ગુજરાતનો આબોહવા નકશો હાલમાં કેવો દેખાય છે?
વધતી જતી આબોહવાની પરિવર્તનશીલતા રાજ્યની પર્યાવરણીય નબળાઈઓ વધારી રહી છે.
ગાંધીનગર, 16 નવેમ્બર 2023
ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગોમાં હવે ઓછો વરસાદ થયો છે. સુરતમાં, સ્થાનિક લોકોનું કહેવું છે કે શહેરની વરસાદની પેટર્ન લગભગ 20 વર્ષ પહેલાં બદલાવાની શરૂઆત થઈ હતી, જેના કારણે શહેરમાં દર વર્ષે ઓછા વરસાદી દિવસોનો અનુભવ થતો હતો. જો કે, વરસાદ એકી સાથે પડી જવાથી વધુ તીવ્રતાથી સુરતમાં અવારનવાર પૂર આવે છે.
અમદાવાદમાં, તાપમાનનો પારો 50 ડિગ્રી સેલ્સિયસની ટોચે પહોંચ્યવા લાગે છે. અગાઉનું સૌથી વધુ તાપમાન 100 વર્ષ પહેલાં 1916માં 47.8 ડિગ્રી સેલ્સિયસ હતું. બનાસકાંઠા સામાન્ય રીતે શુષ્ક પ્રદેશ છે. ભારે વરસાદને કારણે અહીં પૂર આવે છે. દક્ષિણ-પશ્ચિમમાં, શુષ્ક સૌરાષ્ટ્રમાં, ખેડૂતો અને વૈજ્ઞાનિકો વિલંબિત ચોમાસા, મૂશળધાર વરસાદ અને વધતા પૂર વધી રહ્યાં છે.
2015 માં, બદલાતા પશ્ચિમી પવનોએ કપાસના પાકમાં સફેદ માખીનો પ્રકોપ શરૂ કર્યો હતો. કપાસના પાકને બરબાદ કર્યો. દરિયાના તાપમાનમાં વધારો થવાથી માછીમારી પર અસર પડી છે. નબળા ચોમાસાએ કૃષિ આવકમાં ઘટાડો અને દેવાની વૃદ્ધિ થઈ છે. કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો કહે છે કે ગરમીના મોજા વધવાથી પાકની ઉપજ ઘટી રહી છે.
પૂરના પાણી માટે ભારતીય વાયુસેનાનો ઉપયોગ વધી રહ્યો છે.
2000ના દાયકાની શરૂઆતમાં, ગુજરાતને તેની પર્યાવરણીય નબળાઈઓ વિશે ખૂબ જ અલગ લાગણી હતી.
1998 માં, સુપર ચક્રવાતે કંડલા બંદર શહેરને તબાહ કરી નાખ્યું હતું. ત્રણ વર્ષ પછી, ભૂકંપના કારણે ભુજ કાટમાળ બની ગયું. ત્યારથી કચ્છની આબોહવા બદલાઈ ગઈ છે. ત્યાં નવા પ્રકારના ઘાય ઉગી રહ્યાં છે. ઘાસના મેદાન બન્નીમાં પાણી ભરાઈ રહેવા લાગ્યા છે. તેથી અમુક પ્રકારના ઘાસ ઘટીને બીજા પ્રકારના ઘાસ વધી રહ્યાં છે.
ગુજરાતમાં હવે વારંવાર વાવાઝોડા આવી રહ્યાં છે.
મુખ્ય પર્યાવરણીય જોખમો દુષ્કાળ, પૂર, ચક્રવાત અને ભૂકંપ છે. સૌથી મોટું જોખમ, તેમણે કહ્યું, દુષ્કાળ અને વધું વરસાદ છે.
ગુજરાતે દુષ્કાળને રોકવા માટે સખત મહેનત કરવી પડી હતી. ભૂગર્ભજળના સ્તરને વધારવા માટે ચેકડેમ બનાવવામાં આવ્યા હતા.
સરદાર સરોવર ડેમમાંથી સુજલામ સુફલામ રીચાપ્જીંગ નહેર બનાવી હતી. રિચાર્જ કરશે તેવી આશા સાથે અધૂરી છોડી દેવામાં આવી હતી. બીજી સૌની યોજના હતી – નર્મદાના પાણીને સૌરાષ્ટ્ર સુધી લઈ જતી પાઈપલાઈનનું નેટવર્ક.
હવે, વધતી જતી આબોહવા પરિવર્તનશીલતા રાજ્યની પર્યાવરણીય નબળાઈઓ વધારી રહી છે.
