અમદાવાદ, 6 સપ્ટેમ્બર 2023
જામનગરના જામજોધપુર તાલુકાના જામવાળી ગામના મૂળ વતની અને હાલ અમદાવાદમાં વસતાં 200 પાટીદાર કુટુંબો મળ્યા હતા. મળવાનો હેતું સ્નેહ અને સંબંધો વધારવાનો હતો. 200 કુટુંબોને મદદરૂપ થવા માટે પ્રયાસ કરવાનો છે. એક બીજાને મદદ કરવાનો છે. જામવાળીના દિકરા અને દિકરીઓના કુટુંબનું સ્નેહમિલન દર વર્ષે કરવાનું નક્કી કરાયું હતું. આગામી વર્ષે કાર્યક્રમ કરવા માટે ખર્ચ કરતાં પણ વધારે ભંડોળ થઈ ગયું છે.
શરૂઆતના 3 દશકાઓ સુધી તો જામવાળીના કુટુંબો વાર તહેવારે એક બીજાના ઘરે મળવા જતાં હતા. પણ પછી 35 ચોરસ કિલોમીટરનું અમદાવાદ આજે 400 ચોરસ કિલોમીટરનું થઈ ગયું તેથી બધાના ઘરે મળવા જવાનું 3 દાયકાથી ઓછું થતું ગયું. તેથી કેટલાક આગેવાનોએ મળવાનું નક્કી કર્યું હતું.
1996-97માં 26 વર્ષ પહેલાં પ્રભુદાસભાઈ વાછાણી અને નવીનભાઈ ગોરધનભાઈ સુરતીયા (માર્બલવાળા) એ પહેલો કાર્યક્રમ અમદાવાદમાં કર્યો હતો. ત્યાર પછીના લાંબા સમય પછી કાર્યક્રમ થયો હતો. મૂળ જામવાળીના અને અમદાવાદમાં રહેતાં 600 લોકોમાંથી 525 લોકો કાર્યક્રમમાં હાજર હતા. જેમાં દિકરીઓ અને જમાઈઓ અને તેમના કુટુંબના સભ્યો પણ હતા.
નવીનભાઈ (નાથાભાઈ) ભાણવડિયા 1962 પહેલાં આવ્યા હતા. રિલિફ રોડ પર પાટીદાર કાપડ સ્ટોર હતો. અત્યારે તેમની સીજી રોડ પર સ્ટોર છે.
1962-63માં જામવાળીના સ્વ.મોહનભાઈ છગનભાઈ વાછાણી અને પછી સ્વ.પરસોત્તમભાઈ ગોરધનભાઈ રામજીભાઈ સુતરીયા અમદાવાદ આવીને વસ્યા હતા. તેઓએ નોકરી અને પછી ધંધો કરીને ગામના બીજા લોકોને અમદાવાદ આવવા પ્રેરણા આપી. પહેલાં તેમના કુટુંબના સભ્યોને ખેંચા લાવ્યા અને પછી આખો પ્રવાહ શરૂ થયો હતો. આજે 60 વર્ષ પછી જામવાળી ગામના 102 દિકરાઓ અને 96 દિકરીઓના કુટુંબ અમદાવાદમાં રહે છે. જામનગરના સારા 5 ગામ પૈકીના એક ગામ જામવાળી છે. તેઓ અમદાવાદ નરોડાના પટેલ સમાજની વાડીમાં મળ્યા હતા.
જામવાળીના સૌથી મોટી 80 વર્ષની ઊંમર ધરાવતાં ચંપાબેન પરસોત્તમભાઈ સુતરીયા છે. તેઓ જામવાળીથી અહીં 1964માં આવ્યા હતા. ત્યારે કેવા સંઘર્ષ અને કેવું જીવન હતું તેની વાતો બધાને કહેતાં જોવા મળ્યા હતા. શરૂઆતના બે દશકાઓ સુધી તો તેમનું ઘર અને દુકાન જામવાળીના લોકોનું મળવાનું સ્થાન હતું.
