गुजरात में पत्रकारों को निशाना बनाया जा रहा है, Journalists are being targeted in Gujarat
પત્રકાર તુષાર બસિયા સામે ગુનો નોંધવા સામે વિરોધ – પત્રકારો પરના 20 હુમલામાં પગલાં ભરો
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાતના પત્રકારો ઉપર થતાં અત્યાચાર, હુમલા, પરેશાની, સોશિયલ મિડિયામાં થતાં હુમલાં અને સત્તાધીશો દ્વારા કરાતી હેરાનગતી અંગે રજૂઆતો 30 જાન્યુઆરી 2024ના રોજ કરવામાં આવી હતી.
28 જાન્યુઆરી 2024, અપડેટ 30 જાન્યુઆરી 2024, અમદાવાદ.
12 જાન્યુઆરી 2024ના દિવસે સુરતના જાહેર રોડ પર છઠ્ઠા ધોરણમાં ભણતી બાળાના ગુપ્તાંગ પર હાથ નાખનાર એક વિકૃત ઈસમ સામે સુરતના સીંગણપોર પોલીસ સ્ટેશનના ફોજદાર રાઠોડે સરકાર તરફે ફરિયાદ નોંધી નહીં. આ ઘટનાનો અહેવાલ નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાએ રજૂ કર્યો હતો. નવજીવન, ગાંધીજીએ અંગ્રેજો સામે છાપા દ્વારા લડાઈ લડવા માટે આ સંસ્થા સ્થાપી હતી. પત્રકાર તુષાર બસિયાએ ભોગ બનનાર બાળા પોતાની દીકરી છે તેમ માની અવાજ ઊઠાવ્યો 12 દિવસ પછી પત્રકારના અહેવાલ બાદ પોલીસે ફરિયાદ નોંધવી પડી હતી. પછી 24 જાન્યુઆરી 2024ના રોજ સીંગણપોર ફોજદાર રાઠોડે સરકાર તરફે બાળાની છેડતી કરનાર ઈસમ સામે IPC કલમ 234A/ પોક્સો એકેક્ટ કલમ-8, 23(1) (2)/ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ કલમ-74/ IT એક્ટ કલમ-66(e) હેઠળ FIR નોંધી હતી. પત્રકાર તુષાર બસિયાને આરોપી બનાવી દેવામાં આવ્યા હતા.પત્રકારને હેરાન કરવા માટે, કાયદાનો ગેરઉપયોગ કરાયો હતો.
ફરિયાદી ફરિયાદ આપવા માંગતા ન હતા, પણ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાથી ફરિયાદ નવજીવનના અહેવાલ બાદ એક કલાકમાં ફરીયાદ નોંધી હતી.
ફરિયાદી છેડતીના દિવસે જ સોસાયટીના CCTV ફૂટેજ લઈને બાળાની માતા તથા રીધ્ધિ-સીધ્ધિ સોસાયટીના માણસો મહિલા હેલ્પ લાઈનની ગાડીમાં બેસી સિંગણપોર પોલીસ સ્ટેશને ગયેલા હતા. તુષાર બસિયાએ ‘મરાઠી કામવાળી બહેન’ની દીકરી એવો ઉલ્લેખ કરેલ છે. એવો આરોપ પોલીસે મૂક્યો છે. પણ, બાળાની ઓળખ છતી ન થાય તે માટે તેમણે કાળજી લીધી છે. બાળાનું નામ કે તેના માતા-પિતા-ભાઈ કોઈનું નામ અહેવાલમાં નથી. તુષાર બસિયાએ આ અહેવાલ પ્રસિદ્ધ ન કર્યો હોત તો સીંગણપોર પોલીસે હજુ પણ FIR નોંધી ન હોત. પોતાનું ખરાબ દેખાશે એમ માની અડધો કલાકમાં ગુનો નોંધ્યો હતો.
12 દિવસ સુધી ગંભીર કોગ્નિઝેબલ ગુનાની જાણ હોવા છતાં FIR નહીં નોંધનાર PI રાઠોડ સામે સુરતના પોલીસ કમિશ્નર અજય તોમરે શિક્ષાત્મક કાર્યવાહી કરી ન હતી. ગુજરાત ભરના સ્વતંત્ર પત્રકોરોએ તેનો વિરોધ કર્યો પછી રાજકોટ બદલી કરવામાં આવી હતી.
સાચી ફરજ બજાવતાં નિર્દોષ પત્રકારે પત્રકારત્વનો ધર્મ નિભાવ્યો હતો. તેને ગંભીર ગુનામાં ખોટી રીતે સંડોવીને શું સાબિત કરવા માંગે છે? તુષાર બસિયાની છબી ખરડીને જાણીજોઈને બદનક્ષી કરી છે.
સુરત પોલીસને કાયદાનું જ્ઞાન હોય એવું નથી લાગતું તેથી અમારી માંગણી છે કે, રાજ્યના પોલીસ વડા, ગૃહ સચિવ દ્વારા સુરત પોલીસની મનમાની અને કાયદાનો દુરુપયોગ અટકાવવા અને ફોજદાર સામે પગલાં ભરવામાં આવે.
કાયદો હાથમાં લઈને પોલીસે તુષાર બસિયાને પોક્સો એકેક્ટ કલમ-23(1) (2)/ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ કલમ-74 હેઠળ જવાબદાર ઠરાવેલા છે. 6 મહિના સુધીની કેદ/ 2 લાખ રૂપિયા સુધીનો દંડની જોગવાઈ છે.
પરંતુ પોક્સો એક્ટની કલમ-19 (7) કહે છે : “સદ્દભાવથી માહિતી આપવા માટે કોઈપણ વ્યક્તિ સામે સિવિલ કે ફોજદારી કેસ થઈ શકશે નહીં.” તુષાર બસિયાનો ઈરાદો બાળાને ન્યાય મળે તે હતો. તુષાર બસિયાની શુદ્ધ દાનત દેખાય છે, પરંતુ સુરત પોલીસની શુદ્ધ દાનત દેખાતી નથી. તુષાર બસિયાને કારણે એક વિકૃત ઈસમ જેલમાં પુરાયો છે. પોલીસે ત્રકાર તુષાર બસિયાનું સન્માન કરવું જોઈએ, તેના બદલે જેલમાં નાંખવા માંગે છે.
ગુજરાતમાં પત્રકારો પર હુમલા થયા હોય અને પોલીસ દ્વારા કાયદાનો ગેરઉપયોગ થયો હોત એવી અનેક ઘટનાઓ 2014થી 10 વર્ષમાં બની છે. જેની ગૃહ વિભાગે તપાસ કરીને વ્હાઈટ પેપર જાહેર કરવું જોઈએ.
ગાંધીનગરમાં પત્રકારો
https://twitter.com/allgujaratnews/status/1752287733387763977?t=_NdQGz72InNJ1x7QRPjzFw&s=19
આવી કેટલાંક ઘટનાઓ આ રહી
11 જાન્યુઆરી 2024માં કચ્છના પત્રકાર જયેશ અંબાલાલ શાહે પોલીસનું લાંચ કૌભાંડ બહાર પાડ્યું તો તેમને સાયબર ક્રાઈમ પર હાજર થવા નોટિસ આપી હતી. તેમને 2 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા. ફરીથી તેમને આવી જ નોટિસ આપવામાં આવી હતી.
25 જાન્યુઆરી 2024માં અમરેલી જિલ્લાના જાફરાબાદમાં કામ કરતાં ટીંબી ગામના પત્રકાર સોહિલભાઈ બમાણી ઉપર હીંચકારો હુમલો કરવામાં આવ્યો હતો.
પ્રદીપ રાવલ અને ખત્રીનો કેસ
તા.16 ફેબ્રુઆરી 2023 ના રોજમાં નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસ મથકે પત્રકારો વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી.આ ફરિયાદ આઇપીએસ હની ટ્રેપ કૌભાંડમાં જેમની પર આક્ષેપો થતાં હતાં. 5 આઇપીએસ ને સરકારે ક્લીનચિટ આપી હતી. તેના બે જ દિવસમાં લોકપ્રિય પત્રકારો વિરુદ્ધ આરોપ ઘડી ગણત્રીના કલાકોમાં જ તા.17 ફેબ્રુઆરી 2023મીના રોજ સવારે 200 કીમી દૂરથી પણ ધરપકડ કરી લેવાયા હતા. ગાંધીનગરના પ્રદીપ રાવલ અને બોડેલીના પત્રકાર બરકતુલ્લાહ ખત્રીની આ કેસ સરકાર દ્વારા પર અતિક્રમણ ગણવામાં આવી રહ્યો છે. કરાઈ એકેડેમિમાં ટ્રેઇનિંગ ન લેતી મહિલા એકેડેમીમાં અંદર જઈને ફોટા પડાવે છે જે વાયરલ થાય છે.એ મહિલાનું પોલીસે નિવેદન પણ લીધેલું છે.તેમ છતાં આઇપીએસ અધિકારીઓ પર દેશ ભરમાં થતાં ટ્રોલને અટકાવવા નિર્દોષ પત્રકારો પર ખોટો આરોપ મઢવામાં આવ્યો હતો.પત્રકાર સંગઠન આ કેસ પરત લેવા સરકાર સમક્ષ માંગણી કરી રહેલ છે.
માર્ચ 2023માં અમદાવાદના ચાંદખેડામાં પત્રકાર આબેદા પઠાણ અને ટીમ પર હુમલો કરી છેડતી કરી હતી. પત્રકારે કર્યું અન્ન જળનું ત્યાગ કરવો પડ્યો હતો. છતાં પગલાં ન લેવાયા.
જૂલાઈ 2023માં બોટાદમાં પત્રકાર પર હીચકારો હુમલો થયો હતો.
ડિસેમ્બર 2023માં જૂનાગઢ રોપવેના સમાચાર મેળવવા ગયેલા પત્રકાર અમર બખાઈ પર રોપવેના 3 કર્મચારીએ કર્યો હુમલો. પત્રકારને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પત્રકારના મોબાઇલમાંથી તમામ વિડિયો ડીલીટ કરવામાં આવ્યો હતો.
સપ્ટેમ્બર 2023માં રાજકોટમાં પત્રકારો પર પણ હુમલો કરી કેમેરા તોડવાનો પ્રયાસ કર્યો હતો.
ઓગસ્ટ 2023માં સંખેડા તાલુકાના પત્રકાર દિપક તડવી પર ડભોઈ ખાતે હુમલો કરાયો હતો.
જૂન 2023માં મહીસાગરના બાલાસિનોરમાં પત્રકારો પર ફજર દરમિયાન હુમલો કરાયો હતો.
ઓક્ટોબર 2022માં પોરબંદરમાં પત્રકાર પર હુમલો થયો હતો.
એપ્રિલ 2022માં વાલોડ તાલુકાના પત્રકાર વિકાસ ભરતભાઈ શાહ ઉપર હુમલો થયો હતો.
ઓગસ્ટ 2021માં અમદાવાદમાં ચાંદલોડિયામાં પત્રકાર દિનેશ કલાલ પર હુમલો થયો હતો.
ઓગસ્ટ 2021માં અમદાવાદ શહેરમાં આશારામ આશ્રમમાં પત્રકારો પર હુમલો કરનારા સાધકોને એક વર્ષની કોર્ટે સજા ફટકારી હતી.
મે 2022માં રાજુલા વાવેરા ગામે રહેતા ખેતી અને પત્રકાર સાથે સંકળાયેલા વિક્રમ સાખટ પર હુમલો કરી હાથ પગ ભાંગી નાખવાની ઘટના બની હતી.
2022માં અમદાવાદના નારોલ વિસ્તારમાં પોલીસની હાજરી પત્રકાર નીધી દવે પર જાન લેવા હુમલો થયો હતો.
નવેમ્બર 2022માં વડોદરાના સાવલી તાલુકામાં પત્રકાર પર જીવલેણ હુમલો કરાયો હતો.
7 મે 2020 ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા અમદાવાદની ન્યૂઝ પોર્ટલ ફેસ ઓફ નેશનના સંપાદક ધવલ પટેલ વિરુદ્ધ સેડીશન – રાષ્ટ્ર દ્રોહનો ગુનો નોંધવામાં આવેલો. તેને વિદેશ ભાગી જવું પડ્યું હતું.
