આરોગ્ય સાથે અડપલાં – ખાસ અહેવાલ
2012થી 2018 સુધી રાજ્યમાં ફીમેલ હેલ્થ વર્કરની 3828 અને મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરની 2330 ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવી હતી. આ જગ્યાઓ મોટો ભાગે બોગસ ડીગ્રી સર્ટીફિકેટના આધારે લાખો રૂપિયાનું કૌભાંડ કરીને ભરી દેવામાં આવ્યા હોવાનું 33 જિલ્લાઓમાં વ્યાપક કૌભાંડ આચરવામાં આવ્યું છે. જે અંગે 8 જિલ્લા પંચાયતમાં તપાસ કરવામાં આવી તો તે વાત ખરી નિકળી હોવા છતાં વિજય રૂપાણીની ભાજપ સરકારે 10 ડિસેમ્બર 2018 સુધી કોઈ પગલાં જ લીધા નથી. સરકારનું આરોગ્ય વિભાગ આ ભરતી કૌભાંડ અંગે જાણે છે તેમની સમક્ષ તમામ જિલ્લાઓના તપાસ અહેવાલો પડેલાં છે છતાં આ કૌભાંડને સરકાર છાવરી રહી છે. આવા 5,000 જગ્યા ભરવામાં આવી હતી.
લોકરક્ષક દળનો સૂત્રધાર MPHWનો કર્મચારી
લોકરક્ષક દળની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થવાના કૌભાંડનો સૂત્રધાર યશપાલસિંહ જસવંતસિંહ ઠાકોર વડોદરા મ્યુનિસપલ કોર્પોરેશનનો મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર (MPHW) કર્મચારી છે. MPHW કર્મચારીઓની ભરતી 2012થી 20017 સુધીમાં મોટા પાયે કરી છે. અગીયાર માસના કોન્ટ્રાક્ટ આધારીત થયેલી ભરતી મુજબ 8 ઓગષ્ટ 2018માં તેને હેલ્થ વર્કર તરીકે નોકરીએ રાખવામાં આવ્યો હતો.
LRD કૌભાંડનો મુખ્ય સૂત્રધાર MPHWનો કર્મચારી છે. MPHW ભરતી કૌભાંડ સમગ્ર રાજ્યમાં થયું છે. માત્ર LRD, MPHW કૌભાંડ જ નહીં પણ વિદ્યાસહાયકો, નર્સિંગ, તલાટી, વર્ગ-૩ અને 4 ના કલાર્ક, સચિવાલય ક્લાર્ક સહિતની ભરતીઓ તથા ખોટા સર્ટીફિકેટો, નકલી પદવી અંગે ફરિયાદ સરકાર સમક્ષ થઈ છે, છતાં ભાજપ સરકાર આંખ આડા કાન કર્યા છે. સાચા લોકોને ન્યાય મળવાને બદલે કૌભાંડ કરનારાઓને સરકાર બચાવવાનું કામ કરી રહી છે. તેઓ MPHWમાં ડિપ્લોમાં કોર્ષ તમિલનાડુની વિનાયક મિશન યુનિવર્સિટી અને રાજસ્થાનની ઓપીજે યુનિવર્સિટી સહિત આવી 6 સંસ્થાઓ બોગસ ડિગ્રી આપી રહ્યાં છે. જેની યાદી તૈયાર કરીને સરકારે દરેક જિલ્લાઓને મોકલી હતી. તેમ છતાં હજુ પણ કરોડો રૂપિયાની લાંચ લઈને બોગસ લોકોને ગુજરાતની 6.50 કરોડ પ્રજાના આરોગ્યની જવાબદારી સોંપવામાં આવી છે. જેના માટે સરકાર સહેજ પણ ગંભીર નથી.
દાહોદમાં 43 MPHW પકડાયા
દાહોદ જિલ્લામાં 43 બોગસ MPHW પકડાતા 10 ડિસેમ્બર 2018માં તેમને નોકરી પરથી હાંકી કાઢવાનું સરકારે નક્કી કરી મંજૂરી આપી છે. દાહોદ જિલ્લામાં મલ્ટિ પરપઝ હેલ્થ વર્કરોને યુનિફોર્મ ફરજિયાત કરાયો હતો. બોગસ તબીબો અને ઉંટવૈદોથી પ્રજાને બચાવવા આમ કરવું પડ્યું હતું. જેથી આરોગ્ય કર્મચારીઓની ઓળખ થઇ શકે. ત્યાર બાદ તમામને હાંકી કાઢવામાં આવ્યા છે.
અરવલ્લીમાં 31 બોગસ MPHW પકડાયા
અરવલ્લી જિલ્લામાં MPHW – પુરૂષ હેલ્થ વર્કરની 31 જગ્યા ભવામાં આવી હતી. જેની તપાસમાં પ્રમાણપત્રો બોગસ છે એવું સાબિત થયા બાદ તેમને છુટા કરી દેવામાં આવ્યા હતા. 31 MPHW કર્મચારીઓ ને છુટા કરાયા છતાં આરોગ્ય પ્રધાન દ્વારા એ કર્મચારીઓને ફરીથી લેવા માટે તજવીજ હાથ ધરી હતી.
