી દીધી છે, પરંતુ શું અદાણી દ્વારા એવી કોઈ વ્યાપારી જાહેરાત છે કે જેના પછી કરદાતાના નાણાંમાંથી સબસિડી આપવામાં આવી ન હતી? ૧ ફેબ્રુઆરીએ તેમના ‘મિત્ર કાલ’ બજેટ ભાષણમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે આગામી તબક્કામાં વધુ ૫૦ એરપોર્ટ, હેલીપોર્ટ અને વોટર એરોડ્રોમને પુનર્જીવિત કરવામાં આવશે. આમાંથી અદાણીને કેટલો ફાયદો થશે?

 

એકાધિકાર

 

એરપોર્ટ્સ – અદાણી ગ્રુપ ખૂબ જ ટૂંકા ગાળામાં ભારતમાં એરપોર્ટનું સૌથી મોટું ઓપરેટર બની ગયું છે. તેણે ૨૦૧૯માં છમાંથી છ એરપોર્ટનું સંચાલન કરવાની સરકાર પાસેથી પરવાનગી મેળવી હતી અને વર્ષ ૨૦૨૧માં આ જૂથે શંકાસ્પદ સંજોગોમાં ભારતના બીજા સૌથી વ્યસ્ત એરપોર્ટ, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટને કબજે કર્યું હતું.

 

બંદરો – આજે અદાણી ગ્રૂપ ૧૩ બંદરો અને ટર્મિનલ્સને નિયંત્રિત કરે છે, જે ભારતની પોર્ટ ક્ષમતાના ૩૦ ટકા અને કન્ટેનરની કુલ અવરજવરમાં ૪૦ ટકા હિસ્સો ધરાવે છે. શું રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી મની લોન્ડરિંગ અને વિદેશમાં શેલ કંપનીઓ સાથેના વ્યવહારના ગંભીર આરોપોનો સામનો કરતી કંપનીને વ્યૂહાત્મક ક્ષેત્ર પર પ્રભુત્વ મેળવવાની મંજૂરી આપવી એ સમજદારીભર્યું છે?

 

મોદીજીએ તેમની પાસે ઉપલબ્ધ તમામ માધ્યમોનો ઉપયોગ કરીને અદાણીને પોર્ટ સેક્ટરમાં વર્ચસ્વ સ્થાપિત કરવામાં મદદ કરી. સરકારી કન્સેશન બંદરો અદાણી જૂથને કોઈપણ બિડિંગ વિના વેચવામાં આવ્યા છે અને જ્યાં બિડિંગને મંજૂરી આપવામાં આવી છે ત્યાંથી સ્પર્ધકો ચમત્કારિક રીતે બિડિંગમાંથી ગાયબ થઈ ગયા છે. લાગી રહ્યું છે કે આવકવેરાના દરોડાઓએ કૃષ્ણપટ્ટનમ પોર્ટના ભૂતપૂર્વ માલિકને અદાણી જૂથને વેચવા માટે ‘મનાવવામાં’ મદદ કરી. ૨૦૨૧માં રાજ્યની માલિકીની જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ મહારાષ્ટ્રમાં દીઘી બંદર માટે અદાણી સાથે સ્પર્ધા કરવા માટે બિડ કરી રહ્યું હતું, પરંતુ શિપિંગ અને નાણા મંત્રાલયો દ્વારા અચાનક વિચાર બદલાતા તેની વિજેતા બિડ પાછી ખેંચવાની ફરજ પડી હતી.

 

સંરક્ષણ ક્ષેત્ર – સાર્વજનિક ખબરમાં છે કે ગૌતમ અદાણી વડાપ્રધાનશ્રી મોદી સાથે અનેક વિદેશી મુલાકાતો પર હતા. ૪-૬ જુલાઈ ૨૦૧૭ની તેમની ઈઝરાયેલની મુલાકાત બાદ તેમને ભારત-ઈઝરાયેલ સંરક્ષણ સંબંધોના સંદર્ભમાં લાભ અપાવવાવાળી ભૂમિકા સોંપવામાં આવી છે. તેઓએ કોઈ પૂર્વ અનુભવ વિના પણ ડ્રોન, ઈલેક્ટ્રોનિક્સ, સ્મોલ આર્મ્સ અને એરક્રાફ્ટ મેઈન્ટેનન્સ જેવા ક્ષેત્રોમાં સંયુક્ત સાહસો સ્થાપ્યા છે, જ્યારે ઘણી સ્ટાર્ટ-અપ કંપનીઓ અને જાહેર ક્ષેત્રની કંપનીઓ ઘણા વર્ષોથી આ ક્ષેત્રોમાં છે.

 

પાવર સેક્ટર – UPAને ૨૦૧૦ માં જાહેર ક્ષેત્રની કંપની NTPC દ્વારા બાંગ્લાદેશના બાગેરહાટમાં ૧૩૨૦ મેગાવોટનો થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવા એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. વડાપ્રધાનશ્રી બન્યા પછી મોદીજીએ તેમના મિત્રોને મદદ કરવાનું નક્કી કર્યું અને ૬ જૂન ૨૦૧૫ના રોજ તેમની ઢાકાની મુલાકાત દરમિયાન એવી જાહેરાત કરવામાં આવી કે અદાણી પાવર બાંગ્લાદેશને વીજળી પહોંચાડવા માટે ઝારખંડના ગોડામાં થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપશે.

 

છેલ્લા ૯ વર્ષમાં મોદી સરકારે ભલે તમામ સરકારી એજન્સીઓ અને સીએજી, સીબીઆઈ જેવી સંસ્થાઓ પર અંકુશ રાખ્યો હોય, પરંતુ સત્ય હંમેશા બહાર આવે છે, સત્યને ઈડી અને સીબીઆઈનો ઉપયોગ કરીને દબાવી ન શકાય. મહેરબાની કરીને રાહ જુઓ આ તો માત્ર શરૂઆત છે આવનારા સમયમાં ભાજપના ઘણા છુપાયેલા રહસ્યો ખુલશે.

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, પ્રદેશ ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, પૂર્વ મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ, પૂર્વ ધારાસભ્યશ્રી ગયાસુદ્દીન શેખ, પ્રદેશ મહામંત્રી નઇમ મિર્ઝા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશી, કો-કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રી હિરેન બેન્કર, શ્રી અમિત નાયક, શ્રી પાર્થિવરાજ કઠવાડીયા પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા.
તા. ૧૬-૦૨-૨૦૨૩

 

 

· ભાજપ સરકારની નીતિને કારણે રોટી અને રોજગાર ગાયબ

· મોઘવારીનો મારથી લડવા ભાજપ સરકારનું નવું સૂત્ર ‘ઓછુ બનાવો ઓછું ખાવો,ભાષણથી ભૂખ મિટાવો’: છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં ૧૫૦ જેટલો રૂપિયાનો વધારો

· જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પરનો અસહ્ય ભાવ વધારોમાંથી જનતાને રાહત આપો: કોંગ્રેસ

 

ચારેબાજુ મોઘવારી,ભયંકર બેરોજગારી, આર્થિક અસમાનતા, ધંધા રોજગારમાં ભીષણ મંદી સહીતની મુશ્કેલીઓમાંથી રાહત આપવાને બદલે લોટ, તેલ સહીતની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓમાં સતત ભાવ વધારાથી ગુજરાતની જનતા પીસાઈ રહી છે ત્યારે ‘અચ્છે દિન’ અને ‘બહુત હુઈ મહેગાઈ કી માર’ જેવા જુઠ્ઠા સુત્રો આપતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતાશ્રી હિરેન બેંકરએ જણાવ્યું હતું કે રોજીંદા જીવનજરૂરીયાત ચીજવસ્તુઓના ભાવ આસમાને થયા છે. ખાદ્યતેલના ભાવમાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૫૦ રૂપિયાના થયેલા ભડકાથી સામાન્ય – મધ્યમવર્ગનું બજેટ ખોરવી નાખ્યું છે. ગરીબ, સામાન્ય અને મધ્યમવર્ગે શું ખાવું ? તે પ્રશ્ન છે. મોઘવારીનો મારથી લડવા ભાજપ સરકારનું નવું સૂત્ર ‘ઓછુ બનાવો ઓછું ખાવો, ભાષણથી ભૂખ મિટાવો’ હોય તે રીતે જીવન જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. રાજ્યમાં લગ્નની સિઝન અને ધાર્મિક તહેવારો ચાલી રહી છે એવામાં સિંગતેલ સહીત અન્ય ચીજવસ્તુમાં અસહ્ય ભાવ વધારો અને બીજી બાજુ સતત ઘટતી જતી આવકમાં કઈ રીતે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગે જીવન જીવવું તે યક્ષ પ્રશ્ન અંગે ભાજપ સરકાર મૌન છે.

સંગ્રહખોરો, કાળા બજારીયાને નાથવામાં નાકામ ભ્રષ્ટ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતાશ્રી હિરેન બેંકરએ જણાવ્યું હતું કે ઘઉંનો લોટ, મીઠું, મસાલા, સહીત રોજબરોજની જરૂરિયાતના સતત ભાવ વધી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં લોટના ભાવમાં 40% સુધીનો વધારો થયો છે. ફેબ્રુઆરી ૨૦૨૩માં, છૂટક લોટની કિંમત ૩૩-૩૫ રૂપિયા પ્રતિ કિલો, જ્યારે પેકમાં બ્રાન્ડેડ લોટ ૪૫ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. વિશ્વમાં ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ હોવા છતાં ભારતમાં લોટના ભાવ કેમ વધી રહ્યા છે? એક તરફ જનતા લુટાઈ રહી છે તેને રાહત અપાતી નથી બીજી તરફ ખેડૂતો પાસેથી ઓછા ભાવે ખરીદાયેલ એટલે કે પ્રતિ ક્વિન્ટલ ૨૦૧૫ રૂપિયે ખરીદ્યા હતા તે પૈકી સરકાર હવે ૩૦ લાખ ટન ઘઉં પ્રતિ ક્વિન્ટલ ૨૩૫૦ રૂપિયે વેચાણ કરશે એટલે કે રૂપિયા ૧૦૦૫ કરોડની નફાખોરી સરકાર કરશે આ છે ભાજપ સરકારની લુટનું મોડેલ. ભાજપ સરકારની નીતિને કારણે રોટી અને રોજગાર ગાયબ થયો છે. ચુંટણી સમયે ભાજપને કરોડો રૂપિયાનું ફંડ આપનાર તેલિયા રાજાઓ ચુંટણી પતી ગયા બાદ મન ફાવે તે રીતે ગુજરાતની જનતાને લુટી રહ્યા છે.ભાજપ સરકારનું મોઘવારી મુદ્દે સૂચક મૌન તેની સાબિતી છે. દૂધ, દહીં, કઠોળ, શાકભાજી સહિત તમામ વસ્તુઓના ભાવ વધારોમાં ગુજરાતની ગૃહિણીઓનું ઘર સંભાળવાનું મુશ્કેલ બન્યુ છે ત્યારે ઘઉંનો લોટ, દૂધ, દહીં, મીઠું, મસાલા, સહીત રોજબરોજની જીવન જરૂરિયાત વસ્તુઓમાં અસહ્ય ભાવ વધારો ઓછો કરવા સરકાર પગલા ભરે અને જનતાને તાત્કાલિક લાભ આપે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

તા. ૧૫-૦૨-૨૦૨૩

 

 

 

કોરોના કાળમાં લોકડાઉનના કારણે સહુથી વધુ કફોડી પરિસ્થિતિમાં અસંગઠિતક્ષેત્રના શ્રમિકો મુકાયા હતા. તેઓ હજી પણ બહુ જ ખરાબ પરિસ્થિતિમાં છે અને તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ ૨૦૨૩-૨૪ ના વાર્ષિક બજેટમાં અસંગઠિત શ્રમિકોના કલ્યાણ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આપણા દેશમાં કુલ શ્રમિકોમાંથી આશરે ૯૩ ટકા શ્રમિકો અસંગઠિત ક્ષેત્રના છે, એટલે કે લગભગ ૪૫ કરોડ શ્રમિકો અસંગઠિત છે, જેઓ આપણી GDP માં ૩૬ ટકા નો યોગદાન કરે છે. આપણા ગુજરાતમાં આશરે બે કરોડ લોકો અસંગઠિત ક્ષેત્રમાં છે. તેમાં કામ કરનારા ઘરઘાટીઓ તેમજ બાંધકામો સાથે સંકળાયેલા શ્રમિકોના સંગઠન ઘરઘાટી બાંધકામ કામદાર યુનિયન ગુજરાત રાજ્ય (રજી-૬૪૭૩ સ્થાપના વર્ષ ૨૦૦૬)નો ૧૮મો વાર્ષિક સંમેલન તા. ૧૮-૨-૨૦૨૩ ના રોજ બપોરે ૩-૦૦ વાગે, શરદ મેહતા લાયન પાર્ટી પ્લોટ, વિજય ચાર રસ્તા પાસે, અમુલ ડેરી પાછળ, મેમનગર અમદાવાદ ખાતે મળશે.

ઘરઘાટી, બાંધકામ કામદાર યુનિયનના પ્રમુખશ્રી અશોકભાઈ પંજાબીએ જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના પવિત્ર દિવસે ૧૮મું વાર્ષિક અધિવેશન ઘરઘાટી, બાંધકામક્ષેત્રના શ્રમિકોનું અમદાવાદ ખાતે અધ્યક્ષ સ્થાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને સંમેલનના ઉદઘાટક તરીકે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા રહેશે. વિશેષ મહેમાન તરીકે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમીત ચાવડા, ઈન્ટુકના અધ્યક્ષશ્રી નૈષધ દેસાઈ, કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડૉ. જીતુભાઈ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સી.ડબ્લ્યુ.સી.ના સભ્યશ્રી રઘુવીર મીનાજી રાજસ્થાન વિશેષ સંમેલનમાં ઉપસ્થિત રહેશે.

અખબારી યાદી તા.૧૪-૨-૨૦૨૩

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે તેમજ રાજ્યમાં લુટ, હત્યા સહીતના ગુનાખોરો, બુટલેગરો, વ્યાજમાફિયાઓ, જમીન માફિયાઓ, ડ્રગ્સના દલાલો અને ખંડણીખોરો બેફામ બન્યા હોવાથી ધોરણ ૮ પાસ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપના ઓબીસી સેલના આગેવાન અને અન્ય આરોપીઓએ દુષ્કર્મ પીડિત મહિલાને ધમકાવીને ખોટી એફીડેવીટ કરીને ડીજીપી કક્ષાના સીનીયર પોલીસ અધિકારીઓને બ્લેકમેઈલ કરી કરોડો રૂપિયાનો તોડ કરવાના ઈરાદામાં ભાજપના નેતા જી. કે. પ્રજાપતિ અને અન્ય આરોપીઓની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, ત્યારે ભાજપના નેતા જી. કે. પ્રજાપતિ વિધાનસભામાં આવેલ મુખ્ય દંડકશ્રીના કાર્યાલયમાં પટાવાળામાંથી પી.એ. બનેલા કમલેશ પરમાર સાથે કેવા પ્રકારનો ઘરોબો ધરાવતાં અને અઠવાડિયામાં ૩-૪ દિવસ સતત તેઓ પાસે બેસીને કેવા પ્રકારની કામગીરી હાથ ધરતાં હતા? તેની તપાસ થવી પણ જરૂરી છે. કમલેશ પરમાર કે જેઓ ૧૦ વર્ષ પહેલાં પંકજભાઈ દેસાઈ સાથે પટાવાળામાં સીધી ભરતીના કર્મચારી તરીકે જોડાયેલા તે ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડમાં વહીવટી અધિકારી કેવી રીતે બની બેઠા છે તેમજ પંકજભાઈ દેસાઈના દંડકના કાર્યકાળમાં અંગત મદદનીશ તરીકે કાર્યાલયમાં બેસીને ધારાસભ્યોના નામે અને અન્ય જી. કે. પ્રજાપતિ જેવા તોડબાજોના વહીવટો પાર પાડવામાં કેવી ભેદી ભૂમિકા ભજવી રહ્યા છે? પંકજભાઈ દેસાઈના દંડક તરીકેના કાર્યકાળ વખતે કમલેશ પરમારે રાજ્ય કૃષિ બજાર બોર્ડમાંથી વિધાનસભામાં જીપીએસસી દ્વારા ભરતી કરવામાં આવતી સ્ટુઅર્ડની જગ્યાએ નિયમો નેવે મુકીને કાયમી થવા માટે પણ ખૂબ ધમપછાડા કર્યા હતા.તેને મદદ કરતા મુખ્ય નેતાઓ કોણ કોણ હતા? તે પણ તપાસનો વિષય છે.
રાજ્યમાં પોલીસ ખાતામાં કોલ ડિટેઈલ બુટલેગરો બારોબાર આપવાની, રાજકોટના તત્કાલિન પોલીસ કમિશ્નર સામે ધારાસભ્યોની ફરીયાદો, આઈપીએસ અધિકારીઓની હનીટ્રેપ કાંડની ઘટનાઓ બની ચુકી છે ત્યારે હવે તો ભાજપના નેતા જી. કે. પ્રજાપતિની હિંમત ડીજીપી કક્ષાના સીનીયર પોલીસ અધિકારીને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને રૂ. ૮ કરોડનો તોડ કરવાનો પ્લાન હતો ત્યારે આવા તોડબાજો સામાન્ય નાગરીકો અને અન્ય અધિકારીઓ પાસેથી બ્લેકમેઈલ કરીને કેટલી રકમનો તોડ કરતા હશે તે સમજી શકાય તેમ છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતના દરીયા કિનારેથી ખાનગી પોર્ટ મારફતે, વિદેશી દારૂ અન્ય રાજ્યોની સરહદોએથી ઘુસાડીને બુટલેગરો અને માફીયાઓ રાજ્ય અને દેશના યુવાધનને બરબાદ કરી રહ્યા છે. આજે પણ રાજ્યમાં અબજો રૂપિયાનું ડ્રગ્સ અને દારૂની ફેરાફેરી થાય છે અને ગૃહમંત્રી અને પોલીસ મુકપ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી છે. રાજ્યમાં ઉચ્ચ પોલીસ અધિકારી સામે કરોડોનો તોડ કરવાનો કારસો બીજેપીના નેતાએ ઘડયો ત્યારે તપાસ એટીએસને સોંપીને આરોપીઓને પકડવામાં આવ્યા, એક જાણીતા ડોકટર આપઘાત કરતાં પહેલાં સ્યુસાઈડ નોટમાં સંસદસભ્યશ્રીના ત્રાસનો ઉલ્લેખ કરેલ છે જે સમાચાર માધ્યમમાં વિગતવાર પ્રસિદ્ધ થયેલ છે તેના પરિવારજનો પણ ન્યાય માંગી રહ્યા છે. તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી.
ડીજીપી કક્ષાના પોલીસ અધિકારીઓ સાથે કરોડોના તોડકાંડ સામે આવતા હોય ત્યારે રાજ્યમાં સામાન્ય નાગરીકો પર કેવા જુલમો થતા હશે તેની અને આ તોડકાંડમાં દંડક કાર્યાલયના કમલેશ પરમારની સંડોવણીની તપાસ માનનીય મુખ્યમંત્રીશ્રીએ સીટીંગ ન્યાયધીશ મારફતે કરાવવાની માંગણી કોંગ્રેસ પક્ષ કરે છે.

તા. ૧૪-૨-૨૦૨૩

 

· ભારતીય જનતા પાર્ટીના શાસન અને નીતિરીતિના કારણે આજે ગુજરાતમાં ચુંટાયેલા પ્રતિનિધિઓને બદલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વચેટિયાઓ અને વહીવટદારોનું શાસન પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છેઃ શ્રી અમીત ચાવડા.

· ગુજરાતમાં ૫૨ ટકા વસ્તી ઓ.બી.સી. સમાજની છે અને જે ૧૦ ટકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનામત મળતી હતી તે ભાજપે ખતમ કરીઃ શ્રી અમીત ચાવડા

· જસ્ટીસ ઝવેરી આયોગ દ્વારા ૯૦ દિવસની અંદર સ્થાનિક સ્વરાજ્યમાં ઓ.બી.સી. અનામત અંગે સરકારને રીપોર્ટ રજુ કરવાનો હતો. આજે ૯૦ દિવસને બદલે ૮ મહિના જેટલો સમય થઈ ચુક્યો છેઃ શ્રી અમીત ચાવડા

· રીપોર્ટના વિલંબને કારણે આવનારા દિવસોમાં ગુજરાતમાં ૭૧૦૦ કરતા વધારે ગ્રામ્ય પંચાયતોમાં વહિવટદારો વહિવટ કરશેઃ અમીત ચાવડા

· ગુજરાતમાં ઓબીસી સમાજને અન્યાય ન થાય ભવિષ્યમાં અનામત સંદર્ભે કોઈ ગૂંચવણ ઊભી ન થાય અને અધિકાર મળે એટલા માટે ઓબીસી અનામત માટે અલગથી એક્ટની જોગવાઈનું બિલ આવનાર વિધાનસભા સત્રમાં સરકાર લઈને આવેઃ અમીત ચાવડા

 

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમીત ચાવડાએ ગુજરાત વિધાનસભા પરીસરમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આપ સૌ જાણો છો તેમ ભારતીય જનતા પાર્ટીના શાસન અને નીતિરીતિના કારણે આજે ગુજરાતમાં ચુંટાયેલા પ્રતિનિધિઓને બદલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વચેટિયાઓ અને વહીવટદારોનું શાસન પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે. આપણે સૌ જાણીએ છે કે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ત્રિસ્તરીય પંચાયતી માળખું, નગરપાલિકા, મહાનગરપાલિકા આ તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી અનામત સંદર્ભે સુપ્રિમ કોર્ટ દ્વારા ૧૧ મે, ૨૦૧૦ના રોજ ચુકાદો આપવામાં આવ્યો. જે તે સંસ્થાઓમાં જે તે રાજ્યો ઓબીસીની વસ્તી આધારિત અનામત માટેની વ્યવસ્થાની જોગવાઈ કરે. ૨૦૧૦માં ચુકાદો આવ્યો, ગુજરાત સરકારે ૧૦ વર્ષ સુધી તેના વિશે કોઈ પણ જાતનું લક્ષ ના આપ્યું. ૨૦૨૧માં જ્યારે સુપ્રિમ કોર્ટે ફરી આદેશ કર્યા, કડક ઉઘરાણી કરી ત્યારે પણ સરકારે એનો અમલ ન કર્યો અને છેવટે જુલાઈ, ૨૦૨૨માં સરકારે આ ઓબીસી અનામત જે ગુજરાતમાં ૫૨% ઓબીસી સમાજની વસ્તી એને જે ૧૦% સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અનામત મળતી હતી તે ખતમ કરી, જુલાઈમાં સુપ્રિમ કોર્ટના આદેશનું મોડેમોડે અમલ કરી સમર્પિત આયોગની રચના જસ્ટિસ ઝવેરીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી. જ્યારે આયોગની જાહેરાત થઈ ત્યારે કહેવામાં આવ્યું હતું કે આયોગ દ્વારા ૯૦ દિવસની અંદર તમામ બાબતોનો અભ્યાસ કરી તમામ લોકોના અભિપ્રાય સાથે સાંકળી સરકારને રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. તાત્કાલિક એ રિપોર્ટના આધારે ઓબીસી સમાજને અનામત માટેની જોગવાઇ કરવામાં આવશે. આજે ૯૦ દિવસને બદલે લગભગ ૮ મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે.

એની મુદત પૂરી થઈ હોવા છતાં ખૂબ લાંબો સમય થવા હોવા છતાં રિપોર્ટ સબમિટ થયા નથી. ૧૦ ફેબ્રુઆરીએ જ્યારે તેની મુદત પૂર્ણ થતી હતી ત્યારે ફરી તેની મુદત વધારવામાં આવી છે. આપણે સૌ જાણીએ છે કે આના કારણે ઓબીસી સમાજનો અધિકાર તો છીનવાયો પણ સાથે સાથે ગુજરાતમાં જે મોટા પ્રમાણમાં ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અનેક જગ્યાઓ જે ચુંટણીઓ હતી તે પણ આના કારણે થઈ શકતી નથી. લગભગ ૨,૫૦૦ જેટલી ગ્રામપંચાયતોમાં ગત ડિસેમ્બર મહિનાની આસપાસ જ વહીવટદારો નિમાયી ચૂક્યા હતા અને એ જ રીતે હજુ પણ આ રિપોર્ટમાં વિલંબ થવાના કારણે આ ફેબ્રુઆરીના અંત સુધીમાં જે બાકીની ગ્રામ પંચાયતોની ચૂંટણી ડ્યુ છે તે તમામ જગ્યાઓ પણ વહીવટદારો મૂકવા ફરજિયાત બનશે. પંચાયત ધારો કાયદાની જોગવાઇ મુજબ લાંબો સમય વહીવટદારો મૂકી શકાતા નથી. ચુંટાયેલ પાંખ દ્વારા જ વહીવટ થવી જોઈએ તે કાયદાથી પ્રસ્થાપિત છે તેમ છતાં પણ સરકાર ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા પ્રતિનિધિ કે પાંખના બંધારણીય અધિકાર છીનવીને પોતાના ઇશારે, પોતાની મરજી મુજબ ચાલતા હોય તેવા વહીવટદારોથી શાસન ચલાવવાની માનસિકતાથી કામ કરે છે. જ્યારે હવે ફરીથી આયોગની મુદત વધારી છે તેનાથી ચિંતા છે કે આવનારા દિવસોમાં લગભગ ગુજરાતમાં ૭,૧૦૦ કરતા વધુ ગ્રામપંચાયતોમાં વહીવટદારો વહીવટ કરશે. ગુજરાતમાં ૨ જિલ્લા પંચાયતો એટલે કે બનાસકાંઠા અને ખેડાની ચુંટણીઓ ડ્યુ છે. એ ચુંટણીઓ પણ સમયસર નહિ યોજાય એટલે વહીવટદારોનું શાસન આવશે. ગુજરાતમાં ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણી ડ્યુ છે ત્યાં પણ વહીવટદારોનું શાસન આવશે. ગુજરાતમાં ૭૨ નગરપાલિકાઓમાં ચુંટણી ડ્યુ છે અને ૩ નગરપાલિકા વિસર્જિત કરવામાં આવી છે એટલે કે લગભગ ૭૫ નગરપાલિકામાં ચુંટણી ડ્યુ થતાં ત્યાં પણ વહીવટદારોનું શાસન આવશે. તેનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર એક બાજુ લોકોના હાથમાં વહીવટ આપવાની વાત કરે અને બીજી બાજુ બંધારણીય લોકોને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા શાસન ચાલે તેની બદલે પોતાના ઇશારે પોતાના કહ્યા મુજબ ચાલવા વાળા વહીવટદારોથી શાસન ચલાવવાની માનસિકતાથી કામ કરે છે.

કોઈ ગામમાં સરપંચ વહીવટ નહિ કરે, પંચાયતના સભ્યો વહીવટ નહિ કરે પણ તલાટી, સર્કલ કે વહીવટદારો દ્વારા શાસન ચાલશે. તે માટે અમારી સ્પષ્ટ માંગણી છે કે સરકાર કોઈ પણ સંજોગોમાં આયોગની સમયમર્યાદા ન વધારે. ૯૦ દિવસમાં રિપોર્ટ આપવાનો હતો ૮ મહિનાથી વધુ સમય થયો. સરકાર તાત્કાલિક રિપોર્ટ મેળવે. જે ગુજરાતના ૫૨% ઓબીસી સમાજને અન્યાય થયો છે, જેને રાજકીય પ્રતિનિધિત્વ ખતમ થઈ ગયું છે ત્યારે સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈનનો અમલ કરી વસ્તી પ્રમાણે ઓબીસી સમાજને અનામતની જોગવાઈ કરે અને તાત્કાલિક ચુંટણી યોજવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગણી છે. આ વહીવટદારોનું શાસન ખતમ થાય અને ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા પ્રજાભિમુખ વહીવટ થાય એ માટે જે પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓમાં જે વોર્ડ દીઠ પેટા ચુંટણી છે આ તમામ જગ્યાએ તાત્કાલિક ચુંટણી પ્રક્રિયા નવી અનામત સાથે કરવાની સરકાર તજવીજ કરે એવી અમારી ખાસ માંગણી છે. ખાસ કરીને ઓબીસી સમાજને વારંવાર અન્યાય થાય છે ત્યારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા અનેક રાજ્યો એવા છે જ્યાં વારંવાર અનામત માટે કોઈ ગૂંચવણો ઊભી ન થાય પારદર્શક રીતે એ સમાજોને અન્યાય ન થાય તેવી રીતે, તેમને અધિકારો મળે તે માટે ઓબીસી અનામત એક્ટની જોગવાઈઓ છે. ગુજરાત સરકાર પણ રિપોર્ટ સબમિટ કરાવ્યા બાદ તાત્કાલિક આ આંકડાઓને ધ્યાનમાં રાખી જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની થાય તો તેને પણ ધ્યાનમાં રાખી ગુજરાતમાં ઓબીસી સમાજને અન્યાય ન થાય ભવિષ્યમાં અનામત સંદર્ભે કોઈ ગૂંચવણ ઊભી ન થાય, તેમને તેમના અધિકાર મળે એટલા માટે ઓબીસી અનામત માટે અલગથી એક્ટની જોગવાઈનું બિલ આવનાર વિધાનસભા સત્રમાં લઈને આવે તેવી પણ અને માંગણી કરીએ છે..

ગુજરાત વિધાનસભા પરિસરમાં યોજાયેલ આ પત્રકાર પરિષદમાં પૂર્વ ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ મુછડીયા ઉપસ્થિત રહ્યાં હતાં.

૧૪-૨-૨૦૨૩

 

 

· લોકસભા, રાજ્યસભા અને મહિલા બાલ વિકાસ મંત્રાલય દ્વારા કરાવાયેલ પ્રેસ કોન્ફરન્સમાં પી.એમ. કેર ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ લાભાર્થી અનાથ બાળકોના આંકડાઓમાં વિસંગતતા ?

· શું મહિલા બાલ વિકાસ મંત્રાલયના મંત્રી સ્મૃતિ ઈરાની જુઠ્ઠુ બોલી રહ્યાં છે ?

· લોકસભાના એક જ સવાલના જવાબમાં અલગ અલગ આંકડા કેમ મળી રહ્યાં છે ?

· લોકસભા અને રાજ્ય સભાના આંકડાઓમાં વિસંગતતા કેમ ?

· શું કોવીડ દરમ્યાન ઓછા બાળકોને લાભ મળે અને ભાજપને પ્રસિધ્ધી મળે તે માટે આંકડા છુપાવવામાં આવી રહ્યાં છે ?

 

આજ રોજ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રેસવાર્તાને સંબોધન કરતા સવાલ કર્યો હતો કે લોકસભા, રાજ્યસભા અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દરેકમાં અલગ અલગ વિગતો આપતી સરકારના આંકડાઓ માં વિસંગતતા કેમ? લોકસભામાં એક સાંસદના જવાબમાં દેશના મહિલા અને બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાના જ જવાબમાં અલગ આંકડા પ્રસ્તુત કર્યા છે તે આંકડાની ગોલમાલનો પર્દાફાશ કરે છે. કોરોના કાળમાં પોતાની સરકારની વાહવાહી લૂંટવામાં મસ્ત ભાજપાના નેતાઓ, સાચા આંકડાથી કેમ શરમાય છે? કોરોનામાં પીએમ કેરમાં કોને ફંડ આપ્યાં એ ભલેના દર્શાવો પણ સરકારી સ્કીમ દ્વારા લાભાર્થીઓ આંકડા કેમ સંતાડવામાં આવી રહ્યા છે? તા ૧૦/૩/૨૦૨૩ના રોજ લોકસભાના સાંસદએ સવાલ પૂછ્યો કે સરકારની પીએમ કેર સ્કીમ હેઠળ કેટલા બાળકો જે કોરોનાના લીધે અનાથ થયા હોય, પોતાના માતા-પિતા બન્ને ગુમાવ્યા હોય તેમને આર્થિક મદદ કરવા માં આવી હતી ? સવાલ ના જવાબની શરૂઆતમાં સરકારનો આંકડો હતો કે દેશમાં ૪૩૪૫ બાળકોને આ યોજના હેઠળ ફાયદો મળ્યો છે પણ એજ જવાબમાં જ્યારે રાજ્યવાર આંકડો જે દર્શાવ્યો તેમાં દર્શાવ્યું કે ૩૯૬૨ બાળકોને આ યોજનાનો લાભ મળ્યો છે. જે દર્શાવે છે કે બન્ને આંકડામાં ૩૮૩ બાળકોનો તફાવત છે. આ આંકડાની માયાજાળ હજી લોકસભામાં નથી અટકતો, રાજ્યસભાના સાંસદના સવાલના જવાબમાં પણ આંકડામાં વિસંગતતા જોવા મળે છે, રાજ્યસભામાં ૩૮૫૫નો આંકડો દર્શાવવામાં આવે છે તે પણ લોકસભા કરતા અલગ દેખાડવામાં આવે છે. લોકસભાના જવાબમાં ગુજરાત રાજ્યમાં કોરોનામાં માતા પિતા ગુમાવનારા બાળકો જેમને પીએમ કેર બાળકો માટેની યોજનામાં ૨૦૫ બાળકો દર્શાવ્યા છે જ્યારે રાજ્ય સભા તા ૨/૨/૨૦૨૨ ૨૦૮ બાળકો દર્શાવ્યા છે પણ ચોંકાવનારી બાબત એ છે કેન્દ્રના મહિલા અને બાલ વિકાસ મંત્રાલય દ્વારા તા. ૨/૩/૨૦૨૨ ના અખબારી યાદીમાં અપાયેલ લોકસભા અને રાજ્યસભા કરતા પણ વિપરીત છે. મહિલા અને બાલ વિકાસ મંત્રાલય અખબારી યાદીમાં દર્શાવેલ આંકડો ૧૨૧૦ બાળકો નો છે. લોકસભા, રાજ્યસભા અને મહિલા અને બાલ વિકાસ મંત્રાલયના આંકડામાંથી કોના આંકડા સાચા માનવા એ સવાલ થાય છે? મહિલા અને બાલ વિકાસ મંત્રાલય અને દેશની બન્ને સર્વોચ્ય પંચાયતમાં ૧૦૦૦ થી વધુ બાળકોના આંકડાનો ફેર આવે છે. શું આ બાળકોને યોજનાના લાભથી વંચિત રાખવા આવી રહ્યા છે? શું ૧૦૦૦ થી વધુ બાળકોનું અનાથ થવાનું કારણ કોરોનાની મહામારી સિવાય કાંઈ અલગ છે ? તો સરકાર જાણકારી આપે. કેમ ગુજરાત અને દેશના બાળકો જોડે આ અન્યાય કરવામાં આવી રહ્યો છે? સ્મૃતિ ઈરાની અને તેમનું મંત્રાલય લોકસભા, રાજ્યસભા કે પોતાની પ્રેસકોન્ફરન્સમાં ક્યાં સાચુ બોલે છે ? જવાબ આપે. આંકડાઓની વિસંગતતા માટે જવાબદાર કોણ ? શું તેમના ઉપર પગલાં લેવાશે ? જે બાળકોને લાભ થી વંચિત રાખવામાં આવ્યાં છે તેમના માટે સરકાર કોઈ પગલા લેશે ?

 

 

લોકસભા (પેજ-૧)

લોકસભા (પેજ-૩)

રાજ્યસભા

સમગ્ર દેશમાં કોવીડ દરમ્યાન પી.એમ. કેર ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ લાભાર્થી અનાથ બાળકો

૪૩૪૫

૩૯૬૨

૩૮૫૫

ગુજરાત રાજ્યમાં કોવીડ દરમ્યાન પી.એમ. કેર ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ લાભાર્થી અનાથ બાળકો

૨૦૫

૨૦૮

 

કોરોના સમયે બન્ને માતા પિતા ગુમાવનાર બાળકોની સંખ્યા

 

પ્રેસકોન્ફરન્સ (કોરોના ટાઈમ)

દેશ

૧૦૩૮૬

ગુજરાત

૧૨૧૦

૧૧-૦૨-૨૦૨૩

 

· અવિચારી જંત્રીના મુદ્દે કોંગ્રેસના સબળ વિરોધ બાદ એ સાબિત થઈ ચૂક્યું છે કે ૧૭ ધારાસભ્યો ધરાવતો કોંગ્રેસ પક્ષ જટાયુની જેમ અન્યાય સામે લડવા સક્ષમ છે – ડૉ જીતુ પટેલ

· જંત્રીના ભાવ વધારા મુદ્દે જે પ્રમાણે ભાજપ સરકારે પીછે હઠ કરી છે તેના માટે કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન તથા લડતમાં સાથ આપવા બદલ સર્વે નાગરિકોનો આભાર – ડો અમિત નાયક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડૉ. જીતુભાઈ પટેલે પ્રેસ વાર્તાલાપમાં જણાવ્યું કે, અવિચારી જંત્રીના મુદ્દે કોંગ્રેસના સબળ વિરોધ બાદ એ સાબિત થઈ ગયું છે કે ૧૭ ધારાસભ્યોનું સંખ્યાબળ ધરાવતા કોંગ્રેસ પક્ષ જટાયુની જેમ પણ ભ્રષ્ટાચાર રૂપી રાવણ સામે લડવા સક્ષમ છે. હજુ બે દિવસ પહેલા જ સરકારના પ્રવક્તા મંત્રીશ્રીએ પ્રેસ કરીને તેમની સરકાર દ્વારા થોપી બેસાડવામાં આવેલ જંત્રીના ૧૦૦ ટકા વધારાને કોઈપણ સંજોગોમાં અમલવારી કરાવવામાં આવશે અને તા. ૬ ફેબ્રુઆરી બાદથી જ ગુજરાતના તમામ દસ્તાવેજોમાં ઉપરોક્ત વધારો વસુલવામાં આવશે તેવી શૈખી મારવામાં આવેલ પણ ગુજરાતની જનતાનો રોષ અને વિપક્ષનો મીજાજ પારખીને રાતોરાત બ્રહ્મજ્ઞાન થતાં આજરોજ ભાજપા સરકાર દ્વારા જાહેરાત કરી જંત્રી વધારાનો નિર્ણય અચાનક જ હાલ પુરતો મુલત્વી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો, આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભાના સત્રમાં પણ જંત્રીના ૧૦૦ ટકા દર વધારાનો કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવશે. તેવી ગુજરાતની જનતાને બાહેધરી આપીએ છીએ. સરકારને વૈજ્ઞાનિક ઢબે ચોક્કસ નીતિઓ બનાવી અને સુચનો લીધા બાદ જ દર વર્ષે જંત્રીના દરના ભાવ વધારા કે ઘટાડાના નિર્ણય લેવા બાબતે ચોક્કસ નીતિઓ બનાવવા માટે અપીલ કરવામાં આવશે તેમ ડૉ. જીતુભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજીત અગત્યની પ્રેસ વાર્તાલાપમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. અમીત નાયક દ્વારા આજરોજ ગુજરાતની ભાજપા સરકાર દ્વારા જંત્રીના ભાવ વધારા મુદ્દે જે પીછે હટ કરી છે તે માટે મજબુત વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા અને ગુજરાતની જનતાનો આભાર માન્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. અમીત નાયકે પ્રેસવાર્તામાં જણાવ્યું હતું કે, માત્ર બે મહિના પહેલા વિધાનસભાની ચૂંટણીમાં મળેલ જનમત અને આશીર્વાદ થકી પૂર્ણ બહૂમતિવાળી ભાજપા સરકાર દ્વારા જવાબદારી પૂર્વક વર્તવાને બદલે ઉનમાદમાં આવીને ગુજરાતની જનતા ઉપર જોહુકમી ભર્યા નિર્ણયો થોપી બેસાડવાના સ્વપ્નમાં રાચતી ભાજપા સરકારને આવા મનસ્વી નિર્ણયો કરતા રોકવા તમામ મોરચે મજબુત વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ રોકવાનો પ્રયાસ કરશે અને ગુજરાતની જનતા પણ તેમાં સહકાર આપશે. જે રીતે જંત્રીના ૧૦૦ ટકા ના દર વધારામાં ગુજરાતના તમામ વર્ગોએ એકમત થઈ ભાજપા સરકારના આ નિર્ણયનો વિરોધ દર્શાવ્યો તે રીતે આગળ પણ ગુજરાતની જનતા સહકાર આપશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. અમીત નાયકે પ્રેસવાર્તામાં જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપા સરકાર દ્વારા અગાઉ પણ ૨૦૦૮ અને ૨૦૧૧ ની સાલમાં પણ તેમના જ પૂર્ણ બહુમતવાળી સરકારમાં પરિપત્ર બહાર પાડી દર વર્ષે વૈજ્ઞાનિક ઢબે સર્વે કરાવીને વિષય સાથે સંકળાયેલા વિવિધ સમુદાય અને વેપારીવર્ગના સુચનો મેળવી દર વર્ષે જંત્રીના દરમાં વધારો – ઘટાડો લાગુ કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી પણ સત્તાના નશામાં કુંભકર્ણની નિંદ્રામાં સુતેલી ભાજપા સરકાર એક દાયકા કરતા વધારે સમય બાદ રાતોરાત નફાખોરી રળવા ૧૦૦ ટકાના જંત્રી દર વધારા સાથેનો પરીપત્ર બહાર પાડતા જ ગુજરાતમાં વસવાટ કરતા ગરીબ, મધ્યમ અને નોકરીયાત વર્ગમાં રોષ ભભુકી ઉઠ્યો હતો અને વિવિધ પ્લેટફોર્મ ઉપરથી સરકારને ઉપરોક્ત નિર્ણય પાછો ખેંચવા માટે રજુઆત કરવામાં આવી હતી અને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ સરકારને પ્રેસ મીડીયાના માધ્યમથી અને ધરણા પ્રદર્શન દ્વારા રજુઆત કરી ઉપરોક્ત મનસ્વી નિર્ણય પાછો ખેંચવા ચીમકી આપવામાં આવેલ જેના ભાગરૂપે સરકારે ઉપરોક્ત જંત્રી દરના ૧૦૦ ટકા વધારાના અમલવારીને હાલ પુરતો મોકુફ રાખવાનો નિર્ણય કરેલ છે.
તા. ૧૧-૨-૨૦૨૩

 

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારવાર્તાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, તેઓને એક દેશના નાગરિક તરીકે ખુબજ દુઃખ થાય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ડીગ્રી જાહેર કરવા બાબતે હાઈકોર્ટ જેવી કાયદાકીય સંસ્થાઓમાં કેસ ચાલી રહ્યો છે. શ્રી હેમાંગ રાવલે મહામહીમ રાજ્યપાલશ્રીને પત્ર લખી જણાવ્યું હતું કે,

ગુજરાત યુનિવર્સિટી (જી.યુ.) દ્વારા કેન્દ્રીય માહિતી આયોગ (સી.આઈ.સી.)ના આદેશ સામે દાખલ કરવામાં આવેલ અરજીને લગતા કેસમાં ગુજરાત હાઈકોર્ટે ગત ૯-૨-૨૦૨૩ ગુરુવારના રોજ તેનો ચુકાદો અનામત રાખ્યો હતો જેમાં ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના એમ.એ. ડીગ્રી વિષે માહિતી આપવાનું કહેવાયું હતું.

વડાપ્રધાનશ્રી મોદીએ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી સમયે ડેકલેરેશન આપ્યું હતું કે, ૧૯૭૮માં તેઓએ દિલ્હી યુનિવર્સિટી (ડી.યુ.)થી ગ્રેજ્યુએશન તથા ૧૯૮૩માં ગુજરાત યુનિવર્સિટીમાંથી (માસ્ટર) એમ.એ. પાસ કર્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દેશનું સર્વોચ્ચ સેવાકીય પદ ધરાવે છે ત્યારે તેમની ડીગ્રીના નામે વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચે તે વડાપ્રધાનપદની ગરીમા ઓછી કરે છે. આપશ્રી ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ હોવા સાથે હોદ્દાની રૂએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ સેવા આપી રહ્યાં છો ત્યારે આપશ્રીને નમ્ર વિનંતી છે કે, આપ પોતે આ બાબતમાં રસ લઈને વડાપ્રધાનશ્રીને પત્ર લખી જણાવો કે યુનિવર્સિટી જો આપની ડીગ્રીને લગતા ડોક્યુમેન્ટ જાહેર કરે તો આપને કોઈ વાંધો નથી ને ? આ પ્રમાણે જો આપ પત્ર લખશો તો વડાપ્રધાનશ્રી તેનો હકારાત્મક ઉત્તર આપશે તેની એક દેશના નાગરિક તરીકે મને ખાત્રી છે. બની શકે કે ઉદ્યોગપતિઓ સાથે વિદેશ પ્રવાસ, સતત ચૂંટણી સભાઓ, સતત સંવાદના, સતત કાર્યના લીધે આ ડીગ્રી બાબતનો કોર્ટ કેસ તેમના ધ્યાનમાં આવેલ ન હોય. આપ જો તેમનો સંપર્ક કરશો તો તેઓ નૈતિકતાના ધોરણે પણ યુનિવર્સિટી તેમની ડીગ્રી જાહેર કરે તો કોઈપણ પ્રકારનો વાંધો નહીં લે.

આપને જો વડાપ્રધાનશ્રી દ્વારા અનુમતિ મળે તો કેટલીક અન્ય માહિતી પણ જાહેર કરવા વિનંતી છે જેથી વડાપ્રધાનની ગરીમા જળવાઈ રહે.

 

· દિલ્હી યુનિવર્સિટીના જે જે ડોક્યુમેન્ટ એમ.એ. કરવા માટે જમા કરાવવામાં આવ્યાં હોય તેની ખરી નકલ.

· એક રાજ્યની યુનિવર્સિટીમાંથી બીજા રાજ્યની યુનિવર્સિટીમાં વિદ્યાર્થી જ્યારે નવા કોર્ષમાં પ્રવેશ લે ત્યારે તેમાં માઈગ્રેશન સર્ટીફીકેટ આપવું ફરજીયાત હોય છે. આવા પ્રકારનું માઈગ્રેશન સર્ટીફીકેટ પણ જાહેર જનતા માટે દર્શાવવા વિનંતી.

· વડાપ્રધાનશ્રી જે ૧૯૮૩ની બેચમાં એમ.એ. ભણ્યાં હતાં તેમની સાથેના વિદ્યાર્થીઓના નામ પણ જાહેર કરવા જેથી તેઓ એલ્યુમની તરીકે ગર્વ અનુભવી શકે.

· સામાન્ય રીતે કોઈ એક વિદ્યાર્થી પ્રાઈવેટ નોકરીની સેવા માટે પણ પોતાની ડીગ્રી મુકે છે ત્યારે તે કંપનીના એચ.આર. મેનેજર યુનિવર્સિટી સાથે કોમ્યુનીકેશન કરીને ડીગ્રીની ખરાઈ કરે છે. જ્યારે ઉપરના કિસ્સામાં તો દેશ સેવાનું સર્વોચ્ચ સ્થાન ભોગવતા વડાપ્રધાનશ્રીની ડીગ્રી બાબતે કોર્ટમાં કેસ ચાલે છે તે વડાપ્રધાનશ્રીની ગરીમા માટે યોગ્ય નથી. માટે તેમની પણ ખરાઈ કરેલી માર્કશીટ, ડીગ્રી, માઈગ્રેશન, કેરેક્ટર સર્ટિફીકેટ, લેટર ઓફ રીકમન્ડેશન, મીડીયમ ઓફ ઈન્સ્ટ્રક્શન વગેરે દરેક ડોક્યુમેન્ટ જાહેર કરીને જનતા સુધી પહોંચાડવા જોઈએ.

 

આપશ્રીને પત્ર લખવાનો એક માત્ર ઉદેશ્ય એજ છે કે, અમો વડાપ્રધાનશ્રીની ડીગ્રી બાબતે સહેજ પણ શંકા ધરાવતા નથી પરંતુ જે લોકો શંકા કરે છે તેમને આ ડીગ્રી જાહેર કરીને એક પારદર્શીકતાના સર્વોચ્ચ શિખર સર કરી શકાય. આપશ્રી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હોવાના નાતે આ વિષયમાં રસ લઈને વડાપ્રધાનશ્રીના પદની ગરીમા જળવાય તેવો પ્રયત્ન કરશો તેજ વિનંતી સાથે…

૯-૨-૨૦૨૩

 

· ભાજપ શાસનનાં છેલ્લા ૬ વર્ષમાં એસસી-એસટી પર ૯૭૧૨ જેટલી ઘટનાઓ–હુમલાઓ

· ભાજપ સરકારમાં દર ૪૮ કલાકે અનુસુચિત જનજાતી પર ‘એક’ અત્યાચાર-હુમલા ઘટના: એસસી-એસટી પર સતત વધી રહેલા હુમલા રોકવામાં ભાજપ સરકાર નાકામ.

· ગુજરાતમાં એસટી એટ્રોસિટીના બનાવોમાં છેલ્લા ત્રણ વર્ષનો કન્વિકશન રેટ એક ટકા કરતા પણ ઓછો: છેલ્લા ત્રણ વર્ષમાં એસટી એટ્રોસિટી કેસમાં માત્ર 9 લોકોને સજા થઇ છે

 

અનુસુચિત જાતી(SC) અને અનુસુચિત જનજાતિ(ST) પરના અત્યાચારમાં થઇ રહેલા વધારા, પગલા ભરવામાં નાકામ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે, લોકસભાના પટલ પર રજુ થયેલ ચોકાવનારા આંકડા પ્રમાણે ગુજરાતમાં એસસી-એસટી પર વધતી જતી એટ્રોસિટીની ઘટનાઓએ ગુજરાત માટે ચિંતાજનક બાબત છે. એસસી-એસટીના બંધારણીય હક્કો-અધિકારો અગે ભાજપ સરકાર અનદેખી કરી રહી છે. ગુજરાતમાં અનુસુચિત જનજાતિ(ST) પર વર્ષ ૨૦૧૯માં ૩૨૧ કેસ રજીસ્ટર જયારે સજા માત્ર ૭ને થઇ. વર્ષ ૨૦૨૦- ૨૯૧ જેટલા કેસ રજીસ્ટર જયારે સજા માત્ર ૨ને થઇ અને વર્ષ ૨૦૨૧માં ૩૪૧ જેટલા એટ્રોસિટીના કેસ રજીસ્ટર થયા પરતું એક પણને સજા થઇ નહિ. એટલે કે છેલ્લા ત્રણ વર્ષમાં એસટી એટ્રોસિટી કેસમાં માત્ર 9 લોકોને સજા થઇ છે. એસટી એટ્રોસિટીના બનાવોમાં ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષનો કન્વિકશન રેટ એક ટકા કરતા પણ ઓછો છે. ભાજપ સરકારના રાજમાં છેલ્લા ત્રણ વર્ષમાં અનુસુચિતજનજાતી પર ૯૫૩ જેટલી એટ્રોસિટીની ગંભીર ઘટનાઓ થઇ છે આ નોધાયેલી ઘટનાઓ છે જયારે ફરીયાદ ન લેવામાં આવે, ધમકાવીને કાઢી મુકવામાં આવે, ડર-ભય પેદા કરવામાં આવે જેનાંથી ભોગ બનનાર ફરિયાદી ન બને જેવી ન નોધાયેલી ઘટનાઓ બમણાથી પણ વધુ છે.

ભાજપ સરકારમાં દર ૪૮ કલાકે અનુસુચિત જનજાતી પર ‘એક’ અત્યાચાર-હુમલા ઘટના થાય છે. છેલ્લા ૬ વર્ષમાં એસસી-એસટી પર ૯૭૧૨ જેટલી ઘટનાઓ–હુમલાઓ થયા છે. એસસી-એસટી પરના થઈ રહેલા હુમલા સમગ્ર રાજ્ય માટે ચિંતાજનક બાબત છે. એસસી-એસટી પર સતત વધી રહેલા હુમલા રોકવામાં ભાજપ સરકાર નાકામ રહી છે. એસસી-એસટીના હક્કો-અધિકારો મળવા, કાયદાકીય બાબતો અંગે જાગૃતતા લાવવા છેલ્લા ૩ વર્ષમાં સમગ્ર દેશમાં ૧૫૦૦૦થી વધુ જનજાગૃતિના કાર્યક્રમો થયા પરતું ગુજરાતની ભાજપ સરકારએ વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં દેખાવ પૂરતા માત્ર ૬- ૬ અને વર્ષ ૨૦૨૦માં જાગૃતિ અંગેના એક પણ કાર્યક્રમ કર્યો નહિ. જે ભાજપ સરકારની એસી-એસટી વિરોધી માનસિકતા દર્શાવે છે.

૦૮-૦૨-૨૦૨૩

 

· ગુજરાતની ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) માં કાર્યરત ઈન્સ્ટ્રક્ટર, અભ્યાસકર્તા વિદ્યાર્થીઓ, પ્લેસમેન્ટ અને માળખાકીય સુવિધા અંગે નીતિ આયોગના અહેવાલમાં ગુજરાતની ઔદ્યોગીક તાલીમ સંસ્થાની કથળતી શૈક્ષણિક અને માળખાકીય વ્યવસ્થાની પોલ ખુલ્લી પડી : બજેટ નાણાં ક્યાં ગયા?

· ગુજરાતમાં વર્ષ ૨૦૨૦માં ૩૫૪૮૨ ઔદ્યોગીક તાલીમાર્થીઓ પાસ થયા હતા જેમાંથી માત્ર ૯૨ તાલીમાર્થીઓને રોજગાર મળ્યોઃ સ્કીલ ડેવલપમેન્ટના કરોડો રૂપિયા જાહેરાતમાં ખર્ચાયા.

· ઔદ્યોગીક તાલીમ મેળવ્યા બાદ વર્ષ ૨૦૨૦ પહેલા અને પછી કેટલા તાલીમાર્થીઓને રોજગાર મળ્યો તેની કોઈ વિગત સરકાર પાસે નથીઃ ક્યાં ગઈ ભાજપ સરકારની ડીજીટલ ગુજરાતની જાહેરાતો ?

 

સમગ્ર દેશ અને ગુજરાતની ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) માં કાર્યરત ઈન્સ્ટ્રક્ટર, અભ્યાસકર્તા વિદ્યાર્થીઓ, પ્લેસમેન્ટ અને માળખાકીય સુવિધા અંગે નીતિ આયોગના અહેવાલમાં ગુજરાતની ઔદ્યોગીક તાલીમ સંસ્થાની કથળતી શૈક્ષણિક અને માળખાકીય વ્યવસ્થાની પોલ ખુલ્લી પડી ગઈ છે ત્યારે સ્કીલ ડેવલપમેન્ટ અને શ્રમવિકાસ રોજગાર વિભાગના કરોડો રૂપિયા ક્યાં વપરાઈ રહ્યાં છે તેવો ભાજપ સરકારને પ્રશ્ન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઔદ્યોગીક તાલીમ સંસ્થામાં તાલીમ મેળવ્યાં બાદ પણ યુવાનોને રોજગાર મળતો નથી. વર્ષ ૨૦૨૦માં ૩૫૪૮૨ ઔદ્યોગીક તાલીમાર્થીઓ પાસ થયા હતા જેમાંથી માત્ર ૯૨ તાલીમાર્થીઓને રોજગાર મળ્યો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧માં રાજ્યમાં ૧૩૬૮૦૦ બેઠકો હતી જેમાંથી ૮૧૨૦૦ બેઠક ભરાઈ, ૪૦ ટકા થી વધુ બેઠકો ખાલી રહી હતી. આ ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓમાં મહિલા તાલીમાર્થીઓની સંખ્યા માત્ર ૧૮.૭૮ ટકા જ છે. નીતિ આયોગના ઔદ્યોગીક તાલીમ સંસ્થા અંગેના અહેવાલે ભાજપ સરકારની ઔદ્યોગીક તાલીમ સંસ્થાની શૈક્ષણિક અને માળખાકીય સુવિધાની પોલ ખોલી નાખી છે. ગુજરાતની આઈ.ટી.આઈ.માં ઈન્સ્ટ્રક્ટર માટે કુલ ૧૦૦૦૪ મંજુર કરવામાં આવી છે જેમાંથી ૪૦૦૦ થી વધુ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. બે કરોડ રોજગાર આપવાની વાતો કરતી ભાજપ સરકાર પાસે રોજગારના કોઈ આંકડા નથી. ઔદ્યોગીક તાલીમ મેળવ્યા બાદ વર્ષ ૨૦૨૦ પહેલા અને પછી કેટલા તાલીમાર્થીઓને રોજગાર મળ્યો તેની કોઈ વિગત સરકાર પાસે નથી. ગુજરાતની ૨૧૬ સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓમાંથી માત્ર ૪૯ સંસ્થાઓ ૨ થી વધુ ગ્રેડ અને માત્ર ૩૬ સંસ્થાઓ એ ૧ થી ઓછો ગ્રેડ મેળવ્યો છે. પ્રાઈવેટ ૧૫૬ આઈ.ટી.આઈ. માંથી માત્ર ૧૩ સંસ્થાઓએ ૨ થી વધુ ગ્રેડ મેળવ્યો છે જ્યારે ૭૬ આઈ.ટી.આઈ.એ ૧ થી ઓછો ગ્રેડ મેળવ્યો છે.

ગુજરાતમાં દિવસે દિવસે થઈ રહેલા ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓના કથળતા સ્તર અંગે નીતિ આયોગના અહેવાલમાં જણાવ્યા અનુસાર ઔદ્યોગીક એકમો સાથેના જોડાણનો અભાવ, પુરતા સ્ટાફનો અભાવ, પુરતી માળખાકીય સુવિધાનો અભાવ, નાણાંકીય ફાળવણીમાં ઘટ, પ્લેસમેન્ટનો અભાવ સહિતના કારણે ગુજરાતના યુવાનો ઔદ્યોગીક તાલીમ મેળવ્યા બાદ પણ રોજગાર મળ્યો નથી ત્યારે ઔદ્યોગીક તાલીમ સંસ્થામાં ઈન્ડ્રસ્ટીઝ – ઈન્સ્ટીટ્યુટ જોડાણ મજબૂત કરવામાં આવે, પુરતા ક્વોલીફાઈડ ઈન્સ્ટ્રક્ટરોની નિમણૂંક કરવામાં આવે, કોર્પોરેટ સોશ્યલ રીસ્પોસીબીલીટી (સી.એસ.આર.) હેઠળના નાણાં ઔદ્યોગીક તાલીમ સંસ્થાને ટેકનીકલ મેનપાવર તૈયાર કરવા માટે વપરાય તોજ રાજ્યના યુવાનોના ભવિષ્ય માટે જરૂરી “હર હાથને રોજગાર” મળશે.
૮-૨-૨૦૨૩

 

 

· કેન્દ્રીય ખેલમંત્રાલયની વેબસાઈટ ઉપરથી ૧૦૮ અર્જુન એવોર્ડ વિજેતા, ૧૩ મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ વિજેતા, ૩૬ દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતાઓના નામ ગાયબ.

· વર્ષ ૨૦૨૧માં રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડનું નામ બદલી મેજર ધ્યાનચંદ કરવામાં આવ્યું તે વેબસાઈટ ઉપર અપડેટ થઈ શકે પણ દેશનું રોશન કરતા એવોર્ડ વિજેતાઓનું નામ અપડેટ ન થાય તે ખુબ દુઃખદ છે.

· ડીજીટલ ઈન્ડીયાના ફ્લેગશીપ પ્રોગ્રામ હેઠળ ચાર વર્ષમાં ૨૪૬૪૯ કરોડનું બજેટ ફળવાય પણ સરકાર પોતાની જ વેબસાઈટ અપડેટ કરવામાં નિષ્ફળ.

 

આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસવાર્તાને સંબોધતા પાર્થિવરાજસિંહ કઠવાડીયા જણાવ્યું કે કેન્દ્રના ખેલ મંત્રાલયની વેબસાઇટ https://yas.gov.in/sports/sports-awards-0 પર થી દેશનું ગૌરવ ગણાતા મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, અર્જુન એવોર્ડ વિજેતા ખેલાડીઓ અને દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા કોચના નામ ગાયબ છે. ફેબ્રુઆરી 2023 માં વેબસાઇટ અપડેટ થઈ હોય છતાં 2018 પછી અર્જુન એવોર્ડ વિજેતા મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ વિજેતા, મેજર ધ્યાનચંદ લાઈફટાઈમ એવોર્ડ વિજેતા ખેલાડીઓ અને દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા કોચીંસના નામ સરકારની ખેલ મંત્રાલય ઉપર અપડેટ નથી કરવામાં આવ્યા, તે દેશનું નામ વિશ્વ ની ફલક ઉપર રોશન કરતા ખેલાડીઓનું અપમાન છે. વર્ષ 2018 પછી દેશ ભરમાં 106 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. 13 ખેલાડીઓેને મેજર ધ્યાનચંદ ખેલરત્ન અને 36 મેજર ધ્યાનચંદ લાઈફટાઈમ એવોર્ડ થી 2018 પછી સન્માનિત કરવામાં આવ્યા છે. વિશ્વની ફલક ઉપર ભારતનું નામ રોશન કરતા ખેલાડીઓને તાલીમ આપતા 36 કોચિસને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભાજપ સરકાર રાજનીતિ કરવા માટે ખેલ અને ખેલાડીઓનો ઉપયોગ કરી શકે છે, પણ તેમને પૂરતું સન્માન નથી આપી સકતાં. વર્ષ 2021માં રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડનું નામ બદલી મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ કરવામાં આવ્યું તે સરકારી વેબસાઇટ ઉપર અપડેટ થઈ જાય પણ ખેલવીરો- રમતવીરોના નામ અપડેટ ના થાય. સરકાર ડિજિટલ ઇન્ડિયાના નામે છેલ્લા 5 વર્ષમાં 24649 કરોડનું બજેટ ફાળવ્યા પછી પણ સરકાર પોતાના મંત્રાલય માં અમલીકરણ કરવામાં નિષ્ફળ ગયી છે. રવિન્દ્ર જાડેજા, બજરંગ પુનીયા, વીનેશ ફોગાટ, રોહિત શર્મા, ઇશાંત શર્મા, મિતાલી રાજ જેવા અનેક વિશ્વ વિખ્યાત ખેલાડીઓ જે દેશનું સન્માન અને ગૌરવ છે, તેવા ખેલાડીઓના નામ ખેલ મંત્રાલયની વેબસાઇટ ઉપરથી ગાયબ થવું તે શરમજનક છે. દરેક રમત ગમત માં દેશનું ગૌરવ વધારતા આ ખેલાડીઓ દેશના યુવાનોના પ્રેરણા સ્ત્રોત છે, ખેલાડીઓના નામ અપડેટ ના થવું દુઃખદ છે. ખેલ મંત્રાલય તાત્કાલિક સન્માનીય ખેલાડીઓ અને કોચીસના નામ અપડેટ કરવાની માંગ કરીએ છીએ.

 

૨૦૧૯ થી ૨૦૨૨ સુધીના એવોર્ડ વિજેતા ખેલાડીઓ અને કોચીંસ જેમના નામ ખેલ મંત્રાલયની વેબસાઈટ ઉપરથી ગાયબ છે.

અર્જુન એવોર્ડ વિજેતા

મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ

મેજર ધ્યાનચંદ લાઈફટાઈમ એવોર્ડ

દ્રોણાચાર્ય એવોર્ડ

૧૦૬ ખેલાડીઓ

૧૩ ખેલાડીઓ

૩૬ ખેલાડીઓ

૩૬ કોચીંસ

૪-૨-૨૦૨૩

 

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી અને વડગામનાં કોંગ્રેસ પક્ષનાં ધારાસભ્યશ્રી જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે દુનિયાનું સૌથી મોટું કોર્પોરેટ સ્કેમ દેશમાં ચાલી રહ્યું છે. તાજેતરમાં ટ્વીટર પર ‘ચોકીદાર હી ચોર હૈ’ હેસટેગ ટ્રેન્ડીંગ થઈ રહ્યું છે. હિડનબર્ગ રિપોર્ટને પગલે દેશમાં આર્થિક સંકટ ઉભું થયું છે. અદાણી ગ્રુપના સ્કેમ અંગે સીબી, ઇડી, સીબીઆઈ, આરબીઆઇ કેમ ચૂપ છે. કોંગ્રેસ પક્ષ નાના અને મધ્યમ વર્ગનાં ઉદ્યોગકારો સાથે છે. શેલ કંપનીઓ-ફેક કંપનીઓ ઉભી કરીને કરોડો રૂપિયાની ટેક્ષ ચોરી કરવામાં આવી છે અને શેરમાં રોકાણ કરવામાં આવ્યું છે. દેશની સૌથી વિશ્વસનીય વીમા કંપની દ્વારા ૭૬૦૦૦ કરોડનું અને એસબીઆઈ સહિતની બેન્કોએ ૮૦૦૦૦ કરોડનું રોકાણ અદાણી ગ્રુપમાં કરવામાં આવ્યું છે. જે રીતે શેર માર્કેટમાં એલઆઇસી અને વિવિધ બેંકોનાં રોકાણનું ધોવાણ થયું છે એ ખૂબ જ ચિંતાનો વિષય છે. ગુજરાતની ભાજપ સરકાર પણ ‘મગનું નામ મરી’ પાડતી નથી. ગુજરાતનાં રોકાણકારને સાચવવા માટે એક શબ્દ ભાજપ સરકાર ઉચ્ચારતી નથી ત્યારે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે આ સમગ્ર ગોટાળાની તાપસ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દ્વારા તાપસ કરવામાં આવે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલભાઈ શાહએ જણાવ્યું હતું કે દેશનાં અને ગુજરાતનાં લાખો લોકોએ પોતાના જીવનની મૂડી સરકારી વીમા કંપની એલઆઈસી અને સરકાર બેંકોમાં રોકાણ કરે છે. અદાણી ગ્રુપના આર્થિક ગોટાળા અને હિડનબર્ગનાં રિપોર્ટ બાદ રોકાણકારોનાં તેમજ સરકારી સંસ્થાઓનાં કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે.ત્યારે તારીખ ૬ ફેબ્રુઆરી બપોરે ૧ વાગે કોંગ્રેસ પક્ષ ગુજરાતનાં તમામ જિલ્લા મથકે અને અમદાવાદમાં એલઆઈસી ઓફીસ બહાર ધારણા-પ્રદર્શન કરી વિરોધ કરવામાં આવશે. તારીખ ૭ ફેબ્રુઆરીએ કોંગ્રેસ પક્ષ દ્વારા હાથ સે હાથ જોડો યાત્રાનો શુભારંભ કરવામા આવશે. પદયાત્રાની શરૂઆત સાબરમતી આશ્રમ ખાતેથી કરવામાં આવશે. ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવાની ઘટનાના અંગે ગુજરાતનાં યુવાનોને સાથે મળીને લાખો યુવાનોના ભવિષ્ય માટે આ યાત્રામાં યુવાનોની રોજગારીનાં પ્રશ્ને મજબૂતાઈથી ઉજાગર કરવામાં આવશે.

૦૩-૦૨-૨૦૨૩

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે અમદાવાદ શહેર જીલ્લા સમિતિની બેઠક યોજવામાં આવી હતી, અમદાવાદ શહેર જીલ્લાના આગેવાનો, કાર્યકર્તાઓએ આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીયશ્રી જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં ભાગ લીધો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, દરેક સમયની પોતાની માંગ અને જરૂરિયાત હોય છે, પહેલા સમયની માંગ હતી આઝાદી, ત્યાર બાદ સમયની માંગ બની દેશને પગભર બનાવવો અને તેને એકવીસમી સદીમાં દુનિયાના સર્વોચ્ચ દેશોની હરોળમાં ઉભો કરવો. ભારત દેશના આ પ્રત્યેક સમય ગાળામાં કોંગ્રેસ પાર્ટીએ આગેવાની કરી અને પોતાનું લોહી અને પરસેવો રેડી ભારત દેશને ગૌરવાન્વિત બનાવ્યો.

આજે ફરી દેશ સામે કપરો સમય આવી ને ઉભો છે. યુવાનો પાસે નોકરી નથી, પેપરો ફોડી તેમના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે, મોંઘવારી સામે સામાન્ય નાગરિક નિ:સહાય બની ગયો છે, મીડિયા નિષ્પક્ષ હોવાને બદલે એકજ પક્ષનું બની ગયું છે, એક-બે વ્યાપારીઓ દેશની સંપત્તિને ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે, સરકારના નેતાઓ અને મંત્રીઓ દેશના નાગરિકો વચ્ચે ભેદભાવ ઉભા થાય તેવા ભાષણ અને આચરણ કરી રહ્યા છે. એટલે જ શ્રી રાહુલ ગાંધીએ સપ્ટેમ્બરમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો પદયાત્રા શરુ કરી અને 4000 કિલોમીટર ચાલીને દેશના ખૂણે ખૂણે એકતા અને અખંડતાની મશાલ જલાવી. એક નેતા તરીકે, એક નાગરિક તરીકે અને કોંગ્રેસના સાચા સિપાહી તરીકે તેમણે પોતાની જવાબદારી નિભાવી છે. હવે જવાબદારી આપણી એટલે કે પ્રત્યેક નાગરિકની છે કે આપણે આ પ્રેમ, સદભાવ અને આશાની મશાલને સળગતી રાખીએ અને હાથથી હાથ જોડવા માટે તા. ૭ ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજ ગાંધી આશ્રમ થી કોચરબ આશ્રમ સુધીની પદયાત્રામાં સૌને જોડાવવા આગ્રહ કર્યો હતો.

શહેર કોંગ્રેસ સમિતિના પ્રભારીશ્રી બિમલ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા સમાન વારંવાર પેપર લીકની ઘટના થઈ રહી છે. ગુજરાતમાં ભાજપ સરકાર ભ્રષ્ટાચારની તમામ હદો વટાવી ચુકી છે. વધુ એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. તાજેતરની જુનિયર કલાર્કની પરીક્ષામાં ૧૦ લાખ થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય રોળાયા છે. કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે, ભાજપ સરકારમાં વારંવાર પેપર ફૂટવાની હકીકત દર્શાવતું શ્વેતપત્ર રજુ કરવામાં આવે તથા સ્પર્ધાત્મક પરીક્ષાની ફોર્મ ફી નાબુદ કરી અને પરીક્ષાના કોલ લેટરને રેલ્વે-બસમાં નિઃશુલ્ક પરિવહનનો પાસ ગણવામાં આવે.

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી નીરવ બક્ષીએ પક્ષ દ્વારા આપવામાં આવેલા આગામી કાર્યક્રમોને સફળ બનાવવા માટે શહેરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને અપીલ કરી હતી તથા જે પ્રમાણે એક ઉદ્યોગપતિને બચાવવા દેશની જનતાના રોકાયેલા મહામુલા એલ.આઈ.સી.ના રૂપિયાની બરબાદી થઈ છે અને એસ.બી.આઈ. બેંક અને પંજાબ નેશનલ બેંક જેવી અનેક સરકારી સંસ્થાઓએ અદાણી એન્ટરપ્રાઈઝમાં પોતાના રૂપિયા લગાવ્યાં છે, દેશની જનતાના રૂપિયાની જવાબદારી એ સરકારની છે અને સરકાર એ સાચવવામાં નિષ્ફળ રહી છે તેની સામે તા. ૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ સોમવારના રોજ એલ.આઈ.સી. ઓફીસ, રીલીફ રોડ, એસ.વી. કોલેજ પાસે બપોરે ૧-૦૦ થી ૩-૦૦ ધરણા પ્રદર્શન કરવામાં આવશે તથા ભારત જોડો યાત્રાની કડીરૂપ હાથ થી હાથ જોડો યાત્રા તા. ૭ ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજ ગાંધી આશ્રમ થી કોચરબ આશ્રમ સુધીની પદયાત્રામાં સૌને જોડાવવા આગ્રહ કર્યો હતો. ઉપરોક્ત આગામી કાર્યક્રમો માટે વિધાનસભા દીઠ તથા વોર્ડ વાઈઝ બેઠક કરીને આ કાર્યક્રમોને સફળ બનાવવા પ્રમુખશ્રી જગદીશ ઠાકોરને ખાતરી આપી હતી.

આ બેઠકની આભાર વિધી કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં હાજર રહીને બેઠકને સફળ બનાવવા આભાર માન્યો હતો.

આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી નીરવ બક્ષી, અમદાવાદ શહેર પ્રભારી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બીમલ શાહ, મહામંત્રીશ્રી નઈમ મીરઝા, શ્રી ગીતાબેન પટેલ, શ્રી રાજુ બ્રહ્મભટ્ટ, શ્રી સી.એમ. રાજપુત, ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. સેલના ચેરમેનશ્રી ઘનશ્યામ ગઢવી, ગુજરાત પ્રદેશ સેવાદળના કાર્યકારી ચેરમેનશ્રી કિરણ પ્રજાપતી, અમદાવાદ શહેર લઘુમતિ સેલના પ્રમુખશ્રી રસીદ શેખ, ઓ.બી.સી. સેલના શહેરના પ્રમુખશ્રી જયસિંહ રાઠોડ, ગુજરાત પ્રદેશ મીડીયા સેલના કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા શ્રીમતિ રત્નાબેન વોરા, યુવક કોંગ્રેસના આગેવાનશ્રી ભુમન ભટ્ટ તથા શહેર સમિતિના આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

૦૧-૦૨-૨૦૨૩

 

 

દેશના સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો માર વધશે, રોજગારની તકો માટે કોઈ નક્કર બાબત નહિ બીજીબાજુ સીમિત લોકો માટે મદદકર્તા કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, દેશના ગરીબ – સામાન્ય મધ્યમ વર્ગના નાગરીકોને મોટો પ્રશ્ન મોંઘવારી માટે નાણામંત્રી એક શબ્દનો પણ બજેટ સ્પીચમાં ઉલ્લેખ કર્યો નથી. કેન્દ્રિય બજેટ વાયદાના વેપારમાં ફરી એક વખત અવલ્લ સાબિત થનારું છે. મોંઘવારી આસમાને છે. બેરોજગારી દર વધી રહ્યો છે. ત્યારે કેન્દ્રિય બજેટ વધુ એક વખત દેશના કરોડો નાગરિકો સામે છેતરપીંડી સમાન છે. આંકડાઓમાં હેરફેર, યોજનાઓની મોટી મોટી વાતો, શ્રમિક વર્ગો માટે કોઈ નક્કર વાત કરવામાં આવી નથી. શ્રમિકોના હક્ક અધિકાર આપતા કાયદાઓ રદ્દ કરીને ઉધ્યોગગૃહોને લાભ આપવાની ભાજપે વધુ એક જાહેરાત કરી છે. ભાજપને ચુંટણી પ્રચાર સભામાં જે ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ ની વાતો હતી તે હવે ‘ડેમોગ્રાફિક ડિજાસ્ટર’ તરફ કેન્દ્રીય બજેટ આગળ વધી રહ્યું તેમ જણાય છે.

સમગ્ર દ્રષ્ટિએ કેન્દ્રીય બજેટ મોંઘવારી – બેરોજગારી – અસમાનતા વધારનારું અને દેશના સામાન્ય નાગરીકો પર મોંઘવારીનો માર વધારનારું છે.

—————————————————————————————-

કેન્દ્રીય બજેટ ઉપર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, બેલગામ મોંઘવારી, મોંઘવારી ઘટાડવા કોઈ જાહેરાત નહિ. ગરીબી / ભૂખમરામાં વધારો, તેની સામેની લડત માટે કોઈ નિતિ નહી. સતત અર્થવ્યવસ્થા પડી ભાંગી રહી છે, રૂપિયાનું સતત અવમૂલ્યન થઈ રહ્યું છે. મંદી – મોંઘવારી – મહામારી સામે સરકારની કોઈ નક્કર જાહેરાતનો બજેટમાં અભાવ જોવા મળે છે. ખેડૂત, ખેતી અને ગ્રામ્ય વિરોધી ભાજપા સરકારની નિતિ સમગ્ર બજેટમાં ફરી એક વખત સ્પષ્ટ જોવા મળી રહી છે.

ભારત સરકારનું દેવામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. માર્ચ – ૨૦૨૩માં રાષ્ટ્રીય દેવામાં ૧૫૦ ટકા જેટલો અધધ વધારો થઈને બસો લાખ કરોડનો આંકડો આંબી ગયું છે. જે ઘણી ચિંતાજનક બાબત છે.

મંદી, મોંઘવારી અને મહામારીમાં સપડાયેલા દેશના સામાન્ય કરોડો નાગરિકોને નવી તકો, નવી રાહતો આપવાનું તો દુર પણ તેઓની રોજગારી પુનઃ સ્થાપિત થાય તે માટે પણ કોઈ નક્કર નીતિ બજેટમાં જોવા મળતી નથી. નોટબંદી તથા અણઘડ જી.એસ.ટી. વ્યવસ્થાના કારણે નાના ઉદ્યોગો માટે કોઈ મોટી રાહતની જોગવાઈ જોવા મળતી નથી. બજેટમાં શિક્ષણ, આરોગ્ય, ખેતી, મનરેગા, મોંઘવારીમાં સતત વધારો, બેરોજગારી, આર્થિક અસમાનતા, ઘટતી આવક સામે નક્કર આયોજન જોવા મળતું નથી.

૧-૨-૨૦૨૩

· આ વખતનું બજેટ એ આર્યભટ્ટના ‘શૂન્ય’ને પણ શરમાવે તેવું. -હેમાંગ રાવલ

· દેશમાં પ્રવર્તમાન બેરોજગારી અને વધતી હતી મોંઘવારીને ડામવા માટેનું કોઈ નક્કર આયોજન આ બજેટમાં નથી. -હેમાંગ રાવલ

· ‘અમૃત કાળ’, ‘સપ્ત ઋષિ’ જેવા નામો ચર્ચામાં લાવીને જનતાને જુમલા પ્રકારના સપના જ બતાવવામાં આવ્યા છે. -હેમાંગ રાવલ

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા રજુ કરવામાં આવેલા વર્ષ ૨૦૨૩-૨૪ નું બજેટ એ માત્ર ભાષણ જ દેખાઈ રહ્યું છે. કોઈ સચોટ આંકડાકીય માહિતી આપવામાં આવી નથી બજેટની અંદર લોંગ ટર્મ પ્રવચન કહીને માત્રને માત્ર ઠાલા વચનો આપવામાં આવ્યા છે.

દેશમાં અત્યારે સૌથી વધારે મહત્વનો પ્રશ્ન એ મોંઘવારી છે અને એ જ પ્રમાણે બીજો મહત્વનો પ્રશ્ન બેરોજગારી છે. મોંઘવારીને નિવારવા માટે કોઈપણ પ્રકારનું નક્કર આયોજન કરવામાં નથી આવ્યું. જીએસટીના સ્લેબમાં કોઈપણ ઘટાડો કરવામાં નથી આવ્યો. પેટ્રોલ ડીઝલના ભાવ કઈ રીતે ઓછા થાય એની કોઈ ચર્ચા કરવામાં નથી આવી. એ જ પ્રમાણે કઈ રીતે રોજગાર સર્જવામાં આવશે અને બેરોજગારોને રોજગારી મળશે તેના નક્કર આંકડાનું કોઈ આયોજન દર્શાવવામાં નથી આવ્યું. આ સંપૂર્ણ બજેટ એ જાણે ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ હાઉસ માટે બનાવવામાં આવ્યું હોય એવા પ્રકારનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે.