ગુજરાતે અન્ય રાજ્યો કરતાં આબોહવાની પરિવર્તનશીલતાને વધુ ગંભીરતાથી લેવાનો દાવો કરે છે. આબોહવા પરિવર્તન માટે વિભાગની સ્થાપના કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય હતું.
ગુજરાત તેના શહેરો માટે યોજનાઓ વિકસાવી રહ્યા છે કે જે આબોહવા તણાવના સૌથી ખરાબ પરિણામોને અનુકૂલન કરવાનો અથવા તેને ઘટાડવાનો પ્રયાસ કરે છે. જ્યારે અમદાવાદ પાસે ગરમીના મોજાનો સામનો કરવા માટેનો રોડમેપ છે, ત્યારે સુરત પાસે પૂરનો સામનો કરવા માટે સમાન બ્લુપ્રિન્ટ છે.
ગુજરાત ભારતમાં સૌથી વધુ શહેરીકરણ ધારવતું રાજ્ય છે. તેના શહેરો ભારે વરસાદ અથવા પૂર જેવા ભારે હવામાનના સ્વરૂપમાં. અને બીજું, ધીમી, સૂક્ષ્મ રીતે, જેમ કે તાપમાનમાં ધીમે ધીમે વધારો અથવા દરિયાની સપાટીમાં વધારો થાય છે તેનો સામનો કરી રહ્યાં છે.
ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને તાપમાનની પેટર્ન બદલાઈ રહી છે. અમદાવાદમાં દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચેનો તફાવત ઘટ્યો છે. એક સમયે, તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસ સુધી ગયો હોવા છતાં, રાતો સુખદ હતી અને તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસથી 26 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે આવી જતું હતું. પરંતુ હવે એવું નથી. રાતના સમાયે 32 ડિગ્રી સે અને 34 ડીગ્રી સે વચ્ચે રહે છે. આમ રાતની ગરમી વધી છે.
ભારે વરસાદથી અમદાવાદમાં પૂર કરતાં ટ્રાફિક જામ થાય છે. સોમાચામાં હવે અમદાવાદ બંધ થવાનું શરૂ થયું છે. શહેરો નેટવર્ક પર આધાર રાખે છે, દૂધ, શાકભાજી, ખોરાક, એટીએમમાં રોકડ, નોકરી, ધંધો, ઉદ્યોગનું માનવ નેટવર્ક ખોરાઈ જાય છે. ચોમાસામાં શહેરી સિસ્ટમ નિષ્ફળ જાય છે. ગુજરાતના 8 મોટા શહેરો શહેરો પ્રગતિશીલ નેટવર્ક માટે નિષ્ફળતા જોઈ રહ્યા છે.
જે મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર છે. દરેક નિષ્ફળ અંગ બાકીનાને નિષ્ક્રિય કરે છે. જે સામાજિક અશાંતિ તરફ દોરી જાય છે. રોગચાળો વધે છે. પોષણના સવાનો વધી રહ્યાં છે. આમ વાતાવણ બદલાતાં શહેરોની સિસ્ટમ નિષ્ફળ જઈ રહી છે.
રાત્રે ઊંચા તાપમાનમાંથી કોઈ રાહત મળતી નથી. તેથી અમદાવાદ, વડોદરા, ભૂજ, ઉત્તર ગુજરાતમાં, ઘણા લોકો એર કંડિશનરનો ઉપયોગ કર્યા વિના સૂઈ શકતા નથી. એર કંડીશ્રન ગરમ હવાને બહાર કાઢે છે, જેથી શહેરને વધુ ગરમ બનાવે છે. ગરમીનું વિષચક્ર વધી રહ્યાં છે. જેની પીડા અમદાવાદમાં સૌથી વધારે છે.
સુરતમાં રાત ઠંડી પડે છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના 12 મોટા શહેરો રાતના ઠંડા પડી જાય છે. પણ અમદાવાદ અને વડોદરા જેવા શહેરો રાતના ઠંડા પડતાં નથી. તેથી દીવસે પણ ગરમી વધી જાય છે.
માત્ર શહેરો જ નહીં પણ દરિયાથી દૂરના ગ્રામ્ય વિસ્તારો રાતના સમયે પહેલા જેવા ઠંડા થતાં નથી. તેથી ગ્રામ્ય પ્રજામાં તે થોડા સમૃદ્ધ છે, તે એરકંડીશ્વનર અને ફ્રીઝનો વપરાશ વધારી દીધો છે.
ગ્રીન બેલ્ટ
દરેક શહેરને કુદરતી જગ્યાઓની જરૂર હોય છે. ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં કુદરતી જગ્યા રહેવા દેવામાં આવી નથી. અમદાવાદમાં ચીમનભાઈ પટેલની સરકારે અમદાવાદની ચારેબાજું ગ્રીન બેલ્ટ લાગું કરીને ગ્રીન કવરા આપ્યું હતું. જેના પર બાંધરામ કરવાની મંજૂરી આપવામાં આવતી ન હતી.