જૂલાઈ 2020માં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં પત્રકાર રાજેશ ગજ્જર ઉપર હુમલાની ઘટના બની હતી.
2019માં જામનગરમાં પત્રકાર સમીર અશોકભાઈ ગડકરી પર હુમલો કરાયો હતો.
ડિસેમ્બર 2019માં નડિયાદના કનીપુરામાં પત્રકાર ગિરધારીભાઇ પર કેટલાક હુમલો કરવામાં આવ્યો હતો. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
ઓક્ટોબર 2019માં બનાસકાંઠાના રિપોર્ટર કુલદીપ પરમાર અને કૅમેરામૅન આકાશ પરમાર હુમલો કરાયો હતો. કુવારશી ગામમાં ભાજપના સ્થાનિક નેતા લક્ષ્મણ બારડની આશ્રમશાળાનો અહેવાલ આપ્યા બાદ તેના ભાઈ વદનસિંહે પત્રકારોનું અપહરણ કરીને નજીકમાં આવેલા ફાર્મહાઉસમાં લઈ ગયા હતા. જ્યાં માર માર્યો હતો.પોલિસના દમન બાબતે બનાસકાંઠામાં પત્રકારોએ કલેક્ટરને આવેદન આપ્યુ હતુ.
મે 2019માં જૂનાગઢમાં પત્રકારો ઉપર પોલીસે કોઈ કારણ વગર અમાનવીય રીતે લાઠીચાર્જ કરી અને હુમલો કર્યો હતો.
2019માં જામનગરમાં એક બુટલેગરે પત્રકારના ઘર પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આવેદનમાં જુનાગઢ પ્રકારમાં અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને જામનગરનાં બુટલેગર સામે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આ આવેદન ‘પ્રેસ ક્લબ વાંકાનેર’ના પ્રમુખ અયુબ માથકીઆ, ઉપપ્રમુખ હરદેવસિંહ ઝાલા, મંત્રી મયુર ઠાકોર, સહમંત્રી તૌફિક અમરેલીયા, ખજાનચી અર્જુનસિંહ વાળા અને સભ્યો અમરભાઈ રાવલ,ગની પટેલ, શાહરૂખ ચૌહાણ તમામે પ્રાંત અધિકારીને આવેદન આપીને ‘પ્રેસ ક્લબ ઓફ વાંકાનેર’ની આ માંગ મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની મૌખિક રજૂઆત પણ કરી હતી.
સાયબર હુમલા
સાયબર હુમલા ગુજરાતમાં વધી રહ્યાં છે. ચોક્કસ પક્ષ કે નેતાઓની ટીકા કરવા બદલ પત્રકારોને સોશિયલ એકાઉન્ટ પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને પરેશાન કરવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં ન્યુઈન્ડિયન એક્સપ્રેસના ગુજરાત બ્યુરો ચીફ પર આ રીતના હુમલા થયા હતા.
નિર્ભયતાથી લખનારા પત્રકાર દિલીપ પટેલ પર તેના સોશિયલ એકાઉન્ટ પર વારંવાર હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે.
પત્રકાર હરી દેસાઈ પર પણ સોશિયલ મિડિયા પર એટેક કરાય છે.
આવા સેંકડો પત્રકારો છે કે જેમની ઉપર સોશિયલ મિડિયામાં હુમલા થઈ રહ્યાં છે, જેથી તેઓ લખતા બંધ થાય એવો મૂળ હેતુ ચોક્કસ પક્ષના સાયબર ડાકુઓનો હેતું રહેલો છે. જે અટકવું જરૂરી છે.
આ માટે ગુજરાતની સરકારે પત્રકારોને કાનૂની સુરક્ષા આપવાની તાતી જરૂર છે.
4 વર્ષ પહેલાં ભુજમાં સુરેશગીરી ગોસ્વામી પર હુમલો થયો હતો. પત્રકારોની બેઠક મળી હતી અને માંડવીના હુમલાને વખોડાયો હતો.
ભરૂચના આમોદમાં પત્રકારો પર હુમલા થયા હતા.
2016માં અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં મોડી રાત્રે પત્રકાર ગોપાલ પટેલ પર હુમલો થયો હતો.
2016માં જામનગરમાં પત્રકાર સંજય જાની પર હુમલો કરાયો હતો.
8 વર્ષ પહેલાં અમદાવાદખાતેના GMDC ગ્રાઉન્ડ ઉપર પાટીદાર સમાજની યોજાયેલી મહારેલીના કવરેજ કરતાં 22 પત્રકારો પર પોલીસ કાફલાએ હુમલો કર્યો હતો.
આમ છેલ્લાં 10 વર્ષમાં આવી અનેક ઘટનાઓ બની છે.
ભરૂચના પત્રકાર દિનેશભાઇ અડવાણી પર હુમલો કરી ફરાર થઇ ગયા હતા. ફ્રેક્ચર થયા હતા.
પત્રકારોનું મુખ્ય કામ જનતા સુધી માહિતી પહોંચાડવાનું છે. નીડર અને નિષ્પક્ષ પત્રકારો સાથે ગેરકૃત્ય થઈ રહ્યાં છે.
ગુજરાતમાં અસામાજિક તત્વોનું રાજ હોય એમ લાગી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા પાંગળા બની ગયા છે.
નીડર અને નિષ્પક્ષ પત્રકારો સાથે જો આ રીતે ગેરવર્તન કરવામાં આવશે તો તમે જોઈ શકશો કે દેશનું અર્થતંત્ર કેવું થઈ ચૂક્યું છે. પત્રકાર માટે લખવું મુશ્કેલ બની ચૂક્યું છે. પત્રકારો દ્વારા સાચી માહિતી પૂરી પાડવી શું એ ખોટું છે ..?
પાકિસ્તાનમાં 11 મહિનાના સમયગાળામાં પત્રકારો પર 140 હુમલાઓ થયા હતા. શું ગુજરાતને બીજું પાકિસ્તાન બનાવવા માંગો છો? છેલ્લા નવ વર્ષમાં ભાજપ સરકારે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન, ન્યૂઝલોન્ડ્રી, દૈનિક ભાસ્કર, ભારત સમાચાર, કાશ્મીર વાલા, ધ વાયર વગેરેને દબાવવા માટે તપાસ એજન્સીઓ તૈનાત કરીને મીડિયા પર જાણી જોઈને અત્યાચાર ગુજાર્યો છે અને મીડિયાનો અવાજ દબાવ્યો છે. ભારત સરકાર યુએપીએ અને રાજદ્રોહના કાયદાનો ઉપયોગ ટીકાકારો ચૂપ કરાવવા માટે કરે છે.
14 જૂન 2023માં ભાજપના નેતા અને પ્રધાન સ્મૃતિ ઈરાની દ્વારા પત્રકારોને ડરાવવા-ધમકાવવા પર એડિટર્સ ગિલ્ડ નારાજ થઈને કહેવું પડ્યું હતું કે, પ્રેસની સ્વતંત્રતા પર હુમલો ન કરો. સરકાર વિરુદ્ધ બોલતા કોઈપણને શાંત કરવાના પ્રયાસમાં ડરાવવા અને ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવે છે.
હુમલાના વિરોધમાં પત્રકારોના સ્થાનિક સંગઠનોએ રાજ્યભરમાં વિરોધ નોંધાવી વારંવાર સરકારના પ્રતિનિધિઓને આવેદન આપવા પડે છે. 2020માં ગુજરાત પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરનારા 64 આરોપીઓને પાસા હેઠળ ધરપકડ કરી જેલમાં મોકલવામાં આવ્યા હતા તેવી જ રીતે પત્રકારોની કામગીરીમાં અવરોધ કરનારા સામે પગલાં લેવાવા જોઈએ.
સ્વમાની પત્રકારો
પત્રકારો ક્યારેય નામશેષ નહીં થાય. સત્યને વરેલી ચોથી જાગીર જીવતી રહેશે. રિપોર્ટિંગ કરતા પત્રકારો પર સ્વાભાવિકપણે જોખમ હોય જ છે. ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ કરતા સ્વતંત્ર પત્રકારો પર જોખમ વધી રહ્યું છે. પત્રકારે તંગ દોરડા પર ચાલવું પડે છે.
સ્થાપિત હિતોને કોઇ ખણખોદ કરીને માહિતી ખોદી કાઢે તે ફાવતું નથી. તેઓ જે છુપાવવા માગતા હોય છે. તેઓ સામ, દામ, દંડ અને ભેદ તમામ રીતો અપનાવી લે છે. નહીં નમનાર, સ્વચ્છ અને ક્યારેક અકડુ પત્રકાર માટે છેલ્લા ઉપાય તરીકે દંડની રીતિ અપનાવાય છે. અનિષ્ટ તત્વોથી પત્રકારો ડરતા નથી. પત્રકાર નિષ્કલંક હોય, સ્વચ્છ હોય ત્યારે તે ગમે તેની સામે શિંગડાં ભરાવતાં અચકાતો નથી. કલમને ખોળે માથું મૂકીને જીવનાર પત્રકાર પોતાની પ્રામાણિકતા પર મગરૂર હોય છે. આ મગરૂરી તેને થોડો એરોગન્ટ પણ બનાવી દે છેય થોડો બેફિકર પણ. તે પોલીસ રક્ષણ માગતો નથી.
પત્રકાર પર હુમલો થાય કે હત્યા થાય ત્યારે પત્રકારોને પોલીસ પ્રોટેકશન આપવાની માગણી થાય છે. સરકારી રક્ષણ આપવાની વાતો થાય છે. પણ, સાચો પત્રકાર રક્ષણ માગતો નથી. તેને જીવ હથેળીમાં લઇને ફરવામાં મજા આવે છે. એનો પણ એક નશો હોય છે. આ નશો તેને જોખમ લેવાનું બળ આપે છે. પ્રોફેશનલ હેઝાર્ડ છે.
2019માં જાહેર બેઠક
2019માં ગુજરાતમાં લોકશાહીના ચોથા સ્થંભ સમાન પ્રેસ અને મીડિયાની આઝાદી જોખમમાં મુકાઇ ગઈ હોત તેમ એવા બનેલા બનાવોની તપાસ અને સમગ્ર ગુજરાતના પત્રકાર જગતમાં સલામતી અને સુરક્ષાની લાગણી માટે અમદાવાદમાં તાકીદે યોજાયેલી એક ઓપન સેશન સમાન મીટીંગમાં વરિષ્ઠ પત્રકારોની સમિતિ રચીને 15 એપ્રિલના રોજ સરકારને લેખિત રજૂઆત કરી હતી.
ટીવી9 ને પત્રકાર ચિરાગ પટેલનું રહસ્યમય મોત, ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા મીડિયા ને આપેલી ધાક ધમકી અને માહિતી ખાતા દ્વારા ખુલાસાઓ મોકલીને કરતી કનડગતની ચર્ચા કરી હતી.
ગુજરાતમાં મીડિયાની સલામતી ચિંતાજનક હોવાની લાગણી સર્જાઈ છે.
પત્રકારો સવાલો કરે ત્યારે તેમને જોઈ લેવાની ધમકીઓ મળે છે. પ્રેસ અને મીડિયાની સાથે કરતા ગેરવર્તન આ તમામ બાબતોને લઈને અમદાવાદના વસ્ત્રાપુર તળાવ ખાતે વરિષ્ઠ પત્રકારોની આગેવાનીમાં એક બેઠક ખૂલા મંચ સમાન યોજાઈ હતી.
મીડિયા જગતની લાગણી છે કે ગુજરાતમાં પત્રકાર આલમ સાથે સરકાર, પોલીસ, અધિકારીઓ વગેરે દ્વારા યોગ્ય ઢબે વર્તન જોવા મળતું નથી. જો સરકાર કે સત્તાવાળાઓ ઇચ્છતાં હોય કે મીડિયાને હેરાન પરેશાન કરો ભલે લોકશાહી ખત્મ થઇ જાય તો એવા નેતા એવી સરકાર ભીંત ભૂલે છે. ગુજરાતમાં મીડિયા એક થઈને સરકારમાં રજૂઆત કરે ત્યારે સરકાર પણ તેને અતિ ગંભીર ગણી ને ત્વરિત પગલા ભરે અને ગુજરાતમાં પત્રકારો અને મીડિયા સલામત અને સુરક્ષિત છે એવો હકારાત્મક સંદેશો પણ સરકાર આપે તે જરૂરી છે.