નર્મદામાં બોગસ સર્ટી
નર્મદા જિલ્લામાં આરોગ્ય શાખામાં ફરજ બજાવતાં 14 મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરની ડીગ્રી બોગસ હોવાનું 10 ડિસેમ્બર 2018માં સરકારે જાહેર કર્યું છે. તેમના ડીપ્લોમાના પ્રમાણપત્રો ચકાસવા માટે કામગીરી હાથ ધરવા માટે સરકારે આદેશ કર્યો છે. તેઓ ઘણાં વર્ષોથી બોગસ ડીગ્રીના આધારે નોકરી કરી રહ્યાં છે.
4 યુનિવર્સિટી બોગસ કામ કરે છે
ગુજરાતના સેંકડો MPHWની નોકરી જોખમમાં છે. કારણ કે તેમાંના મોટા ભાગના કર્મચારીઓ રાજસ્થાનની 2 અને હિમાચલ તથા તમિલનાડુની 1-1 યુનિવર્સિટીના યુજીસી માન્ય નથી એવા કોર્ષ કરીને અહીં નોકરીએ લાગી ગયા છે. તે અંગે રાજ્યની વડી અદાલતે પણ આદેશો કર્યા હોવા છતાં સમગ્ર રાજ્યમાં 5,000થી વધું સ્ટાફ અંગે કોઈ તપાસ ન કરવામાં આવતાં શંકા ભાજપના નેતાઓ તરફ જઈ રહી છે. આવી યુનિ.ની માર્કશીટના આધારે ભરતી થયેલાને છૂટા કરી દેવા પડે એવું હોવા છતાં આરોગ્ય વિભાગ છાવરે છે. ગુજરાત બહારના 3 રાજ્યોની 4 યુનિવર્સિટીઓ આવા બોગસ સર્ટીફિકેટ આપેલાં છે. તેમની માર્કશીટના આધારે પસંદગી મેળવી હતી.
બનાસકાંઠમાં પડકાર
બનાસકાંઠાના એક ઉમેદવારે પસંદગી પામેલા આ ઉમેદવારોની યુનિવર્સિટી યુજીસી માન્ય ન હોવાનું જણાવી તેની સામે વડી અદાલતમાં જાહેર હીતની અરજી કરી હતી. વડી અદાલતે 2015-16માં ચૂકાદો આપ્યો હતો કે, 4 યુનિવર્સિટીઓ યુજીસીની માન્યતા ધરાવતી નથી. તેથી છૂટા કરાવી દેવા.
રાજકોટમાં 22 નોકરી ખોટી
2015-16માં રાજકોટ જિલ્લામાં આ 4 યુનિવર્સિટીની માર્કશીટના આધારે નોકરી મેળવનારા ઉમેદવારોની સંખ્યા 22 છે. તમામને નોટિસો મોકલી હતી. 2 નવેમ્બર 2018માં ત્રણ વર્ષ પછી પગલાં લેવાનું નક્કી કરાયું હતું.
ડમી ઉમેદવારો
6 જૂન 2016માં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ભરતીમાં ડમી ઉમેદવારો બેસાડી નોકરી મેળવવામાં આવી હતી. મૂળ ઉમેદવારની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવાના રી.45 હજાર લેવામાં આવ્યા હતા.
જામનગરમાં MPHWની ભરતીનું કૌભાંડ
16 માર્ચ 2017માં જામનગરજિલ્લા પંચાયતની મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું હતું. MPHWની 22 કર્માચારીઓની ભરતી 12 ફેબ્રુઆરી 2017માં નાણાં લઇ લાગતા-વળગતાને નોકરી આપવા આવી હતી. એટલું જ નહીં 22 ઉમેદવારોના ગુણમાં 1 થી 22 ગુણ સુધીનો વધારો કરી આપવામાં આવ્યો હતો.
ગુજરાત સરકારમાં ફેબ્રુઆરી જૂન 2018 સુધી થયેલી ભરતી
- MPHW 5500
- પોલીસ કોન્સ્ટેબલ 13,000
- નાયબ મામલતદાર 700
- PSI/ASI. 500
- TET-1 ભરતી 1450
- TET-2 ભરતી. 5600
- રેવન્યુ તલાટી. 2400
- -લીસ કોન્સ્ટેબલ
- હાઇકોર્ટ 2000
- બિનસચીવાલય ક્લાર્ક 2500
- જુનિયર ક્લાર્ક 4400
- સિ. ક્લાર્ક 4700 જગ્યા
- સ્ટાફ નર્સ 2800 જગ્યા
ટેટ પછીનું આ સૌથી મોટું ભરતી કૌભાંડ હોવાની શક્યતા હોવા છતાં સરકારે 33 જિલ્લાઓની સમગ્ર તપાસ જ 10 ડિસેમ્બર 2018 સુધી કરી નથી. કે કોઈ પગલાં લીધા નથી.
(દિલીપ પટેલ)