સરકારની સહાયથી ચીપ ફેક્ટરી ગુજરાતમાં મફતમાં પડે છે

ગુજરાતમાં સોથી વધારે કંપનીઓને મોદી સરકારે નાણાં આપ્યા गुजरात में सरकारी मदद से चिप फैक्ट्री मुफ़्त में Gujarat received a free chip factory with govt support

દિલીપ પટેલ
અમદાવાદ, 1 માર્ચ 2026
ભારત સરકાર સેમિકન્ડક્ટર માટે મોટા પાયે, નાણાકીય અને માળખાકીય લાભો પૂરા પાડી રહી છે. આ પહેલનો એક મુખ્ય ઘટક ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) છે, જે ચિપ ઉત્પાદન, ડિસ્પ્લે ફેબ્રિકેશન અને ડિઝાઇનમાં રોકાણ આકર્ષવા માટે રૂ. 76,000 કરોડ ($10 બિલિયન USD) ની કિંમતનો છે. ગુજરાતમાં રૂ. 1 લાખ 25 હજાર કરોડના રોકાણ થયા છે અને થઈ રહ્યાં છે. જેમાં 50થી 80 ટકા સુધી સબસીડી આપવાની થાય છે. કેટલાક યુનિટે સબસીડી લઈ લીધી છે.

જનતાના પૈસાની 90 ટકા મદદ આપ્યા પછી નરેન્દ્ર મોદીએ સાણંદમાં રેલી કરી હતી. જનતાના નાણાંથી પ્રસિદ્ધી લીધી હતી. ટાટા નેનો કારની જેમ. ટાટા નેનો કારનું ઉત્પાદન 5 વર્ષથી બંધ છે. ટાટાને મોદીએ રૂ. 33 હજાર કરોડની સહાય 15 વર્ષ પહેલાં કરી હતી. વડાપ્રધાન પર જેમણે ટાટા નેનોને રૂ. 33 હજાર કરોડની સબસીડી આપીને પ્રજાના પૈસાની લૂંટ ચારી રહી હોવાના આરોપો મૂક્યા હતા તે મોઢવાડિયા હવે કરોડો રૂપિયાની સબસિડિ પોતાના વિભાગ દ્વારા અપાવી રહ્યાં છે.

ધોલેરામાં 200 એકર જમીનની ખરીદી કિંમત પર 75% સબસિડી. સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીનું 100% રિફંડ. 10 વર્ષ માટે રૂ. 2 પ્રતિ યુનિટ. 12 રૂપિયે ઘન મીટર સસ્તુ પાણી. કેન્દ્ર સરકારના પ્રોજેક્ટમાં 40 ટકા મૂડી ખર્ચ પુરો પાડશે.
10 હેક્ટર સુધીની જમીન માટે SEZ નિયમોમાં ફેરફાર કર્યા છે. લગભગ મફતના ભાવે ફેક્ટરી પડતી હોવાથી રાજ્યમાં મોટી જાહેરાતો અને બહુરાષ્ટ્રીય કંપનીઓ આવી રહી છે.

64-બીટ માઇક્રોપ્રોસેસર છે. ભારત વિશ્વના કુલ માઇક્રોપ્રોસેસર ઉત્પાદનમાં આશરે 20 ટકા હિસ્સો ધરાવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સેમિકન્ડક્ટર કનેક્ટ કોન્ફરન્સ 2024નું ઉદ્ઘાટન કર્યું. કહ્યું કે, સેમિકન્ડક્ટર ક્ષેત્રના 80% થી વધુ રોકાણકારો ગુજરાતમાં તેમના એકમો સ્થાપવા માટે ઉત્સુક છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર આવા ઉદ્યોગોને જરૂરી સહાય અને સમર્થન આપશે. ગુજરાતે 2022માં દેશની પ્રથમ સેમિકન્ડક્ટર નીતિ લાગુ કરી.