ગૃહ વિભાગ પોલીસના માર્ગદર્શન માટે પરિપત્ર બહાર પાડે. ફિલ્ડ પર પત્રકારોને સરકાર સુરક્ષા આપે અને મુક્ત રીતે કામ કરી શકે તેવું વાતાવરણ ઉભું કરવામાં આવે. મહિલા પત્રકારોને ફિલ્ડમાં પરેશાનીનો ભોગ ન બનવું પડે તે માટે ખાસ સલામતી આપવામાં આવે. દરેક જિલ્લામાં કે તાલુકા કે શહેરમાં પત્રકાર સુરક્ષા સમિતિ બનાવવી.
રાજ્યકક્ષાની સંકલન સમિતિના સભ્યોઃ ધીમંતભાઈ પુરોહિત, હરી દેસાઈ, દિલીપ પટેલ, પદ્મકાંત ત્રિવેદી, ભાર્ગવ પરીખ, ટીકેન્દ્ર રાવલ, દર્શના જમીનદાર, અભિજિત ભટ્ટ, ગૌરાંગ પંડયા, પ્રશાંત પટેલ, જીજ્ઞેશ કાલાવડિયા, નરેન્દ્ર જાદવ, યુનુશ ગાઝી, ચેતન પુરોહિત, દિપેન પઢીયાર, મહેશ શાહ હતા.
8 એપ્રિલ 2017માં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગુજરાત સરકાર પાસે માંગણી કરી હતી કે, મહારાષ્ટ્ર સરકાર અને બીજી 8 રાજ્ય સરકારોની જેમ ગુજરાત સરકાર પણ પત્રકાર હિત માટેનો કાયદો લાવે. જર્નલિસ્ટ પ્રોટેકશન એકટ બિલ મુજબ પત્રકાર પર હુમલો કરવાને બિનજામીનપાત્ર ગુનો ગણવામાં આવે એવી વારંવાર માંગણી કરી છે. હુમલો કરનારાએ દંડ ભરવો પડશે અને ઘાયલ પત્રકારની સારવારનો પણ ખર્ચ ઉઠાવવો પડે એવી જોગવાઈ કરો. નુકસાનની ભરપાઇ હુમલાખોરે કરવી જોઈએ. ગુજરાત સરકારને બાર માગણીઓનો મુસદ્દો આપેલો તે આજે સરકારમાં પડતર છે.
પત્રકારો અને પત્રકારોની સંસ્થાઓ પર સતત હુમલા થઈ રહ્યા છે.
પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની બાબતમાં 180 દેશોના સર્વેમાં ભારતનું સ્થાન 2022માં બે ક્રમ નીચે 142 પર આવી ગયું હતું. 2023માં તો તેનાથી પણ ખરાબ સ્થિતી છે. હવે પછી લોકસભાની ચૂંટણી સુધી દિલ્હી અને તમામ રાજ્યોમાં સંસ્થાગત પત્રકારો અને સ્વતંત્ર રીતે કામ કરતાં પત્રકારોની આઝાદીને ગળે ટૂંપો આપવાની ઘટનાઓ વધરાવી છે. ગ્લોબલ મીડિયા જૂથના જણાવ્યા અનુસાર મીડિયાની સ્વતંત્રતા પર સતત હુમલો ચાલુ છે. 2021માં ભારતમાં ફરજ બજાવતી વખતે 4 પત્રકારોની હત્યા થઇ હતી. ગુજરાત તેમાં જરાય પાછળ નથી.
જૂન 2023થી વોલ સ્ટ્રીટ જર્નલ અખબારની વ્હાઇટ હાઉસની પત્રકાર સબરીના સિદ્દીકીને પરેશાન કરવામાં આવી રહી છે. અખબારે આ અંગે વ્હાઇટ હાઉસને ફરિયાદ કરી છે. અખબારે જણાવ્યું કે જ્યારથી અમારા પત્રકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્ન પૂછ્યો ત્યારથી ભારતના લોકો તેમનું ઓનલાઈન ઉત્પીડન કરી રહ્યા છે. મોદી સરકારના કેટલાક નેતાઓ પણ આમાં સામેલ છે.
સરકારની ટીકા કરનારાની હેરાનગતિ કરવી અને બનાવોના અહેવાલો આપી રહ્યા હોય તેમની સામે કેસ કરવો તેવી રીતે અપનાવી છે.
ખેડૂતોના દેખાવોના સમાચારો આપતાં એક મૅગેઝિનના તંત્રી વિભાગના ત્રણ સિનિયર મોસ્ટ સંપાદકો – પબ્લિશર, તંત્રી અને કાર્યકારી તંત્રી સામે દેશદ્રોહના 10 કેસ ઠોકી દેવામાં આવ્યા. એક ફ્રીલાન્સ પત્રકારની પ્રદર્શનસ્થળેથી ધરપકડ કરવામાં આવી. થોડા કલાકો માટે મૅગેઝિનના ટ્વીટર હૅન્ડલને પણ બંધ કરી દેવાયું હતું. એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ ખેડૂતોના દેખાવોના સંદર્ભમાં એક કેસમાં જણાવ્યું કે આ પોલીસ કેસ “મીડિયાને ધમકાવવા, પરેશાન કરવા અને તેને દબાવી દેવા માટે કર્યા છે.”
કારવાંના ચાર પત્રકારો પર બે જુદાજુદા બનાવોમાં હુમલા થયા હતા.
ગૃહ રાજ્ય પ્રધાન અને પુત્રના હુમલા
16 ડિસેમ્બર 21માં દેશના ગૃહ રાજ્યમંત્રીના પુત્ર પત્રકારો ઉપર હુમલો કરીને શરમજનક કૃત્ય કર્યું હતું. ઉત્તર પ્રદેશના લખીમપુર ખૈરીમાં ખેડૂતોને પોતાના વેહિકલ થી કચડી નાખ્યા હતા. મીડિયા-કર્મચારીઓને અપશબ્દો કહેતા જ નહીં, પરંતુ એક પત્રકાર પર હાથ ઉગામવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા હતા. પત્રકારે અજય મિશ્રાને પૂછતાં તેઓ મોટેથી બોલવા લાગ્યા હતા કે ‘આવા મૂર્ખા મીભર્યા સવાલો ન પૂછો. દિમાગ ખરાબ થઈ ગયું છે?’રિપોર્ટર તરફ ધસી જઈને તેનું માઇક છીનવી લેવાની પણ કોશિશ કરીને એમ કહેતા જોવા મળ્યા હતા કે ‘માઇક બંધ કરો બે.’ આ વિડિયોમાં તેઓ અપશબ્દો કહેતા તેમ જ રિપોર્ટર્સને ‘ચોર’ કહેતા પણ જોવા મળ્યા હતા. કેન્દ્રીય મંત્રી પત્રકારો ઉપર આવી દાદાગીરી કરી શકતા હોય તો બિચારી પ્રજાનું શું થઇ શકે એ મોટો સવાલ છે.
ઇતિહાસ
ઓગણીસમી સદીના ગુજરાતના પ્રખર સમાજસુધારક, નીડર પત્રકાર અને લેખક કરસનદાસ મૂળજી હતા. તેમના સામયિક સત્યપ્રકાશનું ગુજરાતના સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં અનોખું સ્થાન રહ્યું છે. કરસનદાસે 21 સપ્ટેમ્બર, 1860ના રોજ તેમનો જાણીતો લેખ ‘હિન્દુનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો’ પ્રગટ કર્યો. આ લેખમાં તેમણે મહારાજોનાં કામો અયોગ્ય જાહેર કર્યાં. આ લેખને કારણે જદુનાથજી મહારાજે કરસનદાસ પર રૂપિયા 50,000નો બદનક્ષીનો દાવો માંડ્યો; જેનો અહેવાલ ‘મહારાજ લાયબલ કેસ’ (1862) નામે પ્રગટ થયો હતો.
કોર્પોરેટ તાકાત
લોકશાહી માટે કૉર્પોરેટ તાકાત અને રાજકીય શક્તિઓથી મુક્ત રહીને કામ કરી શકે તેવું મીડિયા માટે વાતાવરણ હોવું જરૂરી છે. પરંતુ સત્યની શોધ કરનારાઓએ સૌથી વધુ સહન કરવું પડે છે. જ્ઞાનની સંસ્થાઓની ભૂમિકા એ છે કે તેઓ સત્તાધીશો સામે પડકાર ફેંકે અને સત્તા પર બેઠેલા લોકોને જવાબદાર બનાવે. પરંતુ તેના બદલે એક વાર કબજે થઈ ગયા પછી આ સંસ્થાઓ જ ઊલટાના સત્તાધીશોના હાથા બની જાય છે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની કાનૂની સુરક્ષા અપૂરતી છે, તેના કારણે તેમના પર સહેલાઈથી કબજો થઈ જાય છે.
જ્યારે કોઈ પત્રકાર સત્ય બોલે છે ત્યારે સત્તાધીશને તે પસંદ આવતું નથી. તેથી હુમલા કરાવે છે. તો પત્રકારો પૂછે છે.
તેથી સત્તા સ્થાને બેઠેલા નેતાઓ અને અધિકારીઓને સત્ય લખતા પત્રકારો પસંદ નથી. તેથી તેમને વારંવાર પરેશાન કરવામાં આવે છે. આવી ગુજરાતમાં છેલ્લાં 20 વર્ષમાં મોદી કાળમાં અનેક ઘટનાઓ બની છે. તે માટે પત્રકારોના હક્કોનું રક્ષણ કરવા માટે એડિટર્સ ગિલ્ડ છે. જોકે ગુજરાતમાં પત્રકારોનું રક્ષણ કરતી હોય એવી સક્રિય એક પણ સંસ્થા નથી. તેથી ગુજરાતના સત્તાધીશોને ભાવતું મળી રહે છે. નિડર ગણાતાં પક્ષકારો તેમની સામે લડે છે. તેથી સરકાર આવા પત્રકારોને પરેશાન કરતી આવી છે.
વલસાડમાં અત્યાચાર
11 એપ્રિલ 2022માં વલસાડના દક્ષિણ ગુજરાત વર્તમાન અખબારમાં દારૂની હેરાફેરી સંદર્ભે વહીવટદારોએ સેટિંગ કરી લીધું હોવાના શીર્ષક સાથે અહેવાલ છપાયા હતા. જે અહેવાલ બાદ અખબારના તંત્રી પુણ્યપાલ શાહ વિરુદ્ધ વલસાડ પોલીસે ગંભીર કલમ સાથે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. આ ઉપરાંત પોલીસે જેને આ અખબાર સાથે કઈ લેવાદેવા નથી અને જેઓ બીલીમોરા ખાતે પરિવાર સાથે અલગ રહે છે એવા તેમના કાકા જયંતીભાઈ સામે પણ પોલીસે ફરિયાદ નોંધી હતી. સરકારમાં પણ પોલીસ અધિકારીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરી અધિકારી રાજ ચલાવી રહ્યા છે. લોકતંત્રના ચોથા સ્તંભ ગણાતા મીડિયાનો અવાજ દબાવવાનું કૃત્ય કરી રહ્યા છે.
300 અખબારોએ દેખાવો કર્યા તો પોલીસે પકડી લીધા
11 સપ્ટેમ્બર 2018માં ગાંધીનગરમાં 300 નાના અખબારોના પત્રકારો, તંત્રીઓ તથા માલિકોને સચિવાલય જતાં અટકાવાયા હતા. પોલીસે તેમની અટકાયત કરી હતી. સેક્ટર 7 પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. તેઓ સરકાર સામેના અનેક પ્રશ્નો રજૂ કરવા માટે સરકાર સમક્ષ જવા માંગતા હતા.
4100 અખબાર બંધ
ગુજરાતમાં 4100 નાના અને મધ્યમ અખબારો અલગઅલગ કારણોસર બંધ કરી દેવામાં આવ્યા છે. જે સરકારની વાત ન માને તેની જાહેરાતો બંધ કરી દેવામાં આવે છે. આખરે આ અખબાર ખોટના ખાડામાં ઉતરી જાય છે અને બંધ કરી દેવું પડે છે. ગુજરાત માટે ગૌરવરૂપ એવા ગાંધીનગર સમાચારની વાત પણ પત્રકારોને ખટકી રહી છે.