ઇન્કમટેક્સ સ્લેબમાં પણ ચતુરાઈથી જાહેરાત કરવામાં આવી છે હકીકતમાં જોવા જઈએ તો અઢી લાખ સુધી જે ઇન્કમટેક્સની મર્યાદા હતી એ ત્રણ લાખ કરવામાં આવી છે એટલે કે માત્ર ૫૦,૦૦૦ રૂપિયા ઇન્કમટેક્સમાં સ્લેબમાં વધારો કરવામાં આવ્યો છે. ૫૦,૦૦૦ નો સ્લેબમાં વધારો એટલે એના પાંચ ટકા માત્ર ૨૫૦૦ રૂપિયાનો ઇન્કમટેક્સ ભરનારને ફાયદો થાય પરંતુ જાહેરાત સાત લાખ રૂપિયા સુધીના ટેક્સમાં નીલ રિટર્ન આવશે તેવી કરવામાં આવી છે. પરંતુ તેની અંદર એ કન્ડિશન રાખવામાં આવી છે કે તમે જો બચતનું અને બાકીનું બધું પબ્લિક પ્રોવિડન્ટ ફંડની અંદર એલ.આઇ.સી. ની અંદર અને મેડીક્લેમમાં રોકાણ કરો તો તમને સાત લાખ સુધીની આવકનો બેનિફિટ મળશે.

આમ, નિર્મલા સીતારામનનું બજેટ એ કન્ફ્યુઝિંગ બજેટ છે ખેડૂતો માટે એમની આવક વધે એના માટે કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. એમ.એસ.પી. ની કોઈ ગેરંટી આપવામાં નથી આવી. નાના અને મધ્યમ ઉદ્યોગો એમ.એસ.એમ.ઈ. કે જે દેશના ગ્રોથ એન્જિનની સૌથી મોટી જવાબદારી છે તેના માટે કોઈ જ જાહેરાત કરવામાં નથી આવી, માત્રને માત્ર ‘અમૃત કાળ’, ‘સપ્ત ઋષિ’ જેવા નામો ચર્ચામાં લાવીને જનતાને સપના જ બતાવવામાં આવ્યા છે.

આ બજેટ એ આર્યભટ્ટના ‘૦’ ને પણ શરમ આવે તેવું બજેટ છે, કેન્સરના દર્દીને ઓપરેશન કરવાના બદલે એન્ટિબાયોટિક દવા આપીને થોડા સમય માટે રાહત મળે એમ માત્ર ભાષણ સાંભળીને જનતાને બે ઘડી આનંદ મળશે પરંતુ નક્કર આયોજનનો સદંતર અભાવ દેખાઈ રહ્યો છે.
૫-૧-૨૦૨૩

· કલમ 144 એ 1898માં બ્રીટીશ સરકારના રાજ વખતે આઝાદીના લડવૈયાઓ સામે ઉપયોગ કરવા માટે બનાવવામાં આવી હતી. તે વખતે પણ કલમ 144 હેઠળ કોઈ ગુન્હો નોંધવામાં પ્રાવધાન હતું નહીઃ

શ્રી હેમાંગ રાવલ

· કોરોના પહેલા ત્રણ વર્ષમાં માત્ર અમદાવાદમાં 64 વાર કલમ 144 નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુઃ શ્રી હેમાંગ રાવલ

· ભૂતકાળમાં કલમ 144 નો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા બનાવવા માટે નહી પરંતુ સરકારના અઘટીત કાર્યોના વિરોધને દબાવવા માટે ઉપયોગ થયેલો છે, કલમ 144 એ એક પ્રકારનો અઘોષીત કરફ્યુ ગણી શકાયઃ શ્રી હેમાંગ રાવલ

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા સહ કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાતના હવે 144નો ભંગ કરનાર સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે. કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC) ની કલમ 144 નું ઉલ્લંઘન કરીને વિરોધ પ્રદર્શન કરનારા લોકો સામે ફોજદારી કેસ નોંધવાની સુવિધા આપતા ગુજરાતના બિલને(Gujarat bill) કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (ગુજરાત સુધારા) બિલ, 2021,(The Code of Criminal Procedure (Gujarat Amendment) Bill, 2021) ને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી (Presidential assent) આપવામાં આવી છે.

આ વિધેયકમાં કલમ 144 CrPC હેઠળ જારી કરવામાં આવેલા પ્રતિબંધિત આદેશોનું કોઈ પણ ઉલ્લંઘન ભારતીય દંડ સંહિતાની કલમ 188 (જાહેર સેવક દ્વારા યોગ્ય રીતે જાહેર કરવામાં આવેલા આદેશનો અનાદર) હેઠળ સંજ્ઞેય ગુનો બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ વિધેયકના નિવેદન અને ઉદ્દેશો અનુસાર ગુજરાત સરકાર, પોલીસ કમિશનરો અને જિલ્લા મેજિસ્ટ્રેટોને સીઆરપીસી કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો જારી કરવાની સત્તા આપવામાં આવી છે, જેમાં કોઈ પણ વ્યક્તિને ચોક્કસ કાયદાથી દૂર રહેવા અથવા જાહેર સુલેહ-શાંતિમાં ખલેલ ન પહોંચે તે માટે અથવા વિવિધ પ્રસંગોએ જાહેર વ્યવસ્થા જાળવવા માટે તોફાનો અથવા અફરાતફરીને રોકવા માટે ચોક્કસ આદેશ લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ અધિકારીઓ જ્યારે આવી ફરજો પર તૈનાત હોય છે ત્યારે ઉલ્લંઘનની ઘટનાઓ સામે આવે છે અને CrPCની કલમ ૧૮૮ હેઠળ ઉલ્લંઘન કરનારાઓ સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાની જરૂર છે.

શ્રી હેમાંગ રાવલે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ જ્યારે આ બીલ લાવવામાં આવ્યું ત્યારે વિરોધ કર્યો હતો અને તે વખતના આંદોલનકારીઓને દબાવીને આંદોલન ના થાય તેના માટે આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભૂતકાળમાં કલમ 144 નો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા બનાવવા માટે નહી પરંતુ સરકારના અઘટીત કાર્યોના વિરોધને દબાવવા માટે ઉપયોગ થયેલો છે. સીઆરપીસીની કલમ 144 સુરક્ષા સંબંધિત જોખમ હોય અથવા કાયદો અને વ્યવસ્થા કે આરોગ્યની સ્થિતી ના બગડે તેના માટે જ લગાડવામાં આવતી હોય છે પરંતુ કોરોના પહેલા ત્રણ વર્ષમાં માત્ર અમદાવાદમાં 64 વાર કલમ 144 નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

કલમ 144 એ 1898માં બ્રીટીશ સરકારના રાજ વખતે આઝાદીના લડવૈયાઓ સામે ઉપયોગ કરવા માટે બનાવવામાં આવી હતી. તે વખતે પણ કલમ 144 હેઠળ કોઈ ગુન્હો નોંધવામાં પ્રાવધાન હતું નહીં પરંતુ સરકારે 144નો (4 થી વધારે વ્યક્તિ ભેગા ન થવા જોઈએ) ભંગ કરનાર સામે પોલીસને ફરીયાદ (કલમ 188 અંતર્ગત) કરવાની સત્તા આપવામાં આવી છે. આમ જોવા જઈએ તો સાત વર્ષથી ઓછી સજા ના પ્રાવધાન વાળા આરોપીઓને પોલીસ સ્ટેશનમાંથી સીધા જામીન મળે છે પરંતુ હવે અહીં 144 નો ભંગ કરનારને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરીને જામીન મેળવવાના રહેશે.

144ની કલમ માં ઈન્ટનેટ પર પ્રતિબંધની પણ જોગવાઈ હોવાથી જો 144 કલમ લાગેલી હશે અને કોઈપણ રીતે યુવાનો ઈન્ટનેટ વાપરશે તો તેમના ઉપર પણ પોલીસ ગુન્હો દાખલ કરી શકશે તે બાબતે પણ ઘણી બધી વિસંગતતાઓ દેખાઈ રહી છે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર વખતે લોકશાહી અને બંધારણના આદર્શોને ધ્યાનમાં રાખીને વિરોધ પક્ષોને પણ જો વિરોધ પ્રદર્શન કરવું હોય તો વિધાનસભા સામે મંડપ બાંધીને પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવતી હતી. પરંતુ હવે આવા કાયદાઓથી જો કલમ 144 લાગેલી હશે મોંઘવારી વિરુધ્ધ મહિલાઓ આંદોલન કરશે, પેપર ફુટે અથવા બેરોજગારી વિરુધ્ધ યુવાનો આંદોલન કરશે, પાક વિમા ના મળે અથવા પોતાના પાકનો ટેકાનો ભાવ ના મળે અને ખેડૂતો આંદોલન કરશે, અથવા આ આંદોલનોને લોકશાહીની ચોથી જાગીર પત્રકારો પણ જો ચાર થી વધુ ભેગા થઈને સ્ટોરી કવર કરશે તો તેમની સામે પણ કેસ નોંધવાની સત્તા પોલીસને મળી રહી હોય તેમ લાગી રહ્યું છે.

ગુજરાતમાં પહેલેથી જ ખેડૂતો, મહિલાઓ, યુવાનો, બેરોજગારો, કોન્ટ્રાક્ટ ઉપરના કર્મચારીઓ, ઓલ્ડ પેન્શનની માંગણી કરતા સરકારી કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓ માટે શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યાં હતા અને તેમને હજી સુધી ન્યાય મળેલ નથી. આવા માનવ અધિકારોના હનન કરતા કાયદાઓથી લોકશાહીમાં વિરોધ કરવાના અધિકારને દબાવવામાં આવી રહ્યો છે અને આમ જોવા જઈએ તો કલમ 144 એ એક પ્રકારનો અઘોષીત કરફ્યુ ગણી શકાય ?

૪-૧-૨૦૨૩

 

 

· ગુજરાત વિધાનસભામાં રજુ કરેલ આંકડા ૨૦૨૦ અને ૨૦૨૧ બે વર્ષમાં ૩૭૯૬ બળાત્કાર અને ૬૧ સામુહિક બળાત્કારના ગુન્હાઓ નોંધાયા હતા.

· લોકસભામાં રજુ કરેલ આંકડા ૨૦૨૦ અને ૨૦૨૧ બે વર્ષમાં ૧૦૭૫ બળાત્કાર અને ૩૫ સામુહિક બળાત્કારના ગુન્હાઓ નોંધાયા હતા.

· ખોટા આંકડા કોના રાજ્ય સરકારના કે કેન્દ્ર સરકાર ? ભાજપ જવાબ આપે?

· ખોટા આંકડા આપનાર ગુજરાતનું ગૃહ વિભાગ કે કેન્દ્રનું ગૃહ વિભાગ ? આંકડાઓની વિસંગતતા ઉપર સરકાર ખુલાસો કરે. ખોટા આંકડા આપનાર આપનાર સામે કાર્યવાહી થવી જોઈએ.

 

આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારોને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવકતાશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ ‘બેટી બચાવો’ના નારાની સુફિયાણી વાતો કરતી કેન્દ્રની અને ગુજરાતની ભાજપ સરકારના વિધાનસભા અને લોકસભામાં રજુ કરેલ બળાત્કાર અને સામૂહિક બળાત્કારના આંકડાઓમાં વિસંગતાઓનો ચોકાવનારો ખુલાસો થાય છે. ગુજરાત રાજ્યની વિધાનસભામાં તારીખ ૧૦ માર્ચ ૨૦૨૨ના રોજ પુછાયેલ સવાલના જવાબમાં ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રજુ કરેલ જવાબમાં વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ ના બે વર્ષ દરમ્યાન રાજ્યમાં ૩૭૯૬ બલાત્કાર અને ૬૧ સામુહિક બળાત્કારના ગુન્હાઓ નોંધાયા હતા તેમ વિધાનસભાના ગૃહમાં રજુ કરેલ હતો. જ્યારે તારીખ ૨૦ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ લોકસભામાં પુછાયેલ સવાલના જવાબમાં કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગુજરાત રાજ્યમાં નોંધાયેલા બળાત્કાર અને સામૂહિક બળાત્કારના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. લોકસભામાં દર્શાવેલ આંકડા પ્રમાણે વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ દરમિયાન બે વર્ષમાં ૧૦૭૫ બળાત્કાર અને સામૂહિક બળાત્કારના ૩૫ ગુન્હા નોંધાયા હતા. લોકસભામાં કેન્દ્રની સરકાર દ્વારા ૨૦૨૦ અને ૨૦૨૧ના બે વર્ષની બળાત્કારના ૨૭૨૧ અને સામૂહિક બળાત્કારના ૨૬ ગુન્હા, ગુજરાત વિધાનસભા કરતાં ઓછા દર્શાવવામાં આવ્યા છે.

વિધાનસભા અને લોકસભામાં ગુજરાતમાં બનેલ બળાત્કાર અને સામૂહિક બળાત્કારના ગુન્હાના આંકડાની વિસંગતતા દર્શાવે છે કે કેન્દ્રની સરકાર અથવા ગુજરાતની સરકારમાંથી કોઈ એક જૂઠું બોલી રહ્યા છે. ભરોસાની સરકારની વાતો કરતી ભાજપ જુઠાણું ચલાવતી હોય ત્યારે ગુજરાત અને દેશના નાગરિકને ખોટા આંકડાથી ભરોષો ક્યાં થી બેસે? ભાજપ નક્કી કરે કે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી વિધાનસભા એ વિધાનસભામાં ખોટા આંકડા દર્શાવ્યા છે કે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહએ લોકસભામાં ખોટા આંકડા દર્શાવ્યા છે ? કેન્દ્ર અને ગુજરાતના ગૃહ વિભાગમાંથી એક જેણે ખોટા આંકડા આપ્યાં હોય તેમની ઉપર કાર્યવાહી થવી જોઈએ. નૈતિકતાના આધારે વિધાનસભા કે લોકસભામાં ખોટા આંકડા આપનાર ગૃહમંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. વિધાનસભા હોય કે લોકસભા હોય જો ખોટા આંકડા દર્શાવવામાં આવે તો દેશના નાગરિકોને લોકતંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જશે અને સરકાર ઉપરથી ભરોસો ઉઠી જશે. આંકડા છુપાવવાનું રાજકારણ શું કામ ? કોણ જુઠ્ઠુ બોલી રહ્યું છે અને કોણ સત્ય બોલી રહ્યું છે તે ગુજરાત અને દેશની જનતા જાણવા માંગે છે. સરકાર ખુલાસો આપે કે સાચા આંકડા વિધાનસભાના કે લોકસભાના ?

૨૦૨૦-૨૦૨૧ (બે વર્ષ)

 

ગુજરાત વિધાનસભા

લોકસભા

વિસંગતતા

બળાત્કાર

૩૭૯૬

૧૦૭૫

૨૭૨૧

સામુહિક બળાત્કાર

૬૧

૩૫

૨૬

———-
૦૩.૦૧.૨૦૨૩

 

 

ખેડુતોનો બીજનો ભરોસો ગુજરાત રાજ્ય બીજ નિગમ લી. તેના છેલ્લા દિવસો ગણે છે. – મનહર પટેલ

ભાજપા સરકાર એક પછી ખેડુતો સાથે સંકાળેયલી સરકારી સંસ્થાઓ કે કંપનીઓનો ખુડદો બોલાવી રહી છે. – મનહર પટેલ

ગુજરાત રાજ્ય બીજ નિગમ લી.ને છેલ્લા ૨૦ વર્ષથી સતત નબળી પાડવાનુ કામ રાજ્ય સરકાર કરી રહી છે, અપુરતો સ્ટાફ અને સંસાધનોને કારણે ખેડુતો બીયારણની ગુણવતા, ભાવ અને સમયે જથ્થાના પુરવઠાના પ્રશ્નોથી પરેશાન છે.

રાજ્ય સરકાર બીજ નિગમને દિવસેને દિવસે નબળુ પાડીને ખેડુતોને સંપુર્ણ ખાનગી બીજ ઉત્પાદક કંપનીઓ ઉપર નભતા કરી દીધા, અને ખેડુતો દર વર્ષે નકલી બિયારણનો ભોગ બની કરોડોનુ નુક્શાની સહન કરી રહ્યા છે, અને કરોડો રુપિયાનો ધંધો રાજ્ય સરકાર ખાનગી બીજ ઉત્પાદક કંપનીના ખોળામા આપી રહી છે, આજે આવી અનેક ફરિયાદો સરકારી દફતરમા પેન્ડીગ પડી છે.તેનુ મુખ્ય કારણ રાજય સરકારનુ ખેડુતોના પ્રશ્નો અને સરકારી બીજ ઉત્પાદક કંપની (ગુરાબીની)ઉપરથી ધ્યાન હટી ગયુ છે.

આપણે સૌ જાણીએ છીએ કે દેશના પ્રધાનસેવક બુમો પાડીને વારંવાર કહેતા હતા કે ૨૦૨૨ મા ખેડુતોની આવક બમણી કરીશુ, અને આજે ૨૦૨૩ ની શરુઆત થઈ કોની આવક બમણી થઈ તે દેશ જાણે છે, અને આજે ખેડુતોની તમામ દિશામા દશા ભુંડી છે, એટલે દેશના પ્રધાનસેવક્ની એ વાત ખેડુતોને ગુમરાહ કરનારી હતી. આ પરિસ્થિતિમા હવે ખેડુતોની આવક બમણી થવાના દુર દુર કાઈ અણસાર દેખાતા નથી.

કૃષિ વિભાગની તમામ કચેરીઓમા અધિકારી/કર્મચારીઓનો સંખ્યા ૫૦ % કરતા ખાલી જગ્યા છે, તેના કારણે ખેડુતો તેના કામને લઈને પરેશાન છે, રાજ્ય સરકારનો તેના ભ્રષ્ટ તંત્ર ઉપર ભ્રષ્ટાચાર રોકવામા કે સરકારના બિન જરુરી ખર્ચ પર લગામ મુકવામા નિષ્ફળ છે. એટલે જ જીએલડીસી જેવા અગત્યના નિગમને તાળા મારવાનો વખત આવ્યો હતો.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા શ્રી મનહર પટેલ સ્પષ્ટ કહે છે કે ભુતકાળમા રાજ્ય સરકારના પરિણામો આપનારા બોર્ડ / નિગમો બંધ કરવાનુ આ ભાજપા સરકારનુ ખેડુત વિરોધી ષડયંત્ર છે અને આ ષડયંત્રનુ લક્ષ ખેડુતોની જમીન છીનવવાનુ છે. ભાજપા સરકાર આ સમજ સાથે સરકારી કંપનીઓને નબળી પાડી, ખોટ કરતી કરી અને છેલ્લે તાળા મારીને મિત્રોને હવાલે કરવાનુ એક જબરુ કારસ્તાન ચલાવી રહી છે.

ગુજરાત રાજ્ય બીજ નિગમ લિ. ગાંધીનગરનુ મહેકમ વર્ષ અને તેની જગ્યાની વિગત તેમની કચેરીએ આપેલી તા.૨૧ ઓક્ટોબર ૨૦૨૧ નારોજ જાહેર માહિતી અધિકાર અધિનિયમ – ૨૦૦૫ અંતર્ગત માહિતી.

ક્રમ

મહેકમ વર્ષ

મંજુર થયેલ જગ્યા

ભરાયેલ જગ્યા

ખાલી જગ્યા

૦૧.૦૧.૧૯૯૦

૩૫૬

૨૩૩

૧૨૩

૦૧.૦૮.૧૯૯૫

૩૧૪

૨૩૨

૮૨

૩૦.૦૬.૨૦૦૩

૨૭૬

૨૨૬

૫૦

૦૧.૦૪.૨૦૦૬

૨૭૮

૨૧૭

૬૧

૦૯.૦૯.૨૦૧૧

૨૨૯

૧૮૭

૪૨

૦૧.૦૪.૨૦૨૦

૨૦૪

૧૦૯

૯૫

૦૧.૦૪.૨૦૨૧

૨૦૪

૧૦૦

૧૦૪

૦૧.૦૪.૨૦૨૨

૨૦૪

૫૬

૧૪૮

 

૧૯૯૦ મા કુલ ૩૫૬ કર્મચારીઓની મંજુરી વાળા મહેકમ સાથે કાર્યરત હતુ જે ૨૦૨૨ મા માત્ર ૫૬ જગ્યા ભરેલી છે. ઉપરથી નિગમનુ પરિણામ સૌની સામે આવી જ જાય છે.

ગુજરાતના ખેડુતોના માટે થોડા સીધા સવાલ રાજયના મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીને કરવા માંગુ છુ.

ü રાજ્ય સરકાર અપુરતા સ્ટાફમા કઈ રીતે ગુજરાતના ખેડુતોને જરુરીયાત પુરતુ અને ગુણવતા સભર બીજ


૨૬-૧૨-૨૦૨૨

 

 

· અમદાવાદની કોર્પોરેશન સંચાલીત સરકારી શાળાઓની દયનીય હાલત ! ‘શિક્ષકોની ઘટ’ના કારણે બાળકો હવે કોના ભરોસે ? અંગ્રેજી માધ્યમની ૫૪ સ્કુલમાંથી ૩૬ સ્કુલમાં એક પણ કાયમી શિક્ષક નથી.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલીત નગર પ્રાથમીક શાળાઓ પૈકી અંગ્રેજી માધ્યમની ૫૪ શાળામાંથી ૩૬ શાળાઓમાં એક પણ કાયમી શિક્ષક નથી. અંગ્રેજી માધ્યમના ૮૦૦૦ જેટલા બાળકો અને હિંદી માધ્યમના ૧૭ હજાર જેટલા બાળકોના ભવિષ્ય સાથે રમત રમતા ભાજપાના શાસકો પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં કાયમી શિક્ષકોની ઘટ છે. આ સાથે સરકારી અંગ્રેજી શાળાઓમાં કાયમી શિક્ષકો નથી તો હિન્દી માધ્યમમાં પણ કાયમી શિક્ષકોની મોટી ઘટ છે. AMCની અંગ્રેજી માધ્યમની ધોરણ 1થી 5ની 36 સ્કૂલમાં એકપણ કાયમી શિક્ષક નહીં હોવાનું પણ સામે આવ્યું છે.

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં કાયમી શિક્ષકોની ઘટ સામે આવી છે. વિગતો મુજબ હાલમાં ધોરણ 1થી 5ના શિક્ષકોનો આંકડો સામે આવ્યો છે. અમદાવાદમાં ધોરણ 1થી 5ની અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલ છે. 54માંથી 36 સ્કૂલોમાં એકપણ કાયમી શિક્ષક નથી. એટલે કે, AMCની અંગ્રેજી માધ્યમની ધોરણ 1થી 5ની 36 સ્કૂલમાં એકપણ કાયમી શિક્ષક નથી. સ્કૂલ બોર્ડની અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલમાં 8088 બાળકો વચ્ચે માત્ર 39 કાયમી શિક્ષક છે. અંગ્રેજી માધ્યમમાં 255ના મહેકમ સામે 216 શિક્ષકોની ઘટ છે. જાહેરાતોમાં લાખો રૂપિયા ખર્ચ કરતા કોર્પોરેશનના શાસકોને ગરીબ, સામાન્ય વર્ગના બાળકોના ભવિષ્યની ચિંતા ન હોય તેમ સ્પષ્ટ જણાય છે.

હિન્દી માધ્યમમાં પણ ખૂબ ખરાબ હાલત હોવાનું સામે આવ્યું છે. હિન્દી માધ્યમમાં પણ કાયમી શિક્ષકોની મોટી ઘટ છે. કાયમી શિક્ષકો ન હોવાથી પ્રવાસી શિક્ષકોના ભરોસે બાળકો છે. જોકે અનેક સ્કૂલોમાં તો એક પણ કાયમી શિક્ષક નહિ હોવાનું સામે આવ્યું છે. એક તરફ સ્માર્ટ સ્કૂલ અને અંગ્રેજી શિક્ષણની વાતો બીજી તરફ શિક્ષકો વિનાની શાળા ચાલી રહી છે. અમદાવાદમાં હિન્દી માધ્યમમાં ધોરણ 1થી 5ની 54 સ્કૂલ છે, જેમાં 16,964 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 247 શિક્ષક છે, 459 શિક્ષકની મહેકમ સામે માત્ર 247 શિક્ષકો ભરોસે સ્કૂલો ચાલે છે. હિન્દી માધ્યમમાં 212 શિક્ષકોની ઘટ તો હિન્દી માધ્યમની 4 સ્કૂલ એકપણ કાયમી શિક્ષક નથી. જેને લઈ હિન્દી માધ્યમની શાળાઓ પણ પ્રવાસી શિક્ષકોના ભરોસે છે. શું આ રીતે ભણશે ગુજરાત ?

અમદાવાદ જેવા મેગા સીટીમાં અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં ખૂબ ખરાબ સ્થિતિ છે. અત્યાર સુધી આદિવાસી વિસ્તારમાં શિક્ષકો નથી એવું સાંભળ્યું હતું પણ હવે તો સ્માર્ટ સિટીમાં જ શિક્ષકો નથી, ત્યારે ગ્રામ્ય વિસ્તારની અનેક શાળાઓની હાલત કેટલી કથળેલી હશે છે તે અંગે સરકાર જવાબ આપે. સરકાર બાળકોના ભવિષ્ય સાથે ગંભીર ન હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. સરકાર ત્વરિત ધોરણે કાયમી શિક્ષકોની ભરતી કરે.

 

અંગ્રેજી માધ્યની શાળાની સ્થિતિ શું છે?

અમદાવાદમાં અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલમાંથી 36 સ્કૂલમાં એક પણ કાયમી શિક્ષક નથી.
ધોરણ 1થી 5ની 36 સ્કૂલમાં એકપણ કાયમી શિક્ષક નહીં. 65 સ્કૂલમાં માત્ર 39 શિક્ષક કાયમી.
8088 બાળકો વચ્ચે માત્ર 39 કાયમી શિક્ષક
અંગ્રેજી માધ્યમમાં 255ના મહેકમ સામે 216 શિક્ષકોની ઘટ

હિન્દી માધ્યમની શાળાની સ્થિતિ શું છે?

AMC સ્કૂલ બોર્ડની હિન્દી માધ્યમ 54 પ્રાથમિક સ્કૂલોની ખરાબ હાલત
54 સ્કૂલોમાં 16 હજાર 964 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 247 શિક્ષક
459 શિક્ષકની મહેકમ સામે માત્ર 247 શિક્ષકો ભરોસે ચાલે છે સ્કૂલો
હિન્દી માધ્યમમાં 212 શિક્ષકોની ઘટ, 4 સ્કૂલમાં એક પણ કાયમી શિક્ષક નથી.
———–
23-12-2022

 

· ગુજરાતમાં સાયબર ગુન્હાઓમાં ક્રાઈમમાં ૨૭૪ ટકાનો વધારો નોધાયો.

· ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ગુન્હાના દોષિતની સંખ્યા શૂન્ય છે.

· સાઈબર ગુન્હાઓમાં ગુજરાત ૧૫૩૬ ગુન્હાઓ સાથે દેશમાં ૮માં ક્રમાંકે છે.

ડીઝીટલ ઇન્ડિયાની સુફિયાણી વાતો કરતી ભાજપ સરકારની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેંકરએ જણાવ્યું હતું કે ગુજરાતના નાગરીકોને સાઈબર સુરક્ષામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશનના યુગમાં ઈન્ટરનેટ વપરાશ આવશ્યક બન્યું છે ત્યારે ઓનલાઈન સર્ફિંગ, સોશીયલ મીડિયા, સેક્સક્યુઅલ હેરેસમેન્ટ ઈ-બેન્કિંગ સહિતના સાઈબર ગુન્હાઓમાં ગુજરાત ૧૫૩૬ ગુન્હાઓ સાથે દેશમાં ૮માં ક્રમાંકે છે. ગુજરાતમાં સાયબર ગુન્હાઓમાં ક્રાઈમમાં ૨૭૪ ટકાનો વધારો નોધાયો. વર્ષ ૨૦૧૯માં ૭૮૪ જેટલા ડીઝીટલ ક્રાઈમમાં જે વર્ષ ૨૦૨૧માં વધીને ૧૫૩૬ જેટલા થયા છે. જે ખુબ ચિંતાજનક છે. લોકસભામાં આપવામાં આવેલ સાયબર સુરક્ષાની વિગતો અનુસાર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ગુન્હાના દોષિતની સંખ્યા શૂન્ય છે.

છેલ્લા બે વર્ષ દેશમાં સાયબર ક્રાઈમની ૧૬ લાખથી વધુ ઘટનાઓ બની છે જેની સામે માત્ર ૩૨ હજાર જેટલી ફરિયાદ નોંધાયેલ છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૭-૧૮ માં ૪૫૮, વર્ષ સાયબર ક્રાઈમ થયા હતા. વર્ષ ૨૦૨૧માં ગુજરાતમાં ૯૬૩ જેટલા ઓનલાઈન ફ્રોડ થયા છે. મહિલાઓની જાતીય સતામણી-સેક્સક્યુઅલ હેરેસમેન્ટ, દ્રુણા, એટોરર્શનના ૧૦૪ કેશ જેટલા કેશ નોધાયા છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ જેમાં વર્ષ ૨૦૧૭માં ૪૫૮, વર્ષ ૨૦૧૮માં ૭૦૨, વર્ષ ૨૦૧૯ ૭૮૪માં, વર્ષ ૨૦૨૦માં ૧૨૮૩, વર્ષ ૨૦૨૧માં ૧૫૩૬ જેટલા સાઈબર ગુન્હાઓ નોધાયા હતા. મહિલા જાતીય સતામણી, મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી ઓનલાઈન ફ્રોડ, આર્થીક ગુનાઓની ઘટનાઓ ગુજરાતમાં વધી રહી છે. આ પ્રકારની ઘટનાઓની ફરિયાદ ક્યાં કરવી? સાયબર ફ્રોડથી બચવાની માહિતી ગુજરાતના નાગરિકોને મળીએ તે આવશ્યક છે ત્યારે ગુજરાતમાં સાઈબર ગુન્હાઓની તપાસ, કાર્યવાહી વગેરે માટે માત્ર ૧૪ જેટલા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન છે.

ઈન્ફોર્મેશન અને ટેકનોલોજીના યુગમાં સાયબર સુરક્ષા એ આવશ્યક બની છે ત્યારે જુદા જુદા માધ્યમોથી નાગરિકોને સાયબર સુરક્ષા અંગે અવગત કરાવવામાં આવે, ભાજપ સરકાર તમામ જીલ્લાઓમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની સ્થાપના કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

ક્રમ

વર્ષ

કેસ નોધાયા

પકડાયેલ આરોપીઓ

દોષિત વ્યક્તિઓ

૨૦૧૭

૪૫૮

૪૭૨

૨૦૧૮

૭૦૨

૭૮૬

૨૦૧૯

૭૮૪

૧૦૮૩

૨૦૨૦

૧૨૮૩

૯૪૨

૨૦૨૧

૧૫૩૬

૧૩૯૫

૨૧-૧૨-૨૦૨૨

“ભારત જોડો” યાત્રા અંતર્ગત આગામી ફેબ્રુઆરી 2023 થી સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લે તે રીતે “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાનું આયોજન કરીને રાજ્ય અને રાષ્ટ્રને મજબૂત કરવાનો અભિગમ જનજન સુધી પહોચાડવામાં આવશે.

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પ્રદેશના હોદ્દેદારશ્રીઓ, શહેર જીલ્લા પ્રમુખશ્રીઓ, ધારાસભ્યશ્રીઓની “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાના આયોજન માટે એક અગત્યની બેઠક મળી હતી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, શ્રી રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો યાત્રાનો ઉદ્દેશ્ય ભારતને એક કરવાનો છે. સાથે આવવાનો અને આપણા રાષ્ટ્રને મજબૂત કરવાનો. આ યાત્રા ૭ મી સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને ૧૨ રાજ્યોમાંથી પસાર થશે, જે જમ્મુ અને કાશ્મીરમાં પરિણામવાની છે અને તેનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.

રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રા – લગભગ ૧૫૦ દિવસના સમયગાળામાં લગભગ ૩,૫૦૦ કિલોમીટરનું અંતર કાપશે. યાત્રાને પહેલેથી જ અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે; આજે આ યાત્રા ૧૦૪ દિવસ અવિરત રોજના ૨૫ કિ.મી. ચાલીને આપણા રાષ્ટ્રને વિભાજિત કરી રહેલા આર્થિક, સામાજિક અને રાજકીય મુદ્દાઓ સામે અવાજ ઉઠાવી રહી છે અને કોંગ્રેસના નેતાઓની સાથે લાખો લોકો આંદોલનમાં જોડાયા છે. આ યાત્રા પ્રચંડ બેરોજગારી અને મોંઘવારી, નફરત અને વિભાજનની રાજનીતિ અને આપણી રાજકીય વ્યવસ્થાના અતિશય કેન્દ્રીકરણને સંબોધવા માંગે છે જીવનના તમામ ક્ષેત્રના લોકો આ ઐતિહાસિક ચળવળનો ભાગ બનવા માટે એકઠા થઈ રહ્યા છે. તે ભારતની એકતા, તેની સાંસ્કૃતિક વિવિધતા અને તેના લોકોના અવિશ્વસનીય મનોબળની ઉજવણી છે.

બેઠકમાં સર્વાનુમત્તે “ભારત જોડો” યાત્રા અંતર્ગત આગામી ફેબ્રુઆરી ૨૦૨૩ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લે તે રીતે “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાનું આયોજન કરીને રાજ્ય અને રાષ્ટ્રને મજબૂત કરવાનો અભિગમ જનજન સુધી પહોચાડવામાં આવશે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પ્રદેશ બેઠકમાં રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, શ્રી અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખશ્રી લલીતભાઈ કગથરા, શ્રી જીગ્નેશભાઈ મેવાણી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતાશ્રી સુખરામ રાઠવા, ધારાસભ્યશ્રી શૈલેષભાઈ પરમાર, શ્રી કીરીટભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ ઠાકોર, શ્રી અમૃતજી ઠાકોર એ.આઈ.સી.સી.ના મંત્રી અને ગુજરાત સંગઠનના સહપ્રભારી શ્રી ઉષા નાયડુ, શ્રી બી.એમ. સંદિપ, પ્રદેશ અગ્રણી શ્રી જયનારાયણ વ્યાસ, એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી સોનલબેન પટેલ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખશ્રી હરપાલસિંહ ચુડાસમા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી જેનીબેન ઠુંમર, એન.એસ.યુ.આઈ.ના પ્રમુખશ્રી નરેન્દ્ર સોલંકી, ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના ચેરમેનશ્રી ઘનશ્યામ ગઢવી સહિત શહેર જીલ્લા પ્રમુખશ્રીઓ, પ્રદેશ આગેવાનશ્રીઓ, પ્રદેશના પદાધિકારીશ્રીઓ, સેલ-ડીપાર્ટમેન્ટના પ્રમુખશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ તથા પ્રદેશ પ્રવક્તાશ્રીઓ હાજર રહ્યાં હતાં.

૭-૧૨-૨૦૨૨

 

 

· ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલની ઓપન ચેલેન્જ

· વિધાનસભા ચૂંટણી 2022 ના 182 સીટોના સચોટ પરિણામની આગાહી કરનારને

રૂ. 5,51,000 નું ઇનામ

· ભારતમાં ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલના નામે પરસેપ્શન બનાવવાનું મોટું ષડયંત્રઃ

શ્રી હેમાંગ રાવલ

 

2017માં એકપણ ઓપીનિયન પોલ દ્વારા સચોટ આગાહી કરવામાં આવી ન હતી, 112 થી 130 , 99 થી 120 એવી આગાહી એ જ એમને પોતાને પોતાના પોલમાં ભરોસો નથી એ સાબિત થાય છે. પોલ મોટા ઉપાડે બતાવનારા એના સેમ્પલ સાઈઝ કે એના ડેટા વિશે કોઈ સચોટ માહિતી પણ આપતા નથી હોતા.

ઉપરોક્ત ચેલેન્જ એટલા માટે આપવામાં આવી છે કારણકે ગુજરાતની જનતા સામે આવા ફેક એક્ઝિટ પોલની પોલ ખુલ્લી પડે અને જનતા ભરમાય નહિ.

ગુજરાત રાજ્ય વિધાનસભા ચૂંટણી 2022 ના સચોટ પરિણામની જે કોઈપણ આગાહી કરશે ભલે તે કોઈ વ્યક્તિ હોય કોઈ પક્ષના પદાધિકારી હોય કોઈ ટીવી ચેનલ હોય કે પછી કોઈ યુટ્યુબ ચેનલ હોય અથવા તો કોઈપણ સર્વેની એજન્સી હોય દરેકને ઓપન ચેલેન્જ આપવામાં આવે છે કે વિધાનસભા 2022 ના પરિણામની સચોટ આગાહી કરો. ના એક સીટ ઓછી ના એક સીટ વધારે સચોટ આગાહી કરો અને મેળવો રૂપિયા 5,51,000 નું ઇનામ.

જે કોઈપણ સચોટ આગાહી કરશે અને વિધાનસભાના પરિણામ જે આવવાના છે તે જ પરિણામ વિશે જો તેઓ નીચે આપેલ લિન્કમાં જણાવશે તો તેમને 5,51,000નું ઇનામ કોઈપણ જાતની કન્ડિશન વિના આપવામાં આવશે.

૫-૧૨-૨૦૨૨

 

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા વિભાગના કો-કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ગુજરાતના બંને ચરણમાં મતદાન કરનાર દરેક સુજ્ઞ મતદાતાઓનો કોંગ્રેસ પક્ષ વતી હું આભાર માનું છું.

આ તબક્કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી જગદીશભાઈ ઠાકોર તથા દરેક પદાધિકારીએ મીડિયા વિભાગ પર જે વિશ્વાસ મૂકીને જવાબદારી સોંપી હતી તેને નિભાવવા દરેકે દરેક પ્રવક્તા, મીડિયા પેનલિસ્ટ તથા રાજ્યના પદાધિકારીઓએ સંપૂર્ણ રીતે પોતાનું સો ટકા યોગદાન આપ્યું છે.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મીડિયા અને પબ્લિસિટી વિભાગના ચેરમેન આદરણીય શ્રી પવન ખેરાજી અને દિલ્હીથી પધારેલા અને સતત આપણી વચ્ચે રહીને સવાયા ગુજરાતી બનેલા રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા અને ગુજરાત ચૂંટણી ૨૦૨૨ના મીડિયા પ્રભારી શ્રી આલોક શર્માજી અને તેમની સાથે આવેલી સમગ્ર ટીમનો પણ ખુબ ખુબ આભાર કે જેમણે આ ચૂંટણીમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું.

રાજીવ ગાંધી ભવન સ્થિત પ્રદેશ કોંગ્રેસના સર્વે કર્મચારી ગણોનો પણ ખુબ ખુબ આભાર કે જેમણે દિવસ રાત જોયા વિના પોતાના કર્તવ્યને ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવ્યું છે.

ગુજરાત કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા શ્રી મનીષભાઈ દોશી, મારા સાથી દરેક પ્રવક્તા ગણ, મીડિયા પેનલિસ્ટ તથા ટીવી ડિબેટમાં જઈને કોંગ્રેસની વિચારધારાને બુલંદ રીતે રજૂ કરનારા સર્વે સાથીઓનો અવિરત સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું.

ખાસ કરીને ગુજરાતના તથા રાષ્ટ્રના પ્રિન્ટ અને ટેલિવિઝન મીડિયાના દરેક મિત્રોનો ખુબ ખુબ આભાર કે જેમણે દરેક સંજોગોમાં કોંગ્રેસની વિચારધારાને મીડિયાની ચોથી જાગીર વતી પ્રજા સમક્ષ મજબૂતાઈથી રજૂ કરવા માટે પોતાનું યોગદાન આપ્યું.

ગુજરાત પરિવર્તનના રંગે રંગાવા જઈ રહ્યું છે ત્યારે લોકશાહીને જીવંત રાખવા જે મતદાતાઓએ પોતાના મતનો ઉપયોગ કરીને પોતાના સમયનું દાન આપ્યું છે તેઓ દરેકનો આ તબક્કે હું ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું.

૫-૧૨-૨૦૨૨

 

· ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે સમગ્ર ગુજરાતના મતદારોનો આભાર માન્યો.

· ગુજરાતની પ્રજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખી તે બદલ સર્વેનો આભાર : શ્રી જગદીશ ઠાકોર

· ગુજરાત કોંગ્રેસનો મેનીફેસ્ટો એ અમારો દ્રઢ સંકલ્પ છે. રાહુલ ગાંધી દ્વારા અપાયેલા દરેક વચનો કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પુરાં કરવામાં આવશેઃ શ્રી જગદીશ ઠાકોર

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે પહેલા અને બીજા ચરણના મતદાન આજે પૂર્ણ થયા છે અને મતદારોએ પોતાનો મિજાજ દર્શાવ્યો અને સમગ્ર ગુજરાતની પ્રજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવ્યો, લોકશાહીમાં મતદારો જ લોકશાહીને વધુ મજબુત કરે છે મતાધિકારનો ઉપયોગ કરેલ દરેક મતદાતાઓનો કોંગ્રેસ પક્ષ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું.

ગુજરાત કોંગ્રેસનો મેનીફેસ્ટો એ અમારો દ્રઢ સંકલ્પ છે. રાહુલ ગાંધી દ્વારા અપાયેલા દરેક વચનો કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પુરા કરવામાં આવશે. ગુજરાતમાં કોંગ્રેસે જે વચનો આપ્યા છે તે પુરાં કરશે કારણ કે કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ છે કે કોંગ્રેસે જે કહ્યું છે તે કરી બતાવ્યું છે.

ફરીથી એકવાર ગુજરાતના બન્ને ચરણના મતદારોનો ખૂબ ખૂબ આભાર કે જેમણે કોંગ્રેસની તરફેણમાં મતદાન કરીને લોકશાહીને મજબૂત બળ પુરું પાડ્યું છે.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જુદા જુદા રાજ્યોમાંથી આવેલા સર્વે નેતાગણ, આદરણીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખડગેજી, આદરણીય શ્રી સોનિયા ગાંધીજી, શ્રી રાહુલ ગાંધી, આદરણીય શ્રી અશોક ગેહલોતજી, આદરણીય ડો. રઘુ શર્માજી અને એ.આઈ.સી.સી દ્વારા નિયુક્ત સહ પ્રભારીશ્રીઓ તથા ગુજરાત ચૂંટણીમાં જુદા જુદા રાજ્યોમાંથી નિરીક્ષક તરીકે આવનાર નેતાગણ, આદરણીય મુખ્યમંત્રીશ્રીઓ, આગેવાનશ્રીઓ, સ્ટાર પ્રચારકો, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ, દરેક ફ્રન્ટલ, સેલ, ડિપાર્ટમેન્ટના આગેવાનશ્રીઓ, કાર્યકર્તાઓ, પ્રદેશ કોંગ્રેસની મીડિયા ટીમ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના કર્મઠ કર્મચારીગણ તથા સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ફરીને ચૂંટણીનું કવરેજ કરતા ચોથી જાગીર સમાન મીડિયા કર્મીઓ તથા આ પરિવર્તનના મહાયજ્ઞમાં આહુતિ આપીને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કોંગ્રેસ પક્ષની વિચારધારાને સમર્થન કરનારા નામી-અનામી દરેકનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.

૪-૧૨-૨૦૨૨

 

· કોંગ્રેસ OBCના CM અને 3 ડેપ્યુટી CM મામલે સ્પષ્ટ છે. ગરીબ-વંચિત-આદિવાસી સમુદાયને ન્યાય આપી તેઓની મૂળભૂત માગણીઓ પૂરી કરવા કોંગ્રેસ વચનબધ્ધ છેઃ શ્રી અર્જુન મોઢવાડીયા

· ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પોલીસ ખાતાના ભાજપ સમર્પીત અધિકારીઓને ચેતવણી આપે છે, પોલીસ અને પ્રશાસન ભાજપનું નહીં પરંતુ ભારતની સર્વોચ્ચ સ્વાયત સંસ્થા એવી ચૂંટણી પંચની દેખરેખ નીચે કામ કરી રહ્યા છો. ગુજરાત પોલીસના અધિકારીઓ ભાજપના નહિ ચૂંટણી પંચના તાબા હેઠળના અધિકારીઓ છે અને સંવિધાન, ચૂંટણી પંચ અને કાયદા પ્રત્યે ઉત્તરદાયિત્વ ધરાવે છે: શ્રી અર્જુન મોઢવાડીયા

 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (2022)ના બીજા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે. ગુજરાતી પ્રજાએ પ્રથમ તબક્કામાં કોંગ્રેસ તરફી ભારે મતદાન કર્યું છે. લોકશાહીના મહાપર્વની કાલે બીજા તબક્કાની ઉજવણી થઇ રહી છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયાએ પ્રશાસન અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પોલીસ ખાતાના ભાજપ સમર્પીત અધિકારીઓને ચેતવણી આપે છે, પોલીસ અને પ્રશાસન ભાજપનું નહીં પરંતુ ભારતની સર્વોચ્ચ સ્વાયત સંસ્થા એવી ચૂંટણી પંચની દેખરેખ નીચે કામ કરી રહ્યા છો. ગુજરાત પોલીસના અધિકારીઓ ભાજપના નહિ ચૂંટણી પંચના તાબા હેઠળના અધિકારીઓ છે અને સંવિધાન, ચૂંટણી પંચ અને કાયદા પ્રત્યે ઉત્તરદાયિત્વ ધરાવે છે. કોંગ્રેસે સીધો આક્ષેપ છે કે, પોલીસ અધિકારીઓ ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયાએ મોટું નિવેદન આપતા વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ OBCના CM અને 3 ડેપ્યુટી CM મામલે સ્પષ્ટ છે. ગરીબ-વંચિત-આદિવાસી સમુદાયને ન્યાય આપી તેઓની મૂળભૂત માગણીઓ પૂરી કરવા કોંગ્રેસ વચનબધ્ધ છે. મુખ્યમંત્રી નક્કી કરવો અમારા માટે કોઈ મોટી વાત નથી. તમામ સમુદાયો કોંગ્રેસની સાથે છે અને ગુજરાતના તમામ મતદારોએ કોંગ્રેસ પર વિશ્વાસ મુકી દીધો છે. અમે એવા મુખ્યમંત્રી જાહેર નહી કરીએ કે જેમને બદલવા પડે. અમારા પૂર્વ મુખ્યમંત્રીઓ અને નેતાઓ સંવિધાન અને પ્રજાલક્ષી કાર્યો પ્રત્યે વચનબધ્ધ બની રહ્યા હતા અને આવનારા સમયમાં પણ વચનબધ્ધ રહેશે. કોંગ્રેસ પાર્ટીમાં મુખ્યમંત્રી પદ માટે દાવેદારી કરવાનો હક તમામ કોંગ્રેસના ચૂંટાયેલા ઉમેદવારોને છે. લોકશાહી મુજબ અમે સર્વસંમતિથી તે પાર પાડીશું. ચુંટાયેલા ધારાસભ્યો જ મુખ્યમંત્રીના ઉમેદવારનું નામ નક્કી કરશે.

ભાજપ પોતાની હાર માની ચૂકી છે. પ્રથમ તબક્કામાં ભારી માત્રામાં કોંગ્રેસ તરફી થયેલા મતદાનથી ભાજપ ડરી ગઇ છે. આ ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તેથી પાછળા બારણેથી ભાજપ સમર્થીત પોલીસ અધિકારીઓ અને પેરોલ પર છોડેલા અસામાજિક તત્ત્વોને છુટો દોર આપી દીધો છે. અધિકારીઓ લોકોને ધમકાવી રહ્યા છે, જ્યારે અસામાજિક તત્ત્વો લોકોને ડરાવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ અપીલ કરે છે કે લોકશાહીના પર્વમાં હાડકા નાખવાનું કામ કરતા પોલીસ અધિકારીઓ બંધ કરે. ચૂંટણી પંચે વ્યવસ્થામાં ગોઠવેલા અધિકારીઓ સિવાય ચૂંટણીમાં ડ્યૂટી નથી તેવા LCB, ક્રાઇમ બ્રાન્ચ અને અમુક IPS ભાજપનો હાથો બની કામ કરી રહ્યા છે. કોંગ્રેસનું નિવેદન છે કે ચૂંટણી પંચ તટસ્થ રીતે મતદાન કરાવે. અસામાજીક તત્ત્વ પર ચાપતી નજર રાખે. બિનલોકતાંત્રિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરતા અધિકારીઓ સામે આવેલી ફરિયાદોને ઉપર તાકિદે ધ્યાન આપે. કોંગ્રેસે જાહેર અપીલ કરી છે કે અધિકારીઓ તટસ્થતાથી – નિષ્પક્ષતાથી કામ કરે.

વડાપ્રધાન ગુજરાતની ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, તેમને ભાજપની હાર સ્પષ્ટ દેખાઇ રહી છે. વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતમાં જ્યાં જ્યાં પણ જનસભા કરી ત્યાં તેને નબળો પ્રતિસાદ મળ્યો, જે પ્રથમ તબક્કાના મતદાનમાં સ્પષ્ટ નજરે ચઢી રહ્યું છે. તેઓએ કરેલી અપીલને પણ લોકોએ નજરઅંદાજ કરી છે. હવે બીજા તબક્કામાં કોઇ મુદ્દો ન મળતા સો ટકા મતદાનની અપીલોના હોર્ડિંગ સમગ્ર જગ્યાએ જોઇ શકાય છે.

ગુજરાતના લોકો સમજી ગયા છે કે રાજ્યમાં ભય-ભૂખ-ભ્રષ્ટાચારનું શાસન છે. મુળ મુદ્દાને કિનારે કરી ભાજપ રાજનીતિ કરી રહી છે. ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ લોકોની મુશ્કેલીઓને વાચા આપવા જનઆંદોલનો કર્યા છે. ભાજપે ફક્ત તમાશા જ કર્યા છે. ગુજરાત કોંગ્રેસનું પ્રજા માટેના કામ બોલે છે અને ગુજરાત રાજ્યની ભાજપ સરકારના ભ્રષ્ટાચારના કાંડ બોલે છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આયોજીત પત્રકાર વાર્તામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.

૪-૧૨-૨૦૨૨

 

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરની અપિલ

 

· ગુજરાતની પ્રજા પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવેઃ શ્રી જગદીશ ઠાકોર

· ગુજરાત કોંગ્રેસનો મેનીફેસ્ટો એ અમારો દ્રઢ સંકલ્પ છે. રાહુલ ગાંધી દ્વારા અપાયેલા દરેક વચનો કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પુરાં કરવામાં આવશેઃ શ્રી જગદીશ ઠાકોર

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આવતી કાલે તા. ૫ ડીસેમ્બરના રોજ બીજા ચરણની ૯૩ સીટોનું મતદાન સંપન્ન થવાનું છે ત્યારે સમગ્ર ગુજરાતની પ્રજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવે અને લોકશાહીને વધુ મજબુત કરે તેવી કોંગ્રેસ પક્ષ વતી હું અપીલ કરું છું તથા પ્રથમ તબક્કામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરેલ દરેક મતદાતાઓનો કોંગ્રેસ પક્ષ વતી ખૂબ ખૂબ આભાર માનું છું.

ગુજરાત કોંગ્રેસનો મેનીફેસ્ટો એ અમારો દ્રઢ સંકલ્પ છે. રાહુલ ગાંધી દ્વારા અપાયેલા દરેક વચનો કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પુરા કરવામાં આવશે.

પ્રત્યેક વ્યક્તિને ૧૦ લાખ સુધીની નિઃશુલ્ક સારવાર, તમામ દવાઓ વિનામૂલ્યે, ઘર વપરાશની વીજળીમાં ૩૦૦ યુનિટ માફ, રૂ. ૫૦૦ માં ઘરેલું ગેસ સિલિન્ડર, યુવાનો માટે ૧૦ લાખ સરકારી નોકરીની તક, બેરોજગાર યુવાનોને માસિક રૂ. ૩૦૦૦ નું બેરોજગારી ભથ્થું, સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથાનો અંત, સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ, ૩,૦૦૦ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ સ્થપાશે, દીકરીઓને KGથી PG સુધીનું શિક્ષણ નિઃશુલ્ક, કિડની, લિવર અને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ નિઃશુલ્ક, આધુનિક સુવિધાઓથી સજ્જ અદ્યતન હોસ્પિટલો બનાવવામાં આવશે, કોરોનામાં મૃત્યુ પામેલ પ્રત્યેક વ્યક્તિના પરિવારને રૂ. ૪ લાખની સહાય, શહેરી વિસ્તારોમાં ૧૦૦ દિવસની રોજગારી ગેરંટી યોજના સાથે માથા આઠ રૂપિયામાં પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા, ગુજરાતમાં કોંગ્રેસે જે વચનો આપ્યા છે તે પુરાં કરશે કારણ કે કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ છે કે કોંગ્રેસે જે કહ્યું છે તે કરી બતાવ્યું છે.

ગુજરાતના પ્રથમ ચરણના મતદારોનો ખૂબ ખૂબ આભાર કે જેમણે કોંગ્રેસની તરફેણમાં મતદાન કરીને લોકશાહીને મજબૂત બળ પુરું પાડ્યું છે. આ સાથે તા. ૫ ડીસેમ્બરના રોજ બીજા ચરણના દરેક સુજ્ઞ મતદારોને કોંગ્રેસની તરફેણમાં મત આપી લોકશાહીના પર્વને કર્તવ્યનિષ્ઠાથી નિભાવવા ફરીથી નમ્ર અપીલ છે.

૩-૧૨-૨૦૨૨

 

 

· આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં સતત ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવ વધારો એ ભાજપ સરકારની સિદ્ધી છે.

· મોઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી જનતા ત્રસ્ત, ભાજપના શાસનમાં કાળાબજારીયાઓ – સગ્રહખોરો મસ્ત.

· બેંકોમાં વ્યાજના દર ઘટાડો, રૂપિયાનું સતત અવમુલ્યન અને નાગરીકોની આવકમાં ઘટાડોએ ભાજપની ભેટ છે.

 

આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં સતત ઘટાડો છતાં પેટ્રોલ – ડીઝલ – સીએનજીમાં અસહ્ય ભાવ વધારાએ લોકોની કમર તોડી નાખી તેવો ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડીપાર્ટમેન્ટના કન્વીનર અને પ્રવક્તાશ્રી ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલમાં 25 ટકાનો ઘટાડો અને એલપીજીમાં 40 ટકા જેટલો ઘટાડો છતાં સામાન્ય જનતાને ભાવ ઘટાડાનો લાભ મળ્યો નથી. આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં સતત ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવ વધારો એ ભાજપ સરકારની સિદ્ધી છે. ભાજપ સરકાર લુટતંત્ર ચાલતું હોય તેમ નાગરીકોના ખિસ્સામાંથી 28 લાખ કરોડ રૂપિયા લુટી લીધા છે. ભાજપ સરકારે પેટ્રોલ, ડીઝલ, સીએનજી, રાંધણ ગેસ સહિત અનાજ, દાળ, લોટ, ચોખા, દહી, પનીર, મધ જેવી રોજબરોજની આવશ્યક ચીજવસ્તુઓ પર આકરો જીએસટી ઝીકી પ્રજાનું જીવન જીવવું મુશ્કેલી વધારવાનું કામ કર્યું છે.

મોંઘવારીને કાબુમાં લેવાને બદલે ભાજપ સરકાર પ્રજા પર ટેક્સનો બોજ લાદીને પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતના મુખ્ય ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા માં તુવેરદાળ અને અડદની દાળનો ભાવ અસહ્ય વધીને રૂ. 110ને પાર થયો છે. 410માં મળતો સિલીન્ડર આજે ડબલથી પણ વધારે ભાવ સાથે 1100માં મળી રહ્યો છે ઉપરથી ગેસ સિલીન્ડરમાં મળતી સબસીડી બંધ કરી દીધી છે. વર્ષ 2014માં પેટ્રોલ પ્રતિ લિટર 64માં મળતું હતુ જેને વધારીને 96 અને ડીઝલ પ્રતિ લિટર 54 રૂપિયે મળતુ હતુ જે વધીને 92 રૂપિયા પહોંચાડી દેવામાં આવ્યુ છે. જે સીએનજી કોંગ્રેસના શાસનમાં 42 રૂપિયે પ્રતિ કિલો મળતો હતો જે ભાજપ સરકારે 84 રૂપિયા પહોંચાડી દીધો છે. જંગી ભાવવધારાએ જનતાની કમર ભાંગી નાખી છે.

 

આર્થિક અસમાનતા વધી રહી છે, બચત કરવાનું તો દુર જીવનનિર્વાહ કરવાનું પણ અધરું બન્યું છે. બેંકોમાં વ્યાજના દર ઘટાડો, રૂપિયાનું સતત અવમુલ્યન અને નાગરીકોની આવકમાં ઘટાડોએ ભાજપની ભેટ છે. આર્થિક બદહાલીમાંથી યુવાનોને બચવાની જગ્યાએ ભાજપ સરકાર પોતાના ઉદ્યોગપતી મિત્રોનું લાખો કરોડો રૂપિયાનું દેવું માફ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના યુવાનો, મહિલાઓ, ખેડૂતો, ગરીબ-શોષિત-વંચિત સહીત તમામ વર્ગને કોંગ્રેસપક્ષ અહવાન કરે છે કે મોઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહીતના ભાજપના કુશાસનમાં કાળાબજારીયાઓ મસ્ત અને પ્રજા ત્રસ્ત બની છે.

 

વિગત

વર્ષ 2014

વર્ષ 2022

કિંમતમાં વધારો

એલપીજી

પ્રતિ સિલિન્ડર 410 રૂ.

પ્રતિ સિલિન્ડર 1040 રૂ.

156%

પેટ્રોલ

પ્રતિ લિટર 64 રૂ.

પ્રતિ લિટર 100 રૂ.

40%

ડીઝલ

પ્રતિ લિટર 57 રૂ.

પ્રતિ લિટર 95 રૂ.

75%

તેલ

પ્રતિ કિલો 90 રૂ.

પ્રતિ કિલો 200 રૂ.

122%

લોટ

પ્રતિ કિલો 22 રૂ.

પ્રતિ કિલો 35-40 રૂ.

81%

દુધ

પ્રતિ લિટર 35 રૂ.

પ્રતિ લિટર 60 રૂ.

71%

૧-૧૨-૨૦૨૨

 

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરની અખબારી યાદી

 

· ગુજરાતની પ્રજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવ્યો તે બદલ દરેક ગુજરાતના મતદાતાઓનો કોંગ્રેસ પક્ષ વતી ખૂબ ખૂબ આભારઃ શ્રી જગદીશ ઠાકોર

· ગુજરાત કોંગ્રેસનો મેનીફેસ્ટો એ અમારો દ્રઢ સંકલ્પ છે. રાહુલ ગાંધી દ્વારા અપાયેલા દરેક વચનો કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પુરાં કરવામાં આવશેઃ શ્રી જગદીશ ઠાકોર

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આજે તા. ૧ ડીસેમ્બર, ૨૦૨૨ના રોજ પ્રથમ ચરણની ૮૯ સીટોનું મતદાન સંપન્ન થયું છે. સમગ્ર ગુજરાતની પ્રજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવ્યો છે તે બદલ દરેક મતદાતાઓનો કોંગ્રેસ પક્ષ વતી ખૂબ ખૂબ આભાર માનું છું.

ગુજરાત કોંગ્રેસનો મેનીફેસ્ટો એ અમારો દ્રઢ સંકલ્પ છે. રાહુલ ગાંધી દ્વારા અપાયેલા દરેક વચનો કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પુરા કરવામાં આવશે.

પ્રત્યેક વ્યક્તિને ૧૦ લાખ સુધીની નિઃશુલ્ક સારવાર, તમામ દવાઓ વિનામૂલ્યે, ઘર વપરાશની વીજળીમાં ૩૦૦ યુનિટ માફ, રૂ. ૫૦૦ માં ઘરેલું ગેસ સિલિન્ડર, યુવાનો માટે ૧૦ લાખ સરકારી નોકરીની તક, બેરોજગાર યુવાનોને માસિક રૂ. ૩૦૦૦ નું બેરોજગારી ભથ્થું, સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથાનો અંત, સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ, ૩,૦૦૦ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ સ્થપાશે, દીકરીઓને KGથી PG સુધીનું શિક્ષણ નિઃશુલ્ક, કિડની, લિવર અને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ નિઃશુલ્ક, આધુનિક સુવિધાઓથી સજ્જ અદ્યતન હોસ્પિટલો બનાવવામાં આવશે, કોરોનામાં મૃત્યુ પામેલ પ્રત્યેક વ્યક્તિના પરિવારને રૂ. ૪ લાખની સહાય, શહેરી વિસ્તારોમાં ૧૦૦ દિવસની રોજગારી ગેરંટી યોજના સાથે માથા આઠ રૂપિયામાં પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા, ગુજરાતમાં કોંગ્રેસે જે વચનો આપ્યા છે તે પુરાં કરશે કારણ કે કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ છે કે કોંગ્રેસે જે કહ્યું છે તે કરી બતાવ્યું છે.

ગુજરાતના પ્રથમ ચરણના મતદારોનો ખૂબ ખૂબ આભાર કે જેમણે કોંગ્રેસની તરફેણમાં મતદાન કરીને લોકશાહીને મજબૂત બળ પુરું પાડ્યું છે. આ સાથે તા. ૫ ડીસેમ્બરના રોજ બીજા ચરણના દરેક મતદારોને કોંગ્રેસની તરફેણમાં મત આપી લોકશાહીના પર્વને કર્તવ્યનિષ્ઠાથી નિભાવવા નમ્ર અપીલ છે.

૩૦-૧૧-૨૦૨૨

 

ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં “પરિવર્તન સંકલ્પ” સાથે કોંગ્રેસ પક્ષ 125 થી વધુ બેઠક સાથે જવલંત વિજય મેળવવા તરફ આગળ વધી રહી છે ત્યારે આવતી કાલના પ્રથમ તબક્કાના મતદાન માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ તેમજ કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. તેની વિગત નીચે મુજબ છે.

ગુજરાતમાં ભ્રષ્ટાચારનું નામ એ વ્યવહાર છે. દરેક જગ્યાએ વ્યવહાર કર્યા વિના કોઈ કામ થતું નથીઃ મનિષ તિવારી.

· રાજીવ ગાંધી ભવન ખાતે સાંસદશ્રી મનિષ તિવારી દ્વારા એલ.ઈ.ડી.નું અનાવરણ કરવામાં આવ્યું.

ભાજપની નિષ્ફળતા, કોંગ્રેસના કામો, રાહુલ ગાંધીજીની પદયાત્રાનું લાઈવ પ્રસારણ કરાશે.

 

ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિ, રાજીવ ભવન ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી, લોકસભા સાંસદશ્રી મનિષ તિવારીએ પત્રકાર વાર્તાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની સત્તા અને ભારતની રાજનીતિ એક ઉત્કૃષ્ટ સમિકરણથી જોડાયેલ છે. છેલ્લા આઠ વર્ષમાં જે પ્રમાણે દેશમાં મૂડીવાદીઓ અને ઉદ્યોગપતિઓ અને ગરીબો વચ્ચે અસમાનતા સ્પષ્ટ દેખાઈ રહી છે તે ચિંતા જનક છે. યુપીએ સરકારના શાસન દરમ્યાન ૨૭ કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લવાયા હતા, જ્યારે ૨૦૨૧ના રીપોર્ટ અનુસાર ૨૩ કરોડ લોકો ગરીબી રેખાથી નીચે આવી ગયા છે. દેશના ૭૭ ટકા ધન અને સંપત્તિના માલિક માત્ર એક ટકા લોકો છે. ૨૦૨૧-૨૨માં દેશમાં અરબો પતિની સંખ્યા ૧૦૨ થી ૧૪૨ થઈ ગઈ છે. તેમની પાસે ૫૭.૩ લાખ કરોડ ધનસંપત્તિ છે. જ્યારે દેશના ૫૦ ટકા લોકો (૭૦ કરોડ) પાસે દેશની સંપત્તિના માત્ર ૬ ટકા સંશાધનો છે. ગરીબ અને મધ્યમવર્ગને ખુબ જ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. જી.એસ.ટી.ના અવિચારી અમલથી ૨.૩૦ લાખ લઘુઉદ્યોગ બંધ થયા છે. એમ.એસ.એમ.ઈ. સેક્ટરમાં ૧૦ લાખ કરોડની લોન બાકી છે. કોવીડ પછી આર્થિક રીકવરી K શેપમાં આવી છે. મોટા ઉદ્યોગો કમાઈ રહ્યાં છે, નાના ઉદ્યોગો નુકસાન કરી રહ્યાં છે. દેશની જનતા પાસે પેટ્રોલ-ડીઝલના ટેક્ષના નામે ૨૭.૨ લાખ કરોડ ઉઘરાવી લેવામાં આવ્યાં છે. ૨૦૧૧માં પેટ્રોલનો ભાવ ૫૮ રૂપિયા હતો જ્યારે ૨૦૨૨માં ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. એલ.પી.જી. ની કિંમત ૨૦૧૪માં ૪૧૦ રૂપિયા હતી અને ૨૦૨૨માં ૧૦૫૦ ઉપર પહોંચી ગઈ છે. લોટ, પનિર, દહીં, પરાઠા, પેન્સીલ, સંચા, ચમચી જેવી વસ્તુઓ ઉપર જી.એસ.ટી. ઉઘરાવીને મધ્યમવર્ગની કમર તોડી નાખવામાં આવી છે. સ્મશાન ઘાટના બાંધકામ ઉપર પણ જી.એસ.ટી. ઉઘરાવવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં મૃત્યુ પર ટેક્ષ લેવાતો હતો અને તે કોંગ્રેસ સરકારે નાબૂદ કર્યો હતો અને ભાજપ સરકાર સ્મશાન ઘાટ પર પણ જી.એસ.ટી. વસુલી રહી છે.

ગુજરાતમાં પણ આજ અવિચારી નિર્ણયોની અસર દેખાઈ રહી છે. મોરબી દુર્ઘટના એક દુઃખદ દુર્ઘટના હતી, આ પ્રમાણેની દુર્ઘટનામાં ૧૪૮ નિર્દોષ લોકોના મૃત્યુ થયા હોય અને ૧૮૦ થી વધારે ઘાયલ થયા હોય છતાં પણ કોઈનું રાજીનામું પણ નહીં અને કોઈની જવાબદારી પણ નક્કી કરવામાં આવેલ નથી. હાઈકોર્ટ રોજ સવારે મોરબી દુર્ઘટના બાબતે ફટકાર લગાવે છે પરંતુ ટીકીટ ચેકર, સીક્યોરીટી અને નટબોલ્ડ ફિલ્ટ કરવાવાળાને પકડીને મોટા લોકો – પુંજીપતિઓને બચાવવામાં આવી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. શા માટે જવાબદારોની ધરપકડ થતી નથી ? આ એક અજ્ઞાનતા અને અહંકારનું મિશ્રણ છે. આ અહંકારી સરકાર એમ માને છે કે અમે કઈપણ કરીશું તો અમારો કોઈ વાળ વાંકો નહી કરી શકે. ગુજરાતની જનતાએ આ અહંકાર તોડવાની જરૂર છે. ૨૦૧૭ થી લઈને ત્રણ મુખ્યમંત્રી બદલવામાં આવ્યાં અને મંત્રીમંડળ પણ બદલવામાં આવ્યું. કોરોનાની અંદર સૌથી વધારે જો કોઈ રાજ્યએ સહન કરવામાં આવ્યું હોય તો તે ગુજરાત રાજ્ય છે. ગુજરાતનું દેવુ ૨,૯૮,૯૧૦ કરોડનું છે. ગુજરાતની આવક (જી.એસ.ડી.પી.) ના ૧૮.૪ ટકા તો માત્ર ઉપરોક્ત દેવાના વ્યાજ પેટે હપ્તામાં વપરાઈ જાય છે. ૨૦ થી ૨૪ વર્ષના યુવાનોનો બેરોજગારી દર ૧૨.૫૦ ટકા છે. આ આંકડો આટલો બધો છે પરંતુ ગુજરાતના યુવાનો શ્રમ અને રોજગાર વિભાગમાં પોતાનું નામ નોંધાવે તો આ આંકડો વધી શકે તેમ છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારે માજા મુકી છે. અહિં મને જાણવા મળ્યું કે, ભ્રષ્ટાચારનું નામ એ વ્યવહાર છે. દરેક જગ્યાએ વ્યવહાર કર્યા વિના કોઈ કામ થતું નથી. એકતરફ ગુજરાતની છ કરોડની જનતા મંદી, મોંઘવારી અને બેરોજગારીમાં પીસાઈ રહી છે ત્યારે ભાજપ સરકાર મુદ્દાઓથી ધ્યાન ભટકાવી રહી છે. શા માટે સરકાર અને વડાપ્રધાનશ્રી ગુજરાતની અઢી દાયકાની સરકારના વિકાસની વાતો કરતા નથી અને મુદ્દાઓને ભટકાવી રહ્યાં છે. મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાની બાબતે ભાજપ સરકારે પી.એચ.ડી. કરેલ છે.

ગુજરાતને પરિવર્તનની જરૂર છે અને જનતા પણ પરિવર્તન ઈચ્છે છે. સાચા અર્થમાં ગરીબો માટેની, મધ્યમવર્ગ માટેની, એસ.સી., એસ.ટી., શોષીતો, વંચિતો માટે, યુવાનો માટે બેરોજગારીના પ્રશ્નો અને સમસ્યાઓના સમાધાન માટે કોંગ્રેસ આગ્રહ કરે છે કે કોંગ્રેસને ફરી એકવાર ગુજરાતની જનતા તક આપે. કોંગ્રેસ તેમની સમસ્યાઓ – પ્રશ્નોના સમાધાન માટે કટિબધ્ધ છે.

પૂર્વ કેન્દ્રીયમંત્રી અને લોકસભા સાંસદશ્રી મનિષ તિવારી, રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી આલોક શર્માજી, એન.એસ.યુ.આઈ. રાષ્ટ્રીય સચિવ અને ગુજરાતના પ્રભારીશ્રી અંકુશ ભટનાગરે એન.એસ.યુ.આઈ.ના યુવા સાથીઓ, પ્રબુધ્ધ નાગરિકો “વિદ્યાર્થી પરિવર્તન સંકલ્પ” અંતર્ગત પરિસંવાદ કરીને તેમની સમસ્યાઓ જાણી તેના સમાધાન માટે ચર્ચા કરી હતી.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કો-કન્વિનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં.
૧૫-૧૦-૨૦૨૨

 

 

· ભાજપ શાસનમાં દરરોજ ૫ જેટલા બળાત્કાર-દુષ્કર્મની કાળજુ કંપાવે તેવી ઘટનાઓ થાય છે તેમ છતાં ભાજપનાં ૭ મહિલા સાંસદ, ૧૦ મહિલા ધારાસભ્યો કેમ મૌન?

· “બેટી બચાવો, બેટી પઢાવો” અને મહિલા સશક્તિકરણનાં સૂફીયાણી નારા સાથે સત્તામાં બેઠેલી ભાજપ સરકારનાં શાસનમાં મહિલા પર અત્યાચાર-દુષ્કર્મ-હુમલાઓની ઘટનાઓ મોટા પાયે વધી

· માત્ર જાહેરાતોમાં રાચતી ભાજપ સરકારનાં શાસનમાં દીકરી-મહિલાઓની સુરક્ષા ભગવાન ભરોસે છે

 

ભાજપ શાસનમાં દરરોજ ૫ જેટલા બળાત્કાર-દુષ્કર્મની કાળજુ કંપાવે તેવી ઘટનાઓ થાય છે તેમ છતાં ભાજપનાં ૭ મહિલા સાંસદ, ૧૦ મહિલા ધારાસભ્યો કેમ મૌન? તેવો વેધક સવાલ કરતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસનાં અધ્યક્ષ શ્રી જેનીબેન ઠુમ્મરએ જણાવ્યું હતું કે “બેટી બચાવો, બેટી પઢાવો” અને મહિલા સશક્તિકરણનાં સૂફીયાણી નારા સાથે સત્તામાં બેઠેલી ભાજપ સરકારનાં શાસનમાં મહિલા પર અત્યાચાર-દુષ્કર્મ-હુમલાઓની ઘટનાઓ વધી છે. ડબલ એન્જીન મહિલાઓને સુરક્ષા આપવામાં ખોટકાઈ ગયું છે.ગૌરવયાત્રા લઈને નીકળેલી ભાજપ ગુજરાતની જનતને છેતરવા-ભરમાવને બદલે ગુજરાતનાં ગૌરવને લાંછન લગાડતી બળાત્કાર-દુષ્કર્મની વારંવાર થતી ઘટનાઓને રોકે. તાલાળા તાલુકામાં ૯ વર્ષની માસૂમ દીકરીનું વધ કરવામાં આવે, સુરતમાં ૧૩ વર્ષની દિવ્યાંગ દીકરી સાથે અડપલાં થાય, રાજકોટમાં કન્યા છાત્રલય બહાર અવારનાર છેડતી થાય અને ફરિયાદ બાદ પણ તંત્ર ઊંઘતું રહે તે જ દર્શાવે છે કે માત્ર જાહેરાતોમાં રાચતી ભાજપ સરકારનાં શાસનમાં દીકરી-મહિલાઓની સુરક્ષા ભગવાન ભરોસે છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 3796 બળાત્કાર અને 61 ગેંગરેપની ઘટના નોંધાઈ હતી. ગુજરાતના અમદાવાદમાં સૌથી વધુ 729 બળાત્કારની ઘટના અને 16 જેટલી ગેંગરેપની ઘટનાઓએ ભાજપની મહિલા સુરક્ષાની સુફીયાણી વાતોની પોલ ખોલી નાખી હતી.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ભાજપ સરકારના શાસનમાં વધતા મહિલા અત્યાચાર અંગે ગંભિર ચિંતા વ્યક્ત કરતા અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રભારીશ્રી શોભનાબેન શાહએ જણાવ્યું હતું કે, ગુજરાત અને દેશમાં મહિલા પરના અત્યાચારની ઘટનાઓમાં મોટો વધારો થયો છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, દિલ્હી સહિતના રાજ્યોમાં મહિલા પરના અત્યાચારો – દુષ્કર્મોની વધતી ઘટનાઓને રોકવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. ભાજપ સરકારના શાસનમાં છેલ્લા બે વર્ષમાં દસ હજારથી વધુ મહિલાઓ ઉપર બળાત્કારની ઘટનાઓ થઈ છે. બાળ દુષ્કર્મની ઘટનાઓ, વર્ષ 2019માં 1635, વર્ષ 2020માં 1646 અને વર્ષ 2021માં 1871 અને 2022 એપ્રિલ સુધી 432 ઘટનાઓ બની હતી. અત્યાચારોને રોકવાની જગ્યાએ આવી ઘટનાઓમાં ભાજપના નેતાઓ, ધારાસભ્યો અથવા તેમના સંબંધિઓના નામ હોવાથી નમૂનારૂપ કોઈદાખલો બેસાડવામાં ભાજપ સદંતર નિષ્ફળ નિવડ્યું છે. કોંગ્રેસ પક્ષના શાસનમાં દિલ્હીમાં બનેલી દુઃખદ બળાત્કારની ઘટનામાં તાત્કાલીક મહિલાલક્ષી કાયદાઓને મજબુત બનાવવામાં આવે તેમજ ‘નિર્ભયા ફંડ’ જેવું અલાયદુ મોટુ ફંડ ફાળવવામાં આવ્યું. ભાજપ સરકારના શાસનમાં નિર્ભયા ફંડનું ઉપયોગ થતો હોય તેવુ જણાતું નથી. મહિલા – દિકરીઓ પર થઈ રહેલા એસીડ એટેક, ડોમેસ્ટીક વાયોલન્સ, બળાત્કાર, ગેંગરેપ, અપહરણ, છેડતી, દહેજ માટે સતામણી, સહિતના ગંભીર ગુન્હાઓ વધી રહ્યાં છે. તે દર્શાવે છે કે, ભાજપ સરકારમાં મહિલા – દિકરીઓ સુરક્ષીત નથી. તાજેતરમાં ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં સુરત, રાજકોટ, જુનાગઢ સહિતના વિસ્તારોમાં મહિલાઓ સાથેના અણબનાવો સામે આવ્યાં છે. તે અત્યંત દુઃખદ છે અને ભાજપની સુરક્ષીત ગુજરાતનું વાસ્તવિક વરવુ ચિત્ર રજુ કરી રહ્યું છે.

૧૪-૦૭-૨૦૨૨

 

 

· જુના સચિવાલયમાં લાગેલી અગ્નિ ઘટનામાં ભ્રષ્ટાચારના કરોડો રૂપિયા દસ્તાવેજ – ફાઈલ સળગી ગયા.

· નામદાર વડી અદાલતના જજની દેખરેખ હેઠળ તપાસ કરવા કોંગ્રેસ પક્ષની માંગ

 

કરોડો રૂપિયાના કાંડ-કૌભાંડથી બચવા ભાજપના ધમપછાડા અંગે સૌ ગુજરાત જાણે છે ત્યારે જુના સચિવાલયમાં લાગેલી અગ્નિ ઘટનામાં ભ્રષ્ટાચારના કરોડો રૂપિયા દસ્તાવેજ – ફાઈલ સળગી ગયા. નામદાર વડી અદાલતના જજની દેખરેખ હેઠળ તટસ્થ તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તાશ્રી ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે જુના સચિવાલયના પંચાયત વિભાગના બ્લોક નં. 16માં વિવિધ વિભાગની કચેરીઓમાં મુકેલા ૧૮ હજાર ગામોમાં નાણાકીય સહાયના મહત્વના દસ્તાવેજો તેમજ રેકોર્ડ આગમાં ખાક થઈ ગયા. સૌથી આશ્ચર્યની બાબત છે કે ગુજરાત સરકારના કિંમતી દસ્તાવેજો ખાક થયા અને અધિકારીઓની કચેરીમાં કઈ નુકસાન થયું નહીં. જે જી.એસ.પી.સી.માં ત્રીસ હજાર કરોડનું કૌભાંડ થયું હતું તે ગુજરાત પેટ્રોલીયમ કોર્પોરેશનમાં કરોડો રૂપિયાના દસ્તાવેજો આગમાં ભસ્મિભૂત થયા હતા જેની આજદિન સુધી કોઈ તપાસ કે વિગત બહાર આવી નથી. આગ લાગેલા વિભાગમાં ગરીબ કલ્યાણ મેળા, ગુજરાત પંચાયત અધિ. ૧૯૯૩ અન્વયે પંચાયત પદાધિકારીશ્રીઓ સામેની ફરીયાદો, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સામે પગલા લેવાની જોગવાઇ, ગ્રામ-તાલુકા-જિલ્લા પંચાયતને સુપરસીડ કે વિસર્જન અંગેની કામગીરી, પંચાયતના પ્રમુખની હવાઇ પ્રવાસની મંજુરી, તાલુકા-જિલ્લા પંચાયતને સ્વ ભંડોળમાંથી વાહનો ખરીદવાની પૂર્વ મંજુરી સહીતનાં દસ્તાવોજોની ફાઈલો આગમાં ખાખ થઇ ગયા હતા. ત્યારે સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય છે કે આગ લાગી કે લગાવવામાં આવી હતી? શું પંચાયત વિભાગના મહત્વના દસ્તાવેજો જાણી જોઈને ભસ્મીભૂત કરવામાં આવ્યા? તે અંગે તપાસ જરૂરી છે.

