#METOO નલિયા સામુહિક ભાજપ બળાત્કાર કાંડ: ભાજપના ત્રણ નેતાને જામીન બાદ શો બાજી

ભાજપની સંપૂર્ણ સેક્સ કથા – દિલીપ પટેલ

કચ્છની ભાજપની એક યુવતીએ #METOO કેમ્પેઈન કરીને ભાજપના બળાત્કારી નેતાઓને ખૂલ્લા પાડ્યા હતા. હવે એજ બળાત્કારના આરોપીઓ પોતે હીરો હોય તેમ જાહેરમાં અભિવાદન જીલવા લાગ્યા છે. આવો એક કાર્યક્રમ કંડલામાં યોજાયો હતો. ગેંગરેપનો કિસ્સો સેક્સ રેકેટ તરીકે બહાર આવ્યો હતો.

સમગ્ર દેશમાં ભાજપના નેતાઓના બળાત્કાર કેસ તરીકે જાણીતા નલિયા બળાત્કાર કેસના ભાજપના ત્રણ  નેતાઓને જામીન આપવામાં આવ્યા છે જેમાં અજિત રામવાણીને જામીન મળતાં જ કંડલા પોર્ટમાં પહોંચી ગયા હતા. જ્યા તેમણે પોતાના ટેકેદારોને બોલાવી રાખ્યા હતા. લોકો તેને હજુ પણ ચાહે છે એવો દેખાવ પણ કર્યો હતો. 11 ફેબ્રુઆરી 2017માં તેમની ધરપકડ પોલીસે કરવી પડી હતી.

12 ફેબ્રાઆરી 2017માં ભાજપના ત્રણ પદાધિકારીઓને કોર્ટમાં રજુ કરાતાં કોર્ટે ત્રણેયના 12 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા. અબડાસા તાલુકાના નલિયાના સામુહિક બળાત્કાર કેસમાં સંડોવાયેલા ભાજપના ત્રણ પદાધિકારીઓ ગાંધીધામના બે નગરસેવક અજિત રામવાણી અને વસંત ભાનુશાલી તેમજ ગાંધીધામ શહેર ભાજપના મહામંત્રી ગોવિંદ પારૂમલાણીની પોલીસે ધરપકડ કરી હતી.

ફાંસીની સજાના બદલે જેલ મુક્તિ

20 સપ્ટેમ્બર 2018માં ગેંગરેપ કેસમાં ત્રણ આરોપીને કૉર્ટે જામીન પર મુક્ત કર્યાં હતા. ભુજ સેશન્સ કૉર્ટે  ગાંધીધામના નગરસેવક અજીત પારૂમલ રામવાણી અને ગોવિંદ અર્જુનદાસ પારૂમલાણી તેમજ નખત્રાણાના અશ્વિન રવિલાલ સેજપાલ (ઠક્કર)ના જામીન મંજૂર કર્યાં હતા. પિડિયાએ એવી માંગણી કરી હતી કે બળાત્કારીઓને ફાંસીની સજા કરવામાં આવે. પણ તેને જામીન મળી ગયા છે. જેલની બહાર આવી ગયા છે. હવે કેસને પ્રભાવિત કરી શકે છે એવું ભાજપના જ લોકો કહી રહ્યાં છે.

ગુજરાત હાઈકૉર્ટે બબા શેઠને જામીન પર મુક્ત કર્યાં બાદ અન્ય આરોપીઓની પણ જામીન મુક્તિ થઈ હતી.  ભુજ સેશન્સ કૉર્ટના જજ એલ.જી. ચુડાસમાએ ત્રણ આરોપીઓને જામીન પર મુક્ત કર્યા હતા. જાન્યુઆરી 2017માં નલિયા પોલીસ મથકે ગેંગરેપની ફરિયાદ નોંધાયા બાદ ફેબ્રુઆરીમાં પોલીસે કુલ 8 લોકોની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીઓએ કેસના વિવિધ તબક્કે સેશન્સ અને હાઈકૉર્ટમાં જામીન માટે અરજીઓ કરી હતી. પરંતુ, અત્યારસુધી નામંજૂર થઈ હતી. હવે તેને એકાએક મંજૂરી આપવામાં આવી છે. 11 સપ્ટેમ્બરે હાઈકૉર્ટે 68 વર્ષિય વિનોદભાઈ ભીંડે (બબાશેઠ)ની જામીન અરજી મંજૂર કરી હતી કારણ કે તે વયોવૃદ્ધ હતા. હવે ભાજપના નેતાઓને પણ જેલમાંથી બહાર કાઢી લેવાયા છે.

