મમતા બેનર્જીને ઓક્સફર્ડ યુનીવર્સીટીમાં સંબોધન માટે આમંત્રણ અપાયું

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન, મમતા બેનર્જીને ફરી એકવાર ઓક્સફર્ડ યુનિવર્સિટીની વાર્ષિકી માં સંબોધન માટે આમંત્રણ અપાયુ છે. રાજ્ય સરકારના સૂત્રોએ તેની પુષ્ટિ કરી છે. જણાવવામાં આવ્યુ છે કે, આ વખતે નું સંબોધન ઓનલાઇન રાખવામાં આવશે. આંતરરાષ્ટ્રીય આવક-જાવક બંધ હોવાના કારણે, આ સંબોધન વર્ચુઅલ ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવશે. આ અગાઉ 2017 માં મુખ્ય પ્રધાનને આમંત્રણ અપાયુ હતુ.

ઓક્સફોર્ડ યુનિયન દ્વારા મોકલેલા પત્રમાં લખ્યુ છે કે, અમે 200 વર્ષ યુનિવર્સિટી ને પૂર્ણ થયાના પ્રસંગે તમારી સાથે ચર્ચામાં જોડાવા આતુર છીએ. અહેવાલ છે કે, સીએમ પણ આ ચર્ચામાં ભાગ લેવા સંમત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્સફોર્ડ યુનિયન દ્વારા દર વર્ષે આયોજિત કાર્યક્રમમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, રોનાલ્ડ રેગન, રિચાર્ડ નિક્સન, તિબેટીયન ધાર્મિક નેતા દલાઈ લામા, બ્રિટિશ પૂર્વ વડા પ્રધાન થેરેસા, મધર ટેરેસા જેવા દિગ્ગજોએ ભાગ લીધો છે.

અગાઉ, જ્યારે મમતા બેનર્જી કેન્દ્રમાં રેલવે પ્રધાન હતા, ત્યારે તેમને 2010 માં કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી સંબોધન કરવાનું આમંત્રણ મળ્યું હતું, જોકે તે તેમાં ભાગ લઈ શક્ય ન હતા.