જમ્મુ-કાશ્મીરનો 175 કિલો મીટર બોગદા સાથે એફીલ ટાવરથી ઊંચો રેલ પૂલ 2021માં તૈયાર થઈ જશે

જમ્મુ-કાશ્મીરમાં ચેનાબ નદી પર બનાવવામાં આવતો વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે પુલ 2021માં તૈયાર થઈ જશે. પુલની ઉંચાઈ નદી સપાટીથી 359 મીટર ઉંચાઈ પર છે, જ્યારે ફ્રાન્સમાં એફિલ ટાવર 324 મીટર ઊંચાઈએ છે. તે જ સમયે, કુતુબ મીનારની ઉંચાઇ 72 મીટર છે. રેલ્વે બ્રિજનો કુલ ફેલાવો 467 મીટર છે. ડિસેમ્બર 2022 માં પ્રથમ વખત કાશ્મીર ખીણને બાકીના ભારત સાથે રેલગાડીથી જોડશે. એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલો છે કે તે 266 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સામે ઝીંક જીલી શકે છે. છેલ્લા એક વર્ષમાં પૂલનું કામ ઝડપી બન્યું છે.

ઉધમપુર-કટરા, બાનિહાલ-કાઝીગુંડઅને કાઝીગુંડ-બારામુલ્લા સ્થળો પર પહેલેથી ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. હવે 111 કિલોમીટર લાંબી કટરા-બાનિહલ રેલ પર કામ ચાલી રહ્યું છે. મોટાભાગના પાટા ટનલમાંથી પસાર થાય છે. અહીં 174 કિ.મી. લાંબી ટનલ બનાવવામાં આવી રહી છે. એસ્કેપ ટનલ પણ બનાવવામાં આવી રહી છે. કુલ 174 કિ.મી.ની ટનલમાંથી 126 કિ.મી. તૈયાર છે. ડિસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થવાનું છે. ડિસેમ્બર 2022 થી લોકો ટ્રેન દ્વારા કાશ્મીરની મુસાફરી કરી શકશે.