નાગરિક ઉડ્ડયન મંત્રાલય
નવી દિલ્હી, તા.23-12-2023
2016-17માં 104837 આંતરરાષ્ટ્રીય અને 1811617 સ્થાનિક પેસેન્જર ટ્રાફિક હતા. નાણાકીય વર્ષ 2015-16ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2016-17માં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મુસાફરોની સંખ્યાની સરખામણીમાં મુસાફરોની સંખ્યામાં 37.9 ટકાનો વધારો થયો છે. વર્ષ 2013-14માં અંદાજે આઠ લાખ મુસાફરોની અવરજવર હતી.
ચપ્પલ પહેરનાર લોકો પણ વિમાનમાં ઉડી શકશે. પીએમ મોદીએ 2014માં વડાપ્રધાન બન્યા બાદ નાના શહેરો માટે ઉડાન યોજના શરૂ કરી ત્યારે આ વાત કહી હતી. પરંતુ કેન્દ્રની આ યોજના નિરર્થક સાબિત થઈ છે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) – કેગે કેન્દ્ર સરકારની વધુ એક યોજના પર સવાલ ઉઠાવ્યા છે. રિપોર્ટ અનુસાર, પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ હેઠળ કુલ 774 રૂટમાંથી 22.8 ટકા એટલે કે 2-3 માર્ચ સુધી 174 રૂટ પર જ ફ્લાઈટ્સ શરૂ થઈ છે. 21 ઓક્ટોબર, 2016ના રોજ ‘ઉડાન’ (ઉડે દેશ કા આમ નાગરિક) નામની યોજના શરૂ કરવામાં આવી હતી.
‘UDAN’ યોજના 93 ટકા હવાઈ માર્ગો પર શરું થઈ ન હતી. યોજનાના નામે લોકોને માત્ર “જૂઠાણા અને નિવેદનો” મળ્યા છે.
આ યોજના હેઠળ કુલ 169 એરપોર્ટ, હેલીપોર્ટ અને વોટર એર ડ્રોમનું નિર્માણ અથવા પુનઃવિકાસ કરવાના હતા. જેમાંથી 83નો ઉપયોગ થયો ન હતો. જ્યારે માત્ર 56 એટલે કે લગભગ 40 ટકાનો ઉપયોગ થઈ રહ્યો છે.
મુસાફરોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. 21-22માં આ યોજના હેઠળ 32.9 લાખ લોકોએ મુસાફરી કરી હતી, જે 22-23માં ઘટીને 24.9 લાખ થઈ ગઈ હતી.
UDAN યોજનામાં 200 કિલોમીટરથી ઓછા 26 રૂટ પર ઓપરેશન શરૂ થયું હતું, પરંતુ 3 વર્ષ બાદ હવે માત્ર 2 એરલાઇન્સ જ તે રૂટ પર સર્વિસ આપી રહી છે. તેવી જ રીતે 96માંથી 12 100 થી 400 કિલોમીટર સુધીના રૂટ પર દોડી રહી છે.
RCS-ઉડાન
• 2023માં 60 નવા RCS રૂટ શરૂ કરવામાં આવ્યા; ઉડાન (UDAN) હેઠળ 154 નવા RCS રૂટ આપવામાં આવ્યા; પૂર્વોત્તર પ્રદેશમાં 12 નવા RCS રૂટ શરૂ કરવામાં આવ્યા હતા.
ઓછા ટ્રાફિક ધરાવતાં હવાઈ મથક માટે સબસિડી સાથે RCS- ઉડાનની શરૂઆત 2016માં કરવામાં આવી હતી.
• 01 જાન્યુઆરી, 2023 થી 21 ડિસેમ્બર, 2023 સુધીમાં 60 નવા RCS રૂટ શરૂ કરવામાં આવ્યા.
• રાઉરકેલા, હોલોંગી, જમશેદપુર, કૂચ બિહાર, ઉત્કેલા અને શિવમોગા એમ 06 હવાઇમથકને કાર્યરત કરવામાં આવ્યા.
• દેશમાં પૂર્વોત્તરીય રાજ્યોમાં 12 નવા RCS રૂટની શરૂઆત કરવામાં આવી.
• UDAN 4.2 અને 5.0 હેઠળ 154 નવા RCS રૂટ આપવામાં આવ્યા.
• 91 લાખથી વધુ મુસાફરોએ ડિજિ યાત્રાની સુવિધાનો લાભ લીધો, 35 લાખથી વધુ વપરાશકર્તાઓએ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.
2022માં 26 અને 27 નવેમ્બરના રોજ 4 લાખથી વધુ મુસાફરો ડોમેસ્ટિક ફ્લાઈટમાં સવાર થયા હતા.
દરરોજ સરેરાશ 3.70 લાખ લોકો ફ્લાઇટમાં મુસાફરી કરે છે.
27 નવેમ્બરના રોજ, 2,739 ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં 4,09,831 મુસાફરો ફ્લાઇટમાં સવાર હતા. અને તેના એક દિવસ પહેલા 26 નવેમ્બરે 2,767 ફ્લાઇટમાં 4,05,963 મુસાફરોએ ઉડાન ભરી હતી.
2022ના ઓક્ટોબર મહિનામાં 1.14 કરોડ લોકોએ ફ્લાઇટ લીધી જે સપ્ટેમ્બર મહિના કરતાં 10% વધુ છે. સપ્ટેમ્બર મહિનામાં 1.03 કરોડ લોકોએ ડોમેસ્ટિક ફ્લાઇટ લીધી હતી.
2022માં ઘરેલુ હવાઈ ટ્રાફિક 27% વધીને 114.07 લાખ થયો છે. 2021માં ઓક્ટોબર મહિનામાં 89.85 લાખ હતો.
• વધુ 3 ગ્રીનફિલ્ડ હવાઇમથકો કાર્યરત કરવામાં આવ્યા
• હવાઇ ટ્રાફિક નિયંત્રકોની વધુ 456 જગ્યાઓ તૈયાર કરવામાં આવી
• નવેમ્બર 2023 સુધીમાં 55 બેઝ પર 34 DGCA દ્વારા મંજૂર FTOનું પરિચાલન શરૂ થઇ ગયું
• DGCA દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ, 1562 કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ જારી કરવામાં આવ્યા
• ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ દ્વારા લગભગ 9 હજાર રીમોટ પાઇલટ પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા છે
નવેમ્બર 2023માં સ્થાનિક હવાઈ મુસાફરોનો ટ્રાફિક 9 ટકા વધીને 1.27 કરોડથી વધુ થયો છે. IndiGo દેશની સૌથી મોટી સ્થાનિક કેરિયર રહી પરંતુ તેનો બજારહિસ્સો નવેમ્બરમાં ઘટીને 61.8 ટકા થયો જે ઓક્ટોબરમાં 62.6 ટકા હતો. જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 1.17 કરોડ હતી.
નવેમ્બરમાં કેરિયરનો ઓન-ટાઇમ પરફોર્મન્સ (OTP) સ્કોર 80 ટકાથી વધુ નહોતો.
આ વાર્ષિક ધોરણે 9.06 ટકાનો વધારો દર્શાવે છે.
જાન્યુઆરી-નવેમ્બર 2023 દરમિયાન ડોમેસ્ટિક એરલાઇન્સ દ્વારા પ્રવાસીઓની સંખ્યા 1,382.34 લાખ હતી જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 1,105.10 લાખ હતી, જે વાર્ષિક 25.09 ટકા અને માસિક 9.06 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી.
