મતગમતના ક્ષેત્રમાં ગુજરાત અને ગુજરાતીઓની છબી બદલાઈ રહી છે.
રણપ્રદેશ કચ્છ જિલ્લાના ગાંધીધામમાંથી આવતી ખેલાડી હેતલ દામા બોક્સિંગમાં આગળ છે. હેતલે 2018થી 2022 સુધી સતત પાંચ વર્ષ સુધી ગોલ્ડ મેડલ મેળવ્યા. 03/10/2023થી અમદાવાદના નિકોલ વિસ્તારમાં ચાલતા હાઈ પરફોર્મન્સ સેન્ટર ખાતે બોક્સિંગ એકેડેમીમાં પ્રવેશ મેળવી તાલીમ શરૂ કરી હતી.
ઉત્તરપ્રદેશ ખાતે 2023-24 રાષ્ટ્રીય સ્પર્ધામાં સિનિયર નેશનલમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ઉત્તરપ્રદેશના નોઈડામાં 21 થી 27 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી 7મી સિનિયર નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બોક્સિંગ એકેડમી, અમદાવાદ તરફથી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી હેતલ દામાએ 54 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને આ સિદ્ધિ હાંસલ કરી હતી.
જ્યારે ખેલો ઈન્ડિયા સ્પર્ધા 2023-24માં મેડલ પ્રાપ્ત કર્યો હતો.
સિક્કિમ ખાતે યોજાયેલી ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં હેતલ દામાએ 54થી 57 કિગ્રાની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.