After 10 states Gujarat Vidhansabha became digital house, but not live
10 राज्यों के बाद गुजरात विधानसभा डिजिटल सदन तो बनी, लेकिन लाइव नहीं
દિલીપ પટેલ
અમદાવાદ, 29 ઓગસ્ટ 2023
ઈ-વિધાન એપ્લીકેશન-NeVA પ્રોજેક્ટ હેઠળ 2023માં ચોમાસા સત્ર પહેલા ગુજરાત વિધાનસભા સંપૂર્ણ પેપર લેસ બની જશે. તાલીમ ધારાસભ્યોને આપવામાં આવી રહી છે. 13મી સપ્ટેમ્બરથી યોજાનાર વિધાનસભાનું ચોમાસુ સત્ર સંપૂર્ણપણે પેપરલેસ હશે. ગુજરાત વિધાનસભા પેપરલેસ થઈ છે. જે સંદર્ભમાં નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ આપવાની કામગીરી શરૂ થઈ છે. સભ્યો ડિજીટલ હાઉસ – ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવા માટે ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરશે.
નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન દ્વારા વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે. રાજ્યના તમામ ધારાસભ્યો ટેબલેટની મદદથી ટેકનોલોજી આધારિત કામગીરી કરશે. વિધાનસભા કામગીરી સાથે જોડાયેલી તમામ બાબતોને આ એપ્લિકેશનમાં આવરી લઈ ધારાસભ્યઓ આંગળીના ટેરવે તમામ માહિતી મેળવી શકશે.
લાઈવ નહીં
લાઈવ નહીં બતાવે. લોબીમાં સીસીટીવી પણ બંધ કરી દેવામાં આવ્યા છે. પહેલાં લાઈવ ફૂટેલ લેવાની છૂટ પત્રકારોને હતી, તે પણ છીનવી દેવામાં આવ્યા છે. ગુજરાતની પ્રજા વારંવાર માંગણી કરી રહી છે કે ગુજરાત વિધાનસભાની કાર્યવાહી લાઈવ બતાવવામાં આવે. છતાં ગુજરાતની ભાજપ સરકાર 25 વર્ષથી લાઈ વતાવવા તૈયાર નથી. જે અધિકારો પ્રજા પાસે હતા તે પણ છીનવી લેવામાં આવ્યા છે. વિધાનસભા સંકુલમાં પત્રકારોને કે પ્રજાને કેમેરા સાથે જવાની છૂટ નથી.
NeVAમાં AIનો ઉપયોગ
NeVA માત્ર એક રાજ્યમાં વિધાનસભા અને કારોબારી વચ્ચે જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં સંકલન, પારદર્શિતા અને જવાબદારી લાવી રહ્યું છે.
તમામ ક્ષેત્રોના કાર્યેામાં સુધારો પણ લાવવામાં આવશે. ડિજિટલ લાઈબ્રેરી, અભિલેખાગાર, ઈ–મત વિસ્તાર, ફરિયાદ નિવારણ કેન્દ્રની મહત્વપૂર્ણ જરૂરિયાત માટે પણ સુધારાઓ કરવામાં આવશે. કેન્દ્ર તેમાં 60 ટકા અને ગુજરાત સરકાર 40ટકા ખર્ચ કર્યું છે. ઈ–વિધાનસભા માટે અંદાજિત 13થી 16 કરોડ રૂપિયાનો પ્રોજેકટ મંજૂર થયેલો છે.
NeVAમાં AI અને IOTનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે.
પાસવર્ડ
વિધાનસભામાં તમામ ધારાસભ્યોના ટેબલ પર કાગળને બદલે હવે ટેબલેટ મૂકી દેવાયા છે. ટેબલ પર વાયરલેસ સાધનો છે. ધારાસભ્યો ગૃહમાં ઓનલાઈન કામગીરી કરશે. ધારાસભ્યોને એકપણ પેપર આપવામાં આવશે નહિ અને તમામ ડિજિટલ રીતે મેનેજ કરવામાં આવશે. ઉપરાંત તમામ પ્રશ્નોત્તરી, બિલ, ઓર્ડર ઓફ ધ ડે અને તમામ કાર્યવાહી પેપર લેસ કરવામાં આવશે, જ્યારે તમામ ધારાસભ્યોના બેઠક વ્યવસ્થા પર ટેબલેટ મૂકી દેવામાં આવશે. જેમાં એક સિક્યુર આઈ.ડી. અને પાસવર્ડ ધારાસભ્યોને આપવામાં આવશે. જેથી કોઈપણ પ્રકારની અવ્યવસ્થા પણ સર્જાશે નહીં.
