ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે વધુ દસ્તાવેજોની હવે જરૂર રહેશે નહીં. કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલયના નિયમો સરળ કર્યા છે. લોકોની દોડધામને બચાવશે. સાથે વાહન નોંધણી કરવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ બની ગઈ છે. નવા નિયમો મુજબ હવેથી, આધાર કાર્ડનો ઉપયોગ ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા, લાઇસન્સમાં સુધારો કરવો કે નવું કઢાવવું, વાહનની નોંધણી, દસ્તાવેજોમાં સરનામું બદલવા માટે કરવામાં આવશે. આધાર કાર્ડનો હેતુ કારની નોંધણી બનાવટી સરનામાં પર થતી હતી તે અટકી જશે. લોકો પોતાના ઘરેથી ઓનલાઈન આ બધું કરી શકશે.
વળી, મંત્રાલયે ડ્રાઇવિંગ લાઇસન્સ અને મોટર વાહન દસ્તાવેજોની માન્યતા અવધિ લંબાવી છે. 31 ડિસેમ્બર 2020 સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન પરમિટ અને નોંધણી સહિતના અન્ય દસ્તાવેજોની માન્યતા વધારી દીધી છે. આધાર કાર્ડ ડ્રાઈવીંગ લાયસન્સ સાથે લીંક થતાં આ બધા ફાયદા મળી શકે છે.
આધાર સાથે લીંક કરો
વેબસાઇટ sarathi.parivahan.gov પર જઈને લાયસંસનો વિન્ડો ખોલીને મેનૂ બારમાં ઓનલાઇન પર ક્લિક કરો. પછી, ડ્રાઇવિંગ લાઇસન્સ પરની સેવાઓ પર ક્લિક કરતાં નવી વિંડો ખુલશે. અહીં તમને ફરીથી રાજ્યની વિગતો વિશે પૂછવામાં આવશે. હવે તમારી લાઇસેંસ પ્રાપ્ત રાજ્ય પસંદ કરો. આ પછી કાઉન્ટિનીયુના બટન પર ક્લિક કરો અને તમારા આધારકાર્ડને લગતી માહિતી આપો. આ પછી, તમારે પ્રૂફ પર ક્લિક કરવું પડશે. મોબાઇલ નંબર અને આધાર કાર્ડનો વિકલ્પ પણ દેખાશે. તમારો આધાર નંબર અને ઓટીપી દાખલ કરવો પડશે. હવે ડ્રાઈવીંગ લાયસન્સ અપડેટ થઈ જશે.