જુના સચિવાલયમાં લાગેલી આગમાં સમગ્ર રાજ્યના પંચાયત વિભાગના મહત્વના દસ્તાવેજો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટના હિસાબો અનેક દસ્તાવેજો આગમાં ભસ્મિભૂત ગંભિર ઘટના છતાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી, પંચાયત મંત્રીશ્રી કે મુખ્ય સચિવશ્રી કેમ મૌન છે ? તેવો વેધક પ્રશ્ન પૂછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તાશ્રી ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે વિકાસ કમિશ્નરશ્રી ઇ-ગ્રામ સોસાયટીનું સંચાલન કરે છે ત્યારે દર વર્ષે સરકાર 100 કરોડ ઉપર ની ગ્રાન્ટ ઈ ગ્રામ સોસાયટીને આપે છે પરતું પરતું VCE ને 1 એક પણ રૂપિયો પગાર નથી. VCE ગ્રામજનો પાસેથી નકલ ફ્રી લે એમાંથી પણ ઇ-ગ્રામ સોસાયટી 10% કમિશન લઈ જાય છે. કરોડોની ગ્રાન્ટના વહીવટની વિગતોનો તપાસનો વિષય બન્યો ત્યારે આ આગ VCE ઓના આંદોલન સમયે જ કેમ લાગી? તે પણ એક સવાલ છે. ગુજરાત પંચાયતની વાર્ષિક વિકાસ યોજના, જનરલ વિસ્‍તાર, ખાસ અંગભૂત યોજના, આદિજાતિ વિસ્‍તાર પંચવર્ષીય યોજના, દરખાસ્‍તનું ઘડતર, ખાસ અંગભૂત યોજના,પ્‍લાનિંગ કમિશન ન્‍યુ દીલ્‍હી સહિતની યોજનાને લગતી કામગીરી સહીતની ફાઈલોમાં કરોડો રૂપિયાના ભાજપના ભ્રષ્ટાચારની વિગતો જાણી જોઇને અગ્નિકાંડમાં હોમી દેવામાં આવી હોય તેવો પ્રથમ દૃષ્ટિએ શંકા ઉભી થાય ગ્રામ્ય વિસ્તાર સુધી નાણા પહોંચ્યા કે નહીં એની તપાસ ની ફાઈલો સળગી ગઈ સચિવાલય અગ્નિકાંડમાં ૧૮ હજાર ગામોના નાણાંના દસ્તાવેજો સળગી ગયા બધી જ શાખાઓ (બ્રાંચ)નું રેકર્ડ સળગી ગયું છે, તમામ ફાઈલો શાખાઓમાં જ રહેતી હોય છે, માત્ર અધિકારીઓની ચેમ્બરો બચી છે. ત્યારે સમગ્ર સચિવાલય અગ્નિકાંડની નિષ્પક્ષ તપાસ નામદાર વડી અદાલતના જજની દેખરેખ હેઠળ તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

૧૩-૦૭-૨૦૨૨

 

 

 

· ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે, ભાજપની આ ગૌરવયાત્રા નહિ વિદાયયાત્રા છે.

· ગુજરાતમાં વારંવાર પેપર ફુટવાની ઘટના એ ભાજપની ઓળખ બની ગઈ છે.

 

અણઘડ વહિવટ અને બેદરકારીને કારણે ગુજરાતના નાગરિકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યાં છે ત્યારે ગુજરાતના નાગરિકોને માફી માંગવાને બદલે ગૌરવયાત્રા લઈને નિકળેલા ભાજપ પર આકરા સવાલો કરતા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી આલોક શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાત અને દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે. 84 રૂપિયે ડોલર પહોંચ્યો, શું તેની ગૌરવ યાત્રા લઈ ભાજપ નીકળી છે. કોરોના કાળમાં ઑક્સિજન – બેડ – ઈન્જેક્શન વગર લાખો લોકો મૃત્યુ પામ્યા, વારંવાર પેપર ફૂટ્યા, 100 રૂપિયા લીટર ને પાર પેટ્રોલ – ડીઝલ, રાધણગેસ અને સીંગતેલ સહિતમાં આગઝરતી મોંઘવારી વગેરે ભાજપની ગુજરાતને ભેટ છે. શું આ માટે ભાજપ ગૌરવયાત્રા લઈને નિકળ્યું છે ? ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે, ભાજપની આ ગૌરવયાત્રા નહિ વિદાયયાત્રા છે. 27 વર્ષથી વધતો ભ્રષ્ટાચાર અને અણઘડ વહિવટ માટે ગુજરાતના લોકોની ભાજપના નેતાઓએ માફી માગવી જોઇએ. ભાજપે ગુજરાત અને દેશને શું આપ્યું છે ? ગુજરાતમાં પોતાના હક્ક અને અધિકાર માટે જુદા જુદા 28 જેટલા આંદોલન ચાલી રહ્યા છે. અવાર નવાર ભાષણોમાં કોંગ્રેસના કારનામાની વાતો કરતા ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી આર પાટિલ પોતાના પર લાગેલા 107 કેસના કારનામાની ચિંતા કરે. ગૌરવયાત્રા છે? લાખો શિક્ષીત યુવાઓ બેરોજગાર, ઓરડા વગરની શાળાઓ, 1270 શાળાઓ વચ્ચે એક જ શિક્ષક ભણાવે. નકલી દારૂથી હજારો મોત થાય, બેરોકટોક ડ્રગ્સ પરોસી યુવાધનને બરબાદ આ તમામ ભાજપના કારનામાઓનો ગૌરવ લઈને યાત્રા નિકળી રહ્યાં છે ? તેનો જવાબ ગુજરાતની જનતા જાણવા માંગે છે.

છેલ્લા અઢી દાયકા જેટલા લાંબા સમયગાળાના ભાજપના કુશાસન દરમ્યાન ગુજરાતની એક આખી પેઢી બેકારી, બેરોજગારી, દિશાવિહીનતાની ગર્તામાં ધકેલાઈ ગઈ છે. ગુજરાતમાં વારંવાર પેપર ફુટવાની ઘટના એ ભાજપની ઓળખ બની ગઈ છે ત્યારે સૌરાષ્ટ્રમાં વધુ એકવાર પેપર ફુટવાની ઘટના પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,. ગુજરાતમાં ભાજપના કુશાસનને કારણે પેપર ફુટવાનો સીલસીલો અટકવાનું નામ લેતુ નથી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં બી.બી.એ., બી.કોમ,ના પેપરલીકની ઘટના સામે આવી છે. ભાજપની પરીક્ષા લેવાની સિસ્ટમમાં ગોટાળા, ગેરરીતિઓની ફરીયાદો વારંવાર આવવા છતાં પણ કોઈ પરીક્ષા લેવાની સિસ્ટમમાં સુધારો થયો નથી. જેના લીધે ગુજરાતના યુવાનોના ભવિષ્ય મુશ્કેલીમાં મુકાયા છે તે ઘણો ચિંતાનો વિષય છે. ભાજપ સરકાર 25 વર્ષના શાસનમાં યુવાનોને રોજગાર આપવામાં નિષ્ફળ ગઈ છે દેશમાં અને ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન ચરમસીમાએ રહેલો છે. છેલ્લા 7 વર્ષમાં દેશમાં 8 કરોડ બેરોજગાર બન્યા છે. 45 વર્ષમાં સૌથી ઉંચો બેરોજગારીનો દર ભાજપા સરકારની ભેટ છે. ગુજરાતમાં સતત બનતી પેપર ફુટવાની ઘટનાઓ માટે જવાબદાર કોણ ? ગુજરાતની જનતાને ભાજપ જવાબ આપે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, પ્રદેશ મીડીયા પેનાલીસ્ટશ્રી હિરેન બેંકર, શ્રી પાર્થિવરાજ કઠવાડીયા, શ્રી કપીલ દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.

11-10-2022

 

· સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓ માટે જરૂરી સાયલન્ટ ઝોનમાં લાઉડ સ્પીકર સાથે કાર્યક્રમ કરવો કેટલે અંશે વ્યાજબી ?

આરોગ્ય સેવામાં વધારો કરી એક પણ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની શરૂઆત થાય એ આવકારદાયક બાબત છે પરંતુ માત્ર જાહેરાતો- ઉત્સવો-તાયફઓમાં કરોડો રૂપિયા વેડફતી ભાજપ સરકાર કેમ દર્દીઓનું વિચારતી નથી ? સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓ માટે જરૂરી સાયલન્ટ ઝોનમાં લાઉડ સ્પીકર સાથે કાર્યક્રમ કરવો કેટલે અંશે વ્યાજબી ? તેનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, એશિયા ખંડની સૌથી મોટી હોસ્પિટલ સિવિલને યુપીએ સરકારમાં તાત્કાલિક વડાપ્રધાનશ્રી ડૉ. મનમોહનસિંહનાં નેતૃત્વ હોસ્પિટલ અપગ્રેડ કરવા ૧૨૦૦ કરોડથી વધુ રકમ ફાળવવામાં આવી હતી. જેમાંથી વિવિધ પ્રકલ્પો, આધુનિક સાધનો,ડિપાર્ટમેન્ટ બનાવી આરોગ્ય સુવિધાઓ વધે તે માટે કામગીરી કરવામાં આવી. તાજેતરમાં નીતનવા પ્રકલ્પોનાં ઉદ્ઘાટનમાં છેલ્લા બે દિવસથી સલામતીનાં નામે દર્દીઓને બાનમાં લીધા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. એક એમ્બ્યુલન્સને રસ્તો આપી વાહવાહી લુંટતા વડાપ્રધાન પોતાના બે કલાકના કાર્યક્રમને કારણે માત્ર સિવિલમાં જ એક દિવસમાં 36 પ્લાન્ડ સર્જરી રદ કરવામાં આવી તેમજ જુદા જુદા વિભાગોમાં 50 થી વધુ ઓપરેશનો સ્થગીત કરાયા અને 150થી વધુ ઈમરજન્સી દર્દીઓને દાખલ કરવાની વ્યવસ્થા ખોરવાઈ હતી. સિવિલમાં દાખલ થયેલા દર્દીઓ તકલીફમાં હોય વધુમાં હોસ્પિટલની મુલાકાત અને ભાષણનાં કાર્યક્રમેં ‘પડ્યા પર પાટુ’ જેવી સ્થિતિને કારણે મોટી હાલાકી ભોગવી પડી હતી. બીમારીથી પીડાતા દર્દીઓ સિવિલ કેમ્પસમાં રઝળતા રહ્યા, કેમ્પસનાં તમામ ગેટ બંધ કરવામા આવ્યા, પ્રાઇવેટ વાહનોનો પ્રવેશ બંધ કરાયો, જેના ક્રિટિકલ દર્દીઓ તેમજ તેમના સાગા સંબધીઓને પારાવાર તકલીફ ભોગવવી પડી હતી

સિવિલમાં દર્દીઓનાં વાહનો ટોઇગ કરાય તેની જવાબદારી કોની? સિવિલ કેમ્પસનાં માત્ર એક નાનકડા ભાગમાં પીએમનાં કાર્યકમમાં સમગ્ર સિવિલ હૉસ્પિટલને બાનમાં લેવામાં આવી તે કેટલે અંશે વ્યાજબી? સાઇલેન્ટ ઝોનમાં લાઉડસ્પીકર સાથે કાર્યક્રમ કરવામાંની પરમિશન કેવી રીતે મળી? શું તમામ નીતિ નિયમો વિપક્ષની અવાજ દબાવવા માટે જ હોય છે? શું પ્રધાનમંત્રી કાયદા-નીતિ નિયમોથી પર છે? હાર્ટ વિભાગમાં દાખલ દર્દીઓ, બાળ વિભાગમાં દાખલ ભૂલકોઓ, વૃદ્ધ- વડીલ દર્દીઓને પડેલી હાલાકી-મુશ્કેલીઓ માટે જવાબદાર કોણ? આરોગ્ય સંસ્થા જેવા સાઈલન્ટ ઝોનમાં કાર્યક્રમ કરવો એ ચિંતાનો વિષય છે.
૧૧-૧૦-૨૦૨૨

 

· વડાપ્રધાનશ્રીની ગુજરાત મુલાકાત બાદની કોંગ્રેસ પક્ષની પ્રતિક્રિયા અને ભારતીય જનતા પક્ષને સવાલ : આલોક શર્મા

· વડાપ્રધાનશ્રીએ અમદાવાદમાં આવેલા સરદાર સ્મારકની મુલાકાત તેમના જીવનકાળમાં લીધી હોય તો જાહેર જીવન છોડી દઈશ : ડૉ. જીતુ પટેલ

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા શ્રી આલોક શર્માએ જણાવ્યું હતું કે, આપ જાણો છ જો કે આપણા દેશના પ્રધાનમંત્રી હાલમાં ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે હતા. તેઓને મારે પુછવુ છે કે, આપ દેશના પ્રધાનમંત્રી છો કે ભાજપના પ્રચારમંત્રી એ ગુજરાતની જનતા સમજી શકતી નથી. ગુજરાતની જનતા જાણે છે કે વારંવાર આપશ્રી એકવાર શરૂ થયેલા પ્રોજેક્ટને ફરીથી ઉદઘાટન કરી રહ્યાં છો. શું આ સારી વાત છે ? વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, અર્બન નક્શલવાદ દેશને નુકસાન તરફ દોરી રહ્યો છે ત્યારે તેમના જ મંત્રી નિત્યાંનંદજીએ જણાવ્યું હતું કે, અર્બન નક્શલ જેવી શબ્દાવલી આપણા દેશમાં ઉપલબ્ધ નથી. આપે કહ્યું કે વિદેશોથી અર્બન નક્શલવાદ આવી રહ્યો છે અને દેશને નુકસાન કરી રહ્યો છે. છેલ્લા આઠ વર્ષમાં ભાજપ સરકાર છે તો શા માટે તેના ઉપર પગલા લીધા નથી. શું તમારી સરકાર પકોડા તળી રહી હતી. આપે કહ્યું કે, હું ગુજરાતના આદિવાસી સમાજનો આભાર માનું છું કે, નક્શલવાદને તેમણે ટેકો નથી આપ્યો. તો શું દેશના આદિવાસીઓ નક્શલવાદને ટેકો આપે છે ? આ વાત એ આદિવાસી સમાજ માટે અપમાનજનક છે. અર્બુન નક્શલવાદની વાત કરીને શું આપનો ઈશારો 107 કેસવાળા ભારતીય જનતા પક્ષના ગુજરાતના પ્રમુખ તરફ તો નથી ને ? કે પછી આર.એસ.એસ. ગુંડાઓ તરફ તો નથી ને કે જે રોજબરોજ પોતાની વાતોમાં ઝેર ઓંકે છે ? આજના મોદી સાહેબના વક્તવ્ય સાંભળ્યું. સૌ પહેલા તો અમે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદીને યાદ કરીએ છીએ કે જેમણે 1981માં સિવીલમાં કિડની હોસ્પિટલની શરૂઆત કરી હતી. આજે આપે કહ્યું કે, ગુજરાતમાં 36 મેડીકલ કોલેજ છે. તો ગુજરાતની જનતા 36 મેડીકલ કોલેજનું લીસ્ટ જાણવા માંગે છે ? એમાની કેટલી કોલેજ સરકારી છે અને કેટલી પ્રાઈવેટ છે ? કેટલી એવી છે કે જે સરકારી હોવા છતાં આપે આપના ઉદ્યોગપતિ મિત્રોને આપી દીધી છે. જનતા એ પણ જાણવા માંગે છે કે, 1953માં જે હોસ્પિટલની આધારશીલા રખાઈ હોય જેમાં વર્ષમાં હાલમાં 10 થી 11 લાખ દર્દીઓ સારવાર લેતા હોય એ જ હોસ્પિટલમાં વારંવાર આવીને આપ આવા પ્રકારના ઉદઘાટન કરી રહ્યાં છો તે શું યોગ્ય છે ? કોરોનામાં શા માટે ઓક્સીઝન, વેન્ટીલેટર, માર્સ્ક પર જી.એસ.ટી.લગાડવામાં આવ્યો ? કોરોના સમયમાં 108ની સિવિલ હોસ્પિટલ બહાર લાઈન લાગેલી હતી અને સ્મશાનની ચીમનીઓ લાલ થઈ ગઈ હતી ત્યારે આપના મંત્રીઓ ક્યાં હતાં? તમારી જ સરકારના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 60 ટકાથી વધારે બાળકો કૃપોષિત જન્મી રહ્યાં છે. શું આ જ આપની ઉપલબ્ધી છે ? હિંદુસ્તાન આપના વડાપ્રધાન બન્યા બાદ ભુખમરાના ઈન્ડેક્સમાં શા માટે સૌથી નીચે આવી ગયો ? જે કંપનીએ સિવિલ હોસ્પિટલને નકલી વેન્ટીલેટર સપ્લાય કર્યા હતા તેના ઉપર શું પગલા લેવામાં આવ્યા ? કોરોનાના સમયમાં બનાવેલ પી.એમ. કેર ફંડનો અત્યાર સુધી હિસાબ આપવામાં નથી આવ્યો ? આપ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે જો એકપણ સરકારી હોસ્પિટલ કે મેડીકલ કોલેજ માટે જમીન ફાળવીને તે બનાવવામાં આવી હોય તેનું નામ આપો ? આપે ગુજરાતના આરોગ્ય માળખાનું પણ ખાનગીકરણ કરી નાખ્યું છે. આપે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીની ધરા સંભાળ્યી ત્યારે ગુજરાતનું દેવુ 9000 કરોડ હતું આજે ત્રણ લાખ કરોડનું દેવું છે. તમે દેવુ મુક્ત કરવાની જગ્યાએ દેવાની સરકાર આપીને ગયા છો. ભારતીય જનતા પાર્ટીએ આટલુ બધુ સારુ કામ કર્યું તો શા માટે એક વર્ષ પહેલા મુખ્યમંત્રી સહિત આખી સરકારના મંત્રીમંડળને બદલવાની આપને ફરજ પડી. શું કારણ છે કે ગુજરાતની અંદર હાલના સમયમાં હજારો કરોડનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. શું ક્યાંક તમે ડ્રગ્સની બિમારી તો ગુજરાતને નથી સોંપી રહ્યાં ? 20-22 વર્ષ જુની બિમારીઓને યાદ કરો છો પરંતુ હાલના સમયની મંદી, બેરોજગારી, મહિલા સુરક્ષા અને ડ્રગ્સની બદીની બિમારીની શા માટે ચર્ચા નથી કરી રહ્યાં ? કોરોનાના સમયમાં જે લોકોની મૃત્યુ થયા છે તેમના પરિવારજનોને ચાર લાખ રૂપિયા ક્યારે મળશે ? કોરોના બાદ શા માટે મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળને બદલવામાં આવ્યું ? જનતાના ટેક્સના પૈસાથી આપ ચૂંટણી પ્રચાર કરો છો તે શુ યોગ્ય છે ? લમ્પી વાયરસથી ગુજરાતમાં લાખો ગાયોના મૃત્યુ થયા તેનું વળતર ક્યારે આપશો ?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડૉ. જીતુભાઈ પટેલ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજના સિવિલ હોસ્પિટલના ઉદઘાટનમાં મોદી સાહેબે 110 એકરની જમીન જે તે વખતે કોંગ્રેસ સરકારે લઈને જેના દાનથી આ હોસ્પિટલ શરૂ થઈ તેવા હઠીસિંગ અને પ્રેમાભાઈનું નામ કર્યું હોત તો વિશેષ આનંદ થાત. પરંતુ પાયામા જે છે તેને ભુલી જઈને ફક્ત પોતાની વાહવાહી કરવામાં આવી રહી છે. જો મોદી સાહેબે આજે કહ્યું હોત કે હું કોરોના સમયે એમ્બ્યુલન્સ ન મળવા બાબતે માફી માંગુ છું. હું ગુજરાતની પ્રજાની મેડીકલ બેડ ન મળવા માટે માફી માંગુ છું. ઓક્સિઝન ન મળવા માટે માફી માંગુ છું. રેમડેસીવીર ઈન્જેક્શન પાટીલ સાહેબે 5000ની સંગ્રહખોરી કરી માટે તેના કાળાબજાર થયા તેના માટે માફી માંગુ છું. અમારા પૂર્વ મુખ્યમંત્રીના સગાઓએ ફેક ધમણ વેન્ટીલેટર પધરાવ્યા તેના માટે માફી માંગુ છું. સ્મશાનમાં લોકોએ લાઈન લગાવી પડી તેના માટે હું માફી માંગુ છું. મને એ બાબતનો આનંદ છે કે મોદી સાહેબ જે ઉદઘાટનો કરે છે તેની બધ્ધીજ ભૂમિ કોંગ્રેસ સરકાર દ્વારા આવંટીત કરવામાં આવી છે. જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે જે પ્રમાણે વેપારીઓની પીડા વધી રહી છે એ પ્રમાણે હૃદયરોગની હોસ્પિટલની જરૂર પડવાની. જે પ્રમાણે બેરોજગારી વધી રહી છે અને યુવાનો માનસિક હતાશામાં છે તેના માટે માનસિક હોસ્પિટલોની જરૂર પડશે અને એમના પક્ષના લોકો માટે બ્રેઈન ટ્રાન્સપ્લાન્ટની હોસ્પિટલોની પણ ભવિષ્યમાં જરૂર રહેશે. દુનિયાની અંદર જ્યારે ભયાનક રોગો હતા ત્યારે કોંગ્રેસની સરકારે શીતળાની નાબુદી કરી, કોંગ્રેસની સરકારે પોલીઓની નાબુદી કરી, મોદી સાહેબના હાથ ઉપર જે ટીકા કરણ થયેલુ છે એ પણ કોંગ્રેસની સરકારોમાં થયેલુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે તમે ચીનમાંથી બનાવીને આજુબાજુની જમીનો હડપ કરવાનો કારસો સરદારના નામે કરી રહ્યાં છો. વડાપ્રધાનશ્રીએ અમદાવાદમાં આવેલા સરદાર સ્મારકની મુલાકાત તેમના જીવનકાળમાં લીધી હોય તો જાહેર જીવન છોડી દઈશ. કોંગ્રેસે કરેલા કાર્યોના પરિપકવરૂપે જ્યારે વિવિધ સંસ્થાઓ ઉભી થયેલ હોય અને એ સંસ્થાઓમાં આજે પણ તમે કઈક નવુ કરી શકો છો. તે જ કોંગ્રેસની ઉપલબ્ધી છે.

આ વિશેષ પત્રકાર પરિષદમાં જંબુસરના ધારાસભ્યશ્રી સંજય સોલંકીએ હાજર રહીને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી મીડીયા સમુહ માધ્યમોમાં ચાલી રહેલા સમાચાર એ તથ્ય અને પાયા વિહોણા છે કોંગ્રેસ પક્ષ એ મારૂ ગૌત્ર છે અને હું સંપૂર્ણ પણે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલ છું. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ જીલ્લાની તમામ બેઠકો ઉપર કોંગ્રેસ પક્ષનો પંજો જવલંત વિજય મેળવશે તેમજ જંબુસર બેઠકપરથી પણ કોંગ્રેસ જંગી બહુમતિથી જીતશે.

07-10-2022

 

 

 

રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષનો તિરંગો ખેસ પહેરી જોડાયેલા નેતા-આગેવાનોને આવકારકર્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખશ્રી સિદ્ધાર્થ પટેલ, શ્રી અમિતભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં માત્ર ધુમાડો છોડતી ભાજપની ડબલ એન્જીન સરકારની અણઘડ નીતિઓથી ધંધા-રોજગાર પડી ભાગ્યા છે. મંદી-મોંઘવારી-બેરોજગારીથી ગુજરાતના લોકો ત્રસ્ત બન્યા છે.ગુજરાતમાં આવનાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ 125થી વધુ સીટો સાથે લોકોની સરકાર બનવા જઇ રહી છે ત્યારે વડોદરાનાં સાવલી વિસ્તારના ક્ષત્રિય નેતા અને સહકારી આગેવાનશ્રી કુલદીપસિંહ રાઉલજી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. કુલદીપસિંહ બરોડા ડેરીના ડિરેક્ટર પણ છે. ડેસર એ.પી.એમ.સીનાં પૂર્વ વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે અને હાલ ડેસર એ.પી.એમ.સી.ના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. શ્રી રાવજીસિંહ નટવરસિંહ અમરાપુરા, શ્રી કૈલાશબેન અર્જુનસિંહ ગોહિલ, શ્રી વિક્રમસિંહ પુજાભાઈ મેવલી, શનાભાઈ પરસોતમભાઈ શેરપુરા, રાઠોડ ઠાકોરસિંહ અમરસિંહ, વિક્રમસિંહ રામસિંહ, વિજયસિંહ મહેન્દ્રસિંહ મહિડા, સહિત મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો સાથે રાજીવ ગાંધી ભવન ખાતે વિધીવત રીતે કોંગ્રેસમાં જોડાઈ કોંગ્રેસને જનલક્ષી વિચારધારાને લોકો સુધી પહોંચાડી આગામી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ જવલંત વિજય મેળવે તે માટે કામ કરશે.

માત્રમાં જાહેરાતોમાં રાચતી ભાજપની બી ટીમ આમ આદમી પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણીમાં કેમ કરીને કોંગ્રેસ પક્ષને રોકવી તે માટેની કવાયત કરી રહી હોય તેવુ જણાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષની વિચારધારાની પ્રેરાઈને આણંદ જીલ્લાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારશ્રીઓ પણ કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાયા હતા. જેમાં આમ આદમી પાર્ટીના આણંદ જિલ્લા પ્રમુખશ્રી કિસાન. સેલ શ્રી રાજેન્દ્રસિંહ (ભરતસિંહ) ચૌહાણ, આણંદ જિલ્લા સહમંત્રી અને ખંભાત વિધાનસભા પ્રભારીશ્રી રણવીરસિંહ ચાવડા, શ્રી કૃતિક કુમાર મકવાણા, શ્રી હાર્દિકસિંહ ગોહેલ, શ્રી પરેશસિંહ ડાભી, શ્રી પઠાણ મોહસીનખાન, શ્રી અબ્દુલમજીદ મિર્ઝા, શ્રી ઝરણાબેન પટેલ, શ્રી તેજસ પટેલ, શ્રી નરોત્તમ મકવાણા, શ્રી રફાવતખાન પઠાણ, શ્રી હસનખાન પઠાણ, શ્રી અમિતભાઈ ચાવડા સહિત મોટી સંખ્યામાં આગેવાનો – કાર્યકર્તાઓ જોડાયા હતા.

રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં ભાજપ અને આપ પાર્ટીમાંથી કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને કોંગ્રેસ પક્ષમાં આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખશ્રી પંકજભાઈ પટેલ, વડોદરા જીલ્લા પ્રમુખશ્રી સાગર બ્રહ્મભટ્ટ, ધારાસભ્યશ્રી જસપાલસિંહ પઢીયાર, પૂર્વ ધારાસભ્યશ્રી ભીખાભાઈ રબારી, પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, પ્રદેશના મહામંત્રીશ્રી સંદિપ માંગરોળા, પ્રવક્તાશ્રી નરેન્દ્ર રાવત, પ્રદેશ મીડીયા કોર્ડીનેટરશ્રી હેમાંગ રાવલ, પ્રદેશ મીડીયા પેનાલીસ્ટ શ્રી હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.

ઑક્ટોબર ૦૭, ૨૦૨૨

શ્રી મલ્લિકાર્જુન ખડગે, ઉમેદવાર કોંગ્રેસ અધ્યક્ષ, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદનું નિવેદન

આજે હું બાપુ અને સરદાર પટેલ સાહેબની ધરતી પર ઉભો રહીને તમારા બધા સાથે વાત કરવા માટે ખૂબ જ ભાગ્યશાળી અને ગર્વ અનુભવુ છું. આ બે મહાપુરુષોએ કોંગ્રેસ પક્ષને તેમનું નેતૃત્વ સોંપ્યું તેનાથી મોટું સૌભાગ્ય શું હોય. આ મહાપુરુષોની ધરતીની માટી મારા માથા પર લગાવીને હું મારી વાત શરૂ કરું છું.

સાથીઓ, કોંગ્રેસ પક્ષે તેના નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઑક્ટોબર ૧૭ ના રોજ, દેશભરમાંથી ૯,૩૦૦ પ્રદેશ પ્રતિનિધિઓને તે નક્કી કરવાની તક મળશે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આગામી અધ્યક્ષ તરીકે કોણ આપણું નેતૃત્વ કરશે. હું આ ચૂંટણીમાં ઉમેદવાર છું, અને ગુજરાતમાંથી મારા સાથીદારોના મત અને સમર્થન માટે અહીં આવ્યો છું.

કોંગ્રેસ પક્ષ દેશનો એકમાત્ર રાજકીય પક્ષ છે, જ્યાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પક્ષના કાર્યકરો દ્વારા લોકતાંત્રિક પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. આપણા ૯,૩૦૦ પરદેશ પ્રતિનિધિઓ પક્ષના આગામી અધ્યક્ષ કોણ બનવા જોઈએ અને તેમની લાયકાત શું છે તે અંગે શ્રેષ્ઠ નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે.

હું કોંગ્રેસ પક્ષ સાથે પાંચ દાયકાથી વધુ સમયથી કામ કરી રહ્યો છું. જાહેર સેવામાં મારી કારકિર્દી વિદ્યાર્થી નેતા તરીકે શરૂ થઈ હતી. ૧૯૬૯માં ગુલબર્ગા સિટી કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા તે પહેલાં મેં શ્રમિક નેતા તરીકે કામ કર્યું હતું. ૧૯૭૨ અને ૨૦૦૯ ની વચ્ચે, હું સતત નવ ટર્મ માટે કર્ણાટક વિધાનસભામાં ચૂંટાયો, જ્યાં મેં વિવિધ વિભાગોમાં મંત્રી, વિરોધ પક્ષના નેતા અને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સેવા આપી. ૨૦૦૯ માં, હું લોકસભામાં ચૂંટાયો હતો અને યુપીએ-2 સરકારમાં શ્રમ અને રેલ્વે, સામાજિક ન્યાય અને સશક્તિકરણ માટેના કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી હતી.

૨૦૧૪ થી ૨૦૧૯ સુધી સોળમી લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે, મેં વિપક્ષ તરફથી મોદી સરકારનો સામનો કર્યો. ૨૦૨૧થી રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે હું સરકારને પડકાર ફેંકી રહ્યો છું અને તેમની નિષ્ફળતાઓને ઉજાગર કરી રહ્યો છું. ઉદયપુર મેનિફેસ્ટોમાં જણાવેલ, “એક વ્યક્તિ, એક પદ” માટે પક્ષની પ્રતિબદ્ધતાને અનુસરીને, કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીને રાજ્યસભામાં વિપક્ષના નેતાના પદ પરથી પોતાનું રાજીનામું સોંપ્યું છે.

કર્ણાટકના પછાત પ્રદેશમાં આવેલા, એક નાનકડા ગામમાંથી મારા જેવા સામાન્ય માણસના પુત્રને એક દિવસ આ ઐતિહાસિક પક્ષના પ્રમુખના ઉમેદવાર બનવાની તક આપનારા કોંગ્રેસ પક્ષ જેવો અન્ય કોઈ રાજકીય પક્ષ નથી. તેના બદલે, મારું યોગદાન આપીને, મેં આ ક્ષેત્રના સર્વસમાવેશક વિકાસ માટે બંધારણમાં કલમ 371Jનો સમાવેશ કરાવ્યો.

હું પોતાને પ્રમોટ કરવામાં માનતો નથી. હું ન તો તેવો છું અને ન તો તેવો બનવા માંગુ છું. મારા તમામ કાયદાકીય રેકોર્ડ, વહીવટી સિદ્ધિઓ અને તમામ અડગ પ્રતિબદ્ધતાઓ કોંગ્રેસ પક્ષ અને તેના વારસા માટે છે. પચાસ વર્ષમાં મને મારી સંસ્થા અને સરકારમાં વિવિધ સ્તરે યોગદાન આપવાની તક મળી છે. આ અનુભવોએ મને પક્ષની ઊંડી સમજ આપી. મને ખબર છે કે આપણા કાર્યકરોનો ઉત્સાહ ક્યારે વધે છે. તેઓ જે પડકારોનો સામનો કરે છે તે હું જાણું છું. હું તેમની ચિંતાઓને સમજું છું અને હું મારા પક્ષને મજબૂત કરવા તેમની સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છું.

દરેક રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસને લોકોની પસંદગી બનાવવા માટે આપણે એકજૂથ થઈને આપણા પ્રયાસોને વેગ આપવાનો આ સમય છે. એટલા માટે હું મારી પૂર્ણ શક્તિથી પક્ષની સેવા કરવા માંગુ છું. તમારા સહકારથી પ્રમુખ બન્યા પછી આપણા પક્ષની પ્રાથમિકતાઓ ‘હું’ એકલો નહીં, ‘આપણે’ બધા સાથે બેસીને નક્કી કરીશું. પરંતુ, હું નીચેની કેટલીક મહત્વની બાબતો પર ઝડપી પગલાં લેવાના પક્ષમાં છું.
૧. “૫૦ હેઠળ ૫૦” ફોર્મ્યુલા સાથે ઉદયપુર મેનિફેસ્ટોનો અમલ મારી પ્રાથમિકતા રહેશે.
૨. હું દરેક સ્તરે પક્ષનું માળખું મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશ, અને તમામ બાકી નિમણૂકો તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે.
૩. જે રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે ત્યાં પક્ષના સંગઠન સાથે મળીને કામ કરવાની મારી ટોચની પ્રાથમિકતા રહેશે.
જો આપણે સાથે મળીને કામ કરીશું, તો આપણે જીતીશું!

ગુજરાત રાજ્યની રચના ૧૯૬૦માં થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ અડધો સમય કોંગ્રેસ અને અડધો સમય ભાજપની સરકાર રહી છે. પરંતુ આજે જ્યારે પણ ગુજરાતની જનતા કોંગ્રેસની સરકારોને યાદ કરે છે ત્યારે તેમને શાળાઓ, કોલેજો, યુવાનો માટે રોજગારીની તકો, સસ્તું પેટ્રોલ, સસ્તું ડીઝલ, સસ્તો રાંધણગેસ, સારી સિંચાઈ યોજનાઓ, ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ અને સ્થાનિક રોજગાર માટે બનાવવામાં આવેલ જીઆઇડીસી યાદ આવે છે, જ્યારે બીજી તરફ ભાજપની સરકારોએ ગાંધી અને પટેલની ભૂમિને દેશની “ડ્રગ કેપિટલ” બનાવી દીધી છે. આજે ગુજરાતમાં યુવાનો માટે નોકરીની કોઈ તકો નથી,ભરતીઓ આવતી નથી, જો ભરતી આવે તો પરીક્ષાઓ આવતી નથી, અથવા પેપર લીક થઈ જાય છે, અથવા પરીક્ષા પછી પરિણામ આવતું નથી , અથવા પરિણામ બહાર આવે છે, પછી નિમણૂક પત્ર પ્રાપ્ત થતા નથી. કહેવાતી ડબલ એન્જીનની ધુમાડો છોડતી સરકારથી પરેશાન થઈને આજે આદિવાસી વર્ગ સત્યાગ્રહ કરી રહ્યો છે, દલિતો પરના અત્યાચારો વધી રહ્યા છે અને સમાજના નબળા વર્ગને વધુ નબળા બનાવવાનું કામ થઈ રહ્યું છે. ગુજરાતની ભાજપ સરકારોએ નફરત ફેલાવો અને રાજ કરોની નીતિ અપનાવીને ગુજરાતની જનતા સાથે છેતરપિંડી કરી છે. રાજ્યમાં ફેલાયેલી આ નફરતને નાબૂદ કરવા માટે, યોગ્ય રોજગારીની તકો પૂરી પાડવા, મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને મોંઘવારીમાંથી મુક્તિ અપાવવા માટે રાહુલ ગાંધીજી ૩૫૭૦ કિલોમીટરની ભારત જોડો યાત્રા પર નીકળ્યા છે. આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે. હવે ડબલ એન્જિનની ધુમાડાયુક્ત, બેરોજગારીપ્રેમી સરકારનો જવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસ આગામી ચૂંટણીમાં અભૂતપૂર્વ દેખાવ કરીને ગુજરાતને દેશનું ઉત્પાદન (મેન્યુફેકચરીંગ) કેપિટલ બનાવવા કામ કરશે, જેની સામાન્ય લોકોના જીવનમાં સકારાત્મક અસર પડશે.

આ ચૂંટણી ‘મારા’ વિશે નથી, ‘આપણા’ વિશે છે. ટીમ વર્ક જ આપણાં પક્ષને આગળ લઈ જઈ શકે છે. મારી સમગ્ર રાજકીય કારકિર્દી દરમિયાન, મેં ‘સલાહાત્મક નેતૃત્વ’ પ્રત્યે મારી પ્રતિબદ્ધતા દર્શાવી છે. હું આશા રાખું છું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર તરીકે, ગુજરાતના તમામ પ્રદેશ પ્રતિનિધિઓ તેમના આશીર્વાદ આપશે અને પક્ષ અને દેશની સેવા કરવાની ઐતિહાસિક તક આપશે.

– શ્રી મલ્લિકાર્જુન ખડગે

06-10-2022

 

 

 

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતો માટે “ખેડૂત ફસાજા વીમા યોજના બની ગઈ છે. પાક વીમાનાં પ્રીમિયમનાં કરોડો રૂપિયા લીધા બાદ મળવાપાત્ર રકમ આપવામાં ઠાગાથૈયા કરતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કિસાન સેલના ચેરમેનશ્રી પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોના હક્ક અને અધિકાર એવા પાક વિમો આપવામાં આનાકાની કરતી ભાજપ સરકાર પર નામદાર હાઈકોર્ટે ફટકાર લગાવતા કહ્યું છે કે, ‘સરકારમાં કોમનસેન્સ નથી અથવા તો બીજી દુનિયામાં જીવે છે’. વર્ષ 2019માં અતિવૃષ્ટી થઈ 72 કલાકમાં ખેડૂતોએ પાકવિમો મેળવવા માટે અરજી કરવાની હોય છે પરંતુ પાકવિમા કંપનીની ઓફિસ ન હોવાને કારણે અરજી જમા કરાવી શકાતી ન હતી. ખેડૂત આગેવાન શ્રી જે.કે. પટેલ, કિસાન કોંગ્રેસના હોદ્દેદારશ્રી રામકુભાઈ કરપાડા, શ્રી અશોક પટેલ સહિતના આગેવાનો – નેતાઓએ ભાજપ સરકાર સામે 12 દિવસના આમરણ ઉપવાસ સાથે લડત લડી હતી જેના લીધે સરકારે અરજી સ્વિકારવાનું ચાલુ કર્યું. અરજી સ્વિકારવાના 72 કલાકમાં જ 53000 થી વધુ અરજીઓ આવી. રાજ્ય સરકારે આપેલી અરજીઓ વિમા કંપની દ્વારા અસ્વિકાર કરવામાં આવ્યો ત્યારે ખેડૂતો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પોતાની વાત રજુ કરી, નામદાર હાઈકોર્ટે તા. 27-10-2020ના રોજ પાક વિમો ચુકવવા રાજ્યની ભાજપ સરકારને આદેશ કર્યો. રાજ્ય સરકારે તા. 12-5-2021ના રોજ વિમા કંપનીઓને આદેશ કર્યો કે, ખેડૂતોને પાક વિમો ચુકવે. તેની સામે વિમા કંપનીઓ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જઈ દાવો કર્યો કે, રાજ્ય સરકારના ભાગે આવતી 216 કરોડ 93 લાખ 31 હજાર 4સો 38 વિમાના પ્રિમિયમની રકમ ચૂકવવામાં નથી આવી માટે પાકવિમો આપ્યો નથી.

જાહેરાતોમાં ડબલ એન્જીનની સરકારની વાતો કરતી ભાજપે પાકવિમાના પ્રિમિયમ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ભાગે આવતા રૂપિયા સમયસર ચુકવતી નથી. કેન્દ્ર સરકાર દ્વારા તા. 24-4-2020, 13-09-2020, 15-04-2021 અને 08-06-2021 રાજ્ય સરકારને આદેશ કર્યા છે કે કંપનીઓને પ્રિમિયમ ચુકવી આપો પણ રાજ્ય સરકારે તેનો અમલ નકર્યો. આ દર્શાવે છે ડબલ એન્જીનમાનું એક એન્જીન ખોટકાઈ ગયેલ છે. ખેડૂત વિરોધી ભાજપ સરકારે 12 લાખ ખેડૂતો પાસેથી પાક વિમા પ્રિમિયમ પેટે 430 કરોડ રૂપિયા ભાજપની મળતિયા કંપનીને ચુકવ્યા ત્યારે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે, જેટલા પણ કેસમાં હાઈકોર્ટે આદેશ કર્યો છે તેમનો પાકવિમો સત્વરે ચુકવવામાં આવે, વર્ષ 2019માં જામનગર, અમરેલી, ગીર સોમનાથ સહિત મંજુર થયેલ 25 ટકા પાકવિમો તાત્કાલીક ચુકવે, ખેડૂતોને ત્રણ વર્ષ સુધી પાકવિમાની રકમ ન ચૂકવી સરકાર ખેડૂતોની ગુનેગાર છે સરકાર ખેડૂતોની માફી માગે અને વ્યાજ સાથે ખેડૂતોને રકમ પરત આપે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ખેડૂત વિરોધી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને રાજુલાના ધારાસભ્યશ્રી અમરીશ ડેરે જણાવ્યું હતું કે, ખેડૂતો માટેની પ્રધાનમંત્રી ફસલ પાક વિમા યોજના એ ‘ખેડૂત ફસાજા યોજના’ બની છે. ખેડૂતોને સમયસર અને નિયમિત રીતે મળવાપાત્ર પાકવિમા અંગે વારંવાર વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ દ્વારા રજુઆત કરવામાં આવી પરંતુ કૃષિમંત્રી દ્વારા જવાબ આપવાને બદલે હાઈકોર્ટમાં જાવ તેવો જવાબ આપ્યો હતો. તે દર્શાવે છે કે, ખેડૂત, ખેતી વિરોધી ભાજપની માનસિકતા અને પાક વિમા માટેની કંપનીઓના મેળાપીપણાને કારણે ગુજરાતનો ખેડૂત દેવાદાર અને આત્મહત્યા કરવા મજબુર બને છે. જે ખુબ ચિંતાનો વિષય છે. ખેડૂતોના હક્ક અને અધિકાર એવા પાકવિમાની ચૂકવણી તાત્કાલીક કરવામાં આવે તેવી કોંગ્રેસપક્ષ માંગ કરે છે.
——
૧૮-૦૯-૨૦૨૨

 

· ચિત્તા આપણી ધરતી પર આવે તેનો આપણને સૌને આનંદ છે. પરંતુ એ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે, દેશના ૭૦ વર્ષમાં કોઈએ પ્રયત્ન ના કર્યો અને ૭૨ વર્ષ પછી ભારતની ધરતી પર પહેલીવાર ચિત્તા આવી રહ્યાં છે, તે સદંતર જુઠ્ઠાણું : શક્તિસિંહ ગોહિલ

· ગુજરાતમાં ૨૦૦૯માં આપણા ગીરના સિંહોને સિંગાપુરને આપીને સામે ચાર ચિત્તા (બે નર અને બે માદા) લાવવામાં આવ્યા હતા જેમાંના એકપણ આજે હયાત નથી : શક્તિસિંહ ગોહિલ

 

રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રાજ્ય સભાના સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી આપણા સૌના પ્રધાનમંત્રીશ્રી છે. પ્રધાનમંત્રી એ કોઈ પોલીટીકલ પાર્ટીના માધ્યમ નથી પરંતુ દેશના પ્રધાનમંત્રી છે અને આજ સુધી આપણે ગૌરવ પૂર્વક કહી શકીએ છીએ ભૂતકાળમાં જેટલા પણ પ્રધાનમંત્રીશ્રીઓ થઈ ગયા તેમણે ખુરશીની ગરીમા જાળવી છે અને તે જગ્યા પરથી કદી જુઠ્ઠુ બોલાય નહી તેના માટે સદંતર કાળજી લેતા આવ્યા છે. મારે દુઃખ સાથે કહેવુ પડે છે કે આજે આપણા પ્રધાનમંત્રીશ્રીએ બે દિવસ પહેલા ચિત્તાના નામે જે તાયફો કર્યો અને તે તાયફામાં જે જુઠ્ઠાણું બોલ્યા છે તેનુ મને દુઃખ છે. આપણી ધરતી પર રહેતા ચિત્તા આપણી ધરતી પર આવે તેનો આપણને સૌને આનંદ છે. પરંતુ એ પ્રસંગે જે જુઠ્ઠાણું બોલવામાં આવ્યું કે દેશના ૭૦ વર્ષમાં કોઈએ પ્રયત્ન ના કર્યો અને ૭૨ વર્ષ પછી ભારતની ધરતી પર પહેલીવાર ચિત્તા આવી રહ્યાં છે ત્યારે આપણા આજના પ્રધાનમંત્રીશ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એ દરમ્યાન ૨૦૦૯માં આવોજ એક તાયફો અને આવોજ એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ચાર ચિત્તા (બે નર અને બે માદા) સિંગાપુરથી લાવવામાં આવ્યા તથા તેના બદલામાં આપણા ગીરના સિંહોને સિંગાપુરને આપવામાં આવ્યા હતા. એવુ કહેવામાં આવ્યું કે, આ ચિત્તા હું લઈને આવ્યો છું. આ ચિત્તાઓમાંથી ખુબ પ્રજનન થશે, ખુબ વસ્તી વધશે. દુનિયાભરમાંથી લોકો ચિત્તા જોવા માટે ગુજરાતમાં આવશે અને ખુબ રોજગાર વધી જશે. એ પછી કોઈએ આ ચિત્તાનું મોઢુ જોયું નથી અને ચારમાંથી એકપણ ચિત્તો અત્યારે જીવતો નથી અને અત્યારે મધ્યપ્રદેશમાં જઈને ૭૨ વર્ષમાં પહેલીવાર ચિત્તો આવી રહ્યો છે તે જુઠ્ઠાણું શા માટે તેઓ બોલી રહ્યાં છે ?

વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, આજસુધી ચિત્તા લાવવા માટે કોઈ પ્રયત્ન થયો નથી તે તેમનું બીજુ જુઠ્ઠાણું છે. કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી અને યુ.પી.એ. સરકારે ચિત્તા આપણ દેશમાં લાવવા માટે પ્રયત્ન કર્યો હતો. સુપ્રિમકોર્ટમાં સરકારે પીટીશન કરી અને સુપ્રિમકોર્ટે નિષ્ણાંતોની એક કમીટી બનાવી અને એ કમીટીમાં વાઈલ્ડ લાઈફ ઈસ્ટીટ્યુટના ડીરેક્ટરશ્રી રણજીતસિંહજીને ચેરમેન બનાવવામાં આવ્યા. ડી.જી.પી. વાઈલ્ડ લાઈફ શ્રી ધનંજય મોહન અને ડી.આઈ.જી. સહિત ત્રણ વ્યક્તિઓની કમીટીનું રચન કરવામાં આવ્યું. આ કમીટીએ આ વિષયના અન્ય લોકો અને વિદેશના એક્સપર્ટ સાથે ચર્ચા કર્યા પછી એ નિતકર્ષમાં આવી કે, આખા દેશમાંથી ચિત્તા લાવવા માટે સર્વશ્રેષ્ઠ જગ્યા એ ગુજરાતના બન્ની – કચ્છ વિસ્તાર છે અને એ ગુજરાત માટે ગૌરવની વાત કહેવાય. કોંગ્રેસની ભારત સરકારે કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા સિવાય ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં દરખાસ્ત મોકલી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને પુરી સહાય આપશે અને આ પ્રોજેક્ટનો સ્વિકાર કરવા અને ચિત્તા માટેના અભ્યારણ્ય બનાવવા માટે અધિકૃત રીતે જણાવવામાં આવ્યું. વારંવાર કહેવા છતાં આજના પ્રધાનમંત્રી અને એ વખતના મુખ્યમંત્રીશ્રીએ શા માટે ગુજરાતના કચ્છમાં ચિત્તા માટેનો આ પ્રોજેક્ટ સ્વિકાર ન કર્યો અને કમીટીના ચેરમેન રણજીતસિંહજીએ દુઃખ સાથે કહ્યું કે, બન્ની શ્રેષ્ઠ વિસ્તાર હોવા છતાં કેન્દ્ર સરકારની તમામ મદદની તૈયારી છતા આ પ્રોજેક્ટ સ્વિકારવામાં ન આવ્યો. માટે અમે ત્યા ચિત્તાને વસાવી શકતા નથી. આમ મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રીશ્રી દ્વારા જુઠ્ઠાણું બોલવામાં આવ્યું કે, કોઈએ પ્રયત્ન નથી કર્યો એની સામેની આ હકિકત છે. પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી અને મીડીયા કોર્ડીનેટરશ્રી હેમાંગ રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં.
—-
૩૦-૦૮-૨૦૨૨

 

 

· ‘બેટી બચાવો બેટી પઢાવો’ માટેના છેલ્લા પાંચ વર્ષમાં ૬૭ ટકા નાણાં વણવપરાયેલા.

· કન્યા કેળવણીમાં ભાજપ સરકારની ઉદાસીનતાને લીધે ધોરણ-૧૦માં પ્રવેશ મેળવતી કન્યાઓની સંખ્યામાં ૧.૫ લાખનો ઘટાડો નોંધાયો.

 

‘બેટી બચાવો બેટી પઢાવો’ની મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારમાં કન્યા શિક્ષણમાં ધોરણ-૧૦ પછી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. છેલ્લા પાંચ વર્ષમાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ હેઠળ ગુજરાતને ફાળવેલ નાણાંમાંથી ૬૭ ટકા નાણાં વણવપરાયેલા છે. ભાજપ સરકારની કન્યા કેળવણી માટેના ખોખલા દાવાની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાવો માટે છેલ્લા પાંચ વર્ષમાં ૧૯૯૦.૩૭ લાખ ફાળવવામાં આવ્યા હતા જેમાંથી માત્ર ૬૯૯.૩૧ લાખ નાણાંનો ઉપયોગ થયો છે જ્યારે પાંચ વર્ષમાં ૧૨૫૧.૦૬ લાખ જેટલા જંગી નાણાં વણવપરાયેલા છે. જે બાબત સ્વયંમ સ્પષ્ટ કરે છે કે, ગુજરાતમાં ભાજપ સરકાર કન્યા શિક્ષણ આપવામાં ઉણી ઉતરી રહી છે. ગુજરાતમાં ૧૦માં ધોરણના એનરોલમેન્ટની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

વર્ષ ૨૦૧૪-૧૫માં ધોરણ ૧૦માં દાખલ થનાર કન્યાઓની સંખ્યા ૪૯,૩૯,૯૮૩ હતી જે વર્ષ ૨૦૨૦-૨૧માં ૪૭,૮૯,૩૭૨ થઈ એટલે કે વર્ષ ૨૦૧૪-૧૫ ના આધારે ૧.૫ લાખ જેટલી કન્યાઓ ધોરણ-૧૦ માં દાખલ થવાનો ઘટાડો સ્પષ્ટ જોવા મળે છે. પ્રવેશોત્સવ, ગુણોત્સવના નામે કરોડો રૂપિયાના ઉત્સવો પાછળ બેફામ નાણાં ઉડાવતી ભાજપ સરકાર ૬૦૦૦ શાળાઓને તાળા મારવાનું પાપ કરી રહી છે. જેની સૌથી વધુ અસર કન્યા શિક્ષણ પર સીધી પડશે. કન્યાઓનું એસ.એસ.સી.માં દાખલ થવાના ઘટાડા પાછળ રાજ્ય સરકારની કન્યા કેળવણી પ્રત્યેની ઉદાસીનતા સરકારી – ગ્રાન્ટેડ શાળાઓમાં ઘટાડો, શાળા બંધ કરવાની નીતિ, ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસોના રૂટનો અભાવ અને પરિવારોની આર્થિક નબળી સ્થિતી બીજીબાજુ સરકાર તરફથી કન્યા કેળવણી માટેનો પ્રોત્સાહનનો અભાવ, દિકરીઓના શિક્ષણ પર ગંભિર અસર કરી રહ્યું છે. વિકાસના બણગા ફુકતી અને બેટી બચાવો બેટી પઢાવોના સુત્રો પોકારતી જાહેરાતોમાં વ્યસ્ત ભાજપ સરકાર ગુજરાતની દિકરીઓને શિક્ષણથી વંચિત કેમ રાખી રહી છે ? તેનો જવાબ આપે.

 

 

વર્ષ

એનરોલમેન્ટ

 

વર્ષ

મંજુર થયેલુ ફંડ (લાખમાં)

વપરાયેલુ ફંડ (લાખમાં)

૨૦૧૪-૧૫

૪૯૩૯૯૮૩

૨૦૧૫-૧૬

૨૦૫.૭૦

૦.૦૦

૨૦૧૫-૧૬

૪૯૩૧૮૬૩

૨૦૧૬-૧૭

૨૦૫.૭૦

૩૮.૩૯

૨૦૧૬-૧૭

૪૯૨૫૪૩૯

૨૦૧૭-૧૮

૨૮૦.૨૪

૮૧.૩૧

૨૦૧૭-૧૮

૪૮૭૪૯૮૦

૨૦૧૮-૧૯

૫૮૮.૪૮

૧૫૬.૪૫

૨૦૧૮-૧૯

૪૮૨૮૨૬૯

૨૦૧૯-૨૦

૭૧૦.૨૫

૪૨૩.૧૬

૨૦૧૯-૨૦

૪૮૩૧૯૩૦

કુલ

૧૯૯૦.૩૭

૬૯૯.૩૧

૨૦૨૦-૨૧

૪૭૮૯૩૭૨

—————-
૨૯-૦૮-૨૦૨૨

 

 

· ભારતમાં મોંધવારી અને બેરોજગારી માટે મોદી સરકારની ખોટી આર્થિક નીતિઓ જવાબદાર

· મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ દ્વારા રવિવારે ચોથી સપ્ટેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં હલ્લા બોલ રેલીનું આયોજન

 

મહારાષ્ટ્ર સરકારના પૂર્વમંત્રી શ્રીમતિ યશોમતિ ઠાકુર એ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની જનતાને મોંઘવારી અને બેરોજગારીથી મુક્ત ભવિષ્યનું સપનું દેખાડ્યું હતું. આનાથી વિપરિત આજે તેમણે લોકોને રેકૉર્ડ બ્રૅકિંગ ભાવવધારો અને 45 વર્ષોમાં સૌથી વધુ બેરોજગારીની ભયાવહ સ્થિતિમાં નાખી દીધા છે. છેલ્લા આઠ વર્ષમાં મોદી સરકારનો રેકૉર્ડ આ વાસ્તવિકતાને ઉજાગર કરે છે, 2014માં સત્તામાં આવ્યા પછી વડા પ્રધાન મોદી માત્ર મોંઘવારીને નિયંત્રણમાં લાવવામાં તો નિષ્ફળ રહ્યા જ છે, પણ આ ઉપરાંત તેમની ખોટી નીતિઓ અને છેતરપિંડીએ ખરેખર લોકોની તકલીફોમાં અનેક ગણો વધારો કર્યો છે.

વડા પ્રધાને 2019માં મતદારોને વચન આપ્યું હતું કે, ખાદ્યાન્ન, દહીં, લસ્સી અને છાસ જેવી આવશ્યક વસ્તુઓને જીએસટીના વર્તુળની બહાર રાખવામાં આવી છે, પણ 2022માં તેમણે આ વસ્તુઓ પર પણ જીએસટી લગાડ્યો. તેમણે 2019ની ચૂંટણીઓમાં લોકોના મત લેવા માટે ઉજ્જવલા યોજનાનો જોરદાર પ્રચાર કર્યો, પણ ચૂંટણી પુરા થતાંજ તેમણે સંવેદનહીનતા દેખાડતા ગૅસ પર અપાતી સબસિડી દૂર કરી નાખી. રાંધણ ગૅસના ભાવમાં બમણાથી વધુનો વધારો કરી ને તેને સીલિન્ડર દીઠ 1,053-1200 રૂપિયા સુધી પહોંચાડી દીધો અને કરોડો વપરાશકર્તાઓ આજે પોતાના ખાલી સીલિન્ડરને રિફિલ કરાવવી શકે એવી સ્થિતિમાં નથી. આ એ બધી જ બાબતોમાંથી એવા માત્ર બે ઉદાહરણો છે જ્યાં વડા પ્રધાને ભારતના લોકોના મતો મેળવ્યા પછી તેમની સાથે દગો કર્યો છે અને પોતાની ‘ડૂબી મરો’ની વિચારધારાને અનુસરતાં તેમણે લોકોની પીઠમાં ખંજર ખોસ્યું છે. જનતા સાથે છેતરપીંડી – વિશ્વાસઘાત કર્યો છે.

કોઈપણ ભોગે પોતાનો ખજાનો ભરવાની મોદી સરકારની હતાશાએ તેમને અપ્રમાણસર ઈંધણ કર લગાડવા પ્રેરિત કરી છે, જેનાથી ભારતીય વપરાશકર્તાની ખરીદ શક્તિ પર માઠી અસર થઈ છે. પેટ્રોલ, ડિઝલ અને એલપીજીના વૈશ્વિક દરો 2021-22ની સરખામણીએ 2013-14માં ખાસ્સા વધુ હતા પણ વપરાશકર્તાઓને આજે એક લિટર ઈંધણ અથવા એલપીજી સીલિન્ડર માટે યુપીએના શાસનકાળની સરખામણીમાં વધુ નાણાં ચૂકવવા પડે છે.

ક્રૂડ ઑઈલ અને રાંધણ ગૅસના આંતરરાષ્ટ્રીય દરોમાં છેલ્લા કેટલાક મહિનાથી ઘટાડો થઈ રહ્યો છે, પણ વપરાશકર્તાઓને તેનો લાભ આપવામાં આવી રહ્યો નથી. આનાથી વિપરિત જ્યારે જ્યારે આંતરરાષ્ટ્રીય દરોમાં વધારો થાય છે, ત્યારે સરકાર પેટ્રોલ, ડિઝલ અને એલપીજીના દરોમાં વધારો કરવાનું ભૂલતી નથી.

મોદી સરકારની દિશાવિહિન નીતિઓએ બેકારીની સ્થિતિને વિનાશકારી વણાંક પર લાવી મૂકી છે. નોટબંધી અને ઉતાવળે લાગુ કરાયેલી જીએસટી પ્રણાલી પહેલેથી જ અર્થતંત્ર પર બહુ ગંભીર અને ઊંડો આઘાત કરી ચૂકી છે, આ બધાથી ઉપર મોદી સરકાર સાર્વજનિક ઉપક્રમોને એક પછી એક બંધ કરી રહી છે, તેનું ખાનગીકરણ કરી રહી છે તથા બહુમૂલ્ય રાષ્ટ્રીય સંપત્તિને પોતાના મૂડીવાદી મિત્રોના હાથમાં સોંપી રહી છે. સરકારની આ યુવાનો વિરોધી નીતિઓને કારણે કેન્દ્ર સરકારમાં દસ લાખ નોકરીના પદ ખાલી પડ્યા છે, જે કુલ મંજૂર પદોના 24 ટકા છે.

વિવેકશૂન્ય અગ્નિપથ યોજના આપણા યુવાનો માટેની રોજગારની શક્યતાઓ સાથે રમત કરી રહી છે, અને સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા સામે પણ એક નવું જોખમ ઊભું કરી રહી છે. સશસ્ત્ર દળોમાં સામેલ થઈ પોતાના દેશની સેવા કરવાનાં સપનાં જોતાં યુવાન અને ચુવતીઓને ચાર વર્ષ માટે કૉન્ટ્રાક્ટ આધારિત નોકરીનો પ્રસ્તાવ આપવામાં આવી રહ્યો છે, જેમાં પૅન્શન કે અન્ય કોઈ સુરક્ષાની કોઈ ગૅરન્ટી નથી.

સરકારની આ વિવેકવિહિન નીતિઓનાં પરિણામ વિનાશકારી રહ્યા છે. લાખો યુવાનો નિરાશ થઈ નોકરીની બજારમાંથી બહાર થઈ ગયા છે. આ પરિસ્થિતિ હોવા છતાં 20થી 24ના વર્ષના 42% યુવાન જે આજે પણ નોકરીની શોધમાં છે, તેઓ બેરોજગાર છે. આનું જ પરિણામ છે કે, પીએચડી અને અનુસ્નાતક સ્તરનું શિક્ષણ મેળવેલા યુવાનો પણ શૈક્ષણિક પાત્રતા મુજબ નોકરી – રોજગારતો મળતો નથી પણ અન્ય કામ કરીને જીવન જીવવા મજબુર થઈ રહ્યાં છે.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ મુશ્કેલ સમયમાં લોકોની સાથે ઊભી છે. સંસદથી સડક સુધી અમે મોદી સરકારની અક્ષમતા અને આ દિશાવિહીન નીતિઓ જેના કારણે ભારતમાં મોંઘવારી અને બેકારીમાં અભૂતપૂર્વ વધારો થયો છે તેની સામે અવાજ ઉપાડ્યો છે. જૂન 2021થી અત્યાર સુધીમાં અમે સાત રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો અને જન જાગૃતિનાં કાર્યક્રમોનું આયોજન કર્યું છે. પાંચમી ઑગસ્ટ મોંઘવારી વિરુદ્ધ પોતાના રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનો પછી કોંગ્રેસ પક્ષ દ્વારા રવિવારે ચોથી સપ્ટેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં મોંઘવારી પર હલ્લા બોલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

કોંગ્રેસ પક્ષ માગ કરે છે કે, સરકાર મોંઘવારી પર અંકુશ લગાડે અને રોજગાર નિર્માણ કરવાના પોતાના વચનને વિના વિલંબ પૂર્ણ કરે અને સાથે જ તમામ નાગરિકોને આગ્રહ કરીએ છીએ કે, જન-વિરોધી અને યુવાન-વિરોધી દૃષ્ટિકોણને બદલવા માટે સરકાર પર દબાણ લાવવામાં અમારા પ્રયાસોમાં અમારી સાથે જોડાઈને ભાજપ સરકારની જનવિરોધી નીતિ સામે અવાજને બુલંદ કરીએ.

 

2014

2022

વધારો

એલપીજી

સિલિન્ડર દીઠ રૂ. 410

સિલિન્ડર દીઠ રૂ.1,053-1,240

156%

પેટ્રોલ

લીટર દીઠ રૂ. 71

લીટર દીઠ રૂ. 95-112

40%

ડિઝલ

લીટર દીઠ રૂ. 55

લીટર દીઠ રૂ. 90-110

75%

સરસવનું તેલ

લીટર દીઠ રૂ. 90

લીટર દીઠ રૂ. 200

122%

ઘઉંનો લોટ

કિલો દીઠ રૂ. 22

કિલો દીઠ 35-40

81%

દૂધ

લીટર દીઠ રૂ. 35

લીટર દીઠ રૂ. 60

71%

 

 

ક્રૂડ ઑઈલ (બૅરલ દીઠ $માં)

પેટ્રોલના દરો (લીટર દીઠ રૂ.માં)

પેટ્રોલના દરો (લીટર દીઠ રૂ.માં)

મે 2014

106

71

55

ઑગસ્ટ 2022

97.01

95-112

90-100

 

 

 

 

 

એલપીજી

(મૅટ્રિક ટન $માં)

એલપીજીના દરો

(સીલિન્ડર દીઠ રૂ.માં)

 

2013-14

881

410

 

ઑગસ્ટ 2022

670

1,053-1,240

 

આજની પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી જેનીબેન ઠુંમર, અખિલ ભારતીય મહિલા મંત્રીશ્રી સુશી શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી ગીતાબેન પટેલ, મીડીયા કોર્ડીનેટરશ્રી હેમાંગ રાવલ, સોશીયલ મીડીયાના ચેરમેનશ્રી કેયુર શાહ, મીડીયા પેનાલીસ્ટશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડીયા ઉપસ્થિત રહ્યાં હતાં.

૨૫-૦૮-૨૦૨૨

 

 

· વર્ષ ૨૦૧૬થી વર્ષ ૨૦૨૦ પાંચ વર્ષમાં ગુજરાતમાં કુલ ૧૨,૨૪,૨૩,૩૦૦ ના મૂલ્યની નકલી નોટો પકડાઈ જે ગંભિર અને ચિંતાનો વિષય છતાં ભાજપા સરકાર મૌન

· છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૨૦૦૦/- ની પકડાયેલી નકલી નોટોનો પ્રમાણ ૧૦૭ ગણાનો વધારો નોંધાયો છે. સમગ્ર દેશમાંથી સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાંથી પકડાઈ છે. નકલી નોટોનો કારોબાર કોના આર્શીવાદથી ?

 

નોટબંધી પછી દેશમાં નકલી નોટો બજારમાં સતત વધી રહી છે. વર્ષ ૨૦૧૬થી વર્ષ ૨૦૨૦ પાંચ વર્ષમાં ગુજરાતમાં સાડા બાર કરોડની રૂ. ૨૦૦૦/-, રૂ. ૧૦૦/- અને રૂ. ૨૦૦/-ની નકલી નોટો પકડાઈ જે ગંભિર અને ચિંતાનો વિષય છતાં ભાજપા સરકાર મૌન છે તેવો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૨૦૦૦ની ૧૧,૪૨,૦૮૦૦૦ ના મૂલ્યની નોટો પકડાઈ છે. રૂ. ૫૦૦ની ૭૪,૮૮,૫૦૦ ના મૂલ્યની નોટો પકડાઈ છે જ્યારે રૂ. ૨૦૦ની ૭,૭૬,૮૦૦ ના મૂલ્યની નોટો પકડાઈ છે. આમ કુલ ૧૨,૨૪,૨૩,૩૦૦ ના મૂલ્યની નકલી નોટો નોટબંધી બાદ પકડાઈ છે. જે સમગ્ર દેશમાં સર્વાધિક નકલી નોટો પકડાઈ તેવુ ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. દેશમાં નોટબંધી પછી નકલી નોટો જે બેંકિગ પ્રણાલીમાં પકડાયેલ નકલી નોટોનું મૂલ્ય ૯૫,૧૪,૨૪,૯૭૫ જેટલું અધધ થાય છે જે દેશ સામે સૌથી મોટો પડકાર છે દેશમાં નોટબંધી વખતે કેન્દ્ર સરકારે જાહેર કર્યું હતું કે, “નકલી નોટોના કારોબાર પર રોક લાગશે”, “મોટી રકમ નોટોથી નકલી નોટો / કાલાધન પર રોક લાગશે” તેવી મોટી મોટી જાહેરાત પણ હકીકત સદંતર ઉલટી છે છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૨૦૦૦/- ની પકડાયેલી નકલી નોટોનો પ્રમાણ ૧૦૭ ગણાનો વધારો નોંધાયો છે. સમગ્ર દેશમાંથી સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાંથી પકડાઈ છે. નકલી નોટોનો કારોબાર કોના આર્શીવાદથી ?

ગુજરાતમાં નકલી નોટોનો કારોબાર થાય, નકલી ઈન્જેક્શન, નકલી વેન્ટીલેટર, નકલી દવા, નકલી બિયારણ, નકલી ડીગ્રી, નકલી માર્કસીટ, નકલી દારૂ, ડ્રગ્સ વારંવાર ઠલવાય છતાં સબ સલામતની ગુલબાંગો ફેકતી ભાજપના ગૃહવિભાગની સિધ્ધી છે. ગુજરાત નકલી નોટોના કારોબારમાં દેશમાં પ્રથમક્રમાંકે કેમ ? ગુજરાતમાં કરોડો રૂપિયાનો રોજ દારૂ ઠલવાય, ઝેરી દારૂનું ઉત્પાદન થાય, ગુજરાતમાં મોટા પાયે ઘુસતા ડ્રગ્સ અને સ્થાનિક ફેક્ટરીઓમાં ઉત્પાદિત ડ્રગ્સથી લાખો યુવાનો વ્યસનના આગમાં ધકેલાઈ રહ્યાં છે. તેના માટે જવાબદાર ભાજપ સરકાર ગુજરાતની જનતાને જવાબ આપે.

—————- બીજો ભાગ —————————————–

૦૧/૦૪/૨૦૨૩

 

· કર્મચારીઓને કર્મયોગી ગણાવતી સરકારનો કર્મયોગી કર્મચારીઓ સાથે અન્યાયઃ શ્રી અમિત ચાવડા

· જુલાઈ ૨૦૨૨ થી ૪ ટકા અને જાન્યુઆરી ૨૦૨૩ થી ૪ ટકા (કુલ ૮ ટકા) મોંઘવારી ભથ્થામાં વધારો રાજ્ય સરકારના કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરોને ચુકવવાનો બાકી છે તે તાત્કાલીક જાહેર કરીને ચુકવવા માટે ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવા માંગઃ શ્રી અમિત ચાવડા

· કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ મોંઘવારી ભથ્થાનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ, અધિકારીઓ ને પેન્શનરોને તાત્કાલીક ચુકવવાની માંગ કરતો શ્રી અમિત ચાવડા દ્વારા મુખ્યમંત્રીશ્રીને પત્ર.

 

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી નિયંત્રીત થઈ શકતી નથી અને રાજ્યમાં દિવસે દિવસે વધી રહેલ તેલના ભાવ, પેટ્રોલ – ડીઝલના ભાવ, ઘરવપરાશની જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ અમર્યાદિત રીતે વધી રહેલ છે.

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે જુલાઈ ૨૦૨૨ થી ૪ ટકાનો મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરેલ હતો તેને ૯ મહિના જેટલો સમય વિતી જવા છતાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ જાહેર કરવામાં આવેલ નથી. ફરી પાછો તાજેતરમાં જાન્યુઆરી ૨૦૨૩ થી ૪ ટકા મોઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવેલ છે. આમ કેન્દ્ર સરકારે ૪ ટકા + ૪ ટકા એમ કુલ ૮ ટકા વધારો કરતાં રાજ્ય સરકારના કર્મચારીઓને ૪૨ ટકા લેખે મોંઘવારી ભથ્થામાં વધારો ચુકવવાનો થાય છે પરંતુ ગુજરાત સરકારના કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવેલ નથી અને ૩૪ ટકા લેખે જ મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વારંવાર કેન્દ્ર સરકારની વાહવાહી કરતી જાહેરાતો કરવામાં આવે છે અને સરકારના કર્મચારીઓનો ઉપયોગ સરકારી તાયફાઓમાં કરવામાં આવે છે અને કર્મચારીઓને કર્મયોગી કહીને સંબોધે છે પરંતુ જ્યારે એજ કર્મયોગી કર્મચારીઓને તેમના હક્કનો લાભ આપવાની વાત આવે ત્યારે સરકાર દ્વારા શોષણ કરવામાં આવે છે.

વિધાનસભા સત્ર ચાલુ હતું ત્યારે કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યના નાણામંત્રીશ્રીને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ મોંઘવારી ભથ્થુ લાગુ પાડવા માટે પત્ર પણ લખવામાં આવ્યો હતો તેમ છતાં રાજ્ય સરકાર કર્મચારીની લાગણી સમજી શકી નથી. રાજ્યમાં ઉત્સવો અને કાર્યક્રમોમાં પાછળ કરોડો રૂપિયાનો વ્યય થાય છે. રાજ્ય સરકાર મોડલ સ્ટેટ હોવાના દાવાઓ થાય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે, રાજ્યમાં હજારો કર્મચારીઓની ઘટ છે તેના કારણે કામ કરી રહેલ કર્મચારીઓ પર કામનુ ભારણ વધે છે. રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ પાસે પુરતુ કામ લેવામાં આવે છે. અલગ અલગ મહેકમોમાં એક કરતા વધુ જવાબદારી સોંપવાની સાથે ચૂંટણીઓમાં પણ તેમનો ઉપયોગ કરવામાં આવે છે તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને તેમના હક્કનું મોંઘવારી ભથ્થુ સમયસર આપવામાં આવતુ નથી.

જુલાઈ ૨૦૨૨ થી ૪ ટકા અને જાન્યુઆરી ૨૦૨૩ થી ૪ ટકા (કુલ ૮ ટકા) મોંઘવારી ભથ્થામાં વધારો રાજ્ય સરકારના કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરોને ચુકવવાનો બાકી છે તે તાત્કાલીક જાહેર કરીને ચુકવવા માટે ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરીએ છીએ. ૨૭-૩-૨૦૨૩

· ભારતમાં લોકતંત્ર ઉપર આક્રમણ થઈ રહ્યું છે: રોજ નવા નવા ઉદાહરણ જોવા મળી રહ્યા છે.

· ભાજપ મુળ મુદ્દાથી ધ્યાન બીજે દોરવા માટે પ્રયત્ન કરે છે: પ્રશ્ન એ છે કે બેરોજગારી, મોઘવારી અને અદાણી કૌભાંડ મુદ્દે ભાજપ સરકાર કેમ મૌન?: ડૉ.રઘુ શર્મા.

· સત્ય સાથે અહિંસા માર્ગે દેશ માટે લડાઈ લડનાર શ્રી રાહુલજી સાથે સમગ્ર કોંગ્રેસજન ખભેખભા મિલાવીને સંઘર્ષમાં સાથે છે: શ્રી જગદીશ ઠાકોર

 

શ્રી રાહુલ ગાંધીજીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી સફળતા પૂર્વક ૪૦૦૦ કિમી ‘ભારત જોડો’ યાત્રા યોજી હતી. મોદી સરકાર અને અદાણીની ભ્રષ્ટાચારની મિલીભગતની પોલ એક પછી એક ખુલી પડી રહી છે ત્યારે શેલ કંપનીના ૨૦૦૦૦ કરોડ કોના તેવો પ્રશ્ન કરતા રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ડૉ. રઘુ શર્મા એ જણાવ્યું હતું કે અદાણીજીની શેલ કંપનીઓ છે જેમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું કોઈએ રોકાણ કર્યું છે. આ નાણાં અદાણીજીના નથી, અદાણીજીનો ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ધંધો છે, પૈસા બીજા કોઈના છે. સવાલ એ છે કે, આ જે ૨૦,૦૦૦ કરોડ રૂપિયા છે તે કોના છે? અને આટલી મોટી રકમ કોણ રોકાણ કરી રહ્યું છે? આદરણીય રાહુલજીએ કોલારના ભાષણમાં જનહિત વિશે, ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી સહીતના વિષયો પર વાત કરી હતી. જેમાં કોઈપણ વ્યક્તિ પ્રત્યે ધ્વેષની લાગણી નથી. જ્યાં સુધી સંપૂર્ણ સંદર્ભથી આવી દ્વેષની લાગણી સાબિત ના થાય ત્યાં સુધી ગુનો કરવામાં આવ્યો છે એવું કહી શકાય નહી. શ્રી રાહુલ ગાંધીના કેસનો ઘટનાક્રમ- ક્રોનોલોજી સમજવા જેવી છે ૭ ફેબ્રુઆરી એ શ્રી રાહુલજીએ પ્રધાનમંત્રી મોદી-અદાણી પર લોકસભામાં ભાષણ આપ્યું, તારીખ ૧૬ ફેબ્રુઆરી એ ફરિયાદીએ ગુજરાત હાઈકોર્ટમાંથી પોતાનો સ્ટે પાછો ખેંચી લીધો, તારીખ ૨૭ ફેબ્રુઆરી એ સુનાવણી શરૂ થઇ અને માર્ચ ૧૭ જજમેન્ટ રિઝર્વ કરવામાં આવ્યું તારીખ ૨૩ માર્ચ એ જજમેન્ટ આવે છે.

કોર્ટ અને સજા એ માત્ર બહાનું છે અદાણીને બચાવવા માટે શ્રી રાહુલ ગાંધી પર હુમલો કરવામાં આવ્યું છે. નીરવ મોદી ૧૪૦૦૦ કરોડ કૌભાંડ, લલિત મોદી ૫૦૦ કરોડ કૌભાંડ, મેહુલ ચોક્સી ૧૩૫૦૦ કરોડ કૌભાંડ, વિજય માલ્યા ૯૦૦૦ કરોડ કૌભાંડ, ગૌતમ અદાણી કૌભાંડ લાખો કરોડ રૂપીયાનું કૌભાંડ કરી દેશની સંપત્તિ લૂંટે છે અને લૂંટીને ભાગી જાય છે તે દેશદ્રોહી છે. તેની રક્ષા કરનારા દેશના દુશ્મન છે. અને આ તદ્દન સત્ય વાત છે. આદરણીય શ્રી રાહુલ ગાંધીજીએ જણાવ્યું કે દેશની જનતાને સત્ય જાણવામાં રસ છે બીજી કોઈ વાત જાણવામાં રસ નથી. ભલે તેમણે ગેરલાયક ઠેરવે, માર પણ પડે, જેલમાં પણ પુરી દે તેનાથી મને કોઈ ફરક પડતો નથી, તેઓ સત્ય માટેની તપસ્યા ચાલુ રાખશે. અમને ન્યાય વ્યવસ્થા અને ન્યાયતંત્ર ઉપર પુરેપુરો ભરોસો છે.

વિપક્ષને ડરાવવા, ધમકાવવાની કોશિશ, ખોટા કેસ કરવાથી કોંગ્રેસ પક્ષ કે આદરણીય શ્રી રાહુલ ગાંધીજી ડરશે નહિ ભાજપની તાનાશાહી અને લોકતંત્રને હનન કરતી નીતિઓ અંગે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે સત્ય સાથે અહિંસા માર્ગે દેશ માટે લડાઈ લડનાર શ્રી રાહુલજી સાથે સમગ્ર કોંગ્રેસજન ખભેખભા મિલાવીને સંઘર્ષમાં સાથે છે. આદરણીય શ્રી રાહુલ ગાંધી દેશના સળગતા સામાજિક, આર્થિક અને રાજકીય મુદ્દાઓ પર બોલવાનું અને અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે. ભારતમાં લોકતંત્ર ઉપર આક્રમણ થઈ રહ્યું છે અને આપણને તેના રોજ નવા નવા ઉદાહરણ જોવા મળે છે શ્રી રાહુલજીએ પાર્લામેન્ટ હાઉસમાં મીડીયાના રીપોર્ટમાંથી કાઢીને પુરાવા સાથે અદાણીજી અને નરેન્દ્ર મોદીના સંબંધો અંગે વિસ્તૃત વાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે, આ સંબંધો ઘણો જુનો છે અને શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારનો આ સંબંધ છે અને તે અંગે ઘણાં બધા જાહેર પુરાવા છે. રાહુલજીએ વિમાનમાં આરામદાયક સ્થિતીમાં નરેન્દ્ર મોદી અને તેમના મિત્ર અદાણીજીની ગોષ્ટી કરતી તસ્વીરો સંસદમાં પણ રજુ કરીને સવાલ કર્યો હતો. ત્યાર પછી રાહુલજીના ભાષણના અમુક ભાગ દુર કરવામાં આવ્યાં. રાહુલજી સ્પિકરને મુદ્દાવાર વિસ્તૃત પત્ર લખ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે, નિયમોમાં ફેરફાર કરીને અદાણીને એરપોર્ટસ આપવામાં આવ્યાં છે. રાહુલજીએ નિયમોની નકલ પણ રજુ કરી હતી તેમ છતાં કઈ થયુ નહી.

