Modi’s 9 year achievement – kill bulls in embryo, give birth to cow, मोदी की 9 साल की उपलब्धि – भ्रूण मे बैलों को मारो, गाय को पैदा करो
દિલીપ પટેલ
18 જુન 2023
પશુપાલન અને કૃષિ પ્રધાન રાધવજી પટેલે 17 જુન 2023માં જણાવ્યું છે કે, ભારત સરકાર દ્રારા રાષ્ટ્રિય ગોકુલ મિશન કાર્યક્રમમાં શરૂ કર્યો છે. જેમાં સેક્સડ સીમેનના ઉપયોગથી આઈ.વી. એફ. ટેક્નોલોજી દ્વારા ઉત્પન્ન કારાયેલ ભ્રૂણથી ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં ગર્ભાવસ્થામાં ઝડપી ઓલાદ સુધારણા શરૂ કરાઈ છે. આ કાર્યક્રમનાં અમલીકરણ માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આણંદને નોડલ એજન્સી તરીકે નિયક્ત કરવામાં આવી છે. આઈ.વી.એફ. ટેકનોલોજીથી ગર્ભધારણ માટે અંદાજે થતાં કુલ રૂ.21 હજારના ખર્ચ સામે ભારત સરકાર દ્વારા પ્રતિ ગર્ભાવસ્થા માટે પશુપાલકને રૂ.5 હજારની સહાય આપવામાં આવે છે. ગુજરાત સરકાર વધારાની રૂ.15 હજાર પ્રતિ ગર્ભાવસ્થા સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પશુઓમાં આઈ.વી.એફ.થી ગર્ભધારણ માટે પ્રતિ ગર્ભાવસ્થા માટે રૂપિયા 15 હજારની સહાય અપાશે. પ્રથમ વર્ષે પ્રાયોગિક ધોરણે રાજ્યના 1 હજાર પશુપાલકોને લાભ આપવા માટે રૂ. 1 કરોડ 50 લાખની જોગવાઈ કરી છે.
સામાન્ય રીતે માદા પશુ પુખ્ત ઉંમર બાદ દર વર્ષે એક બચ્ચાને જન્મ આપે છે. ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા અને વધુ દુધ ઉત્પાદન ધરાવતા માદા પશુમાંથી ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન અને એમ્બ્રીઓ ટ્રાન્સફર ટેક્નોલોજીનો ઉપયોગ કરી અંદાજે 12થી 20 બચ્ચાઓ પ્રતિ વર્ષ મેળવી શકાય છે. વધુ દુધ ઉત્પાદન ક્ષમતા ધરાવતા માદા પશુઓનો મહત્તમ ઉપયોગ શક્ય છે. આડકતરી રીતે વધુ દુધ ઉત્પાદન અને સારી આનુવંશિક ગુણવત્તા ધરાવતા બચ્ચા મળે છે. આનુંવંશીક ગુણવત્તા ધરાવતી ડોનર માદા પશુમાંથી વધુ સંખ્યામાં અંડકોષ મેળવી, પ્રયોગ શાળામાં ફલીનીકરણ કરતાં મળેલા ભ્રુણને સામાન્ય રીસીપીયન્ટ માદા પશુમાં પ્રત્યારોપીત કરવામાં આવે છે.
આ પદ્ધતિમાં જો ફલીનીકરણ માટે સેક્સડ સીમેનનો ઉપયોગ કરવામાં આવે તો વધુ સંખ્યામાં માદા બચ્ચાંનો જન્મ કરાવવામાં આવશે. વધું દૂધ ઉત્પાદન આપતી વાછરડી કે પાડી પેદા કરાય છે. ઓછી આનુવંશિકતા અને ઓછુ દુધ ઉત્પાદન ક્ષમતા ધરાવતા અને પશુપાલકને આર્થિકરીતે બોજારૂપ પશુઓનો રેસીપીઅન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે તો આ ટેક્નોલોજી સારી છે. તેમ ઉપરનું બધું રાઘવજી પટેલે કહ્યું હતું.
હવે આ ટેકનોલોજીથી ગુજરાતમાં શું સ્થિતી પેદા થવાની છે તે અંગે જોવા જેવું છે.
કોંગ્રેસ અને બીજા પક્ષોની સરકારોએ ગુજરાતની શુદ્ધ ગાયોની નશલ બગાડી હતી. તેના સ્થાને સંકર ગાયો પેદા કરીને કચ્છી, કાંકરેજ અને ગીર જેવી 22 શુદ્ધ ગુજરાતની ગાયોને બરબાદ કરી હતી. હવે ભાજપની સરકાર તો બળદોનો નાશ કરી રહી છે.