કિન્નાખોરીનો છેલ્લો દાખલો
જૂલાઈ 2023માં ગાંધીનગર સમાચારની જાહેરાતો બંધ કરી દઈને આ અખબારની હત્યા ભૂપેન્દ્ર પટેલની સરકારે કરી છે. ભાજપના નેતા અને ભાજપના ધારાસભ્યએ આ અખબાર ખરીદી લીધું છે. 2003થી મોદીની નજરમાં આ અખબાર સતત ખટકતુ હતું. તેના પત્રકારોનું મોદી વારંવાર અપમાન કરતાં રહેતાં હતા. તેથી પત્રકારોને સચિવાલયમાં મોકલવાનું ઘટાડી દેવું પડ્યું હતું.
ફૂલછાબ કોર્પોરેટ પાસે ગયું
ઝવેરચંદ મેઘાણીએ જે અખબાર દ્વારા દેશની આઝાદીની લડાઈ લડી હતી. ગુજરાતના લોકોને કસુંબીનો રંગ પાયો હતો તે જન્મભૂમિ જૂથનું ફૂલછાબ અખબાર ટ્રસ્ટમાં પણ હવે ભાજપના ચાહીતા ઉદ્યોગગૃહે પ્રવેશ મેળવી દીધો છે. જેણે એનડીટીવી ખરીદી દીધું છે.
2019માં ગુજરાતમાં પત્રકારો ઉપર 16 હુમલા થયા હતા અને અમદાવાદમાં ચીરાગ પટેલની હત્યા થઈ હતી. વર્ષ 2019 માં વિશ્વભરના પત્રકારો, જે 16 વર્ષમાં સૌથી ઓછા મૃત્યુઆંક છે. પણ ગુજરાત માટે 2019નું વર્ષ સૌથી વધું ઘાતકી અને ચિંતા ઉપજાવે તેવું હતું.
બે ટીવી ચેનલ બંધ
20 સપ્ટેમ્બર 2022માં ગાંધીનગરના નેટવર્ક ન્યુઝ ગુજરાતની કચેરીમાં 200 પોલીસ ઘુસી ગઈ હતી. મહિલા એંકરોની હાજરીમાં ગાળો બોલી હતી. ચેનલ બંધ કરીવી દીવામાં આવી હતી. ઓછામાં ઓછા 300 પત્રકારો અને ટેકનિસિયનો બેકાર થઈ ગયા હતા. આ ટીવી ચેનલે સરકારના અનેક ગોટાળા જાહેર કર્યા હતા.
2022માં અમદાવાદમાં કે ન્યુઝ ટીવી ચેનલને અમદાવાદ કલેક્ટરે લાયસંસ રદ કરી દઈને બંધ કરાવી દીધી હતી. જે સરકારીન આકરી ટીકા કરતી હતી.
યુટ્યુબ ચેનલો પર તવાઈ
અનેક યુટ્યુબ ચેનલો સ્વચ્છ પત્રકારો ચલાવે છે. તેમની સામે તવાઈ વારંવરા આવતી રહી છે. સારી અને જાણીતી સંસ્થાઓમાં
સરકારે કોઈ પગલાં ન લીધા
15 મે 2029માં ગુજરાતના જાણીતા પત્રકારોએ રાજ્ય સરકાર સમક્ષ માંગણી મૂકી હતી.
જૂનાગઢમાં પત્રકારો પર થયેલા હુમલા સંદર્ભે ગુજરતા પત્રકાર સુરક્ષા સમિતિએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાને આવેદન પત્ર આપ્યું હતું. પત્રકારો પર થયેલા હુમલા અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે ગૃહરાજયમંત્રીએ ખાતરી આપી હતી.
સરકારને અગાઉ જાણ કરી હતી તેનું જોડાણ
જોડાણ – 2
ભાસ્કરને દબાવવા દરોડા
22 જુલાઈ 2021માં ‘દૈનિક ભાસ્કર’ અને ‘દિવ્ય ભાસ્કર’ પર દરાડો પડાયા હતા. તેમની જાહેરખબરો સરકારે બંધ કરી દીધી હતી. આવકવેરા વિભાગના દરોડા, એ મીડિયાને ડરાવવાનો પ્રયાસ હતો.
વીટીવી
8 સપ્ટેમ્બર 2021માં અમદાવાદના બોડકદેવના સમભાવ-વીટીવી આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. તેના એન્કર આમ આદમી પક્ષમાં જોડાયા બાદ ભાજપ સામે આફત ઊભી કરી ત્યાર બાદ વડોદરિયા કુટુબની માલિકીની આ સંસ્થાઓ પર દરાડો પડ્યા હતા. તેઓ આજે પણ લડી રહ્યાં છે.
GSTV
જીએસટીવી અને વેબસાઈટ ક્યારેય સરકારના લબાણ હેઠળ કામ કર્યું નથી. તેથી તેના પર સીધા અને આડકતરાં હુમલા થતાં રહ્યાં છે.
વડોદરામાં ગણેશ વિસર્જનની રાતે વડોદરા પોલીસે GSTVના પત્રકાર પર હિચકારો હુમલો કર્યો હતો. પત્રકારના હાથે ફે્કચર તેમજ બેઠો માર વાગ્યો છે. ફેંટ પકડીને ખેંચી ગયો હતો. PSI અલ્પેશ પટેલે છૂટો દોર આપ્યો હતો. ઉપરી અધિકારીને ફરિયાદ કરવાનુ કહેતા ખેંચીને લઇ ગયો હતો.
જામનગરના દિવ્ય ભાસ્કર નામના અખબારમાં બ્યુરો ચિફ તરીકે કામ કરતા સમીર અશોકભાઈ ગડકરી પર સળીયાનો ઘા ઝીંક્યો હતો.
અમદાવાદમાં 22 પત્રકારો પર હુમલા
2015માં પાટીદાર રેલીમાં અમદાવાદ જીએમડીસી મેદાનમાં 22 પત્રકારો પર હુમલા થયા હતા. પોલીસ કાફલાએ હુમલો કર્યો હતો. હુમલો કરનાર પોલીસ અધિકારી સામે કાર્યવાહીની માંગણી કરી હતી. છતાં કંઈ ન થયું. સાથે ઓલપાડમાં પત્રકારો દ્વારા નાયબ કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
કેમેરા ઝુંટવી ને તોડી નાંખવામાં આવ્યા હતા. કેસેટો અને મેમરી કાર્ડ તોડી નાંખવામાં આવ્યા હતા. હદે પોલીસે દમન ગુજાર્યો હતો. એકમાત્ર GMDC ગ્રાઉન્ડ પર નહી, પરંતુ અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા નિર્દોષો પર કરાયેલા લાઠીચાર્જની ઘટનાને કવરેજ કરવા ગયેલ પત્રકારો અને કેમેરામેનો પર પણ પોલીસે હુમલા કર્યા હતા. જેની સર્વગ્રાહી તપાસ થઈ નથી.
2016માં આંદોલનમાં હાર્દિક પટેલ સારવાર લીધા બાદ એસજીવીપી હોસ્પિટલથી ઉપવાસ છાવણી જતી વખતે તેનું કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓને પોલીસ દ્વારા કવરેજ કરતા રોકવામાં આવ્યા હતા. એટલું જ નહીં તમામ ઉપસ્થિત પત્રકારો સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ દુર્વ્યહાર કર્યો હતો.
જીએમડીસીની ઘટના
6 વર્ષ પહેલા અમદાવાદખાતેના GMDC મેદાન ઉપર પાટીદાર સમાજની યોજાયેલી 12 લાખ લોકોની મહારેલીના કવરેજ માટે પહોંચેલા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો અને કેમેરામેનો પર અચાનક પોલીસ કાફલાએ હુમલો કર્યો હતો.
પોલીસે પત્રકારો પાસે રાખેલ કેમેરા ઝુંટવી ને તોડી નાંખ્યા હતા. કેમેરામાં રખાયેલી કેસેટો અને મેમરી કાર્ડ તોડી નાંખવા જેટલી હદે પોલીસે દમન ગુજાર્યો છે. GMDC ગ્રાઉન્ડ પર નહી પરંતુ અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા નિર્દોષો પર કરાયેલા લાઠીચાર્જની ઘટનાને કવરેજ કરવા ગયેલા પત્રકારો અને કેમેરામેનો પર પણ પોલીસે માર માર્યા હતા. પત્રકારો પૂછે છે, રૂપાણી, પત્રકારોની સુરક્ષા માટે કેમ કાયદો લાવતાં નથી ?
અમદાવાદમાં પત્રકારને સળગાવી દીધા
માર્ચ 2019માં અમદાવાદના ટીવી પત્રકાર ચિરાગ પટેલની સળગેલી હાલતમાં લાશ મળી હતી. તે આ બધીજ શંકાઓથી સભર છે. સરકાર પાસે કોઈ રજૂઆત થાય કે કોઈ આંદોલન થાય ત્યારે જ જાગવાની આદત પાડી ગઈ છે.
શંકાસ્પદ હાલતમાં બળેલી સ્થિતિમાં મળી આવેલી ખાનગી ચેનલના પત્રકાર ચિરાગ પટેલની લાશ મળી હતી. તપાસમાં કોઈ નિષ્કર્ષ નહીં નીકળતા શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે કેસની તપાસ શહેર ક્રાઈમ બ્રાંચને સોંપી હતી. હત્યાનું રહસ્ય હજું બહાર આવ્યું નથી. અમદાવાદમાં અવાર-નવાર પત્રકારો સાથે ધમકી અને હત્યા જેવાં બનાવ બનતા હોય છે ત્યારે અમદાવાદના પત્રકારની હત્યાની ઘટના બની હતી. પત્રકારો પૂછે છે, રૂપાણી, પત્રકારોની સુરક્ષા માટે કેમ કાયદો લાવતાં નથી ?
વિરોધ પણ કંઈ ન થયું
પ્રિન્ટ મિડીયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા પત્રકારો, કેમેરામેન અને ફોટોગ્રાફરોએ તેમજ મીડિયાના પ્રતિનિધિઓએ કલેકટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાડી ને શ્રદ્ધાંજલિ આપી.
ચિરાગ પટેલ ના દાદા એ જણાવ્યું કે આજે અમે અમારા દીકરા ના ન્યાય માટે આવેદન આપ્યું અમને સ્થાનિક પોલીસ જે રીતે તપાસ કરી રહી છે એ ત્રણ દિવસ થયા હોવા છતાં પણ કાઈ પુરાવા માંડ્યા નથી એવું કહી રહી છે પોલીસ આરોપીઓ ને બચાવવા પ્રયત્ન કરી રહી છે અમે સીબીઆઈ તપાસ ની માગણી કરી છે.
ચેનલના પત્રકાર ચિરાગ પટેલના રહસ્યમય મોત મામલે અમદાવાદ શહેરના અનેક પત્રકારોએ સાથે મળીને કેન્ડલ માર્ચ યોજી હતી. પત્રકારો દ્વારા ચિરાગ પટેલના મોત અંગે યોગ્ય તપાસ થાય અને ન્યાય મળે તે માટેની માંગણી કરવામાં આવી. ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવાની પરિવારે માગ કરી હતી. પત્રકારો પૂછે છે, રૂપાણી, પત્રકારોની સુરક્ષા માટે કેમ કાયદો લાવતાં નથી ?
ધારાસભ્ય
24 જુલાઈ 2015માં અરવલ્લીમાં ધારાસભ્યની કચેરીમાં તોડફોડ કરનાર અસામાજિક તત્વો દ્વારા પત્રકાર પર હુમલો કરાયો હતો. વિસનગરમાં પણ આવી ઘટના બની હતી.
7 એપ્રિલ 2018માં હળવદમાં પત્રકાર પત્રકાર જયેશભાઈ ભાઈલાલભાઈ ઝાલા પર હુમલો કરનારને ઘણાં સમાય સુધી પકડવામાં આવ્યા ન હતા.
4 ડિસેમ્બર 2018માં રાજકોટમાં ભાજપના હોદ્દેદારે એક પત્રકાર પર હુમલો કર્યો હતો.
