જાહેર સેવકનું લોકો સાથે વર્તન કેવું હોવું જોઈએ ?

Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

હાકલ – Call to the people

How should a public servant treat people?

જાહેર સેવકનું લોકો સાથે વર્તન કેવું હોવું જોઈએ ?

લેખક – ચિંતન વૈષ્ણવ

લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ હતી. એક પરિવાર જેમાં માં-બાપ અને તેની બે નાની દીકરીઓનો સમાવેશ થતો હતો તે પોતાના અંગત વાહનમાં જુનાગઢ તરફ જઇ રહ્યો હતો. રસ્‍તામાં ગોંડલ પાસે હાઇવે પર ચેકિંગ માટે ઊભેલી ટીમે એમને ગાડી રોકવાનો ઈશારો કર્યો. ભાઈએ ગાડી રોકી અને બારીનો કાંચ ખોલ્‍યો. એક કોન્‍સટેબલ આવ્‍યા અને નીચે ઉતારવા કહ્યું. ચૂંટણી સમયે ાકત અને કકત નામથી કેટલીક ટીમોની રચના કરવામાં આવતી હોય છે. આ ટીમમાં એક અધિકારી અને એકાદ-બે પોલીસના માણસો હોય છે. આ ટીમે હાઇવે પર કે અન્‍ય કોઈ જગ્‍યાએ બાતમીના આધારે મોટા પ્રમાણમા પૈસા કે દારૂની હેરાફેરી થતી હોય તો એ પકડવાની કામગીરી કરવાની હોય છે.

ગાડી વાળા ભાઈએ કોન્‍સ્‍ટેબલને કહ્યું કે, અત્‍યારે રાત્રિના ક્ષ્ક્ષ્સ્‍ઘડ જેવો સમય થયો છે અને તેમને હજુ ઘણું દૂર જવાનું છે. નાની બેબીની તબિયત પણ ખરાબ હોવાથી ઘેરે પહોંચવાની ઉતાવળ હોય અને પરિવાર પણ સાથે હોય સૂમસામ હાઇવે પર આ બાબતે ચિંતા હોવાથી જવા દેવા વિનંતી કરી.સામે પક્ષે કોન્‍સ્‍ટેબલે વર્દીના રોફમાં એકદમ કડક ભાષામાં ચોપડાવ્‍યું કે કઈ ચાલે નહીં ભાઈ નીચે ઊતરો અને ગાડીની ડેકી અને બધો જ સામાન ચેક કરાવો ચાલો. આ ભાઈ અંદર બેઠા બેઠા જ ગાડીની ડેકી ખોલી આપે છે અને કહેછે કે સાહેબ તમારે જે ચેક કરવું હોય એ કરી લ્‍યો. અમારી પાસે પૈસા કે દારૂ જેવુ કશું નથી. કોન્‍સ્‍ટેબલે ફરજિયાત આગ્રહ રાખ્‍યો કે નીચે ઊતરવું પડે અને રોડની સામેની બાજુએ બેઠેલા અમારા સાહેબને તમારા નામ, નંબર અને બીજી જે પણ વિગતો પૂછે એ લખાવતા આવો એવો પણ હુકમ કર્યો. પેલો ભાઈ કે જેની સાથે તેની પત્‍ની અને દીકરીઓ થઈને 3 મહિલાઓની જવાબદારી હતી તેણે ફરીથી વિનમ્રતાથી કહ્યું કે સાહેબ તમે ચેક કરી લ્‍યો અને જે વિગતો જોતી હોય એ હું આપવા તૈયાર છું પણ મને નીચે ઉતરીને રસ્‍તાની સામેની બાજુએ જવા મજબૂર કરો નહીં. એમણે એવું પણ કહ્યું કે ાકત અને કકત ટીમને કામ કરવાની સૂચનાઓ અને નિયમો બાબતે પોતે પણ થોડુંઘણું જાણે છે અને અમને પરિવાર સાથે નીકળેલા રાહદારીઓને આ પ્રમાણે પરેશાન કરવા યોગ્‍ય નથી.

