દરિયા કાંઠે ગોળનો દારુ અને કેમિકલ તાડીથી મોતનું તાંડવ

गुजरात के समुद्री तट पर गुड़ वाली शराब और केमिकल ताड़ी से मरने वालों की भारी संख्या  High number of deaths due to jaggery liquor and chemical toddy on the Gujarat coast

દિલીપ પટેલ

અમદાવાદ, 02 ડિસેમ્બર 2025
ગુજરાતના અંતરિયાળ અને દરિયા કાંઠાના અનેક ગામોમાં વિધાવાઓનું પ્રમાણ ઊંચું છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પગડીયા માછીમારો, કોળી સમુદાયના ખલાસીઓ દારૂના ખપ્પરમાં મોતને ભેટી રહ્યાં છે.

માછીમારી કરતાં મરીન કે ફિશિંગ એવા 800થી 1 હજાર ગામોમાં ઓછું શિક્ષણ, આકરી મજૂરીના કારણે દારૂ તરફ વળે છે. જેમાં ઓછામાં ઓછા 50 ટકા ગામોમાં વિધવાઓનું પ્રમાણ ઊંચું છે. માછીમારી કરતા હોવાથી ભણી શકતા નથી. તેથી દેશી દારૂની ખરાબ અસરને સમજી શકતા નથી.

વિશ્વમાં દર 20 મૃત્યુમાંથી 1 મૃત્યુ માટે દારૂ સીધી રીતે જવાબદાર છે. પણ ભારતમાં આ પ્રમાણ ઘણું ઉંચું છે. તેમાં ગુજરાતમાં દાર પિનારા ગામોમાં ભારત કરતાં પણ મૃત્યુદર સૌથી ઉંચો હોવાનું તપાસમાં ગણાયું છે.

વલસાડ, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા અને જામનગરના દરિયા કિનારે રહેતાં લોકો જોખમી દારૂ પી રહ્યાં છે. જેમાં ડ્રગ્સ નાંખેલો દારૂ અને કેમિકલ તથા ડ્રગ્સ ઉમેરેલી તાડીનું ખતરનાક નશીલુ પીણું પી રહ્યાં છે. દરિયાકાંઠે સૌથી વધારે દારૂ પિવાય છે. રોજગારી નથી, શિક્ષણ નથી. દરિયામાં જાય છે. કઠણ મજૂરી કરનારા દારૂ પીવા લાગે છે.

ઉનામાં વિધવાઓ

77 ગામોમાંથી 30 ગામોમાં વિધવાનું ઊંચું પ્રમાણ છે. યપવાન વયે મોત થઈ રહ્યાં હોવાથી યુવાન મહિલાઓ વિધવા બની રહી છે. પતિના મોત પછી શાકભાજી, છૂટક વેપાર, મજૂરી, માછીમારી વ્યવસાયમાં મજૂરી કરવા મજબૂર બની રહી છે. જેમાં થોડા મહિલાઓ ઘર ચલાવવા પુરતાં નાણાં મેળવી શકતા ન હોવાથી તેઓ ખરાબ વ્યવસ્ય સાથે જોઈ રહી છે.

દરિયા કાંઠાના ઉના પાસેના 25-30 ગામોમાં વધારે વિધવા છે.
ચિખલી, પોબ, ધીંગરણ, તડ, કાજરડી, સોખડા, લેરકા, માંઢગામ, રાણવશી, કેસરી, પાલડી, વાસોજ, ઓલવણ, નવાબંદર, દેલવાડા, કાપણ, દાંડી, ખડા, સેંજળીયા, ખજુદરા, સીમર, રાજપરા, માણકપુર, સીલોજ, મોટાડેસર, નાનાડેસર, એલમપુર, લામધાર સૌથી અસર છે.

દરેક ગામમાં 100થી 250 મહિલાઓ વિધવા છે.
25 વર્ષથી 40 વર્ષની વિધવા વધારે જોવા મળે છે. યુવાની શાકભાજી, મચ્છી વેચે છે.