સ્પાઇસજેટનો સ્થાનિક બજાર હિસ્સો ઓક્ટોબરમાં 5 ટકાથી વધીને નવેમ્બરમાં 6.2 ટકા થયો હતો. ગયા મહિને તેનો OTP 41.8 ટકા હતો.
એર ઈન્ડિયાનો સ્થાનિક બજાર હિસ્સો નવેમ્બરમાં 10.5 ટકા પર યથાવત રહ્યો હતો, જ્યારે વિસ્તારાનો હિસ્સો ગયા મહિને નજીવો ઘટીને 9.4 ટકા થયો હતો.
OTP ચાર્ટમાં Akasa Air 78.2 ટકા સાથે ટોચ પર છે, ત્યારબાદ IndiGo 77.5 ટકા સાથે અને વિસ્તારા 72.8 ટકા સાથે છે.
એર ઈન્ડિયાનો OTP 62.5 ટકા હતો જ્યારે AIX કનેક્ટ અને એલાયન્સ એરનો OTP અનુક્રમે 69.7 ટકા અને 66.1 ટકા હતો.
ચાર મેટ્રો એરપોર્ટ – બેંગ્લોર, દિલ્હી, હૈદરાબાદ અને મુંબઈ માટે સુનિશ્ચિત ડોમેસ્ટિક એરલાઈન્સનું ઓન-ટાઇમ પરફોર્મન્સ (OTP) ગણવામાં આવે છે.
ડિજિ યાત્રા
• ડિજિ યાત્રા એ હવાઇમથક પર મુસાફરોની સંપર્કરહિત, અવરોધરહિત પ્રક્રિયાની કામગીરી હાંસલ કરવાની પરિયોજના છે જે ચહેરા ઓળખ ટેક્નોલોજી (FRT) પર આધારિત છે. આ પરિયોજનામાં મૂળભૂત રીતે એવી કલ્પના કરવામાં આવી છે કે કોઇપણ પ્રવાસી ઓળખ સ્થાપિત કરવા માટે ચહેરાના લક્ષણોનો ઉપયોગ કરીને પેપરલેસ અને સંપર્કરહિત પ્રક્રિયા દ્વારા હવાઇમથક પર તૈનાત વિવિધ ચેક પોઇન્ટમાંથી પસાર થઇ શકે છે. મુસાફર તેમના ઘરે બેઠા આરામથી પ્લેટફોર્મ પર નોંધણી કરાવી શકે છે. અત્યાર સુધીમાં 35 લાખ કરતાં વધુ વપરાશકર્તાઓ ડિજિ યાત્રા એપ્લિકેશન ડાઉનલોડ કરી છે.
• નીચે ઉલ્લેખિત 13 હવાઇમથક પર ડિજિ યાત્રા શરૂ કરવામાં આવી છે:-
– દિલ્હી, બેંગલુરુ અને વારાણસી હવાઇમથક પર 01.12.2022ના રોજ
– હૈદરાબાદ, પુણે, કોલકાતા અને વિજયવાડા ખાતે 31.03.2023ના રોજ અને
– અમદાવાદ, મુંબઇ, કોચીન, ગુવાહાટી, જયપુર તેમજ લખનઉ નામના છ હવાઇમથક પર ઑગસ્ટ 2023 દરમિયાન શરૂઆત કરવામાં આવી છે.
• ડિજિ યાત્રાની શરૂઆત કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં, 91 લાખ કરતાં વધુ મુસાફરોએ હવાઇમથક પરથી મુસાફરી કરવા માટે તેની સુવિધાનો લાભ લીધો છે. તબક્કાવાર, તમામ હવાઇમથકને ડિજિ યાત્રા દ્વારા આવરી લેવામાં આવશે.
ગ્રીનફિલ્ડ હવાઇમથકો
ભારત સરકારે ગ્રીનફિલ્ડ હવાઇમથકો નીતિ, 2008 ઘડી છે જે દેશમાં નવા ગ્રીનફિલ્ડ હવાઇમથકની સ્થાપના કરવા માટે માર્ગદર્શિકાઓ, પ્રક્રિયા અને શરતો પૂરી પાડે છે. ભારત સરકારે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 21 ગ્રીનફિલ્ડ હવાઇમથકની સ્થાપના કરવા માટે ‘સૈદ્ધાંતિક’ મંજૂરી આપી દીધી છે, જેમાં, ગોવામાં મોપા, મહારાષ્ટ્રમાં નવી મુંબઇ, શિરડી અને સિંધુદુર્ગ, કર્ણાટકમાં કલાબુર્ગી, વિજયપુરા, હસન અને શિવમ્મોગ્ગા, મધ્યપ્રદેશમાં ડાબરા (ગ્વાલિયર), ઉત્તર પ્રદેશમાં કુશીનગર અને નોઇડા (જેવાર), ગુજરાતમાં ધોલેરા અને રાજકોટ, પુડુચેરીમાં કરાઇકલ, આંધ્રપ્રદેશમાં દગાદર્થી, ભોગપુરમ અને ઓરવાકલ (કુર્નૂલ), પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર, સિક્કિમમાં પાક્યોંગ, કેરળમાં કન્નુર અને અરુણાચલ પ્રદેશમાં ઇટાનગરનો સમાવેશ થાય છે.
તેમાંથી દુર્ગાપુર, શિરડી, સિંધુદુર્ગ, પાક્યોંગ, કન્નુર, કલાબુર્ગી, ઓરવાકલ, કુશીનગર, ઇટાનગર, મોપા, શિવમ્મોગ્ગા અને રાજકોટ નામના 12 ગ્રીનફિલ્ડ હવાઇમથક કાર્યરત થઇ ગયા છે. વર્ષ 2023 દરમિયાન, ત્રણ ગ્રીનફિલ્ડ હવાઇમથક, મોપા, શિવમ્મોગ્ગા અને રાજકોટને કાર્યરત કરવામાં આવ્યા છે.
ATCOની અછતનો ઉકેલ લાવવો
દેશ ATCOની તીવ્ર અછતનો સામનો કરી રહ્યો હતો. મંત્રાલયે, DPEની સંમતિથી, એપ્રિલ 2023માં ATCOની વધુ 456 જગ્યાઓ તૈયાર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
ઉડાન તાલીમ સંગઠન (FTO)
1) 30 નવેમ્બર 2023 સુધીમાં દેશમાં 55 બેઝ પર 34 DGCA દ્વારા મંજૂરી પ્રાપ્ત FTO કાર્યરત છે. તેમાંથી, અમેઠી (ઉત્તરપ્રદેશ) ખાતે IGRUA કેન્દ્ર સરકાર અંતર્ગત કામ કરે છે જ્યારે આઠ રાજ્ય સરકારો હેઠળ છે અને 25 ખાનગી ક્ષેત્રની માલિકીના સંગઠનો છે.
2) IGRUAની સ્થાપના 1986માં કરવામાં આવી છે જે, ભારતનું સૌથી મોટું FTO છે. તે અમેઠી (ઉત્તરપ્રદેશ) ખાતે આવેલું છે. તે ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના નિયંત્રણ હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. IGRUA એ વર્ષ 2021-22માં કુલ 18,216 ઉડાન કલાકો પૂરા કર્યા હતા જ્યારે વર્ષ 2023માં (18.12.2023 સુધી), IGRUA એ કુલ 6683 ઉડાન કલાકો પૂરા કર્યા છે.