18 નવેમ્બર 2018માં સરહદ ડેરીની ખારીવાવ મંડળીમાં થતી ગેરરીતિઓ બાબતે લખનાર પત્રકાર પત્રકાર હારૂન તોગાજી નોડે પર હુમલો કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી. હુમલો કરી ખભાના ભાગે ઇજા પહોચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
3 ડિસેમ્બર 2019માં સુરત યંગપ્રતિભાના પત્રકાર પર બુટલેગરો દ્વારા હુમલો કરાયો હતો.
કુલદીપ પરમાર
4 ઑક્ટોબર 2019 ગુજરાતમાં ટીવી9ના બનાસકાંઠાના પત્રકાર કુલદીપ પરમાર અને કેમેરામેન આકાશ પરમારપર હુમલો ભાજપના નેતાના ભાઈ દ્વારા અપહરણ કરીને પત્રકારને માર મારવામાં આવ્યો છે. બનાસકાંઠાના કુવારશી ગામમાં ભાજપના નેતા લક્ષ્મણ બારડની આશ્રમશાળામાં સરકારી સહાયના મામલે થઈ રહેલી ગેરરીતિને કવર કરવા ગયા હતા. લક્ષ્મણના ભાઈ વદનસિંહે 7 ઇસમો સાથે બન્ને પત્રકારોનું અપહરણ કરીને નજીકમાં આવેલા ફાર્મહાઉસમાં લઈ ગયા હતા. જ્યાં તેમને માર માર્યો હતો. અઢી કલાક બાદ બન્ને પત્રકારોને મુક્ત કરાવાયા હતા.
રાજેશ ગજ્જર
21 જુલાઈ 2020માં દિયોદરમાં સમાચાર બાબતે અદાવત રાખી પત્રકાર રાજેશ ગજ્જર પર હુમલો કરાયો હતો. 21 જૂલાઈ 2020માં બનાસકાંઠાનાં દિયોદરમાં ન્યૂઝ ચેનલના પત્રકાર પર ગેરકાયદે શોપિંગ મામલે સમાચાર બતાવતા હુમલો કરવામાં આવ્યો હતો.
હમણાંથી ગુજરાતમાં પત્રકારોની સ્વતંત્રતા પર હુમલાઓ થઈ રહ્યાં છે. કારણ વગરના ગુના નોંધવામાં આવી રહ્યાં છે.
માનસી પર હુમલા
21 ફેબ્રુઆરી 2021માં દિવ્યભાસ્કરના મહિલા પત્રકાર માનસી પર પોલિસનો હુમલો કર્યો ત્યારે તેના તંત્રીએ લખવું પડ્યું હતું કે, તમે ગોળી મારી શકશો પણ અમને જૂઠાણાઓનો પર્દાફાશ કરતાં રોકી શકશો નહીં.
13 ઓક્ટોબર 2021માં જુનાગઢના કેશોદમાં મહિલા પત્રકાર પર હુમલો કરાયો હતો.
ભરૂચ
9 ઓગસ્ટ 2021માં ભરૂચમાં ટીવી ચેનલના માલીક દિનેશભાઇ અડવાણી પર અજાણ્યા હુમલાખોરો ઈનોવા કારમાં આવી હુમલો કરી ફરાર થઇ ગયા હતા.
23 ઓગસ્ટ 2021માં અમદાવાદ ચાંદલોડિયા ખાતે ક્રાઇમ તહેલકા સાપ્તાહિકના તંત્રી દિનેશ કલાલ પર હુમલો થયો હતો.
ઉદય રંજન
20 ડિસેમ્બર 2021માં ભાજપની ગાંધીનગરની કચેરીમાં વિરોધ પ્રદર્શનમાં ગાંધીનગર પોલીસ દ્વારા જી 24 કલાક ના પત્રકાર ઉદય રંજનને ટાર્ગેટ બનાવીને હુમલો કરાયો હતો.
કોરોના
17 મે 2020 શાપર વેરાવળ નજીક રસ્તા પર શ્રમિકોના ટોળાએ અન્યની સાથએ પત્રકાર હાર્દિક જોષી પર હુમલો કરાયો હતો. કોરોનામાં 110 પત્રકારોના અપમોત થયા હતા. જેમાં પત્રકારોએ વળતર અને સહાય આપવાની માંગણી કરી હતી. પણ તે સરકારે આજ સુદી સ્વિકારી નથી. 11 પત્રકારોને વળતર મળ્યું છે.
માંડવી
2020માં દિવ્ય ભાસ્કરના પત્રકાર સુરેશગીરી ગોસ્વામી ઉપર માંડવી બાર એસો.ના પ્રમુખ ખેરાજ એન. રાગ અને તેના બે સાગરીતોએ સમાચાર મુદ્દે મનદુ:ખ રાખી જાહેરમાં માર માર્યો હતો.
ડીસા
2022માં ડીસામાં કોર્ટની બહાર એક પત્રકાર પર લુખ્ખા તત્વોએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. રાજકીય લોકોનો એમના પર હાથ હતો.
ડોલવણ
7 એપ્રિલ 2022માં પત્રકાર પર હુમલો કરનાર સામે ડોલવણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ન્યુઝ કેમ ચલાવો કહી પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો.
2021માં સરકારને કરેલી રજૂઆતોની ઘટનાઓ
પત્રકારોની અભિવ્યક્તિ પરના હુમલાની ઘટનાઓ હમણા બની છે. જે આખા ભારતના પત્રકારો માટે ચિંતાવો વિષય છે. પત્રકારત્વને લોકશાહીના ચોથા આધારસ્તંભ છે. લોકોને સરકાર, અદાલત, તંત્ર પાસે પોસાની સમસ્યાની કોઈ આશા દેખાતી નથી ત્યારે તેઓ પત્રકાર પાસે જાય છે. તેમના સમાચારો છાપીને તેમને ન્યાય મળે એવી આશા સામાન્ય લોકોને હોય છે.
પ્રજાસત્તાક દિને ખેડૂત ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા બદલ દેશના કેટલાંક વરિષ્ઠ પત્રકારો સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
સાંસદની હુમશાહી
ગુજરાતમાં દિલ્હીના પત્રકાર પરંજોય ગુહા ઠાકુરતા સાથે ઘટેલી ઘટના દેશને હચમાચાવી રહી છે.
એક ઘટના સુરેન્દ્રનગરમાં ભાજપના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરાએ વી ટીવી અને ગુજરાત સમાચારના પત્રકારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અગાઉ તેઓ 3 પત્રકારોને અલગ અલગ સમયે પત્રકારો સાથે ખરાબ વર્તન કરી ચૂક્યા છે.
પત્રકાર પર અનેક ગુના નોંધ્યા
બીજી ઘટના તેનાથી વધું ભયાનક છે. કારણ કે ભાજપ સાથે સારા સંબંધો ધરાવતાં અદાણી ગૃપ દ્વારા પત્રકાર સામે ગુનો દાખલ કરવાની ઘટના છે. જેમાં ભૂજની અદાલતે તેમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.
અદાણી દ્વારા પરંજોય ગુહા પર અમદાવાદ અને ભૂજમાં અદાલતમાં કેસ કરેલા છે. આ કેસ ચાલી રહ્યાં છે. પરંજોયે સરકાર અને અદાણી વચ્ચે કેવી મીલીભગત ચાલે છે તેનો પર્દાફાસ કરતું પુસ્તક લખ્યું છે.
હીડનબર્ગની તપાસ થઈ તેમાં ભાજતના એક માત્ર પત્રકાર ગુહાનો ઉલ્લેખ કરેલો છે. તેઓ ગુજરાતમાં અનેક સંશોધનો કરી ચૂક્યા છે. તેમને ગુજરાતમાથી જ પરેશાન કરવામાં આવી રહ્યાં છે. તેમને અનેક વખત સમજાવવા ઓફર કરવામાં આવી છે છતાં તેઓ ડગ્યા નથી. ગુજરાતમાં પણ આવા 108 પત્રકારો છે જે સરકારના દબાણ હેઠળ ક્યારેય ઝૂક્યા નથી. તેઓ આજે પણ લડી રહ્યાં છે. ગુજરાતમાં અનેકની સામે કેસ થયા છે.
આખા દેશના પત્રકારોને ચિંતા કરાવે એવી ઘટના આ રહી
ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ વીકલીના પૂર્વ એડિટર પરંજોય ગુહા ઠાકુરતા સામે અદાણી ગૃપે માનહાનિની ફરિયાદ કરી હતી. જેમાં ઠાકુરતાની ધરપકડ માટે કચ્છના મુંદરાના મેજિસ્ટ્રેટે આદેશ આપ્યો હતો. જેના પર 25 મે 2021માં ગુજરાત હાઇકોર્ટે સ્ટે ફરમાવ્યો હતો.
અરજદાર પરંજોય તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે નીચલી અદાલતે સમન્સ કે જામીનપાત્ર વોરંટ જારી કર્યા વિના સીધું બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કર્યુ જે કાયદાકીય રીતે યોગ્ય નથી. પરંજોય તરફથી બાયધરી આપવામાં આવી હતી કે નીચલી અદાલત જ્યારે પણ તેમને હાજર થવાનું કહેશે ત્યારે તેઓ હાજર થશે. જે રજૂઆત સાંભળી કોર્ટે ધરપકડ પર વચગાળાનો સ્ટે ફરમાવ્યો હતો.
પરંજોય ગુહા ઠાકુરતાએ 2017માં ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ વીકલીમાં આર્ટિકલ લખ્યો હતો કે કેન્દ્ર સરકારે અદાણી ગૃપને 500 કરોડનો ફાયદો કરાવવા માટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના નિયમોમાં ફેરફાર કર્યો હતા.
આ આર્ટિકલ સૌથી પહેલાં ઠાકુરતાએ 14 જૂન 2017માં એડિટર તરીકે ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ વીકલીમાં પ્રકાશિત કર્યો હતો. અદાણી ગૃપ દ્વારા આ સંસ્થાને નોટિસ મોકલવામાં આવી હતી. સંસ્થા દ્વારા આર્ટિકલ હટાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ પરંજોય ગુહા ઠાકુરતાએ રાજીનામું આપ્યું હતું.
ત્યારબાદ આ જ આર્ટિકલ 19 જૂન 2017માં ન્યૂઝપોર્ટલ ધ વાયરે પ્રકાશિત કર્યો હતો. તેથી અદાણી ગૃપે વાયર તમજ ઠાકુરતા સહિતના વ્યક્તિઓ સામે કચ્છની કોર્ટમાં માનહાનિની ફરિયાદ કરી હતી. મે-2019માં અદાણી ગૃપે ધ વાયર સામેના બધા કેસ પરત ખેંચ્યા હતા. પરંતુ ઠાકુરતા સામેનો કેસ પરત ખેંચવામાં આવ્યો નહોતો.
પત્રકાર પરંજોય એ એવા વ્યક્તિ છે કે તેઓ સત્તા સ્થાને બેઠેલા સામે સત્ય બોલે છે. તેમણે રાફેલ વિમાનો ખરીદવાના નરેન્દ્ર મોદીના કૌભાંડો અંગે એક પુસ્તક લખ્યું છે.
બહારદૂર પરંજોય એવા પત્રકાર છે કે જેમણે અદાણીની પોલ ખોલતું પુસ્તક લખ્યું છે. જેમા અનેક પુરાવા તેમણે જાહેર કરેલા છે. આ પુસ્તકથી ભાજપને પણ છાંટા ઉડ્યા છે.
જૂનાગઢ
જૂનાગઢ શહેરમાં જૂનાગઢના મુખ્ય સ્વામિનારાયણ મંદિરના રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું કવરેજ કરવા ગયેલા પત્રકારો પર પોલીસે લાકડીઓ વરસાવી હતી. આ મામલે દિવસભર પત્રકારો સતત વિરોધ અને કડક કાર્યવાહી માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા. તેમજ આ લાઠીચાર્જ મુદ્દે રાજ્યમાં ઠેર-ઠેર ભારે વિરોધ પ્રદર્શનો કરાયા હતા.