સરકારી લાભો
ઉત્પાદન માટે નાણાકીય સહાય (50%+ સુધી)
સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્સ: “મોડિફાઇડ સ્કીમ” સિલિકોન CMOS-આધારિત ફેબ્સ માટે પ્રોજેક્ટ ખર્ચના 50% નાણાકીય સહાય પૂરી પાડે છે, જેમાં વિવિધ નોડ્સ માટે ટાયર્ડ સપોર્ટ (40-50%) છે. ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ્સ (TFT LCD/AMOLED) માટે પણ 50% સપોર્ટ ઉપલબ્ધ છે. કમ્પાઉન્ડ સેમી/ATMP/OSAT: કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર, સિલિકોન ફોટોનિક્સ અને એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP)/OSAT સુવિધાઓ માટે એક ખાસ યોજના મૂડી ખર્ચના 50% (અથવા ચોક્કસ, નોન-સિલિકોન પ્રોજેક્ટ્સ માટે 30%) પૂરી પાડે છે.

ગુજરાત સરકારની નાણાકીય સહાય
ભારત સરકાર દ્વારા નેશનલ સ્કીમ ફોર સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ ઇકોસિસ્ટમ હેઠળ મંજૂર કરાયેલા CAPEX સપોર્ટ પર ગુજરાત સરકાર 40% પ્રોત્સાહન પૂરું પાડે છે.
સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીનું એક વખતનું 100% વળતર. પ્રોજેક્ટ્સને 5 વર્ષ માટે પ્રતિ ઘન મીટર રૂ. 12 ના દરે પાણી આપે છે.
પ્રથમ 5 વર્ષ માટે ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવા માટે 50% મૂડી સબસિડી.
10 વર્ષના સમયગાળા માટે પ્રતિ યુનિટ રૂ. 2ની વીજ ટેરિફ સબસિડી.
ગુજરાત વીજળી ડ્યુટી એક્ટ, 1958 હેઠળના નિયમો અનુસાર વીજળી ડ્યુટી ચૂકવવામાંથી મુક્તિ.
કાનૂની નિયમોનું પાલન કરવામાં પ્રોજેક્ટ્સને મદદ કરવામાં આવે છે.
સિંગલ વિન્ડો ક્લિયરન્સથી પ્રોજેક્ટને ઝડપથી મંજૂરી અપે છે.
કંપનીઓને યોગ્ય વિકસિત જમીન ઓળખવામાં અને સંપાદન કરવામાં મદદ કરવામાં આવે છે.
રાઈટ ઓફ વે (RoW), ચેન્જ ઓફ લેન્ડ યુઝ (CLU) પરવાનગીઓ આપી દે છે.
સરકાર જમીન સંપાદનમાં વિવિધ મુશ્કેલીઓ ઘટાડી આપી છે.
ચેન્જ ઓફ લેન્ડ યુઝ (CLU) પરવાનગીઓ વગેરે સંબંધિત મુદ્દાઓ.

ધોલેરામાં ભરપુર નાણાં આપ્યા
ધોલેરા સેમિકોન સિટીમાં 200 એકર જમીન પર 75% સબસિડી આપે છે.
ભારત સરકારે જે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તેમને 50% સબસિડી પર વધારાની જમીન ઉપલબ્ધ થશે.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે સાણંદ અને ધોલેરા SIR માં સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે 10 જાન્યુઆરી 2025માં 6 વર્ણ માટે રૂ. 40,783 કરોડની કેન્દ્રિય ગ્રાન્ટ માંગી હતી.

ભારત સરકાર દ્વારા મંજૂર કરાયેલી પાંચ સેમિકન્ડક્ટર સુવિધાઓમાંથી ચાર ગુજરાતમાં સ્થાપિત થઈ રહી છે. GIDC સાણંદમાં એક ચિપ પેકેજિંગ ક્લસ્ટર વિકસાવવામાં આવી રહ્યું છે. જેમાં માઇક્રોન ટેકનોલોજી ઇન્ક., CG સેમી અને કેન્સ સેમિકોન દ્વારા મોટા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
ધોલેરા SIR માં ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભારતનો પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે.

કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (CETPs) સુધી સરળ પહોંચ પૂરી પાડવામાં આવશે.
ટ્રીટમેન્ટ, સ્ટોરેજ અને ડિસ્પોઝલ સુવિધાઓ પૂરી પાડે છે.

ગુજરાત
ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો વધારાના પ્રોત્સાહનો આપે છે, જેમાં CAPEX ના 40% સુધી (કેન્દ્રીય સહાય ઉપરાંત), 100% સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ અને ભારે સબસિડીવાળી ઉપયોગિતાઓનો સમાવેશ થાય છે.

ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રોનિક્સ મિશન
ડિઝાઇન લિંક્ડ ઇન્સેન્ટિવ (DLI) યોજના સ્થાનિક સ્ટાર્ટઅપ્સ અને MSME ને નીચેના સાથે લાભ આપે છે:

ઉત્પાદન ડિઝાઇન માટે ખર્ચના 50% સુધી (રૂ. 15 કરોડ સુધી રાહતો આપે છે.
5 વર્ષ માટે ચોખ્ખા વેચાણ પર 4%-6% પ્રોત્સાહન રૂ. 30 કરોડ સુધી.
ફેક્ટરીનું માળખા માટે ઇલેક્ટ્રોનિક ડિઝાઇન ઓટોમેશન ઓગસ્ટ 2025 સુધીમાં 72 કંપનીઓને નાણાં આપવાના હતા.
ઇલેક્ટ્રોનિક ઘટકો અને પેટા-એસેમ્બલીઓ માટે મૂડી ખર્ચ પર 25% નાણાકીય પ્રોત્સાહન પૂરું પાડે છે.
ધોલેરામાં સબસિડીવાળી જમીન, પાણી, વીજળીની ગેરંટી સાથે સેમિકોન શહેર માટે સહાય.

મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ મંજૂર
2025 ના અંત સુધીમાં, રૂ. 1.6 લાખ કરોડથી વધુના કુલ રોકાણ સાથે 10 થી વધુ મુખ્ય પ્રોજેક્ટ્સને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે જેમાં ગુજરાતના 5 પ્રોજેક્ટ છે.
માઇક્રોન: સેમિકન્ડક્ટર યુનિટ (સાણંદ, ગુજરાત).
માઇક્રોન ટેકનોલોજી ઇન્ક. ગુજરાતમાં રૂ. 22 હજાર 516 કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધા સ્થાપિત કરી રહી છે. ભારતમાં માઇક્રોનની સુવિધા DRAM અને NAND બંને ઉત્પાદનો માટે એસેમ્બલી અને પરીક્ષણ ઉત્પાદનને સક્ષમ બનાવશે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોની માંગને પૂર્ણ કરશે. ઉત્પાદન ક્ષમતા દર અઠવાડિયે લગભગ 1.4 કરોડ યુનિટ છે.

ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને પીએસએમસી: ફેબ (ધોલેરા, ગુજરાત)
ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (TEPL) ગુજરાતમાં રૂ. 91,526 કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધા સ્થાપિત કરી રહી છે. આ ફેબ સુવિધા PSMC, તાઇવાન સાથે ટેકનોલોજી ભાગીદારીમાં સ્થાપિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટની ઉત્પાદન ક્ષમતા દર મહિને લગભગ 50,000 વેફર સ્ટાર્ટ્સ (WSPM) હશે.
ટાટા ઇલેક્ટ્રોનિક્સના સીઈઓ રણધીર ઠાકુરે જણાવ્યું હતું કે તેમની કંપની ધોલેરામાં 11 બિલિયન યુએસ ડોલરના રોકાણ સાથે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપી રહી છે, જે ગુજરાતમાં 20,000 થી વધુ યુવાનોને રોજગારી પૂરી પાડશે.