3) 2020માં, ભારતીય હવાઇમથક સત્તામંડળ (AAI) દ્વારા ઉદાર FTO નીતિ રજૂ કરવામાં આવી જેમાં હવાઇમથક રોયલ્ટી ચુકવણી (FTO દ્વારા AAIને આવકમાં હિસ્સાની ચુકવણી) નાબૂદ કરવામાં આવી હતી અને જમીન ભાડાને નોંધપાત્ર રીતે તર્કસંગત બનાવવામાં આવ્યા હતા.
4) 2021માં, સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા પછી, AAI એ બેલાગવી (કર્ણાટક), જલગાંવ (મહારાષ્ટ્ર), કલબુર્ગી (કર્ણાટક), ખજુરાહો (મધ્યપ્રદેશ) અને લીલાબારી (આસામ) ખાતે પાંચ હવાઇમથક પર નવ FTO સ્લોટ આપ્યા હતા. હાલમાં, આમાંથી સાત FTO સ્લોટ કાર્યરત છે: બેલાગવી, ખજુરાહો, લીલાબારી એમ દરેકમાં એક-એક અને કલાબુર્ગી તેમજ જલગાંવમાં બે-બે સ્લોટ કાર્યકર છે. આ છ FTOમાંથી હાલમાં જે કાર્યરત છે, તેમાંથી બેલાગવી, જલગાંવ અને ખજુરાહો ખાતેનો એક-એક સ્લોટ 2023માં કાર્યરત થયો છે.
5) જૂન 2022માં, સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા પછી, AAI દ્વારા પાંચ હવાઇમથક પર વધુ છ FTO સ્લોટ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં ભાવનગર (ગુજરાત), હુબલી (કર્ણાટક), કડાપા (આંધ્રપ્રદેશ), કિશનગઢ (રાજસ્થાન) અને સાલેમ (તામિલનાડુ)નો સમાવેશ થાય છે. તેમાંથી, સાલેમ ખાતેનો એક FTO સ્લોટ 2023માં કાર્યરત થઇ ગયો છે.
ફ્લાઇટના ક્રૂ માટે લાઇસન્સિંગ
તાલીમ અને લાઇસન્સિંગ નિયામકના કાર્યોમાં CPL/ ATPL/ CHPL/ PPL/ FATA લાઇસન્સને પ્રારંભિક તબક્કે જારી કરવાના/રૂપાંતરણ અને ફ્લાઇટના ક્રૂ માટે લાઇસન્સના નવીકરણ/સમર્થન સંબંધિત કાર્યનો સમાવેશ થાય છે. DGCA દ્વારા 2023માં 1562 CPL જારી કરવામાં આવ્યા હતા (18 ડિસેમ્બર 2023 સુધીની સ્થિતિ), જે અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે છે. છેલ્લાં છ વર્ષમાં ભારતમાં જારી કરવામાં આવેલા CPLની સંખ્યા નીચે મુજબ છે:
DGCA દ્વારા વર્ષ 2023 દરમિયાન eGCAના સિંગલ વિન્ડો ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આજ સુધીમાં ફ્લાઇટ ક્રૂ માટે લાઇસન્સિંગ જારી કરવા અને નવીકરણ કરવા માટેની કુલ 23908 અરજીઓ પર પ્રક્રિયા કરવામાં આવી છે. 01.01.2023 અને 18.12.2023 વચ્ચે જારી કરવામાં આવેલા પાઇલટ લાઇસન્સ અને રેટિંગ્સની વિગતો નીચે દર્શાવ્યા મુજબ છે:
અનુ. નં. લાઇસન્સ/રેટિંગ્સનો પ્રકાર જારી કરવામાં આવેલા લાઇસન્સ/ રેટિંગ્સની સંખ્યા
1. કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ (CPL) 1562
2. એરલાઇન પરિવહન પાઇલટ લાઇસન્સ (ATPL) 647
3. ટાઇપ રેટિંગ્સ 4006
4. અન્ય પાઇલટ લાઇસન્સ અને રેટિંગ્સ (PPL, FRTOL, FIR, AFIR, FATA, IR, મુક્ત રેટિંગ, P1 સમર્થન 8374
કુલ 14589
નવી પ્રક્રિયા એટલે કે eGCA સાથે અનુસૂચિત એરલાઇન પરિચાલકો (મેસર્સ ઇન્ડિગો અને મેસર્સ એર એશિયા)ના એરક્રાફ્ટ પ્રણાલી ડેટા (ACARS/ AIMS/ ARMS)ના એકીકરણ દ્વારા પાઇલટની ઇ-લોગબુકને આપમેળે ભરવા માટે API એકીકરણને ચાલુ વર્ષ 2022-2023માં અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રણાલી ઇ-લોગબુક ડેટાની ચોકસાઇમાં વધારો કરશે, ઇ-લોગબુકને જાતે ભરવાની જરૂરિયાતને ટાળતી હોવાથી પાઇલટને લાગતો થાક દૂર થશે.
ડ્રોન
• ડ્રોન નિયમો, 2021 હેઠળના તમામ પાંચ અરજી ફોર્મ 26 જાન્યુઆરી 2022ના રોજ ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ પર ઑનલાઇન કરવામાં આવ્યા છે.
• ડ્રોન પ્રમાણીકરણ યોજના 26 જાન્યુઆરી 2022ના રોજ અધિસૂચિત કરવામાં આવી છે, જેના કારણે ડ્રોન વિનિર્માતાઓને તેમના પ્રકાર સંબંધિત પ્રમાણપત્ર મેળવવાનું કામ સરળ થઇ જાય છે.
• 9 ફેબ્રુઆરી 2022ના રોજ ડ્રોનની આયાત નીતિ જાહેર કરવામાં આવી છે, જેમાં વિદેશી ડ્રોનની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ડ્રોનના ઘટકોની આયાતને મુક્ત રાખવામાં આવી છે.
• 11 ફેબ્રુઆરી 2022ના રોજ ડ્રોન (સુધારા) નિયમો, 2022ને અધિસૂચિત કરવામાં આવ્યા છે, જેમાં ડ્રોન પાઇલટ લાઇસન્સની જરૂરિયાતને નાબૂદ કરવામાં આવી છે. હવે DGCA દ્વારા અધિકૃત રીમોટ પાઇલટ તાલીમ સંગઠન (RPTO) દ્વારા રીમોટ પાઇલટ પ્રમાણપત્ર જારી કરવામાં આવે છે જે ડ્રોન ચલાવવા માટે રીમોટ પાઇલટ માટે પર્યાપ્ત છે.
• ડ્રોન અને ડ્રોનના ઘટકો માટેની PLI યોજના હેઠળ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન લાભાર્થીઓને રૂ. 29.43 કરોડ (અંદાજે)ની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે.
• ડ્રોન (સુધારા) નિયમો, 2023ને 27 સપ્ટેમ્બર 2023ના રોજ અધિસૂચિત કરવામાં આવ્યા છે, જે અરજદાર પાસે ભારતીય પાસપોર્ટ ઉપલબ્ધતા ન હોય તેવા કિસ્સામાં, રીમોટ પાઇલટ પ્રમાણપત્ર (RPC) જારી કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડે છે. હવે, RPC જારી કરવા માટે સરકારે જારી કરેલો ઓળખનો પુરાવો અને સરકારે જાહેર કરેલો સરનામાનો પુરાવો જેમ કે મતદારનું આઇડી કાર્ડ, રેશનકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ પર્યાપ્ત રહેશે.