પત્રકારોનો રોષ જોયા બાદ રૂપાણી સરકારે જૂનાગઢ રેન્જ આઇજીએ જૂનાગઢ એ ડીવીઝનના ડીસ્ટાફના એક પીએઆઇ તેમજ બે કોન્સેટેબલને સસ્પેન્ડ કર્યા હતા. પત્રકારો પૂછે છે, રૂપાણી, પત્રકારોની સુરક્ષા માટે કેમ કાયદો લાવતાં નથી ?
5 પોલીસકર્મીઓએ પત્રકારો પર જ રીતસર હુમલો કર્યો હતો.
સ્વામી પર થયેલા હુમલાને રોકવામાં નિષ્ફળ પોલીસે મીડિયાને નિશાન બનાવ્યું હતું. પત્રકારોને લાફાં ઝીંકી અને લાઠીચાર્જ કરાયો હતો. આ સમગ્ર બનાવની તપાસ એએસપી રવિતેજા કાસમ સેટ્ટીને સોંપવામાં આવી હતી.
ઘટનાના વાયરલ વીડિયો પત્રકારોએ તપાસ માટે આપ્યા હતા. બાદ પીએસઆઈ ગોંસાઈ અને ભરત ચાવડા તેમજ વિજય બાબરિયા નામના બે કોન્સ્ટેબલને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ ઘટનાથી પત્રકારો એક થયા હતા. આવી અનેક ઘટનાઓ પત્રકારો પર હુમલા કરવાની બની છે.
આવો જ એક બનાવ અમદાવાદમાં પોલીસ દ્વારા સામુહિક હક્ક હનનનો બન્યો હતો.
જૂનાગઢમાં પત્રકારની હત્યા
કિશોર દવે નામના જૂનાગઢના પત્રકાર પર તેની કચેરીમાં જ હત્યા કરી દેવામાં આવી હતી.
અમદાવાદમાં ફરી અત્યાચાર
16 દિવસના ઉપવાસ બેઠેલા હાર્દિક પટેલના પત્રકારોએ દેશ વ્યાપી કરવેજ આપવાનું શરૂ કર્યું હતું. જે ગુજરાત રૂપાણી સરકારને પસંદ ન હતું. તેથી પોલીસને ખાનગી સૂચના આપીને પત્રકારો કોઈ રીતે હાર્દિક પટેલના સમાચારો ન જાહેર કરે તેવી સૂચના આપ્યા પછી પોલીસનું વર્તન પત્રકારો સામે અત્યંત ખરાબ હતું.
સામાજિક નેતા હાર્દિકના ઘરની બહાર પત્રકારો અને કેમેરામેન સાથે દુરવ્યવહાર કર્યો હતો. એક તબક્કે સ્થળ ઉપર હાજર કેમેરામેનને કેમેરા પણ આંચકી લેવાનો પ્રયાસ પોલીસ અધિકારીઓ દ્વારા થયો હતો. એક કેમેરામેનને પોલીસે માથામાં લાકડી ફટકારી દેતા કેમેરામેનને લોહી લુહાણ કર્યા હતા. પત્રકારો પૂછે છે, રૂપાણી, પત્રકારોની સુરક્ષા માટે કેમ કાયદો લાવતાં નથી ?
ઉપવાસ ઉપર રહેલા હાર્દિક પટેલ એસજીવીપી હોસ્પિટલમાં સારવાર લીધા પરત ફરી રહ્યાં હતા ત્યારે તેમની પાછળ રહેલા પત્રકારો અને કેમેરામેનને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર આસુતોષ પરમારે અટકાવી પત્રકારોને અને કેમેરામેનને પ્રવેશ મળશે નહીં તેમ જણાવી દીધુ હતું.
આ વખતે પ્રવેશ મેળવવા માગતા પત્રકારોએ એસીપી પરમારને સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો, ત્યારે પરમારે કાબુ ગુમાવ્યો હતો અને પત્રકારોને ધમકી ભરી ભાષામાં વાત કરવાની શરૂઆત કરી હતી. આ વખતે ત્યાં આવી પહોંચેલા ડીસીપી જયપાલસિંહ રાઠોડ અને જોઈન્ટ પોલીસ કમિશનર અમિત વિશ્વકર્માએ પણ પત્રકારોને પ્રવેશ મળશે નહીં તેવો આદેશ ફરમાવી દીધો હતો. પત્રકારો પૂછે છે, રૂપાણી, પત્રકારોની સુરક્ષા માટે કેમ કાયદો લાવતાં નથી ?
પોલીસ અધિકારીઓના વ્યવહાર જોઈ લાગી રહ્યુ હતું કે હાર્દિકને મળી રહેલા મીડિયા કવરેજને કારણે રાજ્ય સરકારના ઈશારે પત્રકારો અને કેમેરામેનને હાર્દિક પાસે જતા અટકાવી હાર્દિકને કવરેજ ના મળે તે માટે આ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો હતો.
પોલીસ અને પત્રકારો વચ્ચે થઈ રહેલી ઉગ્ર બોલાચાલીમાં ઉશ્કેરાઈ ગયેલા પોલીસ અધિકારીઓએ પત્રકારો અને કેમેરામેનને ધક્કે ચઢાવ્યા હતા, જેમાં કેટલાંક પોલીસ લાઠીઓ વીંઝતા હતા એક કેમેરામેનના માથામાં લાકડી વાગી હતી. કેટલાંક પોલીસે આખી ઘટના રેકોર્ડ કરી રહેલા કેમેરામેનના કેમેરા આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. પત્રકારો પૂછે છે, રૂપાણી, પત્રકારોની સુરક્ષા માટે કેમ કાયદો લાવતાં નથી ?
પત્રકારો રસ્તા ઉપર બેસી પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આ મામલે પત્રકારોએ અમદાવાદના પોલીસ કમિશનરનો સંપર્ક કરી જાણકારી આપી ત્યારે તેમણે આ પ્રકારનો કોઈ આદેશ આપ્યો હોવાનો ઈન્કાર કર્યો હતો, છતાં સ્થળ ઉપર હાજર પત્રકારોને હાર્દિક પટેલને મળવા માટે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પત્રકારો પૂછે છે, રૂપાણી, પત્રકારોની સુરક્ષા માટે કેમ કાયદો લાવતાં નથી ?
પત્રકાર પર વ્યક્તિ હુમલો કરતાં સો વાર વિચાર કરે. પણ હવે કાયદાનો કોઈ ભય નથી. તેથી પત્રકારો પૂછે છે, રૂપાણી, પત્રકારોની સુરક્ષા માટે કેમ કાયદો લાવતાં નથી ?
સત્યનિષ્ઠ નિડર પત્રકારો લોકોના ન્યાય માટે લડતા હોય છે. સમાજમાં ભ્રષ્ટાચાર ન થાય તે માટે અવાજ ઉઠાવતા હોય છે. લોકો પણ ન્યાય માટે પત્રકાર તરફ આશાભરી નજરે જોતો હોય છે.
તાપીમાં
3 મહિના પહેલા તાપી જિલ્લામાં પત્રકાર સાથે ખરાબ ઘટના બની હતી. તાપી જિલ્લાના પત્રકાર અનિલ ભાઈ ગામીત ને ચૂંટણીમાં હારેલા ઉમેદવાર દિનેશભાઈ છોટુભાઈ ગામીત દ્વારા સોનગઢમાં માર મારવામાં આવ્યો હતો. જે ઘટનાના વિરોધમાં તાપી જિલ્લા પત્રકાર સંગઠનના તમામ પત્રકારોએ તાપી જિલ્લા એસ.પી. અને કલેકટરને રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે તેમની ધરપકડ કરી હતી. તાપી જિલ્લામાં પત્રકારો આપસી ભેદભાવ ભૂલી દરેક ન્યુઝ ચેનલ ન્યુઝ પેપરમાં આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. પત્રકારો પૂછે છે, રૂપાણી, પત્રકારોની સુરક્ષા માટે કેમ કાયદો લાવતાં નથી ?
એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા માને છે કે, ઘણાં કિસ્સામાં પોલીસ કેસ “મીડિયાને ધમકાવવા, પરેશાન કરવા અને તેને દબાવી દેવા માટે કર્યા છે.
કારવાં (Caravan) ઇન્વેસ્ટિગેટિવ ન્યૂઝ મૅગેઝિન છે. આ મૅગેઝિનને ઘણી વાર મોદી સરકારની સામે ઘર્ષણમાં ઊતરવું પડ્યું છે. કાર્યકારી તંત્રી વિનોદ જોસે જાહેર કર્યું હતું કે “એક એવું નૅરેટિવ ઊભું કરાઈ રહ્યું છે તે બહુ ખતરનાક છે. આપણે એવા ધ્રુવીકરણના માહોલમાં જીવીએ છીએ, જ્યાં સરકારે પોતાના ટીકાકારોને દેશદ્રોહી ઠરાવી દીધા છે. સત્તામાં બેઠેલા લોકોને સવાલો પૂછવાનું જ પત્રકારોનું કામ છે.”
સત્તાધારી ભારતીય જનતા પક્ષ એ વાતનો ઇનકાર કરે છે કે પત્રકારોને નિશાન બનાવાઈ રહ્યા છે. ભાજપ એવું માને છે કે સરકાર સામે “પદ્ધતિસરના પ્રોપેગેન્ડા” ખાતર આ બધું થઈ રહ્યું છે.
માનીતા પત્રકારો
ગુજરાતમાં સરકાર તરફી મનાતા અનેક પત્રકારોએ વારંવાર ઉશ્કેરણીજનક અને ઘણી વાર લઘુમતીઓની વિરુદ્ધમાં હોય તેવી બાબતોને પ્રકાશિત કરી છે. પણ તેમની સામે ભાગ્યે જ કાર્યવાહી કરવામાં આવી છે. તેમને સરકાર અને સરકારી સંસ્થાઓમાં સારા પદ પર બેસાડવીમાં આવ્યા છે. કોઈ ટીવી ચેનલ પત્રકારની છૂટી કરે તો તેને ફરીથી કામ આપવામાં મિડિયા સેલ મદદ કરે છે. દરે મહીને અનેકને પાછળથી મદદ પણ કરે છે.
અંગ્રેજી સામ્રાજ્ય વખતના દેશદ્રોહના ગુનાને અત્યારે પત્રકારો સામે વાપરવામાં આવી રહ્યો છે.
મોદીના રાજમાં ગુના વધ્યા
નેતાઓ અને સરકારોની ટીકા કરવા બદલ છેલ્લા દાયકામાં 405 ભારતીયો સામે દેશદ્રોહના ગુના દાખલ થયેલા છે, તેમાંથી સૌથી વધુ કેસો નરેન્દ્ર મોદીએ 2014માં સત્તા સંભાળી તે પછી થયેલા છે, એમ આર્ટિકલ14 વેબસાઇટે એકત્રિત કરેલા આંકડાંમાં દર્શાવાયું છે.
2020માં ગુજરાતમાં 3થી પત્રકારો સામે દેશદ્રોહના ગુના દાખલ થયેલા છે.
જેમાં 2020માં અમદાવાદના પત્રકાર ધવલ પટેલ સામે રૂપાણી સરકારે દેશદ્રોહનો ગુનો દાખલ કર્યો હતો. આ પત્રકારે તેનું અખબાર છોડીને હાલ અમેરિકામાં આશ્રય લેવો પડ્યો છે. પત્રકારો પૂછે છે, રૂપાણી, પત્રકારોની સુરક્ષા માટે કેમ કાયદો લાવતાં નથી ?
અત્યાચારી કાયદાનો ભોગ વિપક્ષના નેતાઓ, વિદ્યાર્થીઓ, પત્રકારો, લેખકો અને શિક્ષણશાસ્ત્રીઓ બન્યા છે. પત્રકારો પૂછે છે, રૂપાણી, પત્રકારોની સુરક્ષા માટે કેમ કાયદો લાવતાં નથી ? પણ સરકાર પોતે જ પત્રકારોનો અવાજ બંધ કરી રહી છે.