તમામ કાગળો
પેપર પર પ્રશ્ન લખીને વિધાનસભામાં આપવામાં આવે છે. નવા બિલ અને મેજ પર મુકવાના કાગળ ઓનલાઇન ટેબલેટ પર જ મળી રહેશે. પેપરલેસ મોડેલ થકી ગુજરાતના તમામ ધારાસભ્યો સરકારને પૂછવા માગતા હશે તો તેને એપ્લિકેશન મારફતે જ મોકલી દેવાના રહેશે. કોઇ પત્રવ્યવહાર કરવાની જરૂર નહીં રહે. કોઈપણ ફાઈલને ઓનલાઇન માધ્યમથી ટેબલેટ મારફતે મૂકવામાં આવશે. આમ ધારાસભ્ય પોતાના મત વિસ્તારના પ્રશ્નો ઓનલાઇન મેળવી શકશે, જ્યારે 116ની નોટિસ, અધ્યક્ષ સાથેનો પત્રવ્યવહાર પણ ટેબ્લેટના માધ્યમથી કરવામાં આવશે.તમામ ડોક્યુમેન્ટ્સ તેમને ડિજિટલ રૂપે પ્રાપ્ત થશે.
લાઈવ જોઈ શકાશે
ગૃહમાં આવેલા પ્રસ્તાવ પર પોતાનો મત તથા તેમની હાજરી પણ એપ્લિકેશનના માધ્યમથી આપી શકશે. સામાન્ય જનતા ગૃહમાં તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓની વર્તણૂકને લાઈવ ટ્રેક કરી શકશે. આ માટે વિધાનસભાની તમામ સીટો પર ટેબલેટ લગાવવામાં આવ્યા છે. વિધાનસભામાં જનપ્રતિનિધિઓનો વ્યવહાર અને તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો, જવાબ અને સરકારી યોજનાઓ વિશે પણ માહિતી મેળવી શકશે.
ત્રિવેદી અને નીતિન પટેલની પહેલ
ગુજરાતમાં પેપરલેસ બજેટની શરૂઆત રાજ્યના પૂર્વ નાણા પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કરી હતી. પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાને પેપરલેસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારથી ગુજરાત વિધાનસભાને પેપરલેસ વિધાનસભા બનાવવાની તૈયારી ચાલતી હતી. દેશની વિધાનસભાઓને ડીજીટલ કરવા ભારત સરકાર દ્વારા નેશનલ ઈ-વિધાન એપ. NeVA વન નેશન, વન એપ્લીકેશન તૈયાર કરી છે. ભારત સરકારના સંસદીય બાબતોના સચિવ જી. શ્રીનિવાસે બેઠક મળી હતી. જેમાં NeVA પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો હતો. NIC અધિકારીઓએ મુલાકાત લીધી હતી. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગે સોફ્ટવેર અને એપ્લિકેશન ડેવલપ કરતી કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. ઈ વિધાનસભા માટે 15 સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી.
80 લાખ ટન કાગળ વચશે
પેપર લેસ બજેટ રજૂ થતા 14 લાખ ટન પેપરની બચત થઈ હતી. કુલ 80 લાખ ટન પેપ ની બચત થશે. એટલો કાગળ વપરાય છે. અમુક દસ્તાવેજો કે જે જાહેર માધ્યમમાં મૂકવાના જરૂરી હશે તેને છાપીને વિતરણ કરવામાં આવશે. જો કે મહત્તમ કિસ્સામાં છાપવાના કાગળ ઓછાં કરવાનું લક્ષ્યાંક રહેશે. જો શક્ય હશે તો જાહેરમાં મૂકવાના કાગળની પણ ડિજિટલ નકલ આપવામાં આવશે. હજારો દસ્તાવેજ પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા છે. એક રિપોર્ટ માટે 30 હજાર કાગળની જરૂર પડે છે. વિધાનસભામાં સોફટ કોપી અને કાગળ પર પણ દસ્તાવેજો લઈ શકાશે.
લોકસભામાં પણ પેપરલેસ વ્યવસ્થા થઈ શકી નથી.
ગુજરાત પાછળ
વિધાનસભાઓએ સંસદીય બાબતોના મંત્રાલયના હસ્તક્ષેપ ન હતો. 18 રાજ્યોએ આ માટે એમઓયુ કર્યા હતા. પણ ગુજરાતે એમઓયુ કર્યું ન હતું. વિધાનસભાને તેના માટે પૈસા આપવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાએ રેકર્ડના લાખો પાનાનું ડિજીટલાઈઝેશન કર્યું છે. પણ તેનો ઉપયોગ આજ સુધી કરાયો નથી. જેના પાછળ જંગી ખર્ચ થયું છે.
બિહાર
એક વિશેષ સિદ્ધિમાં, બિહાર વિધાન પરિષદ 25મી નવેમ્બર, 2021ના રોજ NeVA પ્લેટફોર્મ પર સંપૂર્ણ રીતે સ્થળાંતર કરનાર દેશનું પ્રથમ ગૃહ બન્યું હતું.
શિયાળુ સત્ર, 2021 નેવા પ્લેટફોર્મ પર પેપરલેસ મોડમાં આયોજિત કર્યું હતું. તેઓ NeVAplatform પર બજેટ સત્ર, 2022નું સંચાલન કર્યું હતું.