• દેશમાં DGCA દ્વારા માન્ય 76 રીમોટ પાઇલટ તાલીમ સંગઠન (RPTO) છે. ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ દ્વારા 18.12.2023 સુધીમાં 8680 RPC જારી કરવામાં આવ્યા છે.
ભારતનો સ્થાનિક મુસાફર ટ્રાફિક વિક્રમી ઊંચાઇને સ્પર્શી ગયો
19 નવેમ્બર 2023ના એક જ દિવસમાં ભારતમાં વિવિધ એરલાઇન્સે 4,56,910 સ્થાનિક મુસાફરો સાથે સૌથી વધુ હવાઇ ટ્રાફિકથી ઉડાન ભરી હતી.
2023 દરમિયાન PPP હવાઇમથક પર વિસ્તરણ કાર્ય પૂર્ણ થયું
• દિલ્હી હવાઇમથક પર ચોથા રનવે અને ઇસ્ટર્ન ક્રોસ ટેક્સીવેનું કમિશનિંગ કરવામાં આવ્યું.
• બેંગ્લોર હવાઇમથક પર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કામગીરી સાથે નવા T2 ટર્મિનલનું કમિશનિંગ કરવામાં આવ્યું.
• હૈદરાબાદ હવાઇમથક પર ટર્મિનલ ભવનનું વિસ્તરણ કરવામાં આવ્યું.
• મુંબઇ હવાઇમથકમાં પ્રી-એમ્બર્કેશન સુરક્ષા તપાસ વિસ્તારનું પુનર્ગઠન કરવામાં આવ્યું
મૂડી ખર્ચ યોજના
રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન હેઠળ, નાણાકીય વર્ષ 2019-20 થી નાણાકીય વર્ષ 2024-25 સુધીના સમયગાળા દરમિયાન રૂ. 91,000 કરોડથી વધુનો મૂડી ખર્ચ થવાની સંભાવના છે, જ્યાં AAI અંદાજે રૂ. 25,000 કરોડનો ખર્ચ કરશે અને બાકીનો ખર્ચ PPP મોડ હેઠળ હવાઇમથક વિકાસકર્તાઓ દ્વારા ઉઠાવવામાં આવશે. નવેમ્બર 2023 સુધીમાં અંદાજે રૂ. 65,000 કરોડનો ખર્ચ પહેલાંથી જ કરી દેવામાં આવ્યો છે, જેમાં નાણાકીય વર્ષ 2023-24 માટે નવેમ્બર 2023 સુધીમાં આશરે રૂ. 11,000 કરોડનો ખર્ચ સામેલ છે.
હવાઇમથકો 100% હરિત ઉર્જા પર ચાલે છે
સમગ્ર દેશમાં 66 હવાઇમથકો 100% હરિત ઉર્જા દ્વારા ચાલી રહ્યા છે.
હવાઇમથક પર ગીચતા
• પ્રવેશ માટેના લેન 213 (ડિસેમ્બર 2022 સુધીની સ્થિતિ) હતા તે 46% વધારીને 312 (ડિસેમ્બર 2023 સુધીની સ્થિતિ) કરવામાં આવ્યા છે.
• ચેક-ઇન કાઉન્ટરોની સંખ્યા 1316 (ડિસેમ્બર 2022 સુધીની સ્થિતિ) હતી તે 24% વધારીને 1633 (ડિસેમ્બર 2023 સુધીની સ્થિતિ) કરવામાં આવી છે.
• સુરક્ષા તપાસ પોઇન્ટ્સ પર XBIS/ATR 234 (ડિસેમ્બર 2022 સુધીની સ્થિતિ) હતા તે 37% વધારીને 321 (ડિસેમ્બર 2023 સુધીની સ્થિતિ) કરવામાં આવ્યા છે.
• CISF કાર્યબળની સંખ્યા 20,487 (ડિસેમ્બર 2022 સુધીની સ્થિતિ) હતી તે 21% વધારીને 24,733 (ડિસેમ્બર 2023 સુધીની સ્થિતિ) કરવામાં આવી છે.
• ઇમિગ્રેશન/ઇમિગ્રેશન ફંક્શન માટે BoI કાઉન્ટરોની સંખ્યા 808 (ડિસેમ્બર 2022 સુધીની સ્થિતિ) હતી તે 24% વધારીને 1,002 (ડિસેમ્બર 2023 સુધીની સ્થિતિ) કરવામાં આવી છે.
AAI હવાઇમથકો
• તમિલનાડુના ચેન્નાઇમાં આવેલું ચેન્નાઇ આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું નવું સંકલિત ટર્મિનલ ભવન (NITB) (તબક્કો-1) 1,36,295 ચો.મી.ના વિસ્તારમાં રૂપિયા 1260 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યું છે જે હવાઇમથકની મુસાફર સંચાલન ક્ષમતાને 23 MPPA થી વધારીને વાર્ષિક 30 મિલિયન મુસાફર (MPPA) કરશે. NITBનું ઉદ્ઘાટન 08 એપ્રિલ 2023ના રોજ કરવામાં આવ્યું હતું.
• ઉત્તરપ્રદેશમાં કાનપુર હવાઇમથક પર રૂપિયા 150 કરોડના પરિયોજના ખર્ચે નવા સિવિલ એન્ક્લેવને 6243 ચો.મી.ના વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે જે પીક અવર દરમિયાન 400 મુસાફરોનું સંચાલન કરવા માટે સજ્જ છે. નવા વિકસાવવામાં આવેલા એપ્રોન ત્રણ A-321/B-737 પ્રકારના વિમાનને 713 મીટર x 23 મીટરના નવા લિંક ટેક્સી ટ્રેક સાથે પાર્ક કરવા માટે યોગ્ય છે. કાનપુર હવાઇમથક પર નવા સિવિલ એન્ક્લેવનું ઉદ્ઘાટન 26 મે 2023ના રોજ કરવામાં આવ્યું હતું.
• પોર્ટ બ્લેર ખાતે વીર સાવરકર આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું નવું સંકલિત ટર્મિનલ ભવન 40,837 ચો.મી.ના વિસ્તારમાં રૂ. 710 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યું છે જેની ક્ષમતા પીક અવર્સ દરમિયાન 1200 મુસાફરોનું સંચાલન કરવાની અને દર વર્ષે 50 લાખ મુસાફરોને સેવા પૂરી પાડવાની છે. NITBનું ઉદ્ઘાટન 18 જુલાઇ 2023ના રોજ કરવામાં આવ્યું હતું.
• અરુણાચલ પ્રદેશના તેઝુ હવાઇમથક ખાતે નવી માળખાકીય સુવિધાના વિકાસ તરીકે રૂ. 170 કરોડના ખર્ચે રનવેનું વિસ્તરણ (1500 મીટર x 30 મીટર) અને ATR 72 પ્રકારના વિમાન માટે 02 નવા એપ્રોનનું બાંધકામ, નવા ટર્મિનલ ભવનનું બાંધકામ અને ફાયર સ્ટેશન સહ ATC ટાવર સહિતના કાર્યોનો સમાવેશ થાય છે. નવી વિકસાવવામાં આવેલી માળખાકીય સુવિધાઓનું ઉદ્ઘાટન 24 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવ્યું હતું.