આટલું સાંભળીને કોન્‍સ્‍ટેબલનો પિત્તો ગયો. એણે બીજા કોન્‍સ્‍ટેબલને અને એમના સાહેબને પણ બોલાવ્‍યા અને આ ગાડીવાળો આપણને નિયમો સમજાવે છે એવું કહીને ઉશ્‍કેરયા. એમના સાહેબ તરીકે.નઅહીના કોઈ અધિકારીને રાખવામા આવ્‍યા હશે. એ પણ પરાણે આ ફરજ પર હશે એવું લાગ્‍યું. તરત જ આ પરિવારની ઉપર તાડૂકયા કે અમે કહીએ એમ જ કરવું પડે. ચેકિંગમાં સહકાર નહીં આપો તો ફિટ કરી દેશું વગેરે… અને પેલા ભાઈને ગાડીની બહાર ઉતરવાનો આગ્રહ કરવા લાગ્‍યા.

અંતે પેલા ગાડીવાળાએ પ્રાંત અધિકારી ગોંડલને ફોન કર્યો અને આ ટિમ દ્વારા થતી હેરાનગતિ બાબતે ટૂંકમાં વાત કરી એટ્‍લે પ્રાંત અધિકારીએ ત્‍યાં હાજર પેલા .નઅહીના અધિકારીને મોબાઈલ આપીને વાત કરવા જણાવ્‍યુ. પ્રાંત અધિકારીએ આ પરિવારને જવા દેવા જણાવ્‍યુ એ આ ટીમને ગમ્‍યું નહીં. અંતે આ ટીમે ગાડીની ડેકીમાંથી જે મળ્‍યું એ બધુ રોડ પર ફેંકી દીધું અને પરિવારની બેગમાં જે સામાન હતો એ પણ ખોલીને રસ્‍તા પર વેરવિખેર કરી નાંખ્‍યો અને પછી ફરીથી રસ્‍તાની સામેની બાજુએ ચાલ્‍યા ગયા. પેલા ભાઈને ફરજિયાત સૂમસામ રસ્‍તા પર ગાડીમાથી નીચે ઊતરવું પડ્‍યું. પોતાનો સામાન રસ્‍તા પરથી ઉપાડીને ફરીથી ગાડીની ડેકીમાં મૂકવો પડયો.

હવે તમે જ વિચારો કે આ પરિવારને એ સમયે કેવા વિચારો આવતા હશે? આવા બોગસ સરકારી કર્મચારીઓને કારણે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અન્‍ય કર્મચારીઓને પણ પછીથી લોકો ખરાબ નજરે જોવા લાગે છે. મિત્રો ! આ ઘટનાનો હું ખૂદ સાક્ષીછું. કારણકે આ ઘટનામાં જે ગાડીવાળાભાઈએ પ્રાંત અધિકારીને ફોન પર હેરાન નહીં કરવાની વિનંતી કરી અને રસ્‍તા પર પોતાનો સામાન લેવા નીચે ઉતર્યા એ બીજું કોઈ નહીં પણ હું પોતે જ હતો. ગયા વરસની જ આ વાત છે. એ સમયે મને મામલતદાર તરીકેની મારી ફરજમાથી મુકત કરી નાંખેલો.

ચૂંટણીઓમાં મે આવી તમામ પ્રકારની ટીમોને તાલીમ આપેલી હોવાથી મને ખ્‍યાલ જ હતો કે એમની આ પઘ્‍ધતિ યોગ્‍ય નથી. ખરેખર એમણે ખૂબ જ આદર અને સોફટ બિહેવિયર સાથે ચકાસણી કરવાની હોય છે. ગાડી નજીક આવીને એમણે વાહન ચાલકની વિગતો પોતાના ચોપડામાં નોંધવાની હોય છે. એમની સાથે ગુન્‍હેગારો જેવુ વર્તન કરવાનું નથી હોતું. એમને ફરજિયાત ગાડીમાથી બહાર કાઢવાના નથી હોતા. પણ આજની તારીખે પણ એમને એ ખ્‍યાલ નહીં હોય કે એ દિવસે એમણે એક પૂર્વ મામલતદારને સામાન્‍ય પબ્‍લિક સમજીને હેરાન કરેલ.

