સ્થાનિક ચુંટણીમાં કોંગ્રેસને હરાવનારા પક્ષોનો ઇતિહાસ

ગાંધીનગર, 23 ઓગષ્ટ 2022

ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં નાના અને કોંગ્રેસથી અલગ પક્ષોએ રાજ ચલાવ્યું છે. ભૂતકાળમાં જિલ્લા પંચાયત. તાલુકા પંચાયતો, નગરપાલિકાઓમાં કોંગ્રેસ સિવાયના પક્ષોએ રાજ કર્યું હતું.

સામ્યવાદી

ભાવનગરમાં 1968માં ભિન્ન વિચારધારાવાળા પણ કોંગ્રેસ વિરોધી 5 પક્ષોનો મોરચો જીત્યો હતો. મહુવા અને સાવરકુંડલા તાલપકા પંચાયતમાં પ્રજા સમાજવાદી પક્ષ રાજ કરી ચૂક્યો છે.
પાલીતાણા તાલુકામાં સામ્યવાદી પક્ષ શાસન કરી ચૂક્યો છે.

જનસંઘની શરૂઆત

ગુજરાતમાં પ્રથમ વખત જનસંઘની જીત બોટાદ નગરપાલિકામાં 1967માં થઈ હતી. આર એસ એસની પાંખ જનસંઘ હતો. હવે ભાજપ છે. ભાવનગર જિલલાનો ભાગ બોટાદ હતો, હવે જિલ્લાનું વડુ મથક છે. બોટાદમાં 1967-68ની ચૂંટણીમાં કોંગ્રેસના સ્થાને ભાજપના પૂરોગામી પક્ષ જનસંઘનો પ્રથમ વિજય થયો હતો. આજ સમયમાં રાજકોટમાં પણ તત્કાલીન જનસંઘનું શાસન હતું. જનસંઘ રાજકોટમાં પણ હતી.

મહુવા

ભાવનગર જિલ્લાના મહુવામાં 1964 સુધી પ્રજા સમાજવાદી પક્ષનું શાસન હતું. મહુવાએ જસવંત મહેતા અને છબીલદાસ મહેતાનો ગઢ ગણાતો હતો. જેઓ પક્ષીથી કોંગ્રેસમાં ગયા હતા. મહુવા નગરપાલિકાના યુવા પ્રમુખ ઈબ્રાહીમ કલાણીયા હતા. મહુવાની તમામ બેઠકો પ્રજાવાદી સમાજવાદી પક્ષ – પ્રસોપાને મળી હતી.

સામ્યવાદી રાજ

ભાવનગર જિલ્લાના પાલીતાણા નગરપાલિકામાં 1962 પહેલા સામ્યવાદી પક્ષનું શાસન હતું.
પાલીતાણામાં 1980માં થોડા સમય માટે સીપીએમનું શાસન પણ આવ્યું હતું. ભાવનગર જિલ્લાના સામ્યવાદી પક્ષના મોટા ભાગના આગેવાનો ઈ.એમ.એસ. નામ્બુદ્વિપાદ અને જ્યોતિબસુની આગેવાની હેઠળ સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) એટલે કે સીપીએમમાં પક્ષાંતર કર્યું હતું.

સામ્યવાદી ધારાસભ્ય

1972માં ઈંદિરાના મોજા વચ્ચે વિધાનસભાની ચૂંટણીમાં જૈનોના તીર્થધામ પાલીતાણાની વિધાનસભાની બેઠક પર બટુક વોરા ધારાસભ્ય ચૂંટાયા હતા. દાતરડા અને ડુંડાના નિશઆન સાથે સામ્યવાદી પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા. 1975માં તેઓ હારી ગયા હતા.
બટુક વોરા પત્રકાર હતા. છાપામાં કટાર લેખક હતા. તેઓ સામ્યવાદી વિચારધારાને વફાદાર રહ્યા હતા.

સાવરકુંડલા

સાવરકુંડલા 1996 પહેલા ભાવનગર જિલ્લામાં હતું, પછી અમરેલીમાં લઈ જવાયું છે. 1957થી 1967 સુધીના સમયમાં સાવરકુંડલા નગરપાલિકામાં તમામ બેઠકો જીતી પ્રજા સમાજવાદી પક્ષે શાસન ચલાવ્યું હતું. પાલિકાના પ્રમુખ પદે નવિનચંદ્ર રવાણી હતા. નવિનચંદ્ર રવાણી 1962 અને 1967માં ધારાસભાની અને 1967માં સંસદની ચૂંટણી હાર્યા હતા.

1970 પછી રવાણી જૂથ કોંગ્રેસમાં ભળ્યું હતું. 1972માં નવિનચંદ્ર રવાણી ધારાસભ્ય બન્યા હતા. 1973માં નાયબ પ્રધાન પણ બન્યા હતા. 1975ની વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. નવિનચંદ્ર રવાણી 1980 અને 1985માં ઈન્દિરા કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી જીતી હતી.

