વિશ્વના સૌથી મોટા રૂ.10 લાખ કરોડના વિમાન ખરીદી શોદા પછી મોદીની અમેરિકા મુલાકાત કેમ નક્કી થઈ?

804 વિમાનો ખરીદ કરવાના કરારો થયા છે

25 જુન 2022
ભારત સરકારની કંપની એર ઈન્ડિયાને ટાટા ગૃપને વેંચી દીધા બાદ એર ઈન્ડિયાએ 470 એરક્રાફ્ટ માટે ડીલ કરી. એરબસ પાસેથી 250 એરક્રાફ્ટ અને બોઈંગ પાસેથી 220 એરક્રાફ્ટ ખરીદવા મોદીની કેમેરાની હાજરી વચ્ચે કરાર કર્યા હતા.
હકીકતમાં 470 નહીં પણ 840 વિમાન ખરીદવાનો છે. એરબસ અને બોઇંગને જે મોટો ઓર્ડર આપ્યો છે તેમાં 370 વધુ એરક્રાફ્ટ ખરીદવાનો વિકલ્પ પણ સામેલ છે. એરલાઇનને આ વર્ષના અંત સુધીમાં આ ઓર્ડર હેઠળ પ્રથમ A350 એરક્રાફ્ટ મળશે.
ટાટા જૂથની કંપની એર ઈન્ડિયાને મોટી સંખ્યામાં એરક્રાફ્ટ ખરીદવાનો આદેશ, જેની દેશ અને દુનિયામાં જબરદસ્ત ચર્ચા થઈ રહી છે.

ત્યાર બાદ વિશ્વના શક્તિશાળી દેશોએ મોદીને અમેરિકા બોલાવવાનું નક્કી કર્યું હતું. વેપાર કરાર ન થયા ત્યાં સુધી ભારતને કોઈ ભાવ આપવામાં આવ્યો ન હતો. બધા વિમાનો સાથે રૂ.10 લાખ કરોડનો વેપાર અમેરિકા, ઈગ્લેન્ડ, ફ્રાંસને આપ્યા બાદ મોદીને અમેરિકામાં સત્તાવાર આવવા દેવાયા હતા.

હજું બીજા 1500 વિમાનો ભારતની ખાનગી કંપની ખરીદ કરવાની છે. તે પણ 30 લાખ કરોડ રૂપિયા જેવી રકમ થઈ શકે છે. આમ મોદીની અમેરિકા મુલાકાત પાછળ આર્થિક વેપાર મુખ્ય કારણ છે. ભારતનું વિદેશી હુંડિયામણ જવાનું છે. આ વિમાન મેઈક ઈન ઈન્ડિયાની મોદીની નીતિનો છેદ ઉડાવે છે. અમેરિકાના પ્રમુખ બાયડને આ વેપારન ઐતિહાસિક બતાવ્યો હતો.

ભારતના વિમાન ખરીદ કરવાના સૌથી મોટા શોદા બાદ ફ્રાંસ, ઈગ્લેન્ડ અને અમેરિકાના નેતાઓએ કરારને આવકાર આપ્યો ત્યાર પછી મોદીની અમેરિકા મુલાકાત નક્કી થઈ હતી. ભારતના વડાપ્રધાન ખાનગી કંપનીઓ માટે વિમાન ખરીદી કરાર થઈ રહ્યાં હતા ત્યારે કેમેરા દ્વારા હાજર હતા. આ થયા બાદ મોદીને અમેરિકાના મહેમાન બનાવાયા હતા. 657 કરોડ રૂપિયાના વિમાનો ખરીદ કરવાના કરાર અંગે મોદીએ બાયડેન સાથે ફોન પર વાત કરી હતી. બન્ને દેશની ખાનગી કંપનીઓ છે, છતાં વડાપ્રધાને ફોન કર્યો હતો. ત્યાર બાદ મોદીની મુલાકાત અમેરિકામાં નક્કી થઈ હતી. અમેરિકા વિશ્વનો સૌથી મોટો વેપારી રાજકારણી છે. ભારતની ખાનગી કંપનીઓ હજું 2 હજાર વિમાનો ખરીદ કરવાની છે.

એર ઈન્ડિયાએ મંગળવારે 470 એરક્રાફ્ટના ઓર્ડર સાથે વિશ્વના સૌથી મોટા ઉડ્ડયન સોદાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ માટે તેણે ફ્રેન્ચ કંપની એરબસ અને અમેરિકન કંપની બોઇંગ સાથે જોડાણ કર્યું છે. એર ઈન્ડિયાને એરબસ 250 અને બોઈંગ 220 એરક્રાફ્ટ આપવામાં આવશે. એરબસ આ વર્ષના અંત સુધીમાં વિમાનોની ડિલિવરી પણ શરૂ કરશે. બંને સોદા $70 બિલિયન (લગભગ રૂ. 5.79થી 6.57 લાખ કરોડ)થી વધુની છે.
આ ઉપરાંત, એર ઈન્ડિયા પાસે બોઈંગ પાસેથી વધુ 70 એરક્રાફ્ટ ખરીદવાનો વિકલ્પ છે, જે સોદાનું કુલ બજેટ $45.9 બિલિયન સુધી લઈ જશે. એટલે કે 3.80 લાખ કરોડ રૂપિયા.
મતલબ કે 9 લાખ 59 હજાર કરોડ રૂપિયાનો શોદો છે. બીજા ખર્ચ સાથે 10 લાખ કરોડવા વિમાનો થાય છે.