સીજી પાવર અને રેનેસાસ: ઓએસએટી ફેસિલિટી (સાણંદ, ગુજરાત)
સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ લિમિટેડ ગુજરાતમાં રૂ. ૭,૫૮૪ કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધા સ્થાપિત કરી રહી છે. આ સુવિધા રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ અમેરિકા ઇન્ક., યુએસએ અને સ્ટાર્સ માઇક્રોઇલેક્ટ્રોનિક, થાઇલેન્ડ સાથે સંયુક્ત સાહસ ભાગીદારી તરીકે સ્થાપિત કરવામાં આવશે.

કેન્સ – ગુજરાત
કેન્સ ટેકનોલોજી ઇન્ડિયા લિમિટેડ (KTIL) ગુજરાતમાં ૩,૩૦૭ કરોડ રૂપિયાના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધા સ્થાપિત કરી રહી છે. આ સુવિધા દરરોજ ૬.૩૩ મિલિયનથી વધુ ચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતી હશે.

એચસીએલ અને ફોક્સકોન: ડિસ્પ્લે ડ્રાઇવર ચિપ પ્લાન્ટ (ઉત્તર પ્રદેશ).

આ પ્રોત્સાહનો ભારતમાં આત્મનિર્ભર, વૈશ્વિક અને ટકાઉ સેમિકન્ડક્ટર ઉત્પાદન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે.
ભારત સેમિકન્ડક્ટર મિશન 2.0

સેમિકન્ડક્ટર સ્વનિર્ભરતા તરફ ₹1,000 કરોડનું બજેટ પ્રોત્સાહન
પોસ્ટેડ ઓન: 07 FEB 2026 1:13PM by PIB Ahmedabad

ટાટા – આસામ
ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (TEPL) આસામમાં રૂ. ૨૭,૧૨૦ કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધા સ્થાપિત કરી રહી છે. આ સુવિધા સ્વદેશી સેમિકન્ડક્ટર પેકેજિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરશે જેની ઉત્પાદન ક્ષમતા દરરોજ ૪૮ મિલિયન યુનિટ હશે.

વામા  – ઉત્તર પ્રદેશ
વામા સુંદરી ઇન્વેસ્ટમેન્ટ્સ (દિલ્હી) પ્રાઇવેટ લિમિટેડ (VSIPL) ઉત્તર પ્રદેશમાં રૂ. ૩,૭૦૬ કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધા સ્થાપિત કરી રહી છે. ઉત્પાદન ક્ષમતા દર મહિને આશરે ૨૦,૦૦૦ વેફર્સ / દર મહિને ૩૬ મિલિયન ચિપ્સ હશે.

૩ડી ગ્લાસ – ઓડિશા
૩ડી ગ્લાસ સોલ્યુશન્સ ઇન્ક. (૩ડીજીએસ) ઓડિશામાં ૧,૯૪૩ કરોડ રૂપિયાના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધા સ્થાપિત કરી રહી છે. ગ્લાસ પેનલ સબસ્ટ્રેટ ઉત્પાદન, એસેમ્બલી અને હેટરોજીનિયસ ઇન્ટિગ્રેશન (૩ડીએચઆઈ) માટે પ્રસ્તાવિત સ્થાપિત ક્ષમતા દર મહિને આશરે ૫૮૦૦ પેનલ છે. અનુક્રમે ૪.૨૦ મિલિયન યુનિટ પ્રતિ મહિને અને ૧૧૦૦ યુનિટ પ્રતિ મહિને.

SiCSem – ઓડિશા
SiCSem પ્રાઇવેટ લિમિટેડ ઓડિશામાં રૂ. ૨,૦૬૬ કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધા સ્થાપિત કરી રહી છે. ઉત્પાદન ક્ષમતા ૫,૦૦૦ વેફર્સ/મહિને છે, અને પેકેજિંગ ક્ષમતા ૮ મિલિયન યુનિટ/મહિને છે.