બુટલેગર ધારાસભ્ય

ઉના પાસેના સીમરથી ટેન્કરો ભરાઈને દારુ આવે છે. પોલીસ પાયલોટીંગ કરે છે.  દારુનો વેપાર કરતાં ધારાસભ્ય બની ગયા છે.  જે અંગે  વિવાદ થયો હતો. ઉનાના પૂૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે ભાજપના ધારાસભ્ય સામે દારુના વેપાર અંગે આરોપો મૂક્યા હતા. પંજા વંશના દુધાળા ગામની પણ આવી જ હાલત છે.

દારૂના કારણે આખી જીંદગી કાઢે છે. જેના કારણે અહીં મહિલાઓએ ઘર છોડી દેવા પડે છે. લીવરના કેસ છે જે સારવાર માટે વેરાવળ અને રાજકોટ જવું પડે છે. એક ગામમાં લીવરના કારણે વધારે મોત થાય છે.
સારવારના ઉંચા ખર્ચના કારણે ઘર બરબાદ થઈ જાય છે. આયુષ્યમાન કાર્ડમાં ઘણી વખત સારવાર થતી નથી.

દિકરીઓ 7થી 8 ધોરણ ભણીને મજૂરીએ લાગી જાય છે. યુવકો પણ નાની ઉંમરે

માછીમાર ગામો
2010ની મરીન ફીસરીજની વસતી ગણતરી પ્રમાણે ગુજરાતમાં 247 માછીમાર ગામો છે. જો કે ઉદ્યોગોના પ્રોજેક્ટ સર્વેમાં આ સંખ્યા 771થી 851 થાય છે.
2007ના પશુ ગણતરીના અહેવાલમાં 1,058 ગામો દરિયા કાંઠે માછીમારી કરતાં હતા.
30 જુલાઈ 2025માં કેન્દ્ર સરકારે જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં 15 જિલ્લાના લગભગ 280 માછીમાર ગામોમાં મરીન ફિશરીઝ સેન્સસ હેઠળ લાભ અપાશે.

નાડા ગામ
ગુજરાતના નાડા ગામની 150 મહિલા વિધવા બની છે. નાડા ગામમાં દારૂની લતને કારણે યુવાધન બરબાદ થયું છે.

સરતાનપર વિધવાનું ગામ
ભાવનગરના દરિયા કાંઠે નાનું બંદર એવા સરતાનપર ગામમાં 2018માં 800 વિધવા હતી. 2025માં 950 વિધવા છે. ગામની 22,500ની વસ્તી છે. જેમાંથી 30 ટકા નાની ઉંમરમાં પતિ ગુમાવી ચુકી છે. દારૂના દૂષણ જવાબદાર છે.
ગ્રામ સભા બોલાવી વિરોધ કરાયો હતો. દેશી દારૂના ઉત્પાદન અને વેચાણનો છે. દારુના ઉત્પાદન અને વેચાણને લઈ સરતાનપર ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં કલેકટર અને જિલ્લા પોલસવડાને આવેદનપત્ર આપ્યું હતું. પીકેટીંગ દ્વારા દુકાનો બંધ કરાવી હતી. બુટલેગરો દ્વારા ડરાવવાની અને ધમકાવી ફરી ચાલુ કરી. લોકો ડરી ગયા છે. દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલે છે. ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. આર્થિક બરબાદી અને સમય પહેલાં મૃત્યુના કેસો વધી રહ્યા છે.
ચૂંટણી મુદ્દો
દારૂબંધીનો અમલ કરવાની ખાત્રી આપનાર પેનલને મહિલાઓએ જીતાડી આપી હતી.
હરેશભાઇ વેગડ ચૂંટાઈ આવ્યા.

હરેશભાઇ વેગડએ ગ્રામજનોની એક બેઠક બોલાવી હતી.આ બેઠક બાબતે સરપંચ હરેશભાઇ વેગડ એ માહિતી આપી હતી કે જીત મળવા પાછળનું કારણ અહીં દારૂબંધી કરાવીશુંનું આપેલું વચન છે.