વળી 2013માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ ગ્રીન-બેલ્ટ ઝોનના લગભગ 636 હેક્ટર માટે 13 નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ વિકસાવવાની મંજૂરી આપી હતી.
અમદાવાદમાં ડિસેમ્બર 2019 સુધીના પાંચ વર્ષમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 4,200 વૃક્ષ કપાયા હતા. મેટ્રોરેલ પ્રોજેક્ટ માટે 1,721, બિલ્ડરોને મંજૂરીથી 5,000, મંજૂરી વગર 5,000, ઈન્કમટેક્ષ-અંજલી બ્રિજ 209, ચોમાસામાં ઉખડી ગયેલ 2,500 વૃક્ષનું કાસળ કાઢી નાંખવામાં આવ્યુ છે કુલ 18,630 વૃક્ષોનો યેનકેન પ્રકારેણ નાશ કરવામાં આવ્યો હતો. આનાથી ખરાબ હાલત બીજા શહેરોની છે. દરેક શહેરોમાં લીલી વૃક્ષો કે જે કાર્બન ખાઈને પ્રાણવાયું આપે છે તેનું નિકંદન કાઢવીને ગરમી વધારવામાં આવી રહી છે. અમદાવાદમાં 2015-16થી ઓગષ્ટ- 2019 સુધી 7500 વૃક્ષ કાપવાની મંજૂરી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી હતી.
ગગનચુંબી ઇમારતોથી ગરમી વધી રહી છે.
શહેરમાં વૃક્ષો તેમજ ગ્રીનરી હટાવીને આડેધડ વેપારી મથકો, ઘર અને મોટાં મોટાં બિલ્ડિંગો બની રહ્યાં છે.
4-5 વર્ષથી અમદાવાદમાં ઠંડીમાં ગરમી વધી રહી છે. ગરમી વધારે ગરમ બની રહી છે.
બિલ્ડરો વૃક્ષો કાપી ગગનચુંબી ઇમારતો તૈયાર કરી રહ્યા છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISC) દ્વારા કરેલા સર્વે કહે છે કે, વર્ષ 2030 સુધીમાં અમદાવાદમાં ગ્રીન લેવલ 3 ટકા પહોંચી જશે. જે મોટું સંકટ ઊભું કરશે. શિયાળો ગાયબ થઈ જશે અને 12 મહિના ગરમી રહી શકે છે.
જિયોગ્રાફિકલની ગણતની પ્રમાણે શહેરમાં 15 ટકાથી વધુ ગ્રીન કવર હોવું જોઈએ, પરંતુ વૃક્ષો કાપીને આડેધડ ઉદ્યોગો અને મોટાં મોટાં બિલ્ડિંગો બની રહ્યાં છે.
વૃક્ષો ઘટ્યા, વાંધકામ વધ્યા
20 વર્ષમાં અમદાવાદનું વૃક્ષ આવરણ 46%થી ઘટીને 24% થઈ ગયું છે. બાંધકામ 132 ટકા વધે છે. સર્વે અનુસાર, 2030 સુધીમાં વનસ્પતિ આવરણ અમદાવાદના 3% વિસ્તારમાં જ હશે. 1990થી 2010ની વચ્ચે અમદાવાદનો બિલ્ટ-અપ એરિયા 132% વધ્યો હતો, 1990માં 7.03% જમીન બિલ્ટ-અપ થઈ હતી, જે 2010માં 16.34% પર પહોંચી હતી અને 2024માં વધીને 38.3% થવાની શક્યતા દર્શાવે છે.
જમીનોના ભાવ વધવાની સીધી અસર અહીં દેકાય છે.
શહેરી વસતિ 42.5 ટકા વધી
2011ની વસતિ ગણતરી અનુસાર, હાલમાં ગુજરાતમાં શહેરી વસતિમાં 42.6 ટકા(2.57 કરોડ)નો વધારો થયો છે. 1971માં 28.1 ટકા, 1981માં 31.1 ટકા અને 1991માં 34.49 ટકા હતી. 2023માં 3 કરોડ 75 લાખ લોકો ગુજરાતમાં શહેરોમાં રહેતાં હોવાનો અંદાજ છે. જે રાજકિય રીતે મજબૂત છે.
સૌથી વધુ ગરમી અને પ્રદૂષણનું સંકટ અમદાવાદ પર છે.
