ચીટફંડની કંપનીએ સલમાન ખાનની દબંગ ફિલ્મમાં નાણા રોક્યા હોવાનું બહાર આવ્યું

તાપી, 4 ફેબ્રુઆરી 2029

ગુજરાતના તાપી જીલ્લામાં  ચિટફંડ કૌભાંડમાં  અરબાઝ ખાન અને સલમાન ખાન ઊપર કાયદેસર કાર્યવાહી કરવા નક્કી કર્યું છે. તેમની સામે FIR દાખલ કરાશે. ખાન પરિવારના મેનેજરે ચીટ ફંડ સામે આંદોલન કરી રહેલા સામાજીક આગેવાન રોમેલ સુતરિયાને કાયદેસર કાર્યવાહીમાં સહયોગ કરવાની ખાતરી આપી છે.

ઘણાં લાંબા સમયથી એક આવાજ-એક મોર્ચાના અધ્યક્ષ રોમેલ સુતરિયા અને તેમની ટીમ ગુજરાતમાં આદિવાસીઓ અને અન્ય તમામ નાગરિકો સાથે થયેલ ચિટફંડ લુંટ બાબતે લડત ચલાવી રહ્યા છે. વિવિધ કંપનીઓ દ્રારા અવનવી લોભામણી લાલચ આપી પોતાની કંપનીમાં બચત કરાવી કંપનીઓ બંધ કરી આદિવાસીઓ અને ગુજરાત અનેક લોકો સાથે છેતરપીંડી કરીને અબજો રુપિયાની લુંટ કરવાનું કાવતરું અને કૌભાંડ કરેલ છે.

ચિટફંડ તમામ કંપનીઓના માલિકો જે આર્થિક અને રાજકીય રીતે બળવાન હોય છે તેમની સામે હિમ્મતભેર લડત ચલાવતા રોમેલ સુતરિયા એ દાવો કર્યો છે કે ગુજરાતમાં અબજોનું કૌભાંડ કરનાર એક કંપનીએ સલમાન ખાન અને તેમની ફિલ્મ દબંગ-૧માં પણ કંપની નાણા રોકાણ કરે છેની વાતો એજંટ તથા કંપનીના બ્રોસર મારફતે લોકોને સમજાવવામાં આવી હતી.

કંપનીનું કૌભાંડ સમજતા જાણવા મળ્યું છે કે ગુજરાતમાંમાં કૌભાંડ કરનાર ટ્વિંકલ, રોયલ ટ્વિંકલ અને સિટ્રસ લી. નામની કંપનીઓ એ વિવિધ વર્ષોમાં નામ બદલી બદલીને નાગરિકો પાસેથી અબજો રુપિયાની બચત કરાવી કૌભાંડ આચર્યુ છે. આ ત્રણેય કંપની મિરાહ ગ્રુપ ઓફ કંપનીસની બેબી કંપની છે. આ કંપનીના માલિક બાપ બેટા છે. ઓમ પ્રકાશ ગોએન્કા (બાપ) અને ગૌરવ ગોએન્કા (બેટો) આ બંન્નેની જોડીએ ગુજરાતના નાગરિકોના નાણાં લૂંટ્યા છે. જે બાબતે એક આવાજ-એક મોર્ચા કાયદેસર પગલા તો ભરી જ રહ્યું છે પરંતુ આ કંપનીના બ્રોસરના દાવાઓના આધારે એક આવાજ-એક મોર્ચા એ તપાસ કરી છે કે શું ખરેખર અરબાઝ ખાન અને સલમાન ખાને પણ મિરાહ ગ્રુપના મિરાહ એન્ટરટેઇનમેન્ટ મારફતે મિરાહ ગ્રુપની બેબી કંપનીઓ દ્રારા લૂંટવામાં આવેલી આદિવાસી અને ગુજરાતના નાગરિકોની બચત દબંગ-૧ ફિલ્મ માં વાપરવામાં આવી છે કે કેમ?

આ બાબતે રોમેલ સુતરિયાએ સલમાન ખાનના મેનેજર સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી જેમા સલમાન ખાનના મેનેજરનું કહેવું છે કે આવી રીતે તો કોઇ પણ કંપની સલમાન ખાનના નામનો ઊપયોગ કરે અમે શું કરીએ?

ત્યારે રોમેલ સુતરિયા એ કાયદાકીય કાર્યવાહીની વાત કરતા સલમાન ખાનના મેનેજરે કાયદાકીય કાર્યવાહીમાં સહયોગ આપવાની ખાતરી આપી છે. તેમ એક અવાજ એક મોર્ચા રોમેલ સુતરિયાએ જણાવ્યું હતું.

તેમ એક અવાજ એક મોર્ચા રોમેલ સુતરિયાએ જણાવ્યું હતું કે, આમ તમામ કેસમાં સંગઠન તરફથી આવનાર સમયમાં આદિવાસીઓની લુંટની રકમ ફિલ્મમાં ઊપયોગ કરવા અને મિરાહ ગ્રુપ ઓફ કંપની જેની બેબી કંપનીઓ દ્રારા નાગરિકોની લુંટ કરવામાં આવી છે તેવી કંપનીઓ સાથે સલમાન ખાન અને અરબાઝ ખાનના કનેકશન બાબતે કાયદેસર તાપી જીલ્લા માં ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ સિવાયના પણ મિરાહ ગ્રુપ દ્રારા જે ફિલ્મોમાં રોકાણ થયું છે તે બાબતે પણ કંપની લુંટમાં પોતાનું નામ ઊપયોગ કરવાં છતા ચુપ રહેનાર પ્રોડ્યુસર , ડાયરેક્ટર,કલાકારો ઊપર કાયદેસર પગલા ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આવનાર દિવસોમાં મિરાહ ગ્રુપ ઓફ કંપનીના બાપ બેટા ગૌરવ ગોએન્કા અને ઓમપ્રકાશ ગોએન્કાની સાથો સાથ બોલિવુડની સેલિબ્રિટીઓ આ બાબતે શું વલણ અપનાવે છે તે જોવું રહ્યું. એક આવાજ-એક મોર્ચા આ પ્રકારની અનેક કંપનીઓ સામે લડત કરી રહ્યું છે તેવામાં રોમેલ સુતરિયાની હિમ્મત અને જીવ જોખમે મુકી અબજોના કૌભાંડ કરનારાઓ સામે લડત આપતા હોય રોમેલ સુતરિયાને આદિવાસી વિસ્તારમાં રોકાણકારો દ્વારા મજબુત સમર્થન મળી રહ્યું છે.

હવે જોવાનું તે રહે છે કે રોમેલ સુતરિયાએ ખાન પરિવારના મેનેજર સાથે કરેલ વાતચીત બાદ ખાન પરિવાર આ કૌભાંડમાં પોતાની સંડોવણીના હોવા બાબતે કંપની સામે તેમનું નામ ઊપયોગ કરવા બાબતે  કાયદેસર કાર્યવાહી કરશે કે ચુપ રહી અગાઉ ના કેસની જેમ છટકી જવાનો પ્રયત્ન કરશે.