1962માં પ્રજા સમાજવાદી પક્ષનો પડકાર છતાં કોંગ્રેસનું શાસન જળવાયું હતું.

સંયુક્ત મોરચાની શરૂઆત

1967માં યુનિવર્સિટી આંદોલન ભાનગર નગરપાલિકાની ચૂંટણીમાં 40 બેઠકો માટે 5 પક્ષોનો મોરચો બનાવાયો હતો. જેમાં 1952માં જનસંઘ પક્ષ બન્યો હતો. કટોકટી બાદ 977માં જનતા પક્ષમાં વિલિન થઈ ગયો હતો. 1980માં ભારતીય જનતા પક્ષના નામે નવો અવતાર લીધો હતો.
ખેતી મુક્ત બજારના સૂત્રવાળો સંપૂર્ણ જમણેરી પક્ષ ગણાતા સ્વતંત્ર પક્ષ, બીજા જમણેરી અને આર.એસ.એસ.ની છૂપી પાંખ જનસંઘ, ડાબેરી વિચારધારા ધરાવતો સામ્યવાદી પક્ષ, ડો. રામ મનોહર લોહિયાનો સંયુક્ત સમાજવાદી પક્ષ હતો અને ચંદ્રશેખરનો પ્રજા સમાજવાદી પક્ષ મોરચામાં સામેલ હતો.

સંયુક્ત મોરચાના 26 કોર્પોરેટરો અને કોંગ્રેસના 13 કોર્પોરેટરો જીત્યા હતા.

સામ્યવાદી પક્ષના 12 કોર્પોરેટરો જીત્યા હતા.
સ્વતંત્ર પક્ષના 1 કોર્પોરેટલ જીત્યા હતા.
સામ્યવાદી પક્ષના નીરૂ પટેલ અને સંયુક્ત સમાજવાદી પક્ષના કનુ ઠક્કર તો બે વોર્ડમાંથી ચૂંટણી લડી જીત્યા હતા. પ્રથમ વર્ષ માટે પ્રમુખ કે મેયર તરીકે સામ્યવાદી પક્ષના લડાયક મહિલા નેતા નીરૂ પટેલ હતા.

ઉપપ્રમુખ તરીકે પ્રજા સામ્યવાદી પક્ષના હેતસ્વીની મહેતા ચૂંટાયા હતા.
ખડી સમિતિના અધ્યક્ષ પદે એસ.એસ.પી.ના લડાયક નેતા કનુ ઠક્કર હતા.
બાંધકામ સમિતિના અધ્યક્ષ જનસંઘના નગીન શાહ હતા. બીજા વર્ષે તમામ હોદ્દેદારો બદલાયા હતા.

1982 બાદ ભાવનગર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવી હતી. ત્યારે બીન પક્ષીય સમિતિનું શાસન હતું. 1985ની ભાવનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 51 કોર્પોરેટરોમાંથી કોંગ્રેસના 23 હતા. કોંગ્રેસે અપક્ષોના ટેકાથી શાસન ચલાવ્યું હતું. 1995થી ૫ ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે.

ધોરાજી

1967માં રાજકોટની ધોરાજી નગરપાલિકામાં ડાબેરી ઉમેદવારો જીત્યા હતા.

અમદાવાદ

ગુજરાતના રાજકિય કેન્દ્ર અમદાવાદમાં મહાગુજરાતની લડત બાદની પ્રથમ ચૂંટણીમાં મહાગુજરાત જનતા પરિષદને 1962માં બહુમતી મળી હતી. મહાગુજરાતની લડત લડનાર સંગઠન મહાગુજરાત જનતા પરિષદ હતી. 1967માં ફરી કોંગ્રેસની સત્તા આવી હતી.

રાજકોટ

સૌરાષ્ટ્રના રાજકિય કેન્દ્ર રાજકોટ મહાનગરપાલિકામાં એક જ વખત કોંગ્રેસ આવી છે. રાજકોટમાં 2000થી 2005 સુધી કોંગ્રેસનું શાસન આવ્યું હતું. બાકી ભાજપની સત્તા રહી છે. ગુજરાતના રાજકિય ઇતિહાસમાં સતત સત્તા પર રહેવાની આ વિરલ ઘટના છે.

જૂનાગઢ

જૂનાગઢમાં જનસંઘ કોંગ્રેસ ભાજપે સત્તા ભોગવી છે.

જામનગર

જામનગરમાં 1967થી 1972માં અપક્ષો સત્તા ચલાવતાં હતા.

વડોદરા

વડોદરા – સુરત સહિતના સ્થળોએ કોંગ્રેસની સત્તા રહી હતી. 1995થી ભાજપનું શાસન છે.