કાર્બન ગેસ, નાઇટ્રોજન ઓક્સાઈડ, સલ્ફ્યુરિક ઓક્સાઈડ અને કણો રાસાયણિક પ્રતિક્રિયાઓ દ્વારા જમીનસ્તરનું ધુમ્મસ બનાવે છે. ઉચ્ચ તાપમાન આ પ્રતિક્રિયાના દરમાં વધારો કરે છે.
વનસ્પતિ આવરણ, પ્રદૂષણસ સસ્પેન્ડ સૂક્ષ્મ કણો અને ગરમી ઘટાડે છે. 2030 સુધીમાં અમદાવાદ ખતરનાર શહેર બની જવાનું છે. શહેરમાં 10 લાખ વૃક્ષો દર વર્ષે 5 લાખ કિલો પ્રદૂષણને દૂર કરે છે.
ગુજરાતની વડી અદાલતે 2013 માં વૃક્ષો કાપવાની નીતિ લાગુ કરવાના આદેશ આપ્યા હોવા છતાં રાજ્યએ હજી સુધી નીતિ બનાવી નથી. તેથી રાજ્યએ માત્ર પાંચ વર્ષમાં 9.75 લાખ વૃક્ષોને કાપવાની મંજૂરી આપી છે.
મહેસાણામાં ખેડૂતોની જમીનને ગ્રીન બેલ્ટ માટે 10 વર્ષ માટે અનામત કક્ષામાં મૂકી હતી.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા 75 ગ્રીન બેલ્ટ અને 75 ખુલ્લી જગ્યાઓમાં વૃક્ષો ઉગાડવા માટે કુલ 218 જેટલી ખુલ્લી અને ગ્રીન બેલ્ટની જગ્યાઓ એટલે કે ગાર્ડન સિવાયની ખુલ્લી જગ્યાઓ પર વૃક્ષારોપણ કરવાનું હતું. તેના પર એક વૃક્ષ ઉગાડવામાં આવ્યું ન હતું એક એક કરીને પ્લોટો વેચી મારવામાં આવી રહ્યાં છે. 10 વર્ષમાં વડોદરા શહેરનું વૃક્ષોમાં 50 ટકા ઘટાડો થયો હતો. વૃક્ષો કપાઈ ગયા હતા. 2011માં 7,47,193 વૃક્ષ હતા, જે 2020માં ઘટીને 3,15,354 થઈ ગયા હતા.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણા વર્ષોથી ગ્રીન બેલ્ટ નામે 46 પ્લોટ ફાળવેલા હતા. બીજા 75 પ્લોટ ફાળવવાની જાહેરાત કરી હતી. પણ જૂના 46 પ્લોટની ફાળવણી ફક્ત રાજકીય વ્યક્તિઓ કે વગદાર ટ્રસ્ટોને, ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યોએ, સાંસદ સભ્યો વગેરેને આપી દેવામાં આવ્યા હતા. જેની જમીનની કિમત 200 કરોડથી વધારે થાય થતી હતી. ગ્રીન બેલ્ટ માટે 90 હજાર ચોરસ મીટર જગા અનામત રાખવામાં આવી હતી.
ટીપી
ગુજરાતમાં 2016માં 425 જેટલી ટાઉનપ્લાનિંગ સ્કીમો પેન્ડિંગ હતી. જે વિજય રૂપાણીએ તમામ મંજૂર કરી દીધી હતી. રૂપાણીએ 2020ના વર્ષમાં 111 ડી.પી.- ટી.પી.ને મંજૂરી આપીને સતત ત્રીજા વર્ષે 100 ટી.પી ની મંજૂરીની સદી કરી હતી. ત્રણ વર્ષમાં કુલ 108 ડ્રાફ્ટ સ્કીમ્સ, 85 પ્રિલીમીનરી તથા 107 ફાઇનલ ટી.પી.ને મંજૂરી આપી હતી. રૂપાણીએ વર્ષની 110 ટીપી અને ડીપી સ્કામ મંજૂર કરી હતી. તેમણે શહેરનું કુદરતી વાતાવરણ ખરાબ કરી દીધું હતું.
સુરતમાં જુદી જુદી 128 ટીપી સ્કીમોમાં 40 ટકા કપાતનો નિયમ લાગુ નહી કરી 50 લાખ ચોરસમીટર જમીનો બારોબાર બિલ્ડરોને આપી દીધી હતી. શહેર ગીચ બનાવી દેવાયું હતું. 4 નવેમ્બર 2017માં સુરતમાં ટીપી સ્કીમોના ઓઠા હેઠળ 30 હજાર કરોડનું ફંડ એકઠું કરાયું હોવોનો આરોપ મૂકાયો હતો.