ચૂંટણીમાં ગાયના નામનો ઉપયોગ કરીને મત મેળવનારાઓ, હવે, ગૌ વંશની ગર્ભમાં હત્યા કરી રહ્યાં છે. ગૌ વંશ માટે આંદોલનો કરાનારા ભાજપ, વિશ્વ હિંદુ પરિષદ, આરએસએસ, બજરંગદળ જેની સંઘની 250 સંસ્થાઓ હવે મૌન બનીને ગૌ વંશની ગર્ભમાં જ હત્યા કરવા સંમતી આપી રહી છે. હિંદુઓને ભડકાવીને મત મેળવતા મોદીની આ છે 9 વર્ષના શાસનની સિદ્ધી.
શું છે આ ટેકનોલોજી
સેક્સ શોર્ટેડ વીર્ય – લીંગ નિર્ધારિત વિર્યનો ઉપયોગ કરીને માત્ર ગાય જ પેદા કરવામાં આવી રહી છે. વાછરડાં હવે પેદા થશે નહીં.
કેન્દ્રની મોદી સરકારે ગાય માતાને કુદરતી જન્મનો હક્ક છીનવીને હવે વાછરડા નહીં માત્ર વાછરડીઓ જ જન્મ આપે એવો ઝડપી માદા વાછરડા ઉત્પાદન કાર્યક્રમ ચૂપચાપ શરૂ કરી દીધો છે. તે માટે 3 વર્ષમાં 600 કરોડ રૂપિયા ખર્ચવાનું નક્કી કર્યું છે. અમૂલ ડેરી સંઘ દ્વારા સેક્સ શોર્ટેડ વીર્ય ડોઝના ઉપયોગ થકી પાંચ વર્ષમાં દૂધ ઉત્પાદન અને દૂધ સંપાદન બમણું કરવાની યોજના શરુ કરી છે. ભારતમાં 2013-14માં 137 મિલિયન ટન હતું અને વપરાશ 300 ગ્રામ હતો. જે 9 વર્ષમાં વધીને 2022-23માં 200 મિલિયન ટન અને માથાદીઠ સરેરાશ 442 ગ્રામ 2022માં થઈ ગયો હતો.
જે હવે 2025 સુધીમાં બે ગણો થવાનો છે. 2025-26માં વર્ષે 400 મિલિયન ટન દૂધ માત્ર ગાયોને જ જન્માવીને આપવામાં આવશે. હાલ વર્ષે 19 કરોડ રૂપિયા ગુજરાત સરકારને કેન્દ્રની મોદી સરકાર આપે છે.
હાલ વર્ષે 1 લાખ ગાયોમાં આ ટેકનોલોજી દ્વારા માત્ર વાછરડીઓને જ જન્મ આપવામાં આવી રહ્યો છે.
લૈંગિક પ્રક્રિયા અને તે શુક્રાણુ કોશિકાઓના સ્થિર થવાને કારણે, પરંપરાગત કરતાં ઓછો ગર્ભાવસ્થા દર 10% થી 20% ઓછો હોય છે.
ગુજરાતમાં 96 લાખ ગાયો છે. 17 રાજ્યોમાંથી 11માં ક્રમે ગાય છે. દૂધ આપતી 70 લાખ ગાયોને X અને Y શુક્રાણુઓને અલગ પાડવાની ટેકનોલોજી 80-90% કામ કરે છે. ટેક્નોલોજીની સફળતા મોટાભાગે સૉર્ટ કરેલા શુક્રાણુની પ્રજનન ક્ષમતા પર નિર્ભર રહેશે.
તેનો મતલબ કે હાલ 96 લાખ બળદ કે સાંઢની વસતી હાલ જન્મે છે, તે 5 વર્ષ પછી જન્મતા બંધ થઈ જશે. હાલ વર્ષે 1 લાખ બળકોને જન્મતા રોકવામાં આવી રહ્યાં છે.
વાછરડીઓની માંગ ઝડપથી વધી છે. જે ઉચ્ચ આનુવંશિક મૂલ્ય ધરાવતા આખલાઓના વીર્યની માંગ વધી છે. બળદ કે વાછરડાઓની હત્યા હાલ થઈ જાય છે. 96 લાખ ગાયોની સામે માંડ 16-17 લાખ બળદ કે સાંઢ ગુજરાતમાં છે. 80 લાખ વાછરડા ઓછા છે.
ગાયના પુરૂષ વચ્ચાને માનવી મારી નાંખતો હતો. હવે તે ટેકનોલોજી જીવ પહેલા જ મારી નાંખી રહી છે.
ઇચ્છિત જાતિના વધુ સંતાનો ઉત્પન્ન કરવા માટે શુક્રાણુ ધરાવતા વીર્યને સેક્સ્ડ વીર્ય તરીકે ઓળખાય છે.