દેશદ્રોહી પત્રકાર, સાચા પત્રકાર
શુક્રવાર, 7 મે 2020 ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા અમદાવાદના સમાચાર અપલોડ કરવા બદલ ગુજરાતી ન્યૂઝ પોર્ટલ – ફેસ ઓફ નેશનના સંપાદક ધવલ પટેલ વિરુદ્ધ સેડીશન – રાષ્ટ્ર દ્રોહનો ગુનો નોંધવામાં આવેલો છે, તેનો સમગ્ર ગુજરાતના પત્રકારોએ વિરોધ કર્યો હતો. આ ગુનો તુરંત પરત ખેંચી લેવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી. પત્રકારને દેશ છોડીને ભાગી જવું પડ્યું છે. આટલી હદે સરકારે પત્રકારો પર અત્યાચાર કર્યા છે.
તેમણે ગુજરાતના રાજકીય નેતાઓ અને અધિકારીઓને ખુલ્લા પાડતા અનેક અહેવાલો લખ્યા છે.
ભાજપ હાઈકમાન્ડ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને તેમના પદ પરથી હટાવી શકે અને તેમની જગ્યાએ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની વરણી કરી શકે છે. એવા મતલબના સમાચાર તેમણે લખ્યા તે કઈ રીતે રાષ્ટ્ર દ્રોહનો ગુનો બની શકે એ અમે સમજી શકતાં નથી. સરકારના આવા વલણથી પત્રકારોમાં ભય ફેલાયો હતો. છતાં પણ 108 પત્રકારો એવા છે જે ડર્યા વગર સરકાની ભૂલો પ્રજા હીતમાં જાહેર કરે છે. ગુજરાતમાં આવા વારંવાર બનાવો બનતા હોવાથી પત્રકારો અસલામતીની લાગણી અનુભવે છે અને સ્વતંત્રતા હણાતી હોવાનું અનુભવે છે. પત્રકારો સાચું લખી શકતાં નથી એવું ઘણી વખત અનુભવે છે.
નડિયાદ નગરપાલિકામાં ચાલતાં કૌભાંડ અંગે તેમણે અહેવાલ લખ્યા હતા ત્યારે પણ તેમની સામે કિન્નાખોરી રાખીને અખબાર કલેક્ટરે 9 મહિના સુધી બંધ કરાવી દીધું હતું. અખબારો પરનો આ સીધો હુમલો હતો. પત્રકારની સ્વતંત્રતા ઉપર હુમલો હતો. ધવલ હાઈકોર્ટમાં ગયો હતો અને જીતી ગયો હતો. હાઈકોર્ટે કહ્યું કે કલ્કેટકરને કોઈ સમાચારપત્ર બંધ કરવાનો કોઈ હક્ક નથી.
આમ અધિકારીએ તેમની સામે ખોટો કેસ કર્યો હતો અને કિન્નાખોરી રાખી હતી.
અનેક પત્રકારો દેશદ્રોહી જાહેર
આ અગાઉ પણ ગુજરાત સરકારે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પત્રકાર પ્રશાંત દયાલ સામે સેડીશનની કલમ લગાવી હતી. ગુજરાતમાં બીજા કેટલાક પત્રકારો ઉપર પણ આ કલમ હેઠળ ગુના નોંધવામાં આવેલા છે. હમણાંથી ગુજરાતમાં પત્રકારોની સ્વતંત્રતા પર હુમલાઓ થઈ રહ્યાં છે. કારણ વગરના ગુના નોંધવામાં આવી રહ્યાં છે. જેને અમે વખોડી કાઢીએ છીએ. ગુજરાતના જાણાતી એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા કાજૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટના સમયે નરેન્દ્ર મોદીની સરકાર સામે ભારે રોષ પત્રકારોનો હતો. અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી સામે 700 પત્રકારો દિલીપ પટેલની આગેવાનીમાં એકઠા થયા હતા અને વિરોધ કર્યો હતો. સમાધાન કરવાના ઈરાદે આ પત્રકારને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા માંથી હાંકી કાઢવા મોદી સરકારે દરખાસ્ત મૂકી હતી. તે ટાઈમેસ મેનેજમેન્ટ સ્વિકારી ન હતી. પણ પછી તેને જૂદી ટ્રીકથી દૂર કરવા કારસો રચાયો હતો.
વલસાડ અને સુરત અને અમદાવાદમાં આવી 4 પત્રકારોને દેશદ્રોહી ભાજપ સરકારે જાહેર કર્યા હતા.
મહિલા પત્રકાર ગોપી પર હુમલો
19 જુલાઈ 2008માં ઢોંગી ધર્મગુરૂ આસારામ બાપુના આશ્રમમાં બે બાળકોનાં મૃત્યું થયા હતા. તેના વિરોધમાં રહેવાસીઓની હડતાલ પડી હતી. ભાજપ સામે ભારે રોષ મોદીની સરકાર સામે હતો. રેલી હિંસક બની હતી. ધર્મગુરૂના સમર્થકોએ પત્રકારો પર હુમલો કર્યો હતો. લોકોએ પોલીસના વાહનોને આગચાંપી કરી હતી.
આજ તકના મહિલા પત્રકાર ગોપી મણીયાર સહિત અનેક પત્રકારો ઉપર મારપીટ કરી હતી. ઉપકરણોને પણ નુકશાન પહોચાડ્યું હતું આશારામના સમર્થકો અને રહેવાસીઓની વચ્ચે થયેલી અથડામણનું કવરેજ કરી રહ્યાં હતાં.
ગોપીએ ત્યારે કહ્યું હતું કે, આશારામ બાપુના સમર્થકો ડંડાની સાથે બહાર આવી ગયાં હતાં. મીડિયાના કર્મચારીઓની સાથે મારઝુડ કરી હતી. આ હુમલામાં હું પણ ઘાયલ થઈ હતી. પોલીસે તેમની સામે કોઈ ફરિયાદ દાખલ ન કરતાં પત્રકારોએ આશારામ આશ્રમ સામે બીજા દિવસે કૂચ કરી હતી. પણ પોલીસે સાબરમતિમાં તે અટકાવી દીધી હતી. પત્રકારો પૂછે છે, રૂપાણી, પત્રકારોની સુરક્ષા માટે કેમ કાયદો લાવતાં નથી ?
બનાસકાંઠામાં હુમલો
બનાસકાંઠાના ટીવીનાઈનના પત્રકાર કુલદીપ પરમારનું અપહરણ કરીને તેના પર જીવલેણ હુમલો કરનારા મુખ્ય આરોપી વદનસિંહ બારડને પોલીસ દબોચી લીધો છે.
ધ્રુવીકરણના માહોલમાં પત્રકારો અગાઉ કરતાંય વધારે વિભાજિત થઈ ગયા છે. મોટા ભાગના મેઇનસ્ટ્રીમ મીડિયા, ખાસ કરીને કેટલાક પક્ષપાતી ન્યૂઝનેટવર્ક, મોદી સરકારની ટીકા કરવાનું ટાળી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. પણ સ્વતંત્ર પત્રકારો લડી રહ્યાં છે.
નેતાઓ શું કહે છે
ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતા અને સ્વ. કેશુભાઈ પટેલ અને કોંગ્રેસના થોડબંધ નેતાઓ સ્પષ્ટ કહેતા રહ્યા છે કે ગુજરાતમાં 2001થી કટોકટી જેવી સ્થિતી છે અને પત્રકારો સરકાર સામે લખી શકતા નથી. ઘણા લોકો માની રહ્યા છે ગુજરાત અને ભારત હવે પત્રકારો માટે સલામત નથી. એવો માહોલ પણ ઊભો કરીને ડરાવવામાં આવે છે. પણ સત્ય જેણે રજૂ કરવું છે તે કરે છે. તેમની સામે પોલીસ કેસ પણ ઊભા કરી દેવામાં આવે છે.
પત્રકારોના ફોન ટેપ થતાં રહ્યાં છે.
દિલીપ સિંહ ક્ષત્રિયનો કેસ
જૂલાઈ 2023 ઓગસ્ટમાં ધ ન્યુઈન્ડિયન એક્સપ્રેસના ગુજરાતના વડા દિલીપસિંહ ક્ષત્રિયએ 44 હજાર મહિલાઓ ગુજરાતમાંથી ગુમ થઈ હોવાનો અહેવાલ લખ્યો તો તેમના પર ઓન લાઈન હુમલા કરવામાં આવ્યા. ફોન કોલ પર ઘમકી આપવામાં આવી. તેમની મુખ્ય કચેરીને પણ ટાર્ગેટ કરવામાં આવી હતી. પણ આ એ અખબાર છે જેણે ઈન્દિરા ગાંધીની કટોકટીમાં સેન્સરશીપને પડકારી હતી. રામનાથ ગોયંકાએ કટોકટીમાં પણ સરકાર સામે લડત ચલાવી હતી. રિલાયંસના કાળા કામો જાહેર કર્યા હતા. તે મોદીની અને પટેલની સરકારમાં કઈ રીતે ઝૂકી શકે. જોકે દિલીપ સિંહ ક્ષત્રિય અગાઉ જ્યાં કામ કરતાં હતા ત્યાં તેમને સત્તા પક્ષ દ્વારા પરેશાન કરવામાં આવ્યા હતા. નોકરી છોડવા મજૂર કરાયા હતા.
કટોકટી
ઈન્દિરા ગાંધીની કટોકટી જાહેર હતી. મોદીની કટોકટી છૂપી છે. આમેય મોદીને છૂપાઈને વાર કરવાની 1985થી ટેવ છે.
સત્તાવાર રીતે અધિકારોને હટાવાયા નથી, પણ વ્યવહારમાં કોઈ અધિકારો રહ્યા નથી. તે બહુ આઘાતજનક છે. આપણે કાયદાથી પર, બિનસત્તાવાર કટોકટીમાં જીવી રહ્યા છીએ. સત્તાવાર કટોકટીમાં તો નાગરિક આશા પણ રાખી શકે ક્યારેક તે દૂર થશે અને સ્થિતિ સામાન્ય થશે. સત્તાવાર રીતે કટોકટી જાહેર જ ના કરાઈ હોય ત્યારે તમે તેને દૂર કેવી રીતે કરી શકો?
ઓન લાઈન ધમકી
વિશ્વની સૌથી વધુ વસતી ધરાવતી ભારતની લોકશાહી પણ એવા સંદેશા આપી રહી છે કે સરકારની ટીકા કરવાની જવાબદારી હવે અખબારોની રહી નથી. વિરોધ પક્ષ બોલે તો તેમને સોશિયલ મિડિયામાં અપમાનીત કરાય છે. સોશિયલ મિડિયા પર હુમલા કરાય છે. જેમાં ભગવા અંગ્રેજ ભાજપની કેસરી ટોળી હુમલા કરે છે. પણ પત્રકારો તેનાતી ડરતાં નથી એવું એક્સ પર અને ફેસબુક પર જોવા મળે છે. ફેસબુક હવે ભારત સરકારના કંટ્રોલમાં છે.
સરકારની ટીકા કરનારા પત્રકારો ઑનલાઇન બહુ મોટા પાયે ટ્રોલિંગ કરવા માટે રાજકીય પક્ષની ભાડુતી ગેંગ કામ કરે છે. તેઓને ધમકી આપવામાં આવે છે. મહિલા પત્રકારો સામે અશોભનીય વર્તન કરવામાં આવે છે. પત્રકારો પૂછે છે, રૂપાણી, પત્રકારોની સુરક્ષા માટે કેમ કાયદો લાવતાં નથી ?
67 પત્રકારોની ધરપકડ
ભારતમાં 2020ના વર્ષમાં 67 પત્રકારોની ધરપકડ થઈ છે. 200 પત્રકારોને માર મારવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં ગૅંગરેપનો ભોગ બનેલી કિશોરીના બનાવને કવર કરવા માટે ગયેલા એક પત્રકારને પકડીને પાંચ મહિના માટે જેલમાં પૂરી દેવાયા હતા. 2014થી 2023 સુધીના 9 વર્ષમાં કેટલાં પત્રકારોની સામે પગલાં ભરાયા તેની વિગતો નથી. પણ 2020નો આધાર બનાવીને કહી શકાય કે ઓછામાં ઓછા 500 પત્રકારોને દેશમાં ટાર્ગેટ કર્યા હોઈ શકે છે. આ વિગતો ગુજરાત અને કેન્દ્ર સરકારે જાહેર કરવી જોઈએ.