ગ્રીન કવર પર્યાવરણના આંચકાને શોષી શકે. જો ઊંચું તાપમાન એક સમસ્યા હોય, તો પર્યાપ્ત ગ્રીન કવરની ખાતરી કરવી એ શહેરને ઠંડુ કરવાની એક રીત છે.
અત્યાર સુધી ચીમનભાઈ પટેલની સરકાર પછી ભાજપની સરકારો આવી ત્યારથી સરકારે આબોહવાની પરિવર્તનશીલતાની અસરોને ઘટાડવા માટે શહેરો માટે બહુ ઓછું કામ કર્યું છે. કરોડોના ખર્ચે વૃક્ષા રોપાણ થાય છે પણ વૃક્ષોની સંખ્યા વધતી નથી.
આપણા આબોહવા માટે યોગ્ય મકાન સામગ્રીનો ઉપયોગ કરવાને બદલે, ઘણું આધુનિક બાંધકામ અયોગ્ય મકાન સામગ્રી પર આધારિત છે. અમદાવાદ સહિતના 33 શહેરોમાં ઘણા મોલ્સ અને ઓફિસ બિલ્ડિંગો કાચની પેનલોથી ઢંકાયેલી હોય છે, જે ગરમીને શોષી લે છે અને ઠંડકના ખર્ચમાં વધારો કરે છે. ખરેખર તો બહારની દીવાલની સપાટી ખુલ્લી ઈંટોની હોવી જોઈએ. જે દક્ષિણ આફ્રિકા ઉપયોગ કરી રહ્યું છે.
મોટાભાગના ગુજરાતના શહેરોમાં વૃક્ષોનું આવરણ ઓછું અને સપાટી વધુ સખત હોય છે. ગુજરાતના 3 હજાર ચોરસ કિલોમીટરના શહેરોના મોટા ભાગના પ્લોટ મહત્તમ બિલ્ટ-અપ જગ્યા માટે કોંક્રિટથી બનેલા છે. બહારની જમીન પણ પાકા અને ડામરવાળી છે. પાણી શોષવા માટે બહુ ઓછો ખુલ્લો વિસ્તાર છે. તે માટે ખુલ્લા મોટા વિશાળ બગીચાનો અભાવ દરેક શહેરમાં છે. ખુલ્લી જમીન નથી. માર્ગો પરનું પાણી જમીનમાં ઉતરતું નથી. તેથી જમીનની અંદર ઉનાળામાં ભેજ રહેતો નથી. તળાવો રહેવા દેવાયા નથી. સુકા તળાવો છે. અમદાવાદ શહેરમાં કુલ 156 તળાવો છે, જેમાં 3માં પાણી છે. બીજા સુકા છે. દરેક ગામમાં 6 તળાવ હતા. આવા 332 ગામો અમદાવાદમાં ભળી ગયા છે. 1500થી 1800 તળાવો હતા. જેના 90 ટકા તળાવો પુરીને બિલ્ડીંગો બનાવી દેવામાં આવી છે.
ભારે વરસાદ પછી પણ ભૂગર્ભજળનું રિચાર્જ ખૂબ જ ઓછું છે. ઉપરાંત, તળાવો, જે ભૂગર્ભજળને રિચાર્જ કરે છે, તે રિયલ એસ્ટેટ વિકાસ માટે કબજે કરીને પુરી દેઈને તેના પર બિલ્ડીંગો બનાવી છે.
પાણી પુરવઠા માટે થોડો વિચાર કરવામાં આવ્યો છે. ખેતીના બંધોનું સિંચાઈનું પાણી શહેરો વાપરી રહ્યાં છે. શહેરો માટે 200થી 1 હજાર કિલો મીટર દૂરથી પાણી લાવવામાં આવી રહ્યું છે. જે ખરેખર તો ખેતરો માટે હતું જે હવે બાથરૂમ માટે વપરાય રહ્યું છે.
જ્યારે પાણીની તંગી હોય ત્યારે સુધી શહેરી વિસ્તારો દૂર દૂરથી પાણી લાવે છે. સરકારી પ્રયાસો ઘણીવાર ગામડા અને ગરીબોની અવગણના કરે છે, તેમને ખાનગી પાણીના બજારો તરફ વળવાની ફરજ પાડે છે.