સુરત
• 15.12.2023 ના રોજ સુરત હવાઇમથકને આંતરરાષ્ટ્રીય હવાઇમથક તરીકેનો દરજ્જો આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. ગુજરાતમાં હાલના સુરત હવાઇમથકનું કુલ રૂ. 353 કરોડના ખર્ચે વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ વિસ્તરણના ભાગરૂપે, ટર્મિનલ ભવનનો કુલ વિસ્તાર 25520 ચો.મી. બનાવવા માટે હાલના ટર્મિનલ ભવનમાં 17046 ચો.મી.નો વધારાનો વિસ્તાર વિકસાવવામાં આવી રહ્યો છે. NITB દર વર્ષે 35 લાખ મુસાફરોનું સંચાલન કરવાની ક્ષમતા સાથે પીક અવર્સ દરમિયાન 1800 મુસાફરોનું સંચાલન કરી શકશે. આ ભવનમાં પીક અવર્સ દરમિયાન 3000 મુસાફરોનું સંચાલન થઇ શકે તેમજ વાર્ષિક મુસાફર સંચાલન ક્ષમતા 55 લાખ મુસાફરો સુધી વધારી શકાય તેવી જોગવાઈ કરવાામં આવી છે. સુરત હવાઇમથકના NITBનું ઉદ્ઘાટન 17 ડિસેમ્બર 2023ના રોજ કરવામાં આવ્યું છે.
હવાઇમથકોની આસપાસની ઇમારતોની ઊંચાઇને નિયંત્રિત કરતા હાલના ઊંચાઇ સંબંધિત નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે.
એરસ્પેસનો ઉપયોગ
40% એરસ્પેસ નાગરિક ઉડ્ડયનના ઉપયોગ માટે અનુપલબ્ધ હતી. IAF 30% રાષ્ટ્રીય એરસ્પેસનું નિયંત્રણ કરે છે જેમાંથી 30% એરસ્પેસના લવચીક ઉપયોગ હેઠળ અપર એરસ્પેસ તરીકે મુક્ત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 129 શરતી રૂટ (CDR) જાહેર કરવામાં આવ્યા છે. એરલાઇન્સને દર વર્ષે લગભગ રૂ. 1000 કરોડની બચત થવાની સંભાવના છે. ઑગસ્ટ 2020 થી અત્યાર સુધીમાં કુલ રૂપિયા 640.7 કરોડની બચત થઇ છે અને CO2ના ઉત્સર્જનમાં કુલ 1.37 લાખ ટનનો ઘટાડો થયો છે.
ICAO દ્વારા CORSIA/LTAG સંકલ્પમાં ભારતનું યોગદાન
આંતરરાષ્ટ્રીય જોડાણ
ભારત આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે 116 દેશો સાથે હવાઇ સેવા કરાર ધરાવે છે. 52 દેશોને સીધી કનેક્ટિવિટી આપે છે. પરોક્ષ માર્ગો દ્વારા 100 થી વધુ દેશો સાથે જોડાય છે. 2014થી અત્યાર સુધીમાં, ભારતે 57 દેશો સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં, વર્ષ 2023માં જ, ભારતે રશિયા, વિયેતનામ, ઇન્ડોનેશિયા અને ન્યૂઝીલેન્ડ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
છે/સંશોધિત કર્યા છે.
વિવિધ દેશોમાંથી ચાર્ટર પરિચાલન માટે નિયમિત પરવાનગી આપવા ઉપરાંત, ભારતે માનવતાના ધોરણે અફઘાનિસ્તાનથી બિન-નિર્ધારિત ચાર્ટર પરિચાલન દ્વારા મુસાફરો અને માલસામાનના વહનની પરવાનગી આપી છે.
હવાઇ સેવા કરાર/MoU
• તારીખ 27.01.2023ના રોજ વિયેતનામ સાથે એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેમાં કોલકાતા અને ચેન્નાઇના સ્થાને વિયેતનામના નિયુક્ત કેરિયર્સ માટે કૉલ ઓફ પોઇન્ટ્સ તરીકે બેંગલુરુ અને હૈદરાબાદને ઔપચારિક મંજૂરી આપવામાં આવી હતી.
• રશિયા સાથે તારીખ 17.02.2023ના રોજ એક પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેમાં સ્થાનિક કોડ શેર માટેના પોઇન્ટ્સ શેર કરવામાં આવ્યા હતા, ક્ષમતા હકમાં વધારો કરવામાં આવ્યો હતો અને રશિયન કેરિયર્સ માટે રૂટ મુજબના પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા હતા.
• ગયાના સાથે 22.04.2023ના રોજ હવાઇ સેવા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
• કોરિયા પ્રજાસત્તાક સાથે 31.05.2023ના રોજ એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેમાં કોરિયન કેરિયર્સ દ્વારા ત્રીજા, ચોથા અને પાંચમા સ્વતંત્રતા અધિકારો સાથે સંમત રૂટ પર બિન-નિર્ધારિત કરેલી ઓલ-કાર્ગો કામગીરીઓ માટે જૂન 2024 સુધી સેવાઓની સંખ્યા પર કોઇ પ્રતિબંધ વિના સંમતિ સાધવામાં આવી હતી
• તારીખ 25.05.2023ના રોજ યોજવામાં આવેલી દ્વિપક્ષીય બેઠકમાં ASA, ત્રીજી અને ચોથી સ્વતંત્રતા મુસાફર સેવાઓ, તમામ કાર્ગો સેવાઓ સંબંધિત મુદ્દાઓ પર યુનાઇટેડ કિંગડમ સાથે ચર્ચા કરવામાં આવી હતી. યુનાઇટેડ કિંગડમ તરફથી ભારતના એરોનોટિકલ સત્તાવાળાઓ દ્વારા સમીક્ષા/ટિપ્પણીઓ માટે એક MoUનો મુસદ્દો શેર કરવામાં આવ્યો હતો. MoUના મુસદ્દાની તપાસ કરવામાં આવી છે અને યુનાઇટેડ કિંગડમ પક્ષને અમુક ફેરફારો સૂચવવામાં આવ્યા છે.
• ન્યૂઝીલેન્ડ સાથે 29.08.2023 ના રોજ એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેમાં રૂટ શેડ્યૂલના બદલે નવાનો અમલ કરવામાં આવ્યો છે જે દરેક બાજુ માટે હાલના એક બાજુથી દરેક બાજુના 6 શહેરો માટેના પોઇન્ટ ઓફ કૉલમાં વધારો કરે છે અને મધ્યવર્તી પોઇન્ટમાં વધારો કરે છે. ટ્રાફિક અધિકારો અને ક્ષમતા અધિકારોમાં વૃદ્ધિ અંગે; કાર્ગો ઓપન-સ્કાય અંગેના અંતિમ નિર્ણયો લેવામાં આવ્યો છે.
• માનવરહિત વિમાન પ્રણાલીઓ અને આવિષ્કારી હવાઇ પરિવહનમાં તકનીકી સહયોગ માટે બ્રસેલ્સમાં DGCA અને યુરોપિયન સંઘ ઉડ્ડયન સલામતી એજન્સી (EASA) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ઇન્ડિગો એ 19 જૂનના રોજ પેરિસ એર શો 2023માં 500 એરબસ A320 ફેમિલી એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. એર ઇન્ડિયાએ 20 જૂનના રોજ પેરિસ એર શો 2023માં 470 એરબસ અને બોઇંગ એરક્રાફ્ટ માટે ઔપચારિક સોદો કર્યો છે. 2023માં નૈરૌબી, જકાર્તા, તિબ્લીસી, બાકુ, કુઆલાનામુ, વિયેના, કોપનહેગન, મિલાન, એમ્સ્ટરડેમ, ગેટવિક, મોરેશિયસ, મિન્સ્ક અને એન્ટેબેને જોડવામાં આવ્યા છે.