અમેરિકી રાષ્ટ્રપતિએ કરારની પ્રશંસા કરી
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું, ‘અમેરિકામાં બનેલા 200 એરક્રાફ્ટ માટે એર ઈન્ડિયા અને બોઈંગ વચ્ચે ખરીદ કરારની જાહેરાત કરતા મને ખૂબ જ આનંદ થાય છે. આ કરાર ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતાઈ દર્શાવે છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મારી ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે ઉત્સુક છું.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને એર ઈન્ડિયાના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરીને કરારને ઐતિહાસિક ગણાવ્યો હતો. બિડેને કહ્યું કે અમેરિકા મેન્યુફેક્ચરિંગમાં વિશ્વનું નેતૃત્વ કરી શકે છે અને કરશે.

ડીલથી બ્રિટનને ફાયદો
યુકેના પ્રમુખ ઋષિ સુનકે પણ આ સમજૂતીને આવકારી છે. કારણ એ છે કે બ્રિટિશ કંપની રોલ્સ રોયસ એરબસ દ્વારા ઉત્પાદિત આ વિમાનોનું એન્જિન બનાવશે. સુનકે કહ્યું છે કે એર ઈન્ડિયાને જે એરક્રાફ્ટ આપવામાં આવશે તેના ઘણા મહત્વપૂર્ણ પાર્ટ્સ યુકેમાં બનાવવામાં આવશે. વેલ્સ અને ડર્બીશાયરમાં ઘણી નોકરીઓનું સર્જન કરશે. તેનાથી યુકેની નિકાસમાં પણ વધારો થશે. રોજગારના મુદ્દે વિપક્ષના આકરા પ્રહારો હેઠળ આવેલા સુનક એર ઈન્ડિયા, એરબસ અને રોલ્સ રોયસના કરારોને તેમની સરકારની મોટી ઉપલબ્ધિ ગણી રહ્યા છે.
ભારતને આગામી 15 વર્ષમાં બે હજાર વિમાનોની જરૂર પડશે. છેલ્લા આઠ વર્ષમાં ભારતમાં એરપોર્ટની સંખ્યા 74 થી વધીને 147 થઈ ગઈ છે. એરબસ સાથેના કરાર હેઠળ કંપની 40 વાઈડ બોડી અને 210 શોર્ટ બોડી એરક્રાફ્ટ ખરીદશે.

ફેબ્રુઆરીમાં કરાર
14 ફેબ્રુઆરી 2023માં એર ઈન્ડિયા એરબસ પાસેથી 250 અને બોઈંગ પાસેથી 220 વિમાન ખરીદવાનું નક્કી કરાયું હતું. ડીલ બાદ પીએમ મોદી અને જો બિડેને ટેલિફોનિક વાતચીત કરી હતી. ત્યારબાદ મોદીને સત્તાવાર રીતે અમેરિકામાં મહેમાન તરીકે બોલાવાયા હતા. ભારતને આગામી 15 વર્ષમાં બે હજાર વિમાનોની જરૂર પડશે. મેક ઈન ઈન્ડિયાનો છેદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ ઉડાવી દીધો હતો. ભારતમાં એક પણ વિમાન આ કરારથી બનવાના નથી. ભારતમાં ‘મેક ઇન ઇન્ડિયા-મેક ફોર ધ વર્લ્ડ’ એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગને લઈને ભારતમાં તકોના નવા દરવાજા ખુલી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની વર્ચ્યુઅલ હાજરી દરમિયાન એરબસ સાથે એરક્રાફ્ટ ખરીદી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું કે, ભારતમાં કોઈપણ એરલાઈન કંપની પાસેથી સૌથી વધુ સંખ્યામાં એરક્રાફ્ટ ખરીદવાનો આ કરાર છે.

એર ઈન્ડિયા 27 જાન્યુઆરી 2022 થી ખાનગી બની ગઈ
સરકારી કંપની એર ઈન્ડિયા 27 જાન્યુઆરી 2022થી ખાનગી બની ગઈ. ટાટાએ તેને રૂ. 18,000 કરોડમાં હસ્તગત કરી હતી. એવિએશન માર્કેટની વાત કરીએ તો ભારતનું એવિએશન માર્કેટ વિશ્વનું ત્રીજું સૌથી મોટું માર્કેટ છે. આગામી 10 વર્ષમાં તે બમણું થવાની ધારણા છે. ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ નવા એરક્રાફ્ટ માટે એરક્રાફ્ટ ઉત્પાદક ફ્રાન્સની એરબસ અને અમેરિકન કંપની બોઈંગ સાથે કરાર કર્યો હતા. એર ઈન્ડિયા ફ્રેન્ચ એરક્રાફ્ટ ઉત્પાદક એરબસ પાસેથી 250 અને યુએસ એરક્રાફ્ટ ઉત્પાદક બોઈંગ પાસેથી 220 એરક્રાફ્ટ ખરીદવાનું નક્કી કર્યું હતું. જેમાં નાના અને મોટા બંને પ્રકારના બોડી એરક્રાફ્ટનો સમાવેશ થાય છે.

એર ઈન્ડિયાએ તેની પહેલમાં વર્ષ 2005માં 111 એરક્રાફ્ટ ખરીદવાનો કરાર કર્યો હતો. ત્યારબાદ એરબસ પાસેથી 43 અને અમેરિકન કંપની બોઇંગ પાસેથી 68 એરક્રાફ્ટ ખરીદવામાં આવ્યા હતા. એરબસના સીઇઓ ગુઇલોમ ફૌરીએ ભારતને વૈશ્વિક હબ તરીકે ઓળખાવ્યું છે.

ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો ઉદ્યોગ છે. અહીંની શક્યતાઓ જોઈને એરબસે બેંગ્લોરમાં એક મોટું એન્જિનિયરિંગ સેન્ટર સ્થાપ્યું છે. ફ્રાન્સ અને જર્મનીમાં એરબસના હેલિકોપ્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં ભારતીય બનાવટના સાધનોનો ભરપૂર જથ્થો જોવા મળશે.

બોઇંગ પાસેથી 190 B737 Max, 20 B787 અને 10 B777X એરક્રાફ્ટ ખરીદવામાં આવશે. આ ડીલની કુલ કિંમત $34 બિલિયન છે. એટલે કે રૂ. 2,78,75,07,000 (279 કરોડ રૂપિયા).

અમેરિકા દેશને શું ફાયદો થયો મોદીના આ શોદાથી

વિશ્વનો સૌથી મોટો ઓર્ડર
કરારમાં ભવિષ્યમાં બોઇંગ પાસેથી 50 બોઇંગ 737 મેક્સ અને 20 બોઇંગ 787 એરક્રાફ્ટ ખરીદવાના છે. આમ સમગ્ર ડીલ $45.9 બિલિયનની થશે. રૂપિયા 3,77,13,33,000.00 (રૂ.377 કરોડ ભારતીય રૂપિયા) ડોલરની દ્રષ્ટિએ બોઇંગનો આ ત્રીજો સૌથી મોટો ઓર્ડર છે અને એરક્રાફ્ટની સંખ્યાની દ્રષ્ટિએ અત્યાર સુધીનો બીજો સૌથી મોટો ઓર્ડર છે. સોદાની આશ્ચર્યજનક કિંમત છે. પીએમ મોદીએ જો બિડેન સાથે પણ ફોન પર વાતચીત કરી હતી. બંને કંપનીઓ સાથે અલગ-અલગ ડીલ કરવામાં આવી હતી. એરબસ ડીલ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે ટાટા અધિકારીઓ સાથે વિડીયો કોલ થયો હતો અને બોઇંગ ભાગીદારી પછી યુએસ પ્રમુખ જો બિડેને મોદી સાથે ટેલિફોન પર વાત કરી હતી.

અમેરિકામાં 10 લાખ નોકરી મળશે
એર ઈન્ડિયા-બોઈંગ ડીલ વિશ્વની સૌથી મોટી હોવાથી બિડેન કૂદી પડ્યા, પીએમ મોદીને કહ્યું- ‘લાખો નોકરીઓ મળશે’
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આ ડીલને ઐતિહાસિક ગણાવીને કહ્યું હતું કે આ સોદો 10 લાખ અમેરિકન નોકરીઓનું સર્જન કરશે. યુએસ પ્રમુખ જો બિડેને પોતે કહ્યું છે કે, “આ કરાર 44 રાજ્યોમાં 10 લાખથી વધુ અમેરિકન નોકરીઓને ટેકો આપશે. કોઈને ચાર વર્ષની કોલેજ ડિગ્રીની જરૂર પડશે નહીં. આ જાહેરાત યુએસ-ભારત આર્થિક ભાગીદારીની મજબૂતાઈને પણ પ્રતિબિંબિત કરે છે. ભારતીય વડા પ્રધાન મોદી સાથે, હું અમારી ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે આતુર છું.
બિડેન મુખ્યત્વે ચીનમાં, તેમજ યુ.એસ.માં મેન્યુફેક્ચરિંગને વેગ આપીને આવા આઉટ-માઇગ્રેશનથી પીડિત મજૂર વર્ગ માટે વધુ સારી કમાણીવાળી ઔદ્યોગિક નોકરીઓ બનાવવા માટે દબાણ કરી રહ્યા છે.
વ્હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 14.7 લાખની રકમ હશે. તે ભારતમાં જતી તકનીકી નોકરીઓની યુએસમાં ટીકાને પણ સરભર કરી શકે છે, જે દર્શાવે છે કે અમેરિકન કામદારોને પણ ફાયદો થાય છે.
વ્હાઇટ હાઉસે એમ પણ કહ્યું કે આ ડીલની જાહેરાત અમેરિકા-ભારત આર્થિક ભાગીદારીની મજબૂતાઈ પણ દર્શાવે છે.
તેમનો મતલબ સાફ છે કે ભારતના લોકોની નોકરીઓના ભોગે કરાર છે.

ઓર્ડર કરાયેલા 470 એરક્રાફ્ટમાંથી 250 યુરોપની એરબસ કંપનીના છે. એટલા માટે ફ્રાન્સ, જર્મની, સ્પેન અને બ્રિટનમાં ઉજવણીનો માહોલ છે કારણ કે આ કરારથી 12-13 લાખ નોકરીઓનું સર્જન થશે.

વિશ્વ મંદીમાંથી પસાર થઈ રહ્યું છે તેવા સમયે આ સોદો યુએસ, ફ્રાન્સ અને યુકેમાં મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન કરશે અને તેથી આ બંને સોદાને ઐતિહાસિક ગણાવવામાં આવ્યા છે. આ સોદો અન્ય દેશોમાં નોકરીઓનું સર્જન કરશે, જ્યારે ભારતમાં શૂન્ય નોકરીઓનું સર્જન થશે. ભારતમાં કોઈ નોકરીઓનું સર્જન નહીં થાય ત્યારે ભારતીયો શા માટે ઉજવણી કરી રહ્યા છે.