ઉપનગરીય વિસ્તારોમાં વિશાળ બિલ્ડીંગો બની રહ્યાં છે. જે ખોટું થઈ રહ્યું છે. ગુજરાતનું કોઈ પણ શહેર કે પાલિકાની હદ બહાર આવતા ગામડાઓમાં પણ પંચાયતના સરપંચ અને તલાટીએ મળીને પાંચથી દસ માળની ઈમારતો બાંધવાની મંજૂરી આપી છે. આવા ગામડા કે પાલિકાઓ જ્યારે શહેરમાં ભેળવવામાં આવે ત્યારે જમીન હોતી નથી. જમીનના 80થી 90 ટકા વિસ્તારમાં બાંધકામ થઈ ગયા હોય છે. ત્યાં ભૂગર્ભ જળનો ઉપયોગ કરે છે અને વૃક્ષો ઉડાચવા કે ખુલ્લી જગ્યા રાખવા માટે કોઈ આયોદન થયું હોતું નથી.
ગુજરાતમાં છેલ્લાં 20 વર્ષમાં ગ્રામ્ય અને પાલિકા વાસ્તારો શહેરોમાં ભેળવવામાં આવ્યા છે ત્યાં સમસ્યા સૌથી વધારે ગીચ વસતીની છે. આડેધક બાંધકામો અને ખરાબ આયોજન સાથેની વસાહતો હોય છે. જે મોટાભાગે ગેરકાયદે બાંધકામો કરેલાં હોય છે. ત્યાં કોઈ બગીચો કે ગ્રીન કરવ માટે સહેજ જગ્યા હોતી નથી.
જેમ જેમ આબોહવા પરિવર્તન વાસ્તવિકતા બની જાય છે, તેમ આ બધું બદલવાની જરૂર પડે તેમ છે. પણ સરકાર તે માટે કંઈ કરવા તૈયાર નથી. હવે તો બિલ્ડરો જ સરકારમાં આવી ગયા છે. હવે તો રાજકિય નેતાઓ જ બિલ્ડરો બની ગયા છે. જે શહેરને પર્યાવરણનું ગળું ઘોંટીને મારી નાંખવા લાગ્યા છે.
રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં ગુજરાતના લોકો ઔદ્યોગિક અને સેવા અર્થતંત્ર તેમજ નબળી પડી રહેલી ગ્રામીણ અર્થવ્યવસ્થાના લોકો અહીં આવી રહ્યા છે. ખેત ઉત્પાદન ઘટ્યું છે કારણ કે સિંચાઈનું પાણી નથી. રાસાયણિક ખાતર અને રાસાયણિક જંતુનાશકોના ખર્ચ ખેડૂતો માટે વધી ગયા છે તેની સામે ઉત્પાદન હવે ઘટી રહ્યું છે. તેઓ ગામડાં છોડીને નજીકના શહેરમાં રોજગારી માટે જઈ રહ્યાં છે. તેઓ શહેરોને ગીચ બનાવે છે. ખરેખર તો ગ્રામ્ય વિસ્તારોમાં જ રોજગારી મળે તો તેઓ શહેરોમાં જવા તૈયાર નથી.
ગરમી ઘટાડવા આટલું ફરજિયાત કરો
આબોહવા પરિવર્તન શહેરની કામગીરી પર વિપરિત અસર કરી રહી છે. તે દૂર કરવા માટે સૂચનો થયા છે. શહેરોમાં ધાબા પર સોલાર હીટર ફરજિયાત હોવા જોઈએ. સૂર્ય ઉર્જા માટે સોલર પેનલ ફરજિયાત હોવી જોઈએ. સરકાર થોડાને સબસિડી આપે છે. બીજાને મળતી નથી. દરેક મકાનમાં વરસાદી પાણીનો સંગ્રહ પણ જરૂરી છે. દરેક મકાનમાં 10 વૃક્ષો વાવવાનો નિયમ હોવો જોઈએ. ડામરના માર્ગોને બદલે સફેદ સિમેન્ટના માર્ગો હોવા જોઈએ. મકાનોની બહાર સફેર રંગ કે ચૂનો કરવો ફરજિયાત હોવો જોઈએ. મકાનનની બહાર માટીની ઈંટો દેખાય તે રીતે બાંધકામ થવા હોઈએ. મકાનની ઈંટો સિમેન્ટ પ્રેસ ન હોવી જોઈએ. તે માટીની હોવી જોઈએ. મકાનોમાં કાચ નાંખવાનું બંધ કરવું પડશે. શહેરના વાહનો પર પર્યાવણ વેરો નાંખો. ઈલેક્ટ્રીક વાહનો માટે વેરા દૂર કરીને સબસિડી આપો. જૂના વાહનો માટે વેરો નાંખો. ડીઝલ વાહનો પર દિવસે પ્રતિબંધ મૂકો. શહેરની નજીક બંધ બાંધો. પાણીના રિસાયક્લિંગ અને પુનઃઉપયોગ વધારો.