કોન્ટિનેન્ટલ ડિવાઇસ – પંજાબ
કોન્ટિનેન્ટલ ડિવાઇસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (CDIL) પંજાબમાં તેની સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધાનું વિસ્તરણ કરી રહી છે, જેમાં રૂ. 117 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ સુવિધા ઉચ્ચ-શક્તિવાળા ડિસ્ક્રીટ સેમિકન્ડક્ટર ઉપકરણોનું ઉત્પાદન કરશે. ઉત્પાદન ક્ષમતા વાર્ષિક આશરે 158.38 મિલિયન યુનિટ હશે.

એડવાન્સ્ડ સિસ્ટમ – આંધ્રપ્રદેશ
એડવાન્સ્ડ સિસ્ટમ ઇન પેકેજ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (ASIP) આંધ્રપ્રદેશમાં ૪૫૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધા સ્થાપિત કરી રહી છે. આ સુવિધાની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક આશરે ૯૬ મિલિયન યુનિટ હશે.

2028માં
નાણાકીય વર્ષ 2026-27 માટે ISM 2.0 માટે રૂ. 1,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ટેકનોલોજી વિકાસને પ્રોત્સાહન આપવા અને ભવિષ્ય માટે તૈયાર કુશળ કાર્યબળ બનાવવા માટે ઉદ્યોગ-આગેવાની હેઠળના સંશોધન અને તાલીમ કેન્દ્રો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

અમેરિકન 100 બિલિયન ડોલરનું બજાર
ઉદ્યોગના અંદાજ મુજબ, ભારતીય સેમિકન્ડક્ટર બજારનું કદ 2023માં આશરે $38 બિલિયન, 2024-2025માં $45-$50 બિલિયન અને 2030 સુધીમાં $100-$110 બિલિયન સુધી પહોંચવાની ધારણા છે. આ વિસ્તરણ મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડના રાષ્ટ્રીય વિઝન પર આધારિત છે, જે ભારતને ઉત્પાદન આધાર અને વૈશ્વિક સપ્લાયર બંને તરીકે સ્થાપિત કરે છે.

ડિસેમ્બર 2021માં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 1.0ની મંજૂરી આપી હતી. જેમાં રૂ. 76,000 કરોડની સહાય આપી હતી. ડિસેમ્બર 2025 સુધીમાં, છ રાજ્યોમાં રૂ. 1.60 લાખ કરોડના કુલ રોકાણ સાથે 10 પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી.

2029 સુધીમાં, ભારતમાં આશરે 70-75 ટકા સ્થાનિક એપ્લિકેશનો માટે જરૂરી ચિપ્સ ડિઝાઇન અને ઉત્પાદન કરવાની ક્ષમતા હોવાની અપેક્ષા છે.

ભારતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટેના સુધારેલા કાર્યક્રમમાં 2026-27 માટે કુલ ₹8,000 કરોડનો નાણાકીય ખર્ચ છે. .

2026-27માં રૂ. 11 હજાર કરોડના રોકાણ સામે કેન્દ્ર સરકારે રૂ. 4,000 કરોડ સહાયમાં 1500થી 3 હજાર લોકોને રોજગારી મળવાની છે.

સેમિકન્ડક્ટર ઉદ્યોગ થોડા દેશો દ્વારા પ્રભુત્વ ધરાવે છે: તાઇવાન, દક્ષિણ કોરિયા, જાપાન, ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ. એકલા તાઇવાન વિશ્વના 60 ટકાથી વધુ સેમિકન્ડક્ટર અને લગભગ 90 ટકા સૌથી અદ્યતન ચિપ્સનું ઉત્પાદન કરે છે.