આ ઘટનાને હું કેટલાય સમય સુધી ભૂલી શકતો ન હતો. આ ઘટનાના થોડા દિવસ બાદ મને લાગ્‍યું કે આ લોકોએ અહી ઊભા રહીને કેટલાય લોકોને પરેશાન કર્યા હશે. ચૂંટણીતંત્રને અને પોલીસતંત્રને આવી દાદાગીરી યુક્‍તત કામગીરી કરીને લોકોમાં બદનામ કર્યું હશે. મને આવી કામગીરી કયારેય પસંદ આવતી નથી એટલે મે આ ટીમના સભ્‍યો ઉપર પગલાં લેવા માટે રાજકોટજિલ્‍લાના તે સમયના નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારીને પત્ર લખેલ. પરંતુ તમને નવાઈ લાગશે કે, આજદિન સુધી તેમના ઉપર કોઈ પગલાં લેવામાં આવ્‍યા નથી. આ ઉપરી અધિકારીઓ પણ એવું માનતા હોય છે કે ચૂંટણી પતી ગઈ એટ્‍લેઆપણે છૂટયા. આ ફરિયાદોને કરો દફતરે… સામાન્‍ય જનતા સાથે આવા પ્રસંગો વારંવાર બનતા હોય છે પરંતુ તેઓ એવું માની લેતા હોય છે કે ભાઈ આવું તો ચાલવાનું જ છે. આપણું કોણ સાંભળે ? આપણું શું આવે ? અને કેટલાક લોકો સરકારી અધિકારીઓ/ કર્મચારીઓના આવા વર્તનને સરકારની ભૂલ સમજીને બીજી વખતની ચુંટણીમાં અન્‍ય પક્ષને પોતાનો કિંમતિ મત આપીને સંતોષ માની લેતા હોય છે.

હમણાં જ તાજેતરમાં એક ઘટના સુરતમાં બની. જેમાં એક લેડી પોલીસ અધિકારી એક નેતાપુત્રને અને તેમના મિત્રોને ખૂબ ખીજાતા હોય અને કાયદાનું ભાન કરાવતા હોવાનો વિડીયો પોતે જ વાઇરલ કર્યો. હાલની એપેડેમીક પરિસ્‍થિતિમાં રાત્રિના સમયે આકસ્‍મિક કારણો સિવાય બહાર નીકળવા પર પ્રતિબંધ મુક્‍તતા જાહેરનામા દરેક જિલ્‍લામાં કલેકટરોએ ગાંધીનગરથી આવેલ સૂચનાઓનું આંધળું અનુકરણ કરીને બહાર પડયા છે. રાત્રિના સમયે કરફયુ લગાવવાનું કોઈ લાજિક મને તો સમજાતું નથી. શું કોરોના રાત્રે 10 થી સવારે પ વચ્‍ચે જ નીકળતો હશે ???

સૂત્રોથી મળતીમાહિતી મુજબ આ ઘટનામાં સુરતમાં એક ચેકપોઈન્‍ટ પર ચેકિંગ દરમિયાન ફરજ પર રહેલ નવી જ ભરતીના એક લેડી પોલીસ કોન્‍સ્‍ટેબલે કેટલાક નબીરાઓને તેમની ગાડી સહિત રોકયા અને પૂછપરછ કરી. આ નબીરાઓને પણ પોતે નેતાજીના પુત્રના મિત્ર હોવાનો ફાંકો એટલે દંડ ભરવાને બદલે કાર્યવાહીથી બચવા પોતાના મિત્રને ફોન કર્યો અને નેતાપુત્ર પણ દુર્યોધનની જેમ પોતાના કર્ણ જેવા મિત્રોને બચાવવા રાત્રિના કરફયુમાં આકસ્‍મિક કારણ વગર ત્‍યાં પહોંચી ગયા અને પોતાના મિત્રોને જવા દેવા વિનંતી કરવા લાગ્‍યા. આગળ જે કઈ બન્‍યું એ લગભગ આપ સેએ સોશિયલ મીડિયામાં વિડીયો કિલપના માઘ્‍યમથી જોઈ જ લીધું હશે.