31.10.2023 સુધીમાં, CGHS દ્વારા નિવૃત્ત હવાઈ કર્મચારીઓને 48013 કાર્ડ જારી કરવામાં આવ્યા છે જે લગભગ તમામ લાભાર્થીઓને આવરી લે છે.
હજ
હજ એર ચાર્ટર પરિચાલનોની શરૂઆત 21.05.2023 થી કરવામાં આવી હતી અને 03.08.2023 ના રોજ પૂર્ણ કરવામાં આવ્યા હતા. આ વર્ષે, પાંચ ભારતીય કેરિયર્સ એટલે કે એર ઇન્ડિયા, AI એક્સપ્રેસ, ઇન્ડિગો, વિસ્તારા, સ્પાઇસજેટ અને ત્રણ સાઉદી કેરિયર્સ એટલે કે સાઉદીયા, ફ્લાયનાસ અને ફ્લાયડેલે હજ એર ચાર્ટર પરિચાલન 2023માં ભાગ લીધો હતો અને સમગ્ર દેશના 20 એમ્બર્કેશન પોઇન્ટ્સ પરથી 1,39,429 યાત્રાળુઓનું પરિવહન કર્યું હતું.
એર કાર્ગો
• જાન્યુઆરી-ઓક્ટોબર, 2023 દરમિયાન આંતરરાષ્ટ્રીય 16.01, સ્થાનિક 10.90 કુલ 26.91 લાખ મેટ્રિક ટન કાર્ગોની હેરફેર થઈ હતી.
ભાડાપટ્ટે વિમાન અને ધીરાણ
• આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર સત્તામંડળ (IFSCA) તરફથી ભાડાપટ્ટે વિમાન અને ધીરાણને પ્રોત્સાહન આપવા માટે, ભારત સરકારે ગુજરાતના ગાંધીનગરમાં IFSCA, આંતરરાષ્ટ્રીય ધીરાણ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં વિમાન ભાડાપટ્ટા સંસ્થાઓ માટે સ્પર્ધાત્મક વ્યવસ્થા પૂરી પાડી છે.
• 30 નવેમ્બર 2023 સુધીની સ્થિતિ મુજબ IFSCA સાથે ઓગણીસ વિમાન ભાડાપટ્ટા સંસ્થાઓ નોંધાયેલી છે. વધુમાં, અન્ય છ અરજદારોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
• 18 વિમાન, 63 એરક્રાફ્ટ એન્જિન અને 56 ગ્રાઉન્ડ સપોર્ટ ઉપકરણો સહિત 137 ઉડ્ડયન અસ્કયામતોને 31 ઑક્ટોબર 2023 સુધીમાં GIFT IFSCમાંથી નોંધાયેલી વિમાન ભાડાપટ્ટા સંસ્થાઓ દ્વારા ભાડાપટ્ટા પર આપવામાં આવી છે.
જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO)
• 9 જૂન 2023ના રોજ, AAI દ્વારા જમીન વ્યવસ્થાપન પરિપત્ર જારી કરવામાં આવ્યો છે જેના દ્વારા AAI હવાઇમથકો પર (પોતાના માટે/તૃતીય પક્ષ માટે) MRO સ્થાપિત કરવા માટે ઇચ્છુક એજન્સીઓને જમીન/જગ્યાની ફાળવણી 25 વર્ષના સમયગાળા માટે કાર્ડ દરના આધારે કરવામાં આવી છે. પોતાના માટે અને તૃતીય પક્ષ MRO સેવાઓ માટે કોઇ રોયલ્ટી/ છૂટછાટ ફી ચૂકવવાપાત્ર/ લાગુ થવા પાત્ર રહેશે નહીં.
કૃષિ ઉડાન
• તારીખ 27 ઓક્ટોબર 2021ના રોજ કૃષિ ઉડાન યોજના 2.0ની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં હાલની જોગવાઇઓમાં વધારો કરવામાં આવ્યો હતો. તેમાં મુખ્યત્વે પર્વતીય વિસ્તારો, ઉત્તર-પૂર્વીય રાજ્યો અને આદિવાસી વિસ્તારોમાંથી નાશવંત ખાદ્ય ઉત્પાદનોના પરિવહન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
• આ યોજના દેશના 58 હવાઇમથકને આવરી લે છે, જેમાં મુખ્યત્વે 25 હવાઇમથક છે જે ઉત્તર પૂર્વીય, પહાડી અને આદિવાસી પ્રદેશો ઉપરાંત અન્ય પ્રદેશો/ ક્ષેત્રના 33 હવાઇમથક છે.
• હવાઇ પરિવહન દ્વારા કૃષિ પેદાશોની હેરફેરને સરળ બનાવવા માટે અને તેને પ્રોત્સાહન આપવા માટે, આ યોજના હેઠળ પસંદગીના હવાઇમથકો પર ભારતીય હવાઇમથક સત્તામંડળ (AAI) અને સંરક્ષણ મંત્રાલય દ્વારા ભારતીય માલવાહકો માટે પૂરા પાડવામાં આવતા ઉતરાણ ચાર્જ, પાર્કિંગ ચાર્જ વગેરેની માફીની કરવામાં આવી છે.
‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ને પ્રોત્સાહન આપવા અને ઉડ્ડયન સુરક્ષાને મજબૂત કરવા માટે એરક્રાફ્ટ નિયમો, 1937માં સુધારાઓ
તારીખ 10 ઓક્ટોબર, 2023ના રોજ સત્તાવાર રીતે એરક્રાફ્ટ (પ્રથમ સુધારો) નિયમો, 2023 અધિસૂચિત કરવામાં આવ્યા હતા. આ સુધારાના ભાગ રૂપે, એરલાઇન પરિવહન પાઇલટ લાઇસન્સ (ATPL) અને કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ (CPL) ધારકોના સંબંધમાં લાઇસન્સની માન્યતા પાંચ વર્ષથી વધારીને દસ વર્ષ કરવામાં આવી છે.
અનુ. નં. નિયમ/ શીર્ષક સુધારામાં આવરી લેવામાં આવેલા/નવા સમાવવામાં આવેલા ક્ષેત્રો
1 39Cનો પેટા નિયમ (1). તબીબી સ્વસ્થતા મૂલ્યાંકન અને લાઇસન્સની માન્યતાનો સમયગાળો એરલાઇન પરિવહન પાઇલટના લાઇસન્સ (એરોપ્લેન અથવા હેલિકોપ્ટર) અને કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ (એરોપ્લેન અથવા હેલિકોપ્ટર), ફ્લાઇટ નેવિગેટરના લાઇસન્સની માન્યતા મુદત પાંચ વર્ષથી વધારીને દસ વર્ષ કરવામાં આવી છે.
2 નિયમ 42નો પેટા નિયમ (1) – લાઇસન્સ અને તેનું નવીકરણ. લાઇસન્સની માન્યતા મુદત દરમિયાન લાઇસન્સ અને રેટિંગના વિશેષાધિકારોનો ઉપયોગ કરતા પહેલાં પાઇલટની યોગ્યતા અને નવીનતાની ખાતરી કરવા માટેની જોગવાઇઓ
3 અનુસૂચિ-IIની વિભાગ M – એરક્રાફ્ટ કર્મચારીઓ નિયમ 42ના પેટા નિયમ (1) હેઠળ અનુપાલન સુનિશ્ચિત કરવા માટે, અનુસૂચિ-IIના વિભાગ Mના ફકરા 4(c)માં, ATPL (A) પર સાધન રેટિંગના નવીકરણને ફરજિયાત બનાવવા માટે સુધારો કરવામાં આવ્યો છે.