મોહનભાઈ કાલરીયા અને પરસોત્તમભાઈ સુરતરીયા મળતાં ત્યારે કડવા પાટીદારનો અમદાવાદમાં સમાજ બનવાવો જોઈએ તેની ચર્ચા કરતાં હતા. પહેલાં ખાનપુર, પછી કાલુપુર, ત્યાર બાદ રિલાફ રોડ પર સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના મકાનો લીધા અને વેચી દીધા હતા. પછી હાલનો એલિસબ્રિજ વિસ્તારમાં જે સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ છે તે મોહનભાઈએ પોતાના દાગીના ગીરવે મૂકીને મકાન રાખ્યું હતું.
બીજી પેઢીના ગામના દિકરામાં સૌથી મોટી ઉંમરના ચંદુભાઈ રતીભાઈ ભાણવડીયા (ચમકચુનો) છે. તેઓ 1972માં અમદાવાદ આવ્યા હતા. ત્યાર બાદ આવેલા ધીરૂભાઈ ગોરધનભાઈ સુરતીયા હતા. નવીનભાઈ ગોરધનભાઈ સુતરીયા પણ હાજર હતા.
કિશોરભાઈ ભાણવડિયા, દિલીપભાઈ ભાણવડીયા, ધર્મેન્દ્રભાઈ ધીરૂભાઈ સુતરીયા, કિશોર વિરમગામા, મુનુભાઈ વાછાણી વગેરે સંચાલક મંડળ તરીકે કાર્યક્રમમાં હતા. સમાજના આગેવાનો હતા. જમાઈઓની મોટી સંખ્યા હતા.
હરેશ વાછાણી જામવાળી ગામમાં વૃધ્ધો અને એકવાયુ જીવન જીવતાં લોકોને જામવાળીમાં ટીફીન આપવામાં આવે છે. જામવાળી ગામના લોકોને ફર્નિચર ખરીદીમાં 30 ટકા રાહત આપવાની જાહેરાત કરાઈ હતી.
1990 સુધી આવેલાં લોકો સારી રીતે આગળ આવેલાં જોવા મળતાં હતા. ઓછી મૂડીએ સાચી દીશામાં કામ કરનારા આગળ આવ્યા હોવાનું પ્રમાણ વધારે છે. હવે ધંધો કરવા માટે જામવાળીથી આવતાં હોય એવા ઓછા લોકો અહીં છે. મોટાભાગના લોકો નોકરી કરનારા છે, ઉદ્યોગો અને વેપાર કરતાં લોકો 12થી 15 હતા. પાટીદાર ગૃપ અને ખુશબુ રીક્ષાના સંચોલકો પણ હતા.
——————–
જામવાળી ગામની ગાયની હોસ્ટેલની સફળતા અમદાવાદને આશ્ચર્યમાં નાંખે છે
ખેડૂતો ગાયને રાખવા તૈયાર ન હતા. 35 ગાયથી બચી હતી. હવે વધીને 250 થઈ ગઈ, હવે દૂધ, ઘી અને છાસની નિકાસ કરે છે.
દિલીપ પટેલ
અમદાવાદ, 5 સપ્ટેમ્બર 2023
અમદાવાદમાં 200 કુટુંબોનું એક સંમેલન મળ્યું હતું. નરોડા પટેલ સમાજમાં થયેલા કાર્યક્રમમાં એક અનોખી ગૌ હોસ્ટેલની ચર્ચા થઈ હતી. જામનગર જિલ્લાના જામવાળી ગામમાં લોકો મળ્યા ત્યારે તેમણે ગૌ હોસ્ટેલની વાત કરી હતી. ત્યારે યુવા વર્ગને આશ્ચર્ય થયું હતું કે અમે હોસ્ટેલમાં રહેતાં હતા. હવે ગાય પણ કઈ રીતે હોસ્ટેલમાં રહી શકે. પણ આખા ગુજરાતના લોકોને પ્રેરણા પુરી પાડે એવી ગૌ હોસ્ટેલની સફળતાની વાત અનોખી છે.