સંસદમાં મંત્રીઓએ શ્રી રાહુલજી વિશે ખોટી વાતો કરવામાં આવી. શ્રી રાહુલજી સામે કરવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપવા માટે તેમણે સ્પીકરને લેખિત રજુઆત પણ કરી પરંતુ તેમને સંસદમાં જવાબ આપવાની તક આપવામાં આવી નહી. શ્રી રાહુલજીએ જણાવ્યું કે તેઓ પ્રશ્ન પુછવાનું બંધ નહી કરે. શ્રી નરેન્દ્ર મોદીનો અદાણી સાથે શું સંબંધ છે? ભારતના લોકતંત્ર માટે લડતા રહેશે. ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલજીએ તેમના તમામ ભાષણોમાં એ વાત ઉપર જ ભાર મુક્યો હતો કે, આખો સમાજ એક છે, બધાએ સાથે મળીને રહેવુ જોઈએ, બધા વચ્ચે ભાઈચારાની લાગણી હોવી જોઈએ, નફરત હોવી જોઈએ નહીં અને હિંસાને પણ કોઈપણ સ્થાન નથી. આમ આ સમગ્ર મામલો ઓ.બી.સી.નો નથી, આ મામલો નરેન્દ્ર મોદી અને અદાણી વચ્ચેના સંબંધનો છે. શ્રી રાહુલ ગાંધીજી ૨૦,૦૦૦ કરોડ રૂપિયા અંગે સવાલ પુછી રહ્યાં છે અને તેનો જવાબ માંગી રહ્યું છે. ભાજપ મુળ મુદ્દાથી ધ્યાન બીજે દોરવા માટે પ્રયત્ન કરે છે અને ક્યારેક ઓ.બી.સી.ની વાત કરે છે, ક્યારેક વિદેશની વાત કરે છે, ક્યાંરેક કઈક જુદીજ વાત કરે છે અને ક્યારેક ગેરલાયકાતની વાત કરે છે. પરંતુ મુળ સવાલ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનો છે.આ નાણાં કોના છે?

सत्य परेशान हो सकता है, पराजित नही।

ईतने बाजू ईतने सर गिनले दुश्मन जान से।
हारेगा वो हर बाज़ी जीतेंगे हम शान से।

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે મહેસાણા ન્યાયાલય ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે “કોંગ્રેસ પાર્ટીની અને રાહુલ ગાંધીની નીતિ હંમેશા ખૂબ જ સ્પષ્ટ રહી છે, તમે ગમે તેટલી ડરાવવા, ધમકાવવાની કોશિશ કરો, ખોટા કેસ કરો પણ અમારો અવાજ દબાવી શકાશે નહિ. શ્રી રાહુલ ગાંધી આ દેશના સળગતા સામાજિક, આર્થિક અને રાજકીય મુદ્દાઓ પર બોલવાનું અને અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે”

બદનક્ષી વિશે કાયદામાં એક સિધ્ધાંત છે, અને તે એ છે કે તમારે ઓછામાં ઓછા કથિત રીતે ચોક્કસ વ્યક્તિ અથવા ચોક્કસ વસ્તુની બદનક્ષી કરવી જોઈએ. તમે વ્યાપક મુદ્દા વિશે બદનક્ષી કરી શકતા નથી. એવા વિષય વિશે કે જેમાં કોઈ સ્પષ્ટતા નથી, કોઈ ચોક્કસ વ્યક્તિ વિરુદ્ધ કોઈ આરોપ નથી. જો તે આક્ષેપો અસ્પષ્ટ હોય, વધુ વ્યાપક હોય તો તેને બદનક્ષી કહી શકાય નહીં.

જે બાબતોને પડકારવામાં આવી હોય તે અંગે કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈ ફરીયાદ દાખલ કરવામાં આવી નથી. જે પણ નામો લેવામાં આવ્યા છે, જે કંઈ પણ કહેવામાં આવ્યું છે, તેમાંથી કોઈએ ફરિયાદ નોંધાવી નથી. તે પણ બદનક્ષીના કાયદાનો ખૂબ જ અભિન્ન ભાગ છે કે જે વ્યક્તિની બદનક્ષી થઈ છે તેણે ફરિયાદ નોંધાવવાની હોય છે અને તેણે જણાવવાનું હોય છે કે કોઈ ચોક્કસ વ્યક્તિના નિવેદનને કારણે આ વ્યક્તિની કેવી રીતે બદનક્ષી થઈ છે. આ ફરિયાદ તેમાંથી કોઈની નથી.આ કેસમાં કરવામાં આવેલ ફોજદારી કેસની કાર્યવાહી કરતી વખતે, દુષ્ટતાનો ખોટો ઈરાદો સાબિત કરવો જરૂરી છે. જો તમે કોલારનું ભાષણ જુઓ છો, તો તે જનહિત વિશે, રાજકારણ વિશે, મોંઘવારી વિશે, બેરોજગારી વિશે છે. તેમાં કોઈપણ વ્યક્તિ પ્રત્યે દ્વેષની લાગણી નથી. જ્યાં સુધી સંપૂર્ણ સંદર્ભથી આવી દ્વેષની લાગણી સાબિત ના થાય ત્યાં સુધી ગુનો કરવામાં આવ્યો છે એવું કહી શકાય નહી. આ કેસમાં સંપૂર્ણ રીતે સાબિત થઈ શકતું નથી કારણ કે સંદર્ભ સંપૂર્ણપણે અલગ હતો.
આ બાબતો હવે અમોએ વિગતો તપાસવાની છે, પણ અત્યાર સુધી જે હકીકતો મળી છે તે મુજબ, આ બાબત તે લાંબા સમયથી મેજિસ્ટ્રેટ શ્રી સમક્ષ હતી. જ્યારે તે ત્યાં હતાં ત્યારે અરજદાર, ફરિયાદી ઉચ્ચ અદાલત, હાઈકોર્ટમાં ગયા અને આ સમગ્ર પ્રક્રિયા પર સ્ટે લઈ લીધો, લાંબા સમય સુધી, ઘણા મહિનાઓ સુધી તેને અટકાવી દીધી. જ્યારે જે તે વ્યક્તિની બદલી કરવામાં આવી હતી, તે હોદ્દા પરથી દૂર કરવામાં આવી હતી, પછી આ અરજી જે ઉચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવી હતી તે પાછી ખેંચી લેવામાં આવી હતી અને એક અલગ મેજિસ્ટ્રેટ સમક્ષ પાછી આવી હતી જ્યાંથી હવે આ નિર્ણય આવ્યો છે. તેથી અમે તેની તારીખો, આ પ્રક્રિયાને પણ ધ્યાનપૂર્વક જોઈશું કે આ ન્યાયિક પ્રક્રિયા યોગ્ય રીતે થઈ છે કે નહીં. પરંતુ પ્રાથમિક દૃષ્ટિકોણથી, આ મુદ્દો હજી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. છે કાયદામાં ૨૦૨ નંબરની જોગવાઈ છે, જોગવાઈ ૨૦૨ ખાસ તેમના માટે બનાવવામાં આવી છે કે જો ઘટના કોલારમાં બની હોય અને તમે ત્રિવેન્દ્રમમાં આવીને ફરિયાદ નોંધાવો. આ ઘટના કોલારમાં બની હતી અને તમે શ્રીનગરમાં આવીને ફરિયાદ નોંધાવી હતી, પછી કોઈપણ મેજિસ્ટ્રેટ તેને શરૂ કરતા પહેલા તપાસ કરશે, તે સંપૂર્ણપણે અધિકારક્ષેત્રની અંદર છે કે નહીં તે એક પ્રશ્ન છે. એમાં જોગવાઈ ૨૦૨નો સીધો ભંગ કરવામાં આવ્યો છે. સુરતના મેજિસ્ટ્રેટે જે આસાનીથી આ મામલે કાર્યવાહી કરી અને પછી કોલારના નિવેદન અંગે નિર્ણય આપ્યો તે કાયદાકીય રીતે અત્યંત વાંધાજનક અને પ્રશ્નાર્થ છે, જેનું અમે વિશ્લેષણ કરીશું.

ગઈકાલે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રાહુલજી ના સમર્થનમાં સત્યાગ્રહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ અપેક્ષા મુજબ ભારતીય જનતા પાર્ટીની સરકારે તાનાશાહીનો રસ્તો અપનાવીને આ આંદોલનને કચરવાનો નિરર્થક પ્રયાસ કર્યો હતો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય જગદીશભાઈ ઠાકોર વિરોધ પક્ષના નેતા માનનીય શ્રી અમિત ચાવડા અને સહિત સમગ્ર ગુજરાતના જિલ્લા મથકોએ કોંગ્રેસના કાર્યકર્તાઓને વિરોધ પ્રદર્શન કરતા અટકાવાયા હતા અને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

શ્રી રાહુલ ગાંધીએ ઉભા કરેલા પ્રજાલક્ષી પ્રશ્નોના જવાબો સંસદમાં ના આપવા માટે આ પ્રકારનો કારસો રચાયો છે.કોંગ્રેસ પક્ષ ન્યાયિક રીતે આ નિલંબન સામે પ્રક્રિયા હાથ કરશે અને સાથે સાથે દેશની જનતાની અદાલતમાં આ પ્રશ્નને વ્યાપક પણે ઉઠાવીને જન સમર્થન મેળવશે.

મહેસાણા ન્યાયાલય ખાતે યોજાયેલ આ પ્રેસ કોંફરન્સમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી રણજીતસિંહ ઠાકોર, શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ભૌતિક ભટ્ટ, પૂર્વ રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ આગેવાન શ્રીમતી અલકાબેન ક્ષત્રિય અને મહેસાણા શહેર કોંગ્રેસ પ્રવક્તા શ્રી કરણ સાગર ઉપસ્થિત રહ્યા હતા.

૨૬.૦૩.૨૦૨૩

· ભાજપ પૂરી તાકાત સાથે એક વ્યક્તિને બચાવવામાં લાગી છે.

· ‘સંકલ્પ સત્યાગ્રહ’ કાર્યક્રમમાં પોલીસતંત્રને આગળ ધરી બળજબરી પૂર્વક કોંગ્રેસ પક્ષનાં આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ધરપકડઃ ભષ્ટ ભાજપ સરકારના પગલા સામે કાર્યકર્તાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો.

· સરમુખત્યારશાહીને વરેલી ભાજપ સરકાર દેશની જનતાનો અવાજ-વિપક્ષનો અવાજ દબાવવા પોલીસતંત્ર, વહીવટી તંત્રનો દુરુપયોગ કરી રહી છે.

 

સત્તાના જોરે લોકશાહીનો અવાજ દબાવવા અને ભ્રષ્ટાચારને છુપાવવા માંગતી ભાજપ સરકાર વિરુધ કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત ‘સંકલ્પ સત્યાગ્રહ’ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે પૂરી તાકાત સાથે ભાજપ એક વ્યક્તિને બચવવામાં લાગી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ રીતે વિરોધ દ્વારા લોકશાહીના રક્ષણ માટે, ભ્રષ્ટાચારી ભાજપ સરકારની પોલ ખોલતા આદરણીય રાહુલ ગાંધીજીના આવાજને દબાવવા સદસ્યતા રદ્દના પગલા સામે કોંગ્રેસ પક્ષ ‘સંકલ્પ સત્યાગ્રહ’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સરમુખત્યારશાહીને વરેલી ભાજપ સરકાર દેશની જનતાનો અવાજ-વિપક્ષનો અવાજ દબાવવા પોલીસતંત્ર, વહીવટી તંત્રઓ દુરુપયોગ કરીને મોડી રાત સુધી શાંતિપૂર્ણ કાર્યક્રમની પરમીશન આપવામાં આનાકાની કરવામાં આવી. ત્યારબાદ સવારે ભાજપ સરકારના ભ્રષ્ટાચાર જનતા સમક્ષ વધુ ખુલ્લો પડી રહ્યાં છે ત્યારે દેશમાં લોકશાહીને બચાવવા માટે શાંતિપૂર્ણ રીતે ધરણા-પ્રદર્શન કરવા છતાં તાનાશાહી ભાજપ સરકારના ઇશારે ‘સંકલ્પ સત્યાગ્રહ’ કાર્યક્રમમાં પોલીસતંત્રને આગળ ધરી બળજબરી પૂર્વક કોંગ્રેસ પક્ષનાં આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. લોકશાહીને બચાવવા માટેની આ લડાઈ કોંગ્રેસ પક્ષ સતત લડતો રહેશે.

કોંગ્રેસ પક્ષ લોકતંત્ર, સંવિધાનની રક્ષા માટે, ભાજપની લૂંટને ઉજાગર કરવા, જનતાના હક્ક અને અધિકારી માટેના આદરણીયશ્રી રાહુલ ગાંધીજીની ભાજપ વિરુદ્ધની લડાઈમાં કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર્તા ખભેથી ખભો મિલાવીને સાથે આપશે છે અને ભાજપ સરકારની એક વ્યક્તિને બચાવવાની ભ્રષ્ટાચારી નીતિ-રીતીને ખુલ્લી પાડીને રહેશે.

કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત ‘સંકલ્પ સત્યાગ્રહ’ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસના નેતાશ્રી અમિત ચાવડા, ઉપનેતાશ્રી શૈલેશભાઈ પરમાર, એઆઈસીસીના પૂર્વ મહામંત્રીશ્રી દીપક બાબરિયા, કાર્યકારી પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, ઇન્દ્રવીજ્યસિંહ ગોહિલ,પ્રદેશ ઉપપ્રમુખશ્રી ડૉ.જીતુભાઈ પટેલ,શ્રી ગીતાબેન પટેલ,ધારાસભ્યશ્રી ઇમરાન ખેડાવાલા,શ્રી અમૃત ઠાકોર, પ્રદેશ મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી, મહિલા પ્રમુખશ્રી જેનીબેન ઠુમ્મર, અમદાવાદ કોર્પોરેશન કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શહેઝાદખાન પઠાણ, પૂર્વ ધારાસભ્યશ્રી લાખાભાઈ ભરવાડ, અનુસુચિત જાતી ડીપાર્ટમેન્ટના ચેરમેનશ્રી હિતેન્દ્ર પીઠડીયા, શ્રી ભરતભાઈ મકવાણા, શ્રી સી.એમ. રાજપુત સહીત મોટી સંખ્યામાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનશ્રીઓ, હોદ્દેદારોશ્રીઓ, ફ્રન્ટલના હોદેદારોશ્રીઓ અને કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી.

૧-૩-૨૦૨૩

પોલીસ ભરતી કૌભાંડ મુદ્દે કોંગ્રેસનું વિધાનસભામાંથી વોકઆઉટ

નૈતિક જવાબદારી સ્વીકારી, શરમ કરી તાત્કાલીક ગૃહમંત્રી રાજીનામું આપે : શ્રી અમિત ચાવડા

ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીનું ૧૧ ભાષામાં રાજીનામુ માંગતો ટ્વિટર ટ્રેંડ #Resign_Harsh_Sanghai ગુજરાતભરમાં છવાયો :શ્રી હેમાંગ રાવલ

ગુજરાત વિધાનસભા ખાતે પત્રકાર વાર્તાને સંબોધતા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કૌભાંડી – ડબલ એન્જિન સરકાર દ્વારા તેમના શાસનકાળમાં પહેલા પેપરો ફૂટ્યા. એક – બે વખત નહિ તેરથી વધુ વખત પરીક્ષાઓના પેપર ફૂટયા. આ પેપર નહિ, ગુજરાતના યુવાનોના નસીબ ફૂટ્યા હતા, તેમના સપનાઓ તૂટ્યા હતા. પહેલા પેપર ફૂટવાના કૌભાંડ થતાં.

હવે જે બહાર આવ્યું છે, તેમાં કોઈ પરીક્ષાની તૈયારી નહિ કરવાની, ફોર્મ નહિ ભરવાના, પરીક્ષા આપવા પણ નહિ જવાનું. સીધા ૪૦-૫૦ લાખ રૂપિયાનો વહીવટ કરો અને ભાજપ સરકારમાં સીધી નોકરી મેળવો. આપણે સૌએ જોયું કે કરાઈ પોલિસ એકેડમી ખાતે કોઈ પણ જાતની પરીક્ષા પાસ કર્યા સિવાય એક મયુર નામનો યુવાન ત્યાં ટ્રેનિંગમાં ભરતી થાય છે, લાંબા સમય સુધી ટ્રેનિંગ લે છે. ત્યાં એને બેરેક પર રહેવાની, જમવાની વ્યવસ્થા થાય છે. દરેક ક્લાસમાં ભાગ લે છે પરંતુ સરકારના, ગૃહ મંત્રાલયના ધ્યાને આવતું નથી. રાતોરાત જ્યારે બહારથી તેની માહિતી મળે ત્યારે સરકાર તપાસ માટે જાગી હોય તેમ કહે, બી.જે.પી. ઓફિસથી પ્રેસ રિલીઝ કરે કે આ તો અમે જાણતા હતા પણ ગુપ્ત રાહે તપાસ કરતા હતા. ૪ – ૪ દિવસથી ગુપ્ત રાહે તપાસ થતી હોય પણ તેની ખબર રાજ્યના ગૃહમંત્રી અને સરકારને ન હોય ત્યારે તેનો સ્પષ્ટ મતલબ છે કે કોઈ રાતોરાત આવી રીતે આવી જતું નથી, આની પાછળ ચોક્કસ સરકારમાં બેઠેલા લોકોની મીલીભગત હોય છે.

જો કોઈ બીજા વિભાગમાં થયું હોય તો પોલિસ વિભાગ તેની કાર્યવાહી કરે, રાતોરાત ફોર્સને કામ લગાડે પણ આ તો પોતાના જ લોકો દ્વારા થયું હોય અને તેમ છતાં આજે ગૃહમાં જ્યારે ગુજરાતના યુવાનોની ચિંતા કરી ગંભીર વિષય લઈ ચર્ચાની કોંગ્રેસ પક્ષ માંગણી કરે ત્યારે રાજ્યના ગુજરાતના મુખ્યમંત્રી તેની સ્પષ્ટ ના પાડે, ગૃહમંત્રી પોતાની નૈતિક જવાબદારી સ્વિકારી શરમ અનુભવવી જોઈએ, રાજીનામું આપવું જોઈએ તેના બદલે રાજકીય વાતો કરતાં હોય. કોંગ્રેસ પક્ષ તરફથી, સાથી પક્ષો તરફથી માંગણી કરીએ કે આ ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો વિષય છે. યુવાનોમાં ચિંતા છે, ડર છે કે પહેલા તો પેપરો ફૂટતાં હતા હવે તો બારોબાર પરીક્ષા આપ્યા વગર પૈસા આપીને નોકરીઓ મળે છે તો અમારા ભવિષ્યનું શું?

ગુજરાતનો ગરીબ, સામાન્ય પરિવાર દીકરો – દીકરી કેવી રીતે નોકરી મેળવે એની ચિંતા હોય ત્યારે એ ચર્ચામાંથી સરકાર ભાગતી હોય ત્યારે અમે વારંવાર કહ્યું – વિનંતી કરી કે ખુલ્લા મને ચર્ચા કરો કે ગુજરાતના લોકો – યુવાનો જાણવા માંગે છે કે આ તો કેવું કૌભાંડ ચાલે છે કે જ્યાં કોઈ પરીક્ષા આપી ન હોય, કોઈ ભરતી પ્રક્રિયામાં ભાગ ન લીધો હોય તેમ છતાં લાખો રૂપિયા આપી નોકરી મેળવવામાં આવે ત્યારે અમારી ચર્ચાથી સરકાર ભાગવા માંગે છે. અમારી સરકાર સમક્ષ સ્પષ્ટ માંગણી છે કે સરકાર ખુલ્લા મને ચર્ચા કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે.

રાજ્યના ગૃહમંત્રી જે રાજકીય નિવેદનો તો ખૂબ જોરશોરથી આપે છે તેઓને કહેવા માંગીએ છે કે પહેલા વારંવાર પેપરો ફૂટ્યા તેની માટે તમારી સરકાર તમારો વિભાગ જવાબદાર હતો. હવે જ્યારે સીધી ભરતી થતી હોય અને ગૃહ વિભાગમાં થતી હોય ત્યારે નૈતિક જવાબદારી સ્વીકારી, શરમ કરી તાત્કાલીક ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગણી પણ કરીએ છીએ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા વિભાગના કોકોઓર્ડીનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું કે પહેલા તો ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટના બનતી હતી અને ભરતી કૌભાંડો થતા હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે હવે તો ૪૦ લાખ રૂપિયા આપો અને સીધા જ સરકારી નોકરી મેળવી શકો છો અને તે પણ પોલીસની નોકરી.. કોઈપણ જાતની પરીક્ષા આપ્યા વિના જોડાઈ જાવ અને પગાર મેળવો જેવા ભ્રષ્ટાચારી કૌભાંડની ઘટનાને અનુલક્ષીને ગુજરાતની જનતા અને ખાસ કરીને ૬૦ લાખ બેરોજગારોમાં ખૂબ જ રોષ વ્યાપેલો છે. તેઓએ અને ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તા તથા આગેવાનોએ ટ્વિટર પર ગુજરાતના ગૃહ પ્રધાન શ્રી હર્ષ સંઘવી નું રાજીનામું માંગતો ટ્રેન્ડ #Resign_Harsh_Sanghavi કર્યો હતો અને સમગ્ર ગુજરાતમાં ૧૨૦૦૦ કરતાં પણ વધારે ટ્વિટ સાથે તે પાંચમા નંબરે છવાયો હતો

ગુજરાતના બેરોજગારોએ શ્રી હર્ષ સંઘવી પાસે નૈતિક રીતે રાજીનામું માંગતા જણાવ્યું હતું કે અમે હર્ષભાઈ પાસે ગુજરાતીમાં રાજીનામું માંગી રહ્યા છીએ પરંતુ ધોરણ આઠ સુધી જો તે ભણતા હતા ત્યારે ગુજરાતી વિષય ના ભણાવતો હોય અને તેમને ગુજરાતીમાં સમજ ન પડતી હોય તો દેશની વિવિધ ૧૧ ભાષામાં સોશિયલ મીડિયા દ્વારા તેમનું રાજીનામું માગવામાં આવી રહ્યું છે. માટે તેઓ નૈતિકતાના ધોરણે તાત્કાલિક રાજીનામું આપે અને ગુજરાતના ૬૦ લાખ શિક્ષિત બેરોજગારોમાં વિશ્વાસ સંપાદિત કરે.

૭-૦૨-૨૦૨૩

 

 

· સરકારી વિભાગોની વિવિધ ભરતી પરીક્ષાના વારંવાર પેપર ફૂટવાની હકીકત દર્શાવતું શ્વેતપત્ર રજુ કરવામાં આવેઃ શ્રી જગદીશ ઠાકોર

· પ્રેમ, સદભાવના સંદેશ અને પ્રજાના પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરવા ગુજરાતના તમામ ગામ – શહેરો સુધી પહોંચાડવા માટે ‘હાથ થી હાથ જોડો’ પદયાત્રા અમદાવાદ ખાતે યોજાઈઃ મોટી સંખ્યામાં લોકો પદયાત્રામાં જોડાયા.

 

ઐતિહાસીક સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને “હાથ થી હાથ જોડો” પદયાત્રાનું શુભારંભ કરાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, શ્રી રાહુલ ગાંધીએ સપ્ટેમ્બરમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો પદયાત્રા શરુ કરી અને ૪૦૦૦ કિલોમીટર ચાલીને દેશના ખૂણે ખૂણે એકતા અને અખંડતાની મશાલ જલાવી ત્યારે આ પ્રેમ, સદભાવના સંદેશ અને પ્રજાના પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરવા ગુજરાતના તમામ ગામ – શહેરો સુધી પહોંચાડવા માટે ‘હાથ થી હાથ જોડો’ પદયાત્રા યોજાશે તેના જ ભાગરૂપે ગાંધી આશ્રમથી રાજીવ ગાંધી ભવન, પાલડી સુધીની ‘હાથ સે હાથ જોડો’ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. રાજ્યની ભાજપ સરકારની ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ગુજરાતમાં વારંવાર રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની રહી છે. હાલમાં જ જુનિયર ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થયેલ છે જેના કારણે રાજ્યના લાખો બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા. રાજ્યની ભાજપ સરકાર યુવાનોના પ્રશ્નો અંગે અત્યંત અસંવેદનશીલ હોવાનો આ એક વધુ બોલતો પૂરાવો છે. પહેલેથી બેરોજગારીનો ભોગ બનેલા રાજ્યના લાખો બેરોજગાર યુવાનોને પરીક્ષા આપવા જવાનો ખર્ચ, સમયનો દુર્વ્યય અને ભારે હાલાકી ભોગવવા પડ્યા. બેરોજગાર યુવાનો માટે ઉપયોગી આયોજન કે નીતિ ઘડવાને બદલે તેમની હાલાકીમાં વધારો કરવાનું રાજ્યની ભાજપ સરકારનું આ પગલું અત્યંત નીંદનીય છે. પદયાત્રામાં જોડાયેલા કાર્યકર્તા ભાઈઓ-બહેનો, નાગરિકોએ “પરીક્ષાના પેપર ફુટ્યા, યુવાનોના સ્વપ્ના તૂટ્યા” સહિતના સૂત્રો ના પ્લે-કાર્ડ સાથે પદયાત્રામાં દેખાવો કર્યો હતો.

હંમેશની જેમ રાજ્યની પ્રજાના પડખે રહેવાની તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની નેમ સાથે કોંગ્રેસ પક્ષ સતત સક્રિય રહ્યો છે. આ સંજોગોમાં ભાજપ સરકારના વારંવાર પેપરલીંકના અત્યંત ગંભીર અને ગુનાહિત કારનામા સામે વિરોધ વ્યક્ત કરવા ગાંધી આશ્રમ, સાબરમતીથી પાલડી અમદાવાદ સુધી પ્રતિકાત્મક રેલી-કૂચ દ્વારા વિરોધ પ્રદર્શન કરી ગુજરાતના યુવાનોને માટે કોંગ્રેસ પક્ષે નીચે મુજબ મુખ્ય પાંચ માંગ સાથે પદયાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

 

૧) ભાજપ સરકારમાં વારંવાર પેપર ફૂટવાની હકીકત દર્શાવતું શ્વેતપત્ર રજુ કરવામાં આવે.

૨) પેપર ફૂટવા અંગેના કેસો માટે સ્પેશીયલ કોર્ટની રચના કરી એક વર્ષમાં ટ્રાયલ પૂરી કરવામાં આવે.

૩) ગુજરાત સરકારના વિવિધ વિભાગોની ખાલી જગ્યાઓનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવે.

૪) પ્રમાણિક-નિષ્ઠાવાન અધિકારીના વડપણ હેઠળ એસ.આઈ.ટી દ્વારા તપાસ કરવામાં આવે

૫) સ્પર્ધાત્મક પરીક્ષાની ફોર્મ ફી નાબુદ કરી અને પરીક્ષાના કોલ લેટરને રેલ્વે-બસમાં નિશુલ્ક પરિવહનનો પાસ ગણવામાં આવે

સાબરમતી ગાંધી આશ્રમ થી શરૂ થયેલી ‘હાથ થી હાથ જોડો’ પદયાત્રામાં વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી અમીત ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીયમંત્રી ડૉ. તુષાર ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, શ્રી જીગ્નેશ મેવાણી, શ્રી રૂત્વિક મકવાણા, શ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજી દેસાઈ, ધારાસભ્યશ્રી સી.જે. ચાવડા, શ્રી ઈમરાન ખેડાવાલા, ડૉ. કીરીટભાઈ પટેલ, શ્રી કાંતિભાઈ ખરાડી, શ્રી ગુલાબસિંહ ચૌહાણ, શ્રી અમૃતજી ઠાકોર, શ્રી દિનેશ ઠાકોર, પૂર્વ ધારાસભ્યશ્રી ચંદનસિંહ ઠાકોર, શ્રી વિરજીભાઈ ઠુંમર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતાશ્રી બાલુભાઈ પટેલ, ડૉ. કનુભાઈ કલસરીયા, ડૉ. ચંદ્રિકાબેન ચુડાસમા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડૉ. જીતુભાઈ પટેલ, શ્રી બીમલ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રી હિરેન બેંકર, ડૉ. અમિત નાયક, શ્રી નાગજી દેસાઈ, શ્રી ગીતાબેન પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી જેનીબેન ઠુંમર, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખશ્રી હરપાલસિંહ ચુડાસમા, એન.એસ.યુ.આઈ.ના પ્રમુખશ્રી નરેન્દ્ર સોલંકી, સેવાદળના કાર્યકારી અધ્યક્ષશ્રી કિરણ પ્રજાપતિ, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી નીરવ બક્ષી, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નેતાશ્રી શેહઝાદખાન પઠાણ સહિત પ્રદેશના હોદ્દેદારશ્રીઓ – આગેવાનશ્રીઓ – જીલ્લા – તાલુકાના આગેવાનશ્રીઓ – હોદ્દેદારશ્રીઓ – કાર્યકર્તાશ્રીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

૬-૨-૨૦૨૩

 

· સમગ્ર ગુજરાત રાજ્યના ૩૩ જીલ્લા મથકે એલઆઈસી અને એસ.બી.આઈ. ઓફીસની સામે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા ભાઈ બહેનો ધરણાં – પ્રદર્શન કરીને વિરોધ વ્યક્ત કરાયોઃ શ્રી જગદીશ ઠાકોર

· દેશના રોકાણકારોની મહામુલી મૂડીનું અવિચારી રીતે ઉદ્યોગગૃહોમાં રોકાણના કારણે ધોવાણ થઈ રહ્યું છે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી મૌન છેઃ શ્રી અમીત ચાવડા

 

 

 

અમદાવાદ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત એલ.આઈ.સી. તથા એસ.બી.આઈ.ના કરોડો ખાતા ધારકો અને બચત કરતાઓની મહામુલી મૂડી ઉદ્યોગપતિઓના ઉદ્યોગગૃહોમાં અવિચારી રોકાણના કારણે જે નુકસાન થઈ રહ્યું છે તેના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમીત ચાવડાની ઉપસ્થિતીમાં મોટી સંખ્યામાં આગેવાનશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ફ્રન્ટલ સેલ-ડીપાર્ટમેન્ટના હોદ્દેદાર તથા કાર્યકર્તા ભાઈ-બહેનોએ રીલીફ રોડ ખાતે ધરણાં – પ્રદર્શન કરી સામાન્ય માણસની બચત બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, હાલમાં આખો દેશ ખાસ કરીને મધ્યમ વર્ગ ભાજપ સરકારની રીતિ અને નીતિઓથી ચિંતિત છે. સામાન્ય માણસની મહેનતની બચતના ખર્ચે તેમના નજીકના મિત્રો અને પસંદગીના અબજોપતિઓને ફાયદો થાય તેવી નીતિ અપનાવી રહી છે. ભાજપ સરકાર દ્વારા અદાણી જૂથમાં એલઆઈસી અને એસબીઆઈ જેવી સરકારી સંસ્થાઓના અત્યંત જોખમી વ્યવહારો અને રોકાણોએ, એલઆઈસીના 29 કરોડ પોલિસી ધારકો અને એસબીઆઈના 45 કરોડ ખાતાધારકો પર પ્રતિકૂળ અસર કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં એલ.આઈ.સી.દ્વારા અદાણી જૂથમાં જંગી રોકાણથી એલઆઈસી ને રૂપિયા 33,060 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જયારે એસબીઆઈ અને અન્ય ભારતીય બેંકોએ અદાણી જૂથને મોટી રકમની લોન આપી છે. જયારે અદાણી ગ્રુપ પર ભારતીય બેંકોના લગભગ 80,000 કરોડનું દેવું છે.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ક્યારેય કોઈ ખાસ ભારતીય કોર્પોરેટ હાઉસની વિરુદ્ધ નથી રહી, અમે ક્રોની કેપિટાલાસિમની વિરુદ્ધ છીએ અને પસંદ કરેલા અબજોપતિઓને લાભ આપવા માટેના નિયમો બદલવાના વિચારની વિરુદ્ધ છીએ. કોંગ્રેસ પક્ષ હંમેશા ગરીબ અને સામાન્ય માણસની પડખે ઊભો રહ્યો છે અને રહેશે. કોંગ્રેસ પક્ષ કરોડો ભારતીયોના મહેનતની કમાણી કરેલી બચતને જોખમમાં મૂકીને બજાર મૂલ્ય ગુમાવતી કંપનીઓમાં રોકાણના મુદ્દા પર ચર્ચા શરૂ કરવા માટે સંસદમાં લડી રહ્યો છે.

કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણીઓ છે કે, (૧) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા નિષ્પક્ષ તપાસ અથવા હિડનબર્ગના અહેવાલ અંગે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ (૨) એલઆઈસી અને એસબીઆઈ અન્ય બેંક દ્વારા અદાણી ગ્રુપમાં થયેલ રોકાણો અંગે સંસદમાં ચર્ચા અને રોકાણકારોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ.

અમદાવાદ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત આ ધરણા પ્રદર્શનમાં અમદાવાદ શહેરના પ્રમુખશ્રી નીરવ બક્ષી, અમદાવાદ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી બળવંતસિંહ ગઢવી, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, પ્રદેશ ઉપપ્રમુખશ્રી બીમલ શાહ, ઈન્ચાર્જ મહામંત્રીશ્રી નઈમ મીરઝા, ગુજરાત પ્રદેશ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, ગુજરાત પ્રદેશ મીડીયા કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રી હિરેન બેંકર, સેવાદળના કાર્યકારી ચેરમેનશ્રી કિરણ પ્રજાપતિ, ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના ચેરમેનશ્રી ઘનશ્યામ ગઢવી, પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, શહેર અગ્રણી, ફ્રન્ટલ – સેલ ડીપાર્ટમેન્ટના વડા, પ્રદેશ પ્રવક્તા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ-બહેનો જોડાયા હતા.

૨૬-૦૧-૨૦૨૩

 

દેશના રાષ્ટ્રિય પર્વ ૭૪માં ગણતંત્રદિન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ધ્વજવંદન

 

દેશના રાષ્ટ્રિય પર્વ ૭૪માં ગણતંત્રદિન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકરો – આગેવાનોને શુભેચ્છા સાથે સંબોધન કરતાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને સેવાદળના “તપસ્વી” શ્રી બાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારત દેશમાં અંગ્રેજોના શાસનમાં ભારતીયોનું શોષણ થતુ હતું. ભારત દેશમાં અંગ્રેજોના શાસનમાં ભારતીયોનું શોષણ થતુ હતુ. ત્યારે પુજ્ય મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દેશમાં અંગ્રેજોને દેશ નિકાલ – “અંગ્રેજો ગાદી છોડો”ની નેમ સાથે પુર્ણ આઝાદી માટેનું જનઆંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. ભારત દેશને દુનિયાનું સૌથી સર્વશ્રેષ્ઠ બંધારણ આપવા માટે ૨૮૪ જેટલા તજજ્ઞોએ રાતદિવસ મહેનત કરીને વિવિધતામાં એકતા, સર્વોદયની વિભાવનાને સાર્થક કરતું બંધારણ દેશને આપ્યું. બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચાર સ્પષ્ટ હતા. જો સત્તામાં બેઠેલા લોકો ખોટા હશે તો ગમે તેટલુ સારૂ બંધારણ પણ કામ લાગશે નહી. દેશના બંધારણ અને સરકારના માલીક પ્રજા છે પરંતુ આજે પ્રજા માલીક હોય તેવું દેખાતુ નથી. યુવાનો, વેપારી, ખેડૂત સહિતના લોકો આજે આઝાદ નથી, છેલ્લા ઘણા સમયથી સત્તામાં બેઠેલાં લોકોની નિતિ – પધ્ધતિ જન વિરોધી છે. પ્રજાસત્તાક એટલે પ્રજાના હાથમાં રોજગાર, નોકરીની તકો, આરોગ્ય સુવિધા, શિક્ષણની વ્યવસ્થા વગેરે જેવી પાયાની સુવિધાઓ મળતી હોય તેમ જણાતુ નથી.

આજે બીજી આઝાદીની લડાઈ માટે અને દેશને એક રાખવા માટે શ્રી રાહુલ ગાંધી ૩,૯૦૦ કિ.મી. લાંબી પદયાત્રાના અંતિમ પડાવમાં છે ત્યારે ગુજરાતમાં પણ “હાથ સે હાથ જોડો” યાત્રા સમગ્ર ગુજરાતના તાલુકાઓ, નગરપાલિકાઓ, શહેરો અને ગ્રામ્ય કક્ષાએ ફેબ્રુઆરી માસથી નિકળવાની છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપવા હાથ સે હાથ જોડો યાત્રાનું આયોજન સમગ્ર દેશમાં થઈ રહ્યું છે. દેશમાં લોકશાહીના મુલ્યોને સાચવવા અને બંધારણને પ્રાધાન્ય આપવું એ એકમાત્ર કોંગ્રેસ પક્ષ જ કરી શકે છે. કોંગ્રેસ પક્ષએ ભુતકાળમાં જેમ અંગ્રેજો સામે ભારતીયોના હક્ક અને અધિકાર માટે “ભારત છોડો” જનઆંદોલન કર્યું હતું તેવું સત્તા પર બેઠેલા ભાજપ સરકારની સામે લડત આપી દેશને સમાન અધિકાર, રોજગારની તકો, અભિવ્યક્તિની આઝાદી, સહિતના તમામ બંધારણીય અધિકારો આપવા માટે કોંગ્રેસ પક્ષ હંમેશા કટિબધ્ધ રહીને લડત આપતું રહેશે.

રાજીવ ગાંધી ભવન ખાતે ગણતંત્ર દિન નિમિત્તે યોજાયેલ ધ્વજવંદનના કાર્યક્રમમાં સેવાદળના કાર્યકારી અધ્યક્ષશ્રી કિરણ પ્રજાપતિ, શ્રી વિજય પટેલ, રાજ્યસભા સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી પંકજભાઈ શાહ, શ્રી બિમલ શાહ, શ્રી અશોક પંજાબી, શ્રી વિજય દવે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મંત્રીશ્રી નિલેશ પટેલ (લાલાભાઈ), સેવાદળના મંત્રીશ્રી પ્રકાશ ભરતીયાર, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી નિરવ બક્ષી, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન વિપક્ષ નેતાશ્રી શહેજાદખાન પઠાણ, એસ.સી. સેલના ચેરમેનશ્રી હિતેન્દ્ર પીઠડીયા, અમદાવાદ શહેર મહિલા પ્રમુખશ્રી હેતાબેન પરીખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ડીપાર્ટમેન્ટના કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ડીપાર્ટમેન્ટના સહકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રી હિરેન બેંકર, નાગજીભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં દરેક ફ્રન્ટલ સેલના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.
૨૮-૧૨-૨૦૨૨

· રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૮માં સ્થાપના દિવસની ઉજવણી, કોંગ્રેસ સેવાદળના ૯૯માં સ્થાપના દિન ઉજવણી સંપન્ન.

· “ભારત જોડો” યાત્રા અંતર્ગત આગામી ફેબ્રુઆરી ૨૦૨૩ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લે તે રીતે “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાનું આયોજન કરીને રાજ્ય અને રાષ્ટ્રને મજબૂત કરવાનો અભિગમ જનજન સુધી પહોચાડવામાં આવશેઃ
શ્રી જગદીશ ઠાકોર

 

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૮માં સ્થાપના દિવસની ઉજવણી, કોંગ્રેસ સેવાદળના ૯૯માં સ્થાપના દિન ઉજવણી પ્રસંગે યોજાયેલ ધ્વજવંદન બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, સેવા, સમર્પણ અને સ્વરાજની ભાવના સાથે સ્થપાયેલ ભારતીય કોંગ્રેસ પક્ષ ૧૮૮૫ થી અનેક ચડાવ – ઉતાર, સત્તા અને સંઘર્ષ વચ્ચે પણ દેશની એકતા, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા, સમાનતાના સિધ્ધાંતો સાથે કોંગ્રેસની વિચારધારા આજદિન સુધી ક્યારેય પણ કોઈપણ પ્રકારની બાંધછોડ નથી કરી. આ કોંગ્રેસની વિચારધારા છે. જેને આઝાદ ભારતમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણ આપ્યું. બંધારણમાં દરેકને વાણીની સ્વતંત્રતા, વિચારોની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથેસાથે ધર્મ, જાતિ, પ્રાંતથી ઉપર ઉઠી તમામ લોકો એક છે અને ભારત દેશના વિકાસ માટે, દેશની પ્રગતિ માટે સૌનું યોગદાન હોવું જોઈએ, સૌનો દેશ પર અધિકાર છે. આ ભાવના સાથે વિશ્વનો શ્રેષ્ઠ કહી શકાય તેવુ બંધારણ આપ્યું. આટલા વર્ષોના શાસનોમાં કોંગ્રેસપક્ષ અનેકવાર સત્તા ઉપર પણ આવ્યો અને અનેક વાર વિપક્ષમાં પણ રહ્યો તેમ છતા પણ હંમેશા જ્યારે દેશનાં એકતા અખંડિતતાની વાત આવે ત્યારે રાજનીતીથી ઉપર ઉઠી દેશને પહેલુ પ્રાધાન્ય આપ્યું છે. જ્યારે પણ સંવૈધાનીક અધિકારોના હનન થાય, કોઈપણ નાગરીકને અન્યાય થાય, જ્યારે પણ કોઈ ધર્મ, જાતિ કે પ્રાંતના નામે ભેદભાવની વાત કરે ત્યારે હરહંમેશ સંવિધાનની રક્ષાની માટે કોંગ્રેસના કાર્યકરોએ આગળ આવીને કામ કર્યું છે. આજે દેશની સાંપ્રત પરિસ્થિતિઓમાં છે, સંવૈધાનીક સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે, ક્યાક ને ક્યાંક જાતિ, ધર્મના નામે ભાગલા પાડીને રાજનીતિ થઈ રહી છે. ત્યારે ભારત વાસીઓને જે ડૉ. બાબાસાહેબ આંબેડકરના બંધારણે સંવૈધાનીક અધિકારો આપ્યા જેમાં અભિવ્યક્તિની આઝાદી, બોલવાની આઝાદી, વિચારોની આઝાદી, લખવાની આઝાદી, વિરોધ કરવાની આઝાદી, આ તમામ આઝાદી પર આજે ભાજપ સરકાર સંવૈધાનીક અધિકારોનો હનન કરી રહી છે. અંગ્રેજોનું અન્યાય અને અત્યાચારનું શાસન ચાલતુ હતુ, લોકોનો અવાજ દબાવવો લોકોની સ્વતંત્રતા છીનવાની એ જ પ્રકારનું શાસન આજે અંગ્રેજોને પણ શરમ આવે તે રીતે ચાલી રહ્યું છે. આજના દિવસે આઝાદીની લડતમાં લડતા લડવૈયાઓને પણ યાદ કરવાજ રહ્યાં. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, મૌલાના અબુલ કલામ સહિત અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને સમર્પણના કારણે આજે આપણે આઝાદી ભોગવી રહ્યાં છીએ.

દેશી રજવાડાઓને એક કરવા માટે થઈને સરદાર વલ્લભભાઈ પટેલે તિરંગાને સન્માન આપ્યું હતું. જ્યારે દેશમાં ટાંકણી પણ નહોતી બનતી ત્યારે દેશમાં નવરત્નોની સ્થાપના કરીને દેશને સ્વાવલંબી બનાવવા માટે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તિરંગાને સન્માન આપ્યું હતું. જયજવાન જય કિસાન નો નારો આપી, પાકિસ્તાન સામે પ્રથમ યુદ્ધ જીતીને લાલબહાદુર શાસ્ત્રીએ તિરંગાને સન્માન આપ્યું હતું. પાકિસ્તાનના બે ટુકડા કરીને અને પોખરાણમાં પ્રથમ અણુધડાકો કરી વિશ્વમાં તિરંગાનું નામ રોશન ઈન્દિરા ગાંધીએ કર્યું હતું. ભારતને ૨૧મી સદીમાં લઈ જનાર અને આઈ.ટી. અને ટેકનોલોજીક્રાંતિ લાવીને, ૧૮ વર્ષની ઉંમરે મતદાનનો અધિકાર આપીને રાજીવ ગાંધીએ તિરંગાને સન્માન આપ્યું હતું. આર્થિક ઉદારીકરણની શરૂઆત કરીને પી.વી. નરસિંહારાવે ભારતનો ડંકો વિશ્વમાં પ્રસ્થાપિત કરીને તિરંગાને સન્માન આપ્યું હતું. યુ.પી.એ. અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધી અને વડાપ્રધાનશ્રી મનમોહનસિંહનો સમયગાળો અધિકારોનો દાયકો ગણાય છે. આ દરમ્યાન આર.ટી.આઈ.(માહિતીનો અધિકાર),આર.ટી.ઈ.(શિક્ષણનો અધિકાર),આર.ટી.એફ. (અન્નનો અધિકાર), મનરેગા (રોજગારનો અધિકાર), દેશની જનતાને સમર્પિત કરીને તિરંગાને સન્માન આપ્યું છે. રાહુલ ગાંધી હંમેશા કહે છે કે, “તિરંગા હી મેરા ધર્મ હૈ” અને એજ દરેક કોંગ્રેસજનની વિચારધારા છે. રાષ્ટ્રપ્રેમ અને તિરંગા પ્રત્યે આદરભાવ એ દરેક કોંગ્રેસીના લોહીમાં વહે છે.

આજે જ્યારે દેશમાં નફરત ફેલાવવા માટે દેશ વિરોધી તત્વો જ્યારે તક સાધી રહ્યાં છે ત્યારે દરેક કોંગ્રેસીજન ખેડૂતો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે, દલિત, આદિવાસી, ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ માટેના હક્ક અને અધિકારોની રક્ષાકાજે એક નવી આઝાદીની લડાઈ લડવા કટિબધ્ધ છે. રાષ્ટ્રધ્વજને અસ્વિકાર કરનારાઓને આજે રાષ્ટ્રધ્વજને સલામી આપવી પડે એજ વિચારધારાની જીત છે અને આજ કડીમાં શ્રી રાહુલ ગાંધી સમગ્ર દેશમાં ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે અને તેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. “ભારત જોડો” યાત્રા અંતર્ગત આગામી ફેબ્રુઆરી ૨૦૨૩ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લે તે રીતે “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાનું આયોજન કરીને રાજ્ય અને રાષ્ટ્રને મજબૂત કરવાનો અભિગમ જનજન સુધી પહોચાડવામાં આવશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ ઉજવણીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ધારાસભ્યશ્રી શૈલેષભાઈ પરમાર, શ્રી ઈમરાનભાઈ ખેડાવાલા, અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી નીરવ બક્ષી, અમદાવાદ શહેર વિરોધપક્ષના નેતાશ્રી શેહઝાદખાન પઠાણ, સેવાદળના કાર્યકારી અધ્યક્ષશ્રી કિરણભાઈ પ્રજાપતિ, વરિષ્ઠ આગેવાનશ્રી બાલુભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી અશોકભાઈ પંજાબી, એસ.સી. સેલના ચેરમેનશ્રી હિતેન્દ્ર પીઠડીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા સહકન્વિનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રી મનહરભાઈ પટેલ, શ્રી નાગજીભાઈ દેસાઈ સહિત સેવાદળ અને દરેક ફ્રન્ટલ સેલના હોદ્દેદારશ્રીઓ તથા કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.

તા. 3-12-2022

 

· કોંગ્રેસ પ્રથમ તબક્કાના મતદાનમાં ૬૫થી વધુ બેઠકો ઉપર જીત હાંસલ કરી રહી છે અને જનતા સમગ્ર ગુજરાતમાં પરિવર્તન ઉત્સવ મનાવીને કોંગ્રેસના લક્ષ્ય 125 બેઠકોને સાર્થક કરી રહી છેઃ ડૉ. રઘુ શર્મા

· કોંગ્રેસે ગુજરાતના તમામ જાતિ સમુદાયોના પ્રતિનિધિઓને મુખ્યમંત્રી બનાવ્યા છેઃ શ્રી પવન ખેરા

· કોંગ્રેસ મુદ્દાઓની રાજનીતિ લઇને લોકોની વચ્ચે રહી, દ્વારકા ડેક્લેરેશન મુજબ કોંગ્રેસ તેના વચનો માટે પ્રતિબદ્ધ છેઃ શ્રી ભરતસિંહ સોલંકી

· ભાજપનો સમગ્ર ઢાંચો તૂટી ગયો છે. બુટલેગરો અને ડ્રગ્સ માફિયા અને મળતિયા અધિકારીઓના જોરે ભ્રષ્ટાચાર ચરમસીમાએ લઇ ગયા છે. કોંગ્રેસ 125થી વધુ બેઠકો જીતી સરકાર બનાવશેઃ શ્રી અર્જુન મોઢવાડીયા

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ભવન ખાતે આજે પત્રકાર પરિષદ યોજાઇ. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના સફળ પૂર્વ આરોગ્યમંત્રી ડો. શ્રી રઘુ શર્માજી, ભારતીય રાષ્ટ્રીય કોંગેસ મીડિયા અને પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી પવન ખેરાજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનસિંહ મોઢવાડિયા, એ પત્રકાર વાર્તાને સંબોધન કરી હતી.

પત્રકાર પરિષદને સંબોધતા ડો. શ્રી રઘુ શર્માજીને જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજા કોંગ્રેસની પડખે છે. પ્રથમ તબક્કાના મતદાનમાં ગુજરાતના લોકો કોંગ્રેસ તરફી પ્રચંડ માત્રામાં મતદાન કર્યું છે. ભાજપ લોકોની આકાંક્ષાઓ પૂરી કરવામાં ખરી નથી ઉતરી. કોંગ્રેસે બૂથ મેનેજમેન્ટ સક્ષમ બનાવી દીધું છે. એક બાજુ રાહુલ ગાંધીજીની ભારત જોડો યાત્રાને સ્વયંભૂ પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે, જ્યારે ગુજરાતમાં ભાજપની સંકલ્પ યાત્રાને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. ભાજપએ તેના બગાવતી નેતાઓને કાઢ્યા, તેનો રોષ તે સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. ડબલ એન્જિનની સરકારે ગુજરાતમાં જનાધાર ગુમાવ્યો છે. કોંગ્રેસે લોકોના પ્રશ્નો ઊઠાવ્યા છે. માજા મુકતી મોંઘવારી, યુવાનોની બેરોજગારીની સમસ્યા, ડ્રગ્સ અને દારૂની બદીઓના પ્રશ્નો સાથે કોંગ્રેસ લોકોની વચ્ચે આવી તેની સામે સતત અવાજ ઉઠાવ્યો. ભાજપએ પ્રજાના મહત્ત્વના પ્રશ્ન સામે લોકોને નિરાશા સિવાય કશું જ નથી આપ્યું. કોંગ્રેસ પ્રથમ તબક્કાના મતદાનમાં 65થી વધુ બેઠકો ઉપર જીત હાંસલ કરી રહી છે. ગુજરાતમાં ભાજપએ ગુજરાતના લોકો માટે કશું જ કર્યું નથી, ખૂદ વડાપ્રધાન અને ગૃહપ્રધાન ગુજરાતના નાના નાના ગામડાઓમાં પ્રચાર માટે ઘુમી રહ્યા છે. ભાજપએ જો ગુજરાતના લોકો માટે કામ કર્યું જ હોત તો આઠ મહિનાથી સતત આવી દોડધામ તેઓને ન કરવી પડત.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં કોંગ્રેસ તરફી ભારે મતદાન થયું. અટલજીના જમાનામાં સાઇનિંગ ઇન્ડિયાનો નારો હતો તે દેખાયો નહીં. ભાજપની તમામ જનસભામાં ખુરશીઓ ખાલી દેખાઇ રહી છે. લોકો ભાજપને જાકારો આપી રહી છે. ઉ. ગુજરાત, મધ્ય ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાજપને જાકારો મળી રહ્યો છે. કોંગ્રેસ મુદ્દાઓની રાજનીતિ લઇને લોકોની વચ્ચે રહી, દ્વારકા ડેક્લેરેશન મુજબ કોંગ્રેસ તેના વચનો માટે પ્રતિબદ્ધ છે. મતદારો બીજા તબક્કાના મતદાનમાં મોટી સંખ્યામાં મત આપે તેવી અપીલ કોંગ્રેસ કરીએ છીએ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભાજપ તમામ સ્તરે નિષ્ફળ રહી છે. ગુજરાતના લોકોને પક્ષના નામે કે ઉમેદવારના નામે મત આપવાને બદલે સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નામે મત માંગવા ગુજરાતમાં ધામા નાખ્યા છે. કોંગ્રેસ તેના ચૂંટણી પ્રચારમાં સફળ રહી, મુદ્દા આધારિત, મોંઘવારી વિરૂદ્ધની લ઼ડાઇ અને બેરોજગારીના મુદ્દા લઇ લોકો વચ્ચે સતત રહી. ભાજપના નસે નસમાં ભ્રષ્ટ્રાચાર વ્યાપેલો છે. રાજકોટની જે વિજય રૂપાલા, વજુભાઇ વાળા અને ખૂદ નરેન્દ્ર મોદી ચૂંટણી લડ્યા હતા તે બેઠકના ઉમેદવારનું નામ સુદ્ધાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલને જ ખબર નથી. તમામ બેઠકો પર કોંગ્રેસનું પલ્લું ભારે છે. ભાજપમાં અહંકાર, ઘમંડ વ્યાપેલો છે. મોદીના રોડ શો શું સંદેશ આપવા માંગે છે? શું રોડ શોથી સરકાર પોતાની વાત કહેવા માંગે છે!!! ભાજપનો સમગ્ર ઢાંચો તૂટી ગયો છે. બુટલેગરો અને ડ્રગ્સ માફિયા અને મળતિયા અધિકારઓના જોરે ભ્રષ્ટાચાર ચરમસીમાએ લઇ ગયા છે. કોંગ્રેસ 125થી વધુ બેઠકો જીતી સરકાર બનાવશે.

શ્રી પવન ખેરાજીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં પીએમ ઓફીસમાં તાળું મારેલું છે, નાના ભાઇની ઓફીસે પણ તાળું મારેલું છે. નાનાભાઇ તેના દિકરાને ક્રિકેટ બોર્ડનું સર્વોચ્ચ પદ આપી દીધું છે. ગુજરાતમાં લોકોના કોઇ કામો થયા નથી, તેથી જ છેલ્લા કેટલાય મહિનાથી નાનાભાઇ અને મોટાભાઇએ ગુજરાતમાં ધામા નાંખ્યા છે.

આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા અખિલ ભારતીય કોંગ્રેસ મીડિયા સમિતિના અધ્યક્ષ શ્રી પવન ખેરાજીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતાની સાથે અવ્યવહારુ અને અત્યાચારી પરિપત્ર રદ કરી ચાલીસ વર્ષ પૂર્વેની એટલે કે 1981થી 2001 સુધીની જે મિલકતો એલોટમેન્ટ લેટર અથવા શેર સર્ટિફિકેટ દ્વારા વખતો વખત ટ્રાન્સફર થઇ હશે તેના ઉપર કોઇ સ્ટેમ્પ ડ્યૂટી કે સ્ટેમ્પ ડ્યૂટી પર દંડ વસૂલ કરવામાં નહી આવે. આમ ગુજરાતની શહેરી વિસ્તારોની જનતાને કરોડો રૂપિયાની ભરવી પડતી અણઘડ વહિવટની કારણે ઉઘરાવાતી સ્ટેમ્પ ડ્યૂટી માંથી મુક્તિ મળશે, અને ગુજરાતી જનતાના કરોડો રૂપિયા બચશે જે આ વધતી જતી મોંઘવારીને પહોંચી વળવા આશા ના કિરણ સમાન બની રહેશે. કોંગ્રેસ હંમેશા વ્યવહારુ અને માનવીય અભિગમના કાયદા બનાવે છે. પ્રજાને કનડગત અને હેરાન થતા કાયદા બનાવી ભાજપ સરકારે ગુજરાતની જનતાના કરોડો રૂપિયા લૂંટ્યા છે. કોંગ્રેસની સરકાર આપના એક મતથી ગુજરાતની જનતાના કરોડો રૂપિયા બચાવશે. કોંગ્રેસે ગુજરાતના તમામ જાતિ સમુદાયોના પ્રતિનિધિઓને મુખ્યમંત્રી બનાવ્યા છે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર વાર્તામાં , ગુજરાત વિધાનસભા ચૂંટણીના મીડિયા પ્રભારી શ્રી આલોક શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહપ્રભારીશ્રી રામકિશન ઓઝાજી, શ્રી બી.એમ. સંદિપજી, ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી, બિમલ શાહ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખશ્રી જેનીબેન ઠુંમર, અને પ્રદેશ અગ્રણીશ્રી સંજયભાઈ અમરાની (રીટાયર્ડ આઈ.એ.એસ.), મીડીયા કો-કન્વિનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ તેમજ પ્રવક્તા ડૉ. અમીત નાયક, શ્રી હિરેન બેન્કર ઉપસ્થિત રહ્યાં હતાં.

————————————————————————————

· નાગરિકો પાસેથી સ્ટેમ્પ ડ્યુટીના નામે થઈ રહેલી કરોડો રૂપિયાની લૂંટમાંથી મુક્તિ માટે કોંગ્રેસ પક્ષ સરકાર બનતાની સાથે જ સ્ટેમ્પ ડ્યુટી – સ્ટેમ્પ ડ્યુટી દંડ વસુલવાનો અવિચારી નિર્ણય- પરિપત્રને તાત્કાલીક અસરથી રદ કરશેઃ શ્રી પવન ખેરા

 

રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા અખિલ ભારતીય કોંગ્રેસના મીડિયા અને પબ્લિસીટી ડીપાર્ટમેન્ટના ચેરમેનશ્રી પવન ખેરાજીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતાની સાથે અવ્યવહારુ અને અત્યાચારી પરિપત્ર રદ કરી ચાલીસ વર્ષ પૂર્વેની એટલે કે 1981 થી 2001 સુધીની જે મિલકતો એલોટમેન્ટ લેટર અથવા શેર સર્ટિફિકેટ દ્વારા વખતો વખત ટ્રાન્સફર થઇ હશે તેના ઉપર કોઇ સ્ટેમ્પ ડ્યૂટી કે સ્ટેમ્પ ડ્યૂટી પર દંડ વસૂલ કરવામાં નહી આવે. આમ ગુજરાતની શહેરી વિસ્તારોની જનતાને કરોડો રૂપિયાની ભરવી પડતી અણઘડ વહિવટની કારણે ઉઘરાવાતી સ્ટેમ્પ ડ્યૂટી માંથી મુક્તિ મળશે, અને ગુજરાતી જનતાના કરોડો રૂપિયા બચશે જે આ વધતી જતી મોંઘવારીને પહોંચી વળવા ઉપલબ્ધ બનશે. કોંગ્રેસ હંમેશા વ્યવહારુ અને માનવીય અભિગમના કાયદા બનાવે છે. પ્રજાને કનડગત અને હેરાન થતા કાયદા બનાવી ભાજપ સરકારે ગુજરાતની જનતાના કરોડો રૂપિયા લૂંટ્યા છે. કોંગ્રેસની સરકાર આપના એક મતથી ગુજરાતની જનતાના કરોડો રૂપિયા બચાવશે.

ગુજરાત સરકારે સહકારી મંડળી કાયદો-1961 મુજબ નોંધાયેલ ગૃહમંડળીઓ પોતાના સભ્યો ને મિલ્કતનું એલોટમેન્ટ કરે, તો તે એલોટમેન્ટ લેટર/શેર સર્ટિફિકેટ તારીખ 27-5-1982 પહેલાં સ્ટેમ્સ ડ્યૂટી ભરપાઇ કરવા કે રજીસ્ટ્રેશન કરવા પાત્ર બનતું ન હતું. પરંતુ તારીખ 27-5-1982ના રોજ સહકારી મંડળીના કાયદા-1961ના અધિનિયમ-42 અંતર્ગત સ્થાવર મિલકત બાબતે શેરની તબદિલ થઇ હોય, તે રજીસ્ટ્રેશન કાયદા-1908 હેઠળ ફરિજીયાત રજીસ્ટ્રેશન કરવાપાત્ર બનાવલે છે. જે મુજબ ગુજરાત સ્ટેમ્પ એક્ટ, 1958ની અનિસૂચિ–1ના આર્ટિકલ-20 મુજબ સુધારો કરી ક્લોઝ-20(બી) તારીખ 12-5-1982થી દાખલ કરવામાં આવેલ. જે મુજબ સોસાયટીના સભ્યો ને થતી પ્રથમ ફાળવણી તેમજ ત્યારબાદ સભ્યો-સભ્યો વચ્ચેના વહેવારો સ્ટેમ્પ ડ્યૂટી ભરવા પાત્ર થયેલ. પરંતુ વર્ષ 2001 સુધી આવી પ્રથમ એલોટમેન્ટ પર કોઇ સોસાયટી અને બિલ્ડર્સને કાયદાની જાણ ન હોવાથી ભરપાઇ કરી નથી. ત્યાર બાદ તારીખ 1-9-2001થી ગુજરાત સરકાર દ્વારા કાયદો પસાર કરી આવી તબદિલી સ્ટેમ્પ અને નોંધણી પાત્ર કરી હતી. ત્યાર બાદ આશરે વીસ વર્ષના ગાળા બાદ સુપ્રિન્ટટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરી દ્વારા તા. 13-7-2021ના રોજ પરિપત્ર જાહેર કરી 1982 થી 2001ની વચ્ચે એલોટ થયેલી મિલકતોના પહેલા-બીજ-ત્રીજા કે તેથી વધુ તબદિલીઓ ઉપર ચાલીસ વર્ષ પહેલાના કાયદો પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી ભરવા આદેશ કરેલો છે. વર્ષ 1982થી 2001 સુધી આવી પહેલા-બીજ-ત્રીજા કે તેથી વધુ તબદિલીઓના દસ્તાવેજો પર નાયબ કલેક્ટરશ્રી સ્ટેમ્પ ડ્યૂટી કચેરી, સુપ્રિન્ટટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા દસ્તાવેજો મંજૂર કરેલા છે પરંતુ સ્ટેમ્પ ડ્યૂટી કલેક્ટ કરી નથી. તેથી એ સાબિત થાય છે કે તેઓ વર્ષ 1982ના કાયદાકીય ફેરફારથી માહિતગાર ન હતા. તો પ્રજા કેવી રીતે થાય. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપેલ ચુકાદામાં પણ સરકાર છ વર્ષ પહેલાંની સ્ટેમ્પ ડ્યૂટી વસૂલ કરી શકતી નથી, તેમ છતાં ભાજપ સરકાર દ્વારા પાછલી અસરથી કાયદો અમલી બનાવી સ્ટેમ્પ ડ્યૂટી વસૂલ કરી છે. આમ લિમિટેશન એક્ટનું પણ ઉલ્લંઘન થાય છે. આ ઉપરાંત પડતા પર પાટું–સ્ટેમ્પ ડ્યૂટી ના અંધેર વહીવટના કારણે જુના એલોટમેન્ટ લેટર પર સ્ટેમ્પ ડ્યુટી ઉપરાંત 10થી 25 ટકાનો દંડ વસૂલ કરાયેલ છે. આ ઉપરાંત કેન્દ્રના એકાઉન્ટન્ટ જનરલે સ્ટેમ્પ ડ઼્યૂટી અને દંડ વસૂલવાનો આદેશ કર્યો નથી. અત્યાર સુધી સ્ટેમ્પ કચેરીએ રૂ. 3500 કરોડથી વધુ રકમ ગુજરાતની જનતા પાસેથી વસૂલી લીધી હોવાનું બિનસત્તાવરા સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. તેના ઉપરથી એવું તારણ કાઢવામાં આવી રહ્યું છે કે ગુજરાત સરકારના સુપ્રિન્ટટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા જૂના એલોટમેન્ટ લેટર ઉપર સ્ટેમ્પ ડ્યૂટી અને દંડ ગેરકાયદે વસૂલ કરી રહ્યા છે. રાજ્યના નાગરિકો પાસેથી સ્ટેમ્પ ડ્યુટીના નામે થઈ રહેલી કરોડો રૂપિયાની લૂંટમાંથી મુક્તિ મેળવવા માટે કોંગ્રેસ પક્ષ સરકાર બનતાની સાથે જ આ સ્ટેમ્પ ડ્યુટી – સ્ટેમ્પ ડ્યુટી દંડ વસુલવાનો અવિચારી નિર્ણય-પરિપત્રને તાત્કાલીક અસરથી રદ કરશે.

૩૦-૧૧-૨૦૨૨

 

· ભાજપના સત્તાવીશ વર્ષોના કુશાસન અને લોકોમાં જે હાડમારી છે તેનો પ્રતિભાવ આવતીકાલે જનતા કોંગ્રેસની તરફેણમાં મતદાન દ્વારા આપશેઃ ડૉ. રઘુ શર્મા

 

· જનતાનો વિશ્વાસ ભાજપ ખોઇ ચૂકી છે. પ્રજાનું સમર્થન તેમને નથી મળી રહ્યું. કોંગ્રેસે જે લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું તે મુજબ ગુજરાતમાં 125થી વધુ બેઠકો મેળવી ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશેઃ ડૉ. રઘુ શર્મા

 

· ઇલેક્શન કમિશનની સ્પષ્ટ અધિસુચના છે કે મતદાન મુક્ત અને ન્યાયીક માહોલમાં સંપન્ન થાય તે માટે સેન્ટ્રલ ફોર્સિસની ડ્યૂટી લગાડવામાં આવે પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પોલીસ, હોમગાર્ડ અને ઠેકેદાર પોલીસના બંદોબસ્તમાં મતદાનના બોક્સીસ સ્ટ્રોંગ રૂપમાં લઇ જવામાં આવશે. આ રીતે લઇ જવામાં તેમની નિયત શું છે ?: શ્રી પવન ખેરા

 

· ઇલેક્ટોરલ બોન્ડ એ દેશનો સૌથી મોટો ગોટાળો છે. દેશના લોકતંત્રમાં વિપક્ષો માટે કોઇ જગ્યા રહી નથીઃ શ્રી પવન ખેરા

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિત, રાજીવ ભવન ખાતે આજે ખાતે યોજાયેલ સંયુક્ત પત્રકાર પરિષદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના સફળ પૂર્વ આરોગ્યમંત્રી ડો. શ્રી રઘુ શર્માજી, ભારતીય રાષ્ટ્રીય કોંગેસ મીડિયા અને પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી પવન ખેરાજીએ સંબોધી હતી

પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. શ્રી રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે ગુજરાતનું ભાગ્ય બદલાવાનું છે. કાલે પ્રથમ ચરણનું મતદાન ગુજરાતમાં થવા જઇ રહ્યું છે. આ પરિસ્થિતિમાં અમને મળતી માહિતીને આધારે કેટલીક શંકાઓ જાય છે, કે સેન્ટ્રલ ફોર્સિસની પોલિંગ બૂથ પર ડ્યૂટી લગાડવામાં આવી છે. તેઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી રહી છે કે તેઓ પોલિંગ બૂથથી દોઢ કિલોમિટર દૂર ઊભા રહે. અને જ્યારે મતદાન પૂર્ણ થાય ત્યારે મતદાન કરેલા બોક્સીસ મતગણના મથક પર લઇ જવાય ત્યારે ગુજરાતની પોલીસ, હોમગાર્ડ અને ઠેકેદાર પોલીસની દેખરેખમાં લઇ જવામાં આવે. સેન્ટ્રલ ફોર્સિસની આમાં કોઇ ભૂમિકા નહી રહે. અમે ઇલેક્શન કમિશન અને ગુજરાત ચૂંટણી પંચને સામે માગણી કરી રહ્યા છીએ જો કોઇ દખલ થઇ અથવા તો કોઇ પ્રકારનું ષડયંત્ર રચાયું તો અમે સૌ જોઇ રહ્યા છે, ગુજરાતના લોકો જોઇ રહ્યા છે, અને ગુજરાતની જાગૃત મીડિયા જોઇ રહ્યું છે.નીડર મીડિયા જોઇ રહ્યું છે અને સમગ્ર દુનિયા જોઇ રહી છે. જો કેન્દ્ર સરકાર અથવા ભારતીય જનતા પાર્ટીના મનમાં કોઇ ષડયંત્રકારી વિચાર હોય તો આજે અમે તેઓને ચેતવણી આપી રહ્યા છીએ આ પ્રકારનું ષડયંત્ર કોંગ્રેસ ગુજરાતમાં ચલાવી નહીં લે. કાન ખોલી બન્ને( મોદી-અમિત શાહ) જણા સાંભળી લે, નાનાભાઇ અને મોટાભાઇ બન્ને સાંભળી લે. હું તો તમારી ભાષામાં તેમની ઓળખાણ બતાવી રહ્યો છું.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. શ્રી રઘુ શર્માજીએ ગુજરાતના પ્રથમ-ચરણના સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતનું મતદાન આવતી કાલે થઇ રહ્યું છે. બન્ને ઝોનના અહેવાલ કોંગ્રેસ પાસે આવી રહ્યા છે જેમાં લોકોના મનમાં ગુસ્સો છે, ભાજપના સત્તાવીશ વર્ષોના કુશાસન અને લોકોમાં જે હાડમારી છે તે આવતીકાલે લોકો મતદાન દ્વારા દેખાશે. પ્રધાનમંત્રી મોદીજી છેલ્લા આઠ મહિનાથી અને ગૃહ પ્રધાન અમિત શાહજી સતત ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે કાર્યરત બની રહ્યા. હવે તો પૂરી દિલ્હી ખાલી થઇ ગઇ. ચાલીસ-ચાલીસ જેટલા કેન્દ્રિય મંત્રીઓ ગુજરાતના ચૂંટણી પ્રચારમાં આવી ગયા છે. એટલું જ નહીં ભાજપ શાસિત રાજ્યોના અસમ હોય કે મધ્યપ્રદેશ હોય તે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ગલી ગલીમાં કરી રહ્યા છે. જો ભાજપએ ગુજરાતમાં સારૂં કામ કર્યું હોત તો આજે તેઓને આટલું પરેશાન થવાની જરૂર ન પડત. જેવી રીતે તેઓની સભામાં કોઇ જઇ નથી રહ્યું, ખુરશીઓ ખાલી હોય છે. તેઓએ ગૌરવયાત્રાનું દસ દિવસનું આયોજન કરાયેલું તે સાત દિવસમાં સમેટવી પડી. જનતાનો વિશ્વાસ ભાજપ ખોઇ ચૂકી છે. પ્રજાનું સમર્થન તેમને નથી મળી રહ્યું. આવી પરિસ્થિતિ ભાજપની ગુજરાતમાં થઇ છે. તેની સામે કોંગ્રેસને જાહેર સભા થઇ છે જેના તમામ વિઝ્યુઅલ્સ મારી પાસે છે. અમારી ધારણા કરતા પણ વધુ લોકો અમારી જનસભાઓમાં લોકો ઉમટી પડ્યા. લોકો કોંગ્રેસની સાથે છે. સત્તાવીશ વર્ષોથી ત્રસ્ત ગુજરાતના લોકોએ ગુજરાતમાં પરિવર્તન માટે નિર્ધાર કરી લીધો છે. લોકોનો આ મિજાજ તમને કાલના મતદાનમાં પણ જોવા મળશે અને આવનારી પાંચ તારીખના મતદાનમાં પણ જોવા મળશે. અને કોંગ્રેસે જે લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું કે ગુજરાતમાં 125થી વધુ બેઠકો મેળવી ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશે. ભાજપ ગભરાહટમાં જે કાંઇ પણ બોલી રહી છે. પરંતુ આ વખતે કોંગ્રેસે ચૂંટણી પ્રબંધન મજબૂતાઇથી તૈયાર કરી રણમેદાનમાં ઉતરી છે. જેઓ ધારણાની રાજનીતિ રમી રહ્યા છે. જમીની હકીકતને તેઓ નજરઅંદાજ કરી રહ્યા છે. તેઓને આઠ તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે તેમને હકીકતની જાણ થશે. કોંગ્રેસના કાર્યકર્તાઓ સંગઠીત છે, કોંગ્રેસનું બૂથ મેનેજમેન્ટ મજબૂત છે. ભાજપની કોઇ ચાલ, સરકારી મશીનરીઓના દૂરુપયોગ કરવાની ચેષ્ટા કરવાનો ઇરાદો પણ રાખ્યો હશે, તો તેને કોંગ્રેસ સફળ નહીં થવા દે. તમામ મુદ્દા પર કોંગ્રેસની નજર બની રહેશે. જેવી રીતે ઇલેક્શન કમિશનના ડાયરેક્ટિવ્સ આવ્યા, કેટલીક મીડિયા ચેનલોનો ઓપિનયન પોલના નામે ઉપયોગ કરવાના પ્રયત્નો કરાઇ રહ્યા, આ ગભરાહટથી તેમની સ્થિતિનો અંદાજ લગાવી શકાય. ચેનલોના ઓપિનિયન પોલના માધ્યમથી ધારણાના પરિણામો પ્રસારિત કરાવાઇ રહ્યા છે, જેમાં જમીની હકીકત સાથે કોઇ લેવાદેવા નથી. કેટલીક ચેનલો જેને અને ગોદી-મીડિયા કહીએ છીએ, આવી ચેનલોના ઉપયોગથી પણ ભાજપને કોઇ ફાયદો નથી થવાનો. પૂર્વ અનુમાનોના જાહેર કરાતા પરિણામો અને ઘણા જોયા છે. ગુજરાતના લોકો પરિણામ નક્કી કરવાના છે, કોઇ ચેનલ ગુજરાતનું ભવિષ્ય જાહેર નથી કરી શકતું. અને અમને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતના લોકો કોંગ્રેસને સફળ બનાવશે.

પત્રકાર પરિષદમાં બૂથ કેપ્ચરિગં પર પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં ડો. રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે બૂથ કેપ્ચરિંગ રોકવું તેની સુરક્ષાની જવાબદારી ઇલેક્શન કમિશનની છે. જો ગુજરાતમાં બૂથ કેપ્ચરિંગ થતા હોય તો તેની જવાબદારી રાજ્ય સરકાર અને ઇલેક્શન કમિશનની છે. મુક્ત અને ન્યાયીક મતદાન થાય, મતદારોને પોતાના મતનો અધિકાર મુક્તપણ કરી શકે, કોઇપણ પ્રકારનો ભય અને ડર વિના મતદાન કરી શકે તેવું વાતાવરણ બનનાવવાની જવાબદારી ઇલેક્શન કમિશન અને રાજ્ય સરકારની છે.

કોંગ્રેસ 125 સીટથી વધુ જીતી શકે છે તો તમારા ચૂંટાયેલા ઉમેદવારો સાથે પક્ષપટલાવી તેને ખરીદી લેવાના કારસા બને તેવા પ્રશ્નના તેના જવાબમાં શ્રી રઘુ શર્માએ જવાબ આપ્યો હતો કે આજે દેશની લોકશાહીને ચૂંટાયેલા પ્રતિવિધિઓને ખરીદી લેવાના બજાર ભાજપએ રૂપાંતરિત કર્યા છે. કર્ણાટક, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જનાદેશ કોંગ્રેસની મળ્યો હતો. છતાં પણ આજે આ રાજ્યોની સરકારો ભાજપના આવા કારસાનો ભોગ બની. આ ગુજરાત છે, ગુજરાત કેવીરીતે બચાવવું, જેના માટે અમે અમારા ઉમેદવારોને સુરક્ષિત રાખવા કટિબદ્ધ રહ્યા છે. આ અંગેની પૂરી રણનીતિ કોંગ્રેસ તૈયાર કરી રહી છે. બીજેપના આવા ઉદ્દેશોને કોંગ્રેસ સફળ નહીં થવા દે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના સતત દાવો રહ્યો છે કે ગુજરાતમાં તેઓની સરકાર બની રહી છે. તેના જવાબમાં રઘુ શર્માએ જવાબ આપ્યો હતો કે જે.પી. નડ્ડાજીની જનસભામાં પાચસથી વધુ માણસો આવ્યા હોત તો મને બતાવો. તેમની જનસભા રદ થાય છે, અમિત શાહજીની સભા રદ થાય ત્યારે તે જનસભાના વિકલ્પમાં વડોદરામાં જે.પી.નડ્ડાજીની જનસભા થાય ત્યારે પણ કોઇ લોકો આવતા નથી. જેઓની જનસાભા જ રદ થતી હોય, ગુજરાતની જનતા તેમને સાંભળવા માંગતી ન હોય, તે અંગે કોંગ્રેસ શું ટિપ્પણી કરે!!

ગોદી મીડિયા અને ભારત યાત્રા અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી રઘુ શર્માજી જવાબ આપતા જણાવ્યું હતું કે આજકાલ જે પ્રિ-પોલ સરવેનું પ્રસારણ થઇ રહ્યું છે. ગુજરાતની જનતા જેનો ફેંસલો કરવાની છે. પ્રિ-પોલના માધ્યમથી લોકોના માઇન્ડ-સેટ બદલવાની કોશીશ કરી રહ્યા છે. આ એક પ્રકારનો ગુનો જ છે. અને આ કોઇ સત્ય નથી હોતું. રાજકીય રીતે આ ખોટું જ છે અને જે ખોટું કામ કરી રહ્યા હોવ તે ગોદી-મીડિયા જ કહેવાય ને!

મતદાન અને ઇવીએમ પર પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી રઘુ શર્માજી જણાવ્યું હતું કે જો તમે હોમગાર્ડના હાથમાં જ આ સોંપી દેશો તો પરિસ્થિતિ શું બને!? નિર્વાચન આયોગ શેના માટે છે? તેની સંવૈધાનિક જવાબદારી છે. આ જવાબદારી કોંગ્રેસના બૂથ-કાર્યકર્તાઓની નથી. સંવૈધાનિક જવાબદારીમાં આવે છે કે ઇલેક્શન કમિશન મુક્ત અને ન્યાયી મતદાર પ્રક્રિયા સંપન્ન કરાવે.

