ગાંધીનગર, 13 માર્ચ 2020
ગુજરાતના લોકોને ઊંચા ભાવ લઈને લૂંટો. પકડાવ તો રૂપાણી સરકાર થોડો દંડ કરીને છોડી મૂકશે. જેલમાં નહીં પૂરે કે ગુનો પણ નહીં નોંધે. રૂ.2430 સરેરાશ દંડ કરીને વેપારી કે ઉત્પાદકને છોડી મૂકવામાં આવે છે. વળી, કઈ વસ્તુનો પેકેટ પર શું ભાવ રાખવો તે અંગે સરકારની કોઈ નીતિ નથી. તેથી ગ્રાહકડોની ઉઘાડી લૂંટ ચાલે છે. એક જ વર્ષમાં 691 એકમોની તપાસ કરવામાં આવી હતી. જેમની પાસેથી રૂ.16.85 લાખ એટલે કે સરેરાશ એક વેપારી પાસેથી રૂ.2430 લઈને ગુનો માફ કરી દેવાયો હતો. જેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયા ઊંચા ભાવ વેપારીઓએ વસૂલી લીધા છે. ગુજરાતની હાઈવે પરની હોટેલો, રેસ્ટોરા, શહેરની રેસ્ટોરા, સ્ટાર હોટેલોમાં બેફામ લૂંટ ચાલી રહી છે. છતાં ભાજપની સરકાર કોઈ અધિકારી સામે પગલાં લેતી નથી. તોલમાપ ખાતામાં વનન મૂકો અને છૂટી જાઓ એવી હાલત છે. આ વિભાગ ભ્રષ્ટાચારમાં અવલ્લ છે.