અમદાવાદ અને મુંબઈથી ધરપકડ કરી હતી

સમગ્ર કચ્છ અને ગુજરાત માટે અત્યંત શરમજનક એવા અબડાસાના ભાજપના નેતાઓએ નલીયામાં કરેલાં સામુહિક બળાત્કાર કાંડમાં લોકોએ ભારે હોબાળો બાદ રાજય સરકારે પગલાં લેવાની ફરજ પડી હતી. તે પહેલાં કોઈ સામે પગલાં લેવાયા ન હતા.  ત્યાર બાદ પશ્ચિમ કચ્છ પોલીસે 4 નરાધમોને પાંજરી દીધા હતા.  25 જાન્યુઆરી 2017માં ભાજપની એક યુવતિઆ ફરિયાદ દાખલ કરી હતી. ત્યાર બાદ 14 દિવસ પછીના વિલંબ બાદ ધરપકડ કરી હતી. પોલીસે મુંબઇના મુલુન્ડથી વિનોદ ઠક્કર બબાશેઠ (ઉ.67) તેના પુત્ર ચેતન વિનોદ ઠક્કર (ઉ.37) અને અશ્વીન રવિલાલ ઠક્કર (ઉ.45) ની અમદાવાદ-વડોદરા હાઇવે ઉપરથી ધરપકડ કરી હતી. પીડિતાએ ફર્સ્ટક્લાસ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવેલી સીઆરપીસી 164 મુજબ નિવેદન નોંધાવ્યું હતું. ફરિયાદમાં 10 આરોપીઓનાં નામ અપાયાં હતાં. જેમાં નલિયાના શાંતિલાલ સોલંકી, બબા ઠક્કર, ચેતન ઠક્કર, વિપુલ ઠક્કર, ભરત દરજી, અતુલ ઠક્કર, ગાંધીધામના ગોવિંદ, આદિપુરના વસંત, એક પગે લંગડો માણસ અને નખત્રાણાના અશ્વિન ઠક્કરનાં નામ હતાં.

RSSના ત્રણેય કાર્યકરો છે

ભાજપની સરકારની પ્રતિષ્ઠાનું દેશભરમાં ધોવાણ થતાં પોલીસે પકડવા પડે તેમ હતા. ચોંકાવનારી વાત એ છે કે અબડાસા દુષ્કર્મ કાંડમાં સંડોવાયેલા ગાંધીધામ ભાજપના અગ્રણીઓ અજિત રામવાણી અને ગોવિંદ પારૂમલાણી RSS રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યો છે. વસંત ભાનુશાલી પોતાની જાતને કચ્છ રત્ન ગણાવે છે. આંચકાજનક વાત એ છે કે દુત્કર્મનાં બે મુખ્ય સૂત્રધારોમાં શાંતિલાલ દરજી (ઉ.55) નાના છે. તેણે તેની દિકરીની ઉંમરની પીડીતા અને અન્ય યુવતિઓને હવસનો શિકાર બનાવી હતી. જયારે વિનોદ વિશનજી ઠક્કર બબાશેઠ (ઉ.67) દાદાની ઉંમરનો છે. બબા શેઠ વિકૃત સેકસનો શોખીન હોવાનો પોલીસ ફરીયાદમાં ઉલ્લેખ છે તો, બબાશેઠની સાથે તેનો 37 વર્ષનો પુત્ર ચેતન ઠક્કર પણ દુષ્કર્મ પ્રકરણમાં સામેલો છે. પોલીસ દ્વારા જાણે સત્તાધારી પક્ષના ઇશારે તપાસ થતી હોય તેવું હતું. ભાજપે ચાર વ્યક્તિઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરી હતી પણ બે વ્યક્તિઓ ગાંધીધામ નગરપાલિકાના નગરસેવક તરીકે ચાલુ છે. પક્ષમાંથી સસ્પેન્ડ થયા પછી પણ તેમની પાસેથી રાજીનામું માગવામાં આવ્યું નથી. તેથી પક્ષ દુષ્કર્મના આરોપીઓને છાવરતા હોવાની છાપ ઊભી થઈ હતી.

પિતા પુત્રએ સાથે બળાત્કાર કર્યો

પિતા-પુત્ર સાથે દુષ્કર્મ આચરતા હોય એવો કદાચ કચ્છનો આ પ્રથમ બનાવ હશે. જો કે સમગ્ર પ્રકરણમાં સૌથી વધુ સવાલો પશ્ચિમ કચ્છ પોલીસની તપાસ સામે થઇ રહ્યા છે. પહેલા દુષ્કર્મની ફરીયાદ લેવાની આનાકાની, પછી ફરીયાદ લેવાયા બાદ પોલીસે સીટ રચી એ સીટ સામે તપાસ અંગે સવાલો ઉઠાવાતાં સીટની સભ્ય સંખ્યા વધારવી પડી હતી. આમ પહેલાથી જ પોલીસ ભાજપના નેતાઓને બચાવવા માંગતી હોય એવું તેનું વર્તન હતું. ફરીયાદનાં દિવસો સુધી આરોપીઓ નહીં ઝડપાતા ખુદ ડીએસપી મકરંદ ચૌહાણે સીટનાં સભ્યો એવા પોતાના તાબા હેઠળનાં અધિકારીઓને નોટીસ આપી અંતે અખબારો, ટીવી, અને વેબસાઈટના હોબાળા પછી સરકારે ભાજપના નેતાઓની અટકાયત કરવી પડી હતી. કોંગ્રેસી નગરસેવક મહેન્દ્ર ડુંગરશી ઠકકર અને દુષ્કર્મ કાંડમાં ભાભી તરીકે વગોવાયેલી ગીતા શ્રીપાલ મીડીયા સુધી પહોંચ્યા હતા.