કોંગ્રેસના ઇલેક્શન કેમ્પેઇન અંગે પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં શ્રી રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે અમે બૂથ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, ડોર-ટુ-ડોર પ્રત્યક્ષ પ્રચારમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા. ગુજરાતના દોઢ કરોડ પરિવારો સાથે સીધો અને પ્રત્યક્ષ સંપર્ક કર્યો. જેઓ ધારણાની રાજનીતિ અને ભ્રમણાની રાજનીતિમાં વિશ્વાસ રાખે છે તેને જવાબ આપવા કોંગ્રેસે મજબૂત રણનીતિ બનાવી છે. દરેક પરિવાર અને ઘરોમાં ખબર પડી છે કે કોંગ્રેસ શું પરિવર્તન લાવવા માંગી રહી છે. મોંઘવારી ઓછી કરવાનો રોડમેપ કોંગ્રેસે તૈયાર કર્યો છે. બેરોજગારી ઓછી કરવા કોંગ્રેસ કઇ દિશામાં શું કરવા જઇ રહી છે, સોશિયલ સિક્યોરિટી માટે કોંગ્રેસ શું કરવા જઇ રહી છે, સામાન્ય લોકો માટે આ જ સંદેશો છે અને તેઓ સુધી કોંગ્રેસે પહોંચાડ્યો છે. જેઓ ધારણાની રાજનીતિ કરી રહ્યા છે, જેની જમીની હકીકત સાથે કોઇ લેવાદેવા નથી.

એક પાર્ટી કોરા કાગળ પર લખીને આપી રહી છે કે ગુજરાતમાં તેમની સરકાર બની રહી છે. તે પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે મેં પણ કોરા કાગળ પર લખીને આપી દીધું છે કે જેઓ આવી વાતો કરે છે તેઓ ગુજરાતમાં ઝીરો બેઠક મેળવશે. અને તેમના જાહેર થયેલા સીએમ ઉમેદવાર તો ડિપોઝીટ પણ ગુમાવશે. આમ આદમી પાર્ટીને ગુજરાતમાં એક પણ બેઠક નહીં મળે તે મેં પણ લખીને આપી દીધું છે.

આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને જનઆંદોલન માટે કશું કર્યું જ નથી તેવા પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી રઘુ શર્માએ ઉત્તર આપ્યો કે પાંચ વર્ષના સમયગાળામાં ભાજપના ખોટી નીતિઓનો વિરોધ કરવાનું કામ એક વિપક્ષ તરીકે કોંગ્રેસે ગુજરાતમાં બેખૂબીથી નિભાવ્યું છે. જે મોસમી પાર્ટી છે તેઓ અમને સવાલ પૂછી રહ્યા છે જે ચૂંટણી વખતે જ ગુજરાતમાં દેખાય છે!! આમ આદમી પાર્ટીના કોઇ બૂથ પર કોઇ કાર્યકર્તા નથી. તેમની પાસે સંગઠનનું કોઇ માળખું નથી. તાલુકા અધ્યક્ષ નથી, જિલ્લા અધ્યક્ષ નથી, પેઇડ વર્કરના આધારે કામ કરી રહ્યા છે અને અમને પ્રશ્ન પૂછી રહી છે!! આ પ્રશ્નના પૂરક જવાબ આપતા શ્રી પવન ખેરાજીએ પણ ઉત્તર આપ્યો કે તમે મીડિયાવાળા તમામ પરિસ્થિતિથી વાકેફ છો જ. કોવિડ ન્યાય યાત્રા કઇ પાર્ટીએ નીકાળી. આ બન્ને પાર્ટીઓનું આ સંદર્ભે શું ફાળો હતો? પાર-તાપી યોજનનો વિરોધ કઇ પાર્ટીએ કર્યો તે જણાવો? અનંત પટેલ કઇ પાર્ટીના સમર્થક છે. કોણે લાઠીમાર ઝીલ્યો? કોંગ્રેસે તમામ જનઆંદોલનની ભાગીદાર રહી છે. અહીં ગુજરાતમાં મોંઘવારી વિરૂદ્ધ જન આંદોલન કોંગ્રેસને ચલાવ્યું. કોવિડ યાત્રાનું પરિણામ તમારી સામે છે કે ગુજરાત સરકારે માનવું પડ્યું કે કોરોનામાં મૃતકોની સંખ્યા ઘણી વધારે છે. સુરતમાં સ્માશાનની અગ્નિદાહની ભટ્ટીની ચિમની ગરમીથી પીગળી ગઇ. અને તમે કહો છો કે કોંગ્રેસ પાર્ટીનું કોઇ યોગદાન નથી રહ્યું!! અમારા સિટિંગ કોર્પોરેટનનું કોરોનામાં મૃત્યુ થયું. રાહત કાર્યોમાં કાર્યરત રહ્યા અને મોતને ભેટ્યા. આવી વાતો સંભાળીએ છીએ કે કોંગ્રેસે કશું કર્યું નથી તો અમને ઘણી પીડા થાય છે. અને તમને મીડિયાવાળાઓ તો આ પરિસ્થિતિને નજીકથી જોઇ છે. ફક્ત એક જ પાર્ટી રસ્તાઓ પર સક્રિય હતી અને તે પાર્ટી કોંગ્રેસ પાર્ટી હતી.

સેન્ટ્રલ ફોર્સિસની કામગીરી બાબતે કોંગ્રેસની આશંકા પરના પ્રશ્નનો ઉત્તર આપતા રાષ્ટ્રીય કોંગ્રેસના મીડીયા અને પબ્લીસીટી ડીપાર્ટમેન્ટના ચેરમેનશ્રી પવન ખેરાજીએ જણાવ્યું હતું કે ઇલેક્શન કમિશનની સ્પષ્ટ અધિસુચના છે કે મતદાન મુક્ત અને ન્યાયીક માહોલમાં સંપન્ન થાય. સેન્ટ્રલ ફોર્સિસની ડ્યૂટી લગાડવામાં આવે છે. પોલિંગ ડેનો પણ એક પ્રોટોકોલ હોય છે. મતદાનનો બોક્સીસ સ્ટ્રોંગ રૂમમા લઇ જવામાં આવે છે તેની પણ એક સુનિશ્ચિત પ્રક્રિયા છે. પરંતુ આ પહેલી વાર થઇ રહ્યું છે અને તે પણ છેલ્લા ત્રણ દિવસમાં અમને જે જાણકારી મળી રહી છે, ભલે 27 વર્ષોથી સત્તામાં નથી પણ અમને અમારા સોર્સથી અધિકારીઓ પાસેથી માહિતી મળતી રહે છે. અમલદારશાહીમાં પણ ઘણા ત્રસ્ત અધિકારીઓ છે જેઓ રાત્રિના સમયે અમને પણ માહિતી પહોંચાડે છે. તે માહિતી પ્રમાણે સેન્ટ્રલ ફોર્સિસના જવાબદારી અને અધિકારો સમિત કરી નાંખ્યા છે. જેમાં ગુજરાત પોલીસ, હોમગાર્ડ અને ઠેકેદાર પોલીસના બંદોબસ્તમાં આ બોક્સીસ સ્ટ્રોંગ રૂપમાંલઇ જવામાં આવશે. શું આ રીતે લઇ જવામાં તેમની નિયત શું છે? અમે ગુજરાતની પ્રજાને સજાગ કરવા માંગીએ છીએ. અમને શંકા છે કે આ પ્રક્રિયાથી લોકતંત્ર ખતરામાં આવી શકે છે, ગુજરાતનું ભવિષ્ય પણ ખતરામાં છે.

ઇલેક્ટોરલ બોન્ડ અંગે એક પ્રશ્નના ઉત્તરમાં શ્રી પવન ખેરાજીએ જણાવ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડના નામે સૌથી મોટું કૌભાંડ-સ્કેમ સ્વતંત્ર ભારતમાં ક્યાંય જોવા નહીં મળે. અમે પડકાર આપીએ છીએ બન્ને ભાઇઓને કે ઇલેક્ટોરલ બોન્ડની માહિતી ચોવીસ કલાકની અંદર સાર્વજનિક કરે, કોણે કેટલા ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા તેઓના નામ રકમ સાથે જાહેર કરી પબ્લિક ડોમિનમાં મૂકે. જો તમારામાં થોડાક અંશે પારદર્શિતા હોય ઇલેક્ટોરલ બોન્ડની માહિતી સાર્વજનિક કરવા કોંગ્રેસની માંગ છે. અમારી પાસે શું છે તે તમે જાણો છો, ફક્ત એટલું જે છે તે તેમ જાણો છો પણ તમે તેને પ્રકાશિત નથી કરી શકતા. સૌથી મોટો ગોટાળો છે આ ઇલેક્ટોરલ બોન્ડ. દેશના લોકતંત્રમાં વિપક્ષો માટે કોઇ જગા રાખી નથી.

કોંગ્રેસ પોતાના અસ્થિત્વ માટે ચૂંટણી લડી રહી છે તેવા રાજનાથસિંહના વિધાનના એક પ્રશ્નના ઉત્તરમાં શ્રી રઘુ શર્માજી જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હજુ પણ ઘમંડમાં છે. મારા મતે લોકતંત્રની પરિભાષા તોડીમરોડીને રજૂ કરી રહી છે. આ લોકતંત્ર છે, તેઓ તે યાદ રાખવું જોઇએ. લોકસભામાં વર્ષ 1994માં ભાજપના માત્ર બે જ સાંસદ હતા. કહેવાય નહી ફરીથી બે સાંસદ થઇ શકે છે. એટલે કોઇએ ઘમંડ ન રાખવો જોઇએ. આ લોકશાહી છે.

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે તો ગુજરાત નથી આવી શક્યા પરંતુ પ્રિયંકાજી કેમ ગુજરાત નથી આવ્યા? તે પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી પવન ખેરાજીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં તમામની ભૂમિકા સુનિશ્ચિત કરી દેવામાં આવે છે. રાહુલ ગાંધી જે જવાબદારી ઊઠાવી છે જે કોંગ્રેસની, આ દેશની અને સંવિધાનની વિચારધારામાં પ્રથમ પાનું લખ્યું છે, ભારત જોડો યાત્રાના માધ્યમ દ્વારા. તે કામ તેઓ બખૂબીથી કરી રહ્યા છે. જે આઠ વચનો – અગિયાર વચનો કોંગ્રેસે આપ્યા છે તે રાહુલજી સ્વયં ગુજરાત આવીને ગુજરાના લોકો માટે આપ્યા છે. ખડગેજી અમારા અધ્યક્ષ છે, કોગ્રેસ પાર્ટીમાં અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ કામ સોંપ્યું છે. પ્રિયંકાજીની ડ્યુટી હિમાચલમાં લગાવી. હું ભારત જોડો યાત્રા નો યાત્રી હતો. આમ તો મારે ત્યાં હોવું જોઇએ. પણ હું ગુજરાત આવ્યો. સંગઠનમાં જે કાંઇ પણ આદેશ થાય છે તે પ્રમાણે કાર્યરત રહેતા હોઇએ છીએ. અને અમને તેનો આનંદ હોય છે.

રાહુલ ગાંધીએ ગુજરાતમાં બે સભાઓ કરી તો શું કોંગ્રેસને 2 સીટો કેટલી મળશે? તેનો તાગ જનસભા કેટલી કરી તેના પરથી અંદાજો લગાવી શકાય કે કેમ? તેના ઉત્તરમાં શ્રી પવન ખેરાજીએ જણાવ્યું હતું કે શું મોદીજીએ 200થી ત્રણસો જનસભા યોજે તો શું ત્રણસો સીટો આવશે. આમ આદમી પાર્ટી સાથે તેનો સરવાળો કરો તો પાંચસોની પાર જાય. તો શું તમે સભાઓના આંકલન પર સીટોનું આંકલન કરી રહ્યા છો!!!

દિલ્હી સરકારમાં આજે જેની સરકાર છે તેનું પ્રચાર બજેટ સાડા પાંચસો કરોડનું છે, જે એક વખત કોંગ્રેસના સમયે તે બજેટ 22 કરોડનું રહેતું હતું. તેઓને પ્રશ્ન પૂછો. આવી પાર્ટીઓની તુલના અમારી કોંગ્રેસ પાર્ટી સાથે ન કરો. અમને અપમાન જેવું લાગે છે. અને લોકતંત્રનું પણ અપમાન થાય છે.

રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન સહપ્રભારી શ્રી રામકૃષ્ણ ઓઝા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી બિમલ શાહ અને પ્રદેશ પ્રવક્તા શ્રી હિરેન બેન્કર તેમજ ડો. અમિત નાયક ઉપસ્થિત રહ્યાં હતા.

૨૭-૧૧-૨૦૨૨

 

· પ્રશાસન નિષ્પક્ષ ચૂંટણીમાં અડચણ કરી રહ્યું છે, ચૂંટણી પંચ તાત્લાકી પગલા લેઃ આલોક શર્મા

· ચૂંટણીઓ મુક્ત અને નિષ્પક્ષ થાય તો જ દેશના બંધારણને આપણે બચાવી શકીશું, મુક્ત અને

નિષ્પક્ષ ચૂંટણીઓએ લોકશાહીનો આધારસ્તંભ છેઃ આલોક શર્મા

 

અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્માજીએ પત્રકાર પરિષદને જણાવ્યું હતું કે, જે પ્રમાણે પત્રકારત્વ લોકશાહીનો ચોથો સ્તંભ છે તે જ પ્રમાણે સંવૈધાનિક સંસ્થાઓ પણ ભારતના બંધારણમાં એક અગ્રીમ કક્ષાનો ભાગ ભજવે છે. પરંતુ જ્યારે સંવૈધાનિક સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટીને અસંવૈધાનિક રીતે મદદ કરી રહી હોય તેવી ફરિયાદો સમગ્ર ગુજરાતમાંથી આવી રહી છે અને તેની સામે સવાલો ઉઠાવી રહ્યાં છે.

ચૂંટણી પંચે આ પહેલા હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી ત્યારે ગુજરાતના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી હતી પરંતુ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં ન આવી હતી. તેના કારણે સરકારી ખર્ચે કરદાતાઓની કમાઈના ભોગે ભારતીય જનતા પક્ષે ગુજરાતમાં પરોક્ષ રીતે પ્રચાર – પ્રસાર કર્યો. આ બાબતે કોંગ્રેસ પક્ષે તે વખતે પણ વિરોધ કર્યો હતો.

ચૂંટણીની જાહેરાત થયા બાદ તમામ સરકારી વિભાગો અને તેમના પ્રશાંસનીય કર્મચારીઓ શાસક પક્ષના ઉમેદવારોને મદદ કરી રહ્યાં છે. એ.આઈ.એમ.આઈ.એમ. તે રાષ્ટ્રીય પક્ષ નથી માટે તેમના ઉમેદવારના સમર્થનમાં ૧૦ વ્યક્તિઓ પ્રપોઝર તરીકે મુકવા જરૂરી છે છતાં પણ તેમના ઉમેદવારોની દરખાસ્ત માત્ર બે વ્યક્તિઓએ આપી હતી. જેથી તેમના ઉમેદવારી પત્ર રદ કરવા માટે કોંગ્રેસે રજૂઆત કરી છે છતાં પણ હજી તેમાં કોઈ નિર્ણય લેવાયો નથી.

જ્યારે જ્યારે વડાપ્રધાનશ્રી, ગૃહમંત્રીશ્રી અને કેન્દ્રની મંત્રીઓ ગુજરાતમાં પ્રચાર કરવા આવે છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓને હાઉસ એરેસ્ટ અથવા પોલીસ સ્ટેશને ૨૪-૨૪ કલાક બેસાડી રાખવામાં આવે છે અને તેઓ કોંગ્રેસનો પ્રચાર ન કરી શકે તેવા કારસા રચવામાં આવે છે. પોરબંદરમાં કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી વી.વી. પરમાર કોંગ્રેસના કાર્યકર્તાઓને બિનઅધિકૃત રીતે ધમકાવી રહ્યાં છે અને તે પ્રચાર ન કરે અને વિસ્તાર છોડી દે તેવું દબાણ કરી રહ્યાં છે. પોરબંદર પોલીસ સ્ટેશનના સી.સી.ટી.વી. કેમેરા તપાસવામાં આવે તો સત્ય બહાર આવી શકે તેમ છે. પોરબંદરની છાયા નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી ખુલ્લેઆમ ભાજપનો પ્રચાર કરી રહ્યાં છે. રાપર વિધાનસભાના ભાજપના ઉમેદવાર શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર કુલદીપસિંહ જાડેજાના સસરાશ્રી એમ.એમ. જાડેજા (એલ.સી.બી.પી.આઈ.) અને તેમના ભાઈ ભરતસિંહ જે કોઢ ગામના છે. તેઓ બન્ને પુરજોશમાં સામાજીક નાતે ભાજપના ઉમેદવારનો પ્રચાર કરી રહ્યાં છે. તેમને કચ્છ ખાતેથી ખસેડી દેવા ચૂંટણી અધિકારીશ્રીને અરજી કરવામાં આવી છે. એ જ પ્રમાણે કલોલ વિધાનસભા ક્ષેત્રમાં પોલીસ અને અન્ય સરકારી એજન્સીઓ દ્વારા ભાજપને લાભ પહોંચાડવા કોંગ્રેસ સમર્થીત નાગરિકોને અને કાર્યકર્તાઓને એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ભાજપની મદદ ના કરી તો તમારા ઉપર નવા કેસ કરવામાં આવશે અને જુના કેસમાં પણ અંદર કરી દેવામાં આવશે.

સમગ્ર ગુજરાતમાં ભાજપના ઉમેદવારો ગેરકાયદેસર રીતે મંજૂરી લીધા સિવાય પોતાના પોસ્ટર અને બેનરો સરકારી ઈમારતો અને સરકારની માલિકીની સંપત્તિઓ ઉપર લગાવીને કાયદા વિરુદ્ધ પ્રચાર કરી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા નાના બાળકોને મત આપવા માટે અપિલ કરાવાઈ છે અને પ્રચારમાં મોકલાઈ રહ્યાં છે. સ્કુલના બાળકોને પ્રધાનમંત્રીની જાહેરસભાઓમાં ખુરશીઓ ભરવા બોલાવાઈ રહ્યાં છે. શા માટે બાળ આયોગ મૌન છે ? એ જ પ્રમાણે ભાજપને જનતા સમર્થન નથી આપતી તો કમાભાઈનો સહારો લેવામાં આવે છે. શું રાજ્ય માનવ અધિકાર આયોગ અને કેન્દ્રીય માનવ અધિકાર આયોગ શા માટે કોઈ પગલાં નથી લઈ રહ્યાં. હદ તો ત્યારે થાય છે કે ગુજરાતની ખાનગી કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીઓ પણ વર્ગ-૩ ના નાના કર્મચારીને સોશિયલ મીડિયામાં સરકાર વિરુદ્ધ ખોટો પ્રચાર કરવાના બહાને ફરજ ઉપરથી તાત્કાલીક રીતે છુટા કરીને યુવાનોની રોજીરોટી મેળવવાના અધિકારનું પણ હનન કરી રહી છે.

એ બાબત સર્વવિદિત છે કે દેશની ચૂંટણીઓ મુક્ત અને નિષ્પક્ષ થાય તો જ દેશના બંધારણને આપણે બચાવી શકીશું અને એટલે જ કહેવામાં આવ્યું છે કે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓએ લોકશાહીના આધારસ્તંભ છે. જ્યારથી ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓની ચર્ચા શરુ થઈ ત્યારથી જ આજ સુધી સતત એ જોવામાં આવ્યું છે કે આખાય ગુજરાતમાં સત્તાધારી પક્ષના જુદાજુદા આગેવાનો દ્વારા અને ભાજપ સાથે સંકળાયેલી તેઓની સહયોગી સંસ્થાઓ દ્વારા આખાય ગુજરાતના અસામાજિક તત્વો, જેલમાં સજા ભોગવી રહેલા અને અન્ડરટ્રાયલ કેદીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેઓને ચૂંટણીમાં પક્ષને મદદરૂપ થવાની ગોઠવણો કરવામાં આવી રહી છે.

આથી કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવે છે કે, તાત્કાલીક અસરથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારો અને સમર્થકોએ ચૂંટણી પંચમાં કરેલી ફરીયાદો નિષ્પક્ષ પગલાં લેવામાં આવે અને તમામ કર્મચારીઓ કે જેમણે એક જ જગ્યાએ ત્રણ વર્ષ પુરા કર્યા હોય તેઓની તાકીદે બદલી કરવામાં આવે તથા પોલીસ અને તંત્રના એવા કર્મચારીઓ કે જે ભાજપને મદદ કરી રહ્યાં છે તેઓ ચૂંટણીઓમાં મતદારો ઉપર કોઈપણ જાતનું દબાણ ના કરી શકે અને પ્રભાવિત ના કરી શકે તેવી વ્યવસ્થા ઈલેક્શન કમિશનને ગોઠવવી જોઈએ.

આખાય ગુજરાતમાં જુદાજુદા કારણોસર આપવામાં આવતી પેરોલ બંધ કરવામાં આવે જે અસામાજિક તત્વો, હિસ્ટ્રીસીટર આજે આઝાદીથી હરે ફરે છે તેઓની ઉપર નજર રાખવી જોઈએ અને તેમની સામે પ્રિવેન્ટિવ પગલાં લેવા જોઈએ.
૨૬-૧૧-૨૦૨૨

 

· કોંગ્રેસ સરકાર આવતાની સાથે જ પરિવર્તનના ઉત્સવમાં સહભાગી સૌ ગુજરાતીઓને

“જન ઘોષણા પત્ર – ૨૦૨૨” ના દરેક વચનોને ફળીભૂત કરવા કટિબદ્ધ છેઃ જગદીશ ઠાકોર

· ભાજપના ૮૦ પાનાના સંકલ્પપત્રમાં મોંઘવારીનો ‘મ’ ગાયબઃ આલોક શર્મા

· આજે ભાજપનું સંકલ્પપત્ર નહીં પરંતુ દગાપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છેઃ આલોક શર્મા

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે છેલ્લા છ મહિનાથી લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નોથી માહિતગાર થઈને ૫૦ લાખ કોલ્સ, ૭ લાખ પ્રતિભાવો, ૧૦ હજાર ઈન્ટરવ્યૂ, ૧૮૨ મતવિસ્તારમાં, ૫૦૦૦ ગામડાઓ આવરીને ૬૫ લાખ જનતા સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાઈને ગુજરાતની ૬.૫ કરોડની જનતાની ઈચ્છા અને આકાંશાઓને સંતોષવા માટે “જન ઘોષણા પત્ર – ૨૦૨૨” રજુ કર્યું છે. કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પરિવર્તનના ઉત્સવમાં સહભાગી સૌ ગુજરાતીઓને “જન ઘોષણા પત્ર – ૨૦૨૨” ના દરેક વચનોને ફળીભૂત કરવા કટિબદ્ધ છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્માજીએ ભાજપના સંકલ્પપત્ર ૨૦૨૨ પર ચર્ચા કરતા પત્રકાર પરિષદને જણાવ્યું હતું કે, આ જ પ્રમાણે ૨૦૧૭માં પણ ભાજપે વાયદા અને વચનોની ભરમાર આપી હતી પરંતુ તેમના ૨૦૧૭ના સંકલ્પ પત્રના ૭૦ ટકા વાયદાઓ પૂરા નથી થયા. તે બાબતે માફી પત્ર નિકાળવાના બદલે જે પ્રમાણે જુઠ્ઠાણાની ભરમાઈ ૨૦૨૨ના ભાજપના સંકલ્પ પત્રમાં દેખાઈ રહી છે, માટે જ અમે કહીંએ છીએ કે આ સંકલ્પ પત્ર નથી પરંતુ દગા પત્ર છે. ભાજપની સરકારે ગુજરાતમાં સત્તા સંભાળી ત્યારે ગુજરાતનું દેવુ માત્ર ૧૦ હજાર કરોડ હતું જે આજે ૪ લાખ કરોડ આંબી ગયું છે. તેમના ૮૦ પાનાના સંકલ્પ પત્રમાં જે પ્રમાણે કોઈ નક્કર વચનો આપવામાં નથી આવ્યા અને માત્ર આંકડાકીય માયાજાળ રચવામાં આવી છે. શું આ સંકલ્પ પત્ર છે કે બજેટની ઉઠાવાયેલી કોપી તેનો પ્રશ્ન ગુજરાતની જનતા કરી રહી છે.

ભાજપે તેના ૨૦૨૨ના સંકલ્પ પત્રમાં ગુજરાતને ડ્રગ્સ અને નશાખોરીથી મુક્તિ માટે, ભ્રષ્ટાચાર વિરોધી કાયદા માટે, ૨૨ પેપર ફુટ્યા તે આગળથી ના ફુટે તેના માટે કોઈ જ પ્રકારની વાતો રજૂ કરવામાં નથી આવી. મોંઘવારીનો ‘મ’ પણ આ સંકલ્પ પત્રમાં નથી સાથે સાથે મોરબીનો ‘મ’ પણ વંચાણમાં નથી આવ્યો. મોરબી દુર્ઘટનાના મુખ્ય આરોપીઓ હજીપણ સરકારની મહેરબાનીથી બહાર ફરી રહ્યાં છે. શું તેઓ વિદેશ જતા રહ્યાં છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે ?

ગુજરાતની ઈકોનોમી એક ટ્રીલિયન ડોલરની વાત કરનારા લોકોને એક ટ્રીલિયન પાછળ કેટલા શૂન્ય હોય તે પણ ખબર નથી હોતી. ગુજરાત હકીકતમાં તો વર્ષોથી ગુજરાતનું ડી.એન.એ. એ ડેવલોપમેન્ટ છે. બીજા દેશોમાં જ્યારે હિંમત ન હતી ત્યારે આફ્રીકા અને યુરોપમાં પણ ગુજરાતીઓ કોઈપણ પ્રકારની અદ્યતન સગવડ વિના, જી.પી.એસ. વિના વહાણવટુ કરીને વેપાર કરતા હતા. આવા ઉદ્યમી ગુજરાતીઓએ ગુજરાત બનાવ્યું છે. ગુજરાતમાં વર્ષોથી વેપારીઓ એક્સપોર્ટ કરી રહ્યાં છે. ભલે તે રાજકોટના એન્જીનીયરીંગ ઉદ્યોગ હોય, અમદાવાદનો કાપડ ઉદ્યોગ હોય કે વાપીનો કેમીકલ ઉદ્યોગ હોય, ગુજરાતની ઈકોનોમી ગુજરાતના નાગરિકોના ત્યાગ, સમર્પણ અને મહેનતને કારણે આજે ગર્વ લઈ શકાય તે પરિસ્થિતિમાં છે. સરકાર એ જણાવે કે છેલ્લા એક વર્ષમાં કેટલું ઈનપોર્ટ વધ્યું ? એક આંકડા અનુસાર ચાઈનાથી આવતુ ઈનપોર્ટ છેલ્લા એક વર્ષમાં બમણું થઈ ગયું છે.

સંકલ્પ પત્રમાં ૧૯ નવી યુનિવર્સિટી બનાવવાની વાતો કરવામાં આવી પરંતુ ગત વર્ષોમાં એકપણ નવી સરકારી યુનિવર્સિટી બનાવામાં નથી આવી. તે જ પ્રમાણે ૨૭ વર્ષના શાસનમાં એકપણ નવી સરકારી મેડિકલ કોલેજ બનાવવામાં નથી આવી. સ્વાસ્થ્ય અને આરોગ્ય બાબતે કોરોનાની મહામારી દરમ્યાન જે પણ આરોગ્ય સેવાઓને અસર થઈ હતી તેને સુધારવા બાબતે, કોરોનાના મૃતકોને ૪ લાખના વળતર આપવા બાબતે અને નિઃશુલ્ક દવા આપવાની વાત પણ કરવામાં આવી નથી. મા. હાઈકોર્ટના કોરોના સંદર્ભે કરેલા વળતરના આદેશોને પણ ભાજપની સરકારે નજરઅંદાજ કર્યા છે.

ભાજપના ૨૦૧૭ના સંકલ્પ પત્રમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી, આવક બમણી તો ના થઈ પરંતુ ખેડૂતોને મોંઘુ બિયારણ, સબસિડીની ઓછી રકમ અને ટેકાના ભાવોમાં ઉત્પાદનખર્ચ પણ ન નીકળી શકે તેવો બોજો પડ્યો અને ખર્ચ બમણો થઈ ગયો, વિના મૂલ્યે ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા આપવાની વાત હતી, આંતરરાષ્ટ્રીયસ્તરની યુનિવર્સિટી બનાવવાની વાત હતી, સુરત અને વડોદરામાં મેટ્રો ટ્રેન સેવા શરૂ કરવાની વાત હતી, સ્માર્ટ ટ્રાફીક મેનેજમેન્ટ સિસ્મથી ટ્રાફીક મેનેજ કરવાની વાત હતી (માત્ર સીસીટીવી લગાવાયા અને લોકોના ઘેર દંડ સ્વરૂપે ખંડણી ઉઘરાવવાના મેમો મોકલાવ્યા), બંધ પડેલી સહકારી સંસ્થાઓને પુનઃ જીવીત કરવાની વાત હતી, જેમાં સરકારી હસ્તક્ષેપ વધારી દેવામાં આવ્યો. આદિવાસીઓને જમીન માલિકીનો હક્ક આપવાની વાત હતી, વિચરતી વિમુક્ત જાતિના લોકોને પાકું મકાન આપવાની વાત હતી, ઠાકોર કોળી વિકાસ નિગમની ગ્રાન્ટ બમણી કરવાની વાત હતી, જીલ્લા આદિવાસી કલ્યાણ બોર્ડ બનાવવાની વાત હતી, રજીસ્ટ્રર્ડ આદિવાસી સમિતિ બનાવવાની વાત હતી, વેક્ટર બોર્ન રોગમુક્ત ગુજરાતની વાત હતી, મોબાઈલ ક્લિનિકની શરૂ કરવાની વાત હતી પરંતુ આમાંના એકપણ વચનો ભાજપ સરકાર દ્વારા પુરા કરવામાં નથી આવ્યા અને ૨૦૧૭ના સંકલ્પ પત્રના ૫૦ ટકા મુદ્દાઓ ફરીથી ૨૦૨૨ના સંકલ્પ પત્રમાં કોપી મારી દેવામાં આવ્યાં છે. ભાજપ ગુજરાતની જનતાને નાસમજ ના સમજે કારણ કે જનતા પણ હવે બધુ જાણી ગઈ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહે જણાવ્યું હતું કે, રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતજીની સરકારે રાજસ્થાનના દરેક નાગરિકોને ૧૦ લાખ રૂપિયાની આરોગ્ય સહાયની યોજના ભેટ આપી છે. યુવાનોને રોજગારી આપીને કોન્ટ્રાક્ટ પધ્ધતિમાંથી મુક્ત કર્યાં છે. છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરકારે શાસનમાં આવતાની સાથે જ વચન પ્રમાણે ખેડૂતોના દેવા માફ કર્યા હતા. એ જ પ્રમાણે કોંગ્રેસની સરકારો જ્યાં છે ત્યાં જુની પેન્શન યોજના પણ લાગુ કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસે જે વચનો આપ્યા છે તે પુરાં કરશે કારણ કે કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ છે કે કોંગ્રેસે જે કહ્યું છે તે કરી બતાવ્યું છે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો-કન્વિનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ એ જણાવ્યું હતું કે, શ્રી રાહુલ ગાંધી દ્વારા અપાયેલા કોંગ્રેસના વચનો એ જ દરેક કોંગ્રેસજનનો સંકલ્પ છે.

૧ પ્રત્યેક વ્યક્તિને ૧૦ લાખ સુધીની નિઃશુલ્ક સારવાર, તમામ દવાઓ વિનામૂલ્યે

૨ ઘર વપરાશની વીજળીમાં ૩૦૦ યુનિટ માફ, રૂ. ૫૦૦ માં ઘરેલું ગેસ સિલિન્ડર

૩ યુવાનો માટે ૧૦ લાખ સરકારી નોકરીની તક, બેરોજગાર યુવાનોને માસિક રૂ. ૩૦૦૦ નું બેરોજગારી ભથ્થું

૪ સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથાનો અંત, સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ

૫ ૩,૦૦૦ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ સ્થપાશે,દીકરીઓને KG થી PG સુધીનું શિક્ષણ નિઃશુલ્ક

૬ કિડની, લિવર અને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ નિઃશુલ્ક, આધુનિક સુવિધાઓથી સજ્જ અદ્યતન હોસ્પિટલો બનાવવામાં આવશે.

૭ કોરોનામાં મૃત્યુ પામેલ પ્રત્યેક વ્યક્તિના પરિવારને રૂ. ૪ લાખની સહાય

૮ શહેરી વિસ્તારોમાં ૧૦૦ દિવસની રોજગારી ગેરંટી યોજના સાથે માથા દીઠ આઠ રૂપિયામાં પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે.

કોંગ્રેસ પક્ષ દ્વારા અપાયેલ વચનો પુરાં કરવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. ગુજરાત કોંગ્રેસનું મેનીફેસ્ટો એ અમારો પરિવર્તનનો સંકલ્પ છે. રાહુલ ગાંધી દ્વારા અપાયેલા દરેક વચનો કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પુરાં કરવામાં આવશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાધી ભવન ખાતે આયોજીત પત્રકાર વાર્તામાં હિમાચલ પ્રદેશ મીડિયા વિભાગના શ્રી સંજીવ શર્મા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.

૨૫-૧૧-૨૦૨૨

 

· કોંગ્રેસને ગુજરાતના તમામ લોકોનો હૃદયપૂર્વક પ્રેમ, સમર્પણ અને આશીર્વાદ આપવા બદલ સૌ ગુજરાતીઓનો હું કોંગ્રેસ પક્ષ વતી આભાર માનું છુઃ શક્તિસિંહ ગોહિલ.

· ગુજરાતમાં વેક્સિનેશન અપાઈ નહી છતાં પણ કરોડો રૂપિયા વેક્સિનેશનના નામે સરકારે કંપનીઓને ચુકવી દીધાઃ

શક્તિસિંહ ગોહિલ.

· જનતાએ ભાજપ પર વિશ્વાસ મુક્યો પરંતુ ભાજપે ભય મુક્ત ભ્રષ્ટાચાર કર્યોઃ શક્તિસિંહ ગોહિલ.

· આપેલા પુરાવાને સંજ્ઞાનમાં લઈને વેક્સિનેશન કૌભાંડની હાઈકોર્ટ અથવા સુપ્રિમકોર્ટના સીટીંગ જજ દ્વારા તપાસ કરવામાં આવેઃ શક્તિસિંહ ગોહિલ.

 

ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની વાત લઈને ફરી રહ્યાં છે ત્યારે ગુજરાતના તમામ લોકોનો હૃદયપૂર્વક પ્રેમ, સમર્પણ અને આશીર્વાદ આપવા બદલ તમામ ગુજરાતીઓનો હું કોંગ્રેસ પક્ષ વતી આભાર માનું છું. ગુજરાતનું ડી.એન.એ. એ ડેવલોપમેન્ટ છે. બીજા દેશોમાં જ્યારે હિંમત ન હતી ત્યારે આફ્રીકા અને યુરોપમાં પણ ગુજરાતીઓ કોઈપણ પ્રકારની અદ્યતન સગવડ વિના, જી.પી.એસ. વિના વહાણવટુ કરીને વેપાર કરતા હતા. આવા ઉદ્યમી ગુજરાતીઓએ ગુજરાત બનાવ્યું છે.

ભાજપ કહે છે કે, ગુજરાત મેં બનાવ્યું છે, અંધભક્ત કહે છે કે મેં અને નરેન્દ્ર મોદીએ ગુજરાત બનાવ્યું છે. હકીકતમાં તો ગુજરાતની જનતા એમ કહે છે કે ભાજપવાળા ગુજરાતને ‘બનાવી’ ગયા. ભાજપે ગુજરાતને છેતર્યું છે અને કેવી રીતે બનાવ્યું છે તેને સાબિત કરવા માટે એક દાખલો અહી રજુ કરું છું. ભાજપ કહે છે કે અમે મફત વેક્સિનેશન આપ્યું અને વડાપ્રધાનશ્રી મોદી તેમની દરેક સભાઓમાં વેક્સિનેશનની વાત કરી રહ્યાં છે. ગુજરાતની અંદર મફત વેક્સિનેશનના નામે ખુબ જ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે આ સાથે નવ પાનાનો એક રેકર્ડ રજુ કરેલ છે કે જેમાં વેક્સિનેશન મેળવેલ વ્યક્તિઓના નામ, જન્મ તારીખ, સિરીયલ નંબર, વોટર આઈ.ડી. અને વેક્સિનેશન સેન્ટર તથા મોબાઈલ નંબર નો ડેટા ઉપલબ્ધ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડેટામાં દર્શાવેલ નામો સામે એક સરખી સીરીઝના મોબાઈલ નંબર અને વણિક, મુસ્લિમ, દલિત અને અન્ય જ્ઞાતિના દરેક લાભાર્થીઓ સામે માત્ર એકસરખા મોબાઈલ નંબર દર્શાવવામાં આવેલ છે. (6000003625) આવા કૌભાંડનો ડેટા માત્ર એક પબ્લીક હેલ્થ સેન્ટરમાં નહીં પરંતુ અનેક પી.એસ.સી. સેન્ટરમાં દર્શાવાયેલ છે. ભાજપે મફત વેક્સિનેશનના નામે આખા ગુજરાતને બનાવ્યું (છેતર્યું) છે. અત્યારે જે ડેટા પત્રકારશ્રી સમક્ષ રજુ કરવામાં આવ્યો છે તે ડેટા પણ હાલમાં લોક કરી દેવામાં આવેલ છે. આખા ગુજરાતમાં વેક્સિનેશનના નામે એક મોટુ કૌભાંડ આચરાયું છે. પ્રધાનમંત્રીશ્રીની જન્મ તારીખે દેશમાં નંબર વન વેક્સિનેશન થાય એના માટે જે કર્મચારીઓ પર દબાણ કરવામાં આવ્યું હતું તેનું આ પરિણામ છે. વેક્સિનેશન અપાઈ નથી પરંતુ કરોડો રૂપિયા વેક્સિનેશનના સરકારે કંપનીઓને ચુકવી દીધા છે. જનતાએ ભાજપ પર વિશ્વાસ મુક્યો પરંતુ ભાજપે ભય મુક્ત ભ્રષ્ટાચાર કર્યો. ભરોસાની ભેંસના સ્લોગન માત્ર હોર્ડિંગ્સ ઉપર છે. ગુજરાતના લોકોએ સારો વહીવટ કરવા માટે જે ભેંસને ખુબ ઘાસ ખવડાવ્યું, માવજત કરી અને આ ભરોસાની ભેંસે પાડી આપવાના બદલે ભય, ભુખ અને ભ્રષ્ટાચારનો પાડો આપ્યો કે જેને ખેતીના કામમાં ન જોતરી શકાય, ના વેચી શકાય કે ના ગાડે જોડી શકાય.

કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે કે, આ વેક્સિનેશન કૌભાંડની હાઈકોર્ટ અથવા સુપ્રિમ કોર્ટના સીટિંગ જજ દ્વારા તપાસ કરવામાં આવે અને ગુજરાત અને દેશના દરેક લોકો પોતાનું વેક્સિનેશન ક્યારે થયું છે. તે ડેટા ઓનલાઈન જોઈ શકે તે માટે ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવે તે તમામ ડેટા પબ્લિક ડોમિનમાં મૂકે.

શ્રી શક્તિસિંહ ગોહિલે પત્રકારશ્રીના પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે, નર્મદા યોજના એ ગુજરાતની જીવાદોરી છે. નર્મદા મુદ્દે કોંગ્રેસે કદાપી રાજકારણ નથી કર્યું. કોંગ્રેસ સરકારમાં હું નર્મદા વિભાગનો મંત્રી હતો. બારેમાસ વહેતી નર્મદા નદીના ધસધસતા પ્રવાહ વચ્ચે ૧૮ મીટર ઉંડો પાયાનું નિર્માણ કાર્ય કરવું એ ખુબ જ પડકાર રૂપ કામ હતું. આવા ધસધસતા પ્રવાહ વચ્ચે ૯૦ ટકા કામ પૂર્ણ કરવામાં આવ્યું અને સ્વીઝગેટ લગાવવા માટે બોમ્બે હાઈમાથી મળજીવા પણ લાવવામાં આવ્યાં હતાં અને બે મળજીવા પણ શહિદ પણ થયા. મેઘા પાટકર, બાબા આમટે અને મધ્યપ્રદેશની ભાજપ સરકારના સતત વિરોધ વચ્ચે હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટના સ્ટે ઉઠાવીને નર્મદા યોજનાના પુનઃવસનની કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી. ગુજરાતની કેનાલોનું ૧૦૦ ટકા માટીકામ અને ૮૫ ટકા કોંકરીટનું કામ કોંગ્રેસની સરકારે કર્યું હતું. પરંતુ જે પ્રમાણે ભાજપ નર્મદા યોજનાનો ખોટો શ્રેય લઈ રહ્યું છે એ રીતે કદી કોંગ્રેસ રાજનીતિ નથી કરતું. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ નર્મદા યોજનાને લગતો કોઈપણ કાર્યક્રમ હોય તો વિરોધ પક્ષને આમંત્રણ આપવામાં આવતીં હતીં અને હેલીકોપ્ટરમાં બેસાડીને લઈ જતા. કોંગ્રેસ કહે છે કે નર્મદા યોજના એ ગુજરાતની જનતાના અથાગ પરિશ્રમ અને સમર્પણનું પ્રતિક છે.

આજે મેઘા પાટકર રાહુલ ગાંધીજીની યાત્રામાં જોડાય એ કોઈ મુદ્દો બને ખરો ? રાહુલ ગાંધી કોઈપણ રાજકારણ વિના “દલ કે હિત કે ઉપર દેશ કા હિત” ના સંકલ્પ સાથે કોઈપણ રાજકારણ વિના નાત, જાત, ધર્મ જોયા વિના ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે અને લાખો લોકો જોડાઈ રહ્યાં છે. હું આમંત્રણ આપુ છું કે શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી અમિત શાહ પણ આ યાત્રામાં જોડાય. આપ ખુદ વૈભવી થઈ ગયા છો એટલે રાહુલજીની જેમ ૨૫ કિ.મી. નહી ચાલી શકો પરંતુ ૫ કિ.મી. ચાલવા ફરી એકવાર હું આમંત્રણ આપું છું.

૨૪-૧૧-૨૦૨૨

 

· કેજરીવાલ આમ આદમી પાર્ટીને એક એડવર્ડટાઈઝ કંપનીની જેમ ચલાવી રહ્યાં છેઃ અમરીંદરસિંહ રાજા બ્રાર

· હિમાચલ છોડીને માત્ર ગુજરાતની અંદર ભાજપને ફાયદો કરાવવા માટે આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચાર કરી રહી છે.

“એ“ અને “બી” ટીમની સંયુક્ત મીલીભગત દેશ અને ગુજરાતની જનતા ઓળખી ગઈ છેઃ અમરીંદરસિંહ રાજા બ્રાર

· પંજાબથી ચૂંટણી પ્રચાર માટે પેઈડ વર્કર મોકલવામાં આવી રહ્યાં છેઃ અમરીંદરસિંહ રાજા બ્રાર

 

ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિ, રાજીવ ભવન ખાતે પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ, પૂર્વ મંત્રી, ધારાસભ્યશ્રી અમરીંદરસિંહ રાજા બ્રાર એ પત્રકાર વાર્તાને સંબોધતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ ભાજપની બી ટીમ છે અને તેઓ હિમાચલ છોડીને માત્ર ગુજરાતની અંદર ભાજપને ફાયદો કરાવવા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. પંજાબના મુખ્યમંત્રી અહીં વારંવાર આવે છે, પંજાબથી કરોડો રૂપિયાની જાહેરાતો કરાઈ રહી છે, પંજાબથી ચૂંટણી પ્રચાર માટે પેઈડ વર્કર મોકલવામાં આવી રહ્યાં છે. આજ પ્રમાણે દિલ્હીની અંદર પણ કેજરીવાલ સરકાર માત્રને માત્ર ખોટા વાયદાઓનો વેપાર કરી રહી છે. દિલ્હીની ચૂંટણી વખતે એમ કહેવામાં આવ્યું હતું કે, પંજાબના લીધે દિલ્હીમાં પ્રદુષણ થાય છે અને અમે આ પ્રદુષણની સમસ્યાનું સમાધાન કરી દીધુ છે. દિલ્હીમાં સફાઈ ઉપર ૬૮ લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે અને તેની જાહેરાત માટે ૨૩ કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. આજે દિલ્હીમાં પ્રદુષણની સમસ્યાના લીધે શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. કેજરીવાલ આમ આદમી પાર્ટીને એક એડવર્ડટાઈઝ કંપનીની જેમ ચલાવી રહ્યાં છે.

આજે પંજાબમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતી ૮૦ના દસક જેવી થઈ ગઈ છે. સિધુ મુસેવાલાની જાહેરમાં હત્યા કરવામાં આવી, હિંદુત્વવાદી નેતાની હત્યા કરવામાં આવી. કાળી માતાના મંદિર ઉપર હુમલો કરવામાં આવ્યો અને આજે આઈ.બી.ના કાર્યાલય ઉપર હેન્ડ ગ્રેનેડ હુમલો કરવામાં આવે છે. દિલ્હીનો ગેંગસ્ટર લોરેન્સ બીશનોઈ તિહાડ જેલમાંથી ૨ હજાર ગુન્ડાઓના નેટવર્કથી આખુ ખંડણીનું ગેરકાયદેસર તંત્ર ચલાવી રહ્યો છે. આજ વ્યક્તિના માણસોએ સિઘુ મુસેવાલાની હત્યા કરી હતી. પંજાબમાં છેલ્લા ૨૧ દિવસમાં ૧૯ મર્ડર થયા છે. આજે હવે પંજાબમાં આઝાદીના નારા અને ખાલિસ્તાનના નારા પણ લગાવી રહ્યાં છે. મને પણ ઈન્દિરા ગાંધીની જે રીતે હત્યા થઈ હતી તે રીતે મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આજે પંજાબના વેપારીઓને ગુંડાઓ કનડી રહ્યાં છે અને તેમની જાનની સુરક્ષા માટે તેઓ ૧૦ થી ૨૦ લાખની ખંડણી ચુકવી રહ્યાં છે. જે પ્રમાણે આ બધી બાબતો પર પંજાબ પોલીસ નિષ્ક્રીય છે એ જ રીતે કેન્દ્રીય એજન્સીઓ પણ આંખ આડા કાન કરી રહી છે. “એ“ અને “બી” ટીમની આ મીલી ભગત દેશની સુરક્ષા માટે ખુબજ ખતરનાક છે.

પંજાબમાં ચૂંટણી ટાણે કેજરીવાલે જણાવ્યું હતું કે, ૧ એપ્રિલ પછી એકપણ ખેડૂત આત્મહત્યા નહી કરે પરંતુ છેલ્લા બે મહિનામાં ૨૭ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. તેમણે મગદાળ ઉપર એમ.એસ.પી. આપવાની વાત કરી હતી પરંતુ ૮૩ ટકા મગ એમ.એસ.પી.થી નીચેના ભાવે ખેડૂતોને વેચવા પડયાં. પંજાબમાં મુખ્યમંત્રી આવાસ સહિત દરેક શહેરોમાં ખેડૂતો પોતાની માંગણી માટે ધરણા કરી રહ્યાં છે. ગુરુગ્રંથ સાહેબનું અપમાન કરવામાં આવી રહ્યું છે અને તેમના મંત્રી એમ કહી રહ્યાં છે કે ધાર્મિક બાબતો પર કઈ બોલી શકાય નહીં. ચૂંટણી દરમ્યાન એક દિકરીએ ટાંકી ઉપર ચઢીને પોતાની નોકરી કાયમી કરવા માટે વિરોધ નોંધાવેલ હતો તે દિકરીને આશ્વાસન આપવામાં આવેલ હતુ કે, કોન્ટ્રાક્ટ પધ્ધતિ નાબુદ કરીને દરેકને નોકરી માટે કાયમી કરવામાં આવશે પરંતુ આજે ફરીથી એજ દિકરી પોતાની ન્યાયીક માંગણી માટે ટાંકી ઉપર ચઢીને વિરોધ નોંધાવી રહી છે. પંજાબથી નજીકના રાજ્યોમાં બાય ઈલેક્શન થયા ત્યા આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. કેજરીવાલે પંજાબમાં વચન આપ્યું હતું કે, ૧૮ વર્ષથી ઉંપરની દરેક બહેનોને માસિક રૂ. ૧૦૦૦ ભથ્થુ આપવામાં આવશે. આ વાત પણ એક જુમલો જ સાબિત થઈ. આમ આદમી પાર્ટીની છેલ્લા આઠ મહિનાની સરકારમાં એકપણ બહેનને રૂ. ૧૦૦૦ની સહાય આપવામાં આવેલ નથી. કોંગ્રેસની સરકાર દર મહિને ૨૦૦ યુનિટ અને બે મહિનાના બિલમાં ટોટલ ૪૦૦ યુનિટ ફ્રી આપતી હતી કે જેમાં સાત કિલો વોટ સુધીના મીટર કે જે પંજાબમાં ૯૫ ટકા લોકોને આવરી લે છે. તેમને યુનિટ દીઠ ત્રણ રૂપિયા સબસીડીનો લાભ મળતો હતો. હવે જ્યારે કેજરીવાલે માસિક ૩૦૦ યુનિટ મફત આપવાની વાત કરી છે તે માત્ર એવા લોકો માટે છે કે જેમનું બિલ ૩૦૦ યુનિટથી નીચે આવતુ હોય તેમને જ તેનો લાભ મળે છે. જો નક્કી કરેલ યુનિટથી વધારે બીલ આવે તો આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી. જો ટેક્ષ બધા ચુકવતા હોય તો શા માટે લાભ દરેકને નહીં.

કેજરીવાલે ડ્રગ્સ બાબતે એમ કહ્યું હતું કે બે જ દિવસમાં અમે ડ્રગ્સની સમસ્યાનું સમાધાન કરી દઈશું. આજે પંજાબમાં નાના બાળકો પણ ડ્રગ્સ લઈ રહ્યાં છે અને ડ્રગ્સનો વેપાર ફુલ્યો ફાલ્યો છે. કોરોના કાળમાં દિલ્હીમાં જ્યારે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધ્વસ્થ થઈ ગયું હતું ત્યારે પંજાબમાં કોંગ્રેસની સરકાર હતી અને દિલ્હીથી કોરોનાના દર્દીઓ સારવાર લેવા માટે આવતા હતા. આજે પંજાબમાં મહોલ્લા ક્લીનીકના નામે આરોગ્ય વ્યવસ્થાને સંપૂર્ણ મુશ્કેલીમાં મુકી દેવામાં આવી છે. ૧૦૦ જેટલા મહોલ્લા ક્લીનીકમાં ડોક્ટરો છોડીને જતા રહ્યાં છે. કોંગ્રેસ સરકાર વખતના ગ્રામ્ય દવાખાનાઓની સેવાઓ પણ કથળી રહી છે. કોંગ્રેસની સરકારમાં પંજાબ દિલ્હી કરતા પણ શિક્ષણમાં નંબર વન હતું. પરંતુ આજે શિક્ષણની પરિસ્થિતિ પણ વણસી રહી છે.

કેજરીવાલને તેમના વાયદાઓ માટે રૂપિયા ક્યાંથી લાવસો તે પુછવામાં આવ્યું હતું ત્યારે એમ કહ્યું હતું કે, ૨૦,૦૦૦ કરોડ તો હું માત્ર ખાણ વિભાગમાંથી જ લાવીને બતાવીશ. અત્યારે માઈનીંગથી એક પણ રૂપિયો સરકારને આવક થઈ નથી. ઉલટાનુ પંજાબ સરકારે ૧૨૦૦૦ કરોડનું વધારાનું દેવુ લેવુ પડ્યું છે. લગભગ રોજના બે કરોડ જાહેરાત માટે ખર્ચાય છે. કેજરીવાલની સિક્યુરીટી માટે પંજાબના ૯૦ સિક્યુરીટી ગાર્ડ ફાળવવામાં આવ્યાં છે. જ્યારે કેજરીવાલને વાય કક્ષાની સિક્યુરીટી પહેલાથી જ મળી રહી છે. જે મંત્રીને ભ્રષ્ટાચારના આરોપ હેઠળ પકડવામાં આવ્યો હતો અને આમ આદમી પાર્ટીએ વાહવાહી લીધી હતી તે જ મંત્રી પુરાવાના અભાવે જામીન મેળવીને આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં દેખાઈ રહ્યો છે. શહિદ ભગતસિંહના નામે મત મેળવ્યા પરંતુ ભગતસિંહ મેમોરીયલના બીલો પણ ચૂકવાતા નથી અને કર્મચારીઓને પગાર પણ થતો નથી. પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભગતસિંહ મેમોરીયલના બે લાખ રૂપિયાના બીલની ચુકવણીની જાહેર તૈયારી બતાવી ત્યારે ના છુટકે સરકારે તેનુ બીલ ભર્યું હતું. આજે પંજાબ સરકાર પાસે એક હેલિકોપ્ટર છે. સરકારને પગાર ચુકવવા અને પેન્શન કરવા માટે પણ લોન લેવી પડે તેવી પરિસ્થિતિ હોય છતાં પણ એરક્રાફ્ટ લેવા માટે ટેન્ડર બહાર પડાયુ છે.

આજે સમગ્ર ગુજરાતમાં ભાજપ વિરોધી વાતાવરણ છે, મંદી, મોંઘવારી અને બેરોજગારીથી ગુજરાતની સાડા છ કરોડની જનતા ત્રસ્ત છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ એટલે કે આમ આદમી પાર્ટી માત્રને માત્ર ભાજપને મદદ કરવા માટે ગુજરાતમાં કાર્ય કરી રહી છે. ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીનો સાચો ચહેરો દર્શાવવા હું પંજાબથી અહિં આવ્યો છું. અરવિંદ કેજરીવાલ ચિઠ્ઠીમાં કોંગ્રેસને આટલી સીટો મળશે તેવું લખીને ભ્રહ્મ ફેલાવી રહ્યાં છે પરંતુ ભાજપને કેટલી સીટો મળશે તે નથી લખતા તે જ સાબિત કરે છે કે આ “એ“ અને “બી” ટીમની સંયુક્ત મીલીભગત છે. દેશ અને ગુજરાતની જનતા જુઠ્ઠાણા અને ઝુમલેબાજોને ઓળખી ગઈ છે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કો-કન્વિનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી પાર્થીવરાજ કઠવાડીયા, શ્રી રત્નાબેન વોરા, યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાશ્રી કપીલ દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.

૨૨-૧૧-૨૦૨૨

 

 

· શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા જાહેરાત કરવામાં આવેલ નોકરીઓ બાબતે સરકાર શ્વેતપત્ર બહાર પાડેઃ આલોક શર્મા.

· જે લોકોએ કિસાન આંદોલન કરીને કિસાનોના હક્ક માટેની લડાઈ લડી હતી તેમને નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યાં હોય ત્યારે હોમ એરેસ્ટ અને ડીટેઈન કરવામાં આવી રહ્યાં છેઃ પાલ આંબલીયા.

· આમ આદમી પાર્ટીના અસારવા વિધાનસભાના યુવા આગેવાન શ્રી ઉદય રોય તેમના ૫૦ કાર્યકર – સમર્થકો સાથે કોંગ્રેસની વિચારધારા સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે આયોજીત સંયુક્ત પ્રેસવાર્તામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્માજીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આવીને કેન્દ્ર સરકાર ૭૧૦૦૦ નોકરીઓ આપશે તેવી વાત કરી હતી. આ પહેલા પણ ૭૫૦૦૦ નોકરીઓ આપવાની વાત કરી હતી. કોંગ્રેસ એ માંગણી કરે છે કે, સરકાર આ બાબતે એક શ્વેતપત્ર જાહેર કરીને ૭૫૦૦૦ નોકરીઓ અને ૭૧૦૦૦ નોકરીઓ કુલ ૧૪૬૦૦૦ સરકારી નોકરીઓ ક્યાં વિભાગમાં. ક્યાં પદમાં અને કોને કોને આપવામાં આવી છે. તેની પરીક્ષા ક્યારે લેવામાં આવી હતી અને તેમના નિમણુંક પત્રો ક્યારે આપવામાં આવ્યા વગેરેની માહિતી જાહેરમાં વેબસાઈટ ઉપર મુકે અને ચૂંટણી દરમ્યાન આ પ્રકારના ભાષણો એ આદર્શ આચાર સંહિતાનો ભંગ કરી રહ્યાં હોય તેમ લાગે છે. માટે ચૂંટણી પંચે પણ આ બાબતે ગંભીર નોંધ લઈ કાર્યવાહી કરવી પડે, શું ચૂંટણીની રાહ જોઈને આવા પદો પર જે નોકરી આપવામાં આવી રહી છે તેને મોડું કરવામાં આવ્યું હતું કે નહીં ? તે બાબતની પણ તપાસ થવી જોઈએ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલના ચેરમેનશ્રી પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના કિસાન નેતાઓને કિન્નાખોરી રાખીને સરકાર પરેશાન કરી રહી છે, જે લોકોએ કિસાન આંદોલન કરીને કિસાનોના હક્ક માટેની લડાઈ લડી હતી તેમને નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યાં હોય ત્યારે હોમ એરેસ્ટ અને ડીટેઈન કરવામાં આવી રહ્યાં છે. લોકશાહીમાં જ્યારે ચૂંટણી આવી રહી હોય ત્યારે ચૂંટાયેલી પાંખને સવાલ પુછવાનો હક્ક બંધારણે આપેલ છે પરંતુ અત્યારે ગુજરાતમાં આ બાબતનું સંપૂર્ણ ઉલ્લંઘન થઈ રહ્યું છે. કિસાન સેલ આ બાબતે ચૂંટણી પંચને ફરિયાદ પણ કરશે. તા. ૧૮-૧૧-૨૦૨૨ના રોજ કૃષિમંત્રી નરેન્દ્ર તોમરની ધ્રાંગધ્રામાં સભા હતી અને તેના કારણે ગુજરાત કિસાન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.કે. પટેલને મેથાણ ગામથી અરેસ્ટ કરવામાં આવ્યાં હતાં. તા. ૨૦-૧૧-૨૦૨૨ના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની સભા હોવાથી શ્રી ચેતન ગઠીયા, ચેરમેન કિસાન સેલ રાજકોટ, શ્રી પ્રવિણ પટોડીયા પ્રમુખ ગુજરાત કિસાન સમાજ (સરઘારપુર ગામ, જેતપુર), શ્રી ચંદ્રેશ પરમાર આગેવાન કિસાન કોંગ્રેસ (ચાપરાજપુર ગામ), શ્રી ગોવિંદ ડોબરીયા આગેવાન કિસાન કોંગ્રેસ (ચાપરાજપુર ગામ), શ્રી પ્રમોદ તાડા આગેવાન કિસાન કોંગ્રેસ (ચાપરાજપુર ગામ), તા. ૨૦-૧૧-૨૦૨૨ના રોજ નરેન્દ્ર મોદીજીની સભા હોવાથી ફરીથી જે.કે. પટેલ (રાષ્ટ્રીય પ્રમુખ, કિસાન સંગઠન)ની ધરપકડ કરવામાં આવી હતી.

ચૂંટણી પહેલા પણ મોરબી દુર્ઘટનામાં જે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ રાહત કામગીરીમાં સેવાકીય ભાવનાથી ભાગ લીધો હતો તેવા શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા, શ્રી મુકેશ ગામી, શ્રી જયવંતભાઈ પટેલ, શ્રી ચિંતન રાજગુરુ, શ્રી મહેશ રાજગુરુ, શ્રી કે.ડી. પરસુરીયા, શ્રી રમેશ રબારી, શ્રી રાજુભાઈ કાવર, શ્રી ચેતન અરવાડીયા, શ્રી રામભાઈ રબારીને હોમ અરેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જ્યારે સુરતમાં ચાર યુવાનોને વડાપ્રધાનશ્રીના કાફલાને કાળાવાવટા દર્શાવવા બદલ પાસા જેવા ગુન્હામાં નાખીને ગુજરાતની અલગ અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યાં હતાં અત્યારે જ્યારે ચૂંટણી છે ત્યારે પણ આજ પ્રકારની બદલાની રાજનીતિ કરીને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને ચૂંટણી પ્રચારથી દુર રાખવા માટે આવા પ્રકારની હેરાનગતિ કરવામાં આવે છે જે લોકશાહી રીતે બિલકુલ અયોગ્ય છે. આ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ પણ કરવામાં આવશે.

આમ આદમી પાર્ટીના અસારવા વિધાનસભાના યુવા આગેવાન શ્રી ઉદય રોય તેમના ૫૦ કાર્યકર – સમર્થકો સાથે કોંગ્રેસની વિચારધારા સાથે કોંગ્રેસ પક્ષમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને અમદાવાદ શહેરના ઈન્ચાર્જશ્રી બિમલ શાહના હસ્તે કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા.

૮-૧૧-૨૦૨૨

 

· ગુજરાતની જનતાને મારી અપીલ છે કે ‘સરકાર બદલવા માટે મત આપો’. : પી. ચિદમ્બરમ

 

વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણામંત્રી, કોંગ્રેસના વરિષ્ઠ નેતાશ્રી પી. ચિદમ્બરમજીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, હું મોરબી બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાના પીડિતોના પરિવારો પ્રત્યે અને વધુમાં, માનવસર્જિત આ ભયંકર દુર્ઘટનાના પરિણામે શોકમાં ડૂબેલા સમગ્ર ગુજરાતના લોકો પ્રત્યે મારી નિષ્ઠાપૂર્વક અને હૃદયપૂર્વકની સંવેદનાઓ રજૂ કરવા ઈચ્છું છું. રવિવારના રોજ, No Apologies, No Resignations નામની મારી કોલમમાં મેં સાત પ્રાસંગિક પ્રશ્નો ઉઠાવ્યા હતા. મેં કોઈને પ્રશ્નોના જવાબ આપતા સાંભળ્યા નથી. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. મને આશા છે કે હાઈકોર્ટ આ પ્રશ્નો અને અન્ય પ્રશ્નો પણ ઉઠાવશે અને જવાબો મેળવશે. સૌથી ચોંકાવનારી ઘટના એ છે કે રાજ્ય સરકાર વતી કોઈએ પણ આ દુર્ઘટના માટે માફી માંગી નથી. જવાબદારી સ્વીકારીને કોઈએ રાજીનામું આપ્યું નથી. આટલી ભયાનક દુર્ઘટના પછી કોઈ માફી નહીં અને કોઈ રાજીનામું નહીં ગુજરાતની જનતા માટે વધુ શરમજનક છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં ભાજપ સરકાર 1998થી સતત શાસનમાં છે. વર્તમાન વિધાનસભા 2017માં ચૂંટાઈને આવી હતી. ભાજપ સરકારના છેલ્લા છ વર્ષમાં, તેના શાસનમાં ત્રણ મુખ્યમંત્રીઓ બદલી નાંખ્યા છે – જે મુખ્યમંત્રીઓની કામગીરી પર સ્પષ્ટ આરોપ છે. જો 2023માં ચૂંટણી થાય તો સંભવ છે કે શ્રી ભૂપેન્દ્ર પટેલને પણ સત્તા પરથી ઉતારી દેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. ગુજરાતમાં મુખ્યમંત્રીઓને બદલવા માટેનું કારણ એકદમ સરળ છેઃ ગુજરાતનું શાસન ગાંધીનગરથી નહીં, દિલ્હીથી ચાલે છે. ગુજરાતનું શાસન નિયુક્ત કરાયેલા મુખ્યમંત્રી દ્વારા નહીં, પરંતુ શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી અમિત શાહની જોડી દ્વારા ચલાવવામાં આવે છે. ગુજરાત દિલ્હીનું તાબેદાર રાજ્ય છે. ડબલ એન્જિનવાળી સરકારનો ઘમંડ એ ફક્તને ફક્ત બીજેપી સરકારનો ઘમંડ જ છે. ગુજરાત એક જ બળદગાડું છે જે રાજ્યના વિશાળ વર્ગને, ખાસ કરીને અનુસૂચિત જનજાતિ, મહિલાઓ, યુવાનો અને ગરીબોને પાછળ છોડીને દિશાહિન માર્ગ પર દોડી રહ્યું છે. ગુજરાતમાં ઊંચો વિકાસ, સમૃદ્ધિ અને સામાજિક સમરસતાના ભ્રમ પાછળ એવી કદરૂપી હકીકતો છે જે ચાલાકીથી છુપાવાયેલી છે, પરંતુ તે ગુજરાતની તમામ જનતા તે પરિસ્થિતિને સારી રીતે જાણે છે. ગુજરાતના કેટલાક નિર્વિવાદ તથ્યો દર્શાવવા હું દર્શાવવા માગું છુઃ

 

ગુજરાત રાજ્ય જીડીપીનો વિકાસ દર 2017-18 થી ઘટી રહ્યો છે જે નીચેના કોષ્ટકમાંથી જોવા મળશે:

2017-18: 10.7 ટકા

2018-19: 8.9

2019-20: 7.3

2020-21: -1.9

ગુજરાતમાં વર્ષ 2003થી નવ જેટલી વાઇબ્રન્ટ ગુજરાત સમિતિઓનું આયોજન થયું જેમાં રાજ્ય સરકાર દ્વારા મોટાપાયે રોકાણો થયા હોવાના દાવાઓ કરવામાં આવ્યા હતા જે એકદમ અતિશયોક્તિ ભરેલા રહ્યા. વર્ષ 2011 સુધીની પ્રથમ પાંચ વાઇબ્રન્ટ ગુજરાત સમિતિઓ માટેની આંકડાકીય માહિતી સાર્વજનિક કરવામાં આવી હતી. આ આંકડાકીય માહિતી ગુજરાતમાં થયેલા રોકાણોનું સાચું ચિત્ર ઉજાગર કરે છે:

 

વર્ષ

રોકાણોના કરેલા દાવાઓ

ખરેખર આવેલું રોકાણ

 

રૂપિયા કરોડમાં

રૂપિયા કરોડમાં

2003

66,068

30,746

2005

1,06,160

37,939

2007

4,65,309

1,07,897

2009

12,39,562

1,04,590

2011

20,83,047

29,813

 

2020-21માં રાજ્યનું કુલ દેવું રૂ 2,98,810 કરોડનું હતું જે રાજ્યની જીડીપીના 18.04 ટકા હતું. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, 2022માં ગુજરાત રાજ્યના માથે કુલ રૂપિયા 4.02,785 કરોડની જવાબદારીઓ છે. ગુજરાતના સામાજિક-આર્થિક આનુસાંગિક આંકડા એકબીજા સાથે વણાયેલી છે અને તેમાં કેટલીક ચિંતાજનક બાબતો છે: ભારતની કુલ વસ્તીના પાંચમો ભાગની જનસંખ્યા ગુજરાત રાજ્યમાં વસે છે. ગુજરાતમાં સ્ત્રી-પુરૂષના (Gender) ગુણોત્તરમાં ભારતના 943ની સામે આ ગુણોત્તર 919નો છે. શ્રમિકોની સહભાગીદારીનો દર 41.0 ટકા છે. જે માંથી, મહિલા શ્રમિકોની કાર્યભાગીદારી દર 23.4 ટકા છે. કુલ કામદારોમાંથી 50 ટકા ખેડૂત અને ખેતમજૂર છે. ગુજરાતમાં ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા કુલ પરિવારોની સંખ્યા 3,45,998 જેટલી છે અને ઝૂંપડપટ્ટીની કુલ વસ્તી 16,80,000 છે. છેલ્લા પ્રકાશિત આંકડા પ્રમાણે, પ્રતિ એક હજાર શિશુ સામે શિશુ મૃત્યુ દર (IMR) 29 ટકા છે. ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના શિશુઓનો મૃત્યુદર 31 છે. ગુજરાતમાં પ્રતિ એક લાખ પ્રસૂતાની સામે માતૃત્વ મૃત્યુ દર (MMR) 75ની સંખ્યા રહી. ગુજરાતમાં છૂટક ખાદ્ય મોંઘવારી દેશમાં સૌથી વધુ છે. અહેવાલો અનુસાર ઓગસ્ટ 2022માં તે 11.5 ટકા રહ્યો હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી(CMIE)ના આંકડા મુજબ, ગુજરાતમાં 20-24 વર્ષની વયના યુવાનોમાં બેરોજગારીનો દર 12.49 ટકા છે. અશિક્ષિત યુવાનો અને ઓછા ભણેલા યુવાનોમાં બેરોજગારી ખૂબ વધારે છે. ઉદાહરણ તરીકે, રાજ્ય સરકારને તલાટીની 3400 જગ્યાઓ માટે 17 લાખ અરજીઓ મળી હતી. ગુજરાતમાં સરેરાશ વેતન દર દેશમાં સૌથી નીચો છે. ઉદાહરણ તરીકે, ગુજરાતમાં બાંધકામ શ્રમિકોનું વેતન રૂપિયા 285 પ્રતિ દિવસ છે. મેં તમને કેટલાક ઉદાહરણો આપ્યા છે જે બતાવવા માટે કે કેવી રીતે ભાજપ દ્વારા બનાવવામાં આવેલી માયાજાળ પાછળ, કેટલી બધી ભયાનક વાસ્તવિકતાઓ છુપાયેલી છે. કોઈપણ સરકાર – અને કોઈપણ પક્ષ – જો ચૂંટણી હારવાનો ડર હોય તો જ તે લોકો માટે જવાબદાર અને તેને ઉત્તરદાયી બની રહેશે. તેથી જ તમામ પરિપક્વ સંસદીય લોકશાહીમાં, લોકો દર થોડા વર્ષો પછી અથવા થોડા સમય પછી સરકારને બદલે છે. છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી એક જ સરકાર હોવાને કારણે ગુજરાતે ઘણું સહન કર્યું છે. તેથી જ સરકારને લાગે છે કે તે લોકો માટે જવાબદાર નથી. મોરબીની દુર્ઘટના પછી જવાબદારીનો સંપૂર્ણ અભાવ તેનું એક માત્રા સ્પષ્ટ ઉદાહરણ છે. ગુજરાતની જનતાને મારી અપીલ છે કે ‘સરકાર બદલવા માટે મત આપો’.

૭-૧૧-૨૦૨૨

 

સર્વોચ્ચ અદાલતનાં આર્થિક અનામત અંગેના ચુકાદાને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ સુપ્રિમકોર્ટના આર્થિક અનામત અંગેના ચુકાદાને આવકારીએ છીએ. સરકારના વિવિધ વિભાગોમાં મહેમક અને વસ્તિના ધોરણે સમયબધ્ધ અને પારદર્શીક રીતે ભરતી કરાય તોજ આર્થિક અનામત કે અન્ય અનામતનો લાભ ગરીબ – વંચિત – શોષિત નાગરિકોને મળે. પરંતુ ભાજપ સરકારમાં વારંવાર પેપર ફુંટે, યુવાનોને સરકારી રોજગારી ન મળે તો આર્થિક અનામતનો ફાયદો – લાભ ક્યાથી મળશે ? તે ગુજરાત જાણવા માંગે છે. સમયબધ્ધ અને પારદર્શક ભરતીઓ થતી નથી, પરિણામમાં ગોટાળા, નિમણુંકમાં વિલંબ અને ગોટાળા સહિતના અણઘડ વહિવટને કારણે ટલ્લે ચડતી ભરતીઓમાં કેવી રીતે EWS (આર્થિક અનામત) નો લાભ નાગરિકોને મળશે ? તેનો જવાબ ગુજરાતની જનતા જાણવા માંગે છે.

છેલ્લા ૨૭ વર્ષમાં ભાજપ સરકારના કુશાસનમાં સરકારના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સીંગ પ્રથાથી ભરતી થઈ રહી છે ત્યારે આર્થિક અનામત કે અન્ય અનામતનો લાભ કેવી રીતે મળશે ? તેનો જવાબ નાગરીકો જાણવા માંગે છે. ભાજપ સરકારના શાસનમાં એરપોર્ટ, બંદર, હોસ્પિટલો વેચાય, રેલ્વે તેમજ સરકારની નવરત્ન કંપનીઓનું ખાનગીકરણ થાય, સરકારી બેંકો મર્જ કરવામાં આવે જેના કારણે યુવાનોને સરકારી નોકરીઓની તકો મળતી નથી અને સરકારી ભરતીની જગ્યાએ આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા ફુલીફાલી છે. કોંગ્રેસ સરકારના શાસનમાં સ્થપાયેલી સરકારી સંસ્થાઓને બંધ કરી, ખાનગીકરણ કરી ભાજપ સરકાર યુવાનો માટેની સરકારી નોકરીઓમાં અનામત છીનવી રહી છે. ગુજરાતમાં પરિવર્તન સંકલ્પ સાથે કોંગ્રેસ પક્ષ આગળ વધી રહ્યો છે. જે સમયબધ્ધ અને પારદર્શક રીતે સરકારના વિવિધ વિભાગોમાં ૧૦ લાખ જેટલા ખાલી પદોમાં ભરતી કરી યુવાનોને રોજગારનો અધિકાર આપશે.

૬-૧૧-૨૦૨૨

 

· ભાજપ સરકાર ભણાવતી પણ નથી અને સરકારી નોકરી આપતી નથી આરોગ્ય, શિક્ષણનું ભાજપ સરકારે ખાનગીકરણ કર્યું

· ભાજપના કુશાસનમાં આર્થિક ગેરવહિવટ, રાજ્ય પર વધતુ દેવુ, બેરોજગારીનું સંકટ, સહિતના અલગ અલગ ૨૧ મુદ્દાઓને તહોમતનામામાં આવરી લઈને ગુજરાતની વાસ્તવિકતાને કોંગ્રેસ પક્ષે રજુ કરી.

· શિક્ષણનું વ્યાપારીકરણ, કથળતી કાયદો વ્યવસ્થા, મોંઘવારી, બેરોજગારી એ ભાજપના ૨૭ વર્ષના કુશાસનની સિધ્ધી છે

૨૭ વર્ષના ભાજપના કુશાસનને રજુ કરતુ કોંગ્રેસ પક્ષના “તહોમતનામાં”ને જાહેર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર, ૧૪૦ થી વધુ મોતના મોરબી ઝુલતા પુલકાંડ જેવી બનતી વારંવાર ઘટનાઓને કારણે ગુજરાતના નાગરિકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં “શાંતમ્ પાપમ્” જેવું છે, ફરિયાદ જ નોંધાતી નથી એટલે બધું બરાબર છે તેમ દેખાડે છે. કોંગ્રેસની સરકાર ભણાવતી અને નોકરી પણ આપતી હતી. ભાજપના સરકાર ભણાવતી પણ નથી અને સરકારી નોકરી આપતી નથી. ભાજપ સરકારે એક પણ સરકારી શાળા બનાવી નથી. ઉલટાની ભાજપ સરકાર દ્વારા ૬૦૦૦ થી વધુ શાળાઓને તાળા મારી દીધા છે. ગુજરાતમાં તમામ સરકારી હોસ્પિટલો – મેડીકલ કોલેજો કોંગ્રેસ શાસનમાં બની જ્યારે ભાજપ દ્વારા એક પણ સરકારી દવાખાના-મેડીકલ કોલેજ બનાવાયા નથી. આરોગ્ય અને શિક્ષણનું ભાજપ સરકારે ખાનગીકરણ કર્યું છે શિક્ષણનું વ્યાપારીકરણ, મહિલાઓની અસાલમતી, મોંઘવારી, બેરોજગારી એ ભાજપના ૨૭ વર્ષના કુશાસનની સિધ્ધી છે. ભાજપના કુશાસનમાં આર્થિક ગેરવહિવટ, રાજ્ય પર વધતુ દેવુ, બેરોજગારીનું સંકટ, મળતિયા મૂડીપતિઓને પ્રોત્સાહન સહિતના અલગ અલગ ૨૧ મુદ્દાઓને આરોપનામા – તહોમતનામામાં આવરી ગુજરાતની વાસ્તવિકતાને કોંગ્રેસ પક્ષે રજુ કરી છે. ગુજરાતમાં કોંગ્રેસના શાસન સમયની પરિસ્થિતિ સામે ભાજપ સરકારના શાસનમાં ગુજરાતની હાલતની શિક્ષણ, આરોગ્ય, રોજગાર સહિત તમામ ક્ષેત્રે અન્ય રાજ્યો કરતા પાછળ ધકેલાયું છે.

કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપ સરકારની અણઘડ વહિવટ કામગીરી સામે સવાલ ઉઠાવતું તહોમતનામુ અંગે રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું કે, ૨૭ વર્ષમાં ભાજપે વિકાસ કર્યો હોત તો ગુજરાતના ૩૨ ટકા લોકો ગરીબી રેખા હેઠળ ના હોત, છેલ્લા ૫-૬ વર્ષમાં ગુજરાતમાં ૨૨ જેટલા પેપર લીક થયા, બે દાયકા પહેલા ગુજરાતમાં ૨ લાખ જેટલા શિક્ષિત બેરોજગાર હતા જે આજે વધીને ૪૦ લાખ થયા છે, પૂ. મહાત્મા ગાંધીજીની ભુમી પર ક્રાઇમ રેટ વઘી છઠ્ઠા નંબર પર પહોંચ્યો છે, તાજેતરમાં બનેલા મોરબી કાંડમાં બે કરોડના સમારકામને બદલે માત્ર બાર લાખનો ખર્ચ થયાની ભ્રષ્ટાચારની વિગતો સમુહ – માધ્યમોમાં બહાર આવી રહી છે. બીજી બાજુ ભાજપ સરકારના શાસનમાં ગુજરાતમાં હજુ પણ ૯૨ બ્રિજ ખતરનાક સ્થિતિમાં છે, ભાજપ સરકારે કોરોનના આંકડાઓ છુપાવ્યા, બેરોજગારી વધાર્યા બાદ હવે ગૌરવ યાત્રા લઈને નીકળ્યા છે, જનતા ત્રસ્ત અને ભાજપ સરકાર મસ્તની સ્થિતિમાં ગુજરાતની જનતા પરેશાન થઈ છે અને પરિવર્તન ઝંખી રહી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકારની નિષ્ફળતાઓને રજુ કરતુ તોહમતનામાં અંગે અમદાવાદ ખાતે પૂર્વ સાંસદ અને વરિષ્ઠ નેતાશ્રી સંદિપ દીક્ષીત, પ્રદેશના પ્રવક્તાશ્રીઓ હેમાંગ રાવલ, શ્રી હિરેન બેંકર, શ્રી અમિત નાયક વિશેષ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

———————————————————————————————-

રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોગ્રેસ પક્ષે નર્મદા યોજનાનું કામ, સરકારી હોસ્પિટલો – શાળાઓ, એસટી ડેપો સહિતની સરકારી સંસ્થાઓ બનાવી, પણ ભાજપે માત્ર વેચવાનું કામ કર્યું છે. કોંગ્રેસ પક્ષે બંદરો બનાવ્યા પણ ભાજપે દરિયા કાંઠો વેચવાનું કામ કર્યું છે. ઉદ્યોગકાર માટે કોંગ્રેસે લોન અને સબસીડી આપી અને ભાજપે તે બંધ કરી. હાલ ગુજરાતની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. માથાદીઠ આવકમાં ગુજરાતનું સ્થાન પ્રથમના બદલે છઠ્ઠા ક્રમે છે. ગુજરાતમાં ૩૧.૫ લાખ પરિવાર ગરીબી રેખા હેઠળ જીવે છે. ગુજરાતની ૬.૪ કરોડની વસ્તીને ધ્યાનમાં લેતા પ્રત્યેક ગુજરાતી પર ૬૩ હજારનું દેવું છે. ૨૭ વર્ષમાં ભાજપે ગુજરાતને અધોગતિ તરફ લઈ ગયા છે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનું મુખ્ય કારણ એક્સાઈઝ ડ્યુટી છે. પેટ્રોલની એક્સાઈઝ ડ્યુટીમાં ૨૦૦ ટકા વધારો અને ડીઝલમાં ૮૦૦ ટકા વધારો કર્યો છે. ભાજપે પેટ્રોલ ડીઝલ મોંઘા કર્યા, રસોડાના ખર્ચ પણ બમણો કર્યો, ગુજરાતમાં ખાદ્ય પદાર્થો પણ સોથી મોંઘા કર્યો, ગેસ સિલિન્ડરમાં સબસીડી પણ બંધ કરી દીધી. હાલમાં ગુજરાતનું દેવું 4 લાખ કરોડને આબી ગયું છે. રાજકોટ ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય પ્રવક્તાશ્રી અજોય ઉપાધ્યાય, પ્રદેશ પ્રવક્તા ડૉ. નિદત બારોટ, કાર્યકારી પ્રમુખશ્રી સંજય અજુડીયા, ઉપસ્થિત રહ્યાં હતાં.