જામવાળી ગામના લોકોએ કાયમી સમસ્યાનો એક સારો ઉકેલ શોધી કાઢ્યો છે. ગામના ખેડૂતો ગાય રાખતાં બંધ થયા હતા. તેથી તાજુ અને ચૌખ્ખુ દૂધ મળતું ન હતું. તેથી ગાયોને રહેવા માટે હોસ્ટલ બનાવી છે. જામવાળી ગામની બહાર અઢી વીઘા જમીન પર ગૌ શાળા બનાવી છે. જેમાં ગામના લોકો ગાય મૂકી આવે છે. તેનો ચારો અને વાસીંદુ જેના કામ ગોવાળ કરી આપે છે. ગાયના માલિકો સવાર અને સાંજે પોતાની ગાય દોહી આવે છે. 2 માર્ચ 2018થી ગૌ શાળા હોસ્ટેલ ચાલુ થઈ છે. 5-6 વર્ષથી સફળતાથી ચલાવવામાં આવે છે.
લુપ્ત થતી ગાયો વધી
35 ગાય જ આ પરિવારો પાસે બચી હતી. એટલી ગાય રાખીને હોસ્ટેલ ચાલુ કરી હતી. આજે 250 ગાય અને બાછરડીઓ છે. જેમાં દૂધ આપતી હોય એવી સરેરાશ 80 ગાય હોય છે. આમ ગામના લોકો ગાય રાખવા લાગ્યા છે. પહેલાં 350 પરિવારો પાસે એક હજારથી 1200 ગાયો હતી. પણ ગાયને સાચવવા કે વાસીંદુ કરવા માટે મહિલાઓ કે પૂરૂષો તૈયાર ન હતા તેથી 20થી 25 વર્ષમાં ગાયોની સંખ્યા ઘટીને 100 અને પછી 35 જ બચી હતી. હવે 250 થઈ છે. હોસ્ટેલના સંચાલકો ગાયોની સંખ્યા ઓછામાં ઓછી 350 કરવા માંગે છે.
દૂધ તમારું, છાણ અમારું
ગાય મૂકી જાઓ અને દૂધ લઈ જાયોના સિદ્ધાંત પર કામ કરે છે. ગાયને અમે સાચવીશું તમે મૂકી જાઓ. દૂધ તેમ લઈ જાઓ અને છાણ, ગૌ મૂત્ર અને ખાતર અમે રાકીશું, એવા સિધ્ધાંત પર ગૌ હોસ્ટેલ શરૂ કરી છે. ગાયને રાખવા માટે ગાય માલિક પાસેથી મહિને રૂ.700 લેવામાં આવે છે. વાછડીના 500 રૂપિયા છે. લોકભેટ અને દાન ઉપરાંત ગાયના માલિક પાસેથી ખર્ચ લઈને હોસ્ટેલ ચાલે છે. ગાયના માલીક મહિલાઓ દોહી શકતા ન હોય તો મહિને રૂ.600 લઈને ગોવાળ દિવસમાં સવાર સાંજે ગાય દોહી આપીને દૂધ આપે દે છે. ગૌશાળા ગોવાળને મહિને 35 હજાર પગાર હોસ્ટેલને સાચવવા માટે આપે છે. જે વાસીંદા, ચોખ્ખાઈ અને ગાયને સાચવવાથી લઈને તમામ કામ કરે છે.
ગાયનું ચોખ્ખુ દૂધ, ઘી અને છાસ મળે છે. ઘણાં કુટુંબ એવા છે કે તેઓ બે કુટુંબ વચ્ચે એક ગાયા પણ રાખે છે. એક સવારે દોહી લાવે અને બીજા સાંજે દોહે છે.
ખર્ચ
દાન આપનારાને આવકનવેરોનો ફાયદો મળે છે. સારૂં આવું દાન મળે છે. થોડા સમય પહેલાં ગામમાં જાહેર કાર્યક્રમ રાખેલો ત્યારે રૂ 22 લાખ દાન આવ્યું હતું. કાનગોપી -કિર્તન જેવા કાર્યક્રમોના વર્ષે રૂ.15 લાખ દાન મળે છે. વર્ષે 30થી 35 લાખનો ખર્ચ થાય છે. 2 કરોડનું ખર્ચ કાયમી બાંધરકામ કરવા માટે કર્યું છે. જેમાં શેડ 3 છે. અને 4 ગોડાઉન બનાવેલા છે. જે 80 ફૂટ 30 ફૂટ પહોળા છે. બીજું એક ગોડાઉન બનાવવાની તૈયારી ચાલે છે. ગાયને સુખ આપવા માટે ગોડાઉન , પંખા, શેડ, બનાવેલા છે.