મારે માત્ર એટલું જ કહેવાનું છે કે, નેતા હોય કે સામાન્‍ય પ્રજા હોય, નિયમ દરેકને સરખા જ લાગુ પડે છે. રાત્રિના સમયે બિનજરૂરી બહાર નીકળવાની મનાઈ હોય તો શા માટે નીકળવું જોઈએ ? મિત્રો ખોટા હોય તો શા માટે ભલામણ કરવા જવું જોઈએ ? મને એક દિવસ મારા એક જ્ઞાતિબંધુનો ફોન આવેલો કે મને ટ્રાફિક પોલીસે પકડયો છે અને મારી પાસે લાઇસન્‍સ નથી તો તમે જરા ભલામણ કરી આપો પ્‍લીઝ મે કીધું કોન્‍સ્‍ટેબલને ફોન આપ અને મારી સાથે વાત કરાવ. મારી ઓળખાણ મામલતદાર તરીકે આપી એટલે બિચારા કોન્‍સ્‍ટેબલે ફોન હાથમાં લીધો અને મારી સાથે વાત કરી. મે એનેકીધું કે, આને મોટર વ્‍હીકલ એકટની જેટલી કલમના ભંગ લગાવી શકાય એટલી લગાવીને મોટો દંડ કરજો ભાઈ. આને જવા દેતા જ નહીં. આ ડફોળને ખબર પડવી જોઈએ કે આપણે નિયમોનું પાલન ન કરીએ તો દંડ તો ભરવો જ પડે. ફોન કરીને ભલામણ કરાવીને છટકી ન જઇ શકાય. હું પોતે અધિકારી હતો તો પણ મે ભૂલથી રસ્‍તા પર પાર્કિંગ કર્યાનો દંડ હોંશે હોંશે ભરેલો હોય ત્‍યારે લાઇસન્‍સ વગર ગાડી ચલાવતો હોય એવાની હું બિલકુલ ભલામણ ન કરું.

વાત છે સરકારી કર્મચારીઓના સામાન્‍ય પ્રજા સાથે વર્તન બાબતની. સુરત વાળા કિસ્‍સામાં લેડી પોલીસ પોતાની જગ્‍યાએ સાચા જ હતા. નિયમો દરેકને લાગુ પડે જ છે. સત્તા ચાલી ગઈ હોવા છત્તા સત્તાના મદમાં વિહરતા કેટલાય રાજકારણીઓ અત્‍યારે પણ ભશેીબ લખેલી ગાડીઓમાં ફરે છે ત્‍યારે આ બેને નેતાપુત્રની કારમાથી હોદ્‌ો પ્રદર્શિત કરતી પ્‍લેટ કઢાવી એ બહુ શેર્યવાળી પળ હતી. જયારે મે એ જોયું ત્‍યારે મને ખૂબ ગર્વ થયો. પણ પછી બાજુમાં ઉભેલા સૂચનાનું ઉલ્‍લંઘન કરીને રાત્રિના સમયે બહાર નીકળેલા વ્‍યક્‍તિતને લાકડી બતાવીને મોટેમોટેથી બુમબરાડાઓ પાડીપાડીને ખીજાવા લાગ્‍યા, નેતાપુત્રને ઉપદેશ આપવા લાગ્‍યા, ખુદ ગબ્‍બર એટલે નેતાજી સાથે પણ ફોનમાં વાત કરતાં કરતાં તમે કોણ બોલો છો એ મને ખબર નથી એવી વાતો કરી. ત્‍યારે મનેએમનું વાણી અને વર્તન બિલકુલ ઉચિત ન લાગ્‍યા.

