3 વર્ષ ઠગાઇ અને છેતરપિંડીમાં ગુજરાતના લોકોએ 4100 કરોડ રૂપિયા ગુમાવ્યા

People of Gujarat lost Rs 4100 crore in 3 years in fraud

અમદાવાદ, 16 સપ્ટેમ્બર 2023

ગુજરાતમાં નાણાંકીય છેતરપિંડીના (scam) ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. ત્રણ વર્ષમાં 9845 આરોપીઓને પોલીસે પકડયા છે. ઠગભગતો 4100 કરોડ રૂપિયા પડાવી લીધા છે. ફરાર 2322 ઠગોને ભૂપેન્દ્ર પટેલની સરકાર પકડી શકી નથી.

સૌથી વધુ કિસ્સા અમદાવાદ અને સુરતના છે.

વિધાનસભામાં જણાવ્યા પ્રમાણે 2020-21માં 884.36 કરોડ, 2021-22માં 1583.64 કરોડ અને 2022-23માં 1571.76 કરોડ રૂપિયા લોકોએ ગુમાવ્યા છે.

અમદાવાદ શહેરમાં ઠગાઇ અને છેતરપીંડીના 1500થી વધુ કિસ્સા છે. સુરતમાં 1200 કિસ્સા છે. જ્યાંથી આખા રાજ્યનો કાયદો બને છે તેવા ગાંધીનગરમાં 250 જેટલા કિસ્સા બન્યાં છે. જો કે રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં છેતરપીંડીના કેટલાક છૂટક કેસ પોલીસમાં નોંધાયા છે.

વર્ષ – રૂા. (કરોડ)
2020-21 – 884.36
2021-22 – 1583.64
2022-23 – 1571.76