નવા બંધો બાંધો
શહેરના વિસ્તરી રહ્યાં છે, 2031 સુધીમાં શહેરની પાણીની માંગ દરરોજ 4000 મિલિયન લીટર થશે. 2050માં 2031 કરતા બે ગણું પાણી જોઈશે. આ પાણી ક્યાંથી આવશે? સરકાર નર્મદાના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરવાના બદલે શહેરોના લોકો માટે તે પાણી વધારે વાપરશે. ખરેખર તો નર્મદા કે સિંચાઈ બંધો સિવાયનું પાણી શહેરોને આપવા માટે જંગલ કે પર્વતોના ગામો કે આદાવાસી વિસ્તારોમાં નવા બંધો બાંધીને શહેરમાં પાણી લાવવું પડશે.
દેશ માટે જે સાચું છે તે નાના ફળિયા તે વોર્ડ સ્તરે પણ સાચું છે. ગુજરાતનાં શહોરોમાં 1 ટકાથી 10 ટકા સુધી જ ગ્રીન કવર છે.
જમીન માલિકો કે ખેડૂતોની 30% થી 40% જમીન જાહેર હેતુ માટે લેવામાં આવે છે. તેનો અડધો ભાગ રસ્તા બનાવવા જાય છે. તો પછી લીલી જગ્યા ક્યાં રહેશે.
ખર્ચાળ દૂરનું પાણી
સૌની યોજનાનું પાણી મોંઘું છે. આજી અને ન્યારીના પાણીની કિંમત 2 થી 3 રૂપિયા પ્રતિ કિલોલીટર છે. સૌનીના પાણીની કિંમત 12 થી 15 રૂપિયા પ્રતિ કિલોલિટર છે. તેથી નર્મદા અને બહારના બંધનું પાણી મોંઘુ પડે છે. તેના પરિવહન માટે વપરાતી ઉર્જાનો ખર્ચ થાય છે. ટોપોગ્રાફી ઊંધી રકાબી જેવી હોય ત્યાં પાણી પંપ કરીને લઈ જવું ખર્ચાળ બની રહ્યું છે.
રિસાયક્લિંગ
દરિયાના પાણીનો વિકલ્પ છે. પરંતુ ડિસેલિનેશન વધુ ખર્ચાળ છે. શહેરોએ પાણીના રિસાયક્લિંગ અને પુનઃઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. પરંતુ એક સમસ્યા પણ છે – ભંડોળનો અભાવ. પાણીનો વ્યાપ વધારવા માટે મહાનગરપાલિકાને 1761 કરોડ રૂપિયાની જરૂર છે. પરંતુ તેની પાસે આ માટે પૈસા નથી.
ઓકટ્રોય અને મિલકત વેરા દૂર કરાયા છે. તેથી સ્થાનિક સરકારો નબળી પડી છે. તેને સરકારે પૈસા આપવા પડે છે. તે શહેરો પોતાનું પર્યાવણ કે બિલ્ડીંગ પ્લાન અંગે કામ કરી શકતા નથી. અનુદાન મર્યાદિત છે અને ચેતવણીઓ સાથે આવે છે.
શહેર સત્તા મંડળો
1976માં જ્યારે ગુજરાતે ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ પસાર કર્યો ત્યારે આ બદલાયું. ત્યારબાદ, ગુજરાતના સૌથી મોટા શહેરોમાં શહેરી વિકાસ સત્તામંડળોની સ્થાપના કરવામાં આવી, અને શહેરી આયોજનની જવાબદારીઓ આ નવી સંસ્થાઓ અને નગરપાલિકાઓ વચ્ચે વહેંચવામાં આવી.
શહેરી વિકાસ સત્તામંડળો ગેરબંધારણીય સંસ્થાઓ છે. તેઓએ પોતાના હાથમાં એવી સત્તાઓ લઈ લીધી છે જે મ્યુનિસિપલ કોર્પોરેશન સિવાય જિલ્લા અને મહાનગર સમિતિઓ પાસે હોવી જોઈએ. જેનો આબોહવા પરિવર્તન અનુકૂલન અને શમન સાથે સીધો સંબંધ છે.
73મા અને 74મા બંધારણીય સુધારાનો ઉદ્દેશ્ય આયોજનને લોકશાહીકરણ કરવાનો છે. તેમનો ઉદ્દેશ્ય આયોજન પર અમલદારશાહી નિયંત્રણને તોડવાનો અને ચૂંટાયેલા લોકોને સત્તા સ્થાનાંતરિત કરવાનો છે. પણ શહેરી સત્તા મંડળ તેની વિપરીત કામ કરે છે. સ્થાનિક સરકારોની બંધારણ સામેની આ સરકાર છે.