૨૭ વર્ષના ભાજપના કુશાસનને રજુ કરતુ કોંગ્રેસ પક્ષના “તહોમતનામાં”ને રજુ કરતા વડોદરા ખાતે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવાએ પત્રકાર પરિષદને સંબોધન કર્યુ હતું. પત્રકાર પરિષદમાં એ.આઈ.સી.સી. મંત્રી અને સહપ્રભારી શ્રી ઉષા નાયડુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી પંકજ પટેલ, પ્રદેશ પ્રવક્તાશ્રી નરેન્દ્ર રાવત, શહેર પ્રમુખશ્રી રુત્વીક જોષી, કોર્પોરેશનના વિપક્ષ નેતાશ્રી અમીબેન રાવત ઉપસ્થિત રહ્યાં હતાં.

સુરત ખાતે પણ ભાજપ સરકારના ૨૭ વર્ષના કુશાસનને વખોડતુ અને ગુજરાતને વાસ્તવિકતા રજુ કરતુ તહોમતનામું પૂર્વ કેન્દ્રીયમંત્રી ડૉ. તુષાર ચૌધરીએ પત્રકાર વાર્તામાં રજુ કર્યું હતું આ પત્રકાર વાર્તામાં પ્રદેશ પ્રવક્તાશ્રી નૈષધ દેસાઈ વિશેષ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

૧-૧૧-૨૦૨૨

 

· ગુજરાતમાં બનાવેલી મોટા ભાગની એસ.આઈ.ટી.ના રીપોર્ટમાં ભીનુ સંકેલાયુ છે : પવન ખેરા

· મોરબી દુર્ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રીશ્રી રાજીનામું આપે : પવન ખેરા

· રીનોવેશન પુલનુ કરવાનુ હતુ અને રીનોવેશન વડાપ્રધાન આવે છે એટલે સિવિલ હોસ્પિટલનું થઈ રહ્યું છે : ઈન્દ્રવિજયસિંહ ગોહિલ

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મીડીયા પબ્લીસીટી ડીપાર્ટમેન્ટના ચેરમેનશ્રી પવન ખેરાજીએ જણાવ્યું હતું કે, મોરબી કેબલ બ્રિજની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સાંત્વના આપવાના બદલે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અલગ અલગ વસ્ત્રોમાં સુસજ્જ થઈને નિર્ધારીત કાર્યક્રમો ઈવેન્ટ મેનેજમેન્ટ દ્વારા કરી રહ્યાં છે. જે દિવસે દુર્ઘટના થઈ તેના બીજા દિવસે રાજકીય શોક જાહેર કરવાના બદલે પોતાની ઈવેન્ટ સુખરૂપ પતી જાય પછી મોરબીની મુલાકાત થઈ જાય અને ત્યારબાદ ત્રીજા દિવસે શોક જાહેર કરવો એ એક મોતના મલાજાનું અપમાન છે. નરેન્દ્ર મોદી જ્યારે મોરબી આવવાના હતા તેના આગલા દિવસે આપણે બધાએ જોયુ કે સીવીલ હોસ્પિટલને રંગરોગાન કરાવવામાં આવે છે. ટાઈલ્સ નવા લગાવવામાં આવે છે. જાણે કોઈ ઉત્સવનું વાતાવરણ હોય તેવી રીતે વડાપ્રધાનશ્રીની મુલાકાતને ઈવેન્ટ તરીકે મેનેજ કરવામાં આવે છે. ભાજપ હંમેશા આફતને અવસરમાં પલટવા માટે આવા પ્રકારના ગતકડાઓ કરતી હોય છે. ભૂતકાળમાં તક્ષશીલા અગ્નીકાંડ, બોટાદ લઠ્ઠાકાંડ, અમદાવાદ રાઈડ તુટવાનો બનાવ, સુરત સચિન ગેસ લીકેજના બનાવો કે અન્ય દુર્ઘટનાઓમાં બનેલી એસ.આઈ.ટી.ના રીપોર્ટ આવ્યા નથી અને આવ્યા હોય તો ભીનુ સંકેલાયુ છે. પ્રજાને અત્યારે જુના અનુભવોથી ભાજપના મળતિયાઓની બનેલી એસ.આઈ.ટી. ઉપર સહેજ પણ વિશ્વાસ નથી. જો હકિકતમાં સરકાર આ બાબતે ગંભિર હોય તો વિરોધપક્ષને વિશ્વાસમાં લઈને એસ.આઈ.ટી.ની રચના કરે. મોરબી દુર્ઘટનાની નામ વિનાની પોલીસ ફરિયાદમાં શા માટે મોટા માથાઓને ઉમેરવામાં નથી આવ્યા અને પકડવામાં નથી આવ્યા શું તેનું કારણ તેમના ભાજપના મંત્રી સાથેના સંબંધો કારણભૂત નથીને ?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા યુથ કોંગ્રેસની યાત્રા મોરબીમાં નિકળી હતી ત્યારે મોરબીમાં ઠેરઠેર ભાજપના નેતાઓએ પોતાના શ્રેય લેતા ઝુલતા પુલના હોર્ડીંગ્સ – બેનરો લગાવ્યા હતા જાણે કે ઝુલતો પુલ ભાજપે જ બનાવ્યો હોય, જો આ પ્રમાણે પુલ બનાવેલ ન હોય અને માત્ર ભ્રષ્ટાચારી રીનોવેશન કરેલ હોય છતાં પણ શ્રેય લેવામાં આવે તો પછી શા માટે ૧૫૦ થી પણ વધારે મોતની નૈતિક જવાબદારી સ્વિકારી મુખ્યમંત્રીશ્રી રાજીનામું નથી આપતા ? ગઈ કાલે જ્યારે ૧૩૨ થી વધારે મૃત્યુ થયેલા હતા છતાં પણ એફ.આઈ.આર.માં ૫૦ મૃત્યુનો આંકડો આપવામાં આવ્યો છે, આથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, નામ વગરની એફ.આઈ.આર. અને ઓછા મૃત્યુ બતાવીને સરકાર પોતાના મળતીયાઓને બચાવવા માંગે છે. જે દિવસે આ દુર્ઘટના બની એજ સમયે ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યાં હતાં અને ફટાકડાની આતીશબાજી કરતા હતા તે અત્યંત દુઃખદ બાબત છે. ગુજરાતની જનતાને આ બધી જ બાબતોનો જવાબ આપવો પડશે. આજે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ જે રાહત કાર્યોમાં જોડાયા હતા તેવા કાર્યકર્તાઓની વડાપ્રધાનશ્રી આવવાના હોવાથી ધરપકડ કરવામાં આવી છે, આવા નિલજ્જ પ્રકારના રાજકારણનો જવાબ પ્રજા આપવા તત્પર છે. રીનોવેશન પુલનુ કરવાનુ હતુ અને રીનોવેશન વડાપ્રધાન આવે છે એટલે સિવિલ હોસ્પિટલનું થઈ રહ્યું છે. મોરબી જેવી કરુણદાયક ઘટનાઓનો પણ ઈવેન્ટ મેનેજ કરીને ચૂંટણી માટે લાભ લેવાનો કોઈ મોકો ભાજપ ચુકતી નથી પરંતુ હવે પ્રજા તેમને જવાબ આપવા માટે તત્પર છે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત ઉપરોક્ત પત્રકાર પરિષદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા શ્રી આલોક શર્મા, ધારાસભ્ય અને પ્રવક્તાશ્રી ઈમરાન ખેડાવાલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોકન્વિનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રીઓ પાર્થીવરાજ કઠવાડીયા, ડૉ. અમિત નાયક ઉપસ્થિત રહ્યા હતા.

 

હેમાંગ રાવલ

કોકન્વિનર – પ્રવક્તા

મો. 9898233038

————————————————————————–

અખબારી યાદી

તા. ૧-૧૧-૨૦૨૨

 

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે અખબારી યાદીમાં જણાવેલ છે કે મોરબી દુર્ઘટના બાદ તુરત જ પ્રથમ દિવસે ગુજરાતમાં પાંચ જગ્યાએથી શરૂ થનાર પરિવર્તન સંકલ્પ યાત્રા મુલત્વી રાખીને કોંગ્રેસ પક્ષે નૈતિક જવાબદારી સ્વિકારીને શોકાતુર મૃતકોને શ્રધ્ધાંજલી અર્પી છે. સરકારે જાહેર કરેલ શોક માત્ર રાજકીય ગતકડું છે. કોંગ્રેસે તો તુરત જ પ્રથમ દિવસે જ યાત્રા મુલતવી રાખીને શોક વ્યક્ત કરી જ દીધો છે. એટલે આવતીકાલે તા. ૨-૧૧-૨૦૨૨ના રોજ સરકારે જે દેખાવ પૂરતો શોક જાહેર કર્યો છે, ત્યારે કોંગ્રેસની સમગ્ર ગુજરાતમાં નિકળનાર પરિવર્તન સંકલ્પ યાત્રા પ્રારંભે મૌન પાળીને મૃતકોને શ્રદ્ધાંજલી આપીને યાત્રા આગળ વધશે અને દિવસ દરમ્યાન યાત્રા માં ક્યાંય ફૂલ – હાર સ્વિકારવામાં અને કરવામાં આવશે નહી.

પરિવર્તન સંકલ્પ યાત્રામાં કોંગ્રેસ પ્રજાને આપેલા વચનોથી સંકલ્પ બધ્ધ છે. છેલ્લા ત્રણ દાયકા જેટલા સમયથી ભાજપના કુશાસન, ખોટી નીતિ અને અણઘડ વહિવટથી ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. સમાજના તમામ વર્ગો પોતાના અસ્તિત્વ માટે લડાઈ લડી રહ્યાં છે. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારીના નાગરિકોનું જીવન અસહ્ય બન્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ પ્રત્યેક ગુજરાતીને ૧૦ લાખ સુધીની મફત સારવાર કરાવવાની જવાબદારી, દવાઑ વિનામૂલ્યે આપવામાં આવશે. ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ, વીજળી બિલ માફ, સામાન્ય વીજ વપરાશકારોને ૩૦૦ યુનિટ સુધી વીજળી મફત. ગુજરાતમાં ૧૦ લાખ સરકારી નોકરીઓમાં યુવાનોની ભરતી કરવામાં આવશે, ૫૦ ટકા નોકરીઓ ઉપર મહિલાઓનો અધિકાર રહેશે. સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ થશે, બેરોજગાર યુવાનોને પ્રતિમાસ ૩૦૦૦ રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. દૂધ ઉત્પાદકો ને દરેક લિટરે ૫ રૂપિયાની સબસીડી આપવામાં આવશે, ગેસ સિલિન્ડર ૫૦૦ રૂપિયામાં આપવામાં આવશે. ગુજરાતમાં ૩૦૦૦ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવામાં આવશે અને દીકરીઓ માટે KG થી PG સુધીનું શિક્ષણ મફત આપવામાં આવશે. ૪ લાખ રૂપિયાનું કોવિડ વળતર આપવામાં આવશે. છેલ્લા ૨૭ વર્ષમાં જે જે ભ્રસ્ટ્રાચારો થયા છે તેની સ્ક્રૂટીની થશે, ભ્રષ્ટ્રાચાર વિરુદ્ધ કાયદો લાવવામાં આવશે અને ગુનેગારોને જેલમાં નાખવામાં આવશે. સરકારી કર્મચારીઓને અન્યાય કરતી નવી પેન્શન યોજનાને નાબુદ કરી જૂની પેન્શન યોજના ગુજરાતમાં લાગુ કરાશે. મનરેગાની યોજનાની જેમ શહેરી રોજગાર ગેરંટી યોજના, કુપોષણ નાથવા અને ગરીબ વર્ગના લોકોને પૌષસ્ટિક ભોજન મળી રહે તે માટે ઇન્દિરા રસોઈ યોજના લાગુ કરાશે.

આ ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ માં ગુજરાતની લગભગ તમામ વિધાનસભા બેઠકોને આવરી સમગ્ર યાત્રામાં ૧૪૫ જાહેર સભાઓ, ૩૫ સ્વાગત પોઈન્ટ (ફુલહાર સ્વિકારવામાં નહીં આવે), ૯૫ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. વ્યાપક જનસંપર્ક માટે કોંગ્રેસ પક્ષની ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ કુલ ૫૪૩૨ કિ.મી. થી વધુ લાંબી યાત્રામાં દસ લાખથી પણ વધુ કાર્યકર્તાઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પરિવર્તન સંકલ્પ યાત્રા’ દરમ્યાન ગુજરાતના ૪.૫ કરોડ લોકો સાથે સીધો જનસંપર્ક કરીને દિન પ્રતિદિન આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં તોતીંગ વધારો, કથળેલી સ્વાસ્થ્ય સુવિધાઓ તેમજ કાયદો અને વ્યવસ્થાની ખાડે પડેલી પરિસ્થિતિમાં ગુજરાતની પ્રજા માટે આ ભાજપના કુશાસનથી મુક્તિ મેળવવા આ પરિવર્તન યાત્રા એક સંકલ્પ યાત્રા છે.

તા. ૩૧/૧૦/૨૦૨૨

• મોરબી દુર્ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રીશ્રી રાજીનામું આપે : પવન ખેરા
• આશરે ૨૦૦ ગુજરાતીઓની લાશો પર બેસીને, ક્યાં સુધી ભ્રષ્ટાચારના નોટો થી વોટો ખરીદશો : પવન ખેરા.
• આશા રાખીએ છીએ કે આ કેસમાં દરવખતની જેમ ભીનું ના સંકેલાય અને તમામ જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. : જગદીશ ઠાકોર
• આ દુર્ઘટના કુદરત સર્જિત નહિ, માનવ સર્જિત નહિ પણ ભાજપા સર્જિત દુર્ઘટના છે. : ઇન્દ્રવિજયસિંહ ગોહિલ

મોરબી કેબલ બ્રિજની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સાંત્વના આપવા રાજસ્થાનના મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતજી, ગુજરાતના પ્રભારી શ્રી રઘુ શર્માજી, પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી સુખરામ રાઠવા સહીત ગુજરાત કોંગ્રેસનું પ્રદેશ નેતૃત્વ મોરબીની મુલાકાત લઇ ઘાયલોના ખબર-અંતર પૂછી મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી. પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતુ કે સરકારના પાપે મોરબીમાં કેબલ બ્રીજ તુટવાની દુખદ દુર્ઘટના બની છે. માનનીય વડાપ્રધાનશ્રી ગુજરાત આવ્યા છે ત્યારે આશા રાખીએ છીએ કે આ કેસમાં દરવખતની જેમ ભીનું ના સંકેલાય અને તમામ જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ભારતીય રાષ્ટીય કોંગ્રેસના મીડિયા પબ્લીસીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન શ્રી પવન ખેરાએ જણાવ્યું હતું કે મોરબી શહેરમાં ઝૂલતો પુલ દુર્ઘટનાગ્રસ્ત થવા બાબતે અને લગભગ ૨૦૦ જેટલા લોકોના થયેલ અકાળે મૃત્યુ બદલ, ગુજરાત રાજ્યના મોરબી શહેરમાં ઝૂલતો પુલ (કેબલ પુલ) ગઈકાલે દુર્ઘટનાગ્રસ્ત થયેલ છે.
ઝુલતા પુલનું આશરે ૧૨૫ વર્ષ પહેલા નિર્માણ કરવામાં આવ્યું હતું તેના વાર્ષિક મેઈન્ટેનન્સની સાર-સંભાળ એક એવી ખાનગી કંપનીને આપવામાં આવે છે, જેને આ કાર્યપદ્ધતીની કોઈપણ જાણ નથી તેમજ મેઈન્ટેનન્સnoનો કોઈપણ અનુભવ નથી. ઓરેવા કંપની કે જે એલ.ઈ.ડી. બલ્બ, કેલક્યુંલેટર, મચ્છર મારવાના રેકેટ અને ઘડિયાળ એક ખાનગી બનાવતી કંપની છે. આ ખાનગી કંપનીને કોના આદેશથી, નગરપાલિકાના કયા વિભાગથી અને કોની ભલામણથી આ ઝુલતા પુલની સાર-સંભાળની કામગીરી આપવામાં આવી?
બીજી મહત્વની વાત કે આ દુર્ઘટનાગ્રસ્ત ઝુલતા પુલની કોના વિરુદ્ધમાં એફ.આઈ.આર. કરવામાં આવી છે? કઈ વ્યક્તિઓ આ ઘટનાના દોષિતો છે? વગર ફિટનેસ સર્ટીફીકેટ અને લોડ બેરીંગ કેપેસીટીના ધારા ધોરણ મુજબના સર્ટીફીકેટ કયા વિભાગથી આપવામાં આવ્યા છે? ચૂંટણી ટાણે તાયફાઓ આયોજિત કરવામાં અને ગુજરાતના રહીશોના જીવના જોખમે, કોઈપણ પ્રકારની આ ઝુલતા પુલની સલામતીની માહિતી લીધા વગર, શા માટે ઝુલતા પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું?
સબસલામત, ભયમુક્ત, ભ્રષ્ટાચારમુક્ત અને ખુશ-ખુશાલ જનજીવનની વાત કરનાર આ ભાજપા સરકાર લગભગ ૨૦૦ વ્યક્તિની લાશો પર બેસીને, વાહ-વાહની રાજનીતિ કરવાની પ્રથા ક્યારે બંધ કરશે? આ ઘટનાનો જવાબ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પાસે છે ખરો?
અમદાવાદમાં નવનિર્મિત “અટલ બ્રીજ” નું ફિટનેસ સર્ટીફીકેટ અને લોડ બેરીંગ કેપેસીટીનું સર્ટીફીકેટ ગુજરાતની જાહેર જનતાને જાણવાનો અધિકર છે, તે સર્ટીફિકેટની કોપી જાહેરમાં, પ્રચાર-પ્રસારના માધ્યમથી સાર્વજનિક કરી શકે છે કે નહિ? તેની વિગત ક્યારે આપવામાં આવશે? એકતરફી મનની વાત કરનાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, ગુજરાતની ૬.૫૦ કરોડની જનતાની મનની વાત ક્યારેય સંભાળશે ખરા?
ભાજપા ગુજરાતની ધરોહરનું ફિટનેસ સર્ટીફીકેટ અને તેનું ઓડીટ જો નથી કરાવી શકતી તો આ વખતે ગુજરાતની જનતા, તેમના વિરુદ્ધમાં વોટ કરીને, તેમની તાનાશાહી વર્તનનું ઓડીટ આ ચૂંટણીમાં કરી બતાવશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાતમાં સુરત તક્ષશિલા અગ્નિકાંડ, સુરતની ભાજપા મંત્રીની જીદના કારણે થયેલ પુર દુર્ઘટના, અમદાવાદમાં કાંકરિયા રાઈડ તૂટવાની દુર્ઘટના કે પછી તાજેતરનો લઠ્ઠાકાંડ અને મોરબી દુર્ઘટના એ કુદરતી નહિ, માનવ સર્જિત નહિ પરંતુ ભાજપ સર્જિત દુર્ઘટના છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી બિમલ શાહે જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિ દ્વારા આજરોજ સાંજે ૬:૩૦ કલાકે દરેક જીલ્લા મથકે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા કેન્ડલ માર્ચnoનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત ઉપરોક્ત પત્રકાર પરિષદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા શ્રી આલોક શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર શ્રી હેમાંગ રાવલ, મીડિયા પેનલીસ્ટ શ્રી હિરેન બેંકર તેમજ શ્રી પાર્થીવરાજ કઠવાડીયા ઉપસ્થિત રહ્યા હતા.

———
૨૯-૧૦-૨૦૨૨

 

 

 

 

 

 

ભારતીય જનતા પક્ષના કચ્છ જીલ્લાના આગેવાનો

કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, કચ્છ જીલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રી યજુવેન્દ્રસિંહ જાડેજા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોર્ડીનેટરશ્રી હેમાંગ રાવલ અને મીડીયા પેનાલીસ્ટશ્રી હિરેન બેંકર, ડૉ. અમિત નાયકની ઉપસ્થિતીમાં ભારતીય જનતા પક્ષના કચ્છ જીલ્લાના આગેવાનશ્રી શ્રી રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા (ઉપપ્રમુખ, માંડવી તાલુકા પંચાયત, કચ્છ) (પૂર્વ ચેરમેન, બાંધકામ સમિતિ, કચ્છ), શ્રી પ્રવિણભાઈ અરજણભાઈ વેલાણી (એ.પી.એમ.સી. ચેરમેન, માંડવી – કચ્છ), શ્રી શિવજીભાઈ ભાણજીભાઈ સંધાર (વાઈસ ચેરમેન – એ.પી.એમ.સી. માંડવી – કચ્છ) (પૂર્વ ચેરમેન, એ.પી.એમ.સી. માંડવી -કચ્છ) (પૂર્વ સભ્ય, તાલુકા પંચાયત માંડવી) (પૂર્વ પ્રમુખ, ક્ષત્રિય સંઘાર સમાજ) તથા તેમના સાથે જોડાયેલ સામાજીક – રાજકીય આગેવાનોને કોંગ્રેસનો તિરંગો ખેસ પહેરાવી પ્રદેશ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે વિધીવત રીતે આવકારતા જણાવ્યું હતું કે, ભાજપના પાયાના કાર્યકર અને દિગ્ગજ આગેવાનોને અમે કોંગ્રેસ પક્ષમાં આવકારીએ છીએ અને આજ રીતે ભૂતકાળમાં જીલ્લા પંચાયતના પ્રમુખ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જ્યારે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે ત્યારે ખરા અર્થમાં ગુજરાતમાં પણ “ભારત જોડો” અભિયાનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે.

કચ્છ જીલ્લાના આગેવાનશ્રી શ્રી રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા જણાવ્યું હતું કે, હું અને મારા સાથીઓ જનસંઘના સમયથી ભાજપના કાર્યરત છે પરંતુ હાલમાં ભાજપના પાયાના કાર્યકર્તાઓની સતત અવગણના થઈ રહી છે તથા ગુજરાતના ખેડૂતોને પણ ખુબ જ અન્યાય થઈ રહ્યો છે. ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગને ન્યાય માત્ર કોંગ્રેસ જ આપી શકે એમ છે. માટે અમો સાથે આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યાં છીએ અને સંપૂર્ણ પ્રતિબધ્ધતાથી કોંગ્રેસ પક્ષમાં સંગઠનને મજબુત કરીને આગામી ચૂંટણીમાં વિજય બનાવીશું.

 

હેમાંગ રાવલ

મીડીયા કોર્ડીનેટર

 

——————————————————————-

અખબારી યાદી

તા. ૨૯-૧૦-૨૦૨૨

 

 

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પ્રેસવાર્તાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કિસાન સેલના ચેરમેનશ્રી પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે, કહેવાતી સંવેદનશીલ સરકાર ખેડૂતો માટે ખરેખર અસંવેદનસિલ સરકાર છે. ખેડૂતો વાવણી માટે લસણ ખરીદે ત્યારે ૭૦૦ રૂપિયા ભાવ અને વેચે ત્યારે ૧૫૦ રૂપિયા ભાવ. ખેત પેદાશના ભાવો પર કેન્દ્ર સરકાર પર દોષનો ટોપલો ઢોળવો હોય તો ડબલ એન્જિન સરકારનો મતલબ શું ? ૯૨ તાલુકામાં ૧૨૦ ટકા થી ૨૯૧ ટકા વરસાદ નોંધાયો છે જે ત્યાં લિલો દુષ્કાળ શા માટે જાહેર કરવામાં ન આવ્યો ? ટેકાના ભાવ નિર્ધારણ સમિતિ મગફળીના ટેકાના ભાવ પ્રતિ મણ ૧૪૦૦ રૂપિયા નક્કી કર્યા છે તો ૧૧૭૦ માં ખરીદી શા માટે ? ગયા વર્ષે પણ ૨૦૪ તાલુકામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ મળવાપાત્ર હોવા છતાં પણ લાભ ન આપ્યો.

આજે લાભ પાંચમના દિવસે જ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાત કિસાન સંગઠન દ્વારા ૪૦૦૦ કિલોગ્રામ લસણ ગરિબોમાં મફત વિતરણ કરી સતામાં બેઠેલા લોકોની આંખ ઉઘાડવા, ખેડૂતોની વ્યથા પહોંચાડવા માટે એક પ્રતિકાત્મક વિરોધ કાર્યક્રમ કરવામાં આવ્યો. આ ખેડૂતોના મફત લસણ વિતરણ કાર્યક્રમ પર ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે, વર્તમાનમાં ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકાર આમ તો ડબલ એન્જિન સરકાર હોવાના દાવા કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે લસણ ના ભાવો પર રાજ્ય સરકારને સવાલ કરતા તેણે હાથ ખંખેરી કેન્દ્ર સરકાર પર દોષનો ટોપલો ઢોળી દીધો હતો.

એજ રીતે ગઈકાલે ૬૩૦ કરોડનું કૃષિ પેકેજ જાહેર કરી સરકાર ખોટી વાહવાહિ લુંટે છે હકિકત એ છે કે ખેડૂતોના હક્કના કાયદા મુજબના રૂપિયા સરકાર આપવાને બદલે ખેડૂતો પર ઉપકારનો પોટલાઓ છોડવાના નાટક કરે છે કેમ કે ચાલુ વર્ષે ૩૨ તાલુકામાં ૧૨૦ ટકાથી ૧૪૦ ટકા વરસાદ નોંધાયો છે, ૩૮ તાલુકામાં ૧૪૦ ટકા થી ૧૬૦ ટકા વરસાદ નોંધાયો છે અને ૧૬૦ થી ૨૯૧ ટકા વરસાદ નોંધાયો હોય તેવા ૨૧ તાલુકાઓ છે કેન્દ્ર સરકારના ૨૦૧૬ના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ ૧૨૦ ટકા થી ૧૪૦ ટકા વરસાદ પડે તો તેને ગંભિર પરિસ્થિતિ ૧૪૦ ટકા થી ૧૬૦ ટકા વરસાદ પડે તો તેને અતિ ગંભિર પરિસ્થિતિ અને ૧૬૦ થી વધારે વરસાદ પડે તો તેને અતિ, અતિ, અતિ, ગંભિર પરિસ્થિતિ ગણી આ ૯૨ તાલુકાઓમાં લિલો દુષ્કાળ જાહેર કરવાની માંગ ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.

શ્રી પાલભાઈ આંબલિયાએ આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પર રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા નિમાયેલ “ટેકાના ભાવ નિર્ધારણ સમિતિ” દ્વારા મગફળીના ભાવ પ્રતિ ક્વિંટલ ૭૦૦૦ રૂપિયા અને પ્રતિ મણ ૧૪૦૦ રૂપિયા નક્કિ કરવામાં આવ્યા હોવા છતાં ગુજરાતના ખેડૂતોને રૂ. ૧૧૭૦ પ્રતિ મણનો ટેકાનો ભાવ આપી રાજ્ય સરકાર ખેડૂતો સાથે છલ કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી “ટેકાના ભાવ નિર્ધારણ સમિતિ” જે ભાવ નક્કી કરે એટલો ભાવ તો ગુજરાતમાં મગફળી ઉત્પાદક ખેડૂતોને મળવો જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોર્ડીનેટરશ્રી હેમાંગ રાવલ તથા મીડીયા પેનાલીસ્ટ ડૉ. અમિત નાયક ઉપસ્થિત રહ્યાં હતાં.

 

હેમાંગ રાવલ

મીડીયા કોર્ડીનેટર

———————————————————-

અખબારી યાદી

તા. ૨૯-૧૦-૨૦૨૨

 

 

 

· ગુજરાત કોંગ્રેસના આગેવાનશ્રીઓએ શ્રી જગતગુરુ શંકરાચાર્ય દ્વારકા શારદાપીઠાધીશ્વર સ્વામીશ્રી સદાનંદ સરસ્વતી મહારાજના અધ્વેત આશ્રમ ખાતે આશીર્વાદ મેળવ્યાં.

· ગુજરાત અને દેશ સુખાકારી અને પ્રગતિના માર્ગ ઉપર આગળ વધે તેના માટે કામના કરીઃ જગદીશ ઠાકોર

 

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સ્ક્રીનીંગ કમીટીના ચેરમેનશ્રી રમેશ ચેનીથલ્લા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી સિધ્ધાર્થ પટેલ, શ્રી અર્જુન મોઢવાડીયા, રાજ્યસભાના સાંસદશ્રી અમીબેન યાજ્ઞિક, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્યશ્રી હિંમતસિંહ પટેલ, વિધાનસભાના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, અમદાવાદ શહેરના પ્રમુખશ્રી નીરવ બક્ષી, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નેતાશ્રી શહેઝાદખાન પઠાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પંકજ શાહ, શ્રી બિમલ શાહ, શ્રી નીશીત વ્યાસ, રાષ્ટ્રીય પ્રવક્તાશ્રી રોહન ગુપ્તા, મીડીયા કોર્ડીનેટરશ્રી હેમાંગ રાવલ, મીડીયા પેનાલીસ્ટ ડૉ. અમીત નાયક સહિત આગેવાનો અને કાર્યકરોએ શ્રી જગતગુરુ શંકરાચાર્ય દ્વારકા શારદાપીઠાધીશ્વર સ્વામીશ્રી સદાનંદ સરસ્વતી મહારાજના અધ્વેત આશ્રમ ખાતે આશીર્વાદ મેળવ્યાં હતાં.

————-
૨૯-૧૦-૨૦૨૨

 

 

· કોંગ્રેસ પક્ષની ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ દરમ્યાન ગુજરાતના ૪.૫ કરોડ લોકો સાથે સીધો જનસંપર્ક

· વ્યાપક જનસંપર્ક માટે કોંગ્રેસ પક્ષની કુલ ૫૪૩૨ કિ.મી.થી વધુ લાંબી ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’

· ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’માં ૧૪૫ જાહેર સભાઓ, ૩૫ સ્વાગત પોઈન્ટ, ૯૫ રેલીનું આયોજન

· ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ દરમ્યાન કોંગ્રેસે આપેલા ૧૧ વચનો – સંકલ્પનો વ્યાપક પ્રચાર કરવામાં આવશે

 

રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સમ્બોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ૩૧ ઓક્ટોબર સરદાર પટેલજીની જન્મજ્યંતિ અને ઇન્દિરા ગાંધીજીના નિર્વાણદિન નિમિતે ગુજરાતના પાંચ ઝોનમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાશે ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ માં ગુજરાતની લગભગ તમામ વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવશે. સમગ્ર યાત્રામાં ૧૪૫ જાહેર સભાઓ, ૩૫ સ્વાગત પોઈન્ટ, ૯૫ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. વ્યાપક જનસંપર્ક માટે કોંગ્રેસ પક્ષની ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ કુલ ૫૪૩૨ કિ.મી. થી વધુ લાંબી યાત્રામાં દસ લાખથી પણ વધુ કાર્યકર્તા જોડાશે. યાત્રા દરમ્યાન કોંગ્રેસે આપેલા ૧૧ વચનો – સંકલ્પનો વ્યાપક પ્રચાર કરવામાં આવશે. વિશાળ જનસંપર્ક માટેની યાત્રામાં કોંગ્રેસ પક્ષના આદરણીયશ્રી અશોક ગેહલોતજી, આદરણીયશ્રી ભુપેશ બઘેલજી, આદરણીયશ્રી દિગ્વીજયસિંહજી, આદરણીયશ્રી કમલનાથજી, આદરણીયશ્રી મુકુલ વાસનીક સહિત વરિષ્ઠ રાષ્ટ્રીય નેતાઓ ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’માં જોડાશે. સૌરાષ્ટ્રમાં ભુજથી રાજકોટ યાત્રાનો શુભારંભ શ્રી દિગ્વીજયસિંહજીના હસ્તે, સોમનાથથી અમદાવાદ યાત્રાનો શુભારંભ શ્રી બી.કે. હરિપ્રસાદજીના હસ્તે અને બનાસકાંઠાના વડગામથી ગાંધીનગર યાત્રાનો શુભારંભ શ્રી અશોક ગેહલોતજીના હસ્તે, મધ્ય ગુજરાતના ફાગવેલ (બાલાસિનોર) થી વડોદરા યાત્રાનો શુભારંભ શ્રી સચિન પાયલોટજીના હસ્તે, દક્ષિણ ગુજરાતમાં જંબુસર થી ઉમરગામ યાત્રાનો શુભારંભ શ્રી મુકુલ વાસનીકજીના હસ્તે કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષ પરિવર્તન સંકલ્પ યાત્રા’ દરમ્યાન ગુજરાતના ૪.૫ કરોડ લોકો સાથે સીધો જનસંપર્ક કરાશે. દિન પ્રતિદિન આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં તોતીંગ વધારો, કથળેલી સ્વાસ્થ્ય સુવિધાઓ તેમજ કાયદો અને વ્યવસ્થાની ખાડે પડેલી પરિસ્થિતિમાં ગુજરાતની પ્રજા આ કુશાસનથી મુક્તિ મેળવવા કોંગ્રેસને વિજયતિલક કરવા થનગની રહી છે ત્યારે સમગ્ર રાજ્યમાં ચોમેરથી પ્રજામાં કોંગ્રેસની આ પરિવર્તન સંકલ્પ યાત્રા માટેનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ અંગેની માહિતી આપતી પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દાયકા જેટલા સમયથી ભાજપના કુશાસન, ખોટી નીતિ અને અણઘડ વહિવટથી ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. સમાજના તમામ વર્ગો પોતાના અસ્તિત્વ માટે લડાઈ લડી રહ્યાં છે. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારીના નાગરિકોનું જીવન અસહ્ય બન્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ પ્રત્યેક ગુજરાતીને ૧૦ લાખ સુધીની મફત સારવાર કરાવવાની જવાબદારી, દવાઑ વિનામૂલ્યે આપવામાં આવશે. ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ, વીજળી બિલ માફ, સામાન્ય વીજ વપરાશકારોને ૩૦૦ યુનિટ સુધી વીજળી મફત. ગુજરાતમાં ૧૦ લાખ સરકારી નોકરીઓમાં યુવાનોની ભરતી કરવામાં આવશે, ૫૦ ટકા નોકરીઓ ઉપર મહિલાઓનો અધિકાર રહેશે. સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ થશે, બેરોજગાર યુવાનોને પ્રતિમાસ ૩૦૦૦ રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. દૂધ ઉત્પાદકો ને દરેક લિટરે ૫ રૂપિયાની સબસીડી આપવામાં આવશે, ગેસ સિલિન્ડર ૫૦૦ રૂપિયામાં આપવામાં આવશે. ગુજરાતમાં ૩૦૦૦ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવામાં આવશે અને દીકરીઓ માટે KG થી PG સુધીનું શિક્ષણ મફત આપવામાં આવશે. ૪ લાખ રૂપિયાનું કોવિડ વળતર આપવામાં આવશે. છેલ્લા ૨૭ વર્ષમાં જે જે ભ્રસ્ટ્રાચારો થયા છે તેની સ્ક્રૂટીની થશે, ભ્રષ્ટ્રાચાર વિરુદ્ધ કાયદો લાવવામાં આવશે અને ગુનેગારોને જેલમાં નાખવામાં આવશે. સરકારી કર્મચારીઓને અન્યાય કરતી નવી પેન્શન યોજનાને નાબુદ કરી જૂની પેન્શન યોજના ગુજરાતમાં લાગુ કરાશે. મનરેગાની યોજનાની જેમ શહેરી રોજગાર ગેરંટી યોજના, કુપોષણ નાથવા અને ગરીબ વર્ગના લોકોને પૌષસ્ટિક ભોજન મળી રહે તે માટે ઇન્દિરા રસોઈ યોજના લાગુ કરાશે. પરિવર્તન સંકલ્પ યાત્રા દરમ્યાન કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી ભુપેન્દ્રસિંહ હુડા, શ્રી અમરીંદર રાજાબ્રાર, શ્રી શીવાજીરાવ મોંઘે, શ્રી રમેશ ચેનીથલા, શ્રી પ્રમોદ તિવારી, શ્રી અજય માકન, શ્રી અજય યાદવ, શ્રી સલમાન ખુરશીદ સહિતના પ્રદેશના તેમજ રાષ્ટ્રીય નેતાઓ, આગેવાનો અને દિગ્ગજ નેતાઓ યાત્રામાં જોડાશે.

રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષશ્રી હિંમતસિંહ પટેલ, રાજ્યસભા સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, મીડીયા કોર્ડીનેટરશ્રી હેમાંગ રાવલ, મીડીયા પેનાલીસ્ટશ્રી હિરેન બેંકર, શ્રી અમિત નાયક ઉપસ્થિત રહ્યાં હતાં.

—————————————————————————————————-

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં પરિવર્તન સંકલ્પ યાત્રા અંગેની વિશેષ પત્રકાર પરિષદ ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, ગોધરા ખાતે કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કા.પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, રાજકોટ ખાતે પત્રકાર પરિષદને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહપ્રભારીશ્રી રામકિશન ઓઝા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખશ્રી અર્જુન મોઢવાડીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કા. પ્રમુખશ્રી લલીત કગથરા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કા.પ્રમુખશ્રી રૂત્વીક મકવાણા સંબોધી હતી અને ડૉ. દિનેશ પરમાર, શ્રી નિદત બારોટ, શ્રી પ્રદીપ ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં હતાં. ભાવનગર ખાતે પરિવર્તન સંકલ્પ યાત્રા અંગેની પત્રકાર પરિષદને રાજસ્થાનના ઉર્જામંત્રીશ્રી ભવનસિંહ ભાટી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કા.પ્રમુખશ્રી અંબરીશ ડેરે સંબોધન કરી હતી અને શ્રી મનહરભાઈ પટેલ, શ્રી પ્રકાશ વાઘાણી ઉપસ્થિત રહ્યાં હતાં, વડોદરા ખાતે પત્રકાર પરિષદને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહપ્રભારી શ્રીમતિ ઉષા નાયડુ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખશ્રી અમિત ચાવડા, રાજ્યસભાના સાંસદશ્રી નારણભાઈ રાઠવાએ સંબોધી હતી અને શ્રી પંકજ પટેલ, શ્રી નરેન્દ્ર રાવત, શ્રી ઋત્વીક જોષી, શ્રી સાગર બ્રહ્મભટ્ટ, શ્રી અમીબેન રાવત ઉપસ્થિત રહ્યાં હતાં. સુરત ખાતે પત્રકાર પરિષદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહપ્રભારીશ્રી બી.એમ. સંદીપ, રાષ્ટ્રીય પ્રવક્તાશ્રી આલોક શર્મા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કા.પ્રમુખશ્રી કદીર પીરઝાદા એ સંબોધી હતી અને શ્રી નૈષધ દેસાઈ, શ્રી હસમુખ દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતાં. મહેસાણા ખાતે પત્રકાર પરિષદને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહપ્રભારીશ્રી વિરેન્દ્રસિંહ રાઠોડ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ધારાસભ્યશ્રી ડૉ. સી.જે. ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી ડૉ. જીતુભાઈ પટેલે સંબોધી હતી અને ધારાસભ્યશ્રીઓ બળદેવજી ઠાકોર, શ્રી ભરતજી ઠાકોર, ડૉ. કીરીટ પટેલ, શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા, શ્રી રણજીતસિંહ ઉપસ્થિત રહ્યાં હતાં, દાહોદ ખાતે પત્રકાર પરિષદ પૂર્વ સાંસદશ્રી ડૉ. પ્રભાબેન તાવીયાડ, શ્રી રાજેન્દ્ર પટેલ સંબોધી હતી અને શ્રી અજીતસિંહ ભાટી ઉપસ્થિત રહ્યાં હતાં પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

—————————————————————————

આદિવાસી સમાજના જળ, જંગલ અને જમીન અને હક્ક, અધિકાર માટે હરહંમેશ ચિંતીત અને લડાઈ લડતી કોંગ્રેસ પક્ષની વિચારધારાથી પ્રેરાઈને માંડવી ખાતે બી.ટી.પી.ના વરિષ્ઠ નેતા અને પૂર્વ રીટાયર્ડ ડેપ્યુટી ડી.ડી.ઓ.શ્રી યુ.બી. વસાવા કોંગ્રેસ પક્ષમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરી, ધારાસભ્યશ્રી આનંદ ચૌધરી, સુરત જીલ્લાના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, તાપી જીલ્લા પ્રમુખશ્રી ભીલાભાઈ ગામીતની ઉપસ્થિતીમાં વિધીવત રીતે આગેવાનો – કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

 

 

 

(ડૉ. મનિષ એમ. દોશી)

મુખ્ય પ્રવક્તા

———————————————————————-

અખબારી યાદી

તા. ૨૯-૧૦-૨૦૨૨

 

 

બેરોજગારી, સરકારી ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, સરકારી ભરતીમાં વિલંબ, વારંવાર પેપરફુટવા, આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ – ફીક્ષ પેના નામે આર્થિક શોષણ સહિતના મુદ્દે ગુજરાતની જનતાનું મુળમુદ્દાઓથી ધ્યાન ભટકાવવા ચૂંટણી ટાણે ભાજપ સરકાર દ્વારા ‘યુનિફોર્મ સીવીલ કોડ’ અંગેના ગતકડા – નાટક પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખશ્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા હિંદુ કોડ બિલ લાગુ કરવામાં આવ્યું હતું. દેશમાં હજારો જાતિઓ છે જેના માટે હિંદુ પર્સનલ લો, મુસ્લિમ પર્સનલ લો, બૌધ્ધ પર્સનલ લો, શીખ પર્સનલ લો અને પારશી પર્સનલ લો જેવા જુદા જુદા કાયદાઓ લાગુ છે પરંતુ તેનું યોગ્ય અમલીકરણ કરવામાં આવતુ નથી. પરિવારની વસિયતમાં દિકરીઓનો પણ સમાન સંપત્તીનો કાયદો કોંગ્રેસ પક્ષ લાવી હતી. વર્ષ ૨૦૧૮માં લો-કમીશન, ભારત સરકાર તમામ પાસા ચકાસીને ‘કોમન સીવીલ કોડ’ ની દરખાસ્ત રીજેક્ટ કરી ચુક્યું છે. ૨૦૧૨માં ચૂંટણી સમયે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ‘સમાન સીવીલ કોડના તમામ કાગળ તેમની પાસે છે. ડૉ. મનમોહનસિંઘજીએ મંજૂર કરેલ છે’ તેવા કાગળ- દસ્તાવેજ હોવાના દાવા કર્યા હતા તો તે કાગળ – ડોક્યુમેન્ટ કેમ જાહેર કરતા નથી ? તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી હવે તો પ્રધાનમંત્રી છે. કોન્સ્ટીટ્યુશનલ અમેન્ડમેન્ડ (બંધારણીય સુધારો) ની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે. રાજ્ય સરકારના કાર્યક્ષેત્રમાં નથી. આ સ્પષ્ટ જાણકારી – સમજ હોવા છતાં જાણી જોઈને ચૂંટણી સમયે જ કેમ કોમન સીવીલ કોડ યાદ આવ્યો ? કોરોના કાળમાં અણઘડ અને ખાડે ગયેલી આરોગ્ય વ્યવસ્થાને કારણે લાખો નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો જેનો આક્રોશ ગુજરાતની જનતામાં છે. શું તેના માટે જ યુનિફોર્મ સીવીલ કોડ યાદ આવ્યો ? બેરોજગારી, સરકારી ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, સરકારી ભરતીમાં વિલંબ, વારંવાર પેપરફુટવા, આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ – ફીક્ષ પેના નામે આર્થિક શોષણ થી આક્રોશ આસમાને છે અનેક મુદ્દા પર લોકો ત્રસ્ત છે ત્યારે પ્રજાને ભ્રમિત કરવા માટે કોમન સિવિલ કોડની વાત લાવ્યા છે. આઈ.બી. તથા સેન્સ પ્રક્રિયા પછી ભાજપને હાર દેખાઈ રહી છે. એટલે સીવીલ કોડ યાદ આવ્યો ? તકવાદી ભાજપ જવાબ આપે.મોંઘવારી ૩૫ વર્ષમાં સૌથી વધુ, સીંગતેલનો ડબ્બો ૩૦૦૦ રૂ. ગેસ સીલીન્ડર ૧૧૦૦ રૂ., જીવન જરૂરિયાત તમામ ચીજ વસ્તુઓના ભાવ આસમાને ગેસ – પેટ્રોલ – ડીઝલમાં બેફામ લૂંટ ત્યારે જનતાનો ગુસ્સાથી ખાસ કરીને મહિલાઓના પ્રચંડ રોષથી ધ્યાન ભટકાવવા – બચવા ‘કોમન સીવીલ કોડ’ ચૂંટણી સમયે યાદ આવ્યો ? તકવાદી ભાજપ જવાબ આપે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજા મંદી, મોંઘવારી, બેરોજગારી અને ભાજપની પ્રજા વિરોધી નીતિઓને કારણે ત્રસ્ત બની છે. ગુજરાતમાં ખેડૂત, ખેતી, ગામડા ભાજપાની નિતિથી ત્રાસ અનુભવી રહ્યાં છે. ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા કરનાર ભાજપાની ખેડૂત વિરોધી નિતિના લીધે ખેડૂતની આવક અડધી થઈ ગઈ છે અને ખેતીનો ખર્ચ બમણો થઈ ગયો છે ત્યારે ખેડૂતોના પ્રચંડ રોષનો ભોગ થી બચવા ભાજપાને ચૂંટણી સમયે જ કોમન સીવીલ કોડ યાદ આવ્યા ? તકવાદી ભાજપ જવાબ આપે.ભાજપ પ્રજાલક્ષી કોઈ મુદ્દા પર કામ નહિ કરે આવા મુદ્દાઓથી પ્રજાને શું મળશે ? એ મોટો પ્રશ્ન છે. શું લોકોને જીવન જીવવા માટે સારું શિક્ષણ, આરોગ્ય, રોજગાર મળશે ? ભાજપ સરકાર માત્ર ખોટા ગતકડાં કરવામાં જ માને છે. જયારે રાજ્યમાં ચૂંટણી છે ત્યારે પાયાના મુદ્દા પર વાત થવી જોઈએ. સિવિલ કોડ લાવવા માટે ચૂંટણીનો સમય કેમ પસંદ કર્યો ? ૨૭ વર્ષમાં સરકારે શું કર્યું? ચૂંટણી સમયે જ આવા મુદ્દાઓ કેમ ? તેનો જવાબ તકવાદી ભાજપ સરકાર આપે.

—–
૨૩-૧૦-૨૦૨૨

 

 

 

 

 

 

ભારતીય જનતા પક્ષના પૂર્વ ધારાસભ્ય

શ્રી બાલકૃષ્ણભાઈ પટેલ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

 

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડૉ. જીતુભાઈ પટેલ, શ્રી બિમલ શાહ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોર્ડીનેટરશ્રી હેમાંગ રાવલની ઉપસ્થિતીમાં ભારતીય જનતા પક્ષના પૂર્વ ધારાસભ્યશ્રી બાલકૃષ્ણભાઈ પટેલને કોંગ્રેસનો તિરંગો ખેસ પહેરાવી પ્રદેશ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે વિધીવત રીતે આવકારતા જણાવ્યું હતું કે, ભાજપના પાયાના કાર્યકર અને દિગ્ગજ નેતાશ્રી બાલકૃષ્ણભાઈ પટેલને અમે કોંગ્રેસ પક્ષમાં આવકારીએ છીએ અને આજ રીતે ભૂતકાળમાં જીલ્લા પંચાયતના પ્રમુખ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જ્યારે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે ત્યારે ખરા અર્થમાં ગુજરાતમાં પણ “ભારત જોડો” અભિયાનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે.

ભાજપના પૂર્વ ધારાસભ્યશ્રી બાલકૃષ્ણભાઈ પટેલે જણાવ્યું હતું કે, મેં ભાજપમાં જીલ્લા પ્રમુખ તરીકે કાર્ય કરીને તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં ભાજપને વિજયી બનાવી હતી તથા ડભોઈના ધારાસભ્ય તરીકે પણ સેવાઓ આપેલ હતી. ભાજપમાં પાયાના કાર્યકર્તાઓની સતત અવગણના થઈ રહી છે તથા ગુજરાતના ખેડૂતોને પણ ખુબ જ અન્યાય થઈ રહ્યો છે. ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગને ન્યાય માત્ર કોંગ્રેસ જ આપી શકે એમ છે. માટે હું મારા સમર્થકો સાથે આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યો છું.
૧૮-૧૦-૨૦૨૨

 

 

· કોંગ્રેસના કાર્યકર્તાઓ ગામેગામે ફરીને આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા આપવામાં આવેલા આઠ વચનોનું ‘જનઅધિકાર પત્ર’ ઘરે ઘરે પહોચાડીને જનસંપર્ક અભિયાનને સફળ બનાવી રહ્યાં છે.

· જુની પેન્શન યોજના, ચિરંજીવી આરોગ્ય યોજના, ઈન્દિરા શહેરી રોજગાર યોજના સહિતની જનલક્ષી યોજનાઓને ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા જ લાગુ કરવામાં આવશે

· કોરોના કાળ દરમ્યાન આરોગ્ય વ્યવસ્થા આપવામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકારે મુખ્યમંત્રી સહિત આખેઆખી સરકાર બદલી દેવાની ફરજ પડી

· જનતાના વિવિધ પ્રશ્નો-મુશ્કેલીઓની સામે નજીવી રાહત આપતી ભાજપની છેતરપિંડીનો જવાબ ગુજરાતની જનતા આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આપશે

 

મોંઘવારી, બેરોજગારીથી ત્રસ્ત જનતા ભાજપને પાઠ ભણાવવાનું નક્કી કરી દીધું છે તેનો અનુભવ ગૌરવ યાત્રા દરમિયાન ઠેર ઠેર ભાજપના નેતાઓને થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ 125 થી વધુ બેઠક સાથે જવલંત વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા રાજસ્થાનના યશસ્વિ મુખ્યમંત્રી અને ગુજરાતની સીનીયર નિરીક્ષકશ્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે, ગુજરાતની આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ જવલંત વિજય જવલંત વિજય મેળવશે. કોંગ્રેસ પક્ષની યાત્રાઓ, કાર્યક્રમોથી ગભરાયેલી ભાજપના કેન્દ્રીયમંત્રી, આગેવાનો સહિતના સીનીયર નેતૃત્વના ગુજરાત પ્રવાસ વધી રહ્યાં છે. પ્રધાનમંત્રીશ્રીએ પણ વારંવાર ગુજરાત આવવાની ફરજ પડી રહી છે. પ્રધાનમંત્રીએ દેશ માટે વધુ સમય આપવો જોઈએ તેના બદલે ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટે વધુ આપી રહ્યાં છે. મોદીજીની જાહેર સભાઓ સરકારી ખર્ચે કરાઈ રહી છે. ચૂંટણીમાં વપરાતા અધધ નાણાં એ લોકશાહી માટે ખતરારૂપ છે. ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ગામેગામે ફરીને આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા આપવામાં આવેલા આઠ વચનોનું ‘જનઅધિકાર પત્ર’ ઘરે ઘરે પહોચાડી રહ્યાં છે. રાજસ્થાનની કોંગ્રેસ સરકારમાં લાગુ કરવામાં આવેલા નિર્ણયો જેવા કે, જુની પેન્શન યોજના, ચિરંજીવી આરોગ્ય યોજના, ઈન્દિરા શહેરી રોજગાર યોજના સહિતની જનલક્ષી યોજનાઓને ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા જ લાગુ કરવામાં આવશે. કોરોના કાળ દરમ્યાન રાજસ્થાનના સફળ આરોગ્ય મોડલને કારણે રાજસ્થાનમાં એકપણ વ્યક્તિનું ઓક્સિજન વગર મૃત્યુ થયેલ નહીં જ્યારે બીજી બાજુ કોરોના કાળ દરમ્યાન આરોગ્ય વ્યવસ્થા આપવામાં નિષ્ફળ ભાજપ સરકારે મુખ્યમંત્રી સહિત આખેઆખી સરકાર બદલી દેવાની ફરજ પડી. ગુજરાતમાં ભાજપ સરકારના કુશાસનમાં બ્યુરોક્રશી હાવી થઈ ગઈ છે. સરકારી અધિકારી સુપર સી.એમ. જેમ સરકાર ચલાવી રહ્યાં છે જે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. ગુજરાત આઝાદી પહેલાથી મજબુત રાજ્ય હતું પરંતુ 27 વર્ષના ભાજપના શાસનમાં શિક્ષણ, આરોગ્ય, ધંધારોજગાર વગેરેમાં અન્ય રાજ્યો કરતાં કથળ્યું છે.

ભાજપની અણઘડ આર્થિક નીતિઓને કારણે વિશ્વ બેંકે ત્રીજી વખત અંદાજિત જીડીપી વૃદ્ધિ દરમાં ઘટાડો કર્યો, દેશના અર્થતંત્રનો પાયો નબળો પડી રહ્યો છે અને આર્થિક કટોકટી વધુ ઘેરી બની છે નબળો રૂપિયો અને ફોરેક્સ રિઝર્વમાંથી $100 બિલિયનનો ઘટાડો, ચાલુ ખાતું-રાજકોષીય ખાધ અને વેપાર ખાધ વધારો છે. લોટ-દૂધ જેવી ચીજવસ્તુઓના ભાવમાં આગ લગાવીને કયા ગરીબને ફાયદો થાય છે? કોરોના કાળ દરમ્યાન ભાજપ સરકારની નિષ્ફળતાઓને કારણે ગરીબીમાં વધારો થયો. ભાજપની ગરીબ વિરોધી નીતિઓને કારણે 5.6 કરોડ ભારતીયો અત્યંત ગરીબીમાં ડૂબી ગયા.બીજીબાજુ વર્લ્ડ હંગર ઈન્ડેક્સમાં 116 દેશોની યાદીમાં ભારત 101માં નંબર પર છે. શું ગરીબોને બે ટાઈમનું ભોજન આપવાનું તમારું કામ નથી? ભારતમાં 135 કરોડ નાગરિકોમાંથી 80 કરોડ લોકોને મફત અનાજ લેવાની ફરજ કેમ પડી? તે દર્શાવે છે કે, ભાજપના અણઘડ વહિવટ અને નિષ્ફળ નિતીઓનો ભોગ દેશની જનતા બની રહી છે

મંદી, મોંઘવારી અને બેરોજગારીને કારણે ગુજરાતની જનતા ત્રસ્ત બની છે, ભાજપના શાસનમાં તમામ વર્ગો મુશ્કેલીનો પારાવાર સામનો કરી રહ્યા છે. જે રાજ્ય મગફળીમાં સૌથી વધુ ઉત્પાદન કરતું હોય તેવા ગુજરાતમાં સિંગતેલનો ડબ્બો ત્રણ હજારની પાર થયો છે. સામાન્ય – મધ્યમવર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે.પૂજ્ય ગાંધી – સરદારના ગુજરાતમાં દારુબંધી હોવા છતાં બેફામ દારૂ મળી રહ્યો છે. નકલી દારૂને કારણે તાજેતરમાં જ 70 થી વધુ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ભાજપના શાસનમાં ૪૫ વર્ષમાં સૌથી વધુ બેરોજગારી દર અને 35 વર્ષમાં સૌથી ઊંચો મોંઘવારી દરના લીધે જનતા મુશ્કેલીનો સામનો કરી રહેલી જનતાના વિવિધ પ્રશ્નો-મુશ્કેલીઓની સામે નજીવી રાહત આપતી ભાજપની છેતરપિંડીનો જવાબ ગુજરાતની જનતા આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આપશે. છેલ્લા સાત મહિનામાં ૧૪ વખત સીએનજી ના ભાવ વધારતા ભાજપને રેલો આવતા નજીવો ભાવ ઘટાડવાની ફરજ પડી. મોંઘવારીના એક પછી એક માર આપતી ભાજપે ટેક્સ નામે લૂંટનો કારોબાર ચલાવી રહ્યા છે જનતાની જરૂરિયાતની ચીજ વસ્તુઓ પરનો ટેક્સ માં સતત વધારો થઈ રહ્યો છે રોટલી અને પરોઠા પર જીએસટી ઝીંકનાર ભાજપ એ સામાન્ય અને મધ્યમ વર્ગનો રોટલો છીનવવાનું પાપ કરી રહી છે સીએનજી માં 50 રૂપિયા પ્રતિ કિલો ના રૂ.90 જેટલો સુધીનો ભાવ વધારો કરીને પાંચ રૂપિયાની રાહત આપીને સામાન્ય જનતા સાથે વિશ્વાસઘાત કરી રહી છે ગેસ સિલિન્ડરને 414 રૂપિયા મળતો હતો ને 1,060 રૂપિયા કરીને પ્રજાને જીવવું મુશ્કેલ બનાવી દીધું છે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા, રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી આલોક શર્મા, એ.આઈ.સી.સી. મંત્રી અને સહપ્રભારી શ્રી બી.એમ. સંદિપ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, પ્રદેશ પ્રવક્તાશ્રી મનહર પટેલ, પ્રદેશ મીડીયા કોર્ડીનેટરશ્રી હેમાંગ રાવલ, મીડીયા પેનાલીસ્ટશ્રી હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.

૧૪-૧૦-૨૦૨૨

 

· કોંગ્રેસે નાગરિકોને અધિકારો આપ્યા અને ભાજપે છીનવ્યા : આલોક શર્મા

· કોંગ્રેસના કામ બોલે છે ભાજપના 107 કેસ વાળા કારસ્તાન બોલે છે : આલોક શર્મા

· કોંગ્રેસના સકારાત્મક કેમ્પેન “કોંગ્રેસના કામ બોલે છે” થી ડરેલી, ગભરાયેલી ભાજપ દ્વારા કરતા બેફામ વાણીવિલાસનો જવાબ કોંગ્રેસ પક્ષ મજબૂતાઈથી આપશે : હિંમતસિંહ પટેલ

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા શ્રી આલોક શર્માએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ જ્યારે દેશમાં ટાંકણી પણ નહોતી બનતી ત્યારે કોંગ્રેસ સરકારે દેશમાં નવરત્નોની સ્થાપના કરીને દેશને સ્વાવલંબી બનાવવા માટે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તિરંગાને સન્માન આપ્યું હતું. જયજવાન જય કિસાન નો નારો આપી, પાકિસ્તાન સામે પ્રથમ યુદ્ધ જીતીને લાલબહાદુર શાસ્ત્રીએ તિરંગાને સન્માન આપ્યું હતું. પાકિસ્તાનના બે ટુકડા કરીને અને પોખરાણમાં પ્રથમ અણુધડાકો કરી વિશ્વમાં તિરંગાનું નામ રોશન ઈન્દિરા ગાંધીએ કર્યું હતું. ભારતને ૨૧મી સદીમાં લઈ જનાર અને આઈ.ટી. અને ટેકનોલોજીક્રાંતિ લાવીને, ૧૮ વર્ષની ઉંમરે મતદાનનો અધિકાર આપીને રાજીવ ગાંધીએ તિરંગાને સન્માન આપ્યું હતું. આર્થિક ઉદારીકરણની શરૂઆત કરીને પી.વી. નરસિંહારાવે ભારતનો ડંકો વિશ્વમાં પ્રસ્થાપિત કરીને તિરંગાને સન્માન આપ્યું હતું. યુ.પી.એ. અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધી અને વડાપ્રધાનશ્રી મનમોહનસિંહનો સમયગાળો અધિકારોનો દાયકો ગણાય છે. ભારત દેશના નાગરિકને સુચનાનો અધિકાર (આર.ટી.આઈ.) આપવામાં આવ્યો કે જેના કારણે આજે દરેક નાગરિક પોતે કોઈપણ માહિતી મેળવી શકે છે. મનરેગા દ્વારા રોજગારનો અધિકાર આપવામાં આવ્યો કે જેના દ્વારા 100 દિવસની નિશ્ચિત રોજગારી ગ્રામ્ય કક્ષાએ મેળવીને નાગરિકો પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે છે. ભણતરનો અધિકાર આપવામાં આવ્યો (આર.ટી.ઈ.) જેના દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના બાળકો દેશની સારામાં સારી સ્કુલમાં ભણતર મેળવી શકે છે. અન્નનો અધિકાર (રાઈટ ટુ ફુડ) માટે રાજ્ય સભામાં કાયદો પાસ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ દ્વારા આઈ.આઈ.ટી. અને એમ્સ બનાવવામા આવ્યાં, જાહેર સાહસોની કંપનીઓ બનાવવામાં આવી અને ભાજપે ડીસઈન્વેસ્ટમેન્ટ દ્વારા આ કંપનીઓને કોડીઓના દામથી પોતાના ઉદ્યોગપતિઓને પધરાવી દેવામાં આવી. કોંગ્રેસે સંવિધાનીક સંસ્થાઓને મજબુત કરીને સ્વાયત બનાવી જ્યારે ભાજપ દ્વારા સંવિધાનીક સંસ્થાઓને પોતાની પીઠ્ઠુ બનાવવાનો કારસો રચવામાં આવ્યો. એકતરફ ભારતીય જનતા પાર્ટીએ શાસનમાં આવતી વખતે કહ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે પરંતુ ખેડૂતોના કાળા કાનૂન લાવીને તેમની સાથે દ્રોહ કરવામાં આવ્યો. અંતે 900 ખેડૂતોના મૃત્યુ પછી આ કાળા કાયદાને ના છુટકે પાછો લેવો પડ્યો. કોંગ્રેસના શાસનમાં 134 ડોલર પ્રતિ બેરલ ક્રુડ ઓઈલ હોવા છતાં પેટ્રોલ તથા ડીઝલના ભાવ સબસીડી દ્વારા અંકુશમાં રાખવામાં આવ્યાં. ભાજપ દ્વારા ઉજવલા યોજનાના નામે માત્ર નોટંકી કરવામાં આવી. આજે 87 ટકા ગેસ સીલીન્ડર ઉજવલા યોજનામાં રીફીલ થતા નથી. કોંગ્રેસ દ્વારા આધાર કાર્ડ રજુ કરવામાં આવ્યું ત્યારે તેનો સૌથી વધારે વિરોધ ભાજપે કર્યો હતો અને આજે તે યોજનાઓના અમલીકરણ માટે એક અનિવાર્ય અંગ બની ચુક્યું છે. કોંગ્રેસ જ્યારે દેશમાં વન નેશન વન ટેક્ષ જી.એસ.ટી. દ્વારા લાવનાર હતી ત્યારે તેનો વિરોધ કરવામાં આવ્યો અને આજે પેટ્રોલ – ડીઝલને તેમાથી બાકાત રાખીને જી.એસ.ટી.નો સ્વિકાર કરવામાં આવ્યો છે. મોદીજી જ્યારે સત્તામાં આવ્યા ત્યારે દેશનું જે દેવુ હતુ તેના કરતા ચાર ગણુ દેવુ આઠ વર્ષમાં વધી ગયું છે. એ જ રીતે ભાજપ ગુજરાતમાં સત્તામાં આવી ત્યારે માત્ર 9000 કરોડ ગુજરાતનું દેવુ હતું જે આજે વધીને ત્રણ લાખ કરોડ થઈ ગયું છે. કોંગ્રેસે નાગરિકોને અધિકારો આપ્યા અને ભાજપે છીનવ્યા એ હવે દેશના નાગરિકો જાણી ગયા છે. આજે જ્યારે દેશમાં નફરત ફેલાવવા માટે દેશ વિરોધી તત્વો જ્યારે તક સાધી રહ્યાં છે ત્યારે દરેક કોંગ્રેસીજન ખેડૂતો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે, દલિત, આદિવાસી, ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ માટેના હક્ક અને અધિકારોની રક્ષાકાજે એક નવી આઝાદીની લડાઈ લડવા કટિબધ્ધ છે.

કોંગ્રેસના સકારાત્મક કેમ્પેનથી “કોંગ્રેસના કામ બોલે છે”થી ડરેલી, ગભરાયેલી ભાજપ સરકારના કૌભાંડ-કાંડનો ખુલાસો કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી હિમંતસિંહ પટેલ જણાવ્યું હતું કે કોંગ્રેસના ગુજરાત નિર્માણમાં યોગદાન કામોથી રાજ્યમાં ચારે તરફથી લોકોને સ્વીકારી રહ્યા છે. કોંગ્રેસના કરેલા કાર્યો દ્વારા રાજ્ય સાચી દિશા તરફ જઈ રહયું છીએ. ભાજપ ફક્ત કોંગ્રેસને કોસવાનું કામ કરે છે, ગુજરાત ના લોકો માટે શું કર્યું?, યુવાનોને રોજગારી કેટલી આપી? તેનો જવાબ ભાજપ સરકાર આપે.. 27 વર્ષના શાસનમાં ખાનગીકરણ, વેપારીકરણ જ કર્યું છે. તમામ સમાજ, યુવાઓ, જવાનો, જુદા જુદા સંગઠનોના ૨૬ જેટલા આંદોલનો સરકાર સામે ચાલી રહ્યા છે. ગૃહણીઓના ઘરના બજેટ ખોરવાઈ ગય છે, પરિવારો આત્મહત્યા કરી રહ્યા છે, ગ્રામ્ય આરોગ્યલક્ષી સેવાઓમાં ડોકટરો મળતા નથી, યુવાઓને ફિક્સ પગારમાં આર્થિક શોષણ કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસના સકારાત્મક કેમ્પેન “કોંગ્રેસના કામ બોલે છે” થી ડરેલી, ગભરાયેલી ભાજપ દ્વારા કરતા બેફામ વાણીવિલાસનો જવાબ ગુજરાતની જનતા મજબૂતાઈથી આપશે.

12-10-2022

 

· દેશ માટે બલિદાન આપનાર ગાંધી પરિવાર એ કોંગ્રેસ પક્ષ માટે મુડી છે : શશી થરુર

· સમગ્ર દેશમાં કોંગ્રેસ એકમાત્ર રાજકીય પક્ષ છે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પારદર્શક પ્રણાલીથી થાય છે:શશી થરુર

· અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે પુજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી આશીર્વાદ મેળવ્યાં : શશી થરુર

· અમારા બન્નેમાંથી જે કોઈપણ જીતે અંતે કોંગ્રેસ પક્ષ વધુ મજબુત થશે : શશી થરુર

 

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં લોકસભા સાંસદ અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી શશી થરુરજીએ જણાવ્યું હતું કે, અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે પુજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી આશીર્વાદ મેળવ્યાં હતાં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખના ઉમેદવાર તરીકે પ્રદેશના ડેલીગેટો સાથે મુલાકાત કરવા ગુજરાતમાં આવ્યો છું. સમગ્ર ભારતમાં કોંગ્રેસ એકમાત્ર રાજકીય પક્ષ છે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પારદર્શક પ્રણાલીથી થાય છે. કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા આદરણીયશ્રી મધુસુદન મિસ્ત્રીજીએ આ ઉમદા પ્રણાલી બનાવી છે. સોમવારે તા. 17ના રોજ સમગ્ર દેશના પ્રદેશ ડેલીગેટ વોટીંગ કરશે તે પહેલા ગુજરાત પ્રદેશના ડેલીગેટો સમક્ષ મારી વાત રજુ કરવા, મતદારોને સમજવા આવ્યો છું. અમે ઈચ્છીએ છીએ કે, કોંગ્રેસ પક્ષ હજુ મજબુત થાય અને તે માટે આ આંતરીક ચૂંટણી મહત્વની છે. કોંગ્રેસ પક્ષના આદરણીય રાહુલ ગાંધી ‘ભારત જોડો’ પદયાત્રા કરી રહ્યાં છે જેનાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે. દેશ માટે બલિદાન આપનાર ગાંધી પરિવાર એ કોંગ્રેસ પક્ષ માટે મુડી છે.. અમારા બન્નેમાંથી કોઈપણ અધ્યક્ષ બને તે ગાંધી પરિવારથી દુર રહેવા નહીં માંગે. અમારા બન્નેમાંથી જે કોઈપણ જીતે અંતે કોંગ્રેસ પક્ષ વધુ મજબુત થશે દેશની અન્ય પક્ષોએ પણ મજબુત લોકશાહી માટે અમારી પ્રણાલી અપનાવવી જોઈએ. ભાજપમાં લોકશાહી વિરુધ્ધ આંગળી ઉંચા કરે તેવા પસંદ કરી થોપવામાં આવે છે. કોંગ્રેસના બંધારણમાં જે કઈ લખ્યું છે તેને કરવા હું કટીબધ્ધતાથી કામ કરીશ.

લોકસભા સાંસદશ્રી થરૂરજીએ પત્રકારોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, સંપૂર્ણપણે લોકશાહી ઢબે આંતરીક ચૂંટણી યોજાઈ રહી છે બ્લોક લેવલથી પક્ષ કાર્યકર્તા મજબુત કરવા જરૂરી છે. કોંગ્રેસ મજબુત થશે તો જ ભારત મજબુત થશે. કોંગ્રેસ પક્ષમાં આવનારી કોંગ્રેસ સંગઠનની ચૂંટણી પક્ષને વધુ મજબુત કરશે. ચૂંટણીમાં દસ સિંદ્ધાંતોનો મેનીફેસ્ટ્રો તમામ પ્રદેશ ડેલીગેટ મતદારોને આપીએ છીએ. જેના મુજબ ચૂંટણી પ્રચારમાં સંગઠનમાં વધુ યુવાનો અને મહિલાઓ જોડાશે અને જવાબદારી નક્કી કરાશે. સંગઠનમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં ચૂંટણી થાય અને તેમાં પણ 12 સભ્યો કોંગ્રેસના સંવિધાન મુજબ ચૂંટાઈને આવે તેવી પ્રક્રિયા હશે. કોંગ્રેસ સંગઠનમાં વિકેન્દ્રીયકરણ કરીશું, કોંગ્રેસ પક્ષના પ્રદેશ કાર્યાલયને તમામ ગતિવીધીઓ – કાર્યોનું કેન્દ્ર સ્થાન બનાવવામાં આવશે. કોંગ્રેસ પક્ષના મૂળ સિધ્ધાંતો જેવા કે સમાવેશી ભારત, ધર્મનિર્પેક્ષતા, સ્વાતંત્ર્યતા, સામાજીક ન્યાય, રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબુત બનાવવામાં આવશે. કોંગ્રેસ પક્ષમાં કાર્યકર્તાઓની ભાગીદારી વ્યાપક કરવામાં આવશે જેવા દસ સિધ્ધાંતોનો ચૂંટણી ઢંઢેરો તમામ પ્રદેશ ડેલીગેટોને આપ્યો હતો.

09-10-2022

 

 

આવતી કાલે તા. 10 ઓક્ટોબર, 2022ને સોમવારના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના આદિવાસી નેતા અને લોકપ્રિય ધારાસભ્યશ્રી અનંત પટેલ પરના હૂમલાના વિરોધમાં શહેર – જિલ્લા કક્ષાએ સવારે 11-00 વાગે શહેર – જિલ્લા પ્રમુખશ્રીઓ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

 

(ડૉ. મનિષ દોશી)

મુખ્ય પ્રવક્તા

 

———————————————————————————–

અખબારી યાદી
તા. ૦૯-૧૦-૨૦૨૨

 

 

આદિવાસી વિરોધી ભાજપની નીતિઓના વિરોધમાં સતત લડત આપતા કોંગ્રેસના વાંસદાના યુવા ધારાસભ્યશ્રી અનંત પટેલ પર કરવામાં આવેલા હુમલાને સખત શબ્દોમાં વખોડતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મીડીયા ડીપાર્ટમેન્ટના ચેરમેનશ્રી પવન ખેરાજીએ જણાવ્યું હતું કે, ગુજરાતના આદિવાસીઓના હક્ક અને અધિકાર માટે છેલ્લા લાંબા સમયથી શાંતિપૂર્ણ અને ગાંધીચિંધ્યા માર્ગે તાપી પાર લીંક પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા ધારાસભ્યશ્રી અનંત પટેલ પર થયેલા ઘાતકી હુમલાને સખત શબ્દોમાં વખોડીએ છીએ. જળ, જંગલ અને જમીનને બચાવવા માટે કોંગ્રેસ પક્ષ કટીબધ્ધ છે. આદરણીયશ્રી રાહુલ ગાંધીજીએ પણ કાયરતા પૂર્ણ કરવામાં આવેલા હુમલાને નિંદનીય ગણાવ્યું છે અને આ સુનિયોજીત હુમલો ભાજપ સરકારની ગભરાહટ દર્શાવે છે. કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તા – આગેવાનો આદિવાસી ભાઈ-બહેનોના હક્ક અધિકાર માટે છેલ્લા શ્વાસ સુધી લડશે. આદિવાસી વિરોધી યોજનાઓને પરત લેવાને કારણે બોખલાયેલી કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારને શ્રી અનંતભાઈ પટેલે ઘુંટણીએ પાડી દીધી હતી. જે વાત ભાજપને સતત ખટકી રહી છે. કોંગ્રેસના લોકપ્રિય ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલ 10 ઓક્ટોબરના રોજ આદિવાસીઓના અધિકારો માટે “સંઘર્ષ રેલીનું” આયોજન કર્યું છે. જેમાં હજારોની સંખ્યામાં સ્થાનિકો, આદિવાસી આગેવાનો, યુવાનો જોડાશે. ત્યારે હાર ભાળી ગયેલી ભાજપ સરકારે તંત્રનો દુરુપયોગ, જુદા જુદા હથકંડાઓ, સામ, દામ, દંડ, ભેદની નીતિથી તેમને રોકવા માટે સુનિયોજીત હુમલો કરવામાં આવ્યો છે. પોતાની સત્તા ટકાવી રાખવા બેબાકડી બનેલી ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો, પોલીસ તંત્રનો, વહિવટીતંત્રનો દુરુપયોગ કરી રહી છે પરંતુ કોંગ્રેસ પક્ષ ડર્યા વગર ઈંટનો જવાબ પથ્થરથી આપશે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં શ્રી પવન ખેરાજીએ જણાવ્યું હતું કે, દિલ્હીના ડ્રામેબાજ ગુજરાતમાં આવીને જુદા જુદા ડ્રામા કરે છે. ગુજરાતમાં મત માંગવા માટે પોતાને કૃષ્ણનો અવતાર બતાવે છે અને દિલ્હીમાં મત મેળવવા હનુમાનનો અવતાર બતાવે છે. “એક મોકાની વાત કરતા” હરિયાણાના કેજરીવાલને ખુલ્લી ચેલેન્જ છે કે 24 કલાકમાં ગુજરાતની જનતાને જણાવે કે તે કઈ સીટ ઉપરથી ચૂંટણી લડશે ? જનતાના મંદી – મોંઘવારી – બેરોજગારી જેવા મુળ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા ચૂંટણી ટાણે પોસ્ટર વોર કરીને ભાજપ અને તેની બી-ટીમ નાગરિકોને ગુમરાહ કરવાનું કામ કરી રહી છે. ગુજરાત કોંગ્રેસના “કોંગ્રેસ પક્ષનું કામ બોલે છે” પોસ્ટર, ભાજપના પોસ્ટર અને આપ પાર્ટીના પોસ્ટરનો અભ્યાસથી ખ્યાલ આવશે કે, કઈ પાર્ટી ગુજરાતની જનતા માટે મુળમુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખી જનલક્ષી – પ્રગતિલક્ષી કામગીરીની વાત કરી રહી છે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી આલોક શર્માજી અને એ.આઈ.સી.સી. મીડીયા કોર્ડીનેટર ડૉ. ચૈનિકા ઉનિયાલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, પ્રદેશ પ્રવક્તાશ્રી નૈષદ દેસાઈ, મીડીયા કોર્ડીનેટરશ્રી હેમાંગ રાવલ, મીડીયા પેનાલીસ્ટશ્રી હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.

————————————————————————–

કોંગ્રેસ પક્ષના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે ભાજપની રાજકીય ગુંડાગીરી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આદિવાસીના પ્રશ્નોને લઈને સતત લડાઈ લડતા ગુજરાતના યુવાન ધારાસભ્યશ્રીની વધતીજતી પ્રતિષ્ઠાથી બોખલાઈ ભાજપના લોકો દ્વારા ધારાસભ્યશ્રી અનંત પટેલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ હુમલાને સખત શબ્દોમાં વખોડીકાઠે છે. ધારાસભ્યશ્રી અનંત પટેલ ઉપર કરવામાં આવેલ હુમલો એ સમસ્ત આદિવાસી સમાજ પરનો હુમલો છે. ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામભાઈ રાઠવા, કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખશ્રી અમિત ચાવડા, વાંસદાના ઉનાઈ ગામે પહોંચી ધારાસભ્યશ્રી અનંત પટેલની ન્યાય માટેની લડતમાં જોડાયા હતા.

 

(ડૉ. મનિષ દોશી)

મુખ્ય પ્રવક્તા

——————————————————-

અખબારી યાદી તા. ૦૯-૧૦-૨૦૨૨

 

 

 

· ગુજરાત કોંગ્રેસના આગેવાનશ્રીઓએ જ્યોતિષપીઠ બદ્રી કેદારનાથ શંકરાચાર્યશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજના અધ્વેત આશ્રમ ખાતે આશીર્વાદ મેળવ્યાં.

