ગુજરાતમાં ગામો દરિયામાં ડૂબી ગયા

ગુજરાતમાં ગામો દરિયામાં ડૂબી ગયા गुजरात के गांव समुद्र में डूबे Gujarat villages submerged in the sea

અમદાવાદ, 30 નવેમ્બર 2025
ગુજરાતના દરિયા કાંઠે વસેલા 1 હજાર ગામ અને 22 શહેરોને દરિયો ગળી જાય એવી પરિસ્થિતિ સર્જાઇ રહી છે.

ગુજરાતમાં દરિયાકાંઠાનું ધોવાણ ઘણી ઝડપથી થઈ રહ્યું છે. ખાડી જેવા વિસ્તારોમાં જો પૂરતું ધ્યાન આપવામાં નહીં આવે તો કદાચ આગામી થોડા જ વર્ષોમાં દરિયાકાંઠાની ભૂગોળમાં અને નકશા બદલાશે.

1878 અને 1993ની વચ્ચે વરસે 1.20 મિમીના હિસાબે દરિયાની સપાટી વધી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના કાંઠા વિસ્તારની અંદાજે 16.96 ચો. કિ મી જમીન દરિયાના પાણીમાં આવી ગઈ છે. જે ભારતના 50 ટકા વિસ્તારની અસર છે.

સમગ્ર ભારતમાં સૌથી વધુ ખંડીય છાજલી ગુજરાત રાજ્યને છે. સૌરાષ્ટ્રના દક્ષિણથી છેક હિંદ મહાસાગરમાં માલદીવ ટાપુઓ સુધી એક લાંબી પર્વતમાળા ફેલાયેલી છે. આ પર્વતમાળા અને ખંડીય છાજલીની વચ્ચે ઊંડી ખીણ છે.
18018માં કચ્છના પશ્ચિમ કાંઠે ભૂકંપથી કાંઠો સમુદ્રમાં ઉતરી ગયો હતો. પોરબંદરમાં ઈન્દ્રેશ્વર પાસે સમુદ્ર આગળ આવ્યો હતો.
કચ્છના  દરિયા કિનારે રાજ્યમાં સૌથી વધારે  62 કિ.મી. દરિયા કિનારો ભયજનક હદે વસ્તીમાં  આવી ગયો છે.
દરિયાની સપાટીમાં જામનગરનો  અને ત્રીજો ભરૂચનો આવે છે.  170 કિ.મી. કિનારો  મધ્ય કક્ષાએ ધરતી તરફ આગળ વધ્યો છે. એમાં કચ્છ અને ભરૂચ જિલ્લાનો સૌથી વધુ વિસ્તાર આવે છે.

દરિયો હવે 478 કિ.મી.નો વધે છે. તેમાં કચ્છ, જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર અને વલસાડ જિલ્લો મુખ્ય છે. કિનારાથી ખાસ્સા  અડધો એક કિલોમીટર દૂર વસતાં ગામોમાં  દરિયાનાં પાણી  આવી રહ્યું છે.
વલસાડના દરિયાકાંઠા હિંગરાજ મોરા, ભાઠીમોરા અને ખૂટામોરા જેવા કાંઠા વિસ્તારના ગામો તરફ અરબી સમુદ્ર ઝડપથી આગળ વધી રહ્યો છે. છેલ્લા 25 વર્ષમાં દરિયો 2 કિલોમીટર જેટલો આગળ વધ્યો છે. એક સમયે આ વિસ્તારમાં 19 ગામો અસ્તિત્વમાં હતા. હવે ગામ ઘટી ગયા છે. ગામોમાં દરિયાના પાણી પ્રવેશી ચૂક્યા છે. મોટી ભરતી વખતે આ ગામો દરિયામાં ગરક થઈ જાય છે. આ ગામોમાંથી લોકો ફરજીયાત સ્થળાંતર કરી હિંગરાજ-કોસંબા ગામમાં વસ્યા છે.
સંરક્ષણ દિવલો બનાવવી પડે તેમ છે.
દક્ષિણ ગુજરાતના દહેજથી ઉમરગામ સુધીના સમુદ્ર કાંઠા વિસ્તારની જમીનો તરફ સમુદ્રની સપાટી વધી છે.

આગામી 30–50 વર્ષમાં 1 થી 2 મીટર જેટલું દરિયાપાણીની સપાટી વધશે, તો ગુજરાતનો 10 થી 15 ટકા દરિયાકિનારો ડૂબી શકે છે. શહેરો, ગામો અને માછીમાર વસાહતો ડૂબી શકે છે. દરિયામાં આવેલાં 44 ટાપુ અને ડેલ્ટા વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત થશે. ચેરનું વાવેતર, સિમેન્ટની દિવાલો કરવી પડશે. ગામ અને શહેર ખસેડવા પડશે.

જોખમગ્રસ્ત વિસ્તાર
જમીન ડૂબવાની અને કિનારો ધસાયો

કચ્છ જિલ્લો
લખપત, માંડવી, અબડાસા, કોરી ક્રીક વિસ્તાર, ચેરના જંગલો ડૂબી ગયા છે.

દેવભૂમિ દ્વારકા – પોરબંદર
કર્કડી, ઓખા વિસ્તાર, મિયા પાણી વિસ્તાર, અહીં દરિયો ક્યારેક 20–50 મીટર સુધી અંદર આવી ગયો છે.