ઓડિશા
ઓડિશા વિધાનસભાએ પણ NeVA નો ઉપયોગ કરીને પેપરલેસ મોડમાં તેનું બજેટ 2021 રજૂ કર્યું.
નાગાલેન્ડ
નાગાલેન્ડ વિધાનસભા આવી વ્યવસ્થા સાથે પેપરલેસ હતી. ઉત્તર-પૂર્વીય રાજ્ય નાગાલેન્ડે નેશનલ ઈ-લેજિસેશન એપ્લિકેશન (NEVA) પ્રોગ્રામને સંપૂર્ણપણે પેપરલેસ લાગુ કરવા માટે સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય વિધાનસભા બનીને 20 માર્ચ 2022માં ઈતિહાસ રચ્યો હતો. 60 ધારાસભ્યોની વિધાનસભામાં દરેક ટેબલ પર ટેબ્લેટ અથવા ઈ-બુક રાખી છે.
ઉત્તર પ્રદેશ
23 મે 2022માં દેશની સૌથી મોટી 403 સભ્યોની ઉત્તર પ્રદેશ વિધાનસભા હવે પેપરલેસ થઇ ગઇ હતી. ઉત્તર પ્રદેશ વિધાનસભા ઈ-વિધાન હેઠળ કામ કરી રહી છે. વિધાનસભાનું બજેટ સત્ર સંપૂર્ણ રીતે હાઈટેક હતું. શરુઆત લોકસભાના સ્પીકર ઓમ બિરલા કરી હતી. ઇ- વિધાન એપ દ્વારા વિધાસભાની કાર્યવાહીને ઓનલાઇન જોઇ શકાશે.
નેવા શું છે?
NeVA એ એક યુનિકોડ સુસંગત સોફ્ટવેર છે જેમાં વિવિધ દસ્તાવેજો જેવા કે પ્રશ્નોની યાદી, વ્યવસાયની યાદી, અહેવાલો વગેરે દ્વિભાષી રીતે સરળતાથી ઍક્સેસ કરવાની જોગવાઈ છે. જેમાં અંગ્રેજી અને કોઈપણ પ્રાદેશિક ભાષા છે. આ એપ્લિકેશન સભ્યોને પ્રથમ વર્ગની સેવા પૂરી પાડવા માટે ક્લાઉડ ફર્સ્ટ અને મોબાઈલ ફર્સ્ટ છે.
NeVA હેઠળ સમગ્ર હેરિટેજ ડેટાની ડિજિટલ રિપોઝીટરી બનાવવા અને તેને મોબાઈલ એપ અને વેબસાઈટ દ્વારા સરળતાથી શોધી શકાય તેવા મોડમાં સભ્યો અને નાગરિકો શોધી શકશે.
રાજ્ય સરકારના વિભાગો સાથે ડિજિટલ મોડમાં માહિતીની આપ-લે સહિત ડિજિટલ પ્લેટફોર્મ પર સમગ્ર સરકારી વ્યવસાય કરી શકે. તેનો હેતુ લોકોને સારી રીતે માહિતગાર અને પ્રબુદ્ધ બનાવીને સમગ્ર દેશમાં શાસનમાં દૂરગામી ફેરફારો લાવવાનો છે. નાગરિકો અને આ રીતે દેશમાં લોકશાહીના મૂળ વધુ મજબૂત થઈ રહ્યા છે.
દેશના તમામ વિધાનસભાઓની કામગીરી માટેની પ્રક્રિયા એકસરખી છે. સંસદના બંને ગૃહો દ્વારા તેનું પાલન કરવામાં સક્ષમ બનાવવા માટે NEVAમાં સક્ષમ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય ઇ-વિધાન એપ્લિકેશન (NEVA) અપનાવવા માટે 18 રાજ્યો સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. 18માંથી 13 રાજ્યો દ્વારા વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો. જેમાં (1) પંજાબ (2) ઓડિશા, (3) બિહાર (બંને ગૃહો), (4) નાગાલેન્ડ, (5) મણિપુર, (6) સિક્કિમ, 7) ) તમિલનાડુ, (8) મેઘાલય, (9) હરિયાણા, (10) ત્રિપુરા (11) ઉત્તર પ્રદેશ (બંને ગૃહો), (12) મિઝોરમ, (13) અરુણાચલ પ્રદેશ હતી.
નાગરિકોને જોડાશે
ભવિષ્યમાં આ એપ્લિકેશનનો વ્યાપ વધારીને નાગરિકોને જોડાશે. જેમાં પ્રજાલક્ષી કાર્યો તથા પ્રશ્નોનું ડિજીટલી ત્વરીત નિરાકરણ લાવવામાં આવશે. પણ લોકો ગુજરાત વિધાનસભાનું કામકાજ લાઈવ જોઈ શકશે નહીં.
ગુજરાત સરકારે 31 નવેમ્બર 2021માં ઈ સરકાર એપ લોંચ કરી હતી. ત્યારે બીજા રાજ્યો ઈ વિધાનસભા શરૂ કરી શક્યા હતા.