ગુજરાતમાં પેદા થયેલા અનાજ જેટલો જથ્થો, દેશમાં ખુલ્લા બજારમાં કેન્દ્ર સરકાર આપશે

The central government will make available the quantity of food grains produced in Gujarat in the open market in the country, मोटे अनाज का अंतर्राष्ट्रीय वर्ष है, इसलिए सरकार को गुजरात का मोटा अनाज बेचना चाहिए ,  Since it is the International Year of Millets, the government should sell Gujarat’s Millets , બરછટ અનાજનું આંતરરાષ્ટ્રીય અનાજ વર્ષ હોવાથી ગુજરાતના બરછટ અનાજનું વેચાણ સરકાર કરે

દિલીપ પટેલ

અમદાવાદ, 11 ઓગસ્ટ 2023

અમદાવાદ. કેન્દ્ર સરકાર ખુલ્લાં બજારમાં 50 લાખ મેટ્રીક ટન ઘઉં અને 25 લાખ મેટ્રીક ટન ચોખા ઠાલવશે. ગુજરાતમાં 20022-23માં અનાજ અને કઠોળ મળીને કુલ 45 લાખ હેક્ટરમાંથી 105 લાખ મેટ્રીક ટન અનાજ પેદા થયું હોવાની ધારણા છે. મતલબ કે એકલા ગુજરાતમાં અનાજ અને કઠોળ પેદા થયા છે તેના કરતાં ઓછું વિતરણ આખા દેશમાં ભારત સરકાર કરવાની છે. દેશમાં 75 લાખ ટન અનાજ આપવાની છે.

ગુજરાતમાં 12 લાખ 93 હજાર હેક્ટર ઘઉંના ખેતરોની 41 લાખ ટન પેદાશ થઈ છે. જ્યારે દેશમાં 50 લાખ ટન ઘઉં આપવાના છે.

ગુજરાતમાં 9 લાખ 50 હજાર હેક્ટર ખેતરોમાં 23 લાખ 96 હજાર મેટ્રિટ ટન ચોખા પેદા થયા છે. લગભગ એટલા જ ચોખા આખા દેશમાં ભારત સરકાર વિતરીત કરવાની છે.

કેન્દ્ર સરકારે અનામત કિંમતમાં પ્રતિ ક્વિન્ટલ દીઠ રૂ.200નો ઘટાડો કર્યો છે. અસરકારક કિંમત રૂ.2900 પ્રતિ ક્વીન્ટલ રહેશે.

ભારત સરકારે નિર્ણય લીધો છે કે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ તબક્કાવાર રીતે 50 લાખ મેટ્રીક ટન ઘઉં અને 25 લાખ મેટ્રીકટન ચોખાને ખુલ્લા બજારમાં ઇ-હરાજી મારફતે વેચાણ કરશે.

ચોખા માટે અનામત કિંમતમાં 200 રૂપિયા ક્વિન્ટલે ઘટાડો કરવામાં આવશે. હવે અસરકારક કિંમત 2900 રૂપિયા એક ક્વિન્ટલની હશે. અનામત કિંમતમાં ઘટાડાને કારણે ખર્ચ પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડમાંથી ઉઠાવવામાં આવશે.

એક વર્ષમાં 7 ઓગસ્ટ 2023ની સ્થિતિએ ઘઉંના ભાવમાં છૂટક બજારમાં 6.77 ટકા અને જથ્થાબંધ બજારમાં 7.37 ટકાનો ભાવ વધારો થયો છે. એ જ રીતે છૂટક બજારમાં ચોખાના ભાવમાં જથ્થાબંધ બજારમાં 10.63 ટકા અને 11.12 ટકાનો વધારો થયો છે.

દેશના 140 કરોડથી વધુ નાગરિકોને જે અનાજ આપવાનું છે તેનાથી વધારે અનાજ ગુજરાતે પેદા કરી બતાવ્યું છે. બજાર કિંમતોમાં વધારાને મધ્યમ કરવા અને ખાદ્ય ફુગાવાને નિયંત્રિત કરવા માટે ખાનગી વેપારીઓને ઘઉં અને ચોખા આપશે.

જોકે, સરકારે તો ખરેખર ગુજરાતમાં 13 લાખ ટન બાજરો પેદા થયો છે તે તથા 9 લાખ ટન મકાઈ પેદા થઈ છે તે ખુલ્લા બજારમાં મૂકવાની જરૂર હતી. તો જ સરકાર બરછટ અનાજનું આંતરરાષ્ટીય વર્ષ ઉજવી રહી છે તે લેખે લાગત. વળી ગુજરાતમાં રાગીનું ઉત્પાદન 8.30 હજાર ટન થયું છે. જુવાર 46 હજાર ટન પેદા થઈ છે. બીજા નાના બરછટ  અનાજ 16 હજાર ટન પેદા થયા છે. આમ કેન્દ્ર સરકારે ખરેખ તો ખુલ્લા બજારમાં આ અનાજ વેચવાની જરૂર છે એવું ખેડૂત આગેવાનો માની રહ્યાં છે.

કારણ કે ગુજરાતમાં આ વર્ષે 87 લાખ ટન 10 પ્રકારના અનાજ પેદા થયા છે અને 7 પ્રકારના કઠોળ 18 લાખ ટન પેદા થયા છે. તો ખેડૂતો વરછટ અનાજ ઉગાડવા તરફ વળી શકે તેમ છે.

ઉપરાંત વિના મૂલ્યે અનાજ દરેકને આપવામાં આવે છે.