ગુજરાતની 17 વર્ષની મિતવા ચૌધરીએ તલવાર બાજીમાં રાષ્ટ્રીય સ્તરે બ્રોન્ઝ મેડલ જીત્યો

Mitwa Chaudhary, fencing, गुजरात की 17 वर्षीय मितवा चौधरी ने तलवारबाजी में राष्ट्रीय स्तर पर कांस्य पदक जीता

પાટણના સુજનીપુર ગામની 17 વર્ષની મિતવા ચૌધરીએ તલવાર બાજી – ફેન્સિંગની રમતમાં રાષ્ટ્રીય સ્તરે બ્રોન્ઝ મેડલ જીતી બતાવ્યો છે. તેની સાથે મિતવા ચૌધરીએ ફેન્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપની ભારતીય ટીમમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આસામના ગુવાહાટી, ખાતે આયોજીત 34મી સિનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતી સિનિયર એશીયન અને વર્લ્ડ ચેમ્પિયનશીપ માટેની ભારતીય ટીમમાં જગ્યા બનાવી છે.

આ મામલે મિતવા ચૌધરી કહે છે, “હું 17 વર્ષની ઉંમરથી રમત-ગમત સાથે સંકળાયેલી છું. ગાંધીનગર ખાતે ફેન્સિંગ ચેમ્પિયનશીપ જોઇને આ રમત તરફ આકર્ષાઇ અને વર્ષ 2018થી ફેન્સિંગ (તલવારબાજી)ની શરૂઆત કરી છે. હાલ હું અમદાવાદ જીલ્લાના સાણંદ નજીક સંસ્કારધામ ખાતે વિજય ભારત સ્પોર્ટ્સ અકેડેમીમાં રોજ 6 કલાકની તાલીમ લઇ રહી છું. અગાઉ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

34મી સિનિયર નેશનલ ફેન્સિંગ આસામના ગુવાહાટીમાં 28થી 31 જાન્યુઆરી દરમ્યાન યોજાઈ હતી. લીગ રાઉન્ડમાં મિતવાએ ખુશી – દિલ્હી, તન્વી – આસામ, પૂર્ણિમા – વેસ્ટ બંગાળ, ગિતિકા – ઉત્તરપ્રદેશ, અને દિપશીખા- બિહાર તમામને 5-0થી તથા નૈધેલી – કર્ણાટકને 5-2થી માત આપી 6 માંથી 6 મેચ જીતી 30 પોઇન્ટ મેળવી પ્રતિસ્પર્ધીઓને 2 જ પોઇન્ટ આપ્યા હતા.

એટલું જ નહીં, નોક આઉટ રાઉન્ડમા તમન્ના – ગોવાને 15-3થી , ધ્રુવી – ગુજરાતને 15-7થી, ખુશી – મધ્યપ્રદેશને 15-10થી અને કવાર્ટર ફાઇનલમાં અપસેટ સર્જતા ગત વર્ષની ગોલ્ડ મેડલિસ્ટ હરિયાણાની પ્રાચીને 15-10થી માત આપી સેમી ફાઇનલમાં પહોંચી હતી. સેમી ફાઇનલમા યશકિરત – ચંદીગઢ સામે 15-12થી પરાજય થતા બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

માર્ચ 2022માં ફેન્સીગ સિનિયર નેશનલમા ગુજરાતના 12 ભાઇઓ અને 12 બહેનોએ પંજાબના અમૃતસરમાં નગુરૂ નાનક દેવ યુનિવર્સીટીમાં ભાગ લીધો હતો. ફેન્સીગ એસોસીએશન ઓફ ઇન્ડીયાના ઉપક્રમે પંજાબ ફેન્સીગ એસોસીએશન આયોજીત 32મી સિનિયર નેશનલ ફેન્સીગ સ્પર્ધા થઈ હતી. 4 ટીમ ઓફિશ્યલ તથા 3 ટેકનીકલ ઓફિશ્યલ મળી કુલ 31 સભ્યો હતા.

ગુજરાત તરફથી ભાઇઓના વિભાગમા ફોઇલ ટીમમા અમરસિહ ઠાકોર, સચીન પટણી બન્ને ગાધીનગર, અજયસિંહ ચુડાસમા – અમદાવાદ, મંદિપસિંહ – ભાવનગર, ઇપી ટીમમા સિધ્ધરાજસિંહ – ભાવનગર, હર્ષવર્ધનસિંહ – અમદાવાદ, જલ્પ પ્રજાપતી, કરણ ભાટ બન્ને સાબરકાઠા, સેબર ટીમમા ચંદન પટણી – ગાધીનગર, અર્જુનસિહ ઝાલા – ભાવનગર, ધર્મરાજસિહ જાડેજા – જામનગર અને ધ્રુવ વંશ – ગીર સોમનાથ હતા.