પીડીતા બહાર આવી

નલીયા દુષ્કર્મ કાંડમાં પીડીતા એવી મહિલાને જીવનું જોખમ લાગતાં તે ભૂગર્ભમાં જતી રહી હતી. પછી તેને એવું લાગ્યું હતું કે તેની ફરિયાદ અંગે પોલીસ અને ભાજપ સરકાર કંઈ કરી રહી નથી ત્યારે તે પત્રકારો સમક્ષ આવી હતી. ભાજપે પત્રકાર પરિષદમાં પોતાના નેતાઓનો બચાવ કર્યો હતો, તેથી પિડિતાએ બહાર આવીને પીડીતાએ પોતાનું દર્દ પ્રજા વચ્ચે જાહેર કરવાની હિંમત બતાવી હતી. તેમણે #METOO કેમ્પેઈન કર્યું હતું. 9 લોકોએ તેના પર બળાત્કાર કર્યો હતો. જેમાં મોટા ભાગના ભાજપના નેતા હતા કાંતો ભાજપની સાથે જોડાયેલાં હતા.

સેક્સ ક્લીપીંગ ઉતારી હતી

9 બળાત્કારીઓ પછી, ઓ પૈકી પોતાને સૌ પ્રથમ શાંતિલાલ સોલંકી (દરજી)એ ફસાવીને સૌથી વધુ વારંવાર તેની સાથે દેહ સંબંધ બાંધ્યો હતો. પીડીતાએ એક પછી એક ૯ દુષ્ક્રર્મીઓના ચહેરાઓનો નકાબ ઉતારતા મીડીયા સમક્ષ એવો ચોંકાવનારો ધડાકો કર્યો હતો કે તેને એક વાર ડ્રગ્સ પીવાડાવાયું હતું ભરત દરજી એ તેણીની અને શાંતિલાલની સેકસ કલીપીંગ્સ ઉતારી હતી. જેના માધ્યમથી તેનું સતત બ્લેકમેઇલ કરાયા બાદ વાસના ભૂખ્યા ભાજપના વરૂઓ દ્વારા જાતીય શોષણ શરૂ થયું હતું. જે બબા શેઠને પીડીતાની માતાએ નોકરીની ભલામણ કરી હતી તે 67 વર્ષના બબા શેઠે પોતાની સાથે બળ જબરી કરી હોવાનો ધડાકો કરતા પીડીતાએ બબા શેઠની જેમ જ ગાંધીધામ ભાજપના નગરસેવક અને આરએસએસના અગ્રણી એવા લંગડા અજિત રામવાણીને સેકસ મેનીયાક ગણાવ્યો હતો. વીડિયો ક્લીપ વાઇરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ કરતું હતું તે વીડિયો ક્લીપ મેળવવામાં પોલીસ હજુ સુધી સફળ થઇ નથી. જો આ વીડિયો ક્લીપ મળી જાય તો અનેક રહસ્યો પરથી પડદો ખૂલી શકે તેમ છે.

રૂ. એક કરોડ આપવાની ઓફર ભાજપે કરી હતી

શરીરના એક પણ અંગોને નહીં છોડનારા આવા વાસના ભુખ્યા વરૂઓને ફાંસીની સજા આપવાની માંગ કરતી પીડીતાએ પોતાને શોસ્યલ લેડીનુ ભાજપનુ આઇકાર્ડ ભાજપ આરએસએસના અગ્રણી ગોવિંદ પારૂમલાણીએ આપ્યુ હોવાનું જણાવ્યુ હતુ. નખત્રાણાના અશ્વીન ઠકકર ઉપરાંત નલીયાના બબા શેઠ પછી તેના પુત્ર ચેતન ઠકકરે પોતાનું જાતીય શોષણ કર્યું હોવાના આક્ષેપ સાથે પીડીતાએ આ પોલીસ કેસ પૂર્વે ભાજપના અગ્રણી જેન્તીલાલ ઠકકર હુમરાવાળાએ રૂ.50 લાખથી રૂ.1 કરોડ લઇ ને કેસ પૂરો કરવા કહ્યું હતું.  નહીં કરે તો પોલીસને આટલા રૂપીયા આપીને કેસ પૂરો કરાશે એવી ધમકી આપી હતી. ઉપરાંત જે ફાર્મ હાઉસનો દુષ્ક્રર્મ કાંડમાં ઉલ્લેખ થઇ રહ્યો છે, એ ફાર્મ હાઉસના માલિક અને મુંબઇ રહેતા અગ્રણી ભરત દેવરાજે પોતાને મોં બંધ રાખવા ધમકી આપી હોવાનો નામજોગ ઉલ્લેખ કર્યો હતો. સાંસદ વિનોદ ચાવડા અને રહસ્યમય એવી ભાભી ગીતા શ્રીપાલને પીડીતાએ કલીનચીટ આપી હતી.

