ગુજરાતનો સૌથી મોટો, 4 હજાર કિલોનો ઘંટ સોમનાથ પાસે મંદિરમાં મૂકાયો

गुजरात का सबसे बड़ा 4 हजार किलोग्राम का घंटा, सोमनाथ के पास मंदिर में रखा गया Gujarat’s largest bell weighing 4 thousand kg, kept in temple near Somnath
અમદાવાદ, 8 ફેબ્રુઆરી 2024
અયોધ્યાના રામ મંદિરમાં 2100 કિલોનો ઘંટ લગાવાયો હતો. ગુજરાતના સોમનાથના તાલાલામાં 4 ટન (4 હજાર કિલો)નો ઘંટ મંદિરમાં મૂકાયો છે. જે ગુજરાતનો સૌથી મોટો ઘંટ હોવાનું માનવામાં આવે છે. જેને “ગોલ્ડન બુક ઑફ રેકોર્ડ”માં સ્થાન મળ્યું છે. તલાાલ ગીરમાં હિરણ નદી કાંઠે મંદિરમાં 4 ફેબ્રુઆરી 2024માં તેને સ્થાપિત કરાયો છે. રશિયાના મોસ્કોમાં વિશ્વનો સૌથી મોટો અને ભારતનો સૌથી મોટો રાજસ્થાનના કોટામાં 57 હજાર કિલોનો છે.

ઘંટ 8.5 ફૂટ ઊંચો છે. 7.5 ફૂટની ગોળાઈ છે. તૈયાર કરવામાં બે વર્ષ થયા હતા. જ્યોતિરથમાં મહિલાઓએ તાંબા, પિત્તળ, કાંસા, સોના અને ચાંદીનું દાન કર્યું હતું. દાનમાં મળેલ પંચધાતુમાંથી ઘંટ બનાવાયો છે. રથ દ્વારા રાજકોટથી લવાયો હતો. ગોંડલ, જેતપુર, જુનાગઢ, કેશોદ, સોમનાથ બાદ તાલાલામાં શોભાયાત્રા સાથે સામૈયું કર્યું હતું.

20 ફેબ્રુઆરી 2024માં ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થશે. રૂ. 10 કરોડના પ્રજાપતિ સમાજના શ્રીબાઈ માતાજીના મંદિર છે. સવાર સાંજ આરતી દરમિયાન દરરોજ વિશાળ ઘંટ ગુંજશે.

લાલજીભાઈ કોરીયાએ જણાવ્યું હતું કે, રાજકોટના દેવજીભાઈ હરીભાઈ જાદવના ફાઉન્ડ્રીમાં મજૂરી લીધા વગર પોતાની ફેક્‍ટરીમાં બનાવી આપ્યો છે. રાજકોટમાં ફાઉન્ડ્રી કાલાવડ રોડ પર બનાવાયો છે.

વધુ માહિતી માટે લાલજીભાઇ કોરીયા (મો. ૯૨૨૮૭ ૯૮૨૧૦) અને નાનુભાઇ દેવળીયા (મો. ૯૨૨૮૧ ૫૧૪૨૦)નો સંપર્ક સાધવો.

રાજસ્થાનનો ઘંટ
રાજસ્થાન કોટામાં ચંબલ રિવર ફ્રન્ટ કાંઠે ભારતનો સૌથી મોટો ઘંટ છે. 57 હજાર કિલોનો ઘંટ લગાવવાનું નક્કી કરાયું હતું. રાત્રીના સમયે 8કી.મી સુધી ઘંટારવ સંભળાવવાનો દાવો કરાયો હતો. વર્લ્ડ રેકોર્ડ બની શકે છે. વ્યાસ 8.5 મીટર (30 ફુટ) છે. લંબાઈ 9.25 મીટર છે. પહોળાઈ 28 ફૂટ છે. ઘંટ બનાવવા રિવર ફ્રન્ટ પર અસ્થાયી ફેકટરી પણ ઉભી કરાઈ હતી. 100 કિલોની સાંકળ છે. જમીનથી 70 ફૂટ ઊંચાઈ પર આ ઘંટ છે. ઊંચાઈ 30 ફૂટ છે જ્યારે . તેનું કાસ્ટિંગ કામ પૂરું થતાં જ રિવર ફ્રન્ટ પર ઉજવણીનો માહોલ સર્જાયો હતો.
ઘંટની ગુંજ લગભગ 8 કિલોમીટર સુધી સંભળાશે.
35 ભઠ્ઠીઓમાં પિત્તળ પીગળીને મોલ્ડ કરવામાં આવ્યો હતો. પિત્તળની સાથે અન્ય ધાતુઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