બહેનોના વિભાગમા ફોઇલ ટીમમા ખુશી સમેજા, શીતલ ચૌધરી બન્ને બનાસકાઠા, નિશા ચૌધરી – મહેસાણા, દિવ્યા ઝાલા – ગીર સોમનાથ, ઇપી ટીમમા રીતુ ચૌધરી, પાર્વતીબેન ઠાકોર અને સૃષ્ટી ચૌધરી ત્રણેય ગાધીનગર, મિતવા ચૌધરી – પાટણ, સેબર ટીમમા પ્રિયંકાકુમારી સોલંકી અને જીનલ ચૌધરી – બનાસકાઠા, રીતુ પ્રજાપતી – મહેસાણા અને વંદિતા બારડ હતા.

કોચ તરીકે કિજલબેન ઠાકોર અને હાર્દિકજી ઠાકોર બન્ને ગાધીનગર, મેનેજર તરીકે દ્રષ્ટી પટેલ – ભરૂચ, તારાબેન ઠાકોર – ગાધીનગર તથા ટેકનીકલ ઓફિશ્યલ તરીકે ભરતજી ઠાકોર – ગાધીનગર, અનિલ કુમાર – સાબરકાઠા અને રોશન થાપા હતા. એમેચ્યોર ફેન્સીગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના પ્રમુખ મુકેશભાઇ ચૌધરી અને મંત્રી ભરતજી ઠાકોર હતા.

ડિસેમ્બર 2021માં નડીયાદ ખાતે સિનિયર સ્ટેટ ફેન્સીગ ચેમ્પિયનશીપ સ્પર્ધા થઈ હતી.

ફોઇલ ભાઇઓમા અજયસિહ ચુડાસમા એ ગોલ્ડ, સચીન પટણીએ સિલ્વર, અમરસિહ ઠાકોર અને મનદીપસિહ ગોહીલે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ઇપી ભાઇઓમા હર્ષવર્ધનસિહ ગોલ્ડ, કરણ ભાટ સિલ્વર, સિધ્ધરાજસિહ અને યગ્નેશ પટેલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે સેબર ભાઇઓમા અર્જુનસિહ ઝાલા એ ગોલ્ડ, ચંદન પટણીએ સિલ્વર, શનિરાજસિહ અને ધર્મરાજસિહે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

બહેનોના વિભાગમા ફોઇલ બહેનોમા ખુશી સમેજાએ ગોલ્ડ, નિશા ચૌધરીએ સિલ્વર, દિવ્યા ઝાલા અને શિતલ ચૌધરીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ઇપી બહેનોમા રીતુ ચૌધરી ગોલ્ડ, મિતવા ચૌધરી સિલ્વર, પાર્વતી ઠાકોર અને સૃષ્ટી ચૌધરીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સેબર બહેનોમા રીતુ પ્રજાપતીએ ગોલ્ડ, પ્રિયંકા સોલંકીએ સિલ્વર, વંદીતા બારડ અને ભાગ્યશ્રી એ બ્રોન્ઝ મેડલ જીતવામા સફળતા મેળવી હતી. વિજેતા ખેલાડીઓને મેડલ અને સર્ટીફિકેટથી સન્માનીત કરી આગામી રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધા માટે ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરવા પસંદગી કરવામા આવી હતી.
એમેચ્યોર ફેન્સીગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના મંત્રી ભરતજી ઠાકોર, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ મનસુખભાઇ તવેથિયા, ઇન્ટરનેશનલ પેરા એથ્લેટ અને એથ્લેટીક્સ કોચ જગદીશ ઠાકોર, એસોસીએશનના ખજાનચી રીગ્નેશભાઇ ચૌધરી, કારોબારી સભ્ય હેતલકુમાર મહિડા, સીઓઇ પ્રોજેક્ટ મેનેજર મિલન ચાવડા, ખેલો ઇન્ડીયા ફેન્સીગ કોચ નાગાસુબ્રમણ્યમ, ભવાની પ્રસાદ, હરીપ્યારી દેવી, શિલ્પા નેને હાજર હતા. કોચ રોશન થાપા, હિમ્મતજી ઠાકોર, યગ્નેશ પટેલ, ગોકુલ મલીક, આર. પ્રદીપ અને દ્રષ્ટી પટેલ હતા.