કોરોના લોકડાઉનને કારણે 3 મહિનાથી બંધ માઉન્ટ આબુના પર્યટન સ્થળ અને હોટળ આજથી ખોલી દેવામાં આવ્યા છે. પર્યટકોને આવા-જવાની છૂટ છે પરંતુ સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન્સ, માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરવાનું રહેશે.
કોરોના મહામારીને કારણે માઉન્ટ આબુ ફરવા આવતા પ્રવાસીઓ સરકારના નિયમોનું પાલન કરવું પડશે. હોટલને ખોલવાની મંજૂરી તો અપાઈ છે પરંતુ હોટલ્સ અને રેસ્ટોરન્ટ માટે સ્થાનિક વહીવટી તંત્ર તરફથી આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. જેનું હોટલ-રેસ્ટોરન્ટના માલિક અને ત્યાંની મુલાકાત લેનારા પ્રવાસીઓ પણ આ કડક નિયમોનું પાલન કરવાનું રહેશે.
કોરોના મહામારી અને લોકડાઉનને કારણ બંધ માઉન્ટ આબુમાં આજથી હોટલ્સ, રેસ્ટોરન્ટ, બજારો ખોલી દેવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સવારે 9 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી માર્કેટ નિયમિત રીતે ચાલુ રહેશે. દુકાનદારો સાથે ખરીદી માટે આવતા લોકોએ પણ કેટલીક ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે, બે અઠવાડિયા પહેલા એક મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા 22 જૂન સુધી માઉન્ટ આબુ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આબુવાસીઓએ સત્ત્।ધીશોને રજૂઆત કરી હતી. ત્યારબાદ પાલિકામાં બેઠકમાં આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 22 જૂન સુધી માઉન્ટ આબું બંધ રાખવાનો સામુહિક નિર્ણય કરવામાં આવ્યો હતો.