Gujarat First in the Country in Online Ticket Booking ऑनलाइन टिकट बुकिंग में गुजरात देश में प्रथम
2025
ભારતના તમામ રાજ્યના નિગમોમાં ગુજરાત એસ.ટી નિગમે ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ(OPRS)નો સૌથી વધુ ઉપયોગ કરે છે. દૈનિક 75 હજારથી વધુ ઓનલાઇન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ સમગ્ર ભારતમાં પહેલા સ્થાને છે.
છેલ્લા બે વર્ષમાં 4 કરોડથી વધુ ઓનલાઇન ટિકિટ બુક
રાજ્યમાં વર્ષ 2010થી ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની શરુઆત કરાઈ હતી. ત્યારે છેલ્લા 2 વર્ષમાં 4 કરોડથી વધુ મુસાફરોએ ઓનલાઇન ટિકિટો બુક કરીને એસ.ટી નિગમને કુલ 1,036 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે.
એસ.ટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધાઓને ધ્યાને લઈને વર્ષ 2010થી ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની શરુઆત કરાવવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2011થી માસ્ટર ફ્રેન્ચાઇઝીના કરાર થકી મુસાફરો Abhibus, પેટીએમ જેવી ઍપ્લિકેશન મારફતે પણ ઓનલાઇન એસ.ટી બસની ટિકિટ બુકિંગ કરાવી શકે છે. નિગમ દ્વારા દિવ્યાંગ મુસાફરો સરળતાથી બુકિંગ કરી શકે તે માટે દિવ્યાંગ બુકિંગનું વેબ-મોબાઇલ ઍપ્લિકેશનમાં અલગથી પણ વિકલ્પ આપવામાં આવ્યો છે.
વર્ષ 2015માં એન્ડ્રોઇડ અને iOS મોબાઇલ ઍપ્લિકેશન (GSRTC Official) લોન્ચ કરી હતી. મુસાફરો મોબાઇલ-વેબ ઍપ્લિકેશન www.gsrtc.in મારફતે બુક કરાવેલી ટિકિટોનું રિશિડ્યુલ, કેન્સલેશન તેમજ PNR સ્ટેટ્સ વગેરે સરળતાથી જાણી શકે તે માટે તમામ વિકલ્પો આપવામાં આવ્યા છે.
નિગમ ખાતે 205 બુકિંગ એજન્ટ છે.
અંતરિયાળ ગામો સુધી એસ.ટીની સેવાઓ યોગ્ય રીતે પહોંચી નથી.