ઘાસ ચારો
22થી 23 હજાર ભારી મગફળીના છોડના પાન અને ડાળીની ખરીદી કરીને ગોડાઉનમાં ભરી રાખવામાં આવે છે. એકભારી દોઢ મણની થાય છે.
35થી 40 હજાર મણ મગફળીના છોડનો ચારો ભરવામાં આવે છે. રૂ.22થી 25 લાખનો ચારો લેવામાં આવે છે. જે ખેતરમાં મગફળીની ઋુતુમાં ટ્રેક્ટરથી લાવીને ભરવામાં આવે છે.
50 ટકા નફો
જામવાળી ગામની વસતી 3800 વસતી છે. જેમાં પાટીદારોની 2200ની વસતી છે. ગામમાં 550 ઘર છે. તેઓ સાથે મળીને આ હોસ્ટેલ ચવાલે છે. તેમાંથી ઘી વેચે છે. એક લિટરના એક હજાર રૂપિયામાં ઘી વેચે છે. જે રાજકોટ, અમદાવાદ, સુરત અને મુંબઈ સુદી વ્યક્તિગત ધોરણે મોકલવામાં આવે છે. ઘી બનાવવા માટે છાસ નિકળે તે એક લિટરે રૂ4ના ભાવે ગામમાં આપે છે. મહિલાઓનો પગાર નિકળી જાય એટલી આવક થાય છે. 50 ટકા નફો મહિલાઓ મેળવે છે.
દૂધની નિકાસ
દૂધ હવે ગામમાં એટલું બધું દૂધ પેદા થવા લાગ્યું છે કે દૂધને બાજુના શહેર જામજોધપુરમાં વેચવા મોકલવામાં આવે છે. પહેલા ડેરીનું દૂધ ગામમાં બહારથી આવતું હતું. જામજોધપુરમાં એક સમયનું 90 લિટર દૂધ મોકલવામાં આવે છે. ગામના વોકો લગવા (ગ્રાહકો)માં દૂધ વેચે છે. દૂધની માંગ એટલી છે કે રોજ ખુટી પડે છે. 45 રૂપિયામાં દૂધ લિટર વેચે છે. રોજનું 150-180 લિટર જામજોધપુરમાં જાય છે. એક ગાય દિવસના 10 લિટર દૂધ આપે છે.
મદદ માટે તૈયાર
કિર્તીભાઈ સુતરીયા 9898012968 ગૌશાળાના મંત્રી તરીકે ફરજ બજાવે છે. કિર્તીભાઈ સુતરીયા જામવાળી પટેલ સમાજના પ્રમુખ છે. તેમણે 10 વર્ષ પહેલાં વિચારેલું કે ગાયો માટે કોઈ હોસ્ટેલ શરૂપછી તેનો 4 વર્ષ પછી તેને 5 વર્ષ પુરા થઈ ગયા છે. પ્રમુખ દિનેશ સિતાપરા 9979053810 ઉપ્રમુખ કાંતિભાઈ ભડાણીયા છે. ગૌશાળાનું શ્રી કડવા પટેલ ગૌશાળા સેવા સમાજ ટ્રસ્ટ ચલાવે છે.
ગૌ હોસ્ટેલના ગામે ગામ વખાણ થયા છે. બીજા ગામે આવી ગૌશાળા શરૂ કરવા માટે લોકો મુલાકાલે જાય છે. ગુજરાતમાં આ પ્રકારની ગૌશાળા ક્યાંય જોવા મળતી નથી. હવે આ જ મોડેલ નાનાવાવડીમાં શરૂ થયું છે. બીજા ઘણાં ગામોમાં આગળ વધી રહ્યાં છે. જામવાળી ગામના લોકો મદદ કરવા માટે તૈયાર છે.