પતિ દારૂ પીને પતી ગયા છે. અનેક યુવાનો અને 45 વર્ષ સુધીના લોકો વ્યસનના કારણે લથડી ગયા છે. દારૂના સતત વ્યસન ને લઈ મોત નજીક આવે છે.
મજૂરીના નાણાં આવે તે દારૂમાં વાપરી નાખે છે.
ગામની આસપાસના 15-20 ભઠ્ઠી ચાલે છે. વર્ષોથી આ ચાલ્યું આવે છે. એટલે જ પોલીસ મથકમાં આ બીટની ઉંચી બોલી બોલીને પોસ્ટીંગ મેળવે છે.
મહેમાનો આવે ત્યારે પાણીના લોટા પછી દેશી દારૂનો ગ્લાસ આપવામાં આવે છે.

ભેસાણ
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પસવાડા ગામમાં દારુબંધીની માંગણી સરપંચ સરપંચ જયશસહ ભાટીએ કરી હતી. પુરુષો દેશી દારૂ પીતા હોવાના કારણે ગામમાં 20 મહિલાઓ વિધવા બની ગયા છે.
ગામમાં ખુલ્લેઆમ દારૂ બનાવતી ફેક્ટરી અને દારૂની દુકાનો છે. નાના બાળકો, યુવાનો અને મોટી ઉંમરના લોકો દારૂનો નશો કરે છે. દારૂની બદીને કારણે કેટલાયના મોત થઈ રહ્યા છે. સરપંચે ગામમાં ઢોલ વગાડીને દારૂનો ધંધો બંધ કરવાનું ફરમાન કર્યું હતું.
સરપંચે જાહેર કર્યું હતું કે, પોલીસ બુટલેગરોના નામ જાહેર કરતી નથી કારણ કે, ભેસાણ પોલીસ મહિને રૂ. 25 હજારનો હપ્તો લઈ જાય છે.

વેપારીઓ સામે ગુના

દર વર્ષે સરેરાશ 16 હજાર ફરિયાદો દારૂના વેપારીઓ સામે થાય છે. 2020-21માં 14214, 2021-22માં 17875, 2022-23માં 16316 ફરિયાદો થઈ હતી. 3 વર્ષમાં 48 હજાર ગુના નોંધાયા હતા. જેમાં 28 પોલીસ ઉપર હુમલા દારૂના વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.
2015થી 2024 સુધીના 10 વર્ષમાં 1 લાખ 60 હજાર ફરિયાદો થઈ હોવાનું તારણ નિકળે છે.

ગૃહ પ્રધાનના વિસ્તારમાં વેપારીઓ

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના સુરત જિલ્લામાં 538 દારુ અને ડ્રગ્સ પોલીસ ચોપડે નોંધાયેલા વેપારીઓ છે. સુરત શહેરમાં તેનાથી વધારે છે. આમ શહેર અને જિલ્લામાં 1 હજાર પોલીસ ચોપડે નોંધાયેલા દારૂના વેપારીઓ છે. આવું આરટીઆઈમાં બહાર આવ્યું હતું. એ સત્તાવાર વિગતો પ્રમાણે ગણતરી કરવામાં આવે તો 35 જિલ્લામાં 35 હજાર દારૂના વેપારીઓ હોઈ શકે છે.

હપ્તો

એક દુકાન દીઠ રૂ. 25 હજારનો હપ્તો આપતાં હોવા છતાં પોલીસ પકડતી હોવાથી આવા હુમલા થઈ રહ્યાં છે. ગુજરાતમાં એક ગામમાં 2થી 5 વેપારીઓ હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં 45 હજાર દારુના વેપારીઓ હોવાની ગણતરી કરી શકાય છે. એટલા જ શહેરોમાં છે. આમ દાર વેચતા 90 હજાર વેપારીઓની ગણતરી કરી શકાય તેમ છે.