સાંકળ
રિંગ ધ બેલ સાથે જોડાયેલ ચેઈન પણ અત્યાર સુધીની સૌથી મોટી જોઈન્ટેડ રિંગ સાંકળ છે. જે સાડા છ મીટર લાંબી છે. તેનું વજન 400 કિલો છે. બેલ વગાડતી વખતે પણ સાંકળ કોઈ અલગ અવાજ કરશે નહીં.

ભારતનો મોટો ઘંટ
વિશ્વનો મોટો ઘંટ રશિયાના મોસ્કો ક્રેમલિનમાં 216 ટન (216000 કિલો) વજનની ઘંટ છે. અત્યાર સુધી ભારતમાં શ્રી રામ આશ્રમ હરિચરણ ધામમાં દેશનો સૌથી મોટો ઘંટ 2041 કિલો હતો. ભારતમાં નાસિક પાસે આવેલો ‘નારોશંકરનો ઘંટ’ છે. દક્ષિણ ભારતમાં નંદીમંદિરનો ઘંટ ભવ્ય છે.

 

ઘંટમાં ઓમનો ધ્વનિ
ઉત્તર પ્રદેશના એટા જિલ્લાનું જાલેસરને ઘુંઘરૂ શહેર પણ કહેવામાં આવે છે. મંદિરોમાં વપરાતી ઘંટડી અને ઘંટ તૈયાર કરવામાં આવે છે. મિત્તલ પરિવારે અયોધ્યાના રામના મંદિર માટે 2500 કિલોનો રૂ.25 લાખનો ઘંટ બનાવ્યો છે. જેનાં ઝીંક, કોપર, સીસું, ટીન, નિકલ, ચાંદી, સોના સહિત 8 ધાતુઓ વપરાઈ છે. 250 લોકોને બનાવવામાં 3 મહિનાનો સમય લાગ્યો હતો. 6 ફૂટ ઊંચાઈ, 15 ફૂટ ગોળાકાર અને 5 ફૂટ ત્રિજ્યા છે. 500 કિલો, 700 અને 1100 કિલોની ઘંટડીઓ બનાવવામાં આવી છે. અગાઉ તેણે 1500 કિલો વજનની ઘંટડી બનાવી હતી જેને ઉજ્જૈન મોકલવામાં આવી હતી. જાલેસરની માટીમાં ઘંટ બનાવવામાં આવે છે. જેમાં ઓમનો ધ્વનિ થાય છે, જે બીજે ક્યાંય બનેલા ઘંટથી શક્ય નથી. કેદારનાથ મંદિરમાં 100 કિલોનો ઘંટ મૂકેલો તે અહીં બનેલો હતો.
માટીને ગાળીને તેમાં ખાંડની ચાસણી નાંખી મોલ્ડમાં નાખવામાં આવે છે. ગરમ ધાતુને ઘાટમાં રેડવામાં આવે છે.