60થી વધું મોટા લોકોની સેક્સ રેકેટ અને બળાત્કારનાં સંડોવાણી છતાં ચુપ

ગાંધીનગર અને દિલ્હીથી પણ તેની તપાસ પર નજર રખાઇ રહી હતી. 60થી વધુ મોટાં માથાંઓને સંડોવતી આ ઘટના હોવાનું માનવામાં આવે છે. તેથી આ કેસની વિગતો દબાવી દેવા માટે ભાજપે અખબારો અને ટીવી પર આર્થિક દબાણ કર્યું હતું. તપાસ ન થતાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાએ બે મહિલા પીએસઆઇ સહિત 100 કર્મચારીઓને આ તપાસ સોંપાઇ હતી.

સેક્સ સીડીના કારણે 40 વખત બળાત્કાર, ભાજપનું કાર્ડ

મૂળ કચ્છની પણ મુંબઇમાં પરણેલી એક યુવતી નલિયામાં એક ગેસ એજન્સીમાં નોકરી કરતી હતી. ત્યાં એજન્સીના સંચાલક તથા અન્ય શખ્શો દ્વારા તેના પર બળાત્કાર ગુજારાયો અને તેની વીડિયો ક્લિપ ઉતારાઇ. આ ક્લિપના જોરે પીડિતાને બ્લેકમેઇલ કરીને અન્ય શખ્સોએ પણ તેનો ગેરલાભ ઉઠાવ્યો. આ સેક્સકાંડમાં ભાજપનાં માથાંઓ પણ સામેલ થયાં. એક વર્ષ જેટલા સમય સુધી અલગઅલગ શખ્સોએ અલગઅલગ જગ્યાએ આ યુવતી સાથે 40થી વધુ વખત દુષ્કર્મ કર્યું હતું.  આ શખ્સોએ બીજી 35થી 40 યુવતીઓને સેક્સ રેકેટમાં ફસાવી હતી. આ યુવતીઓ પાસે ભાજપના સોશિયલ વર્કર હોવાનાં કાર્ડ પણ હતાં. ભાજપના અમુક કાર્યક્રમ વખતે આ યુવતીઓને નેતાઓ સુધી પહોંચાડાતી હોવાનું પણ બહાર આવ્યું હતા.

ભાજપના બક્ષીપંચ પ્રમુખ મુખ્ય સુત્રધાર

બળાત્કાર કેસના મુખ્ય સૂત્રધાર મનાતા ભાજપના અબડાસા તાલુકા બક્ષીપંચના પ્રમુખ શાંતિલાલ દેવજી સોલંકી, ગાંધીધામ શહેર ભાજપના મહામંત્રી ગોવિંદ અર્જુનદાસ પારુમલાણી, ગાંધીધામ નગરપાલિકાના નગરસેવક અજિત રામવાણી, વર્તમાન નગરસેવક અને પૂર્વ કારોબારી ચેરમેન વસંત ભાનુશાળીને ભાજપે પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા છે. ભાજપે સસ્પેન્શનનું પગલું લીધા પછી જાણે પોલીસ હરકતમાં આવી હતી અને એક પછી એક આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. વિનોદ ભીંડે ઉર્ફે બબા શેઠ, તેનો પુત્ર ચેતન ભીંડે, અશ્વિન સેજપાલ, શાંતિલાલ દરજી સોલંકી, ભરત દરજી, અજિત રામવાણી, ગોવિંદ પારુમલાણી અને વસંત ભાનુશાળીની ધરપકડ કરી હતી.

ભાજપના ટોચના નેતાઓની સંડોવળીનો આરોપ

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા વિંગ દ્વારા રાજ્યના મંત્રી શંકર ચૌધરી, કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભુજનાં ધારાસભ્ય નિમાબહેન આચાર્યની પણ આ કેસમાં સામેલગીરી હોવાના ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. આ નેતાઓની કૉલડિટેલ તપાસાય તો સાચી હકીકત સામે આવી શકે તેમ હતી. 15 દિવસમાં બે વખત પત્રકાર પરિષદ બોલાવીને પોતાનો બેહુદો બચાવ કરવો પડ્યો હતો. જેમાં કચ્છના ભાજપના સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે, પોતાને આ કાંડની દિવાળી પહેલાંથી ખબર હોવાની વાત કરી હતી. ભાજપના આ નેતાની કબૂલાત પછી વાત વધું વણસી હતી.