મોટો સવાલ
ટાટા સન્સની પેટાકંપની ટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી સરકારને રૂ. 2,700 કરોડ મળ્યા છે. અહેવાલો અનુસાર, કેન્દ્રએ રૂ. 61,000 કરોડની લોનમાંથી રૂ. 46,000 કરોડ ચૂકવવાની જવાબદારી લીધી હતી. સવાલ એ છે કે જે કંપની ગયા વર્ષ સુધી દેવામાં ડૂબી ગઈ હતી તે આજે 70 બિલિયન ડોલરના ખર્ચે 470 મોટા વિમાનોનો સોદો કેવી રીતે કરી શકે? ટાટાએ એર ઈન્ડિયા ખરીદી ત્યારે રૂ.50 હજાર કરોડનું જંગી દેવું હતું.

અમેરિકાના વિમાન મળે તે પહેલાં પૈસા ચૂકવાયા
220 બોઇંગ એરક્રાફ્ટની કિંમત લગભગ $34 બિલિયન છે. આ ઓર્ડર વિશ્વની સૌથી મોટી એક વખતની એરક્રાફ્ટની ખરીદી હતી. એરક્રાફ્ટની કિંમતના લગભગ 30 ટકા રકમ અગાઉથી ચૂકવવામાં આવે છે. કર્મચારીઓને એક સંદેશમાં હેજમાદીએ કહ્યું, “તમારા બધાને જણાવતા આનંદ થાય છે કે ગઈકાલે એર ઈન્ડિયાએ એરક્રાફ્ટ ડીલ માટે બોઈંગને PDP (પ્રી-ડિલિવરી પેમેન્ટ) કરી.” એર ઈન્ડિયાના ઈતિહાસમાં આ સૌથી મોટી ડીલ હતી. વિવિધ બેંકોમાંથી ખૂબ જ સ્પર્ધાત્મક દરે ભંડોળની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ખૂબ જ વ્યાજબી દરે ડોલરમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે એરલાઇન પાસે ફંડની વ્યવસ્થા કરવા માટે ખૂબ જ ઓછો સમય હતો અને સમગ્ર સોદો તેના નાણા વિભાગ અને વાણિજ્ય વિભાગની મદદથી કરવામાં આવ્યો હતો.

એરઈન્ડિયાની મુશ્કેલી વધી શકે
રનવે પર વર્ચસ્વ મેળવવાની આ બધી મહત્વાકાંક્ષી યોજનાઓ એવા સમયે આવે છે જ્યારે ઘણા મોટા પરિબળો આ પ્રદેશમાં વિસ્તરણ માટેની મોટી યોજનાઓ વિરુદ્ધ જાય છે: વિશ્વના કેટલાક ભાગોમાં ઇંધણના ભાવ આસમાને પહોંચી ગયા છે, ભૌગોલિક રાજકીય તણાવ અને મંદીના વલણોને કારણે, આગળ એક પ્રતિકૂળ વર્ષ છે. એરલાઇન કંપનીઓ માટે અપેક્ષિત છે.
વિશ્વભરની એરલાઇન્સ વેચાણ-અને-લીઝબેક મોડલને અનુસરે છે, જ્યાં એરલાઇન આકર્ષક કિંમતે એરક્રાફ્ટ મેળવે છે, તેને નફાકારક રીતે ભાડે આપનારને વેચે છે, અને પછી તેને તેના પોતાના એરક્રાફ્ટને વેચે છે. ઉપયોગ માટે લીઝ પાછું. એર ઈન્ડિયામાં પણ આ જ પદ્ધતિ અપનાવવામાં આવશે.

2023 ના અંત સુધીમાં 31 નવા જહાજો કાફલામાં જોડાશે જ્યારે મોટાભાગના એરક્રાફ્ટ 2025 ના મધ્ય સુધીમાં સેવામાં પ્રવેશવાની અપેક્ષા છે. દરમિયાન એર ઈન્ડિયાએ તેના ફ્લીટ અને નેટવર્કના વિસ્તરણને વેગ આપવા માટે 11 B777 અને 25 A320 એરક્રાફ્ટની ડિલિવરી લીઝ પર લેવાનું શરૂ કરી દીધું છે.
સપ્લાયમાં વિલંબ તેમની રમત બગાડી શકે છે. 31 ડિસેમ્બર, 2022 સુધીમાં, એરબસ અને બોઇંગ પાસે 12,669 ઓર્ડર બાકી હતા.

એર ઈન્ડિયા ગ્રૂપમાં ફુલ-સર્વિસ એર ઈન્ડિયા તેમજ બે ઓછી કિંમતની પેટાકંપનીઓ, એર ઈન્ડિયા એક્સપ્રેસ અને એર એશિયા ઈન્ડિયાનો સમાવેશ થાય છે, જે મર્જરની પ્રક્રિયામાં છે. ટાટા સન્સે તાજેતરમાં વિસ્તારા સાથે એર ઈન્ડિયાના મર્જરની જાહેરાત કરી હતી. વિસ્તારા એ ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચેનું સંયુક્ત સાહસ છે જેમાં ટાટા સન્સ 51 ટકા હિસ્સો ધરાવે છે.