જ્યાં પુરૂષ:સ્ત્રીનો ગુણોત્તર આશરે 50:50 હોય છે. ત્યાં 80:20 કે 90:10 થઈ જશે.
2015 સુધીમાં ભારતમાં કોઈ એજન્સી સેક્સ્ડ વીર્યનું ઉત્પાદન કરતી ન હતી. તેથી તેને આયાત કરવી પડતી હતી. સેક્સ્ડ વીર્ય તમામ AIT સાથે ઉપલબ્ધ નથી. ભારતમાં ગાય અને ભેંસની તમામ જાતિઓ માટે સેક્સ્ડ વીર્ય ઉપલબ્ધ ન હતા. તે માત્ર HF અને જર્સી જાતિઓ માટે જ ઉપલબ્ધ છે. લૈંગિક વીર્યની આયાત કરવામાં આવતી હોવાથી, તેના ઉપયોગ માટે રાજ્યના એએચ વિભાગની મંજૂરીની જરૂર છે અને આયાતી વીર્યમાંથી ઉત્પાદિત સંતાનોના સંપૂર્ણ રેકોર્ડ રાખવા ફરજિયાત છે.
સેક્સ્ડ વીર્ય 1,500 થી 2,000 રૂપિયા પ્રતિ ડોઝ મળે છે. કેન્દ્રની મોદી સરકાર દરેક રાજ્યને 19 કરોડ રૂપિયા તે માટે આપી રહી છે. કેટલાક રાજ્યો તેને સબસિડી આપે છે.
આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાંથી દૂધ સંપાદન કરતા અમૂલ ડેરી દ્વારા 2021-22માં વર્ષમાં 150 કરોડ કિલોગ્રામ દૂધ સંપાદન કર્યું છે. તેમાંય 16મી ફેબ્રુઆરી 2022ના રોજ 51 લાખ લીટરથી વધુ દૂધ સંપાદન કર્યું હતું.
પાંચ વર્ષમાં બે ગણું દૂધ થશે
આણંદ અમૂલ દ્વારા પાંચ વર્ષમાં દૂધ બે ગણું કરાશે. બે ગણું કરવા આરડામાં વિર્યડોઝ વધારવા, ભ્રુણપ્રત્યારોપણ, લીંગ નિર્ધારિત વિર્યનો ઉપયોગ કર્યો છે અને 2700થી વધુ ઉચ્ચ વંશાવલી ધરાવતી વાછરડી કે પાડીનો જન્મ થયો છે. 965 જેટલા ડિજિટલ કાવ બેલ્ટનો ઉપયોગ કર્યો છે. 76 હજાર પાડી – વાછરડી ઉછેર કરવા માટે 75 ટકા સબસિડીથી કાફ કીટ સભાસદોને પુરી પાડ્યાં છે.
સંઘ દ્વારા ઓક્ટોબર 2020થી સેક્સ શોર્ટેડ વીર્ય ડોઝના ઉપયોગ થકી પાંચ વર્ષમાં દૂધ ઉત્પાદન અને દૂધ સંપાદન બમણું કરવાની યોજના છે. હાલમાં સંઘ દ્વારા 1200 દૂધ મંડળીઓમાંથી 30 લાખ લિટર પ્રતિદિન દૂધ સંપાદન કરવામાં આવી રહ્યું છે. સિમેન સ્ટેશન ઓડ વીર્ય ગ્રહણ કેન્દ્રમાં ઉચ્ચ આનુવંશિક ધરાવતા આખલા તેમજ પાડાનો સમાવેશ કરી વર્ષ દરમ્યાન 81 લાખથી વધુ વીર્ય ડોઝનું ઉત્પાદન કરેલ છે.
વર્ષ દરમ્યાન 72000થી વધુ લિંગ નિર્ધારિત વીર્યનો ઉપયોગ કરેલ છે અને 2700થી વધુ ઉચ્ચ વંશાવલી ધરાવતી પાડી- વાછરડીનો જન્મ થયેલ છે. 965 ડિજિટલ કાવ બેલ્ટ છે.
ગરમીના કારણે 2 લાખ લિટર દૂધનો ઘટાડો થાય છે.
અમૂલ ડેરી તરીકે જાણીતા ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘનું વાર્ષિક ટર્નઓવર રૂ.10 હજાર 229 કરોડ છે. 9.5 ટકા વધારો થયો છે.
અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે નીતિ નક્કી કરી ગાયોની જેમ ભેંસોમાં ભ્રૂણપ્રત્યારોપણ શરૂ કરાવ્યું છે. સિમેન સ્ટેશન ઓડ વીર્ય ગ્રહણ કેન્દ્રમાં ઉચ્ચ આનુવંશિક ધરાવતા આખલા તેમજ પાડાનો સમાવેશ કરી વર્ષ દરમ્યાન 81 લાખથી વધુ વીર્યડોઝનું ઉત્પાદન કરેલ છે.