ગેસ એજન્સીની નોકરીનો ઓછો પગાર આફતબન્યો

ઓગસ્ટ 2015માં સાસરિયાં સાથે અણબનાવ થતાં તે પોતાની માતા સાથે રહેવા માટે અબડાસા તાલુકાના કોઠારામાં આવી હતી. તે નોકરી શોધતી હતી ત્યારે નલિયાના મોબાઇલની દુકાન ધરાવતા બબા શેઠે તેને નલિયાની ભારત ગેસ એજન્સીમાં રૃા.5500ના પગારે નોકરીમાં રખાવી હતી. માલિકનો દબદબો એજન્સીના માલિકનો હોય તેવો હતો. થોડાં વર્ષ અગાઉ તે કોઠારામાં દરજીકામ અને સાયકલ પર આસપાસના વિસ્તારમાં કાપડની ફેરી કરતો હતો. પણ બહુ જ ટૂંકા ગાળામાં તેની આર્થિક સ્થિતિ ખૂબ જ સધ્ધર થઇ ગઇ. અહીં તેને ગેસના બાટલાની નોંધણી કે કમ્પ્યૂટરમાં એન્ટ્રી કરવાનું કામ કરવાનું હતું. દિવાળી નજીક આવતા તેણે ગેસ એજન્સીના સંચાલક શાંતિલાલ સોલંકીને અડધો પગાર ઉપાડ પેટે આપવાની માગણી કરી. શાંતિલાલે તેને પગાર લેવા પોતાના ઘરે બોલાવી હતી. જ્યાં તેને ઠંડું પીણું પીવડાવાયું હતું. જે પીધા પછી તે અર્ધબેભાન બની ગઇ હતી. ત્યારબાદ શાંતિલાલે તેના પર બળાત્કાર કર્યો હતો. તે સમયે ઘરમાં બીજા રૂમમાં ભરત દરજી અને વિપુલ ઠક્કર પણ હાજર હતા. તેમણે પણ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો આ દુષ્કર્મની તેઓએ વીડિયો ક્લીપ પણ બનાવી હતી. આ ઘટના પછી શાંતિલાલે તેને તેના ભાઇનું અપહરણ કરવાની, તેને મારી નાખવાની અને જો તે આ બાબતે કોઇને કંઇ કહેશે તો તેને બદનામ કરવાની ધમકી આપી હતી.

બળાત્કાર થતાં નોકરી છોડી દીધી, ન્યાય માટે કારમાં ફરી બળાત્કાર

ત્યારબાદ થોડા દિવસ પછી બબા શેઠે તેને ફોનથી પૂછ્યું કે તે કેમ નોકરી પર જતી નથી? ત્યારે બબા શેઠ તેને ફરિયાદ કરવામાં મદદરૂપ થશે તેમ માનીને તેમની પાસે ગઇ હતી. પરંતુ બબા શેઠે તેને મદદ કરવાના બદલે તેનો ગેરફાયદો ઉઠાવ્યો હતો.  ત્યારબાદ વીડિયો ક્લીપ જાહેર કરવાની ચીમકી આપીને ચેતન ઠક્કર નામના એક શખ્સે અને શાંતિલાલે એક કારમાં પણ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્રીજી વખત નલિયાના એક સફેદ બંગલામાં લઇ જઇને શાંતિલાલ ઉપરાંત ભરત દરજી, વિપુલ ઠક્કર નામના શખ્શોએ પણ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. નખત્રાણાના અશ્વિન ઠક્કર, ગાંધીધામના ગોવિંદ, આદિપુરના વસંત અને એક પગે લંગડા માણસે પણ તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આક્ષેપ કરીને તપાસ કરવાની માગણી કરી હતી.

પતિએ સાથ આપતાં બે વર્ષ પછી ફરિયાદ કરી

વર્ષ 2015ની દિવાળી આસપાસ બનેલી ઘટનાની ફરિયાદ પીડિતાએ જાન્યુઆરી 2017માં કરી હતી. તે બાબતે પિડિયાએ કહ્યું હતું કે, હાલ તે પોતાના પતિ સાથે મુંબઇમાં રહે છે. દુષ્કર્મની ઘટનાના કારણે પોતાનું ઘર ન ભાંગે તેથી તેણે ફરિયાદ કરી ન હતી, પરંતુ થોડા સમય પછી હિંમતથી તેણે પોતાના પતિને બધી હકીકત જણાવતાં તેણે આ બાબતે લડી લેવા સાથ સહકાર આપવાનું વચન આપ્યું હતું. તેથી તેણે ફરિયાદ મોડી નોંધાવી છે. પિડિયાએ લોનાવાલા- પૂનામાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હોટેલના વેઇટરની જાગરૂકતાના કારણે તે બચી ગઇ હતી, પરંતુ તે સમયે તેણે લખેલી સ્યૂસાઇડ નોટમાં તેણે શાંતિલાલ સહિતનાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઘટના પછી આખો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ત્યારપછી પીડિતા બે મહિના પહેલાં નલિયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા ગઇ હતી. પરંતુ પોલીસે ફરિયાદ લીધી ન હતી. વકીલ મારફતે એફિડેવિટ પણ કરાવી હતી. ત્યારબાદ છેક જાન્યુઆરી માસમાં તેની ફરિયાદ નોંધાઇ હતી.