રોગચાળા બાદ ઉદ્યોગ હજુ પણ સંખ્યાબંધ અવરોધોનો સામનો કરી રહ્યો છે. જે એર ઇન્ડિયાની પુનઃસજીવન યોજનાઓને મુશ્કેલ બનાવશે. FY2023 માટે તેના અર્ધવાર્ષિક અંદાજમાં, CAPA એ જણાવ્યું છે કે ઉડ્ડયન ઉદ્યોગને વિવિધ પડકારોનો સામનો કરવો પડી શકે છે જેમ કે ઈંધણની ઊંચી કિંમતો, ચલણમાં ઘટાડો, વ્યાજદરમાં વધારો, ભૌગોલિક-રાજકીય તણાવ અને વિવિધ દેશોમાં મંદીની સ્થિતિ. આગામી 12 મહિના ખાસ કરીને પડકારજનક હોઈ શકે છે અને એરલાઈન્સની ખોટ $2.5 બિલિયન (રૂ. 20,718 કરોડ)ને પાર કરી શકે છે.

એર ઇન્ડિયાએ એરબસ અથવા બોઇંગને એરક્રાફ્ટની સંપૂર્ણ કિંમત ચૂકવવાની રહેશે નહીં, એરક્રાફ્ટ લીઝ કંપનીઓ અથવા મોટી બેંકો એરબસ અથવા બોઇંગ પાસેથી એરક્રાફ્ટ ખરીદે છે અને પછી એરલાઇન્સ તેમની પાસેથી લોન પર ખરીદે છે અને દર મહિને તેના હપ્તા ચૂકવે છે.
આ સમયે એરબસ ઘણા પડકારોનો સામનો કરી રહી છે. એન્જિન ઉપરાંત, તેને કામદારોની અછત, હડતાલ અને વિમાનના ભાગોની ઉપલબ્ધતાની સમસ્યા છે. જેના કારણે વિમાનોની ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે અને વિમાનો સમયસર એરલાઈન્સ સુધી પહોંચી શકતા નથી.
ઓછી કિંમતની ભારતીય એરલાઇન ઇન્ડિગો, જે વિશ્વની સૌથી મોટી A320 ગ્રાહક છે, તેના કાફલાના 10% અથવા લગભગ 30 વિમાનોને મુખ્ય એન્જિનના ભાગોની અછતને કારણે ગ્રાઉન્ડ કરવાની ફરજ પડી છે.

નેનો કારમાં મોદીની મદદ
મોદીએ ટાટાને અમદાવાદમાં રૂ.1 લાખના સસ્તા ભાવે નેનો કાર બનાવવા માટે વ્યાજ વગરની લોન અને કૃષિ વિશ્વ વિદ્યાલયની કિંમતી જમીન સસ્તા ભાવે આપી હતી. બીજા અનેક ફાયદા આપ્યા હતા. છતાં નેનો કાર ગુજરાતમાં બનતી નથી. તે ઋણ કદાચ ટાટાએ હવે ચૂકવી આપ્યું છે. વિપક્ષોએ આરોપ મૂક્યો હતો કે નેનો કાર માટે ટાટને મોદીએ રૂ.33 હજાર કરોડની મદદ કરી હતી. છતાં નેનો કારનું ઉત્પાદન બંધ કરી દેવાયું હતું. આ પ્રોજેક્ટ રતન ટાટા અને મોદી માટે સદંતર નિષ્ફળ રહ્યો હતો.
અમદાવાદના સાણંદમાં ગાયો માટે અનામત રાખવામાં આવેલી આણંદ કૃષિ યુનિવર્સિટીની 1100 એકર કિંમતી જમીન સાથે ટાટા નેનોને સરકારે રૂ.585 કરોડની લોન આપી હતી. જ્યાં 3 લાખ 50 હજાર નેનો કાર બનાવવાની હતી. આજે એક પણ બનતી નથી. મોદીની ગુજરાત સરકારે 2008માં જમીન આપી હતી. જેનું આજે મુલ્ય 3300 કરોડ થવા જાય છે. વર્ષ 2011માં નરેન્દ્રમોદીએ દેશની સૌથી અફોર્ડેબલ રૂ.1 લાખમાં મળે એ રીતે ટાટા નોનાના કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું.

સાણંદની ટાટા નેનો ફેક્ટરી બંધ, મોદી અને ટાટાની મોટી નિષ્ફળતા

8 વર્ષ પછી સરકારે કહ્યું 33 હજાર નહીં 1 હજાર કરોડની સહાય ટાટા નેનોને કરી છે.

વિશ્વનું ત્રીજું ઉડ્ડયન બજાર
ભારત ટૂંક સમયમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉડ્ડયન બજાર બનવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે વિશ્વની કંપનીઓને ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.

અન્ય એક ફ્રેન્ચ કંપની સેફ્રાન ભારતમાં એરક્રાફ્ટ એન્જિનની સેવા-સુવિધા સ્થાપી રહી છે.

ભારતીય બજારમાં એરબસનું વર્ચસ્વ છે
ભારતીય બજારમાં એરબસનું વર્ચસ્વ છે. ભારતના નાગરિક ઉડ્ડયન માર્કેટ લીડર ઈન્ડિગો એ એરબસ A320ની વિશ્વની સૌથી મોટી ગ્રાહક છે. ભારતમાં નેરોબોડી એરક્રાફ્ટ માટે આટલો મોટો ઓર્ડર મેળવવો એ પણ બોઇંગ માટે મહત્વપૂર્ણ છે. બોઇંગ અને એરબસ સાથે એર ઇન્ડિયાની ડીલને ‘મધર ઓફ ઓલ એવિએશન ડીલ્સ’ કહેવામાં આવી રહી છે.