મારી 8 વર્ષની કારકિર્દી દરમિયાન મારે કેટલાય મોટા ગજાના નેતાઆ સાથે પંગા થયા છે અને એદરેક જાહેરસેવકને માટે કોમન વાત હોય છે. એના વિડીયો ઉતારીને વાઇરલ કરવાના ન હોય. મે કયારેય કોઈપણ નેતાજીનું અપમાન કર્યું નથી. એ મિનિસ્‍ટર હોય કે ો. હોય કે ોીબ હોય કે પછી પાલિકા કે પંચાયતના પદાધિકારીઓ હોય એ સારું કામ કરતાં હોય કે ન કરતાં હોય પણ એ પબ્‍લિકે બહુમતિથી પસંદ કરેલા એમના આગેવાન છે. એમની ખોટી બાબતોનો વિરોધ કરવાની હું ના નથી પાડતો. મે કેટલાય આગેવાનોને એમના મોઢે-મોઢ જ આપ કહો છો એવું નહીં થાય, સોરી એવું પણ ચોપડાવેલ છે, પણ સભ્‍યતાથી અને એમનું માન જાળવીને. અરે મારી પર ×ડક્ષ્ટમાં ખંભાળિયામાં હુમલો કરાવનાર નેતાની સાથે પણ મે ખરાબ વર્તન નથી કર્યું. છેલ્‍લા ક્ષ્ડ વર્ષમાં પોલીસ સહિત કેટલાય વિભાગોમાં મોટી સંખ્‍યામાં ભરતીઓ કરવામાં આવી. આ ભરતીઓમાં એકદમ ફ્રેશ ગ્રેજયુએટ યુવાનો ભરતી થયા. કેટલાય કિસ્‍સાઓ એવા પણ મે જોયા છે કે જેમા પૂરી મેચ્‍યોરિટીનો પણ અભાવ હોવા છત્તા સરકારી અધિકારી તરીકેની જવાબદારીઓ એમના પર આવી ગઈ. લેડી પોલીસે પોતાના પોલીસ સ્‍ટેશનમાં ટીકટોક વિડીયો ઉતારીને વાઇરલ કર્યા હોવાના કિસ્‍સાઓ પણ તાજાજ છે. પોલીસના યુનિફોર્મમાં વટ પાડતા અને સીનસપાટા કરતાં વિડીયો પણ સોશીયલ મીડિયામાં ઘણીવાર જોવા મળે છે.

આ બધુ એક હદેસામાન્‍ય પબ્‍લિકને માટે કઈ નુકસાનકારક નથી. આ બધુ ડિપાર્ટમેંટલી જોવાનું હોય છે અને પગલાં લેવાના હોય છે. પરંતુ જયારે જાહેર સેવક પ્રજા સાથે અણછાજતું વર્તન કરે, કોઈ પોલીસ અધિકારી કમ્‍મરે પિસ્‍તોલ લટકાવીને કોઈ ગરીબ લાચાર માણસની શાકભાજીની લારીને લાત મારે, કોઈ મામલતદાર જયારે કોઈ વિદ્યાર્થીને ક્રિમિલેયરનો દાખલો સમયસર કાઢી આપવાની દલીલ કરે ત્‍યારે તેની મદદ કરવાને બદલે તેને ‘થશે એમ થશે’ એવું કહીને કાઢી મૂકે અને મહેસૂલ વિભાગના ભટ્ટ સાહેબ જેવા ડેપ્‍યુટી સેક્રેટરી કક્ષાના અધિકારી જયારે એક વડીલને પોતાની ચેમ્‍બરમાથી ‘ગેટ આઉટ’ કહીને તોછડાઈથી બહાર કાઢી મૂકે ત્‍યારે ત્‍યારે આમ પ્રજામાં એક આક્રોશ ભભૂકી ઊઠતો હોય છે. આવું વર્તન કોઇની પણ સાથે કરવું બિલકુલ વ્‍યાજબી નથી.