ઘંટના ધ્વનીનો ફાયદો
ઘંટમાંથી ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય જે મનના વિકારો દૂર થાય છે. મનની એકાગ્રતા પ્રાપ્ત થાય છે.
ઘંટ વાગે છે, ત્યારે તેની આપણા જીવન પર વૈજ્ઞાનિક અસર પડે છે. ઘંટ વગાડવામાં આવે છે, ત્યારે અવાજ સાથે સ્પંદનો ઉત્પન્ન કરે છે. આ વાઇબ્રેશન્સ ફેલાય છે, જેનો ફાયદો ઘણા પ્રકારના હાનિકારક સૂક્ષ્મ બેક્ટેરિયાને મારી નાખવા અને આસપાસના વાતાવરણને શુદ્ધ કરવાનો છે. હવામાં જીવાણું અને સૂક્ષ્મ જીવનો નાશ કરે છે.
કૈડમિયમ, જિંક, નિકેલ, ક્રોમિયમ અને મેગ્નીશિયમથી બનેલી ઘંટડીને જ્યારે વગાડવામાં આવે છે ત્યારે તે ધ્વનિ ઉત્પન્ન થાય છે જે મગજના ડબા અને જમણા ભાગને સંતુલિત કરે છે. ઘંટનો અવાજથી શરીરના તમામ 7 હીલિંગ સેન્ટરને સક્રિય કરે છે જેનાથી મન શાંત રહે છે. ઘંટડીનો અવાજ મન, મગજ અને શરીરને એક પોઝિટિવ એનર્જી આપે છે. જો કે, કેટલાક પુરાણો અને ગ્રંથોમાં એવી પણ માહિતી મળે છે કે, જ્યારે પ્રલય આવશે ત્યારે પણ આ જ પ્રકારનો અવાજ ગૂંજશે કેમ કે, પુરાણોમાં મંદિરની બહાર લાગેલા ઘંટને કાળનું પ્રતિક માનવામાં આવે છે.

પુરાણા ઘંટ
વિશ્વનો સૌથી જૂનો ઘંટ બેબિલોન ક્ષેત્રમાં 3000 વર્ષ પૂર્વે મળ્યો હતો. ભારતમાં ઈ. સ. પૂર્વે 800ના સમયગાળામાં પુરાતત્ત્વ ખાતાના નિષ્ણાતોને પ્રથમ જોવા મળ્યો હતો. 13મી સદીમાં આંતરવક્ર ઘંટ થયા, અને ઈ. સ. 1400ના સાલમાં ઊંડા વ્યવસ્થિત આકારના ધાતુના ઘંટ બન્યા.
વિશ્વનો સૌથી જૂનો ઘંટ બેબિલોન ક્ષેત્રમાં 3000 વર્ષ પૂર્વે મળ્યો હતો.
1420માં ચીનના પેકિંગ શહેરમાં 54 ટનનો ઘંટ બનાવવામાં આવ્યો હતો. બૌદ્ધ મંત્રો કોતરાયેલા હતા.
1848માં મલેશિયામાં બનેલો 300 ટનનો ‘ધમ્માઝેડી’ નામનો ઘંટ જગતમાં સૌથી મોટો ઘંટ હતો. 1608માં પોર્ટુગીઝોએ આક્રમણ કરી આ ઘંટ તોડીને ફેંકી દીધો હતો.
રશિયાના મોસ્કો શહેરમાં ક્રેમલિન રજવાડાનો 1733માં બનેલો વિશ્વનો સૌથી મોટો ઘંટ હતો. ઊંચાઈ છ મીટર, પરિઘ 20 મીટર, વ્યાસ સાત મીટર અને વજન 174 મેટ્રિક ટન હતું. આ ઘંટને ‘ઝાર કોલેર્કોલ’ એટલે ‘ઘંટા-સમ્રાટ કહેવામાં આવતો. તેના ટુકડા આજે પણ જાળવી રાખવામાં આવ્યા છે.
મોસ્કોમાં અને ત્યાર પછી ‘ત્યાર-બેલ’ નામનો 160 ટનનો બીજો મહત્ત્વનો ઘંટ બન્યો હતો.
મ્યાનમારના મિગૂલ સ્થળે 90 ટનનો ઘંટ હતો.
જર્મનીમાં આવેલા 22 ટનના ‘સેન્ટ પીટર બેલ’નો અવાજ સૌથી મોટો છે.
મેક્સિકોમાં ‘ડોલોરો ચર્ચ’નો ઘંટ વગાડીને દેશના સ્વાતંત્ર્ય યુદ્ધ શરૂ કરાયું હતું.