· ગુજરાત અને દેશ સુખાકારી અને પ્રગતિના માર્ગ ઉપર આગળ વધે તેના માટે કામના કરીઃ શ્રી આલોક શર્મા

 

આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્મા સહિત આગેવાન અને કાર્યકર્તાઓએ અધ્વેત આશ્રમ અમદાવાદ ખાતે જ્યોતિષપીઠ બદ્રી કેદારનાથ શંકરાચાર્યશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. હતાં,

આ પ્રસંગે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્માએ જણાવ્યું હતું કે, “સનાતન ધર્મએ હંમેશા આપણી સંસ્કૃતિને ભાઈચારાનો રસ્તો દર્શાવ્યો છે. આજે અધ્વેત આશ્રમમાં આવીને શંકરાચાર્યજીના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને તેમની પાસે ગુજરાત અને દેશ સુખાકારી અને પ્રગતિના માર્ગ ઉપર આગળ વધે અને દેશમાં કોઈ દુઃખી ના રહે તેના માટે કામના કરીને આશીર્વાદ મેળવ્યાં છે.”

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી પંકજ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોર્ડીનેટરશ્રી હેમાંગ રાવલ સહિત શહેરના આગેવાનશ્રીઓ તથા કાર્યકર્તાઓએ પણ મોટી સંખ્યામાં હાજર રહી શંકરાચાર્યજીના દર્શન અને આશીર્વાદ મેળવ્યાં હતાં.

 

હેમાંગ રાવલ

મીડીયા કોર્ડીનેટર

—————————————

અખબારી યાદી તા. ૦૯-૧૦-૨૦૨૨

 

· કિસાન સંઘે અને ભાજપા સરકારે ભેગા મળીને કુલડીમા ગોળ ભાંગ્યો …. મનહર પટેલ

· ૨૫ વષઁથી ખેડુતોની ઠેકેદારી કરતી સંઘ સંચાલિત કિસાન સંઘ કયારેય ખેડુતોના પ્રશ્નો માટે પરીણામ સુધી લડતી નથી…

· કિસાન સંઘ ચુંટણી સમયે ગુજરાત સરકાર સામે ખેડુતાના પ્રશ્ને શુરા બને પરંતુ પરિણામલક્ષી એક પણ સંઘષઁ કરેલ નથી

 

ખેડુતોને વિશ્વાસના લેવા સરકારને આવી – તેવી કહે, ખેડુતોને રોડ પર લાવશે , ખેડુતેના વિશાળ સમુહ કે ખેડુત સભાઓ બોલાવે, તેમની સંસ્થાની વિચારધારા પ્રમાણે ઝેર ઓકતા ભાષણો કરીને પોતાના ખેડુતોના દુખ દદોઁ માટે પોતે કિસાન સંઘ એક માત્ર હામી છે તેવો દેખાડો કરીને ખેડુતોનો ભોળવવા માટે કોઇ નાટક બાકી નહી રાખે પરતુ આ તમામ નાટક ભાજપા-સંઘનો સત્તા ટકાવી રાખવાનો એક ભાગ છે…એટલે ૨૫ વષઁમા આ સંગઠન ખેડુતોના પ્રશ્નોને દિમાગથી સરકાર સામે મુકે છે દિલથી નહી અને દુભાઁગ્ય એ છે કે મારો ખેડુત પોતાના સ્થિતિને લઇને દિલથી જોડાય છે એટલે જ ભાજપા સરકાર સામે કિસાન સંઘના તમામ આંદોલનો માત્ર નાટક સાબિત થયા છે.

 

દિલ્હીના સિમાડે ૧ વષઁ ખેડુતોએ કેન્દ્રની ભાજપા સરકાર સામે આંદોલન ચલાવ્યુ ૩ કાળા કૃષિ કાયદા દેશના તમામ ખેડુતોની ભુંડી દશા બેસાડનાર હતા, જે કાયદા માટે ખેડુતોની – કૃષિ અથઁશાસ્ત્રીઓની કે કૃષિ વૈજ્ઞાનિકોની કોઇ માંગ પણ ન હતી, તેને પાછા ખેચવા માટે સરકાર સામે દેશના ખેડુતો પોતાના અસ્તિત્વની લડાઇ લડી રહ્યા હતા ત્યારે કિસાન સંઘ કયા ઉભુ હતુ ? ત્યારે સમગ્ર દેશે જોયુ કે કિસાન સંઘ ભાજપા સરકારની કદમ બોચી કરતુ હતુ. તેમને આ આંદોલનને સમથઁન તો ન આપ્યુ પરંતુ સરકારની બગલ બેસીને સત્યાગ્રહી ખેડુત સમુદાયનો આડકતરો વિરોધ કયોઁ હતો….એનાથી આગળ એક વષઁના આ સત્યાગ્રહમા ૭૦૦ વધુ ખેડુતોએ પોતાના જીવ ગુમાવ્યા અને દેશની ખેતીના સવાલને શહાદત વોરી પરંતુ આ ભાગ્યવાન કિસાન સંઘે કિસાનોના દિવ્ય આત્માઓની શાંતિ માટે પણ એક શોક સંદેશ આપ્યો નથી….નથી પોતાની સંસ્થામા શોકાંજલીનો એક દિપક પ્રગટાવ્યો, આ છે દેશના અન્નદાતાઓ પ્રત્યે કહેવાતી સંઘ સંચાલિત કિસાન સંઘની ખેડુતો પ્રત્યેની સમજ.

 

ટુંકમા ગુજરાતમા કિસાન સંઘના ચાલુ આંદોલનનો આજે અંત આવ્યો છે એવુ છાપા કહે છે હવે ભાજપા અને કિસાન સંઘના જે કોઇ એક બે નેતા સિવાય આ વિટો કેમ વળ્યો તે કોઇને ખબર નહી હોય….અને કિસાન સંઘના ધરણા હવે મોકુફ છે….

 

મારા સ્પષ્ટ પ્રતિક્રીયા છે કે ખરેખર મુદ્દા હતા તેના પર સરકારે કોઇ સહમતી નથી આપી,

✔ જે દસ મુદ્દા ઉપર સમાધાનની વાત બહાર આવી છે તે તમામ મુદ્દામા કોઇ સ્પષ્ટતા નથી,

✔ ભાજપા સરકાર ૨૫૦ કરોડનુ પેકેજ જાહેર કયુઁ, ભાજપાના સરકારના પેકેજના પડીકા કેવા હોય છે તેના સારો દેશ જાણતો થઇ ગયો છે.

✔ ભાજપા સરકારે પ્રશ્નો માટે તપાસ સમિતિ રચવાની ખાતરી આપી..સરકારે ભુતકાળની નિયુકત કરેલી સમિતિ-SIT એ કેવા પરિણામો આપ્યા છે તે આપણી સામે છે..અને ભાજપા સરકાર આવી સમિતિઓ પોતાના લાભ માટે નિયુકત કરે છે નહી કે ખેડુત જનતા માટે….

✔ ટુંકમા કહેવાતા મહત્વના ૧૦ મુદ્દાને લઇને કિસાન સંઘે આંદોલન શરુ કયુઁ હતુ તેમા ખરખર મહત્વના મુદ્દા તેમા ન હતા… માત્ર સરકાર કુલડીમા ગોળ ભાંગી શકે તેવા મુદ્દાને લઇને આ આંદોલન હતુ અને તેનો જવાબ સરકાર આપી દીધો ખેડુતોના મુખ્ય પ્રશ્નો ત્યાને ત્યા છે જે કિસાન સંઘને કયારેય નજરમા નહી આવે ….

 

ખેડુતોની પીડા ઓછી કરવા તેના ર્હદયમા બેસીને સમજવાનો પ્રયાસ કરો…. સામાન્ય સમજ કહે છે કે વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેતીને નફાકારક બનાવવી હોય તો નીચેના મુદ્દાનુ નિરાકરણ જરુરી છે…

✔ MSP નો કાયદો બનાવો,

✔ ખેડુતોના દેવા “માફ” કરો અને વિજળી બિલ “હાફ” કરો

✔ ખાનગી કૃષિ યુનિ.ઓને તાળા મરાવો,

✔ પાક વિમો ચુકવો

✔ પશુ ધન ઉપર પણ વિમા યોજના નીચે આવરો,

✔ ડીઝીટલ જમીન માપણીને રદ કરો

✔ GLDC કૌભાંડો બહાર કાઢો

✔ અતિવૃષ્ટીની નુકશાનીની સહાય ચુકવો.

✔ પશુ પાલકોને દુધ પર સબસીડી આપો,

✔ નિરાધાર પશુઓને આશરો આપતી ગૌશાળાની ગૌ માતાના નિભાવ માટે બજેટમા મુકેલ અને જાહેર કરેલ નાણા તેમને આપો

✔ વાત થાય સાથે કરે ચુંટણી સમયે ખેડુતોના પ્રશ્નો પર

✔ ૭૦ % ખેતી મહિલા ઉપર છે ખેતીને જીવતી રાખવા માટે મહીલા ખેડુતોને ખાસ લાભ આપો.

✔ ખેતીના ઓજાર, સાધનો, પિયતના સાધનો, દવા -ખાતર – બિયારણ પર GST રદ કરો…

 

પરંતુ દુભાઁગ્ય કે ગુજરાતના ખેડુતો માટે ભાજપા સરકારે આ દિશામા વિચારવાની પણ શરુઆત નથી કરી.

 

એટલે દેશના અન્નદાતાઓને મારી પ્રાથઁના છે કે કિસાન સંઘના મુદ્દા એ તમારા ખરેખર મુદ્દા અંત સુધી તેના હાથમા નથી રહેતા આ સમજને કાયમી ગાઠવાળી રાખશો..

 

 

મનહર પટેલ

પ્રવકતા, ગુજરાત કોંગ્રેસ

————-
07-10-2022

 

 

 

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષપદના ઉમેદવાર શ્રી મલ્લીકાર્જુન ખડગેજીએ જણાવ્યું હતું કે, આજે હું બાપુ અને સરદાર પટેલ સાહેબની ધરતી પર ઉભો રહીને તમારા બધા સાથે વાત કરવા માટે ખૂબ જ ભાગ્યશાળી અને ગર્વ અનુભવુ છું. આ બે મહાપુરુષોએ કોંગ્રેસ પક્ષને તેમનું નેતૃત્વ સોંપ્યું તેનાથી મોટું સૌભાગ્ય શું હોય. આ મહાપુરુષોની ધરતીની માટી મારા માથા પર લગાવીને હું મારી વાત શરૂ કરું છું.

સાથીઓ, કોંગ્રેસ પક્ષે તેના નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઑક્ટોબર 17 ના રોજ, દેશભરમાંથી 9,300 પ્રદેશ પ્રતિનિધિઓને તે નક્કી કરવાની તક મળશે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આગામી અધ્યક્ષ તરીકે કોણ આપણું નેતૃત્વ કરશે. હું આ ચૂંટણીમાં ઉમેદવાર છું, અને ગુજરાતમાંથી મારા સાથીદારોના મત અને સમર્થન માટે અહીં આવ્યો છું.

કોંગ્રેસ પક્ષ દેશનો એકમાત્ર રાજકીય પક્ષ છે, જ્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી પક્ષના કાર્યકરો દ્વારા લોકતાંત્રિક પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. આપણા 9,300 પરદેશ પ્રતિનિધિઓ પક્ષના આગામી અધ્યક્ષ કોણ બનવા જોઈએ અને તેમની લાયકાત શું છે તે અંગે શ્રેષ્ઠ નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે.

હું કોંગ્રેસ પક્ષ સાથે પાંચ દાયકાથી વધુ સમયથી કામ કરી રહ્યો છું. જાહેર સેવામાં મારી કારકિર્દી વિદ્યાર્થી નેતા તરીકે શરૂ થઈ હતી. 1969માં ગુલબર્ગા સિટી કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા તે પહેલાં મેં શ્રમિક નેતા તરીકે કામ કર્યું હતું. 1972 અને 2009 ની વચ્ચે, હું સતત નવ ટર્મ માટે કર્ણાટક વિધાનસભામાં ચૂંટાયો, જ્યાં મેં વિવિધ વિભાગોમાં મંત્રી, વિરોધ પક્ષના નેતા અને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સેવા આપી. ૨૦૦૯ માં, હું લોકસભામાં ચૂંટાયો હતો અને યુપીએ-2 સરકારમાં શ્રમ અને રેલ્વે, સામાજિક ન્યાય અને સશક્તિકરણ માટેના કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી હતી.

2014 થી 2019 સુધી સોળમી લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે, મેં વિપક્ષ તરફથી મોદી સરકારનો સામનો કર્યો. 2021થી રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે હું સરકારને પડકાર ફેંકી રહ્યો છું અને તેમની નિષ્ફળતાઓને ઉજાગર કરી રહ્યો છું. ઉદયપુર મેનિફેસ્ટોમાં જણાવેલ, “એક વ્યક્તિ, એક પદ” માટે પક્ષની પ્રતિબદ્ધતાને અનુસરીને, કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીને રાજ્યસભામાં વિપક્ષના નેતાના પદ પરથી પોતાનું રાજીનામું સોંપ્યું છે.

કર્ણાટકના પછાત પ્રદેશમાં આવેલા, એક નાનકડા ગામમાંથી મારા જેવા સામાન્ય માણસના પુત્રને એક દિવસ આ ઐતિહાસિક પક્ષના પ્રમુખના ઉમેદવાર બનવાની તક આપનારા કોંગ્રેસ પક્ષ જેવો અન્ય કોઈ રાજકીય પક્ષ નથી. તેના બદલે, મારું યોગદાન આપીને, મેં આ ક્ષેત્રના સર્વસમાવેશક વિકાસ માટે બંધારણમાં કલમ 371Jનો સમાવેશ કરાવ્યો.

હું પોતાને પ્રમોટ કરવામાં માનતો નથી. હું ન તો તેવો છું અને ન તો તેવો બનવા માંગુ છું. મારા તમામ કાયદાકીય રેકોર્ડ, વહીવટી સિદ્ધિઓ અને તમામ અડગ પ્રતિબદ્ધતાઓ કોંગ્રેસ પક્ષ અને તેના વારસા માટે છે. પચાસ વર્ષમાં મને મારી સંસ્થા અને સરકારમાં વિવિધ સ્તરે યોગદાન આપવાની તક મળી છે. આ અનુભવોએ મને પક્ષની ઊંડી સમજ આપી. મને ખબર છે કે આપણા કાર્યકરોનો ઉત્સાહ ક્યારે વધે છે. તેઓ જે પડકારોનો સામનો કરે છે તે હું જાણું છું. હું તેમની ચિંતાઓને સમજું છું અને હું મારા પક્ષને મજબૂત કરવા તેમની સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છું.

દરેક રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસને લોકોની પસંદગી બનાવવા માટે આપણે એકજૂથ થઈને આપણા પ્રયાસોને વેગ આપવાનો આ સમય છે. એટલા માટે હું મારી પૂર્ણ શક્તિથી પક્ષની સેવા કરવા માંગુ છું. તમારા સહકારથી પ્રમુખ બન્યા પછી આપણા પક્ષની પ્રાથમિકતાઓ ‘હું’ એકલો નહીં, ‘આપણે’ બધા સાથે બેસીને નક્કી કરીશું. પરંતુ, હું નીચેની કેટલીક મહત્વની બાબતો પર ઝડપી પગલાં લેવાના પક્ષમાં છું.

૧. “50 હેઠળ 50” ફોર્મ્યુલા સાથે ઉદયપુર મેનિફેસ્ટોનો અમલ મારી પ્રાથમિકતા રહેશે.

૨. હું દરેક સ્તરે પક્ષનું માળખું મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશ, અને તમામ બાકી નિમણૂકો તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે.

૩. જે રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે ત્યાં પક્ષના સંગઠન સાથે મળીને કામ કરવાની મારી ટોચની પ્રાથમિકતા રહેશે.

જો આપણે સાથે મળીને કામ કરીશું, તો આપણે જીતીશું!

ગુજરાત રાજ્યની રચના 1960માં થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ અડધો સમય કોંગ્રેસ અને અડધો સમય ભાજપની સરકાર રહી છે. પરંતુ આજે જ્યારે પણ ગુજરાતની જનતા કોંગ્રેસની સરકારોને યાદ કરે છે ત્યારે તેમને શાળાઓ, કોલેજો, યુવાનો માટે રોજગારીની તકો, સસ્તું પેટ્રોલ, સસ્તું ડીઝલ, સસ્તો રાંધણગેસ, સારી સિંચાઈ યોજનાઓ, ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ અને સ્થાનિક રોજગાર માટે બનાવવામાં આવેલ જીઆઇડીસી યાદ આવે છે, જ્યારે બીજી તરફ ભાજપની સરકારોએ ગાંધી અને પટેલની ભૂમિને દેશની “ડ્રગ કેપિટલ” બનાવી દીધી છે. આજે ગુજરાતમાં યુવાનો માટે નોકરીની કોઈ તકો નથી,ભરતીઓ આવતી નથી, જો ભરતી આવે તો પરીક્ષાઓ આવતી નથી, અથવા પેપર લીક થઈ જાય છે, અથવા પરીક્ષા પછી પરિણામ આવતું નથી , અથવા પરિણામ બહાર આવે છે, પછી નિમણૂક પત્ર પ્રાપ્ત થતા નથી. કહેવાતી ડબલ એન્જીનની ધુમાડો છોડતી સરકારથી પરેશાન થઈને આજે આદિવાસી વર્ગ સત્યાગ્રહ કરી રહ્યો છે, દલિતો પરના અત્યાચારો વધી રહ્યા છે અને સમાજના નબળા વર્ગને વધુ નબળા બનાવવાનું કામ થઈ રહ્યું છે. ગુજરાતની ભાજપ સરકારોએ નફરત ફેલાવો અને રાજ કરોની નીતિ અપનાવીને ગુજરાતની જનતા સાથે છેતરપિંડી કરી છે. રાજ્યમાં ફેલાયેલી આ નફરતને નાબૂદ કરવા માટે, યોગ્ય રોજગારીની તકો પૂરી પાડવા, મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને મોંઘવારીમાંથી મુક્તિ અપાવવા માટે રાહુલ ગાંધીજી 3570 કિલોમીટરની ભારત જોડો યાત્રા પર નીકળ્યા છે. આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે. હવે ડબલ એન્જિનની ધુમાડાયુક્ત, બેરોજગારીપ્રેમી સરકારનો જવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસ આગામી ચૂંટણીમાં અભૂતપૂર્વ દેખાવ કરીને ગુજરાતને દેશનું ઉત્પાદન (મેન્યુફેકચરીંગ) કેપિટલ બનાવવા કામ કરશે, જેની સામાન્ય લોકોના જીવનમાં સકારાત્મક અસર પડશે.

આ ચૂંટણી ‘મારા’ વિશે નથી, ‘આપણા’ વિશે છે. ટીમ વર્ક જ આપણાં પક્ષને આગળ લઈ જઈ શકે છે. મારી સમગ્ર રાજકીય કારકિર્દી દરમિયાન, મેં ‘સલાહાત્મક નેતૃત્વ’ પ્રત્યે મારી પ્રતિબદ્ધતા દર્શાવી છે. હું આશા રાખું છું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર તરીકે, ગુજરાતના તમામ પ્રદેશ પ્રતિનિધિઓ તેમના આશીર્વાદ આપશે અને પક્ષ અને દેશની સેવા કરવાની ઐતિહાસિક તક આપશે.
——-
૨૬-૦૯-૨૦૨૨

 

 

 

 

· “ભારત જોડો યાત્રા” સહીત ગુજરાતમાં કોંગ્રેસપક્ષનું “કામ બોલે છે“ તે વક્તા, પ્રવકતા, પેનાલીસ્ટઓ આક્રમકતાથી માધ્યમો સમક્ષ તથ્યો સાથે રજુ કરે.

· આદરણીય રાહુલ ગાંધીજીનાં ભારત જોડો યાત્રા સંદેશાનાં આપ સૌ વાહક છો.

· અમદાવાદ શહેરમાં નેશનલ ગેમ્સના પોસ્ટરોમાં પણ “ભારત જોડો” સ્લોગન દેખાય છે આજ ‘ભારત જોડો યાત્રા’ની સફળતા છે.

· કોંગ્રેસ પક્ષ આક્રમતાથી જુઠ્ઠાણા સામે લડી રહી છે. સત્યથી વેગળી દરેક બાબતે કોંગ્રેસ પક્ષ લીગલ નોટિસ આપી રહી છે આ નવી કોંગ્રેસ છે.

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત “પ્રદેશ મીડિયા વર્કશોપ ૨૦૨૨”માં સમગ્ર ગુજરાતમાંથી આવેલા વકતા, પ્રવક્તા અને મીડિયા પેનાલીસ્ટઓને માર્ગદર્શન આપતા પૂર્વ કેન્દ્રીય મંત્રી એઆઇસીસીના મહામંત્રી, કોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટના ઇન્ચાર્જશ્રી જયરામ રમેશએ જણાવ્યું હતું કે લોકો સુધી જનસંપર્ક સ્થાપવા આપ સૌ મહત્વની કડી છો. લોકો સાથે 24×7 સતત એક્ટીવ રહી જોડાયેલા રહેવું એ કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિનું કામ છે. આદરણીય રાહુલ ગાંધીજીનાં સંદેશાનાં આપ સૌ વાહક છો. કોંગ્રેસ પક્ષના બ્રાંડ એમ્બેસેડર છો ત્યારે આદરણીય રાહુલ ગાંધીજીની “ભારત જોડો” પદયાત્રાની વિગત, માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોચાડો. આ કોંગ્રેસ પક્ષનો એક માસ કોન્ટેક્ટ પ્રોગ્રામ છે. દરરોજ સવારે ૬ કલાકે પૂજ્ય ગાંધી બાપુની પ્રિય પ્રાર્થના ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ ‘રધુપતિ રાઘવ રાજા રામ’ બાદ ‘ભારત જોડો યાત્રા’ પ્રસ્થાન કરે છે જેવી વિવિધ ભારત જોડો યાત્રા અંગેની માહિતી જનજનને મળી રહે તે માટે “ભારત જોડો યાત્રા”ને જુદા જુદા સોસીયલ મીડિયા પ્લેટફોમ પર લાઇવ કરો. “ભારત જોડો યાત્રા” સહીત ગુજરાતમાં કોંગ્રેસપક્ષનું “કામ બોલે છે“ તે વક્તા, પ્રવકતા, પેનાલીસ્ટઓ આક્રમકતાથી માધ્યમો સમક્ષ તથ્યો સાથે રજુ કરે. કોંગ્રેસ પક્ષ આક્રમતાથી જુઠ્ઠાણા સામે લડી રહી છે. સત્યથી વેગળી દરેક બાબતે કોંગ્રેસ પક્ષ લીગલ નોટિસ આપી રહી છે આ નવી કોંગ્રેસ છે, આક્રમક કોંગ્રેસ છે અને જડબાતોડ જવાબ આપવામાં આવશે. ગુજરાતના આશીર્વાદ સિવાય ભારત જોડો યાત્રા શરૂ ન થાય એટલે જ આદરણીય શ્રી રાહુલ ગાંધીએ ૫મી સપ્ટેમ્બરે સાબરમતી આશ્રમ આવીને પૂજ્ય બાપુના આશીર્વાદ બાદ ઐતિહાસિક “ભારત જોડો યાત્રા” શરુ કરી હતી ભૂતકાળમાં કેટલીક યાત્રાના કારણે દેશમાં રમખાણો થયા છે પરતું “ભારત જોડો” યાત્રા શાંતિપૂર્ણ અને શાંતિ માટે છે. આઝાદીની લડાઈ વખતે જે લોકોએ “ભારત છોડો”નું સમર્થન નહોતું કર્યું તે વિચારધારા આજે પણ “ભારત જોડો”નો વિરોધ કરે છે. ભારત જોડો યાત્રાની ભાજપ પર તેની વિપરીત અસર જોવાની શરૂઆત થઈ ગઈ છે. ટી શર્ટ, કન્ટેનર, શૂઝ કેટલીય બાબતોને આલોચના, ભાગવતજી અલગ અલગ લોકોને મળવા લાગ્યા, ચિત્તા તમાશો સાથે ભાજપ હેડલાઇન મેનેજમેન્ટ કરી રહી છે. ભારત જોડો યાત્રા બાદ ભાજપની સ્ટાઈલ બદલાઈ ગઈ છે ભાષા, ચાલમાં ફરક પડી ગયો છે. અમદાવાદ શહેરમાં નેશનલ ગેમ્સના પોસ્ટરોમાં પણ “ભારત જોડો” સ્લોગન દેખાય છે આજ ‘ભારત જોડો યાત્રા’ની સફળતા છે. ભારત જોડો યાત્રાથી ભાજપ ચિંતિત છે, ગભરાયેલી છ

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત “પ્રદેશ મીડિયા વર્કશોપ”માં પેનાલીસ્ટઓ, પ્રવક્તાઓને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ જન સમર્થન, જન આશીર્વાદથી ૧૨૫થી વધુ બેઠક સાથે જન જનની સરકાર બનાવશે. બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, ડ્રગ્સનો બેરોકટોક કારોબાર, છાસવારે પેપરલીકની ઘટનાઓ, મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર, અણઘડ વહીવટ સહિતના મુદ્દાઓ લઈ આવનારી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપને ઘેરવામાં આવશે. ત્યારે સોસીયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક-પ્રિન્ટ મીડિયાની ભુમિકા મહત્વની બની જાય છે. જીલ્લા-તાલુકા કે સ્થાનિક સ્તરે યોજાતી ટીવી ડીબેટ, ચર્ચામાં અવશ્ય ભાગ લેવો અને પ્રદેશમાંથી આપવામાં આવતી પ્રેસનોટ, ઇન્ફોર્મેશન સાથે રીસર્ચ વર્ક કરી સત્ય અને તથ્યો સાથે ભાજપને જડબાતોડ જવાબ આપવો. ભારત જોડો વિષે આર્ટીકલ લખો, ભાજપના ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, નિષ્ફળતાઓ પર આર્ટીકલ લખી સોસીયલ મીડિયા સહીત સ્થાનિક પેપરમાં પ્રેસનોટ મોકલી ભાજપના નકલી ભ્રષ્ટાચારી મોડેલની પોલ પ્રજા સમક્ષ ખુલ્લી પાડો. સાથોસાથ કોંગ્રેસ પક્ષમાં આઠ વચનો- દ્વારકા સંકલ્પ પત્ર- મેનીફેસ્ટોના વચનોને પણ જનજન સુધી પહોચાડો.

 

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત “પ્રદેશ મીડિયા વર્કશોપ”માં રાજ્યસભા સાંસદશ્રી અમીબેન યાજ્ઞિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતના મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશી, નેશનલ કોઓર્ડીનેટર શ્રી અભય દુબેજી, શ્રી રાધિકા ખેરાજી, શ્રી અતુલ પાટીલજી, શ્રી અજય ઉપાધ્યાયજી, રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી રોહન ગુપ્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, ડૉ.જીતુભાઈ પટેલ, વરિષ્ઠ નેતાશ્રી ખુરશીદ સૈયદ, પ્રદેશ મહામંત્રીશ્રી નઈમ મીરઝા, પ્રદેશ પ્રવકતાશ્રી નરેન્દ્ર રાવત, શ્રી મનહર પટેલ, મીડિયા કોઓર્ડીનેટર શ્રી હેમાંગ રાવલ, પ્રદેશ મીડિયા પેનાલીસ્ટ શ્રી હિરેન બેન્કર, સોસીયલ મીડિયા કોઓર્ડીનેટર પ્રણવ દવેજી, સોસીયલ મીડિયા ચેરમેન શ્રી કેયુર શાહ, શહેર – જીલ્લા – વિભાગીય – પ્રદેશના પ્રવક્તાઓ અને મીડીયા પેનાલ્સીટો 200 થી વધુ ઉપસ્થીત રહ્યાં હતાં. મીડીયા વર્કશોપમાં વિવિધ પ્રેઝન્ટેશનથી ઉપસ્થિત ડેલીગેટોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

૧૬-૦૯-૨૦૨૨

 

 

 

· બોટ માલિકોને વાર્ષિક ૩૬ હજાર લીટર સેલ્સટેક્ષ મુક્ત ડીઝલ.

· નાની ફાઈબરબોટ – પીલાણાને કેરોસીન ને બદલે પેટ્રોલ વાપરવાની મંજુરી અને વાર્ષિક ૪૦૦૦ લીટર સેલ્સટેક્ષ મુક્ત પેટ્રોલ તથા જૂની પેન્ડિંગ સબ્સિડીઓની ચુકવણી.

· પાકિસ્તાનના કબજામાં રહેલી બોટના માલિકોને નવી બોટ બાંધવા માટે રૂ. ૫૦ લાખનું આર્થિક પેકજ.

· પાકિસ્તાનની જેલમાં રહેલ માછીમારોને છોડાવવા ઘનિષ્ટ પ્રયાસો, પરિવારને રૂ. ત્રણ લાખનું પેકેજ અને જ્યાં સુધી પાકિસ્તાનના કબજામાં રહે ત્યાં સુધી રોજના રૂ.૪૦૦ ની કુટુંબીજનોને સહાય તથા જેલ માં મૃત્યુ પામતા માચ્છીમારોને રૂ. ૧૦ લાખની સહાય.

· ૨૦૦૪ થી બંધ થયેલી સહકારી ધોરણે બોટ બાંધવાની NCDC ની સહાય યોજના શરુ કરાવાશે.

· પરંપરાગત રીતે માછીમારી કરતા સમુદાયો/સમાજ માટે જીંગા ઉછેર ફાર્મ માટે જમીન ફાળવવામાં અગ્રતા.

· નવા માછીમાર બંદરો અને વર્તમાન માછીમાર બંદરોની ક્ષમતામાં વધારો કરવાની યોજના

· દરિયામાં ઔદ્યોગિક પ્રદુષિત કચરો / પ્રદુષિત પ્રવાહી છોડવા ઉપર પ્રતિબંધ લાવતો કાયદો વિધાનસભામાં પ્રસાર કરશે.

· માછીમાર બંદરો ઉપર બોટ માલિકો માટે ગોડાઉન, વર્કશોપ માટે વિશાળ “માછીમાર વ્યાપાર ઝોન” ની રચના.

· સમુદ્રી તોફાનોમાં માચ્છીમાર વ્યવસાયમાં થતાં નુકસાન તથા બોટના નુકસાન સામે વળતર/વીમા ની જોગવાઈ.

· માછીમાર ઉત્પાદનમાં વેલ્યુ એડીશન – મૂલ્ય વર્ધન માટે પ્રોસેસિંગ પ્લાન્ટોને અદ્યતન બનાવવા અને નવા પ્રોસેસિંગ પ્લાન્ટો સ્થાપવા આર્થિક સહાય.

· માછીમાર ભાઈઓને મચ્છીનો પૂરતો ભાવ મળે અને શોષણ ના થાય તે માટે પોતાની મચ્છીનો સંગ્રહ અને પ્રોસેસ કરી શકે તે માટે સહકારી અને વ્યક્તિગત ધોરણે કોલ્ડ સ્ટોરેજ મારે આર્થિક સહાય.

· માછીમાર વસાહતો – માછીમાર આવાસ યોજના :- માછીમારોની વસ્તી ધરાવતા દરેક ગામ/શહેરમાં દરેક માછીમારને ઘરનું ઘર મળી રહે તે માટે માછીમારો માટેની અલગ વસાહતો ઉભી કરવામાં આવશે.

· માછીમારોના બાળકો માટે શિષ્યવૃત્તિઓ.

· દેશી વહાણ ઉદ્યોગને પ્રોસ્તાહન :- પરંપરાગત માછીમારી કરતા કે દરિયો ખેડતા સમુદાયો દેશી વહાણ ઉદ્યોગોમાં આગળ વધે અને રોજગારી મેળવે તે માટે જામનગર, પોરબંદર, સલાયા, વેરાવળ, માંગરોળ, માંડવી વગેરે બંદરો ઉપર દેશી વહાણ બાંધવાના યાર્ડોને આધુનિક બનાવવા તથા દેશી વહાણો મારફત આંતરદેશીય હેર-ફેરની ખાસ પ્રોસ્તાહન યોજના જાહેર કરશે.

· માછીમારી ક્ષમતાનો પુરો વિકાસ અને સંકલન માટે ગુજરાત મેરીટાઈન બોર્ડની તર્જ ઉપર માચ્છીમારો અને નિષ્ણાંતોનું પ્રતિનિધિત્વ ધરાવતા ‘માચ્છીમાર વિકાસ બોર્ડ’ની રચના

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ‘દ્વારકા ઘોષણા પત્ર’ના અનુસંધાને આજે માચ્છીમાર વ્યવસાયીકો માટેના કોંગ્રેસના સંકલ્પપત્રમાં માચ્છીમાર બોટ માટે વાર્ષિક ૩૦ હજાર લીટર સેલ્સ ટેક્ષ મુક્ત ડીઝલ, પીલાણા-ફાઈબર બોટ માટે ૪,૦૦૦ હજાર લીટર સેલ્સ ટેક્ષ મુક્ત પેટ્રોલ, પીલાણામાં નવા પેટ્રોલ એન્જીન માટે રૂપિયા એક લાખની સબસીડી, પાકિસ્તાનની જેલમાં રહેલ માચ્છીમાર માટે દૈનિક રૂ.૪૦૦નું ભથ્થું તથા પાકિસ્તાનના કબ્જામાં રહેલ બોટના માલિકને રૂપિયા ૫૦ લાખનું પેકેજ, માચ્છીમારો માટે નવી આવાસ યોજના, બાળકો માટે શિષ્યવૃત્તિ, દરેક મત્સ્ય બંદરો પર ”મત્સ્ય વ્યાપાર ઝોન”, પ્રોસેસીંગ પ્લાન્ટો માટે પ્રોત્સાહન, દેશી વહાણવટા માટે પ્રોત્સાહન સહિતના ૧૪ મુદ્દાના સંકલ્પ-ગેરેંટીની જાહેરાત કરી હતી.

આજે માચ્છીમારોના સંકલ્પ પત્રની રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતેથી જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ૨૭ વર્ષના શાસનમાં માચ્છીમારોના હક્ક ઝુંટવનારી ભાજપની સરકારને હટાવીને ૨૦૨૨માં કોંગ્રેસ પક્ષની સરકાર બનતાં જ માચ્છીમાર ભાઈઓ માટે ૨૭ વર્ષ પહેલાં અમલમાં રહેલી યોજનાઓ પૂનઃ જીવીત કરવાની સાથે ગુજરાતને ફરીથી દેશનું ફીશીંગ હબ બનાવવાની બાંહેધરી આપીને માચ્છીમારો માટેના ૧૪ સંકલ્પો-ગેરેંટીની જાહેરાત કરી હતી.

 

(૧) માચ્છીમાર બોટ માલીકોને ૩૬ હજાર લીટર સેલ્સ ટેક્ષ મુક્ત ડીઝલઃ- ડીઝલના ઉંચા ભાવોને કારણે માચ્છીમાર દેવામાં ડૂબી ગયો છે. કોંગ્રેસના શાસનમાં માચ્છીમાર ભાઈઓને પંપ ઉપરથી જ સેલ્સ ટેક્ષ મુક્ત ડીઝલ અપાતું હતું. પરંતુ ભાજપની ભ્રષ્ટ સરકારે સેલ્સટેક્ષ કાપીને પંપ ઉપરથી ડીઝલ આપવાની પ્રથા બંધ કરીને સેલ્સટેક્ષની સબસીડી પરત મેળવવા માટે અરજીઓ કરવાની થકવી નાંખનારી પ્રથા ઉભી કરી છે. માચ્છીમારોને હાલમાં બોટદીઠ માત્ર ૨૪ હજાર લીટર ડીઝલનો વાર્ષિક કવોટા અપાય છે. કોંગ્રેસની સરકાર માચ્છીમારોને બોટ દીઠ ૩૬ હજાર લીટર સેલ્સ ટેક્ષ મુક્ત ડીઝલ આપવાની ખાત્રી-ગેરેંટી આપે છે.

(૨) નાની ફાયબર-પીલાણા બોટ માટે વાર્ષિક ૪૦૦૦ લીટર પેટ્રોલ તથા એન્જીન માટે રૂ. ૧ લાખની સબસીડીઃ- કોંગ્રેસની સરકારમાં નાની બોટ-પીલાણા માટે સસ્તા ભાવનું કેરોસીન અપાતું હતું. ભાજપ સરકારે ડીઝલ-પીટ્રોલ કરતાં પણ કેરોસીનનો ભાવ વધારી દીધો છે. ઉપરાંત હવે પીલાણામાં પેટ્રોલ એન્જીન વપરાય છે. તેમાં કોઈ સબસીડી મળતી નથી. પેટ્રોલ એન્જીન ઉપર પણ માત્ર રૂ. ૬૦ હજારની સબસીડી અપય છે. ૨૦૨૨માં બનનારી કોંગ્રેસની સરકાર પીલાણા માલીકોને વાર્ષિક ૪૦૦૦ લીટર સેલ્સ ટેક્ષ મુક્ત પેટ્રોલ તથા પેટ્રોલ એન્જીન બેસાડવા માટે રૂ. ૧ લાખની સબસીડી આપવા માટેની ગેરેંટી આપે છે.

(૩) પાકિસ્તાનના કબ્જામાં રહેલા જેલવાસી ફીશરમેનો માટે રૂ.૪૦૦/પ્રતિદિન તથા પાકિસ્તાનના કબ્જામાં રહેલ બોટના માલિકોને રૂ. ૫૦ લાખનું પેકેજઃ- અત્યારે પાકિસ્તાનની જેલમાં ૬૦૦ જેટલા માચ્છીમારો તથા ગુજરાતના માચ્છીમારોની ૧૧૦૦ જેટલી બોટ પાકિસ્તાનના કબ્જામાં છે. પાકિસ્તાનના કબ્જામાંથી કોંગ્રેસના શાસન વખતે માચ્છીમારો પાકિસ્તાનની જેલમાંથી ૬-૧૨ મહિને છોડાવવા આવતા. હવે ૨-૩ વર્ષે માંડ છુટે છે. જયારે બોટને તો પાકિસ્તાન છોડતું જ નથી. અગાઉ કોંગ્રેસની યુપીએ સરકારે પાકિસ્તાનની જેલમાં રહેલા ફીશરમેનો માટે રૂ. ૩ લાખનું પેકેજ તથા બોટ માલિકોને નવી બોટ બાંધવા માટે રૂ. ૨૦ લાખનું પેકેજ આપેલ હતું. વર્તમાન ભાજપ સરકારે આ પેકેજો બંધ કરેલ છે. ૨૦૨૨માં કોંગ્રેસની સરકાર આવશે તો પાકિસ્તાનની જેલમાં રહેલ માચ્છીમારોને રૂ.3 લાખનું પેકેજ તથા પ્રતિદિન રૂ.૪૦૦નું ભથ્થું અને પાકિસ્તાનના કબ્જામાં રહેલી બોટોના માલીકો માટે બોટ બાંધવા માટે રૂ.૫૦ લાખનું આર્થિક પેકેજ આપવાની ગેરેંટી આપે છે.

(૪) સહકારી ધોરણે બોટ બાંધવા NCDCની સહાય ચાલુ કરાશેઃ- સહકારી ધોરણે બોટ બાંધવા લોન અને સબસીડીની NCDCની યોજના વર્તમાન ભાજપ સરકારે ૨૦૦૪થી બંધ કરી છે. ૨૦૨૨માં બનનારી કોંગ્રેસ સરકાર માચ્છીમારોને બોટ બાંધવા માટે NCDCની લોન તથા સબસીડીની યોજના શરૂ કરાશે.

(૫) જીંગા ઉછેર ફાર્મ માટે જમીન આપવા પરંપરાગત માચ્છીમાર સમુદાયોને અગ્રતાઃ- અત્યારે જીંગા ઉછેર કેન્દ્રો સ્થાપના અને સંચાલન મોટાભાગે બિનમાચ્છીમાર લોકો પાસે છે. ઝીંગા ઉછેર ફાર્મ માટે સરકારી જમીનોની ફાળવણી પણ બિનમાચ્છીમારોને થાય છે. જીંગા ઉછેર ફાર્મ માટે પરંપરાગત માચ્છીમાર સમુદાયને અગ્રતા આપવાની નીતિ ૨૦૨૨માં બનનારી કોંગ્રેસ સરકાર બનાવશે.

(૬) ઈનલેન્ડ ફીશરીઝ-તળાવો-ડેમમાં માચ્છીમારી માટે પરંપરાગત માચ્છીમારોની સહકારી મંડળીઓને અગ્રતાઃ- પરંપરાગત માચ્છીમારી કરતા સમયુદાયોની રોજી રોટી જળવાઈ રહે તથા તેમની ક્ષમતાનો વિકાસ થાય તે માટે તળાવો-ડેમોમાં માચ્છીમારી માટેના ઈજારામાં માચ્છીમાર સમુદાયોની સહકારી મંડળીઓને અગ્રતા આપવાની નીતિ ૨૦૨૨માં બનનારી કોંગ્રેસ સરકાર અપનાવશે.

(૭) સમુદ્ર-તળાવોમાં ઔદ્યોગિક કચરો અને પ્રદૂષણ પ્રતિબંધ મુકતો કાયદોઃ- ભાજપની મોટા ઉદ્યોગો તરફી નિતિને કારણે અત્યારે દરિયાકાંઠા ઉ૫ર આવેલાં કારખાનાંઓ આદ્યોગિક કચરો સીધો જ દરિયામાં ઠાલવે છે એટલું જ નહીં પરંતુ જેતપુર, અમદાવાદ, વડોદરા, વાપી સહિતના ઉદ્યોગોનો કેમીકલ યુકત કચરો પાઈપાલાઈન મારફતે દરિયામાં ઠાલવવાની યોજના વર્તમાન ગુજરાત સરકારે બનાવી છે. અત્યારે પ્રદૂષણને કારણે દરિયાઈ જીવસૃષ્ટિને ભારે નુકશાન થયું છે અને મત્સ્ય ઉત્પાદન ઘટ્યું છે. ૨૦૨૨માં બનનારી કોંગ્રેસની સરકાર કોઈપણ પ્રકારનો ઔદ્યોગિક કચરો દરિયા-ડેમમાં ઠાલવવા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો વિધાનસભામાં પસાર કરશે.

(૮) નવા માચ્છીમાર બંદરોનું બાંધકામ અને વર્તમાન બંદરોની ક્ષમતામાં વધારોઃ- ભાજપ સરકારે છેલ્લાં ૨૭ વર્ષમાં એક પણ નવું મત્સ્ય બંદર બાંધ્યું નથી. એટલું જ નહીં વર્તમાન મત્સ્યબંદરોની ક્ષમતામાં પણ નહીંવત વધારો થયો છે. જ્યારે બોટોની સંખ્યા ૫૦૦૦માંથી ૩૫,૦૦૦ સુધી પહોંચી છે. ૨૦૨૨માં બનનારી કોંગ્રેસની સરકાર નવાં મત્સ્યબંદરોનાં બાંધકામનું આયોજન કરવાની સાથે પોરબંદર સહિતના મત્સ્ય બંદરોની ક્ષમતામાં વધારો કરવા ફેઈઝ-૨ને મંજુરી આપશે.

(૯) મત્સ્ય બંદરો ઉપર ”માચ્છીમાર વ્યાપાર ઝોન”.- મત્સ્ય બંદરો ઉપર માચ્છીમાર બોટને લાંગરવા સિવાયની સુવિધાઓ નહીંવત છે. મત્સ્ય કામગીરી સાથે સંકળાયેલ બોટ માલીકોનાં ગોડાઉન, વર્કશોપ સહિતની સુવિધાઓ માટે વિશાળ જમીન ફાળવીને આધુનિક ”માચ્છીમાર વ્યાપાર ઝોન”નું નિર્માણ કરાશે.

(૧૦) મત્સ્ય પ્રોસેસીંગ પ્લાંટની સ્થાપના તથા ક્ષમતામાં વધારો કરવા આર્થિક સહાયની યોજનાઃ- મત્સ્ય પ્રોસેસીંગ અને વેલ્યુ એડીશન-મુલ્ય વર્ધન માટે પ્રોસેસીંગ પ્લાંટની ગુણવતા વૈશ્વિક કક્ષાની હોવી જરૂરી છે. નવા આધુનિક પ્રોસેસીંગ પ્લાંટની સ્થાપના તથા વર્તમાન પ્લાંટના અપગ્રેડેશન માટે માતબર આર્થિક સહાયની યોજના ૨૦૨૨માં બનનારી કોંગ્રેસની સરકાર લાવશે.

(૧૧) માચ્છીમાર આવાસ યોજનાઃ- અગાઉની કોંગ્રેસ સરકારોએ માચ્છીમારો માટે આવાસ યોજનાઓનો અમલ કર્યો હતો. પરંતુ ૨૭ વર્ષમાં વર્તમાન ભાજપ સરકારે માચ્છીમાર આવાસ યોજનાઓ બંધ કરી દીધી છે. ૨૦૨૨માં બનનારી કોંગ્રેસ પક્ષની સરકાર માચ્છીમાર આવાસ યોજના પૂનઃ શરૂ કરીને માચ્છીમાર વસ્તી ધરાવતાં દરેક ગામ/શહેરમાં માચ્છીમારોને ઘરનું ઘર મળી રહે તે માટેની યોજનાનો અમલ કરશે.

(૧૨) માચ્છીમાર પરિવારના બાળકો માટે શિષ્યવૃત્તિઃ- માચ્છીમાર સમુદાયોમાં ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ ઓછું છે. માચ્છીમાર સમુદાયના બાળકોને ઉચ્ચ શિક્ષણમાં અલગથી શિષ્યવૃત્તિ આપવા માટે અલગ ભંડોળ ફાળવવામાં આવશે. ૨૦૨૨માં બનનારી કોંગ્રેસ પક્ષની સરકાર માચ્છીમાર બાળકોની શિષ્યવૃત્તિ આપવાની યોજનાનો અમલ કરશે.

(૧૩) દેશી વહાણવટા ઉદ્યોગને પ્રોત્સાહનઃ- એક જમાનામાં ગુજરાત દેશી વહાણ બાંધવાનો ઉદ્યોગ તથા દેશી વહાણવટાનું વિશ્વમાં નામ હતું. વાસ્કો ડી ગામાનો વહાણનો માલમ કાનજી માંડવી બંદરનો વતની હતો. દેશી વહાણવટાને પ્રોત્સાહન આપવા માટે પરંપરાગત રીતે બંધાતા દેશી વહાણો માટે આધુનિક પાર્ક બનાવાશે તથા આંતર દેશીય ફેરી કરતાં દેશી વહાણોને આર્થિક પ્રોત્સાહનો અપાશે.

(૧૪) માચ્છીમાર વિકાસ બોર્ડઃ- માચ્છીમાર પ્રવૃત્તિઓના વિકાસ અને સંકલન માટે નિષ્ણાંતો, માચ્છીમાર પ્રતિનિધિઓનું બનેલું ”માચ્છીમાર વિકાસ બોર્ડ”ની રચના કરાશે અને આ બોર્ડ માચ્છીમાર વિકાસને લગતી તમામ બાબતો સંભાળશે.

૧૦-૦૯-૨૦૨૨

 

 

 

· પ્રજા વિરોધી ભાજપ સરકારના શાસનમાં જીવન-જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં ૧૦મી સપ્ટેમ્બરના રોજ બપોરે ૧૨વાગ્યા સુધીના રાજ્યવ્યાપી બંધમાં નાના-વેપાર, ધંધા, સ્વરોજગાર સહિતના વિવિધ વ્યાપારીઓએ જબરદસ્ત આપ્યું સમર્થન – ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરની અમદાવાદથી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવાની છોટા ઉદેપુરના ક્વાંટ ખાતેથી પોલીસે કરી અટકાયત. રાજ્યના શહેર – જીલ્લા – તાલુકા સહિત અનેક જગ્યાએથી કોંગ્રેસના કાર્યકરો – પદાધિકારીઓની મોટા પાયે થઈ અટકાયત.

· રાજ્યના ૩૩ જિલ્લા, ૮ મહાનગરો, ૨૪૯ તાલુકા, ૧૫૯ થી વધુ નગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક કોંગ્રેસ પક્ષના કાર્યકરો – આગેવાનો – મુખ્ય આગેવાનો પણ પ્રતિકાત્મક બંધને સફળ બનાવવા માટે સવાર થી જ વિવિધ વિસ્તારોમાં નીકળ્યા.

· શાળા – કોલેજોએ પણ મોટે ભાગે શૈક્ષણીક કાર્ય બંધ રાખી, વિદ્યાર્થીઓ પ્રતિકાત્મક બંધમાં જોડાઈને મોંઘા શિક્ષણ સામે આક્રોશ વ્યકત કર્યો. અનેક વિસ્તારોમાં જનતાએ મોંઘવારી – બેરોજગારીની સમસ્યા અંગે ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો.

· મોંઘવારીના માર થી પરેશાન ગુજરાતની મહિલાઓ અને બેરોજગારીનો સામનો કરતા યુવાનો ૧૦મી સપ્ટેમ્બરના પ્રતિકાત્મક બંધમાં મોટા પાયે જોડાયા. સ્વરોજગાર, લારી-ગલ્લા – રીક્ષા ચાલકો પણ મોટી સંખ્યામાં જોડાયા.

 

પ્રજા વિરોધી ભાજપ સરકારના શાસનમાં જીવન-જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં ૧૦મી સપ્ટેમ્બરના રોજ બપોરે ૧૨વાગ્યા સુધીના રાજ્યવ્યાપી બંધમાં નાના-વેપાર, ધંધા, સ્વરોજગાર સહિતના વિવિધ વ્યાપારીઓએ જબરદસ્ત આપ્યું સમર્થન અંગે ગુજરાતની જનતાનો આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, રાજ્યના ૩૩ જિલ્લા, ૮ મહાનગરો, ૨૪૯ તાલુકા, ૧૫૯ થી વધુ નગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક કોંગ્રેસ પક્ષના કાર્યકરો – આગેવાનો – મુખ્ય આગેવાનો પણ પ્રતિકાત્મક બંધને સફળ બનાવવા માટે સવાર થી જ વિવિધ વિસ્તારોમાં નીકળ્યા હતાં. અનેક વિસ્તારોમાં જનતાએ મોંઘવારી – બેરોજગારી સામે ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો. શાળા – કોલેજોએ પણ મોટે ભાગે શૈક્ષણીક કાર્ય બંધ રાખી, વિદ્યાર્થીઓએ પ્રતિકાત્મક બંધમાં જોડાઈને મોંઘા શિક્ષણ સામે આક્રોશ વ્યકત કર્યો. મોંઘવારીના માર થી પરેશાન ગુજરાતની મહિલાઓ અને બેરોજગારીનો સામનો કરતા યુવાનો ૧૦મી સપ્ટેમ્બરના પ્રતિકાત્મક બંધમાં મોટી સંખ્યામાં જોડાયા. સ્વરોજગાર, લારી-ગલ્લા – રીક્ષા ચાલકો પણ મોટી સંખ્યામાં જોડાયા. બીજી બાજુ બંધને મળેલા જબરજસ્ત જનતા સમર્થનથી ગભરાયેલી અને બેબાકળી બનેલ ભાજપા સરકારે પોલીસનો સાથ લઈ શાંતિપૂર્વક બંધમાં જોડાયેલ વેપારીઓને ફરજીયાત દુકાન ખોલવા દબાણ કરી રહ્યાં હતાં. તેમ છતાં નાના વેપારીઓએ સ્પષ્ટ પણે તેમની સમસ્યાને વાચા આપવા કોંગ્રેસ પક્ષે આપેલ પ્રતિકાત્મક બંધને સમર્થન કરી ધંધા રોજગાર બંધ રાખીને સરકારની નીતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી એ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ બંધને આપેલ સમર્થન એ ભાજપાની જનવિરોધી નીતિ સામેનો આક્રોશ છે. “બહુત હુઈ મહેંગાઈ કી માર” જેવા નારાથી સત્તારૂઢ થયેલી ભાજપ સરકારના રાજમાં મોંઘવારી વધી છે. ભાજપ સરકારે 27 વર્ષોમાં માત્ર મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટ્રાચારનુ કમળ ખીલવવાનુ કામ કર્યું છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજી, રાંધણ ગેસ સહિત અનાજ, દાળ, લોટ, ચોખા, દહી, પનીર, મધ જેવી રોજ બરોજની આવશ્યક ચીજવસ્તુઓ પર આકરો જીએસટી ઝીંકવાથી પ્રજા મુશ્કેલીમાં મુકાઈ છે. મોંઘવારીને કાબુમાં લેવાને બદલે ભાજપ સરકાર પ્રજા પર ટેક્સનો બોજ લાદીને પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત છે એવી એકપણ વસ્તુ બચી નથી જેમાં ભાજપ સરકારે મોંઘવારીનો પ્રહાર ના કર્યો હોય. દુધ, દહી, પનીર, છાશ, લોટ જેવી ખાધ્ય પ્રદાર્થો પર જીએસટી લગાડી મોંઘવારીની આગમાં ઘી હોમી દીધુ છે. ફીક્સ પગાર – કોન્ટ્રાક્ટ પ્રથા – આઉટ સોર્સિંગ ના નામે ગુજરાતના યુવાનોનુ સુનિયોજીત રીતે ભાજપ સરકાર આર્થિક શોષણ કરી રહી છે. ભાજપ સરકારે વિચાર્યા વગર નોટબંધી અમલમાં મુકી, ઉતાવળે જીએસટી લાગુ કરી જેના પરિણામે 2,30,000 થી વધુ લઘુઉધોગો બંધ પડી ગયા, કરોડો લોકોના રોજગાર ખતમ થઈ ગયા. એકંદરે લોકો ભાજપ સરકારના રાજમાં બેરોજગારી અને મોંઘવારીનો બેવડો માર સહન કરવા મજબુર બન્યા છે. નાના લારી ગલ્લા, પાથરણાવાળા, ફેરીયાઓ, રોજીંદુ કમાતા લોકોને સમજાવટ થી પ્રતિકાત્મક બંધમાં જોડાયા. આવી કપરી પરિસ્થિતિમાં ગુજરાતના નાગરિકોનો લાગણીને વાચા આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા 10 સપ્ટેમ્બરના રોજ સવારે 8-00 થી બપોરના 12-00 કલાક સુધીનું સાંકેતિક બંધ ગુજરાતના નાગરિકો, વેપાર-ધંધાર્થી, વિદ્યાર્થીઓ, મહિલાઓના જબરજસ્ત પ્રતિસાદ બદલ કોંગ્રેસ પક્ષ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો.

આજરોજ કોંગ્રેસ પક્ષ દ્વારા અપાયેલ સાંકેતિક બંધના એલાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, શ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતાશ્રી પરેશ ધાનાણી, એ.આઈ.સી.સી.ના મંત્રી અને ઉત્તર ગુજરાતના સંગઠન પ્રભારીશ્રી વિરેન્દ્રસિંહ રાઠોડ, રાજ્યસભાના સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, શ્રી જીગ્નેશ મેવાણી, શ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ, શ્રી ઈમરાન ખેડાવાલા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી જેનીબેન ઠુંમર, યુવક કોંગ્રેસના પ્રમુખશ્રી હરપાલસિંહ ચુડાસમા, એન.એસ.યુ.આઈ.ના પ્રમુખશ્રી નરેન્દ્ર સોલંકી, એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય સંયોજકશ્રી ભાવિક સોલંકી સહિત કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ, શહેર – જીલ્લા – તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ અને પ્રદેશના પદાધિકારીઓની ઠેરઠેર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
૧૮-૦૮-૨૦૨૨

 

 

 

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી અનુલક્ષી ગુજરાત કોંગ્રેસ પક્ષના ડીઝીટલ કેમ્પેઈન, આઉટ ડોર કેમ્પેઈન, ઈલેક્શન કેમ્પેઈન, મેનીફેસ્ટો કેમ્પેઈન ‘બોલો સરકાર’ ને પત્રકાર પરિષદમાં ખુલ્લુ મુકતા રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત કોંગ્રેસના સીનીયર નિરિક્ષકશ્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૭ વર્ષથી ભાજપ સરકારના શાસનમાં શિક્ષણની અધોગતિ થઇ છે. શિક્ષણમાં શ્રેત્રે પાછળ ધકેલાઈ રહ્યું છે. ભાજપ સરકાર ૬૦૦૦થી વધુ સરકારી શાળાઓને મર્જરના નામે તાળા મારી રહી છે જેના લીધે શિક્ષણ નો અધિકાર છીનવાશે, ગ્રામ્ય વિસ્તારની કન્યાઓ શિક્ષણથી વંચિત રહેશે. રાજસ્થાનની કોંગ્રેસ સરકાર દ્વારા મૂળભૂત અધિકાર શિક્ષણ માટે સુસજ્જ, ગુણવતા યુક્ત “મહાત્મા ગાંધી ઈંગ્લીશ મીડીયમ”ની ૧૨૦૦ શાળાઓ ખોલવામાં આવી. ૧૪થી વધુ પરીક્ષાઓમાં પેપર લીક / પેપર ફૂટવાની ઘટનાઓને કારણે ગુજરાતના લાખો શિક્ષિત યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ થયો બીજી બાજુ રાજસ્થાનમાં માત્ર એક પેપર લીકની ઘટનાને પગલે આયોગના ચેરમેન સહીત જવાબદાર અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા તદુપરાંત હાઈકોર્ટના નિવૃત જજના અધ્યક્ષ સ્થાને ત્રણ સભ્યોની ટીમનું ગઠન કરીને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સમય મર્યાદામાં અહેવાલ મંગાવવામાં આવ્યો. ગુજરાતના લાખો યુવાનોનું ફીક્ષ પગાર-કોન્ટ્રકટ પ્રથા-આઉટ સોર્સિંગના નામે મોટા પાયે આર્થિક શોષણ કરી છે. જૂની પેન્શન યોજના રદ્દ કરી નવી પેન્શન યોજના લાગુ કરવાથી ગુજરાતના સરકારી કર્મચારીઓમાં ભારોભાર આક્રોશ છે જ્યારે રાજસ્થાનમાં લાખો સરકારી કર્મચારી અને તેમના પરિવારના સામાજિક સુરક્ષા માટે “જૂની પેન્શન યોજના” લાગુ કરવામાં આવી અને નવી પેન્શન યોજના રદ્દ કરવાનો ઐતિહાસિક નિર્ણય થયો. તેવી રીતે ગુજરાતમાં પણ ૨૦૨૨માં “કોંગ્રેસ સરકાર” બનતા વિવિધ વિભાગોમાં કાર્યરત કર્મચારીઓ અને તેમના પરિવારોની સામાજિક સુરક્ષા માટે “નવી પેન્શન યોજના રદ્દ” કરી “જૂની પેન્શન યોજના” લાગુ કરવામાં આવશે. વર્ષ ૨૦૨૨માં કોંગ્રેસ સરકાર બનતા જ ગુજરાતમાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં જે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે તેને પુનઃ શરુ કરવામાં આવશે અને ગુણવતાયુક્ત શિક્ષણ માટે સ્થાનિક જરૂરિયાત મુજબ અંગ્રેજી માધ્યમની શાળાઓ શરુ કરવામાં આવશે અને ગુજરાતમાં ૨૦૨૨માં કોંગ્રેસ સરકાર બનતાની સાથે જ સરકારી ભરતી પ્રક્રિયા પારદર્શક-સમયસર કરી ભૂતકાળમાં સરકારી ભરતી પ્રક્રિયામાં યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારા તત્વો સામે કાયદાકીય કડક પગલા ભરવામાં આવશે

દેશના સાત રાજ્યોમાં લમ્પી વાયરસને કારણે લાખો ગાયમાતાઓ પારાવાર પરેશાનીનો ભોગ બની રહી છે મોટા પાયે મોત થઈ રહ્યાં છે ત્યારે કેન્દ્ર સરકાર લમ્પી વાયરસને “રાજ્યની આપદા” જાહેર કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે. ચૂંટણી ટાણે પ્રધાનમંત્રી વિશે ગમે તેવી ભાષાનો ઉપયોગ કરીએ એ અમારા સંસ્કાર નથી. આજે દેશમાં બંધારણની અવગણના થઈ રહી છે ત્યારે સંવિધાન બચાવવા – દેશ બચાવવા કોંગ્રેસની જરૂર છે. રાજસ્થાનમાં તમામ પ્રકારની સુવિધાઓ, પ્રજાલક્ષી કાર્યક્રમો, અસરકારક રીતે ચાલી રહ્યાં છે. મફત આરોગ્ય સેવા, શિક્ષણ સહિતની યોજનાઓ પ્રજા માટે છે. તે કોઈ રેવડી કલ્ચર નથી. કોરોના કાળમાં ગુજરાતમાં ઓક્સીજન, બેડ સહિતની પ્રાથમિક સુવિધાઓ ના હતી, પ્રાઈવેટ હોસ્પીટલો હાવી થયા હતા. એમ્બ્યુલન્સની લાંબી લાઈનો હતી. ૨૭ વર્ષના શાસન છતાં પણ ક્યાંય ગવર્નન્સ ન હતું. આખી સરકાર બદલવાની કેમ ફરજ પડી ? શું તમામ મંત્રી મંડળ સરકાર નિષ્ફળ હતી.

પૂજ્ય મહાત્મા ગાંધી બાપુના ગુજરાતમાં આજે દારુબંધી માત્ર કાગળ ઉપર છે. અવારનવાર મોટી માત્રામાં દારૂ પકડાય છે, દારૂની હોમ ડિલીવરી થાય છે, જો દારૂ પાડોશના રાજ્યમાંથી આવતો હોય તો તેને અટકાવવા પ્રયાસ કરવો જોઈએ. અમારા ત્યાંથી આવતો હોય તો અમારી સાથે વાત કરો અમે પૂજ્ય ગાંધી બાપુના ગુજરાતમાં દારૂ નહી આવવા દઈએ. ગાંધી – સરદારના ગુજરાતમાં મોટા પાયે ડ્રગ્સનો જથ્થો ઠલવાઈ રહ્યો છે તે ચિંતાનો વિષય છે. આજે દેશમાં ઈ.ડી.નું રાજ ચાલે છે. કોઈ વેપારીઓ ઈ.ડી.ના ડરથી કાંઈ બોલી શકતા નથી. ઈ.ડી.નો ઉપયોગ વિપક્ષોની અવાજને દબાવવા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વર્ષ ૨૦૨૨ની ચૂંટણીમાં જનતા શુ ઈચ્છે છે તેના માટે ‘બોલો સરકાર’ મેનીફેસ્ટો કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી. ગુજરાતની જનતાની સુખાકારી માટે, જનતા ઈચ્છે તેવા મુદ્દાઓને મેનીફેસ્ટોમાં સ્થાન અપાવવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ૮ મહાનગરો, ૩૩ જીલ્લા, ૨૫૮ તાલુકાઓમાં ૧૫૦૦ થી વધુ મીટીંગો કરી ૧૮૨ વિધાનસભા વિસ્તારોની વિવિધ સમસ્યાઓને આવરી લઈ ‘બોલો સરકાર’ અંતર્ગત સંકલ્પ પત્ર – મેનીફેસ્ટો તૈયાર કરવામાં આવશે.

પત્રકાર પરિષદમાં ઝાલોરની ઘટના અંગે પત્રકારો દ્વારા પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતા રાજસ્થાનના મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે, ૨૧મી સદિમાં અસ્પૃશ્યતા – છુઆછુતની ઘટના અત્યંત દુરભાગ્ય પૂર્ણ છે. આવી ઘટનાઓ કોઈપણ રાજ્યમાં બને એ દૂઃખદ બાબત છે. ગુજરાત – યુ.પી.માં પણ આવી ઘટનાઓ બની છે પરંતુ રાજસ્થાનમાં તાત્કાલીક ફરીયાદ નોંધવામાં આવી અને કડક પગલા ભરવામાં આવ્યાં છે. રાજસ્થાનમાં કાયદો – વ્યવસ્થાની સ્થિતી સારી છે. અસ્પૃશ્યતા – છુઆછુતની આર.એસ.એસ. અને ભાજપ વધારી રહ્યો છે.

ગુજરાત કોંગ્રેસ મીશન – ૨૦૨૨ માટેનું ઈલેક્શન કેમ્પેઈન, ડીઝીટલ કેમ્પેઈન, આઉટ ડોર કેમ્પેઈનના લોન્ચીંગ પ્રસંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાતના પ્રભારી ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, શ્રી અમિત ચાવડા, રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ, એ.આઈ.સી.સી.ના પૂર્વ મહામંત્રીશ્રી અને મેનીફેસ્ટો કમિટિના ચેરમેનશ્રી દિપક બાબરીઆ, સાંસદ સભ્ય ડૉ. અમીબેન યાજ્ઞિક, એ.આઈ.સી.સી.ના મીડીયા ઈન્ચાર્જશ્રી પવન ખેરાજી, એ.આઈ.સી.સી.ના મંત્રી અને સહપ્રભારીશ્રી રામકિશન ઓઝા, વિરેન્દ્રસિંહ ઠાકોર, ઉષા નાયડુજી, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજી દેસાઈ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, દંડકશ્રી સી.જે. ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષશ્રી હિંમતસિંહ પટેલ, શ્રી લલીતભાઈ કગથરા, શ્રી ઋત્વીક મકવાણા, શ્રી અંબરીશ ડેર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, પ્રવક્તાશ્રી નરેન્દ્ર રાવત, શ્રી મનહર પટેલ, શ્રી દિપમ ભટ્ટ, હેમાંગ રાવલ, સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
૫-૮-૨૦૨૨

· ભાજપ સરકારની ખોટી આર્થિક નિતિ વિરૂધ્ધ, વધતી જતી મોંઘવારી, ચિંતાજનક બેરોજગારી અને મુર્ખતાપૂર્ણ લગાવવામાં આવેલ જી.એસ.ટી.ના લીધે નાના વેપાર ધંધા ખત્મ થયા છે.

· સંસદ થી સડક સુધી અને ગુજરાતમાં ૩૩ જીલ્લા અને આઠ મહાનગરમાં યોજાયેલ આક્રમક ધરણા – પ્રદર્શન, ગુજરાતમાં અનેક જગ્યાએ કાર્યકર્તાઓ – આગેવાનો – ધારાસભ્યોની મોટા પાયે અટકાયત, પોલીસ સાથે પણ થયું ઘર્ષણ.

 

ભાજપ સરકારની ખોટી આર્થિક નિતિ વિરૂધ્ધ, વધતી જતી મોંઘવારી, ચિંતાજનક બેરોજગારી અને મુર્ખતાપૂર્ણ લગાવવામાં આવેલ જી.એસ.ટી.ના લીધે નાના વેપાર ધંધા ખત્મ થયા છે ત્યારે, સંસદ થી સડક સુધી અને ગુજરાતમાં ૩૩ જીલ્લા અને આઠ મહાનગરમાં યોજાયેલ આક્રમક ધરણા – પ્રદર્શન અંગે પત્રકારો સાથે વાતચિત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ અને વિધાનસભા કોંગ્રેસપક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, દેશના ૧૩૫ કરોડ અને ગુજરાતના ૬.૫૦ કરોડ જનતા સતત વધતી મોંઘવારીના મારથી જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે, વ્યાપક મોંઘવારી છે, બેરોજગારી થી હાહાકાર છે, રોજરોજ જી.એસ.ટી.નો જે કારનામા થઈ રહ્યાં છે તેનાથી દેશ આર્થિક અધોગતિમાં ધકેલાઈ રહ્યો છે. રોજબરોજની જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ પર ૧૮ જુલાઈથી બ્રાન્ડેડ વસ્તુઓ પર ૫ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો. જેના જેના પરિણામે અનાજ, દાળ, લોટ, કઠોળ સહિતની ચીજવસ્તુઓમાં એક જ મહિનામાં ૧૫ ટકા જેટલો વધારો થયો છે. ત્યારે શું આ છે અચ્છે દિન ? ૫ ટકા જીએસટી લાગુ કરશેની જાહેરાત વખતે એક ભાવ વધ્યા,બીજી વાર જીએસટી લાગુ થયો તે દિવસે ભાવ વધ્યા અને હવે રીટેલ-વ્યાપારીઓ નવો માલ છે તેમ દર્શાવતા ત્રીજી વખત ભાવ વધારો સામે આવ્યો છે ૧૫થી ૨૦ ટકા સુધીના તોતીંગ ભાવ વધારાને લીધે ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ સૌથી વધુ મુશ્કેલીમાં મૂકાયો છે. ગૃહિણીઓનું બજેટ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. મધ, સોયાબીન, વટાણા, ઘઉં સહિતના અનાજ વગેરે પણ આ સાથે મોંઘા થયા છે. વર્ષ ૨૦૧૪માં ગેસ સીલીન્ડરના ભાવ ૪૩૪ રૂપિયા તે સતત વધીને ૧૦૫૬ થયા આ મોદી સરકારની બહેનોને ભેટ છે. ભાજપ સરકારે પેટ્રોલ ડીઝલ પરની એકસાઇઝ ડ્યુટીમાં સતત વધારીને ૨૮ લાખ કરોડ દેશના નાગરિકોના કિસ્સામાંથી લુટી લીધા. એક તરફ પેટ્રોલ – ડીઝલ, ગેસના સતત ભાવ વધારો અને બીજીબાજુ રૂપિયાનું સતત અવમુલ્યનથી મોંઘવારી આસમાને પહોંચી છે. મોંઘવારીના મારથી જનતા પીસાઈ રહી છે સાથોસાથ બેરોજગારી પણ સતત વધતી જાય છે. લોકોના ધંધા-રોજગાર છીનવાઈ રહ્યાં છે. ૨૦૧૪માં જાહેરમાં અચ્છેદિનનો વાયદો કરનાર ભાજપ સરકારની જનતાને શું આ અચ્છેદિનની ભેટ છે ?

ભાજપે સત્તા માટે દરવર્ષે બે કરોડ રોજગારનું વચન એટલે કે આઠ વર્ષમાં ૧૬ કરોડ રોજગાર આપવાનું તો એકબાજુ રહ્યું પણ ભાજપ સરકારની નીતિના કારણે આઠ કરોડ રોજગાર છીનવાઈ ગયા. બેરોજગારીનો દર ૪૫ વર્ષમાં સૌથી ઉંચો છે ત્યારે મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી ધરણાં-પ્રદર્શન અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ અને વિધાનસભા કોંગ્રેસપક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, બેરોજગારી ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષમાં વિવિધ સરકારી ભરતી જેવી કે વિદ્યા સહાયકો માટે ટેટ ૧, ટેટ ૨, લોકરક્ષક દળ, બિનસચિવાલય કલાર્ક સહિતની પરીક્ષામાં વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી છે. ‘વાંચે ગુજરાત’ની જાહેરાત કરતી ભાજપ સરકારે ૧૫ વર્ષથી શાળા કોલેજ જાહેર વાંચનાલયમાં લાયબ્રેરીયનની ભરતી કરવામાં આવતી નથી. ‘રમશે ગુજરાત’ની વાતો કરતી ભાજપ સરકારમાં શારીરિક શિક્ષણના શિક્ષકો/અધ્યાપકોની ૧૫ વર્ષથી ભરતી કરવામાં આવી નથી. શું આ રીતે રમશે ગુજરાત ? તલાટી ભરતી માટે ૧૫ – ૧૫ લાખ રૂપિયામાં રાજ્યવ્યાપી ભરતી કૌભાંડ પણ ભાજપ સરકારના ભ્રષ્ટ વહીવટમાનું એક ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે. મલ્ટીપરપઝ હેલ્થવર્કર અને નર્સિંગ સહીત મેડિકલ – પેરામેડીકલની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ન થવાના કારણે કોરોના મહામારીમાં લાખો નાગરીકો હેરાન પરેશાન થઇ ગયા. ગ્રામસેવકની ભરતીની જાહેરાતને ચાર વર્ષ થયા છતાં હજુ સુધી ભરતીના ઠેકાણા નથી. ટેટ-ટાટ પાસ થયેલ ૫૦,૦૦૦ જેટલા યુવાનો – યુવતીઓને શિક્ષક તરીકે ભરતી પ્રક્રિયા હાથ ન ધરીને અન્યાય થઈ રહ્યો છે જેની ગંભીર અસર ગુજરાતના શિક્ષણ પર પડી રહી છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં 4.5 થી 5 લાખ જગ્યા લાંબા સમયથી ખાલી છે. અબજો રૂપિયાના રોકાણ, કરોડો રોજગારીના દાવા સાથે યોજાતી વાઇબ્રન્ટ સમિટના નામે ભાજપ સરકાર ગુજરાતના યુવાનોને ગુમરાહ કરી રહી છે. છેતરપીંડી કરી રહી છે. છેલ્લા અઢી દાયકા જેટલા લાંબા સમયગાળાના ભાજપના શાસન દરમ્યાન ગુજરાતની એક આખી નવી પેઢી, બેરોજગારી, દિશાવિહીનતાની ગર્તામાં ધકેલાઈ ગઈ છે. શિક્ષક વિનાની શાળા, ગ્રામસેવક વિનાનું ગામ, ડોકટર વિનાનું દવાખાનું, શાળા વિનાનું ગામ, આ તે કેવું ગતિશીલ ગુજરાત ? આઉટ સોર્સિંગ – કોન્ટ્રાકટ એજન્સીઓની સરકારના મંત્રી- સંત્રી સાથેની ગોઠવણના લીધે આઉટ સોર્સિંગ- કોન્ટ્રાકટ નામે ગુજરાતના ૯.૫ લાખ જેટલા યુવાન – યુવતીઓનું મોટા પાયે આર્થીક શોષણ થઇ રહ્યું છે. ત્યારે ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું બંધ કરે.

 

 

રોજીંદા ચીજ વસ્તુઓ

૨૦૧૯ ભાવ

૨૦૨૨ ભાવ

વધારો

પેટ્રોલ

૭૩

૯૭

૩૩ ટકા

ડીઝલ

૬૬

૯૦

૩૬ ટકા

એલ.પી.જી.

૪૯૪

૧૦૫૩

૧૧૩ ટકા

મીઠુ

૧૮

૨૪

૩૩ ટકા

તુવેર દાળ

૯૦

૧૧૦

૨૨ ટકા

સોયાબીન તેલ

૯૨

૧૬૨

૭૬ ટકા

સરસો તેલ

૧૧૦

૧૭૫

૫૯ ટકા

ચ્હા

૨૧૨

૨૮૨

૩૩ ટકા

૨-૦૮-૨૦૨૨

 

 

 

· ડ્રગ્સ અને દારૂના બેરોકટોક ચાલી રહેલા વ્યાપારમાં ભાજપ અને તેના મળતિયાઓ ભાગીદારી

· ગુજરાતના દરિયાકાંઠા અને પોર્ટ ડ્રગ્સ-દારૂને દેશમાં ગુસાડવા માટેનું પ્રવેશદ્વાર બન્યું : ગૃહમંત્રી રાજીનામું આપે.

 

ગાંધી-સરદારની ભૂમિને કલંકિત કરતી લઠ્ઠાકાંડની ઘટના અંગે ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે અમદાવાદ ખાતે યોજાયેલ ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, પદાધિકારીઓ, આગેવાનોને આક્રમકતાથી સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના સફળ પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ અને દારૂના બેરોકટોક ચાલી રહેલા વ્યાપારમાં ભાજપ અને તેના મળતિયાઓની ભાગીદારી છે. રોજીંદ ગામના સરપંચ બે-બે વાર લેખિતમાં રજૂઆત કરે. ચુટાયેલા ધારાસભ્ય સંકલન સમિતિમાં રજૂઆત કરે તેમ છતાં બુટલેગર, ગામના અસામાજિક તત્વોને છાવરતી હોય તેમ ભાજપ સરકાર હાથ પર હાથ ધરી બેસી રહી. ૭૦થી વધુએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. ભાજપની દારૂબંદીની પોલખોલી ખુલી ગયેલ છે. બેરોકટોક દારૂના વેચાણ વિરુદ્ધ કોઈ આવાજ ઉઠાવે ત્યારે ભાજપના કુશાસનમાં ફરિયાદ કરનારને મારી નાખવાની ધમકીઓ અપાય છે. ભાજપના કોઈ પણ હોદેદારોએ આ ગામોમાં પીડિત પરિવારજનોની મુલાકાત નથી લીધી. ૭૦થી વધારે નિર્દોષ ગરીબ – મધ્યમવર્ગના લોકોએ જીવ ગુમાવ્યા છે, ગુજરાતની બહેન-દિકરી-માતા વિધવા થઈ તેનો કોઈ અફસોસ ભાજપ સરકારને નથી, ગાંધી અને સરદારના ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ગુજરાતના દરેક શહેર – જીલ્લા – દરેક વિસ્તારોમાં દારૂનું વેચાણ ચાલુ છે. ડ્રગ્સનું વેચાણ ચાલી રહ્યું છે. ગુજરાતના પોર્ટો ઉપર ૧ લાખ ૭૫ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું સતત છાસવારે ડ્રગ્સ પકડાયા કરે જ્યારે એવુ લાગી રહ્યું છે ગુજરાતના દરિયાકાંઠા અને પોર્ટ ડ્રગ્સ-દારૂને દેશમાં ઘુસાડવા માટેનું પ્રવેશદ્વાર બન્યું રાજ્યની સરકાર જે બુટલેગરોને છાવરી રહી છે, ગૃહમંત્રીએ પોતે પરિવારોની વીઝીટ ના કરી. વિધવા થયેલ બહેનોના આંસુ લુછવાનો પ્રયત્ન ના કર્યો ત્યારે ગૃહમંત્રીએ પોતાના પદ ઉપર રહેવાનો અધિકાર નથી. ગૃહમંત્રી પોતાની જવાબદારી સ્વિકારી તાત્કાલીક રાજીનામું આપે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

“લઠ્ઠાકાંડ – શરાબકાંડ અંગે ગૃહમંત્રી રાજીનામું આપે” ની માંગ કરતા અમદાવાદ ખાતે યોજાયેલ ધરણાં પ્રદર્શનમાં સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં થયેલ લઠ્ઠાકાંડ એ ભાજપનો માનવ સર્જીત હત્યાકાંડ છે. ગુજરાતમાં વારંવાર બનતા લઠ્ઠાકાંડે ભાજપની દારૂબંધીની પોલ ખોલી દીધી છે. સખત અમલીકરણ, વારંવાર ગૃહખાતાની કામગીરીની વાહવાહી કરી પોતાની પીઠ ધાબડતા ગૃહમંત્રીની નિષ્ફળતાને કારણે આજે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂના વેપલા ચારી રહ્યાં છે. સ્કુલ – કોલેજોમાં ડ્રગ્સનો પગ પેસારો થયો છે. પાનના ગલ્લા, ચાર રસ્તા ઉપર ડ્રગ્સના સેવન માટેની સામગ્રી આસાનીથી મળી રહે છે. રેલ્વે-પોર્ટ-એરપોર્ટ તમામ માર્ગથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં ઘુસી રહ્યું છે. બોટાદ-અમદાવાદમાં બનેલી દુઃખદ ઘટનામાં ભાજપના કોઈપણ કેન્દ્રીય નેતાગીરીને સાંત્વના પાઠવવાનો સમય મળ્યો નથી. કોંગ્રેસ પક્ષના આદરણીય રાહુલ ગાંધીએ ગુજરાતના યુવાનોના ભવિષ્યની ચિંતા કરતા ગાંધી – સરદારના ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં કેવી રીતે આવ્યું. ? તે અંગે સવાલો કર્યા હતા. ભાજપ ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા બંધ કરે અને ગુજરાતના ગૃહમંત્રી પોતાની નિષ્ફળતા સ્વિકારી તાત્કાલીક રાજીનામું આપે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

“લઠ્ઠાકાંડ – શરાબકાંડ અંગે ગૃહમંત્રી રાજીનામું આપે” ની માંગ કરતા અમદાવાદ ખાતે યોજાયેલ ધરણાં પ્રદર્શનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહિલા અધ્યક્ષ નેટ્ટા ડીસોઝા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષશ્રી જીગ્નેશ મેવાણી, શ્રી હિંમતસિંહ પટેલ, શ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઊપનેતાશ્રી શૈલેષભાઈ પરમાર, વરિષ્ઠ આગેવાનો શ્રી બાલુભાઈ પટેલ, શ્રી રાજુભાઈ પરમાર, ડૉ. ચંદ્રિકાબેન ચુડાસમા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતિ જેનીબેન ઠુમ્મર, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, શ્રી વિરજીભાઈ ઠુમ્મર, પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખશ્રી બીમલ શાહ, ડૉ. જીતુભાઈ પટેલ, શ્રી નીશીત વ્યાસ, શ્રી ગીતાબેન પટેલ, કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, એન.એસ.યુ.આઈ.ના પ્રમુખશ્રી નરેન્દ્ર સોલંકી, અમદાવાદ વિરોધપક્ષના નેતાશ્રી શેહઝાદખાન પઠાણ, શ્રી હિમાંશુ પટેલ, શ્રી બળદેવભાઈ લુણી, શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારશ્રીઓ, કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

(ડૉ. મનિષ એમ. દોશી)

મુખ્ય પ્રવક્તા

 

———————————————————————————————————-

લમ્પી વાયરસથી મોટા પાયે મોતને ભેટનાર ગાય માતાને બચાવવાની માંગ સાથે મુખ્યમંત્રીશ્રી તાત્કાલીક પગલાની જાહેરાત કરે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસસમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોરોનાની જેમ લમ્પી વાયરસમાં ખોટા આંકડાઓ આપવાની જગ્યાએ સાચી માહિતી પુરી પાડે, કાગળ પર રસિકરણ કરવાની જગ્યાએ ગૌવંશને બચાવવા ખરેખર રસિકરણ કરવામાં આવે, ૭ મહિનાથી ગૌશાળાઓ, પાંજરાપોળોની સબસિડી બાકી છે તે તાત્કાલીક આપવામાં આવે, ગુજરાતમાં હજારો ગોદામોમાં લાખો ટનમાં ઘાંસચારો પડ્યો છે તે ખુલ્લો મુકવામાં આવે, ગૌવંશમાં લંપી નામના વાયરસને મહામારી જાહેર કરી તેને SDRF ની જોગવાઈઓમાં સમાવેશ કરી મૃત ગાય બદલ પશુપાલકને વળતર આપવામાં આવે.