છાણ
ગૌ હોસ્ટેલમાંથી દર મહિને 19-20 ટ્રેક્ટર છાણ પેદા થાય છે. જેની જાહેર હરરાજી થાય છે. ખેડૂતો પોતાના ખેતરમાં નાંખવા માટે લઈ જાય છે. જે જૈવિક ખેતી માટે વાપરે છે. અથવા રાસાણિક ખાતર સાથે પણ ખેતરમા નાંખીને ઉત્પાદન વધારે છે. જાહેર હજારા રૂ.50 થી 70 હજારમાં જાય છે. આ છાણાની ભારે માંગ છે. ગૌ મૂત્ર અને છાણ આધારિત બીજા ઉત્પાદનો શરૂ કરવા માટે વિચારવામાં આવી રહ્યું છે.
બીજી પશુ હોસ્ટેલ કેવી છે
એનિમલ હોસ્ટેલએ ગુજરાત સરકારનો અનોખો ખ્યાલ છે. એમાં જામવાળીની ગૌ હોસ્ટેલ ગુજરાતની બીજી પશુ હોસ્ટેલ કરતાં સાવ અનોખી છે.
સરકારી યોજના
2011માં ગુજરાત સરકારે પશુ હોસ્ટેલ બનાવવા માટે સહાય આપવાની યોજના જાહેર કરી હતી. જેમાં ગામના 1 હજાર પશુઓને એક જ જગ્યાએ તમામ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનું હતું. ગૌચર દ્વારા ઘાસ અને સ્વસ્થતા રાખવાનો હેતું હતો. ગોબર ગેસ પ્લાન્ટ બનાવવાનો હતો. 90% સરકારની સહાય રૂ 4 કરોડ 15 લાખ હતી. 10% ગામનો લોકફાળો રૂ! 46 લાખ 11 હજાર આપવાનો હતો.
સમગ્ર દેશમાં પ્રથમ એનીમલ હોસ્ટેલની સ્થાપના ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામે આ રીતે બની હતી.
આકોદરા
8 વર્ષ પેહલા દેશના સૌ પ્રથમ ડિજિટલ વિલેજ તરીકે ઓળખાતું સાબરકાંઠા જિલ્લાના આકોદરા દેશની સૌ પ્રથમ એનિમલ હોસ્ટેલ ધરાવતું ગામ પણ છે. 2011માં ગુજરાત સરકારે આ એનિમલ હોસ્ટેલની શરૂઆત કરાવી હતી. એનિમલ હોસ્ટેલે ચાર વર્ષમાં જ સમગ્ર ગામની સૂરત બદલી નાખી હતી. એક હજારની વસ્તી ધરાવતા આ ગામમાં એક સમયે 200થી 300 જેટલા ઢોર હતાં. એનિમલ હોસ્ટેલ બન્યા પછી 8 વર્ષમાં 700 પશુ થયા હતા. ઢોર રાખવાના કારણે જગ્યા અને ગંદકીની જે સમસ્યા હતી તે પણ દૂર થઈ ગઈ છે. બે-ત્રણ ઢોર રાખી તેમાંથી દૂધની આવક રળતાં લોકો હવે દસથી વીસ ઢોર ધરાવે છે. આવકમાં વધારો થયો છે. 2014માં 1,166 ઢોર થઈ ગયા હતા. પશુઓની સંખ્યા બે ગણી થઈ અને આવકમાં રૂ.8 હજારનો વધારો થયો હતો.
પશુ છાત્રાલયમાં વૈજ્ઞાનિક અભિગમ રખાય છે. છાણમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે ગોબર બેંકની પણ સ્થાપના કરવામાં આવી છે.
36 શેડ, 1.00 લાખ લિટર પાણીની ટાંકી દ્વારા પાણીની ઉપલબ્ધતા, 80,000 લિટર પાણીનો સમ્પ, 3×85 ચોરસ મીટરનો બાયો ગેસ પ્લાન્ટ, 50 હેક્ટર ગૌચર વિકાસ જમીન, દર વર્ષે 3,000 ટન ઘાસચારાનું ઉત્પાદન અને 1,000 ટન વર્મી કમ્પોસ્ટ ખાતર ઉત્પાદન ક્ષમતા છે.