ફ્રીલાંસ પત્રકારો
ગુજરાતના સારા પત્રકારો કે જે વિચારોથી અને લખવાની બાબતમાં કોઈની દખલગીરી સહન કરી શકતા નથી તેઓ પરેશાન છે. તેમની રોજી છનવી દેવામાં આવે છે. આવા 200 જેવા પત્રકારો છે જે સ્વતંત્ર રીતે કામ કરી રહ્યાં છે.
અમદાવાદના ફ્રીલાન્સ પત્રકારોને ટકી રહેવું ઘણું મુશ્કેલ બની ગયું છે. પત્રકારોનો ઘણી વાર તેનો પીછો કરાયો છે. ખૂન કરવાની ધમકીઓ અપાઈ છે, ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી છે. હાલની રાજકીય સ્થિતિ એ રીતે જુદી પડે છે કે સત્તાવાર રીતે કટોકટી જાહેર કર્યા વિના જ અધિકારોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે.
કાયદો બનાવો
અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને પૂરતા પ્રમાણમાં સંરક્ષણ મળતું નથી. જોકે બંધારણમાં તેની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ 1951માં પ્રથમ બંધારણીય સુધારો કરીને તે સ્વાતંત્ર્યને મર્યાદિત કરી દીધું હતું. વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ 1975માં કટોકટી લાદી હતી અને તે પછી 21 મહિના સુધી ભારતમાં અખબારોનું ગળું દબાવી દેવાયું હતું. આમ પત્રકારો પર પહેલી તરાપ તો નહેરુએ મારી હતી. હવે ભાજપ, મોદી અને રૂપાણી મારી રહ્યાં છે. પત્રકારો પૂછે છે, રૂપાણી, પત્રકારોની સુરક્ષા માટે કેમ કાયદો લાવતાં નથી ?
નાગરિક સ્વાતંત્ર્યની સારી વાતો નેતાઓ પત્રકારોના કાર્યક્રમોમાં કરે છે. પણ પડદા પાછળ ગંદી રાજરમત રમે છે.
બ્રિટિશરાજનો વારસો ધરાવતી પોલીસ અને ન્યાયતંત્ર પણ ઘણી વખત રક્ષણ આપતું નથી. ગુજરાતની પોલીસ અને અદાલતોનો ટ્રેક રેકોર્ડ પણ આ બાબતમાં વખાણવા જેવો નથી.
રાજકોટમાં હુમલા
17 ડિસેમ્બર 2019માં જેતલસરના યુવા પત્રકાર કુલદીપ જોશી પર ગામના અમિત ભુવાએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. રાજકીય માણસોના ખીલે કુદતા અમિત નામના શખ્સે હુમલો કર્યો હતો.
ગાંધીનગરમાં પત્રકારોની રેલી
નયા ગુજરાત લોક અધિકાર જાગૃતિ સમિતિ દ્વારા ગાંધીનગર કલેક્ટરને આવેદન પત્ર અપાયું હતું. આરટીઆઈ કાર્યકરો, સમાજ સેવકો અને પત્રકારોની થતી હત્યાઓ અને હુમલા સંદર્ભે 8 મહાનગરપાલિકાઓમાં આવેદન પત્ર આપવામાં આવ્યા હતા. માહિતી માંગનાર અરજદાર પર હુમલા કે તેઓની હત્યાના કેસમાં પોલીસ દ્વારા તાત્કાલિક એફઆરઆઈ નોંધીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરાઈ હતી. જેમાં પણ રૂપાણીએ 4 વર્ષથી કંઈ કર્યું નથી. પત્રકારો પૂછે છે, રૂપાણી, પત્રકારોની સુરક્ષા માટે કેમ કાયદો લાવતાં નથી ?
રાજપીપળામાં આવેદનપત્ર
એક ન્યુઝ પોર્ટલના પત્રકાર દ્વારા તા. 7 મી મેના રોજ લખાયેલા સમાચાર બાબતે દ્વેષભાવ રાખી તેની તા. 11 મી ના રોજ અટકાયત કરી છે. અને રાજદ્રોહનો ગુનો નોંધેલો છે જે બાબત ખૂબ જ નિંદનીય છે. જે અંગે નર્મદા જિલ્લાના પત્રકારોએ પત્રકારો રાજપીપળામાં આવેદનપત્ર આપ્યું હતું.
પત્રકારો ઉપર ગુજરાત સહિત સમગ્ર દેશમાં હુમલા થઇ રહયા છે. પોલીસ વિભાગ દ્વારા સરકારના સીધા માર્ગદર્શન હેઠળ ખોટા કેસ કરી પત્રકારોને ફસાવવામા આવી રહયા છે. અભિવ્યક્તિની આઝાદી અને વાણી સ્વાતંત્ર્યતાના અધિકારનુ હનન થઇ રહયું છે. પત્રકાર સામે નોંધેલો રાજદ્રોહનો કેસ પરત ખેંચવાની મુખ્યમંત્રીને રજુઆત સાથેનુ આવેદનપત્ર નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીને સુપ્રત કર્યુ હતુ. રાજયમા પત્રકારોની કોઈ સલામતી નથી. પત્રકારો ઉપર હુમલા થવા. તેમની સામે ષડયંત્ર રચી ફસાવવામાં આવે છે. પોલીસ વિભાગનુ પત્રકારો સાથે અન્યાય દ્વેષ ભાવ યુક્ત વર્તનને વખોડી કાઢવામાં આવ્યું હતું. પત્રકારોને દબાણમા રાખવા તેમના પર ખોટા કેસ કરાઇ રહ્યા છે. આવેદનપત્ર આપતી વેળાએ ભરત શાહ, અયાજ આરબ, યોગેશ વસાવા, રાહુલ પટેલ, વિશાલ પાઠક, કનકસિંહ માત્રોજા, જયેશ ગાંધી, આશિક પઠાણ હાજર રહયા હતા.
અમદાવાદમાં બેઠક મળી
વસ્ત્રાપુર તળાવ ખાતે 14 મે 2019માં પત્રકારોની જાહેરમાં એક બેક મળી હતી. રાજ્યકક્ષાની સંકલન સમિતિની બેઠક મળી હતી. પત્રકાર ની સુરક્ષા માટે કડક કાયદો બનાવવાની માંગણી રૂપાણી સરકાર સમક્ષ કરી હતી. જે અંગે રૂપાણીએ આજ સુધી કોઈ પગલાં ભર્યા નથી.
પત્રકારો પોતાના જીવ પર રમી સર્વસ્વ ભૂલી હમેશા મોતના મોઢામાં રહી ને કાર્ય કરતા હોય છે. આંદોલનોમાં પત્રકરોએ લોકોની સાથે લાઠીઓ ખાધી હતી.
બેઠકમાં તમામ પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા, રેડિયો, સોશ્યિલ મીડિયા, વેબપોર્ટલ અને અન્ય તમામ રીતે પત્રકારિત્વ ક્ષેત્રે જોડાયેલાં વરિષ્ઠ તેમજ યુવા પત્રકારો જોડાયા હતા. જૂનાગઢ સહિત ગુજરાતમાં અવારનવાર પત્રકારો પર હુમલાઓ થઇ રહ્યા છે. જેને જોતા પત્રકાર જગત માં ચિંતાનું મોજું જોવા મળ્યું હતું. પત્રકારો જ સુરક્ષિત નથી તો આમ પ્રજા તો ક્યાં રહેવાની. પત્રકારો પૂછે છે, રૂપાણી, પત્રકારોની સુરક્ષા માટે કેમ કાયદો લાવતાં નથી ?
પત્રકારોને જાતિવાદી બનાવવાનું ષડયંત્ર
ગુજરાતમાં હવે કોઇ પત્રકાર છે જ નહીં…..જો છે તો, SC પત્રકાર છે, ST પત્રકાર છે, OBC પત્રકાર છે, માઇનોરીટી પત્રકાર છે, હાં, જનરલ કેટેગરીના પત્રકાર તો છે જ નહીં. વાયબ્રન્ટ ગુજરાતની ગતિશીલ સરકારનું માહિતી ખાતું કહે છે. જો આવું થઈ શકતું હોય તો , પત્રકારો પૂછે છે, રૂપાણી, પત્રકારોની સુરક્ષા માટે કેમ કાયદો લાવતાં નથી ?
માહિતી ખાતુ પત્રકારોને માન્યતા આપવા એક્રેડિટેશન કાર્ડ ઇસ્યુ કરે છે. આ કાર્ડ વળી દર વર્ષે રિન્યૂ કરાવવાના હોય છે. માહિતી ખાતાએ પત્રકારોને મોકલેલા રિન્યૂઅલ ફોર્મમાં સૌ પ્રથમ વાર એક નવું કોલમ ઉમેર્યું છે. જેમાં પત્રકારની જાતિ વિશે માહિતી માંગવામાં આવી છે.
મતદારોને માઇનોરીટી વોટ બેંકમાં ક્રૂરપણે વહેંચી નાંખ્યા છે. પત્રકાર કોઇ એક જાતિ કે સમાજનો નહીં. પત્રકારોની જાતિ જાણવાની કોઇ જરૂર રહેતી નથી.
ગુજરાતના પત્રકારત્વનો ઇતિહાસ
ગુજરાતની આધુનિક સભ્યતાનો એક મુખ્ય વ્યવસાય પત્રકારત્વ છે. જેમાં સમાચારો મેળવવા, લખવા, સંપાદન, પ્રસ્તુતિ, મુદ્રીકરણ, પ્રકાશન કે પ્રસારણ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આજના યુગમાં પત્રકારત્વના અનેક માધ્યમો છે, જેમાં વર્તમાનપત્રો, સામયિકો, રેડિયો, દૂરદર્શન, સોશિયલ મિડિયાનો સમાવેશ થાય છે. તેને મુદ્રણ તથા દ્રશ્ય-શ્રાવ્ય એમ બે મુખ્ય માધ્યમોમાં વિભાજીત કરવામાં આવે છે.
ગુજરાતી ભાષાનું મુંબઈ સમાચાર ભારત દેશમાં સૌથી જુનું દૈનિક છે. જેને 200 વર્ષ થયા છે. 1822માં મુંબઈ સમાચાર શરૂ થયું હતું. ગાંધીજી સારા પત્રકાર હતા. આઝાદી યુગમાં તમામ પત્રકારો અંગ્રેજો સામે લડતા હતા. હવે મોટા ભાગની વેપારી ટીવી ચેનલો અને છાપાઓ અને વેબસાઈટ સરકારોના વખાણ કરે છે. કારણ કે તેમને ડર હોય છે સરકરા તેમની સામે પગલાં લેશે. અથવા તેમને સરકાર દ્વારા પૈસા અપાતા હોય છે.
બિડાણ – 1
આરોગ્ય સુવિધા બાબત
1 – ગુજરાતમાં પત્રકાર તરીકે ફરજ બજાવતાં તમામને આરોગ્ય સુવિધા વિનામુલ્યે પૂરી પાડવા પત્રકાર આરોગ્ય કાર્ડ આપવા .
2 – રાજ્યની સિવિલ હોસ્પિટલ, પીએસસી સેન્ટર, સીએસસી સેન્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ અને દવાખાનાઓમાં પત્રકારો અને તેમના પરિવાર – આશ્રિત ને વિનામુલ્યે સારવાર
3 – પત્રકાર જે તે સંસ્થાનું તસવીર સાથેનું ઓળખકાર્ડ ધરાવતા હોવા જોઈએ.
4 – ઓળખ કાર્ડના વિકલ્પમાં પત્રકાર તરીકેની કામગીરી કરતાં હોવાનનો જે તે સંસ્થાના લેટર પેડ પર લખાણ.
5 – આરોગ્ય વિભાગ દ્વારા પત્રકાર આરોગ્ય સહાય નામનું ગુજરાત કક્ષાનું અલગથી કાર્ડ આપવામાં આવે.
6 – નિદાન અને તમામ પ્રકારના પરીક્ષણઓ વિનામુલ્યે કરવામાં આવે અને ઉપલબ્ધ દવાઓ અને ઈન્જેક્શન પણ આવરી લેવા.
7 – પીઢ પત્રકારો અને સ્વતંત્ર પત્રકારોને પણ આરોગ્ય સુવિધા યોજનામાં આવરી લેવા.
(ગુજરાતીમાંથી ગુગલ દ્વારા અનુવાદીત)

