મહારાષ્ટ્ર ગુજરાતી સમાજના વિશ્વ ગૌરવ, ભારત ગૌરવ અને મહારાષ્ટ્ર ગૌરવ એવોર્ડ જાહેર
મુંબઈ, 1 ફેબ્રુઆરી 2020
મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળે ભારત ગૌરવ એવોર્ડ જાહેર કર્યા છે. પદ્મશ્રી સરિતા જોશી, તારક મહેતા કા ઉલ્ટાચષ્માના પ્રોડ્યુસર આસિતકુમાર મોદી અને સિને સ્ટાર દીલિપ જોશી જેઠાલાલ), પદ્મશ્રી આણંદજી વી. શાહ (મ્યુઝીક ડાયરેકટર) અને નાગપુરના લોજેટીક પાર્કના વિરેના ઠક્કરને એવોર્ડ જાહેર કર્યા છે.
વિશ્વ ગૌરવ ઍવોર્ડ
વિશ્વ ગૌરવ ઍવોર્ડ NRI મોઝાંબિકના રીઝવાન આડતીયા અને લંડનના સિરાઝઅણદાનીને જાહેર કર્યા છે.
મહારાષ્ટ્રગૌરવ ઍવોર્ડ
મહારા ષ્ટ્રગૌરવ ઍવોર્ડમાં બિન ગુજરાતી લોકમત દૈનિકના સંપાદક પત્રકાર દિનકરરાયકર, ABP Maza ના રાજીવ ખાડેકર, સિને અભિનેત્રી નિવેદિતા સરાફ તેમજ સાહિત્યકારપદ્મશ્રીમધુમંગેશકર્ણિકને જાહેર કર્યા છે.
બીજા મહારાષ્ટ્ર ગૌરવ એવોર્ડમાં સવાયા ગુજરાતી દીલિપભાઈ લખી, ગાયનેકોલોજીસ્ટ ડૉ. મેઘના ડી. સરવૈયા, લોકગાયક ચેતન ગઢવી, TV 9 ના એન્કર નીરૂ ઝીઝુવાડિયા-આડેસરા, સામાજિક કાર્યકર અરૂણકુમાર મુછાળા, ઉદ્યોજક અરવિંદ મહેતા, મુલુંડના સામાજિક કાર્યકર હીરાલાલ મૃગ અને ઘાટકોપરના ભરત લક્ષ્મીચંદ દોલત તેમજ યેવલાના માજીનગરાધ્યક્ષ નિલેશનિશિકાંત પટેલનો સમાવેશ થાય છે.
૨૨ ફેબ્રુઆરી એવોર્ડ
આ એવોર્ડ સમારંભ શનિવારતા.૨૨ ફેબ્રુઆરીના સાંજે ૭ વાગ્યે યોગી સભાગૃહ-દાદર-મુંબઇ ખાતે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં શરૂઆતમાં રંગ કસુંબલ ડાયરામાં ચેતન ગઢવી અને સાથી કલાકારો ભાગ લેશે. કાર્યક્રમનું સંચાલન દીલિપ રાવલ કરશે.
પસંદગી સમિતિ
પસંદગી સમિતિમાં મુંબઇના હેમરાજ શાહ, નાગપુરના જયપ્રકાશ પારેખ અને ભીવંડીનાબીપિનભાઇપી.નાગડાએ સેવા. બજાવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં સાંજે પવાગ્યે મહામંડળની સામાન્ય સભા રાખવામાં આવી છે.
મુંબઇ અને મહારાષ્ટ્રની રજીસ્ટર્ડ સંસ્થાઓને નિમંત્રણ કાર્ડ માટે પત્ર લખી જાણ કરવાથી વધારાના કાર્ડ હશે તો કુરિયરથી મોકલવામાં આવશે.
પ્રમુખ હેમરાજ શાહ
મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળના પ્રમુખ હેમરાજ શાહે વિશ્વગૌરવ ઍવોર્ડ, ભારત ગૌરવ એવોર્ડ અને મહારાષ્ટ્રગૌરવ એવોર્ડ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો માટે જાહેર કર્યા છે. સંપર્ક મહામંડળના પ્રમુખ હેમરાજ શાહ, મહારાષ્ટ્ર ગુજરાતી સમાજમહામંડળ, C/o. રેખા પ્રકાશન, ૪૧ કરેલ વાડી, ઠાકુરદ્વાર, મુંબઈ-૪૦૦૦૦૨. ઈમેલઃ hemrajvshah@gmail.com આ કાર્યક્રમ માત્રનિમંત્રિતો માટે જ છે.