એર ઈન્ડિયા ઈન્ડિગો સાથે સ્પર્ધા કરશે
એર ઈન્ડિયા નેરોબોડી પ્લેન સાથે 4-5 કલાકની ટૂંકા અંતરના વિમાનનો ધંધો કરશે. તેથી તે ઈન્ડિગોને સખત સ્પર્ધા આપવા સક્ષમ બનશે, જે હાલમાં સ્થાનિક બજારમાં 50% થી વધુ હિસ્સો ધરાવે છે. વાઈડ બોડી એરક્રાફ્ટ ટાટાને ઉત્તર અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં વિસ્તારવામાં મદદ કરશે. એર ઈન્ડિયા FY24 ના અંત સુધીમાં તેના કાફલામાં લગભગ 50 એરક્રાફ્ટ ઉમેરશે. તેનાથી તેની ક્ષમતામાં લગભગ 50%નો વધારો થશે.

5 વર્ષમાં 30% માર્કેટ શેરનું એર ઈન્ડિયાનું લક્ષ્ય
2022ના વર્ષની શરૂઆતમાં એર ઈન્ડિયાને હસ્તગત કર્યા પછી, ટાટા જૂથ તેના કાફલાને સુધારવા માટે એરક્રાફ્ટ ઉત્પાદકો સાથે વાટાઘાટો કરી રહ્યું હતું. એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કેમ્પબેલ વિલ્સને કહ્યું હતું કે એર ઈન્ડિયા આગામી 5 વર્ષમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને રૂટ પર તેનો બજાર હિસ્સો 30% વધારવા માંગે છે.

એર ઈન્ડિયાને વિશ્વ કક્ષાની બનાવવા તૈયારી
એર ઈન્ડિયામાં વર્તમાન મેનેજમેન્ટ વિહાન.એઆઈના નેજા હેઠળ પાંચ વર્ષનો પરિવર્તન રોડમેપ ચલાવી રહ્યું છે. જેથી પોતાને ભારતીય કંપની વિશ્વ-સ્તરની વૈશ્વિક એરલાઈન તરીકે સ્થાન મળે. નવેમ્બર, 2022માં, સિંગાપોર એરલાઇન્સ (SIA) અને ટાટા સન્સ (ટાટા) એર ઇન્ડિયા અને વિસ્તારાને મર્જ કરવા માટે સંમત થયા હતા, જેમાં SIA એ ટ્રાન્ઝેક્શનના ભાગરૂપે એર ઇન્ડિયામાં ₹20,585 મિલિયન (US$250 મિલિયન)નું રોકાણ કર્યું હતું.

ટાટા સન્સ હાલમાં તેના ઉડ્ડયન વ્યવસાયને મજબૂત કરવાની પ્રક્રિયામાં છે. એર એશિયા ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસને એક જ ઓછી કિંમતની એરલાઈન કંપની બનાવવા માટે મર્જ કરવામાં આવી છે. જ્યારે, વિસ્તારા એર ઈન્ડિયા સાથે સમાઈ જશે.
એરલાઈનની શરૂઆત 1930માં જેઆરડી દ્વારા કરવામાં આવી હતી. જૂન 1953માં રાષ્ટ્રીયકરણ બાદ ટાટાએ એરલાઇન પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું.
બોઇંગ કંપની વિશે:
બોઇંગ કંપની એ અમેરિકન બહુરાષ્ટ્રીય કંપની છે જે વિશ્વભરમાં એરોપ્લેન, રોટરક્રાફ્ટ, રોકેટ, ઉપગ્રહો, ટેલિકોમ્યુનિકેશન સાધનો અને મિસાઇલોની ડિઝાઇન, ઉત્પાદન અને વેચાણ કરે છે. તેની સ્થાપના વિલિયમ ઇ. બોઇંગ દ્વારા કરવામાં આવી હતી, તેનું મુખ્ય મથક આર્લિંગ્ટન કાઉન્ટી, વર્જિનિયા, યુએસમાં સ્થિત છે.

મોદી વિડિયોમાં હાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મોટી ડીલ માટે અમેરિકા અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને અભિનંદન પાઠવ્યા હતા. મોદી અને રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એર ઈન્ડિયા અને એરબસ પાર્ટનરશિપ મીટિંગમાં સામેલ થયા હતા. ખાનગી કંપનીના શોદામાં મોદી કેમ હાજર હતા.

PM at the Joint Session of US Congress, in Washington DC on June 22, 2023.
PM at the State dinner hosted by the President of USA, Mr Joe Biden, at White House, in Washington, D.C. on June 22, 2023.

ભારતમાં વિમાનોની સંખ્યા
છેલ્લી વખત એરલાઈને મોટી સંખ્યામાં એરક્રાફ્ટનો ઓર્ડર 2006માં આપ્યો હતો, જ્યારે તેણે બોઈંગ પાસેથી 68 અને એરબસ પાસેથી 43 એરક્રાફ્ટ માટે રૂ. 70,000 કરોડમાં કુલ 111 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો. જો કે, આ સોદો વિવાદોમાં ફસાઈ ગયો અને CBI અને EDએ કથિત અનિયમિતતાઓની તપાસ શરૂ કરી હતી.
ભારતીય એરલાઈનો પાસે લગભગ 800 પ્લેન હાતા. જેમાંથી ઈન્ડિગો પાસે 500 પ્લેન હતા. હવે નવા ઓર્ડર સાથે એર ઈન્ડિયાના ઓર્ડર સાથે કુલ વિમાન વધીને લગભગ 1,300 થઈ જશે. ઈન્ડિગો 54.9 ટકા હિસ્સો છે. બીજા સ્થાને ટાટાની એર ઈન્ડિયા છે.