ભાજપની શિબિરમાં કાર્ડ અપાયા હતા

નલિયામાં ગેસ એજન્સીમાં કામ કરતાં પહેલાં તે ભુજમાં લોહાણા સમાજની વાડીના ભોજનાલયમાં કામ કરતી હોવાનું ચર્ચાય છે. આ ભોજનાલયનું સંચાલન અતુલ ઠક્કર કરતો હતો. ત્યાં ભાભી નામની યુવતી કામ કરતી હતી. આ યુવતી કેટરિંગના કામ માટે આવતી યુવતીઓને ગાડીમાં લઇ જતી હોવાનો આક્ષેપ પણ પીડિતાની અરજીમાં છે. આ ભાભીએ માધાપરમાં ગત જુલાઇમાં યોજાયેલી ભાજપની પ્રશિક્ષણ શિબિર- પંડિત દીનદયાળ ઉપાધ્યાય શિક્ષણ મહાઅભિયાન શિબિરમાં સામેલ થવા માટે યુવતીઓને સોશિયલ લેડી લખેલાં ને તેમના ફોટા લગાડેલાં કાર્ડ આપ્યાં હતાં અને આવાં કાર્ડના કારણે યુવતીઓ વિના રોકટોક આવજા કરી શકતી હતી.

કચ્છના સાંસદને બધી ખબર હતી

પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલની હાજરીમાં જ કચ્છના સાંસદે એક પ્રશ્નનો જવાબ આપતી વખતે આ આખા કાંડની તેમને દિવાળી પહેલાંથી ખબર હોવાનો ધડાકો કર્યો હતો. પીડિતાના વકીલ પાસે આ કેસનો એક આરોપી મારા નામની ભલામણ લઇને ગયો હતો. જોકે આ બાબતની મને ખબર પડતાં જ મેં પીડિતાના વકીલને તે આરોપી સામે ફરિયાદ દાખલ કરવા ભારપૂર્વક સૂચના આપી હતી. આ અંગે મેં એસ.પી.નું પણ ધ્યાન દોર્યું હતું. આવા કિસ્સામાં જે કોઇ જવાબદાર હોય તેમને પકડીને સખત સજા કરવી જોઇએ જ. તેમણે આ કેસ દબાવવા કોઇ દબાણ કર્યું હોવાનો ઇનકાર કર્યો હતો. પીડિતાના સંબંધીઓને તાકીદે પોલીસ ફરિયાદ કરવા પણ જણાવ્યું હતું. માહિતગાર હતા તો પક્ષના મોવડીનું ધ્યાન કેમ ન દોર્યું? અને આ કેસના આરોપીઓ જે પક્ષના હોદ્દેદારો પણ હતા તેમની સામે કોઇ કાર્યવાહી કરવા ભલામણ કેમ ન કરી?

ભાજપના જિલ્લા પ્રમુખે પીડિતાની ઓળખ છતી કરી દીધી

કાયદાનુસાર દુષ્કર્મની પીડિતાનું નામ જાહેર કરી શકાતું નથી, પરંતુ આ પત્રકાર પરિષદમાં ભાજપના જિલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલે ભાજપની પ્રશિક્ષણ શિબિર વખતના બહુચર્ચિત ઓળખકાર્ડની નકલ વારંવાર બતાવી હતી જેથી પીડિતાનું નામ અને ઓળખ છતી કરી હતી. પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલે આ અંગે પત્રકાર સમક્ષ માફી પણ માગવી પડી હતી. આ અંગે ઓલ ઇન્ડિયા એન્ટિ કરપ્શન એન્ડ ક્રાઇમ પ્રિવેન્શન કાઉન્સિલના પ્રિન્સિપાલ સેક્રેટરી હેનરી ચાકોએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.