અકોદરા મિલ્ક ફેડરેશન દ્વારા દૂધ ઉત્પાદનમાં 66,000 લિટરનો વધારો જોવા મળ્યો છે. દૂધની આવક રૂ. વર્ષ 2009/10માં 87.84 લાખ હતી, પરંતુ 2010/11માં તે વધીને રૂ. 1.16 કરોડ થઈ હતી. આજે તે બેગણી છે.
પર્યાવરણમાં 3.2 ટન મિથેનનું ઉત્સર્જન અટકાવીને દરરોજ 225 યુનિટ વીજળીનું ઉત્પાદન કરવાનું હતું. આકોદરાના કુલ 215 પરિવારોમાંથી 205 પશુપાલન સાથે સંકળાયેલા છે. મહિલાઓ દરરોજ ચાર કલાક કામ બચાવે છે. બાયોમેટ્રિક ઓળખ કરી પ્રાણીનો સમગ્ર ઇતિહાસ બાર કોડ દ્વારા શોધી શકાય છે.
ઉપલેટા
રાજકોટના ઉપલેટા શહેરમાં ગુજરાતની પ્રથમ એનીમલ હોસ્ટેલનો પ્રારંભ એપ્રિલ 2022માં થયો હતો. એક ગાયના નિભાવ ખર્ચ 1 માસના 2100 રૂપિયા તમામ ગાયો માટે એક દિવસના અગીયાર હજાર રૂપિયા 1 ગાયનો એક વર્ષનો નિભાવ ખર્ચ 25000 રૂપિયા નક્કી કરાયો હતો.
જૂનાગઢ
4 કરોડ 60 લાખના ખર્ચ 9 વર્ષ પહેલાં એનીમલ હોસ્ટેલ બનાવવા જૂનાગઢમાં ગૌસેવા અયોગ અને મનપાની બેઠક મળી હતી. જેમાં રખડતા ઢોર રાખવાની વાત હતી. મનપા 5 એકર જમીન આપવાનું હતું. હોસ્ટેલમાં ગાયને દોહવાની અને ઘાસની સગવડ માલીકે કરવાની રહેશે.
રાજકોટ શહેરમાં પણ રખડતાં પશુ માટે એનીમલ હોસ્ટેલ છે.
દરેક શહેરમાં રખડતાં પશુ માટે આવી હોસ્ટેલ બનાવવાની ઘણાં લોકોએ જાહેરાત કરી હતી. પણ કંઈ થયું નથી.
અંબાલા
ગુજરાત બહાર હરિયાણાના અંબાલા જિલ્લાના ઉગારા ગામમાં 2019માં ગુજરાતની પશુલયનો અભ્યાસ કરીને ‘એનિમલ હોસ્ટેલ’ બનાવવાનું શરૂ કરાયું હતું. વીમા કવચ મેળવવા માટે જીપીએસ ટેગિંગ છે. ઢોર માલિકે 500 રૂપિયા વાર્ષિક નોંધણી ફી ચૂકવવી પડે છે. પશુ વીમો, જીપીએસ ટેગીંગ, અલગ પાર્ટીશનો, સીસીટીવી મોનીટરીંગ, શેડ, બાયોગેસ યુનિટ, દૂધ-સંગ્રહ કેન્દ્ર, ફેન્સીંગ, ગેસ, બાયો ફર્ટિલાઇઝર, સોલાર રૂફટોપ પેનલ, દૂધ-પ્રોસેસિંગ યુનિટ, નર્સરી, બીજ સારવાર કેન્દ્ર અને બકરી, ઘોડો અને ડુક્કર સહિતના અન્ય પ્રાણીઓ રાખે છે. ઘાસ આપવા માટે દર મહિને રૂ. 250 ફી હતી. પૈસા ન આપી શકે તો પૈસા ચૂકવવાને બદલે, તેઓએ 50 ટકા દૂધ જમા કરાવવું પડે છે. કમિટી કામ કરે છે.