એરલાઈનના વિમાનો કેટલા જુના
એરલાઇનને 2017માં A320 Neo એરક્રાફ્ટની તેની પ્રથમ ડિલિવરી મળી હતી, અને તેથી તેનો 36 એરક્રાફ્ટનો સમગ્ર કાફલો નવો છે અને લાંબા સમયથી રિપ્લેસમેન્ટ માટે બાકી નથી. એર ઈન્ડિયાના કાફલાની સરેરાશ ઉંમર માત્ર 2.5 વર્ષ છે. મોટા ભાગના 113 વિમાનો નિવૃત્ત થાય તે પહેલાં ઘણો સમય બાકી છે. કાફલામાં સૌથી જૂના એરક્રાફ્ટ A319-100 એરક્રાફ્ટ છે જે 2007માં હસ્તગત કરવામાં આવ્યા હતા, જ્યારે હાલમાં એરલાઇન દ્વારા સંચાલિત મોટા ભાગના નવી પેઢીના એરક્રાફ્ટ તાજેતરના વર્ષોમાં સામેલ કરવામાં આવ્યા હતા.

મુસાફરોની સંખ્યા
2022માં એર પેસેન્જર ટ્રાફિક 123 મિલિયન હતો. જે 2019ના પ્રી-કોવિડ લેવલ 144 મિલિયન હતો. ડીજીસીએની વિગતો પ્રમાણે સપ્ટેમ્બર 2022માં ઈન્ડિયોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં 680,000 મુસાફરો અને એર ઈન્ડિયાના 534,000 મુસાફરો હતા. મુસાફરી દરમિયાન મનોરંજન માટે નવી સીટો અને નવી સિસ્ટમ ઈન્સ્ટોલ કરવા જઈ રહી છે. આ પગલું તેના નેટવર્ક અને કાફલાને વિસ્તારવા માટે કંપનીની વિહાન-એઆઈ પહેલનો એક ભાગ છે.

વિમાનો ક્યારે મળશે?
એર ઈન્ડિયાનું કહેવું છે કે આ વર્ષના અંત સુધીમાં કેટલાક નવા એરક્રાફ્ટ તેના કાફલામાં જોડાશે, જ્યારે તેને 2025ના મધ્યથી મોટી સંખ્યામાં એરક્રાફ્ટ મળવાનું શરૂ થશે. હાલમાં તેણે 11 B777 અને 25 A320ની ડિલિવરી લીઝ પર લેવાનું શરૂ કર્યું છે. એરબસના A350માં રોલ્સ રોયસ એન્જિન હશે જ્યારે બોઈંગના 777/787માં GE એરોસ્પેસ એન્જિન હશે. કંપનીના તમામ નેરો બોડી એરક્રાફ્ટ સીએફએમ ઇન્ટરનેશનલના એન્જિનો દ્વારા સંચાલિત થશે, જે જીઇ એવિએશન અને સેફ્રાન એરક્રાફ્ટ એન્જિન્સ વચ્ચેના સંયુક્ત સાહસ છે.

2200 વિમાનો આવી રહ્યાં છે
બોઈંગ ઈન્ડિયાના પ્રમુખ સલિલ ગુપ્તે છે. બોઇંગ 300 થી વધુ સપ્લાયર્સ અને $1 બિલિયનના મૂલ્યના સોર્સિંગ સાથે દેશમાં સૌથી મોટી ઉત્પાદક છે. બોઇંગના ભારતમાં 5 હજાર કર્મચારીઓ છે. આગામી 20 વર્ષમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં 2200થી વધુ વિમાન ભારતમાં આવવાના છે. આ માટે 31 હજાર પાયલોટની જરૂર પડશે. ભારતમાં આવતા તમામ વિમાનોને ઉડાડવા માટે આ પાઈલટોને તાલીમ અને વિકાસ માટે જરૂરી રહેશે. આ સાથે જ આ તમામ એરક્રાફ્ટની જાળવણી માટે 26 હજાર મિકેનિક્સની જરૂર પડશે. એર ઈન્ડિયા લગભગ 470 નવા એરક્રાફ્ટ ખરીદી રહી છે. એરબસ એ યુરોપિયન એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ કંપની છે. તે બોઇંગ પછી કોમર્શિયલ એરક્રાફ્ટનું બીજું સૌથી મોટું ઉત્પાદક છે. આ કંપનીમાં EADS 80 ટકા અને બ્રિટિશ કંપની BAEનો 20 ટકા હિસ્સો ધરાવે છે.

ભારતમાં વિમાન કેમ ન બને?
એર ઈન્ડિયાએ જે પ્લેન બનાવવાનો ઓર્ડર આપ્યો છે તે કોમર્શિયલ ક્લાસ પેસેન્જર પ્લેન છે. આ એરક્રાફ્ટ ફાઈટર જેટ કે અન્ય એરક્રાફ્ટ કરતા કદમાં ઘણા મોટા હોય છે. તેમને તૈયાર કરવામાં સમય અને પૈસાની જરૂર પડે છે. બોઇંગ અને એરબસ આ પ્રકારના એરક્રાફ્ટના 90 ટકા માર્કેટ પર પ્રભુત્વ ધરાવે છે. આ પછી ચીનનું COMAC, જાપાનનું મિત્સુબિશી અને રશિયાનું UAC આવે છે. તેઓ આ વર્ગના વિમાન બનાવવાની કુશળતા ધરાવે છે. અત્યારે દેશ પાસે એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે તેઓ આવા એરક્રાફ્ટ બનાવી શકે. જો કે, આ દિશામાં પ્રારંભિક પગલાં લેવામાં આવ્યા છે.