ગુજરાતમાં મે મહિનાથી ગૌવંશમાં લમ્પી નામના ભયાનક વાયરસે દેખા દિધા બાદ પણ તંત્ર જાણે કુંભકર્ણ નિદ્રાધિન રહ્યું હોય, તંત્ર દ્વારા લમ્પી રોગ બાબતે ખેડૂતો, માલધારીઓ, પશુ પાલકોને માહિતગાર કરવા, આ રોગ સામે રસિકરણની અસરકારક કામગીરી વગેરેમાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે. કોંગ્રેસ દ્વારકા-જામનગર વિસ્તારમાં અને ત્યારબાદ કચ્છમાં ગૌશાળાઓ – પાંજરાપોળ સંચાલકો સેવાભાવી સંસ્થાઓની મુલાકાત લઈ સ્થાનિક તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો. મુખ્યમંત્રી, કૃષિ અને પશુપાલન મંત્રીને ૧૬ માંગણીઓ સાથેનો ગુજરાત કિસાન કોંગ્રેસે પત્ર લખ્યા બાદ સરકાર અને તંત્ર હરકતમાં આવ્યું. સરકાર અને તંત્ર હરકતમાં તો આવ્યું પણ માત્ર જાહેરાતો જીવી સરકાર હોય તેને ૨૨ જુલાઈએ રાજ્ય સરકાર તલાટી મંત્રીને આદેશ કરતો પરિપત્ર કરે છે. આ પરિપત્ર મુજબ તલાટી મંત્રીએ ઘરે ઘરે જઈ બિમાર પશુઓની નોંધ કરી ૨૫ જુલાઈએ રિપોર્ટ જમા કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે દુઃખની વાત એ છે કે ત્રણ ગામ વચ્ચે એક તલાટીમંત્રી છે તે ત્રણ દિવસમાં આ રિપોર્ટ કઈ રીતે તૈયાર કરી શકશે ?
૧-૦૮-૨૦૨૨

 

 

· મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગાંજો ડ્રગ્સ લેવામાં વપરાતા ગોગો સાધનને એમેઝોન દ્વારા પાર્સલ કરવામાં આવ્યું, ઓર્ડર નંબર 403-8593093-6753140.

· ગુજરાત કોંગ્રેસ મિડિયા કોર્ડીંનેટર હેમાંગ રાવલ દ્વારા આવા પ્રકારના સાધનો ઓનલાઈન-ઓફલાઇન વેચવા પર પ્રતિબંધ માટે અનોખી રીતે વિનંતી કરવામાં આવી

 

આજે ગુજરાતમાં દારૂ, ચરસ, ગાંજો અને હાઈ પ્રોફાઈલ ડ્રગ્સના રવાડે યુવાધન ચઢી ગયેલ છે, સાંસદ શ્રી રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ગુજરાતમાં તારીખ 21 સપ્ટેમ્બરના રોજ 21000 કરોડ નું 3000 કિલો, 22 મે ના રોજ 500 કરોડનું 56 કિલો ગ્રામ અને જુલાઈ 22 ના રોજ 375 કરોડનું 75 કિલો ડ્રગ્સ ગુજરાતના મુદ્રા પોર્ટ પરથી પકડાયું હતું, એક જ પોર્ટ પર વારંવાર શા માટે ડ્રગ્સ મળી આવે છે અને ગુજરાતની કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા સાથે જ તેમણે પૂછ્યું હતું કે, ગુજરાતના યુવાનોને નશામાં ધકેલીને ડ્રગ્સ અને દારૂ માફિયાઓને સંરક્ષણ કેમ અપાઈ રહ્યું છે?

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કુલ 606,41,84,847 રૂપિયાના નશીલા પદાર્થો પકડવામાં આવ્યા જે ગુનાના 4,046 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. સરકારે આકરું વલણ અપનાવ્યાનો દાવો કર્યા પછી પણ તાજેતરમાં ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં 50થી વધુ મૃત્યુ થયેલ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ સુધી સિમીત હોય એવું આંકડા દર્શાવી રહ્યા છે.2 વર્ષમાં 200 કરોડ રૂપિયાથી વધુનો દારૂ ઝડપાયો છે એ પ્રમાણે દરરોજ સરેરાશ રૂ. ૨૯ લાખનો દારૂ ઝડપાય છે.રાજ્યમાં રોજનો ડ્રગ્સનો 8 કરોડ કારોબાર છે કે જેમાં ચરસ-ગાંજો 3 કરોડ અને 5 કરોડના પ્રતિબંધિત ડ્રગ્સ સામેલ છે. વાર્ષિક 3000 કરોડનો કારોબાર છે તેવું સમાચારોમાં દર્શાવાય છે. ગુજરાતના શાસકોએ નાર્કોટિક ડ્રગ્સ સંબંધિત એક્ટ અંતર્ગત નોંધાતા કેસોમાં ગુજરાતને 2,41,715 કેસ સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે પહોંચાડી દીધું છે.

ગુજરાતને જો સમૃધ્ધ – વિકસીત રાજ્ય અને આવનારા દિવસોમાં ગુજરાતની પેઢીઓને સમૃધ્ધ બનાવવી હશે તો ગુજરાતમાં ડ્રગ્સનું જે નેટવર્ક વધતું જઈ રહ્યું છે તેની સામે તાત્કાલીક કડક અંકુશ આવે એ માટેની કાર્યવાહી કરવામાં આવે, એ માટેની વ્યવસ્થાઓ કરવામાં આવે અને ગુજરાતમાં એવા તો કોણ લોકો છે કે જેમના ડ્રગ્સના કનેક્શન છેક તાલિબાન સાથે જોડાયેલા છે? તેની પણ તપાસ થવી જોઈએ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોર્ડીનેટર શ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, યુવા પેઢીને નશાખોરીથી રોકવામાં આવે તેના માટે નશાખોરી માટે વપરાતા સાધનો જે ખુલ્લેઆમ GST બિલ સાથે મળી રહ્યા છે અને તેના પુરાવા રૂપે આવા જ સાધનને આજે મુખ્યમંત્રીશ્રીને ઓનલાઈન સેલિંગ એપ દ્વારા પ્રિપેઇડ ઓર્ડર કરવામાં આવેલ છે માટે સરકારને અપીલ છે કે આવા સાધનોનો સમગ્ર ગુજરાત અને દેશમાં વાપરવા/વેચવા માટે પ્રતિબંધ મુકવામાં આવે અને યુવા પેઢીને નશાખોરીના દુષણમાંથી બહાર કાઢવામાં આવે.

૩૦/૦/૭/૨૦૨૨

પ્રતિ, શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

માન. મુખ્યમંત્રીશ્રી

ગુજરાત સરકાર

સચિવાલય, ગાંધીનગર.

વિષય- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ – વિકસતી જાતિ(ઓબીસી)ને સંવિધાનની જોગવાઈ મુજબ સ્થાનિક સ્વરાજની – ગ્રામ પંચાયતની ચુંટણીમાં વસ્તીના ધોરણે અનામત આપવા તથા બજેટમાં વસ્તીના ધોરણે ગ્રાન્ટ ફાળવવા બાબત.

માનશ્રી

ઉપરોક્ત વિષય બાબતમાં જયભારત સહ જણાવવાનું કે રાજ્યની કુલ વસ્તીના પર% થી વધુ વસ્તી ધરાવતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ની ૧૪૬ થી વધુ જાતિઓના લોકોના વિકાસ માટે આઝાદી પછી દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાચ દરજ્જો અને સમાનતાની ખાતરી ભારતના સંવિધાને આપેલ છે. જેના ભાગરૂપે ગ્રામ પંચાયત – તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં થતી ચુંટણીમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ના લોકોનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તેવા શુભ આશયથી વસ્તીના ધોરણે ૧૦% અનામત

જગ્યાનો લાભ આપવામાં આવેલ હતો.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ના લોકો માટે માંડલ કમિશને ૨૭% જગ્યા અનામત રાખવાનું સૂચવેલ હોવા છતાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં ૧૦% અનામત જગ્યા રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી, જે પુરતી ન હતી. રાજય સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ના લોકો માટેની આ ૧૦% અનામતની જોગવાઈમાં વધારો કરીને ૨૭ % કરવાની જયારે તાતી જરૂર હતી ત્યારે આ ગરીબ અને પછાત વર્ગના વિકાસને રુંધવા માટે જે ૧૦ % અનામત હતી તે પણ નાબૂદ કરીને આ પછાત વર્ગના લોકોને ન ભરી શકાય તેવું નુકશાન આ સરકાર દ્વારા થઇ રહ્યું છે, જે ખુબ જ દુઃખદ છે.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો – વિકસતી જાતિ(ઓબીસી)ના લોકોના હિતને નુકશાન ન થાય તે માટે અમારી આપશ્રીને નમ્ર વિનંતી છે કે આ પછાત વર્ગના લોકોના હિતને નુકશાન ન થાય તે માટે નામદાર સર્વોચ્ચ અદાલતની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી ભારતના સંવિધાનને ધ્યાને લઇ આ પછાત વર્ગના લોકોનું સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ જળવાઈ રહે અને ઓબીસી સમાજની માંગણી – લાગણી મુજબની નીચે મુજબની માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી વિનંતી,

૧. રાજયમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી તાત્કાલિક શરુ કરી ત્રણ માસમાં વસ્તી ગણતરીનું કામ પૂર્ણ કરવામાં આવે.

૨. જ્યાં સુધી જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ થઈ ન જાય, ત્યાં સુધી ગ્રામ પંચાયતની ચુંટણીઓ મુલતવી રાખવામાં આવે.

૩, ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો – વિકસિત જાતિ(ઓબીસી)ના લોકોની વસ્તી પર % છે. આથી આ વર્ગ માટે સંવિધાનની જોગવાઈ તથા પ્રવર્તમાન નિયમો મુજબ મધ્યપ્રદેશમાં અમલી નીતિ મુજબ ગુજરાતમાં પણ ગ્રામ પંચાયત સહીત તમામ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ૨૭ % સીટો અનામત રાખવામાં આવશે તેવી નીતિ વિષયક જાહેરાત કરવામાં આવે.

૪, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ના લોકોની વસ્તી ગુજરાતમાં પર % થી વધુ હોવા છતાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ પછાત વર્ગના લાભાર્થીઓ માટે લાભ કરતા યોજનાઓમાં પુરતુ બજેટ ફાળવવામાં આવતું નથી. રાજ્યની પર % વસ્તીને છેલ્લા ૨૦ વર્ષથી બજેટમાં ૧ % રકમ પણ ફાળવવામાં આવતી નથી. અને ઘણા કિસ્સામાં રાજ્ય સરકારની ઉદાસીનતાના કારણે ફાળવેલ ગ્રાન્ટનો પુરતો ઉપયોગ પણ થતો નથી. જેના કારણે આ પછાત વર્ગના લોકોના વિકાસ માટેની યોજનાઓનો યોગ્ય લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોચતો નથી. આથી રાજ્યના બજેટમાં આ પછાત વર્ગના વિકાસ માટે તેમની વસ્તીને ધ્યાને લઈ, તેમની ગરીબાઈને ધ્યાને લઈ તથા તેમની જરૂરીયાતને

ધ્યાને લઈ તેમનો યોગ્ય વિકાસ થાય તે મુજબ વસ્તીના ધોરણે બજેટમાં જોગવાઈ કરવામાં આવે. ૫. છેલ્લા વર્ષોથી સરકારી કચેરીઓ, અર્ધ કચેરીઓ, બોર્ડ અને કોર્પોરેશનમાં આઉટસોર્સિંગ – કોન્ટ્રાકટ પધ્ધતિથી ભરતી કરવામાં આવે છે, જેમાં અનામતની જોગવાઈ લાગુ કરેલ ન લેવાથી આઉટસોર્સિંગ – કોન્ટ્રાકટ પધ્ધતિથી જે ભરતી કરવામાં આવે છે, તેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે ૨૭ % જગ્યા અનામત રાખવા અંગેના આદેશો કરવામાં આવે.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ના લોકોને અપાતો અનામતનો લાભ એ ભારતના સંવિધાને આપેલ સમાનતાના અધિકાર હેઠળ મળેલ લાભ છે. દેશના વિકાસમાં પાયાનું પ્રદાન કરતાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(ઓબીસી)ના લોકોને આગળ વધવાની તક આપવાથી ભારતની લોકશાહી મજબૂત બનવાની છે, આથી આપશ્રી અમારી આ માંગણી ધ્યાને લઇ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ – વિકસતી જાતિ(ઓબીસી)ને સંવિધાનની જોગવાઈ મુજબ સ્થાનિક સ્વરાજ્યની – ગ્રામ પંચાયતની ચુંટણીમાં વસ્તીના ધોરણે અનામત આપવા અંગે તથા બજેટમાં વસ્તીના ધોરણે ગ્રાન્ટ ફાળવવા માટે તાત્કાલિક નિર્ણય કરવા વિનંતી છે.

આભાર
આપનો વિશ્વાસુ
અમિત ચાવડા

૨૯-૦૭-૨૦૨૨

 

 

· લંપિ વાયરસના ભોગે થયેલ હજારો ગૌમાતા અને ગૌવંશના મૃત્યુનાં મુદે રાજકારણ ન હોવું જોઈએ હજારો ગૌમાતા ના મૃત્યુનું મહાપાપ ગુજરાતની ભાજપ સરકારને લાગશે : શ્રી જગદીશ ઠાકોર

· લંપી અસરગ્રસ્ત મુન્દ્રા વિસ્તારની પાંજરાપોળો,ગોપાલકો ની મુલાકાત લઈ વેદના જાણી

· કચ્છ જીલ્લાના મુંદ્રા તાલુકાના પ્રાદપર ચોકડી ગૌ શાળા, કારાઘોઘા, મોટી ભુજપર, બિદડા, જરપરા વિસ્તારની મુલાકાત સમયે ગાય માતાની સ્થિતી જોઈ શ્રી જગદીશ ઠાકોર રડી પડ્યા.

· લમ્પી વાયરસના કારણે ગાય માતા રીબાઈ રીબાઈને મરી રહી છે, સરકાર જાહેરાતોને બદલે તાત્કાલીક પગલા ભરે નહી તો મોટા પ્રમાણમાં ગાય માતાઓના મોત થશે.

 

ગુજરાતમાં મે મહિનાથી ગૌવંશમાં લમ્પી નામના ભયાનક વાયરસે દેખા દિધા બાદ પણ તંત્ર જાણે કુંભકર્ણ નિદ્રાધિન રહ્યું હોય, તંત્ર દ્વારા લમ્પી રોગ બાબતે ખેડૂતો, માલધારીઓ, પશુ પાલકોને માહિતગાર કરવા, આ રોગ સામે રસિકરણની અસરકારક કામગીરી વગેરેમાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે ત્યારે કચ્છ જીલ્લાના મુંદ્રા તાલુકાના પ્રાદપર ચોકડી ગૌ શાળા, કારાઘોઘા, મોટી ભુજપર, બિદડા, જરપરા વિસ્તારની મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં લંમ્પી વાયરસના કારણે હજારો ગૌમાતાઓ મોતને ભેટી છે પશુપાલકોને ગાયોના મૃત્યુ બાબતે કોઈપણ વળતરની રકમ મળી નથી હજી હજારો ગાયો સારવાર હેઠળ છે આ રોગને નાથવામાં ભાજપ સરકાર તેમજ જિલ્લાનું તંત્ર સદંતર નિષ્ફળ નીકળ્યું છે. આ સમય ગૌમાતા ના મોતને માધ્યમ બનાવી અને રાજકારણ કરવાનું નથી પરંતુ હજારો ગૌમાતા મૃત્યુ પામી તે વાસ્તવિક પરિસ્થિતિ જાણી તેનાથી ખરેખર ખૂબ જ દુઃખ અનુભવું છું. ગુજરાતની ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ નીકળી છે હજી પણ હજારો ગાયો સારવાર હેઠળ છે પાંજરાપોળોમાં આઠ-આઠ માસથી સરકાર સબસીડી ચુકવી નથી શકતી પરિણામે સંચાલકો અબોલપશુના નિભાવ માટે ખૂબ જ આર્થિક કટોકટી અનુભવી રહ્યા છે ખરેખર આવી પરિસ્થિતિમાં જો સરકાર હજારો ગાયોના મૃત્યુ બાદ પણ ગંભીરતા નહીં દાખવે તો આ ગૌહત્યાનું મહાપાપ ગુજરાતની ભાજપ સરકારને લાગવાનું છે આ મૂંગા પશુઓ જે મોતને ભેટ્યા છે તેનાથી સરકારની વિરુદ્ધમાં જીવદયા પ્રેમીઓમાં ભયંકર રોષ ની લાગણી પ્રવૃત્તિ રહી છે જે માટે સરકારે નક્કર કામગીરી કરવી જોઈએ.

મોટા ભાગના જિલ્લાઓમાં સતત અને અવિરત વરસાદના કારણે મોટાભાગના પશુપાલકોનો ઘાસચારો પલળી ગયો છે ત્યારે આ રોગચાળામાં પશુઓને રોગ પ્રતિકારક શક્તિ માટે વધારે ખોરાકની જરૂર હોવા છતાં તેમને પલળી ગયેલો ખોરાક ખાવો પડે છે ત્યારે રાજ્યમાં આવેલા ઘાસચારા ગોદામોમાં ઘાસ સડી રહ્યું છે તેથી રાજ્યના ઘાસચારાના તમામ ગોદામો અત્યારે ખુલ્લા મૂકી પશુપાલન વ્યાવસાયિકો, ગૌશાળા સંચાલકો, પાંજરાપોળ સંચાલકોને અત્યારે ઘાસ પૂરું પાડવું જોઈએ. જે જિલ્લામાં ઘાસચારો ઉપલબ્ધ ન હોય તેવા જિલ્લામાં બીજા જિલ્લાઓમાંથી ઘાસચારો મંગાવીને પણ ઘાસચારો પૂરો પાડવો જોઈએ. અત્યારે રાજ્યમાં સરકારના ખોટા ગુણગાન કરવા વંદે ગુજરાત વિકાસ યાત્રાના તાયફાઓરૂપી રથ ફરી રહ્યા છે આ રથ હંકારવાની જવાબદારી પશુ ચિકિત્સકને પણ આપવામાં આવી છે દુઃખની વાત એ છે કે તાલુકા મથકે માત્ર એક જ તો પશુ ચિકિત્સક હોય અને તેને જવાબદારી આ તાયફાઓના રથ હંકારવાની આપી હોય તો એ પશુ ચિકિત્સક પણ શું કરે ? તો પશુ ચિકિત્સક બીમાર ગાયની સેવા કરે કે સરકારનો તાયફારથ હંકારે ? ત્યારે સરકાર પોતાના ખોટા ગુણગાન કરતા આ તાયફાઓના રથને હાલ પૂરતા પશુ એમ્બ્યુલન્સમાં તબદીલ કરી નાખવા જોઈએ અને પશુ ચિકિત્સકને સરકારી તાયફાનો રથ હંકારવાની જવાબદારી આપવાને બદલે ગૌવંશને બચાવવાની કામગીરી કરવા કામે લગાડવા જોઈએ

ગાયના નામે મત માંગનાર ભાજપ સરકારમાં ગાય માતા રીબાઈ રીબાઈને મરી રહી છે ત્યારે ગાય માતાને બચાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે માંગ કરી હતી કે, કોરોનાની જેમ લમ્પી વાયરસમાં ખોટા આંકડાઓ આપવાની જગ્યાએ સાચી માહિતી પુરી પાડે, કાગળ પર રસિકરણ કરવાની જગ્યાએ ગૌવંશને બચાવવા ખરેખર રસિકરણ કરવામાં આવે, ૭ મહિનાથી ગૌશાળાઓ, પાંજરાપોળોની સબસિડી બાકી છે તે તાત્કાલીક આપવામાં આવે, ગુજરાતમાં હજારો ગોદામોમાં લાખો ટનમાં ઘાંસચારો પડ્યો છે તે ખુલ્લો મુકવામાં આવે, ગૌવંશમાં લંપી નામના વાયરસને મહામારી જાહેર કરી તેને SDRFની જોગવાઈઓમાં સમાવેશ કરી મૃત ગાય બદલ પશુપાલકને વળતર તાત્કાલીક આપવામાં આવે.

લમ્પી વાયરસના કારણે પીડીત ગાયોની વેદના અંગે કચ્છમાં ગૌશાળા, પશુપાલકોની જાત મુલાકાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી અને સંગઠન સહપ્રભારીશ્રી રામકિશન ઓઝા, કિસાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષશ્રી પાલભાઈ આંબલીયા, કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રી વિ.કે. હુમ્બલ, મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ચંદુભા જાડેજા,મુન્દ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ કપિલભાઈ કેસરિયા, શૈલેન્દ્રસિંહ જાડેજા, વાલજીભાઈ દનીચા, અરજણભાઈ ભુડીયા, બચુભાઈ આરેઠીયા, નારણભાઈ સોંદરા, ઇમરાનભાઈ જત, નવીનભાઈ ફફલ, સલીમભાઈ જત, રામદેવસિંહ જાડેજા, પી.સી.ગઢવી, ચેતનભાઇ જોશી, ડો. રમેશ ગરવા, સ્મિત ગોસ્વામી, ભરતભાઈ સોલંકી,ગનીભાઈ કુંભાર, દીપક ડાંગર, કલ્પનાબેન જોશી, પુષ્પાબેન સોલંકી, આઈશુબેન સમા, કાંતાબેન સોધમ, મુકેશ સોલંકી, સાવન ખાટરીયા, રસિકબા જાડેજા કિરણ પટેલ, કિશોરદાન ગઢવી, યોગેશ પોકાર,ઈકબાલ મંધરા,મીઠુભાઈ મહેશ્વરી, ચંદુભા ઝાલા, ભુપેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ બળીયા, હમિદ સમા, નારણભાઈ ગઢવી, મોહનભાઈ રામાણી એચ એસ આહીર, ખીમરાજ ગઢવી, ગોવિંદભાઈ દનિચા આર.એલ. આહીર, ભીખુભાઈ સોલંકી વિનયભાઈ પરસોળ કાંતિલાલ ઠક્કર જાવેદ પઠાણ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, પશુપાલકો જોડાયા હતા અને ગાય માતાની લમ્પી વાયરસના કારણે ઉભી થયેલી પરિસ્થિતિની જાત માહિતી મેળવી હતી.

 

(ડૉ. મનિષ એમ. દોશી)

મુખ્ય પ્રવક્તા

 

————————————————

અખબારી યાદી

તા. ૨૯-૦૭-૨૦૨૨

 

· પ્રોહીબીશન – એક્સાઈઝ અધિકારીઓ અને સરકારના આર્શિવાદથી મિથેનોલ, સહિતના ઝેરી દ્રવ્યોનો ગેરકાયદેસર કરોડો રૂપિયાની હેરફેર-વેપલો : જવાબદાર સામે તાત્કાલીક પગલા ભરવા માંગ

· જસ્ટિસ મહેતા કમિશનની ભલામણોને ભાજપ સરકારે કાયદામાં માત્ર દેખાડા પુરતા સુધારા કર્યા.

· બેશરમ ભાજપ સરકાર શરાબકાંડ – લઠ્ઠાકાંડને કેમીકલકાંડ બતાવીને તેના કારનામા – કરતુતો ઉપર પડદો નાંખવાનો પ્રયાસ કરી રહી છે.

 

ભાજપ સરકાર દ્વારા જાહેર કરેલ કેમીકલકાંડ – બોટાદના લઠ્ઠાકાંડ અંગે ભાજપ સરકાર – ગૃહ વિભાગની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, બેશરમ ભાજપ સરકાર શરાબકાંડ – લઠ્ઠાકાંડને કેમીકલકાંડ બતાવીને તેના કારનામા – કરતુતો ઉપર પડદો નાંખવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૯માં પણ થયેલા લઠ્ઠાકાંડમાં ૧૪૬ લોકોના મોત થયા હતા અને ૫૪૧ લોકો અસરગ્રસ્ત થયા હતા જેમાં કેટલાય નાગરિકોએ પોતાની આંખો સહિતના અંગો ગુમાવ્યા હતા. ૨૦૦૯ના લઠ્ઠાકાંડ બાદ રચાયેલા જસ્ટિસ મહેતા કમીશને ભાજપ સરકારને ફટકાર લગાવી હતી કમિશનની ભલામણોને લાગુ કરવામાં ન આવતાં ફરી એક વખત ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો. ૪૨ થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. કેમીકલ કાંડની વાતો કરતી ભાજપ સરકાર મિથેનોલ-કેમીકલના એકઝાઈઝના કર્મચારીઓ પર કાર્યવાહી કેમ નથી કરતી ? એક તરફ ગૃહમંત્રી-રાજ્ય સરકાર વારંવાર લઠ્ઠાકાંડને મિથેનોલ-કેમીકલકાંડ ગણાવે છે તો પ્રોહીબીશનની કલમનો એફ.આઈ.આર.માં કેમ લગાવવામાં આવી ? બોટાદમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના માનવસર્જીત ઘટના છે અને ભાજપ સરકાર જવાબદાર છે. પ્રોહીબીશન – એક્સાઈઝ અધિકારીઓ અને સરકારના આર્શિવાદથી મિથેનોલ, સહિતના ઝેરી દ્રવ્યોનો ગેરકાયદેસર કરોડો રૂપિયાની હેરફેર-વેપલો ચાલી રહ્યો છે. ભાજપ સરકારમાં દારુબંધી માત્ર કાગળ ઉપર છે તે ફરી સાબિત થયું છે. વર્ષ ૨૦૦૯માં સ્પષ્ટ ભલામણો છતાં જસ્ટીસ મહેતા કમીશનની ભલામણોને સરકારે ગંભિરતાથી કેમ ન લીધી ? સુરતમાં લઠ્ઠાકાંડ, અમદાવાદના ૨૦૦૯નો લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓથી ભાજપ સરકારે કોઈ શીખ ન લીધી જેના પરિણામે બોટાદમાં ૪૨ થી વધુ જીંદગીઓ હોમાઈ ગઈ. ભાજપના મળતિયાઓ, ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગતને લીધે ગુજરાતના નાગરિકો ભોગ બની રહ્યાં છે. જવાબદાર એક્સાઈઝ અધિકારી – વીઝલન્સ અધિકારીઓ પર કોઈ કાર્યવાહી કેમ ન કરવામાં આવી ? ભાજપ સરકાર જવાબ આપે.

ગુજરાતમાં જ્યારે પણ મહેફીલકાંડ, લઠ્ઠાકાંડ, જેવી ઘટનાઓ બને ત્યારે ભાજપ સરકાર નીતનવા પરિપત્રો કરે છે પરંતુ વિસ્તાર પ્રમાણે પ્રોહીબીશન કાયદા હેઠળ પકડાયેલા લોકોનું રજીસ્ટર કેમ નથી બનાવતી ? હિસ્ટ્રીસીટર, બુટલેગર, દારૂના ખેપીયા અને અસામાજીક તત્વોના કેટલા રજીસ્ટર છે ? તેમાં આવા કેટલા લોકો રજીસ્ટર થયા છે ? તેની સંપૂર્ણ માહિતી ભાજપ સરકાર આપે. કમિશનની ભલામણોને ભાજપ સરકારે કાયદામાં માત્ર દેખાડા પુરતા સુધારા કરવામાં આવ્યા. ભ્રષ્ટાચારનો એપીસેન્ટર એવો ગૃહવિભાગ લઠ્ઠાકાંડ બાદ દારૂના અડ્ડા ઉપર દરોડા પાડી રહી છે પરંતુ મિથેનોલની બેરોકટોક-હેરફેર પર કેમ કોઈ કાર્યવાહી નહીં ? વર્ષ ૨૦૦૯માં કમિશનના રીપોર્ટમાં મિથેનોલ ઉપરની થતી ગેરકાયદેસર હેરફેર પર, સ્ટોરેજ પર ચાંપતી નજર રાખવા અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા, વીઝીલન્સ રાખવાની ભલામણ કરવામાં આવી હતી. પરંતુ તેનો ક્યાંય અમલ થયો નહીં પરિણામે બોટાદ લઠ્ઠાકાંડમાં ૪૨ થી વધુ નાગરિકોના જીવ મીથેનોલ આલ્કોહોલના લીધે હોમાઈ ગયા. લઠ્ઠાકાંડ-મિથેનોલકાંડ માટે જવાબદાર પ્રોહીબીશન, એક્સાઈઝ અધિકારીઓ પર કડક પગલા ભરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ પક્ષ કરે છે.

૨૬-૦૭-૨૦૨૨

 

 

 

· કરોડો રૂપિયાનો દારૂ રોજ ગુજરાતમાં ઠલવાય, શરમ ન અનુભવતી નિષ્ફળ ભાજપા સરકાર.

· ગુજરાતમાં ઠેરઠેર દારુના બેરોકટોક વેચાણ અને મહેફીલ કાંડ, લઠ્ઠાકાંડ સહિતની નિષ્ફળતા અંગે ભાજપ કેમ મૌન છે ?

· કોંગ્રેસપક્ષના પ્રમુખ અને વિપક્ષ નેતા સહિત સ્થાનિક ધારાસભ્યશ્રીઓએ લઠ્ઠાકાંડમાં મૃતકોની અંતિમ યાત્રામાં જોડાઈ નશ્વદેહને કાંધ આપી.

 

ગુજરાતમાં ચાલતા બેરોકટોક દારૂનો વેપાર અને બોટાદ, અમદાવાદ જીલ્લાના ગામોમાં ગરીબ – સામાન્ય શ્રમિક ૨૬ થી વધુને મોતમાં ધકેલનાર લઠ્ઠાકાંડ બાદ સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, નશાબંધીના ચુસ્ત કાયદાના ગાણાગાતી – જાહેરાતો કરતી ભાજપ સરકારના શાસનમાં ગુજરાતમાં રોજ બેરોકટોક કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય રહ્યો છે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે અને ગુજરાતના ભવિષ્ય સમાન યુવાનો નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે. ભ્રષ્ટાચારમાં ગળાડુબ ભાજપા સરકાર – ગૃહવિભાગ, કાગળ પરની દારૂબંધી અંગે નિષ્ફળ ભાજપા સરકાર લાજવાને બદલે ગાજવાનું બંધ કરે. ગુજરાતમાં ઠેરઠેર દારુના બેરોકટોક વેચાણ અને મહેફીલ કાંડ, લઠ્ઠાકાંડ સહિતની નિષ્ફળતા અંગે ભાજપ કેમ મૌન છે ? શાસકપક્ષના આદેશથી સત્તાધીશોની સીધી દોરવણી હેઠળ અધિકારીઓની મીલીભગતથી ચાલતી ગુજરાતમાં દારૂબંધી એ માત્ર નાટક છે, જેની લઠ્ઠાકાંડ ગવાહી છે. કોંગ્રેસપક્ષના જનપ્રતિનિધી, સ્થાનિક જનતા “જનતા રેડ” કરીને મોટાપાયે દારૂનો જથ્થો પકડે ત્યારે પકડાવનાર પર કાર્યવાહી કેમ ? ગુજરાતના એક જિલ્લાના પોલીસવડાએ પત્ર લખી દારૂના ખેપીયા, બૂટલેગરોનું પોલીસ દ્વારા પાયલોટીંગ કરવામાં આવે છે તેવા સત્તાવાર જાણ કરે તેમ છતાં કાર્યવાહી કેમ નહીં ? સ્થાનિક સરપંચની લેખિત રજુઆત છતાં કોઈ પગલા ભરાયા નહીં અને લઠ્ઠાકાંડ થયું. ૨૬થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. કોંગ્રેસપક્ષના ધારાસભ્યશ્રી રાજેશ ગોહિલે સ્થાનિક સંકલન સમિતિમાં રજુઆત કરી હતી તેમછતાં પોલીસ તંત્રએ કોઈપણ પગલા ન લીધા.

તાજેતરમાં અમદાવાદ, બોટાદ, ભાવનગર જીલ્લાના વિસ્તારોમાં લઠ્ઠાકાંડને કારણે ૨૬ થી વધુ મૃતકના પરિવારજનોને સાંત્વના અને જાત માહિતી માટે બરવાળાના રોજીદ ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી જીગ્નેશ મેવાણી, સ્થાનિક ધારાસભ્યશ્રી રાજેશ ગોહિલ, શ્રી લાખાભાઈ ભરવાડ સહિત આગેવાનોએ પરિવારજનોની મુલાકાત લીધી હતી. મૃતકના પરિવારજનો, ગામના સ્થાનિકો સહિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા, ધારાસભ્યશ્રી જીગ્નેશ મેવાણી શ્રીરાજેશ ગોહિલ, શ્રી લાખાભાઈ ભરવાડ, અંતિમ યાત્રામાં જોડાઈ નશ્વરદેહને કાંધ આપી હતી. આ દુઃખદ ઘટના માટે અમારી પાસે શબ્દો નથી, પરમપિતા પરમેશ્વર મૃતકોના આત્માને શાંતિ આપે તેજ પ્રાર્થના.

———————————————————————————————————————–

અમદાવાદ, બોટાદ, ભાવનગર જિલ્લાના વિસ્તારનાં ગામોમાં થયેલા લઠ્ઠાકાંડને પગલે ૨૬થી વધુ લોકોના જીવ ગુમાવ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષનાં વરિષ્ઠ પ્રતિનિધી મંડળ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મોત સામે ઝઝુમતા પીડીત લોકોની મુલાકાત લીધી હતી.

સિવિલ હોસ્પિટલનાં સુપરિટેન્ડ સાથે કોંગ્રેસ પક્ષનાં પ્રતિનિધી મંડળ મુલાકાત કરી તમામ સારવાર લઈ રહેલા દર્દીઓની સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. સુપરિટેન્ડશ્રી દ્વારા ૧૨ દર્દીઓની તબિયત સારી હોવાની વિગતો આપી હતી. દર્દીઓને જરૂરી સારવાર મળે, જલ્દી સારા થાય તે અંગે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, આગેવાનોનું પ્રતિનિધી મંડળ દ્વારા રજુઆત કરવાં આવી હતી. અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓનાં સગા-સંબંધીને રહેવા-ખાવા સહિતની સુવિધા અંગેની જાણકારી મેળવી કોઇપણ પ્રકારની જરૂરિયાત માટે આ કપરા સમયમાં કોંગ્રેસ પક્ષ તેમની સાથે છે તેવુ આશ્વાસન આપ્યું હતું.

પ્રતિનિધી મંડળમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્યશ્રી હિંમતસિંહ પટેલ, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી નીરવ બક્ષી, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિપક્ષના નેતાશ્રી શેહજાદખાન પઠાણ સહિત શહેરના આગેવાનો – કાર્યકરો જોડાયા હતા.

 

(ડૉ. મનિષ એમ. દોશી)

મુખ્ય પ્રવક્તા

—————————————————————-

અખબારી યાદી

તા. ૨૬-૦૭-૨૦૨૨

 

 

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા આદરણીય શ્રીમતિ સોનિયા ગાંધીજી પર ખોટા ઈડીના સમન્સના વિરોધમાં અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત ધરણાંમાં મોટી સંખ્યામાં કાર્યકરો – આગેવાનો જોડાયા હતા. પેપર ફૂટે, મોંઘવારી સતત વધે, રૂપિયાનું સતત ધોવાણ થાય, વેપાર ધંધા પડી ભાંગે, બેરોજગારી, મહિલા સુરક્ષા, કર્મચારીઓ પોતાના હક્ક અધિકાર સહિતના પ્રશ્નો માટે લડત આપે તો વારંવાર પોલીસ તંત્ર અને કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી ભાજપ જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે પરંતુ કોંગ્રેસ મજબુતાઈથી જનતાનો અવાજ રજુ કરશે.સતત જનતાના અવાજ ઉઠાવતા કોંગ્રેસ પક્ષના નેતાશ્રીના સત્યથી મોદી સરકાર ડરી ગઈ છે. સત્યને દબાવી શકાતુ નથી, ઝુકાવી શકાતુ નથી. ભાજપની કિન્નાખોરીની રાજનીતિથી લોકતંત્ર માટે ખતરો ઉભો થયો છે. કોંગ્રેસ પક્ષ સામાન્ય – મધ્યમવર્ગ, શોષિત – વંચિત, ગરીબ, ખેડૂતો, દલિત સહિતના લોકોનો અવાજ મજબુતાઈથી ઉઠાવતા રહ્યાં છે. કોંગ્રેસનો કાર્યકર એ લોકશાહીનો સિપાહી છે અને સંવિધાનનો રખેવાળ છે. કોંગ્રેસ પક્ષના આગેવાન – નેતા વિરૂદ્ધ સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરતી ભાજપ સરકારના હથકંડાઓથી કોંગ્રેસ પક્ષ ના ડરશે, ના ઝુકશે, ના દબાશે, કોંગ્રેસપક્ષ ફક્ત સત્યના રસ્તે ચાલી ભાજપના તમામ પ્રયાસોને વિફળ કરશે.

નેશનલ હેરાલ્ડના નામે મોદી સરકાર કોંગ્રેસ નેતૃત્વ પર ખોટા કેસ કરવાની મોટી ભુલ કરી છે. નેશનલ હેરાલ્ડ સ્વાતંત્ર સેનાનીઓનું અવાજ બન્યું હતું. નેશનલ હેરાલ્ડએ સ્વાતંત્ર સંગ્રામની ઓળખ પણ છે અને અવાજ પણ છે. જે આજે પણ દિલ્હીના શાસન પર બિરાજમાન સત્તાધિશો સામે મક્કમતાથી અવાજ ઉઠાવી રહ્યું છે. કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ આઝાદીની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવતા નેશનલ હેરાલ્ડની નાણાંકીય કટોકટીના સમયે મહેનતુ પત્રકારોના પગાર, અખબાર ચલાવવા અને અન્ય કામગીરી માટે આર્થિક મદદ કરી હતી. ત્યારે દેશ પુછે છે કે, અંગ્રેજો સામે હિંદુસ્તાનીઓનો અવાજ બુલંદ કરનાર અખબારની સંસ્થાને નાણાંકીય મદદ કરવી શું ગુન્હો છે? કોંગ્રેસ પક્ષ એ ગાંધી-સરદારની ઉત્તરાધિકારી છે. જે વિભાજનકારી એજન્ડા ધરાવતી ભાજપની બદલાની રાજનીતિ થી કદાપી ડરશે નહીં.

ઈડીના સમન્સના વિરોધમાં અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પૂરા દિવસના ધરણામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્યશ્રી હિંમતસિંહ પટેલ, એ.આઈ.સી.સી.ના ચૂંટણી પ્રભારીશ્રીમતિ શોભાબેન ઓઝા, સહપ્રભારી શકીરજી, વરિષ્ઠ નેતા શ્રી રાજુભાઈ પરમાર, ડૉ. જીતુભાઈ પટેલ, શ્રી બિમલ શાહ, શ્રી પંકજ શાહ, શ્રી પંકજ પટેલ, ડૉ. મનિષ દોશી, શ્રી બળદેવ લુણી, શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી ઈકબાલ શેખ, શ્રી ગીતાબેન પટેલ, શ્રી ગીતાબેન પટેલ, દીપસિંહ ઠાકોર, શ્રી બાબુભાઈ વાઘેલા, શ્રી નઈમ મિર્ઝા, શ્રી ભીખુભાઈ દવે, શ્રી ઉમાકાંત માંકડ, શ્રી સી.એમ. રાજપુત, શ્રી ધર્મેન્દ્ર પટેલ, શ્રી હિરેન બેંકર, શ્રી કમલેશ પટેલ, ગુલાબખાન રાઉમા, મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી જેનીબેન ઠુંમર, અમદાવાદ શહેર પ્રમુખશ્રી નીરવ બક્ષી, કોર્પોરેશન નેતાશ્રી શેહઝાદખાન પઠાણ, અમદાવાદ શહેર મહિલા પ્રમુખશ્રી હેતાબેન પરીખ, મંદાકીનીબેન પટેલ, શ્રી કલ્પનાબેન પટેલ, શ્રી જીગીશા પટેલ, વડોદરા શહેર પ્રમુખશ્રી ઋત્વીજ જોષી, શ્રી હબીબ મોદન, શ્રી અમૃત પંડ્યા, શ્રી કેતન પરમાર, સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી ભાજપ-મોદી સરકારની કિન્નાખોરીની નીતિ સામે સુત્રોચ્ચાર કર્યા હતા.

૧૬-૦૭-૨૦૨૨

 

એ.આઈ.સી.સી.ગુજરાતના પ્રભારી આદરણીયશ્રી ડૉ. રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી જગદીશ ઠાકોર તથા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માનનીયશ્રી સુખરામ રાઠવાની ઉપસ્થિતિમાં આજરોજ એક અગત્યની બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અમિત ચાવડા, એ.આઈ.સી.સી. મંત્રી અને ગુજરાતના સંગઠન સહપ્રભારીશ્રી રામકિશન ઓઝા, શ્રી વિરેન્દ્રસિંઘ રાઠોડ, શ્રીમતિ ઉષા નાયડુ, એ.આઈ.સી.સી. સંગઠન ચૂંટણી અધિકારી શ્રીમતિ શોભા ઓઝા, શકીરજી, એ.આઈ.સી.સી. ના પૂર્વ મહામંત્રીશ્રી દિપકભાઈ બાબરીયા, સેવાદળના રાષ્ટ્રીય સંગઠકશ્રી લાલજીભાઈ દેસાઈ, વિપક્ષના પૂર્વ નેતાશ્રી નરેશભાઈ રાવલ, પૂર્વ કેન્દ્રીયમંત્રી ડૉ. તુષાર ચૌધરી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમાર, એ.આઈ.સી.સી. મંત્રી શ્રીમતિ સોનલબેન પટેલ, કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્યશ્રી હિંમતસિંહ પટેલ, શ્રી લલીતભાઈ કગથરા, શ્રી જીગ્નેશભાઈ મેવાણી, શ્રી રૂત્વિકભાઈ મકવાણા, સાંસદશ્રી અમીબેન યાજ્ઞિક, મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતિ જેનીબેન ઠુંમર, યુવક કોંગ્રેસ પ્રમુખશ્રી વિશ્વનાથસિંહ વાઘેલા, એન.એસ.યુ.આઈ. પ્રમુખશ્રી નરેન્દ્ર સોલંકી ઉપસ્થિત રહ્યાં હતાં.

રાજીવ ગાંધી ભવન ખાતે અગત્યની બેઠકમાં ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે, પક્ષના સંગઠનની ચૂંટણી જુલાઈ મહિનાના અંતમાં પૂર્ણ કરવામાં આવશે. 9મી ઓગસ્ટે જિલ્લા મથકે 75 કિમી ની પદયાત્રા કરવામાં આવશે, ગુજરાતમાં ચૂંટણી હોવાથી ચારેય ઝોનમાં બાઈક રેલી યોજાશે, 20 તારીખ પહેલાં સંગઠનની ચૂંટણીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે, લોકસભા મુજબ 37 નિરીક્ષક 19મીએ સાંજે આવશે, 20મીએ તમામ નિરીક્ષકો સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતાશ્રી અશોક ગેહલોતજી અને સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્માની ઉપસ્થિતીમાં બેઠક યોજાશે. 17મી તારીખે કોંગ્રેસના તમામ ધારાસભ્યોની બેઠક કરવામાં આવશે, 18મી તારીખે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવામાં આવશે.

કેન્દ્રની ભાજપા સરકારની કિન્નાખોરીથી કોંગ્રેસ પક્ષના નેતાઓને જુદી જુદી સરકારી એજન્સીના માધ્યમથી હેરાન કરવાના પ્રયાસો થઈ રહ્યાં છે ત્યારે તારીખ ૨૧મી જુલાઈ,ગુરુવારના રોજ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીને ઈ.ડી.ના સમન્સના મુદ્દે રાજ્યવ્યાપી કાર્યકમ કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજીત કરાશે. તારીખ ૨૨મી જુલાઈ, શુક્રવારના રોજના જીલ્લા વ્યાપી કાર્યકમ યોજાશે. જેમાં ભાજપ સરકારની ગેરબંધારણીય અને કિન્નાખોરીના રાજકારણ સામે ધરણા પ્રદર્શન યોજાશે.

રાજીવ ગાંધી ભવન ખાતે અગત્યની બેઠકને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ઈશારે એન્ફ્રોર્સમેન્ટ ડીરેક્ટરોરેટ દ્વારા કોંગ્રેસ પ્રમુખ આદરણીય શ્રી સોનિયા ગાંધીને પાયા વિહોણા અને ખોટી રીતે ઉભા કરેલા નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે. કોઈ પણ પુરાવા કે હકીકતોના આધાર વિના ઈડીનો વ્યક્તિગત, દ્રેષ અને રાજકીય કિન્નાખોરી માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સત્ય માટેની આ લડાઈ માટે એકતા અને શાંતિપૂર્વક દેખાવોને કચડી નાખવા માટે કેન્દ્રનું શાસન હતાશાપૂર્વક, પાશવી બળનો ઉપયોગ કરી રહ્યું છે.ન્યાય માટેની લડત સાથે જોડાવા પોલીસ રાજના વિરોધમાં કાર્યકમો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તારીખ ૨૧મી જુલાઈ,૨૦૨૨ ને ગુરુવાર રાજ્યસ્તરનો કાર્યકમ અમદાવાદ ખાતે બપોરે ૧ કલાકે અને તારીખ ૨૨ જુલાઈ,૨૦૨૨ ને શુક્રવારના રોજ આપના જીલ્લામાં જીલ્લા મથકે આવેલી કેન્દ્ર સરકારની કચેરી સમક્ષ શાંતિપૂર્વક અને અહિસંક રીતે જંગી ધરણાંનો કાર્યકમનું આયોજન કરવામાં આવશે. સોનિયા ગાંધીને 21મી તારીખે ઇડીમાં હાજર થવાનું છે, સમગ્ર રાજ્યમાં ઇડી વિરૂદ્ધ દેખાવો તેમજ આશ્ચર્યજનક કાર્યક્રમો કરવામાં આવશે.

રાજીવ ગાંધી ભવન ખાતે અગત્યની બેઠકમાં બુથ મેનેજમેન્ટ અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મારું બુથ મારું ગૌરવ અભિયાનમાં સોંપાયેલી કામગીરી અંગે માહિતી મેળવીને તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું, સાથોસાથ બુથ માટે જે જરૂરી માહિતી છે તે વિગતો સાથે એકત્ર કરવા માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. 10 દિવસ બાદ બુથ અંગેની જવાબદારી સોંપવામાં આવશે અને જે સ્થાનિક કાર્યકર આગેવાનને બુથની જવાબદારી સોંપાઈ હશે તેને ટ્રેનીંગ સાથે સજ્જ કરાશે અને દરેક બુથના જવાબદારને વિશેષ ઓળખપત્ર કોંગ્રેસ પક્ષ આપશે.

રાજ્યમાં આગામી વિધાનસભા માટે કોંગ્રેસ પક્ષના ચૂંટણી ઢંઢેરા અંગે એ.આઈ.સી.સી.ના પૂર્વ મહામંત્રીશ્રી દિપકભાઈ બાબરીયાએ સમગ્ર પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં આગામી વિધાનસભા માટે કોંગ્રેસ પક્ષ રાજ્યના વિવિધ નાગરીક સંગઠનો, વિવિધ સમુદાયો અને તમામ વર્ગો સાથે વાર્તાલાપ કરીને વાસ્તવિક સમસ્યાને સમજીને તેના ઉકેલ માટે કોંગ્રેસ પક્ષનો અભિગમ હોવો જોઈએ તે તમામ બાબતોને ધ્યાને રાખી દરેક વિધાનસભામાં દસ બેઠકો એટલે કે સમગ્ર રાજ્યમાં ૧૫૦૦ જેટલી નાની-મોટી બેઠકો કરીને જનતા સંવાદ કરીને ચૂંટણી ઢંઢેરો તૈયાર કરશે. આ ચૂંટણી ઢંઢેરા પ્રજાલક્ષી અને વાસ્તવિક હશે. જેમાં તમામ સ્થાનિક આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓને જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવી છે અને સપ્ટેમ્બર મહિનાના અંતમાં ચૂંટણી ઢંઢેરો જનતાના મુદ્દા સાથે પ્રસિધ્ધ કરવામાં આવશે.

કોંગ્રેસ પક્ષ દ્વારા કાશ્મિરથી કન્યાકુમારી સુધી ભારત જોડો યાત્રા શરૂ થવા જઈ રહી છે. જે અંગે પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગુજરાતમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં વિવિધ સ્તરે જનસંપર્ક અભિયાન, પદયાત્રા, વિવિધ જીલ્લાઓમાં યાત્રાના પરિભ્રમણ કાર્યક્રમ અંગે એ.આઈ.સી.સી.ના મંત્રી અને સંગઠન સહપ્રભારીશ્રી રામકિશન ઓઝા, શ્રી વિરેન્દ્રસિંઘ રાઠોડ અને શ્રીમતિ ઉષા નાયડુએ વિવિધ જીલ્લાઓના પ્રમુખશ્રીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજીને સંપૂર્ણ ચર્ચા કરી કાર્યક્રમને સફળ બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
૧૬-૦૬-૨૦૨૨

· ગાંધીનગર ખાતે કોંગ્રેસ પક્ષના ઉગ્ર દેખાવો, પ્રદર્શન યોજાયા.

· રાજભવન તરફ કુચ કરતા ધારાસભ્યો, વરિષ્ઠ પદાધિકારીઓ, કાર્યકર્તાઓની મોટા પાયે અટકાયત કરતી પોલીસ.

· ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા, વરિષ્ઠ નેતાઓએ મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કર્યું.

કેન્દ્ર સરકારના ઈશારે એન્ફ્રોર્સમેન્ટ ડીરેક્ટરોરેટ દ્વારા સતત ત્રીજા દિવસે પૂર્વ કોંગ્રેસ પ્રમુખશ્રી રાહુલ ગાંધીને પાયા વિહોણા અને ખોટી રીતે ઉભા કરેલા નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે. કોઈ પણ પુરાવા કે હકીકતોના આધાર વિના ઈડીનો વ્યક્તિગત, દ્વેષ અને રાજકીય કિન્નાખોરી માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યંત આઘાત જનક બાબત રૂપે પોલીસે એ.આઈ.સી.સી.ના વડામથકમાં બળજબરી પૂર્વક પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલા કાર્યકર્તા અને નેતાઓને બેરહેમીથી માર્યા હતા. સત્ય માટેની આ લડાઈ માટે એકતા અને શાંતિપૂર્વક દેખાવોને કચડી નાખવા માટે કેન્દ્રનું શાસન હતાશા પૂર્વક પાશવી બળનો ઉપયોગ કરી રહ્યું છે. ન્યાય માટેની લડત સાથે જોડાવવા અને એ.આઈ.સી.સી.ના વડામથકની કામગીરીને અવરોધવા સહિત પોલીસ રાજના વિરોધમાં શ્રી જગદીશ ઠાકોર, શ્રી સુખરામ રાઠવા, શ્રી અર્જુન મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થ પટેલ, શ્રી અમિત ચાવડા, શ્રી પરેશ ધાનાણી, ડૉ. તુષાર ચૌધરી, શ્રી પુંજાભાઈ વંશ, શ્રી શૈલેષભાઈ પરમાર, શ્રી હિંમતસિંહ પટેલ, શ્રી ગ્યાસુદ્દીન શેખે મહામહીમ રાજ્યપાલશ્રીને રૂબરૂમાં વિસ્તૃત આવેદનપત્ર આપી વિસ્તૃત રજુઆત કરી હતી. રાજભવનની સામે શાંતિપૂર્વક અને અહિંસક રીતે ધરણાના કાર્યક્રમમાં તમામ વરિષ્ઠ આગેવાનશ્રીઓ, કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં પોલીસે અટકાયત કરી હતી.

રાજ્યમાં તા. ૧૭મી જુન, ૨૦૨૨ને શુક્રવારના રોજ તમામ જીલ્લા વડા મથકે કેન્દ્ર સરકારની કચેરી સમક્ષ શાંતિપૂર્વક અહિંસક રીતે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવશે.

૧૬-૦૬-૨૦૨૨

· “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા, સહિતના વરિષ્ઠ મહાનુભાવો શ્રી અર્જુન મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થ પટેલ, શ્રી દિપક બાબરીયા.

કોંગ્રેસ પક્ષ દ્વારા સતત ૧૭મા વર્ષે પ્રકાશીત “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તક સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ માટે પથદર્શક બનશે.

“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું કે, ધોરણ-૧૨ પછી જીવનની પ્રગતિ માટે અભ્યાસક્રમોની પસંદગી અતિ આવશ્યક બની જાય છે, હાલના સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પોતાની ક્ષમતા અનુરૂપ અભ્યાસક્રમ પસંદ કરી શકે અને તેમાં અસરકારક દેખાવ કરે એ માટે સતત સત્તરમા વર્ષે કારકિર્દી માર્ગદર્શન પુસ્તકથી માહિતી આપવાનો કોંગ્રેસ પક્ષ દ્વારા આ સંનિષ્ઠ પ્રયત્ન છે. 20 વર્ષ પહેલા શિક્ષણમાં ઉદ્યોગ વિષય ભણાવાતો, ભાજપ સરકારે તો શિક્ષણને ઉદ્યોગ વેપાર બનાવી દીધો છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિસેફ, કેન્દ્રનાં નીતિ આયોગ અને રાજ્યનો ગુણોત્સવનો રિપોર્ટ રાજ્યના કથળતા શિક્ષણનું વરવું ચિત્ર રજૂ કરે છે. રાજ્યમાં શિક્ષણનું મોટાપાયે વ્યાપારીકરણ થઈ રહ્યું છે. સરકારી-ગ્રાન્ટેડ સંસ્થાઓનું માળખું તૂટતૂ જાય છે અને ખાનગી સંસ્થાઓમાં ફી ના ધોરણો વ્યાપકપણે ઉંચુ થતુ જાય છે. ગુજરાતમાં સૌને શિક્ષણ ઉપલબ્ધ બનાવવા માટેના પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા સતત ઓછા થતાં જાય છે અને શિક્ષણનું ઝડપથી વ્યાપારીકરણ થઈ રહ્યું છે. રાજયની ઈજનેરી-ફાર્મસી, ડિગ્રી, ડિપ્લોમા, સરકારી કોલેજોના ૫૫ ટકાથી વધુ અધ્યાપકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. ગ્રામ્ય વિસ્તારમાં 6000 જેટલી સ્કૂલોને તાળા મારે શું આ રીતે ભણશે ગુજરાત? શિક્ષક વિનાની શાળા, ગ્રામ સેવક વિનાનું ગામ, ડોક્ટર વિનાનું દવાખાનું, શાળા વિનાનું ગામ, આ તે કેવું ગતિશીલ ગુજરાત ? ‘વાંચે ગુજરાત’’ની જાહેરાત કરતી ભાજપ સરકારે ૧૫ વર્ષથી શાળા કોલેજ જાહેર વાંચનાલયમાં લાયબ્રેરીયનની ભરતી કરવામાં આવતી નથી.ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે રાજ્ય સરકાર ચિંતીત બને તે ઘણું જ આવશ્યક છે. “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તક તૈયાર કરનાર કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા
ડૉ. મનિષ દોશી અને સહયોગીઓને કોંગ્રેસ પક્ષ તરફથી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.

 

કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા, શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષની યુપીએ સરકારે “શિક્ષણના મુળભૂત અધિકાર” અપાવ્યો હતો પરંતુ તેનો અયોગ્ય અમલીકરણને પગલે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતરને અવરોધે છે. નર્મદા,તાપી, કચ્છ, ભરૂચ, ડાંગ, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, દાહોદ, છોટાઉદેપુર સરેરાશ કરતાં પણ ખરાબ પરિણામ સામે આવ્યું છે. જ્યારે સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં પણ શિક્ષણની સ્થિતિ અતિ ખરાબ છે. ગુજરાતમાં તમામ સમાજના વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી માટે શિક્ષણ માળખાની સુવિધા સાથે ગુણવત્તા સભર શિક્ષણ મળે તે અતિ આવશ્યક છે. ગુજરાતના વાલી – વિદ્યાર્થીઓ અથાક મહેનત – પરિશ્રમ કરી સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. ત્યારે રાજ્ય સરકારની જવાબદારી બને છે કે ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્યને કેન્દ્રસ્થાને રાખીને કામગીરી કરે. રાજ્યની જુદી – જુદી ઈજનેરી – ફાર્મસી તથા અન્ય ડીગ્રી અને ડીપ્લોમાં કોલેજોમાં વિદ્યાર્થી ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત કરી શકતા નથી, પરિણામે નામાંકિત કંપનીઓના કેમ્પસ ઈન્ટરવ્યુ, પ્લેસમેન્ટમાં ખૂબ જ ઓછી નોકરીઓ મેળવતા હોય છે. એ આપણા માટે ચિંતાનો વિષય છે. કોરોના મહામારીના કપરા સમયમાં વિદ્યાર્થીઓને શિક્ષણને પડી રહેલી મુશ્કેલીઓથી સૌ વાકેફ છીએ. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના બાળકોને મોબાઈલ કનેક્ટીવીટી / ઈન્ટરનેટ અને ગેઝેટસના અભાવે શિક્ષણથી વંચિત રહ્યાં. વિદ્યાર્થી ભાઈ-બહેનોને કારકિર્દી ઘડવામાં મદદરૂપ થવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો સતત સત્તરમા વર્ષે મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી તથા સહયોગીઓએ ખુબ જ જહેમત ઉઠાવી છે, તે બદલ તેઓને હું કોંગ્રેસ પક્ષ વતી અભિનંદન પાઠવું છું.

“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ અને એ.આઈ.સી.સી.ના પૂર્વ મહામંત્રીશ્રી દિપક બાબરીયા શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા ગુજરાતમાં રાષ્ટ્રીય સંસ્થા આઈ.આઈ.ટી., એન.આઈ.ડી.ન્યુ કેમ્પસ, સેન્ટ્રલ યુનિવર્સિટી અને ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફર્મેશન ટેક્નોલોજી સ્થાપના થઈ છે. જે ગુજરાત માટે ગૌરવરૂપ અને સીમાચિન્હરૂપ સાબિત થશે. ગુજરાત સરકાર શિક્ષણ માટેના નાણાં ઉત્સવ પાછળ વેડફી રહી છે. જેનાથી ગુજરાતના વિદ્યાર્થીઓ સારી શૈક્ષણિક સુવિધાઓ થી વંચિત રહે છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પછીના અભ્યાસ માટે માર્ગદર્શન પુરું પાડતુ પુસ્તક પ્રકાશીત કરવાનું ઉમદા કાર્ય પક્ષના સંનિષ્ઠ આગેવાન ડૉ. મનિષ દોશી (એન્જીનીયર) અને તેમના તમામ સહયોગીઓ મારફત કરવામાં આવ્યું છે, જે ખૂબ જ સરાહનીય પ્રશંસનીય છે. તેઓ સર્વેને અભિનંદન પાઠવીએ છીએ.

સતત સત્તરમા વર્ષે “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકના સંપાદક ડૉ. મનિષ દોશી(એન્જીનીયર)એ જણાવ્યું હતું કે, ધોરણ-૧૨ પછી અભ્યાસક્રમોની અનેક તકો રાજ્ય અને દેશ કક્ષાએ ઉપલબ્ધ છે ત્યારે જરૂર છે માત્ર સમયસર અને યોગ્ય માર્ગદર્શનની કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો તથા કારકિર્દી માર્ગદર્શન માટે કાર્યરત વિવિધ સંસ્થાઓ સાથે સંપર્ક કરીને વધુમાં વધુ માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૨ પછી ઉપલબ્ધ ૨૦૦ થી વધુ અભ્યાસક્રમોની વિગતો સાથે વિશેષ કારકિર્દીના અભ્યાક્રમો અંગેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સંસ્થાઓની માહિતી સાથે ૪૦ થી વધુ પ્રવેશ પરિક્ષા અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી છે તેમજ દેશમાં આગામી સમયની માંગ અનુસાર નોકરીની વિવિધ તકો ઉપર વિશેષ વિગતો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ખાસ કરીને વિકલાંગો માટે વિવિધ અભ્યાસક્રમોની વિશેષ વિગતો આપવામાં આવી છે. નવા નવા અભ્યાસક્રમો કે જે રાજ્યમાં ઉપલબ્ધ નથી તેની પણ માહિતી-પ્રવેશ પરિક્ષા અને બને ત્યાં સુધી જુદી જુદી સંસ્થાઓ કે જેઓ વિશિષ્ટ અભ્યાસક્રમો ભણાવે છે તેમની વેબસાઈટો પણ આપવામાં આવી છે. દેશમાં રેગ્યુલર અભ્યાસક્રમ ન કરી શકે તેવા વિદ્યાર્થીઓ માટે એક્સ્ટર્નલ અભ્યાસક્રમ આપતી માન્ય સંસ્થાઓની સાથોસાથ ઈન્દીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઈગ્નુ) અને ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ની વિગત પણ આપવામાં આવી છે. શિક્ષણ માટે એજ્યુકેશન લોન અને સ્કોલરશીપ આપતી વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ટ્રસ્ટોની વિગતો આ પુસ્તકની વિશેષતા છે.
૧૫-૦૬-૨૦૨૨

 

 

· કોંગ્રેસ પક્ષ વર્તમાન સરકારના અમાનુષિય બદલો લેવાની ભાવનાવાળા પગલાના વિરોધમાં તા. ૧૬-૬-૨૦૨૨ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર બપોરે ૨-૦૦ કલાકે તેમજ તા. ૧૭-૬-૨૦૨૨ ના રોજ જિલ્લા કક્ષાએ ધરણાં પ્રદર્શન કરાશે.

 

કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ઉપર કેન્દ્ર સરકારના ઈશારે પોલીસ દમન સામે આક્રોશ વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, પેટ્રોલ, ડીઝલ, ગેસ, વગેરે જેવા મુદ્દાઓ દેશમાં વર્તમાન પરિસ્થિતિમાં ગરીબી – બેકારી – ભ્રષ્ટાચાર – ખેડૂતોના પ્રશ્નોને બેરોજગાર યુવાનોને તેમના પ્રશ્નોને વગેરે જેવા તમામ મુદ્દાઓનો કોંગ્રેસ પક્ષ વર્તમાન સરકારનો વિરોધ કરી રહી છે ત્યારે આ બધા મુદ્દાઓ પરથી દેશની જનતાનું ધ્યાન ભટકાવવા માટે વર્તમાન સરકાર છેલ્લા ત્રણ દિવસથી કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધી વિરૂદ્ધ ઈડીના સમન્સનો ઉપયોગ કરીને તેઓને હેરાન કરવાની, ડરાવવાની રાજનીતિ કરી રહી છે. છેલ્લા ત્રણ દિવસોથી સમગ્ર દેશમાં નેતાગણો પર અમાનુષિય અત્યાચારો થઈ રહ્યાં છે. શ્રી રાહુલ ગાંધીજી બેરોજગાર યુવાનો, ખેડૂતો, ગૃહિણીઓ વગેરેને લગતા તમામ પ્રશ્નો સાથે તેઓનો જનઅવાજ બની રહ્યાં છે ત્યારે બદલો લેવાની ભાવના રાખી વર્તમાન સરકાર તેમનો અવાજ ડરાવવાની રાજનીતિ કરી રહી છે. છેલ્લા બે દિવસમાં પોલીસો દ્વારા કાર્યકરો – નેતાગણ પર અમાનુષિય અત્યાચારો કરી રહ્યાં છે. દેશના રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ પર વધુ બળપ્રયોગ કરી પોલીસો દ્વારા તેમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. ગઈ કાલે નેતાગણો ટીંગાટોળી કરી તેમના ઉપર લાઠી ચાર્જ અને અન્ય સાધનો દ્વારા અમાનુષિય અત્યાચાર કરીને કેટલાંક કાર્યકરો તથા નેતાગણના હાથપગ ઉપર ગંભિર ઈજાઓ પહોંચાડી છે. તો કેટલાકને પાંસળી પણ ભાંગી જાય એ રીતે બરહેમ માર મારવામાં આવી રહ્યો છે તો ક્યાંક ચહેરા પર માર મારવાને લીધે થઈને ગંભિર ઈજાઓ પહોંચાડી છે. પોલીસ દ્વારા કોંગ્રેસના દિલ્હીના હેડક્વાટર્સ ઉપર એ.આઈ.સી.સી.નો દરવાજો તોડી બહોળી સંખ્યામાં પોલીસ ઘુસી આવીને કાર્યકરો તેમજ નેતાગણો ઉપર અમાનુષિય અત્યાચાર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. જે એક અસંવિધાનીક પગલું છે. શ્રી રાહુલ ગાંધીજી ઉપર નોન ઈસ્યુનો મુદ્દો આગળ ધરીને સમન્સ જેવા હથીયારનો ઉપયોગ કરીને જે કેસ કર્યો છે. તેના વિરૂદ્ધમાં કાર્યકરો તેમજ નેતાગણો નિહથ્થે વિરોધ કરી રહ્યાં છે તેના પર પોલીસો દ્વારા લાઠીચાર્જ – ધરપકડ વગેરે જેવા હથકંડા અપનાવીને ડરાવવાની – ધમકાવવાની રાજનીતિ આ વર્તમાન સરકારનો મનસ્વી પણાનો ચહેરો સ્પષ્ટ થાય છે. આજે પણ અમારા મહિલા કાર્યકર તેમજ મહિલા નેતાગણ પર અમાનુષિય અત્યાચાર એ.આઈ.સી.સી. અને જાહેર સ્થળોમાં કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પક્ષ વર્તમાન સરકારના અમાનુષિય બદલો લેવાની ભાવનાવાળા આ કાર્યના વિરોધમાં તા. ૧૬-૬-૨૦૨૨ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર બપોરે ૨-૦૦ કલાકે તમામ નેતાગણ રૂબરૂ મળશે તેમજ કેન્દ્રની મોદી સરકારના કિન્નાખોરી – બદલાની ભાવનાવાળા કૃત્ય સામે તા. ૧૭-૬-૨૦૨૨ ના રોજ જિલ્લા કક્ષાએ ધરણા-પ્રદર્શનના કાર્યક્રમ યોજાશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડીયાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, નેશનલ હેરાલ્ડની શરૂઆત પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, શ્રી પુરુષોતમ ટંડન, આચાર્ય નરેન્દ્ર દેવ, શ્રી રફી મહંમદ કિડવાઈ તેમજ અન્ય વ્યક્તિઓ દ્વારા ૧૯૩૭ માં, એસોસીએટેડ જર્નલ્સ લિ. નામની કંપની હેઠળ વર્તમાનપત્ર દ્વારા દેશમાં સ્વાતંત્ર્યની લડતને વેગ આપવા માટે કરવામાં આવી હતી. વર્તમાનપત્રની સંપાદકીય ઉત્કૃષ્ટતા છતાં નેશનલ હેરાલ્ડ નાણાંકીય તંગી અનુભવી રહ્યું હતું અને તેની ખોટ રૂ. ૯૦ કરોડે પહોંચી. નેશનલ હેરાલ્ડની આ નાણાંકીય કટોકટીમાંથી ઉગારવામાં મદદરૂપ થવા કોંગ્રેસ પક્ષે ૨૦૦૨ થી ૨૦૧૧ દરમ્યાન લગભગ ૧૦૦ હપ્તે ૧૦ વર્ષના સમયગાળામાં રૂ. ૯૦ કરોડની લોન આપી. અત્યંત મહત્વની બાબત એ છે કે આ રૂ. ૯૦ કરોડ પૈકી રૂ. ૬૭ કરોડ જેટલી રકમનો તો નેશનલ હેરાલ્ડ દ્વારા કર્મચારીઓના પગાર અને સ્વૈચ્છિક નિવૃત્તિ પેટેની રકમોની ચુકવણી માટે જ કરવામાં આવ્યો હતો. બાકીની રકમનો ઉપયોગ વીજળી બીલ, વેરો વગેરે જેવા સરકારી લેણા ચુકવવા માટે કરવામાં આવ્યો હતો. ભાજપ અને તેના મળતિયાઓ નેશનલ હેરાલ્ડને આ રૂ. ૯૦ કરોડની લોન આપવાની બાબતને ગુન્હો ગણાવે છે. આ તદ્દન વાહિયાત અને બદઈરાદાપૂર્ણ છે. રાજકીય પક્ષ દ્વારા લોન આપવાની બાબત ભારતમાં કોઈપણ કાયદા હેઠળ ગુન્હારૂપ બાબત નથી. તો પછી, કોંગ્રેસ પક્ષ દ્વારા વખતો વખત એસોસીએટેડ જર્નલ્સ લીમીટેડ (કોંગ્રેસ પક્ષ સાથે ૧૯૩૭ થી નજીકથી જોડાયેલી અને કોંગ્રેસની વિચારસરણીને સમર્થન આપતી કંપની)ને રૂ. ૯૦ કરોડની લોન આપવાની બાબત ફોજદારી ગુન્હો કેવી રીતે ગણી શકાય? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ ઇક્વિટી શેરની માલિકી ધારણ કરી શકતી ન હોવાથી, ઇક્વિટી શેર સેક્શન-૨૫ હેઠળ ‘નોટ ફોર પ્રોફિટ’ કંપની ‘યંગ ઇન્ડિયા’ને ફાળવવામાં આવ્યા હતા. શ્રીમતી સોનિયા ગાંધી, શ્રી રાહુલ ગાંધી અને અમારા નેતૃત્વનો આશય સ્પષ્ટ છે, નેશનલ હેરાલ્ડ જેનું જતન કરે છે તેવી કોંગ્રેસ પક્ષની વિરાસતને સુનિશ્ચિત કરવાનો છે. પક્ષના મૂલ્યોનો તે પ્રસાર કરે છે અને નેશનલ હેરાલ્ડ અમારા આદર્શો અને સિદ્ધાંતોને વાચા આપવાનું કામ કરે છે. આ સત્ય માટેની લડાઈ છે. સત્યનો હંમેશા વિજય થાય છે અને આ વખતે પણ થશે. શ્રી રાહુલ ગાંધી અને કોંગ્રેસનું નેતૃત્વ આ અગ્નિપરીક્ષામાંથી વધારે ઉજ્જવળ બનીને બહાર આવશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થ પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશમાં આજે જ્યારે રૂપિયો તળીયે છે, બેંકનું ખાનગીકરણ થઈ રહ્યું છે, એલ.આઈ.સી. જેવી સંસ્થાઓ વેચાઈ જવાને આરે છે તે ઉપરાતે દેશમાં ઈધણ, ગેસ તેમજ અન્ય કુદરતી પેદાશો પર ઈન્સ્યોરન્સ લેવા તૈયાર થતી નથી. દેશમાં હાલ તમામ ક્ષેત્રને મિલકતો વેચવા પેટ્રોલ એલઆઈસી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મોટા પાયાના ઉદ્યોગોને લગતા કાર્યોને પોતાના માનિતા લોકોને ખુબ જ સસ્તા ભાવે આપી દેવાનું કામ આ ભ્રષ્ટાચારી વર્તમાન સરકાર કરી રહી છે. અર્થતંત્રને ખતમ કરનારી છે. દેશમાં હાલ ૬૦ લાખ ગૃહઉદ્યોગો બંધ થયા છે. જેની અસરથી કરોડો લોકો બેરોજગાર થયા છે. સરકારની માનસિકતા એવી છે કે કોઈએ સરકાર સામે અવાજ ઉઠાવવો નહીં, કોઈએ જોરથી બોલવાનું નહીં અને જો કોઈ અવાજ ઉઠાવે કે જોરથી બોલે તો તેમને રાષ્ટ્ર વિરોધી ગણી તેઓનો અવાજ દબાવવાનું કામ આ વર્તમાન સરકાર કરી રહ્યાં છે. ભાજપની સરકારે સત્તાનો દુરુપયોગની તમામ મર્યાદાઓ તોડી નાખી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, અંગ્રેજો જેવુ અભિમાન, જોર, જુલમ જેવુ વર્તન દેશના લોકોના અધિકારોનું હનન કરતી આ વર્તમાન સરકાર કરી રહી છે. ગાંધીજીએ અહિંસક આંદોલન કરી અંગ્રેજોથી દેશને આઝાદ કર્યા હતા, આજ અંગ્રેજોની નીતિ વર્તમાન સરકાર અપનાવી રહી છે. દેશમાં માત્ર કોંગ્રેસ દ્વારા જ વર્તમાન અંગ્રેજો દ્વારા અત્યાચારી સરકાર સામે આર.એસ.એસ.ની વિચારધારા સામે, સરકાર સામે રાષ્ટ્રિય નેતાશ્રી રાહુલ ગાંધી મક્કમ અવાજે વિરોધ કરી રહ્યાં છે ત્યારે વર્તમાન સરકાર દ્વારા જે રીતે ઈડી તથા સમન્સનો ઉપયોગ કરીને ડરાવવાની, ધમકાવવાની નીતિ અપનાવે છે પણ રાહુલજી ડરવાના નથી. ગમે તેવી ધમકીઓ તેમને ડરાવી શકતી નથી. ગુજરાતમાં પણ વર્તમાન અંગ્રેજો દ્વારા સામાન્ય જનતાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે ગુજરાતમાં હાલ બેરોજગારી, ડ્રગ્સ, ભ્રષ્ટાચાર, પેપરફુટવાના પ્રશ્નો વગેરે જેવા કેટલાય પ્રશ્નો ઉપસ્થિત છે. ગુજરાતમાં કેટલાક અધિકારીઓને હાથ્થો બનાવી વર્તમાન સરકાર આમ જનતા ઉપર જે રીતે બદલો લેવાની ભાવના સાથે તેમના પર અત્યાચારો કે યેનકેન પ્રકારે હેરાનગતિ કરી રહી છે ત્યારે વર્તમાન સરકારના એ અધિકારીઓને હું કહેવા માંગુ છું કે, તમારે પણ દર પાંચ વર્ષે જનતાની અદાલતમાં જવુ જ પડશે અને આમ જનતા આ જનતાની અદાલતમાં તમને બરોબર નિર્ણય આપશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડૉ. જીતુભાઈ પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, જ્યારે આઝાદી મળી ત્યારે જવાહરલાલ નહેરુની ૨૦૦ કરોડ રૂપિયાની એ જમાનામાં મિલકત હતી એમાંથી ૯૬ ટકા મિલકત એમણે દેશને આપી દીધી. ૪ કરોડ રૂપિયામાં આનંદ ભવન રાખ્યું હતું. જેની આજે માર્કેટ વેલ્યુ ગણીએ તો એની કિંમત ૨ લાખ કરોડ રૂપિયા થાય. અત્યારે બેઠેલા તાનાશાહોમાંથી એકપણ રૂપિયો ખરચ્યો હોય તો હિસાબ આપે. મોતીલાલ નહેરુની માસિક આવક અમદાવાદના ક્ષેત્રફળના ચોથા ભાગનું ક્ષેત્રફળ ખરીદી શકે તેવા સંપત્તિવાન વ્યક્તિનો પુત્ર આઝાદીની લડાઈમાં બધું છોડી અંગ્રેજોની કઠીન જેલમાં રહ્યા હોય અને અત્યારના આ તાનાશાહોના વડવાઓ કેટલા વર્ષ જેલમાં રહ્યા એનો હિસાબ આપે. આજના તાનાશાહો આક્ષેપ કરે છે કે જવાહરલાલ નહેરુના કપડા લંડન ધોવા જતા હતા. આજના આ સત્તાધીસો દિવસમાં ૪ વાર મોંઘા કપડા પહેરે છે તે તેમના ક્યા પરમ પૂજ્ય પિતાશ્રીની પેઢીમાંથી વારસાઈ તરીકે મળ્યા છે. નેશનલ હેરાલ્ડમાં આક્ષેપ કરનાર આ તાનાશાહો એનો હિસાબ આપે કે ૭૦ સાથી માંડી ૧.૫૦ રૂપિયા સુધી ગૌચરો વેચી જમીનની દલાલી કરી ઉદ્યોગપતિઓને હવાલે કરી કેટલા કરોડો-અબજો રૂપિયાનું કૌભાંડ કરી ગૌવંશનો નાશ કરી કતલખાને મોકલવાનું કામ કર્યું છે.