અમેરિકામાં ફિલોડેલ્ફિયાનો ‘લિબર્ટી બેલ’ 4 જુલાઈ, 1776ના રોજ અમેરિકાના સ્વાતંત્ર્યની જાહેરાત આ બેલ વગાડીને થઈ હતી.
લંડનમાં લોકસભાગૃહના વેસ્ટ મિન્સ્ટર ટાવરનો ‘બિગ-બેન’ ઘંટ ઘણો પ્રસિદ્ધ છે.
‘મારીના-ગ્લોરિસા’ માત્ર જર્મની જ નહિ, પરંતુ આખા યુરોપની સૌથી સુંદર ‘લવલી ઘંટા’ તરીકે જાણીતો છે.
ઇટાલીમાં ‘કેપલિની’ નામે 6ટ્ઠી સદીનું ઘંટાઘર આવેલું છે.
ઇટાલીમાં સમ્રાટના સ્મારક રૂપે કેટલાક ભવ્ય ઘંટાઘરો બંધાયાં છે.

ઘંટ સંગિત
વેનિસના ફ્લોરીડામાં માઉન્ટલેકમાં ‘એડવર્ડ બોકે’ કે ‘સિન્ગિંગ-ટાવર’માં અનેક નાની-નાની ઘંટડીઓ અને તેમાંથી નીકળતા સંગીતને કેરિલોન કહેવામાં આવે છે. દુનિયાનું સૌથી મોટું કેરિલોન ન્યુ યોર્ક શહેરના ‘રિવર-સાઇડ-ચર્ચ’માં છે, તેમાં 72 ઘંટ છે, તે બધાનું વજન 97 મેટ્રિક ટન જેટલું છે.

બેલ્જિયમના મેચેલીન શહેરનું કેરિલોન મધુર નાદ-ધ્વનિ માટે પ્રસિદ્ધ છે, જેમાં 45 ઘંટ છે.
સંગીતની દુનિયામાં પણ વાદ્ય તરીકે ઘંટનો ઉપયોગ કરવામાં આવે છે. પાશ્ચત્ય વાદ્યવૃંદમાં ‘અઘાત’ વાદ્યમાં નલિકા ઘંટા અંતર્ભૂત હોય છે. હસ્તઘંટા (હાથથી વગાડતી ઘંટડી) પણ એક વાદ્ય જ છે. એક સપ્તક અથવા અધિક સપ્તકની નાની-નાની ઘંટા હોય છે. બે વાદક પોતાના એક-એક હાથમાં બે-બે ઘંટા દોરી પકડીને વગાડે છે. યુરોપમાં આ પ્રકારે હસ્તઘંટા વગાડીને સંગીતનો કાર્યક્રમ આપનારા કલાકારો છે, જેઓને વિવિધ દેશોમાં આવા કાર્યક્રમો માટે ખાસ બોલાવવામાં આવે છે. બેલ્જિયમ તથા નેધરલેન્ડમાં ‘કાન્તિયન’ નામનો ઘંટવાદનનો એક વિશિષ્ટ પ્રકાર છે. તેમાં તરુણ વયના કુશાળ વાદકો ઓર્ગનમાંના મેન્યુઅલ તથા પેન્ડલની મદદથી વાદન કરે છે. ક્યારેક તેઓ 5થી 12 ઘંટને ગોળાકાર ફેરવીને વગાડે છે. આને ‘ઘંટા-મંડળ-નાદ’ (ભારતીય નામ) કહેવામાં આવે છે.
શાળા, કોલેજ, છાત્રાલય, ભોજનાલય, જેલખાના, રમતના મેદાન વગેરે પર ઘંટ વગાડી માહિતી આપવામાં આવે છે. આપણા મનોમસ્તિષ્કમાં મંદિરના ઘંટનો રણકાર સ્થાયી થઈ ગયો છે.