ભાવનગર – અમરેલી
તળાજા, ઘોઘા, રાજુલાનું વિક્ટોરિયા બંદર, જીવા અને આસપાસના ગામ ડૂબી રહ્યાં છે.

સુરત – વલસાડ
હઝીરા, ઉમરગામ, દમણ પાસે, ઉદ્યોગો, પોર્ટ્સ અને બંદરો કારણે કુદરતી સંતુલન બગડ્યું છે.

સુરતના ડુમસ, ભીમપોર અને સુલતાનાબાદ જેવા ગામોમાં પહેલાં ક્યારેય દરિયાની ભરતીનાં પાણી આવતા નહોતા, છેલ્લા ચાર વર્ષથી આ ગામમાં નાળિયેરી પૂનમની મોટી ભરતીના પાણી ભરાઈ જાય છે.
વલસાડ નજીક મોટી દાંતી ગામમાં દરિયાના પાણી ફરી વળતાં આખા ગામની વસતિનું સ્થળાંતર કરવું પડયું હતું.

સુરત શહેરના દરિયા કિનારે આવેલા ડુમસ, ભીમપોર, સુલતાનાબાદ ગામોમાં દરિયાની મોટી ભરતીનાં પાણી ઘૂસી જાય છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગે  હાથ ધરેલા એક સેટેલાઈટ સર્વેમાં વિગતો બહાર આવી છે. અમદાવાદથી ભાવનગરના કોસ્ટલ હાઈવે નજીક ખંભાતના અખાતમાં પ્રતિદિન લગભગ છ ઈંચ જેટલી જમીન રોજેરોજ દરિયાના ખારા પાણીમાં ધોવાઈ રહી છે.

દસ વર્ષમાં રોજેરોજ ધોવાતી આ જમીનનાં કારણે લગભગ અઢી કિલોમીટર જેટલી જમીન ધોવાઈ જવાની સાથે સાથે અમદાવાદ જિલ્લાનું મંડાવીપુરા નામનું તથા ભાવનગર જિલ્લાનું ગુંદાલા એમ બે ગામો સાવ જ ધોવાઈ ગયા છે.

ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ રીમોટ સેન્સિંગે લીધેલી સેટેલાઇટ સર્વેની જૂની અને નવી તસવીરો સરખાવતાં આ બાબત સ્પષ્ટ નજરે તરી આવે છે.

1988થી 1998 દરમિયાન ખંભાતના અખાતમાં ધોલેરા બાજુના છ કિલોમીટર લંબાઈ અને છ કિલો મીટર પહોળાઈ ધરાવતા વિસ્તારમાંથી અડધો કિલોમીટર જેટલી જમીનનું ધોવાણ થઈ ગયું છે. તે અગાઉનાં દસ વર્ષમાં પણ અઢી કિલોમીટર જમીન ધોવાઈ ગઈ છે.

નેધરલેન્ડમાં વર્ષે માત્ર 7 ઈંચ જેટલી જગ્યાનું ધોવાણ થતું હતું. જે પણ દરિયામાં આવી રહ્યું છે.

ધોલેરા વિસ્તારમાં દરિયાના કારણે 3 પ્રોજેક્ટને પણ ગંભીર અસર થઈ રહી છે. તેની બે હજાર એકર જમીન ધોવાણના કારણે ઘટી ગઈ છે.

નિરમાં કંપનીના સોડાએશ પ્લાન્ટનો 1600 એકરનો 10 કિલોમીટર લાંબો પટ્ટો ધ્યાનમાં લઈને નિરમાએ સાવચેતીરૂપે પોતાનું સોલ્ટ વર્ક્સ દરિયાકિનારાથી બે કિલોમીટર જેટલું અંતર છોડીને શરૂ કર્યું છે.

સરકારે હજુ સુધી પૂરતાં પગલાં ભર્યા નથી.

વિશ્વની અસર
વિશ્વના ટોચના વિજ્ઞાાનીઓની બનેલી એક ટીમ અમેરિકાની નાસા સંસ્થાએ ઉત્તર ધુ્રવ – એન્ટાર્કટિકા પર ચાલીસ વરસથી સંશોધન કરીને જાહેર કર્યું છે કે,
ઉત્તર ધ્રુવની ચારસો મીટર લાંબી એક હિમશીલા પીગળી રહી છે. એ પૂરેપૂરી પીગળી જશે ત્યારે દુનિયાભરના સાત સમુદ્રની હાલની જળસપાટી ત્રણ મીટર – આશરે દસ ફૂટ વધી જશે.

અનેક અભ્યાસોમાં દરિયાની સપાટી વધવા માટે  ગ્લોબલ વાર્મિગને કારણભૂત ગણાવાયું હતું.
સમુદ્ર માઈલો સુધી ખંડીય છાજલી છે. ખંડીય છાજલી પાણીની બહાર હતી અને તેની ઉપર ગીચ જંગલો ઉગેલા હતા. સમુદ્રની સપાટી ઉંચે આવવાથી આ જંગલ સાથે ધરતી દરિયામાં ડૂબી ગઈ અને જંગલો કાંપમાં દટાઈ ગયાં.