રહસ્યમય કોકડું

પીડિતાના પૂર્વ પતિએ તેના વિરુદ્ધ બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાવી છે. જ્યારે જેની ઓળખ ‘ભાભી’ તરીકે બહાર આવી હતી તે યુવતી ગીતા શ્રીપાલે પીડિતા સામે ચોરી સહિતના આક્ષેપો કરીને પોતે ‘ભાભી’ નહીં પણ માસી હોવાનું જણાવીને વધુ એક વિવાદને જન્મ આપ્યો હતો. તેમજ આ યુવતીને મદદ કરનારી વ્યક્તિ તરીકે એક ‘ગુમનામ બાબા’ વિશે ચર્ચા થઇ રહી છે પરંતુ આ બાબા પણ એક રહસ્યમય વ્યક્તિ હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના બીજાં અનેક મોટાં માથાં જે આ કૌભાંડમાં સંડોવાયેલાં હોવાનું મનાય છે. તેમનાં નામ બહાર આવે નહીં તે માટે અતુલ ઠક્કર નામની વ્યક્તિને પોલીસે ક્લીનચિટ આપી હતી. પીડિતાએ આ તપાસ સંપૂર્ણ સંતોષકારક ન હોવા અંગે હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતુ. તેણે ‘સીટ’ની રચના અને તે દ્વારા થતી તપાસ સામે સવાલ ખડા કર્યા હતા. સ્થાનિક રાજકારણીઓ દ્વારા દબાણ થઇ રહ્યું હોવાનું અને ફરિયાદ પરત ખેંચવા રૂ.80 લાખની લાલચ અપાતી હોવાનું જણાવ્યું હતું.

‘ભાભી’ના નામનો ખુલાસો

‘ભાભી’ નામની મહિલા અંગે ભુજના કોંગ્રેસી નગરસેવક અને અખિલ કચ્છ લોહાણા મહાજનના મહામંત્રી મહેન્દ્ર ઠક્કર વિગતો જાહેર કરવાના હતા. તે પહેલાં પીડિતાએ ‘ભાભી’ અંગે વિગતો જાહેર કરી હતી. ભાભીનું નામ ગીતા હોવાનું જણાવ્યું હતું. જોકે ત્યારપછી મહેન્દ્ર ઠક્કરે ભાભીનું નામ ગીતા શ્રીપાલ હોવાનું અને મિરઝાપુરનું તેનું સરનામું જાહેર કર્યું હતું.

ક્યાંક્યાં દુષ્કર્મ આચરાયું?

શાંતિલાલનું ઘર, નલિયામાં વ્હાઇટ બંગલાના નામે ઓળખાતો એક બંગલો, દરિયાકિનારે મોટરમાં દુષ્કર્મ આચરાયું હતું તો ભુજની રોયલ પેલેસ હોટેલ, ગાંધીધામની હોલીડે વિલેજ, નખત્રાણાની ફન એન્ડ ફૂડ હોટેલોમાં પણ આરોપીઓએ  દુષ્કર્મ કર્યું હતું. પોલીસે હોટેલોની તપાસ કરી સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી.

પૂર્વ પતિના પીડિતા સામે આક્ષેપો

પીડિતાનો પૂર્વ પતિ કલ્પેશ પ્રેમચંદ મોમાયાએ જાહેર કર્યું હતું કે, માતા- પિતા અને એક વચેટિયા શખ્શે લગ્ન કરાવવા એક લાખ રૂપિયા લીધા હતા. લગ્ન પછી પીડિતા માત્ર બે જ દિવસમાં કોઇ પણ જાતના વૈવાહિક સંબંધો બાંધ્યા વિના જ પિયર પરત ફરી હતી. ત્યાર બાદ છૂટાછેડા માટે વચેટિયાને વધુ રૂ.25 હજાર આપવા પડ્યા હતા. તે પોતાની સાથે લગ્ન વખતે અપાયેલાં કપડાં અને દાગીના લઇ ગઇ હતી. આ અંગે તેના પૂર્વ પતિએ ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવા એસ.પી.ને અરજી કરી હતી.

કોણ છે શાંતિલાલ

ગેસ એજન્સીનો માલીક શાંતિલાલે નલિયામાં તેણે મિલકતો ખરીદી છે, ભુજના અતિ મોંઘા ગણાતા વિસ્તારમાં દુકાન અને બંગલો ધરાવતો હોવાનું જાણકારો કહી રહ્યા છે. આર્થિક પ્રગતિની સાથેસાથે તેની રાજકીય અને સામાજિક વગ પણ વધવા લાગી. જ્ઞાતિ સંગઠનનો તે જિલ્લા પ્રમુખ અને અબડાસા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાનો પણ પ્રમુખ બની ગયો હતો. શાંતિલાલનું નામ દાદાગીરી અને ગુનાખોરીમાં પણ હતું. નલિયાના એક જમીન પ્રકરણમાં રૂ.14.51 લાખ લીધા પછી દસ્તાવેજ બનાવવાની ના કહીને વેચનારા પાસેથી તે જમીન ખાલી કરાવી હોવાનો મામલે પણ પોલીસમાં પડતર છે. આ શખ્શ જ્યારે કોઠારામાં રહેતો હતો ત્યારે એરફોર્સના અધિકારીઓ સાથે તેને નિકટના સંબંધો હતા.

