જામનગર મહાનગરપાલિકાએ કોર્પોરેટરો – નગરસેવકોના પગાર વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાત વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસે સાથે પગાર વધારો કરી લીધો અને બીજી બાજુ અહીં શાસક અને વિપક્ષે સર્વાનુમતે કોર્પોરેટરના પગાર વધારો મંજૂર કરી દીધો હતો. ભાજપના ડેપ્યુટી મેયર કરશન કરમુરે તથા માનદ વેતન વધારાની દરસ્ખાત સમયે તમામ નગર સેવકોએ મોન વ્રત ધારણ કરી અને સર્વાનુમતે મંજૂરીને બહાલી આપતો ઠરાવ પસાર કર્યો હતો.
2 ઓગસ્ટ 2018માં રાજ્ય સરકારે તમામ મહાનગર પાલિકાઓના કોર્પોરેટરોના પગારમાં વધારો કર્યો હતો. જેને સ્થાનિક કક્ષાએ મંજૂરી આપવી પડતી હોય છે. રૂ.7 હજારથી રૂ.12 હજાર પગાર વધારો કરાયો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની મહાનગર પાલિકાઓના મ્યુનિસિપલ કોર્પોરેટરોના માસિક વેતન તેમજ અન્ય ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. આ વધારો 1 એપ્રિલ 2018થી લાગુ પડી ગયો છે. નવા વધારા પ્રમાણે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના કોર્પોરેટરોને માસિક રૂ.12000 વેતન, તેમજ દર મિટિંગના રૂ.500 , ટેલિફોન એલાઉન્સ માસિક રૂ.1000 તથા સ્ટેશનરી એલાઉન્સ દર મહિને રૂ.1500 આપવામાં આવશે.
જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરના કોર્પોરેટરોને માસિક રૂ.7000 માનદ વેતન તથા દર મિટિંગ દીઠ 500 રૂપિયા ભથ્થુ, મહિને રૂ.1000 ટેલિફોન ભથ્થુ અને મહિને રૂ.1500 સ્ટેશનરી ભથ્થુ આપવામાં આવશે.
આ અગાઉ તમામ મહાનગરોના કોર્પોરેટરોને 2 જુલાઈ 1915થી માસિક રૂ.3000 માનદ વેતન મળતું હતું. તેમજ બેઠક દીઠ ભથ્થું રૂ.250, માસિક ટેલિફોન ભથ્થું રૂ.750 અને સ્ટેશનરી ભથ્થું રૂ.500 મળતું હતું. જો કૂલ મળીને રૂ.5000 જેવી રકમ જેમાં 350 ટકાનો વધારો કરાયો હતો. તેથી રૂ.17500 જેવો પગાર મળતો થશે.
માત્ર જામનગર જ નહીં પણ પગાર વધારાના કારણે રાજકોટના લોકો પર વાર્ષિક રૂપિયા એક કરોડનો બોજ પડયો છે. રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડના 72 નગરસેવકોને 4 મહિનાનો પાછલો પગાર પણ આપવામાં આવશે. 72 કોર્પોરેટરોને ભથ્થા ચુકવવાનો માસિક ખર્ચ રૂ.3.50 લાખ જેવો આવતો હતો અને વાર્ષિક ખર્ચ રૂ.39 લાખ જેવો થતો હતો. 1 એપ્રિલ 2018થી માનદ વેતન પેટે હવે માસિક ખર્ચ હવે રૂ.11.60 લાખ જેવો થશે અને વાર્ષિક રૂ.1.38 કરોડ થશે.
આ વધારો 8 મહાનગરોમાં થયો હતો.