ગુજરાતની બધી સરકારો સ્થાનિક સંસ્થાઓને તેમનો હક ન આપવા માટે દોષિત છે. રાજકીય પક્ષો સ્થાનિક સંસ્થાઓને નબળી બનાવી દીધી છે, હજું બનાવી રહ્યા છે. બંધારણીય લોકશાહીનો સાર મર્યાદિત સત્તા છે. પણ સરકાર પોતાની સત્તા વધારી રહી છે. જે શહેરી આયોજનમાં લોકોની ભાગીદારી બતાવતાં નથી. દરેક શહેરી સત્તા મંડળ સામે ખેડૂતોએ પોતાની જમીનો માટે લડવું પડ્યું છે. આ સત્તા મંડળ મનમાની કરે છે. માત્ર પૈસા કમાવા એ એક માત્ર ધ્યેય સત્તા મંડળનો છે.
સરદાર પટેલ સહિત ભૂતકાળમાં ગુજરાતે જે રીતે તેના શહેરોનો વિકાસ કર્યો છે તેનાથી આ બધું સંપૂર્ણપણે અલગ છે.
શહેરી આયોજનની જવાબદારી હવે મ્યુનિસિપલ કોર્પોરેશનોની નહીં પણ શહેરી વિકાસ સત્તાધિશોની છે, આનો માર નગરપાલિકાઓ પર પડ્યો છે. તેમને શહેરી વિકાસ સત્તાવાળાઓ દ્વારા શહેરમાં સમાવિષ્ટ કરવામાં આવતા વિસ્તારોમાં રસ્તા, પાણી અને ગટરની વ્યવસ્થા પૂરી પાડવાની હોય છે, પરંતુ તેમ કરવા માટે તેમની પાસે નાણાકીય સંસાધનોનો અભાવ છે.
ગટર અને સ્વચ્છતા પર્યાપ્ત નથી, ત્યારે મેલેરિયા અને અન્ય રોગો વધે છે.
સ્થાનિક જળાશયોને કોર્ડન કરી લેવામાં આવ્યા છે. શહેરોના વિસ્તરણ દરમિયાન પાણીના પુરવઠા પર ધ્યાન ન આપવાના કારણે, આ શહેરોને બહારથી લાવવામાં આવેલા પાણી પર નિર્ભર રહેવું પડ્યું છે. 5 હજાર વર્ષ પહેલાં ધોળાવિરા કે લોથલમાં આવું ન હતું. તેના શહેરોમાં ઉદ્યોગો હતાં છતાં પર્યાવરણ જળવાયેલું હતું.
વોર્ડમાં ગ્રીન સ્પેસ હોવી જોઈએ.
ગુજરાત સરકાર પાસે આબોહવા પરિવર્તન માટેનો વિભાગ છે પરંતુ હવા અને જળ પ્રદૂષણનો સામનો કરવાનું તેનું કામ અધૂરું છે. જ્યારે વાયુ પ્રદૂષણ હવામાં ગ્રીનહાઉસ વાયુઓની સાંદ્રતામાં વધારો કરે છે અને આબોહવા પરિવર્તનને વેગ આપે છે, ત્યારે જળ પ્રદૂષણ પીવાના પાણીના ભંડારને ક્ષીણ કરે છે, પરિણામે રાજ્યની દુષ્કાળ વિરોધી કામગીરી નબળી પડે છે. ગુજરાત પ્રદષણ નિયંત્રણ બોર્ડ પોતે પર્યાવારણ બગાડવામાં આડકરતી મદદ કરે છે ત્યાં સરકારનો વિભાગ પર્યાવણ પરિવર્તન વિભાગ શું કામનો.
આબોહવા પરિવર્તનશીલતાને પહોંચી વળવા માટે સેમિનાર કરવા સિવાય બીજા કોઈ પ્રતિસાદ આપવાની રાજ્યની ક્ષમતા નથી.
ક્લાઇમેટ ચેન્જની બાબત એ છે કે બહુવિધ વિભાગોએ પગલાં લેવા પડશે.
શહેરી વિકાસ મંત્રાલય, મહેસુલ, વન અને વર્યાવરણ વિભાગ, કૃષિ વિભાગ, સિંચાઈ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, હવમાન વિભાગ સાથે મળીને કામ કરવા જોઈતા હતા પણ તેમ થતું નથી.
સમગ્ર ગુજરાતમાં, લોકોને આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે તેમના પોતાના પર છોડી દેવામાં આવ્યા છે. તેઓ તેને અલગ અલગ રીતે કરે છે. લોકો પોતાનો પ્રશ્ન હલ કરવા પાણી અને ઠંડી હવા માટે સાધનો વસારીને વધારે પ્રદૂષણ અને બધારે ગરમી પેદા કરી રહ્યાં છે.