પીડિતાને નોકરી અપાવનાર વિનોદ ભીંડે ‘બબા શેઠ’

મોટી ઉંમરનો અને યુવાન પુત્રના પિતા એવા બબા શેઠ ઉર્ફે વિનોદ ભીંડે ઠક્કર નલિયા પંથકમાં ઇશ્કમિજાજી તરીકે જાણીતો છે. તેની ‘આઇડિયા’ ની દુકાન છે. તેમાં તે કામ કરવા માટે હંમેશાં યુવતીઓને જ રાખતો હતો. તથા સમયાંતરે યુવતીઓને બદલી નાખતો હતો, જેથી ક્યારેય પણ તપાસ થાય તો યુવતીઓ વિશે સાચી વાત બહાર આવી ન શકે. તેનો પુત્ર ચેતન પણ પિતાના જ નક્શેકદમ પર ચાલે છે.  તેણે પીડિતા પર દરિયાકિનારે દુષ્કર્મ  કર્યું હોવાની વાત પીડિતાએ કરેલી હતી. તે કચ્છના રાજકારણમાં મોટું માથું ગણાય છે જયંતિભાઇ ઠક્કરનો તે વેવાઇ થાય છે. બાપ- બેટાને પોલીસમાં હાજર કરવામાંપણ વેવાઇએ મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું ચર્ચાય છે.

પિતાના પગલે ચાલનારો ચેતન ઠક્કર

સેક્સકાંડમાં એક જ યુવતીનો ગેરલાભ પિતા-પુત્ર લેતા હોય તેવા કિસ્સા બહુ ઓછા જોવા મળે છે, પરંતુ કચ્છના આ કેસમાં પિતા વિનોદ અને પુત્ર ચેતન બંને સમાન આરોપી તરીકે છે. નલિયા ગ્રામ પંચાયતનો તે સદસ્ય છે. પીડિતા સાથે તેણે અનેક વખત દુષ્કર્મ કર્યાના આરોપો છે.

અશ્વિન ઠક્કર

જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલો અશ્વિન ઠક્કર પણ આ કેસના અન્ય આરોપીઓની જેમ ભારે રાજકીય વગ ધરાવે છે. મૂળ નેત્રા ગામનો છે. અગાઉ તે કોલસાના વ્યવસાયમાં પણ જોડાયેલો હતો. નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ રાજેશ પલણનો તે કાકાઇ સાળો થાય છે.

ભરત દરજી

શાંતિલાલ ઉર્ફે મામાનો ખાસ માણસ ગણાતો ભરત દરજી જમીન મકાનની લે-વેચ કરે છે. તે પણ રાજકીય સંપર્કો ધરાવે છે.

અજિત રામવાણી

ગાંધીધામ સુધરાઇના ભાજપના સભ્ય એવો અજિત રામવાણી આરએસએસનો કાર્યકર છે. તે ભુજ શહેર ભાજપનો સહપ્રભારી પણ છે. નલિયાકાંડ બહાર આવ્યા પછી ભાજપે તેને સભ્યપદેથી સસ્પેન્ડ કરી દીધો છે. તે શરૂઆતમાં નાનકડી કેબિન ધરાવતો હતો પરંતુ પછી સસ્તા અનાજની દુકાન અને અન્ય વ્યવસાયમાં તેણે નાણાં રોક્યા હતા. તે ફટાકડાનું મોટું કામકાજ પણ કરે છે. નલિયાકાંડ બાદ તેનો અને ગોવિંદ પારુમલાણીનો નગરપાલિકાની ફાયર શાખાના અધિકારીઓ સાથે ધાકધમકી કરતો વીડિયો વાઇરલ થયો હતો.

ગોવિંદ પારુમલાણી

અજિત રામવાણીની જેમ જ ગોવિંદ પારુમલાણી પણ આરએસએસનો કાર્યકર છે. તે ગાંધીધામ શહેર ભાજપનો મહામંત્રી છે. તેને પણ ભાજપે પક્ષમાંથી હાંકી કાઢ્યો હતો. તેનું ગોવિંદ મંડપ, જનરેટરનું કામકાજ છે. બગીચાના કોન્ટ્રાક્ટ પણ રાખતો હોવાનું જાણવા મળે છે. ગોવિંદ બહુચર્ચિત રાધેમાનો ચેલો હોય તેવા ફોટા તેણે ફેસબુક પર મૂક્યા હતા.

વસંત ભાનુશાળી

ગાંધીધામ નગરપાલિકાનો સદસ્ય અને માજી કારોબારી ચેરમેન વસંત ભાનુશાળી ભાનુશાળી સમાજના પ્રતિષ્ઠિત કુટુંબમાંથી આવે છે. તેના પિતા  સામાજિક કાર્યમાં આગળ પડતો ભાગ ભજવે છે. તે હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલો છે. (દિલીપ પટેલ)