વડોદરામાં વિમાન પ્લાંટ
2022માં ઓક્ટોબર મહિનામાં ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને એર બસે સંયુક્ત સાહસ હેઠળ એરક્રાફ્ટ બનાવવા માટે ગુજરાતના વડોદરામાં પ્લાન્ટ તૈયાર કર્યો છે. પરંતુ આ પ્લાન્ટમાં માત્ર સંરક્ષણ ક્ષેત્ર માટે જ વિમાનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં ભારતમાં પણ પેસેન્જર પ્લેન બનાવવામાં આવશે. પણ વિદેશના 500 વિમાનો અને બીજા 2 હજાર વિમાનો ખરીદ કરવામાં આવી રહ્યાં છે.

ટાટા પણ વિમાનના ભાગો બનાવે છે
એક વિમાન લાખો ભાગોથી બનેલું છે, અને તે સમગ્ર વિશ્વમાંથી આવે છે. ભારતમાંથી કેટલા ભાગોની નિકાસ થશે.
મેક ઈન ઈન્ડિયા પહેલને કારણે ભારત પણ એરક્રાફ્ટ કમ્પોનન્ટ ઉત્પાદન કરે છે એવો દાવો કરવામાં આવે છે.

Tata Boeing Aerospace Ltd., બોઇંગ અને Tata Advanced Systems Ltd. વચ્ચેનું સંયુક્ત સાહસ, તેના હૈદરાબાદ પ્લાન્ટમાં બોઇંગ 737 એરક્રાફ્ટ માટે વર્ટિકલ ફિન સ્ટ્રક્ચરનું ઉત્પાદન કરે છે. વર્ટિકલ ફિન્સની પ્રથમ બેચ ભારતમાંથી રેન્ટન, વોશિંગ્ટન સ્ટેટના બોઇંગ પ્લાન્ટમાં મોકલવામાં આવી હતી. ટાટા બોઇંગ એરક્રાફ્ટ દ્વારા આ એરક્રાફ્ટ માટે ઊભી ફિન્સ ભારતમાં બનાવવામાં આવશે. બોઇંગ ભવિષ્યમાં અન્ય ભાગોના ઉત્પાદન માટે TABL સુવિધાનો ઉપયોગ કરી શકે. પ્લાન્ટ બોઇંગના AH-64 અપાચે હેલિકોપ્ટર માટે એરોસ્ટ્રક્ચર પણ બનાવે છે. પ્લાન્ટમાં ફ્યુઝલેજ, સેકન્ડરી સ્ટ્રક્ચર્સ અને અન્ય ભાગો જેવા કે વર્ટિકલ સ્પાર બોક્સનો સમાવેશ થાય છે.

ટાટાનું એરબસ સાથે પણ સંયુક્ત સાહસ છે અને C295 લશ્કરી પરિવહન વિમાનના ઉત્પાદન માટેના પ્લાન્ટનો શિલાન્યાસ PM મોદીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં કર્યો હતો.

એર ઇન્ડિયાએ રોલ્સ-રોયસ સાથે એરબસ એરક્રાફ્ટ અને સીએફએમ ઇન્ટરનેશનલ અને જીઇ સાથે બોઇંગ એરક્રાફ્ટ માટે એન્જિનના સપ્લાય માટે કરારો કર્યા હતા. મેગા ડીલ માટે અમુક ઉત્પાદન ભારતમાં પણ કરવામાં આવશે.

નવેમ્બરમાં, Tata Advanced Systems એ FM ઇન્ટરનેશનલ લીપ એન્જિન માટે ઘટકો બનાવવા માટે GE સાથે $1 બિલિયનનો સોદો કર્યો હતો. તેથી, 800 LEAP એન્જિનના મોટા ઓર્ડર સાથે, ભારતમાં ટાટા સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર એરો એન્જિન દ્વારા મોટી સંખ્યામાં ઘટકોનું ઉત્પાદન કરવામાં આવશે.

વિમાન ખરીદીના કારણો
એરક્રાફ્ટની સંખ્યા વધારીને, અમીરાત અને કતાર એરવેઝને એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્કાય રૂટ પર આવશે. અત્યારે આ બંને કંપનીઓએ દુબઈ અને દોહામાં તેમના વિશાળ કેન્દ્રો સ્થાપ્યા છે. અહીંથી તેઓ ભારતીયોને અમેરિકા અને યુરોપ જવા માટે સીધી ફ્લાઈટ પૂરી પાડે છે. એર ઈન્ડિયા માટે આવનારા વર્ષોમાં ઈન્ડિગોને પાછળ છોડવાનું મુશ્કેલ બનશે. પરંતુ નવી ફ્લાઈટ્સની ડિલિવરી મળતાં જ સ્થાનિક સ્તરે એર ઈન્ડિયાનો વ્યાપ વધશે. SIAએ એર ઈન્ડિયામાં રૂ. 2,058 કરોડનું રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો. આ ડીલ પછી જ કંપનીએ સંકેત આપ્યો કે એર ઈન્ડિયા તેના 113 એરક્રાફ્ટના કાફલાને ત્રણ ગણો કરવા જઈ રહી છે.