ભાજપ દર વર્ષે રાજ્યસભામાં પાટીદાર ઉમેદવારને ચૂંટીને મોકલે છે. પણ કોંગ્રેસે માધવસિંહના ખામ થિયરી અપનાવ્યા બાદ છેલ્લાં 40 વર્ષથી એક પણ પાટીદાર નેતાને રાજ્યસભામાંથી મોકલ્યા નથી. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મત મેળવવા હોય છે એટલે કમને કોંગ્રેસની ચંડાળ ચોકડી પાટીદાર ઉમેદવારને ટિકિટ આપે છે. પણ રાજ્યસભામાં તો કોંગ્રેસના પાટીદારો હવે ઓબીસી બની ગયા છે.
ગુજરાતની રાજયસભાની ચાર બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાની આજે અંતિમ તારીખ છે ત્યારે ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિભાઈ અમીનને મેદાનમાં ઉતારતા રાજકીય ગરમાવો આવી ગયો છે ધારાસભ્યોનું સંખ્યાબળ જાતા ભાજપ અને કોંગ્રેસના બે-બે ઉમેદવારો ચુંટાઈ શકે તેમ છે પરંતુ ભાજપે ત્રીજા ઉમેદવારને મેદાનમાં ઉતારતા તડજાડનું ગણિત શરૂ થઈ ગયું છે.
નરહરિભાઈએ આજે સવારે જણાવ્યું હતું કે ભાજપના ત્રણેય ઉમેદવારો ચુંટાઈ આવશે અને તેઓ તમામ પક્ષના ધારાસભ્યોની વ્યક્તિગત મુલાકાત કરી ચુંટણી પ્રચાર કરશે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કોંગ્રેસમાં ક્રોસ વોટીંગ થવાની સંપૂર્ણ શક્યતા છ. રાજયસભાની ચાર બેઠકો માટે ભાજપે અભય ભારદ્વાજ તથા રમીલાબેન બારાને સત્તાવાર રીતે ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા જયારે ગઈકાલે કોંગ્રેસે ભરતસિંહ સોલંકી અને શકિતસિંહ ગોહિલના નામો જાહેર કર્યાં હતાં
કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીને લઈ જૂથવાદ સપાટી પર આવી ગયો છે જેના પરિણામે ઉમેદવારોની પસંદગીમાં ભારે ખેંચતાણ થઈ હતી. પાટીદાર સમાજના અગ્રણીને ઉમેદવાર તરીકે પસંદગી કરવા મોવડી મંડળ સમક્ષ ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી પરંતુ આ રજૂઆતને ફગાવી દેવામાં આવતા હવે કોંગ્રેસમાં જૂથવાદ વકરે તેવી શકયતાઓ જાવા મળી રહી છે આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવા ભાજપ સક્રિય બન્યું છે અને ગઈકાલે જ આ અંગેનો આડકતરો ઈશારો કરી દીધો હતો.
ભાજપે બે ઉમેદવારો જાહેર કર્યાં બાદ ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિભાઈ અમીનની પસંદગી કરતા રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે. નરહરિભાઈ અમીન ર૦ વર્ષથી વધુ સમય કોંગ્રેસમાં રહયા બાદ ર૦૧રના વર્ષમાં તેઓ ભાજપમાં જાડાયા હતા પાટીદાર સમાજ પર તેમનું વર્ચસ્વ છે કોંગ્રેસમાં ચાલતી જૂથબંધીના પગલે ભાજપે પાટીદાર નેતાને મેદાનમાં ઉતાર્યાં છે.
આજે ભાજપના ત્રણેય ઉમેદવારો તથા કોંગ્રેસના બંને ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવાના છે તે પહેલા નરહરિભાઈ અમીને જણાવ્યું હતું કે હું તમામ પક્ષના ધારાસભ્યોને મળીશ અને કોંગ્રેસમાં પ્રવર્તમાન અસંતોષ અને જૂથબંધીના કારણે ભાજપ ત્રીજી બેઠક ખૂબ જ સહેલાઈથી જીતી જશે કોંગ્રેસના મોવડી મંડળ અને પ્રદેશ નેતાગીરીની કાર્યપધ્ધતિથી ધારાસભ્યોમાં ભારે નારાજગી જાવા મળી રહી છે. તેમણે તેઓ પણ દાવો કર્યો હતો કે કોંગ્રેસના કેટલાક નેતાઓ તેમના સંપર્કમાં છે જાકે આંકડા અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે આંકડામાં ન પડો તા.ર૬મીએ પરિણામ આવે ત્યારે કેટલા ધારાસભ્યોએ ક્રોંસ વોટીંગ કર્યું છે તેની ખબર પડી જશે.
નરહરિભાઈ અમીને જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ ત્રણ બેઠકો જાળવી રાખવામાં સફળ રહેશે વર્તમાન ધારાસભ્યોનું સંખ્યાબળ જાતા ભાજપને ત્રીજા ઉમેદવારને જીતાડવા માટે ચાર મતોની જરૂર છે તેથી જા કોંગ્રેસમાંથી ચારથી વધુ ધારાસભ્યો ક્રોસ વોટીંગ કરે તો ભાજપના ત્રીજા ઉમેદવાર પણ ચુંટાઈ શકે તેમ છે. જાકે પ્રથમ બે પ્રેફરન્સ અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાને આપવામાં આવ્યો છે. બીજીબાજુ ભાજપે ત્રીજા ઉમેદવાર ઉભો રાખતા કોંગ્રેસમાં પણ સળવળાટ શરૂ થઈ ગયો છે અને તેઓ પણ ત્રીજા ઉમેદવાર ઉભો રાખે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.