4 નિયમ 66 – ફોલ્સ લાઇટ્સ લેસર લાઇટની સમસ્યાનો ઉકેલ લાવવા અને એરોડ્રોમની આસપાસના ચોક્કસ વિસ્તારમાં લેસર લાઇટના ઉપયોગના કિસ્સામાં ઝડપી ઉપચારાત્મક પગલાં શરૂ કરવા માટે, નિયમ 66 હેઠળના સુધારા કરવામાં આવ્યા છે.
5 નિયમ 67Aનો પેટા-નિયમ (6) – ફ્લાઇટ ક્રૂ કર્મચારીઓની લોગ બુક અને ઉડાનના સમયનું લોગિંગ એરોપ્લેન અને હેલિકોપ્ટર બંનેને સમાનરૂપે આ જોગવાઇ લાગુ કરવામાં આવે તે માટે, નિયમ 67Aના પેટા-નિયમ (6)માં “એરોપ્લેન”ના સ્થાને “વિમાન” શબ્દનો ઉલ્લેખ કરીને સુધારો કરવામાં આવ્યો છે કારણ કે “વિમાન” શબ્દમાં “એરોપ્લેન અને હેલિકોપ્ટર” બંનેનો સમાવેશ થાય છે.”
6 નિયમ 118 – વિદેશી લાઇસન્સની માન્યતા. હાલમાં ભારતમાં વિદેશી ATC લાઇસન્સની માન્યતાની કોઇ પ્રથા નથી. ICAO PQsને સંતોષવા તેમજ નિયમન અને પ્રવર્તમાન પ્રથા વચ્ચેના અંતરનો ઉકેલ લાવવા માટે, એરક્રાફ્ટ નિયમો, 1937ના નિયમ 118ને દૂર કરવામાં આવ્યો છે.
7 અનુસૂચિ IIIમાં વિભાગ A – એર ટ્રાફિક સેવાઓ કર્મચારીઓ. AAIની રજૂઆત મુજબ, કેટલાક ATS સ્ટેશનો છે (દા.ત. પુડુચેરી, ખજુરાહો, સાલેમ, મુંદ્રા, હિસાર, દીવ વગેરે) કે જ્યાં કાં તો નિર્ધારિત વિમાનોનું આવાગમન બંધ થઇ ગયું છે અથવા જોવાના કલાકો પાછા ખેંચી લેવામાં આવ્યા છે. આવા સ્ટેશનો પર, ATCO નવીનતા અને યોગ્યતાની આવશ્યકતાઓનું પાલન કરી શકતા નથી અને તેથી આવા ATCO ફક્ત ત્યારે જ રેટિંગના વિશેષાધિકારોનો ઉપયોગ કરી શકે છે જ્યારે બિન-નિર્ધારિત પરિચાલન માટે જોવાના કલાકો ઉપલબ્ધ કરવામાં આવે. વિશેષાધિકારોનો ઉપયોગ કરવામાં અસમર્થતાને કારણે, આ ATCO યોગ્યતા અને નવીનતાની જરૂરિયાતોનું પાલન કરવામાં સમર્થ નથી અને તેના પરિણામરૂપે તેમના રેટિંગ અમાન્ય બન્યા છે. આવા સ્ટેશનો પર માન્ય રેટિંગ સાથે ATCO/ OJTIની ઉપલબ્ધતા ન હોવાને કારણે, આ સ્ટેશનો પર નિયુક્ત કરવામાં આવેલા અન્ય ATCOની નોકરી પરની તાલીમ અને મૂલ્યાંકન પણ કરી શકાતા નથી.
આ સુધારો અનુરૂપિત પરિસ્થિતિઓમાં નવીનતા અને યોગ્યતાના આચરણને સરળ બનાવશે અને તેથી હવે ATCO તેમના રેટિંગને માન્ય રાખી શકે છે અને જ્યારે જરૂર પડે ત્યારે રેટિંગના વિશેષાધિકારનો ઉપયોગ કરી શકે છે.
પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ (RCS) – UDAN (ઉડે દેશ કા આમ નાગરિક), ભારતમાં માળખાકીય સુવિધાઓ અને કનેક્ટિવિટી સુધારવા માટે સરકાર દ્વારા સહાયિત પહેલ, ખાસ કરીને દૂરસ્થ અને અછતગ્રસ્ત વિસ્તારોમાં, છ સફળ વર્ષ પૂર્ણ કર્યા છે. તે ભારતની રાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન નીતિ (NCAP) 2016 નો એક મહત્વપૂર્ણ ઘટક છે, જે 21 ઓક્ટોબર 2016 ના રોજ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) દ્વારા 10-વર્ષના વિઝન સાથે શરૂ કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં, પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ (RCS) – UDAN એ 130 લાખથી વધુ મુસાફરોની અવરજવરની સુવિધા આપી છે.
UDAN 1.0: 5 એરલાઇન કંપનીઓને 70 એરપોર્ટ્સ (36 નવા બનેલા ઓપરેશનલ એરપોર્ટ સહિત) માટે 128 ફ્લાઈટ રૂટ આપવામાં આવ્યા.
UDAN 2.0: 73 અન્ડરસર્વ્ડ અને અનસર્વ્ડ એરપોર્ટની જાહેરાત કરવામાં આવી અને હેલિપેડ પ્રથમ વખત ઉમેરવામાં આવ્યા.
UDAN 3.0: વોટર એરોડ્રોમને જોડવા માટે સી પ્લેન ઉપરાંત, ઉત્તર-પૂર્વીય ક્ષેત્રના કેટલાક માર્ગોને આ યોજનાના દાયરામાં સામેલ કરવામાં આવ્યા હતા.
બિડિંગના ચાર સફળ રાઉન્ડ પછી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હિતધારકોના પ્રતિસાદના આધારે ઘણા સુધારાઓ સાથે પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ (RCS)-UDAN ની 5મી આવૃત્તિ શરૂ કરી.
UDAN 5.0 જ્યાં કેટેગરી-2 (20 થી 80 સીટ) અને કેટેગરી-3 (80 થી વધુ સીટ) એરક્રાફ્ટ પર ફોકસ છે. તેવી જ રીતે, 600 કિલોમીટરની મર્યાદા દૂર કરવામાં આવી છે અને ફ્લાઇટના મૂળ અને ગંતવ્ય વચ્ચેના અંતર પર કોઈ પ્રતિબંધ નથી. આ રાઉન્ડમાં, એવા રૂટને અગ્રતા આપવામાં આવી છે જે એરપોર્ટને જોડશે જે ઓપરેશન માટે તૈયાર છે અથવા ટૂંક સમયમાં તૈયાર થઈ જશે, જેનાથી એવૉર્ડ કરાયેલા રૂટને ઝડપથી કાર્યરત કરવાની મંજૂરી મળશે. પરિણામે, એરલાઈન્સે હવે રૂટ ફાળવ્યાના 4 મહિનાની અંદર કામગીરી શરૂ કરવી પડશે, અને તેઓ આ ફેરફારને આવકારે છે કારણ કે તેનાથી તેઓને તેમની કામગીરીનું વધુ સારી રીતે આયોજન કરવામાં મદદ મળશે. વધુમાં, જો સળંગ ચાર ત્રિમાસિક ગાળા માટે રૂટની સરેરાશ ત્રિમાસિક PLF 85 ટકાથી વધુ હોય, તો તે રૂટની વિશિષ્ટતા પાછી ખેંચી લેવામાં આવશે, જે અન્ય એરલાઇન્સને પણ રૂટ પર કનેક્ટિંગ સેવા પ્રદાન કરવાની મંજૂરી આપશે.