દેશભરમાં 24 સેમિકન્ડક્ટર ડિઝાઇન સ્ટાર્ટઅપ્સને સમર્થન આપે છે. આ યોજના હેઠળના સ્ટાર્ટઅપ્સે વેન્ચર કેપિટલ ફંડિંગમાં આશરે રૂ. 430 કરોડ એકત્ર કર્યા છે.

આશરે 22.5 મિલિયન ટૂલ કલાકો રેકોર્ડ કરવામાં આવ્યા છે. આશરે 67,000 વિદ્યાર્થીઓ અને 1,000થી વધુ સ્ટાર્ટઅપ એન્જિનિયરો ચિપ ડિઝાઇન અને વિકાસ માટે આ સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે.

શૈક્ષણિક ક્ષેત્રમાં, 122 ડિઝાઇન ટેપ આઉટ કરવામાં આવી છે, જેમાં 56 ચિપ્સ મોહાલીની સેમિકન્ડક્ટર લેબોરેટરીમાં 180 nm પર ફેબ્રિકેટ કરવામાં આવી છે.

સ્ટાર્ટઅપ્સે 16 ટેપઆઉટ પૂર્ણ કર્યા છે, જેના પરિણામે અદ્યતન ફાઉન્ડ્રી નોડ્સ પર છ ચિપ્સ ફેબ્રિકેટ કરવામાં આવી છે, જેમાં 12 nm જેટલી અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ થાય છે.

શૈક્ષણિક સંસ્થાઓએ 75 પેટન્ટ ફાઇલ કરી છે, જ્યારે સ્ટાર્ટઅપ્સે 10 ફાઇલ કરી છે, જે નવીનતા અને બૌદ્ધિક સંપદા નિર્માણની વધતી જતી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે.

50 ફેબલેસ સેમિકન્ડક્ટર કંપનીઓને સક્ષમ બનાવવાનો છે.

ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ્સ પ્રોગ્રામ 397 યુનિવર્સિટીઓ અને સ્ટાર્ટઅપ્સને નવીનતમ ઇલેક્ટ્રોનિક ડિઝાઇન ઓટોમેશન ટૂલ્સને ઍક્સેસ કરવામાં મદદ કરે છે. આ ટૂલ્સનો ઉપયોગ કરીને, 46થી વધુ યુનિવર્સિટીઓના ચિપ ડિઝાઇનરોએ મોહાલીમાં સેમિકન્ડક્ટર લેબોરેટરીમાં 56 ચિપ્સ ડિઝાઇન અને ફેબ્રિકેટ કરી છે.
100,000 એન્જિનિયરોને તાલીમ આપવાનો છે, જેમાં 62,000થી વધુ પહેલાથી જ તાલીમ પામેલા છે.
દસ વર્ષમાં 60,000 પ્રશિક્ષિત વ્યાવસાયિકો બનશે.

અર્જૂન મોઢવાડિયા
રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સેમીકનેક્ટ 2026નું આયોજન કરશે, રૂ. 1.24 લાખ કરોડના સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને આગળ ધપાવશે. 1 અને 2 માર્ચે ગાંધીનગરમાં સેમીકનેક્ટ કોન્ફરન્સ-2026 થઈ હતી.

રોકાણકારો ટાટા ઇલેક્ટ્રોનિક્સના ડૉ. રણધીર ઠાકુર, માઇક્રોન ટેકનોલોજીના સંજય મેહરોત્રા, સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સના જી. સી. ચતુર્વેદી, કેન્સ સેમિકોનના રમેશ કન્નન અને SEMI ના પ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટિવ અજય મનોચા હાજર હતા.
GIFT IFSC દ્વારા સેમિકન્ડક્ટર ફાઇનાન્સિંગ, સંશોધન કરશે.
કોન્ફરન્સને SEMI, JETRO, KOTRA, India Semiconductor Mission, ELCINA, IESA, ICEA, MEDEPC અને Invest India હાજર હતા.