ભાજપનું એકચક્રી શાસન કેમ

ગજરાતના લોકો પ્રાદેશિક પક્ષોને હવે નાણાં આપતાં બંધ થઈ ગયા છે. વળી 37 પ્રાદેશિક પક્ષોમાંથી 2022માં ગુજરાતનો એક પણ પ્રાદેશીક પક્ષ નથી. ગુજરાતમાં કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા પ્રાદેશિક પક્ષને સંભાળવામાં નિષ્ફળ ગયા બાદ હવે ગુજરાતનાં પ્રાદેશિક પક્ષ રહ્યાં નથી. ભાઈલાલભાઈ પટેલનો સ્વતંત્ર પક્ષ, ચીમનભાઈનો કિમલોપ-જનતાદળ, કેશુભાઈનો ગુજરાત પરિવર્તન પક્ષ, શંકરસિંહ વાઘેલાએ રચેલી ત્રીજી પાર્ટીઓ 8થી 12 ટકાથી વધુ મતો મેળવી શકી નહોતી.

આમ આદમી પક્ષ

સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો જીતીગાંધીનગરની ચૂંટણીમાં આપને 21.7 ટકા મત મળ્યા હતા.

2021માં જિલ્લા પંચાયતમાં ભાજપની પાસે 800 બેઠકો થઈ છે. કોંગ્રેસની 169 થઈ છે.

તાલુકા પંચાયતમાં ભાજપને 3351 બેઠકો સાથે 52.27 ટકા અને કોંગ્રેસને 1252 બેઠકો સાથે 38.82 ટકા મત મળેલા છે. આમ આદમી પક્ષને 31 બેઠક મળી છે. કુલ 4771 બેઠકો હતી.

નગરપાલિકાની 2720 બેઠકોમાંથી ભાજપને 52.7 ટકા મત સાથે 2085 બેઠક મળી છે. કોંગ્રેસને 29.09 ટકા મત સાથે 388 બેઠક મળી છે. એનસીપીને 0.5 ટકા મત સાથે 5, સમાજવાદી પક્ષને 0.83 ટકા મત સાથે 14 બેઠક, આમ આદમી પક્ષને 4.16 ટકા મત સાથે 9 બેઠક, ઔવૈસીને 0.7 ટકા મત સાથે 17 બેઠક મળી છે. અપક્ષોને 1.19 ટકા મત સાથે 24 બેઠક લઈ ગયા છે.

2010માં કુલ 4778માંથી ભાજપ પાસે 2460 જન પ્રતિનિધિઓ હતા. તે વર્ષ 2015માં ઘટીને 1718 થઈ ગયા હતા. જ્યારે કોંગ્રેસના 1428થી વધીને 2102 થયા હતા.

2015ની સ્થાનિક સ્વરાજ્યની – મહાનગર પાલિકા, પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં જનાધાર 4.59 ટકા વધી ગયો હતો. આથી ભાજપને પાલિકા-પંચાયતોની ચૂંટણીઓમાં મોટાભાગની સંસ્થાઓ ગુમાવી હતી. ભાજપના મતમાં 1.25 ટકાનો ઘટાડો થયો હતો. કોંગ્રેસને 31માંથી 23 જિલ્લા પંચાયત, 221માંથી 151 તાલુકા પંચાયત અને 12 પાલિકામાં સત્તા મેળવી હતી. મિજાજ બદલતાં વલણમાં છેવટે કોંગ્રેસનું વજન વધ્યું હતું.

2021માં ભાજપને જિલ્લા પંચાયતમાં 54.19 ટકા મતો મળ્યા હતા. કોંગ્રેસને 39.17 ટકા મતો મલ્યા છે. આમ આદમી પક્ષને 2.66 ટકા મતો મળ્યા છે.

2002નું હિન્દુત્વ ચૂંટણીમાં ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 35.38 ટકા જ મત મળ્યાં હતા. જે 2015ના અંતે વધીને 43.52 ટકા થયો હતો. આમ હિંદુત્વની અસર મતદારો પર ભારે હતી. જે આજે 2021માં પણ સવાર છે. 2021માં ઘટીને 39 ટકા થઈ ગયો છે. 4 ટકા જનાધાર ઘટી ગયો છે.

ગુજરાતની 2019ની 26 લોકસભા બેઠકમાં બીજેપીને 62.21 ટકા, કોંગ્રેસને 32.11 ટકા, નોટાને 1.38 ટકા, બીએસપીને 0.86 ટકા, એનસીપીને 0.09 ટકા, સીપીઆઈને 0.02 ટકા મતો મળ્યા હતા. અપક્ષો અને અન્યને 3.34 ટકા મતો મળ્યા હતા. આમ બે પક્ષોને જ પ્રજા પસંદ કરે છે.