આ ટૂંક સમયમાં UDAN 5.1 સંસ્કરણ, પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ (RCS) દ્વારા અનુસરવામાં આવ્યું – UDAN નો આ તબક્કો ખાસ કરીને હેલિકોપ્ટર ઓપરેટરો માટે કામગીરીનો વ્યાપ વધારીને, VGF વધારીને અને હવાઈ ભાડાની મર્યાદામાં ઘટાડો કરીને હેલિકોપ્ટર રૂટ માટે બનાવવામાં આવ્યો છે. આ યોજના હવે રૂટ પર કામગીરી કરવાની મંજૂરી આપશે જો કે ઓછામાં ઓછું એક મૂળ અથવા ગંતવ્ય પ્રાધાન્યતા ક્ષેત્રમાં હોય અને ઓછામાં ઓછું એક ઉદ્ગમ સ્થાન અથવા ગંતવ્ય હેલીપોર્ટ હોય, જેનાથી કનેક્ટિવિટીની સંભવિત શ્રેણીમાં વધારો થાય. ઓપરેટરો માટે સંભવિતતા સુધારવા VGF મર્યાદા વધારવામાં આવી છે અને મુસાફરો માટે ઉડાન વધુ સસ્તું બનાવવા માટે હવાઈ ભાડાની મર્યાદા ઘટાડવામાં આવી છે.
હાલમાં, UDAN 5.2 માટે દેશના દૂરના અને પ્રાદેશિક વિસ્તારોમાં એર કનેક્ટિવિટી વધારવા, છેલ્લી માઈલ એર કનેક્ટિવિટી પૂરી પાડવા અને નાના એરક્રાફ્ટ (20થી ઓછી સીટ) દ્વારા પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે બિડિંગ ચાલી રહ્યું છે. આ યોજના નાના એરક્રાફ્ટ ઓપરેટરોને વાર્ષિક આવરી લેવામાં આવતી પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ સીટોના મહત્તમ 40 ટકા અને કોઈપણ ક્વાર્ટરમાં વાર્ષિક આવરી લેવામાં આવતી પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ સીટોના ઓછામાં ઓછા 10 ટકા ઓપરેટ કરવાની મંજૂરી આપીને સરળ કામગીરી પૂરી પાડશે. મંજૂરી.
ઉડ્ડયન ઉદ્યોગમાં વૃદ્ધિને પ્રોત્સાહન આપો
પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ-UDAN નાગરિક ઉડ્ડયન ઉદ્યોગના વિકાસમાં ફાળો આપી રહી છે કારણ કે છેલ્લા 6 વર્ષમાં ચાર નવી અને સફળ એરલાઇન્સ ઉભરી આવી છે. આ યોજનાએ એરલાઇન ઓપરેટરોને ટકાઉ બિઝનેસ મોડલ શરૂ કરવા અને વિકસાવવામાં મદદ કરી છે. વધુમાં, તે નાની પ્રાદેશિક એરલાઇન્સ Flybig, Star Air અને IndiaOne Airને તેમનો વ્યવસાય વધારવાની તકો પૂરી પાડી રહી છે અને તેમની સફળ કામગીરી એ હકીકતનો પુરાવો છે કે આ યોજના એરલાઇન બિઝનેસના લાભ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ બનાવી રહી છે.
તમામ કદના નવા એરક્રાફ્ટની માંગ
યોજનાના વધતા જતા વિસ્તરણને કારણે નવા એરક્રાફ્ટની માંગમાં વધારો થયો છે, સાથે સાથે તૈનાત એરક્રાફ્ટના સ્પેક્ટ્રમનું વિસ્તરણ પણ થયું છે. આ વિસ્તરણ એરક્રાફ્ટની વિશાળ શ્રેણીને આવરી લે છે અને તેમાં હેલિકોપ્ટર, સી પ્લેન, 3-સીટ પ્રોપેલર એરક્રાફ્ટ અને જેટ એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. હાલમાં, એરબસ 320/321, બોઇંગ 737, ATR 42 અને 72, DHC Q400 અને Twin Otter, Embraer 145 અને 175, અને Tecnam P2006T સહિતનો વૈવિધ્યસભર કાફલો પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ રૂટ પર સક્રિયપણે સેવા આપી રહ્યો છે. એરક્રાફ્ટની વધતી માંગનો પુરાવો ભારતીય કેરિયર્સ તરફથી આવતા 10-15 વર્ષોમાં ડિલિવરી માટે 1,000 થી વધુ એરક્રાફ્ટના ઓર્ડર દ્વારા મળે છે, જે ભારતના હાલના કાફલામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.તેમાં હાલમાં વિવિધ એરલાઇન્સ દ્વારા સંચાલિત અંદાજે 700 એરક્રાફ્ટનો સમાવેશ થાય છે.
પ્રવાસનને પ્રોત્સાહન આપો
પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ-UDAN માત્ર ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં છેલ્લી બિંદુ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે સમર્પિત નથી; તે વિકસતા પર્યટન ક્ષેત્રમાં પણ મુખ્ય ફાળો આપનાર તરીકે ઊભું છે. UDAN 3.0 એ ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં બહુવિધ સ્થળોને જોડતા પ્રવાસી માર્ગો રજૂ કર્યા છે, જ્યારે UDAN 5.1 એ પ્રવાસન, આતિથ્ય અને સ્થાનિક આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરવા પર્વતીય વિસ્તારોમાં હેલિકોપ્ટર સેવાઓના વિસ્તરણ માટે સમર્પિત છે.
આ પહેલે ખજુરાહો, દેવઘર, અમૃતસર અને કિશનગઢ (અજમેર) જેવા સ્થળોને સફળતાપૂર્વક જોડ્યા છે, જે ધાર્મિક પર્યટનમાં ખૂબ જ સુસંગત છે. પાસીઘાટ, ઝીરો, હોલોંગી અને તેઝુ એરપોર્ટના ઉદઘાટનને કારણે સમગ્ર ઉત્તર પૂર્વ પ્રદેશમાં પ્રવાસન ઉદ્યોગ નોંધપાત્ર વૃદ્ધિનો અનુભવ કરી રહ્યો છે, જેનાથી વધુ સુલભતાને પ્રોત્સાહન મળે છે.
હવાઈ જોડાણને પ્રોત્સાહન આપો
અરુણાચલ પ્રદેશમાં મુંદ્રા (ગુજરાત)થી લઈને કર્ણાટકના હુબલી સુધી, પ્રાદેશિક જોડાણ યોજના – UDAN સમગ્ર દેશમાં 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને જોડે છે. UDAN યોજના હેઠળ કુલ 75 એરપોર્ટનું સંચાલન કરવામાં આવ્યું છે. ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આઠ એરપોર્ટ કાર્યરત થઈ ગયા છે. દરભંગા, હુબલી, કન્નુર, મૈસૂર વગેરે જેવા UDAN હેઠળ સંચાલિત ઘણા એરપોર્ટ આ એરપોર્ટ પરથી ઓપરેટ થતી ઘણી બિન-પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ કોમર્શિયલ ફ્લાઇટ્સ સાથે ટકાઉ બની ગયા છે.