ગયા વર્ષે રાજકોટ સરકારી દવાખાનામાં એક ડોક્‍ટર દર્દીને ‘તારાથી થાય એ તોડી લે, તારી સારવાર નથી કરવી’ એવું કહેતા એક વિડિયોમાં નજરે પડેલા. વડોદરામાં એક તલાટીમંત્રીએ અરજદારના ડોકયુમેંટ્‍સ ફાડી નાંખ્‍યા અને ગેટઆઉટ કહી દીધાના સમાચારો આજે પણ યુ-ટયૂબ પર જોવા મળશે. વાંકાનેરના એક તલાટીબહેન પંચાયતના કોઈ સભ્‍યને ‘બહાર નીકળ તું’ એવું કહીને મારવા દોડયાના સમાચારો પણ પ્રસિદ્ધ થયેલા. તાજેતરમાં જ પાડોશી માસ્‍ક પહેરતા ન હોવા બાબતે એક મહિલાએ ઇસનપુર પોલીસ સ્‍ટેશને ફરિયાદ કરતો પોલીસ સ્‍ટેશને ફોન કર્યો જેમાં સામે છેડે પોલીસ કર્મચારીનો પ્રત્‍યુત્તર એટલો ખરાબ હતો કે વાત જ પુછો નહીં. મહિલા સાથે તુકારે વાત કરવી ન જોઈએ એટલી કોમન સેન્‍સ પણ નહીં હોય સરકારી કર્મચારીમાં ? ગુજરાતમાં છાશવારે આવા બનાવો બનતા રહે છે. ભૂતકાળમાં પોલીસ દ્વારા સામાન્‍ય નાગરિકો પર હાથ ઉપાડવાના બનાવો પણ બનેલા છે. શું આ જ છે આપણું ગુજરાત મોડેલ ? સરકારી અધિકારી/ કર્મચારીઓને કાયદાની કલમોની તાલીમ આપતા પહેલા ખરેખર સેથી પહેલા આમ જનતા સાથે એમનું વર્તન કેવું હોવું જોઈએ એ એમને શિખવવાની જરૂર છે. જેમના ટેક્ષના પૈસાથી સરકારી તિજોરી છલકાઈ છે અને કર્મચારીઓનો પગાર થાય છે એમની સાથે વાતચીત કરવાની ઢબ સરકારી કર્મચારીઓને શીખવવાની જરૂર છે. અત્‍યારે સરકારી કચેરીઓમાં કામે જતાં પહેલા જ અરજદાર કચેરી પ્રત્‍યે નકારાત્‍મક વલણ બનાવી લેતો હોય છે. આ બાબતે તંત્રે નક્કર વિચારવાની જરૂર છે. પ્રજાના સેવક તરીકે તમે સરકારી ખુરશી પર બેઠા છો, નહીં કે પ્રજાને તતડાવવા અને હેરાન કરવા. જો આમપ્રજા ટેક્ષ ભરવાનું બંધકરી દેશે તો પગારના પણ નહીં નીકળે એ યાદ રાખવું જોઈએ. પોતાની કેડરનું માન-સન્‍માન જાળવીને કામ કરવું જોઈએ. સરકારી નિયમો અનુસાર જે હોદ્‌ાને જે પ્રોટોકોલ માફક આવતા હોય તે મુજબ જ વર્તવું જોઈએ.

છલ્‍લે એટલું જ કહીશ કે, સત્તા હાથમાં આવી જવાથી તમે સફળ નથી થઈ જતાં. સત્તા કયાં અને કોના પર વાપરવી એ પણ ખ્‍યાલ હોવો જોઈએ અને દરેક જાહેર સેવકે તેના માલિક એટલે કે પ્રજા સાથે નમ્રતાપૂર્વક વર્તવું જોઈએ.