વિધવા સહાય
ગુજરાતમાં દર મહિને રૂ. 1250ની સહાય મળે છે. હવે રૂ. 5 હજારની માંગણી કરવામાં આવી છે.
16 લાખ 50 હજાર વિધવા મહિલાઓને ગંગા સ્વરૂપ આર્થિક સહાય આપવામાં આવે છે. વર્ષ 2025-26 માટે રૂ. 3015 કરોડ આપવાની છે. દર વર્ષે તેમાં વધારો થાય છે. જેમાં દારૂના કારણે મરણ પામેલા પતિઓની વિધવાઓ પણ આવી જાય છે.

નશા મુક્તિ અભિયાન, અવેરનેસ એક્ટિવિટી, ડ્રગ્સ અંગે જનજાગૃતિ કાર્યક્રમ માત્ર કાગળ પર હોય તેમ જણાઈ રહ્યું છે. સરકારે છેલ્લા કેટલાક સમયથી ડ્રગ સામે લડાઈ લડતી 75થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી દીધી છે.

મોત
વિશ્વમાં દર 20 મૃત્યુમાંથી 1 મૃત્યુ માટે દારૂ સીધી રીતે જવાબદાર છે. ભારતમાં વર્ષે 500થી 600 કરોડ લિટર દારૂ પીવે છે. ભારતમાં 10 થી 75 વર્ષની વયના લગભગ 16 કરોડ લોકો દારૂ પીવે છે. આમાંથી, 5.7 કરોડથી વધુ લોકો દારૂના વ્યસની છે.
ગુજરાતમાં ભારતની વસતીના 7 ટકા ગણવામાં આવે તો 27થી 30 લાખ લીટર દારૂ પીવે છે. રોજનો રૂ. 30 લાખનો દારૂ પોલીસ પકડે છે.

50 હજાર મોત

વિશ્વમાં 30 લાખ લોકો દારૂનાં કારણે મૃત્યુ પામે છે. જેના પરથી અનુમાન લગાવી શકાય છે કે ભારતમાં 6 લાખ અને ગુજરાતમાં 50 હજાર લોકો દારૂના વ્યસનના કારણે જાણીતા કે અજાણ્યા કારમોથી મોતને ભેટી રહ્યાં છે.

શરીરમાં 10 અંગેનો નુકસાન

દારૂ પીવાથી જીવલેણ રોગો થાય છે. દારૂ એક મિનિટમાં લોહીના પ્રવાહમાં ભળી જાય છે. બે મિનિટમાં મગજમાં પહોંચી જાય છે. 5 મિનિટમાં આલ્કોહોલ લીવર સુધી પહોંચે છે. જ્યાં લીવર તેને પચાવે છે. લીવરને ઘણું નુકસાન થાય છે.

શરીરના 10 ભાગોને સીધું નુકસાન પહોંચાડે છે. ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં ભેળસેળ અને કેમિકલ વાળો જોખમી દારૂ બને અને બહારથી આવે છે. દારૂના કારણે મૃત્યુનું જોખમ ખૂબ વધારે છે.

WHO એ આલ્કોહોલને નંબર 1 કાર્સિનોજેન્સની યાદીમાં સામેલ કર્યો છે. જે કેન્સરનું કારણ બને છે. શરીરના તમામ મુખ્ય અવયવોને અસર કરે છે.

2011ની વસતી ગણતરી પ્રમાણે ગુજરાતમાં 2 કરોડ 43 લાખ મહિલાઓ હતા. જેમાં 15 વર્ષથી ઓછી ઉંમરે લગ્ન થયા હોય એવી 78 લાખ મહિલાઓ હતા. 15થી 19 વર્ષે લગ્ન થયા હોય એવા મહિલાઓની સંખ્યા 24 લાખ અને 20થી 24 વર્ષે લગ્ન થયા હોય એવા 23 લાખ મહિલાઓ હતા. આમ નાની ઉંમરે લગ્ન કરનારા મહિલાઓ 97 લાખ મહિલાઓ હતા.

મૃત્યુ દર
ગ્રામ્ય વિસ્તારમાં તે મોત થાય છે તે મૃત્યુ દર શહેર કરતાં 30 ટકા વધારે હોય છે.