2021માં ગાયોમાં ભ્રૂણપ્રત્યારોપણ શરૂ કરેલું જે પદ્ધતિને ભેંસોમાં પણ શરૂ કરી દીધું. 910 ભ્રૂણપ્રત્યારોપણથી 130 બચ્ચાંઓનો જન્મ થયેલો છે. વર્ષ દરમ્યાન 72 હજાર લિંગ નિર્ધારિત વીર્યનો ઉપયોગ કરેલો હતો. 2700 પાડી-વાછરડીનો જન્મ થયેલો હતો. 75 ટકા સબસિડી આપવામાં આવે છે.
અમુલ ડેરી દ્વારા ઓક્ટોબર 2020થી સેક્સ શોર્ટેડ વીર્ય ડોઝના ઉપયોગ થકી પાંચ વર્ષમાં દૂધ ઉત્પાદન અને દૂધ સંપાદન બમણું કરવાની યોજના છે.
દીક્ષાંત ઉદ્બોધનમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, દેશના પશુઓની દૂધ આપવાની ક્ષમતા સરેરાશ સાડા ત્રણ લીટર છે. આ એવરેજ સાથે પણ ભારત દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રેસર છે. દૂધ ઉત્પાદનની સરેરાશ વધીને 10 લીટર થાય એ માટે પશુઓની નસલ સુધારવાની દિશામાં વિદ્યાર્થીઓ કામ કરશે તો આપણા દેશની પ્રગતિને કોઈ નહીં આંબી શકે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, ગાયોને વાછરડી જ જન્મે એ માટે સેક્સ શોર્ટેડ સિમેનના વધુ ઉત્પાદન માટે પ્રયત્નો થઈ રહ્યા છે. ગુજરાતમાં આ દિશામાં મહત્વની કામગીરી થઈ રહી છે. દૂધ ઉત્પાદન માટે સેક્સ શોર્ટેડ સિમેન ટેકનોલોજી અત્યંત ઉપયોગી છે.
દેશના પશુઓના રસીકરણ માટે રૂપિયા 13 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.
રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલ છે.
વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, દેશના આર્થિક વિકાસમાં પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગનું મહત્વ ખૂબ જ વધારે છે. પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ ભારતને ‘ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી‘ બનાવવાનું જે સ્વપ્ન સેવ્યું છે, તેને પરિપૂર્ણ કરવામાં પશુપાલન અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રનો ફાળો મહત્વપૂર્ણ પૂરવાર થશે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
નરેન્દ્ર મોદીએ પશુપાલન, ડેરી 209માં કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. પણ યુનિવર્સિટી સેક્સ શોર્ટેડ સિમેન માટે કામ કરતી નથી. કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એન. એચ. કેલાવાલા છે. 499 વિદ્યાર્થીઓ, અનુસ્નાતક કક્ષાના 145 વિદ્યાર્થીઓ અને પી.એચ.ડી.ના 26 વિદ્યાર્થીઓ મળી કુલ 670 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવે છે. કામધેનુ વિશ્વવિદ્યાલયમાં અત્યારે 4507 વિદ્યાર્થીઓ અધ્યયન કરી રહ્યા છે. પણ દેશી ગાય અંગે કોઈ સંશોધનો થતાં નથી.
દૂધનું ઉત્પાદન
વિશ્વમાં દૂધનું ઉત્પાદન બે ટકાના દરે વધી રહ્યું છે, જ્યારે ભારતમાં તેનો વિકાસ દર છ ટકાથી વધુ છે. ભારતમાં માથાદીઠ દૂધની ઉપલબ્ધતા વિશ્વની સરેરાશ કરતાં ઘણી વધારે છે. દૂધનો વપરાશ 1970માં માથાદીઠ 107 ગ્રામથી વધીને 2020-21માં માથાદીઠ 427 ગ્રામ થઈ ગયો હતો. વિશ્વની સરેરાશ 322 ગ્રામનો વપરાશ હતો. ભારતમાં 2013-14માં 137 મિલિયન ટન હતું અને વપરાશ 300 ગ્રામ હતો. જે 9 વર્ષમાં વધીને 200 મિલિયન ટન અને 442 ગ્રામ 2022માં થઈ ગયો હતો. પશુપાલન ધંધા માટે આ ચમત્કાર છે. અશક્યને શક્ય કરી બતાવ્યું છે. તે ઘણાં મોટા નકલી દૂધના કારણે. હવે માત્ર ગાયો જ જન્મવાની હોવાથી દૂધમાં ભેળસેળ ઘટી શકે છે.